Friday, July 31, 2015

મંડલીકપુરમાં દીપડાને વનતંત્રએ 50 ફૂટ ઉંડા કુવામાંથી બહાર કાઢ્યો

DivyaBhaskar News Network
Jul 29, 2015, 08:55 AM IST

જૂનાગઢજિલ્લાનાં બીલખા નજીક મંડલીકપુર ગામે એક ખેતરનાં કુવામાં દીપડો પડ્યાની જાણ વાલી માલિકને થતાં તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કર્યા બાદ કલાકનાં રેસ્કયુ ઓપરેશન બાદ હેમખેમ બહાર કાઢવામાં આવ્યા બાદ મોડી રાત્રીનાં તે દીપડાને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો.

બીલખા નજીક મંડલીકપુર ગામનાં ખેડૂત રવજીભાઇ ઠાકરશીભાઇ ઉમરેટીયા ગઇકાલે આખો દિવસ વરસાદ હોવાથી ખેતરે ગયેલ હતા. સાંજે 6 વાગ્યા આસપાસ વરસાદ ઓછો થતાં તે ખેતરે આટો મારવા ગયેલ ત્યારે ખેતરમાં આવેલ કુવામાં કેટલું પાણી આવેલ છે તે જોવા નજર કરી તો તેના દિકરાને જાણ કર્યા બાદ ગામનાં સરપંચ રમેશભાઇ કોટડીયાને જાણ કરેલ.

સરપંચે વન વિભાગને જાણ કરતા એક કર્મચારી ત્યા આવી ગયેલ અને દીપડાની પરિસ્થિતી જોતાં કુવામાં તાત્કાલિક એક ખાટલો દોરીથી બાંધીને કુવામાં ઉતારીને દીપડાને સુરક્ષિત કર્યા બાદ અધિકારીને જાણ કરેલ. જેથી આરએફઓ એ.પી.ટીલાળા, ફો.ગા. પી.એલ.કોડીયાતર સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયેલ અને રેસ્કયુ ટીમને બોલાવવામાં આવેલ.

રેસ્કયુ ટીમે જાડા દોરડાનો ગાળીયો બનાવીને કુવામાં નાંખીને દીપડાને તેમાં બાંધીને બહાર ખેંચીને પાંજરે પુરવામાં આવ્યો હતો. દિલધડક રેસ્કયુ ઓપરેશન કલાકે સુરક્ષિત પાર પાડવામાં આવેલ. દીપડાને બહાર કાઢી ડોકટર દ્વારા તપાસતા તે ચાર વર્ષનો નર દીપડો અને કોઇ ઇજા જણાતા તેમને મોડી રાત્રીનાં જંગલ વિસ્તરમાં સુરક્ષિત રીતે છોડી મુકવામાં આવ્યો હતો.

તોતીંગ વૃક્ષો કાપીને હટાવવા માટે જરૂરી મશીનનો અભાવ

તોતીંગ વૃક્ષો કાપીને હટાવવા માટે જરૂરી મશીનનો અભાવ
DivyaBhaskar News Network
Jul 28, 2015, 06:50 AM IST

જૂનાગઢશહેરમાં મુખ્ય માર્ગો ઉપર તોતીંગ વૃક્ષો મોત બનીને જળુબી રહ્યા છે. શહેરમાં રવિવારની રાત્રીનાં પવન સાથે વરસાદ પડતા 6 સ્થળે વૃક્ષ પડવાની ઘટના બની હતી. જેમાં સરદાર બાગ રોડ ઉપર બપોરનાં તોતીંગ વૃક્ષ પડતા બન્ને બાજૂ રસ્તો બંધ થઇ ગયો હતો. બે કલાક કરતા વધુ સમય રસ્તો બંધ રહ્યો હતો.તેમજ વૃક્ષ પડવાથી સ્ટ્રીટ લાઇટનો એક પોલ પણ પડી ગયો હતો.જેના કારણે વાહનનો ડાઇવડ કરવામાં આવ્યા હતા.મનપાનાં તંત્ર પાસે તોતીંગ વૃક્ષો કાપીને હટાવવા માટે જરૂરી મશીનનો અભાવ છે. પરિણામે કઠિયારાઓની મદદ લેવી પડી રહી છે. આજે શહેરમાં મધુરમ ટીંબાવાડી, રાજીવબાગ શેરી નંબર 5,ઉનેવાળ બ્રાહ્મણની વાડી પાસે, ઝાંઝરડા ચોકડી થી ખલીલ પુર બાયપાસ અને સરદર બાગ,ઇવનગર રોડ ઉપર વૃક્ષ પડ્યા હતા. વૃક્ષોને હટાવાની કામગીરીને લઇને તંત્ર નિ:સહાય બની ગયુ છે.

સરદાર બાગે તોતીંગ વૃક્ષ ધરાશયી થતાં રસ્તો સંપૂર્ણ બંધ થઇ ગયો હતો. નાના વાહનોને બહુમાળી ભવનમાંથી ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે એસટી બસને જયશ્રીરોડ ઉપર થઇ કોલેજ રોડ થઇ મોતીબાગ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. કોર્પોરેશન પાસે ઝડપથી વૃક્ષોનું કટીંગ કરી દૂર કરી શકાય તેવા સાધનો હોય દસથી બાર માણસોને કવાડા લઇ કામે લગાડ્યા હતા. તેમજ એક જીસીબી પણ મુકી દેવામાં આવ્યું હતું. ભારે જહેમતનાં અંતે બે કલાકે તોતીંગ વૃક્ષ રસ્તા પરથી દૂર થયું હતું. અને વાહન વ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂ થયો હતો.

કુદરતી આપત્તી વખતે તંત્ર હંમેશા વામણું પુરવાર થાય છે. આજે પણ વૃક્ષ ધરાશયની ઘટના વખતે તેનું પુનરાવર્તન થયું હતું. }મિલાપ અગ્રાવત

ફાયર વિભાગ પાસે બે કટર

મનપાફાયર પાસે વૃક્ષ કપવા માટે બે કટર છે. હાલ તેમાથી એક કટર તો બંધ હાલતમાં પડ્યુ છે. પરીણામે વૃક્ષ પડવાની ઘટનામાં ફરજીયા કવાડા ચલાવવા પડી રહ્યા છે.

ભવનાથરોડ ઉપર વૃક્ષ પડ્યા

ભવાનાથરોડ ઉપર ઝાડ પડ્યા હતા.જે આરસીસીની દિવાલમાં લટકતા રહ્યા હતા. ખોદકામનાં કારણે 3 વૃક્ષ ધરાશાય થયા હતા.

નવા સાધનોની ખરીદી માટે દરખાસ્ત કરાઇ છે : ના.કમિશ્નર

મનપાનાંનાયબ કમિશ્નર પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, જૂનાગઢ શહેરમાં ધરાશાય વૃક્ષોને વહેલી તેક દરુ કરી શકાય તે માટે દરખાસ્ત મુકી છે. સરકારમાંથી દરખાસ્ત મંજૂર થયા બાદ ખરીદી કરવામાં આવશે.

સરદારબાગ પાસે હજુ અનેક વૃક્ષો મોત બની ઝળુંબી રહ્યા

દરવર્ષે સરદાર બાગ પાસે વૃક્ષ પડવાની ઘટના બનતી રહે છે. આજે સરદાર બાગ પાસે વૃક્ષ પડતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. સરદાર બાગ રોડ ઉપર હજૂ અનેક વૃક્ષો મોત બનીને ઉભા છે. મોટા વૃક્ષોની વિશાળ ડાળીઓ કાપી નાખવામાં આવે તો પણ પડવાનુ જોખમ ઘટી જાય છે.

મનપાઅે કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો

મહાનગરપાલીકાએ રાઉન્ડ કલોક કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. ફોન નંબર 0285-2655220 અને ટોલ ફ્રિ નંબર 1800 2333 171 ઉપર લાઇટ, પાણી, રસ્તા,ગટર, વૃક્ષો પડી જવા, વરસાદી પાણી ભરવા સહિતની ફરીયાદ કરી શકાશે.તેમજ કન્ટ્રોલ રૂમમાં જરૂરી સાધન સામગ્રીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત કરવામાં આવ્યો છે.

જૂનાગઢમાં 6 સ્થળે વૃક્ષ ધરાશાયી : મનપા તંત્ર નિ:સહાય

ઊના-તુલસીશ્યામ રોડ પર બસ અકસ્માત થતા અટક્યો, મુસાફરોને સામાન્ય ઈજા

ઊના-તુલસીશ્યામ રોડ પર બસ અકસ્માત થતા અટક્યો, મુસાફરોને સામાન્ય ઈજા
Bhaskar News, Junagadh
Jul 29, 2015, 02:13 AM IST
 
બસ ચાલકે કાબુ ગુમાવતા બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ
- ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
 
ઊના: ઊના નજીક તુલસીશ્યામ રોડ પર જાણે કે છેલ્લા થોડા દિવસથી અકસ્માતની હારમાળાઓ સર્જાય હોય તેમ અકસ્માતની ઘટના બનતા તંત્ર પણ જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેમ આ રોડ પર નથી બમ્પર બનાવતા કે નથી રસ્તાની ગોળાઇ પર ભયજનક વળાંક લખેલ બોર્ડ મુકતા ન હોવાથી અકસ્માતની ઘટનામાં માનવ જીંદગી હોમાય પણ છે. ત્યારે આજે સલામત સવારી એસટી અમારીનું સુત્ર સાર્થક થતુ ન હોય તેમ તાલુકાનાં વાજડી ગામે પાસે ધોકડવાથી ઊના તરફ આવતી ગારીયાધર ઊના રૂટની એસટી બસ વાજડી ગામ પાસે આ બસનાં ચાલકે પૂરપાટ ઝડપે બસ ચાલવતો હોય અને અચાનક એસટી બસ વાજડી ગામ પાસે પહોંચતા બસનાં ચાલકે બસ પરનો કાબુ ગુમાવતા બસ રોડ પરથી ઉતરી ગયેલ અને બસમાં મુસાફરી કરી રહેલા આઠથી દસ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
 
ત્યારે છેલ્લા 10 દિવસમાં અકસ્માતની હારમાળા સર્જાયેલ જેમાં બે માનવ જીંદગી હોમાઇ ગયેલ હોય ત્યારે હવે તંત્ર આળસ ખંખેરી તાકીદે આ રોડ પર ભયજનક સુચનાનાં બોર્ડ અને બમ્પર બનાવે તેવી માંગણી ઉઠી છે. ઉલ્લેખનીય એ છે કે આ રોડ પર સ્પીડબ્રેકર મુકવામાં આવેલ, સાઇન બોર્ડ મુકેલ ન હોય જેથી અનેક વખત અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે વ્હેલીતકે તંત્ર દ્વારા સ્પીડબ્રેકર અને બોર્ડ મુકવામાં આવે એવી માંગ ઉઠી છે.

જૂનાગઢમાં ઉભા પાકમાં વન્ય પ્રાણીની રંજાડ : ખેડૂતોમાં રોષ

DivyaBhaskar News Network
Jul 28, 2015, 06:50 AM IST
જૂનાગઢમાંમેઘજાણે મોહિત થયો હોય તેમ સમગ્ર જિલ્લામાં વાવણી લાયક મેઘમહેર થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ એકમાસ પહેલા વરસાદનાં પ્રથમ રાઉન્ડમાં જેમણે વાવણી કરી હતી. તેમનો પણ પાક ઉગી નિકળવા માંડ્યો છે. અને જાણે ધરતીએ લીલી ચાદર પહેરી હોય તેવા દ્રશ્યો ઠેર-ઠેર થવા માંડ્યા છે. આવી પરિસ્થિતીમાં પણ મુશ્કેલી તો જાણે ધરતીપુત્રોનો પીછો છોડતી હોય તેમ લાગે છે. ખેતરમાં પાક ઉગી નિકળ્યા બાદ હવે નીલગાય (રોઝ), જંગલી ભૂડ તથા વન્ય જીવોએ ત્રાસ ફેલાવ્યો છે. સરકારે ગ્રાન્ટનાં અભાવે ખેતર ફરતે વાડ બાંધવાની સહાય ફાળવતા ધરતીપુત્રો મુઝવણમાં મુકાયા છે. જંગલી જાનવરો આવી કુમળા પાક પર ચાલીને રંજાળ ફેલાવે છે. આથી ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવું પડે છે. મુશ્કેલીને માટે કોઇક અંશે સરકાર પણ જવાબદાર છે. ખેડૂતો પાસેથી વાડ બાંધવા સહાય માટે અરજીઓ મંગાવી હોવા છતાં ગ્રાન્ટ પાસ થવાને કારણે ખેડૂતોને સમયસર સહાય મળતા કલેકટર કચેરીએ જઇ લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. અને ઝડપથી સહાય મંજૂર કરવા રજૂઆત કરી હતી. અંગે ખેડૂત હિત રક્ષક સમિતીનાં કન્વીનર અતુલ શેખડાએ જણાવ્યું હતુ કે ખેડૂતોની ગ્રાન્ટ ઝડપથી મંજૂર કરાય અને સહાય સમયસર અપાય તેમજ જ્યાં સુધી ગ્રાન્ટ પાસ થાય ત્યાં સુધી ખેડૂતોને પોતાના ખર્ચે વાડબાંધની મંજૂરી આપી તથા બાદમાં સહાય આપવી તેવી કલેકટર સમક્ષ માંગ કરી હતી.

શહેરમાં 66માં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું

DivyaBhaskar News Network
Jul 28, 2015, 06:50 AM IST
 
જૂનાગઢજિલ્લામાં 66માં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન 30 જુલાઇનાં કરવામાં આવ્યું છે. જેમાં નવી આરટીઓ કચેરીએ સવારે સાડા નવ વાગ્યે અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહી વૃક્ષોને વાવશે તેમ સામાજિક વનીકરણ વિભાગનાં નાયબ વન સંરક્ષક અધિકારીએ જણાવ્યું છે.

જિલ્લામાં સામાજિક વનિકરણ વિભાગ દ્વારા 66મો વન મહોત્સવ કાર્યક્રમ તા.30નાં રોજ સવારે 9:30 વાગ્યે નવી આરટીઓ કચેરીમાં ઉજવવામાં આવશે. જેમાં રાજ્યનાં સામાજિક ન્યાય અને અધિકારીતા અનુસુચિત જાતી કલ્યાણ ગુજરાત રાજ્ય સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકીની ઉપસ્થિતીમાં યોજાશે.આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં પ્રમુખ શાંતાબેન ખટારીયા, ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, અરવિંદભાઇ લાડાણી, બાબુભાઇ વાજા, હર્ષદભાઇ રીબડીયા, મેયર જીતુભાઇ હિરપરા, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.સી. શ્રીવાસ્તવ અને કલેકટર આલોકકુમાર ઉપસ્થિત રહેશે. તેમ સામાજિક વનીકરણ વિભાગનાં નાયબ વન સંરક્ષક ડી.આઇ.ઠક્કરે જણાવ્યું છે.

જૂનાગઢ: ગિરનારમાં વહ્યા ઝરણા, વનરાઇઓ ખીલી ઉઠી, તસવીરો.


જૂનાગઢ: ગિરનારમાં વહ્યા ઝરણા, વનરાઇઓ ખીલી ઉઠી, તસવીરો
Sarman Ram, Junagadh
Jul 27, 2015, 18:12 PM IST
 
જૂનાગઢ: જૂનાગઢમાં ગત રાત્રીનાં પડેલા ભારે વરસાદનાં પગલે નદી નાળામાં પાણી આવ્યા છે. તેમજ ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદનાં
પગલે જંગલમાં ઝરણા વહેવા લાગ્યા હતા. તેમજ ગિરનાર જંગલની અંદર આવેલા ચેકડેમ વગેરે પણ ઓવરફ્લો થઇ ગયા છે. વરસાદનાં પગલે વનરાઇ ખીલી ઉઠી છે. વન્ય પ્રાણીઓને પીવાનાં પાણીની સમસ્યા પુર્ણ થઇ ગઇ છે.
 
જૂનાગઢ શહેરમાં બે દિવસથી વરસાદી માહોલ બન્યો છે. પરંતુ આજે જૂનાગઢ બે ભાગમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢનાં ભવનાથ થી મોતીબાગ સુધી વરસાદ પડ્યો હતો. જયારે ટીંબાવાડી બાયપાસ , મધુરમ વિસ્તારમાં માત્ર મોડી સાંજના છાંટા પડ્યા હતા. 
 
જૂનાગઢમાં વાતાવરણમાં પરિવર્તન આવતા વરસાદ પડવાની શરૂઆત થઇ છે. સોમવારથી જૂનાગઢમાં વરસાદ પડવાનુ શરૂ થયુ છે. પરંતુ જૂનાગઢ શહેરમાં નોંધનીય વરસાદ પડતો નથી. છેલ્લા બે દિવસથી માત્ર વરસાદી ઝાંપટા પડી રહ્યા છે.આજે પણ જૂનાગઢમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં સવારનાં ભારે ઉકળાટ હતો. બપોરનાં 12 વાગ્યે થી વરસાદ પડવાનું શરૂ થયો હતો. ભવનાથ થી લઇની મોતીબાગ સુધી વરસાદ પડ્યો હતો. મોતીબાગથી આગળ ટીંબાવાડી, મધુરમ વિસ્તારમાં એક પણ છાંટો પડ્યો હતો. બાદ દિવસભર વરસાદી ઝાપટા પડતા રહ્યા હતા. જૂનાગઢનાં અડધા વિસ્તારમાં સારો વરસાદ પડયો હતો. અને ટીંબાવાડી, મધુરમ વિસ્તારમાં મોડી સાંજનાં માત્ર છાંટા પડ્યા હતા. અડધા વિસ્તારમાં પડેલા વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વરસાદનાં પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આગામી દિવસમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જૂનાગઢમાં 2 મીમી વરસાદ પડયો હતો. મોડી રાત્રીનાં પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. 
 
આગળ ક્લિક કરો અને જુઓ આહલાદક તસવીરો...
 
તમામ તસવીરો: સરમણ રામ, જૂનાગઢ

ટીલીયો સિંહ વન વિભાગને વર્ષે 1 લાખ રળી આપતો.

ટીલીયો સિંહ વન વિભાગને વર્ષે 1 લાખ રળી આપતો
Vipul Lalani, Visavadar
Jul 27, 2015, 03:02 AM IST
 
- 1964 માં ટપાલ વિભાગે તેની તસ્વીરવાળી ટીકીટ પણ બહાર પાડેલી

વિસાવદર : ગીરનાં સિંહોનો ઇતિહાસ રહ્યો છે અને આજે પણ છે અને અહિના સિંહોએ દેશ-વિદેશમાં પણ એક ખ્યાતનામ વ્યક્તિ જેવી પ્રતિષ્ઠા મેળવી છે. ત્યારે 1960 થી 1965 વચ્ચે ગીરનાં જંગલમાં વસતો ટીલીયા નામનો સિંહ વન વિભાગને વર્ષે 1 લાખથી વધુની કમાણી કરી આપતો અને ડાક વિભાગે 1964 માં તેની તસ્વીરવાળી ટીકીટો પણ બહાર પાડેલી હતી.

ટીલીયા સિંહનાં ઇતિહાસની વાત કરીએ તો 1960 થી 1965 ની સાલમાં સાસણનાં ગીર જંગલમાં રહેતો હતો આ સિંહમાં કહેવાઇ છે તેમ રામ જેવી જ છટા હતી તેનો રૂવાબ તેની મર્યાદા અને તેનો સ્વભાવ એટલો તો પ્રચલિત થયો હતો કે દેશ-વિદેશનાં સહેલાણીઓ ખાસ ટીલીયાને જોવા સાસણ આવતા હતા. તેની પ્રતિષ્ઠાને જોઇ ડાક વિભાગે પણ 1964 માં તેની તસ્વીરવાળી ટીકીટ બહાર પાડીને રાષ્ટ્રીય સન્માન અપાવ્યું હતું. તેની માતાનું નામ ગંગા હતુ અને તે તેના પરિવાર સાથે દેવાડુંગરમાં વસવાટ કરતો હતો જો કે સિંહ પરનાં સંશોધન માટે આવેલા પોલ જોસલીન એ ટીલીયા અને તે સમયનાં ત્યાનાં ચારણ જીણાભાઇ સાથેની મિત્રતા જોઇ દંગ રહી ગયા હતા.
 
ટીલીયો યુવાન થતા તેને સમજુ નામની સિંહણ સાથે સવનન કરતા તેને ત્રણ સિંહ બાળ જન્મયા જેના નામ હતા ગોવિંદા, ઉભરો અને ભિલ્યો જેમ એક વ્યક્તિને તેની પત્ની પ્રત્યે પ્રેમ હોય તેવો પ્રેમ ટીલીયાને સમજુ માટે હતો અને તેના નિધન બાદ ટીલીયા સિંહે તે વિસ્તાર જ છોડી દીધો હતો અને તે ઉદાસ રહેવા લગ્યો હતો. આમ આ સિંહમાં એક રાજાનો રૂવાબ તેની મર્યાદા અને તેના કિસ્સાને કારણે તે સમયનાં ટૂંકાગાળામાં ભારે પ્રચલિત થઇ ગયો હતો અને વન્ય વિભાગે 1964માં વન્ય જીવન સપ્તાહ ઉજવ્યુ ત્યારે તેની ખાસી એવી લોક પ્રિયતા હતી.
 
જ્યારે તે 85 માર્ચ 1965 માં તેનું અચાનક અવસાન થતાં તેનાં મૃત્યુનાં સમાચારે આખા ગીર સાસણ સહિત દેશ-વિદેશનાં તેના ચાહકોને પણ ઉદાસ કરી દીધા હતા અને તેની મૃત્યુનાં સમાચાર આકાશવાણીથી લઇ દરેક ભાષાનાં સમાચાર પત્રોએ પ્રસિદ્ધ કર્યા હતા. આમ એક રાજા જેવો જ ઇતિહાસ ધરાવતો ટીલીયા નામનો સિંહ એક દંતકથાની સાથે એક રોમાંચક જીંદગી જીવી ગયો જેની યાદ આજે પણ આ પથંકમાં વસ્તા લોકોનાં માનસ પટ્ટ પર તાજી છે. અને આજે પણ તેને યાદ કરી રહયાં છે.
 
તેના નામના દુહા પણ લખાણા

તેના દુહા કંઇક આવા લખાયા હતા
ખાવા દોડે ખોરડુ, ઘરમાં અંધારૂ ઘોર
ઉજડ લાગે આંગણુ, નારી વિનાનું નાહોર
માતલ પાડને મારણ કરતી, બચલાને ખવડાવતી માલ
એવી નોરાળી નાર, સાવજ કે સાંપલશે નહીં

ટીલીયો નામ શા માટે પડ્યું

સિંહનાં સવનન કાળ દરમિયાન અન્ય યુવાન સિંહ સાથે લડાઇ થતુ હોય છે આવી અંદરો અંદરની લડાઇમાં આ યુવા સિંહ માથાનાં ભાગે ગંભીર રીતે ઘવાયો હતો જો કે, સમય સાથે ઘા તો રૂજાઇ ગયો પણ પડી ગયેલા ઘા નાં નિશાને તેને ટીલીયો નામ આપ્યુ જો કે, તેને તિલક મહારાજ તરીકે પણ લોકો બોલાવતા હતા.

સાસણ રોડની માટી વરસાદી પાણીથી પલળતા અકસ્માતની હારમાળા :વાહનો સ્લીપ થયા.

Bhaskar News, Talala
Jul 27, 2015, 02:56 AM IST
સાસણ રોડની માટી વરસાદી પાણીથી પલળતા અકસ્માતની હારમાળા :વાહનો સ્લીપ થયાતાલાલા : સાસણ (ગીર) ગામથી પસાર
થતાં જૂનાગઢ સ્ટેટ હાઇવે પર રોડ પર ચીકણી માટીથી વાહનો ધડાધડ સ્લીપ થયાં હતાં.

સાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે આવતા વણાંકમાં બંને બાજુ નાંખેલી માટી વરસાદ સાથે વહી રોડ પર ફરી વળતાં આજે વહેલી સવારે અખબારની તાલાલા તરફ આવતી તુફાન ગાડી, જીપ, છકડો રીક્ષા, ટ્રક, બાઇક સહિતનાં વાહનો ચીકાસવાળા માર્ગમાં સ્લીપ થઇ રોડ પરથી ઉતરી જતાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. ધડાધડ વાહનો સ્લીપ થવા છતાં સદભાગ્યે કોઇને ગંભીર ઇજા જાનહાની થઇ ન હતી. આ ઘટના બાદ ટ્રેકટરને બોલાવી વાહનોને વારાફરતી બહાર કઢાયા હતાં.
 
ગટરનાં ખાડામાં બાઇક ખુંપ્યું
તાલાલામાં મેઇન બજારમાં ભુગર્ભ ગટરનું ખોદકામ કરાયાં બાદ જમીનમાં માટીનું યોગ્ય રીતે પુરાણ થયું ન હોય છાશવારે બાઇક સહિતનાં વાહનો ખુંપી જતાં હોય લોકો  ભારે હાલાકી ભોગવે છે.
 
જીપ અથડાતા ટ્રાન્સફોર્મર  તુટયું
આ રોડ પર જ થોડા દિવસો પહેલા એક જીપ સ્લીપ થઇ ટ્રાન્સફોર્મર સાથે અથડાઇ જતાં તુટી ગયું હતું. પીડબલ્યુડી આ તુટેલા ટ્રાન્સફોર્મરને હટાવવા પણ હજુ ઉંઘમાં હોય તેમ જણાય છે. - જીતેન્દ્ર માંડવીયા

યાર્ડમાં 8 ફુટનો અજગર આવી ચઢતાં ફફડાટ.

યાર્ડમાં 8 ફુટનો અજગર આવી ચઢતાં ફફડાટ
DivyaBhaskar News Network

Jul 26, 2015, 09:35 AM IST
જૂનાગઢમાર્કેટીંગ યાર્ડમાં એક દૂકાનમાં અજગર આવી ચડ્યો હતો. યાર્ડમાં આઠ ફુટનો અજગર આવી ચડતા વેપારીઓમાં ફફડાટ ફેલાય ગયો હતો. જેની જાણ સ્નેક રેશ્કયુ ઓગ્રેનાઇઝેશનની ટીમને કરતા ટીમ દોડી ગઇ હતી. રેશ્કયુ કરી અજગરને પકડી પાડ્યો હતો. બાદ જંગલ વિસ્તારમાં સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો.

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં અજગર આવી ચડ્યો હતો. માર્કેટીંગ યાર્ડમાં આવેલી ગૌવર એગ્રોની દુકાનમાં અજગર આવી ગયો હતો. અજગર આવી જતા વેપારીઓમાં ભય ફેલાય ગયો હતો.અજગરનાં પકડવા માટે સ્નેક રેશ્કયુ ઓગ્રેનાઇઝેશનની ટીમનો જાણ કરી હતી. જેના પગલે સ્નેક રેશ્કયુ ટીમનાં સભ્યો યાર્ડ ખાતે દોડી ગયા હતા અને અજગરે પકડવા કવાયત હાથ ધરી હતી. અજગરને પકડી પાડ્યો હતો.જંગલમાં સલામત સ્થળે છોડી મુક્યો હતો. અજગરની લંબાઇ 8 ફુટ હતી અને તેનો વજન 9 કીલોનો હતો. યાર્ડમાંથી અજગરને પકડી લેતા વેપારીઓને રાહતનો શ્વાસ લીધો હતો.

ઊના પંથકમાં જંગલ નજીકનાં ખુલ્લા કુવા સિંહો માટે મોત સમાન.

Bhaskar News, Una
Jul 26, 2015, 01:47 AM IST
ઊના પંથકમાં જંગલ નજીકનાં ખુલ્લા કુવા સિંહો માટે મોત સમાન
- વનવિભાગની પારાપેટ બાંધી સુરક્ષીત કરવા અપીલ : લોકોએ પણ જાગૃતતા દાખવવી જરૂરી

ઊના : ઊના તાલુકો ગીર જંગલની નજીક આવેલ તાલુકો છે. અને ગીર જંગલમાં વસવાટ કરતા એશીયાટીક સિંહો સલામત હોવા છતાં અસલામત હોય તેમ છાશવારે અખબારોનાં પાને સિંહોનાં મોતનાં અહેવાલો જોવા મળે છે. ખાસ કરીને જોઇએ તો જંગલનો રાજા સિંહનો વિસ્તાર નજીકનાં ગ્રામ્ય વિસ્તારમાં વધી રહ્યો હોય તેમ હવે જંગલની સાથે સાથે ગ્રામ્ય વિસ્તાર તેમજ દરીયાકાંઠા વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં સિંહ તેમજ અન્ય દીપડા અને વન્ય પ્રાણી જોવા મળે છે. જેના કારણે સિંહો તેમજ અન્ય વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારની વાડીઓમાં શિકારની શોધમાં નિકળતા હોય છે. ત્યારે ઘણી વખત વાડીઓનાં ખુલ્લા કુવામાં ખાબકવાથી મોતને ભેટતા હોવાની ઘટનાઓ બનતી હોય છે. આવી ઘટનાને અટકાવવા વન વિભાગ દ્વારા જાગૃતતા બતાવવામાં આવે છે. સાથે સાથે લોકોએ પણ જાગૃતતા બતાવવી જરૂરી બની ગઇ છે.

વાત છે કે ખુલ્લા કુવા સિંહો માટે તેમજ અન્ય વન્ય પ્રાણી માટે મોતનાકુવા સમાન બની રહ્યો છે ત્યારે તાજેતરમાં ઊના ગીરગઢડા સહિત અન્ય ગીરનાં જંગલની લોર્ડર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવામાં પડી જવાથી અનેક સિંહ તથા સિંહણો તેમજ સિંહબાળ અને દીપડા જેવા ખુંખાર પ્રાણીઓ મોતને ભેટ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. આ ઘટના સામે આવવાનું મુખ્ય કારણ જોવામાં આવે તો શિકારીની શોધમાં તેમજ રાત્રીનાં સમયે વિહરતા વન્ય પ્રાણીઓ અજાણતાનાં કારણે તેમજ જમીન પર રહેલા જાડ અને આડઅડચણોનાં કારણે ખુલ્લા કુવાઓમાં પડી જતાં હોય છે.

વનવિભાગનાં સુત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ ખુલ્લા કુાવમાં પડતા જંગલ પ્રાણીઓ તે ખરેખર ચિંતાનો વિષય છે. ત્યારે હાલ વન ખાતાનાં જણાવ્યા મુજબ અસંખ્ય ખુલ્લા કુવાઓ ગીર લોર્ડરની અડી આવેલા રેવન્યુ વિભાગની જમીનોમાં જોવા મળે છે. આવા કુવાઓને પારાપેટ બાંધવા વનવિભાગ દ્વારા સરકારની વિવિધ યોજના તળે આઠ હજાર જેટલી રકમની ગ્રાન્ટ સહાયરૂપે આપવામાં આવે છે. આ ગ્રાન્ટનો લાભ વાડી માલિકો અને ધરતીપુત્રોએ લઇ ખુલ્લાકુવાઓ તેમજ અવાવરૂ કુવાને ફરતે પારાપેટ બાંધી વન્ય પ્રાણીનાં થતાં મોતને અટકાવવા આગળ આવી જાગૃતતા દેખાડી વનવિભાગને સિંહ-દીપડા જેવા એશિયાટીક જનાવરોને બચાવવા સહકાર આપવો જોઇએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.

સિંહ તેમજ દીપડા જેવા વન્ય પ્રાણીઓ જ્યારે રાત્રીનાં સમયે તેમજ દિવસનાં સમયે વિહરવા નિકળે છે. અથવા તો શિકારની શોધ અને પાણીની તરસ છીપાવવા વાડી વિસ્તારમાં અને ગીર બોર્ડર નજીકનાં કોઠા વિસ્તારમાં નિકળે છે. ત્યારે આવા ખુલ્લા કુવાઓની અજાણતાનાં કારણે પોતે ક્યારેક શિકારની શોધમાં કુવાની આજુબાજુનાં ઝાડ તેમજ અડચણ ઉભી કરાયેલ હોય તે તેમા તરાપ મારતા હોય છે. અને તે સિધા કુવાઓમાં પડી જતાં હોય તેની જાણકારી વાડી માલિકોને કે ધરતીપુત્ર વન કર્મચારીને પણ હોતી નથી અને જ્યારે આ બાબતની જાણકારી અથવા વન્ય પ્રાણીની દુર્ગંધ આવે ત્યારે તેની જાણ થાઇ એ વખતે ન તો વન્ય ખાતુ સમયસર પહોંચી બચાવી શક્તું નથી અને આખરે સોરઠનાં સિંહો અને વન્ય પ્રાણીઓ મોતને પોંધી જતા હોય ત્યારે વન્યપ્રેમી જનતા અને વનવિભાગમાં પણ દુ:ખદની લાગણીઓ જોવા મળતી હોય છે.

તાજેતરમાં ભારે પડેલા વરસાદનાં કારણે અમરેલી જિલ્લામાં અનેક સિંહો પાણીમાં તણાઇ જવાનાં કારણે મોતને ભેટ્યા તે ઘટના કુદરત આધારીત હોય વનપ્રાણીને બચાવવી શકાયા ન હતા. પરંતુ ખુલ્લા કુવામાં પડતા વન્ય પ્રાણીઓને બચાવવી શકાયા ન હતા. પરંતુ ખુલ્લા કુવામાં પડતા વન્ય પ્રાણીઓને પડતા અટકાવી શકાય તે આપણા હાથની વાત છે. જરૂરી છે માત્ર આપણે આપણી આળસને ખંખેરી જાગૃતતા બતાવવાની અને વન્ય પ્રાણી પ્રત્યેની લાગણીની કેમ કે વન્ય પ્રાણીને ક્યારે પણ વિહરતા કે શિકાર કરતા અટકાવવા શક્ય નથી. પરંતુ ખુલ્લા કુવા ફરતે પારાપાટ બાંધેલી હશે તો આપણા વનનાં વન્ય પ્રાણીને બચાવી માનવતાની મીશાલ સળગાવી શકીશું

ખુલ્લાકુવામાં પડેલા સિંહની વેદના કેવી હોય છે ?

ખુલ્લા કુવામાં જ્યારે સિંહ-સિંહણ કે વન્ય પ્રાણી પડે છે ત્યારે પાણીમાંથી બહાર નિકળવા અર્થાક પ્રયત્ન કરી ઝઝુમતા હોય છે અને બહાર નિકળવા માટે સતત પ્રયત્ન કરતો હોય છે. જેનાં કારણે તેને તેના શરીરે અનેક પ્રકારની ઇજાઓ થતી હોય છે. અંતે કંટાળી તે પોતાની જાતને પાણીને સર્મતપીત કરી દે છે. અને આ મૃતક પ્રાણીને બહાર કાઢવામાં આવે છે. ત્યારે તેની સ્થિતી જોતા અતી કરૂણાજનક જોવા મળે છે.

વનવિભાગ વન્ય પ્રાણીને બચાવવાનાં પ્રયાસ કરે છે

ઘણા કિસ્સાઓમાં વન અધિકારી અને કર્મચારી સતત વન્ય પ્રાણીનાં સુરક્ષિત રાખવા દેખરેખ કરી તેના લોકેશન પર નજર રાખતા હોય છે. પરંતુ ક્યારેક ઇનફાઇટમાં તો ક્યારેક ખુલ્લા કુવાઓનાં કારણે વન્ય પ્રાણી મોતને ભેટી જતાં આવા કિસ્સાઓમાં વનતંત્ર પણ લાચાર બની જતા હોય છે.

ખુલ્લા કુવા ઢાંકવા વનઅધિકારીની અપીલ

ઊના પંથક અને ગીર વિસ્તાર તેમજ સમુન્દ્રીપટ્ટીનાં કાંઠાળ વિસ્તારમાં ગીર અભિયારણ્ય વિસ્તાર અને તેની આજુબાજુ અને ગીર બોર્ડરનાં ગામોમાં ખુલ્લા કુવા તેમજ અવાવરૂ કુવાઓની જાણકારી આપી તેને બાંધવા મદદરૂપ થવા પણ અપીલ વનખાતા દ્વારા કરાયેલ છે.
 

વેટરનરી કોલેજમાં પ્રથમ વખત હાથણીને સારવાર અપાઇ.


વેટરનરી કોલેજમાં પ્રથમ વખત હાથણીને સારવાર અપાઇ

DivyaBhaskar News Network

Jul 25, 2015, 08:45 AM IST
જૂનાગઢકૃષિ યુનિવર્સિટીનાં વેટરનરી કોલેજમાં પ્રથમ વખત હાથણીને સારવાર આપવામાં આવી હતી. મોરબીનાં એક મંદિરની હાથણીની પીઠ ઉપર પાક થયો હતો. જેને અઢી વર્ષ થયા હતા.પરંતુ રૂજાવાનું નામ લેતો હતો. જેથી ગઇકાલે હાથણીને જૂનાગઢ વેટરનરી કોલેજમાં સારવાર માટે લાવવામાં આવી હતી. તેમજ પાકનાં નમુના લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં વેટરનરી કોલેજમાં પશુઓને સારવાર આપવામાં આવે છે. વેટરનરી કોલેજમાં વન્ય પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓને સારવાર આપવામાં આવે છે. વેટરનરી કોલેજમાં વન્ય પ્રાણીમાં પહેલા સિંહને સારવાર અપાઇ હતી. ગુરૂવારનાં મોરબીથી મંદિરનાં વિપુલભાઇ હાથણીને જૂનાગઢ વેટરનરી કોલેજમાં સારવાર માટે લાવ્યા હતા. હાથણીની પીઠ ઉપર પાક થયો હતો. જેને અઢી વર્ષ થયા હતા. દાવ કરવા છતા રૂજાતો હતો. અંતે સારવાર માટે જૂનાગઢ વેટરનરી કોલેજમાં લાવવામાં આવી હતી. કૃષિ યુનિ.નાં કુલપતિ ડો. એ.આર.પાઠક અને વેટરનરી કોલેજનાં ડીન ડો.પી.એચ.ટાંકનાં માર્ગદર્શન હેઠળ વેટરનરી કોલેજની ટીમ ડો.એ.એમ.પટેલ, ડો.જે.વી.વડાલિયા, ડો.વિનીતકુમાર, ડો. પી.બી.પટેલએ સારવાર શરૂ કરી હતી. બે દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. દવા કરવામાં આવી હતી. તેમજ પાકમાંથી નમુના લઇને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

મોરબીથી લવાયેલી હાથણીને બે દિવસ સુધી વેટરનરી કોલેજની ટીમે સારવાર આપી હતી. બાદ આજે રજા આપવામાં આવી હતી. તસ્વીર/ મેહુલચોટલીયા

સુશ્રુતા

વિસાવદરના લેરિયામાં દીપડાને બેભાન કરી કૂવામાંથી બહાર કઢાયો.


વિસાવદરના લેરિયામાં દીપડાને બેભાન કરી કૂવામાંથી બહાર કઢાયો

Bhaskar News, Visavadar

Jul 25, 2015, 02:00 AM IST
વિસાવદર : વિસાવદરના લેરિયા ગામે ગોરધનભાઇ માવજીભાઇ ડોબરિયાના ખેતરમાં 35 ફૂટ ઊંડા અને પાણી વિનાના ખુલ્લા કૂવામાં ગુરુવારે રાત્રે
શિકારની પાછળ દોડતો દીપડો ખાબકી ગયો હતો.
વાડીમાલિકે દીપડાને કૂવામાં જોતા સરપંચ કિશોરભાઇને વાકેફ કરતાં તેઓએ આ અંગે વન વિભાગને જાણ કરાતાં ટ્રાન્કવિલાઇઝ ગનની મદદથી બેભાન કર્યા બાદ ચાર વર્ષની ઉંમરનાં દીપડાને દોરડાથી બાંધી ખેંચીને કૂવામાંથી બહાર કાઢી સલામત રીતે પાંજરામાં પૂરી સારવાર માટે સાસણ ખાતે લઇ જવાયો હતો.

સુત્રાપાડાનાં ઝાલા દરિયા કિનારે મૃત બ્લુ વ્હેલ તણાઇ આવતાં લોક ટોળાં ઉમટ્યાં.

સુત્રાપાડાનાં ઝાલા દરિયા કિનારે મૃત બ્લુ વ્હેલ તણાઇ આવતાં લોક ટોળાં ઉમટ્યાં

Bhaskar News, Sutrapada

Jul 25, 2015, 00:41 AM IST
સુત્રાપાડા : સુત્રાપાડાનાં વડોદરા (ઝાલા) દરિયા કિનારે મૃત બ્લુવ્હેલ માછલી તણાઇને આવી જતાં લોકોનાં ટોળા ઉમટી પડયા હતાં. આ ઘટનાને પગલે વનતંત્રનાં આરએફઓ અપારનાથી, શીલુભાઇ, સલીમભાઇ, દિલાવરસિંહ ડોડીયા સહિતે દોડી જઇ રેસ્કયુ ઓપરેશન હાથ ધરી જેસીબી મશીનથી આ વિશાળકાય માછલીનાં મૃતદેહને કિનારે લાવી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Thursday, July 30, 2015

પીપાવાવ રોડ પર બે સાવજોએ અડિંગો જમાવતા ટ્રાફિક જામ.

પીપાવાવ રોડ પર બે સાવજોએ અડિંગો જમાવતા ટ્રાફિક જામ
  • Bhaskar News, Amreli
  • Jul 29, 2015, 02:26 AM IST
વાહન ચાલકોએ કલાકો સુધી સિંહ દર્શનનો લ્હાવો લીધો
- સાવજો અવારનવાર માર્ગો પર આવી ચડવાની ઘટનાઓ બનતી રહે છે
 
રાજુલા: રાજુલા જાફરાબાદ પંથકમાં દરિયાકાંઠા વિસ્તારોમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. આ સાવજો અવારનવાર માર્ગો પર આવી ચડવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આજે સાંજના સુમારે રાજુલાના પીપાવાવ રોડ પર બે સાવજોએ અડીંગો જમાવતા થોડીવાર માટે અહી બંને તરફ ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ ગઇ હતી. ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. રાજુલા જાફરાબાદ પંથકમાં દરિયાકાંઠાળ વિસ્તારોમાં પણ મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે.
 
સાવજો અવારનવાર માર્ગો પરથી પસાર થતા હોય છે. ત્યારે આજે પીપાવાવ બીએમએસ રોડ પર બે ડાલામથ્થા સાવજોએ અડીંગો જમાવતા બંને તરફ ટ્રાફિક જામ થઇ ગયો હતો અને વાહનોની કતારો
લાગી હતી. અહી અનેક નાના મોટા ઉદ્યોગો ધમધમતા હોવાથી પીપાવાવ રોડ પર રાત દિવસ સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. ત્યારે અહી બે સાવજો આવી ચડતા વાહન ચાલકોએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. થોડીવાર બાદ બંને સાવજોએ સીમ તરફ વાટ પકડી હતી અને ટ્રાફિક રાબેતા મુજબ શરૂ થઇ ગયો હતો. આ વિસ્તારમાં 15 જેટલા સિંહબાળ હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે સાવજો માર્ગ અકસ્માતમા ભોગ ન બને તેની સુરક્ષા માટે વનતંત્ર દ્વારા અહી સઘન પેટ્રોલીંગ કરવામા આવે તેવુ સિંહ પ્રેમીઓ ઇચ્છી રહ્યાં છે.

ધારીના સરસીયાની સીમમાં મગર દેખાયો, ત્રણ કલાકની જહેમત બાદ પાંજરે પુરાયો.


ધારીના સરસીયાની સીમમાં મગર દેખાયો, ત્રણ કલાકની જહેમત બાદ પાંજરે પુરાયો

  • Bhaskar News, Amreli
  • Jul 29, 2015, 00:01 AM IST
ચેકડેમ છલકાતા મગર પાણીમાં તણાઇને આવ્યો હોવાની આશંકા
- વનવિભાગને ત્રણ કલાકની ભારે જહેમત બાદ સફળતા મળીપાંજ
- વનવિભાગે મગરને રાવળડેમમા મુકત કર્યો 
 
ધારી: ધારી તાલુકાના સરસીયા ગામની સીમમાં આવેલ એક વાડીમાં મસમોટો મગર આવી ચડતા થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે વાડી માલિક દ્વારા વનવિભાગને જાણ કરવામા આવતા રેસ્કયુ ટીમ અહી દોડી આવી હતી અને ત્રણ કલાકની જહેમત બાદ મગરને પાંજરે પુરી અહીના રાવળડેમમા મુકત કરવામા આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લામાં હાલ મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે ત્યારે ધારી તાલુકાના સરસીયા ગામની સીમમા બાલાભાઇ કથીરીયાની વાડીમાં એક મસમોટો મગર આવી ચડતા ખેડૂતોમાં ભય ફેલાયો હતો.
 
તાબડતોબ વનવિભાગને જાણ કરવામા આવતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી ઇન્ચાર્જ એસીએફ સી.પી.રાણપરીયાના માર્ગદર્શન તળે રેસ્કયુ ટીમના ડો. હિતેષ વામજા, જે.ડી.બાયલ, અમીત ઠાકર, સમીર દેવમુરારી, વનરાજભાઇ ધાધલ, શિવરાજભાઇ ધાધલ, કેતન ગેવરીયા, રાજુભાઇ ખુમાણ સહિતનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો. વનવિભાગના સ્ટાફે અહી ત્રણ કલાકની જહેમત બાદ આ મગરને પકડી પાડી પાંજરે પુર્યો હતો. આ મગરને રાવળડેમમા મુકત કરી દેવામા આવ્યો હતો. મગર પકડાઇ જતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામા મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં હોય નદી નાળા, તળાવો અને ચેકડેમો છલકાઇ ઉઠયા છે ત્યારે આ મગર પાણીમા તણાઇને વાડીમા આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે.

અમરેલીમાં જિલ્લાકક્ષાનો વન મહોત્સવ.

  • DivyaBhaskar News Network
  • Jul 28, 2015, 06:35 AM IST
અમરેલીમાંસામાજીક વનિકરણ વિભાગ દ્વારા જિલ્લાકક્ષાનો 66મા વનમહોત્સવની ઉજવણી કરવામા આવશે. અહીના વિદ્યાસભા સંકુલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે. અમરેલીમાં સામાજીક વનિકરણ વિભાગ દ્વારા જિલ્લાકક્ષાનો 66મો વનમહોત્સવ ઉજવાશે. તા. 30મીએ અહીના વિદ્યાસભા સંકુલ ખાતે સવારે 10:30 કલાકે યોજાનાર કાર્યક્રમમાં પ્રભારી મંત્રી જયંતીભાઇ કવાડીયા, સાંસદ નારણભાઇ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શરદભાઇ લાખાણી, ધારાસભ્ય વી.વી.વઘાસીયા, હિરાભાઇ સોલંકી, નલીનભાઇ કોટડીયા, બાવકુભાઇ ઉંધાડ, પરેશભાઇ ધાનાણી, અંજુ શર્મા, એસ.પી.સીસોદીયા, કલેકટર એચ.આર.સુથાર, નાયબ વન સંરક્ષક એમ.આર.ગુજજર વિગેરે ઉપસ્થિત રહેશે. પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામા આવ્યું છે. તકે મહાનુભાવો તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહેશે.

સાત સાવજો દ્વારા ચાર ગાયનું મારણ : ખોરાકની શોધમાં નિકળેલા નાના લીલીયામાં સિંહ ત્રાટકયા.

સાત સાવજો દ્વારા ચાર ગાયનું મારણ : ખોરાકની શોધમાં નિકળેલા નાના લીલીયામાં સિંહ ત્રાટકયા
  • Bhaskar News, Amreli
  • Jul 26, 2015, 02:54 AM IST
- સાવજોના સીમમાં સતત ધામાથી ખેડૂતોમાં ભયનો માહોલ

અમરેલી : લીલીયા તાલુકાના નાના લીલીયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી ધામા નાખ્યા છે. અને વારંવાર મારણની ઘટનાઓ બની રહી છે. ગઇકાલે ગામ નજીક નિલગાયનું મારણ કર્યા બાદ આજે સાત સાવજના ટોળાએ વધુ ચાર ગાયનું મારણ કર્યુ હતું. આ પ્રકારે સાવજોના વધી રહેલા હુમલાથી ગામ લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

અમરેલી જીલ્લામાં ગમે ત્યારે ગમે તે ગામમાં હવે સાવજો આવી ચડે છે. કારણ કે રેવન્યુ વિસ્તારમાં સાવજોની વસતિ સતત વધી રહી છે. જેનાચ કારણે ખોરાકની શોધમાં સાવજો છેક જે તે ગામની અંદર પણ આવી ચડે છે. ખાસ કરીને લીલીયા, ધારી, ખાંભા કે રાજુલા તાલુકામાં આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બને છે. લીલીયા તાલુકાના નાના લીલીયા ગામના પાદરમાં હવે વધુ ચાર ગાયના મારણની ઘટના બની છે.

ગઇકાલે નાના લીલીયામાં સાંજે સાવજોના ટોળા દ્વારા નિલગાયના મારણની ઘટના બની હતી. દરમીયાન આજે સાત સાવજોનું ટોળુ નાના લીલીયા ગામના પાદર સુધી દોડી આવ્યું હતું અને સવારના પહોરમાં જ આ સાવજોએ રમખાણ મચાવી એક સાથે ચાર ગાયોનું મારણ કરતા ચકચાર મચી ગઇ હતી. ગામલોકોને આ અંગે જાણ થતા ભયનો માહોલ પ્રસરી ગયો હતો. હાલમાં ખેતીની સીઝન ચાલે છે. અને ખેડુતોને સીમમાં સતત અવરજવર કરવી પડે છે ત્યારે  આ પ્રકારની ઘટનાથી ખેડુતો પણ સાવચેત બન્યા છે.

હાઇવે પર બે સાવજોની લટાર, લોકોએ લીધો સિંહ દર્શનનો લ્હાવો.


હાઇવે પર બે સાવજોની લટાર, લોકોએ લીધો સિંહ દર્શનનો લ્હાવો

  • Bhaskar News, Amreli
  • Jul 21, 2015, 10:35 AM IST
પીપાવાવ હાઇવે પર બે સાવજો આવી જતા થોડીવાર માટે વાહનો થંભી ગયા
- સાવજોની સુરક્ષા માટે વનતંત્ર હાઇવે પર પેટ્રોલીંગ વધારે તેવી લોકોની માંગ
રાજુલા: રાજુલા જાફરાબાદ પંથકમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે આજે અહીના વાહનોથી સતત ધમધમતા એવા પીપાવાવ હાઇવે પર બે સાવજો આવી જતા થોડીવાર માટે વાહનો થંભી ગયા હતા. ત્યારે સાવજોની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠયાં છે. રાજુલા પંથકમાં અનેક સાવજોના ટ્રેન હડફેટે પણ મોત થયા હતા. ત્યારે વનવિભાગ દ્વારા હાઇવે પર પેટ્રોલીંગ વધારવામા આવે તેવી પણ સિંહ પ્રેમીઓમાથી માંગણી ઉઠી રહી છે.

રાજુલામાં ભુતકાળમાં અનેક વખત ટ્રેન હડફેટે કે વાહન હડફેટે સાવજોના મોતની ઘટનાઓ બની ચુકી છે. ત્યારે આજે વાહનોથી સતત ધમધમતા એવા પીપાવાવ હાઇવે પર બે સાવજો આવી ગયા હતા. હાઇવે પર સાવજો પસાર થતા વાહન ચાલકોએ પણ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. અહી હાઇવે પર રાત દિવસ મસમોટા વાહનો ધમધમતા રહે છે ત્યારે સાવજોની સુરક્ષાને લઇને પણ સવાલો ઉઠયાં છે. અહી સિંહ દર્શન માટે આસપાસના ઉદ્યોગોમાંથી કર્મચારીઓ અને લોકો ઉમટી પડયા હતા. અહી થોડીવાર પછી સાવજો બાવળની કાટમાં જતા રહ્યાં હતા.
અહી વનવિભાગનો સ્ટાફ ડોકાયો પણ ન હતો. રાજુલા જાફરાબાદ પંથકમાં અનેક ઉદ્યોગો ધમધમી રહ્યાં છે અહીના માર્ગો પર સતત વાહનો દોડતા રહે છે ત્યારે વનવિભાગ દ્વારા હાઇવે પર પેટ્રોલીંગ વધારવામા આવે અને સાવજોની સુરક્ષા કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

પૂર બાદ ગુમ થયેલા કુલ 30 સાવજો નજરે પડયા, ચાંદગઢની સીમમાંથી ગુમ પાંચ પૈકી ત્રણ મળ્યા.

પૂર બાદ ગુમ થયેલા કુલ 30 સાવજો નજરે પડયા, ચાંદગઢની સીમમાંથી ગુમ પાંચ પૈકી ત્રણ મળ્યા
  • Bhaskar News, Amreli
  • Jul 18, 2015, 09:37 AM IST
- અમરેલીના ચાંદગઢ ગામની સીમમાંથી ગુમ થયેલા પાંચ સાવજો પૈકી ત્રણ સાવજો ગઇકાલે મળી આવ્યા

અમરેલી : સિંહ પ્રેમીઓ માટે વધુ એક ખુશીના સમાચાર આવ્યા છે. 24મી જૂને આવેલા ભારે પુર બાદ અમરેલી તાલુકાના ચાંદગઢ ગામની સીમમાંથી ગુમ થયેલા પાંચ સાવજો પૈકી ત્રણ સાવજો ગઇકાલે મળી આવ્યા હતાં. બે પાઠડા અને એક સિંહણ દ્વારા ગામની સીમમાં જ મારણ કરાયુ હતું. જો કે હજુ પાંચ માસના બે સિંહબાળની ભાળ મળી નથી. પરંતુ જે રીતે અહિંના કુલ ચાર સાવજો નઝરે પડી ગયા છે તે જોતા આ સિંહબાળ પણ મળી આવે તેવી આશા ઉભી થઇ છે.

અમરેલીના ડીએફઓ ગુર્જરે જણાવ્યુ હતું કે અહિં એક સિંહણ અને તેના બે પાઠડા દ્વારા મારણ કરાયુ હતું. ગુમ થયેલા સાવજો પૈકી ત્રણ નઝરે પડી ગયા છે. પાંચ માસના બે બચ્ચા તે સમયે તેની સાથે ન હતાં પરંતુ સાવજોનું બીહેવીયર જોતા બચ્ચા પણ સલામત હોવાની પુરી શક્યતા છે. વનતંત્રનો સ્ટાફ નઝર રાખી રહ્યો છે.

અમરેલી પંથકમાં બે દીપડાના મોત : એક બચ્ચાને બચાવી લેવાયું.


અમરેલી પંથકમાં બે દીપડાના મોત : એક બચ્ચાને બચાવી લેવાયું

  • Bhaskar News, Dhari
  • Jul 15, 2015, 01:56 AM IST
- કુંકાવાવ હડાળા વચ્ચે દીપડાનું સર્પદંશથી મોત : ગીર પૂર્વની પાણીયા રેંજમાં નદીના પટ્ટમાં એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો

ધારી : ગીરપુર્વના પાણીયા રાઉન્ડમાં નદીના પટ્ટમા એક દિપડાનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો. દિપડાના મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. જયારે વડીયાના તોરી રામપર ગામે વાડીમાં આવેલ કુવામા એક દિપડીનુ બચ્ચુ પડી જતા અહી વનવિભાગની રેસ્કયુ ટીમ દોડી ગઇ હતી અને દિપડીના બચ્ચાને સહિ સલામત કુવામાથી બહાર કાઢી બચાવી લીધુ હતુ. દિપડાનો મૃતદેહ મળી આવવાની આ ઘટના ગીરપુર્વના પાણીયા રાઉન્ડમાં બની હતી.
 
અહી નદીના પટ્ટમાં એક દિપડાનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા ડીએફઓ અંશુમન શર્મા, એસીએફ મુની સહિત સ્ટાફ અહી દોડી ગયો હતો અને મૃતદેહને કબજે લીધો હતો. બાદમાં ડો. હિતેષ વામજા દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. દિપડાના મોતનુ કારણ પોસ્ટમોર્ટમ બાદ જાણવા મળી શકશે. અન્ય એક ઘટનામાં વડીયાના તોરી રામપર ગામે આવેલ પ્રાગજીભાઇ નામના ખેડૂતની વાડીમાં કુવામા એક દિપડીનુ બચ્ચુ પડી ગયુ હતુ. આ અંગે વનવિભાગને જાણ થતા રેસ્કયુ ટીમના ડો. હિતેષ વામજા, સમીર દેવમુરારી, અમીત ઠાકર સહિત અહી દોડી ગયા હતા. દિપડીનુ બચ્ચુ ત્રણેક માસનુ હોવાનુ જાણવા મળ્યું હતુ.
 
કુંકાવાવ રેંજમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો

કુંકાવાવ રેંજમા કુંકાવાવ હડાળા વચ્ચે રોડકાંઠે એક દિપડાનો મૃતદેહ પડયો હોવાનુ વનવિભાગને જાણ થતા સ્ટાફ અહી દોડી ગયો હતો અને મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. ડો. વામજા દ્વારા પોસ્ટમોર્ટમ કરાયુ હતુ. આ દિપડાનુ મોત સર્પદંશથી થયાનુ પ્રાથમિક તારણ વનવિભાગે જણાવ્યું હતુ.

શહેરી વિસ્તારમાં વનરાજાની અવારનવાર લટાર, ગ્રામજનો ભયભીત.


શહેરી વિસ્તારમાં વનરાજાની અવારનવાર લટાર, ગ્રામજનો ભયભીત

  • Bhaskar News, Rajula
  • Jul 13, 2015, 10:01 AM IST
જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કંપનીની માઇન્સમાં સાવજોનો લાંબા સમયથી વસવાટ છે ત્યારે આજે શનિવારે બે સાવજો માઇન્સમાંથી બહાર નિકળી રસ્તા પર આવી ચડતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. અહિં કામ કરતા મજુરો અને કોન્ટ્રાક્ટરોનો પણ સાવજોની હાજરીથી ફફડાટ જોવા મળે છે.

લીલીયા : પુરહોનારતથી વનરાજોમાં ભયનો માહેલ, ક્રાંકચ છોડયું.


  • Bhaskar News, Liliya
  • Jul 13, 2015, 01:59 AM IST
- કોલર આઇડી સિંહણ અને ચાર બચ્ચા હોનારત બાદ નવા વિસ્તારમાં ડોકાતા પણ નથી
- અન્ય બે સિંહણનુ ચાર બચ્ચા સાથે કુતાણાના ડુંગર અને સનાળીયામા સ્થળાંતર

લીલીયા : શેત્રુજીના ભયાનક પુરનો ખોફ આમ આદમીમા છે તેવી જ રીતે પ્રાણી જગતમા પણ છે. પાણીના ધસમસતા પ્રવાહે ઓછામા ઓછા 13 સાવજોને મોતને ઘાટ ઉતાર્યા છે અને હજુ કેટલાક લાપતા છે. ક્રાંકચ અને ખારાપાટમા નદીનું રોદ્ર સ્વરૂપ એવુ હતુ કે ગભરાયેલા અનેક સાવજોએ અહીથી સ્થળાંતર કર્યુ છે. પુર બાદ કોલર આઇડીવાળી સિંહણ તો અહી ફરકતી પણ નથી. ખારા, ગુંદરણ પંથકમાં રહે છે. આવી જ રીતે એક સિંહણ બે બચ્ચા સાથે કુતાણા પંથકમાં ચાલી ગઇ છે. તો એક સિંહણ સનાળીયા પંથકમાં ચાલી ગઇ છે. આ 
પ્રાણીઓ હવે ક્રાંકચમાં ડોકાતા પણ નથી.

મોતનો ડર ભલભલાને થથરાવે છે. પછી તે સાવજો કેમ ન હોય ?. ક્રાંકચ પંથકમાં 24મી જુને શેત્રુજીનુ રોદ્ર સ્વરૂપ હતુ. જેણે સાવજોનું આવાસ ઉજાડી નાખ્યું. જેને પગલે કેટલાક સાવજો અહીથી સ્થળાંતર કરી ગયા છે. રાજમાતા તરીકે ઓળખાતી કોલર આઇડીવાળી સિંહણ પોતાના ત્રણ વર્ષના બે પાઠડા અને એકાદ વર્ષના બે બચ્ચા સાથે આટલા દિવસો બાદ પણ ક્રાંકચમાં ફરકી નથી. આજે તે ખારા વિસ્તારમા જોવા મળી હતી. અગાઉ કુતાણા વિસ્તારમાં આંટા મારતી હતી પરંતુ ક્રાંકચમા તે આવતી નથી.

આ સિંહણ અને તેના ચાર બચ્ચાએ 24મીએ ભારે પુર વખતે ટીંબડી ગામના પાદરમા અવેડા પાસે સાંઠીના ભર પર ચડી જઇ પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યારથી તેમા ડર પેસેલો છે. આવી જ રીતે આ વિસ્તારમાં સતત નજરે પડતી એક સિંહણ પોતાના બે પાઠડા સાથે કુતાણાના ડુંગર વિસ્તારમાં સ્થળાંતર કરી ગઇ છે. જયારે અન્ય એક સિંહણ પોતાના બે બચ્ચા સાથે સનાળીયા વિસ્તારમાં સ્થળાંતર કરી ગઇ છે. નદીના રોદ્ર સ્વરૂપે હાલમાં સાવજોને સ્થળાંતર કરવા મજબુર કર્યા છે. કદાચ આવનારા સમયમાં આ સાવજો ક્રાંકચ પંથકમાં પરત પણ ફરે. પરંતુ માણસની જેમ જ આ દુઘર્ટનાએ પ્રાણી જગતને પણ ભયમા મુકી દીધુ છે.
 
કેટલાક સાવજો અહી પરત ફર્યા નથી- આરએફઓ
પ્રાણીઓના આ વર્તન અંગે વાત કરતા સ્થાનિક આરએફઓ બી.એમ.રાઠોડે જણાવ્યું હતુ કે કોલર આઇડીવાળી સિંહણ પુર બાદ આ વિસ્તારમા પરત આવી નથી તે હકિકત છે. કેટલાક પ્રાણીઓ હાલમાં કાયમ જોવા મળતા ત્યાં નજરે પડતા નથી. આમ તો આ પ્રાણીઓની ટેરેટરી ઘણી મોટી છે અને ફરતા રહે છે પરંતુ હાલમા અગાઉ જોવા મળ્યાં ન હોય તે સ્થળે પણ નજરે પડે છે.
 
સાવજોના વર્તનમાં પણ પડયો છે ફર્ક
આ વિસ્તારના સાવજોના જાણકાર લોકો કહે છે પુર હોનારત બાદ સાવજોના વર્તનમા પણ ફર્ક જોવા મળી રહ્યો છે. હાલમાં સાવજો માણસને જુએ તે સાથે જ ચાલતી પકડે છે. એટલુ જ નહી કોઇ સ્થળે સ્થિર બેસતા નથી. સતત આમથી તેમ ફરતા રહે છે.

હોનારતના 18 દિવસ બાદ પણ ચાંદગઢ પંથકના ચાર સાવજોનો કોઇ પત્તો નહી.

  • DivyaBhaskar News Network
  • Jul 12, 2015, 04:35 AM IST
બે સિંહણ અને બે સિંહબાળ જીવતા મળે તેવી શક્યતા ઓછી

ભાસ્કરન્યૂઝ. અમરેલી

પુરહોનારતમાં અમરેલી જીલ્લામાં નદીઓના પાણીએ અનેક સાવજોને મોતને ઘાટ ઉતાર્યા છે. કેટલા સાવજો મર્યા તેની તંત્ર પાસે પણ કોઇ સાચી જાણકારી નથી. કારણ કે કેટલાકના શબ મળ્યા છે જ્યારે કેટલાકનો હજુ સુધી કોઇ અત્તોપત્તો નથી. અમરેલી તાલુકાના ચાંદગઢની સીમમાં રહેતા સિંહ પરિવાર પૈકી માત્ર એક બોખો સિંહ હજુ સુધી દેખાયો છે. બે સિંહણ અને બે બચ્ચાનો આટલા દિવસ બાદ પણ કોઇ અત્તો-પત્તો નથી. અહિં સાવજના રહેઠાણમાં પુરના પાણી ફરી વળ્યા હતા તે જોતા સિંહો બચ્યા હોય તેવી શક્યતા પણ જણાતી નથી.

ચાંદગઢની સીમમાં રહેતા સિંહ પરિવારનું શું થયુ ? પ્રશ્નનો વનતંત્ર પાસે પણ જવાબ નથી. જડ તંત્ર માત્ર લાશ મળે તો સાવજોના મોત થયાનું માનશે તે નક્કી છે. પરંતુ લાશ પણ મળે અને સાવજો પણ ક્યાય દેખાઇ તેનું શું ? ચાંદગઢમાં આવું થયુ છે. અહિં એક સિંહ, બે સિંહણ અને બે બચ્ચા મળી પાંચનો પરિવાર રહેતો હતો. પુર હોનારતમાં જે રીતે પાણી વહ્યા હતાં તે જોતા અહિંના સાવજો બચી શકે તેવી શક્યતા ઓછી હતી. જો કે અહિં બોખો તરીકે ઓળખાતો સિંહ બચી ગયો અને હોનારતના ત્રણ દિવસ બાદ તે નઝરે પણ ચડી ગયો.

સૌથી મોટી ચિંતાની વાત છે કે બે સિંહણ અને તેના બે બચ્ચા સાથે ક્યાય નઝરે ચડતી નથી. સિંહ પરિવારના મૃતદેહો પણ ક્યાય મળ્યા નથી. પુર હોનારતને 18 દિવસ જેવો સમય વિતી ગયો છે.ત્યારે સ્વાભાવીક રીતે આટલા દિવસોમાં સાવજો ક્યાય છાના રહે. આસપાસના વિસ્તારોમાં ક્યાકને ક્યાક તો ચોક્કસ દેખાઇ. પરંતુ વનતંત્રને તો સાવજો ક્યાય નઝરે ચડતા નથી. હોનારતમાં બચી ગયા હોય અને ક્યાય સ્થળાંતર કર્યુ હોય તો બીજા સ્થળે પણ દેખાવા જોઇએ ને ? અહિંના ઇન્ચાર્જ આરએફઓ બી.એમ. રાઠોડે જણાવ્યુ હતું કે હજુ સુધી સિંહ પરિવારની ભાળ મેળવી શકાય નથી.

નાના લીલીયામાં પાંચ સાવજોએ ગામમાં ઘુસી વાછરડાનું મારણ કર્યુ |લીલીયા તાલુકાનાનાના લીલીયા ગામે આજે વહેલી સવારે એક ભરવાડના જોકમાં ઘુસી પાંચ સાવજોએ એક વાછરડાનું મારણ કર્યુ હતું. વિસ્તારમાં પુર પ્રકોપ બાદ પશુઓની સંખ્યા ઘટી છે. ત્યારે સાવજો હવે મારણની શોધમાં ગામની અંદર ઘુસી રહ્યા છે. પાંચ સાવજોનું ટોળુ જોકમાં આખો દિવસ પડયુ હતું. જો કે મારેલા વાછરડાને સાવજો ખાઇ તે પહેલા ગામલોકોને ભગાડી મુક્યા હતાં. ભુખ્યા સાવજોએ ત્યારબાદ ગામ ફરતા ચક્કર લગાવ્યા હતાં.

ધારીના હડાળા રેંજમા બીમાર સિંહણનુ સારવાર બાદ મોત.

Bhaskar News, Dhari

Jul 06, 2015, 00:03 AM IST

- સિંહણને ન્યુમોનિયાની સારવાર કારગત ન નીવડી

ધારી: ગીરપુર્વની હડાળા રેંજમા એક બિમાર સિંહણ આંટાફેરા મારતી હોય વનવિભાગને જાણ થતા આ સિંહણને પાંજરે પુરી સારવાર માટે જસાધાર ખસેડવામા આવી હતી. જેમાં સારવાર કારગત ન નિવડતા સિંહણનું મોત નિપજયુ હતુ.

સિંહણના મોતની આ ઘટના ગીરપુર્વના હડાળા રેંજમા બની હતી. અહી હડાળા નેસ વિસ્તારમાં એક બિમાર સિંહણ આંટાફેરા મારતી હોવાની જાણ થતા વન વિભાગની ટીમે બે દિવસની શોધખોળ બાદમાં લોકેશન મળતા તેને રીંગકેટ પાંજરામા પુરી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં લઈ જવાતા ડો. હિતેષ વામજા દ્વારા સિંહણને સારવાર આપી હતી. પાંચથી આઠ વર્ષની ઉંમરની આ સિંહણને સારવાર કારગત ન નિવડતા તેનુ મોત નિપજયું હતુ.

લીલિયાના લોકી નજીકથી સિંહનો મૃતદેહ કીચડમાં દટાયેલો મળી આવ્યો.

લીલિયાના લોકી નજીકથી સિંહનો મૃતદેહ કીચડમાં દટાયેલો મળી આવ્યો
  • Bhaskar News, Amreli
  • Jul 04, 2015, 00:02 AM IST
લીલિયા: જળ આપદાના દસ-દસ દિવસ બાદ પણ વનતંત્ર સાવજોની શોધ ચલાવી રહ્યું છે અને એક પછી એક સાવજોના મૃતદેહ મળી રહ્યા છે. ગુરુવારે સાંજે લીલિયા તાલુકાના લોકી ગામ નજીક શેત્રુંજી નદીના પટમાંથી એક સિંહનો મૃતદેહ માટીમાં દટાયેલો મળી આવ્યો હતો. જેને પગલે વનતંત્રે ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો લઇ પીએમ કર્યું હતું. 13 સાવજોનાં મોતની ઘટના બહાર આવી ચૂકી છે ત્યારે હજુ અનેક સાવજ વિશે તંત્ર ભાળ મેળવી શક્યું નથી. જે ચિંતાનો વિષય છે.

24મી તારીખે અમરેલી પંથકમાં ગાંડીતૂર બનેલી નદીઓએ અનેક સાવજોને મોતને ઘાટ ઉતારી દીધા છે. જેને પગલે સાવજોના મૃતદેહો મળવાનો સિલસિલો આજે દસમાં દિવસે પણ શરૂ છે. શેત્રુંજી નદીના પાણી એટલા વિશાળ પટમાં રેલાયા હતા કે, વનતંત્ર હજુ સુધી પૂરા વિસ્તારનો સરવે પણ કરી શક્યું નથી અને જેમ જેમ શોધખોળ થતી જાય છે તેમ તેમ સાવજોના મૃતદેહ મળી રહ્યા છે.

સિંહોના મોતનો સાચો આંકડો જાણવા ફરી સિંહ ગણતરી કરો.


  • Bhaskar News, Amreli
  • Jul 04, 2015, 00:02 AM IST
- સરકાર સમક્ષ સિંહપ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓની માંગ
- તાજેતરમાં થયેલી ગણતરીમાં અમરેલી જિલ્લામાં 174 સિંહ હતાં

લીલીયા/અમરેલી: વનતંત્ર દ્વારા હજુ થોડા સમય પહેલા જ સાવજોની વસતી ગણતરી કરવામાં આવતા અમરેલી જીલ્લામાં 174 સાવજો નોંધાયા હતાં. ક્રાંકચની સીમમાં જ 40 સાવજોનું ગૃપ છે. પુર આપદામાં 13 સાવજો મૃત્યુ પામ્યા છે. હજુ કેટલાક સાવજોનો પત્તો નથી ત્યારે પ્રકૃતિપ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા અમરેલી જીલ્લામાં ફરી સાવજોની વસતી ગણતરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જેથી સાવજોના મૃત્યુ અને આપદા બાદ સાવજો કેટલી સંખ્યામાં ક્યા છે તેની જાણકારી મેળવી શકાય. સમગ્ર ગીરમાં ભલે ફરી વસતી ગણતરી ન થાય પરંતુ વનતંત્ર પાસે મસમોટો સ્ટાફ છે ત્યારે અમરેલી જીલ્લામાં ફેર ગણતરી ચોક્કસ થઇ શકે.

પુર આપદા બાદ કેટલા સાવજો બચ્યા છે અને કેટલા મૃત્યુ પામ્યા છે તે નક્કી કરવું હાલના તબક્કે મુશ્કેલ છે. જેટલા મૃતદેહો મળે તેટલા સાવજોના જ મોત થયા છે એવું માનવુ પણ ભુલ ભરેલુ ગણાશે. ચાર માસનું નાનુ સિંહબાળ મૃત્યુ પામે અને મૃતદેહ કોઇપણ સ્થળે પડયો હોય તો પણ દશ દિવસમાં નામશેષ થઇ જાય. નાના સિંહબાળનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળે તો પણ તે સિંહબાળનો છે કે કેમ તે નક્કી કરવું મુશ્કેલ બને તેવી સ્થિતીમાં ખરેખર કેટલા સાવજો હયાત છે તે નક્કી કરવું પ્રમાણમાં વધુ સહેલુ છે.

સાવજોની વસતી ગણતરીમાં હજુ થોડા દિવસો પહેલા જ અમરેલી જીલ્લામાં 174 જેટલા સાવજો હોવાનું જાહેર થયુ હતું. ત્યારે જો અમરેલી જીલ્લામાં અને ખાસ કરીને ક્રાંકચ, બાબાપુર અને સાવરકુંડલા પંથકના સાવજોની ફરી ગણતરી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો સરવાળે વનતંત્રને જ સાચી પરિસ્થિતીનો ખ્યાલ આવશે. ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના વિશાલ શેઠ, મધુભાઇ સવાણી અને રાજન જોષીએ પીસીસીએફ એ.સી. પંતને પત્ર લખી આ વિસ્તારમાં ફરી સિંહ ગણતરી માટે માંગ કરી છે.

એકાદ માસ બાદ ચોક્કસ ગણતરી થવી જોઇએ : તળાવીયા

અમરેલીના પર્યાવરણ અને પ્રકૃતિ રક્ષક ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઇ તળાવીયાએ જણાવ્યુ હતું કે પુર આપદામાં સાવજોની થયેલી હાનીની સાચી જાણકારી ફેર ગણતરીથી મળી શકશે. હાલમાં તંત્ર સર્વેમાં વ્યસ્ત છે અને સિંહોના મૃતદેહો હજુ પણ મળી રહ્યા છે ત્યારે એકાદ માસ બાદ ફેર ગણતરી ચોક્કસ થવી જોઇએ.

હજુ પણ સિંહો શેત્રુજીના પટમાં-સ્થળાંતર જરૂરી

પુર આપદા તો ટળી ચુકી છે. બચી ગયેલા સાવજો પોતપોતાના વિસ્તારમાં નિરાંતે વિહરી રહ્યા છે. કોલરઆઇડીવાળી એક સિંહણ તેના બચ્ચા સાથે હજુ પણ શેત્રુજી નદીના પટમાં નઝરે પડી રહી છે. ચોમાસુ હજુ બાકી છે અને ફરી કોઇ સિંહોનું પુરમાં તણાવાથી મોત થાય તે પહેલા વનતંત્ર આ સિંહોના સ્થળાંતર માટે કાર્યવાહી કરે તેવી સિંહપ્રેમીઓમાંથી માંગ ઉઠી રહી છે.

અત્યાર સુધીમાં મળેલા તમામ મૃતદેહ પુખ્ત સિંહના તો બચ્ચા ક્યાં ગયા? ઉઠ્યા સવાલ.

  • Bhaskar News, Amreli/ Liliya
  • Jul 01, 2015, 11:36 AM IST
અમરેલી/લીલીયા: શેત્રુજીના પાણીએ અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં રહેતા સાવજોનો સોથ બોલાવી દીધો છે. અત્યાર સુધીમાં 12 સિંહોના મોત થયાનું બહાર આવ્યુ છે. નિંભર વનતંત્ર આજકાલથી નહી પરંતુ દાયકાઓથી વન્ય પ્રાણીઓના મોતની ઘટના છુપાવવામાં માહેર છે. ત્યારે આ જળ હોનારતમાં પણ આવું જ ચિત્ર નઝરે પડી રહ્યુ છે. લીલીયા અને અમરેલી તાલુકામાં સાવજોની વસતીમાં સિંહબાળની સંખ્યા ખુબ મોટી છે. પરંતુ અત્યાર સુધીમાં વનતંત્રને જે શબ મળ્યા તે તમામ ડાલામથ્થા અને પુખ્ત સાવજોના જ મળ્યા છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું શેત્રુજીએ કદાવર અને પુખ્ત સાવજોને જ માર્યા છે ? જ્યાં પુખ્ત સાવજો તણાઇ જતા હોય ત્યાં બચ્ચા બચી જાય તેવો સવાલ જ નથી.
અત્યાર સુધીમાં મળેલા તમામ મૃતદેહ પુખ્ત સિંહના તો બચ્ચા ક્યાં ગયા? ઉઠ્યા સવાલ- પુરમાં માત્ર પુખ્ત ઉંમરના સિંહ જ તણાય? વન વિભાગ સિંહબાળની ભાળ કેમ મેળવી શકતું નથી?
- અત્યાર સુધીમાં મળેલા તમામ મૃતદેહ પુખ્ત સિંહના તો બચ્ચા ક્યાં ગયા ? ઉઠ્યા સવાલ

સૌથી વધુ સંખ્યા બચ્ચાની હોય ત્યારે વાડી ખેતરોમાં પાંચ-પાંચ સાત-સાત ફુટ સુધી દોરેલુ પુર માત્ર પુખ્ત ઉંમરના સાવજોને જ તાણી જાય તેવું બને ? તેની સાથેના બચ્ચા બચી ગયા હોય તે વાત કોઇને ગળે ઉતરતી નથી. અત્યાર સુધીમાં વનતંત્રને જે સાવજોના મૃતદેહ મળ્યા છે તે તમામ સાવજો પુખ્ત ઉંમરના છે. વનતંત્ર એકપણ બચ્ચાના મૃતદેહને શોધી શક્યુ નથી. નીંભર વનતંત્ર જ્યાં સુધી બચ્ચાના મૃતદેહ ન મળે ત્યાં સુધી તે જીવીત છે તેવું સમજશે તે નક્કી છે. પરંતુ સૌથી મોટી કઠણાઇ એ છે કે નાના સિંહબાળના મૃતદેહોને પોતાની નિષ્ફળતા છુપાવવા વનતંત્ર નઝર અંદાજ કરી દે તો નવાઇ નહી.

બની રહ્યુ છે પણ આવું જ. ક્રાંકચ નજીક ચાર દિવસ પહેલા એકસિંહબાળનો મૃતદેહ મળ્યો હતો. પરંતુ આ મૃતદેહ કોહવાયેલો હોય વનતંત્રએ તેને સિંહબાળનો મૃતદેહ ગણવાનો જ ઇનકાર કરી દીધો છે. મૃતદેહ જંગલી બીલાડીનો ગણી નાખી તેનો નિકાલ કરી નખાયો છે. સિંહબાળના અવશેષ જેવો મૃતદેહ મળે ત્યારે વનતંત્ર તેને બિલાડીના મૃતદેહ તરીકે ખપાવી દે તે શરમની વાત છે. કારણ કે હાલમાં ભલે બચ્ચાની કોઇ ભાળ ન મળે કે શબ ન મળે પરંતુ આવનારા દિવસોમાં વનતંત્રએ એક એક બચ્ચાનો હિસાબ આપવો પડશે તે નક્કી છે.

અત્યાર સુધીમાં મળેલા તમામ મૃતદેહ પુખ્ત સિંહના તો બચ્ચા ક્યાં ગયા? ઉઠ્યા સવાલ
બાબાપુરમાં નજરે ચઢતા સાત સિંહ ક્યાં ગયાં ?

અગાઉ દેરડી કુંભાજી, સુલતાનપુર સહિતના વિસ્તારમાં ચક્કર લગાવી બાબાપુરની કાટમાં રહેતા ત્રણ નર, બે માદા અને બે સિંહબાળનો હાલમાં કોઇ અત્તો-પત્તો નથી. અગાઉ સિંહ ગણતરી વખતે પણ અહીં વસતા સાવજો પર ધ્યાન કેન્દ્રીત કરાયુ ન હતું.

પુરમાં માત્ર પુખ્ત ઉંમરના સિંહ તણાય ? વન વિભાગ સિંહબાળની ભાળ કેમ મેળવી શકતું નથી ?

  • DivyaBhaskar News Network
  • Jul 01, 2015, 06:35 AM IST
શેત્રુજીનાપાણીએ અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં રહેતા સાવજોનો સોથ બોલાવી દીધો છે. અત્યાર સુધીમાં 12 સિંહોના મોત થયાનું બહાર આવ્યુ છે. નિંભર વનતંત્ર આજકાલથી નહી પરંતુ દાયકાઓથી વન્ય પ્રાણીઓના મોતની ઘટના છુપાવવામાં માહેર છે. ત્યારે જળ હોનારતમાં પણ આવું ચિત્ર નઝરે પડી રહ્યુ છે. લીલીયા અને અમરેલી તાલુકામાં સાવજોની વસતીમાં સિંહબાળની સંખ્યા ખુબ મોટી છે. પરંતુ અત્યાર સુધીમાં વનતંત્રને જે શબ મળ્યા તે તમામ ડાલામથ્થા અને પુખ્ત સાવજોના મળ્યા છે. ત્યારે સવાલ ઉઠે છે કે શું શેત્રુજીએ કદાવર અને પુખ્ત સાવજોને માર્યા છે ? જ્યાં પુખ્ત સાવજો તણાઇ જતા હોય ત્યાં બચ્ચા બચી જાય તેવો સવાલ નથી.

સૌથી વધુ સંખ્યા બચ્ચાની હોય ત્યારે વાડી ખેતરોમાં પાંચ-પાંચ સાત-સાત ફુટ સુધી દોરેલુ પુર માત્ર પુખ્ત ઉંમરના સાવજોને તાણી જાય તેવું બને ? તેની સાથેના બચ્ચા બચી ગયા હોય તે વાત કોઇને ગળે ઉતરતી નથી. અત્યાર સુધીમાં વનતંત્રને જે સાવજોના મૃતદેહ મળ્યા છે તે તમામ સાવજો પુખ્ત ઉંમરના છે. વનતંત્ર એકપણ બચ્ચાના મૃતદેહને શોધી શક્યુ નથી. નીંભર વનતંત્ર જ્યાં સુધી બચ્ચાના મૃતદેહ મળે ત્યાં સુધી તે જીવીત છે તેવું સમજશે તે નક્કી છે. પરંતુ સૌથી મોટી કઠણાઇ છે કે નાના સિંહબાળના મૃતદેહોને પોતાની નિષ્ફળતા છુપાવવા વનતંત્ર નઝર અંદાજ કરી દે તો નવાઇ નહી.

બની રહ્યુ છે પણ આવું જ. ક્રાંકચ નજીક ચાર દિવસ પહેલા એકસિંહબાળનો મૃતદેહ મળ્યો હતો. પરંતુ મૃતદેહ કોહવાયેલો હોય વનતંત્રએ તેને સિંહબાળનો મૃતદેહ ગણવાનો ઇનકાર કરી દીધો છે. મૃતદેહ જંગલી બીલાડીનો ગણી નાખી તેનો નિકાલ કરી નખાયો છે. સિંહબાળના અવશેષ જેવો મૃતદેહ મળે ત્યારે વનતંત્ર તેને બિલાડીના મૃતદેહ તરીકે ખપાવી દે તે શરમની વાત છે. કારણ કે હાલમાં ભલે બચ્ચાની કોઇ ભાળ મળે કે શબ મળે પરંતુ આવનારા દિવસોમાં વનતંત્રએ એક એક બચ્ચાનો હિસાબ આપવો પડશે તે નક્કી છે.

બાબાપુરમાં નજરે ચઢતા સાત સિંહ ક્યાં ગયાં ?

અગાઉદેરડીકુંભાજી, સુલતાનપુર સહિતના વિસ્તારમાં ચક્કર લગાવી બાબાપુરની કાટમાં રહેતા ત્રણ નર, બે માદા અને બે સિંહબાળનો હાલમાં કોઇ અત્તો-પત્તો નથી. અગાઉ સિંહ ગણતરી વખતે પણ અહીં વસતા સાવજો પર ધ્યાન કેન્દ્રીત કરાયુ હતું.