Saturday, February 29, 2020

ટોબરા ગામમાં સિંહ પરિવારે રોડ વચ્ચે ગાયનું મારણ કરી મિજબાની માણી, વાહનો થંભી ગયા

  • સિંહ પરિવારના ધામાથી ગ્રામજનોમાં ભયનો માહોલ

Divyabhaskar.Com

Jan 24, 2020, 07:28 PM IST
ગીરસોમનાથ: સુત્રાપાડાના ટોબરા ગામમાં ગત સાંજે મુખ્ય રોડ પર સિંહ પરિવારે એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. રોડ વચ્ચે સિંહ પરિવારે ધામા નાખતા કલાકો સુધી વાહનચાલકોને થંભી જવું પડ્યું હતું. સિંહના દ્રશ્યો નીહાળવા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ દ્રશ્યો પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યા હતા, આ વિસ્તારમાં દીપડા અને સિંહ જેવા હિંસક પ્રાણીઓના વસવાટથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lion-family-hunt-cow-in-tobara-village-of-sutrapada-126595664.html

ઉનામાં દીપડાએ વાછરડીનો અને ગીરગઢડાના ફાટસરમાં સિંહે ગાયનો શિકાર કરી મિજબાની માણી

  • ઉનાના પાંજરાપોળમાં દીપડીએ બચ્ચાને જન્મ આપ્યો 

Divyabhaskar.Com

Jan 27, 2020, 10:21 AM IST
ઉના: ઉનાના રામનગર વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત છે. ગત રાત્રે દીપડાએ વાછરડીનો શિકાર કરી મિજબાની માણી હતી. આ દ્રશ્યો લોકોએ મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યો હતો. અહીં અવારનવાર દીપડા આવી ચડતા હોય લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ગીરગઢડાના ફાટસર ગામમાં સિંહે ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
દીપડીએ બચ્ચાને જન્મ આપ્યો
ઉનાના રામનગર ખારા વિસ્તારમાં આવેલી પાંજરાપોળમાં એક દીપડીએ બચ્ચાને જન્મ આપ્યો છે. છેલ્લા ઘણા સમયથી દીપડાઓ આતંક આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ખેડૂતો પણ દીપડા આતંકને કારણે વાડી પાણી વાળવા માટે જઇ શકતા નથી.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/leopard-and-lion-hunt-cow-in-una-and-girgadhada-126610063.html

ગીર પશ્ચિમ, પૂર્વમાં એક દિવસમાં બે સિંહનાં મોત

  • ચેકડેમ પાસેથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો

Divyabhaskar.Com

Jan 31, 2020, 05:59 AM IST
જૂનાગઢ: ગીર પશ્વિમ વિસ્તારના ડેડાકાડી રેન્જમાં એક સિંહણ બિમાર હોવાને કારણે તેમને સારવાર માટે સાસણની સિંહ હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી હતી અને 19 દિવસ સુધી સારવારમાં રાખ્યા બાદ તેમનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
વન વિભાગના જણાવ્યા અનુસાર તા.12 જાન્યુઆરીએ ગીર પશ્વિમ વિભાગના ડેડાકાડી રેન્જના ગડકબડ્રી વિસ્તારમાં એક બિમાર સિંહને સાસણની સિંહ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. 5 વર્ષની સિંહણને લકવાની બિમારી હોય અને 19 દિવસ સુધી સારવાર આપ્યા બાદ પણ તેમનું મોત થયું હતું. વન વિભાગે સિંહણને બચાવવા માટે અનેક પ્રયાસો કરી સારવાર આપી તેમ છતાં પણ લકવાની બિમારીના કારણે સિંહણનું મોત થયું છે. તે ઉપરાંત ગીર પૂર્વના હડાલા રેન્જના ફકીરગલા ચેકડેમ અભયારણ્ય વિસ્તારમાંથી 8થી 9 વર્ષની સિંહણનો મૃતદેહ મળ્યો હતો. આરએફઓ અને ફિલ્ડ સ્ટાફએ વેટરનરી ડોક્ટરની હાજરીમાં મૃતદેહનું નિરીક્ષણ કર્યુ હતું. જેમાં જાણવા મળ્યું હતું કે, શ્વસન, કાર્ડિયાક, હિપેટિક અને રેનલને કારણે સિંહણનું મોત થયું છે. ત્યારે એક દિવસમાં બે સિંહણના મોતને લઇને વન વિભાગ દોડતું થયું છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/two-lions-die-in-a-day-in-gir-forest-junagadh-126633848.html

77.23 ચો.કિમી ખુલ્લું જંગલ વધ્યું, પણ તેનો ભૌગોલિક વિસ્તાર ન વધ્યો

  • જૂનાગઢ જિલ્લામાં વન આચ્છાદિત વિસ્તારમાં બે વર્ષમાં 59.31 ચો.કિમી વધ્યો
  • અન્ય જિલ્લામાં પણ વધારો થયો

Divyabhaskar.Com

Feb 02, 2020, 12:52 AM IST
જૂનાગઢઃ વર્ષ 2019ના ડીસેમ્બર મહિનામાં ભારતભરના જંગલો અને વન આચ્છાદિત વિસ્તારની સ્થિતિ દર્શાવતો ઇન્ડીયા ફોરેસ્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનો વન આચ્છાદિત વિસ્તાર વર્ષ 2017ની સરખામણીમાં વધ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં પણ વન આચ્છાદિત વિસ્તારનો વધારો થયો છે. બે વર્ષમાં 59.31 ચો.કિમીનો વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના જંગલી ભૌગોલિક વિસ્તાર સરખો જ છે. જ્યારે ખુલ્લુ જંગલ, ઝાડ સહિતના વિસ્તારોમાં વધારો થયો છે. ખાસ કરીને 77.23 ચો.કિમી ખુલ્લા જંગલ વિસ્તારમાં વધારો થયો છે. આ રિપોર્ટમાં ડેટાબેઝ રિપોર્ટમાં 2017ના વર્ષ સાથે વન આચ્છાદિત વિસ્તારોની સરખામણી કરાઇ છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં 59.31 ચો.કિમી જંગલ વિસ્તારનો વધારો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં બે વર્ષમાં વધેલા વન આચ્છાદિત વિસ્તારની જાણકારી
વર્ષ20172018
ભૌગોલિક વિસ્તાર8,831 ચો.કિમી8,831 ચો.કિમી
અતિ ગાઢ જંગલ15 ચો.કિમી15 ચો.કિમી
મધ્યમ ગાઢ જંગલ956 ચો.કિમી938.08 ચો.કિમી
ખુલ્લો વન પ્રદેશ663 ચો.કિમી740.23 ચો.કિમી
કુલ વિસ્તાર1,693.31 ચો.કિમી1,634ચો.કિમી
અન્ય જિલ્લામાં થયેલો વધારો
વર્ષ 2017ની સરખામણીએ જૂનાગઢ જિલ્લાની સાથો સાથ નવસારી, કચ્છ, જામનગર જિલ્લાના આચ્છાદિત વિસ્તારમાં વધારો થયો છે. સામાન્ય રીતે આવું કહેવામાં આવે છે કે દિન પ્રતિ દિન જંગલો ઘટી રહ્યાં છે પણ આ અહેવાલ જણાવે છે કે રાજ્યમાં જંગલો વધ્યાં છે.
વનીકરણ સહિતની બાબતોથી વધારો
વન વિભાગની કામગીરીનું આ પ્રતિબિંબ છે. જેમાં પણ ખાસ કરીને વનીકરણ, પ્રોટેક્શન સહિતની કામગીરીને લઇને વન આચ્છાદિત વિસ્તારમાં વધારો થયો છે. જે સારી વાત છે. સારો વરસાદ પડવાને કારણે પણ વૃક્ષોની સંખ્યામાં વધારો થયો હોય છે. - ડી.ટી.વસાવડા, સીસીએફ, જૂનાગઢ
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/7723-sq-km-of-open-forest-increased-but-its-geographical-area-did-not-increase-126649037.html

સિંહણ બે બચ્ચા સાથે મોજથી જતી'તી અને બાઇકસવાર સામેથી આવી જતી સામસામો ભેટો થયો, સિંહણે રસ્તો કરી આપ્યો

  • માત્ર પાંચ ફુટના અંતરેથી આ સિંહણ કેડો મૂકી પોતાના બચ્ચાંને લઇ વાડીમાં ચાલી ગઇ

Divyabhaskar.Com

Feb 03, 2020, 02:56 PM IST
ગીર: ગીરકાંઠાના ખેડુત આમ તો સાવજની હાજરીમાં પણ વાડી ખેતરમાં કામ કરવા ટેવાયેલા છે, પણ વાડીએ જવાના સાંકડા ગાડા માર્ગમાં વળાંકમાં અચાનક જ બે ફુટના અંતરે સાવજનો ભેટો થઇ જાય તો ભલભલાના હાંજા ગગડી જાય. ગીર બોર્ડર વિસ્તારમાં આવી જ એક ઘટના બની હતી. જ્યાં પોતાના બે બચ્ચાં સાથે સિંહણ નહેરમાંથી પસાર થતી હતી ત્યારે વળાંકમાં બાઇક પર આવેલા બે શખ્સ સાથે તેનો આમનો સામનો થઇ ગયો હતો. જો કે સિંહણને પોતાના બચ્ચાંની વધારે ફિકર હતી. જેથી માત્ર પાંચ ફુટના અંતરેથી આ સિંહણ કેડો મૂકી પોતાના બચ્ચાંને લઇ વાડીમાં ચાલી ગઇ હતી.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lioness-run-with-her-two-cub-and-farmer-run-on-bike-so-lioness-given-way-in-gir-area-126663474.html

અઠવાડિયામાં સક્કરબાગ ઝૂમાં નવાં પ્રાણી અને પક્ષીઓ આવશે

  • ચંદીગઢથી કુંજ, હરણ, જંગલી બિલાડી, મગર સહિતના પ્રાણી આવશે

Divyabhaskar.Com

Feb 04, 2020, 01:18 AM IST
જૂનાગઢ: એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી દેશના વિવિધ ઝૂને પ્રાણી-પક્ષીઓ આપવામાં આવી રહ્યા છે. વર્ષ 2019માં દેશના વિવિધ 13 ઝૂને સિંહ સહિતના પ્રાણી-પક્ષીઓ આપી ત્યાંથી અન્ય પ્રાણી-પક્ષીઓ લઇ આવવામાં આવ્યા છે. ત્યારે હજુ બાકી રહેલા એક્સચેન્જ પ્રોગામ હેઠળ આવતા અઠવાડીયામાં સક્કરબાગ ઝૂમાં નવા પ્રાણી-પક્ષીઓનું થશે આગમન જેની સામે ચોશીંગા, શિંકારા અને વરૂ સહિતના પ્રાણીઓ આપવામાં આવશે.
ગુજરાત સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા મળેલી મંજુરી મુજબ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ચંદીગઢ ઝૂ ખાતેથી આવતા અઠવાડીયામાં વિવિધ 7 પ્રકારના પ્રાણી-પક્ષી લાવવામાં આવશે. જ્યારે તેની સામે 4 પ્રકારના પ્રાણી-પક્ષીઓ આપવામાં આવશે. જેથી કરીને સક્કરબાગ ઝૂમાં નવા પ્રાણી-પક્ષીઓનું આગમન થશે.
ચંદીગઢ ઝૂથી લાવવાના પ્રાણીઓ
પ્રાણી-પક્ષીસંખ્યા
સારસ કુંજ4
હોગ ડિયર(હરણ)5
બાર્ન આઉલ(ઘુવડ)4
ડાયમંડ ડવ(કબુતર)6
ઘરીયાલ(મગર)4
રૂફડ ટરટલ(કાચબો)4
સક્કરબાગ ઝુ પ્રાણીઓ આપશે
ડેમોસાઇલ ક્રેન4
ચોશીંગા4
ચિંકારા4
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/new-animals-and-birds-will-be-coming-to-sakkarbagh-zoo-within-a-week-126664070.html

વાવરડા ગામની વાડીમાં બે સિંહબાળ અને સિંહણ તરસ છીપાવવા આવી, વીડિયો વાઇરલ

  • તરસ છીપાવે તે પહેલા જ ત્રણેય ભાગી ગયા

Divyabhaskar.Com

Feb 06, 2020, 04:10 AM IST
ઉના: ઉનાના વાવરડા ગામની સીમમાં એક વાડીમાં પાણી ભરેલી કુંડીમાં તરસ છીપાવવા એક સિંહણ અને બે સિંહબાળ આવ્યા હતા. પરંતુ પાણી પીવે તે પહેલા જ ત્રણેય ભાગી ગયા હતા. આ વીડિયો વાડી માલિકે પોતાના મોબાઇલમાં ઉતારી
સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/two-cub-and-one-lioness-come-in-farm-near-una-126679726.html

દીપડા બાદ સિંહનો આતંક: ખારી ગામમાં મધરાતે 4 સાવજ ઘૂસ્યા, 80થી વધુ ઘેટા-બકરા ફાડી ખાધા

  • ગીર ગઢડાના ખીલાવડ ગામની વાડીમાં સિંહ પરિવારનું વોકિંગ, વીડિયો વાઇરલ
  • વન્ય પ્રાણીઓને આ વિસ્તારમાંથી દૂર કરવા ગ્રામજનોમાં માંગ
  • ઘટનાને પગલે વન વિભાગની ટીમે સિંહોની શોધખોળ હાથ ધરી

Divyabhaskar.Com

Feb 07, 2020, 03:17 PM IST
અમરેલી/ગીરસોમનાથ: બગસરા પંથકમાં દીપડાઓએ આતંક મચાવ્યો હતો. માનવભક્ષી દીપડાઓએ બગસરા પંથકમાં 6 લોકોનો ભોગ લીધો હતો. દીપડા બાદ હવે સિંહોનો આતંક વધ્યો છે. ગત મોડી રાત્રે 4 સિંહો બગસરાના ખારી ગામમાં ઘૂસ્યા હતા. સિંહોએ વાડામાં રહેલા 80થી વધુ ઘેટા-બકરાને ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે વન વિભાગની ટીમ ગામમાં દોડી આવી છે અને સિંહોની શોધખોળ હાથ ધરી છે. વન્ય પ્રાણીઓને આ વિસ્તારમાંથી દૂર કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
સિંહ પરિવારનું વોકિંગ
ગીરગઢડાના ખિલાવડ ગામની એક વાડી વિસ્તારમાં સિંહ પરિવાર આવી ચડ્યો હતો વાડીના રસ્તા પર સિંહ પરિવાર ટહેલતા જોવા મળ્યો હતો. આ દ્રશ્યો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યા છે.
(જયેશ ગોંધિયા, ઉના/જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/four-loin-hunt-80-goast-sheep-and-goats-in-khari-village-of-bagasara-126695665.html

માધુપુરગીરમાં ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો, હાથમાં નહોર ભરાવતા લોહીલૂહાણ

  • ખેડૂતે હિંમતપૂર્વક દીપડાનો સામનો કરી ભગાડી મુક્યો હતો

Divyabhaskar.Com

Feb 09, 2020, 10:59 PM IST
ગીરસોમનાથ: તાલાલાના માધુપુરગીરમાં દીપડા નીતિન પટેલ નામના ખેડૂત પર હુમલો કર્યો હતો. વાડીમાં કામ કરી રહ્યા હતા અને અચાનક દીપડાએ તેના પર તરાપ મારી હતી અને હાથના ભાગે નહોર ભરાવ્યા હતા. જો કે, ખેડૂતે હિંમતપૂર્વક દીપડાનો સામનો કરી ભગાડી મુક્યો હતો. બાદમાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને લોહીલૂહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા જ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને દીપડાની શોધખોળ હાથ ધરી છે.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/leopard-attack-on-farmer-and-refer-to-hospital-near-talala-126711934.html

સિંહણે પહેલા નદી પાર કરી, પછી માતાના પગલે પગલે ચાલીને ચાર સિંહબાળ સામેકાંઠે પહોંચ્યા

  • સિંહણ અને ચાર સિંહબાળનો નદી પાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

Divyabhaskar.Com

Feb 12, 2020, 08:28 PM IST
ગીર: જંગલની રાણી સિંહણ પોતાના બચ્ચાંને નદી કેવી રીતે પાર કરવી તેનો પાઠ ભણાવતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં સિંહણ પહેલા નદી પાર કરતી જોવા મળે છે અને બાદમાં એક પછી એક એમ ચાર સિંહબાળ માતાના પગલે જ ચાલીને નદી પાર કરી સામેકાંઠે પહોંચે છે. આમ માતાના રસ્તે ચાલીને સિંહબાળે સુરક્ષિત રીતે નદી પાર કરી હતી. નદી પાર કરતો વીડિયો સાસણ ગીરનો હોવાનું અનુમાન છે.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lioness-and-three-cub-cross-the-river-near-gir-forest-126735151.html

ગિરનાર ઉપર રોપ-વે બનાવવા માટેના પ્રોજેક્ટનો માર્ગ મોકળો, હાઇકોર્ટે મંજૂરી આપી

Divyabhaskar.Com

Feb 18, 2020, 08:59 PM IST
જૂનાગઢઃ ગિરનાર પર રોપ-વે બનાવવા માટે નક્કી કરવામાં આવેલા પ્રોજેક્ટને હાઇકોર્ટે લીલી ઝંડી આપી છે. આ પહેલાં રોપ-વે પ્રોજેક્ટને રોક લગાવવા અથવા ડાયવર્ટ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જેને હાઈકોર્ટે ફગાવી છે. આ મામલે અરજદારે હાઇકોર્ટમાં રોપ વે પ્રોજેક્ટને કારણે પર્યાવરણને નુકસાન થાય છે તેવો દાવો કર્યો હતો. આ ઉપરાંત ગીધની વસ્તીને પણ રોપ-વેને કારણે અસર પહોંચે તેમ છે તેવું હાઇકોર્ટને જણાવ્યું હતું. ત્યારે આ મામલે હાઇકોર્ટે આ માટે આસપાસના વિસ્તારમાં પશુઓને આપવામાં આવતા આહારમાં તકેદારી રાખવાનો સરકારને આદેશ કર્યો છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/hc-rejected-the-petitioners-request-for-a-rope-way-project-on-girnar-in-junagadh-126783757.html

સનખડામાં ખેતરમાં ચાલીને જતા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો, માથા અને મોઢા પર નહોર માર્યા

ખેડૂતને સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો

ખેડૂતને સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો

  • ખાંભાના તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, પીએમ માટે મૃતદેહ જસાધાર એનિમલ કેર ખાતે ખસેડાયો 

Divyabhaskar.Com

Feb 21, 2020, 11:38 AM IST
ઉના: ઉનાના સનખડા-માલણ વિસ્તારમાં ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો. યુવાન ખેડૂત વાડીના શેઢેથી પોતાના ખેતર તરફ ચાલીને જતો હતો ત્યારે દીપડાએ અચાનક પાછળથી હુમલો કરી દીધો હતો. એરંડાના પાકના વાવેતરમાંથી દીપડો અચાનક બહાર આવ્યો હતો અને ખેડૂતને નિશાન બનાવ્યો હતો. જો કે ખેડૂતે બૂમાબૂમ કરી મુકતા દીપડો નાસી ગયો હતો. ખેડૂતના માથા, મોઢા, હાથ અને કમરના ભાગે દીપડાએ નહોર માર્યા હતા. આથી ગંભીર હાલતમાં ખેડૂતને સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત
ખાંભાના તુલસીશ્યામ રેન્જમાં વધુ એક સિંહનું મોત નીપજ્યું છે. આ અંગે વન વિભાગને જાણ થતા ટીમ દોડી ગઇ હતી. વન વિભાગે સિંહનો મૃતદેહ કબ્જે કરી પીએમ માટે જસાધાર એનિમલ કેર ખાતે ખસેડ્યો હતો. જો કે સિંહના મોતનું કારણ જાણવા મળ્યું નથી. પીએમ બાદ જ મોતનું કારણ જાણવા મળશે.
(જયેશ ગોંધિયા, ઉના)

47 વર્ષમાં ગિરમાં સિંહની વસ્તી 27 ટકાના દરે વધી

Divyabhaskar.Com

Feb 23, 2020, 04:44 AM IST
જૂનાગઢઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 130 દેશોનાં વન્ય પ્રાણી તજજ્ઞોની કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ યોજાઇ ગઇ. ખાસ કરીને એક પ્રદેશમાંથી બીજામાં સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટેના ઉપાયોની ચર્ચા માટે આ સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતના વનવિભાગે સિંહોના સંરક્ષણ માટેના ઉપાયો થકી તેઓ વસ્તી વૃદ્ધિ દર 27 ટકા હાંસલ કર્યાનું જણાવ્યું હતું. વર્ષ 1968 થી લઇને 2015 સુધીમાં આ વૃદ્ધિ દર રહ્યાનું પ્રેઝન્ટેશનમાં જણાવાયું હતું. જોકે, હવેની વસ્તી ગણતરી આગામી મે માસમાં થનાર છે.

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/in-47-years-lion-population-in-gir-increased-by-27-126816641.html

ટૂંક સમયમાં મોદી ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કરશે, દેશનો સૌથી મોટો પ્રોજક્ટ

  • મોટેરા સ્ટેડિયમ બાદ હવે જૂનાગઢનો વારો
  • 900 મિટરની ઊંચાઇ, 130 કરોડના ખર્ચે 2.3 કિમી રોપ વે

Divyabhaskar.Com

Feb 24, 2020, 03:21 AM IST
જૂનાગઢઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોટેરા સ્ટેડીયમ બાદ હવે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિરનાર રોપ - વેનું પણ લોકાર્પણ કરશે તેવું જાણવા મળી રહ્યું છે. આ અંગે ગિરનાર રોપ - વે પ્રોજેટકના ઉષા બ્રેકો કંપનીના દિપક કપલીસે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોટેરા સ્ટેડીયમ તેનું દ્રષ્ટાંત છે. હવે ટૂંક સમયમાં ગિરનાર રોપ - વેનું પણ લોકાર્પણ કરવામાં આવશે. ઉષા બ્રેકો દ્વારા બનાવવામાં આવી રહેલ ગિરનાર રોપ- વેનો સમાવેશ દેશનો સૌથી મોટા રોપ - વે માં થાય છે. 50 થી વધુ વર્ષોનો અનુભવ ધરાવતી ઉષા બ્રેકો દ્વારા અંદાજીત 130 કરોડના ખર્ચે રોપ - વે બનાવાઇ રહ્યો છે જેનું સંચાલન, જાળવણી પણ કંપની કરશે.જમીનથી 900 મિટરની ઉંચાઇએ 2.3 કિમીની લંબાઇ ધરાવતા ગિરનાર રોપ - વેમાં અંબાજી સુધી પહોંચવામાં માત્ર 8 થી 10 મિનીટનો સમય લાગશે. પાવાગઢ અને અંબાજી ખાતે કાર્યરત રોપ - વે કરતા ગિરનાર રોપ - વે માં વિદેશના ટેકનીકલ અેક્ષ્પર્ટની મદદ લેવાઇ છે. આ પ્રોજેકટથી સૌરાષ્ટ્રના પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે, યાત્રિકોના સમય અને ઉર્જામાં બચત થશે. ટૂંકમાં વિશ્વના પ્રવાસન નકશામાં જૂનાગઢ ગિરનાર રોપ -વે આકર્ષણનું કેન્દ્ર બનશે જેનું ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/soon-modi-will-launch-girnar-ropeway-the-countrys-largest-project-126824490.html

શાણા વાંકિયામાં કૂવામાં પડી જતાં સિંહણનું મોત, જશાધાર રેન્જના સ્ટાફે દોડી જઈ મૃતદેહ બહાર કાઢ્યો

  • સિંહણ 5 થી 9 વર્ષની હતી

Divyabhaskar.Com

Feb 03, 2020, 11:21 PM IST
જૂનાગઢઃ ગિર જંગલની ધારે આવેલા ધોકડવા પાસેના શાણા વાંકિયા ગામે એક સિંહણ કુવામાં પડી જતાં મોતને ભેટી હતી. ગિર પૂર્વ વનવિભાગની જશાધાર રેન્જના જશાધારા રાઉન્ડની ધોકડવા બીટ હેઠળ આવતા શાણા વાંકિયા ગામે એક સિંહણ કુવામાં પડી જતાં તેનું મોત થયું હતું. બનાવની જાણ થતાં આરએફઓ અને વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો. સિંહણ શાણા વાંકિયાના રમેશભાઇ મધુભાઇ બરવાડિયાના ખેતરમાં આવેલા ખુલ્લા કુવામાં ખાબકી હતી. તેની વય આશરે 5 થી 9 વર્ષની હોવાનું અને તેનું મોત પાણીમાં ડૂબી જવાને લીધે થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ખુલ્લા કૂવા ફરતે પાળા કરવાની માત્ર વાતો જ થતી હોવાનું ફરી સ્પષ્ટ થયું છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lions-body-found-in-jasadhars-ghodkava-range-area-126664043.html

ઉચેંયા ગામના ઝુપડામાંથી સિંહણે 5 વર્ષના બાળકને બોચીથી ઉપાડી એક પગ ખાય ગઇ અને સિંહબાળે મોઢુ કરડી ખાધું

  • બાળકના મોત બાદ સિંહબાળ બાળક સાથે મસ્તી કરતા જોવા મળ્યું હતું
  • સિંહણ અને 2 સિંહબાળને પાંજરે પુરવા મોટુ રિંગ પાંજરુ મુકવામાં આવ્યું છે 

Divyabhaskar.Com

Feb 04, 2020, 05:04 PM IST
અમરેલી: રાજુલા તાલુકાના ઉચેંયા નજીક ખેતમજુર પરિવાર ઝૂંપડામાં રહે છે. ગત રાત્રે માતા-પિતા સાથે કિશોર સાદુળભાઈ (ઉં.વ. 5) સુતો હતો. રાત્રે સિંહણ આવી ચડી બાળકને પકડી ભાગી ગઇ હતી. પરિવારજનો જાગી જતા હાકલા પડકારા કર્યા તેમ છતાં સિંહણ બાળકને ઉંચકી પકડી ભાગી ગઇ હતી. બાદમાં બાળકનો એક પગ સિંહણ ખાય ગઇ હતી અને સિંહબાળે બાળકનું મોઢુ કરડી ખાધું હતું,
સિહબાળ કોઇને નજીક આવવા દેતું નહોતું
ભચાદર ઉચેંયા ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયા, તખુભાઇ ધાખડા સહિત યુવાનોએ અહીં શોધખોળ શરૂ કરી અને આખી રાત દોડધામ કરી રાજુલા વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગના RFO ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભેરાઇ વીડીમાં દોડી જતા સિંહબાળના કબ્જામાં મૃતદેહ જોવા મળ્યો હતો. ત્યારબાદ સિંહબાળ પણ કોઈ માણસને નજીક ન આવવા દે અને સિંહણ પણ બાજુમાં હતી. જો કે પગ સિંહણ ખાય ગઈ અને સિંહબાળ બાળકનું મોઢું કરડી ખાય ગયું હતું. ત્યારબાદ તેમના કબ્જામાંથી બાળકના મૃતદેહને છોડાવી અને રાજુલા હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડ્યું હતું.
પરિવારનો માત્ર એકનો એક દીકરો હતો
પરિવારનો માત્ર એકનો એક દીકરો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે ઘટનાને લઇને પીપાવાવ મરીન પોલીસ પણ દોડી આવી હતી. રાજુલા વનવિભાગનો કાફલો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યો હતો. જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી. સિંહણ માનવભક્ષી થયાનું સ્થાનિક લોકો માની રહ્યા છે. જો કે રાજુલા ઘટનાને લઇને શેત્રુંજી ડિવીઝનના ડીસીએફ ભારદ્વાજ, રાજુલા આરએફઓ હિતેન્દ્રસિંહ વાઘેલા સહિત ફોરેસ્ટ સ્ટાફ દોડી ગયો હતો અને રાજુલા આરએફઓ હિતેન્દ્ર સિંહ વાઘેલા દ્વારા રાજુલા જાફરાબાદ પંથકની બંને રેન્જનો સ્ટાફ બોલાવી અલગ અલગ ટીમો બનાવી સિંહણને પકડવા માટે કવાયત હાથ ધરી છે. રાત્રીના સમયે બાળકના મોત બાદ સિંહબાળ બાળક સાથે મસ્તી કરતા જોવા મળ્યું હતું. જો કે બાળકની ઉંમર ખુબ નાની હોવાને કારણે સિંહબાળ મસ્તીએ ચડ્યું હતું.

સિંહબાળ સાથે સિંહણ પાંજરે પુરાશે: RFO
રાજુલા RFO હિતેન્દ્ર સિંહ વાઘેલાનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, અમારી ટીમો સ્થળ આસપાસ છે, સિંહણ અને 2 સિંહબાળને પાંજરે પુરાશે. મોટું રિંગ પાંજરું મૂકી દેવાયું છે, મૃતક પરિવારને ઝડપથી સહાય મળે તેની વનવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.
બાળકને ઉપાડી જનારી સિંહણ ભેરાઇ વીડીમાં રહે છે
વનિવભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આ સિંહણ ભેરાઇ વીડી અને દિવલો વીડીમાં વધુ પડતી સિંહણ
રહે છે. અન્ય કોઈ વિસ્તારમાં જતી નથી. પરંતુ ખુલ્લા વિસ્તારમાં હોવાને કારણે સિંહણે બાળકને પકડી શિકારની મિજબાની માણી હતી.

રાતના સાડા ત્રણ વાગે અમને સિંહનું બચ્ચુ મળ્યું: મૃતક બાળકના કાકા
મૃતક બાળકના કાકા રમેશભાઇએ જણાવ્યું હતું કે, રાતે મારો ભાઇ અને ભાભી સૂતા હતા ત્યારે મારો ભત્રીજો પણ સાથે સુતો હતો. તેની માતાના ખોળામાં સુતેલા મારા ભત્રીજાને સિંહણ ઉઠાવી ગઇ હતી. બાદમાં બાળકના રડવાનો અવાજ આવતા જ અમે પરિવારજનો જાગી જતા પાછળ દોડ્યા હતા. સિંહણ સાથે તેનું બચ્ચુ પણ હતું. રાત્રે સાડા ત્રણ વાગે અમને સિંહબાળ મળ્યું હતું પણ સિંહણ મળી નહોતી. બાળકનો મૃતદેહ અમારા ઝુપડાથી દૂર મળી આવ્યો હતો.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lioness-hunt-5-year-old-children-near-rajula-126670854.html

ઉચેંયા ગામમાં 5 વર્ષના બાળકને ફાડી ખાનાર સિંહણ અને સિંહબાળ પાંજરે પુરાયા

  • વન વિભાગે સિંહણ અને સિંહબાળને પકડવા અલગ અલગ ટીમ બનાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું

Divyabhaskar.Com

Feb 05, 2020, 10:27 AM IST
અમરેલી: રાજુલા તાલુકાના ઉચેંયા નજીક ખેતમજુર પરિવાર ઝૂંપડામાં રહે છે. સોમવારે મોડીરાત્રે માતા-પિતા સાથે કિશોર સાદુળભાઈ (ઉં.વ. 5) સુતો હતો. ત્યારે સિંહણ આવી ચડી બાળકને પકડી ભાગી ગઇ હતી. પરિવારજનો જાગી જતા હાકલા પડકારા કર્યા તેમ છતાં સિંહણ બાળકને ઉંચકી પકડી ભાગી ગઇ હતી. બાદમાં બાળકનો એક પગ સિંહણ ખાય ગઇ હતી અનેસિંહબાળે બાળકનું મોઢુ કરડી ખાધું હતું. વન વિભાગે સિંહણ અને સિંહબાળ બેભાન કરી પાંજરે પૂર્યા છે.
ભેરાઇ વીડીમાંથી સિંહણ અને સિંહબાળ પાંજરે પુરાયા
5 વર્ષના બાળકને ફાડી ખાનાર સિંહણ અને સિંહબાળને વન વિભાગે ભેરાઇ વીડીમાંથી ઝડપી પાડ્યા છે. વન વિભાગે સિંહણ અને સિંહબાળને પકડવા માટે વન વિભાગે અલગ અલગ ટીમ બનાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સિંહણ અને સિંહબાળ પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lioness-and-cub-arrested-by-forest-team-near-rajula-126678644.html

દીપડા બાદ સિંહનો આતંક: ખારી ગામમાં મધરાતે 4 સાવજ ઘૂસ્યા, 80થી વધુ ઘેટા-બકરા ફાડી ખાધા

  • ગીર ગઢડાના ખીલાવડ ગામની વાડીમાં સિંહ પરિવારનું વોકિંગ, વીડિયો વાઇરલ
  • વન્ય પ્રાણીઓને આ વિસ્તારમાંથી દૂર કરવા ગ્રામજનોમાં માંગ
  • ઘટનાને પગલે વન વિભાગની ટીમે સિંહોની શોધખોળ હાથ ધરી

Divyabhaskar.Com

Feb 07, 2020, 03:17 PM IST
અમરેલી/ગીરસોમનાથ: બગસરા પંથકમાં દીપડાઓએ આતંક મચાવ્યો હતો. માનવભક્ષી દીપડાઓએ બગસરા પંથકમાં 6 લોકોનો ભોગ લીધો હતો. દીપડા બાદ હવે સિંહોનો આતંક વધ્યો છે. ગત મોડી રાત્રે 4 સિંહો બગસરાના ખારી ગામમાં ઘૂસ્યા હતા. સિંહોએ વાડામાં રહેલા 80થી વધુ ઘેટા-બકરાને ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે વન વિભાગની ટીમ ગામમાં દોડી આવી છે અને સિંહોની શોધખોળ હાથ ધરી છે. વન્ય પ્રાણીઓને આ વિસ્તારમાંથી દૂર કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
સિંહ પરિવારનું વોકિંગ
ગીરગઢડાના ખિલાવડ ગામની એક વાડી વિસ્તારમાં સિંહ પરિવાર આવી ચડ્યો હતો વાડીના રસ્તા પર સિંહ પરિવાર ટહેલતા જોવા મળ્યો હતો. આ દ્રશ્યો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યા છે.
(જયેશ ગોંધિયા, ઉના/જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/four-loin-hunt-80-goast-sheep-and-goats-in-khari-village-of-bagasara-126695665.html

પીપાવાવ પોર્ટ પર સિંહ પરિવારના આંટાફેરા, જોખમી કન્ટેનરોથી સાવજો પર તોળાતુ સંકટ

  • કન્ટેનરો આસપાસ સિંહોના આંટાફેરાની ઘટનાને વન વિભાગે સામાન્ય દર્શાવી 
  • વાઈલ્ડ લાઈફના અનુભવી RFO, અધિકારી મુકવા પણ લોકોની માંગ 

Divyabhaskar.Com

Feb 11, 2020, 03:21 PM IST
અમરેલી: ગુજરાતની આન બાન અને શાન સમા સિંહો એક સમયે જંગલ વિસ્તાર તરફ રહેતા હતા અને ત્યારબાદ ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યા હતા. ત્યારે હવે રાજુલા પંથકમાં આવેલું પીપાવાવ પોર્ટ નિવાસ સ્થાન બનાવ્યું છે. આથી તેની સુરક્ષા કરવી તે વનવિભાગની જવાબદારી છે. કેમ કે જોખમી કન્ટેનરો અને ઉદ્યોગોમાં ધમધમતા વાહનો વચ્ચે સિંહોએ નિવાસસ્થાન બનાવ્યું છે. ત્યારે સુરક્ષાને લઇને ગંભીર ચિંતા કરવાની જરૂર છે. આ ઘટના અંગે રાજુલા વનવિભાગના અધિકારીઓ ગંભીરતા દાખવતા નથી. ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાઇ શકે તેવી ભીતિ સેવાઇ રહી છે. સિંહોના હુમલાને લઇને પોર્ટ પર કામ કરી રહેલા મજૂરોના જીવન પર સંકટ તોળાઇ રહ્યું છે.
આજે સવારે રેલવે યાર્ડ પર સિંહ પરિવાર પહોંચ્યો હતો
જો કે સમગ્ર મામલે વનવિભાગ દ્વારા તાકીદે ગંભીરતાપૂર્વક વિચારણા કરી સિંહોની સુરક્ષામાં કોઈ પગલા નહીં ભરાય તો પીપાવાવ પોર્ટ પર મોટો અકસ્માત થવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે. જે ગ્રુપ સિંહણ, સિંહબાળ સાથે પોર્ટની જેટી પરપહોંચ્યું હતું એ જ ગ્રુપ આજે વહેલી સવારે પીપાવાવ પોર્ટના રેલવે યાર્ડ જ્યાં કન્ટેનરોના ખડકલા પડ્યા છે અને સતત કન્ટેનરો લોડ થતા હોય છે ત્યાં પહોંચ્યું છે. મહાકાય વાહનો ધસમસતા હોય છે તેવા સમયે સિંહબાળ અને સિંહણ ઘૂસી જતા ભારે અફડાતફડી સર્જાઇ હતી. જો કે અહીંના પરપ્રાંતીય લોકો તાકીદે ઓફિસોમા ઘૂસી ગયા હતા. પરંતુ આવી ઘટના દિન પ્રતિદિન વધતી જાય છે. રાજુલા રેન્જમા વાઈલ્ડ લાઈફના અનુભવી RFO અધિકારી મુકવા પણ લોકોની માંગ છે. સિંહો અને વન્યપ્રાણીઓની મુવમેન્ટથી જાણકાર રેવન્યુ વિસ્તાર અને ગીરમાં કામ કરી ચૂકેલા RFOની નિમણૂક કરવા માંગ ઉઠી છે.

પોર્ટ ઉદ્યોગમાં ચારે તરફ સિંહોના આંટાફેરા
પીપાવાવ પોર્ટ સહિત આસપાસની નાની મોટી કંપનીઓમા કાયમી સિંહોનો વસવાટ વધ્યો છે ત્યારે અહીં કામ કરતા લોકોની ચિંતા પણ એટલી જ વધી ગઇ છે. મુખ્ય પીપાવાવ સિંહોનું નવું નિવાસસ્થાન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
પોર્ટ વિસ્તારમાં ડેઇલી અવર જવર છે: RFO વાઘેલા
રાજુલા રેન્જના RFO હિતેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, દિવલા રેવન્યુ વિસ્તાર કોવાયા વીડી વિસ્તાર અને ભેરાઈ વીડી વિસ્તારમાં સિંહોનો વસવાટ છે. આ વિસ્તાર વચ્ચે પીપાવાવ પોર્ટ આવેલું છે. સિંહ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રેગ્યુલર ફરવાનો જ છે. પોર્ટ વિસ્તારમાં ડેઇલી અવર જવર જોવા મળે છે.
રેવન્યુ ગીરના અનુભવી RFO મુકવા માંગ
રાજુલા રેન્જમાં ડાંગ આહવાથી આવેલા RFOને વાઈલ્ડ લાઈફમાં નિમણૂક કરાઇ ત્યારે આ RFOને સામાજીક વનીકરણ રેન્જમાં મુકવાની જરૂર છે અને વાઈલ્ડ લાઈફ રેન્જમાં અનુભવી અને રેવન્યુ ગીર વિસ્તારમાં ફરજ બજાવી ચૂકેલા ઓફિસરની નિમણૂક કરવામાં આવે તો સિંહોની સુરક્ષા અને ઉદ્યોગ પંથકમાં સિંહોની મુવમેન્ટ સમજી શકાય અને સુરક્ષા વધારી શકાય તેમ છે.
(અહેવાલ-તસવીર: જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lione-family-came-in-pipavav-port-so-weight-crisis-on-lions-126727101.html

કાગદડી ગામે વાડીની ઓરડીમાં દીપડીના ત્રણ બચ્ચા આવી ચડ્યા, વન વિભાગે કબ્જો લીધો

  • વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને બચ્ચાનો કબ્જો મેળવ્યો હતો

Divyabhaskar.Com

Feb 14, 2020, 07:18 PM IST
અમરેલી: બગસરાના કાગદડી ગામે રમેશભાઇ કાનાણીની વાડીની ઓરડીમાં દીપડીએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. ખેડૂત આજે સવારે ઓરડીમાં જોતા ત્રણ બચ્ચા જોવા મળ્યા હતા અને દીપડી હાજર નહોતી. આથી તેઓએ વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને બચ્ચાનો કબ્જો મેળવ્યો હતો.
થોડા સમય પહેલા દીપડીને પાંજરે પૂરી હતી
આ જ ગામમાંથી થોડા દિવસ પહેલા આકે દીપડી પાંજરે પૂરાઇ હતી. આથી આ દીપડીના બચ્ચા હોવાનું અનુમાન છે. વન વિભાગ દીપડીના બચ્ચાની શોધખોળ કરી રહ્યું હતું. પકડાયેલી દીપડીને રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવી છે. આથી બચ્ચાને પણ અહીં તેની માતા સાથે રાખવામાં આવ્યા છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/female-leopard-born-three-cub-in-kagdadi-village-of-bagasara-126751583.html

ગીર પૂર્વના જસાધાર રેન્જમાં આવેલા ગંગડા ગામના ખેતરમાંથી મૃત હાલતમાં દીપડો મળ્યો

  • વન વિભાગની ટીમ આજે દીપડાના મોત અંગે વધુ તપાસ કરશે

Divyabhaskar.Com

Feb 15, 2020, 10:05 AM IST
અમરેલીઃ ગીર પૂર્વના જસાધાર રેન્જમાં આવેલા ગંગડા ગામના ખેતરમાંથી મૃત હાલતમાં દીપડો મળી આવ્યો છે. દીપડાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યો છે. વન વિભાગે દીપડાના મોતનું કારણ શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે. 
દીપડો 5થી 9 વર્ષની ઉંમરનો હોવાનું જાણવા મળ્યું
જસાધાર રેન્જમાં આવેલા ગંગડા ગામમાં રહેતા સંજય માધા ગોહિલના ખેતરમાં ગત રાત્રે દીપડો મૃત અવસ્થામાં દેખાયો હતો. જેથી સ્થાનિક લોકોએ તુરંત જ વન વિભાગને જાણ કરી દીધી હતી. જેથી વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. વન વિભાગની ટીમ આજે દીપડાના મોત અંગે વધુ તપાસ કરશે. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે દીપડાના મોતનું સાચુ કારણ શું છે. વન વિભાગે તપાસ કરતા દીપડો 5થી 9 વર્ષની ઉંમરનો હોવાનું જાણવા મળ્યું છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/dead-body-found-of-leopard-in-gangda-village-of-jasadhar-range-in-gir-eastdead-body-found-of-leopard-in-gangda-village-of-jasadhar-range-in-gir-east-126759086.html

જસાધાર રેન્જમાંથી એક અને ખાંભાના અનિડા ગામેથી ખુલ્લા કૂવામાંથી સિંહણનો બીજો મૃતદેહ મળ્યો

ખાંભાના અનિડા ગામમાં ખુલ્લા કુવામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો
ખાંભાના અનિડા ગામમાં ખુલ્લા કુવામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો

  • અમરેલી જિલ્લામાં બે સિંહણના મૃતદેહ મળતા વન વિભાગ દોડતું થયું

Divyabhaskar.Com

Feb 17, 2020, 10:43 AM IST
અમરેલી: ધારી ગીર પૂર્વમાં જસાધાર રેન્જમાં મીંઢાબીટના ઘેલીપત જંગલ વિસ્તારમાંથી આશરે 12 વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે ખાંભા તુલસીશ્યામ રેન્જના અનિડા ગામના ખેડૂતની વાડીના ખુલ્લા કૂવામાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. અમરેલી જિલ્લામાં બે બે સિંહણના મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થઇ ગયું હતું.
બંને સિંહણના મોત અંગે કારણ અકબંધ
વન વિભાગે બંને સિંહણના મૃતદેહ કબ્જે કર્યા છે અને પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યા છે. બંને સિંહણના મોત પાછળનું કારણ અકબંધ છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચુ કારણ જાણવા મળશે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/two-lioness-dead-body-get-in-amreli-district-126774834.html

ગાય પર હુમલો થતા કિશોરે લાકડીનો ઘા કર્યો, ગાયને બચાવવા 5 ભેંસ પણ મેદાને પડી ને સાવજ ભાગ્યો!

તસવીરમાં બંને પિતરાઇ ભાઇ-બહેન કે જેની બહાદુરીથી વનના રાજાને ભાગવું પડ્યું હતું
તસવીરમાં બંને પિતરાઇ ભાઇ-બહેન કે જેની બહાદુરીથી વનના રાજાને ભાગવું પડ્યું હતું

  • સાવરકુંડલાના શેલણા ગામના પિતરાઇ ભાઇ-બહેન પોતાના પશુ ચરાવવા સીમમાં ગયા હતા
  • ભાઇ-બહેનની બહાદુરીને જોઇ અબોલ ભેંસો પણ સમજી ગઇ અને ગાયને બચાવી લીધી હતી 

Divyabhaskar.Com

Feb 18, 2020, 07:19 PM IST
સાવરકુંડલા: સાવરકુંડલાના શેલણા ગામની સીમમાં ગઈકાલે સોમવારે સાંજે જંગલના રાજા સિંહને શિકાર કરતો અટકાવી સીમમાં ભાગવા મજબૂર થવું પડ્યું હતું. શેલણાના માલધારી પરિવારના પિતરાઇ ભાઇ-બહેન કૈલાસબેન મંગાભાઇ બોળીયા અને 14 વર્ષીય શિવા બચુભાઇ બોળીયા શેલણાની પાટીની સીમમાં પોતાની 20 ગાયો અને 5 ભેંસોને ચરીયાણ માટે લઈ ગયા હતા. સાંજે 6 વાગ્યાની આસપાસ સીમમાં ચરી રહેલી ગાયો ઉપર અચાનક જ એક સિંહે આવીને મારણ કરવાના ઈરાદા સાથે હુમલો કર્યો હતો. સિંહ દ્વારા ગાય ઉપર થયેલો હુમલો જોઈ જતા જ શિવાએ પોતાના હાથમાં રહેલી લાકડીનો સિંહ ઉપર છૂટો ઘા કર્યો હતો. બાળકના આ પ્રતિકારને બાજુમાં જ ચરી રહેલી ભેંસોએ નીહાળતા તે પણ ગાયને બચાવવા મેદાને પડી અને પાંચેય ભેંસોએ સિંહ ઉપર દોટ મુકી અને એકાએક શરૂ થયેલા આક્રમક પ્રતિકારથી સિંહ પોતાનો શિકાર કરવાનો ઈરાદો પડતો મુકી સીમમાં નાસી છૂટયો હતો.
ઝપાઝપીમાં સિંહે ગાયને એક પંજો મારતા પીઠના ભાગે ઇજા પહોંચી હતી
માલધારી સમાજના બાળકની હિંમતથી અને મુંગી પણ સમજણ ધરાવતી ભેંસોના પ્રતિકારથી ગાયનો આબાદ બચાવ થયો હતો. જો કે ઝપાઝપીમાં સિંહે એક પંજો ગાયને મારી દેતા ગાયને પીઠના ભાગે ઇજા પહોંચી હતી.. સીમમાં જંગલના રાજા સાથે થયેલી આ ઘટનાના સમાચાર શેલણા ગામમા પ્રસરતા શેલણાના સરપંચ કાળુભાઇ લુણસરા રાત્રીના જ પશુ ડોક્ટરને બોલાવી ગાયની સારવાર કરાવી હતી અને જંગલખાતાના અધિકારીઓને બનાવની જાણ કરી માલધારી પરિવારના હિતમાં ઘટતું કરવા માંગ કરી છે. શેલણા ગામના કૈલાસબેન મંગાભાઇ બોળીયા અને શિવાભાઇ બચુભાઇ બોળીયાની બહાદુરી પૂર્વકની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-attack-on-cow-so-14-year-old-boy-through-of-stick-on-lion-near-savarkundala-126783689.html