Thursday, July 14, 2011

નિવૃત ફોરેસ્ટરે ડીએફઓની ચેમ્બરમાં ઘુસી ધમકી આપી.



Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:02 AM [IST](07/07/2011)
- ધારીમાં પોતાનું કામ ન નિકળતા
- કામ ન થતાં એટ્રોસીટીના કેસમાં ફીટ કરી દેવાની ધમકી
ધારીમાં રહેતા એક નિવૃત ફોરેસ્ટરે ગઇકાલે ડીએફઓ મનીશ્વર રાજાની ચેમ્બરમાં જઇ તેઓ અમારા કામ કેમ કરતા નથી તેમ કહી ગાળો દઇ એટ્રોસીટીના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપતા વન કર્મચારીઓમાં ચકચાર મચી ગઇ છે.
બનાવ અંગે ધારીનાં ડીએફઓ મનીશ્વર રાજાએ આ બારામાં ધારીમાં રહેતા નિવૃત ફોરેસ્ટર બી.એમ.ગોહિલ સામે ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નિવૃત ફોરેસ્ટરે ગઇકાલે ચીખલ કૂબા ગામનાં પોતાના એક સંબંધી સાથે કામ સબબ ડીએફઓની ચેમ્બરમાં જઇ માથાકૂટ કરી હતી.
ફરીયાદમાં તેમણે જણાવ્યુ છે કે, આ શખ્સે ચેમ્બરમાં આવી તેમને ગાળો દીધી હતી. અને અમે હરીજન છીએ તેથી તમે અમારા કામ કરતા નથી હું તમને એટ્રોસીટીના કેસમાં અંદર કરાવી દઇશ તેવી ધમકી આપી હતી. એટલુ જ નહી આ શખ્સે પોતે પત્રકાર હોવાનું પણ જણાવી ડીએફઓને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
ધારી પોલીસે ડીએફઓને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. ધારી પોલીસે ડીએફઓ મનીશ્વર રાજાની ફરિયાદ પરથી આ નિવૃત ફોરેસ્ટર સામે ફરજમાં રૂકાવટ કરવા સબબ અને ગાળો ધમકી આપવા સબબ ગુનો ચલાવી રહ્યાં છે. ગીર પૂર્વ નવ વિભાગનાં ઉચ્ચ અધિકારીને આ પ્રકારની ધમકીથી વન કર્મચારીઓમાં ખાસ્સી ચર્ચા જાગી છે.

જ્યારે 3 સાવજો ખેડુતના ઘરમાં ઘુસીને ભેંસ-પાડી પર તુટી પડ્યા.


Source: Bhaskar News, Khambha   |   Last Updated 12:27 AM [IST](06/07/2011)
- ખાંભામાં ખેડૂતના ઘરમાં ઘુસી ત્રણ સાવજોએ ભેંસ અને પાડીનું મારણ કર્યું
- હવે સાવજો પેટની ભુખ ભાંગવા માનવ વસતીમાં ઘુસી જતા ખચકાતા નથી
ગીર જંગલની બહાર વસતા સાવજો હવે પેટની ભુખ ઠારવા છેક ખાંભા શહેરની અંદર ઘુસી રહ્યા છે. આજે વહેલી સવારે ખાંભાના લીમડાપરામાં દીવાલ ટપી ત્રણ સાવજો એક ખેડૂતના ઘરમાં પડ્યા હતા અને ફરજામાં બાંધેલી ભેંસ અને પાડીનું મારણ કર્યું હતુ. સાવજો છેક ખાંભામાં ઘુસી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
સાવજોના પેટની ભુખ હવે તેમને માનવ વસતી સુધી ખેંચી લાવે છે. આજે વહેલી સવારે ચારેક વાગ્યાના સુમારે ત્રણ સાવજો છેક ખાંભાના લીમડી પરામાં ઘુસી આવ્યા હતા. અહિં રહેતા કનુભાઇ કારેતાના ઘર પાસે પહોંચ્યા બાદ તેમના ફરજામાં બાંધેલા પશુઓની ગંધ તેમને ઘરમાં કુદવાનું સાહસ કરતા રોકી શકી ન હતી. ત્રણેય સાવજો ઘરની દીવાલ કુદી વાડામાં પડ્યા હતા અને ફરજામાં બાંધલી ભેંસ તથા પાડી પર હુમલો કરી દીધો હતો.
ત્રણેય સાવજોએ ભેંસ તથા પાડીના રામ રમાડી દીધા હતા. પશુના ભાંભરડાથી કનુભાઇનો પરીવાર જાગી ગયો હતો અને તેમણે બુમાબુમ કરી પાડોશીઓની મદદ માંગી હતી. પાડોશીઓ તથા ઘરધણીએ હાંકલા પડકારા કરી આ સાવજોેને ત્યાંથી ભગાડયા હતા. સાવજોના આ પ્રકારના આતંકને લઇને ખાંભામાં લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

ખાંભામાં રોજ રાત્રે સસલા-તેતરના થાય છે શિકાર.

Source: Bhaskar News, Khambha   |   Last Updated 3:15 AM [IST](12/07/2011)

- શિકારી ટોળકીઓ બેરોકટોક કામ પાર પાડે છે
ખાંભામાં અમુક શખ્સો દ્રારા રાત્રીના સમયે સસલા તેમજ તેતરનો બેરોકટોક શિકાર કરવામાં આવી રહ્યો હોવાનું કહેવાય રહ્યું છે. રાત્રીના સમયે હાથીયા વિસ્તાર, કુંભારગાળા વિસ્તારોમાં શખ્સો નેટ બાંધીને બાદમાં સવારે તેમાં સસલા સહિતના પ્રાણીઓ ફસાઇ જાય છે બાદમાં તેને પકડીને આ શખ્સો દ્રારા મજિબાની માણવામાં આવી રહ્યાંનું કહેવાય રહ્યું છે.
જંગલ વિસ્તારમાં શિકારીઓ ફરી સક્રિય થયા છે. હાલમાં મજુરીકામમાંથી નવરા પડેલા અમુક શખ્સો દ્રારા ખાંભામાં હાથીયા વિસ્તાર, પંપ હાઉસ તરફ, નેસડા નજીક તેમજ કુંભારગાળા વિસ્તારોમાં રાત્રીના સમયે બેરોકટોક સસલા સહિત તેતરોનો શિકાર થઇ રહ્યો છે. દિવસ દરમિયાન આ શખ્સો લોકેશન મેળવી બાદમાં રાત્રીના નેટ બાંધી દે છે.અને સવારમાં આ નેટમાં સસલા સહિતના પ્રાણીઓ ફસાઇ જાય છે. બાદમાં આ શખ્સો પ્રાણીઓને પકડીને લઇ જાય છે.
હાલમાં વરસાદ મોડો હોવાથી જંગલ વિસ્તારમાં લીલુ ઘાસ ઉગ્યું નથી જેથી ત્યારે તૃણભક્ષી પ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં આવેલ વાડી ખેતરોમાં તેમની ભુખ સંતોષવા માટે આવે છે. પરંતુ આવા શખ્સો દ્રારા રાત્રીના નેટ બાંધી પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે.બીજી તરફ થોડા દિવસો ૫હેલા પીપળવા રોડ નજીક હાથીયા ડુંગરાળ વિસ્તારમાં ચાર, પાંચ શખ્સો શિકાર કરી રહ્યાંના સમાચાર વનકર્મીઓને મળતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ શિકારીઓ ભાગી છુટવામાં સફળ રહ્યાં હતાં.
આ શખ્સો ખાંભાના હોવાનું કહેવાય રહ્યું છે. ખાંભા સહિત આસપાસના વિસ્તારોમાં આવા શિકારી શખ્સો જોવા મળે તો ખાંભાના પર્યાવરણ પ્રેમી હિરેન્દ્રસિંહ રાઠોડ તેમજ જયરાજભાઇ વાળાને જાણ કરવા જણાવાયું છે.જેથી આવા શિકારીઓને પકડી તૃણભક્ષી પ્રાણીઓને બચાવી શકાય.

ખાંભા નજીક સાવજ પરિવારે 7 બકરાંનું મારણ કર્યું.


Source: Bhaskar News, Khambha   |   Last Updated 1:09 AM [IST](12/07/2011)
ખાંભા તાલુકાનાં સાવજો કાળો કેર વર્તાવી રહ્યો છે. ગીર કાંઠાના આ તાલુકામાં સાવજો દ્વારા દરરોજ કોઇને કોઇ પશુનું મારણ કરવામાં આવે છે. આજે સિંહ પરિવાર દ્વારા દિવાનનાં સરાકડીયા ગામે સાત બકરાનું મારણ કરવામાં આવ્યુ હતુ.
પેટની ભૂખ ઠારવા સાવજો માલધારીને ઉપયોગી પશુઓનાં રામ રમાડી દેતા પણ અચકાતા નથી. અમરેલી જિલ્લાનાં ખાંભા તાલુકાનાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોની સંખ્યા ઘણી વધારે છે આ સાવજો ગમે ત્યારે માલધારીની ઝોકમાં કે સીમમાં ચરતા છ ધણ પર તૂટી પડે છે. આજે ખાંભા તાલુકાનાં દિવાનનાં સરકડીયા ગામે એક સિંહ યુગલ અને તેના બે બચ્ચાએ બકરાનાં ધણ પર ત્રાટકી સાત બકરાને શિકાર બનાવ્યા હતા.
સરાકડીયાનાં રહીમભાઇ દલ સીમમાં સવારે બકરા ચરાવી રહ્યા હતા ત્યારે ચાર સાવજોનું આ ટોળુ ધસી આવ્યુ હતુ અને જોત જોતામાં સાત બકરાને મારી નાંખી ખાઇ ગયા હતા. આ ઘટનાથી માલધારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

રાજુલા પંથકમાં ત્રીસ સાવજોનો કાયમી વસવાટ.



Source: Bhaskar News, Rajula   |   Last Updated 1:20 AM [IST](12/07/2011)
- મેઘ મહેરને પગલે સાવજોને પાણી માટે આમથી તેમ ભટકવું નહિ પડે
રાજુલા-જાફરાબાદ પંથકમાં ૩૦ જેટલા સાવજોએ કાયમી ધામા નાખ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં આ સાવજો દ્વારા દરરોજ કોઇને કોઇ પશુનું મારણ કરવામાં આવી રહ્યુ છે. આ સાવજોને અહિંનો રેવન્યુ વિસ્તાર હવે ફાવી ગયો હોય તેઓ જંગલની દિશા તરફ જવાનું નામ પણ લેતા નથી. વળી પાછલા સપ્તાહમાં આવેલા વ્યાપક વરસાદને પગલે તેમના પીવાના પાણીનો પ્રશ્ન પણ હલ થઇ ગયો છે. જો કે પેટની ભુખ ભાંગવા તેઓ ગામડાઓના પાદર સુધી અચુક આવી પહોંચવાના.
ગીર જંગલ છોડીને બહાર નીકળી ગયેલા સાવજો અમરેલી જીલ્લાના વિવિધ તાલુકાઓમાં રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. રાજુલા-જાફરાબાદ પંથકમાં આશરે ૩૦ જેટલા સાવજો વસવાટ કરી રહ્યા છે. તેમાંથી ઘણાખરા સાવજો આજુબાજુના વિસ્તારમાં આવ-જા કરતા રહે છે. અમુક સાવજોની ટેરેટરી જંગલ અને રેવન્યુ વિસ્તાર એમ બન્ને છે.
આ વિસ્તારમાં વસવાટ કરતા સાવજો માટે વન્ય પ્રાણીઓ રૂપી ખોરાક ઉપલબ્ધ ન હોય હવે આ સાવજો મોટે ભાગે માલધારીઓના માલઢોર પર આધાર રાખે છે. અહિં નીલગાય અને ભુંડ જેવા પ્રાણીઓની સંખ્યા ખુબ ઓછી હોય મહદઅંશે બળદ, ગાય, ભેંસ, બકરા જેવા પશુઓનું તેઓ દ્વારા મારણ કરવામાં આવે છે.
આકરા ઉનાળા બાદ વરસાદ ખેંચાયો હોય આ સાવજો માટે પાણીના સોર્સ ખુબ ઘટી ગયા હતા. જેને પગલે મારણ અને પાણી માટે સાવજો ગામડાઓના પાદર સુધી દોડી આવતા હતા. પરંતુ મેઘ મહેરના પગલે સાવજો માટે પાણીનો પ્રશ્ન હલ થયો છે.
રાજુલા-જાફરાબાદ પંથકમાં સાવજો માટે જંગલખાતા દ્વારા પાણીની ૧૯ કુંડીઓ બનાવાઇ હતી. પરંતુ ઉનાળામાં આ કુંડીઓ પણ સાવજો માટે પુરતી સાબીત થતી ન હતી.
ક્યા ક્યા છે સાવજોનો વસવાટ -
રાજુલા તાલુકાના વડ, ભચાદર, ઉચૈયા, ભેરાઇ, કડીયાળી વગેરે ગામમાં સાવજોનો વસવાટ છે. આ ઉપરાંત જાફરાબાદ તાલુકામાં લુણસાપુર અને નાગેશ્રી પંથકમાં સાવજોએ કાયમી ધામા નાખ્યા છે. આ વિસ્તારની સિમેન્ટ કંપનીઓની ખાણોમાં પણ સાવજો આવી પડે છે.

ખાંભાનાં સરાકડીયામાં સાવજ પરિવારે સાત બકરાનું મારણ કર્યું.

Source: Bhaskar News, Khambha   |   Last Updated 2:14 AM [IST](11/07/2011)
ખાંભા તાલુકાનાં સાવજો કાળો કેર વર્તાવી રહ્યો છે. ગીર કાંઠાના આ તાલુકામાં સાવજો દ્વારા દરરોજ કોઇને કોઇ પશુનું મારણ કરવામાં આવે છે. આજે સિંહ પરિવાર દ્વારા દિવાનનાં સરાકડીયા ગામે સાત બકરાનું મારણ કરવામાં આવ્યુ હતુ.
પેટની ભૂખ ઠારવા સાવજો માલધારીને ઉપયોગી પશુઓનાં રામ રમાડી દેતા પણ અચકાતા નથી. અમરેલી જિલ્લાનાં ખાંભા તાલુકાનાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોની સંખ્યા ઘણી વધારે છે આ સાવજો ગમે ત્યારે માલધારીની ઝોકમાં કે સીમમાં ચરતા છ ધણ પર તૂટી પડે છે.
આજે ખાંભા તાલુકાનાં દિવાનનાં સરકડીયા ગામે એક સિંહ યુગલ અને તેના બે બચ્ચાએ બકરાનાં ધણ પર ત્રાટકી સાત બકરાને શિકાર બનાવ્યા હતા. સરાકડીયાનાં રહીમભાઇ દલ સીમમાં સવારે બકરા ચરાવી રહ્યા હતા ત્યારે ચાર સાવજોનું આ ટોળુ ધસી આવ્યુ હતુ અને જોત જોતામાં સાત બકરાને મારી નાંખી ખાઇ ગયા હતા. આ ઘટનાથી માલધારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

ધારીના ગીર પૂર્વમાં વન્ય પ્રાણીઓની દૂર્દશા.


 
Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:41 AM [IST](13/07/2011)ધારીના ગીર પૂર્વમાં વન્ય પ્રાણીઓની દૂર્દશાના અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વન્ય પ્રાણીઓના મૃતદેહ રેવન્યુ વિસ્તારમાં રોડ પર રખડતા જોવા મળે છે.
ધારીથી ચારથી પાંચ કિ.મી. દૂર આવેલા હીંગળાઇ માતાજીના મંદિરથી થોડેદૂર માણાવાવ ગામના રસ્તા પર એક ચિકારાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ચિકારાને ક્યા વન્ય પ્રાણીએ શિકાર કર્યો હશે. અને કેટલા દિવસથી પડયો હશે તે બાબતે તંત્ર પણ અજાણ છે.

ધારીનાં એક માત્ર જીરામાં જ વાવણીલાયક વરસાદ ન પડયો.


Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:55 AM [IST](14/07/2011)
- ૮૯ માંથી ૮૮ ગામોમાં વાવણી શરૂ
- જીરામાં રસ્તાપરથી પાણી વહે તેવો વરસાદ પણ પડયો નથી
ધારી તાલુકાના ૮૯ ગામો પૈકી ૮૮ ગામોમાં વાવણી લાયક વરસાદ પડી ગયો છે. એક માત્ર જીરા ગામમાં જ મેઘરાજાએ મહેર કરી ન હોય આ ગામમાં વાવણી થઇ શકી નથી. આજુબાજુના તમામ તાલુકા અને ગામોમાં મેઘ મહેર છે. પરંતુ માત્ર જીરા પર જ મેઘરાજા મહેરબાન થયા ન હોય ખેડૂતો ચીંતામાં મુકાયા છે. હવે મેઘરાજા મહેરબાન થશે તેવી આશાએ ખેડૂતોએ હવે કોરા ખેતરમાં વાવણી શરૂ કરી દીધી છે.
સમગ્ર અમરેલી જીલ્લા પર મેહુલીયો મહેરબાન થયો છે. જીલ્લામાં લગભગ તમામ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો છે. ધારી તાલુકામાં તો જાણે મેઘરાજાના ચાર હાથ છે. પાછલા સપ્તાહમાં મેઘરાજાએ સાર્વત્રીક વરસાદ વરસાવતા ખુશખુશાલ ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. ધારી તાલુકાના ૮૯ ગામ પૈકી ૮૮ ગામમાં ખેડૂતોએ હોંશે હોંશે વાવણી કરી દીધી છે. પરંતુ એક માત્ર જીરા ગામના ખેડૂતો હજુ પણ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે ક્યારે વાવણી લાયક વરસાદ વરસે.
ગામલોકોના જણાવ્યા અનુસાર અહિં માત્ર હળવા ભારે ઝાપટા પડ્યા છે. હજુ સુધી એક પણ વખત રસ્તા પરથી પાણી વહ્યા નથી. જીરાની ફરતે હવે ત્રંબકપુર, હિરાવા, સરસીયા અને મુંજાણીયા ગામમાં ખુબ જ સારો વરસાદ થતા ખેડૂતો વાવણીમાં લાગ્યા છે. પરંતુ જીરા ગામના ખેડૂતો આ બાબતે નશીબદાર નીવડ્યા નથી. હજુ સુધી વાડી, ખેતર છલકાઇ જાય તેવો વરસાદ આ ગામે જોયો નથી.
સમય હાથમાંથી સરી જાય તે પહેલા હવે ખેડૂતોએ કોરા ખેતરમાં વાવેતર શરૂ કર્યું છે.
આવનારા દિવસોમાં સારો વરસાદ વરસી જશે તેવી આશાએ ખેડૂતોએ કોરા ખેતરમાં વાવણી શરૂ કરી છે. રાધીકાદાસ બાપુના આશ્રમ પાછળની સીમ તરફતો હજુ સુધી એકેય વરસાદ થયો નથી.

ડુંગરાળ વિસ્તારમાં એક દિપડાના આંટાફેરાથી ભયનો માહોલ


Source: Bhaskar News, Rajula   |   Last Updated 12:07 AM [IST](14/07/2011)

રાજુલા તાલુકાના નવા આગરીયા તેમજ વાવડી વિસ્તારમાં ખાંભડા તરીકે ઓળખાતા ડુંગરાળ વિસ્તારમાં એક દિપડાના આંટાફેરા થી ગ્રામજનોમાં ભય ફેલાયો છે. આ વિસ્તારના ખેડુતો દિવસે કે રાત્રે વાડી ખેતરોમાં કે તેમના માલઢોરને ચરાવવા જઇ શકતા ન હોય આ દિપડાની રંજાડથી લોકો મુશ્કેલીમાં મુકાયાં છે.
આગરીયા, વાવડી વિસ્તારના ખેડુતોએ રાજુલા ખાતેની વન કચેરીમાં આ દિપડાને વહેલી તકે પાંજરે પુરવાની માંગ કરી છે. હાલ વાવણી લાયક વરસાદ થઇ ચુકયો હોય પરંતુ આ વિસ્તારના ખેડુતો ખેતીકામ માટે ખેતરોમાં જઇ શકતા નથી કારણ કે દિપડો ગમે ત્યારે હુમલો કરે તેવો ભય ખેડુતોને સતાવી રહ્યો છે.
થોડા સમય પહેલા જ વાવડી નજીક આવેલ થોરડી ગામમાં એક ભરવાડ શખ્સ ઉપર દિપડાએ હુમલો કર્યો હતો. આવો બનાવ આ વિસ્તારમાં ન બને તે પહેલા વનવિભાગ તાત્કાલિક આ સ્થળે પાંજરા ગોઠવી દિપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.
જંગલમાંથી પ્રાણીઓ ભુખ સંતોષવા રેવન્યુ વિસ્તારમાં આવી ચડે છે અને અવારનવાર માલઢોરને ફાડી ખાય છે. તેમજ માણસ ઉપર પણ હુમલો કરે છે. વનવિભાગ તાબડતોબ આ વિસ્તારમાં પાંજરા ગોઠવે તે માટે ગામના આગેવાન પ્રતાપરાય મહેતા, રાવતભાઇ ખુમાણ, સરપંચ છગનભાઇ છોટાળાએ માંગણી કરી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-one-leopard-wandering-in-dungral-area-and-people-fearing-2260301.html

ઘારીનાં દલખાણીયામાં તસ્કરોએ બાઇક સળગાવ્યું.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:41 AM [IST](14/07/2011)

- મેલડી માતાના મંદિરમાંથી ચાંદીના છત્તરની ચોરી
ધારી તાલુકાના દલખાણીયા ગામે ગઇરાત્રે કોઇ અજાણ્યા તસ્કરે મેલડી માતાના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરી હતી. એટલુ જ નહી એક ખેડૂતના ઘર બહાર પડેલુ મોટર સાયકલ નેરામાં લઇ જઇ સળગાવી દીધુ હતુ. તસ્કરીના આ પ્રકારના બનાવને કારણે ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘણા તસ્કરો ચોરીમાં ખાસ કંઇ હાથ ન લાગે તો જે તે સ્થળે નુકશાન કરવાની વૃત્તિ ધરાવે છે. ધારીના દલખાણીયામાં ગઇકાલે કંઇક આવું જ બન્યુ હતુ. દલખાણીયા ગ્રામ પંચાયતની ઓફીસ પાસે આવેલા મેલડી માતાજીના મંદિરમાંથી ગઇરાત્રે કોઇ તસ્કરો ચાંદીના છતર ચોરી કરીને લઇ ગયા હતા. અહિંથી ગયેલો મુદામાલ મોટી રકમનો ન હોય આ બારામાં કોઇ પોલીસ ફરીયાદ થઇ ન હતી.બીજી તરફ દલખાણીયા ગામના રાજુભાઇ આંબલિયાનું હિરો હોન્ડા મોટર સાયકલ ગઇકાલે તેમના ઘર બહાર પડયુ હતુ.
કોઇ અજાણ્યા શખ્સો તેમના ઘર પાસેથી આ મોટર સાયકલ ઉઠાવી ગયા હતા. અને ગામની સીમમાં એક નેરામાં લઇ ગયા હતા. અજાણ્યા શખ્સોએ આ મોટર સાયકલમાંથી જ પેટ્રોલ કાઢી અને બાઇક પર છાંટી તેને સળગાવી દીધુ હતુ. આ નુકશાની અંગે રાજુભાઇએ ધારી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

જંગલમાં વન્ય પ્રાણીઓના મોત પ્રકરણમાં વધુ એક વિવાદનો વંટોળ.


Source: Bhaskar News, Khambha   |   Last Updated 12:05 AM [IST](14/07/2011)

- હડાળા, કંટાળામાં સિંહના મોત માટે જાહેર થયેલા કારણો શંકાસ્પદ ?
ગીર જંગલમાં એક પછી એક વન્ય પ્રાણીઓના કમોત થઇ રહ્યા છે. થોડા દિવસ પહેલા હડાળા રેંજમાં એક વન્ય પ્રાણીના જંગલખાતાના નીચેના સ્ટાફે બારોબાર અંતિમ સંસ્કાર કરી નાખ્યાની ઘટનાની પગલે ગીર નેચર યુથ ક્લબના ભીખુભાઇ બાટાવાળાએ વન મંત્રીને પત્ર પાઠવી વન્ય પ્રાણીઓના મોતની તટસ્થ તપાસ કરાવવા માંગ કરી છે.
ગીર નેચર યુથ ક્લબ દ્વારા ગઇકાલે વન મંત્રી મંગુભાઇ પટેલને પત્ર પાઠવી આ રજૂઆત કરવામાં આવી હતી. ક્લબ વતી ભીખુભાઇ બાટાવાળાએ વન મંત્રીને રજૂઆત કરી છે કે ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં વન્ય પ્રાણીઓના મોતની તટસ્થ તપાસ કરાવવામાં આવે. થોડા સમય પહેલા ગીર પૂર્વની હડાળા રેંજમાં એક સિંહ બાળનું મોત થયુ હતુ. જંગલ ખાતાના નીચેના સ્ટાફે આ અંગે ઉપરી અધિકારીઓને જાણ કરવાના બદલે સિંહ બાળના શબને બારોબાર બાળી નાખ્યુ હતુ. થોડા સમય પહેલા ખાંભા તાલુકાના કંટાળા ગામે પણ એક સિંહનું શંકાસ્પદ મોત થયુ હતુ.
હડાળા રેંજમાં મૃત્યુ પામેલા સિંહ બાળના નખ ક્યાં ગયા, કેટલા સમય પહેલા આ પ્રાણી મોતને ભેટ્યું હતુ અને તેનો આ રીતે કેમ નિકાલ કરાયો તે અંગે ઉંડી તપાસ થવાની જરૂર છે. તેમણે પત્રમાં આક્ષેપ પણ કર્યો છે કે જંગલખાતાનો સ્ટાફ નિયમીત ફેરણુ કરતો નથી અને મોટે ભાગે ઘરે રહે છે. જેને લીધે વન્ય પ્રાણીઓના મોતની તેમને ખુબ જ મોડી ખબર પડે છે.
તાજેતરમાં જામવાળી બીટમાં એક સિંહના મોત પાછળ ઇનફાઇટ હોવાનું કારણ આપી દેવાયુ હતુ. જંગલ ખાતાના અધિકારીઓ મોતના સાચા કારણો બહાર ન આવે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ દરેક કીસ્સાની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો ચોકાવનારી વિગતો બહાર આવે તેમ હોવાનું ગીર નેચર યુથ ક્લબ દ્વારા અંતમાં જણાવાયુ છે.

જુનાગઢમાં ત્રણ હરણને કૂતરાએ ઘાયલ કર્યા.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 2:30 AM [IST](07/07/2011)
- બે હરણ વધુ ઇજાગ્રસ્ત : સક્કરબાગમાં લવાયા
જૂનાગઢ ગીરનારનાં જંગલમાંથી આજે ભવનાથ તળેટીમાં આવી ચઢેલા પાંચ હરણની પાછળ કુતરા પડતા સક્કરબાગ સુધી દોડી આવ્યા હતા. ત્રણ હરણને કુતરાએ ઘાયલ કર્યા જેમાં બે હરણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ગીરનાં જંગલમાં કોઇ સુરક્ષા ન હોય તેમ અવાર- નવાર સિંહ, સિંહબાળ વિખુટા પડી જવાનાં બનાવો બનતા રહે છે. ત્યારે આજે તેવોજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજે સવારનાં ગીર જંગલમાંથી પાંચ જેટલા હરણ ભવનાથ તળેટીમાં આવી ચઢ્યા હતા. આ હરણની પાછળ કુતરા પડતા હરણ દોડતા- દોડતા સક્કરબાગનાં પાછળનાં વિસ્તારમાં પહોંચી ગયા હતા.
જેની જાણ સક્કરબાગનાં સ્ટાફને થતા તેમને બચાવવાની કવાયત હાથ ધરી હતી. પાંચ હરણમાંથી ત્રણ હરણને કુતરાએ બચકા ભરી લેતા સક્કરબાગ ઝૂમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક હરણને સામાન્ય ઇજા થઇ હોય સારવાર આપી છોડી દેવાયું હતું. બે હરણને ગંભીર ઇજા
થઇ હતી જેને સારવાર માટે સક્કરબાગમાંજ રાખવામાં આવ્યા છે. જેની હાલત નાજૂક હોવાનું ડીએફઓ રાણાએ જણાવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-deer-injured-by-three-dog-in-junagadh-2241229.html

દુર્લભ તસવીરો: સાવજોએ ગામની વચ્ચે કર્યો ૧૧ ગાયોનો શિકાર.

Source: Bhaskar News, Una   |   Last Updated 2:15 AM [IST](09/07/2011)
- ઊનાના શાણાવાંકિયા ગામે આખી રાત સાવજોની ડણક ગાજતી રહી
ઊનાનાં શાણાવાંકિયા ગામમાં પાંચ સિંહોએ એક સાથે ૧૧ ગાયોનો શિકાર કરી નિરાંતે મિજબાની માણી હતી. હજુ ત્રણ દિવસ પહેલા જ બે સિંહોએ ત્રણ ગાયોને મોતને ઘાટ ઉતાર્યા બાદ ફરી પાંચ સાવજો ત્રાટકતા ગામમાં ભયનો માહોલ છવાયો છે.
ચોમાસાનાં પ્રારંભ સાથે જ સિંહોનું વેકેશન શરૂ થઇ જાય છે. આ સમયગાળામાં સિંહનો મેટિંગ પિરીયડ હોય સાવજો જંગલની બહાર નીકળતા નથી પરંતુ ભોજન તેમની મુખ્ય જરૂરીયાત હોય છે. આ પેટપૂજાની વ્યવસ્થા જંગલમાં પૂર્ણ થતી ન હોય શિકાર માટે ગ્રામ્ય પંથકોમાં આવી ચઢતા હોય છે.
તેમ ઊના તાલુકાનાં છેવાડાનાં શાણાવાંકીયા ગામમાં ગુરૂવારનાં રાત્રીનાં એકી સાથે પાંચ સાવજોએ આવી ચઢી ગામમાં ફરતી રેઢીયાળ ગાયો પર હિંસક હુમલો કરી ૧૧ ગાયોને મોતને ઘાટ ઉતારી બે કલાક સુધી નિરાંતે મિજબાની માણી હતી. આ ગામ ગીર બોર્ડરથી ઘણું દુર છે. પરંતુ ખાંભા તાલુકાની આંબલિયાળા ગામની બીટ તદ્દન નજીક આવેલી છે. આ બીટમાં ૧૦ થી ૧૫ સાવજો અલગ-અલગ ગ્રૃપમાં વસવાટ કરતા હોય અવાર નવાર શાણાવાંકીયા ગામમાં આવી ચઢતા હોય છે. હજુ ત્રણ દિવસ પહેલા જ બે સિંહોએ ત્રણ ગાયાનું મારણ કર્યું હતુ.
ત્યાં ફરી ગુરૂવારનાં મધરાત્રીનાં સિંહોની ડણકથી ગ્રામજનો ભયભીત બની ગયા હતા. અને આખા ગામમાં પરેડ કર્યા બાદ ૧૧ રેઢીયાળ ગાયોનો શિકાર કર્યા બાદ પાંચેય સાવજોએ અલગ-અલગ વિસ્તારમાં મારણની મજિબાની માણી હતી. સવારનાં સુમારે સાવજોએ કરેલા મારણ અને લોહીનાં ખાબોચીયાનાં દ્રશ્યો જોઇ ગ્રામજનો હેબતાઇ ગયા હતા.
સાવજોએ બે કલાક ગામને બાનમાં રાખ્યું -શાણાવાંકીયા ગામને પાંચ સાવજોએ બે કલાક સુધી બાનમાં રાખી દીધું હતુ. ભયનાં માહોલ વચ્ચે લોકો ઘરમાં જ પુરાય રહ્યા હતા.
વન અધિકારીઓ ફરજનું ભાન ભૂલ્યા ?
આ મોતને ભેટેલી તમામ ગાયો રેઢીયાળ હોવાથી વન વિભાગને જાણ કરાઇ ન હતી. પરંતુ અધિકારીઓ શું આ બાબતથી વાકેફ નહી હોય ? કે પછી તેમની ફરજનું ભાન ભૂલ્યા ? તેવા સવાલો ગ્રામજનોમાંથી ઉઠ્યા છે.
 
 

 

વેરાવળના ઉંબા ગામે બાળક પર દીપડાએ હુમલો કર્યો.

વેરાવળ નજીક ઉંબા ગામે પિતા અને બહેન સાથે વાડીએ જતા ૬ વર્ષિય બાળક પર દિપડાએ હુમલો કરી ઇજા પહોંચાડતા તાત્કાલીક સારવારમાં ખસેડાયો છે. આ બનાવથી લોકોમાં ભય ફેલાયો છે.
આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ઉંબા ગામનાં રાજાભાઇ છાત્રોડીયા તેનાં પુત્ર રાકેશ તથા પુત્રી સાથે ત્રણેય સાંજે આઠેક વાગ્યાનાં સુમારે ગામમાંથી સીમમાં આવેલી વાડીએ ચાલીને જતા હતા ત્યારે રસ્તામાં અચાનક તેની સામે દીપડા આવી ગયો હતો અને રાકેશ (ઉ.વ.૬) ઉપર હુમલો કરી તેની માથે ચડી ગયો હતો.
ત્યારે તેના પિતા રાજાભાઇએ હિંમત દાખવી દીપડાનો પ્રતિકાર કરતા દીપડો રાકેશને લોહી-લુહાણ હાલતમાં મુકી નાસી ગયો હતો. આ બનાવ અંગે ઇમરજન્સી ૧૦૮ સેવાને જાણ કરવામાં આવતા થોડીવારમાં આવીને ઇજાગ્રસ્ત રાકેશને અહીંનાં સરકારી દવાખાને સારવારમાં ખસેડયો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leapord-attack-on-child-in-veraval-2252702.html

ગિરનારનાં જંગલોમાં બેફામ વૃક્ષ કટિંગ અને રેતી ચોરી.



Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:49 AM [IST](13/07/2011)

- વન અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચારી રીતરસમો અપનાવી
- ભાજપ બક્ષીપંચ મોરચાનો ખુલ્લો આક્ષેપ
જૂનાગઢ શહેરને અડીને આવેલા ગિરનારનાં જંગલને રાજ્ય સરકારે અભયારણ્ય જાહેર કર્યું છે. પરંતુ ત્યારબાદ વનવિભાગનાં ભ્રષ્ટાચારને લીધે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ વધી ગઇ હોવાનો આક્ષેપ ભાજપ બક્ષીપંચ મોરચાએ કર્યો છે. આ અંગેની રજૂઆત ઉચ્ચ અધિકારીને કરતાં તેમણે તુમાખીભર્યું વર્તન કર્યાનાં આક્ષેપો ઉઠ્યા છે.
ગિરનારનાં જંગલ વિસ્તારને અભયારણ્ય જાહેર કર્યા બાદ વનવિભાગે તમામ નિતી નિયમો નેવે મુકી દીધા હોવાનું ભાજપ બક્ષીપંચ મોરચાનાં ઉપપ્રમુખ રાજેશ ભાદરકાનું કહેવું છે. તેઓ ખુલ્લેઆમ કહે છે, ભવનાથનાં જંગલ વિસ્તારમાંથી છડેચોક રેતી અને પથ્થર તેમજ લાકડાનું સરેઆમ વેચાણ અધિકારીઓની મીઠી નજર હેઠળ થાય છે. ગિરનારની સીડી ઉપર ઘણાં સમયથી એક વેપારીએ અભયારણ્ય વિસ્તારમાં પાઇપ લાઇન દાટી પાણીનો વેપાર કરતો હતો. વરસાદ થતાં તેણે આ પાઇપ લાઇન કાઢી નાંખી હતી. તેને માત્ર ૧ હજારની વસુલાત પહોંચ આપી હતી.
દાતાર વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી અભયારણ્ય જાહેર થવા છતાં મનપા વિસ્તાર દ્વારા સીમેન્ટ રોડ બનાવાયો. જે વનવિભાગે તોડી નાંખ્યો પરંતુ ન તો કોઇ સાધન સામગ્રી જપ્ત કરાઇ ન તો દંડની વસુલાત કરાઇ છે. આ પ્રકરણમાં પણ વનખાતાની મીલીભગતથી લાખ્ખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. અભયારણ્યમાં પ્રવેશતા પ્રેમી પંખીડાં પાસેથી પાંચ હજાર સુધીનો તોડ કરી લેડીઝની પહોંચ ન બનાવવા માટે પણ પાંચથી દસ હજાર પડાવી ફક્ત પુરૂષનાં નામે જ પહોંચ બનાવી છોડી મુકાય છે.
જંગલમાં અંદર જવાનાં રસ્તાને રીપેર કરવાનાં બહાને થોડા ટ્રેક્ટરો ઠાલવી જંગલ ખાતા દ્વારા કરાતા ભ્રષ્ટાચારને પગલે પોતે એસીએફને મળવા જતાં તેમણે એક અધિકારીને ન શોભે તેવું તોછડું વર્તન દાખવ્યાનું પણ રાજેશ ભાદરકાએ જણાવ્યું છે. આમ સમગ્ર પ્રકરણની તપાસ થાય તો રહસ્ય બહાર આવે તેવી વકી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-trees-cutting-and-sands-thief-in-girners-jungle-2257162.html

કોડીનારમાં વાહન અડફેટે શિયાળ અને અજગરનાં મોત.


Source: Bhaskar News, Kodinar   |   Last Updated 12:00 AM [IST](13/07/2011)
કોડીનાર પંથકમાં વાહન અડફેટે શિયાળ અને અજગરનાં મોત નિપજ્યા હતા. મુળ દ્વારકા રોડ અને કોડીનાર હાઇવે પર આ અકસ્માતનાં બનાવ બન્યા હતા.
આ બનાવોની મળતી વિગત મુજબ કોડીનારનાં મુળ દ્વારકા રોડ પર કોઇ અજાણ્યા વાહનની અડફેટે નર શિયાળ મોતને ભેટયું હતુ. જ્યારે બીજા બનાવમાં ઊના-કોડીનાર હાઇવે પર માલગામ પાસે અજાણ્યા વાહને અજગરને ચગદી નાંખ્યો હતો. એક દિવસમાં આ બંને બનાવો બન્યા હતા. પ્રકૃતિ નેચર ક્લબનાં પ્રમુખ દિનેશગીરી ડી. ગૌસ્વામી અને જીજ્ઞેશ ગોહિલનાં ધ્યાને આ વાત આવતા જામવાળા વનવિભાગને જાણ કરી હતી.
જામવાળાનાં ઇન્ચાર્જ આરએફઓ એલ.ડી.પરમારનાં માર્ગદર્શન હેઠળ છારા બીટનાં ફોરેસ્ટર એમ.એ.પરમાર સહિતનાં સ્ટાફે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી પંચ રોજકામ કરી શિયાળ અને અજગરની દફનવિધી કરી હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-jackal-and-python-dies-in-accident-near-kodinar-2257229.html

સાવજોના દેશ સોરઠમાં નારી અબળા નહીં સબળા.

Source: Vipul Lalani, Visavadar   |   Last Updated 4:34 AM [IST](13/07/2011)
- જંગલના રાજા સાવજ સહિતની રક્ષામાં મહિલા કર્મી ખડે પગે
- ગાઢ જંગલમાં હિંમતભેર કપરી કામગીરી બજાવે છે
- ગીરના જંગલમાં વનપાલ અને વનરક્ષા સહાયકમાં ૧૨ મહિલા કર્મી
- પશ્ચિમ વિસ્તારના જંગલની નવ રેન્જમાં દિન-રાત કામગીરી બજાવે છે
એશિયાટીક લાયન માટે વિશ્વભરમાં સોરઠનું ગીર જંગલ ખ્યાતિ પામ્યું છે. આ જંગલમાં રાતે તો ઠીક દિવસે પણ એક તબક્કે પ્રાણીઓને ફફડાટ રહે છે ત્યારે જંગલમાં રાજા સિંહ સહીતની રક્ષા અર્થે અહીં પુરૂષોની સાથે મહિલા કર્મીઓ દિનરાત ફરજ બજાવી નારી અબળા નહી સબળા છે તેવું સાર્થક કરી રહી છે. ઉલ્લેખનીય એ છે કે,હાલ ચોમાસાની ઋતુ હોય અહી વસતા પ્રાણીઓનો સંવનન કાળ હોય જેથી ઈનફાઈટ સહીતની ઘટનાઓમાં ખૂબ જ સતર્કતા રાખવી પડે છે અને તેમાં પણ આ મહિલા કર્મીઓ જરા પણ ડર રાખ્યા વગર કામગીરી કરે છે.
સોરઠનું ગિર જંગલ સાવજ સહિત માટે ખ્યાતી પામ્યું છે ત્યારે હાલ ચોમાસા દરમિયાન પ્રાણીઓના સંવવન કાળ અંતર્ગત વનવિભાગ દ્વારા ખાસ સ્પેશ્યલ રેસ્કયુ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ જંગલમાં સતત રાઉન્ડ મારી સંવનન વાળી સિંહ-દીપડાની જોડીનું ખાસ ધ્યાન રાખે છે. આ સ્પેશ્યલ રેસ્કર્યું ટીમમાં પુરૂષની સાથે મહિલા કર્મી પણ ફરજ બજાવે છે જે કાબીલે તારફિ કરવા જેવી હોય છે. ગિર પશ્ચિમ વિસ્તારમાં કુલ નવ રેન્જ આવે છે.
જેમાં વનપાલ અને વનરક્ષા સહાયક મળી કુલ ૧૨ પોસ્ટ ઉપર મહિલા કર્મચારી ફરજ બજાવે છે. અહી ફરજ બજાવતી મહિલા વનકર્મચારી શીલુ સોનલ, પીઠીયા કિરણ, અને દર્શના કાગડાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતા જણાવેલ કે પહેલા અમે પણ એક સામાન્ય મહિલાની જેમ જંગલ અને જંગલી પ્રાણીઓ જેવા કે સિંહ, દપિડા જેવા હિંસક પ્રાણીઓની વાત સાભળતા જ રૂવાડા ઉભા થઈ જતાં પણ જ્યારથી અમે આ વનખાતામાં નોકરી કરવા લાગ્યા ટ્રેનિંગ કરી આજે અમે ડીએફઓ સંદપિ કુમારની ટીમમાં જોડાયેલ ત્યારથી કામ કરવામાં ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યાં છીએ. તેઓએ ઉમેર્યું હતું કે, અત્યારે આ ચોમાસાની ઋતુમાં જંગલી પ્રાણીઓનો મેટિંગ પિરીયડ હોય છે. જેથી અત્યારે અમારી ફરજની કામગીરી પણ ડબલ થઈ જાય છે કેમ કે મેટિંગ વાળી જોડીનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જો કોઈ અન્ય જાનવર આવી જોડીને ખલેલ કરે તો તેને અમે દૂર ખસેડી દઈએ છીએ. અને અમને જરા પણ ડર લાગતો નથી.

મહિલા કર્મીઓમાં નિડરતાના ગુણો ફરજમાં મહત્વના સાબિત થયા છે : ડી.એફ.ઓ.
સાસણ ગીર રેન્જનાં ડીએફઓ ડૉ.સંદિપકુમાર સાથે વાત કરતા તેમણે જણાવેલ કે ૧૪૨ કી.મી.ના વિસ્તારમાં વિશાળ ગિરના જંગલમાં કર્મીઓ સતર્કતાથી ફરજ બજાવે છે. જેમાં જંગલમાં એક પડકાર રૂપ કામગીરી મહિલા કર્મચારીઓ પણ કોઈ પણ ગભરાટ વગર જે કામગીરી બજાવે છે તે દાદ માંગી લે છે અને તે પુરવાર કરે છે કે, ગભરાટ વગર નિડરતાના ગુણો તેમની ફરજમાં મહત્વના સાબીત થયા છે.
તસવીર : વિપુલ લાલાણી
 

 

 

દીપડો દોડ્યો, ૫૦૦ લોકો ભાગ્યા, શ્વાને દીપડાની પૂંછડી પકડી લીધી!

Source: Bhaskar News, Jasdan   |   Last Updated 11:23 AM [IST](13/07/2011)

- જસદણ તાલુકાના કડુકા ગામની સીમમાં ભાગમભાગી
અચાજનક જ દીપડો ચડી આવતા ૫૦૦ થી વધુ માણસોનું ટોળું ભેગું થઇ ગયું. હો-ગોકીરો અને ચીચિયારીઓથી ગામની સીમ ગૂંજી ઉઠી છે. કોઇ ટખિળખોરે કાંકરીચાળો કર્યો અને દીપડો દોડ્યો લોકોના ટોળાંની પાછળ. બે યુવાનો ગોથું ખાઇને પડી ગયા. દીપડો તેના પાંચ ફૂટ દૂર હતો ત્યાં એક ડાઘિયો કૂતરો પડી ગયેલા યુવાનોની વહારે આવ્યો હતો અને તેણે દીપડાની પૂંછડી પકડી લીધી. આ ઘટના બની હતી જસદણ તાલુકાના કડુકા ગામની સીમમાં.
મંગળવારે બપોરના સમયે કડુકા ગામની સીમમાં દીપડાએ દેખા દેતાં સરપંચ સાકરાભાઇએ વનવિભાગને જાણ કરતા તેઓ પાંજરુ લઇને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પાંજરામાં મારણ રાખીને દીપડાને પકડવાની કોશિશ ચાલતી હતી ત્યારે ત્યાં ઉપસ્થિત આશરે ૫૦૦ થી વધુ લોકોમાંથી કોઇએ પથ્થરનો ઘા કરતા દીપડો ખીજાયો હતો અને સીધી જ ટોળાં પાછળ દોટ મૂકી હતી.
દીપડાએ દોટ મૂકતા લોકોએ પણ મુઠીઓ વાળી હતી. આ સમયે બે યુવાનો જમીન પર ફસડાઇ પડ્યા હતા. દીપડો તેની બાજુમાં પહોંચીને તેના પર હુમલો કરે તે પહેલાં એક શ્વાન ત્યાં ચડી આવ્યો હતો અને તેણે દીપડાની પૂંછડી પકડી લેતા દીપડાએ કૂતરાની પાછળ દોટ મૂકી હતી.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-run-and-run-500-people-and-dog-catch-leopards-tail-2257264.html

ગીરમાં સરકારી અધિકારીઓનો ગેરકાયદેસર લાયન શો.



Source: Bhaskar News, Visavadar   |   Last Updated 12:15 AM [IST](14/07/2011)
 - વેકરિયાના જંગલમાં રાત્રે સરકારી ગાડીઓ સાથે ઘૂસી નીલગાયનું મારણ કરતા સાવજ પરિવારને નિહાળ્યો
ગિર અને ગિરનારનાં જંગલમાં અવારનવાર ગેરકાયદેસર લાયન શો થતા હોવાનું જાણીતું છે. વાહન લઇને રાત્રિનાં સમયે જંગલમાં ઘુસ્યા બાદ સિંહને મારણ કરતો જોયા બાદ તેની પાછળ ગાડી દોડાવવાની ઘટનાઓ પણ અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે.
ત્યારે ગઇકાલે વેકરિયાનાં જંગલ વિસ્તારમાં સરકારી અધિકારીઓએ ગેરકાયદેસર રીતે લાયન શો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવમાં સરકારી જીપોનો જ ઉપયોગ કરાયો હતો. જોકે, આ અંગે હજુ સુધી સત્તાવાર ફરિયાદ નથી નોંધાઇ.
વાત જાણે એમ બની કે, વહીવટી તંત્રનાં સરકારી અધિકારીઓને જંગલમાં સિંહ મારણ કરતો હોય એ ‘વિરલ’ ર્દશ્ય માણવાનું મન થયું. ગિરનું જંગલ નજીક જ છે. અને હવે તો સાસણ થી નજીક વિસાવદર પાસેનાં જંગલમાં પણ સિંહોનો સારી એવી સંખ્યામાં વસવાટ પણ છે. આવા સંજોગોમાં કોઇપણ વ્યક્તિને સિંહ દર્શનની ચટપટી થાય જ. તેમાંયે બહારગામથી ફરજ બજાવવા આવ્યા હોય. હાથમાં સત્તા હોય ત્યારે સિંહને મારણ કરતો નહિાળવો એ લ્હાવો કોઇ ન લે તો જ નવાઇ. અહીં પણ એમ જ થયું.
અધિકારીઓ સપરિવાર સરકારી ગાડીમાંજ રવાના થયા. વિસાવદર તાલુકાનાં વેકરિયા ગામ નજીકનાં જંગલ વિસ્તારમાં સિંહે મારણ કર્યાની ‘બાતમી’ હતી. એટલે ‘સાહેબો’ ની ગાડીઓ ઉપડીને પહોંચી વેકરિયા. ત્યાંથી વાડી વિસ્તારમાંથી સીધો જ જંગલનો રસ્તો માપ્યો.
રાત્રે ૮ વાગ્યે જંગલમાં ઘુસેલા સાહેબોએ બે સિંહણ અને પાંચ બચ્ચાંએ કરેલું નિલગાયનું મારણ નીહાળ્યું. સાથોસાથ તેની પાછળ ગાડી દોડાવવાની મોજ પણ માણી. અંતે સિંહોનું આખું ગૃપ જંગલમાં ચાલ્યા ગયા બાદ રાત્રે ૯:૩૦ વાગ્યે આખો ‘સરકારી’ (!..) કાફલો પરત આવ્યો. બનાવ અંગે જોકે, હજુ સુધી કોઇ ફરિયાદ નથી નોંધાઇ. વનવિભાગનાં અધિકારીઓએ આ અંગે હાલની તકે મૌન રહેવાનું મુનાસબિ માન્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-governement-officers-illigal-lion-show-in-gir-2260164.html

તાલાલા નજીક ૪૫ ફૂટ ઉંડા કુવામાંથી અજગરને બચાવાયો.


Source: Bhaskar News, Talala   |   Last Updated 12:47 AM [IST](14/07/2011)

સાસણ રેન્જનાં વિસ્તારમાં આવેલા ભાજદે ગામનાં ખેડૂત દેવાયતભાઇ વાઢેરની માલિકીની વાડીમાં આવેલા ૪૫ ફૂટ ઉંડા કુવામાં આજે સવારે એક અજગર અકસ્માતે પડી ગયો હતો. આ અંગે વાડી માલિકે સાસણ આર.એફ.ઓ. સેવરાને જાણ કરી હતી.
આથી આર.એફ.ઓ. સેવરા, ફોરેસ્ટર વરૂભાઇ, વનરક્ષા સહાયકો ભાટુભાઇ, સુલેમાનભાઇ, મહેશભાઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બે કર્મચારીઓ ખાટલામાં દોરડું બાંધી કુવામાં ઉતર્યા હતા. અને અજગરને મોઢેથી અને પૂંછડીએથી પકડી બહાર લાવ્યા હતા.
બાદમાં અજગરને એનિમલ કેર સેન્ટરમાં મોકલી અપાતા વેટરનરી તબીબ ડૉ. હિરપરા અને ડીએફઓ સંદીપકુમારે તેની તપાસ કર્યા બાદ ઇજા ન જણાતા અભ્યારણ વિસ્તારમાં છોડી મૂક્યો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-python-saved-into-45-foot-deep-well-near-talala-2260234.html?OF1=

Tuesday, July 5, 2011

રોજ સાંજ પડે ને દરગાહે આવતા સર્પ અને ચકલી !

અમરેલી તા.ર૭
વડિયામાં હઝરતશા પીરની દરગાહે છેલ્લા ૧પ - ર૦ દિવસથી દરરોજ સાંજે નોબત સમયે (આરતી સમયે) સાત આઠ ફૂટ લાંબો કાળો સાપ આવી ચડે છે. તેની ઉપર ચકલી બેસે છે. આવી ઘટનાથી સમગ્ર પંથકમાં કૌતુક ફેલાયું છે. જો કે, આ સર્પને દરગાહના એક મોકલ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં અનેક દરગાહે આવા મોકલ સર્પ, ચકલી, બિલાડી, મોર સ્વરૃપે આવતા હોવાનું કહેવાય છે.
  • છેલ્લા ર૦ દિવસથી નિત્યક્રમ : નોબત સમયે અચૂક હાજરી હોય
વડિયાની ગ્રામ પંચાયત પાછળ આવેલી ૩૦૦ વર્ષ જૂની હઝરતશા પીરની દરગાહ અને કબ્રસ્તાને આવી ઘટના બનતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ દરગાહના મુંજાવર (પૂજારી) અશરફભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧પ -ર૦ દિવસથી દરગાહે સાંજના ૭.૩૦ વાગ્યે નોબત સમયે જમીનમાંથી એક સાત આઠ ફૂટ લાંબો સર્પ નીકળે છે અને દરગાહના પગથિયે બેસે છે. બાદમાં અહીંના કબ્રસ્તાનમાં કબરો ઉપર ૩ કલાક સુધી આંટા મારે છે. આ સર્પ ઉપર એક ચકલી પણ આવીને બેસે છે. આ ઘટનાની જાણ થતાં આસપાસથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડયા હતાં. પરંતુ દરરોજ લોકોની અવરજવર વધી જતાં હાલ, આ ઘટના બંધ થઈ ગઈ છે. ૧પ-ર૦ દિવસ આ ઘટનાક્રમ ચાલ્યો હતો. આ ઘટનાથી આ વિસ્તારમાં ભારે કૌતુક ફેલાયું છે, પરંતુ કેટલાક મુસ્લિમ બિરાદરોએ આને સામાન્ય ઘટનાક્રમ ગણાવ્યો હતો. સૌરાષ્ટ્રમાં આવી અનેક દરગાહો પ્રખ્યાત છે. જેમાં જૂનાગઢ જિલ્લાના રાણાવાવ પાસેના કુતિયાણા ગામે આવેલ કામુનશાહપીરની દરગાહે દરરોજ સાંજે નોબત સમયે મોર આવે છે. અમરેલી નજીકના પ્રતાપપરા પાસે આવેલ ચકલીશાપીરની દરગાહે સાંજે ચકલી આવે છે. તેને મોકલ કહેવામાં આવે છે. આ મોકલ દરગાહના પગી કહેવાય છે. તે અલગ અલગ સ્વરૃપે દરગાહે નોબત સમયે આવી પહોંચતા હોય છે. કયાંક સર્પ, કયાંક ચકલી સ્વરૃપે તો કયાંક મોર સ્વરૃપે આવતા હોય છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=302800

ખાંભામાં એક ભેંસ અને પાડીનું મારણ કરતા ૩ વનરાજો.


ખાંભા તા.૪
ખાંભામાં ગઈ કાલે રાત્રે આવી ચડેલા ત્રણ વનરાજોએ એક ભેંસ અને પાડીના મારણ કરતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
ખાંભા અને આસપાસના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી વનરાજોએ આતંક મચાવ્યો છે. ગઈ કાલે ખાંભાના હડિયા કાંઠે રહેતા પ્રકાશભાઈ મધુભાઈ કારેતાના ઘરમાં વાડ ઠેકીને ત્રણ સિંહોએ એક ભેંસ અને એક પાડીનું મારણ કર્યું હતું. ત્રણે ય વનરાજોએ ભેંસ અને પાડીની મિજબાની માણી હતી.
 આ અંગે કસુભાઈ કારેતાએ વન વિભાગને જાણ કરી છે. દુકાન ચલાવી ઘર ચલાવતા પ્રકાશભાઈએ પ૦ હજારની ભેંસ અને પાડીને વનરાજોએ મારી નાખતા આર્થિક નુકસાન થયું છે.
  વધુમાં મળતી માહિતી મુજબ ગામની નજીક આવેલ ગંભીરસિંહ રાઠોડની વાડીમાં ભેંસને જોતા વનરાજો આવ્યા ત્યારે હાકલા પડકારા કરતા સિંહો ભાગી ગયા હતા. આમ હાલ ખાંભાના લીમડીપરાના લોકો અને માલધારીઓમાં વનરાજોના આતંકને લઈને ફફડાટ વ્યાપ્યો છે. વન વિભાગ આ ગરીબ પરિવારને પૂરતુ વળતર ચૂકવે તેવું ગામલોકો ઈચ્છી રહ્યાં છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=304727

ગિર જંગલનો ખૂંખાર સિંહ ‘જાંબવો’ ને સિંહણ બિમાર.

જૂનાગઢ, તા.૩૦:
થોડા સમય પહેલા બાબરા વીડી વિસ્તારમાં ફોટા પાડી રહેલા યુવાનને ફાડી ખાનાર ગિરનો ખૂંખાર સિંહ જાંબવોમાંદગીના બિછાને પટકાયો છે. સાથે સાથે ગિર પૂર્વ વનવિભાગની દલખાણીયા રેન્જમાં એક સિંહણ પણ બિમાર પડતાં બન્નેને સારવાર માટે સાસણ ખાતે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. 
બન્નેને સારવાર માટે સાસણ એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયા
આ વિશેની વનવિભાગના સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર બાબરાવીડીમાં ફોટા પાડી રહેલા એક યુવાન પર હુમલો કરીને ફાડી ખાનાર ખૂંખાર સિંહ જાંબવો બિમાર પડયો છે. ૧૦ વર્ષના જાંબવાને આંખની પાસેના ભાગે ઈજા થતા તેને સારવાર માટે સાસણના એનીમલ કેર સેન્ટરમાં લાવવામાં આવેલ છે.
જ્યારે ગિર પૂર્વ જંગલની દલખાણિયા રેન્જમાંથી પાંચ વર્ષની સિંહણને પણ બિમારી સબબ સારવાર માટે લાવવામાં આવેલ છે. ડી.સી.એફ. ડો.સંદિપકુમારે આ વિશે જણાવ્યું છે કે, રૃટીન બિમારી સબબ બન્નેને સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. બન્નેમાંથી એક પણમાં ઈનફાઈટની ઘટના નથી. થોડો સમય ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ બન્ને સાજા થતા જ ફરી વખત જંગલમાં છોડી મૂકવામાં આવશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=303711

ACF, RFO અને ચાર કર્મચારીઓ સામે ચાર્જશીટ.


જૂનાગઢ, તા.૧:
રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં વનવિભાગની મંજૂરી લીધા વગર જ સિંચાઈ વિભાગે આશરે ૧.૧ કિ.મી. વિસ્તારમાં ખોદકામ કરીને પાઈપ લાઈન નાખી દેવાની ઘટના પ્રકાશમાં આવતા વનવિભાગ ચોંકી ઉઠયું છે. દોઢેક વર્ષ પહેલા બનેલી આ ઘટનામાં જે તે સમયના એ.સી.એફ., આર.એફ.ઓ. અને બે ફોરેસ્ટર તથા બે ફોરેસ્ટ ગાર્ડ સામે ખાતાકિય પગલા લેવા માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવતા વનસ્ટાફમાં ખળભટાળ મચી ગયો છે. પાઈપ લાઈન નાખતી વેળાએ પોણા બસ્સો જેટલા વૃક્ષોનો સોંથ પણ વાળી દેવાયો હોવાનું બહાર આવ્યું છે.
જૂનાગઢ વનવિભાગની કૂતિયાણા રેન્જનો બનાવ : ૧૭પ વૃક્ષોનો સોંથ વાળી દેવાયો
આ વિશેની મળતી વિગતો અનુસાર જૂનાગઢ વનવિભાગ હેઠળ આવતી કૂતિયાણા રેન્જની ખાગેશ્રી બીટમાં આજથી દોઢેક વર્ષ પહેલા સિંચાઈ વિભાગે વનવિભાગની પૂર્વ મંજૂરી લીધા વગર જ ૧.૧ કિ.મી. વિસ્તારમાં ખોદકામ કરીને નર્મદાની પાઈપ લાઈન નાખી દીધી હતી. મંજૂરી વગર થયેલી આ કામગીરીમાં ઉચ્ચ અધિકારીઓએ વનવિભાગના જે તે સમયના બે અધિકારીઓ તથા ચાર કર્મચારીઓની જવાબદારી ફિક્ષ કરીને ખાતાકિય તપાસ માટે ચાર્જશીટ દાખલ કરી  દીધી છે.
આ પ્રકરણમાં તપાસ કરનાર જૂનાગઢ વનવિભાગના ડી.સી.એફ. અનિતા કર્ણએ જણાવ્યું છે કે, રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં પાઈપ લાઈન નાખવા માટે પૂર્વ મંજૂરી લેવી જરૂરી હતી. સિંચાઈ વિભાગે મંજૂરી માગી પણ હતી. પરંતુ વનવિભાગ મંજૂરી આપે તે પહેલા જ સિંચાઈ વિભાગે કામગીરી આરંભી દીધી હતી. મંજૂરી આપવી શક્ય ન હોય વનવિભાગે મંજૂરી આપી નહોતી. છતા ૧૦૦૦ મીટરથી વધારે પાઈપ લાઈન નાખી દેવામાં આવી હતી.
સિંચાઈ વિભાગે આ કામગીરી શરૂ કરી ત્યારે તરત જ રિપોર્ટ કરવાના બદલે કામગીરી અડધે પહોંચી ત્યારે છેક રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પરિણામે આ બાબતમાં વનવિભાગનો સ્ટાફ પણ દોષિત લાગતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તથા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
જો કે અનઅધિકૃત રીતે જંગલમાં પાઈપ લાઈન નખાઈ રહી હોવાની માહિતિ મળતા જ કામગીરી અટકાવીને કોન્ટ્રાક્ટરને રૂ.પ૦ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ વનવિભાગના સ્ટાફની બેદરકારીના કારણે જ કોન્ટ્રાક્ટર આટલી બધી પાઈપ લાઈન નાખી શક્યા હતાં. પરિણામે આ બેદરકારી પણ સાંખી લેવાય નહી. અને પગલા લેવામાં આવ્યા છે. પાઈપ લાઈન નાખવાની કામગીરી દરમિયાન વચ્ચે આવતા પોણા બસ્સો જેટલા વૃક્ષો પણ મંજૂરી વગર કાપી નાખવામાં આવ્યા હતાં.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રકરણમાં જે તે સમયના એ.સી.એફ. તેમજ આર.એફ.ઓ. કે જે હાલમાં એ.સી.એફ. તરીકે ફરજ બજાવે છે, આ બન્ને અધિકારીઓ તેમજ ચાર કર્મચારીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે. હવે આગામી સમયમાં સરકાર કક્ષાએથી તમામ સામે પગલા લેવાશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=304127

પ્રકૃતિને જાળવવા સોરઠ અને સૌરાષ્ટ્રમાં નવતર અભિગમ.


જૂનાગઢ ૪, જૂલાઇ
પ્રકૃતિ અદ્દભુત રચના એવા પક્ષીઓની જાળવણી માટે જૂનાગઢની નવરંગ નેચર ક્લબ દ્વારા નવતર અભિયાન હાથ ધરાયું છે. જેમાં ચોમાસુ પાક દરમિયાન ખેડૂતોને એક લાઈન જુવાર કે બાજરો વાવવા માટે અપીલ કરવામાં આવી છે. આ વખતે આ અભિયાનમાં સોરઠ અને સૌરાષ્ટ્રમાં પ૦ હજાર ખેડૂતો જોડાશે તેવી આશા ક્લબ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢની નવરંગ નેચર ક્લબ દ્વારા શરૃ કરાયેલા આ નવતર અભિગમ વિશે યુવા અગ્રણી રસિકભાઈ ચનિયારાએ જણાવ્યું છે કે, જુવાર અને બાજરા જેવા પાકનું વાવેતર ઘટતા તેની અસર પક્ષીઓના ખોરાક પર પડી છે. હકિકતમાં આ અનાજ માટે આવતા પક્ષીઓ ખેતરના ઉભા મોલને ઉપદ્રવી ઈયળોથી બચાવે છે. પરિણામે જંતુનાશક દવાઓની જરૃર પડતી નથી. કુદરતે ગોઠવેલા ખોરાક ચક્ર અનુસાર આ બધુ નિયમન આપમેળે થાય છે. માટે ખેડૂતો ચોમાસુ વાવણી વખતે ખેતરમાં એક લાઈન જુવાર કે બાજરો વાવીને રાખી મૂકશે એટલે પક્ષીઓને પુરતા પ્રમાણમાં ખોરાક મળી રહેશે. તેમજ મહત્વના એવા પક્ષીઓની જાળવણી પણ થતી રહેશે. ખેતરના શેઢે આવી એકાદ-બે લાઈન વાવવા માટે વર્ષ ર૦૦૯ થી અભિયાન શરૃ કરવામાં આવ્યું છે. જેમા ગત વર્ષે ૪૦ હજાર ખેડૂતો જોડાયા હતાં. જો કે એક લાઈનના બદલે ખેડૂતો આ સેવાયજ્ઞામાં યથાશક્તિ યોગદાન આપીને પ્રકૃતિના જતનમાં ભાગ લઈ શકેે છે. વધારામાં ચકલીઓની સંખ્યા જળવાઈ રહે તે માટે કૃત્રિમ માળા મૂકવાનું આયોજન પણ કરાયું છે. પક્ષી બચાવવાના આ અભિયાનમાં આ વર્ષે પ૦ હજાર ખેડૂતો જોડાશે તેવી આશા ક્લબ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=304705

સંવનન દરમિયાન સિંહ ‘જંગલી’ થઇ જતાં સિંહણ લોહીલુહાણ.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 6:38 AM [IST](01/07/2011)
 ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં શેમરડી વિસ્તારમાં આક્રમક સાવજ સાથે સંવનન દરમીયાન એક સિંહણ ઘાયલ થઇ જતા પાછલા ચાર દિવસથી તે ઘાયલ અવસ્થામાં આંટા મારતી હતી. આજે તે પીડાના કારણે ચાલી પણ શકતી ન હોય ગીર પૂર્વ અને પશ્ચિમના સ્ટાફે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ સિંહણને ઝડપી સારવાર માટે સક્કરબાગ ઝુમાં મોકલી આપી છે.
સંવનન માટે આક્રમક બનેલો સિંહ માદા મેળવવા માટે મથતા તેના હરીફ સિંહ સાથે જાનની બાજી લગાવી લડે છે. સંવનનમાં ખલેલ પહોંચાડનાર કોઇપણ પ્રાણી પર હુમલો કરી દે છે. એવું માનવામાં આવે છે કે મેટિંગ પીડીયડ દરમીયાન સિંહના પંજાના નહોરથી આ સિંહણ માથાના ભાગે ઘાયલ થઇ હતી.
આંખની ઉપરના ભાગે તેને પડેલો ઘા બાદમાં વકર્યો હતો. આ સિંહણ ઘાયલ અવસ્થામાં બેઠી હોય અને ઉભી થઇ શકતી ન હોય તેવી ભાળ મળતા ધારીને રેસ્કયુ ટીમ અને ગીર પશ્ચિમના સ્ટાફે સંયુક્ત રીતે આ સિંહણને પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી.

જૂનાગઢ જાવ તો આ સ્થળોની મુલાકાત અચૂક લેજો.



Source: Bhaskar News, Junagadh   |   Last Updated 5:57 PM [IST](30/06/2011)
આવો આપણાં ઐતિહાસિક વારસાની ઢાલ બનીએ, આપણી વિરાસત આપણે જ જાળવવી પડશે

દિવ્ય ભાસ્કરે જૂનાગઢ શહેરનાં વિસરાયેલાં અને તંત્ર દ્વારા ઉપેક્ષિત ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટે લોકો સ્વયં જાગૃત બને એટલું જ નહીં આવતીકાલનો નાગરિક એવા બાળકોનાં મનમાં પણ શહેરનાં ઐતિહાસિક વારસાનાં જતનનું વિચારબીજ રોપાય તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ સાથે હેરિટેજ વોકનું આયોજન કર્યું છે.



 

બહાઉદ્દીન મકબરો - આ વઝીર બહાઉદ્દીનભાઇનો મકબરો છે. તેનાં બાંધકામ પાછળ કુલ રૂ. ૮૪,૫૫૯ નો ખર્ચ થયો હતો. પરંતુ હાલ જાળવણીનાં અભાવે તેની ભવ્યતાને ઝાંખપ લાગી છે.
 

મહાબત મકબરો - મહાબત મકબરાનું બાંધકામ જૂનાગઢનાં મહાબતખાનજી બીજાએ ઇ.સ. ૧૮૮૦ માં કરાવ્યું હતું. પરંતુ તે પૂર્ણ થાય એ પહેલાં તેમનું અવસાન થયું હતું. તેમના આત્માની શાંતિ માટે બહાઉદ્દીનભાઇની દરખાસ્તથી નવાબ બહાદુરખાનજી ત્રીજાએ મકબરાનું કામ પૂર્ણ કરાવ્યું. બાંધકામ કુલ રૂ. ૩,૯૭,૬૪૭ નાં ખર્ચે પૂર્ણ થયું હતું.
 

દરબાર હોલ મ્યુઝિયમ - જૂનાગઢની એસપી કચેરી સામે આવેલો દરબાર હોલ એટલે નવાબ જ્યાં પોતાનો દરબાર ભરીને બેસતા એ સ્થળ. હાલ ત્યાં મ્યુઝિયમ બનાવાયું છે. તેમાં દુર્લભ ચિત્રો, નવાબી કાળનાં હથિયારો, વિવિધ ચીજવસ્તુઓ પણ સામેલ છે.
 

દરબાર હોલ મ્યુઝિયમ - જૂનાગઢની એસપી કચેરી સામે આવેલો દરબાર હોલ એટલે નવાબ જ્યાં પોતાનો દરબાર ભરીને બેસતા એ સ્થળ. હાલ ત્યાં મ્યુઝિયમ બનાવાયું છે. તેમાં દુર્લભ ચિત્રો, નવાબી કાળનાં હથિયારો, વિવિધ ચીજવસ્તુઓ પણ સામેલ છે.
 

અશોકનો શિલાલેખ - જૂનાગઢ શહેરની પૂર્વમાં આશરે એક માઇલનાં અંતરે મૌર્ય સમ્રાટ અશોકનાં ઇ.સ. પૂર્વે ૨૫૬ માં લખાયેલા ૧૪ ધર્મશાસનો આવેલાં છે.
 

 
ઉપરકોટ - જૂનાગઢમાં ઉપરકોટનો કિલ્લો ૨,૨૦૦ વર્ષ પહેલાં રા‘ગ્રહરિપુએ બંધાવ્યો હતો. રા‘નવઘણ, રા‘ખેંગાર વગેરે રાજાઓની વીરગાથા તેમજ રાણકદેવીનાં સતીત્વની કથા આ કિલ્લાની સાથે વણાયેલી છે. અહીં બારેમાર પ્રવાસીઓની ભીડ રહે છે.
 

 

 
 

 

બારા શહીદ - જૂનાગઢમાં ધારાગઢ દરવાજા પાસે બારા શહીદ નામથી ઓળખાતી એક જગ્યા છે. ત્યાં બાર કબરો છે.
 

બૌદ્ધ ગુફાઓ - ઉપરકોટનાં કિલ્લામાં આવેલી બૌદ્ધ ગુફાઓ એ સમયની બાંધકામ કળાનો અદભૂત નમુનો છે. અહીં ભોંયતિળયે પણ પવન અને સૂર્યપ્રકાશ પ્રવેશી શકે એ રીતની રચના કરાઇ છે. તો વળી નહાવા માટેનાં કુંડ, બૌદ્ધ ભિક્ષુકોને બેસવા તેમજ તપશ્વર્યા કરવા માટેનાં ખંડોની પણ રચના કરાઇ છે.
નવાબી કાળનું અણમોલ નજરાણું ટાવર - જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન ચોકમાં આવેલો ઉંચો ટાવર નવાબી કાળનું અણમોલ નજરાણું છે. હાલ તેમાં ઘડીયાળ નથી. સ્ટેશન ચોકમાંથી આ ટાવર નીચેથી જ પસાર થઇ બીજી તરફ જતાં ટાવરમાં ચઢવાની સીડી આવે છે. તેનાં પ્રથમ માળેથી નીહાળતાં શહેરનાં કેટલાક વિસ્તારોનું વિહંગ ર્દશ્ય નજરે ચઢે છે.
 

અભયારણ્યમાં મકાનની સ્કિમો સામે નારાજગી.

Source: Bhaskar News, Talala   |   Last Updated 3:01 AM [IST](05/07/2011)
- સાસણના (ગીર) આસપાસ હાઉસીંગ કોલોનીનાં નામે પ્લોટો વેચવાની થતી પેરવી સામે કલેક્ટરને રજુઆત કરાશે
સમગ્ર વિશ્વમાં એક તરફ પર્યાવરણ તેમજ વન્યજીવોનાં રક્ષણ માટે અભિયાનો ચલાવવામાં આવે છે તો બીજી તરફ રાજ્યનાં વિશ્વ પ્રસિધ્ધ ગીર અભયારણ્યમાં હાઉસીંગ કોલોની બનાવીનેે વેંચવાની પેરવી કરતા હોવાનું પર્યાવરણપ્રેમીઓનાં ધ્યાને આવતા તપાસની માંગ ઉઠી છે.
સાસણ (ગીર) આસપાસનાં ગીર અભયારણ્યમાં હાઉસીંગ કોલોનીઓ બનાવવા કુલ ૨૮ અરજીઓ કરવામાં આવી છે. પરંતુ રાજ્યનાં વનવિભાગે આ અંગે હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી. અભયારણ્યનાં પ્રતિબંધીત વિસ્તારો આસપાસ રહેણાંક મકાનો માટે પ્લોટો ખરીદો તે અંતર્ગત સ્કીમો જાહેર કરાઇ છે. આ પ્રવૃતિ સામે પર્યાવરણ પ્રેમીઓમાંથી પોતાનાં અંગતહિતો માટે વન્યજીવોને ખલેલ પહોંચાડવાનાં કારસા કરનારા લોકો સામે રોષ ઉઠ્યો છે. કેન્દ્ર સરકારે ગીર અભયારણ્યની આસપાસનાં વિસ્તારને પર્યાવરણ સંવેદનશીલ જાહેર કર્યો છે. સમગ્ર વિશ્વમાં એશિયાટીક સિંહો માત્ર ગીર અભયારણ્યમાં જ જોવા મળે છે. અભયારણ્ય ઘોષિત થયા બાદ આસપાસનાં પાંચ કિ.મી.ની ત્રજિયામાં કોઇ જ નવી યોજનાઓ અમલમાં મૂકી શકાતી નથી. અને જો કોઇ યોજના વન્યસૃષ્ટિને સંબધિત બનાવવી પડે તો પહેલા વનવિભાગની મંજૂરી બાદ અંતિમ પરવાનગી જિલ્લા કલેક્ટર પાસેથી લેવાની હોય છે. પરંતુ સાસણ આસપાસ હોટલો માટે ઉંચાભાવે જમીન ખરીદ કરી અટવાયેલા અમુક લોકો દ્વારા આવાસની સ્કીમો રજુ થાય છે તે બાબતે પર્યાવરણ પ્રેમીઓમાંથી રોષ સાથે તપાસની માંગ ઉઠી છે.
આ બાબતે વનવિભાગ અને જિલ્લા કલેક્ટર સમક્ષ ક્યા પ્રકારનાં રહેેણાંક મકાનો માટે મંજુરી માંગી છે ? પ્લોટો વેંચવા માટે બિન ખેતી સહિતની મંજુરી મળી છે કે કેમ ? વનવિભાગે નો ઓબ્ઝેકશન સર્ટીફીકેટ આપેલ છે કે કેમ ? તે અંગે વનવિભાગ સ્પષ્ટતા કરે અને જિલ્લા કલેક્ટર તાકીદે તટસ્થ તપાસ કરે તે જરૂરી તેવી માંગ ઉઠી છે. સ્થાનિક સહિત જિલ્લાના પર્યાવરણ પ્રેમીઓના સમૂહે વિશેષમાં ઉમેર્યું છે કે, સિંહોના આ પ્રદેશમાં માનવીય વસાહત જેટલી દૂર રહે તો જંગલનો રાજા મુક્ત બને તેવું તારણ હોવા છતાં આવી પ્રવૃતિ સામે લગામની માંગણી ઉઠી છે.
સ્મશાનને નહી અને રહેણાંક મકાનો માટે મંજુરી ?
ગીરનું જંગલ અભયારણ્ય ૧૯૬૭માં જાહેર થયા બાદ આજે ૪૦ વર્ષથી સાસણ (ગીર)ગામનાં પાદરમાં સ્મશાન બનાવવાનું બાંધકામ કરવા વનવિભાગ મંજુરી આપતું નથી. જેના લીધે અવારનવાર સાસણનાં ગ્રામજનો અને વનવિભાગ વચ્ચે ઘર્ષણ થાય છે. સાર્વજનીક કામગીરી જેવા સ્મશાન માટે પણ વનવિભાગ મંજુરી આપી શકતુ ન હોય તો સિંહોનાં રહેઠાણમાં મકાન ખરીદોની જાહેરાતો ક્યાં પ્રકારે થાય છે તેની તપાસ વનવિભાગે કરવી જરૂરી બની છે. ગીર જંગલ આસપાસનાં સેટલમેન્ટનાં ગામો અને પસાર થતા રેવન્યુ રસ્તાઓ કે ખેતરોમાં ખેડુતોને પણ પાણીની લાઇનો નાંખવાની મંજુરી ન આપતા વનવિભાગે તાકીદે આ અંગે તપાસ કરી સ્પષ્ટતા કરે તેવી પર્યાવરણપ્રેમીઓમાંથી માંગ ઉઠી છે.

‘ખૂંખાર’ દીપડો મહિલાને જડબાથી પકડી વોંકળા સુધી ખેંચી ગયો.

Source: Bhaskar News, Una   |   Last Updated 12:02 AM [IST](05/07/2011)
- ઊનાનાં રાતડ ગામની સીમમાં દિન દહાડે
- પતિ સહિતનાં લોકોએ દોટ મૂકી હાકલા-પડકારા કરતા જાન બચ્યો
ઊનાના રાતડ ગામની સીમમાં આજે બપોરના સુમારે ખુંખાર દીપડાએ મહિલાના માથાનો ભાગ જડબામાં ભીંસી તેણીને વોંકળા સુધી ખેંચી ગયો હતો. જો કે, મહિલાના પતિ સહિતના લોકોએ હાકલા-પડકારા કરી દીપડાનો પીછો કરતાં તેણી બચી જવા પામી હતી.આ દિલધડક બનાવની મળતી વિગત મુજબ ઊના તાલુકાના રાતડ ગામે રહેતાં રાણાભાઈ મેવાડાનાં પત્ની લીલાબેન (ઉ.વ.૪૦) ગામની સીમમાં આવેલા ખેતરના મકાનની ઓશરીમાં આજે બપોરના બે વાગ્યાની આસપાસ દરણું તૈયાર કરતા હતા ત્યારે અચાનક ચોર પગલે ખુંખાર દીપડો આવી ચઢયો હતો અને પાછળથી લીલાબેનનાં માથાનો ભાગ જડબામાં પકડી લઈ તેમને વોંકળા તરફ ઢસડીને લઈ જતો હતો ત્યારે લીલાબેને રાડારાડ કરી મુક્તાં ખેતરમાં પાઈપ લાઈનનું કામ કરતા રાણાભાઈને અવાજ સંભળાતા તે તરફ નજર નાંખતા પોતાની પત્નીને દીપડો ઢસડી જતો હોવાનું દ્રશ્ય નીહાળી તેમણે દીપડા પાછળ દોટ મુકી હતી. ત્યાં સુધીમાં આસપાસનાં ખેતરમાં કામ કરતાં લોકોએ પણ હાકલા-પડકારા સાથે દોટ મુક્તા ગભરાયેલો દીપડો લીલાબેનને જડબામાંથી મુક્ત કરી નાસી ગયો હતો. દીપડાના હુમલાથી લીલાબેનને માથાના અને હાથના ભાગમાં ઈજા પહોંચતા ૧૦૮ મારફત ઊના હોસ્પિટલ ખાતે વધુ સારવારમાં ખસેડાયા હતાં.
ધોળા દિવસે દીપડાનાં આંટાફેરાથી ફફડાટ -
ધોળા દિવસે ઊનાના જંગલ બોર્ડર નજીકના ગામોમાં વન્યપ્રાણીનાં આંટાફેરાથી લોકોમાં ફફડાટ છવાયો છે. રાતડ ગ્રામ પંચાયતના ઉપસરપંચ ભીમજીભાઈ મેવાડાએ આ અંગે જશાધાર રેન્જના આરએફઓને જાણ કરાતા સ્ટાફે દીપડાનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે.

પ્રેમાલાપમાં મસ્ત યુગલ 12 ફુટ નીચે ખાબક્યું.

Source: Bhaskar News, Visavadar   |   Last Updated 11:41 AM [IST](04/07/2011)
 - વિસાવદરનાં સતાધાર રોડ પર વનવિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને બચાવી લીધાં
વિસાવદરનાં સતાધાર રોડ પર પંચવટી આશ્રમની બાજુમાં આવેલા નગરપાલિકાનાં ખુલ્લા સમ્પમાં સંવનનની મસ્તીમાં ભાન ભૂલેલા દીપડો-દીપડી ખાબકી જતાં વન વિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી બંનેને બચાવી લીધા હતા.
વિસાવદરથી ત્રણ કિ.મી.નાં અંતરે સતાધાર રોડ પર પંચવટી આશ્રમની બાજુમાં શહેરને પાણી પુરૂ પાડતો નગરપાલિકાનો સમ્પ આવેલો છે. આ સમ્પની બાજુમાં વર્ષોથી બંધ પડેલો બીજો સમ્પ આવેલો છે. આ પાણી વગરનાં બાર ફુટ ઉંડા ખુલ્લા સમ્પમાં શનિવારનાં રાત્રીનાં સમયે સંવનનની મસ્તીમાં ભાન ભૂલેલા દીપડો-દીપડી ખાબકી ગયા હતા.
આજે સવારનાં નગરપાલિકાનો કર્મચારી આ સ્થળ પર જતા અને બંધ પડેલા સમ્પમાં નજર નાંખતા દીપડા-દીપડીને અંદર જીવિત સ્થિતીમાં જોતા નીચે આવી તાત્કાલીક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને ટ્રાન્કવીલાઇઝર ઇંન્જેકશનથી બેભાન કરી અંદર સીડી ઉતારી બંને બહાર કાઢીને સાસણ એનિમલ કેર ખાતે મોકલી અપાયા હતા.
ઢાંકણાં ચોરાઇ જતાં સમ્પ ખુલ્લો થઇ ગયો –
નગરપાલિકાનાં કર્મચારી સાથેની વાતચીતમાં તેણે જણાવ્યુ હતુ કે, સમ્પમાં ઢાંકણા હતા પરંતુ બે દિવસ પહેલા જ તેની ચોરી થઇ જતા સમ્પની બંનેને ખુલ્લા સાઇડને કાંટાનાં થરથી ઢાંકી દેવાય હતી પરંતુ ભારે પવનનાં કારણે કાંટાનાં થર ઉડી જતા સમ્પ ફરી ખુલ્લો થઇ ગયો હતો. બે માસપૂર્વે આ સમ્પમાં ખાબકેલી દીપડી મોતને ભેટી હતી.

દીપડીનું બચ્ચું સક્કરબાગ ઝુને હવાલે કરાયું.

Source: Bhaskar News, Visavadar   |   Last Updated 12:24 AM [IST](05/07/2011
વિસાવદરનાં ખંભાળિયાની સીમમાંથી બે દિવસ પહેલાં મળી આવેલા દીપડીનાં નવજાત બચ્ચાને વનવિભાગે સક્કરબાગને હવાલે સોંપી દીધું હતું.
ખંભાળિયા (ઓઝત) ગામનાં ખીજડીયાની સીમમાં ખેડૂત ઠાકરશીભાઇ વેકરીયાની વાડી નજીક આવેલા વોંકળામાંથી ગત તા. રનાં આશરે પાંચથી સાત દિવસનું દીપડીનું નવજાત બચ્ચું મળી આવ્યું હતું.
ત્યારબાદ વનવિભાગને જાણ કરાતાં સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી બચ્ચાને આજ સ્થળે રાખી સાર સંભાળ લઇ દીપડીનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી હતી.