Tuesday, June 30, 2015

સરસઇ ગામે યુવાન પર હુમલો, મોણીયામાં દીપડી કુવામાં ખાબકી


સરસઇ ગામે યુવાન પર હુમલો, મોણીયામાં દીપડી કુવામાં ખાબકી

  • Bhaskar News, Visavadar
  • Jun 30, 2015, 11:14 AM IST

વિસાવદરમાં વન્ય પ્રાણીઓનાં ધામાથી લોકોમાં ગભરાટ

વિસાવદર: વિસાવદર પંથકમાં થોડા દિવસ પૂર્વે પ્રેમપરામાં ભરબજારમાં આંટો મારી મકાનમાં ઘુસી ગયા બાદ રવિવારે સરસઇ ગામે એક યુવાનને ઘાયલ કર્યો અને આજે મોણીયા ગામે દીપડી કુવામાં ખાબકી ગઇ હતી.

વિસાવદરનાં સરસઇ ગામે જયેશ વિઠ્ઠલભાઇ સાવલીયાનું ઘર અને ખેતર બાજુમાં જ હોય રવિવારે ઓરડીનો દરવાજો ખોલતા જ અંદર લપાઇને બેસેલા દીપડાએ હુમલો કરી દઇ માથા અને હાથનાં ભાગે ઇજા પહોંચાડી હતી. તેમને પ્રથમ વિસાવદર અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડ્યા હતા. જ્યારે વન તંત્રએ દીપડાને પકડવા પાંજરૂ ગોઠવી દીધું છે. જ્યારે આજે મોણીયા ગામે સીમમાં આવેલ અરવિંદભાઇ નારણભાઇ અમીપરાનાં ખેતરનાં કુવામાં 7 વર્ષની દીપડી ખાબકી જતાં આરએફઓ આર.ડી.વંશ અને સ્ટાફે દોડી જઇ રેસ્કયુ કરી તેને બહાર કાઢી સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપી હતી.

માંગરોળનાં શેપામાંથી દીપડી પાંજરે કેદ

માંગરોળનાં શેપા ગામેએક મકાનમાં ત્રણ બચ્ચાને જન્મ આપનાર દીપડી પણ પાંજરે પુરાઇ હતી.

સુત્રાપાડાનાં લોઢવામાં ત્રણ બચ્ચા સાથે દીપડી પાંજરે પુરાઇ

સુત્રાપાડા: સુત્રાપાડાનાં લોઢવા ગામની કરમડીયા સીમમાં ઘણા સમયથી આતંક મચાવતી દીપડીને પકડવા વેરાવળનાં આરએફઓ અપારનાથી, ફોરેસ્ટર ગોસ્વામી, સલીમ ભટ્ટી, રામશીભાઇ, પુંજાભાઇ કછોટ સહિતનાં સ્ટાફે પાજરૂ ગોઠવી દીધા બાદ આજે ત્રણ બચ્ચા સાથે પાંજરે પુરાઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ચોમાસામાં સર્પદંશનાં બનાવો વધુ બને છે.

  • DivyaBhaskar News Network
  • Jun 30, 2015, 04:45 AM IST
સર્પદંશમૃત્યુ ઉપજાવનારી કે મૃત્યુનો ડર પેદા કરનારી ભયંકર કટોકટીની પરિસ્થિતી છે. ભારતમાં દર વર્ષે 75,000 લોકો સર્પદંશથી મૃત્યુ પામે છે. દર્દીને દંશની શંકા,ખરેખર દંશ થયો, દંશ સાથે સોજો આવવો,દંશ સાથે સોજો અને રક્તસ્ત્રાવ થવો અથવા આંખના પોપચા પડવા કે લકવાની અસર થવી જવી પરિસ્થિતીમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવે છે. ખાસ કરીને ઉનાળામાં સર્પદંશનાં બનાવ વધુ બનતા હોય છે. સાથે ચોમાસામાં પણ સર્પ બહાર નિકળવાનાં બનાવ વધુ બને છે. કારણ કે સર્પનાં આશ્ય સ્થાનમાં પાણી ભરતા સર્પ બહાર નિકળતા હોય છે. ઘણી વખત સર્પને છંછેડવામાં અથવા તો સર્પની નજીક જવાથી પોતાનો ખોરાક સમજી સર્પદંશ દેતા હોય છે.

ચોમાસામાં પાણીમાં સર્પ તણાઇને આવતા હોય છે. પાણીમાં ચાલવાથી પણ ઘણી વખત સર્પ કરડા હોય છે. 108નાં પ્રોગ્રમ કો-અોડીનેટર કાર્તિકભાઇએ જણાવ્યુ હતુ કે, જૂનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ માસમાં સર્પદંશનાં 31 કેસ બન્યા છે.

જેને 108ની મદદથી હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જયારે રાજયમાં પાંચ માસમાં 1224 સર્પદંશની ઘટના બની છે.રાજયમાં દર મહિને સરેરાશ 244 સર્પદંશની ઘટના બને છે.

સર્પ કરડે ત્યારે શુ કરવુ જોઇએ |108 જેજાણ કરી અથવા નજીકનાં હોસ્પીટલનો સર્પક કરો, દર્દીને શ્વાસ આપો, દર્દીને ચતા સુવડાવી રાખો, સર્પદંશમાં દર્દીનાં હાથ કે પગ સ્થિર રખાવા, સર્પદંશની ઉપર પાટા કે કપડાથી બાંધી રાખો પણ લોહી અટકે તે જોવુ, ઘર ગથ્થુ સારવારથી કોઇ ફાયદો થતો નથી, સર્પદંશ જયાં થયો ત્યાંથી દૂર દર્દીને લઇ જાવ, દંશ વાળા ભાગને હ્દયનાં સ્થાનથી નીચે રાખો

સાપકરડે તો શુ કરવુ જોઇએ ?|સર્પદંશ ઉપરચાકુંથી ચીરો કરવો નહી, સર્પદંશમાંથી ઝેરચુસવાનો પ્રયત્ન કરવો નહી, બરફ કે ઠંડક ઉપજાવનારા પદાર્થોનો ઉપયોગ કરવો નહી, ઇલેકટ્રકી કરંટ આપવા નહી, સાપને મારવા કે પકડી પાડવામાં સયમ બગાડશો નહી.

સુત્રાપાડાનાં લોઢવામાં ત્રણ બચ્ચા સાથે દીપડી પાંજરે પુરાઇ.


સુત્રાપાડાનાં લોઢવામાં ત્રણ બચ્ચા સાથે દીપડી પાંજરે પુરાઇ

  • DivyaBhaskar News Network
  • Jun 30, 2015, 04:40 AM IST
સરસઇ ગામે યુવાન પર હુમલો, મોણીયામાં દીપડી કુવામાં ખાબકી

વિસાવદરપંથકમાં થોડા દિવસ પૂર્વે પ્રેમપરામાં ભરબજારમાં આંટો મારી મકાનમાં ઘુસી ગયા બાદ રવિવારે સરસઇ ગામે એક યુવાનને ઘાયલ કર્યો અને આજે મોણીયા ગામે દીપડી કુવામાં ખાબકી ગઇ હતી.

વિસાવદરનાં સરસઇ ગામે જયેશ વિઠ્ઠલભાઇ સાવલીયાનું ઘર અને ખેતર બાજુમાં હોય રવિવારે ઓરડીનો દરવાજો ખોલતા અંદર લપાઇને બેસેલા દીપડાએ હુમલો કરી દઇ માથા અને હાથનાં ભાગે ઇજા પહોંચાડી હતી. તેમને પ્રથમ વિસાવદર અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડ્યા હતા. જ્યારે વન તંત્રએ દીપડાને પકડવા પાંજરૂ ગોઠવી દીધું છે. જ્યારે આજે મોણીયા ગામે સીમમાં આવેલ અરવિંદભાઇ નારણભાઇ અમીપરાનાં ખેતરનાં કુવામાં 7 વર્ષની દીપડી ખાબકી જતાં આરએફઓ આર.ડી.વંશ અને સ્ટાફે દોડી જઇ રેસ્કયુ કરી તેને બહાર કાઢી સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપી હતી.

ત્રણ બચ્ચાં સાથે દીપડી પાંજરે પુરાતા ખેડૂતોએ રાહત અનુભવી /- સંજયઝાલા

વનતંત્રએ કુવામાં રેસ્કયુ કરી દિપડીને બહાર કાઢી /- વિપુલલાલાણી

માંગરોળનાં શેપામાંથી દીપડી પાંજરે કેદ

માંગરોળનાંશેપાગામેએક મકાનમાં ત્રણ બચ્ચાને જન્મ આપનાર દીપડી પણ પાંજરે પુરાઇ હતી.

ગિરનારમાં ભારે વરસાદ પડે તો પણ વનરાજને ઉનીઆંચ આવે તેમ નથી.


  • DivyaBhaskar News Network
  • Jun 28, 2015, 04:00 AM IST
અમરેલીમાંપડેલા ભારે વરસાદનાં પગલે 9 સિંહનાં મોત થયા છે. જૂનાગઢ ગિરનાર પર્વતમાં પણ સિંહનો વસવાટ છે. પરંતુ સારી વાત છે કે ગિરનાર પર્વણ ઉપર ભારે વરસાદથી સિંહ ઉપર ખાસ જોખમ નથી. ગિરનાર પર્વતમાંથી સોનરખ અને ગુડાજલી બે નદી નિકળે છે.તેમા પુર આવવાથી સિંહ ઉપર જોખમ રહેતુ નથી.જયારે 1983માં જળ હોનારત વખતે પણ જૂનાગઢમાં ખાસ નુકશાન થયુ હતુ.

અમરેલીમાં મંગળવારની રાત્રીનાં ભારે વરસાદથી તબાહી મચી ગઇ છે. તેમાં 31 કરતા વધુ માનવ જીંદગી ,સેકડોની સંખ્યામાં પશુઓનાં મોત થયા છે.ગુજરાતની ઓળખ તેવા 9 સિંહ પણ મોતને ભેટ્યા છે. અમરેલીમાં શેત્રુજી નદીનાં પટ્ટમાં નવી વસાહત ઉભી કરી રહેતા સિંહ ઉપર મોત ત્રાટક્યુ હતુ. અમરેલી ઉપરાંત જૂનાગઢ,ગિર-સોમનાથ,ભાવનગર અને ગિરનાર પર્વતમાં પણ સિંહનો વસવાટ છે. ગિરનાર પર્વતનાં ઉતર અને દક્ષિણ ડૂંગર રેન્જમાં 35 જેટલા સિંહનો વસવાટ છે. તેમજ ગિરનાર પર્વતમાંથી સોનરખ અને ગુડાજલી નદી નિકળે છે.જે આગળ જતા ઓઝત અને ઉબેણ નદીને મળી જાય છે. બન્ને નદીની આસપાસ સિંહ રહે છે . પરંતુ ચોમાસા દરમિયાન સિંહ ઉપર જતા રહે છે. તેમજ ડુંગરાળ પ્રદેશ હોવાનાં કારણે પાણી વહી જાય છે. જેના કારણે સિંહ ઉપર જોખમ રહેતુ નથી. પછી તો કુદરતનાં કહેર સામે કોઇ ટકી શકતુ નથી. તે પણ સત્ય છે. ઉપરાંત 1983માં જૂનાગઢમાં જળ હોનારત વખતે શહેરનાં નહેરૂપાર્કમાં તબાહી થઇ હતી.જૂનાગઢનાં અન્ય વિસ્તારમાં ખાસ કોઇ નુકશાની થઇ હતી. જૂનાગઢ શહેર ઉપરવાસમાં હોય લાંબો સમય સુધી શહેરમાં પાણી પણ ટકતુ નથી.

પુર વચ્ચે કોઇ વન્ય પ્રાણી આવે તો જોખમ ખરૂ

આરએફઓપી.જી.મારૂએજણાવ્યુ હતુ કે, ગિરનાર પર્વત હીલ વાળો વિસ્તાર છે. જેના કારણે પાણી ભરાતા નથી. ગિરનારનાં પાણી સોનરખ અને ગુડાજલી નદી નિકળે છે. ભારે વરસાદ વખતે મુશકેલી નથી .પરતુ જો કોઇ વન્ય પ્રાણી નદીનાં પુરમાં આવી જાય તો જોખમ રહેવાની સંભાવના છે.

શાપુરઅને વંથલી ઉપર વધુ જોખમ

જૂનાગઢશહેરનીભોગોલીક સ્થિતી એવી છે કે વરસાદનાં પાણી લાંબો સમય ભરેલા રહેતા નથી. 1983ની હોનારત વખતે પણ શહેરનાં નહેરૂ પાર્ક વિસ્તારમાં તબાહી થઇ હતી. પરંતુ જૂનાગઢમાં પડેલા ભારે વરસાદથી શાપુર,વંથલી અને તેના આસપાસનાં ગામડાઓમાં જોખમ રહે તેમ છે.

વેરાવળ રેયોનની બંધ પાઇપ લાઇનમાં દીપડો ઘુસી ગયો.

વેરાવળ રેયોનની બંધ પાઇપ લાઇનમાં દીપડો ઘુસી ગયો
  • DivyaBhaskar News Network
  • Jun 27, 2015, 08:40 AM IST
વેરાવળરેયોન ફેકટરીની બંધ પાણીની પાઇપલાઇનમાં ગુરૂવારે સવારે દીપડો ઘુસી ગયા બાદ આજે વનતંત્રએ પાંજરામાં પુરી એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો.

વેરાવળની ઇન્ડીયન રેયોન ફેકટરીમાં જૂનાગઢ હાઇવે પરની સાઇડમાં અંદાજે 34 ઇંચની પહોળાઇ અને 200 મીટર લાંબી બંધ પાણીની પાઇપ લાઇનમાં ગુરૂવારે સવારે દીપડો ઘુસી જતાં સીકયુરીટીએ વનતંત્રને જાણ કરતાં રતનપરા, સમેજા સહિતનાં સ્ટાફે દોડી આવી પાંજરૂ ગોઠવી દીધેલ પરંતુ 24 કલાક સુધી અંદર પુરાઇ આંટા મારતો રહેલ અને આજે બપોરનાં પાંજરે પુરાતા વન તંત્ર અને કર્મચારીઓએ રાહત અનુભવી હતી. દોઢ વર્ષની ઉંમરનાં દીપડાને માળિયાહાટીનાનાં લકડધર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાયો હતો.

ધોધમાર વરસાદના કારણે ભવનાથના રોડ પર સિંહની લટાર.

  • divyabhaskar.com
  • Jun 25, 2015, 11:22 AM IST
 - જંગલમાં વરસાદનાં પગલે અશોક શીલાલેખ પાસે સિંહ  આવી ચઢ્યો
- સોશ્યલ મિડીયા પર વિડીયો વાઇરલ થયો

 
જૂનાગઢ: જૂનાગઢનાં ભવનાથ જવાનાં રસ્તા પર અવાર નવાર સિંહ આવી ચડે છે. ત્યારે આજે વરસાડ પડતા એક સિંહ અશોક શીલાલેખ પાસે આવી ગયો હતો. રોડની બાજૂમાં બનાવેલી દિવાલ પર ચાલીને જતો હોય તેવો વિડીયો વાઇરલ થયો હતો. ગિરનાર જંગલનાં બોર્ડરનાં વિસ્તારમાં અવાર નવાર સિંહ આવી ચડે છે. તેમા પણ ખાસ કરીને ભવનાથમાં રાત્રીનાં સિંહ દર્શન થઇ જતા હોય છે. ત્યારે અશોક શીલાલેખ પાસે એક સિંહ ચડી આવ્યો હતો. જંગલમાં પડેલા વરસાદનાં પગલે સિંહ બહાર લટાર મારવા પહોચી ગયો હતો. ભવનાથ રોડની બાજૂમાં બનાવેલી રક્ષણ દિવાલ પર ચાલી જતા હોય તેવો વિડિયો ફોર વ્હીલ વાળાએ ઉતારી લીધો હતો અને બાદ સોશ્યલ મીડીયા પર ફરતો કર્યો હતો.
For video click below link;
http://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-video-viral-of-lion-seen-at-ashok-shilalekh-bhavnath-junagadh-5032644-PHO.html

પ્રેમપરા ગામે સવારે 6 વાગ્યે દીપડો બજારે આંટો મારી ઘરમાં ઘૂસ્યો.

પ્રેમપરા ગામે સવારે 6 વાગ્યે દીપડો બજારે આંટો મારી ઘરમાં ઘૂસ્યો
  • Bhaskar News, Visavadar
  • Jun 25, 2015, 03:00 AM IST
- દીપડાને પકડવા વનવિભાગને પાંચ કલાક મહેનત કરવી પડી
 
વિસાવદર :  વિસાવદરનાં પ્રેમપરાનાં બસ સ્ટેન્ડ નજીકની શેરીઓમાં એક દિપડો વહેલી સવારનાં છ વાગ્યે ચક્કરો લગાવી રહ્યો હતો. જે બાબતે સ્થાનિકોએ વનવિભાગનાં બીટગાર્ડ ભરતભાઇ મહીયારાને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવ્યા તો દિપડો ચક્કરો લગાવી રહ્યો હતો. જેથી તેને કાઢવા માટે પાછળ ગયા તો પહેલા હરસુખભાઇ તથા ગોગનભાઇનાં ઘરમાં ઘૂસ્યો હતો. જ્યા તે તેને કાઢયો તે રવજીભાઇ વઘાસીયાનાં ઘરમાં ઘૂસ્યો હતો. જ્યા તે તેને કાઢયો તે રવજીભાઇ વઘાસીયાનાં ઘરમાં ઘઉં ભરેલ રૂમમાં ઘૂસ્યો હતો. રૂમમાં જવા ભાગ્યો ત્યારે ત્યાં નાના નાના ભુલકાઓ રમી રહ્યા હતા. અને મહિલાઓ પોતાના કામકાજ કરી રહતી હતી. તેવામાં અચાનક આવેલા દિપડાને જોઇ નાસભાગ મચી જવા પામી હતી.

ત્યારબાદ રૂમમાં ઘૂસી જતા વનવિભાગનાં ભરતભાઇએ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દેતા દીપડો રૂમમાં ફસાઇ ગયો હતો. ત્યારબાદ સાસણ સ્થિત રેસ્કયુ ટીમને બોલાવી દિપડાને ટ્રાન્કયુલાઇઝ કરવાની તજવીજ હાથ ધરી હતી. બાદમાં રૂમની બારીમાંથી દિપડાને બંધુક વડે બેભાનનું ઇન્જેકશન મારી બેભાન કર્યા બાદ દિપડાને સાસણ સ્થિત એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવની ગામમાં જાણ થતાં લોકોનાં ટોળે ટોળા દિપડાને જોવા એકઠા થયા હતા. વનવિભાગને આ રેસ્કયુ પાંચ કલાક ચાલ્યું હતું. આ રેસ્કયુ દરમ્યાન વરસાદ, પવન પણ ચાલુ હોવાથી વનવિભાગને નાકે દમ આવી ગયો હતો. દિપડાને પકડયા બાદ ગ્રામજનો તથા ફોરેસ્ટ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર બનાવ દરમ્યાન વિસાવદર આર.એફ.ઓ આર.ડી.વંશ તથા સ્થાનિક સ્ટાફે ભારે
જહેમત ઉઠાવી હતી .

ભાણવડના રાણપરમાં દીપડાના હુમલાથી ઘાયલ મહિલાનું મૃત્યુ.


  • Bhaskar News, BHanvad
  • Jun 25, 2015, 02:56 AM IST
- બાળકીને સારવાર માટે હોસ્પિ.માં ખસેડાઇ
- દીપડાની શોધખોળ કરવા વન િવભાગ ટુકડી દ્વારા કવાયત

ભાણવડ : ભાણવડ તાલુકાના રાણપર ગામે મધરાત્રે ફળીયામાં સુતેલા મા-પુત્રી ઉપર દિપડાએ હુમલો કરતા માતાનું મોત નિપજયું હતું જયારે દેકારો બોલતા દિપડાે ભાગી છુટતા પુત્રીનો બચાવ થયો હતો. ઘટનાને પગલે વન વિભાગની ટીમે દિપડાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ભાણવડ તાલુકાના રાણપર ગામે ગત મોડી રાત્રે 12.35 કલાકના અરસામાં બરડા ડુંગર વિસ્તારમાંથી ઘસી આવેલા એક દિપડાએ રાણપર ગામે મસ્જીદની સામે રહેતા બિલ્કીશબેન મુસ્તફાભાઇ જુસબમીયા કાદરી (ઉ.વ.48) તેના ઘરના ફળિયામાં સુતા હતા તેના ઉપર હુમલો કર્યો હતો. બિલ્કીશબેનને માથા ગળાના ભાગે તેમજ હાથના ભાગે બટકા ભરી ફાડી નાખી હતી. આ હુમલાથી બિલ્કીશબેન અને તેની પુત્રીએ દેકારો કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં. દેકારાને લીધે દિપડો નાશી છુટયો હતો.

દિપડાના હુમલામાં ઘવાયેલા બિલ્કીશબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું. ઘરના તથા ગ્રામજનો મૃતદેહને લઇને ભાણવડ સરકારી હોસ્પિટલ પહોચ્યા હતાં પરંતુ ડોકટર હાજર ન હોવાથી 2 કલાક મૃતદેહ પડી રહેલો અને સવારે 9.30 કલાકે ડોકટર આવતા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઇ હતી આ ઘટનાને પગલે ભાણવડ વન વિભાગની ટીમે દિપડાને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. ભુતકાળમાં દિપડાએ અા પંથકમાં દેખા દીધા હોવાના બનાવ અવાર-નવાર બનવા પામ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં ગીર ગાયનું સંવર્ધન કેન્દ્ર અને કોકોનટ બોર્ડની કચેરી બનશે.

DivyaBhaskar News Network
Jun 24, 2015, 08:40 AM IST

જૂનાગઢજિલ્લામાં આજરોજ કેન્દ્ર કૃષિમંત્રીએ ગાયના સંવર્ધનનાં ગુજરાતમાં બે કેન્દ્ર પૈકી જિલ્લામાં ગીર ગાયનું સંવર્ધન કેન્દ્ર બનશે તેમજ કોડીનારમાં રાષ્ટ્રીય શાખા બનશે તેમ જણાવ્યું હતું.

જૂનાગઢમાં હવે ગીર ગાયનું સંવર્ધન કેન્દ્ર બનશે તેમજ સૌરાષ્ટ્રમાં થતા કોકોનેટનાં વધુ પાકને ધ્યાનમાં લઇને કેન્દ્રીય કૃષિમંત્રી મોહનભાઇ કુંડારીયાએ આજરોજ જૂનાગઢને ગાય અને કોકોનેટ બાબતે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગૌ મિશનનાં ભાગરૂપે ગુજરાતમાં બે નવા ગાય સંવર્ધન કેન્દ્ર શરૂ થવાનાં છે. જેમાં ઉતર ગુજરાતમાં કાકરેજી ગાયનું સંવર્ધન કેન્દ્ર બનશે. તેમજ સૌરાષ્ટ્રનાં નાળીયેરીનો મહત્તમ પાક થતો હોય પણ કોકોનેટના રાષ્ટ્રીય બોર્ડની બ્રાંચ હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લામાં કોકોનેટ બોર્ડની શાખા શરૂ કરવા નિર્ણય લીધો છે. કેન્દ્રમાં સૌરાષ્ટ્રનાં નાળીયેરીનાં ખેડૂતોને સબસીડી તેમજ નવા પાકની માહિતી પ્રાપ્ત થશે. માટેનો સર્વે હજુ તાજેતરમાં થઇ ચૂક્યો છે.

જૂનાગઢની જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સેવા કરે છે


DivyaBhaskar News Network

Jun 22, 2015, 05:40 AM IST
જૂનાગઢમાંમુંગા-અબોલ પશુ-પક્ષીની સારવાર જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ નિ:શુલ્ક કરે છે. હરતા ફરતા દવાખાનાએ ઘણા પશુ-પક્ષીઓને તુરંત સારવાર કરી જીવ બચાવ્યા છે. જેમાં ટ્રેન અકસ્માતમાં ગાંધીગ્રામ સરકારી ગોડાઉન ફાટક પાસે ખૂંટીયાને લાગતા સારવાર દરમિયાન વીસ ટાંકા લઈ સારવાર કરી હતી. તેમજ થોડા સમય પહેલાં ટ્રક ચાલકે ઝાંઝરડા ચોકડી પાસે એક ગધેડીને ઠોકરે લઈ ઈજા પહોંચાડી હતી. તેમ પ્રમુખ કેતન દોશી, કેતન વસાણી અને શૈલેષ કોઠારીએ જણાવ્યું છે.

જૂનાગઢ: દીવના દરિયાકિનારેથી 45 કિલોનો ઘાયલ કાચબો મળ્યો.


જૂનાગઢ: દીવના દરિયાકિનારેથી 45 કિલોનો ઘાયલ કાચબો મળ્યો

  • Bhaskar News, Diu
  • Jun 19, 2015, 09:56 AM IST
જૂનાગઢ: દીવના ઘોઘલા બિચ પરથી ડો.હરેશ દાફડાને એક પગ કપાયેલ કાચબો ઘાયલ હાલતમાં જોવા મળતાં વનતંત્રને તાત્કાલિક જાણ કરી હતી.ફોરેસ્ટ ગાર્ડ પ્રવીણ વીરજી અને સ્થાનિક લોકોની મદદથી વેટરનરી હોસ્પિટલે લઇ જઇ ત્યાં સારવાર અપાઇ હતી.45 કિલો વજન અને 13 ફૂટની લંબાઇ ધરાવતા આ કાચબાની ઉંમર 45 વર્ષથી વધુની અને ઉછળતા મોજાંથી ખડકમાં અથડાતાં તેનો જમણો પગ કપાઇ ગયો હતો.આ કાચબાને સારવાર અપાયા બાદ ફુદમના પક્ષી નિરીક્ષણ કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યો છે.

ગિરનારની વનરાઇ ખીલી.

ગિરનારની વનરાઇ ખીલી
  • DivyaBhaskar News Network
  • Jun 18, 2015, 03:50 AM IST
જૂનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. તેમજ શહેરમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ઉપરાંત ગિરનાર પર્વત પર પણ વરસાદ પડતા સુકાઇ ગયેલી વનરાઇ ખીલી ઉઠી છે. ગિરનાર પર્વત પણ ધીમે ધીમે લીલાછમ વૃક્ષોની ચૂંદડી ઓઢી રહ્યો છે. તેમજ વરસાદનાં પગલે વન્યપ્રાણીઓ પણ ઝૂમી ઉઠ્યા છે.

ખિલાવડ ગામે ખુલ્લા કૂવામાં પડી જતાં 12 વર્ષના સિંહનું મોત.

ખિલાવડ ગામે ખુલ્લા કૂવામાં પડી જતાં 12 વર્ષના સિંહનું મોત
  • Bhaskar News, Una
  • Jun 18, 2015, 01:37 AM IST
- સિંહ જાંબલા નામથી આ વિસ્તારમાં પ્રચલિત હતો

ઊના: ગીરગઢડા તાલુકાના ખિલાવડ ગામે 30 ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં પડી જતાં આશરે 12 વર્ષના સિંહનું ડૂબી જતાં મોત થયું હતું. ગીરના બોર્ડર વિસ્તારમાં  ઘણા એવા ખુલ્લા કૂવાઓ આવેલા છે. જેના કારણે  સિંહ અને દીપડા વારંવાર આવા ખુલ્લા કૂવામાં પડી જઇને મોતને ભેટે છે. વધુ એક ઘટના ખિલાવડ ગામે બની હતી. ગામમાં આવેલા 30 ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં પડી જતાં 12 વર્ષનાં સિંહનું મોત થયું હતું.

જોકે મરનાર સિંહ આ વિસ્તારમાં જાંબલાના નામથી પ્રખ્યાત હોય આ સિંહનું અકસ્માતે કૂવામાં પડી જતાં મોત થતાં જશાધાર રેન્જના આરએફઓ બી.ટી.આયર અને રેસ્ક્યુ ટીમનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ સાથે વન વિભાગના રાણપરિયા તથા ખુમાણભાઇ સહિતના પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા  અને કૂવામાંથી સિંહને બહાર કાઢવામાં આવ્યો હતો.

જોકે બહાર નીકળે તે પહેલા જ સિંહનું ડૂબી જવાથી મોત નીપજી ગયું હતું . જોકે મૃતક સિંહ આ વિસ્તારમાં ખૂબ પ્રચલિત હોય અને તેનો સ્વભાવ પણ શાંત અને કોઇને રંજાડતો ન હોવાને કારણે સિંહના મૃત્યુથી ત્યાં ઉપસ્થિત તમામની આંખો ભીંજાઇ ગઇ હતી અને જાંબલા નામના આ સિંહને ભાવભીની વિદાય આપી હતી. જ્યારે પ્રકૃતિ પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

શહેરમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીનો ફોરટ્રેક માર્ગ મોડેલ રોડ બનશે

શહેરમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીનો ફોરટ્રેક માર્ગ મોડેલ રોડ બનશે
  • Bhaskar News, Junagadh
  • Jun 17, 2015, 00:04 AM IST
- સુદર્શન તળાવથી ગિરનાર-દાતારની જગ્યાઓ જોઇ શકાય એવી ગેલેરી બનાવવા વિચારણા

જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીનાં માર્ગને મોડેલ રોડ બનાવવાની વિચારણા થઇ રહી છે. મુખ્યમંત્રીની તમામ જિલ્લા કલેક્ટરોને 3 સ્થળોને યાત્રાધામ કે ટુરિઝમની દૃષ્ટિએ વિકસાવવાનાં પ્રોજેક્ટ હેઠળ આ કામગિરી કરાય એવી શક્યતા છે. આ યોજના હેઠળ સુદર્શન તળાવનું બ્યુટીફીકેશન તેમજ ત્યાંથી ગિરનાર અને દાતાર પર્વતની દેખાઇ શકતી જગ્યાઓ દૂરબીનથી જોવા માટેની એક ગેલેરીનાં આયોજનની પણ શક્યતાઓ જોવાઇ રહી છે.

શહેરનાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીનો આખો રોડ ફોરટ્રેક બની જશે. જેમાં અશોકનાં શિલાલેખથી ગિરનાર દરવાજા સુધીનાં રોડને ફોરટ્રેક બનાવવાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. દરમ્યાન ગિરનાર દરવાજાથી છેક ભવનાથ સુધી નાં આખા રોડને મોડેલ રોડ બનાવવાની વિચારણા ટુરિઝમ હેઠળનાં કામો અંતર્ગત ચાલી રહી છે.

આ અંગેની વિગતો આપતાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેક્ટર યોગી પઢિયારે જણાવ્યું હતું કે, હાલ રજાનાં દિવસોમાં તેમજ સાંજનાં સમયે જૂનાગઢવાસીઓ ભવનાથ ફરવા જવાનું વધુ પસંદ કરે છે. છેક અશોકનાં શિલાલેખથી લઇને સુદર્શન તળાવ સુધી રોડની બંને બાજુ કે ડીવાઇડર પર લોકો પોતાનાં પરિવાર કે મિત્રવર્તુળ સાથે બેસે છે. ઘણી વખત તો ઉનાળાની મોડી રાત્રે આખો પરિવાર ત્યાં જઇને સાથે બેસીને ભોજન કરે છે.

આથી લોકોની સુવિધા વધે એ માટે અમે રસ્તાની બંને બાજુ બેસવાની જગ્યા, બેસી શકે એવાં ડીવાઇડર, ફૂવારો, વગેરેનું આયોજન કરવા માંગીએ છીએ. આ સાથે સુદર્શન તળાવની પાળીએ પણ બ્યુટીફીકેશન કરી ત્યાં સુધી કારમાં જઇ શકાય એ રીતની વ્યવસ્થા, પ્રવાસી સુવિધાઓ, ત્યાં ઉભીને ગિરનાર અને દાતારનાં જે ભાગો જોઇ શકાય છે તે દૂરબીન વડે નજીકથી જોવા ગેલેરી અને દૂરબીનની વ્યવસ્થા પણ કરવા માંગીએ છીએ.

જિલ્લાનાં 3 સ્થળોનો ટુરિઝમની યોજનામાં સમાવેશ

મુખ્યમંત્રીએ દરેક જિલ્લાનાં કલેક્ટરોને 3 સ્થળોનાં ટુરિઝમ કે યાત્રાધામની દૃષ્ટિએ વિકાસ કરવા માટે ફાળવેલા 10 કરોડમાં સુદર્શન તળાવ, નરસિંહ સરોવર અને ચોરવાડનો સમાવેશ કરાયો છે.

ભવનાથમાં રીંગરોડનો વિકાસ

ભવનાથમાં ફરવા આવતા પ્રવાસીઓ તેમજ રજાનાં દિવસે સાંજે ફરવા આવતા જૂનાગઢવાસીઓ માટે જગ્યા વધે એ માટે રીંગરોડની બંને તરફ પણ બેસવાની જગ્યા તેમજ અન્ય સુશોભન અને લોકો ત્યાં બેસીને જમી શકે એવી વ્યવસ્થા પણ અમે કરવા માંગીએ છીએ. આ માટે મનપાની શાસક બોડીનાં પદાધિકારીઓ-હોદ્દેદારોએ પણ રસ દાખવ્યો છે. એમ પણ યોગી પઢિયારે જણાવ્યું હતું.

ગિરનાર જંગલમાં બૌદ્ધ ટુરિસ્ટ સાઇટો વિકસી શકે

છેક 1947માં જૂનાગઢનાં તત્ત્કાલિન કલેક્ટર બનેસીંહે ઇંટવાનાં જંગલમાં ઉત્ખન્ન કરાવ્યું હતું. જેમાં જૂનાં બૌદ્ધ વિહારો, ઇંટવા ગામનાં મકાનોનાં અવષેશો મળી આવ્યા હતા. પરંતુ બાદમાં તેમાં આગળ કોઇ કામ થયું નથી. આથી જો ઇંટવા તરફ અને બોરદેવી તરફ બૌદ્ધ વિહારો-મઠનાં આવશેષો શોધવા ઉત્ખન્ન કરાય તો વિદેશી બૌદ્ધ ટુરિસ્ટોને આકર્ષી શકાય તેમજ છે.
યોગી પઢિયાર, ડાયરેક્ટર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ

પર્યટકો માટે ગીર અભયારણ્યનાં દ્વાર બંધ.

પર્યટકો માટે ગીર અભયારણ્યનાં દ્વાર બંધ
  • Bhaskar News, Talala
  • Jun 17, 2015, 00:03 AM IST
- આરામ: વનરાજોનું 16 જૂનથી 15 ઓકટો. સુધી ચાર માસનું વેકેશન શરૂ

તાલાલા: એશિયાટીક સિંહોના મુખ્ય રહેઠાણ ગીર અભયારણ્યનાં પ્રવેશદ્વાર પ્રવાસીઓ માટે આજથી ચાર માસ સુધી બંધ કરવામાં આવ્યા છે. ચોમાસાનાં ચાર માસ સિંહ પ્રજાતીનો સંવનનકાળ ગણાતો હોય 16 જૂન થી 15 ઓકટોબર સુધી જંગલમાં પ્રવેશ બંધ રહેશે. સાસણ નજીક 482 હેકટરમાં પથરાયેલ દેવળીયા પરિચય ખંડમાં સિંહ દર્શન સહિતનં વન્ય જીવો જોઇ શકાશે.

સિંહ પ્રજાતીનું વેકેશન આજથી શરૂ થયું હોય ગીર જંગલ ચાર માસ બંધ રહેશે. વેકેશન શરૂ થતાં પહેલા પ્રવાસીઓએ ગીરનાં જંગલની મુલાકાત કરી હોય તે સંખ્યામાં ખાસ્સો ઉછાળો નોંધાયો છે. પ્રવાસીઓની સંખ્યામાં 16 ટકાનો વધારો થતા મુલાકાતીઓની સંખ્યા સાડા પાંચ લાખ સુધી પહોંચી છે. જેનાંથી વનવિભાગને પણ નોંધપાત્ર આવક થઇ છે.ઉલ્લેખનીય એ છે કે, પ્રવાસન વિભાગ દ્વારા જાહેર ખબર આપ્યા બાદ દર વર્ષે પર્યટકોની સંખ્યામાં વધારો થતો જાય છે. ત્યારે આ વર્ષે પણ એ વધારો યથાવત રહ્યો હતો. હવે વનરાજોનાં વેકેશન બાદ આવતા વર્ષે કેટલા પર્યટકો થશે તે જોવાનું રહ્યું.

દેવળીયા પરિચય ખંડમાં સિંહ દર્શન થશે

વન વિભાગ દ્વારા ચોમાસામાં ચાર માસ અભયારણ્યમાં પ્રવેશબંધી કરાતી હોય ચાર માસ દરમિયાન સફારી પાર્કના 482 હેકટરમાં પથરાયેલા જંગલમાં રહેતા સિંહ, દીપડા સહિતના વન્ય જીવો જોવા પાર્કમાં વરસાદ ન હોય અને રસ્તામાં વાહનો ચાલી શકે તેવી સ્થિતિ હોય ત્યારે પાર્કમાં સિંહ દર્શન વન વિભાગની બસો દ્વારા પ્રવાસીઓને કરાવાશે.

અમરેલીમાં રાજમાતા તરીકે ઓળખાતી સિંહણ સહિત 27 ‘ડાલામથા’ નજરે ચડ્યા.

અમરેલીમાં રાજમાતા તરીકે ઓળખાતી સિંહણ સહિત 27 ‘ડાલામથા’ નજરે ચડ્યા
  • Bhaskar News, Amreli
  • Jun 30, 2015, 10:30 AM IST
અમરેલી: થવાનુ હતું તે થઇ ગયુ. અહીંના સાવજો ખેદાન મેદાન થયા. પરંતુ હવે સાવજોની આગલી પેઢી ફરી અમરેલીને ગૌરવ અપાવશે. આ આગલી પેઢી દેશભરના લોકોનું આકર્ષણ બનશે. કારણ કે આશાનુ ઉજળુ કિરણ દેખાયું છે. અત્યાર સુધીમાં ભલે 12 સાવજોના મોત થયાનુ બહાર આવ્યુ છે, પરંતુ આશાનુ કિરણ એ છે કે 27 જેટલા સાવજો જીવિત હાલતમાં તંત્રને નજરે ચડ્યા છે. નઘરોળ વનતંત્રનો ભરોસો કરવા જેવું નથી, આમ છતાં આશા રાખીએ વનતંત્ર સાચુ કહે છે.
તબાહીમાં પણ આશાનુ કિરણ 27 સા
વજો નજરે ચડ્યા
- વધુ એક સિંહનો મૃતદેહ ઘોબામાંથી મળતા મૃત્યુઆંક 12
- 1લી જુલાઇએ પ્રાણીઓ માટેનો શ્રધ્ધાંજલી કાર્યક્રમ
ક્રાંકચ પંથકના બચેલા સાવજો નોંધારા નથી, કારણ કે રાજમાતા હયાત છે. જે સિંહણે દોઢ દાયકા જેવા સમયથી આ વિસ્તારમાં સાવજોનો દબદબો રાખ્યો અને સાવજ પરિવાર જેનાથી ફાલ્યોફુલ્યો તે કોલર આઇડી સિંહણ આખરે નજરે પડી છે. અને તે પણ પરિવાર સાથે. અહીં સાવજ પરિવારમાંથી 12 સાવજો મોતને ભેટ્યાં છે. ત્યારે બાકીના સાવજો વિશે સૌ કોઇ ચિંતિત હતા. પરંતુ રાજમાતા તરીકે ઓળખાતી રેડિયો કોલર સિંહણ તેના બે સિંહબાળ અને એક પાઠડી સિંહણ સાથે ભોરીંગડા પંથકમાં નજરે પડી છે.

આવી જ રીતે ક્રાંકચના ખળખળ વિસ્તારમાં એક સિંહ, એક સિંહણ અને ત્રણ સિંહબાળ નજરે પડ્યા છે. બેલા વિસ્તારમાં એક કદાવર સિંહ છે. ચાંદગઢમાં બોખો સિંહ નજરે ચડ્યો છે. ભોરીંગડા કુતાણા વચ્ચે રાતડી તરીકે ઓળખાતી સિંહણ અને બે પાઠડા, લોંકામા બે પાઠડા અને ઇંગોરાળામા સિંહ અને સિંહણ, કેરાળામા સિંહણ અને તેના ત્રણ બચ્ચા સહિત કુલ 27 જેટલા સાવજો આ વિસ્તારમા હોવાની હાજરી નોંધાઇ છે. ગઇકાલે ડીએફઓ ગુર્જરે પણ જણાવ્યું હતુ કે 27 સિંહોને લોકેટ કરી લેવાયા છે. હજુ પણ કેટલાક સિંહો અને સિંહબાળની ભાળ મળી નથી. ચાંદગઢની સિંહણ અને બે બચ્ચા લાપતા છે જે ચિંતાનો વિષય છે.
-લાખોના ખર્ચે પહેરાવાયેલા કોલર આઇડી બંધ

લીલીયામા રાજમાતા તરીકે ઓળખાતી સિંહણને રૂ.1.80 લાખના ખર્ચે કોલર આઇડી 2008માં પહેરાવવામા આવ્યો હતો, જે ગણતરીના મહિનામા બંધ થઇ ગયો હતો. 2014મા એક અન્ય સિંહણને કોલર આઇડી લગાવાયો હતો. જે પણ બંધ થઇ ગયો છે અને ઘંટીના પડની જેમ ગળામા લટકી રહ્યો છે. આ કોલર આઇડી શરૂ હોત તો સિંહોનુ લોકેશન ઝડપથી જાણી શકાયુ હોત.

-ઘોબામાંથી સિંહનો મૃતદેહ મળ્યો

નિભંર વનતંત્રએ સાવરકુંડલાના ઘોબામાંથી ગઇકાલે એક સિંહણનો મૃતદેહ મળ્યો હોવા છતા આસપાસના વિસ્તારની પુરી ચકાસણી ન કરી. આખરે આજે ગામની સીમમાંથી ખોડિયારમાંની વીડીમાંથી સરપંચ દિલુભાઇ ખુમાણના ખેતર નજીક વધુ એક સિંહનો મૃતદેહ મળી આવ્યો. આ સિંહનુ તણાઇ જવાથી મોત થયુ હતુ.

આગળ વાંચો અત્યારસુધીમાં કયાં કયાંથી મૃતદેહો મળ્યાં ?
-અત્યારસુધીમાં કયાં કયાંથી મૃતદેહો મળ્યાં ?

-25/6/15    લીલીયાના બવાડી નજીકથી સિંહણ
-26/6/15    પાલિતાણા નજીકથી સિંહ અને સિંહણ
-26/6/15    ક્રાંકચ નજીકથી સિંહ તથા સિંહબાળ
-26/6/15    પીપરડી નજીકથી સિંહણ
-27/6/15    ચાંદગઢ નજીકથી સિંહ
-27/6/15    પીંગળી નજીકથી સિંહ
-28/6/15    બવાડા નજીકથી સિંહણ
-28/6/15    તળાજા નજીકથી સિંહણ
-28/6/15    ઘોબા નજીકથી સિંહણ
-29/6/15    ઘોબા નજીકથી સિંહ

વરસાદની તારાજી: શેત્રુંજી નદીના કાંઠે વધુ બે સિંહના મૃતદેહ મળી આવ્યા.

વરસાદની તારાજી:  શેત્રુંજી નદીના કાંઠે વધુ બે સિંહના મૃતદેહ મળી આવ્યા
  • Bhaskar News, Amreli
  • Jun 29, 2015, 10:25 AM IST
- વધુ બે સિંહના મૃતદેહ મળી આવ્યા
- ઘોબા નજીકથી સિંહણ, માઇધાર નજીકથી સિંહનો મૃતદેહ મળ્યો
 
વરસાદની તારાજી:  શેત્રુંજી નદીના કાંઠે વધુ બે સિંહના મૃતદેહ મળી આવ્યા
અમરેલી: આજે સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામની સીમમા શેત્રુંજી નદીના કાંઠે એક સિંહણનો મૃતદેહ પડયો હોવાની વનતંત્રને બાતમી મળતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો. આ સિંહણના મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામા આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે જ તેના મૃતદેહનો નિકાલ કરાયો હતો.આ ઉપરાંત પાલિતાણા તાલુકાના માયધારના શેત્રુંજય કાંઠેથી ત્યાં વધુ એક સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલ સુધીમાં નવ સિંહોના મોત થયાનુ બહાર આવ્યું હતુ. જયારે આજે વધુ એક સિંહ અને અેક સિંહણનો મૃતદેહ મળતા જળ હોનારતમાં સિંહોના મોતની સંખ્યા 11 પર પહોંચી છે.

રાજુલા: ચાર સાવજોએ સીમમાં કર્યુ બે બળદનું મારણ, ખેડૂતોમાં ફફડાટ

રાજુલા: ચાર સાવજોએ સીમમાં કર્યુ બે બળદનું મારણ, ખેડૂતોમાં ફફડાટ
  • Bhaskar News, Rajula
  • Jun 29, 2015, 00:28 AM IST
- જાફરાબાદ તાલુકાના સરોવડામાં ચાર સાવજોએ સીમમાં કર્યુ બે બળદનું મારણ
- ખેતીની સિઝનમાં સાવજોના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ

રાજુલા: રાજુલા જાફરાબાદ પંથકમા દરિયાકાંઠે અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અનેક વખત આ સાવજો શિકારની શોધમાં વાડી ખેતરોમાં આવી ચડે છે અને પશુઓનુ મારણ કરે છે ત્યારે ગતરાત્રીના અહી આવેલ સરોવડા ગામે એક વાડીમા ચાર સાવજોનુ ટોળુ આવી ચડયુ હતુ અને અહી બે બળદોનુ મારણ કરતા લોકોમાં ભય ફેલાયો હતો. ચાર સાવજોએ બે બળદનુ મારણ કર્યાની આ ઘટના જાફરાબાદ તાલુકાના સરોવડા ગામે ગતરાત્રીના બની હતી.અહી આવેલ ભરતભાઇ દેવાતભાઇ વરૂની વાડીમાં ચાર સાવજોનુ ટોળુ આવી ચડયુ હતુ. અને અહી બે બળદોનુ મારણ કરતા આસપાસના વિસ્તારોમાં લોકોમા ભય ફેલાયો છે.
 
હાલ એક તરફ વાવણી કાર્ય પણ પુરજોશમા ચાલી રહ્યું હોય સાવજોએ બે બળદનુ મારણ કરતા ખેડૂતને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. બનાવને પગલે અહી વનવિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો. ખેડૂતને તાકિદે વળતર મળે તેવી ગ્રામજનોએ માંગણી પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા જાફરાબાદ પંથકના દરિયાકાંઠે અનેક સાવજોએ પોતાનુ રહેઠાણ બનાવ્યું છે. આ સાવજો અવારનવાર શિકારની શોધમાં દરિયાકાંઠા વિસ્તારોના ગામોમા આવી ચડે છે અને દુધાળા પશુઓનુ મારણ કરે છે. હાલ ખેતીની સિઝન ચાલી રહી હોય ખેડૂતો પણ વાવણી કાર્યમાં વાડી ખેતરોમાં જ હોવાથી ભયનો માહોલ ફેલાયો છે.

શેત્રુંજીની તબાહી: ક્રાંકચની વન્યસૃષ્ટિ ખેદાનમેદાન, 9 સાવજોનાં મોત.

શેત્રુંજીની તબાહી: ક્રાંકચની વન્યસૃષ્ટિ ખેદાનમેદાન, 9 સાવજોનાં મોત
  • Bhaskar News, Amreli
  • Jun 28, 2015, 02:55 AM IST
- શેત્રુંજીની તબાહી: ક્રાંકચની વન્યસૃષ્ટિ ખેદાનમેદાન
- 9 સાવજોનાં મોત: નિલગાય કાળિયાર પહુ અને બાવળના જંગલનો પણ સફાયો થઇ ગયો
 
અમરેલી, ગાંધીનગર: અમરેલી પંથકમાં સર્જાયેલી જળ હોનારતને પગલે વન્ય સૃષ્ટિને ભારે નુકશાન થયુ છે. ગુજરાત જેના પર ગૌરવ લે છે તે નવ નવ સાવજોના મોતની ઘટના થયાનુ બહાર આવી ચુકયુ છે. આ ઉપરાંત 500થી વધુ નિલગાયોના મૃતદેહ જયાંત્યાં વિખરાયેલા પડયા છે. કાળીયાર અને પહુ નામના હરણના મોટામોટા ઝુંડ લીલીયા પંથકમાં વસતા હતા. તે પૈકી એકપણ હરણ હાલમા નજરે ચડતુ નથી. અહીનુ બાવળનુ જંગલ પણ સાફ થઇ ગયુ છે.
 
અમરેલી જિલ્લામાં વન્યજીવ સૃષ્ટિ બે વિભાગમા વહેચાયેલી છે. લોકોની સામાન્ય સમજ એવી છે કે ગીર જંગલમાં જ વન્યજીવો વસે છે. પરંતુ સિંહ, દિપડા, હરણ, નિલગાય જેવા વન્યપ્રાણીઓ મોટી સંખ્યામા અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા અને ખાસ કરીને ક્રાંકચના બાવળોના જંગલમા વસી રહ્યાં છે. ગીરની વન્ય સંપદાને ભલે વાંધો ન આવ્યો પરંતુ અમરેલી, લીલીયા અને સાવરકુંડલા તાલુકામા વન્ય સંપદાની ખાનાખરાબી સર્જાઇ છે. અમરેલીના બાબાપુર, ચાંદગઢ, લીલીયાના ક્રાંકચ, શેઢાવદરથી લઇ છેક સાવરકુંડલા તાલુકામા મોટી સંખ્યામા સાવજો વસે છે.
 
ક્રાંકચ પંથકમાં શેત્રુજીના કાંઠે 40 સાવજોનુ વિશાળ ગૃપ છે. શેત્રુજીએ માત્ર સિંહ જ નહી સિંહ જેના પર નભે છે તે નિલગાય, કાળીયાર, પહુ જેવા પશુ ઉપરાંત અહીના બાવળના જંગલનુ પણ પાલન પોષણ કર્યુ છે. પરંતુ હવે અહી બધુ સાફ થઇ ગયુ છે. અત્યાર સુધીમાં નવ સિંહોના મોતની વિગત બહાર આવી છે જે પૈકી આઠ મૃતદેહ મળ્યાં છે. ઉપરાંત અહીની બાવળની કાટમાં ડગલેને પગલે નિલગાયના મૃતદેહો વિખરાયેલા પડયા છે. 500 થી વધુ નિલગાયો મૃત્યુ પામી છે. આ વિસ્તારમાં 300 કાળીયાર હરણ હતા. અને 100થી વધુ પહુ તરીકે ઓળખાતા હરણ હતા. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અહી એકપણ હરણ નજરે ચડયા નથી.
જંગલ અને જંગલી જાનવર બધું સાફ થઈ ગયું
 
09 કાંક્રચ વિસ્તારમાં સાવજોના મોત
500 નિલગાયના મૃતદેહ જયાં ત્યાં પડયા છે
100 પહુ (હરણ) હતા એકેય નજરે ચડયુ નથી
300 કાળીયાર વસતા હતા હવે નજરે ચડતા નથી
 
સાવજોનું રહેઠાણ- બાવળની કાઠ તબાહ

લીલીયા તાલુકાના ખારાપાટમા બાવળની ગીચ અને અડાબીડ કાઠ સાવજોને રહેઠાણ પુરૂ પાડતી હતી. આ એક પ્રકારનુ જંગલ જ હતુ પરંતુ આ કાઠ પણ તબાહ થઇ ગઇ છે. જંગલ હર્યુભર્યુ થતા લાંબો સમય લાગશે.

બેથી ત્રણ દિવસમાં રાહત-બચાવ પૂર્ણ થશે

અમે ફસાયેલા પ્રાણીઓને સલામત ખસેડવા અને ઇજા પામેલા પશુઓને સારવાર મળે તે માટે કામગીરી ચાલુ કરી છે. કાદવ અને ગાંડા બાવળના ઝૂંડના કારણે રાહત-બચાવ કામગીરીમાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. બેથી ત્રણ દિવસમાં અમે આ સમગ્ર વિસ્તારની શું સ્થિતિ છે તેનો રિપોર્ટ સરકારને આપીશું. > એ.સી.પંત, રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન

શેત્રુંજીનું પૂર સાવજોને તાણી ગયું, સિંહણના હર્યા-ભર્યા પરિવારનો કચ્ચરઘાણ.


શેત્રુંજીનું પૂર સાવજોને તાણી ગયું, સિંહણના હર્યા-ભર્યા પરિવારનો કચ્ચરઘાણ

  • Bhaskar News, Amreli-Liliya
  • Jun 27, 2015, 20:42 PM IST
- શેત્રુંજીનું ધસમસતુ પૂર આસપાસના વિસ્તારમાં વસતા સાવજોને તાણી ગયું
- શેત્રુંજી નદીનું ધસમસતું પૂર સાવજોને તાણી ગયું : હર્યા-ભર્યા સિંહ પરિવારનો કચ્ચરઘાણ
- શેત્રુંજીના પાણીએ વન્યપ્રાણીઓનો સોથ બોલાવ્યો
- ક્રાંકચ નજીકથી બે, પાલીતાણા નજીકથી બે તથા પીપરડીમાંથી એક સિંહનો મૃતદેહ મળ્યો
- નવ સિંહોના મોત જ્યારે 15 હજુ ગુમ
 
અમરેલી/લીલીયા : અમરેલી જીલ્લાની શાન સમા ક્રાંકચ પંથકના સાવજ પરિવારનો કચ્ચરઘાણ બોલી ગયો છે. શેત્રુંજી અને તેમાં ભળતી અન્ય નદીઓએ અહીંનું ઘરેણુ ગણાતા સાવજોને પૂરની ગર્તામાં ધકેલી દીધા છે. નિષ્ફળ વનતંત્રની લાચારી વચ્ચે પૂરના કારણે નવ સાવજોના મોત થયાનું બહાર આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં હાહાકાર મચી ગયો છે. ગુરુવારે બવાડીમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યા બાદ શુક્રવારે ક્રાંકચ નજીકથી સિંહ તથા સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. તો પૂરમાં તણાયેલા બે સિંહના મૃતદેહ પાલીતાણાના જીવાપર નજીકથી મળ્યા હતાં. જ્યારે પીપરડીમાંથી પૂરમાં તણાયેલો સિંહ મળી આવ્યા બાદ તેનું સારવારમાં મોત થયુ હતું. એક સિંહનો મૃતદેહ ચાંદગઢની સીમમાં પડયો હોવાનું જાણવા મળેલ છે. જ્યાં તંત્ર પહોંચ્યુ નથી. મળેલા મૃતદેહોની સામુહિક અંતિમ વિધિ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કરે અહેવાલ દ્વારા એક સપ્તાહ પહેલા જ ક્રાંકચ પંથકમાં સિંહો પર શેત્રુંજીના પૂરનો ખતરો હોવાનું ધ્યાન દોર્યા બાદ પણ તંત્ર નહી જાગતા અમરેલી જીલ્લાના ઘરેણા સમાન ક્રાંકચના સાવજોની ભારે ખાનાખરાબી સર્જાય છે. શેત્રુંજીના કાંઠાળ વિસ્તારમાં હજુ તંત્ર ક્યાંય પહોંચી શક્યુ નથી. ત્યાં જ આવી ખાનાખરાબી બહાર આવી છે ત્યાં આવનારા દિવસોમાં ચિત્ર શું હશે તે કલ્પના જ ધ્રુજાવી મુકે તેવી છે.
 
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરી કહ્યું હતું કે સાત સિંહોના મોત થયા છે જ્યારે 15 સાવજ હજુ ગુમ છે. જંગલ ખાતાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજ્બ, મૃતદેહ શોધવાનું કામ શેત્રુંજીના કિનારે કાંક્રચ એરીયામાં ચાલુ છે. મૃત્યુઆંક વધી શકે છે. અત્યાર સુધીમાં કુલ 9 મૃતદેહ મળ્યા છે. 2 લિલિયાના ગાગડીયા પુલ પાસેથી 2 પાલિતાણાના જીવાપરના કિનારા પાસેથી 1 લીલીયાના બવાડી ગામેથી મોટાભાગે લીલીયા વિસ્તારમાં જ સિંહો મૃત્યુ પામ્યા છે. હજુ મૃતદેહોની શોધખોળ ચાલુ છે. કાંક્રચ પાસેથી વધુ એક સિંહનો મૃતદેહ મળ્યો છે, ભાવનગરના તળાજા પાસેથી પણ એક સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. 1 પીપરડી અને 1 ઈંગોરાળામાંથી સિંહ બચાવી લેવાયા છે.

શુક્રવારે ક્રાંકચ નજીક ખારી વિસ્તારમાં ગાગડીયા નદીના પટમાંથી આઠ વર્ષના એક કદાવર સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઉપરાંત અહિં એક સિંહબાળનો પણ મૃતદેહ મળી આવતા સ્થાનિક વનકર્મીઓ ગારો ખુંદી આ બન્ને મૃતદેહોનો કબજો લેવા મોડી રાત્રે કામે લાગ્યા હતાં. આવી જ રીતે સાવરકુંડલા રેન્જમાં પીપરડી ગામે શેત્રુજીના પૂરમાં તણાઇને આવેલી એક સિંહણ જીવીત બચી ગયા બાદ તેને સારવાર માટે ધારી લઇ જવાઇ હતી. પાંચ વર્ષની આ સિંહણના ફેફસાંમાં પાણી ભરાઇ જતા તેનું સારવારમાં મોત થયુ હતું.
 
લીલીયા પંથકનું શેત્રુજીનું તમામ પાણી પાલીતાણાના શેત્રુજી ડેમમાં ઠાલવાયુ હતુ ત્યારે લીલીયાથી પાલીતાણા સુધીની પટ્ટીમાં સિંહોના મૃતદેહ મળવાની આશંકા વચ્ચે આજે પાલીતાણાના જીવાપર અને ગાજરીયા ગામની સીમમાં શેત્રુજી નદીના પટમાંથી એક સિંહણ તથા એક સિંહનો મૃતદેહ મળી આવ્ય હતો. આ બન્ને મૃતદેહો પુરમાં તણાયને અહિં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે લીલીયાના બવાડી ગામમાંથી પણ એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઉપરાંત અમરેલી તાલુકાના ચાંદગઢ ગામની સીમમાં નદીના કાદવમાં એક સિંહનો મૃતદેહ હોવાનું પણ જાણવા મળેલ છે. જ્યાં સુધી હજુ તંત્ર પહોંચી શક્યુ નથી. આ વિસ્તારમાં 40 સિંહનો પરિવાર વસે છે. જે રીતે શેત્રુજીએ તારાજી સર્જી છે તે જોતા કેટલા સિંહ બચશે તે કહેવુ મુશ્કેલ છે.
 
વધુ બે સાવજો તણાઇ ગયા
દરમીયાન અન્ય બે સાવજો પણ પુરમાં તણાયા છે. સાવરકુંડલાના ભમોદ્રા નજીક એક સિંહણ પુરમાં તણાઇ ગયા બાદ જેમ તેમ કરી બચી હતી. જેને સારવાર માટે વનતંત્ર દ્વારા મહુવા લઇ જવાઇ છે. જ્યારે એક સિંહ પુરમાં તણાયા બાદ બચી જતા ઇંગોરાળામાં મહાદેવ મંદિરમાં બે દિવસથી ઘુસી ગયો છે. આ સિંહ બિમાર છે. પરંતુ વનતંત્ર ત્યાં પહોંચી શક્યુ નથી.

ફેફસામાં પાણી ભરાવાથી સિંહનું મોત-એસીએફ મુની
ગીર પૂર્વની સાવરકુંડલા રેન્જમાં શેત્રુજીના પુરમાં તણાયેલી સિંહણ પીપરડી ગામેથી ઝડપી તો લેવાઇ પરંતુ તેને બચાવી શકાય નહી. એસીએફ મુનીએ જણાવ્યુ હતું કે આ સિંહણના ફેફસામાં પાણી ભરાઇ ગયુ હતું અને તેના કારણે તેનું મોત થયુ હતું.

અમરેલીના નામે વાયરલ થયેલી આ તસવીરની હકિકત જાણો.


અમરેલીના નામે વાયરલ થયેલી આ તસવીરની હકિકત જાણો

divyabhaskar.com
Jun 27, 2015, 15:47 PM IST

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વરસાદની સાથે કહેર પણ વરસાવ્યો હતો. અમરેલી જિલ્લાના બગસરામાં બારેય મેઘ ખાંગા થયા હોય તેમ બુધવારે સાંજ સુધીમાં 26 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધારી તાલુકામાં 20 ઈંચથી વધુ, વડિયામાં 16 ઈચથી વધુ વરસાદ પડ્યો હતો. પરંતુ આહીં વાત કંઈક વરસાદની નહીં પરંતુ સિંહની છે. અમરેલી જિલ્લામાં વરસાદના કારણે પુર આવ્યું છે તેવી જ રીતે સાઉથ આફ્રિકામાં અગાઉ આવી જ કંઈક ઘટના બની હતી. તે દરમિયાન સિંહ પોતાના બચ્ચાંને પાણીમાંથી બચાવીને બહાર નિકળી રહ્યો છે તે નજરે પડે છે. ત્યારે અમરેલીમાં આવેલા ધોધમાર વરસાદથી જંગલમાં પાણી જ પાણી થઈ ગયું છે. અમરેલીના જંગલમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા જેમાં સાઉથ આફ્રિકામાં જે દ્રશ્ય નજરે પડે છે તેવા દ્રશ્યો કદાચ સર્જાયા હશે. છેલ્લા બે ત્રણ દિવસથી સાઉથ આફ્રિકાના  સિંહની આ તસવીરો સોશિયલ મીડિયામાં અમરેલી પંથકના સાવજના નામે વાયરલ થઈ છે, જેમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે આ ફોટો જાણે અમરેલીના જંગલના હોય.

શેત્રુંજી નદીનું ધસમસતું પૂર સાવજોને તાણી ગયું : હર્યા-ભર્યા સિંહ પરિવારનો કચ્ચરઘાણ : શેત્રુંજીના પાણીએ વન્યપ્રાણીઓનો સોથ બોલાવ્યો : ક્રાંકચ નજીકથી બે, પાલીતાણા નજીકથી બે તથા પીપરડીમાંથી..


શેત્રુંજી નદીનું ધસમસતું પૂર સાવજોને તાણી ગયું : હર્યા-ભર્યા સિંહ પરિવારનો કચ્ચરઘાણ : શેત્રુંજીના પાણીએ વન્યપ્રાણીઓનો સોથ બોલાવ્યો : ક્રાંકચ નજીકથી બે, પાલીતાણા નજીકથી બે તથા પીપરડીમાંથી...
DivyaBhaskar News Network
Jun 27, 2015, 07:35 AM IST

અમરેલી જીલ્લાની શાન સમા ક્રાંકચ પંથકના સાવજ પરિવારનો કચ્ચરઘાણ બોલી ગયો છે. શેત્રુજી અને તેમાં ભળતી અન્ય નદીઓએ અહિંનું ઘરેણુ ગણાતા સાવજોને પુરના ગર્તામાં ધકેલી દીધા છે. નિષ્ફળ વનતંત્રની લાચારી વચ્ચે પુરના કારણે સાત-સાત સાવજોના મોત થયાનું બહાર આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં હાહાકાર મચી ગયો છે. ગઇકાલે બવાડીમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યા બાદ આજે ક્રાંકચ નજીકથી સિંહ તથા સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. તો પુરમાં તણાયેલા બે સિંહના મૃતદેહ પાલીતાળાના જીવાપર નજીકથી મળ્યા હતાં. જ્યારે પીપરડીમાંથી પુરમાં તણાયેલો સિંહ મળી આવ્યા બાદ તેનું સારવારમાં મોત થયુ હતું. એક સિંહનો મૃતદેહ ચાંદગઢની સીમમાં પડયો હોવાનું જાણવા મળેલ છે. જ્યાં તંત્ર પહોંચ્યુ નથી.

દિવ્ય ભાસ્કરે અહેવાલ દ્વારા એક સપ્તાહ પહેલા ક્રાંકચ પંથકમાં સિંહો પર શેત્રુજીના પુરનો ખતરો હોવાનું ધ્યાન દોર્યા બાદ પણ તંત્ર નહી જાગતા અમરેલી જીલ્લાના ઘરેણા સમાન ક્રાંકચના સાવજોની ભારે ખાનાખરાબી સર્જાય છે. શેત્રુજીના ધસમસતા પુરે એક સાથે સાત-સાત સાવજોનો ખાત્મો બોલાવી દીધાનું બહાર આવતા સિંહપ્રેમીઓનો આત્મા કકળી ઉઠ્યો છે. શેત્રુજીના કાંઠાળ વિસ્તારમાં હજુ તંત્ર ક્યાંય પહોંચી શક્યુ નથી. ત્યાં આવી ખાનાખરાબી બહાર આવી છે ત્યાં આવનારા દિવસોમાં ચિત્ર શું હશે તે કલ્પના ધ્રુજાવી મુકે તેવી છે.

આજે ક્રાંકચ નજીક ખારી વિસ્તારમાં ગાગડીયા નદીના પટમાંથી આઠ વર્ષના એક કદાવર સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉપરાંત અહિં એક સિંહબાળનો પણ મૃતદેહ મળી આવતા સ્થાનિક વનકર્મીઓ ગારો ખુંદી બન્ને મૃતદેહોનો કબજો લેવા મોડી રાત્રે કામે લાગ્યા હતાં. અને મોડેથી બન્ને મૃતદેહો બહાર લવાયા હોવાનું જાણવા મળેલ છે. આવી રીતે સાવરકુંડલા રેન્જમાં પીપરડી ગામે શેત્રુજીના પુરમાં તણાઇને આવેલી એક સિંહણ જીવીત બચી ગયા બાદ તેને સારવાર માટે ધારી લઇ જવાઇ હતી. પાંચ વર્ષની સિંહણના ફેફસામાં પાણી ભરાઇ જતા તેનું સારવારમાં મોત થયુ હતું.

લીલીયા પંથકનું શેત્રુજીનું તમામ પાણી પાલીતાણાના શેત્રુજી ડેમમાં ઠાલવાયુ હતુ ત્યારે લીલીયાથી પાલીતાણા સુધીની પટ્ટીમાં સિંહોના મૃતદેહ મળવાની આશંકા વચ્ચે આજે પાલીતાણાના જીવાપર અને ગાજરીયા ગામની સીમમાં શેત્રુજી નદીના પટમાંથી એક સિંહણ તથા એક સિંહનો મૃતદેહ મળી આવ્ય હતો. બન્ને મૃતદેહો પુરમાં તણાયને અહિં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે લીલીયાના બવાડી ગામમાંથી પણ એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉપરાંત અમરેલી તાલુકાના ચાંદગઢ ગામની સીમમાં નદીના કાદવમાં એક સિંહનો મૃતદેહ હોવાનું પણ જાણવા મળેલ છે. જ્યાં સુધી હજુ તંત્ર પહોંચી શક્યુ નથી. વિસ્તારમાં 40 સિંહનો પરિવાર વસે છે. જે રીતે શેત્રુજીએ તારાજી સર્જી છે તે જોતા કેટલા સિંહ બચશે તે કહેવુ મુશ્કેલ છે.

શેત્રુંજી નદીમાં 15 દિવસ પહેલા જોવા મળેલ સિંહ પરિવારનો કોઇ અત્તો પત્તો નથી

લીલીયા પંથકમાંથી

પાલિતાણા નજીકથી

ગઇકાલે બવાડીમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યા બાદ આજે ક્રાંકચ નજીકથી સિંહ તથા સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. તો પુરમાં તણાયેલા બે સિંહના મૃતદેહ પાલીતાળાના જીવાપર નજીકથી મળ્યા હતાં. જ્યારે પીપરડીમાંથી પુરમાં તણાયેલો સિંહ મળી આવ્યા બાદ તેનું સારવારમાં મોત થયુ હતું. એક સિંહનો મૃતદેહ ચાંદગઢની સીમમાં પડયો હોવાનું જાણવા મળેલ છે. જ્યાં તંત્ર પહોંચ્યુ નથી અને લીલીયાથી પાલીતાણા સુધીની પટ્ટીમાં જીવાપર અને ગાજરીયા ગામની સીમમાં શેત્રુંજી નદીના પટ્ટમાંથી એક સિંહણ અને એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. / મનોજજોષી, અરૂણ વેગડા

તસ્વીર 15 દિવસ પહેલા શેત્રુંજી નદીનાં પટ્ટમાં સિંહ પરિવારની લેવાયેલી છે. હવે આખા પરિવારનો કોઇ અતો પતો નથી. વન વિભાગને જાણ નથી કે સિંહ પરિવાર કયાં છે. ત્યારે તેનો હિસાબ પણ વન તંત્રએ આપવો પડશે. / મનોજજોષી

વધુ બે સાવજો તણાઇ ગયા

દરમીયાનઅન્યબે સાવજો પણ પુરમાં તણાયા છે. સાવરકુંડલાના ભમોદ્રા નજીક એક સિંહણ પુરમાં તણાઇ ગયા બાદ જેમ તેમ કરી બચી હતી. જેને સારવાર માટે વનતંત્ર દ્વારા મહુવા લઇ જવાઇ છે. જ્યારે એક સિંહ પુરમાં તણાયા બાદ બચી જતા ઇંગોરાળામાં મહાદેવ મંદિરમાં બે દિવસથી ઘુસી ગયો છે. સિંહ બિમાર છે. પરંતુ વનતંત્ર ત્યાં પહોંચી શક્યુ નથી.

ફેફસામાંપાણી ભરાવાથી સિંહનું મોત-એસીએફ મુની

ગીરપૂર્વનીસાવરકુંડલા રેન્જમાં શેત્રુજીના પુરમાં તણાયેલી સિંહણ પીપરડી ગામેથી ઝડપી તો લેવાઇ પરંતુ તેને બચાવી શકાય નહી. એસીએફ મુનીએ જણાવ્યુ હતું કે સિંહણના ફેફસામાં પાણી ભરાઇ ગયુ હતું અને તેના કારણે તેનું મોત થયુ હતું.

અમરેલી: હજુ અનેક ગામોમાં અંધારપટ્ટ, પશુઓનાં મૃતદેહો રઝળે છે.

અમરેલી: હજુ અનેક ગામોમાં અંધારપટ્ટ, પશુઓનાં મૃતદેહો રઝળે છે
Bhaskar News, Amreli
Jun 26, 2015, 23:29 PM IST
 
- જિલ્લામાં આવેલી અતિવૃષ્ટિને પહોંચી વળવા તંત્ર નિષ્ફળ

અમરેલી : અમરેલી જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિને પગલે ભારે ખાનાખરાબી સર્જાણી છે. બુધવારે આવેલા ભારે વરસાદથી ધારી, બગસરા, કુંકાવાવ, વડીયા, સાવરકુંડલા, લીલીયા સહિતના પંથકમા ભારે વિનાશ વેરાયો છે. અનેક મકાનો ધરાશાયી થતા લોકો બેઘર બની ગયા છે તો દુકાનોમાં પાણી ઘુસી જતા તેમજ વાડી ખેતરોનુ ધોવાણ થતા વ્યાપક પ્રમાણમાં નુકશાની પહોંચી છે ત્યારે અસરગ્રસ્તોને મદદરૂપ થવા તંત્ર જાણે નિષ્ફળ નિવડયુ હોય તેમ જોવા મળી રહ્યું છે. હજુ અનેક ગામોમા અંધારપટ છવાયો છે તો અનેક પશુઓના મૃતદેહો રઝળી રહ્યાં છે. અનેક ગામોમા હજુ સુધી કોઇ મદદ મળી ન હોય લોકોમા રોષ જોવા મળી રહ્યો છે.

અમરેલી જિલ્લામા અચાનક આવી પડેલા મેઘકહેરથી મોટાભાગના વિસ્તારોમાં ભારે ખાનાખરાબી સર્જાણી છે. ખાસ કરીને બગસરા, કુંકાવાવ, વડીયા, ધારી તેમજ લીલીયા પંથકમાં ભારે નુકશાની પહોંચી છે. ભારે વરસાદના કારણે અનેક માર્ગોનુ ધોવાણ થયુ છે અનેક વિજપોલ ધરાશાયી થયા છે. તો અનેક મકાનો પણ પડી જતા ગરીબ લોકો બેઘર બની ગયા છે. મોટી સંખ્યામા પશુઓના મોત નિપજયા છે. ત્યારે વહિવટી તંત્ર હજુ સુધી અસરગ્રસ્તોની મદદે પહોંચી શકયુ ન હોય લોકરોષ જોવા મળી રહ્યો છે.

અતિવૃષ્ટિમાં અનેક લોકો મોતને ભેટયા છે. હજુ પણ અનેક લોકો લાપતા હોવાનુ જાણવા મળી રહ્યું છે. વહિવટી તંત્ર અસરગ્રસ્તો સુધી મદદ પહોંચાડવામા નિષ્ફળ નિવડયુ છે. અનેક ગામોમા હજુ સુધી અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે. સાવરકુંડલાના ફિકાદ, બોરાળા, ઘોબા સહિતના ગામોમા હજુ સુધી વહિવટી તંત્ર દ્વારા સહાય ન મળ્યાંનુ લોકો જણાવી રહ્યાં છે.

અનેક ગામોમાં હજુ સુધી અધિકારીઓ ડોકાયા નથી
બગસરા, કુંકાવાવ, વડીયા સહિતના અનેક ગામોમા ભારે વરસાદને પગલે તારાજી સર્જાણી છે. અહી અનેક કાચા મકાનો પડી ગયા હોય તેમજ ખોરાક, પાણીની પણ જરૂરિયાત હોય હજુ સુધી વહિવટી તંત્ર ગામ સુધી પહોંચી શકયુ નથી. અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી મંડળો ફુડ પેકેટ લઇ ગામ સુધી પહોંચી ગયા છે.

શેત્રુજીમાં પૂર બાદ 13 સાવજોનો કોઈ અત્તો-પત્તો નથી, સિંહણનો મૃતદેહ મળ્યો.

Bhaskar News, Amreli
Jun 26, 2015, 10:38 AM IST

- શેત્રુજીમાં તણાયેલી સિંહણનો મૃતદેહ બવાડીંથી મળ્યો
- એક સિંહણ તણાયા બાદ ઇંગોરાળા મંદિરમાં ઘૂસી ગઇ
 
અમરેલી : શેત્રુજી નદીમાં આવેલાં ભારે પૂરના કારણે નદીની આસપાસના વિસ્તારોમાં રહેતા  40 જેટલા સાવજો પર જોખમ ઉભું થયું છે. આ વિસ્તારમાં બે સિંહણના માત્ર ત્રણ માસના છ બચ્ચાઓ છે ઉપરાંત 10 અન્ય નાના બચ્ચા છે. શેઢાવદર આસપાસ પણ 13 સાવજોનું ગૃપ આટા મારી રહ્યુ હતું. ગઇકાલના વરસાદ બાદ તેનું શું થયુ તેની વનતંત્રને પણ જાણ નથી. આજે શેત્રુજી નદીના પુરમાં તણાયેલી એક સિંહણનો મૃતદેહ લીલીયાના બવાડી ગામે નદીના પટમાંથી મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા ડીએફઓ સહિતના અધિકારીઓ ત્યાં દોડી ગયા છે.

તો બીજી તરફ  પુરમાં તણાયેલી એક સિંહણ છેક ઇંગોરાળા પહોંચી હતી અને અહિંના એક મહાદેવ મંદિરમાં ઘુસી ગઇ હતી. અહિંના ભીમનાથ મહાદેવ મંદિરમાં ઘુસેલી આ સિંહણ બિમાર પણ હોવાનું જણાય છે. હજુ તંત્ર તેના સુધી પહોંચ્યુ ન હતું. આમ આ સિંહણ પર પણ ખતરો છે. આ વિસ્તારમાં વસતા કેટલાક સાવજોનો જુદા જુદા વિસ્તારમાં પત્તો લાગ્યો છે પરંતુ મોટાભાગના સાવજો વિશે તંત્રને કોઇ જાણ નથી. જે ખુબ જ ગંભીર બાબત છે. ખાસ કરીને નાના સિંહબાળ વિશે ખુબ જ ચિંતાભરી સ્થિતી છે.

અમરેલી જીલ્લામાં સર્જાયેલા જળ પ્રલયમાં મૃત્યુઆંક 36 થયો, 14 હજુ લાપતા.

અમરેલી જીલ્લામાં સર્જાયેલા જળ પ્રલયમાં મૃત્યુઆંક 36 થયો, 14 હજુ લાપતા
Bhaskar News, Amreli
Jun 26, 2015, 00:53 AM IST
 
- અમર ડેરીમાં અચાનક ધસી આવેલા ધસમસતા પુરે 64 લોકોના જીવ પડીકે બાંધી દીધા

અમરેલી : ગઇકાલે અમરેલી જીલ્લામાં સર્જાયેલા જળ પ્રલયે જાન-માલની કેટલી ખુંવારી સર્જી તેનો તંત્રને કોઇ અંદાજ નથી. હવે સ્થિતી એવી છે કે ક્યાયથી કોઇ લાશ મળે તો તંત્ર મૃત્યુઆંકમાં એકનો ઉમેરો કરી રહ્યુ છે. આજે પણ એક પછી એક જુદા જુદા સ્થળેથી લાશો મળી આવવાનો સીલસીલો ચાલુ રહ્યો હતો. જેને પગલે મૃત્યુ પામેલા અને તણાયેલા લોકોની સંખ્યા 42 પર પહોંચી છે. જ્યારે નદીઓના પટ અને કાંઠા વિસ્તારો ખુંદવામાં આવશે ત્યારબાદ જ માનવ મૃત્યુનું સાચુ ચિત્ર સ્પષ્ટ થશે.
 
અમરેલીના ભંડારીયામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયના એક શિક્ષકની પત્ની, પુત્ર અને પુત્રી ગઇકાલે અચાનક જ આવી ગયેલા પુરમાં તણાઇ ગયા હતાં. પુત્રીની ગઇકાલે લાશ મળી હતી જ્યારે આ શિક્ષકના પત્નીની લાશ આજે મળી આવી હતી. જ્યારે તેમના પુત્રનો તો હજુ કોઇ અત્તો-પત્તો નથી. આવી જ રીતે ગઇકાલે સાવરકુંડલાના સ્ટેમ્પ વેલ્ડર હરેનભાઇ ગાંધી પોતાની કાર સાથે લાપાળીયા નજીકથી તણાઇ ગયા હતાં. આજે તેમની લાશ મળી આવી હતી.
 
આ ઉપરાંત ક્રાંકચના શેત્રુજીના પટમાંથી મુસ્લીમ આધેડની લાશ મળતા ક્રાંકચ દવાખાને ખસેડાઇ હતી. જ્યારે શેત્રુજીમાંથી મળેલી બે લાશને લીલીયા દવાખાને લવાઇ હતી. આવી જ રીતે અમરેલીના પીપળલગ નજીકથી આદિવાસી પરિવારના ત્રણ સભ્યોની લાશ મળી આવી હતી. હજુ પણ તંત્રના ચોપડે નવ લોકો લાપતા છે. જ્યારે 33ના મોતની પુષ્ટી થઇ છે. લીલીયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં નદીના પટમાં પાણી ભરેલા હોવા ઉપરાંત કાંઠાળ વિસ્તારમાં બબ્બે-ત્રણ-ત્રણ ફુટનો કીચડ જામી ગયો છે. જ્યાં તંત્ર પહોંચી શક્યુ નથી.
 
અડધી કલાક સુધી મોત સામે ઝઝુમ્યા બાદ આખરે યુવાન હારી ગયો
શેત્રુજીના પાણીએ અમરેલીમાં જાણે જળપ્રલય સર્જયો હતો. અમરેલી નજીક આવેલ અમરડેરીમાં અચાનક જ પાણીનો જોરદાર પ્રવાહ ઘુસી આવતા અહી કામ કરતા લોકો અને કર્મચારીઓ પર મોતનો ગંભીર ખતરો મંડરાયો હતો. 64 લોકો દોડીને તુરંત અમર ડેરીની છત પર ચાલ્યા ગયા હતા પરંતુ મહેન્દ્રસિંહ નામનો કન્ટેઇનરનો ડ્રાઇવર પહોંચી ન શકતા ઝાડ પર લટકી ગયો હતો. જો કે કાળ તેને બોલાવતો હોય તેમ આખરે તે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.

જાણવા મળતી વિગત અનુસાર બધાની નજર સામે જ આ યુવાન અડધી કલાક સુધી ઝાડ પર લટકતો રહ્યો હતો. નીચે પાણીનો તેજ પ્રવાહ વહેતો હતો. છત પરથી 64 લોકો પૈકી તેને કોઇ બચાવી શકે તેમ ન હતુ. દોરડા નાખીને બચાવવાનો પ્રયાસ કરાયો પરંતુ અડધી કલાક સુધી બધાની નજર સામે આ યુવાને બાથ ભીડયા બાદ આખરે તેની શકિતએ પણ દાદ દઇ દીધી અને હાથ છુટી જતા તે ધસમસતા પાણીમા ગરક થઇ ગયો હતો. હજી સુધી આ યુવકની કોઇ ભાળ મળી નથી.

અમરેલી: 100થી વધુ ગામો પાણીમાં, લોકો સંપર્ક વિહોણા.

divyabhaskar.com
Jun 25, 2015, 15:17 PM IST
અમરેલી: 100થી વધુ ગામો પાણીમાં, લોકો સંપર્ક વિહોણા
અમરેલી: અમરેલી જિલ્લામાં આજે જાણે આભ ફાટયું હોય તેમ જિલ્લાભરમાં બારે મેઘ ખાંગા થયા હતાં. બગસરામાં ગણતરીનાં કલાકોમાં 26 ઇંચ વરસાદ ખાબકતા તાલુકો જળમય થયો હતો. સવારથી  સાંજ સુધીમાં બગસરામાં 26 ઇંચ ઉપરાંત ધારીમાં 22 ઇંચ, વડીયામાં 18 ઇંચ, સાવરકુંડલામાં 10 ઇંચ, અમરેલી, લાઠી  તથા ખાંભામાં આઠ ઇંચ, લીલીયા અને સાવરકુંડલામાં 6 ઇંચ, બાબરામાં 4 ઇંચ તથા જાફરાબાદમાં 6 ઇંચ વરસાદ ખાબકતા ભારે ખાનાખરાબી સર્જાઇ હતી.  અતિ ભારે વરસાદથી અમરેલી જિલ્લામાં ખોડીયાર, વડી, ઠેબી, વડીયા, મુંજીયાસર, રાયડી, ધાતરવડી સહિતનાં તમામ ડેમ છલકાઇ ગયા હતાં. અમરેલી, બગસરા, લીલીયા તથા સાવરકુંડલા તાલુકાનાં 100 થી વધુ ગામો બેટમાં ફેરવાયા હતાં અને હજારો લોકો ફસાઇ ગયા હતાં. જ્યારે અમરેલી જિલ્લામાં સર્જાયેલી તારાજીને પગલે ડિઝાસ્ટર વિભાગ દ્વારા બે હેલિકોપ્ટરની મદદ આપવામાં આવી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ વિસ્તાર પર નજર રાખવા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરશે.
 
- અમરેલીમાં મેઘતાંડવ: 100થી વધુ ગામો પાણીમાં, 29 મોત
- તમામ ડેમો ઓવરફલો : નિચાણવાળા ગામો બેટમાં ફેરવાયા : અનેક લોકો સંપર્ક વિહોણા : તંત્ર એલર્ટ

 
 ફસાયેલા લોકોને ઉગારવા એનડીઆરએફ, એસઆરપીની ટુકડીઓ કામે લગાડાઇ હતી. બે હેલીકોપ્ટરની મદદથી 73 લોકોને બચાવાયા હતાં. કલેકટર, ડીડીઓ, એસપી સહિતનાં ઉચ્ચ અધિકારીઓએ બચાવ રાહત કામગીરી સંભાળી હતી. પરંતુ જિલ્લાનાં અનેક વિસ્તારોનો સાંજે પણ સંપર્ક થઇ શકયો ન હતો. રાજય સરકાર દ્વારા વિજયભાઇ રૂપાણીએ અમરેલી દોડાવાયા હતાં. નદીઓ ગાંડીતુર થતાં ગાવડકા નજીક શેત્રુંજીનો પુલ તુટી ગયો હતો. રેલવે ટ્રેક ધોવાઇ ગયો હતો. ટીંબીમાં 30 દુકાનો તણાઇ હતી. 150 ઘેંટા-બકરા તણાયા હતાં. સાવરકુંડલાની નાવલ બજારમાં તથા બગસરાની બજારમાં પણ ઘુસતા માલમત્તાની મોટી નુકશાની થઇ હતી. લીલીયા પંથકમાં પણ આજે મેઘસવારી આવી પહોંચી હતી. અહીં 4 ઇંચ વરસાદ પડી જતા માર્ગો પર પાણી વહેતા થયા હતાં. અહીં શેંત્રુજી અને ગાંગડીઓ નદીના પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળતા અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા હતાં. જેને પગલે ગામો સંપર્ક વિહોણા થયા હતાં. અહીં પાણીમાં અનેક દુકાનો તેમજ પશુઓ તણાઇ ગયાનું જાણવા મળી રહયું છે.
 
શેંત્રુજી અને ગાંગડીએ નદીમાં ઘોડાપુર આવતા લીલીયા પ઼થકના આંબા, ભેરાવડી, લોકા, લોકી, નાના લીલીયા, ક્રાંકચ, બવાડી, બવાડા, ઇંગોરાળા સહિતના ગામોમાં પાણી ઘુસી જતા ભારે ખાના ખરાબી સર્જાણી છે. અહીં પુરના અનેક દુકાનો અને પશુઓ તણાઇ ગયાનું જાણવા મળી રહયું છે. હાલ આ ગામો બેટમાં ફેરવાઇ ગયા હોય સંપર્ક વિહોણા બની ગયા છે. અહીં શેંત્રુજી નદીના કાંઠે આવેલ વાડી ખેતરોમાં પાણી ઘુંસી જતાં ખેતીપાકને નુકસાન થયું છે. ગણતરીની કલાકોમાં જ આ પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં. અહીં અનેક સાવજો વસવાટ કરતા હોય. શેત્રુંજી નદીમાં પુર આવતા અનેક સાવજો વૃક્ષો ઉપર ચઢી ગયા હોવાનું પણ જાણવા મળી રહયું છે. અહીં શેંત્રુજી નદીના કાંઠે છ સિંહબાળ પણ વસવાટ કરી રહયાં છે અહીંના ભેસવડી નજીક રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાં હતાં.
 
નદીઓમાં આવેલા પાણીનાં પ્રવાહનાં પગલે 100થી વધુ ગામોમાં પાણી ઘુસી ગયા હોવાની માહિતી મળી છે. જ્યારે લોકો છતનો સહારો લઈ રહ્યા છે. અમરેલીમાં હેલીકોપ્ટરથી 100 જેટલા લોકોને બચાવી લેવાયા છે. અમરેલી, લીલીયા અને સાવરકુંડલાનાં ગામોમાં પૂરનાં સંકટના પગલે એસઆઈપી અને એનડીઆરએફની ટુકડીઓ પણ મદદ માટે અમરેલી પહોંચી ગઈ છે. બગસરા નજીકનાં પીઠડીયામાં પાંચ લોકો પાણીના પ્રવાહમાં તણાયાની આશંકા ગામલોકોએ દર્શાવી હતી. તો ટીંબીમાં 30 દુકાનો તણાય ગઈ છે, અને કેટલાક મકાનોને મોટું નુકસાન પહોંચ્યું છે.
 
અમરેલીમાં ભારે વરસાદનાં કારણે લોકોની મદદ માટે જિલ્લા કંટ્રોલ રૂમે હેલ્પલાઈન શરૂ કરી છે.
 
02792-230735
9428970633
9426276600

આગળ વાંચો: સૌથી વધુ અસરગ્રસ્ત ગામો, ઓછી અસરવાળા ગામો-વિસ્તારો, શેઢાવદરમાં ભારે ખાના ખરાબી, અમરેલીમાં અનેક વિસ્તારમાં પાણી ઘુસ્યા, નદીના પાણી ગામડાઓમાં ઘુસતા લોકોએ છત-ધાબા પર ચડી પોતાના જીવ બચાવ્યા

કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર, અમરેલી જિલ્લાના ધારી અને બગસરામાં હજુ પણ સતત ભારે વરસાદ ચાલુ છે. આશરે 24 કલાકમાં 26 ઇંચ વરસાદ પડ્યો હોવાનું અનુમાન છે. તે જોતા ધારી અને બગસરામાં ફસાયેલા લોકોને બહાર કાઢવા એનડીઆરએફની ટીમ પણ બોલાવવામાં આવી છે. હેલિકોપ્ટર અને એનડીઆરએફની મદદથી રાહત બચાવની કામગીરી ઝડપી બની જશે.

સૌથી વધુ અસરગ્રસ્ત ગામો
 
ખારીખીજડીયા, કમીગઢ, કેરાળા, ઢોલરવા, બાબાપુર, વાડીયા-કુકાવાવના મોટી કુકાવાવ, વડીયા, કૃષ્ણપુરા વિસ્તાર, બગસરાના ચારણપીપપળી, હડાળા, જામકા, બગસરા માર્કેટિંગ યાર્ડ પાસે, પીઠડીયા અને ધારીનું પરબડી
 
ઓછી અસરવાળા ગામો-વિસ્તારો
 
મોટા માંડવડા, ટીંબલા, પાણીયા, વડેરા, સાજીયાવદર, ગાવડકા, જાળીયા, રાજુલાના જીંગા ફાર્મ હાઉસ વિક્ટર, વડીયા-કુકાવાવના સનાળી, તાલાળી અને બગસરા

બગસરામાં 27 ઇંચ વરસાદ, ઘરો અને દુકાનોમાં કમર સમા પાણી.

divyabhaskar.com
Jun 24, 2015, 22:32 PM IST

સાસણ ગીરમાં પડેલા ભારે વરસાદની તસવીરી ઝલક, પાણી જ પાણી.

Jitendra Mandaviya, Talala
Jun 24, 2015, 11:12 AM IST

 
ગીર ગઢડા - 17 ઇંચ
ઉના - 15 ઇંચ
માળિયા હાટીના - 12 ઇંચ
તલાલા - 9 ઇંચ
કોડીનાર - 9 ઇંચ
જાફરાબાદ - 8 ઇંચ
સવારકુંડલા - 6 ઇંચ
ખાંભા - 5 ઇંચ
કેશોદ - 5 ઇંચ
માંગરોળ - 5 ઇંચ
જેતપુર - 5 ઇંચ
પોરબંદર - 4 ઇંચ 
વંથલી - 4 ઇંચ
જામ ખંભાળિયા - 3 ઇંચ
ચોટીલા - 3 ઇંચ
જૂનાગઢ - 3 ઇંચ
 
વરસાદની સાથે સાથે :

- ભારે વરસાદને પગલે માર્ગો બંધ, અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ
- વાહન વ્યવહાર ખોરવાયો, ટ્રેન વ્યવહારને પણ ભારે અસર
- ભારે વરસાદને પગલે, સ્કૂલમાં રાજા, પરીક્ષા મોકૂફ
- અમરેલીમાં 600 લોકો ભારે વરસાદને કારણે પ્રભાવિત
- ભારે વરસાદના લીધે તાલાલા અને ઉના વચ્ચેના રેલ્વે ટ્રેકનું ધોવાણ થતાં દેલવાડાથી જૂનાગઢ જતી ટ્રેનને દેલવાડા અટકાવાઈ
- જૂનાગઢથી દેલવાડા જતી ટ્રેનને તાલાલા અટકાવામાં આવી
- ગીર ગઢડા અને વડવિયાળા વચ્ચે રેલ્વે ટ્રેકનું ધોવાણ થતા ટ્રેકની નીચેથી પાણી વહ્યા 
 
આગળ ક્લિક કરો અને જુઓ ગીરમાં પડેલા ભારે વરસાદની તસવીરો...
 
તસવીરો: જીતેન્દ્ર માંડવીયા, તાલાલા

અમરેલીમાં બારે મેઘ ખાંગા: દલખાણીયામાં આભ ફાટ્યું, બે કલાકમાં છ ઇંચ વરસાદ.

Bhaskar News, Amreli
Jun 20, 2015, 11:23 AM IST 
 
- ધારીનાં ગીરકાંઠાનાં વિસ્તારમાં મુશળધાર વરસાદ
- શેત્રુંજી નદીમાં ઘોડાપૂર ,પુષ્કળ પાણીની આવક
 
અહી એકધારો બે કલાક સુધી વરસાદ વરસતો રહ્યો હતો. જયારે સવારકુંડલામાં  દોઢ ઇંચ વરસાદ પડયો હતો. લોકોએ જણાવ્યું હતુ કે દલખાણીયામા સાંજ સુધીમાં છ ઇંચ વરસાદ પડી ગયો હતો. ધારી તાલુકાના દુધાળા, જીરા, અમૃતપુર, સરસીયા સહિતના ગીરકાંઠાના ગામોમાં ભારે વરસાદ ઝીંકાયો હતો. એટલુ જ નહી ગીર જંગલમાં પણ ભારે વરસાદ હોવાના વાવડ મળેલ છે.

વરસાદથી ગીરકાંઠાની શેત્રુજી, પદમાવતી, નતાળીયો વિગેરે નદીમાં ભારે પુર આવ્યું હતુ જેથી ખોડીયાર ડેમમા પણ પાણીની આવક શરૂ થઇ હતી. ધારીમાં પુર નીહાળવા લોકોની ભીડ ઉમટી પડી હતી.  
 
- ખોડિયાર ડેમમાં ત્રણ કલાકમાં ત્રણ ફુટ પાણી આવ્યું

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ધારી નજીક આવેલ ખોડિયાર ડેમમાં ત્રણ કલાકમા ત્રણ ફુટ નવુ પાણી આવ્યુ હતુ જેથી સપાટી 53.50 ફુટે પહોંચી છે. ગોવિંદપુરમા રહેતા ચતુરભાઇ સરવૈયા તેમજ વિઠ્ઠલભાઇ ભટ્ટીએ જણાવ્યું હતુ કે અમારા ગામમા સાંબેલાધારે છ ઇંચ વરસાદ પડી ગયો છે જેને પગલે નદી નાળા અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે.

મેઘાની મહેર યથાવત: ગીરમાં 2 ઇંચ જયારે ધારીમાં 1.5 ઇંચ ખાબક્યો.

Dilip Raval, Amreli
Jun 16, 2015, 23:57 PM IST
ધારી: અમરેલી જિલ્લામા મેહુલીયાએ મહેર કરી છે. ત્યારે આજે ધારીમાં બપોરબાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને અહી જોતજોતામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. આ ઉપરાંત અહીના ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બે ઇંચ જેવો વરસાદ પડી જતા નદી નાળા છલકાઇ ઉઠયાં હતા. જો કે જિલ્લામાં અન્યત્ર કયાંય પણ વરસાદના વાવડ મળ્યાં ન હતા.
મેઘાની મહેર યથાવત: ગીરમાં 2 ઇંચ જયારે ધારીમાં 1.5 ઇંચ ખાબક્યો
-ધારી પંથકમાં ફરી મેહુલીયાની મહેર: દોઢ ઇંચ વરસાદ
- ગ્રામ્ય વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા નદી નાળાઓ છલકાયા

ધારી પંથકમાં ગઇકાલે મેઘરાજાએ મહેર કરતા અહી ચારથી પાંચ ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો જેને પગલે નદીઓમાં પુર આવ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદથી અહીના ખોડિયાર જળાશયમા પણ નવા નીરની આવક શરૂ થઇ ગઇ હતી. આજે પણ બપોરબાદ ફરી મેઘરાજાએ કૃપા વરસાવી હતી અને અહી દોઢ ઇંચ વરસાદ પડી જતા માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. અહી સતત મેઘમહેરથી ખેડૂતોમાં પણ હરખ જોવા મળી રહ્યો છે.

અહીના ગોવિંદપુર, કુબડા, ચાંચઇ પાણીયા સહિતના વિસ્તારોમાં તેમજ તાતણીયા, પીપળવા, ભાણીયા સહિતના જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદના પગલે ખાંભાની ધાતરવડી નદીમા પણ પુર આવ્યુ હતુ. અહીના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બે ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો.

જો કે અમરેલી જિલ્લાના અન્ય ગામોમાં આજે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતુ અને અન્યત્ર કયાંય પણ વરસાદના વાવડ મળ્યાં ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાના આરંભ સાથે જ જિલ્લામાં સર્વત્ર સારો વરસાદ થઇ જતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગત વર્ષની સરખામણીમાં ધારી પંથકમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે.

રાજુલામાં વરસાદ પડતા જ રસ્તા પર ઠેરઠેર ખાડા

રાજુલામાં વરસાદ પડતાની સાથે જ માર્ગો પર ખાડા પડી ગયા છે જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત અહી શાકમાર્કેટ નજીક ગંદકીના ગંજ ખડકાયા છે. તો સોસાયટી વિસ્તારોમાં ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાયેલા રહેતા હોય લોકોને અગવડતા પડી રહી છે. પાલિકા પણ પ્રિમોન્સુન કામગીરીમાં નિષ્ફળ નીવડી હોય તેમ જોવા મળી રહ્યું છે. હજુ તો વરસાદના આરંભે જ અહીની મુખ્ય બજારોમાં ફુટફુટના ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઇ જતુ હોવાથી અહીથી પસાર થતા વાહન ચાલકો તેમા ખાબકે છે અને નાની મોટી ઇજાનો ભોગ બની રહ્યાં છે. અહીના ડોળીના પટ, શ્રીજીનગર, બાવળીયાની વાડી, ધર્મરાજ, સવિતાનગર, કૃષ્ણનગર, ભેરાઇ રોડ, સાંઇ મંદિર નજીક વિગેરે વિસ્તારોમાં વરસાદી પાણીના જાણે તળાવો ભરાયા છે.
 
આગળ ક્લિક કરો અને જુઓ વરસાદની વધુ તસવીરો...
 
તમામ તસવીરો : દિલીપ રાવલ, અમરેલી 

લીલીયાના બૃહદગીરમાં વનરાજોનું વેકેશન.

Bhaskar News, Liliya
Jun 16, 2015, 00:01 AM IST
લીલીયાના બૃહદગીરમાં વનરાજોનું વેકેશન
- બાવળની કાંટમાં કાચા માર્ગોમાં કિચડ સર્જાતા પગપાળા જવુ પણ મુશ્કેલ

લીલીયા: ગીર જંગલમાં ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ સાવજોનો સંવનનકાળ શરૂ થતો હોય જે અનુસંધાને વનતંત્ર દ્વારા 16જુનથી લોકો માટે સિંહ દર્શન બંધ કરી દેવામા આવે છે ત્યારે લીલીયાના બૃહદગીર વિસ્તારમાં વરસાદ પડી જતા અહી આપોઆપ સિંહ દર્શન બંધ થઇ જાય છે કારણ કે અહી બાવળની કાટના જંગલમાં ભારે કિચડ થઇ જતુ હોય લોકો પગપાળા પણ જઇ શકતા નથી.

બૃહદગીર વિસ્તારમાં લોકો આસાનીથી સિંહ દર્શનનો લ્હાવો માણે છે. અહી મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. ચોમાસુ શરૂ થતા જ જંગલમાં સિંહ દર્શન માટે વેકેશન પડી જાય છે. ત્યારે અહી પણ વરસાદ પડતાની સાથે જ બાવળની કાટના જંગલમા ભારે કિચડ જામી જતુ હોય અહી સિંહ દર્શન કરવા જવુ મુશ્કેલીભર્યુ બની જાય છે. અહી સામાન્ય લોકોથી લઇ વનવિભાગના કર્મીઓને જવા પણ અગવડતા પડે છે.

અહી તમામ માર્ગો કાચા હોવાથી વરસાદ પડતાની સાથે જ કિચડનુ સામ્રાજય સર્જાય છે. ચોમાસા દરમિયાન અહી સાયકલ કે પગપાળા જવામા પણ ભારે મુશ્કેલી પડે છે. બૃહદગીરમાં વરૂણદેવે સિંહ દર્શન કરવા જતા લોકો માટે નો એન્ટ્રી લગાવી દીધી છે. ગીર અભ્યારણ્યમાં સિંહ દર્શન માટે દરવાજો ખોલવાની તારીખ અને સમય અગાઉથી નિશ્ચિત હોય છે જયારે અહીના બૃહદગીરમાં સિંહ દર્શન માટેનો સમય વરૂણદેવ જ નકકી કરે છે. વનરાજોનું વેકેશન શરૂ થઇ જતા હવે દિવાળી પછી જ વનરાજો જોવા મળશે જો ક ચોમાસાનો સમય વનરાજો માટે સવનનનો સમય હોય અને સાથે સાડા ચાર મહિના વનરાજો પોતાના પરિવાર સાથે ગાળશે.

જળ સંગ્રહની જયોત છેક ગામડામાં ઘરે ઘરે પહોંચાડીશું

DivyaBhaskar News Network
Jun 15, 2015, 07:35 AM IST
જળ સંગ્રહની જયોત છેક ગામડામાં ઘરે ઘરે પહોંચાડીશું
પાણીનીપીડા ભોગવતા અમરેલી માટે સમસ્યામાંથી છુટકારો મેળવવાનો ઉપાય શું ? તંત્ર દ્વારા નગરના લોકોને પાણીનો પુરતો પુરવઠો આપવામા આવે તે ઉપાય તો છે સાથેસાથે નગરના લોકો દ્વારા પાણીનો કરકસરપુર્વક ઉપયોગ, પુન: વપરાશ જેવા ઉપાયોની સાથેસાથે વરસાદી પાણીનો સંગ્રહ જેવા ઉપાયો પણ અમલમાં મુકવામા આવે તો શહેરની જળ સમસ્યા ઘણા અંશે હળવી બની જાય તેમ છે. દિવ્યભાસ્કરે મુદ્દે કરેલા લોકજાગૃતિના પ્રયાસોને અભિયાનમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવીને દિશામા કામ કરી રહી છે.

આજે અમરેલીના કડવા પટેલ વિદ્યાર્થી આશ્રમની છાત્રાઓ તથા ઓકસફોર્ડ સ્કુલ હોસ્ટેલના છાત્ર-છાત્રાઓએ જાગૃકતા દાખવી વરસાદી પાણીના સંગ્રહ માટે સંકલ્પ વ્યકત કરી છેક ગ્રામ્ય વિસ્તાર સુધી અભિયાન પહોંચે તે દિશામા પ્રયાસો હાથ ધર્યા હતા. ડાયનેમિક ગૃપના પ્રમુખ પ્રોફેસર હરેશ બાવીશી, ઓકસફોર્ડ સ્કુલના પ્રિન્સીપાલ પ્રહલાદભાઇ વામજા, કડવા પટેલ વિદ્યાર્થીની આશ્રમના સંચાલકોની રાહબરી નીચે છાત્ર-છાત્રાઓએ દરેકે પોતાના ઘરમાં વરસાદી પાણીને ભુગર્ભ ટાંકામા સંગ્રહવાની નેમ વ્યકત કરી હતી. છાત્ર-છાત્રાઓએ એમપણ જણાવ્યું હતુ કે માત્ર અમરેલી શહેર નહી ગ્રામ્ય વિસ્તારના લોકો પણ પોતાના રહેણાંકોની છત પર વરસતુ પાણી સીધુ ભુગર્ભ ટાંકાઓમાં ઉતરે તે માટે તેઓ ઘરેઘરે જઇ સમજાવટ કરશે. કારકિર્દીનો હજુ તો આરંભ કરવા જઇ રહ્યાં છે તેવા છાત્રા-છાત્રાઓ જાગૃકતા દાખવી રહ્યાં છે તેનાથી અન્યને પ્રેરણા ચૌકકસ મળી રહી છે.

અમે સંકલ્પ કરીએ છીએ કે, અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારના દરેક ઘરોમાં પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા હેતુ જન-જન સુધી સંદેશો પહોંચાડશું.

કુદરત મહેરબાન છે તો પાછુ વાળી શું કામ જોવું- પ્રતાપ દુધાત

યુવાકોંગીપ્રમુખ પ્રતાપભાઇ દુધાતે જણાવ્યું હતુ કે હાલમાં ચોમાસાની પણ ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ત્યારે આપણે વરસાદી પાણીનો બને તેટલો સંગ્રહ કરીએ તે જરૂરી છે. ઘરે ઘરે ભુગર્ભ ટાંકાઓ પણ બનાવવા જોઇએ જેથી વરસાદનુ પાણી વેડફાઇ જાય અને જળ સમસ્યા હળવી બની શકે. ઓણસાલ મેઘરાજા પણ મહેરબાન થયા છે ત્યારે આપણે પણ પાણીનો સંગ્રહ કરીએ જેથી જળ સમસ્યા જરૂર હલ થઇ શકે.

ખેડૂતો પણ વરસાદી પાણીનો સંગ્રહ કરે- નિશા સાવલીયા

અહીનીછાત્રાકુ. નિશા સાવલીયાએ જણાવ્યું હતુ કે આપણા વિસ્તારમાં પાણીના સંગ્રહની પુરતી સુવિધા નથી. દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી નિરર્થક વહી જાય છે અને ખેડૂતો પાણી માટે તરસતા રહે છે ત્યારે વાડીઓના બોર કુવાઓમાં પણ જો વરસાદી પાણી ઉતારી શકાય તેનાથી રૂડુ શું ? માટે હું ગ્રામ્ય વિસ્તારોમા ખેડૂતો સાથે વાત કરીશ.

દિવ્ય ભાસ્કર

પાણીની સમસ્યા

સમાધાન હળીમળીને

છાત્ર- છાત્રાઓએ સંકલ્પ લઇ જળ સંગ્રહ માટે ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે જઇ સમજ આપશે. વરસાદી પાણીનો વેડફાટ થાય તે માટે ઘરે ઘરે ભુગર્ભ ટાંકાઓ બનાવવા પણ સમજ આપવામા આવશે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના તમામ લોકો રીતે જળ સંગ્રહ કરે તો સમસ્યા જરૂર હળવી બની શકે

હું મારા ગામમાં ફરી ઘરેઘરે સમજાવટ કરીશ- હેમાંગી પંડ્યા

અહીનીઓકસફોર્ડસ્કુલની છાત્રા કુ. હેમાંગી પંડયાએ જણાવ્યું હતુ કે હું મારા ગામમા જઇ તમામ નાગરિકોને વરસાદી પાણીના સંગ્રહ માટે ઘરે ઘરે ફરીને સમજાવટ કરીશ. જે લોકોને ઘરમાં પાણીના ટાંકાઓ છે તેઓ વરસાદી પાણી સીધેસીધુ ટાંકામા ઉતરે તેવી વ્યવસ્થા કરે. વધુને વધુ લોકો વાતનો અમલ કરે ત્યારે અમારો પ્રયાસ સાર્થક ગણાશે.

ગીર મધ્યમાં આવેલા તુલસીશ્યામમાં સન્માન સમારોહનું આયોજન કરાયું.

DivyaBhaskar News Network
Jun 14, 2015, 05:35 AM IST
અમરેલી |ગીરમધ્યમા આવેલ સુપ્રસિધ્ધ તુલસીશ્યામ મંદિર ખાતે તા. 17ના રોજ સવારે 9:30 કલાકે સન્માન સમારોહનું આયોજન કરવામા આવ્યું છે. તાજેતરમાં પુર્વ કૃષિમંત્રી સંઘાણીની નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો.ઓ. બેંકના ચેરમેનપદે વરણી થતા સન્માન કાર્યક્રમનું આયોજન કરાયુ છે. વડના સરપંચ ભુપતભાઇ ધાખડા તરફથી મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. ટ્રસ્ટી માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂ, ભીમભાઇ બોરીચા સંઘાણીનું સન્માન કરશે.

આંબા અને ચીકુમાં પાક ઉતારવાના ઇજારા માટે નર્સરી હરાજીમાં ભાગ લેવો.


DivyaBhaskar News Network
Jun 11, 2015, 08:40 AM IST

અમરેલી |બાગાયત વિભાગના ફળરોપા ઉછેર કેન્દ્ર નાગેશ્રી ખાતેથી ખરીફ ઋતુમા બાગાયતી પાક લેવા તેમજ આંબા અને ચીકુમા પાક લેવા માટે ચાલુ વર્ષ 2015-16નો ઇજારો આપવાનો છે. આથી રસ ધરાવતા ઇજારદાર, વ્યકિત કે સંસ્થાના પ્રતિનિધિઓએ તા. 12ના રોજ બપોરે 4 કલાકે નાગેશ્રી ફળ નર્સરી ખાતે હરરાજીમાં ભાગ લેવા યાદીમાં જણાવાયું છે.

સિંહ ગણતરીમાં વિશિષ્ઠ કામગીરી બદલ સન્માન.

Bhaskar News, Amreli

Jun 11, 2015, 00:18 AM IST
સિંહ ગણતરીમાં વિશિષ્ઠ કામગીરી બદલ સન્માન
લીલીયામાં પદ્મશ્રી તારક મહેતાની ઉપસ્થિતીમાં ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વનકર્મીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ગ્રેટર ગીર નેચરનાં મધુભાઇ સવાણીને મોમેન્ટો આપી સાથે અન્ય વનકર્મીઓનું સન્માન કરાયું હતું.

સિંહ ગણતરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓને આજે સન્માનિત કરાશે.

સિંહ ગણતરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓને આજે સન્માનિત કરાશે
DivyaBhaskar News Network
Jun 09, 2015, 07:16 AM IST
સિંહ ગણતરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓને આજે સન્માનિત કરાશે
લીલીયામાઆવેલ સુપ્રસિધ્ધ નિલકંઠ મહાદેવ મંદિર ખાતે આવતીકાલે ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટ તેમજ સામાજીક વનિકરણ વિભાગના સંયુકત ઉપક્રમે અને પદ્મશ્રી તારક મહેતાની ઉપસ્થિતીમાં વનકર્મીઓનો સન્માન સમારોહ યોજાશે.

અમરેલી તાબાના લીલીયામા બૃહદગીરી વિસ્તારમાં પણ મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં હોય અહી પણ વનવિભાગે ગણતરીની કામગીરી કરી હતી. ત્યારે અહીના નિલકંઠ મહાદેવ મંદિર ખાતે ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટ અને સામાજીક વનિકરણ તેમજ હાસ્ય લેખક અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીવી સિરીયલથી જાણીતા બનેલા તારક મહેતાની ઉપસ્થિતીમાં અહી વનકર્મીઓને સન્માનિત કરવામા આવશે. તા. 9 ને મંગળવારે કાર્યક્રમ યોજાશે. સિંહ ગણતરી 2015મા લીલીયા બૃહદગીર વિસ્તારમાં સફળ કામગીરી કરનાર તેમજ સ્વૈચ્છિક રીતે જોડાનાર સ્વયં સેવકોનુ સન્માન કરવામા આવશે. અહી વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાશે. જેમાં જિલ્લા વન અધિકારી ગુર્જર, ટ્રસ્ટના મધુભાઇ સવાણી, વિશાલભાઇ શેઠ, રાજન જોષી સહિત વનકર્મીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેમ ફોરેસ્ટર બી.એમ.રાઠોડે જણાવ્યું હતુ.

લીલિયા બૃહદગીર વિસ્તારમાં રહેલી ઇજાગ્રસ્ત સિંહણને સારવાર અપાઇ.

Bhaskar News, Liliya
Jun 08, 2015, 01:27 AM IST
લીલિયા બૃહદગીર વિસ્તારમાં રહેલી ઇજાગ્રસ્ત સિંહણને સારવાર અપાઇ
- અઢી વર્ષની સિંહણને જમણા પગે ઇજા પહોંચી હતી

લીલિયા: લીલિયા બૃહદગીર વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરે છે. અહીંના ટીંબડી વિસ્તારમાં એક સિંહણ ઇજાગ્રસ્ત હોવાની વનવિભાગને જાણ થતાં વનવિભાગનો સ્ટાફ અહીં દોડી આવ્યો હતો અને આ સિંહણને લોકટ કરી બેભાન કરી સિંહણને સારવાર આપવામાં આવી હતી.

 લીલિયા તાબાના ટીંબડી ગામ નજીક એક સિંહણ ઇજાગ્રસ્ત હાલતમાં આંટાફેરા મારી રહી હોય આ અંગે વનવિભાગને પેટ્રોલિંગ દરમિયાન જાણ થઇ હતી. વનવિભાગના ફોરેસ્ટર બી.એમ.રાઠોડ, કે.જી.ગોહિલ, ચાવડા, વેટરનરી ડો. વામજા, ટ્રેકર નાણભાઇ ભરવાડ, તુષાર મહેતા, મેરાભાઇ, ફિરોઝભાઇ સહિત અહીં દોડી આવ્યા હતા.  ગતરાત્રિના રેસ્કયુ ટીમે અહીંના ટીંબડી વિસ્તારમાંથી આ સિંહણને લોકેટ કરી બેભાન કરી સારવાર આપવામાં આવી હતી. આ સિંહણને જમણા પગમાં ઇજા થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અહીના બૃહદગીર વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. સાવજોને અહીં પૂરતા પ્રમાણમાં ખોરાક અને પાણી મળી રહે છે.

સાવજો રેલવે ટ્રેક પર આવી ચડતાં રાજુલા પાસે બે માલગાડી અટકાવાઈ.

સાવજો રેલવે ટ્રેક પર આવી ચડતાં રાજુલા પાસે બે માલગાડી અટકાવાઈ
Bhaskar News, Rajula
Jun 05, 2015, 01:47 AM IST
 
- વનવિભાગે રેલવે ટ્રેક પરથી ત્રણ સિંહણોને દૂર ખસેડી, દસ મિનિટ બાદ માલગાડી રવાના કરાવી હતી

રાજુલા: રાજુલા તાલુકાના પીપાવાવ રામપરા વચ્ચે ટોરેન્ટો વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર મોડીસાંજે ત્રણ સિંહણ આવી જતા વનવિભાગના સ્ટાફે અહીથી પસાર થતી માલગાડીને અટકાવી દીધી હતી. દસ મિનિટ બાદ માલગાડીને રવાના કરાઇ હતી.

પીપાવાવ રામપરા વચ્ચે ટોરેન્ટો વિસ્તારમાં આજે મોડીસાંજના રેલવે ટ્રેક પર એક સાથે ત્રણ સિંહણો આવી ચડી હતી. અહી પેટ્રોલિંગ કરી રહેલા વનવિભાગને જાણ થતા અહીથી પસાર થતી માલગાડીને અટકાવી દીધી હતી અને સિંહણોને રેલવે ટ્રેક પરથી દૂર ખસેડી હતી અને દસ મિનિટ બાદ માલગાડીને રવાના કરી દેવામાં આવી હતી.  આ ઉપરાંત અન્ય એક માલગાડી આવતી હોય તેને પણ ધીમી પડાવી દીધી હતી. ફોરેસ્ટર રાઠોડ, ચંદુભાઇ, ડેરભાઇ, દેવાભાઇ સહિતના સ્ટાફે આ કામગીરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પંદરેક જેટલા સિંહબાળ વસવાટ કરે છે. અહીંના રેલવે ટ્રેક પર અવારનવાર સાવજો આવી ચડે છે.

વેરાઇ ફાટક પાસે પણ ટ્રેન રોકી દેવાઈ

આવી બીજી ઘટના રાજુલાના વેરાઇફાટક પાસે બની હતી જેમાં એક સિંહણ રેલવે ટ્રેક પર આવી ચડી હતી. આ કારણે અહીંથી પસાર થતી બીજી એક માલગાડીને પણ અટકાવી દેવાની ફરજ પડી હતી. વનખાતા દ્વારા સિંહણને અહીંથી હટાવાયા પછી માલગાડી રવાના કરવામાં આવી હતી.

ધારીમાં દિપડાએ મધરાતે પાંચ બકરાનું મારણ કર્યુ.

ધારીમાં દિપડાએ મધરાતે પાંચ બકરાનું મારણ કર્યુ
Bhaskar News, Dhari
Jun 02, 2015, 00:02 AM IST
 
શિકારની શોધમા દિપડો શહેરમા આવી ચડતા લોકોમાં ફફડાટ

ધારી: ગીરકાંઠાના ધારી તાલુકામાં સિંહ અને દિપડાનો કાયમી ત્રાસ છે. શિકારની શોધમાં નીકળતા આ વન્યપ્રાણીઓ અવારનવાર કોઇપણ ગામમા જઇ ચડે છે અને માલધારીઓના ઉપયોગી પશુઓનુ મારણ કરે છે. ગઇરાત્રે પણ ધારીના સિનેમારોડ પર આવેલા ખાટકીવાડમા આવી એક દિપડાએ પાંચ બકરાનુ મારણ કર્યુ હતુ. જેને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે. ધારી શહેરની આસપાસ અવારનવાર સિંહ અને દિપડા જેવા વન્યપ્રાણીઓ ભટકતા આવી ચડે છે.
 
સિંહ દ્વારા ધારી શહેરમા ઘુસીને પશુઓનુ મારણ કરવામા આવ્યુ હોવાની ઘટનાઓ અવારનવાર બની ચુકી છે. ત્યારે હવે ગઇરાત્રે એક દિપડાએ પણ આ રીતે શહેરમા ઘુસી અહીના ઇબ્રાહીમભાઇ કટારીયાની માલિકીના પાંચ બકરાનુ મારણ કર્યુ હતુ. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ધારીમા ગઇરાત્રે સિનેમારોડ પર આવેલા ખાટકીવાડ સુધી એક દિપડો શિકારની શોધમાં પહોંચી ગયો હતો અને ઇબ્રાહીમભાઇ કટારીયાના ડેલામા ખાબકયો હતો. અહી જોતજોતામા દિપડાએ પાંચ બકરાને મારી નાખ્યા હતા. સવારે ઇબ્રાહીમભાઇને આ બારામા જાણ થતા તેમણે વનતંત્રને જાણ કરી હતી જેને પગલે વનખાતાના કર્મચારીઓ અહી દોડી ગયા હતા અને કાગળ પરની જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. દિપડો છેક શહેરમાં આવી ચડયો હોય લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

અમરેલી |ગીરની મધ્યમા આવેલી સુપ્રસિધ્ધ તુલશીશ્યામની જગ્યાના મહંત સ્વ. ભોળાદાસબાપુની

DivyaBhaskar News Network
Jun 01, 2015, 03:35 AM IST
 
અમરેલી |ગીરની મધ્યમા આવેલી સુપ્રસિધ્ધ તુલશીશ્યામની જગ્યાના મહંત સ્વ. ભોળાદાસબાપુની પ્રથમ પુણ્યતિથીએ આગામી તા. 2/6ના રોજ હનુમાન ચાલીસાના પાઠનુ આયોજન કરાયુ છે. અહીના શ્યામભુવનમા ભગવાન શ્રી શ્યામના ગુણગાન તથા હનુમાન ચાલીસાના પાઠની સવારે નવ કલાકે શરૂઆત થશે. અહી મહાપ્રસાદનુ પણ બપોરે આયોજન કરાયુ છે તેમ માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂએ જણાવ્યું હતુ.