Tuesday, May 31, 2016

ધારીઃ આધેડને ફાડી ખાનાર નરભક્ષી સાવજ આખરે પાંજરે પુરાયો


ધારીઃ આધેડને ફાડી ખાનાર નરભક્ષી સાવજ આખરે પાંજરે પુરાયો

  • Hirendrasinh Rathod, Khambha
  • Mar 23, 2016, 16:27 PM IST
ધારી: ધારીના આંબરડીમાં બે દિવસ પહેલા વાડીમા સુતેલા આંકડીયા ગામના આધેડને સાવજે ફાડી ખાધા બાદ વનવિભાગ દ્વારા આ નરભક્ષી સિંહને પકડવા ત્રણ પાંજરા ગોઠવવામા આવ્યા હતા. દરમિયાન ગઇરાત્રે આ સિંહ પાંજરે પુરાઇ ગયો હતો. સિંહને સાસણ ખાતે મોકલી આપવામા આવ્યો છે.

સાવજ જો એક વખત માણસનું લોહી ચાખી જાય તો પછી તે જોખમી બની જાય છે. સામાન્ય રીતે સિંહ માણસનો શિકાર કરતો નથી પરંતુ જો એક વખત માણસનો શિકાર કરે તો તેની આદત બની જવાની શકયતા છે. આવા સંજોગોમા નરભક્ષી સિંહ બીજા માણસોનો પણ શિકાર કરી શકે છે.

ધારી તાલુકાના આંબરડી ગામની સીમમા એક સાવજે બે દિવસ પહેલા વાડીમા ખુલ્લામાં સુતેલા આધેડને ફાડી ખાતા આ વિસ્તારમાં કામ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. નરભક્ષી સિંહ આઝાદ ઘુમતો હોય ખેડૂતો વાડીએ જતા પણ ડરતા હતા.

દરમિયાન વનવિભાગ દ્વારા આ નરભક્ષી સિંહને પકડવા માટે આંબરડી ગામની સીમમાં ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. પ્રથમ ચોવીસ કલાક સુધી તો આ સિંહ પાંજરામા સપડાયો ન હતો પરંતુ ગઇરાત્રે ફરી શિકારની શોધમાં નીકળેલો નરભક્ષી સિંહ વનવિભાગે ગોઠવેલા પાંજરામા સપડાઇ જતા વનતંત્ર અને આ વિસ્તારના લોકોએ રાહતનો દમ લીધો હતો. આ સિંહને હાલમાં સાસણ ખાતે મોકલી આપવામા આવ્યો હોવાનું વનવિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ.

રાત્રે ખુલ્લામા સુતેલા લોકો બને છે સિંહ દિપડાના હુમલાનો ભોગ

સામાન્ય રીતે સાવજ માણસનો શિકાર કરતો નથી કે તેને ખોરાક સમજતો નથી પરંતુ આંબરડીની ઘટનામા મૃતક જીણાભાઇ મકવાણાએ રાત્રીના સમયે કાળી શાલ ઓઢેલી હોય તેના કારણે સાવજ તેમને પશુ સમજી ઉપાડી ગયાનું વનતંત્ર માની રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાવજ માણસની સરખામણીમા રાત્રીના સમયે ખૂબ જ સારી રીતે જોઇ શકે છે. ધારીના ડીએફઓ કરૂપ્પાસામીએ પણ જણાવ્યું હતુ કે, તેમણે કાળી શાલ ઓઢી હોય તેમના કારણે સિંહ ઉઠાવી ગયાની શકયતા છે. તેમણે એમ પણ જણાવ્યું હતુ કે અહી સિંહને પકડવા ત્રણ પાંજરા મુકાયા છે.
 
સિંહ શરીરનો તમામ હિસ્સો ખાઇ ગયો

સિંહ જીણાભાઇના મોઢાને બાદ કરતા બાકીનો શરીરનો તમામ હિસ્સો ખાઇ ગયો હતો. સવાર પડતા સાથી મજૂરોએ જીણાભાઇને ન જોતા આસપાસમા તપાસ કરી હતી. થોડે દૂરથી તેમના અવશેષોમા પડેલો મૃતદેહ મળી આવ્યો હતો. વનવિભાગને જાણ કરાતા ડીએફઓ કરૂપ્પાસામી, એસીએફ મુની સ્ટાફ સાથે અહી દોડી ગયા હતા. મૃતક આધેડની લાશને પીએમ માટે ચલાલા દવાખાને ખસેડાઇ હતી. બીજી તરફ સીમમાં નરભક્ષી સિંહની હાજરીથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હોય ખેડૂતોએ સિંહને પાંજરે પુરવા માંગ ઉઠાવી હતી.
 

નવભક્ષી સાવજ: કિશોરને ફાડી ખાધાની ઘટના બાદ વધુ 1 સિંહ પાંજરે પુરાયો


વનવિભાગનાં અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા


સિંહે બાળકને ફાડી ખાતા માત્ર પગના ટુકડા મળ્યા હતા

સાવજો પાંજરે પુરાયા હતા
વન વિભાગે સાવજોને પાંજરે પૂર્યા
  • Dilip Raval, Amreli
  • May 30, 2016, 00:39 AM IST
11 વર્ષનાં બાળકને સાવજે ફાડી ખાતા દોડી આવેલા વનવિભાગનાં અધિકારીઓ
ધારી: ગીરપુર્વની સરસીયા રેંજમા આંબરડી પાર્ક નજીક થોડા દિવસ પહેલા માનવભક્ષી સિંહે એક કિશોરને ફાડી ખાધાની ઘટના બની હતી. બાદમાં વનવિભાગને ઉપરથી મળેલી સુચના મુજબ અહી વસવાટ કરતા તમામ સાવજોને પાંજરે પુરી જસાધાર ખાતે મોકલી આપ્યા હતા. જો કે અહી વધુ એક સિંહ હોય પાંજરા યથાવત રાખવામા આવ્યા હતા ત્યારે ગતરાત્રીના એક સિંહ પાંજરે સપડાઇ જતા તેને જસાધાર ખાતે મોકલી આપવામા આવ્યો હતો આમ વનવિભાગે કુલ 17 સાવજોને હાલ નજરકેદ રાખ્યા છે. 

કુલ 17 સાવજો વનવિભાગની નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા

આંબરડી પાર્ક નજીક રાત્રીના વાડીમા ખુલ્લામા સુતેલા એક કિશોરને સિંહે ઉપાડી જઇ ફાડી ખાધો હતો. અહી બે માસમા ત્રીજી ઘટના બનતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ત્યારે અગાઉ વનવિભાગે ત્રણ સિંહને સાસણ ધકેલી દીધા હતા અને અન્ય 13 સાવજોને ઝડપી લીધા હતા. જો કે અહી વધુ એક સિંહ હોવાની વનવિભાગને શકયતા જણાતી હોય પાંજરા યથાવત રાખવામા આવ્યા હતા. ગઇકાલે અહી વધુ એક સિંહ પાંજરે પુરાઇ જતા તેને પણ જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામા આવ્યો હતો. આમ હાલ કુલ 17 સિંહો વનવિભાગની નજરકેદમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ સુધી માનવભક્ષી સિંહ કયો હતો તે વનવિભાગ નક્કી કરી શકયુ નથી. આ વિસ્તારમાં અવારનવાર માણસ પર સિંહના હુમલાની ઘટનાઓ વધી જતા લોકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો હતો. વનવિભાગને ઉપરથી મળેલી સુચના મુજબ તમામ સાવજોને પકડી પાંજરે પુરવામા આવતા આ વિસ્તારના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
વન વિભાગે સાવજોને પાંજરે પૂર્યા
કિશોરને 500 મીટર દૂર ઢસડી જઇ શેત્રુંજીના પટ્ટમાં ફાડી ખાધો
 
ધારી: ગીરપૂર્વની સરસીયા રેન્જમા આંબરડી ગામની સીમમાં વધુ એક સાવજ માનવભક્ષી બન્યો છે. ગુરુવારે આંબરડી ગામની સીમમાં સરપંચની વાડીમાં ખેતી કરતા પરિવારના 11 વર્ષના કિશોરને રાત્રીના સમયે એક સાવજે ફાડી ખાધો હતો. સવારે કિશોરના મૃતદેહના કેટલાક ટૂકડા છૂટાછવાયા મળી આવ્યા હતા. છેલ્લા બે મહિનામાં સાવજોએ અહીં ત્રણ વ્યક્તિને ફાડી ખાધી છે. સિંહોના માનવ પરના હુમલા વધતા વન વિભાગ દ્વારા 13 સાવજોને પાંજરે પૂરવામાં આવ્યા હતા. અમરેલીના આંબરડીમાં સિંહ દ્વારા માણસને ફાડી ખાવાના ઉપરાછાપરી બનાવના પગલે વસાહતીઓમાં ભય ફેલાયો છે ત્યારે હાલ તો વન વિભાગ દ્વારા આંબરડી વિસ્તારને સિંહ મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં નજીકના ભવિષ્યમાં તો સિંહનો વસવાટ ન રહે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. જેના પગલે સિંહનો વર્ષો જૂનો વસવાટ છે તે આંબરડી ખાલી થઇ જશે. બીજીતરફ સિંહ દ્વારા માણસ ઉપર હુમલો કરી ફાડી ખાવાના કિસ્સા કેમ વધ્યા અને સિંહની વર્તણૂકમાં આ ફેરફાર કેમ આવ્યો તેનું સંશોધન-અભ્યાસ પણ વન વિભાગ દ્વારા વૈજ્ઞાનિકોની મદદથી હાથ ધરવામાં આવશે.

સિંહ માનવભક્ષી કેમ બન્યો? માણસ પર હુમલા કેમ વધ્યા? વન વિભાગ સંશોધન કરશે

સિંહ દ્વારા માણસનું ભક્ષણ કરવાના કિસ્સાને પગલે રાજ્યના પૂર્વમંત્રી દિલીપ સંઘાણીએ આવા માનવભક્ષી સિંહ-દીપડાને મારવાની મંજૂરી આપતો પત્ર લખ્યો છે ત્યારે વન વિભાગના પીસીસીએફ અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન જે.એ. ખાને જણાવ્યું હતું કે, આ પ્રકારના છૂટાછવાયા કિસ્સાઓથી સિંહ માનવભક્ષી બની ગયો છે તે કહેવું ઉતાવળભર્યું ગણાશે. સિંહ માણસ ઉપર હુમલો કરે તેના ઘણા કારણો હોઇ શકે છે. ક્યારેક લોકો દ્વારા સિંહને ડિસ્ટર્બ કરાતા હોય છે. હાલ ગરમી હોવાથી લોકો ખુલ્લામાં સૂતા હોય છે. ત્યારે આ પ્રકારના કિસ્સા બનતા હોય છે.

માનવભક્ષી સિવાયના સિંહને પણ આંબરડીમાં નહીં છોડાય

સિંહ મૂળભૂતરીતે માનવભક્ષી નથી ત્યારે આવા કિસ્સા કેમ બને છે તેનો અભ્યાસ કરવાનો અમે નિર્ણય લીધો છે. સિંહ અભયારણ્ય, જંગલ વિસ્તારની બહાર આવી ગયા છે તેને કેવી રીતે મેનેજ કરી શકાય તે પણ વિચારી રહ્યા છીએ. જે.એ. ખાને કહ્યું કે આંબરડીમાં આ પ્રકારના દુખદ બનાવથી લોકોમાં ભય ફેલાયો છે તે વાત સાચી છે. અમે પૂરતો પ્રયાસ કરી રહ્યા છીએ. અહીં 16 સિંહનું ગ્રૂપ વસે છે જેમાંથી 13ને પકડી લીધા છે અને બાકીના પણ પકડી લેવાશે. આ તમામનો સ્કાઇટ એનાલિસિસ જે ફોરેન્સિક ટેસ્ટ છે તે કરાશે અને માનવભક્ષીને શોધીને તેને રેસ્ક્યૂ સેન્ટરમાં મોકલી અપાશે.

માનવભક્ષી નથી તેવા સિંહને ચીપ પહેરાવાશે

આંબરડીમાંથી પકડાયેલા 16 સિંહના ગ્રૂપનો ફોરેન્સિક ટેસ્ટ કર્યા પછી માનવભક્ષીને તો અલગ કરાશે પણ બાકીના સિંહને ટ્રેનિંગ આપીને તેમાં માઇક્રો ચીપ ગોઠવવામાં આવશે. જેમને અલગ અલગ ગ્રૂપમાં વિવિધ વિસ્તારોમાં છોડીને અભ્યાસ કરાશે. તેમની વર્તણૂક કેવી છે, તેમને ખોરાક-શિકાર મળે છે કે નહીં તેનું ઓબ્ઝર્વેશન કરાશે.

આંબરડીમાં બે પાંજરા યથાવત રખાયાં

ગીરપુર્વની આંબરડી રેંજમા સાવજો માનવભક્ષી બન્યાં છે. બે માસમા ત્રણ લોકોને સાવજોએ શિકાર બનાવતા છેલ્લા બે દિવસ દરમિયાન 13 સાવજોને પાંજરે પુરાયા છે. અહી અગાઉ પણ ત્રણ સાવજોને પકડી લેવાયા છે. આમ છતા હજુ આ વિસ્તારમાં વધુ ત્રણ સાવજો હોવાની આશંકાએ વનવિભાગ દ્વારા બે પાંજરા યથાવત રાખ્યા છે. જો કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અહી વધુ એકેય સાવજ નજરે પડયો ન હતો.
સાવજો પાંજરે પુરાયા હતા
આંબરડી નજીકથી બાકીના વધુ 3 સાવજો પાંજરે પુરાતા સંખ્યા 16 થઈ

વનતંત્ર દ્વારા નરભક્ષી સાવજને શોધવા માટે ઐતિહાસિક કાર્યવાહી થઇ રહી છે. ધારી નજીક આંબરડી આસપાસ 16 સાવજોનું ગૃપ વસે છે. આ સાવજોએ પાછલા બે માસથી અહી કાળો કેર વર્તાવ્યો છે.
 
તમામ 16 સાવજો વનતંત્રના કબજામા પહોંચી જતા ભયભિત લોકોને હાશકારો

સામાન્ય રીતે સાવજો માણસનો શિકાર કરતા નથી. અને જો કોઇ સાવજ આવી રીતે માણસનો શિકાર કરે તો વનતંત્ર દ્વારા તેને કાયમ માટે કેદ કરી દેવામા આવે છે. કારણ કે એક વખત માણસનુ લોહી ચાખી ગયેલો સાવજ બીજી વખત પણ માણસ પર હુમલો કરે તેવી શકયતા રહે છે. આંબરડી પાર્ક આસપાસ અગાઉ સાવજે માણસને ફાડી ખાધાની બે ઘટના બની હતી તે સમયે વનતંત્રએ આ નરભક્ષી સાવજોને શોધી કાઢયાનો દાવો કરી ત્રણ સાવજોને કેદ કર્યા હતા.

આમ છતા થોડા દિવસ પહેલા આંબરડી ગામની સીમમાં વાડીમા ઓરડી બહાર સુતેલા 11 વર્ષના એક બાળકને સાવજે ઉપાડી જઇ બાળકને ફાડી ખાધો હતો. આમ ટુંકાગાળામાં માણસના શિકારની ત્રણ ત્રણ ઘટના બનતા વનતંત્ર પર માછલા ધોવાનુ શરૂ થયુ હતુ જેને પગલે તંત્રએ ઐતિહાસિક નિર્ણય કરી આ વિસ્તારના બાકી બચેલા તમામ 13 સાવજોને પાંજરે પુરવા નિર્ણય કર્યો હતો.

ગઇકાલ સુધીમાં અહી સાત પાંજરા ગોઠવી વનતંત્ર દ્વારા દસ સાવજોને પાંજરે પુરવામા આવ્યા હતા જયારે બાકી બચેલા ત્રણ સાવજો માટે પાંજરા યથાવત રખાયા હતા. દરમિયાન ગઇરાત્રે બાકી બચેલા આ ત્રણ સાવજો પણ પાંજરામા સપડાયા હતા. આમ આંબરડી આસપાસ વસતા તમામ 16 સાવજો તંત્રના કબજામા આવી જતા આખરે આ વિસ્તારમા વસતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

13 સાવજોને 72 કલાક સુધી પાંજરામાં રખાશે
 
વનવિભાગે આંબરડી નજીકથી 13 સાવજોને પકડી તો લીધા પરંતુ આ 13 સાવજોમાથી માનવભક્ષી સાવજ કેટલા છે તે શોધવાનુ કામ કપરૂ છે. જો કે વનવિભાગ પાસે તેની કેટલીક તરકીબો પણ છે. સાવજોનું બિહેવીયર પણ ઘણુ બધુ કહી જાય છે. જેને પગલે હાલમા આ તમામ 13 સાવજોને જસાધારના એનીમલ કેર સેન્ટરમાં નિગરાની હેઠળ રાખવામા આવ્યા છે. વળી આ તમામ 13 સાવજોને અલગ અલગ પાંજરામા રાખવામા આવ્યા છે. અને અહીનો સ્ટાફ તેના પર સતત નજર રાખી રહ્યો છે.
વનવિભાગનાં અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા
અગાઉ માનવભક્ષીને બદલે નિર્દોષ સિંહોને પકડી લેવાયા હતા ?
 
ધારી નજીક બની રહેલા આંબરડી પાર્ક આસપાસના વિસ્તારમાં બે માસમાં સાવજોએ ત્રણ વ્યકિતઓને ફાડી ખાધાની ઘટના બાદ નરભક્ષી સાવજને શોધવાની વનતંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. અગાઉ પણ માણસને ફાડી ખાધાની બે ઘટના બની હતી અને તે વખતે વનતંત્રએ ત્રણ સાવજોને નરભક્ષી ગણી પાંજરે પુરી દીધા હતા. છતા ત્રીજી ઘટના બની હતી. ત્યારે સવાલ એ ઉઠવા પામ્યો છે કે ખરેખર વનતંત્રએ જે ત્રણ સાવજોને પકડી તો લીધા પરંતુ શું ખરેખર તેઓ નરભક્ષી હતા?

અહીં બીજા અનેક સવાલો ઉભા થયા છે. શું અહી એક પછી એક સાવજો નરભક્ષી બની રહ્યાં છે. કે પછી માણસ પર હુમલાની ઘટનાનું સાવજો એકબીજાનું અનુકરણ કરી રહ્યાં છે. કે પછી એક જ સાવજ આવા હુમલા કરે છે અને વનતંત્ર તે સાવજને પકડી શકયુ નથી દરેક કિસ્સામાં સાવજ શિકારને ઢસડીને નદીના પટ્ટમા લઇ જાય છે. આમ અગાઉ હુમલો કરનાર સાવજ હજુ પણ ખુલ્લો રખડતો હોવાની શકયતા વધુ છે.
 
5 પાંજરા અને 2 રિંગકેજની મદદ લેવાઇ
 
અહીથી સાવજોને પકડી લેવા માટે ધારી, સાવરકુંડલા વિગેરે સ્થળેથી રેસ્કયુ ટીમોને બોલાવાઇ હતી. જુદાજુદા વિસ્તારમાં 5 પાંજરા ગોઠવાયા હતા. આ ઉપરાંત 2 રીંગકેજ પણ લગાવવામા આવ્યા હતા. અને તેની મદદથી આ સાવજોને પકડી લેવાયા હતા.
 
માનવભક્ષીની ઓળખ કેવી રીતે થાય છે...
 
સિંહ જ્યારે કોઇ માણસ ઉપર હુમલો કરે પછી તેનેશોધવાની કવાયત શરૂ થાય છે. ઘટના નિહાળનાર લોકોના નિવેદન, ક્યા વિસ્તાર તરફ ગયો, તેના લક્ષણો, માણસભક્ષી સિંહના મળમાંથી પણ માનવઅંગોના અવશેષો મળતા હોય છે. આ બધી બાબતોનો અભ્યાસ કરીને બેથી ત્રણ શંકાસ્પદ સિંહોને પકડવામાં આવે છે અને તેમનું લેબોરેટરીમાં પરીક્ષણ કરાય છે જેમાં ચોક્કસ રિપોર્ટ આવતા માનવભક્ષીને પાંજરામાં કેદ કરાય છે જ્યારે અન્યને છોડી મૂકાય છે.
 
હિંસક પ્રાણીથી હુમલામાં મોતની સહાય 4 લાખ કરાશે
 
- રાજ્યમાં હિંસક પ્રાણીથી થતા હુમલામાં મોત નિપજવાના કિસ્સામાં પરિવારને અપાતી વળતરની રકમમાં વધારો કરવાની વિચારણા રાજ્ય સરકારે હાથ ધરી છે.
સૂત્રોના કહેવા પ્રમાણે સહાયની રકમ અગાઉ 1.50 લાખ હતી.
- છેલ્લે 1 ઓક્ટોબર 2015થી તેમાં વધારો કરી હાલ 2.25 લાખની સહાય ચૂકવવામાં આવે છે. હવે રાજ્ય સરકાર દ્વારા પૂર અને કુદરતી આપત્તિઓમાં એસડીઆરએફમાંથી અપાતી 4 લાખની સહાય આ પ્રકારના કિસ્સામાં પણ લાગુ કરવાની વિચારણા હાથ ધરાઇ છે.
- સાવજોએ જયારે માનવ માંસ ખાધુ હોય ત્યારે 72 કલાક બાદ જે તે સિંહોના મળનુ પરીક્ષણ કરવામાં આવે છે. સાવજના મળને સુકવ્યા બાદ તેમનુ પરિક્ષણ કરાશે. - ડો. હિતેષ વામજા, વન વિભાગના વેટરનરી ડોક્ટર
- દસ સાવજોને પકડી લેવામા આવ્યા છે. અને હજુ અહી ત્રણ સાવજો ખુલ્લા છે તેને ઝડપથી પકડી લેવાશે. જસાધારમા રહેલા દસ સાવજોમાથી ત્રણને સાસણ લઇ જવાશે.  - ટી. કરૂપ્પાસામી, ડીએફઓ
- સિંહનો શિકાર બનેલા બાળકના પિતાને આજે મેડી તરવડા ખાતે સરપંચ સહિતના આગેવાનોની હાજરીમાં સ્ટાફ દ્વારા રૂપિયા 2.25 લાખનો ચેક અર્પણ કરાયો હતો.  - પરમાર, ગીરપુર્વના ઇન્ચાર્જ એસીએફ
- આવા બનાવ દુખદ છે આવા સિંહોને રેસ્ક્યૂ સેન્ટરમાં જ રખાય છે. જેને પછી ક્યારેય ખુલ્લામાં છોડાતા નથી..  - જે.એ.ખાન, ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન
સિંહે બાળકને ફાડી ખાતા માત્ર પગના ટુકડા મળ્યા હતા
ધારીઃ ગીરપૂર્વની સરસીયા રેન્જમા આંબરડી ગામની સીમમાં વધુ એક સાવજ માનવભક્ષી બન્યો છે. ગુરુવારે આંબરડી ગામની સીમમાં સરપંચની વાડીમાં ખેતી કરતા પરિવારના 11 વર્ષના કિશોરને રાત્રીના સમયે એક સાવજે ફાડી ખાધો હતો. સવારે કિશોરના મૃતદેહના કેટલાક ટૂકડા છૂટાછવાયા મળી આવ્યા હતા. છેલ્લા બે મહિનામાં સાવજોએ અહીં ત્રણ વ્યક્તિને ફાડી ખાધી છે.
 
માત્ર બે માસમાં સાવજોએ આંબરડી પાર્ક નજીક ત્રીજી વ્યક્તિને ફાડી ખાધી

અમરેલી તાલુકાના મેડી તરવડા ગામના મધુભાઇ સોલંકી નામનો દેવીપુજક યુવાન પોતાના 11 વર્ષના પુત્ર જયેશ સાથે વાડીની ઓરડી બહાર ખાટલા પર સુતા હતા. પિતા પુત્ર વહેલી સવારની ગાઢ નિદ્રાં માણી રહ્યાં હતા ત્યારે શિકારની શોધમા નીકળેલો એક સાવજ વાડીમા આવી ચડ્યો હતો. સાવજે 11 વર્ષના જયેશ પર હુમલો કરી દીધો હતો. સાવજના હુમલાના કારણે જયેશે અવાજ કરતા તેના પિતા જાગી ગયા હતા. સાવજના મોમાંથી પોતાના પુત્રને છોડાવવાનો પ્રયાસ કરતા સાવજે તેમને પણ ઘાયલ કરી દીધા હતા.
 
ભૂતકાળમાં પણ બેને ફાડી ખાધા હતા

19મી માર્ચના રોજ આંબરડીની સીમમાં વાડીમા સુતેલા મોટા આંકડીયાના જીણાભાઇ મકવાણાને સાવજે વહેલી સવારે ઢસડી જઇ ફાડી ખાધા હતા. જ્યારે 11મી એપ્રિલે ભરડ ગામની સીમમાં સાવજે વાડીમા ખુલ્લામા સુતેલા લાભુબેન ધીરૂભાઇ સોલંકી નામની મહિલાને ઢસડી જઇ ફાડી ખાધી હતી.  

પગના ટુકડા મળ્યા

પિતાની નજર સામે જ સાવજ કિશોરને ઉપાડી જઇ ફાડી ખાધો હતો. રાતના અંધારામા તેને સાવજ ઢસડી ગયા બાદ સવારે માત્ર પગ અને સાથળના ટુકડા મળી આવ્યા હતા. શરીરનો બાકીનો ભાગ સાવજ ખાઇ ગયો હતો.

સિંહ અનુકરણ કરે છે

જાણકારોનુ કહેવું છે કે સંગતની અસર માત્ર માણસ નહીં પણ સાવજ પર પણ થઇ રહી છે અને અન્ય સાવજોએ જે રીતે માણસ પર હુમલો કરી તેને ફાડી ખાધા હતા તેનું અનુકરણ બાકીના સાવજો પણ કરતા હોવાનુ એક અનુમાન છે.

‘સાવજ’નાં પણ ટોળા હોય: પીપાવાવ પાસે હાઈવે પર પાંચ સાવજ આવી ચડ્યા


‘સાવજ’નાં પણ ટોળા હોય: પીપાવાવ પાસે હાઈવે પર પાંચ સાવજ આવી ચડ્યા

  • Bhaskar News, Amreli
  • Jan 09, 2016, 19:30 PM IST
- ધમધમતા હાઇવે અને રેલવે ટ્રેક પર વારંવાર આવી ચડતા સાવજો પર દેખરેખમાં વનતંત્રને ઘોર નિષ્ફળતા

અમરેલી: રાજુલા-જાફરાબાદ પંથકમાં સાવજોની વસતી વધી રહી છે. અહિં ભુતકાળમાં વાહન હડફેટે અને ટ્રેઇન હડફેટે સાવજોના મોતની અનેક ઘટનાઓ બની ચુકી છે. આમ છતાં વનતંત્ર ઘોર બેદરકાર છે. સાવજોની અવર જવર તેની કોઇ નઝર નથી. આજે પીપાવાવ નજીક કોસ્ટલ હાઇવે પર એક સાથે પાંચ સાવજના ટોળાએ જાણે પેટ્રોલીંગ કર્યુ હતું. દિવસ દરમીયાન હજારો ભારે વાહનોની અવર જવર વાળા આ રસ્તા પર સાવજોને ખતરો છે.

ગીર કાંઠે આવેલા રાજુલા-જાફરાબાદ તાલુકામાં સાવજો જાણે અત્ર, તત્ર અને સર્વત્ર છે. હજુ ચાર દિવસ પહેલા જ એક સિંહ જાફરાબાદના લાઇટ હાઉસ વિસ્તારમાં ઘુસી ગયો હતો. અહિં જાયન્ટ કંપનીઓની પત્થરોની ખાણમાં સાવજોનો કાયમી વસવાટ છે. ઉદ્યોગોથી ધમધમતા પીપાવાવ વિસ્તારમાં વારંવાર સાવજો રસ્તા પર આવી જાય છે. ભુતકાળમાં પીપાવાવ જતી-આવતી માલગાડી હડફેટે સાત સાવજોના મોત થઇ ચુક્યા છે. તો નાગેશ્રી નજીક વાહન હડફેટે બે સાવજોના મોતની ઘટનાઓ બની ચુકી છે. છતાં વનતંત્રએ તેના પરથી કોઇ બોધપાઠ લીધો નથી. સાવજોની અવર જવર પર તંત્રની કોઇ નઝર નથી. જેના પરિણામે ગમે ત્યારે સાવજો રસ્તા પર કે રેલવે ટ્રેક પર આવી જાય છે.

આજે આવી જ સ્થિતી પીપાવાવ નજીક કોસ્ટલ હાઇવે પર જોવા મળી હતી. જ્યાં એક સાથે પાંચ સાવજો વાહનોની અવર જવર વચ્ચે રસ્તા પર આવી ગયા હતાં. એક સિંહણ અને ચાર પાઠડા જાણે પેટ્રોલીંગ કરતા હોય તેમ હાઇવે પર ટહેલવા લાગ્યા હતાં. જેના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. કેટલાક લોકોએ આ દ્રશ્યો મોબાઇલમાં પણ કેદ કર્યા હતાં.

અહિં હેવી લોડેડ વાહનો પુરપાટ ઝડપે દોડતા રહે છે. ત્યારે આ પ્રકારે સાવજો સતત હાઇવે પર ઓ ગ્રામીણ માર્ગો પર અચાનક જ આવી ચડતા હોય અને ક્યારેક ક્યારેક તો રસ્તા પર બેસી જઇને પણ લાંબા સમય સુધી આરામ કરતા હોય જીવલેણ અકસ્માતોની પણ ભીતી રહે છે. અહિં વનતંત્રને વધુ સતર્ક બનાવવાની જરૂર હોવાનું સિંહપ્રેમીઓને લાગી રહ્યુ છે.

નાગેશ્રી નજીક વાહન હડફેટે થયા હતાં બે સિંહના મોત

પુખ્ત ઉંમરના સાવજો વધુ સમજદાર હોય છે. પરંતુ સિંહબાળ અને પાઠડા સિંહ રમતીયાળ અને રસ્તા પર વધુ બેદરકાર નઝરે પડે છે. અગાઉ બે પાઠડાનું નાગેશ્રી નજીક વાહન હડફેટે મોત થયુ હતું. આજની ઘટનામાં પણ ચાર પાઠડા રસ્તા પર આમથી તેમ દોડતા નઝરે પડયા હતાં.

શિકારીની જાળમાં ફસાયો સિંહ, વનરાજના થઇ ગયા આવા હાલ

    સાઉથ આફ્રિકાના ક્રૂઝર નેશનલ પાર્કમાં આ રીતે રસ્તા પર ઘાયલ સિંહ જોઇ પ્રવાસીઓ ભયભીત થઇ ગયા હતા.
  • divyabhaskar.com
  • Jan 06, 2016, 10:44 AM IST
    સાઉથ આફ્રિકાના ક્રૂઝર નેશનલ પાર્કમાં આ રીતે રસ્તા પર ઘાયલ સિંહ જોઇ પ્રવાસીઓ ભયભીત થઇ ગયા હતા.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ આફ્રિકાના સૌથી મોટા ક્રૂઝર નેશનલ પાર્કમાં ફરવા આવેલા પ્રવાસીઓએ એક સિંહને ફંદામાં ફસાયેલો જોતા ભયભીત થઇ ગયા હતા. અહેવાલો અનુસાર, યુવાન સિંહ ખરાબ રીતે ઘાયલ અવસ્થામાં રસ્તા પર પડેલો પ્રવાસીઓએ જોયો. બાદમાં મેલિસ્કા વિલજિયોન અને મિકે પેટ્ટીટે તરત જ ક્રૂઝર નેશનલ પાર્કના અધિકારીઓને આ અંગેની માહિતી આપી હતી. કલાકમાં જ રસ્તાને પ્રવાસીઓ માટે બ્લોક કરવામાં આવ્યો અને પશુચિકિત્સકોએ સિંહની સારવાર શરૂ કરી.
 
ક્રૂઝર નેશનલ પાર્કના ફેસબુક પેજ પર ઘાયલ સિંહની તસવીરો પોસ્ટ કરી
 
ફેસબુક પરના ક્રૂઝર નેશનલ પાર્કના ગ્રુપ પેજ પર વિલજિયોને ઇજાગ્રસ્ત સિંહની તસવીરો પોસ્ટ કરી. બાદમાં યુઝર્સની સિંહના શિકારને લઇને કડક પ્રતિક્રિયા આવવા લાગી હતી. તેણે લખ્યું કે રસ્તા પર ઘાયલ સિંહ મદદ માંગી રહ્યો હતો. બાદમાં અમે ડર્યા વિના તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. એક યુઝર્સે લખ્યું કે નેશનલ પાર્ક ઓથોરિટી વિઝિટર્સ અને ડોનર્સ પાસેથી રૂપિયા મેળવી લે છે પણ પ્રાણીઓની સંભાળ રાખતા નથી. તે સિવાય ઝડપથી રિસ્પોન્સ ન કરવા બદલ ક્રૂઝર નેશનલ પાર્કના અધિકારીઓની પણ લોકોએ ટીકા કરી હતી.
 
બાદમાં પાર્કના પશુ ડોક્ટરોની ટીમે કલાકોની મહેનત બાદ સિંહના ગળામાંથી ફંદો કાઢી તેને બચાવવામાં સફળતા મળી હતી. વાઇલ્ડહાર્ટ વાઇલ્ડલાઇફ ફાઉન્ડેશને ફેસબુક પોસ્ટમાં લખ્યું કે સિંહ ભાનમાં આવી ગયો અને તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્વસ્થ થયા બાદ તેને ફરીથી જંગલમાં છોડી મુકવામાં આવશે. પાર્ક રેન્જર્સના મતે શિકારીઓએ નાના પ્રાણીના શિકાર માટે ફંદો લગાવ્યો હશે.

ગીરનાર જંગલમાં સિંહ દર્શનની મંજુરી માટે સાંસદનાં પ્રયાસો જરૂરી

  • DivyaBhaskar News Network
  • Jan 02, 2016, 03:56 AM IST
સાસણનીમાફક જૂનાગઢનાં પણ ગીરનાર વિસ્તારમાં સિંહો વસવાટ કરતાં હોય ત્યારે પર્યટકો ગીરનારનાં જંગલમાં પણ સિંહ દર્શન કરી શકે એવી સુવિધા મળી રહે તે માટે સાંસદે કેન્દ્રમાંથી સિંહ દર્શન માટેની મંજુરી મેળવવા પ્રયાસો હાથ ધરવા જોઇએ. એવી મનપાનાં મેયરે રજૂઆત કરી હતી. જૂનાગઢ શહેર અને ગીરનાર પર્વત સુપ્રસિદ્ધ યાત્રાધામ હોય જ્યાં વિશ્વધભરમાંથી આખા વર્ષમાં અંદાજે 50 લાખ જેટલા પર્યટકો મુલાકાતે આવે છે.

ત્યારે જૂનાગઢમાં વધુને વધુ પ્રવાસીઓ આવે તે માટે સિંહદર્શન સુવધા ઉભી કરવી જોઇએ. ગીરનારનાં જંગલમાં પણ 50 થી 60 જેટલા સિંહો કુદરતી રીતે વસવાટ કરે છે. ત્યારે સાસણમાં જંગલની અંદર જેવી રીતે સિંહ દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એવી વ્યવસ્થા ગિરનારનાં જંગલ માટે પણ નામી ઉભી કરવામાં આવે બાબતે જૂનાગઢ વિસ્તારનાં સાંસદ રાજેશ ચુડાસમાએ કેન્દ્રમાંથી મંજૂરી મેળવવાનાં પ્રયાસો હાથ ધરવા મનપાનાં મેયર જીતુહિરપરાએ પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

શહેરમાં છેલ્લા દોઢ વર્ષથી અનેક વિકાસનાં કામો ચાલી રહેલ છે. તો તમામ વોર્ડમાં સીસી રોડ અને વિકાસ કામોને ગતિ મળી રહે તેવા ત્યારે વિકાસ કામોને ગતિ મળી રહે તેવો હેતુસર જૂનાગઢ મત વિસ્તારનાં સાંસદને મળતી ગ્રાન્ટમાંથી રૂ. 1 કરોડ જૂનાગઢનાં વિકાસમાં ફાળવવા જોઇએ. એવું મેયરે જણાવ્યું હતું.

વિકાસ માટે સાંસદ ~ 1 કરોડ ફાળવે

સાવરકુંડલા: ભાડની સીમમાં 10 સાવજોના ધામા, લોકોમાં ફફડાટ


પ્રતિકાતમક તસવીર

  • Bhaskar News, Savarkundla
  • May 29, 2016, 23:57 PM IST
પ્રતિકાતમક તસવીર
બે દિવસથી ધાર પર જમાવ્યો છે અડ્ડો: લોકોમાં ફફડાટ

અન્ય કોઇ ગૃપનો નર જે  તે વિસ્તારમાં પ્રવેશે ત્યારે પણ ખુંખાર જંગ જામે છે. હાર જીતના ફેસલા બાદ પરાજીત સાવજે તે વિસ્તાર પણ છોડી દેવો પડે છે. પરંતુ અહી તો આ સાવજો હળીમળીને એકબીજાની સાથે રહે છે. જે વિરલ ઘટના છે. રેવન્યુ વિસ્તારમા જેમજેમ સાવજોની સંખ્યા વધતી જાય છે તેમતેમ સાવજોને પણ પરિસ્થિતી સામે હાર માનવી પડી રહી છે. કદાચ ભાડની ઘટના પણ આવા જ કારણે છે. જો કે આટલી મોટી સંખ્યામા સાવજોની હાજરીથી ગામ લોકોમાં ભયનો માહોલ છે. સીમમા જતા પણ ડર લાગે છે. વનવિભાગના હરદેવસિંહ, કમલેશભાઇ સહિતના કર્મચારીઓ આ સાવજની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યાં છે. 

વનવિભાગ સતર્ક છે- આરએફઓ

ખાંભાના આરએફઓ ઝાલાએ જણાવ્યું હતુ કે અહી ચાર નર છે અને અન્ય ચાર કેશવાળી ફુટેલા પાઠડા પણ છે. વનવિભાગનો સ્ટાફ અહી ખડેપગે છે. સાવજોને લઇને અમારો સ્ટાફ સતર્ક છે. 

સાવજો પાછળ દોડે છે- રોહિતભાઇ

ખાંભાના યુવાન રોહિતભાઇ રાઠોડે જણાવ્યું હતુ કે ચાપરડા ડુંગર વિસ્તારમાં પડતર ધારમા આ સાવજોએ અડ્ડો જમાવ્યો છે. નર સાવજો માણસને જોઇ તેની પાછળ દોટ પણ મુકે છે.  જો કે વનવિભાગના કર્મચારીઓ અહી ખડેપગે છે.

સિંહ કૂવામાં ખાબક્યો, ચાર કલાકે બહાર કઢાયો


સિંહ કૂવામાં ખાબક્યો, ચાર કલાકે બહાર કઢાયો

  • DivyaBhaskar News Network
  • May 15, 2016, 09:10 AM IST
 રેસ્ક્યુ ટીમે પહોંચી દોરડાથી બાંધી બહાર કાઢ્યો

સિંહને બેભાન કર્યા વગર કૂવામાંથી બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ પાંજરામાં પૂરી સલામત રીતે જંગલમાં છોડી દેવાયો હતો.

વન વિભાગને જાણ કરતાં તેની રેસ્ક્યુ ટીમે પહોંચીને ચાર કલાકની જહેમત બાદ સિંહને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢ્યો.

વાડીમાં બાંધેલી ભેંસનાં મારણ માટે સિંહ આવ્યો હતો, પણ ભેંસ ભડકીને ભાગતાં સિંહ પણ ભાગ્યો અને કૂવામાં પડી ગયો હતો.

ધારી: જસાધાર રેંજમાં અજગર અને શિયાળ વચ્ચે ઇનફાઇટમાં અજગરનું મોત

ધારી: જસાધાર રેંજમાં અજગર અને શિયાળ વચ્ચે ઇનફાઇટમાં અજગરનું મોત
  • Bhaskar News, Dhari
  • May 30, 2016, 00:39 AM IST
(પ્રતિકાતમક તસવીર)
ધારી:
ગીરપુર્વની જસાધાર રેંજમાં તુલશીશ્યામ રાઉન્ડ ઘેરાળા બીટમાં શિયાળના બચ્ચાને અજગર ગળી ગયો હતો. બાદમાં અન્ય શિયાળ અને અજગર વચ્ચે ઇનફાઇટ થતા અજગરનું મોત નિપજયું હતુ. અજગર અને શિયાળ વચ્ચે ઇનફાઇટમા અજગરના મોતની આ ઘટના જસાધાર રેંજના તુલશીશ્યામ રાઉન્ડ ઘેરાળા બીટમાં બની હતી. અહી એક અજગર શિયાળનું બચ્ચુ ગળી ગયો હતો. બાદમાં અન્ય શિયાળ અને અજગર વચ્ચે ઇનફાઇટ થઇ હોવાનુ વનવિભાગે જણાવ્યું હતુ.

અજગર શિયાળનું બચ્ચું ગળી ગયો હતો

ઘટના અંગે વનવિભાગને જાણ થતા એસીએફ ગેહલોત ઘટના સ્થળે દોડી ગયા હતા. જસાધાર રેંજના આરએફઓ પંડયા સહિતના સ્ટાફે અજગરના મૃતદેહને કબજે લીધો હતો. અને જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે પીએમની કાર્યવાહી ડો. હિતેષ વામજા દ્વારા કરવામા આવી હતી. પીએમમા અજગર શિયાળનુ બચ્ચુ ગળી ગયો હોવાનુ જાણવા મળ્યું હતુ.

ધારી: 14 સાવજના લેબોરેટરી ટેસ્ટ, માનવ ભક્ષી હશે તો આજીવન કારાવાસ


ધારી: 14 સાવજના લેબોરેટરી ટેસ્ટ, માનવ ભક્ષી હશે તો આજીવન કારાવાસ

  • Bhaskar News, Dhari
  • May 31, 2016, 02:54 AM IST
ધારી: ધારી નજીક આવેલા આંબરડીપાર્ક આસપાસના વિસ્તારમાં છેલ્લા બે માસ દરમીયાન સાવજોએ હાહાકાર મચાવી ત્રણ લોકોને ફાડી ખાધા બાદ વન વિભાગે અભુતપૂર્વ નિર્ણય લઇ આ વિસ્તારના તમામ 14 સાવજોને પાંજરે પુરી જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડી દેવામાં આવ્યા છે. જ્યાં હવે વનતંત્રએ તમામ સાવજોના મળના નમુના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી દીધા છે. લેબોરેટરીના રીપોર્ટના આધારે કયા સાવજ માનવભક્ષી છે તે નક્કી થશે અને બાદમાં માનવભક્ષી નહી હોય તેવા તમામ સાવજને ફરી તેના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી દેવામાં આવશે.

પાંજરામાં કેદ રખાયેલા 14 સાવજના મળના નમુના લેબોરેટરીમાં મોકલાયા

રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોએ કાળો કેર વર્તાવ્યો છે. ભુતકાળમાં ક્યારેય ઘટી ન હોય તેવી ઘટના ધારી તાલુકાના આંબરડી વિસ્તારમાં છેલ્લા બે માસ દરમીયાન વારંવાર બની અને માનવભક્ષી બનેલા સાવજોએ ટુંકાગાળામાં ત્રણ-ત્રણ લોકોને ફાડી ખાધા. આ ઘટનાથી વન વિભાગ પણ આંચકો ખાઇ ગયુ છે અને સાથે સાથે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. ખેતીની સિઝન માથે છે, લોકોને સીમમાં દિવસ-રાત કામ કરવુ પડે તેવી સ્થિતી છે તેવા સમયે જ સાવજોના આ આક્રમક વલણથી ખોફ ફેલાયો હોય વન વિભાગે અભુતપૂર્વ નિર્ણય લઇ આ વિસ્તારના તમામ 14 સાવજોને પાંજરે પુરી દીધા છે.

માનવભક્ષી નહી હોય એ તમામ સાવજોને મુક્ત કરી દેવાશે

સાવજોને પાંજરે પુરાયાને એકાદ સપ્તાહ જેટલો સમય વિત્યો છે ત્યારે ઓબ્ઝર્વેશનમાં રખાયેલા તમામ સાવજોના મળના નમુના વનતંત્ર દ્વારા એકઠા કરાયા છે. દરેક સાવજોને અહિં અલગ અલગ પાંજરામાં રાખવામાં આવ્યા છે. કે જેના કારણે દરેક સાવજના મળના નમુના અલગ અલગ લઇ શકાય. વનતંત્ર દ્વારા આ રીતે દરેક સાવજના અલગ અલગ નમુના લઇ નિરીક્ષણ માટે સાસણ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જ્યાં આ મળને સુકવી તેનું જીણવટભરી રીતે નિરીક્ષણ કરવામાં આવશે અને તેના આધારે કયા સાવજના પેટમાં માનવમાંસ હતું તે નક્કી કરવામાં આવશે. વનતંત્રના પોતાના નિતિ-નિયમો મુજબ જે સાવજ માનવભક્ષી હશે તેને આજીવન કેદ રાખવામાં આવશે જ્યારે બાકીના તમામ સાવજોને તેમના પ્રાકૃતિક આવાસમાં ફરી મુક્ત કરી દેવામાં આવશે.
આઠ દિવસમાં આવશે રીપોર્ટ

ગીર પૂર્વના ડીએફઓ કરૂપ્પાસામીએ જણાવ્યુ હતું કે તમામ 14 સાવજના મળના નમુના પૃથ્થકરણ માટે મોકલી દેવાયા છે. એકાદ સપ્તાહમાં તેનો રીપોર્ટ આવી ગયા બાદ માનવભક્ષી સાવજની ઓળખ થશે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે બાકીના સાવજોને મુક્ત કરી દેવાશે. 

સતત અવલોકન કરી રહી છે વનતંત્રની ટીમ

ડીએફઓ કરૂપ્પાસામીએ એમ પણ જણાવ્યુ હતું કે તમામ સાવજને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. જુનાગઢના સીસીએફ એ.પી. સીંગના માર્ગદર્શન તળે વેટરનરી ડોક્ટર, રેસ્ક્યુ ટીમ અને જસાધારનો સ્ટાફ આ સાવજોની સાર-સંભાળ લઇ તેનું અવલોકન કરી રહ્યો છે.

અગાઉ એક માનવભક્ષી સાવજની ઓળખ થઇ ચૂકી છે

વનતંત્રના સુત્રોએ જણાવ્યુ હતું કે હાલમાં જસાધાર એનિમલ કેર સેન્ટરમાં કુલ 17 સાવજ છે. જે પૈકી 14 સાવજને પાછલા એક સપ્તાહ દરમીયાન આંબરડી નજીકથી ઝડપી પડાયા છે. આંબરડીમાંથી અગાઉ પણ ત્રણ સાવજને પકડી લેવાયા હતાં. જે પૈકી એક સાવજ માનવભક્ષી હોવાનું ઓળખી કઢાયુ હતું. જ્યારે બાકીના બે સાવજને સાસણથી હાલમાં જસાધાર ખાતે લઇ જવાયા છે.

કેસરની લ્હાયમાં દેશી કેરી નામશેષ બની


કેસરની લ્હાયમાં દેશી કેરી નામશેષ બની

  • DivyaBhaskar News Network
  • May 30, 2016, 05:35 AM IST
અમરેલીપંથકમાં કેસર કેરીની મોટાપાયે ખેતી કરવામાં આવે છે. છેલ્લા બે દાયકાથી કેસરની પધ્ધતિસરની ખેતી થવા માંડી છે. પરંતુ તેની આડઅસર જોવા મળી કે દેશી કેરી નામશેષ થઇ ગઇ. કેસરની સરખામણીમાં દેશી કેરીનો સ્વાદ ક્યાય હરિફાઇમાં ટકે તેમ નથી. તો કેસરની ખાસીયાત છે. પણ તેના કારણે વર્ષો પહેલા જ્યાં જ્યાં દેશી કેરીના થોડાઘણાં આંબા ઉભા હતાં તે ક્રમશ: કપાવા લાગ્યા અને આજે અમરેલી જીલ્લામાં દેશી કેરીના ગ્ણયા ગાંઠ્યા આંબા ઉભા છે.

દેશભરમાં કેસર કેરીએ અમરેલી અને જુનાગઢ જીલ્લાને ગૌરવ અપાવ્યુ છે. તેનો સ્વાદ અનોખો છે. તેની સોડમ અનોખી છે.જેના કારણે તે દેશભરમાં સુવિખ્યાત છે. પરંતુ કેસર કેરીએ દેશી કેરીનો ભોગ લઇ લીધો છે. એક સમયે અમરેલી જીલ્લા આખામાં કેસર કેરી મોટા પ્રમાણમાં પાકતી હતી. દેશી કેરીની ખાસીયત છે કે લગભગ દરેક આંબામાં તેનો સ્વાદ અલગઅલગ હોય છે. તેની સોડમ અલગઅલગ હોય છે. વળી કેસરની સામે તો તે ક્યાંય ટકતી નથી.

દેશી કેરીનુ ખેડુતોને વળતર પણ મળતુ નથી. નાખી દેવાના ભાવમાં પણ ખરીદી નહીવત જોવા મળે છે. પરિણામ આવ્યું કે ખેડુતો કેસર તરફ વળી ગયા. કેસરની પધ્ધતિસરની ખેતી થવા લાગી. દેશી કેરીના આંબાના મુળ જમીનમાંથી ઉખડવા લાગ્યાં. આજે અમરેલી જીલ્લામાં દેશી કેરીના નામમાત્રના આંબા બચ્યા છે. ગીર કાંઠાના ગામોમાં ક્યાંક કોક ખેડુતના ખેતરના શેઢે કદાચ દેશી કેરીનો આંબો ઉભો જોવા મળી જાય. ક્યાંક જુદી જુદી કેરી પકાવવાના શોખીન ખેડુતને ત્યાં આંબા જોવા મળી જાય. અથવા તો ગીર જંગલમાં આપમેળે ઉગી નીકળેલા આવા આંબા જોવા મળી જાય. દેશી કેરીની ખેતી કરી બજારમાં તે વેચવાની તો વાત જવા દો. દેશી કેરીની જાતો પૈકી કેટલીક જાતોની મીઠાશ અદ્દભુત હોય છે. એક વખત સ્વાદ ચાખવા જેવો તો ખરો જ.

દેશી કેરીનું વળતર મળતા ખેડૂતો કેસર તરફ વળ્યા, હવે તેની ઉપજમાંથી પણ કંઇ મળતું નથી

પંથકમાં દેશી કેરીનાં વૃક્ષો ગણ્યાં ગાંઠ્યા બચ્યા છે : હવે કયાંક સ્વાદ ચાખવા મળે છે

સૌથી મોટો પ્રશ્ન વળતરનો

દેશીકેરીની સરખામણીમાં કેસરનું વળતર સ્વાભાવિક રીતે વધુ મળે છે. દેશી કેરી પાણીના ભાવે પણ બજારમાંથી કોઇ ખરીદતુ નથી.પાકી ગયા પછી તે ઝડપથી ખરાબ થઇ જાય છે. કેરી કાચી વેચી નાખવામાં થોડુ વળતર જરૂર મળે છે. ટુંકા ગાળા માટે અથાણું બનાવવામાં કે રોજીંદા કાચી કેરીના ઘરવપરાશ માટે કેરી જરૂર ચાલી જાય છે.

દરેક આંબાનો સ્વાદ અલગ-અલગ

દેશીકેરીની એક બીજી ખાસીયત પણ છે. કેરીનો સ્વાદ એકધારો હોતો નથી. દરેક આંબામાં તેનો સ્વાદ અલગઅલગ હોય છે. એટલુ નહી દેશી કેરીના ગોટલામાંથી કે કલમમાંથી બીજો આંબો ઉગાડવામાં આવે તો તેનો સ્વાદ પણ ફરી જાય છે. ક્યારેક તો એક આંબામાં પણ જુદી જુદી ડાળ પર કેરીનો સ્વાદ ફરી જાય છે.

આકાશમાંથી અમૃતધારા વરસતા જંગલમાં છવાઇ જશે વનરાજી

  • DivyaBhaskar News Network
  • May 31, 2016, 04:35 AM IST
આકાશમાંથી અમૃતધારા વરસતા જંગલમાં છવાઇ જશે વનરાજી
ચોમાસાનુંઆગમન થતા ગીર જંગલ ખીલી ઉઠશે. ચારેય તરફ લીલી વનરાઇ લહેરાશે. દાયકાઓથી અડીખમ ઉભેલા વૃક્ષો ફરતે વેલાઓ વિટળાઇ જશે. અત્યારે જેનું નામોનિશાન નઝરે પડતુ નથી તેવા અનેક છોડ ઉગી નિકળશે અને સાથે સાથે અહિંના તૃણભક્ષી પ્રાણીઓનું પેટ ભરવા માટે ઘાસ ઉગી નિકળશે. પરંતુ પૂર્વે ઉનાળાના ધોમધખતા તાપમાં ગીર જંગલ હાલ સુકુ ભઠ્ઠ બન્યુ છે. લીલોતરીનું જાણે ક્યાય નામો નિશાન નથી. ફળ-ફુલ કે પાન વગરના વૃક્ષો ઠુંઠ્ઠાની જેમ ઉભા છે. આકાશમાંથી અમૃતધારા વરસે અને ધરતી લીલુડી ચાદર ઓઢે તે દિવસો ઢુંકડા છે. ભરપુર ચોમાસુ જામ્યુ હોય, ગીર જંગલ સોળેકળાએ ખીલ્યુ હોય ત્યારે તેનો પ્રાકૃતિક નઝારો ગમે તેનું મન મોહી લે છે.

પરંતુ હાલમાં અહિં તેવું કોઇ દ્રશ્ય નઝરે પડતુ નથી. સાવજોના ઘરને જાણે નઝર લાગી હોય તેમ નઝર માંડવી ગમે તેવો સુકો-સુકો નઝારો છે. અમરેલી પંથકમાં ચાલુ ઉનાળામાં સુર્યનારાયણ આકરા તાપે તપ્યા હતાં. એક સમયે તો અમરેલીમાં તાપમાનનો પારો છેક 47 ડીગ્રી સુધી આંબી ગયો હતો.

ગરમીએ અહિંના લોકોને તો તોબા પોકારાવી દીધા સાથે સાથે પ્રકૃતિ પર પણ તેની અસર જોવા મળી. આમ તો નઝારો દર વર્ષે જોવા મળે છે. હાલમાં ગીરમાં મોટાભાગના વૃક્ષો ફળ-ફુલ કે પાન વગર મોસમનો માર સહેતા ઉભા છે. ઘાસના તણખલાઓ પણ સુકાઇ ગયા છે. જૈવિક વિવિધતા બક્ષતા વેલાઓ કે છોડનું ક્યાય અસ્તીત્વ નથી. પરંતુ ટુંકાગાળામાં ચિત્ર સમુળગુ બદલાશે. મેહુલીયાના આગમન સાથે ગીર તેના નિત્ય ક્રમ મુજબ ખીલી ઉઠશે. મધ્ય ચોમાસુ આવતા સુધીમાં તો ખળખળ વહેતા ઝરણા પણ નઝરે પડવા માંડશે. સાક્ષાત સ્વર્ગની અનુભુતિના દિવસો દુર નથી.

અમરેલી: ઉનાળાના ધખતા તાપમાં ગીર સેકાયું, લીલોતરીનું નામો નિશાન નથી

અમરેલી: ઉનાળાના ધખતા તાપમાં ગીર સેકાયું, લીલોતરીનું નામો નિશાન નથી
  • Bhaskar News, Amreli
  • May 31, 2016, 11:05 AM IST
અમરેલી: ચોમાસાનું આગમન થતા જ ગીર જંગલ ખીલી ઉઠશે. ચારેય તરફ લીલી વનરાઇ લહેરાશે. દાયકાઓથી અડીખમ ઉભેલા વૃક્ષો ફરતે વેલાઓ વિટળાઇ જશે. અત્યારે જેનું નામોનિશાન નઝરે પડતુ નથી તેવા અનેક છોડ ઉગી નિકળશે અને સાથે સાથે અહિંના તૃણભક્ષી પ્રાણીઓનું પેટ ભરવા માટે ઘાસ ઉગી નિકળશે. પરંતુ આ પૂર્વે ઉનાળાના ધોમધખતા તાપમાં ગીર જંગલ હાલ સુકુ ભઠ્ઠ બન્યુ છે. લીલોતરીનું જાણે ક્યાય નામો નિશાન નથી. ફળ-ફુલ કે પાન વગરના વૃક્ષો ઠુંઠ્ઠાની જેમ ઉભા છે. આકાશમાંથી અમૃતધારા વરસે અને ધરતી લીલુડી ચાદર ઓઢે તે દિવસો ઢુંકડા છે. ભરપુર ચોમાસુ જામ્યુ હોય, ગીર જંગલ સોળેકળાએ ખીલ્યુ હોય ત્યારે તેનો પ્રાકૃતિક નઝારો ગમે તેનું મન મોહી લે છે. 
 
ઉનાળામાં આકરા તાપે તપ્યા, નઝર માંડવી ન ગમે તેવો સુકો-સુકો નઝારો

પરંતુ હાલમાં અહિં તેવું કોઇ દ્રશ્ય નઝરે પડતુ નથી. સાવજોના આ ઘરને જાણે નઝર લાગી હોય તેમ નઝર માંડવી ન ગમે તેવો સુકો-સુકો નઝારો છે. અમરેલી પંથકમાં ચાલુ ઉનાળામાં સુર્યનારાયણ આકરા તાપે તપ્યા હતાં. એક સમયે તો અમરેલીમાં તાપમાનનો પારો છેક 47 ડીગ્રી સુધી આંબી ગયો હતો. ગરમીએ અહિંના લોકોને તો તોબા પોકારાવી દીધા સાથે સાથે પ્રકૃતિ પર પણ તેની અસર જોવા મળી. આમ તો આ નઝારો દર વર્ષે જોવા મળે છે.
 
મેહુલીયાના આગમન સાથે જ ગીર તેના નિત્ય ક્રમ મુજબ ખીલી ઉઠશે

હાલમાં ગીરમાં મોટાભાગના વૃક્ષો ફળ-ફુલ કે પાન વગર મોસમનો માર સહેતા ઉભા છે. ઘાસના તણખલાઓ પણ સુકાઇ ગયા છે. જૈવિક વિવિધતા બક્ષતા વેલાઓ કે છોડનું ક્યાય અસ્તીત્વ નથી. પરંતુ ટુંકાગાળામાં ચિત્ર સમુળગુ બદલાશે. મેહુલીયાના આગમન સાથે જ ગીર તેના નિત્ય ક્રમ મુજબ ખીલી ઉઠશે. મધ્ય ચોમાસુ આવતા સુધીમાં તો ખળખળ વહેતા ઝરણા પણ નઝરે પડવા માંડશે. સાક્ષાત સ્વર્ગની અનુભુતિના દિવસો દુર નથી.

ગીધની વસાહતને બચાવવા કોવાયામાં બે દિવસીય ચિંતન શિબીર


ગીધની વસાહતને બચાવવા કોવાયામાં બે દિવસીય ચિંતન શિબીર

  • Bhaskar News, Rajula
  • May 28, 2016, 00:25 AM IST
રાજુલા: રાજુલા તાલુકાના કોવાયા ખાતે પર્યાવરણ ચિંતકો, એનજીઓ અને અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના ઉપક્રમે જૈવિક વિવિધતા અંગે એક વર્કશોપનું આયોજન કરાયુ હતુ. જેમાં આ વિસ્તારમાં જૈવિક વિવિધતા જળવાઇ રહે, ગીધની વસાહતોનુ રક્ષણ થાય જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામા આવી હતી.

બાયોડાયવર્સિટીના રક્ષણ માટે આ કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતુ. જેમા રાજુલા નેચર કલબ, ઇકો કલબ, પર્યાવરણ ચિંતકો અને વાઇલ્ડ લાઇફ સંરક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના હેડ રમણરાવે દિપ પ્રાગ્ટય કર્યુ હતુ. નેચર કલબના પ્રમુખ વિપુલ લહેરીએ દરિયાઇ કાચબાનુ સંરક્ષણ, ગીધ કોલોનીની રક્ષા વિશે ઉપયોગી જાણકારી આપી હતી. ડો. પ્રકાશ પોરીયાએ મરીન લાઇફ અને કિનારાના સંવર્ધનની જરૂરિયાત વિશે માહિતી આપી હતી.

ઇકો કલબ સંયોજક પ્રવિણભાઇ ગોહિલે પોષણ કડી, સહઅસ્તિત્વ અને વધતા વિકાસથી થતી જીવોની હાનિ વિગેરે વિશે છણાવટ કરી હતી. યોગેશભાઇ ત્રિવેદીએ આ વિસ્તારના વન્યજીવોની માહિતી આપી ગીર ગાય, જાફરાબાદી ભેંસ અને કાઠીયાવાડી ઘોડાની નસલના વિકાસની વાત કરી હતી. વિજયભાઇ વરૂએ નાગેશ્રીની ગીધ કોલોનીની માહિતી આપી હતી. તેઓ નુકશાન સહન કરીને પણ ગીધ વસાહતો જાળવી રાખી હોય અહી તેમને બિરદાવાયા હતા. બીજા દિવસે આ ગીધ કોલોનીની મુલાકાત પણ લેવાઇ હતી. સિમેન્ટ કંપનીના એલ. રાજશેખર, શ્રી સંજોય, સી સંતરા, નર્મદા યુનિટના નરેશ માવા, શ્રી થાનકી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. અને ચર્ચા વિચારણા કરાઇ હતી.

પીપાવાવ નજીક સાવજોની લટારો, ગરમીથી બચવા નિકળ્યા ઠંડકની શોધમાં


પીપાવાવ નજીક સાવજોની લટારો, ગરમીથી બચવા નિકળ્યા ઠંડકની શોધમાં

  • Bhaskar News, Rajula
  • May 29, 2016, 00:37 AM IST
રાજુલાઃ ગીર જંગલમાં વસતા સાવજો દરિયાઇ કાંઠા વિસ્તાર રાજુલા જાફરાબાદ પંથકમાં પણ મોટા પ્રમાણમાં વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. આ સાવજો અવારનવાર માર્ગો પર આંટાફેરા મારતા નજરે પડી જાય છે. હાલ આકરી ગરમી સાવજોને પણ અકળાવી રહી હોય તેમ સાવજો ખુલ્લા મેદાન કે માર્ગો પર લટારો મારતા જોવા મળી રહ્યાં છે. લોકો પણ સિંહ દર્શનનો લ્હાવો લેવાનુ ચુકતા નથી. અહીના પીપાવાવ બીએમએસ માર્ગ નજીક તો દરરોજ સાવજો લટારો મારતા નજરે પડે છે.  
 
સાવજો પણ ઠંડક મેળવવા માટે માનવ વસાહત પાસેના પુલ નીચે અડ્ડો જમાવી બેસી રહે છે

રાજુલા નજીક પીપાવાવ બીએમએસ રોડ નજીક પુલ પાસે ચાર સાવજોનું ટોળુ આંટાફેરા મારતુ નજરે પડયુ હતુ. હાલ આકરી ગરમીના કારણે સાવજો પણ અકળાયા હોય તેમ ખુલ્લા મેદાનો કે ઠંડક મેળવવા આમથી તેમ આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. સાવજો અહીના પુલ નીચે એકઠા થઇ ધીંગામસ્તી કરતા પણ જોવા મળ્યાં હતા. આ વિસ્તારમાં અવારનવાર સાવજો માર્ગ પર આવી જતા હોય છે. વનવિભાગ દ્વારા પણ આ વિસ્તારમાં એક ગાર્ડ અને ફોરેસ્ટર સાવજોના રક્ષણ માટે મુકવામા આવ્યા છે.  આ વિસ્તારમાં વનવિભાગના સ્ટાફ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામા આવી રહ્યું છે.

આ વિસ્તારમાં સિંહ દર્શનની લહાયમા અનેક લોકો આવી ચડે છે. અનેક વખત ટીખળ પણ કરતા હોય વનવિભાગ દ્વારા આવા તત્વો સામે લાલ આંખ કરવામા આવે છે. આ વિસ્તારમાં વનવિભાગનુ પેટ્રોલીંગ શરૂ હોય આવા તત્વો અહી આવવાનુ ટાળે છે. આ વિસ્તારમાં સિંહોની સુરક્ષા માટે વનવિભાગ દ્વારા સતત પગલાઓ લેવામા આવી રહ્યાં છે તેમ પ્રકૃતિપ્રેમીઓ જણાવી રહ્યાં છે.

અમરેલી: વધુ એક ખેડૂત પર સિંહણે કર્યો હુમલો, મહિનામાં ચોથો બનાવ

સારવાર કરી રહેલા ડોક્ટર
  • Hirendrasinh Rathod, Khambha
  • May 29, 2016, 20:17 PM IST
સારવાર કરી રહેલા ડોક્ટર
અમરેલી/ ખાંભાઃ ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત સાવજો દ્વારા માણસ પરના હુમલાની ઘટનાઓ પણ વધી હોવાનુ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે બપોરના સુમારે ખાંભા તાલુકાના કોદીયા ગામની સીમમાં આવેલ એક વાડીમાં સિંહણે એક યુવક પર હુમલો કરી ઘાયલ કરી દીધો હતો.
 
સિંહણ દ્વારા યુવક પર હુમલાની આ ઘટના ખાંભા તાલુકાના કોદીયા ગામે બની હતી. અહી ચંદુભાઇ લાખાભાઇ વાળા (ઉ.વ.30) નામનો યુવક પોતાની વાડીએ હતો. ચંદુભાઇ પોતાની વાડીએ બપોરના સાડા ચારેક વાગ્યાના સુમારે લીંબુ વિણતા હતા તે દરમિયાન અહી અચાનક એક સિંહણ ધસી આવી હતી અને સીધો જ ચંદુભાઇ પર હુમલો કરી દીધો હતો. બાદમાં હાકલા પડકારા કરતા સિંહણ નાસી છુટી હતી. ચંદુભાઇને સારવાર માટે ખાંભા દવાખાને ખસેડવામા આવ્યા હતા.

ઘટનાને પગલે અહી વનવિભાગના સાહિદખાન પઠાણ, બી.ડી.વાળા, મુકેશભાઇ, આરએફઓ ઝાલા, માળવી સહિત અહી દોડી આવ્યા હતા અને સિંહણનુ લોકેશન જાણવા તજવીજ હાથ ધરી હતી. સિંહણ દ્વારા યુવક પર હુમલાની ઘટનાથી આસપાસ વાડી ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો અને મજુરોમાં ફફડાટ ફેલાયો હતો.
 
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ધારીના આંબરડી પાર્ક નજીક એક સિંહે યુવકને ફાડી ખાધાની ઘટના બની હતી. રેવન્યુ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સાવજો આંટાફેરા મારતા હોય અને માણસ પરના હુમલાની ઘટનાઓ પણ વધી રહી હોય લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.
 
પ્રથમ બનાવ: નરભક્ષી સાવજે આધેડને ફાડી ખાધો હતો 
 
ધારીના આંબરડીમાં વાડીમા સુતેલા આંકડીયા ગામના આધેડને સાવજે ફાડી ખાધા બાદ વનવિભાગ દ્વારા આ નરભક્ષી સિંહને પકડવા ત્રણ પાંજરા ગોઠવવામા આવ્યા હતા. જેમાં સિંહ પાંજરે પુરાઇ ગયો હતો. સિંહને સાસણ ખાતે મોકલી આપવામા આવ્યો હતો. સાવજ જો એક વખત માણસનું લોહી ચાખી જાય તો પછી તે જોખમી બની જાય છે. સામાન્ય રીતે સિંહ માણસનો શિકાર કરતો નથી પરંતુ જો એક વખત માણસનો શિકાર કરે તો તેની આદત બની જવાની શકયતા છે. આવા સંજોગોમા નરભક્ષી સિંહ બીજા માણસોનો પણ શિકાર કરી શકે છે. નરભક્ષી સિંહ આઝાદ ઘુમતો હોય ખેડૂતો વાડીએ જતા પણ ડરતા હતા.
 
બીજો બનાવ: વાડીમાં સુતેલા 11 વર્ષનાં કિશોરને સિંહે ફાડી ખાધો હતો
 
આંબરડી ગામની સીમમાં સરપંચની વાડીમાં ખેતી કરતા પરિવારના 11 વર્ષના કિશોરને રાત્રીના સમયે સાવજે ફાડી ખાધો હતો. સવારે કિશોરના મૃતદેહના કેટલાક ટૂકડા છૂટાછવાયા મળી આવ્યા સિંહોના માનવ પરના હુમલા વધતા વન વિભાગ દ્વારા 13 સાવજોને પાંજરે પૂરવામાં આવ્યા હતા. અમરેલીના આંબરડીમાં સિંહ દ્વારા માણસને ફાડી ખાવાના ઉપરાછાપરી બનાવના પગલે વસાહતીઓમાં ભય ફેલાયો હતો. આંબરડી વિસ્તારને સિંહ મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં નજીકના ભવિષ્યમાં તો સિંહનો વસવાટ ન રહે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. જેના પગલે સિંહનો વર્ષો જૂનો વસવાટ છે તે આંબરડી ખાલી થઇ જશે. બીજી તરફ સિંહ દ્વારા માણસ ઉપર હુમલો કરી ફાડી ખાવાના કિસ્સા કેમ વધ્યા અને સિંહની વર્તણૂકમાં આ ફેરફાર કેમ આવ્યો તેનું સંશોધન-અભ્યાસ પણ વન વિભાગ દ્વારા વૈજ્ઞાનિકોની મદદથી હાથ ધરવામાં આવશે.
 
ત્રીજો બનાવ: કોડિનાર પંથકમાં સિંહે વૃદ્ધાને ફાડી ખાધા હતા 
 
કોડીનાર પંથકના વડનગર ગામમાં ગુરુવારે સાંજે વાડીએ કામ કરી રહેલી વૃદ્ધ મહિલાને સિંહે ફાડી ખાધી હતી. ગુરુવારે સાંજે 70 વર્ષનાં વલાયબહેન લખણોત્રા તેમની વાડીએ કામ કરી રહ્યાં  હતાં ત્યારે સિંહે તેમની પર હુમલો કર્યો હતો અને તેમનું ગળું જકડી લીધું હતું. તેમની ચીસથી આસપાસનાં લોકો ત્યાં દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં સિંહે તેમને ફાડી ખાધાં હતાં. કોડીનાર પંથકમાં સિંહના હુમલાથી મોતનો આ પ્રથમ બનાવ હતો. વૃધ્ધાને મોતને ઘાટ ઉતારી સિંહ નાસી ગયો હતો.
 
આગળ ક્લિક કરો અને જુઓ ઘટનાની વધુ તસવીરો..
 
તમામ તસવીર: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા

અમરેલીના વડાળ રેંજમાં વધુ એક સિંહબાળનું મોત નિપજ્યું: વનવિભાગનો નનૈયો

અમરેલીના વડાળ રેંજમાં વધુ એક સિંહબાળનું મોત નિપજ્યું: વનવિભાગનો નનૈયો
  • Bhaskar News, Amreli
  • May 27, 2016, 23:46 PM IST
સાવરકુંડલા: અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોની જાણે માઠી દશા ચાલી રહી છે. કારણ કે જુદાજુદા વિસ્તારમા એક પછી એક સાવજોના કમોત થઇ રહ્યાં છે. તો કયાંક માનવ શિકારને પગલે સાવજોને નજર કેદ રાખવામા આવી રહ્યાં છે. વધુ એક ઘટનામા સાવરકુંડલાની વડાળ રેંજમા એક સિંહબાળનું મોત થયાનુ બહાર આવ્યું છે. જો કે વનતંત્ર અકળ કારણે નનૈયો ભણી રહ્યું છે. તો બીજી તરફ સોસરીયા વિસ્તારમાં એક સિંહબાળ ગુમ થયુ હોવાનુ જાણવા મળેલ છે.
 
સોસરીયા વિસ્તારમાં એક સિંહબાળ ગુમ થઇ ગયું, અમરેલી પંથકમાં સાવજોની માઠી દશા બેઠી છે

સાવજોના કમોતનો સિલસીલો ચાલુ છે. હવે વારો છે સાવરકુંડલા પંથકના સાવજોનો. આ વિસ્તારની વડાળ રેંજમા ત્રણ બચ્ચા સાથે રહેતી સિંહણનુ એક બચ્ચુ મોતને ભેટયુ છે. બે દિવસ પહેલા આ સિંહબાળનુ મોત બિમારીના કારણે થયુ હોવાનુ કહેવાય છે. જો કે આરએફઓ મોરને આ અંગે પુછતા તેમણે કોઇ સિંહબાળ મર્યુ ન હોવાનુ જણાવ્યું હતુ. પરંતુ વનવિભાગના એક કર્મચારીએ નામ નહી આપવાની શરતે જણાવ્યું હતુ કે સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો અને તેમાથી એકનુ મોત થયુ છે.

આટલુ ઓછુ હોય તેમ વધુ એક સિંહબાળ ગુમ હોવાની વિગત પણ બહાર આવી છે. વડાળ રેંજના જ સોસરીયા વિસ્તારમાં એક સિંહબાળનો કોઇ અતો પતો નથી. સ્થાનિક આરએફઓ મોર દ્વારા સિંહબાળ મળતુ ન હોવાની વાતને પુષ્ટિ અપાઇ હતી. આમ એક પછી એક વનતંત્રની ઘોર બેદરકારીની ઘટનાઓ બહાર આવી રહી છે.  છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોના કમોતની ઘટનાઓ વધી છે. બીજી તરફ આંબરડી રેંજમા સિંહ દ્વારા માનવ શિકારની ઘટનાઓ બનતા 16 સાવજોને કેદ કરવામા આવ્યા છે. કદાચ સાવજો માટે નબળો સમય ચાલી રહ્યો છે.

પર્યાવરણ જાગૃતિ માટે અમદાવાદથી લીલીયા સુધી બાઇક રેલી નિકળશે

  • DivyaBhaskar News Network
  • May 20, 2016, 06:40 AM IST
ગ્રેટરગીર નેચર ટ્રસ્ટ તેમજ ઇન્ફિલ્ડ યાઇયારાઇડ અને વનવિભાગ સહિતના સંયુકત ઉપક્રમે ગ્રેટર ગીર બાઇક રેલીનું આયોજન કરવામા આવ્યું છે. જે અંતર્ગત ચાર દિવસ સુધી જુદાજુદા કાર્યક્રમો યોજાશે. વાઇલ્ડ લાઇફ અવેરનેશના હેતુ સાથે અમદાવાદથી લીલીયા સુધી બાઇક રેલીનું પણ આયોજન કરવામા આવ્યું છે.

ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટ દ્વારા ગ્રેટર ગીર બાઇક રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે. તકે જર્મન ટાઉન એકેડમી અમેરિકાના ફિલાડેલ્ફિયામા આવેલ યુનિવર્સિટીના ધોરણ-12મા અભ્યાસ કરતા દસ વિદ્યાર્થીઓ નર્મદાબેન માધવરાય સવાણી ફાઉન્ડેશન તથા ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના સહયોગથી અમરેલી જિલ્લામા જુદાજુદા કાર્યક્રમમા ચાર દિવસ સુધી જોડાશે.

તા. 18ના રોજ મોટા ભમોદ્રા ગામે જુદીજુદી પ્રવૃતિઓ જેમ કે ગ્રામ સફાઇ, લોકલ કોમ્યુનિટી સાથે ઇન્ટરેકશન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ ડસ્ટબિન વિતરણ કરાયુ હતુ. ઉપરાંત તા. 19ના રોજ સવારે પાલિતાણા જૈન દેરાસરોની મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી. આવતીકાલે તા. 20ના રોજ મોટા ભમોદ્રા ખાતે ડેન્ટલ કેમ્પ યોજાશે. જેમાં વિદ્યાર્થી સ્વયંસેવકો કામગીરીમા જોડાશે.

તા. 21ના રોજ ટ્રસ્ટ દ્વારા વાઇલ્ડ લાઇફ અવેરનેશ માટે બાઇક રેલી તથા અવેરનેશ કાર્યક્રમમા પણ વિદ્યાર્થીઓ જોડાશે. તા. 22ના રોજ વલ્લભીપુર જૈન સંઘમા જોડાશે અને ભારતીય સંસ્કૃતિ વિશે જાણકારી મેળવશે. તા. 23ના રોજ સાસણ વનવિભાગ ખાતે રેસ્કયુ સેન્ટરની મુલાકાત અને વાર્તાલાપ પણ યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના મધુભાઇ સવાણી, ડો. ભાસ્કર સવાણી, ડો. નિરંજન સવાણી, વિશાલ શેઠ, રાજન જોષી, નિશીથ ભંડેરી, દેવેન્દ્ર સવાણી સહિત જહેમત ઉઠાવી રહ્યાં છે.

ગીર જંગલમાં વસતા સાવજોનાં કમોતની ઘટના વધી : સુરક્ષા વધારો

ગીર જંગલમાં વસતા સાવજોનાં કમોતની ઘટના વધી : સુરક્ષા વધારો
  • DivyaBhaskar News Network
  • May 17, 2016, 03:35 AM IST
ગીરજંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. અમરેલી જિલ્લામા પણ અનેક વિસ્તારોમાં સાવજોએ વસવાટ કર્યો છે. અહી છેલ્લા કેટલાક સમયથી સિંહોના કમોતની ઘટનાઓ પણ બની રહી છે. ત્યારે સિંહોની સુરક્ષા માટે વનવિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામા આવે તે પ્રશ્ને લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા મામલતદાર મારફત રાજયપાલને આવેદન પાઠવી રજુઆત કરવામા આવી છે.

લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળા સહિતે રાજયપાલને પાઠવેલા આવેદનમાં જણાવાયું હતુ કે એશિયાની શાન સમા અને ગુજરાતની ઓળખ અને ટુરીઝમ ક્ષેત્રે દેશ અને દુનિયામા નામના મેળવનાર ગીરના સિંહોને સુરક્ષિત બનાવવા જરૂરી છે. સિંહોના રહેઠાણ સમુ ગુજરાતનુ જંગલ દિનપ્રતિદિન સંકોચાઇ રહ્યું હોવાના કારણે તેમજ ગીરના સિંહોની વસતી વધતી હોવાના કારણે ગીરના સિંહોને જાણે જંગલ સાંકડુ પડી રહ્યું હોય તેમ બૃહદગીર વિસ્તાર અને રેવન્યુ વિસ્તારમા સાવજોએ વસવાટ કરવાની ફરજ પડી રહી છે.

તેમણે રજુઆતમાં વધુમાં જણાવ્યું હતુ કે સિંહોની સંખ્યા વધવાની સાથે જંગલ ખાતામા સ્ટાફ વધારવાના બદલે સ્ટાફની વ્યાપક ઘટ અને બેજવાબદાર રોજમદારો તેમજ ફરજ નિષ્ઠ અધિકારીઓના કારણે સિંહ પ્રજાતિ અસલામત બની હોય તેમ છેલ્લા દોઢ માસમા 12 જેટલા સિંહોના મોત થયા છે. સિંહોના મોત કમોતના બનાવોને સિંહપ્રેમીઓ અને વન્યપ્રાણીઓ જે ગંભીરતા અને અનુકંપાની લાગણી અનુભવે છે તેવી લાગણી વનવિભાગના અધિકારીઓ ગંભીરતાથી લેતા હોય તેવુ જોવા મળી રહ્યું છે. જયારે સિંહોના મોત કમોતના બનાવો બને ત્યારે વનવિભાગ પોતાનો બચાવ કરે છે. ત્યારે સિંહોની સુરક્ષા વધારવામા આવે તેમજ જે વિસ્તારોમાં સિંહોના મોતના બનાવો બને તે વિસ્તારના જવાબદાર અધિકારીઓ કર્મીઓ સામે કાયદાના પરિઘમા આવતી સજા કરી સસ્પેન્ડ કરી અન્ય જિલ્લામા બદલી સહિતના પગલા ભરાઇ તેવી માંગણી કરાઇ હતી.

કમોતને લઇ દિન-પ્રતિદિન સાવજોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે }ભાસ્કર

લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા રાજ્યપાલને રજૂઆત કરાઇ

અમરેલી: ગીરમાં સાવજોનાં કમોતની ઘટનામાં વધારો, રાજયપાલને પાઠવ્યું આવેદન

  • Bhaskar News, Amreli
  • May 17, 2016, 02:01 AM IST
અમરેલી: લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળા સહિતે રાજયપાલને પાઠવેલા આવેદનમાં જણાવાયું હતુ કે એશિયાની શાન સમા અને ગુજરાતની ઓળખ અને ટુરીઝમ ક્ષેત્રે દેશ અને દુનિયામા નામના મેળવનાર ગીરના સિંહોને સુરક્ષિત બનાવવા જરૂરી છે. સિંહોના રહેઠાણ સમુ ગુજરાતનુ જંગલ દિનપ્રતિદિન સંકોચાઇ રહ્યું હોવાના કારણે તેમજ ગીરના સિંહોની વસતી વધતી હોવાના કારણે ગીરના સિંહોને જાણે જંગલ સાંકડુ પડી રહ્યું હોય તેમ બૃહદગીર વિસ્તાર અને રેવન્યુ વિસ્તારમા સાવજોએ વસવાટ કરવાની ફરજ પડી રહી છે.

સિંહપ્રેમીઓ અને વન્યપ્રાણીઓ જે ગંભીરતા અને અનુકંપાની લાગણી

વધુમાં જણાવ્યું હતુ કે સિંહોની સંખ્યા વધવાની સાથે જંગલ ખાતામા સ્ટાફ વધારવાના બદલે સ્ટાફની વ્યાપક ઘટ અને બેજવાબદાર રોજમદારો તેમજ ફરજ નિષ્ઠ અધિકારીઓના કારણે સિંહ પ્રજાતિ અસલામત બની હોય તેમ છેલ્લા દોઢ માસમા 12 જેટલા સિંહોના મોત થયા છે. સિંહોના મોત કમોતના બનાવોને સિંહપ્રેમીઓ અને વન્યપ્રાણીઓ જે ગંભીરતા અને અનુકંપાની લાગણી અનુભવે છે તેવી લાગણી વનવિભાગના અધિકારીઓ ગંભીરતાથી લેતા ન હોય તેવુ જોવા મળી રહ્યું છે. જયારે સિંહોના મોત કમોતના બનાવો બને ત્યારે વનવિભાગ પોતાનો બચાવ કરે છે. ત્યારે સિંહોની સુરક્ષા વધારવામા સિંહોના મોતના બનાવો બને તે વિસ્તારના જવાબદાર અધિકારીઓ કર્મીઓ સામે કાયદાના પરિઘમા આવતી સજા કરી સસ્પેન્ડ કરી અન્ય જિલ્લામા બદલી સહિતના પગલા ભરાઇ તેવી માંગણી કરાઇ હતી.