Thursday, August 31, 2017

જૂનાગઢમાં રજાની મજા માણવા પ્રવાસીઓ સક્કરબાગ પહોંચ્યા


DivyaBhaskar News Network | Last Modified - Aug 15, 2017, 02:45 AM IST
લોકો જટાશંકર,નારાયણધરાએ પણ મજામાણી : ઉપરકોટ સહિતના સ્થળોએ ભીડ જન્માષ્ટમીપર્વની રજાઓ માણવા રાજ્યભરમાંથી...
જૂનાગઢમાં રજાની મજા માણવા પ્રવાસીઓ સક્કરબાગ પહોંચ્યા
જૂનાગઢમાં રજાની મજા માણવા પ્રવાસીઓ સક્કરબાગ પહોંચ્યા
લોકો જટાશંકર,નારાયણધરાએ પણ મજામાણી : ઉપરકોટ સહિતના સ્થળોએ ભીડ

જન્માષ્ટમીપર્વની રજાઓ માણવા રાજ્યભરમાંથી પ્રવાસીઓ જૂનાગઢ આવી રહ્યા છે. ખાસ કરીને સક્કરબાગ,અને અન્ય પર્યટન સ્થળોએ લોકોની સંખ્યા વધી રહી છે. તો જૂનાગઢીઓ પણ મેળાની મજા કરતા પ્રકૃતિની મજા માણવા જટાશંકર,પ્રકૃતિધામ,કે પછી નારાયણધરા,દામોકુંડ સહિતના સ્થળોએ પહોચ્યા હતા.

જૂનાગઢમાં લોકો રજાની મજા માણવા પ્રકૃતિ તેમજ વન્યપ્રાણીઓ સાથે માણી રહ્યા છે. ભવનાથમાં પ્રથમવાર યોજાયેલા મેળામાં જવાને બદલે લોકો સક્કરબાગ ઝૂં,જટાશંકર,નારાયણધરા,પ્રકૃતિધામ જેવા સ્થળોએ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે બપોર સુધી મેળામાં માત્ર ગણ્યા ગાઠ્યાં લોકોની હાજરી હતી. જેની સામે સ્થળો પર ભીડ વધી રહી હતી. ખાસ કરીને જૂનાગઢ બહારથી આવતા પ્રવાસીઓ સક્કરબાગમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી સક્કરબાગમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

ગત શનિવારથી રાજકોટ તેમજ અન્ય શહેરોમાં આવતા લોકોની સંખ્યા દિવસ દિવસે વધી રહી છે. ટ્રેન અને એસટી કે પછી ખાનગી બસમાં ચિક્કાર ભીડ જોવા મળી રહી છે. માર્ગમાં પણ કાર અને બાઇકચાલકો જૂનાગઢ તરફ આવી રહ્યા છે.

રાજકોટથી આવતી ટ્રેનમાં ચિક્કાર ભીડ

બાંટવામાં જીવદયા પ્રેમીએ મોરની સારવાર કરાવી

DivyaBhaskar News Network | Last Modified - Aug 15, 2017, 02:45 AM IST

વનતંત્ર ફરજ ચુકયું, અધિકારીઓ દ્વારા એકબીજાને ખો બાંટવામાંનાના ઝાંપા વિસ્તારમાં સોમવારે સવારનાં અરસામાં...
બાંટવામાં જીવદયા પ્રેમીએ મોરની સારવાર કરાવી
વનતંત્ર ફરજ ચુકયું, અધિકારીઓ દ્વારા એકબીજાને ખો

બાંટવામાંનાના ઝાંપા વિસ્તારમાં સોમવારે સવારનાં અરસામાં બાવળની ઝાડીમાંથી ઘવાયેલી હાલતમાં મોર મળી આવતાં જીવદયા પ્રેમીએ તાત્કાલીક સારવાર કરાવી હતી. બાબતે જૂનાગઢનાં વનતંત્રનાં ઉચ્ચ અધિકારી પ્રદિપસિંહને ફોન કરતાં હકિકત જાણ્યા વગર બીજા અધિકારીનો મોબાઇલ નંબર 9978405156 આપી ત્યાં વાત કરવા જણાવી દીધુ હતું. મોબાઇલ પર ફોન પર કોઇ હિંદીભાષી અધિકારીએ કહયું કે તમારા પર ફોન આવશે અને તમો સંપુર્ણ વિગત આપી દેજો. આમ એક કલાક પછી આરએફઓનો ફોન આવેલ અને અમારા માણસો ત્યાં પહોંચે છે અને તમે ત્યાં સ્થળ પર રહેજો.

આમ વન તંત્રનાં અધિકારીઓનાં ખો વચ્ચે ઘાયલ મોરનો જીવ જઇ શકે તેમ હોય માણાવદર પશુ દવાખાને લઇ જતા ત્યાં ડો.ફળદુએ મોરને સારવાર આપી હતી. સારવાર માટે જૂનાગઢ ખસેડ્યો હતો.

તાલાલા પંથકમાં જન્માષ્ટમીએ ઇકોઝોન લખેલી મટકી ફોડી વિરોધ પ્રદર્શન કરાયું

haskar News, Talala | Last Modified - Aug 18, 2017, 02:00 AM IST
ઈકોઝોન લાગુ થાય તો 70 વર્ષ બાદ ગીર પંથકનાં લોકો ફરી ગુલામીમાં ધકેલાશે : ખેડૂતો
તાલાલા પંથકમાં જન્માષ્ટમીએ ઇકોઝોન લખેલી મટકી ફોડી વિરોધ પ્રદર્શન કરાયું
તાલાલા પંથકમાં જન્માષ્ટમીએ ઇકોઝોન લખેલી મટકી ફોડી વિરોધ પ્રદર્શન કરાયું
તાલાલા: તાલાલામાં છેલ્લા ઘણા દિવસોથી ઇકોઝોન મુદ્દે વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે અને આ કાળાકાયદાને નાબુદ કરવા અવનવા કાર્યક્રમો થઇ રહ્યા છે.ગીરપંથકનાં લોકોએ રક્ષાબંધનમાં રાખડીથી, વિશ્વ સિંહ દિવસે સિંહની વેદનાનું આવેદન આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે જન્માષ્ટમી અને સ્વાતંત્ર પર્વ નિમીતે તાલાલા પંથકનાં ચિત્રોડ, ભોજદે અને પીપળવા જેવા ગામોમાં ઇકોઝોનનાં લખાણ વાળા સ્ટીકર લગાવી મટકી ફોડવામાં આવી હતી.
અને ખેડુતોને પાકનો પોષણક્ષમ ભાવ, દેવુ માફ કરવાની માંગણી સાથે સરકાર વિનમ્ર ભાષાથી નહિ સમજે તો ભગતસિંહનું સ્વરૂપ ધારણ કરી લડત ચલાવવામાં આવશે એવું આગેવાન પ્રવિણભાઇ રામે જણાવ્યું હતુ. અને તેવું પણ જણાવવામાં આવ્યું હતું કે દેશ આઝાદ થયો તેનાં 70 વર્ષ થયા પરંતુ જો ગીરપંથકમાં સરકાર ઇકોઝોન જેવો કાળો કાયદો લગાવશે તો ગીર પંથકનાં લોકો ફરીથી ગુલામીમાં ધકેલાય જશે અને જો આ કાયદો આવશે તો આંદોલન પણ થશે.

સિંહો કેટલા માલઢોરનો શિકાર કરે અને કેટલા જંગલી પ્રાણીનો ? : કરાશે સર્વે

DivyaBhaskar News Network | Last Modified - Aug 19, 2017, 06:20 AM IST
દીપડા કરતા સાવજોએ માલઢોરનું વધુ મારણ કર્યું વનવિભાગ દ્વારા વિવિધ પદ્ધતિ થકી અંદાજ કાઢવામાં આવશે ગિરનુંજંગલ...
સિંહો કેટલા માલઢોરનો શિકાર કરે અને કેટલા જંગલી પ્રાણીનો ? : કરાશે સર્વે
દીપડા કરતા સાવજોએ માલઢોરનું વધુ મારણ કર્યું

વનવિભાગ દ્વારા વિવિધ પદ્ધતિ થકી અંદાજ કાઢવામાં આવશે

ગિરનુંજંગલ વિસ્તરતુંજ જાય છે. આથી તેમાં વસતા સિંહ-દિપડા જેવા રાની પશુઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધી રહી છે. અને તેને લીધે દક્ષિણ સૌરાષ્ટ્રનાં જંગલ વિસ્તારોમાં ખાસ સિંહોને જોવા માટે પ્રવાસન પ્રવૃત્તિ ખુબજ વધી ગઇ છે. પરંતુ પ્રાણીઓ જંગલમાં વસતા તૃણભક્ષી પ્રાણીઓની વધુ શિકાર કરે છે કે, માલઢોરનો સવાલનો જવાબ મેળવવા ખુદ વનતંત્ર એક સર્વે હાથ ધરી રહ્યાની વિગતો સાંપડી છે.

ગિરનાં જંગલમાં વસતા સિંહ-દિપડા મુખ્યત્વે જંગલનાં નીલગાય, હરણ જેવાં તૃણાહારી પ્રાણીઓ તેમજ જંગલ બોર્ડરની આસપાસ રેવન્યુ વિસ્તારમાં જઇને માલઢોરનું મારણ કરી પોતાનો જઠરાગ્નિ ઠારતા હોય છે. જો માલઢોરનું મારણ કર્યું હોય તો વનવિભાગ તેનાં માલિકને વળતર આપે છે. જ્યારે તૃણાહારીનાં મારણનો કોઇ અંદાજ હોતો નથી.

પરંતુ વનવિભાગ હવે અંગેનો એક સર્વે હાથ ધરી રહ્યાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જે મુજબ, માલઢોરનો અંદાજ તો વનવિભાગે ચૂકવેલા વળતર પરથી આસાનીથી મળી રહેશે. પરંતુ તૃણાહારીનો અંદાજ કાઢવા હાલ છેક બીટ ગાર્ડ લેવલે કવાયત હાથ ધરાશે. હાલ છેલ્લા એક માસમાં થયેલા મારણનો અંદાજ કાઢવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

માટે જેતે બીટ વિસ્તારમાં મૃતકનાં હાડકાં જેવા અવશેષો પરથી તેના મારણનો અંદાજ કાઢવામાં આવશે.

નીલગાયનો શિકાર સિંહ કરે

જંગલમાંસામાન્ય રીતે પુખ્ત નીલગાયનો શિકાર સિંહ કરે છે. કારણકે, તેના શરીરમાં તાકાત અને વજન તેને મદદરૂપ બને. જ્યારે દિપડો એકલો નીલગાયનો શિકાર કરવાની હિંમત નથી કરતો. જો તેનું બચ્ચું હોય તો તેનો શિકાર કરે ખરો.

માંસનાંવજનનો અંદાજ પણ મેળવાશે

સિંહ-દિપડાપૈકી એક જીવ વધુમાં વધુ કેટલું માંસ એક વખતે આરોગી શકે તેનો અંદાજ માલઢોર તેમજ મૃતક તૃણભક્ષીનાં અવશેષોનાં આધારે મેળવવામાં આવશે.

ઇન્દ્રેશ્વર પાસેના જંગલમાં હવે સિંહદર્શન થઇ શકશે

DivyaBhaskar News Network | Last Modified - Aug 20, 2017, 05:00 AM IST
હવે ગિરનારના જંગલમાં પણ પ્રવાસીઓ ઊમટશે ગિરનારનાંજંગલમાં સાસણની માફકજ સિંહ દર્શન કરાવવા માટેની સાઇટ... 
હવે ગિરનારના જંગલમાં પણ પ્રવાસીઓ ઊમટશે

ગિરનારનાંજંગલમાં સાસણની માફકજ સિંહ દર્શન કરાવવા માટેની સાઇટ વિકસાવવાની દરખાસ્ત વનવિભાગે કેન્દ્ર સરકારને મોકલી છે. જેના પર મંજૂરીની મ્હોર લાગી ગઇ હોવાની વિગતો જાણવા મળી છે. જોકે, તેની વિગતવાર માહિતી હજુ મેળવાઇ રહી છે. અને અંગે હજુ અસમંજસ છે. ખાસ કરીને વનવિભાગે જે પ્રકારની દરખાસ્ત મોકલી હતી તેમાં કેન્દ્રિય વનવિભાગે કોઇ ફેરફાર સાથે દરખાસ્ત મંજૂર કરી છે કે તેને યથાવત રાખી છે તેના પર બધો મદાર છે. ગિરનાર જંગલમાં સાસણની માફકજ સિંહ દર્શન માટેની સાઇટ વિકસાવવાની દરખાસ્ત વનવિભાગે કેન્દ્ર સરકારને મોકલી આપી હતી. જેમાં ઇન્દ્રેશ્વર રાઉન્ડનાં જંગલથી લઇને સરક્યુલર રૂટ ઉપર જાંબુડી રાઉન્ડ થાણા તરફનાં રસ્તા પર સાઇટ વિકસાવવા માટેની દરખાસ્ત મોકલાઇ હતી. દરમ્યાન દરખાસ્ત મંજૂર કરાયાનું જાણવા મળ્યું છે.

દુધાળામાંથી એક કલાકમાં જ દીપડો પાંજરે પુરાઇ ગયો

Bhasakr News, Visavadar | Last Modified - Aug 20, 2017, 03:30 AM IST
દીપડાને જોવા લોકોનાં ટોળે ટોળા ઉમટયાં
દુધાળામાંથી એક કલાકમાં જ દીપડો પાંજરે પુરાઇ ગયો
દુધાળામાંથી એક કલાકમાં જ દીપડો પાંજરે પુરાઇ ગયો
વિસાવદર: વિસાવદરનાં દુધાળા ગામે મારણનાં બનાવો વધતાં આરએફઓ વાઘેલાની સુચનાથી ફોરેસ્ટર ગઢવી સહિતનાં સ્ટાફે તા.16નાં રાત્રીનાં રતીભાઇ બાવાભાઇ કોટડીયાનાં વંડા પાસે મારણ સાથે પાંજરૂ ગોઠવી દેતા એક કલાકમાં જ પાંચ વર્ષની ઉંમરનો દીપડો પાંજરે પુરાઇ જતાં તેને જોવા લોકોનાં ટોળા ઉમટયાં હતાં.

14 સિંહોનું વસવાટ બન્યું આ ગામ, જોવા મળે છે અનોખા દ્રશ્યો

Jayesh Gondhiya, Girgadhda | Last Modified - Aug 24, 2017, 04:10 PM IST

ગીરગઢડા: ગીરગઢડા તાલુકાના નાના અેવા ઝુડવલી ગામમાં સિંહદર્શન સામાન્ય બની ગયું છે. છેલ્લા 10 દિવસથી ગામની સીમમાં 9 સિંહણ, 1 સિંહ અને 4 સિંહ બાળનો વસવાટ શરૂ થયો છે. સમી સાંજે આ સિંહ પરિવાર ગામની આસપાસ આવી પહોંચે છે. તેમાંય રાત્રે ગ્રામજનો પોઢી ગયા બાદ આ સાવજ પરિવાર ગામમાં લટાર મારવા નિકળી જાય છે. અને રાત્રી દરમિયાન શિકાર કરી મિજબાની માણે છે. દિવસના સમયે લોકોને સિંહ દર્શન થાય છે.
હાલમાં જંગલમાં સિંહોને મચ્છરનો ત્રાસ વધી ગયો હોઇ સિંહ પરિવાર જંગલ વિસ્તારની બોર્ડરને અડીને આવેલા ગામોમાં આવી ચઢે છે. ગ્રામજનોને પણ સિંહ સાથે પરિવાર જેમ દોસ્તી બંધાઇ ગઇ છે. સિંહના વસવાટથી અહીં લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળે છે. લોકો બીજે રહેતા પોતાના મિત્રો-સંબંધીને ઉત્સાહથી કહે છે, સિંહ જોવા હોય તો અમારા ઝુડવડલી ગામ આવો.

દિવ્ય ભાસ્કર દ્વારા માટીનાં ગણેશનું સ્થાપન અને વિસર્જન કરવા લોકોને

DivyaBhaskar News Network | Last Modified - Aug 25, 2017, 04:00 AM IST
દિવ્ય ભાસ્કર દ્વારા માટીનાં ગણેશનું સ્થાપન અને વિસર્જન કરવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢ દિવ્ય...
દિવ્ય ભાસ્કર દ્વારા માટીનાં ગણેશનું સ્થાપન અને વિસર્જન કરવા લોકોને
દિવ્ય ભાસ્કર દ્વારા માટીનાં ગણેશનું સ્થાપન અને વિસર્જન કરવા લોકોને
દિવ્ય ભાસ્કર દ્વારા માટીનાં ગણેશનું સ્થાપન અને વિસર્જન કરવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢ દિવ્ય ભાસ્કરે ગ્રામોદ્યોગ પ્રાથમિક શાળા, કન્યા શાળા નં.4, ચોકલી પ્રાથમિક શાળા અને ગાયત્રી ઇંગ્લીશ મિડીયમ સ્કુલનાં સહયોગથી આજે 100થી વધુ માટીનાં ગણેશજીની પ્રતિમા લોકોને અર્પણ કરવામાં આવી હતી. જૂનાગઢ વાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને માટીની પ્રતિમાઓ લઇ ગયા હતા. પોતાનાં ઘરે સ્થાપન કરી તેનું વિસર્જન ઘરે કરશે તેઓ સંકલ્પ પણ લીધો હતો. તસવીર- મેહુલ ચોટલીયા

દિવ્ય ભાસ્કરે 100થી વધુ માટીનાં ગણેશજીની પ્રતિમા લોકોને અર્પણ કરી

દીપડો બીલાડી પાછળ દોડયો ને બંને ઉંડા કુવામાં ખાબક્યાં

Bhaskar News, Ratang | Last Modified - Aug 26, 2017, 02:25 AM IST
વિસાવદર પંથકનાં બરડીયા સીમની ઘટના
દીપડો બીલાડી પાછળ દોડયો ને બંને ઉંડા કુવામાં ખાબક્યાં
દીપડો બીલાડી પાછળ દોડયો ને બંને ઉંડા કુવામાં ખાબક્યાં
રતાંગ: ગીર-પશ્ચિમ વિભાગનાં ડેડકડી રેન્જનાં જાંબુથાળા રાઉન્ડ હેઠળ આવતાં વિસાવદરનાં બરડીયાની સીમમાં દાદર તરફ જતાં રસ્તે મનસુખભાઇ કાળાભાઇ વઘાસીયાની વાડીમાં આવેલા પારાપીઠ બાંધેલા 72 ફુટ ઉંડા, 36 ફુટ પાણી ભરેલા કુવામાં શુક્રવારે પરોઢીયે બીલાડીનો શિકાર કરવા સાત વર્ષની ઉંમરનો દીપડો તેની પાછળ દોડયો અને બંને કુવામાં ખાબકી જતાં મોટો અવાજ આવતા ઓસરીમાં સુતેલા મજુરો જાગી ગયેલ અને ટોર્ચથી કુવામાં જોતાં દીપડો અને બીલાડી જોવા મળતાં વાડી માલીકને જાણ કરતાં જાંબુથાળા રાઉન્ડનાં ફોરેસ્ટર ગોહીલ, કોળીયા, ડેર, સીંધવ સહિતનાં સ્ટાફે સ્થળ પર પહોંચી દોરડાથી ખાટલાને કુવાની અંદર ઉતારતા તેમાં દીપડો અને બીલાડી બેસી ગયેલ અને બાદમાં સાસણથી રેસ્કયુ ટીમે આવી દોરડાનો ગાળીયો દીપડા પર નાંખી તેને બહાર ખેંચી પાંજરે પુરી સાસણ લઇ જવાયો હતો. જયારે દીપડાને બહાર ખેંચતી વખતે બીલાડી પાણીમાં પડી જતાં ફરી ખાટલો ઉતારી બીલાડીને પણ બચાવી લેવાઇ હતી.

પાણી વચ્ચે વનરાણીની મારણની મિજબાની

Bhaskar News, Junagadh | Last Modified - Aug 27, 2017, 02:26 AM IST
વનરાણી બપોરના સમયે પાણી વચ્ચે માલઢોરનો શિકાર કરી મારણની મિજબાની માણી રહી છે
+1 બીજી સ્લાઈડ્સ જુઓ
જૂનાગઢ: ગીર પંથકમા છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદી ઝાંપટા વરસી રહ્યા છે ત્યારે જંગલમાંથી હવે વરસાદના કારણે શાકાહારી પ્રાણીઓ જ્યારે ઘાસ ખાવા વન તરફ જતા હોય છે. ત્યારે એક વનરાણી બપોરના સમયે પાણી વચ્ચે માલઢોરનો શિકાર કરી મારણની મિજબાની માણી રહી છે એ દ્રશ્ય કેમેરામાં કલિક થઇ ગયું હતું.

આધુનિક ખેતી દ્વારા વર્ષે 600 મણ કેરીનું વધુ ઉત્પાદન મેળવ્યું

DivyaBhaskar News Network | Last Modified - Aug 26, 2017, 02:45 AM IST
જૂનાગઢ | વંથલીતાલુકાના ધંધુસર ગામના માલદેભાઇ થાપલીયાએ આધુનિક ખેતી વડે 600 મણ કેરીનું વધુ ઉત્પાદન મેળવ્યું છે. અંગે...
આધુનિક ખેતી દ્વારા વર્ષે 600 મણ કેરીનું વધુ ઉત્પાદન મેળવ્યું
આધુનિક ખેતી દ્વારા વર્ષે 600 મણ કેરીનું વધુ ઉત્પાદન મેળવ્યું
જૂનાગઢ | વંથલીતાલુકાના ધંધુસર ગામના માલદેભાઇ થાપલીયાએ આધુનિક ખેતી વડે 600 મણ કેરીનું વધુ ઉત્પાદન મેળવ્યું છે. અંગે તેમણે જણાવ્યું હતું કે અઢી વર્ષ પહેલા રિલાયન્સ ફાઉન્ડેશનની સેવાની જાણકારી મેળવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનની ફ્રી વોઇસ મેસેજની નોંધણી કરાવ્યા બાદ તેના 18004198800 ટોલ ફ્રિ નંબર દ્વારા આધુનિક ખેતીની પદ્ધતિની જાણકારી મેળવી તે મુજબ ખેતી કરતા છેલ્લા 2 વર્ષથી દર વર્ષે કેરીના ઉત્પાદનમાં 600 મણનો વધારો થયો છે જેથી મારી આવકમાં છેલ્લા 2 વર્ષમાં 4.20 લાખનો ફાયદો થયો છે.

જૂનાગઢમાં ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવી સ્થાપન કરવામાં આવ્યું

DivyaBhaskar News Network | Last Modified - Aug 27, 2017, 03:00 AM IST
જૂનાગઢ | જૂનાગઢમાંમાનસ નગરમાં રહેતા રિધ્ધિબેન કૃણાલભાઇ સોલંકી છેલ્લા ચાર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ પાેતાની...
જૂનાગઢમાં ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવી સ્થાપન કરવામાં આવ્યું
જૂનાગઢમાં ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવી સ્થાપન કરવામાં આવ્યું
જૂનાગઢ | જૂનાગઢમાંમાનસ નગરમાં રહેતા રિધ્ધિબેન કૃણાલભાઇ સોલંકી છેલ્લા ચાર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ પાેતાની જાતે ઘરે બનાવે છે તેની સ્થાપના કરે છે અને ઘરમાં વિસર્જન કરે છે. ત્યારે ચાલુ વર્ષે પણ રિધ્ધિબેન દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવ્યાં છે. કાર્યમાં તેમને ઘરના સભ્યો મદદ કરે છે.

ઉપરકોટનાં તળાવમાં સોલાર પેનલ મુકી 144 વોટ વીજ‌‌ળીથી સ્ટ્રીટલાઇટ શરૂ કરી

DivyaBhaskar News Network | Last Modified - Aug 28, 2017, 04:15 AM IST
જૂનાગઢનાઉપરકોટ તળાવમાં ખાનગી કંપની દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તળાવમાં સોલાર પેનલ તરતી મુકવામાં...
ઉપરકોટનાં તળાવમાં સોલાર પેનલ મુકી 144 વોટ વીજ‌‌ળીથી સ્ટ્રીટલાઇટ શરૂ કરી
ઉપરકોટનાં તળાવમાં સોલાર પેનલ મુકી 144 વોટ વીજ‌‌ળીથી સ્ટ્રીટલાઇટ શરૂ કરી
જૂનાગઢનાઉપરકોટ તળાવમાં ખાનગી કંપની દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તળાવમાં સોલાર પેનલ તરતી મુકવામાં આવી છે. જેનાથી એક સાથે 12 સ્ટ્રીટલાઇટ શરૂ થઇ શકે તેટલો 144 વોલ્ટ જેટલો વીજ પાવર ઉત્પન્ન કરાઇ છે.આ પ્રોજેક્ટ માત્ર પ્રાયોગિક ધોરણ પર છે. જો સફળ થાય તો મોટા સ્તરે વિકસી શકે તેમ છે.

વિશ્વના વિકસતી ગણાતા જાપાન દેશ તેમજ એશિયામાં સૌથી ઝડપથી વિકસી રહેલા ચીને નવી ટેકનીક અપનાવી છે. તેઓ સરોવરો કે નદીઓમાં તરતા સોલાર પેનલ મુકી વીજળી ઉત્પન્ન કરવા તરફ આગળ વધી રહ્યા છ.કેન્દ્ર સરકાર દ્વારા સોલાર સીસ્ટમની મદદથી વીજળી ઉત્પન્ન કરી તેનો ઉપયોગ કરવા પર ભાર મુકાઇ રહ્યો છે. મકાનમાં સોલાર પાવરની પેનલ મુકી વીજળી ઉત્પન્ન કરવા માટે સરકાર સહાય પણ આપી રહી છે. જોકે પ્રકારની સોલર સીસ્ટમ ઘરની છત પર કે સીધી સ્ટ્રીટલાઇટમાં મુકી વીજળી ઉત્પન્ન કરાઇ છે. જૂનાગઢમાં પ્રથમવાર તરતી સોલાર પેનલ મુકી વિજળી ઉત્પન્ન કરવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. શહેરના ઉપરકોટ આવેલા તળાવમાં એક ખાનગી કંપની દ્વારા તરતી સોલાર પેનલની બે પ્લેટ,સોલાર પેનલથી ઉત્પન્ન થતી વિજળી,કન્વર્ટર સહિતની વસ્તુઓ મુકવામાં આવી છે.જેનાથી 144 વોટ પાવર જનરેટ કરી 12 વોટની12 સ્ટ્રીટલાઇટ શરૂ થઇ શકે છે.હાલ પ્રોજેક્ટ માત્ર પ્રાયોગિક ધોરણે છે. જો સફળ થશે તો ભવિષ્યમાં અન્ય સ્થળે પણ વિકસી શકે તેમ છે.

પ્રોજેક્ટમાં અંદાજે 50 હજારની અાસપાસ ખર્ચ થવા જઇ રહ્યો છે. જો પ્રયોગ સફળ થશે તો ખર્ચ તેનાથી ઉત્પન્ન થતા પાવર અને તેનાથી બચતી વિજળીથી થોડા વર્ષોમાં વસુલ થઇ જાય છે.

સોલાર પ્લેટનો અંદાજિત 50 હજારનો ખર્ચ

પ્રાયોગિક ધોરણે વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ સફળ થશે તો અન્ય સ્થળે વિકસાવાશે

જૂનાગઢ | જૂનાગઢમાંભેંસાણ રોડ પર આવેલી ઓમ એન્જિનીયરીંગ કોલેજમાં વૃક્ષારોપણ

DivyaBhaskar News Network | Last Modified - Aug 28, 2017, 04:10 AM IST
જૂનાગઢ | જૂનાગઢમાંભેંસાણ રોડ પર આવેલી ઓમ એન્જિનીયરીંગ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોલેજ...
જૂનાગઢ | જૂનાગઢમાંભેંસાણ રોડ પર આવેલી ઓમ એન્જિનીયરીંગ કોલેજમાં વૃક્ષારોપણ
જૂનાગઢ | જૂનાગઢમાંભેંસાણ રોડ પર આવેલી ઓમ એન્જિનીયરીંગ કોલેજમાં વૃક્ષારોપણ
જૂનાગઢ | જૂનાગઢમાંભેંસાણ રોડ પર આવેલી ઓમ એન્જિનીયરીંગ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોલેજ દ્વારા 50 વૃક્ષો વાવીને જાળવણીનો સંકલ્પ લીધો હતો. તકે સંસ્થાના ડાયરેક્ટર એન.એમ.સુરેજા, હિતેશ પાઘડાર, પ્રો.મેઘા ચાવડા, પ્રો.જયમીન મારૂ તેમજ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઓમ એન્જિ. કોલેજમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

જૂનાગઢમાં પર્યાવરણનાં રક્ષણ માટે વનકર્મીઓ સજ્જ બન્યા

DivyaBhaskar News Network | Last Modified - Aug 29, 2017, 03:00 AM IST
નારાયણ ધરા ખાતે આડેધડ થતું મૂર્તિ વિસર્જન અટકાવશે

જૂનાગઢમાંગણેશ ઉત્સવ સમાપન તરફ જઇ રહ્યો છે. લોકો ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા લાગ્યા છે ત્યારે આડેધડ મૂર્તિ વિસર્જીત કરી પર્યાવરણને નુકસાન પહોંચાડે તે માટે વનકર્મીઓ સજ્જ બન્યા છે. અનેક લોકો પ્રતિ વર્ષ નારાયણ ધરા ખાતે ગણેશ મૂર્તિનું વિસર્જન કરતા હોય છે. જોકે આમાં મોટાભાગે પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ હોય પાણી પ્રદૂષિત થાય છે. ત્યારે પર્યાવરણનું રક્ષણ થાય અને યોગ્ય રીતે મૂર્તિ પણ વિસર્જીત થાય તે માટે વનકર્મીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. જેમાં 4 વનકર્મીઓ નારાયણ ધરા ખાતે રહેશે અને આવી પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિને પાણીમાં ડૂબાડી તુરત બહાર કાઢી લેશે જેથી વિસર્જન વિધી પણ થઇ જાય અને પાણી પણ પ્રદૂષિત થાય. બાદમાં તમામ મૂર્તિને સલામત સ્થળે રાખી એક સાથે લઇ જઇ અન્ય જગ્યાએ વિસર્જીત કરાશે.

વનરાજોનું વેકેશન પૂરું થતાં ઇન્દ્રેશ્વર રાઉન્ડમાં સિંહ દર્શન શરૂ થવાની શક્યતા

DivyaBhaskar News Network | Last Modified - Aug 29, 2017, 03:00 AM IST
કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડ દ્વારા મંજૂરી આપી દીધા બાદ સ્થાનિક કક્ષાએ તજવીજ સિંહદર્શન માટે પ્રવાસીઓએ છેક...
કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડ દ્વારા મંજૂરી આપી દીધા બાદ સ્થાનિક કક્ષાએ તજવીજ

સિંહદર્શન માટે પ્રવાસીઓએ છેક સાસણ જવું પડતું. અને સીઝનમાં પ્રવાસીઓની સંખ્યા વધી જાય તો ઘણાએ નિરાશ પણ થવું પડતું. આથી વનવિભાગે જૂનાગઢમાં પણ સિંહ દર્શન થઇ શકે માટેની સાઇટ ઇન્દ્રેશ્વર રાઉન્ડમાં વિકસાવી છે. જેને તાજેતરમાંજ કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડની મંજૂરી મળી ગયા બાદ હવે ત્યાં શરતોને આધીન રહીને સિંહ દર્શન કરાવવાની તજવીજ હાથ ધરાઇ છે.

જૂનાગઢનાં ઇન્દ્રેશ્વર રાઉન્ડનાં ગિરનારનાં જંગલમાં સેલાણીઓને સિંહ દર્શન કરાવી શકાય એવી વ્યવસ્થા વનવિભાગે કરી છે. અને તેને કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ હવે નવેમ્બરમાં સિંહોનું વેકેશન પૂર્ણ થયા બાદ સાઇટમાં સિંહ દર્શન કરાવાય એવી શક્યતા છે. જોકે, વન અધિકારીઓ મામલે મૌન સેવી રહ્યા છે.

પરંતુ અંગેની તૈયારીઓનો દોર શરૂ થઇ ગયાનું પણ જાણવા મળ્યું છે. હાલ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર તરફનાં રસ્તે સફાઇ પાર્કનાં પાછલા દરવાજાની બરાબર સામે આત્મેશ્વર તરફ જવાનાં રસ્તે એક ચેક નાકું પણ તૈયાર કરી દેવાયું છે. ખાસ કરીને રાજકીય રીતે પણ જૂનાગઢમાં જો સિંહ દર્શનની સુવિધા શરૂ થાય તો ટુરિઝમને ખુબ ફાયદો થાય દૃષ્ટિએ સક્રિયા પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે હવે આગામી નવેમ્બર તરફ સહુની મીટ મંડાઇ છે.

ભિયાળમાં સાવજે ચાર બકરાનું કર્યુ મારણ, ભયનો માહોલ

DivyaBhaskar News Network | Last Modified - Aug 30, 2017, 02:30 AM IST
ભિયાળમાં સાવજે ચાર બકરાનું કર્યુ મારણ, ભયનો માહોલ
જૂનાગઢનજીક ભિયાળ ગામે રહેતા ભરવાડ રમેશભાઇ રાણાભાઇ લંબારીયાનાં વંડામાં સોમવારનાં રાત્રીનાં સાવજે આવી ચઢી ચાર બકરાને મોતને ઘાટ ઉતારી ત્રણ બકરાનું સ્થળ પર મારણ કરી મીજબાની માણી હતી. જયારે સાવજ એક બકરાને ઢસડી જઇને સીમ વિસ્તારમાં લઇ ગયો હતો એમ રમેશભાઇએ જણાવ્યું હતું. સાવજે બકરાના મારણ કરતાં ગામમાં ભયનો માહોલ પ્રસર્યો છે.

ગિરનાર જંગલમાં વરસાદ પડતા ભવનાથનાં રસ્તા પર મગર આવી

Bhaskar News, Junagadh | Last Modified - Aug 31, 2017, 03:00 AM IST
વન વિભાગ પહોંચે એ પહેલા મગર નદીમાં જતી રહી
ગિરનાર જંગલમાં વરસાદ પડતા ભવનાથનાં રસ્તા પર મગર આવી
ગિરનાર જંગલમાં વરસાદ પડતા ભવનાથનાં રસ્તા પર મગર આવી
જૂનાગઢ: જૂનાગઢ અને ગીરનાર જંગલમાં ભારે વરસાદ પડ્યો છે, ગીરનારમાં પડેલા ભારે વરસાદનેકારણે સોનરખ, કાળવા, લોલ, ઓઝત નદીમાં પુર આવ્યા હતા. તેમજ ગીરનાર જંગલમાંથી નિકળતી સોનરખ નદીમાં મગર જોવા મળે છે ત્યારે આજે આવેલા પુરનાં કારણે એક મગર ભવનાથમાં પહોંચી ગઇ હતી.
ભવનાથમાં આવેલા જિલ્લા પંચાયતનાં ગેસ્ટ હાઉસ સામેનાં મેદાનમાં મગર આવી ચઢી હતી. મગર આવતા લોકો એકઠા થઇ ગયા હતા. જો કે વન વિભાગની ટીમ પહોંચે એ પહેલા જ મગર ફરી જંગલમાં જતી રહી હતી. હાલ વરસાદનાં કારણે મગર રોડ ઉપર આવી ગઇ છે ત્યારે લોકોને તકેદારી રાખવા વન વિભાગે તાકીદ કરી છે.

જૂનાગઢમાં દિવસભર મેધો મહેરબાન, વનરાઇ ખીલી નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો

Bhaskar News, Junagadh | Last Modified - Aug 31, 2017, 02:40 AM IST
સિઝનનો જૂનાગઢ િજલ્લામાં 84.11 ટકા અને ગીર-સોમનાથ જિલ્લામાં 103.18 ટકા વરસાદ થયો
+7 બીજી સ્લાઈડ્સ જુઓ
જૂનાગઢ: જૂનાગઢ શહેર અને ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘ મહેર જારી છે. ગત રાત્રીનાં કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકયો હતો. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાનાં કેશોદ, માળિયા, માંગરોળ, મેંદરડા, વિસાવદર પંથકને મેઘરાજાએ ધમરોળ્યો હતો. આ પાંચ તાલુકામાં મંગળવારની રાત્રે સાંબેલાધાર વરસાદ પડ્યો હતો ત્યારે જૂનાગઢ શહેરમાં દિવસભર ધીમી ધારે વરસાદ શરૂ રહ્યો હતો. જૂનાગઢ શહેરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.
તેમજ ગિરનાર જંગલમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા સોનરખ, કાળવા, લોલ, ઓઝત નદીમાં પુર આવ્યુ હતું. જેના પગલે નરસિંહ મહેતા તળાવ ફરી એક વખત છળકાઇ ગયો હતો. જયારે જૂનાગઢ જિલ્લાનાં માંગરોળમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકયો હતો જયારે કેશોદ અને માણાવદરમાં સાડા પાંચ વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત મેંદરડામાં સાડા ત્રણ, વંથલીમાં દોઢ, વિસાવદરમાં ચાર અને ભેંસાણમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. કેશોદ, માણાવદર, માંગરોળ, માળિયા અને વિસાવદર પંથકમાં નદી નાળાઓ છલકાઇ ગયા હતા. ત્યારે માણેકવાડાની સાબલી નદીમાં તેમજ મેઘલ નદીમાં પુર આવતા લોકો એકઠા થઇ ગયા હતા. આ ઉપરાંત બાંટવામાં 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતુ દુર્લભ ઘુડખર ઋુતુ પ્રમાણે રંગ બદલે છે

ચોમાસામાં ‘ઘૂડખર’ છીંકણી કલરનુંને ઉનાળામાં ‘રાતાશ પડતા પીળા’ કલરનું!
+4 બીજી સ્લાઈડ્સ જુઓ
પાટડી: રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતુ ઘૂડખર રણમાં ઋતુ પ્રમાણે રંગ બદલે છે. ચોમાસામાં આ ઘૂડખર કાદવ કિચડમાં આળોટવાના લીધે છીંકણી માટીયા રંગનું બની જાય છે અને ઉનાળામાં ઓરિજિનલ પીળાશ પડતા રાતા કલરનું બની જાય છે.

જંગલી ઘૂડખરના રક્ષણ માટે વન્યપ્રાણી ધારા હેઠળ ૧૯૭૩માં આ વિસ્તારને ઘૂડખર અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યુ છે. સરેરાશ 210 સેમી.જેટલી લંબાઇ અને 120 સેમી.જેટલી ઊંચાઇ ધરાવતા જંગલી ઘુડખર પીળાશ પડતો માટીયાળો રંગ ધરાવે છે. પરંતુ આ ઘૂડખર રણમાં ઋતુ પ્રમાણે રંગ બદલે છે. ચોમાસામાં રણ મીની સમુદ્રમાં ફેરવાઇજતા બેટ ઉપર કાદવ કિચડના કારણે ઘૂડખરનો રંગ સુધ્ધા બદલી જાય છે. અને આમઆદમીએને પારખવામાં ગફલત ખાઇ જાય છે.

હકીકતમાં ચોમાસામાં રણમાં કાદવ કિચડમાં આળોટવાના લીધે એના શરીરનો રંગ બદલાયેલો નજરે પડે છે. ઉષ્ણતામાનમાં થતાં 1 ડીગ્રી સેલ્સીયસથી માંડીને 50 ડીગ્રી સેલ્સિયસ જેટલા ફેરફારો અને અત્યંત વિષમ વાતાવરણીય પરિસ્થિતિઓમાં પણ આ પ્રાણી અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે. આ અંગે આર.એફ.ઓ.- સી.વી.સાણજાએ જણાવ્યું કે ચોમાસામાં આ ઘૂડખરના શરીર પર કાદવ અને રેતીના કારણે એના શરીરનો રંગ આખો બદલાયેલો નજરે પડે છે અને ઉનાળા અને શિયાળામાં ઘૂડખર પાછુ એના ઓરિજીનલ કલરમાં આવી જાય છે.

14 સિંહોનું વસવાટ બન્યું આ ગામ, જોવા મળે છે અનોખા દ્રશ્યો

Jayesh Gondhiya, Girgadhda | Last Modified - Aug 24, 2017, 04:10 PM IST
ગીરગઢડા: ગીરગઢડા તાલુકાના નાના અેવા ઝુડવલી ગામમાં સિંહદર્શન સામાન્ય બની ગયું છે. છેલ્લા 10 દિવસથી ગામની સીમમાં 9 સિંહણ, 1 સિંહ અને 4 સિંહ બાળનો વસવાટ શરૂ થયો છે. સમી સાંજે આ સિંહ પરિવાર ગામની આસપાસ આવી પહોંચે છે. તેમાંય રાત્રે ગ્રામજનો પોઢી ગયા બાદ આ સાવજ પરિવાર ગામમાં લટાર મારવા નિકળી જાય છે. અને રાત્રી દરમિયાન શિકાર કરી મિજબાની માણે છે. દિવસના સમયે લોકોને સિંહ દર્શન થાય છે.
હાલમાં જંગલમાં સિંહોને મચ્છરનો ત્રાસ વધી ગયો હોઇ સિંહ પરિવાર જંગલ વિસ્તારની બોર્ડરને અડીને આવેલા ગામોમાં આવી ચઢે છે. ગ્રામજનોને પણ સિંહ સાથે પરિવાર જેમ દોસ્તી બંધાઇ ગઇ છે. સિંહના વસવાટથી અહીં લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળે છે. લોકો બીજે રહેતા પોતાના મિત્રો-સંબંધીને ઉત્સાહથી કહે છે, સિંહ જોવા હોય તો અમારા ઝુડવડલી ગામ આવો.

ઇન્ફાઇટમાં 2 સિંહ થયા ધાયલ, સારવાર આપવા વનવિભાગની કવાયત

Bhasakr News, Khambha | Last Modified - Aug 28, 2017, 12:45 AM IST
ઇજાગ્રસ્ત સાવજોને સારવાર આપવા વનવિભાગની કવાયત
ઇન્ફાઇટમાં 2 સિંહ ઘાયલ ઇજાગ્રસ્ત સાવજોને સારવાર આપવા વનવિભાગની કવાયત
+2 બીજી સ્લાઈડ્સ જુઓ
ઇન્ફાઇટમાં 2 સિંહ ઘાયલ ઇજાગ્રસ્ત સાવજોને સારવાર આપવા વનવિભાગની કવાયત
ખાંભા: તુલસીશ્યામ રેન્જનાં રબારીકા રાઉન્ડ અને રાજુલા વિસ્તરણ વિભાગની રેન્જ આડે માત્ર એક કતારધાર નામનો વિસ્તાર છે. છેલ્લા 2 દિવસ થી રાજુલા વિસ્તરણ વિભાગનાં 2 સિંહોએ અહીં પડાવ નાંખ્યો હતો. બંને સિંહો હંમેશાં સાથે જ જોવા મળે છે. દરમ્યાન વનવિભાગ એવી વિસામણમાં મૂકાયું છે કે, કદાચ આ સિંહો સાથે અન્ય ગૃપનાં સિંહે ઇનફાઈટ કરી હશે. બંનેને ગઈકાલે મારણ અપાયું ત્યારે અડધું મારણ ખાઈને તેઓ પાછા કતારધારમાં આવેલી ગુફામાં ચાલ્યા ગયા હતા.

જાણવા મળતી વિગત મુજબ, તુલસીશ્યામ રેન્જમાં આવેલા રાબારીકા રાઉન્ડનાં મોટા બારમણ ખાતે રાજુલા વિસ્તરણ વિભાગની રેન્જમાં 2 સિંહો અન્ય સિંહોના ગ્રુપ સાથેની ઇનફાઈટ માં ઘવાયા છે. આ બંને સિંહો રાજુલા વિસ્તરણ વિભાગની રેન્જમાંથી તુલસીશ્યામ રેન્જનાં રાબારીકા રાઉન્ડની હદમાં આવી ચઢ્યા છે. તેઓ ઘાયલ અવસ્થામાં જોવા મળતાં તુલસીશ્યામ રેન્જનાં ટ્રેકર અને કર્મીઓ પણ એલર્ટ થઈ ગયા હતા. અને રાજુલાના વનકર્મીઓ તેમજ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા.
આ સિંહોનાં લોકેશન મેળવવા બંને રેન્જનાં વનવિભાગના સ્ટાફે 2 દિવસ થી મોટા બારમણ ખાતે ધામા નાખ્યા છે. આ બંને સિંહો રાજુલાની વિસ્તરણ રેન્જમાં હરહંમેશ સાથે જ જોવા મળે છે. તેમને અન્ય ગ્રુપનાં સિંહો સાથે ઇનફાઈટ થઈ છે. એમ વનવિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.
અત્યારે તો તેમની સારવાર માટે પકડવા જરૂરી હોઇ આ માટે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું છે. પણ હજુ સુધી બંને પાંજરે નથી પૂરાયા. દરમ્યાન આજે વનવિભાગનાં ડોક્ટરોની એક ટિમ અને રેસ્ક્યુ ટિમ આવી પહોંચી હતી. આ બંને સિંહોને વારાફરતી ટ્રાન્ક્વિલાઇઝ કરી સારવાર આપવામાં આવશે એમ વન અધિકારીઓનું કહેવું છે.

પીપાવાવ પોર્ટમાં બે સિંહ બાળ ગટરમાં ખાબક્યા બાદ બચાવ

Bhaskar News, Rajula | Last Modified - Aug 22, 2017, 02:37 AM IST
રાજુલા: રાજુલા પંથકમાં આવેલા માહાકાય પીપાવાવ પોર્ટની ખુલ્લી ગટરમાં ગત સાંજે બે સિંહ બાળ પડી જતા સ્થાનિક લોકોએ જાણ કરી હોવા છતાં કલાકો પછી વનવિભાગના અધિકારીઓ પહોચ્યા હતા. જેથી સ્થાનિક સિંહ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. કલાકો પછી રેસ્ક્યુ ઓપરેશન કરી સિંહ બાળને બચાવી ફરીવાર ત્યાં જ છુટા મૂકી દેતા ફરીવાર અકસ્માત સર્જવાની સંભાવના સેવાઇ રહી છે. અહીં અનેક સિંહોના મોત નિપજ્યા છે તેમ છતાં વનતંત્ર હજુ કુંભકરણ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે.
પોર્ટના સત્તાધીશોને લેખિતમાં રજૂઆત કરી હતી

રાજુલા પંથકના પીપાવાવ પોર્ટ ખાતે ગત રાત્રે ખુલ્લી ગટરમાં બે સિંહ બાળ પડી જતા સ્થાનિક લોકોએ જાણ કરતા કલાકો બાદ વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી તેને બચાવી લેવાયા હતા. બીજી તરફ અહીં મહત્વ વાત તો એ છે અહીં આજ ગટરમાં સિંહ અને સિંહ બાળ ફસાયા હતા ત્યારે પણ અહીં રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું. ત્યાર બાદ વનવિભાગે પોર્ટના સત્તાધીશોને લેખિતમાં રજૂઆત કરી સૂચના આપી તાત્કાલિક ગટર પર ઢાંકણા નાખી દેવા જણાવ્યું હતું. તેમ છતાં અહીં ઢાંકણા નહિ નાખતા આજે ફરીવાર દુર્ઘટના સર્જાય હતી.
અનેક સિંહો વાહન અડફેટે મોતને ભેટ્યા
10 કિલોમીટરના રૂટમાં પીપાવાવ પોર્ટની પાણીની ખુલ્લી ગટર આવેલી છે. જે પોતાની મનમાની કરતા હોય. જો સિંહોની કોઈ પજવણી કરે તો વનતંત્ર બાયો ચડાવે. અહીં મહાકાય કંપનીના કારણે સિંહો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વનતંત્ર તમાશો જોય રહ્યું છે અને પીપાવાવ પોર્ટ વિસ્તારમાં 50 જેટલા સિંહોનો વસવાટ છે. પોર્ટમાં આવતી માલગાડીએ પણ ભૂતકાળમાં અનેક સિંહોના મોતને ઘાટ ઉતારી નાખ્યા છે. પીપાવાવ પોર્ટના ફોરવે માર્ગ પર પણ અનેક સિંહો વાહન અડફેટે મોત ને ભેટ્યા છે ત્યારે પીપાવાવ પોર્ટની મનમાની કેટલા દિવસો ચાલશે કેમ રાજ્ય સરકાર દ્વારા પણ કોઈ ગંભીર વલણ અપનાવતું નથી.

સિંહણોને મારવા બે શખ્સોએ ઘડ્યો પ્લાન, બકરાના મારણમાં નાખ્યું’તું ઝેર

Bhaskar News, Amreli | Last Modified - Aug 19, 2017, 10:20 AM IST
જે બકરાનું સિંહણે મારણ કર્યું તેમાંજ ઝેર છાંટી બદલો લેવા બે શખ્સોએ સિંહણોને મારી નાંખી
વન વિભાગ દ્વારા બન્ને આરોપી ભરવાડ શખ્સોની ધરપડક કરવામાં આવી
+3 બીજી સ્લાઈડ્સ જુઓ
વન વિભાગ દ્વારા બન્ને આરોપી ભરવાડ શખ્સોની ધરપડક કરવામાં આવી
અમરેલી: ગીર કાંઠાના ધારી તાલુકાના લાખાપાદર-નાંગધ્રા ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન બે સિંહણના શંકાસ્પદ રીતે મોત થયાની ઘટનામાં પ્રથમથી જ તેને મારણમાં ઝેર અપાયાની આશંકા સેવાતી હતી. જે સાચી ઠરી હતી અને આજે વન વિભાગે આ બારામાં નાંગધ્રા ગામના બે ભરવાડ શખ્સોની ધરપકડ કરી હતી. સાવજોએ બકરાનું મારણ કર્યા બાદ તેણે મારણ પર ઝેર નાખ્યુ હતું.

ભારતની અમુલ્ય ધરોહર સમા સાવજોની રક્ષા માટે સરકાર કરોડોનો ખર્ચ કરી રહી છે અને મસમોટો સ્ટાફ આના માટે કામે લગાડેલો છે પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આટલો ખર્ચ અને જંગી સ્ટાફ છતાં ગીરની શાન સમા સાવજો કમોતે મરી રહ્યા છે. ધારી તાલુકાના સરસીયા રેન્જ નીચે આવતા લાખાપાદર-નાંગધ્રા ગામની સીમમાં આવી જ રીતે બે સિંહણોના મોત થયા છે. આ બન્ને સિંહણોના મોત અંગે આખરે વન વિભાગે બે શખ્સોની ધરપકડ કરી છે.

ગઇકાલે જ વન વિભાગ દ્વારા આ બન્ને સિંહણોનું મોત ઝેરી મારણથી થયાની આશંકાને પગલે નાંગધ્રા ગામના પાંચ થી છ શખ્સોને ઉઠાવી લઇ પુછપરછ કરાઇ હતી અને તેના આધારે એવી વિગત ખુલી હતી કે નાંગધ્રા ગામના સંગ્રામ મંગા ગમારા (ઉ.વ. 30) અને મંગા શાર્દુલ હાડગરડા (ઉ.વ. 40) નામના ભરવાડ યુવાનો આ બન્ને સિંહણોના મોત માટે જવાબદાર છે. જેને પગલે બન્નેની ધરપકડ કરી લેવામાં

શિકારની શોધમાં સિંહણ પોતના જ બચ્ચાંને ભૂલી જતી રહી

Bhaskar News, Amreli | Last Modified - Aug 19, 2017, 03:10 AM IST
વાછરડીનું મારણ કર્યા બાદ સિંહણ આરામથી ચાલી ગઇ, જયારે સિંહબાળ કલાકો સુધી મકાનમાં આંટા મારતું રહ્યું
+3 બીજી સ્લાઈડ્સ જુઓ
અમરેલી: ધારીના વીરપુરમાં આજે વહેલી સવારે સિંહણે ગામમાં આવીને એક વાછરડીનું મારણ કર્યુ હતુ. પરંતુ સિંહણની સાથે આવેલુ નાનુ બચ્ચુ ગામમાં ભુલી સિંહણ જતી રહી હતી. સિંહણનુ બચ્ચુ અહી એક મકાનમાં ઘુસી ગયુ હતુ. જો કે બાદમા જાણ થતા વનવિભાગને જાણ કરવામા આવી હતી. વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને બચ્ચાને સલામત રીતે પકડી લઇ જવાયુ હતુ.

ધારી તાલુકાના વીરપુર ગામમાં આજે વહેલી 4:30 વાગ્યાની આસપાસ સિંહણ ગામમાં આવી ચડી હતી. સિંહણની સાથે તેનું બચ્ચુ પણ હતુ. અહી સિંહણે ગામમાંથી વાછરડીનું મારણ કરીને ગામની બહાર સીમ વિસ્તારમાં લઇ ગઇ હતી. જ્યારે સિંહણ વીરપુર ગામમાં મારણ કરવા માટે આવી તે દરમીયાન તેની સાથે આવેલુ બચ્ચુ અહી રહેતા બચુભાઇ મકવાણાના મકાનમાં આવી ચડ્યુ હતુ. આ બાદ સિંહણ તો વાછરડીને લઇને જતી રહી હતી.
પરંતુ સિંહણનુ બચ્ચુ બચુભાઇના મકાનમાં રહી ગયુ હતુ. અહી સવારના છ વાગ્યા સુધી આ બચ્ચુ મકાનની અંદર આંટા ફેરા મારતુ રહ્યુ હતુ. આ સાથે ગામના લોકોએ સિંહના બચ્ચાની સારસંભાળ રાખી હતી. જો કે સવારે 6 વાગ્યાની આસપાસ જંગલ ખાતાને જાણ થતા બચ્ચાને સહિ સલામત લઇ ગયા હતા.
થોડા સમય પહેલા જ વિરપુર ગામમાં ધોળા દિવસે સિંહ આવી ચડ્યો હતો. ત્યારે ગામ લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. ધારી તાલુકાના મોટા ભાગના ગામડાઓ જંગલ વિસ્તારની આજુ બાજુમાં આવ્યા હોવાથી અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે. હજુ થોડા દિવસ પહેલા જ રામપરામાં સિંહોના ટોળા ગામમાં આવી જતા સમગ્ર ઘટના ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

અમરેલી: રાત્રે શિકાર કરવા સિંહોના ટોળાંએ આખા ગામમાં કર્યાં આટાં-ફેરાં

Jaidev Varu, Rajula | Last Modified - Aug 16, 2017, 05:25 PM IST

અમરેલી: વનરાજોએ જ્યારથી જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી છાશવારે સાવજોએ પોતાનો ખોરાક મેળવવા ગામમાં આક્રમણ કર્યું છે. અમરેલી જિલાના અનેક ગામોમાં અને ગામની સિમમાં વનરાજોએ શિકાર કર્યાંની ઘટનાઓ બની છે ત્યારે ધારી તાલુકાના જંગલ વિસ્તારને અડીને આવેલા રામપરા ગામે મધરાતે સિંહોએ ગામની ગલીઓમાં આટાંફેરાં કરતા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

આ છે ધારી તાલુકાનું રામપર ગામ. જંગલને અડીને જ આવેલ આ ગામની આસપાસ સિંહોનો વસવાટ વધારે રહે છે. આ નાનકડા એવા ગામને સી.સી.ટી.વી.કેમેરાથી સજ્જ કરાયું છે. વનરાજો અવાર-નવાર ગામની આસપાસ તો આવે જ છે પરંતુ ગામમાં આવવાની આ ઘટના પહેલી જ છે જે કેમેરામાં કેદ થઈ છે. ખોરાકના અભાવે સિંહો હવે ગામમાં આવવા લાગ્યા છે. ધારી તાલુકાના વીરપુર ગામે થોડા મહિના પહેલા ભુખી થયેલી સિંહણે ધોળે દિવસે ગામમાં આવીને શિકાર કરી પોતાનું પેટ ભર્યું હતું. જેને ખસેડવા વન વિભાગની ગાડીએ મહા મહેનતે દુર ખસેડી હતી. બીજી ઘટના ખાંભા તાલુકાના વાકીયા ગામે એક ભુખ્યા વનરાજે ઘરમાં જઈ મારણ કર્યુ હતું, તો ધારી તાલુકાની બોર્ડરના એક ખેતરમાં ત્રણ વનરાજો ધોળે દિવસે આવી ચડ્યા હતા.

આમ સિંહો હવે રેવન્યુ વિસ્તાર છોડી ધીમે ધીમે ગામમાં આવવાની ઘટનાઓ સામે આવતાં લોકોએ એક બાજુ ડર પણ લાગે છે અને એક બાજુ ખુશી પણ છે, કારણ કે રાત્રે થતી ચોરીનો ભય રહેતો નથી.

રામપર ગામના સરપંચ કાળુભાઈ ધાધલે જણાવ્યું હતું કે, ધારીના રામપર ગામે ખાબકેલા ત્રણ સિંહોના ટોળાએ ગામની રેઢીયાળ ગાયોના ટોળા પર હુમલો કર્યો હતો અને છેવટે ગામથી દુર ખસેડી એક ગાયનો શિકાર કર્યો હતો. પરંતુ આ ઘટનામાં એક એવી વિરલ ઘટના બની કે સિંહો જ્યારે ગામમાં ફરી રહ્યા હતા, ત્યારે એક સિંહ સામે અને એક સિંહ ગાય પાછળથી નિકળી ગયો હતો. ત્યારે ગામના આગેવાન વેપારીએ સિંહોના આગમનને લઈ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે સિંહો આવવાથી બીજો કોઇ ત્રાસ રહેતો નથી.

48 કલાકમાં ચાર વર્ષની ઉંમરની બે યુવા સિંહણો ટપોટપ મૃત્યુથી ચકચાર

Bhaskar News, Amreli | Last Modified - Aug 18, 2017, 12:01 AM IST
લાખાપાદરની સીમમાં બે સિંહણના મૃતદેહ મળ્યા : ઝેરી મારણથી મોત થયાની આશંકા
48 કલાકમાં ચાર વર્ષની ઉંમરની બે યુવા સિંહણો ટપોટપ મૃત્યુથી ચકચાર
48 કલાકમાં ચાર વર્ષની ઉંમરની બે યુવા સિંહણો ટપોટપ મૃત્યુથી ચકચાર
અમરેલી: એક સાથે બે-બે સિંહણોના શંકાસ્પદ મોતની આ ઘટના ધારી તાલુકાના લાખાપાદર ગામની સીમમાં બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જન્માષ્ટમીના દિવસે અહિં નદી વિસ્તારમાંથી આશરે ચાર વર્ષની ઉંમરની એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે વન વિભાગનો સ્ટાફ તાબડતોબ અહિં દોડી ગયો હતો અને સિંહણનો મૃતદેહ કબજે લઇ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સિંહણનું શંકાસ્પદ મોત થયાનું સ્પષ્ટ હતું અને કોઇ કારણ બહાર આવે તે પહેલા આજે નદી વિસ્તારમાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. એક જ ગૃપની અને તે પણ માત્ર ચાર વર્ષની યુવા ઉંમરની બે-બે સિંહણોના આકસ્મીક મોતથી વનતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. સરસીયા રેન્જના આરએફઓ સ્ટાફ સાથે અહિં દોડી ગયા હતાં અને બીજી સિંહણનો મૃતદેહ પણ કબજે લેવાયો હતો.
ત્રણ ડોક્ટરોની પેનલથી આ સિંહણનું પીએમ કરવામાં આવ્યુ હતું. જો કે મૃત્યુનું પ્રાથમિક કારણ હજુ સ્પષ્ટ થયુ નથી પરંતુ આ વિસ્તારમાં એવી ચર્ચા ઉઠી હતી કે બન્ને સિંહણનું મોત ઝેરી મારણ ખાવાથી થયુ હતું. જેને પગલે સિંહણના મૃતદેહના જરૂરી નમુનાઓ પણ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા છે. ઘટનાને પગલે વન અધિકારીઓના મો સિવાઇ ગયા હતાં. કારણ કે એક જ ગૃપની યુવા સિંહણોના આ પ્રકારે મોતથી સિંહપ્રેમીઓમાં પણ હડકંપ મચી ગયો હતો. આવી ઘટનાઓની જાણકારી બહાર ન આવે તે માટે વનતંત્રનો પ્રયાસ પણ અનેક શંકાઓ ઉભી કરી રહ્યો છે.

ધાવડીયાની શાળામાંં વિશ્વ સિંહ દિવસની ઉજવણી

DivyaBhaskar News Network | Last Modified - Aug 14, 2017, 02:45 AM IST
ખાંભા| ખાંભાતાલુકાના ધાવડીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના...
ખાંભા| ખાંભાતાલુકાના ધાવડીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ બાળકોએ સિંહના મ્હોરા પહેરી સમગ્ર ગામમાં રેલી કાઢી હતી. કાર્યક્રમમાં શાળાનો તમામ સ્ટાફ, બાળકો તથા ગામજનો જોડાયા હતા.સમગ્ર અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધાવડીયા ખાતે સરકાર દ્વારા અપાયેલી નિયત કાર્યક્રમ અનુસાર સૌ પ્રથમ તમામ બાળકોએ સિંહના મ્હોરા પહેરી રેલી કાઢી હતી. અને સિંહના સંરક્ષણ માટેના સુત્રોચ્ચાર કર્યા હતા. રેલીમાં ગામજનો, શાળા પરિવાર તથા આચાર્ય સહિત સૌ જોડાયા હતા.

હરિયાળું ગુજરાત બનાવવા રાજ્યભરમાં 10 કરોડ વૃક્ષો વાવવાની સરકારની નેમ

અમરેલીમાં તાલુકા કક્ષાનાં 68માં વન મહોત્સવની મહાનુભવોની ઉપસ્થિતમાં ઉજવણી અમરેલીસ્થિત જે.એન.મહેતા પોલીટેકનિક...

હરિયાળું ગુજરાત બનાવવા રાજ્યભરમાં 10 કરોડ વૃક્ષો વાવવાની સરકારની નેમ
હરિયાળું ગુજરાત બનાવવા રાજ્યભરમાં 10 કરોડ વૃક્ષો વાવવાની સરકારની નેમ
અમરેલીમાં તાલુકા કક્ષાનાં 68માં વન મહોત્સવની મહાનુભવોની ઉપસ્થિતમાં ઉજવણી

અમરેલીસ્થિત જે.એન.મહેતા પોલીટેકનિક ખાતે તાલુકાકક્ષાના ૬૮મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો્ મૂક્યો હતો. પ્રાંત અધિકારીએ જણાવ્યું કે, વડવાઓએ વન-વૃક્ષ જતન કર્યુ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃત્તિને રક્ષણ આપ્યું તે રીતે આપણાથી બનતા પ્રયત્નોા કરી ભાવિ પેઢી માટે આપણે પ્રકૃત્તિના સંરક્ષણ માટે કટિબધ્ધ થઇએ. જીવસૃષ્ટિના રક્ષણ માટે પ્રકૃત્તિનું સંરક્ષણ જરૂરી છે. પ્રાસંગિક પ્રવચન કરતા રેન્જ ફોરેસ્ટ અધિકારી એચ.વી. રાઠોડે જણાવ્યું કે, ૧૯૫૦માં ક.મા. મુનશીએ વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી. સારા સ્વાસ્થ્ય માં વૃક્ષોનું મહત્વ ઘણું છે. વસ્તીની સંખ્યામાં વધારો થતા વૃક્ષોની સંખ્યાોમાં પણ વધારો કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. પર્યાવરણ પર થતી અસરો માનવજીવનને પણ અસર કરે છે. ભાવિ પેઢીને સ્વાંસ્થ્ય મય જીવન આપવા વધુમાં વધુ વૃક્ષો વાવવા જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને તેમજ ઉપસ્થિત મહાનુભાવોને વધુમાં વધુ વૃક્ષ વાવેતર-જતન કરવામાં સહકાર આપવા અપીલ કરી હતી.શાબ્દિક સ્વાગત કરતા જે.એન. મહેતા પોલીટેકનિકના આચાર્ય પાઠકે કોઇપણ વૃક્ષ નિષ્ફળ જાય તેવી ખાતરી આપી હતી. તેમણે તમામ વૃક્ષોના જતન માટે પ્રતિબધ્ધ તા દર્શાવી હતી. હરિયાળું ગુજરાત બનાવા રાજયભરમાં ૧૦ કરોડથી વધુ વૃક્ષ વાવવાની નેમ છે ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ.

વન મહોત્સવની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું તસ્વીર-જયેશ લીંબાણી

જિલ્લા તેમજ શહેરનાં તમામ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાશે

DivyaBhaskar News Network | Last Modified - Aug 02, 2017, 04:35 AM IST
જિલ્લા તેમજ શહેરનાં તમામ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાશે
અમરેલીમાંઆજરોજ સવારે 10 કલાકે અમરેલી સ્થિત મહેતા પોલીટેકનીક ખાતે 68માં વન સંરક્ષણ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમમાં અમરેલી જિલ્લા અને શહેરના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જેમના દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે.

આજે દિવસેને દિવસે વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે. લોકો વૃક્ષોનો નાશ કરી રહ્યા છે. જેના કારણે વાતાવરણ પર તેની ખૂબ ગંભીર અસર જોવા મળે છે. તેથી ફરી વૃક્ષોનું વાવેતર કરી વાતાવરણને થતી અસર અટકાવવા માટે અમરેલી જિલ્લામાં તેમજ અમરેલી શહેરમાં ઘનિષ્ઠ વાવેતર ઝુંબેશ સંબંધિત વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અમરેલી જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં 68માં વન સંરક્ષણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે.અમરેલી શહેરમાં આવેલી મહેતા પોલીટેકનીક ખાતે આજરોજ સવારે 10 કલાકે 68માં વનસંરક્ષણ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં અમરેલી જિલ્લાના તેમજ શહેરના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાશે. મામલતદાર ટહેલીયાણી, તાલુકા વિકાસ અધિકારી લેઉવા તેમજ રેન્જઆ ફોરેસ્ટા અધિકારી રાઠોડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.