Friday, August 31, 2007

ગિરનાર પરિક્રમાનો શરૂઆતનો માર્ગ સિમેન્ટથી મઢી દેવાશે : મેયરની જાહેરાત

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

જૂનાગઢ,તા.૩૦
જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ મીનરાજ શૈક્ષણિક સંકુલ ખાતે તાજેતરમાં જ યોજાયેલ જૂનાગઢ શહેર - જીલ્લા કબડ્ડી સ્પર્ધાનું ઉદઘાટન કરતા જૂનાગઢના મેયરે ગીરનાર પરિક્રમાના શરૂઆતના માર્ગને સીમેન્ટથી મઢવાની જાહેરાત કરી હતી. આ કબડ્ડી સ્પર્ધામાં કુલ ૧પ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રાજયના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને મીનરાજ શૈક્ષણિક સંકુલના સંયુકત ઉપક્રમે યોજાયેલ કબડ્ડી સ્પર્ધાને ખુલ્લી મુકતા પૂર્વે સ્વાગત પ્રવચન કરતા મીનરાજના સ્થાપક અને પ્રમુખ દાદુભાઈ કનારાએ સ્વાગત પ્રવચનમાં આ સંસ્થાઓ પાસેથી પસાર થતો અને ગિરનાર પરિક્રમાની શરૂઆતનો એવો રસ્તો સિમેન્ટથી મઢવાથી અને વ્યાયામ મંડળના પ્રમુખ ઝાંઝરૂકીયા તેમજ દાદુભાઈ દ્વારા રાજય કક્ષાએ પસંદ થનારા જૂનાગઢના રમતવીરોનું મનપા દ્વારા સન્માન થાય તેવી માંગણી કરી હતી.સ્પર્ધાને ટોસ ઉછાળીને ખુલ્લી મુકતા મેયર જયોતીબેન વાછાણીએ આ બન્ને માંગણીઓ સંતોષવાની મનપા વતી કરેલી જાહેરાતને ઉપસ્થિત દરેકે તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોની સાત અને ભાઈઓની આઠ મળી કુલ ૧પ ટીમોને સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ રજત પદકો આપી સન્માની હતી.
આ તકે પૂર્વ ડે.મેયર નીરૂબેન કાંબલીયા, કોર્પોરેટરો રાજશીભાઈ આંબલીયા, કરમણભાઈ કટારા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પ્રિન્સીપાલ નવનીતભાઈ પુરોહીત સહીતના શાળા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

ગિરનારમાં ચરીયાણ કરનારાઓ પર વનખાતુ ફરી ત્રાટકતા ચકચાર

જૂનાગઢ,તા.૩૦
ગીરનારના રક્ષીત જંગલમાં ગેરકાયદેસર રીતે ઢોરને ઘુસાડી જંગલને નુકશાન કરનારા તત્વો સામે વનખાતાએ થોડા સમય અગાઉ કાર્યવાહી હાથ ધર્યા બાદ ફરી એક વખત વનખાતાએ ત્રાટકી આવા આઠેક જેટલા શખ્સોને ઝડપી લઈ રૂા.૧૧,૭૦૦ નો દંડ ફટકારતા આવા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બીજી તરફ રક્ષીત જંગલને બોડી બામણીનું ખેતર સમજી મનફાવે તેમ પોતાના ઢોરને જંગલમાં ઘુસાડી જંગલને નુકશાન કરતા તત્વો સામે આવી કડક કાર્યવાહી હજી પણ શરૂ જ રાખવાના ઉચ્ચ અધિકારીઓના આદેશને પગલે વનખાતાના સ્ટાફે હજી પણ આવી કાર્યવાહી શરૂ રાખી છે.

જૂનાગઢના ગીરનાર જંગલ વિસ્તારની ઉતર રેન્જના ગેરકાયદેસર રીતે ઢોરને ઘુસાડી ઢોર ચરાવી જંગલને નુકશાન કરતા તત્વો સામે વનખાતાએ કાયદાનું શસ્ત્ર ઉગામી જંગલનું રક્ષણ કરવાના હાથ ધરેલા અભિયાન વિશે વન વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગીરનાર જંગલને નુકશાન કરવાની વધી રહેલી પ્રવૃતિઓને સખત હાથે ડામી દેવા માટે જૂનાગઢ વન વિભાગના ડી.એફ.ઓ. બી.ટી.ચઢાસણીયાની સુચના અનુસાર ગીરનારની ઉતર રેન્જ વિસ્તારના ઈન્દ્રેશ્વર રાઉન્ડ, પાતુરણ રાઉન્ડ, રણશીવાવ રાઉન્ડ સહીતના જંગલ વિસ્તારોમાં આર.એફ.ઓ. એસ.કે.જાડેજા તેમજ વન ખાતાના વિજય યોગાનંદી અને ફોરેસ્ટરો એચ.વી.લોચા, પી.વી.મહેતા, બી.ડી.નિમાવત તેમજ વન રક્ષકો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

આ ચેકીંગ દરમ્યાન વન વિભાગના કાફલાએ જંગલમાં ગેરકાયદેસર ઘેટા, બકરા, ભેંસ સહીતના પશુઓને ઘુસાડી ગેરકાયદેસર રીતે ચરાવી જંગલને નુકશાન કરતા ભરત વાલસંગ (રે.ડેરવાણ) ને રૂા.પ૦૦, દાના વજા (રે.રાવત સાગર ડેમ) ને રૂા.૧પ૦૦, અશોક ભગુ વાંક (રે.બલીયાવડ) ને રૂા.પ૦૦, ભનુ માત્રા (રે.બલીયાવડ) ને રૂા.૧૮૦૦, દિલુ રાણીંગ (રે.પાતુરણ નેસ) ને રૂા.૧૪૦૦, મંગળુ હમીર (રે.પાતુરણ નેસ) ને રૂા.૪૦૦૦ અને હરી નાજકરણ (રે.પાતુરણ નેસ) ને રૂા.૩૮૦૦ નો દંડ ફટકારી કુલ રૂા.૧૧,૭૦૦ ની દંડની રકમ વસુલ કરતા આવા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
દરમ્યાનમાં આવા તત્વો સામેની ઝુંબેશ હજી પણ ચાલુ જ રાખવામાં આવનાર હોવાનું આર.એફ.ઓ. એસ.કે.જાડેજાએ અંતમાં જણાવ્યુ છે.

મેઘાણીનગરમાં પાંચ બચ્ચાં સાથે મગર મળ્યો

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/અમદાવાદ, ગુરુવાર
મેઘાણીનગરમાં આવેલી ઓફિસર્સ કોલોનીમાં ઘરે આજે બપોરે વન વિભાગના અધિકારીઓએ દરોડો પાડતા ધાબા પર ગેરકાયદે રીતે રખાયેલા મગર અને તેના પાંચ બચ્ચાં, માંકડા, પાટલા ઘો, નોળિયો વગેરે પશુ-પક્ષીઓ મળી આવ્યાંં હતાં. પશુ-પક્ષીને ગોંધી રાખવા તેમ જ પાંજરામાં કેદ કરવા બદલ જીમી પ્રદીપભાઇ શર્મા સામે વન વિભાગે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાવનારી ઘટનાની વિગત એવી છે કે પ્રદીપભાઇ શર્મા તેમના પરિવાર સાથે ઉપરોકત સ્થળે રહે છે. તેઓ અગાઉ ફિશરિઝ વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે. તેમનો પુત્ર જીમી ફલેટના ધાબા પર પશુ-પક્ષીઓને રાખતો હોવાની મળેલી માહિતીના પગલે રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.પી. પટેલે તેમના સ્ટાફ સાથે આજે બપોરે છાપો માર્યો હતો. ત્યારે ધાબા પર ખાસ બનાવાયેલી કુંડીમાંથી એક મગર તથા પાંચ બચ્ચાં જીવતી હાલતમાં મળી આવ્યાંં હતાં. આ ઉપરાંત લાલ મોં વાળા માકડાં, ઘો, નોળિયો, પાંચ કાચબા,ઉપરાંત ૬૦થી ૭૦ કબૂતરો રખાયાં હતાં. વન ખાતાના અધિકારીએ પ્રદીપભાઇ તેમ જ પાડોશીઓની કરેલી પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે, જીમી સંશોધન કે પછી ગેરેજ ચલાવવાનું કામ કરે છે. જીમીએ પશુ-પક્ષીઓને રાખતા ભારે ગંદકી ફેલાઇ જવા પામી છે. જેના કારણે પાડોશીઓને પણ તેની સાથે અનેક વખત તકરારો થઇ છે. જીમી છેલ્લા દસ દિવસથી આસામ ગયો છે. તા. ૨૭મી સપ્ટેમ્બરના રોજ પાછો ફરે ત્યારે તેની સામે કાર્યવાહી કરાશે. કાયદામાં રહેલી જોગવાઇ પ્રમાણે જીમીને ત્યાંથી મળેલા જંગલી પ્રાણીઓનોે શિડયુલ-૧માં સમાવેશ થાય છે. જેમાં સાત વર્ષની કેદ અને ૨૫ હજાર દંડની સજા છે. જ્યારે સલમાન ખાન સામે શિડયુલ-૨ હેઠળનો ગુનો હોવાથી તેને પાંચ વર્ષની સજા થઇ છે.

Useful Ayurveda and Herbal Remedies.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

બીલી

આયુર્વેદિય ઔષધ બીલીનાં વૃક્ષો ભારતમાં સર્વત્ર થાય છે. તેને ત્રિદળપાન આવે છે. ધાર્મિક રીતે તે મહાદેવને ચડાવાય છે. આખો શ્રાવણ તેનાથી શિવપૂજા થાય છે. બીલીને કોઠા જેવાં ફળ આવે છે. બીલીનાં કાચાં-પાકાં ફળો, પાન, ફૂલ, છાલ ઔષધમાં વપરાય છે. તેના કાચાં ફળનું શાક અને અથાણું પણ થાય છે. કાચાં બીલાનો સ્વાદ કડવો અને તુરો હોય છે. પાકાં બીલાનો સ્વાદ ગળચટ્ટો-ખટમધુરો હોય છે. બીલી મધુર, તુરી, કડવી, હૃદય અને પેટ માટે હિતાવહ, આહાર પર રૂચિ ઉત્પન્ન કરનાર, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, મળને બાંધનાર હોવાથી અતિસાર-પાતળા ઝાડા, મરડો, આંતરડાના ચાંદા મટાડનાર, પાચક, વાતાતિસાર અને જ્વર મટાડે છે. બીલીના મૂળ અને છાલ જ્ઞાનતંતુ માટે શામક છે. હૃદયનું તીવ્ર ધડકવું, ઉદાસીનતા, અનિદ્રા અને ઉન્માદમાં હિતાવહ છે.

Friday, August 10, 2007

News Articles in Gujarati Language!

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

Kamleshwar Dam of Gir Forest over flow by 1-1/2 Feet, Gir Forest wildlife may effected.

કમલેશ્વર ડેમનું પાણી જંગલમાં ઘૂસતાં વન્યપ્રાણીઓ પર જોખમ
Bhaskar News, Talala(gir)
Friday, August 10, 2007 02:12 [IST]

ગીર પંથકને મેઘરાજા જે રીતે ધમરોળી રહ્યા છે, એ જોતાં તેને હવે મહેર કહેવી કે કેમ એ સવાલ છે. ખાસ કરીને કમલેશ્વર ડેમ દોઢ ફૂટ ઉપરથી છલકાવા લાગતાં તેનાં ધસમસતાં નીર જંગલમાં ઘૂસી જતાં વન્યપ્રાણીઓની હાલત કફોડી થઈ છે. આ પ્રવાહમાં અનેક પ્રાણીઓ તણાઈ ગયા હોવાની પણ શંકા સેવાય છે.

સમગ્ર વિસ્તારની સાથે ગીર પંથકમાં ૯ ઈંચ જેટલો તોફાની વરસાદ ખાબકતાં હવે જંગલની જમીનમાં પણ પાણી ન સંઘરાતાં શ્નરેશ’ ફૂટવા લાગી છે, અને પાણી ઉભરાવા લાગ્યા છે. બીજીબાજુ, ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસાદને પગલે તાલાલા તાલુકાના બંને જળાશયો હીરણ-૧(કમલેશ્વર) હીરણ-૨ ડેમ ઓવરફલો થઈ ગયા હોઈ અને વિસ્તારના તમામ નદી-નાળાં પણ છલકાઈ ગયા હોઈ, ધસમસતાં નીર હવે ગીરનાં જંગલ વિસ્તાર તરફ ધસી જઈ રહ્યાં છે.

તોફાની વરસાદ અને પવનમાં અનેક વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે. જંગલ તરફ વધી રહેલું આ પાણી અત્યાર સુધીમાં અનેક વન્યપ્રાણીઓને ખેંચી લઈ ગયું હોય એવી આશંકા પણ સેવાઈ રહી છે. વધુમાં, જંગલમાં પાણીની સપાટી વધતાં જંગલના સિંહ, દીપડા, હરણ સહિતના પ્રાણીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે.

હાલની સ્થિતિને ખાસ કરીને જોખમી એટલા માટે ગણાય છે, કારણ કે, જંગલમાં જઈ શકાય એવી કોઈ હાલત નથી. તમામ રસ્તા, ચેકડેમ કે કોઝ-વે ધોવાઈ ગયા છે. દેવળિયા સફારી પાર્ક પણ ભારે વરસાદથી બેટમાં ફેરવાઈ ગયો છે. આવા સમયે જંગલી પ્રાણીઓની હાલત ગંભીર હોવાનું મનાય છે.

ફોરેસ્ટખાતાના અધિકારીઓ પાસે પણ હાલમાં જંગલના પ્રાણીઓ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ, ભારે વરસાદને પગલે કેટલાંક પ્રાણીઓ તણાયા હોવાની શકયતા નકારી શકાતી નથી. સાથે જ, ગીરના જંગલમાં વસતા માલધારીઓ પણ મુશ્કેલીમાં હોવાનું જણાય છે. જો કે, સાચી સ્થિતિનો ખ્યાલ વરસાદ બંધ થાય પછી જ આવી શકશે.

Useful Ayurveda and Herbal Remedies.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

બરોળના રોગો

આપણા કચ્છ કાઠિયાવાડમાં થતાં એક ઉત્તમ ઔષધનું નામ છે 'રગતરોહિડો.' આયુર્વેદમાં જેને રોહિતક કહે છે. તેનાં પર્ણો દાડમડીના પર્ણો જેવા જ હોવાથી તેનું બીજું સંસ્કૃત નામ દાડિમચ્છદ પણ છે. શાખાઓને છેડે સુંદર કેસરિયા રંગનાં ફૂલો શિયાળામાં આવે છે. તમને ખબર છે ? આ રગતરોહિડો એ બરોળની રામબાણ દવા છે. મેલેરિયા કે પછી કે બીજા કોઈ કારણથી જેમની બરોળ બગડી હોય તેમણે ઔષધમાં રગતરોહિડાનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે હરડેના ઉકાળામાં રગતરોહિડાની છાલના ટુકડા પલાળીને બીજા દિવસે આ ટૂકડા સૂકવી નાખ્યા પછી બારીક ચૂર્ણ કરી બાટલી ભરી લેવી. આશરે અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવારે અને રાત્રે લેવાથી બરોળના રોગો, કમળો, લોહી જામી જવું, મસા, કૃમિ, પ્રમેહ વગેરે રોગો મટે છે.

Thursday, August 9, 2007

News and Articles in Gujarati Language.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

19" Rain in just 24 hours in Talala, Sasan (Gir Forest ) Region.

તાલાલામાં જનજીવન અસ્તવ્યસ્ત

તાલાલા (ગીર) તા.૮

તાલાલા પંથકમાં મંગળવારે ૨૪ કલાકમાં પડેલ ૧૯ ઇંચ વરસાદે આખા પંથકનું જનજીવન ખોરવી નાખ્યું છે. મંગળવારના ભારે વરસાદને કારણે અનેક ગામોમાંખેતરના બંધપાળા તૂટી જતા ખેતરોમા વ્યાપક ધોવાણ થયું છે. તેમજ મામલતદારે કરેલ પ્રાથમિક સર્વે દરમ્યાન જયારે પૂરને કારણે વિવિધ ગામોમાંથી ૧૯ પશુઓ તણાયા હોવાનું તેમજ તાલાલા શહેર ઉપરાંત ભાલછેલ અને હરીપુર ગિર કુલ આઠ થી દશ કાચા મકાનો ધરાશાહી થઇ ગયાનું વિગતો આપી છે. જયારે કુલ બે માનવનો ભોગ લેવાયો છે. ઠેર ઠેર રસ્તાઓ અને બેઠા પુલોમાં મોટા મોટા ગાબડી પડી ગયા છે . તેમજ અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તારોનાં રહેઠાણ

તાલાલામાં જનજીવન અસ્તવ્યસ્ત
મકાનોમાં પાણી ભરાઇ ગયા છે.તાલાલા પંથકમાં ભારે વરસાદ બાદ પોરબંદર ગયેલ જન જીવન ધમધમતા કરવા તાલાલા મામલતદાર શ્રી અમીબેન દોશી તથા ઓફીસર ધમેન્દ્રસિંહ જાડેજા તાલાલા કંન્ટ્રોલ રૂમમાંથી જરૂરી કાર્યવાહી સાથે આખા વહીવટી તંત્રને કામે લાગાડી જોરશોરથી કામગીરી શરૂ કરી દીધી છે. તાલાલાથી ૭ કિ.મી.દૂર ચિત્રાવડગિર ગામે હરીપર રોડ ઉપર આવેલ તળાવ ફાટતા ૧૨૫ ગરીબ પરીવારો નોંધારા થઇ ગયા છ તળાવ ફાટતા તળાવની હેઠવાસ રહેતા દેવી પુજક - દલીત અને આદીવાસી પરીવારના કુલ ૧૨૫ પરિવારની મોટા પ્રમાણમાં અસર થઇ છે. આ તમામ પરીવારોની ઘરવખરી તણાઇ ગયાં ચાર મકાનો પડી ગયા છે. અનેક મકાનોની દિવાલો બેસી ગયા છે. તેમજ આ વિસ્તારમાંરહેતા ખેતમજૂરોના ખેતઓજારો તથા ૧૦ થી ૧૫ બકરા પણ તણાઇ ગયા છે. ગામના સરપંચ શ્રી નીતાબેન સીરાજભાઇ તથા પંચાયતના સદસ્યો તથા ગામના સેવા ભાવી લોકો તૂરત અસરગ્રસ્ત વિસ્તારમાં પહોચી તળાવના પાણીનો ભોગ બનેલ ૬૦૦ લોકોને સલામત સ્થળે ખસેડી ભોજન સહિતની વ્યવસ્થા ગોઠવી હતી. મિત્રાવડમાં ડાયમંડ હાઇસ્કૂલમાં પાણી ભરાતા તેની દિવાલ તૂટીપડી બાળકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. તાલાલાથી ૬ કિ.મી. દૂર ચિત્રાવડગિર ગામ પાસેની એક વોકળામાં દોરડુબાંધી લોકોને સામે કાઠે લાવવાનું સેવાકાય કાર્ય દરમ્યાન પગ લપસી જતા વોકળામાં તણાઇ ગયેલ ચિત્રાવડ ગિર ગામના મોમના કાસમ માંડણ સમાતાણી ઉં.વ.૫૮ ની લાશઆજે સવારે ગામથી થોડે દૂર જાળીમાંથી મળી હતી. ત્યારબાદ ગઇકાલે સવારે ૯:૦૦ કલાકે ઘરેથી નીકળેલ તાલાલા હોમગાર્ડ યુનિટ રાજય નારણભાઇ અમૃતલાલ ઉર્ફે કિશોરભાઇ ધોબી ઉ.વ.૪૨ ગઇકાલે હિરણનદીના પુરમાં તણાઇ ગયેલ હોય આજે સવાર ઉમરેઠી ડેમમાંથી તેમની લાશ મળતા પી.એસ.આઇર્ી અશોક પંડયા તથા હોમગાર્ડ કમાન્ડ અપાર નાથી સ્ટાફ સાથે ડેમ ઉપર જઇ લાશનો કબજો લઇ પી.એમ.સહિતની કાર્યવાહી કરી લાશ તેમના પરીવારને સોપી હતી. તાલાલા પંથકમાં ભારે વરસાદે અત્યાર સુધીમાં બે લોકોનો ભોગ લીધો છે. તાલાલા પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો હતો પણ વરસાદ સંપૂર્ણ શાંત હતો.

એસ.ટી.અને રેલ્વે વ્યવહાર સેવા ઠપ
તાલાલા પંથકમાં ભારે વરસાદને કારણે આખો ગીર પંથક જળબંબાકાર થઇ જતા સંપૂર્ણ વ્યવહાર ઠપ થઇ ગયો હતો. રાત્રે એસ.ટી.સ્ટેન્ડ તથા રેલ્વે સ્ટેશન ઉપર ફસાઇ પડેલ ૧૦૦ જેટલા મુસાફરોને સ્થાનીક વહીવટી તંત્રએ ભોજન અને રાતવાસાની વ્યવસ્થા કરી આવી હતી. પરંતુ આજે બીજા દિવસે પણ એસ.ટી.અને રેલ્વે વ્યવહાર સેવા બંધ છે. રેલ્વે લાઇનમાં અવની પાસે અને ૃૃપ્રાચી રેલ્વે સ્ટેશન પાસે મોટા પ્રમાણમાં ધોવાણ થયુ હોય રેલ્વે સેવા ઠપ છે. મરામત કામગીરી શરૂ થઇ નથી.

તાલાલા પંથકનો મૌસમનો વરસાદનો વરસા ૫૧૯૫ થયો
તાલાલા પંથકમાં ગત વર્ષે મૌસમનો કુલ વરસાદ ૧૩૨૨ મી.મી. થયો હતો તેની સામે આ વર્ષે આજ સાંજના ૪:૦૦ વાગ્યા સુધીનો મૌસમનો કુલ વરસાદ ૧૨૭૦ મી.મી.એટલે કે ૫૧૯૫ થયો છે. હજુ પણ વરસાદના ભારે ઝાપટા ચાલુ છે.

Wednesday, August 8, 2007

Useful Ayurveda and Herbal Remedies.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

સુવાદાણા-૧
આ આપણા રસોડાના ઉત્તમ ઔષધ 'સુવાદાણા'ની વાત છે. સુવાદાણાને આયુર્વેદમાં 'શતપુષ્પા' કહે છે. આ સુવાના છોડને નાના ગુચ્છાઓ રૂપે પીળા ફૂલ આવે છે. આ ગુચ્છામાં આશરે સો જેટલાં ફૂલો હોય છે. એટલે જ આયુર્વેદના ગ્રંથોમાં તેને શતપુષ્પા નામ અપાયુ લાગે છે. અડધી ચમચી જેટલું આ સુવાદાણાનું ચૂર્ણ એક એક ચમચી સાકર અને ઘી સાથે મિશ્ર કરીને ચાટી જવું. ઉપર દૂધભાત અથવા સાકરથી બનાવેલી ખીર ખાવી.બે-ત્રણ મહિના આ ઉપચાર કરવાથી વંધ્યા અને ષંઢ બંને બાળકો ઉત્પન્ન કરી શકે એવા પ્રબળ બની શકશે અને નપુંસકતા- સેક્સની શિથિલતા ઉત્પન્ન થશે. વૃદ્ધ મનુષ્યમાં પણ યૌવન પ્રકટ થશે. સુવાની ભાજી વાયુનો નાશ કરે છે. એટલે વાયુના રોગોવાળાએ સુવાની ભાજી રોજ રાત્રે થોડી ખાવી.

Monday, August 6, 2007

News Articles in Gujarati Language!

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

ચિન્કારા કેસ આમિરને ફરી મુશ્કેલીમાં મુકશે
એજન્સી,ભુજ
Sunday, August 05, 2007 14:29 [IST]

Aamir Khanચીન્કારા કેસ ફરી આમીર ખાન માટે મુશ્કેલી ઉભી કરશે તેમ જણાઈ રહ્યું છે. મહિનાઓ સુધી નિષ્ક્રિય રહ્યાં બાદ હવે કચ્છ જંગલ વિભાગ લગાન ફિલ્મ માટે ગેરકાનુની રીતે ચીન્કારાનું શુટિંગ કરવા બદલ બોલીવુડ અભિનેતા વિરુધ્ધ કોર્ટમાં જવા માટે મંજુરી માંગી છે.

બોલીવુડ અભિનેતા ફરી મુશ્કલીમાં મુકાશે,કેમ કે ચીન્કારા કેસમાં ફરી કાર્યવાહી આગળ વધી રહી છે. વન વિભાગના અધિકારીઓએ ખાન વિરુધ્ધ કોર્ટમાં જવા માટે મંજુરી માંગી છે. ગયા વર્ષે જુલાઈમાં ગુજરાત વન વિભાગે આમિર ખાન સામેનો કેસ ફરી ખોલ્યો હતો. ફરિયાદી ગીર નેચર કલબે આરોપ મુક્યો છે કે શુટિંગ દરમિઆન ચીન્કારાને ઈજા થઈ હતી. ચીન્કારા એ દુર્લભ પશુ હોવાથી તે ચિંતાજનક બાબત છે. ચીન્કારાની વીડિયોગ્રાફી કરવા માટે મંજુરી મેળવવી પડે છે. જો કે ફિલ્મના નિર્માતાઓ દાવો કરે છે કે તેમણે મંજુરી મેળવી હતી. જો કે વન વિભાગ એ વાત નકારે છે કે તેમણે આ ફિલ્મ ક્રુને મંજુરી આપી હતી.

અધિકારી આર એલ મીનાએ જણાવ્યું હતું કે તેમને ક્યારેય મંજુરી આપવામાં આવી નથી. આ બાજુ આ કેસમાં અનેક નોટિસ મોકલવામાં આવી હોવા છતાં પણ અભિનેતા અને નિર્માતા આમિર ખાન રૂબરૂ હાજર પણ થયો નથી.

સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે આમિર સીવાય દિગ્દર્શક આશુતોષ ગોવારીકર અને ખાનની ભુતપૂર્વ પત્ની રીના દત્તા પણ આ કેસમાં સંડોવાયેલા છે. રીનાને રૂબરૂ હાજર થવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ગોવારીકરે જણાવ્યું હતું કે તેઓ તેમની ફિલ્મના શુટિંગને લઈને ખુબ જ વ્યસ્ત છે. જો કે વન વિભાગ હવે આમિર સામે કડક પગલાં લેવા માંગે છે તેઓ ઈચ્છે છે કે આમિર આ મુદ્દે મૌન રહે તે ચલાવી લેવામાં આવશે નહીં.

News Articles in Gujarati Language!

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

કાળિયાર કેસ : સલમાન ખાન જોધપુરની અદાલત સમક્ષ હાજર
એજન્સી,જૉધપુર
Monday, August 06, 2007 13:40 [IST]

બોલીવુડ અભિનેતા સલમાન ખાન આજે અહીં કોર્ટ સમક્ષ હાજર થયો હતો,બોલીવુડ અભિનેતા સલમાન ખાન આજે અહીં કોર્ટ સમક્ષ હાજર થયો હતો,કે જયાં કાળિયાર શિકાર કેસમાં તેને દોષિત જાહેર કરતાં ચુકાદાને પડકારતી અરજીની સુનાવણી થઈ રહી છે.

સલમાન ગઈકાલે સાંજે જ શહેરમાં આવ્યો હતો. તે આજે કેસની સુનાવણી માટે ડિસ્ટ્રીકટ એન્ડ સેશન જજ સમક્ષ હાજર થયો હતો. ભુતકાળમાં અભિનેતા અનેક વાર આ કેસમાં સુનાવણી માટે હાજર થયો ન હતો. આ બાબતની ગંભીર નોંધ લઈને કોર્ટે તેને આજે રૂબરૂ હાજર થવાનો આદેશ આપ્યો હતો. તે આજે ચીફ જયુડિશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં પણ હાજર થયો હતો,કે જયાં તેની સામે અન્ય શિકાર કેસ અને શસ્ત્ર ધારા હેઠળ સુનાવણી ચાલી રહી છે.

ચીફ જયુડિશ્યલ મેજીસ્ટ્રેટ બ્રિજેન્દ્રકુમાર જૈને દશમી એપ્રિલના રોજ શિકાર કેસમાં તેને પાંચ વર્ષની સજા કરી હતી અને રૂ. ૨૫,૦૦૦નો દંડ પણ કર્યોહતો. અભિનેતાએ આ ચુકાદાને પડકાર્યોછે. અભિનેતા પર આરોપ છે કે તેણે ૨૮મી સપ્ટેમ્બર,૧૯૯૮ના રોજ ઘોડા ફાર્મ ખાતે વિજયલા ભકકાર ખાતે કાળિયારનો શિકાર કર્યોહતો. ચિન્કારાએ વન સૃષ્ટિ રક્ષણ કાયદા હેઠળ સુરક્ષતિ છે. સંજયને ભવાડ ખાતે અન્ય શિકાર કેસમાં એક વર્ષની સજા કરવામાં આવી છે અને તેણે આ ચુકાદાની વિરુઘ્ધ પણ અરજી કરી છે.

રાજસ્થાન સરકારે સલમાનની સજા વધારવા માટે અરજી કરી છે અને આ અરજી રાજસ્થાન હાઈ કોર્ટ સમક્ષ અનિર્ણિત છે. કંકાણીમાં શિકાર કેસમાં અભિનેતા સૈફ અલી ખાન,સોનાલી બેન્દ્રે અને નીલમ પણ સહઆરોપી છે.

Useful Ayurveda and Herbal Remedies.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

ગૂગળ-૧
આપણા કચ્છમાં આયુર્વેદનું એક ઉત્તમ ઔષધ થાય છે. આ ઔષધનું નામ છે ગૂગળ. આ વૃક્ષના થડની છાલ ઉપર છરી વડે ચીરા કરવામાં આવે છે. ચીરા કરવાથી છાલનો રસ બહાર આવીને જામી જવાથી જે ગુંદર જેવા ગઠ્ઠા બને તે જ ગૂગળ. આ ગૂગળને શુદ્ધ કર્યા પછી જ ઔષધમાં વપરાય છે. આ ગૂગળના પાંચ પ્રકાર છે. મહિષાક્ષ, મહાનીલ, કુમુદ, પદ્મ અને હિરણ્ય. ગૂગળ કડવો, તીખો, રસાયન, ઉષ્ણ-ગરમ, વિશદ, પિત્તલ, સારક, તૂરો, પચવામાં હલકો, મળને સરકાવનાર, પાચક, વાજીકર, ભાંગેલા હાડકાંને જલદી સાંધનાર, સ્વર માટે સારો, થોડો મધુર, જઠરાગ્નિવર્ધક, બળ આપનાર, તીક્ષ્ણ, સુંવાળો, સુગંધી, પૌષ્ટિક, કાંતિકર અને મળનું ભેદન કરે છે. તે કફના રોગો, વાયુના રોગો, કૃમિ, વાતોદર, સોજા, મસા, પ્રમેહ, મેદોરોગ, સાંધાનો વા, ગાંઠો, વ્રણ, ખંજવાળ, કોઢ, પથરીનાશક છે.

Saturday, August 4, 2007

News Articles in Gujarati Language!

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

ઊના-ખડાધાર હાઇ-વે પર માદા સિંહ બાળનું વાહન હડફેટે મૃત્યુ
Bhaskar News, Amreli
Saturday, August 04, 2007 02:35 [IST]

ગઇ મોડી રાત્રે ઊના-ખડાધાર હાઇ-વે પર ચતુરી ગામના પાટિયા પાસે અજાણ્યા વાહનની હડફેટે આશરે બે વષ્ાર્ની વયના માદા સિંહબાળનું ચગદાઇ જવાથી મૃત્યુ થયું હતું. મોડી રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા ખાંભા પોલીસ સ્ટાફે આ ઘટના અંગે વનતંત્રનું ઘ્યાન દોરતાં આજે સવારે ધારી ગીર (પૂર્વ) વનકચેરીના નાયબ વનસંરક્ષક રાણા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા.

સિંહોના શિકારની ચોંકાવનારી ઘટનાઓને પગલે રાજય સરકાર દ્વારા વનતંત્રના સ્ટાફમાં વધારો કરીને વધુ વાહનોની ફાળવણી કરાઇ છે.આમ છતાં આ ઘટનાની જાણ પ્રથમ પોલીસ તંત્રને થઇ હતી, તે વનતંત્ર દ્વારા નિયમિત નાઇટ પેટ્રોલિંગ નહીં કરવામાં આવતું હોવાનું સૂચવે છે.

ગીર નેચર યુથ કલબના પ્રમુખ અમિત જેઠવાના જણાવ્યા મુજબ, ગીર જંગલમાંથી પતરમાળા ડુંગર વરચે અવરજવર કરતાં વન્ય પ્રાણીઓ ખાંભા-ઊના હાઇ-વેપર પસાર થાય છે. ખાંભા સહિતના ગીર મિતિયાળા વરચે આવેલા ગામોમાં સિંહોની અવરજવર થતી રહે છે. સિંહદર્શનની ધેલછા ધરાવતાલોકો દૂર-દૂરથી અહીં આવી તેમના વાહનો મારફત પીછો કરતા હોય છે.

આવા કોઇ વાહનની અડફેટે આવી જવાથી સિંહબાળનું મૃત્યુ થયું હોય એવું મનાય છે. આવા વાહનચાલકને શોધી કાઢવાની ગીર નેચર કલબે માગ ઉઠાવી છે. સાથોસાથ મૃત્યુ પામેલ સિંહબાળની ઘટનામાં વનતંત્રને સમયસર જાણ કરી ઉમદા કામગીરી બજાવનાર ખાંભા પોલીસ સ્ટાફને ગીર નેચર કલબે અભિનંદન પાઠવ્યા હતા.

More compensation needed for domestic animals, affected by wild animals.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

News Articles in Gujarati Language!

હિંસક પ્રાણીઓનો ભોગ બનતા પશુઓના વળતરમાં વધારો જરૂરી

તાલાલા, તા.૩
હિંસક પ્રાણીઓનો ભોગ બનતા માલઢોરના માલિકોને સરકાર તરફથી મળતુ વળતર એકદમ ઓછુ તાલાલા પંથક તથા સુત્રાપાડા તાલુકા ખેડૂતો તથા પશુપાલકોને આવા સમયે અપાતા વળતરમાં વધારો કરવા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પાઠવેલ પત્રમાં ગીરપંથકના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે માંગણી કરી છે. પત્રમાં જણાવ્યું છે કે, તાલાલા પંથક ફરતુ ગીર અભિયારણ્યમાં તથા સુત્રાપાડા તાલુકાના દરિયા કિનારાના વિસ્તારમાં આવેલ પરદેશી બાવળના જંગલમાં વસવાટ કરતા હિંસક વન્ય પ્રાણીઓને જંગલમાં પુરતા પ્રમાણમાં ખોરાક મળતો ન હોય હિંસક વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં જંગલની બહાર નીકળી તાલાલા પંથક તથા સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માલઢોરનું મારણ કરી ખોરાક મેળવે છે. તાલાલા પંથક તથા સુત્રાપાડા વિસ્તારમાં ખેડૂતોના અસંખ્ય કિંમતી માલઢોર અને દુધાળા પશુઓનુ મારણ કર્યુ છે. હિંસક વન્ય પ્રાણીઓનો કિંમતી પશુઓ ભોગ બને છે ત્યારે વનખાતા તરફથી જબરી કાર્યવાહી કરી પશુ પાલકોને વળતર આપવામાં આવે છે.પરંતુ ખેડૂતો અને માલધારીઓને આપવામાં આવતુ વળતર એકદમ ઓછુ મળે છે. પશુપાલકોને વળતર આપવાના દરો જૂના અને વર્ષાે પહેલાના છે.

હિંસક પ્રાણીઓનો ભોગ બનેલ માલઢોરના માલિક એવા ખેડૂતો અને માલધારીના કિંમતી પશુઓના મારણનુ વળતર જુજ પ્રમાણમાં મળતુ હોય પશુપાલકો દયાજનક સ્થીતીમાં મુકાઈ જાય છે. આવી કપરી પરિસ્થિતિ સમયે પશુપાલકોને યોગ્ય રીતે મદદરૂપ થતા માલઢોરના મારણના વળતરની લાંબા સમય પહેલાની નીતિમાં ફેરફાર કરી ઘટતુ કરવા મુખ્યમંત્રીને પાઠવેલ પત્રના અંતમાં ગીર પંથકના ધારાસભ્ય એ માંગણી કરી છે.

News in Gujarati - Village Bhalchhel of Gir - some unsolved problems.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

ભાલછેલ ગીર ગામને મુંઝવતા પ્રશ્નોનો તાત્કાલીક ઉકેલ જરૂરી
તાલાલા, તા.૩
તાલાલા તાલુકાના છેવાડાના ભાલછેલ ગિર ગામની પ્રજાના પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે ગીરપંથકના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની ઉપસ્થિતીમાં ભાલછેલ ગીર ગામે મોમીન જમાતની ભોજનાલયમાં સમસ્ત ગામજનોની ગ્રામસભા મળી હતી. આ ગામસભામાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓએ ગામની પ્રજાને પજવતા આઠ લોક પ્રશ્નોનુ એક આવેદન પત્ર તૈયાર કરી ધારાસભ્યને અર્પણ કર્યુ હતુ. જેમાં જંગલખાતાએ રૂા.૨૫૦૦/- રોકડા લઈ ઈકો ડેવલપમેન્ટ યોજનાનો લાભ આપવા કામગીરી શરૂ કરી પણ આ પૈકી ગામના ૯૯ ગરીબ પરીવારોને આજ સુધી લાભ મળેલ નથી. એક યા બીજા કારણો બતાવી જંગલખાતુ ગામના ગરીબ પરિવારોને લાંબા સમયથી ધકકા કરાવે છે. તેની તપાસ કરી ઈકોના લાભથી વંચીત પરિવારોને યોગ્ય ન્યાય અપાવવા તથા ભાલછેલ ગામની બોર્ડર ઉપર આવેલ હોય વન્ય પ્રાણીઓથી ગામના ખેડૂતોને સુરક્ષીત રાખવા આ વિસ્તારમાં ખેતીવાડીનો વીજ પાવર દિવસે આપવા તથા ગામલોકોને પીવાનું પાણી ચોખ્ખુ અને મીઠુ આપવા તથા હરીપુર રસ્તા ઉપરની ચોકડી પાસે મુસાફરોને બેસવા એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ બનાવવા સહિતના વિગેરે લોક ઉપયોગી જટીલ પ્રશ્નો હતા. આ પ્રશ્નો અંગે યોગ્ય કરવા ગામજનો ને ધરપત આપતા ઉપસ્થિત વિશાળ ગ્રામજનોને સંબોધન કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે ભાલછેલ ગામના પ્રજાના પાયાના પ્રશ્નોના ઉકેલ માટે કોઈ કચાશ રાખી શકાય નહીં. ગામના નવા વરાયેલા યુવાન સુકાનીઓને આવકારતા કહ્યું હતું કે લોક ઉપયોગી ગામના ગમે તે પ્રશ્નો હોય મને વિના સંકોચે જણાવશો. ગામને મદદરૂપ થવા મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ. આ પ્રસંગે ઉપસ્થિત સુત્રાપાડા તાલુકા પંચાયત પ્રમુખ રામભાઈ વાઢેરે જણાવ્યું છે કે, ભાજપની સરકારે લોકોના પ્રશ્નો સાંભળી નિકાલ નથી કર્યા પણ પરિણામ લક્ષી ઉકેલ કર્યા છે. માટે આજે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું સરકાર દ્વારા કૃષિ રથ સહિતની ખેડૂતલક્ષી નોંધપાત્ર કામગીરી થતા રાજયનુુ ખેત ઉત્પાદન નવ હજાર કરોડનુ હતુ. તે આજે ૩૪ હજાર કરોડે પહોચ્યું છે. પ્રજાલક્ષી વિકાસ કામગીરી ભાજપ શાસિત કરેલ જેને પરિણામે સુત્રાપાડા તાલુકા પંચાયત દ્વારા આજે સુત્રાપાડા તાલુકા ભાજપમય બનેલ તેનો વિસ્તૃત ચિતાર આપ્યો હતો.

Friday, August 3, 2007

News in Gujarati: Injured Lion saved by forest guard's son's mobile.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

ફોરેસ્ટ ગાર્ડના પુત્રના મોબાઇલે ઘાયલ સિંહનો જીવ બચાવી લીધો
Bhaskar News, Rajkot
Friday, August 03, 2007 00:15 [IST]

ગીરના જંગલમાં સાવજોના શિકારની ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. શિકારી તત્વો સૌરાષ્ટ્રની શાન સમા સાવજોની બેરહેમીથી કતલ કરતા હોઇ વનખાતાએ પણ લોકોને વનમિત્ર’ તરીકે જાગૃતિ બતાવવા અપીલ કરી હતી. ત્યારે ફોરેસ્ટ ગાર્ડના પુત્રે ઘાયલ પાઠડાને સારવાર માટે સક્કરબાગના ઝૂમાં મોકલી આપવાની વ્યવસ્થા કરાવતાં તેની આ કામગીરીને વનખાતાના સ્ટાફે પણ બિરદાવી હતી.

બાબરિયા રેન્જના બીજા શિકાર પ્રકરણને માત્ર ત્રણ જ દિવસ વીત્યા હતા, ત્યારે વિસાવદરના હનુમાનપરા ખાતે ફોરેસ્ટ કોલોનીમાં રહેતો તરૂણ ઇશાર્દ કે. ભટ્ટી પોતાના ફોરેસ્ટગાર્ડ પિતા, ૨ સાથી ગાર્ડ અને ૨ ફોરેસ્ટર સાથે પાંચ દિવસના પેટ્રોલિંગમાં સાથે જવા નીકળ્યો હતો.

નેશમાં રાત્રિ રોકાણ કરી સવારે સાતેક વાગે જંગલમાંથી પસાર થયા ત્યારે કરમદાની ઝાડીમાં આઠેક દિવસથી એક પાઠડો સિંહ કણસતો બેઠો હોવાની બાતમી મળી. સતત ચાર દિવસ કોમ્બિંગ પછી પાંચમાં દિવસે તેની ભાળ મળી. સિંહની હાલત ખૂબ જ નાદુરસ્ત જણાતાં ટાસ્કફોર્સ સાસણની મદદ લેવાનું નક્કી થયું. પરંતુ સ્ટાફ પાસે રહેલા વાયરલેસની બેટરી ડિસ્ચાર્જ થઇ ગઇ હતી.

અચાનક યાદ આવતાં ઇશાર્દ પોતાની પાસે રહેલો મોબાઇલ ચાલુ કરી નજીકમાં ઊંચા સ્થાને જઇ ટાસ્કફોર્સનો તાત્કાલિક સંપર્ક કરતાં ટાસ્કફોર્સ પાંજરા સાથે આવી પહોંચી. સિંહને ડાર્ટ થકી બેહોશ બનાવી સાસણ અને ત્યારબાદ જૂનાગઢ સક્કરબાગ ખાતે લઇ જવાયો.

સારવાર દરમિયાન સિંહની પૂંઠમાં કાણું અને તેમાંથી પરૂ નીકળતું હોવાનું જણાતાં તેને ગોળી મરાયાની શંકા ગઇ હતી, પરંતુ એકસ-રે તપાસ બાદ તેના થાપાના હાડકામાં કમ્પાઉન્ડ ફ્રેકચર જણાયું હતું. હાલ આ સિંહને સારવાર અપાઇ રહી છે.

તરૂણને જાગૃતિ દાખવી સિંહને બચાવી લેવામાં મદદ કરવા બદલ ડીએફઓએ પણ તેની પીઠ થાબડી હતી. જૉ ગીરમાં વસતા દરેક લોકો આવી જાગૃતિ દાખવે, તો શિકારીઓની તાકાત નથી કે ગીરમાં પગ મૂકી શકે.

News in Gujarati: Peacock nesting at same place since five years.


Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

પાંચ વર્ષથી મોર યુગલ એક જ ઘરમાં ઇંડાં મૂકવા આવે છે


અમદાવાદ, ગુરુવાર
કહેવાય છે કે પશુ પક્ષી હંમેશા પ્રેમની ભાષા સમજે છે, તેથી જ કેટલીક વાર માનવી સાથેનો તેનો સંબંધ એટલો ગાઢ થઇ જાય છે કે, તે વ્યક્તિ સાથે વિશ્વાસના તાંતણે બંધાઇ જાય છે. આવો જ એક કિસ્સો જમાલપુર વિસ્તારમાં રહેતાં અલ્લાબક્ષ શેખ સાથે બન્યો છે કે, જેમનાં ઘરે એક ઢેલ જંગલ જેવું ખુલ્લું વાતાવરણ છોડીને છેલ્લાં પાંચ વર્ષથી પોતાનાં ઇંડાં મૂકવા આવે છે. જમાલપુરમાં કેલિકો મિલ પાસે રહેતાં અલ્લાબક્ષ શેખનું ઘર કેલિકો મિલનાં જંગલ વિસ્તારની લગોલગ આવેલું છે. તેમનાં ઘરે દર વર્ષે જૂન-જુલાઇ માસમાં આ ઢેલ, જેમ દીકરી પોતાનાં પિતાનાં ઘરે સુવાવડ માટે જાય તેવી રીતે આવી જાય છે. અલ્લાબક્ષ પણ પોતાની દીકરીની સારસંભાળ રાખતાં હોય તેમ ઢેલ અને તેના બચ્ચાંનું ધ્યાન રાખે છે. અલ્લાબક્ષ જણાવે છે કે, આ વર્ષે પણ તા. ૨૨-૦૬-૦૭ના રોજ આ ઢેલ મોર સાથે જગ્યા જોવા આવી હતી અને તા.૨૩-૦૬-૦૭ના રોજ ઢેલ તેનાં નિયત સ્થળે મારાં ઘરનાં પેલમેટ પર આવી હતી, અને તા. ૨૪થી ૨૭ વચ્ચે તેણે કુલ ચાર ઇંડાં મૂક્યાં છે. તે આ ઇંડાંને સેવવામાં લગભગ ૨૨ દિવસનો સમય લે છે. એટલું જ નહીં તેના બચ્ચાં લઇને બેધડક મારાં ઘરનાં રસોડા સુધી આવી જાય છે અને આમ, કુલ ૧૨ દિવસ સુધી મારી સાથે રહે છે. અનેે જયારે બચ્ચાં ઉડતાં થાય ત્યારે તે પાછી કેલિકો મિલ કમ્પાઉન્ડમાં જતી રહે છે. મોરનાં બચ્ચાંની સારસંભાળ માટે રૂા. ૧૧,૦૦૦નું એક પાંજરું પણ બનાવડાવ્યંુ છે. જેથી તેને કૂતરા, કાગડા કે બિલાડી હેરાન ન કરે. જયારે ઢેલ પણ પોતાનાં પિતાનાં ઘરે આવી હોય તેમ ઘરનાં દરેક સભ્યો સાથે હળી મળી જાય છે.

Thursday, August 2, 2007

Useful Ayurveda and Herbal Remedies.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

મૈથુનશક્તિ
આયુર્વેદનો એક વાજીકરણ પ્રયોગ નોંધવા જેવો છે અને આ પ્રયોગ પર તો મહાન વિદ્વાન વૈદ્ય શોઢની મહોર લાગેલી છે. એટલે શંકાને તો કોઈ સ્થાન જ નથી. અહીં વાજીકરણનો અર્થ થાય છે મૈથુનશક્તિ વધારનાર, શીથિલતા દૂર કરનાર. આ ઉપરાંત તે મૂત્રમાર્ગના રોગો પણ મટાડે છે. એક ગ્લાસ જેટલા દૂધમાં બે ચમચી ખડી સાકર અને અડધી ચમચી આશરે પાંચ-છ ગ્રામ જેટલું ગોખરુનું ચૂર્ણ અને અડધી ચમચી શુદ્ધ કરેલા કૌંચાના બીજનું ચૂર્ણ નાંખી ધીમા તાપે ઉકાળવું. દૂધ બરાબર ઊકળે એટલે ઉતારી ઠંડું પાડી પી જવું. આ પ્રમાણે રોજ દિવસમાં બે વખત સવાર-સાંજ તાજેતાજું બનાવેલું દૂધ દસથી વીસ દિવસ પીવાથી મૈથુનશક્તિ વધે છે. આ ઉપરાંત મૂત્રમાર્ગની પથરી, એન્લાર્જમેન્ટ ઑફ પ્રોસ્ટેટ, મૂત્રાવરોધ, મૂત્રની બળતરા જેવી વિકૃતિઓ મટે છે.