Thursday, May 31, 2018

વનવિભાગ પાસેથી માંગેલી માહિતી નહી આપતા CM અને વનમંત્રીને રજુઆત

DivyaBhaskar News Network | Last Modified - May 23, 2018, 03:40 AM IST
વનવિભાગ પાસેથી માંગેલી માહિતી નહી આપતા CM અને વનમંત્રીને રજુઆત
કેન્દ્ર સરકાર દ્વારા 2005માં એક કાયદો બનાવવામાં આવ્યો છે જેના કારણે ક્યાં બજેટમાં ક્યુ કામ થયું તે સામાન્ય માણસને સાચી હકીકત માહિતી મળી શકે. અહીં રાજુલાના આરટીઆઈ એક્ટિવિટી કાર્યકર અમરાભાઇ વાઘે રાજુલા તાલુકા સામાજિક વનીકરણ રેન્જ આરએફઓની કચેરીમાં તા. 16માર્ચના રોજ તેમના વિસ્તારમાં થયેલા કામ બાબતે માહિતી માંગવામાં આવી છે. તેમ છતાં જવાબદાર બદાર અધિકારી દ્વારા સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં હજુ સુધી તે માહીતી આપવામાં આવી નથી. જેથી કામમાં ભ્રષ્ટાચાર થયાનું લાગી રહ્યું છે. જેથી સરકાર દ્વારા યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી છે. ઉપરાંત 15 દિવસ પછી માહીતી આપવામાં આવશે તે પ્રકારનો પત્ર આપવામાં આવ્યો છે. અને માહિતીનો ઉલાળ્યો કરી દેવા માં આવ્યો છે. અમરાભાઇ વાઘ આરટીઆઈની એક સંસ્થા ચલાવે છે. ત્યારે આજે ન્યાયની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રી, વનમંત્રી સહીતના લોકોને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. રાજુલા વનવિભાગના જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા બાબતે માંગ કરવામાં આવી છે.

આ પ્રકારે સામાન્ય માણસને માહિતી ન મળતા અમરેલી જિલ્લામાં આવેલા આરટીઆઈ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. અને આ અંગે અમરાભાઇ વાઘ દ્વારા જણાવ્યું હતું કે રાજુલા વનવિભાગ દ્વારા કાયદાનો ઉલાળ્યો કરતા લાગી રહ્યું છે કે ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારના ભોરિંગમાં ફસાયેલા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-034003-1778622-NOR.html

માંગરોળના દરિયાકાંઠાની 700 પર્યાવરણ પ્રેમીઓએ સફાઈ કરી

DivyaBhaskar News Network | Last Modified - May 25, 2018, 04:10 AM IST
માંગરોળના દરિયાકાંઠાની 700 પર્યાવરણ પ્રેમીઓએ સફાઈ કરી
માંગરોળ ચોપાટી ખાતે ગુજરાત ઈકો લોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ગીર ફાઉન્ડેશન અને સંજીવની નેચર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જીજ્ઞાસા વિધાલયના વિધાર્થીઓ, વન વિભાગ, પોલીસ તંત્ર, નગરપાલિકા સ્ટાફ, ચોરવાડ ગદ્રે મરીન, અંબુજા કંપનીનાં કર્મીઓ, માંગરોળના પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, વેલજીભાઈ મસાણી સહિત 700 જેટલા પર્યાવરણ પ્રેમીઓએ બીચની સફાઈ હાથ ધરી હતી. આ તકે કચરાને રીસાયકલ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતાના મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-041003-1795844-NOR.html

ગિરનાર પર 4 હજાર પગથિયે ગે.કા. બાંધકામનું ડિમોલીશન

DivyaBhaskar News Network | Last Modified - May 25, 2018, 04:20 AM IST
જૂનાગઢનાં ગિરનાર પર્વત પર ગૌમુખી ગંગાની પાછળ 4 હજાર પગથિયે આવેલી આનંદ ગુફામાં ગેરકાયદેસર બાંધકામ થતું હતું. આથી વનવિભાગે તેને જાતે દૂર કરવાની નોટીસ આપી હતી. જોકે, જાતે દબાણ દૂર ન થતાં આખરે વનવિભાગે ગઇકાલથી ગે.કા. બાંધકામ દૂર કરવાની કામગિરી હાથ ધરી છે.

ગિરનાર પર્વત પર 4 હજાર પગથિયે આવેલી આનંદ ગુફા ગોપાલાનંદજી હસ્તકની છે. આ જગ્યામાં એક સાધુ દ્વારા ગેરકાયદેસર બાંધકામ થઇ રહ્યાની રજૂઆત ખુદ ગોપાલાનંદજીએજ 1 માસ પહેલાં વનવિભાગને કરી હતી.

આથી વનવિભાગે ગે.કા. બાંધકામ જાતેજ દૂર કરવાની નોટીસ બાંધકામ કરનારને આપી હતી. જોકે, તેણે જાતે બાંધકામ દૂર નહોતું કર્યું. આથી ગઇકાલે રાત્રિથી વનવિભાગનાં એસીએફ ખટાણાનાં માર્ગદર્શન હેઠળ 35 થી વધુનો સ્ટાફ આનંદ ગુફા પહોંચ્યો હતો. અને ગે.કા. બાંધકામ દૂર કરવાની કામગિરી હાથ ધરી હતી. 
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-042003-1795852-NOR.html

માળિયાહાટીનાનાં બોડી ગામમાં દીપડાનાં હુમલામાં ખેડુત ઘાયલ

DivyaBhaskar News Network | Last Modified - May 25, 2018, 04:25 AM IST
વનતંત્રે પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી
માળિયાહાટીનાનાં બોડી ગામમાં દીપડાનાં હુમલામાં ખેડુત ઘાયલ
માળિયાહાટીનાનાં બોડી ગામમાં દીપડાનાં હુમલામાં ખેડુત ઘાયલ

માળિયાહાટીના નાં બોડી ગામે દીપડાએ હુમલો કરી ખેડુતને ઘાયલ કરી દીધા હતાં. બોડી ગામે સીમ વિસ્તારમાં જેન્તીલાલ અંબાવીભાઇ કાલરીયાની વાડીનું ભાગીયું ભગવાનજીભાઇ ગોપાલભાઇ ગોરફાળે રાખ્યું હોય અને વાડીમાં બાજરાનું વાવેતર કરેલું હોય ગુરૂવારે સવારે ભગવાનભાઇ ખેતી કામ કરી રહયાં હતાં. ત્યારે બાજરામાં છુપાયેલા દીપડાએ હુમલો કરીને તેમને ઘાયલ કરી દીધા હતાં. ત્યારે આસપાસનાં લોકોએ દોડી આવી દેકારો કરી મુકતા દીપડો નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત ભગવાનભાઇને સરકારી હોસ્પિટલે ખસેડયાં હતાં જયા તબીબે સારવાર આપી જૂનાગઢ રીફર કર્યા હતાં. આ ઘટનાને પગલે વનતંત્રએ પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે. ઘાયલ ખેડૂત.તસવીર-મહેશ કાનાબાર
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-042503-1795849-NOR.html

બોડીમાં પાંજરૂં મૂકયું, દીપડી બચ્ચાં સાથે અજાબ તરફ નાસી


DivyaBhaskar News Network | Last Modified - May 26, 2018, 03:40 AM IST
માળિયા પંથકમાં વન્યપ્રાણીનાં હુમલાનાં બનાવ વધ્યાં હુમલો કરી પ્રૌઢને ઘાયલ કર્યા હતાં, તંત્ર ધંધે લાગ્યું ...
બોડીમાં પાંજરૂં મૂકયું, દીપડી બચ્ચાં સાથે અજાબ તરફ નાસી

માળિયાહાટીનાનાં બોડી ગામે ગુરૂવારે દીપડીએ પ્રૌઢને ઘાયલ કરી દીધા બાદ વનતંત્રએ દીપડીને પકડવા પાંજરૂ ગોઠવ્યું હતું પરંતુ દીપડી બચ્ચા સાથે અજાબ તરફ નાસી જતાં વનતંત્ર તેને પકડવા ધંધે લાગ્યું છે. માળિયાહાટીના તાલુકાનાં બોડી ગામે ગુરૂવારે દીપડીએ પ્રૌઢ પર હુમલો કરી તેમને ઘાયલ કરી દીધા હતાં. આ ઘટનાને પગલે વનતંત્રનાં સ્ટાફે બોડી ગામે પાંજરૂ ગોઠવી દઇ આખો દિવસ ગામમાં જ પડાવ નાંખ્યો હતો. પરંતુ ચાલાક દીપડીને ગંધ આવી જતાં પોતાનાં બચ્ચા સાથે અજાબ તરફ નાસી ગઇ હોવાનું આરએફઓ એચ.વી. શીલુએ જણાવ્યું હતું. આ દીપડીનું લોકેશન મેળવવા વનતંત્રનાં સ્ટાફે અજાબ વિસ્તારમાં દોડતું થયું છે અને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે. માળિયાહાટીના પંથકનાં ઘણા ગામો જંગલ બોર્ડર નજીક આવેલા હોય માલ-ઢોરનાં મારણનાં બનાવો તો બનતા રહે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-034003-1803739-NOR.html

ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળની રચના કરાઇ, 14 સભ્યનો સમાવેશ

DivyaBhaskar News Network | Last Modified - May 26, 2018, 03:45 AM IST
ગુજરાત સરકારે ગિરનારને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કર્યુ છે. આ યાત્રાધામનો સર્વાંગી વિકાસ થઇ શકે, યાત્રી સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય, ગિરનાર રોપ-વેઅને પગથિયાનાં રીનોવેશન વગેરેની કામગીરીને લગતા મહત્વનાં નિર્ણયો અને અમલીકરણ ત્વરીત કરી શકાય તે માટે ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળની રચના કરવાનો સરકારે નિર્ણય કર્યો હતો. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દરખાસ્ત કરાઇ હતી,જેના પગલે સરકારે શુક્રવારે ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળની રચના કરી છે,મંડળમાં 14 સભ્યનો સમાવેશે કરવામાં આવ્યો છે. મંડળનાં પ્રમુખ યાત્રાધામનાં મંત્રી રહેશે. આ ઉપરાંત મહામંડલેશ્વર ભારતીબાપુ, શેરનાથબાપુ, કલેકટર, કમિશ્નરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યાત્રાધામ વિકાસ બોર્ડનાં પૂર્વ સભ્ય યોગેન્દ્રસિંહ પઢિયારે કહ્યુ હતું કે સમિતિમાં વન વિભાગ, પ્રવાસન, પુરાતત્વ વિભાગનાં અધિકારી હોય વિકાસ ઝડપથી થશે.

નામ હોદ્દો

મંત્રી(યાત્રાધામ) પ્રમુખ

રાજ્યકક્ષાનાં મંત્રી(યાત્રાધામ) સભ્ય

અધિક મુખ્ય સચિવ(વન) સભ્ય

અગ્ર સચિવ(પ્રવાસન) સભ્ય

મહેન્દ્રભાઇ મશરૂ બીન સરકારી સભ્ય

પ્રદિપ ખીમાણી બીન સરકારી સભ્ય

શૈલેષ દવે બીન સરકારી સભ્ય

ભારતીબાપુ સભ્ય(સંત)

શેરનાથબાપુ સભ્ય(સંત)

કમિશ્નર(પ્રવાસન) સભ્ય

નિયામક(પુરાત્તત્વ) સભ્ય

કલેકટર(જૂનાગઢ) સભ્ય

કમિશ્નર(જૂનાગઢ) સભ્ય

સચિવ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સભ્ય-સચિવ
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034502-1803734-NOR.html

600 યાત્રાળુ, 50 દિવસ સુધી રોજ ગિરનારનાં 7600 પગથિયાં ચઢે છે

DivyaBhaskar News Network | Last Modified - May 26, 2018, 03:45 AM IST
જામનગરનો માત્ર 13 વર્ષનો આલોક ભણશાળી હાલ જૂનાગઢનાં રૂપાયતન રોડ પર આવેલી ગિરનાર દર્શન ધર્મશાળામાં રોકાયો છે. તે સમસ્ત મહારાષ્ટ્ર-કર્ણાટક જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ અને ગિરનાર ભક્તિ પરિવાર દ્વારા આયોજીત નવ્વાણું તપમાં જોડાયો છે. ખુબીની વાત એ છે કે, આલોકે 37 જ દિવસમાં ગિરનારની 138 યાત્રા પૂરી કરી છે. તો આજ સંઘની 7 વર્ષીય નિષ્ઠા એસ. જૈને 37 દિવસમાં 45 યાત્રા કરી છે. 10 વર્ષનો વિમલ શાહ 37 દિવસમાં 86 યાત્રા પૂર્ણ કરી ચૂક્યો છે. આ સંઘમાં કુલ 140 બાળકો આ રીતે યાત્રા કરે છે.

જીહા, 600 લોકો ગિરનારની 50 દિવસમાં 99 યાત્રા કરશે. તમામની યાત્રા ચાલુ છે. જેમાં 7 વર્ષનાં બાળકથી માંડીને 84 વર્ષનાં વૃદ્ધો પણ સામેલ છે. સામાન્ય રીતે ગિરનાર ચઢીને ઉતર્યા બાદ થોડા દિવસો સુધી તો પગ દુ:ખતા હોય ત્યારે એક દિવસમાં 3 થી લઇ 9 યાત્રા કેવી રીતે થતી હશે એ જાણવું રસપ્રદ છે.

મુંબઇથી આવેલા સંઘનાં કેતનભાઇ દેઢીયા કહે છે, આલોક વ્હેલી સવારે 4 થી 5 અહીં ધર્મશાળામાંજ પ્રતિક્રમણ કરે. પછી જટાશંકરનાં રસ્તેથી 4 હજાર પગથિયાં ચઢી સહસાવનનાં દેરાસર જાય. ત્યાં ચૈત્યવંદના કરે. ત્યાંથી 1800 પગથિયાં ચઢીને પ્રથમ ટૂંક એટલે કે, નેમિનાથ ભગવાનાં દેરાસરે જાય. ત્યાં પણ ચૈતન્ય વંદના, પ્રક્ષાલ અને પૂજા કરે. ત્યાંથી ફરી સહસાવન આવે. ત્યાં ફરી પૂજા કરે અને ફરી પ્રથમ ટૂંકે નેમિનાથ ભગવાનનાં દેરાસરે જાય. ત્યાંથી પાછો સહસાવન આવે અને પૂજા કરે અને પછી નીચે આવે. આ રીતે તેની 3 યાત્રા પૂરી થઇ કહેવાય. ટૂંકમાં જેટલી વખત સહસાવન જાય એટલી વખત તેની યાત્રા ગણાતી જાય. એ માટે જરૂરી નથી કે નીચે તળેટીમાંજ પરત આવવું પડે. હા અહીંથી નિકળતી વખતે અને સહસાવન તેમજ પ્રથમ ટૂંકે નેમિનાથનાં દેરાસરમાં તેણે પોતાનાં કાર્ડ મારફત એન્ટ્રી કરાવવી પડે. અને પરત આવીને પણ તેની નોંધ કરાવવી પડે.

આ રીતે તે રોજ 3 નહીં ઓછામાં ઓછી 5 થી 6 યાત્રા કરે છે. અત્યાર સુધીમાં તેની 138 યાત્રા પૂર્ણ થઇ ચૂકી છે. આ તપ જયઘોષસુરિશ્વરજી મ.સા.નાં આશીર્વાદથી સહસાવન તીર્થોદ્ધારક હિમાંશુસુરિશ્વરજી મ.સા.નાં આશીર્વાદથી ચાલી થઇ રહી છે. યાત્રામાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશનાં શ્રાવકો જોડાયા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034502-1803756-NOR.html

વન તંત્ર હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડે છે

DivyaBhaskar News Network | Last Modified - May 27, 2018, 02:10 AM IST
ગિરનારની પરિક્રમા કરવા ન દેવાતા પરીક્રમાર્થીઓ લાલઘૂમ, સંતો સાથે ઇંટવા ગેઇટ પાસે યજ્ઞ કર્યો
વન તંત્ર હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડે છે
વન તંત્ર હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડે છે
ગિરનાર જંગલની પરિક્રમા કરવા માટે વનતંત્રએ મંજુરી ન આપતા ભાવિકોએ ઈંટવા ગેઈટ પાસે હવન કરી વનતંત્રનાં જડ વલણ સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. સાધુ-સંતો પણ આ હવનમાં જોડાઈ સમર્થન આપ્યું હતું. શ્રી જ્ઞાતિ સમાજો - ટ્રસ્ટોનું ઉતારા મંડળે વર્ષ દરમીયાન ગિરનાર જંગલની 13 પરિક્રમા કરી 13 અખાડાને સમર્પિત કરવાની પ્રતિજ્ઞા કરી હતી. જોકે વન વિભાગે માત્ર એક જ પરિક્રમા કરવા દઇ બાદમાં પ્રતિબંધ મૂકી દીધો હતો. બાદમાં અનેક પ્રયાસો છતાં વન વિભાગ ટસથી મસ ન થતા ગિરનારની પરિક્રમાનું પ્રણ લેનારામાં રોષ વ્યાપી ગયો છે. આ મામલે ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે વન વિભાગ જડ વલણ દ્વારા વન પ્રવેશ અટકાવી હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી રહ્યો છે. આ ઉપરાંત દરેક વ્યકિતને કુદરતના ખોળે રમવાની સાથે ઇશ્વરની ભકિત કરવાની બંધારણમાં અપાયેલ છૂટનો અમલ અટકાવી બંધારણનું પણ અપમાન કરી રહ્યો છે. ચોથી પરિક્રમા દરમીયાન 25 થી વધુ સાધુ સંતો સાથે ઇંટવા ગેઇટ પાસે હવન કરી વન વિભાગ દ્વારા થતી કનડગત બંધ થાય તેવી ગિરનારી મહારાજને પ્રાર્થના કરી હતી.

ઈંટવા ગેઈટ પાસે હવન કરી વનતંત્ર સામે આક્રોશ ઠાલવ્યો.તસવીર-ભાસ્કર
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-021002-1805560-NOR.html

1 જુનથી માલ સામાન માટેના કામ ચલાઉ રોપ-વેનું કામ શરૂ થશે

DivyaBhaskar News Network | Last Modified - May 30, 2018, 03:40 AM IST
જૂનાગઢની જીવાદોરી સમાન ગણાતાં ગિરનાર રોપ-વેને કાર્યરત કરવા તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ...
1 જુનથી માલ સામાન માટેના કામ ચલાઉ રોપ-વેનું કામ શરૂ થશે
જૂનાગઢની જીવાદોરી સમાન ગણાતાં ગિરનાર રોપ-વેને કાર્યરત કરવા તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ યોજના સત્વરે કાર્યરત થાય એ માટે ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તબક્કે ગિરનાર રોપ-વે માટે માલસામાન ચઢાવવો જરૂરી હોય એ માટેની કામગીરી કરવામાં આવશે. જે અંતર્ગત 1 જુનથી માલસામાન ચઢાવવા માટેના કામ ચલાઉ રોપ-વેના ફાઉન્ડેશનની કામગીરી કરાશે. આ ઉપરાંત આ કામગીરી સંલગ્ન અન્ય કામગીરી પણ હાથ ધરવામાં આવશે. જેમાં ખાસ કરીને અન્ય કામગીરીનું માર્કીંગ પણ કરવામાં આવશે. સાથે રોપ-વેની ગ્રાઉન્ડ કામગીરી પણ શરૂ કરવામાં આવનાર હોવાનું ઉષા બ્રેકો કંપનીના સુત્રોએ જણાવ્યું છે. 1 જુનથી કામગીરી શરૂ કરવાની હોય તે માટેની તમામ તૈયારીને કંપની દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034003-1835610-NOR.html

આગામી 15 જૂન થી 16 ઓક્ટોબર સુધી ગિરમાં સિંહ

DivyaBhaskar News Network | Last Modified - May 31, 2018, 03:00 AM IST
આગામી 15 જૂન થી 16 ઓક્ટોબર સુધી ગિરમાં સિંહ દર્શન નહીં થઇ શકે. ચોમાસામાં જંગલનાં માર્ગો પર ધોવાણ થઇ જતું હોવાથી...

આગામી 15 જૂન થી 16 ઓક્ટોબર સુધી ગિરમાં સિંહ દર્શન નહીં થઇ શકે. ચોમાસામાં જંગલનાં માર્ગો પર ધોવાણ થઇ જતું હોવાથી જીપ્સીનાં રૂટો પણ બંધ કરી દેવાય છે. આ માટે પ્રવાસીઓને દેવળિયા સફારી પાર્ક અથવા જૂનાગઢનાં સક્કરબાગની મુલાકાત લેવી પડશે. જોકે, ભારે વરસાદ હોય ત્યારે તો દેવળિયા સફારી પાર્ક પણ બંધ કરી દેવાય છે. હવે વનરાજોનાં આ વેકેશનને 15 જ દિવસ બાકી રહ્યા હોવાથી સાસણમાં શનિ-રવિમાં પ્રવાસીઓની ભીડ પણ વધુ રહે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030002-1842487-NOR.html

સિંહ જોવા માટે સિંહણ સામે ફેંકી જીવતી મરઘી, પછી થયું આવું

Jayesh Gondhiya, Una | Last Modified - May 28, 2018, 06:29 PM IST
 આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક શખ્સના હાથમાં મરઘી છે અને તે સિંહણની નજીક જઇ ઘા કરે છે
0:02 / 0:46
સિંહણને મરઘી બતાવતો શખ્સ
ગીરગઢડા: સાસણ ગીરમાં ગેરકાયદેસર લાયન શોના વીડિયો અવારનવાર બહાર આવતા હોય છે. ત્યારે વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક શખ્સ મરઘીને ફેંકે છે અને સિંહણ આવી તેને લઇ જાય છે. ગેરકાયદેસર લાયન શોનો આ વીડિયો ગીરગઢડા પંથકનો હોવાનું અનુમાન છે.
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક શખ્સના હાથમાં મરઘી છે અને તે સિંહણની નજીક જઇ ઘા કરે છે. થોડીવાર માટે શાંતિ છવાઇ જાય છે ત્યારબાદ સિંહણ આવે છે અને મરઘીને ઉપાડીને જંગલમાં લઇ જાય છે. જો કે આ વીડિયો અંગે વનવિભાગ કશુ બોલવા તૈયાર નથી.
તસવીરો: જયેશ ગોંધિયા, ઉના.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-illegal-lion-show-by-chicken-through-in-gir-gadhada-gujarati-news-5882422-PHO.html

પ્રખ્યાત વનરાજ બેલડી પૈકી 'ચેકારો'નું બીમારીથી મોત, 'નાગરાજ' અટુલો પડ્યો

DivyaBhaskar.com | Last Modified - May 30, 2018, 12:20 PM IST
મેંદરડા રેન્જ હેઠળ ચેકારો અને નાગરાજ નામના બંને નર સાવજની જોડીની હાંક વાગતી હતી
સર્કલમાં ચેકારો સિંહનું મોત થયું તેની ફાઇલ તસવીર
સર્કલમાં ચેકારો સિંહનું મોત થયું તેની ફાઇલ તસવીર
વિસાવદર: ગીરના જંગલમાં અમુક વનરાજોની બેલડીઓ ખ્યાતનામ છે. જેમાંની નાગરાજ અને ચેકારોની જોડી પણ પ્રખ્યાત હતી. પરંતુ ચેકારોનું બીમારીથી મોત થતા નાગરાજ હાલ એકલો પડી ગયો છે.
મેંદરડા રેન્જ હેઠળના ડેડકડી, કેરભા, જાંબુથાણા, દુધાળા, ગંધારીયા ધુના, આલાવાણી, કાસીયા સહિતના બોર્ડર વિસ્તારમાં ચેકારો ઉર્ફે બાડો અને નાગરાજ નામના બંને નર સાવજની જોડીની હાંક વાગતી હતી. પોતાનાં વિસ્તારમાં અન્ય સિંહોને ઘૂસવા દેતા ન હતાં. આ સાવજની જોડી ખંડીત થઇ ગઇ છે. ચેકારો અને નાગરાજ બંને ભાઇઓ હતા અને તેની ઉંમર 12 થી 15 વર્ષની હતી. પરંતુ ચેકારો પેટની બીમારીને કારણે અસ્વસ્થ હોય વન વિભાગ દ્વારા સાસણ હોસ્પિટલ ખાતે સારવાર માટે રખાયો હતો અને સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા બાદ આઠેક દિવસ અગાઉ તેને તેના વિસ્તારમાં મુક્ત કરાયો હતો. પરંતુ આ ગંભીર બીમારીથી સોમવારે નતાડીયા વીડી વિસ્તારમાં મોત નીપજ્યું હતું. સાસણમાં મૃતદેહનું પીએમ કરી અગ્નિદાહ દેવાયો હતો. ચેકારો અને નાગરાજની જોડી ભેંસોનાં ટોળામાં ખાબકી શિકાર કરવામાં પણ માહેર હોવાના કારણે માલધારીઓ પણ માલઢોરને દૂર રાખતા હતા. સામાન્ય સંજોગોના ભેંસોના ટોળાથી સિંહો દૂર ખસી જતા હોય છે. ત્યારે આ વનરાજની જોડી ભેંસો પર શિકાર કરી ટોળાને પણ વેરવિખેર કરી નાંખતા હતા.
આંખનાં ભાગે ઈજા બાદ નિશાન રહી જતા ચેકારો નામ પડ્યું
વર્ષ 2012માં સિંહને આંખ નીચે ઇજા પહોંચી હતી અને આ નિશાન રહી જતાં તેનું નામ ચેકારો પડયું હતું. તેનો મૃતદેહ 24 કલાક કરતા વધુ સમય બાદ મળી આવતાં હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પીએમ બાદ તેનાં વિશેરાને એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-lion-duo-out-of-one-lion-death-so-other-lion-alone-at-visavadar-gujarati-news-5883608-NOR.html

4 સિંહણો વંડી પાડી અંદર ઘુસી, 3 ગાયનું મારણ કરી ભૂખ સંતોષી

Bhaskar News, Bhesan | Last Modified - May 30, 2018, 11:19 PM IST
સિંહણને રહેણાંકથી દૂર ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઇ
4 સિંહણો વંડી પાડી અંદર ઘુસી, 3 ગાયનું મારણ કરી ભૂખ સંતોષી
4 સિંહણો વંડી પાડી અંદર ઘુસી, 3 ગાયનું મારણ કરી ભૂખ સંતોષી
ભેંસાણ: ભેંસાણનાં છોડવડી ગામે પુરૂષોત્તમ લાલજી ગૌશાળામાં બુધવારે રાત્રીનાં બે વાગ્યાનાં અરસામાં 4 સિંહણો ચઢી આવી હતી અને વંડી અને દરવાજો પાડી અંદર ઘુંસી ગઇ હતી અને 3 ગાયોને મારણ કરી મીજબાની માણી હતી. આ ઘટનાની જાણ સરપંચ રમેશભાઇ કોઠીયાને થતા તુરંત વન વિભાગ જૂનાગઢને જાણ કરવામાં આવી હતી અને અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યાં હતાં. બાદમાં સિંહણોને રહેણાંકથી દુર ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-4-lions-roamed-inside-filled-with-hunger-killing-three-cows-gujarati-news-5884098-NOR.html

ખાંભા તાલુકાના ભાડ ઇંગોરાળાની સીમમા બે દિવસ પહેલા મધરાતે

DivyaBhaskar News Network | Last Modified - May 09, 2018, 03:15 AM IST
ખાંભા તાલુકાના ભાડ ઇંગોરાળાની સીમમા બે દિવસ પહેલા મધરાતે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓની નજર સામે જ ત્રણ શિકારીઓએ...
ખાંભા તાલુકાના ભાડ ઇંગોરાળાની સીમમા બે દિવસ પહેલા મધરાતે

ખાંભા તાલુકાના ભાડ ઇંગોરાળાની સીમમા બે દિવસ પહેલા મધરાતે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓની નજર સામે જ ત્રણ શિકારીઓએ દેશી બનાવટની બંદુકમાથી ફાયરીંગ કરી ચિંકારાનો શિકાર કર્યાની ઘટનામા વનતંત્રએ ગઇ મધરાતે મિતીયાળાના એક શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સે અન્ય બે શખ્સોની મદદથી અહી ચિંકારાનો શિકાર કર્યાનુ કબુલ કર્યુ હતુ. શિકારી અંગે બાતમી મેળવવા વનવિભાગનો સ્ટાફ ભેંસની લે-વેચના દલાલ બની ગામમા ફર્યા હતા.

વનતંત્રને આખરે બંદુકના ભડાકે ચિંકારાનો શિકાર કરનાર ત્રણેય શખ્સોની ઓળખ મળી છે અને તે પૈકી એક શખ્સને ઝડપી લેવામા આવ્યો છે. તંત્રે સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામે બાતમીના આધારે સંજય અમુ દેલવાડીયા નામના શખ્સના ઘરે ધસી જઇ વનતંત્રએ તેની ધરપકડ કરી હતી.

અગાઉ શિકારીઓ મિતીયાળા પંથકના હોવાની વનતંત્રને જાણકારી મળી હતી પરંતુ ગામમાથી સરળતાથી બાતમી મળે તેમ ન હોય વનવિભાગના કર્મચારીઓ ભેંસની લેવેચના દલાલ બની મિતીયાળામા પહોંચ્યા હતા અને સંજય દેલવાડીયા ઘરે છે કે નહી તેની બાતમી મેળવી હતી. અહી બાદમા મધરાતે તેને ઘરમાથી જ દબોચી લીધો હતો. તેણે ચિંકારાનો શિકાર કર્યાનુ કબુલ પણ કરી લીધુ હતુ. તેણે એવુ પણ કબુલ કર્યુ હતુ કે તેઓ પ્રથમવાર જ શિકાર કરવા માટે નીકળ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-031503-1658721-NOR.html

અંજાર ગામે આંબાવાડીમાંથી ત્રીજીવાર દીપડો પાંજરે પુરાયો

DivyaBhaskar News Network | Last Modified - May 09, 2018, 03:20 AM IST
હજુ પણ 4 દીપડાનાં ધામા, ખેડુતોમાં ભય જોવા મળી રહ્યો છે
ઊનાનાં અંજાર ગામે ધવલ નર્સરી નામની આંબાવાડીમાં દીપડાઓએ રહેણાંક બનાવી લીધું હોય એમ એકજ માસમાં ત્રણ દીપડા પાંજરે પુરાયા છે અને હજુ પણ ચાર દીપડાનાં ધામા હોય ખેડુતો, મજુરોમાં સતત ભયનો માહોલ છવાયેલો રહેશે. ખેડુત મુકેશભાઇ બીજલભાઇ વાજા પાણી વાળવા ગયેલ ત્યારે દીપડાનાં આંટાફેરા જોવા મળતાં વનતંત્રએ 4 દિવસ પહેલા પાંજરૂ મુકતાં મંગળવારે વહેલી સવારે વધુ એક દીપડો પાંજરે પુરાતાં જશાધાર એનિમલ કેર સેન્ટરમાં મોકલી અપાયો હતો. હાલ કેરીની સીઝન અને રાત્રીનાં પાણી વાળવાનો સમય હોય ખેડુતો સતત ભય હેઠળ કામ કરતાં હોય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-032002-1658747-NOR.html

વિસાવદરમાં કાર્બાઇડ ખાવાથી 3 ગૌવંશના મોત

DivyaBhaskar News Network | Last Modified - May 08, 2018, 04:15 AM IST
શિવસેના અને ગૌરક્ષાદળના કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું
વિસાવદરમાં કાર્બાઇડ ખાવાથી 3 ગૌવંશના મોત
કેરીની સિઝન શરૂ થઇ ગઇ છે. ત્યારે જ અમુક જગ્યા ઉપર કાર્બાઇટથી કેરી પકવવામાં આવે છે. બાદમાં કાર્બાઇટ જ્યાં-ત્યાં ફેકી દેવામાં અાવે છે. જે રેઢીયાળ પશુઓ અજાણતા ખાઇ જતા હોવાથી મોત થયાની ઘટનાઓ પણ ભુતકાળમાં બની ચુકી છે. ત્યારે જ વિસાવદરમાં પણ બે દિવસ પહેલા ઝેરી કાર્બાઇટ ખાવાથી 3 ગૌ-વંશના મોત થયા છે.

જેથી ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને શિવસેના તેમજ ગૌરક્ષાદળના કાંધલ પટેલ, ભાવિન પટેલ, પાર્થ પટેલ, અમિત આહિર, ગીરીશ બડેલીયા સહિતનાઓએ મામલતદારને આવેદન આપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અનશન ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-041503-1652433-NOR.html

દેલવાડા રેલ્વે સ્ટેશન પાસે નર્સરીમાં ભીષણ આગ, વૃક્ષોનો સોથ : ટ્રેનને અટકાવી દેવાઇ

DivyaBhaskar News Network | Last Modified - May 08, 2018, 04:35 AM IST
બે કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ કાબુ મેળવાયો, જાનહાની ટળી, રહસ્ય અકબંધ
દેલવાડા રેલ્વે સ્ટેશન પાસે નર્સરીમાં ભીષણ આગ, વૃક્ષોનો સોથ : ટ્રેનને અટકાવી દેવાઇ
દેલવાડા રેલ્વે સ્ટેશન પાસે નર્સરીમાં ભીષણ આગ, વૃક્ષોનો સોથ : ટ્રેનને અટકાવી દેવાઇ
ઊનાના દેલવાડા રેલ્વે સ્ટેશન નજીક આવેલ નર્સરીમાં અચાનક જ આગ લાગી હતી. જેથી દોડધામ મચી જવા પામી હતી.

આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ, ઊનાના દેલવાડા રેલ્વે સ્ટેશનની નજીક આવેલ નર્સરીમાં સોમવારે 4 વાગ્યાના અરસામાં આગ લાગી હતી અને ધીમે-ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જે રેલ્વે સ્ટેશન તરફ આગળ વધતી હોવાથી રેલ્વે તંત્ર દ્વારા જૂનાગઢ-દેલવાડા ટ્રેનને રેલ્વે સ્ટેશનથી થોડા કિમી દૂર 2 કલાક સુધી અટકાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત નર્સરીમાં રહેલ વૃક્ષો તેમજ આસપાસના વિસ્તારોમાં વર્ષો જુના વૃક્ષોનો સોથ વળી ગયો હતો. તેમજ નર્સરીના તમામ વૃક્ષો બળીને ખાક થઇ ગયા હતાં. આ ઘટનાની જાણ ઊના નગરપાલિકાના ફાયર વિભાગને થતાં ઇર્ષાદભાઇ, સંદિપભાઇ વાજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે, સુકાયેલા વૃક્ષો અને ગરમીના લીધે આગ દૂર-દૂર સુધીના વિસ્તારોમાં પથરાઇ ગઇ હતી.

તેમ છતાં ફાયર વિભાગના સ્ટાફે બે કલાક પાણીનો મારો ચલાવી આ આગને કાબુમાં લીધી હતી. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે કયા કારણોથી આગ લાગી તે જાણી શકાયું ન હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-043503-1652434-NOR.html

સોનરખ નદીમાં ગે.કા.બાંધકામ અને વૃક્ષ કટીંગ મામલે ફરિયાદ

DivyaBhaskar News Network | Last Modified - May 07, 2018, 03:00 AM IST
સાગ, બોરસ આંબલી, જાંબુ સહિતનાં 34 વૃક્ષ કાપી નાંખ્યા 5 હજાર અને 3 વર્ષ સુધીની સજાની જોગવાઇ જંગલ વિસ્તારમાં...
ભવનાથ જવાનાં રસ્તા પાસે સોનરખ નદીમાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે તેમજ બાંધકામ માટે નદીમાં આવેલા વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્યું છે.

આ અંગે સાધુ સામે વન વિભાગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બનાવાની મળતી વિગત મુજબ દામોદરકુંડ પાસે મંદિરનું કામ ચાલી રહ્યું છે. આ કામને લઇ બાંધકામ કરવામાં આવ્યું છે. તેમજ નદીમાં આવેલા વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપી નાંખવામાં આવ્યા છે. આ અંગે એસીએફ ખટાણાએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર બાંધકામ અને વૃક્ષ કટીંગ મામલે મુકતાનંદગીરી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અહીં સાગ, બોરસ આંબલી, જાંબુ સહિતના 34 વૃક્ષ કાપી નાંખ્યા છે. તેમજ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030003-1640980-NOR.html

જૂનાગઢમાં 41 ડિગ્રી તાપમાન | કપીરાજે છાંયડામાં આરામ કર્યો

DivyaBhaskar News Network | Last Modified - May 07, 2018, 03:00 AM IST
જૂનાગઢ | જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી અગનવર્ષા થઇ રહી છે. શનિવારે 42 ડિગ્રી તાપમાન રહ્યુ હતું. બાદ આજે મહત્તમ તાપમાન 41...
જૂનાગઢમાં 41 ડિગ્રી તાપમાન | કપીરાજે છાંયડામાં આરામ કર્યો
જૂનાગઢમાં 41 ડિગ્રી તાપમાન | કપીરાજે છાંયડામાં આરામ કર્યો
જૂનાગઢ | જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી અગનવર્ષા થઇ રહી છે. શનિવારે 42 ડિગ્રી તાપમાન રહ્યુ હતું. બાદ આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે. જૂનાગઢમાં પડી રહેલી ગરમીનાં કારણે જનજીવન પ્રભાવિત થયુ છે ત્યારે કપીરાજ છાંયડો ગોતી બપોરનાં સમયે આરામ ફરમાવવા લાગ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030003-1640984-NOR.html

વનતંત્રે મંજૂરી ન આપતાં ટ્રસ્ટે જ ફોનથી સીએમને કનકાઇ ન આવવા વિનંતી કરી

DivyaBhaskar News Network | Last Modified - May 05, 2018, 05:45 AM IST

કનકાઇ મંદિરે ફક્ત મુખ્યમંત્રી નહીં આવે, 108 કુંડી યજ્ઞ સહિતનાં કાર્યક્રમો યથાવત
વનતંત્રે મંજૂરી ન આપતાં ટ્રસ્ટે જ ફોનથી સીએમને કનકાઇ ન આવવા વિનંતી કરી
કનકાઇ મંદિરે તા. 6 મે નાં રોજ યોજાનાર યજ્ઞ સહિતનાં કાર્યક્રમોમાં હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી નહીં આપે. વનવિભાગે મંજૂરી ન આપતાં કનકાઇ મંદિર ટ્રસ્ટે સામેથી મુખ્યમંત્રીને ફોન કરી કનકાઇ ન આવવા વિનંતી કરી હતી.

કનકાઇ મંદિરે પ્રાણીઓનાં કલ્યાણ માટે યોજાનાર 108 કુંડી યજ્ઞમાં હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી નહીં આપે. વનવિભાગે મંજૂરી ન આપતાં આખરે કનકાઇ મંદિર ટ્રસ્ટેજ મુખ્યમંત્રીને કાર્યક્રમમાં ન આવવા વિનંતી કરી હતી.

જોકે, 108 કુંડી નવચંડી યજ્ઞનું આયોજન તો ચાલુજ છે. એ મંદિર સંકુલમાંજ થશે એમ ટ્રસ્ટનાં નરેન્દ્રભાઇ જાનીએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, મુખ્યમંત્રીનાં કનકાઇ ખાતે 108 કુંડી નવચંડી યજ્ઞમાં ઉપસ્થિતીને લઇને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડનાં પૂર્વ સભ્યે વિરોધ નોંધાવ્યો હતો. અને સરકારે જંગલમાં લોકો ઓછા કેવી રીતે જાય એ જોવું જોઇએ એવી વાત કહી હતી. દરમ્યાન નરેન્દ્રભાઇએ રોષભેર જણાવ્યું હતું કે, સાસણમાં અનેક હોટલ-રીસોર્ટસ ગેરકાયદેસર રીતે બની ગયા, કેટલીય ગાડીઓ ચાલે છે. 184 સિંહોનાં અકુદરતી મોત થયાં તેમાં કોઇ કાંઇ નથી કરતું. અને કનકાઇ મંદિર જ બધાને નડે છે.

2015માં આવા જ કાર્યક્રમની મંજૂરી અપાઇ હતી

નરેન્દ્રભાઇએ કહ્યું હતું કે, અગાઉ 2015 માં અને વખતોવખત અમારે ત્યાં યજ્ઞનાં આયોજનો તો થતાંજ હોય છે. જેમાં વનવિભાગ મંજૂરી આપેજ છે. પરંતુ આ વખતેજ મંજૂરી નથી આપી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-054503-1628394-NOR.html

બોરદેવી જવાનાં રસ્તાનું કામ નબળું , ભ્રષ્ટાચાર થયાની ગંધ

DivyaBhaskar News Network | Last Modified - May 05, 2018, 05:45 AM IST
પથ્થરથી રસ્તો બનાવ્યો હતો અે પથ્થરો જુદા પડવા લાગ્યા
બોરદેવી જવાનાં રસ્તાનું કામ નબળું , ભ્રષ્ટાચાર થયાની ગંધ
ભવનાથથી બોરદેવી જવાનાં રસ્તાનું કામ ચાલી રહ્યું છે,કેટલાક વિસ્તારમાં કામ પૂર્ણ થઇ ગયું છે. બોરદેવી જવાનો રસ્તો બનાવાવમાં આવ્યો છે. આ રસ્તાનું કામ નબળું થયાની ફરીયાદો ઉઠી છે. બોરદેવીનો રસ્તો પથ્થરથી બનાવવામાં આવ્યો છે. પરંતુ આ કામ નબળું થયું હોય પથ્થર જુદા પડી ગયા છે. પરિણામે બોરદેવી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહી આ કામમાં ભ્રષ્ટાચાર થયાની પણ ચર્ચા જાગી છે. રેતી અને પથ્થર જંગલમાંથી લેવામાં આવ્યાની ચર્ચા જાગી છે.

આ રસ્તાનાં કામની યોગ્ય તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. આ ઉપરાંત અહીં એક દિવાલનું કામ થયું છે. આ દિવાલનું કામ પણ નબળું થયું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-054503-1628411-NOR.html

કનકાઇમાં CMનાં કાર્યક્રમ સામે વન્ય પ્રાણી બોર્ડનાં પૂર્વ સભ્યનો રોષ

DivyaBhaskar News Network | Last Modified - May 04, 2018, 06:55 AM IST
જંગલમાં લોકોની અવરજવર ઓછી થાય એવા પગલાં લેવા જોઈએ 6 મેનાં રોજ મુખ્યમંત્રી પ્રાણી કલ્યાણ યજ્ઞમાં આવશે
કનકાઇમાં CMનાં કાર્યક્રમ સામે વન્ય પ્રાણી બોર્ડનાં પૂર્વ સભ્યનો રોષ
મુખ્યમંત્રી રૂપાણીનાં તા. 6 મે નાં રોજ કનકાઇ ખાતેનાં પ્રાણી કલ્યાણ માટેનાં યજ્ઞનાં કાર્યક્રમનો વિરોધ વાઇલ્ડ લાઇફ બોર્ડનાં પૂર્વ સભ્યે કર્યો છે. તેમણે કહ્યું છે કે, રૂપાણીનું કનકાઇ મંદિરના યજ્ઞમાં હાજરી આપવા જવું એ પર્યાવરણ અને ગિર પ્રેમીઓ માટે આઘાત સમાન છે.

રાજ્યની વાઇલ્ડ લાઇફ એડવાઇઝરી બોર્ડનાં પૂર્વ સભ્ય રેવતુભા રાયજાદાએ કહ્યું છે કે, વિજય રૂપાણી કનકાઇ મંદિર જઇને ખોટો મેસેજ આપી રહ્યા છે. સરકારે એવા પગલાં લેવા જોઇએ કે, ગિર જંગલની અંદર ઓછામાં ઓછા લોકો જાય. અને વન્ય પ્રાણીઓ નિશ્ચિંત થઇને વિહાર કરે. તો વળી રાજ્ય વાઇલ્ડ લાઇફ બોર્ડના એક સભ્ય તો કહે છે કે, કોઇ મંદિર યજ્ઞ કરે એમાં વાંધો ન હોઇ શકે. પણ એ ગિર જંગલમાં ન થવો જોઇએ. બીજું, અત્યાર સુધીમાં કનકાઇ મંદિર અને વનવિભાગ વચ્ચે સંઘર્ષ ચાલતો આવ્યો છે. જેતે સરકારો વનવિભાગની પડખે ઉભી રહી છે. ગુજરાત સરકારી જો વન્ય પ્રાણીઓનું રક્ષણ કરવા માંગતી હોય તો યજ્ઞમાં જઇને જંગલને ખલેલ પહોંચાડવા કરતાં તાકીદે ગિર(પશ્ચિમ)નાં ડીએફઓની જગ્યા ભરવી જોઇએ. https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-065503-1619734-NOR.html

વનવિભાગને 50 વીઘા જમીન 17 વર્ષથી મળી, છત્તાં વૃક્ષ ન જ ઉગ્યું

DivyaBhaskar News Network | Last Modified - May 03, 2018, 03:50 AM IST
કેશોદ તાલુકાનાં મોટી ઘંસારી સીમની જમીન અપાઈ છે
વનવિભાગને 50 વીઘા જમીન 17 વર્ષથી મળી, છત્તાં વૃક્ષ ન જ ઉગ્યું
કેશાેદનાં માેટી ઘંસારી ગામની ગાૈચરની જમીન છેક વર્ષ ૨૦૦૦ માં જંગલ ખાતાને સાેંપાઇ છે. પરંતુ 17 વર્ષ પછીયે અહીં એક પણ માેટું વૃક્ષ જોવા નથી મળતું. સરકાર દ્વારા વૃક્ષ વાવવાનાં નામે આવી જમીનો જંગલ ખાતાને આપી દેવાય છે ખરી. પરંતુ બાદમાં તેની ખરાઇ નથી કરાતી.

મોટી ઘંસારી ગામના રહેવાસી હરીભાઇ મેનપરા કિસાન સંઘના મંત્રી છે. 17 વર્ષ પહેલાં તેઓ જ્યારે પહેલાં ગામના ઉપસરપંચ હતા ત્યારે માેટી ઘંસારીની 50 વીઘા ગાૈચરની જમીન જંગલ ખાતાને સાેંપી દેવાઇ હતી. પરંતુ આજ સુધી આ જમીન પર એકપણ વૃક્ષ જાેવા ન મળતાં તેમણે આરટીઆઇ હેઠળ 10 વર્ષનાં ખર્ચની માહિતી માંગી હતી. જેમાં તેમણે માત્ર 2011-12 અને 2016-17ની જ માહિતી અપાઇ હતી. જેમાં આ જમીન પર જુદા જુદા નિંદામણ, નવા રાેપા વાવવા, મજુરી કામ જેવા ખર્ચાઓ ઉધારવામાં આવ્યા હતા. 17 વર્ષ બાદ આજે 17 વર્ષની ઉંમરનું એકપણ વૃક્ષ અહીં જોવા નથી મળતું. તો ડ્રીપ ઇરીગેશનની પાઇપ લાઇનો પણ કટકા થયેલી હાલતમાં જમીનમાં ઘરબાયેલી દેખાય છે. અહીં લોખંડનો કાંટાળો નવો તાર ખાડા ખોદી જમીનમાં ધરબી દેવામાં આવ્યો છે. જેથી તારની નવી ખરીદી કરવી કરી શકાય અને નવો ખર્ચો પણ ઉભાે કરી શકાય. માત્ર ખાડાઓ કરી અને અન્ય વધારાનાં ખર્ચાઓ ઉધારાતા હોવાનું હરીભાઇનાં ધ્યાને આવતાં તેમણે ભ્રષ્ટાચારની શક્યતા સાથે રેન્જ ફોરેસ્ટ આેફીસ જૂનાગઢ ખાતે આ બાબતે અવારનવાર રજુઆતો કરી હતી. અને ડે. કલેક્ટરને સંબાેધી આવેદનપત્ર પણ આપ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-035003-1610659-NOR.html

સમર કેમ્પમાં બાળકોએ લીધા જળ બચાવોના સંકલ્પ

DivyaBhaskar News Network | Last Modified - May 03, 2018, 03:50 AM IST
જૂનાગઢ : શહેરના દાતાર રોડ સ્થિત અાર્યસમાજ ખાતે 30 એપ્રિલથી સમર કેમ્પનો પ્રારંભ થયો છે. કેમ્પમાં 140 બાળકો ભાગ લઇ રહ્યા...
સમર કેમ્પમાં બાળકોએ લીધા જળ બચાવોના સંકલ્પ
સમર કેમ્પમાં બાળકોએ લીધા જળ બચાવોના સંકલ્પ
જૂનાગઢ : શહેરના દાતાર રોડ સ્થિત અાર્યસમાજ ખાતે 30 એપ્રિલથી સમર કેમ્પનો પ્રારંભ થયો છે. કેમ્પમાં 140 બાળકો ભાગ લઇ રહ્યા છે. દરમિયાન ચેતનાબેન પંડયા અને રશ્મીબેન વિઠ્ઠલાણીએ બાળકોને વિવિધ ગેઇમ રમાડી સાથે જળ બચાવવાના ઉપાયો બતાવતા છાત્રોએ જળ બચાવવાના સંકલ્પ લીધા હતા. કાંતિભાઇ કીકાણીના માર્ગદર્શનમાં સમર કેમ્પનું સંચાલન પ્રવિણાબેન વાઘેલા અને દિપક આર્ય દ્વારા કરવામાં આવી રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-035003-1610666-NOR.html

સક્કરબાગ ઝૂ એ 5 વર્ષમાં 11 રાજ્યો અને 2 દેશોને 41 પ્રાણી અને 7 પક્ષી આપ્યા

DivyaBhaskar News Network | Last Modified - May 02, 2018, 04:05 AM IST
પ્રાણી જગત | સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આશરે 198 હેક્ટરમાં ફેલાયેલું છે, દેશનું આ ત્રીજા નંબરનું સૌથી મોટું ઝૂ છે ... 
સંગ્રહાલય સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ શહેરમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં ઇ.સ. ૧૮૬૩ માં થઇ હતી, જે ભારતના જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયોમાનું એક છે. આ પ્રાણી સંગ્રહાલયનું એશિયાઇ સિંહ મુખ્ય આકર્ષણ છે. સક્કરબાગ આશરે ૧૯૮ હેક્ટરમાં ફેલાયેલું છે.સક્કરબાગ સંગ્રહાયલનું નામ એક મીઠા પાણી (સક્કર) ના કુવા પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તૃણભક્ષી, રાની, સરીસૃપ વગેરે મોટા ભાગના પ્રાણીઓ જોવા મળે છે. અહિં એશિયાઇ સિંહ મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત એશિયાઇ ચિત્તો પણ ઝુમાં રાખવામાં આવ્યા છે. અહિં ભારતના બીજા પ્રાણી સંગ્રહાલયો સાથે પ્રાણીઓનું આદાન-પ્રદાન પણ કરવામાં આવે છે. સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાંથી છેલ્લા 5 વર્ષમાં પ્રાણીઓનું 11 રાજ્ય અને 2 દેશોમાં આદાન -પ્રદાન કરવામાં આવ્યુ છે. જેમાં સૌથી વધુ સિંહોની સંખ્યા છે ગિરના જંગલોમાં પાછલા વર્ષોમાં સિંહોની સંખ્યામાં સતત વધારો જોવા મ‌‌ળ્યો છે. જેથી સક્કરબાગે છેલ્લા પાંચ વર્ષના સમય ગાળામાં 31 જેટલા સિંહને 17 જેટલા જુદા-જુદા ઝુને આપ્યા છે. જે જૂનાગઢ માટે ગર્વ લેવા જેવી બાબત ગણી શકાય.

ક્યા ક્યા પ્રાણી-પક્ષી મોકલવામાં આવ્યા

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહ 31, દિપડા 3, શિયાળ 1, સફેદ પીઠ ગીધ 6, સફેદ મોર 6 જુદા-જુદા 17 જેટલા ઝુને આપવામાં આવ્યા છે.

ક્યા ક્યા પ્રાણી-પક્ષી લાવવામાં આવ્યા|સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં બારાશીંગા, હોગ ડીઅર, બ્લુ એન્ડ યેલો મકાઉ, ગોલ્ડન ફિજન્ટ, ગોરલ હરણ, બ્લેક જેકોબીન પીજીયન, રેડ જંગલ ફાઉલ, સારસ, શાહમૃગ, વરૂ, શાહૂડી, સનકૂનુર, કાલીજ ફિજન્ટ, રેડ નેક્ડ વોલાબી, આફ્રીકન કેરાકલ, માઉસ ડીઅર, કીંગ કોબ્રા, ભારતીય કાળા કાચબા, બ્લેક સ્વાન, એકલેકટસ પેરોટ, ગોફીન કોકેટુ, એમેઝોન પેરોટ, લીલા મોર, સ્કાર્લેટ મકાઉ જેવા દેશ અને વિદેશના પક્ષી-પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. સક્કરબાગ ઝૂ મા સતત એનિમલ એક્ષ્ચેન્જ પોગ્રામ ચાલતો હોય છે.

ક્યા ઝૂ માંથી લાવવામાં આવ્યા |પ્રાગ ઝુ (પ્રાગ એ વિદેશમાં આવેલ ઝુ છે.),લંડન ઝુ, લખનૌ ઝુ, છટબીર ઝુ પંજાબ, સીલ્વાસા લાયન સફારી પાર્ક દાદરા નગર હવેલી, ઉદયપુર ઝુ રાજસ્થાન, હૈદરાબાદ ઝુ,મીની ઝુ પીપલી હરીયાણા, ઈટાવા લાયન સફારી પાર્ક, પીલીકુલા ઝુ મેંગ્લોર,જયપુર ઝુ રાજસ્થાન, માચિયા બાયોલોજી પાર્ક જોધપુર ઝુ રાજસ્થાન, મૈસુર ઝુ, પુના ઝુ મહારાષ્ટ્ર, નંદનકાનન ઝુ ભુવનેશ્વર બિહાર, ઈન્દ્રોડા નેચર પાર્ક ગાંધીનગર જેવા રાજ્યો અને દેશોમાંથી એનિમલ એક્ષ્ચેન્જ પોગ્રામ હેઠળ વિવિધ પ્રકારના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે.
સંગ્રહાલય સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ શહેરમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં ઇ.સ. ૧૮૬૩ માં થઇ હતી, જે ભારતના જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયોમાનું એક છે. આ પ્રાણી સંગ્રહાલયનું એશિયાઇ સિંહ મુખ્ય આકર્ષણ છે. સક્કરબાગ આશરે ૧૯૮ હેક્ટરમાં ફેલાયેલું છે.સક્કરબાગ સંગ્રહાયલનું નામ એક મીઠા પાણી (સક્કર) ના કુવા પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તૃણભક્ષી, રાની, સરીસૃપ વગેરે મોટા ભાગના પ્રાણીઓ જોવા મળે છે. અહિં એશિયાઇ સિંહ મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત એશિયાઇ ચિત્તો પણ ઝુમાં રાખવામાં આવ્યા છે. અહિં ભારતના બીજા પ્રાણી સંગ્રહાલયો સાથે પ્રાણીઓનું આદાન-પ્રદાન પણ કરવામાં આવે છે. સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાંથી છેલ્લા 5 વર્ષમાં પ્રાણીઓનું 11 રાજ્ય અને 2 દેશોમાં આદાન -પ્રદાન કરવામાં આવ્યુ છે. જેમાં સૌથી વધુ સિંહોની સંખ્યા છે ગિરના જંગલોમાં પાછલા વર્ષોમાં સિંહોની સંખ્યામાં સતત વધારો જોવા મ‌‌ળ્યો છે. જેથી સક્કરબાગે છેલ્લા પાંચ વર્ષના સમય ગાળામાં 31 જેટલા સિંહને 17 જેટલા જુદા-જુદા ઝુને આપ્યા છે. જે જૂનાગઢ માટે ગર્વ લેવા જેવી બાબત ગણી શકાય.

ક્યા ક્યા પ્રાણી-પક્ષી મોકલવામાં આવ્યા

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહ 31, દિપડા 3, શિયાળ 1, સફેદ પીઠ ગીધ 6, સફેદ મોર 6 જુદા-જુદા 17 જેટલા ઝુને આપવામાં આવ્યા છે.

ક્યા ક્યા પ્રાણી-પક્ષી લાવવામાં આવ્યા|સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં બારાશીંગા, હોગ ડીઅર, બ્લુ એન્ડ યેલો મકાઉ, ગોલ્ડન ફિજન્ટ, ગોરલ હરણ, બ્લેક જેકોબીન પીજીયન, રેડ જંગલ ફાઉલ, સારસ, શાહમૃગ, વરૂ, શાહૂડી, સનકૂનુર, કાલીજ ફિજન્ટ, રેડ નેક્ડ વોલાબી, આફ્રીકન કેરાકલ, માઉસ ડીઅર, કીંગ કોબ્રા, ભારતીય કાળા કાચબા, બ્લેક સ્વાન, એકલેકટસ પેરોટ, ગોફીન કોકેટુ, એમેઝોન પેરોટ, લીલા મોર, સ્કાર્લેટ મકાઉ જેવા દેશ અને વિદેશના પક્ષી-પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. સક્કરબાગ ઝૂ મા સતત એનિમલ એક્ષ્ચેન્જ પોગ્રામ ચાલતો હોય છે.

ક્યા ઝૂ માંથી લાવવામાં આવ્યા |પ્રાગ ઝુ (પ્રાગ એ વિદેશમાં આવેલ ઝુ છે.),લંડન ઝુ, લખનૌ ઝુ, છટબીર ઝુ પંજાબ, સીલ્વાસા લાયન સફારી પાર્ક દાદરા નગર હવેલી, ઉદયપુર ઝુ રાજસ્થાન, હૈદરાબાદ ઝુ,મીની ઝુ પીપલી હરીયાણા, ઈટાવા લાયન સફારી પાર્ક, પીલીકુલા ઝુ મેંગ્લોર,જયપુર ઝુ રાજસ્થાન, માચિયા બાયોલોજી પાર્ક જોધપુર ઝુ રાજસ્થાન, મૈસુર ઝુ, પુના ઝુ મહારાષ્ટ્ર, નંદનકાનન ઝુ ભુવનેશ્વર બિહાર, ઈન્દ્રોડા નેચર પાર્ક ગાંધીનગર જેવા રાજ્યો અને દેશોમાંથી એનિમલ એક્ષ્ચેન્જ પોગ્રામ હેઠળ વિવિધ પ્રકારના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે.

ગી રના સિંહના તમે અનેક ફોટોઝ જોયા હશે. પણ માતા

DivyaBhaskar News Network | Last Modified - May 01, 2018, 04:40 AM IST
ગી રના સિંહના તમે અનેક ફોટોઝ જોયા હશે. પણ માતા સિંહણની હૂંફ માણી રહેલા સિંહબાળની આ તસવીર તમે ભાગ્યે જ નિહાળી હશે. આ...
ગી રના સિંહના તમે અનેક ફોટોઝ જોયા હશે. પણ માતા
ગી રના સિંહના તમે અનેક ફોટોઝ જોયા હશે. પણ માતા
ગી રના સિંહના તમે અનેક ફોટોઝ જોયા હશે. પણ માતા સિંહણની હૂંફ માણી રહેલા સિંહબાળની આ તસવીર તમે ભાગ્યે જ નિહાળી હશે. આ ફોટો ગીરફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ખાસ ભાસ્કરના વાચકો માટે ઉપલબ્ધ કરાવ્યો છે. ગુજરાત સ્થાપના દિવસ નિમિતે અમે માત્ર આ ફોટો જ નહિ પણ ગીરની બદલાતી પરિસ્થિતિ વિશે પણ આપને રૂબરૂ કરાવીશું. 1960માં જયારે ગુજરાતની સ્થાપના થઇ હતી ત્યારે ગીરમાં 290 સિંહ હતા. પણ આજે આ સંખ્યા 650 કરતા પણ વધારે છે. સમગ્ર ગુજરાત માટે આ ખુશીના સમાચાર છે.

ગુજરાતની સિંહગાથા પણ ખુબ જ રસપ્રદ છે, એશિયાટીક સિંહ આખી દુનિયામાં માત્ર ગુજરાતના જૂનાગઢના ગીરના જંગલોમાં જોવા મળે છે. એક સમય એવો હતો કે તેઓ નષ્ટપ્રાય થવાના આરે પહોંચી ગયા હતા. આઝાદી પહેલા માત્ર 11 સિંહ બચ્યા હતા પણ એ જ સમયે જૂનાગઢના નવાબે સિંહના શિકાર પર પ્રતિબંધ મૂકી દીધો અને સિંહની સંખ્યા વધારવા માટે અભિયાન શરુ કર્યુ. આઝાદી પછી પહેલી વાર 1963માં સિંહની વસ્તીગણતરી થઇ અને ત્યારે તેમની સંખ્યા 285 જાણવા મળી હતી.

ત્યારબાદ તો દરેક સરકાર દ્વારા આ દિશામા વિશેષ કામ કરવામાં આવ્યું જેના પરિણામે સિંહની સંખ્યામાં સતત વધારો થવા લાગ્યો. છેલ્લી વસ્તી ગણતરી 2010માં કરવામાં આવી હતી ત્યારે સિંહની સંખ્યા 411 હતી. જેમાં 97 નર , 162 માદા અને 152 સાવજ સિંહ હતા. નવી વસ્તીગણતરી મુજબ આ સંખ્યા 650 ને પાર પહોંચી ગઈ છે. હવે દર પૂર્ણિમાના દિવસે ગીરના અભયારણમાં સિંહની ગણતરી કરવામાં આવે છે. આ માટે 100 સીસીટીવી કેમેરાનો ઉપયોગ થાય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-044003-1595801-NOR.html

જૂનાગઢનાં ઉપરકોટમાં સફાઇ કરી 1 ટ્રેકટર કચરાનો નિકાલ કરતી સેવાભાવી સંસ્થા

DivyaBhaskar News Network | Last Modified - May 01, 2018, 04:45 AM IST
દર રવિવારે ગૃપના સભ્યો કરે છે ઐતિહાસિક સ્થળોની સફાઇ

જૂનાગઢનાં ઉપરકોટમાં સફાઇ કરી 1 ટ્રેકટર કચરાનો નિકાલ કરતી સેવાભાવી સંસ્થા
જૂનાગઢનાં ઉપરકોટમાં સફાઇ કરી 1 ટ્રેકટર કચરાનો નિકાલ કરતી સેવાભાવી સંસ્થા
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં છેલ્લા ત્રણેક મહિનાથી દર રવિવારે સફાઇ અભિયાન યોજાઇ રહ્યું છે. જૂનાગઢની સેવાભાવી સંસ્થા જનમત ગૃપ દ્વારા આ સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. આ સિલસિલો જાળવી રાખી આ રવિવારે પણ સફાઇ કાર્ય કરવામાં આવ્યું હતું.

ઉપકરોટના રાણકદેવી મહેલના આગળના ભાગમાં સફાઇ કામગીરી કરી એક ટ્રેકટર જેટલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. જનમત ગૃપના આ અભિયાનને હવે સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને સફાઇ કામગીરીમાં અન્ય લોકો પણ સ્વેચ્છાએ જોડાઇને જૂનાગઢ પ્રત્યેનું પોતાનું ઋણ ચુકવી રહ્યા છે. કોઇ કરે કે ન કરે આ આપણું શહેર છે તેને સ્વચ્છ રાખવું એ આપણી નૈતિક ફરજ છે બસ આવા ઉદ્દેશ સાથે આ ગૃપ કામ કરી રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-044503-1595821-NOR.html

પર્યાવરણ પ્રેમી પિતાએ લગ્ન પ્રસંગે દિકરી-જમાઇ પાસે 101 વૃક્ષો રોપાવ્યાં

Bhaskar News, Kajli | Last Modified - May 07, 2018, 01:56 AM IST
ભાલપરાનાં સીમ વિસ્તારને હરીયાળો બનાવવાની નેમ, જતન કરવાનાં સંકલ્પ લેવડાવ્યાં
પિતાએ લગ્ન પ્રસંગે દિકરી - જમાઇ પાસે 101 વૃક્ષો રોપાવ્યાં
 પિતાએ લગ્ન પ્રસંગે દિકરી - જમાઇ પાસે 101 વૃક્ષો રોપાવ્યાં
કાજલી: વેરાવળનાં ભાલપરા ગામે રહેતા પર્યાવરણ પ્રેમી પિતાએ દીકરીનાં લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા જમાઈ અને દિકરી પાસે 101 વૃક્ષ વવડાવી જતનનાં સંકલ્પ લેવડાવ્યાં હતા. ભાલપરા ગામના આયુર્વેદ દવાના જાણકાર અને વૃક્ષપ્રેમી ભિખાભાઇ બામણીયાની પુત્રી રૂપલબેનના લગ્ન યોજાયા હતાં અને માળિયાના લાસડી ગામેથી જાન આવી હતી. પુત્રીના લગ્ન પ્રસંગે ભિખાભાઇએ કંઇક નવુ કરી આ પ્રસંગને યાદગાર બનાવવાનો નિર્ણય કર્યો હતો અને લગ્ન પુર્ણ કર્યા બાદ દિકરી રૂપલબેન અને જમાઇ વિજયના હસ્તે ભાલપરાની વાડી વિસ્તારમાં 101 વૃક્ષોનું વાવેતર કરાવ્યું હતું. જેમનો જતન કરવાનો પણ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભિખાભાઇને વર્ષોથી વૃક્ષો પ્રત્યે લગાવ રહ્યો છે. આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર પણ કર્યુ છે.
કરીયાવરમાં 10 રોપા આપ્યા
વૃક્ષપ્રેમી ભિખાભાઇએ પોતાની દિકરી રૂપલબેનને કરીયાવરમાં અન્ય વસ્તુઅોની સાથે વિવિધ જાતના 10 વૃક્ષના રોપા આપ્યા હતાં. જે કાયમી યાદગીરી રહે તે માટે લાસડી ગામમાં વાવેતર કરવામાં આવશે. આ પહેલને ગ્રામજનો અને સાસરીયાઓએ આવકારી હતી.
 https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-the-environment-lovers-father-planted-101-trees-from-daughter-son-in-law-gujarati-news-5867614-PHO.html?seq=2

દીપડો વાડીમાં ઘૂસ્યો, લોકોએ ફીશીંગ નેટમાં બંધક બનાવ્યો, રેસ્ક્યુના દ્રશ્યો

DivyaBhaskar.com | Last Modified - May 18, 2018, 02:13 PM IST

0:32 / 1:03
વાડીમાં દીપડો ઘૂસતા લોકોએ ફીશીંગ નેટમાં બંધક બનાવ્યો
વેરાવળ: વેરાવળનાં ઇણાજ ગામે રામભાઈ મેરામણભાઇ રામની વાડીમાં દીપડો આવી ગયો હતો. જેની જાણ ગામ લોકોને થતાં લોકોના ટોળેટોળા એકઠા થયા ગયાં હતા અને દીપડાને ફીશીંગ નેટ (જાળ)થી બંધક બનાવ્યો હતો. ત્યારબાદ વન વિભાગને જાણ કરતા તત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફીશીંગ નેટમાં બંધક દીપડાને વેટરનરી ડોક્ટરે ટ્રેન્કયુલાઈઝ કરી દીપડાને બેહોશ કર્યો હતો અને વન વિભાગે જાળમાં કેદ દીપડાનું દીલઘડક રેસ્કયુ કરેલ હતું . તંત્રનાં જણાવ્યા અનુસાર દીપડાની ઉંમર 1 થી 2 વર્ષ હોવાનુ જાણવા હતું. દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતો.
 તસવીરો: જયેશ ગોંધિયા, ઉના.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-panther-came-in-farm-so-people-trapped-in-fishing-net-near-veraval-gujarati-news-5875450-PHO.html

જડબામાં હાથ લઇ લેતા ખેડૂતે માર્યો મુક્કો અને મગરે પાછીપાની કરી

DivyaBhaskar.com | Last Modified - May 18, 2018, 11:59 AM IST
વિસાવદરનાં સતાધાર નજીક આંબાજળ ડેમમાં મગરનો હિંમત પૂર્વક સામનો કરી ખેડૂતે પોતાનો જીવ બચાવ્યો

મગર સામે બાથ ભીડનાર ખેડૂત
 મગર સામે બાથ ભીડનાર ખેડૂત
વિસાવદર: વિસાવદરનાં સતાધાર નજીક આંબાજળ ડેમમાં મગરનો હિંમત પૂર્વક સામનો કરી ખેડૂતે પોતાનો જીવ બચાવ્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ વિસાવદરનાં સતાધાર નજીક ખેતર ધરાવતાં પ્રેમપરાનાં ખેડુત કેશુભાઇ જીવરાજભાઇ પટોળીયા (ઉ.વ.60) ગુરૂવારે વાસણ ધોવા માટે આંબાજળ ડેમ ગયેલ અને પાણી ભરવા સમયે અચાનક મગરે તેમનો હાથ ઝડબામાં પકડી પાણીમાં ખેંચી જતાં કેશુભાઇએ જીવ બચાવવા બુમાબુમ કરી બીજા હાથ વડે મગરને મુક્કા મારી પોતાનો હાથ છોડાવી જીવ બચાવી લીધો હતો.
મગર પાણીમાં ગરક થઇ ગયો હતો. કેશુભાઇની બૂમો સાંભળી નજીકમાં જ કામ કરતાં પિતરાઇ ભાઇ અરવીંદભાઇએ ત્યાં દોડી જઇ કેશુભાઇને પાણીમાંથી બહાર કાઢી 108 ને બોલાવી વિસાવદર સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડયા હતાં. મગરે હાથનાં ભાગે દાંત બેસાડી દઇ કેશુભાઇને ગંભીર ઇજા પહોંચાડી હતી. કેશુભાઇએ હિંમતભેર મગરનો સામનો કરી પોતાનો જીવ બચાવ્યો હતો. મગરે હાથનાં ભાગે દાંત બેસાડી દીધા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-crocodile-attack-on-farmer-at-visavadar-so-farmer-refer-to-hospital-gujarati-news-5875463-PHO.html

ડાલામથા સાવજની ડણક સાથે રસ્તા પર એન્ટ્રી, વાહનચાલકો થંભી ગયા!

Jaidev Varu, Amreli | Last Modified - May 18, 2018, 12:22 PM IST
કાળઝાળ ગરમીના કારણે સિંહો ખુલામાં રહેવાનું વધુ પસંદ કરે છે
રસ્તા પર સિંહ આવી જતા વાહનચાલકોને થંભી જવું પડ્યું
+3 બીજી સ્લાઈડ્સ જુઓ
રસ્તા પર સિંહ આવી જતા વાહનચાલકોને થંભી જવું પડ્યું
અમરેલી: ગુજરાતમાં આન બાન શાનથી ઓળખાતા સિંહોની સલામતી અને સિંહોની સુરક્ષા માટે ગુજરાત સરકાર વારંવાર મોટા મોટા ભાષણો આપી વાતો કરે છે. પરંતુ અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા પીપાવાવ પોર્ટ ઔદ્યોગિક જોન વિસ્તારના સિંહો અસુરક્ષિત છે તે વાત અહીં સાબિત થાય છે. અહીં સિંહો માટે વનવિભાગ અને સરકાર દ્વારા કોઈ આયોજન કરાયું નથી. સિંહોને અકસ્માતથી બચાવવા માટે વનતંત્રએ મેદાનમાં આવવું જોઈએ. આ ઘટના પહેલી વાર નથી બની પરંતુ 8 દિવસમાં 6 દિવસ સિંહો રોડ ક્રોસિંગ કરે છે અને અકસ્માત થતા થતા ઘણી વખત અટકી જાય છે. રાજુલા નજીક આવેલ પીપાવાવ પોર્ટ ફોર્વે માર્ગ પર ગઈકાલે બપોર બાદ સાંજના સમયે ડાલામથો સિંહ ભૂખ્યો અને પાણીની તરસમાં રઘવાયો બની ગયો હતો. પીવાના પાણી માટે ફોર્વે પાસે આવેલી ખાડીમાં પાણી પીવા આવ્યો હતો અને થોડીવારમાં પોર્ટના માર્ગ પર ડણક સાથે ચડી જતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

વાહનચાલકોના સૂત્રો પાસેથી એવી પણ વિગતો મળી રહી છે આ સિંહ રીતસર તેમના જંગલ વિસ્તારમાં એન્ટ્રી મારી ચાલતો હોય તેમ આ માર્ગ પર લટાર મારી હતી. જો કે અહીં આસપાસ ચારે તરફ મસમોટા કન્ટેનરો અને ટ્રેલર જેવા મહાકાય વાહન ચાલકોએ વાહન થંભાવી દીધા હતા અને થોડીવારમાં આ સિંહ માર્ગ ક્રોસ કરી ગયો હતો. આ પ્રકારની ઘટના કેટલી ગંભીર કહેવાય છે. પરંતુ સરકાર અને અમરેલી જિલ્લાનું વનતંત્ર ખાસ કરી રાજુલા તંત્ર આ ઘટનાને સામાન્ય ઘટના ગણાવી રહી છે. જો કે આ સિંહો દિવસના માર્ગ પર હોય છે તેમ રાત્રીના સમયે વધુ જોવા મળે છે. કેટલાક લોકો માની રહ્યા છે કે આ કાળઝાળ ગરમીના કારણે સિંહો ખુલામાં રહેવાનું વધુ પસંદ કરે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-entery-on-way-so-vehicle-driver-stop-near-pipavav-port-gujarati-news-5875476-PHO.html

અમરેલીનાં આભમાંથી અગન વરસાદ, સા.કુંડલા પંથકમાં વાદળો વરસ્યા

Bhaskar News, Amreli | Last Modified - May 28, 2018, 02:08 AM IST
પારો 44 ડીગ્રીને વટોળી ગયો તો સાવરકુંડલાનાં થોરડીથી જાબાળ સુધી ઝાપટા વરસ્યા

સાવરકુંડલાનાં થોરડીથી જાબાળ સુધી ઝાપટા વરસ્યા
સાવરકુંડલાનાં થોરડીથી જાબાળ સુધી ઝાપટા વરસ્યા
અમરેલી: અમરેલી જિલ્લામાં આજે વાતાવરણનું બહુરૂપ જોવા મળ્યું હતું એક તરફ અકળાવનારી ગરમીથી લોકો તોબા પોકરી ગયા છે. ત્યારે જ કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં 15 મિનિટ સુધી ઝાપટા વરસી પડતા સતાવાર ચોમાસા પહેલા જ વરસાદે આગમનની છડી પોકારી હતી. સા.કુંડલાનાં જાબાળ, થોરડી અને આંબરડી જેવા વિસ્તારોમાં મેઘરાજાએ છમકલુ કર્યું હતું. અમરેલી પંથકમા ઓણસાલ ઉનાળો અતિ કપરો જોવા મળી રહ્યો છે. અહી સતત તાપમાન ઉંચકાયેલુ જ રહેતુ હોય કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠયાં છે.
સાવરકુંડલાનાં થોરડીથી જાબાળ સુધી ઝાપટા વરસ્યા
આજે પણ શહેરનુ મહતમ તાપમાન 44.6 ડિગ્રી નોંધાતા જાણે આકાશમાથી અગનવર્ષા થતી હોય તેવો લોકોએ અહેસાસ કર્યો હતો. આગ ઝરતી ગરમીને પગલે બપોરે જાણે માર્ગો પર કુદરતી કફર્યુ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. ઓણસાલ ઉનાળામા અનેક દિવસો એવા રહ્યાં છે કે જયારે અમરેલી શહેરનુ મહતમ તાપમાન રાજયમા સૌથી ઉંચુ નોંધાયુ છે. હજુ થોડા દિવસ પહેલા ગરમીનો પારો છેક 44.7 ડિગ્રી પર પહોંચી ગયો હતો જે સિઝનનુ પણ સૌથી ઉંચુ તાપમાન રહ્યું હતુ. છેલ્લા કેટલાક દિવસોથી તો ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચો ઉતરતો જ નથી. આકરી ગરમી અને લુ ફુંકાતા લોકો પરસેવે રેબઝેબ બની રહ્યાં છે.
15 મિનિટ માટે વરસાદી ઝાપટું
એક તરફ અમરેલી પંથકમા સુર્યનારાયણ આગ ઓકી રહ્યાં છે. આકાશમાથી અગનવર્ષા થઇ રહી છે અને પારો 44 ડિગ્રીને પાર છે તેની વચ્ચે આજે બપોરબાદ વાતાવરણમા બદલાવ આવ્યો હતો. અમરેલી પંથકમા મોડી સાંજે આકાશમા વાદળો ચડી આવ્યા હતા. સાવરકુંડલા પંથકમા થોરડીથી લઇ જાબાળ અને આંબરડી સુધીના વિસ્તારમા બપોરબાદ હળવો વરસાદ પડયો હતો. 15 મિનીટ સુધી અહી ઝાપટુ વરસી જતા રોડ પરથી પાણી વહેવા લાગ્યા હતા અને વાતાવરણમા ઠંડક પ્રસરતા અકળાવનારી ગરમીમાથી લોકોએ રાહત મેળવી હતી.
શહેરનું તાપમાન 44.6 ડિગ્રી

ચોમાસુ માથે છે ત્યારે પ્રથમ વખત આ વિસ્તારમા વરસાદ પડતા અને આકાશમા વાદળો છવાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ વિસ્તારમા આજે વરસાદ સાથે ભારે પવન પણ ફુંકાયો હતો. આજે પણ શહેરનુ મહતમ તાપમાન 44.6 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 28.7 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 67 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 13.2 કિમીની નોંધાઇ હતી. આજે તો બપોરના સુમારે જાણે આકાશમાથી અગનવર્ષા થતી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. બળબળતા તાપને પગલે માર્ગો પર લોકોની ચહલપહલ ઓછી જોવા મળી હતી.
 તસવીર- જયદેવ વરૂ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-rain-fall-for-twenty-minutes-in-savar-kundla-gujarati-news-5882027-PHO.html?seq=3
Jaidev Varu, Amreli | Last Modified - May 28, 2018, 01:22 PM IST

આ વિદ્યાર્થિનીઓ USથીગોરીઓને લાગ્યો કેસર કેરીનો રંગ
  • અમીએ કહ્યું કે, અમારો મુખ્ય ઉદ્દેશ વોલંટિયર કરવાનો હતો. અમે ભમોદ્રા ગામની એક શાળામાં ફ્રી ડેન્ટલ કેમ્પનું આયોજન કર્યું હતું. સાથે જ સંસ્કૃતિ, લોકોની જીવનશૈલી વિશે જાણવા માટે વિરડી ગામની પણ મુલાકાત લીધી. અમારે જાણવું હતું કે શહેર અને ગામડાંના લોકોની રહેણીકરણીમાં કેટલો તફાવત છે અને USથી આવેલી આ યુવતીઓ કેસર કેરીના પ્રેમમાં પડી ગઇ.
    આગળની સ્લાઇડ્સ વિરડીની કેસર કેરી અમેરિકાના ત્રણ પ્રમુખો ખાય ચૂક્યા છે.
  •  
    જાતે તોડી માણી લિજ્જત
અહીં ભાસ્કર સવાણીની દીકરીઓ અમી અને શૈલી સાથે આવી છે 
જાતે તોડી માણી લિજ્જતઅમરેલી: સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર કેસર કેરીએ પેનેસ્લાવિયાની યુનિવર્સિટીની 6 વિદ્યાર્થિનીઓના એક ગ્રુપને આકર્ષ્યું છે. આ વિદ્યાર્થિનીઓ યુએસથી અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિરડી ગામમાં આવી પહોંચી છે. એરિકા ફેરનુ, એશ્લી ગ્રેબ, જોર્ડન સ્ટર્મ અને સોફી કેફરી યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગમાં અભ્યાસ કરે છે. તેઓ અમરેલીના જાણિતા ડોક્ટર ભાસ્કર સવાણીના સવાણી મેંગો ફાર્મની મુલાકાતે આવ્યા છે. વિદેશી ગોરીઓને કેસરીયાનો રંગ લાગ્યો હોય તેમ ફાર્મમાં કેસર કેરીની લિજ્જત માણી હતી. સાથોસાથે રસ-પૂરીના સ્વાદથી અભિભૂત બની હતી.
આ વિદ્યાર્થિનીઓ USથી અહીં ભાસ્કર સવાણીની દીકરીઓ અમી અને શૈલી સાથે આવી છે. આ વિદ્યાર્થિનીઓ પ્રિ-ડેન્ટલ અને પ્રિ-હેલ્થ પ્રોફેશનમાં છે. અમીની મિત્ર એરિકાએ કહ્યું હતું કે, ગયા વર્ષે જ્યારે અમીના પેરેન્ટ્સે કેરી મોકલી હતી ત્યારથી જ કેરી મને શ્રેષ્ઠ ફળ લાગી. ત્યારે જ મેં નક્કી કર્યું કે ગુજરાત જઇને અમીના ખેતરની મુલાકાત લઈશ.
તસવીરો: જયદેવ વરૂ, અમરેલી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-american-girl-student-actractive-kesar-mango-of-saurashtra-and-enjoy-in-mango-farm-gujarati-news-5882220-PHO.html?seq=2

સાવરકુંડલાનાં મિતીયાળા અભ્યારણ્ય નજીક લાપાળાના ડુંગરમાં દવ લાગ્યો

 DivyaBhaskar News Network | Last Modified - May 26, 2018, 02:00 AM IST
વનવિભાગના સ્ટાફે દોડી જઇ દવને કાબુમાં લીધો છતાં 10 હેકટરમાં ઘાસ બળી ગયું
સાવરકુંડલાનાં મિતીયાળા અભ્યારણ્ય નજીક લાપાળાના ડુંગરમાં દવ લાગ્યો
સાવરકુંડલાનાં મિતીયાળા અભ્યારણ્ય નજીક લાપાળાના ડુંગરમાં દવ લાગ્યો
સાવરકુંડલા તાલુકાના મિતિયાળા અભ્યારણ્ય નજીક આવેલા મોમાઈ મંદિર અને લાપાળાના ડુંગરમાં વહેલી સવારે આકસ્મિક કારણોસર દવ ભભુકી ઉઠયો હતો. જેને પગલે વનવિભાગનો સ્ટાફ અહી તાબડતોબ દોડી આવ્યો હતો અને કલાકોની જહેમત બાદ દવને કાબુમા લીધો હતો.

દવની ઘટનાથી સાવરકુંડલા વનતંત્ર દોડતું થયું હતું. અમરેલી ડી.સી.એફ.શકીરાના માર્ગદર્શન તળે વનવિભાગના કર્મીઓએ દવને બે કલાકમાં કાબુ મેળવી લીધો હતો. મિતિયાળા અભ્યારણ સહિત આસપાસના વિસ્તારોમાં સિંહો સાથે વન્યપ્રાણીઓનો વસવાટ વધુ હોવાથી સાવરકુંડલા વનવિભાગે ભારે સતર્કતા સાથે દવને ઓલવવા જહેમત ઉઠાવી હતી.

ફોરેસ્ટર પ્રતાપભાઈ ચાંદુ સાથે વનવિભાગના કર્મીઓ જોડાઈને વહેલી સવારે સાડા ચારે લાગેલ દવને બે કલાકમાં કાબુ મેળવી લીધો હતો. છતાં 10 હેકટર જેટલું ઘાસ બળીને ખાક થઇ ગયુ હોવાનુ જાણવા મળી રહ્યું છે. વનવિભાગ જો સતર્કતા દાખવી ન હોત તો આ દવ વધુ વિકરાળ બનીને વધુ નુકશાન થવાની સંભાવનાઓ વચ્ચે સાવરકુંડલા રેન્જના વનકર્મીઓએ દવ પર કાબુ મેળવી લીધો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1797458-NOR.html

પાણીયા રેંજમાં વનકર્મી પર સિંહનો હુમલો

DivyaBhaskar News Network | Last Modified - May 26, 2018, 02:00 AM IST
ગીરપુર્વની દલખાણીયા પાણીયા રેંજના કરકડી રાઉન્ડમા આજે સવારના સુમારે બિમાર સિંહનુ લોકેશન શોધી રહેલા વનકર્મી પર સિંહે હુમલો કરી દેતા તેને પ્રથમ સારવાર માટે ધારી અને બાદમા વધુ સારવાર માટે જુનાગઢ દવાખાને રિફર કરાયો હતો. વનકર્મી પર સિંહના હુમલાની આ ઘટના પાણીયા રેંજ કરકડી રાઉન્ડમા બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી વનરક્ષક બી.ડી.ખાંભલા સ્ટાફ સહિત બિમાર સિંહનુ લોકેશન મેળવી રહ્યાં હોય તે દરમિયાન એક સિંહે તેના પર હુમલો કરી દઇ ઇજા પહોંચાડી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1797457-NOR.html

ગીરપુર્વની કરમદડી રાઉન્ડની બીટમા દુધાળા જંગલ વિસ્તારમા ગતરાત્રીના વનવિભાગે

DivyaBhaskar News Network | Last Modified - May 23, 2018, 02:40 AM IST
ગીરપુર્વની કરમદડી રાઉન્ડની બીટમા દુધાળા જંગલ વિસ્તારમા ગતરાત્રીના વનવિભાગે બાતમીના આધારે દોડી જઇ બંદુકના ભડાકે બે સસલાનો શિકાર કરનાર એક શિકારીને ઝડપી લીધો હતો. જયારે એક નાસી છુટયો હતો. જો કે વનવિભાગે ગણતરીના કલાકોમા તેને બંદુક સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કરમદડી બીટના દુધાળા જંગલમા ગત મોડીરાત્રીના બે શખ્સો સસલાનો શિકાર કરતા હોવાની બાતમી મળતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો. જો કે વનવિભાગે અહીથી મગન સીમાણીયા નામના શખ્સને ઝડપી લીધો હતો. જયારે અન્ય એક શખ્સ બંદુક સાથે નાસી છુટયો હતો. વનવિભાગે આ શખ્સને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જેને પગલે રમેચા બાબુ સીસણાદાને બંદુક સાથે ઝડપી લીધો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-024002-1774597-NOR.html

ગીરકાંઠાના ગામોમા અવારનવાર જંગલ વિસ્તારમાથી સાવજો શિકારની શોધમા છેક

DivyaBhaskar News Network | Last Modified - May 06, 2018, 02:00 AM IST
ગીરકાંઠાના ગામોમા અવારનવાર જંગલ વિસ્તારમાથી સાવજો શિકારની શોધમા છેક ગામ સુધી ચડી આવે છે. ત્યારે ગતરાત્રીના ધારી તાબાના ડાંગાવદર ગામે પણ ચાર સાવજો આવી ચડયા હતા. અહી સાવજોએ ત્રણ રેઢીયાર પશુઓનુ મારણ કરતા ગ્રામજનોમા ભય ફેલાયો હતો.

સાવજો દ્વારા ત્રણ પશુઓના મારણની આ ઘટના ધારીના ડાંગાવદર ગામે બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર ગતરાત્રીના અહી જંગલમાથી ચાર સાવજો શિકારની શોધમા આવી ચડયા હતા. પ્રથમ સાવજોએ અહીની ગ્રામ પંચાયત કચેરી સામે એક રેઢીયાર વાછરડાનુ મારણ કર્યુ હતુ. બાદમા પાદરમા એક પશુને ફાડી ખાધુ હતુ અને આહિર પ્લોટ નજીક પણ એક મારણ કરી મિજબાની માણી હતી.

સાવજો છેક ગામ સુધી આવી ચડતા ગ્રામજનોમા ભય ફેલાયો હતો. ઘટનાને પગલે અહી વનવિભાગનો સ્ટાફ પણ દોડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીફ છે કે ગીરકાંઠાના ગામોમા અવારનવાર સાવજો શિકારની શોધમા છેક ગામ સુધી આવી ચડે છે. અને ગામમાં રખડતા ઢોર તેમજ માલધારીઓનાં પશુઓનું મારણ કરી રહ્યા છે.ત્યારે પશુપાલકોને પણ આર્થિક નુકસાની ભોગવવી પડે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1628635-NOR.html

મધરાત્રે પણ રેતચોરોની અવર જવરથી ધમધમે છે શેત્રુંજીનો પટ્ટ

DivyaBhaskar News Network | Last Modified - May 03, 2018, 02:00 AM IST
અમરેલી જીલ્લાનું વહીવટીતંત્ર સડેલુ છે, ભ્રષ્ટ છે. શેત્રુંજી નદીમાંથી રેતી ઉપાડવા માટે રીતસર હપ્તાખોરી ચાલી રહી છે. આ માટે સૌથી વધુ ભ્રષ્ટાચાર ખાણ ખનિજ વિભાગ અને પોલીસ દ્વારા આચરવામાં આવી રહ્યો છે અને હાલમાં તો સ્થિતી એવી પણ સર્જાય છે કે ખાણ ખનિજમાં પુરતા કર્મચારીઓ નથી, પોલીસ બેડામાં ઉચ્ચ અધિકારીઓ ન હોવા ઉપરાંત એલસીબી અને એસઓજી જેવી શાખાઓ વિખેરી નખાઇ છે. જેને પગલે રેત ચોરોને બખ્ખા છે. માત્ર દિવસે જ નહી શેત્રુંજીના પટ્ટમાંથી આખી રાત રેતીના વાહનો ભરાતા રહે છે. શેત્રુંજીના પટ્ટમાં સાવજોનો વસવાટ છે. ઇકો ઝોનનો અમલ વનતંત્રએ કરાવવાનો છે પરંતુ અકળ કારણે વનતંત્ર મૌન ધારણ કરીને બેઠુ છે. કલેક્ટર ઓફીસમાંથી તો નિચેના તંત્રને તો કોઇ સુચના જ નથી મળતી. રાજકીય નેતાઓ તો આ કૌભાંડના મુખ્ય સુત્રધાર છે. ત્યારે હવે માત્ર અદાલત જ પોતાના ચુકાદાનો અમલ કરાવવા આગળ આવે તો આ ચોરી અટકે તેમ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1602801-NOR.html

કૃત્રિમ બીજદાનથી 5112 ગીર વાછરડીનો જન્મ

DivyaBhaskar News Network | Last Modified - Apr 30, 2018, 04:45 AM IST
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં પશુ ઉછેર કેન્દ્રમાં ગીર ગાય અને જાફરાબાદી ભેંસોની સુધારણા અને સંશોધન કાર્ય ગુજરાત સરકાર અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની યોજના એઆઇસીઆરપી હેઠળ થાય છે. આ યોજના હેઠળ ગીર ધણખુંટ અને જાફરાબાદી પાડાનાં થીજવેલ વીર્યનાં કૃત્રિમ બીજદાન માટેનાં ડોઝ જૂનાગઢની સીમેન ફ્રીઝીંગ લેબોરેટરીમાં તૈયાર કરાઇ છે. આ ડોઝ જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં ચાલતાં 11 સેન્ટરોમાં પુરા કરાય છે. આ બીજદાન થકી પશુપાલકોને ત્યાં જે તે જાતની ગાયનું સંવર્ધન થાય છે અને તેની સાથે તેનું દૂધ ઉત્પાદન પણ ઘણું સારું રહે છે.

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં આવેલા સીમેન ફ્રિઝિંગ લેબમાં તૈયાર કરવામાં આવેલા કુત્રિમ બીજદાન માટેના આ ડોઝથી અત્યાર સુધીમાં 5112 ગીર વાછરડીઓ અને 6714 જાફરાબાદી પાડીઓ જન્મેલ છે. જેમાં ગીર વાછરડી તેની માતા કરતાં 27.25 ટકા અને જાફરાબાદી પાડી 19.04 ટકા વધારે દુધ આપેલ છે. જેના થકી ખેડૂતો અને પશુપાલકોને ઘણો ફાયદો થયો હતો અને વધારાની આવક પણ તેમને મળતી થતી હતી.

તાજેતરમાં ખેડૂતોમાં ગીર ગાય સંવર્ધન માટેની સજાગતા લાવવા તાજેતરમાં ખોરાસા (ગીર) ગામે પશુ મેળો અને કાફ રેલીનું આયોજન કરાયું હતું. આ પશુ મેળામાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોએ પણ હાજર રહી પશુપાલકોને માર્ગદર્શન આપ્યું હતું. જેનો પશુપાલકો અને ખેડુત ભાઇ-બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી દરમિયાન ખેડૂતોએ ઘણી જાણકારી મેળવી હતી.

નવી પશુપાલન પદ્ધતિ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-044504-1586995-NOR.html?seq=99

અમરેલી પંથકમા કેરી પકાવતા ખેડૂતો ઓણસાલ મુંઝવણમા મુકાયા છે.

DivyaBhaskar News Network | Last Modified - May 01, 2018, 03:50 AM IST
અમરેલી પંથકમા કેરી પકાવતા ખેડૂતો ઓણસાલ મુંઝવણમા મુકાયા છે. ઋતુ પરિવર્તનને પગલે ઓણસાલ કેરીનો ઉતારો 40 ટકા ઓછો આવે...
અમરેલી પંથકમા કેરી પકાવતા ખેડૂતો ઓણસાલ મુંઝવણમા મુકાયા છે. ઋતુ પરિવર્તનને પગલે ઓણસાલ કેરીનો ઉતારો 40 ટકા ઓછો આવે તેમ હોય કેરીના ભાવ પણ વધુ રહેવાની શકયતા જોવાઇ રહી છે. ઉનાળાનો આરંભ થયા બાદ કેરીના પાકને માફક આવે તેવી ઋતુ ન રહેતા ઉતારો ઓછો આવશે તેવી વ્યથા ખેડૂતો ઠાલવી રહ્યાં છે. એકાદ પખવાડીયામા કેરી બજારમા આવશે. અમરેલી જિલ્લામા બે-બે વખત માવઠા પણ થયા હતા.

અમરેલી જિલ્લામા ખાસ કરીને ધારી, સાવરકુંડલા પંથકમા મોટા પ્રમાણમા આંબાવડીયાઓ આવેલા છે. અહીના ખેડૂતો કેસર સહિતની કેરીની જાતો પકવતા હોય છે. જો કે ઓણસાલ ઋતુચક્ર કેરીના પાકને અનુકુળ ન રહેતા કેરીનો પાક 40 ટકા ઓછો આવવાની શકયતા ખેડૂતો જણાવી રહ્યાં છે. શિયાળો પુર્ણ થયા બાદ અને ઉનાળાના આરંભ બાદ કેરીના પાકને જે ગરમી મળવી જોઇએ તે પ્રકારનુ વાતાવરણ ન રહેતા આ સ્થિતિ સર્જાઇ છે.

આંબાવડીયામા ફાલ તો પુષ્કળ આવ્યો પરંતુ બાદમા વાતાવરણ અનુકુળ ન રહેતા વહેલી સવારે અને સાંજે પવન ઠંડો ફુંકાતા અને બે-બે વખત માવઠા પણ થતા કેરીના પાકને નુકશાની થઇ છે. ધારી તાલુકાના ધારગણી, દિતલા, ગઢીયા વિરપુર, દુધાળા, જીરા, ગોવિંદપુર, દલખાણીયા, ભડ સહિતના ગામોમા ખેડૂતો કેરી પકવે છે.

આ ઉપરાંત ખંભાળીયા, નેસડી, જેસર, ઝીંઝુંડા સહિતના વિસ્તારોમા પણ મોટા પ્રમાણમા આંબાવાડીઓ આવેલી છે. થોડા દિવસ પહેલા પણ જિલ્લામા અચાનક વાતાવરણમા પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમા કરા સાથે કમોસમી વરસાદ પડી ગયો હતો જેને પગલે કેરીના પાકને અસર પહોંચી હતી. હાલ તો કેરીનો ઉતારો ઓછો રહેતા બજારમા પણ કેરીનો ભાવ આસમાને રહેવાની શકયતા જોવાઇ રહી છે
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-035003-1595777-NOR.html