Wednesday, July 31, 2019

વરસાદી પાણીથી બોર, કૂવા રિ ચાર્જ કરી મેળવો 1500નું ઇનામ

prize of 1500 for water storage in water bore and well

  • જળ સંગ્રહ દ્વારા જળ સંકટ દૂર કરવાનો ખીમજીભાઇ જમનાદાસ છત્રાળા ચેરીટેબલ ટ્રસ્ટનો સરાહનીય પ્રયાસ
  • જૂનાગઢ શહેરમાં 2000 બોર, કૂવા રિ ચાર્જનું લક્ષ્યાંક, 80 નું કામ પૂર્ણ, હજુ આવતી અરજી મુજબ થશે કામગીરી
  • ગત વર્ષે ખેડૂતોનાં સર્વે કરતાં પાણીનાં તંગીનાં અભાવે પાક ન લઇ શકયાનું જણાતા વિચાર આવ્યો 

Divyabhaskar.com

Jul 01, 2019, 07:13 AM IST
જૂનાગઢ: તમારૂં ઘર, એપાર્ટમેન્ટ, સોસાયટીના કૂવા, બોર વરસાદી પાણીથી રિ ચાર્જ કરો અને 1500નું રોકડ ઇનામ મેળવો તેવી જાહેરાત કરી જળ સંગ્રહ દ્વારા જળ સંકટ દૂર કરવાનો નાનો પણ સરાહનીય પ્રયાસ ખીમજીભાઇ જમનાદાસ છત્રાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરમાં પાણીની સમસ્યાને દુર કરવા અંગે લોકોમાં જાગૃત્તિ આવે તે માટે પ્રોત્સાહક ઇનામ પણ આપવાની સંસ્થાએ કરેલી શરૂઆતને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. આ અંગે ટ્રસ્ટના ચિરાગભાઇ ભૂવાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં કયાંક ઉનાળની શરૂઆતમાં તો કયાંક શિયાળાની શરૂઆતમાં જ પાણીની તંગી ઉભી થાય છે. વરસાદ ઓછો થવાના કારણે આવું થાય છે તેવું માની લેવાને કોઇ કારણ નથી.
જળસંગ્રહ એ પાણીની તંગીને દૂર કરવાનો એકમાત્ર ઉપાય
હકીકત એ છે કે, પૂરતો વરસાદ થવા છતાં પણ જળ સંગ્રહ ન થવાના કારણે તળ ડૂકી જાય છે. એક તો કૂવા, બોરમાંથી સતત પાણી ઉલેચતા રહીએ છીએ પરંતુ રિચાર્જ કરવાની તસ્દી લેતા નથી. બીજી તરફ શહેરની મોટાભાગની ગલી, શેરીમાં સીસી રોડ થઇ જતા પાણી જમીનમાં ઉતરતું નથી અને સિદ્ધુ ગટરમાં કે દરિયામાં વહી જાય છે જેથી તળ વ્હેલા ડૂકી જાય છે. ત્યારે પાણીની તંગીને દૂર કરવાનો એકમાત્ર ઉપાય છે વરસાદી જળ સંગ્રહ. બસ, માટે જ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં 2000 કૂવા, બોરના રિ ચાર્જનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે જેમાંથી 80નું કામ પુર્ણ થઇ ગયું છે. હજુ જેમ અરજી આવશે તેમ કામગીરી કરાશે.
જિલ્લાનાં ખેતરો, કુવામાં પણ રિચાર્જ
શહેરજનો ઉપરાંત જિલ્લાના ખેડૂતો કૂવા રિ ચાર્જ કરે તો પણ તેમને 1500નું ઇનામ અાપી પ્રોત્સાહન પૂરૂં પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં જે જમીન નજીક ખેત તલાવડી હોય કે નહેર પસાર થતી હોય ત્યાં કૂવા રિચાર્જ સિસ્ટમ લગાવવાનું કહેવામાં આવે છે. આ માટે 50 ખેડૂતોના કૂવા રિ ચાર્જનું લક્ષ્યાંક છે જેમાંથી 9 નું કામ થઇ ગયું છે, 9 ખેડૂતોનું કામ ચાલું છે. બાકીની અરજી આવ્યા મુજબ કામ કરીશું.
કઇ રીતે લાભ મેળવી શકાય છે ?
યોજનાના લાભ માટે 8140153981 નંબર પર જાણ કરવામાં આવે. પછી સંસ્થાના પ્રતિનિધીઓ સાઇટ જોઇ પ્લાન આપે છે. આ પ્લાન મુજબ કામગીરી પૂર્ણ થાય એટલે 1500નું રોકડ ઇનામ આપવામાં આવે છે. આમ જૂનાગઢનાં શહેરીજનો તેમજ ખેડૂતો કુવા, બોર રિચાર્જ કરી ઇનામનાં હકદાર બની શકે છે.
કઇ રીતે થાય છે રિચાર્જ ?
કૂવા, બોર ફરતે 10 બાય 10ની કુંડી બનાવવામાં આવે છે. આ કુંડીમાં મોટા પત્થર, નાના પત્થર, કપચી, રેતીના થર કરવામાં આવે છે અને પછી તેમાંથી કૂવામાં પાઇપ લાઇન ફિટ કરવામાં આવે છે. વરસાદમાં કૂંડી ભરાતા પત્થર અને રેતીના થરના કારણે કચરો ગળાઇ જાય છે અને માત્ર પાણી જ કૂવામાં જાય છે.
પ્રોત્સાહક ઈનામ આપવાની યોજના
અમારી એનજીઓ દ્વારા ગત વર્ષે સર્વે કરવામાં આવતા જાણવા મળ્યું કે, અમુક પાક માટે જમીન સારી છે, ખેડૂતો મહેનતકશ છે પરંતુ પાણીની તંગી હોવાના કારણે ખેડૂતો પાક લઇ શકતા નથી. બસ, ત્યારથી પાણી સંગ્રહ માટેનો પ્રોજેકટ તૈયાર કર્યો અને તેને લોકો સહેલાઇથી અપનાવે તે માટે પ્રોત્સાહક ઇનામ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/prize-of-1500-for-water-storage-in-water-bore-and-well-1561945922.html

ઉના નજીક ખેતરમાં સિંહણ સાથે છ સિંહબાળની લટાર, વીડિયો વાઇરલ

6 સિંહબાળ સાથે સિંહણ
6 સિંહબાળ સાથે સિંહણ

  • છ સિંહબાળ સાથે સિંહણને જોતા સિંહપ્રેમીઓમાં આનંદની લાગણી

Divyabhaskar.com

Jul 01, 2019, 02:40 PM IST
ઉના: ઉના તાલુકાના એક ગામની વાડીના ખેતરમાં એક સિંહણ સાથે છ સિંહબાળે લટાર મારી હતી. આ વીડિયો વાડીમાલિકે પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. છ સિંહબાળ સાથે સિંહણ જોવા મળતા સિંહપ્રેમીઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે. સિંહોની વસતીને લઇને સિંહપ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/one-lioness-run-with-her-6-lion-cub-near-una-and-this-video-viral-on-social-media-1561972320.html

જૂનાગઢના સક્કરબાગમાં વિશ્વનું સૌથી પાંચમાં નંબરનું વજનદાર પ્રાણી બાયસનનું આગમન, મૈસુરથી કાળા હંસની જોડી આવી

કાળા હંસ અને બાયસન
કાળા હંસ અને બાયસન

  • મૈસુરથી કાળા હંસની જોડી આવી,  બે સિંહની જોડી આપી

Divyabhaskar.com

Jul 02, 2019, 12:02 PM IST

જૂનાગઢ:સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ રાજ્યના નવાબના સમયમાં ઇ.સ. 1863માં સ્થાપના થઇ હતી. જે ભારતનાં જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયોમાનું એક છે. સક્કરબાગ આશરે 198 હેક્ટરમાં ફેલાયેલું છે. સક્કરબાગ સંગ્રહલયનું નામ એક મીઠા પાણી(સક્કર)ના કુવા પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. આ સક્કરબાગમાં હવે વિશ્વનું સૌથી પાંચમાં નંબરનું વજનદાર પ્રાણી ભુમિગત બાયસનનું આગમન થયું છે. આ સાથે જ મૈસુરથી કાળા હંસની જોડી આવી છે.
સક્કરબાગ ઝુમાંથી સિંહની બે જોડી આપવામાં આવી
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તૃણભક્ષી, રાની, સરીસૃપ અને માસાહારી પ્રાણીઓ જોવા મળે છે. આ પ્રાણી સંગ્રહાલય એશિયાઇ સિંહનું મુખ્ય આકર્ષણ છે. પરંતુ પ્રાણી એક્સચેજ પ્રોગ્રામ હેઠળ અન્ય ઝુને ગીરના સિંહ આપી ત્યાંના પ્રાણી, પક્ષીઓ લાવવામાં આવે છે. ત્યારે જૂનાગઢ સક્કરબાગમાં મૈસુરના સ્વામી રાજેન્દ્ર ઝુમાંથી કાળા હંસની જોડી(નર, માદા) તેમજ દક્ષિણ ભારતમાં જોવા મળતા બાયસન ત્રણ (એક નર, બે માદા) લઇ આવવામાં આવ્યા છે. જો કે સક્કરબાગ ઝુમાંથી સિંહની બે જોડી આપવામાં આવી છે. જેની સામે સક્કબાગને આ પ્રાણી, પક્ષીઓ આપવામાં આવ્યા છે. ત્યારે હવે સક્કરબાગ ઝુમાં પણ ઓસ્ટ્રલિયન કાળા હંસ જોવા મળતા પ્રવાસીઓમાં વધારો જોવા મળશે.
ગુજરાતના એક પણ ઝુમાં કાળા હંસ નહી
હવે જૂનાગઢ સક્કરબાગ ઝુમાં કાળા હંસ લઇ આવવામાં આવ્યા છે જો કે આ હંસ ગુજરાતના એક પણ ઝુમાં નહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સક્કરબાગ ઝુમાં પહેલેથી જ 3 બાયસન હતા
સક્કરબાગ ઝુમાં પહેલેથી જ એક નર અને બે માદા બાયસન હતાં. ત્યારે હવે વધુ એક નર અને બે માદા બાયસન લઇ આવતા સક્કરબાગ ઝુમાં બે નર અને ચાર માદા સહિત કુલ 6 બાયસન થયા છે.

બાયસન ભારત, દક્ષિણ પૂર્વ એશિયા જોવા મળે છે
  • આયુષ્ય- 18 થી 25 વર્ષ
  • ગર્ભકાળ- 275 દિવસ
  • કુદરતી આવાસ- એવરગ્રીન અને સેમી-એવરગ્રીન તેમજ ભેજવાળા પાનખર જંગલો
  • ખાસીયત- વજન 1000 કિગ્રા, હાથી, ગેંડા, હીપ્પો અને જીરાફ બાદ વિશ્વનું પાંચમુ સાૈથી વજનદાર ભુમિગત પ્રાણી છે.
  • ખોરાક- ઘાસ અને પાદડા
  • વ્યાપ- ભારત, દક્ષિણ પૂર્વ એશિયા
કાળા હંસ ઓસ્ટ્રલિયમાં જોવા મળે છે
  • ખોરાક-ફ્રુટ(વેજીટેરીયન)
  • આવાસ- ખુલ્લી જગ્યા તેમજ પાણીમાં રહે છે
  • વ્યાપ- ઓસ્ટ્રલિયામાં જોવા મળે છે
    https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/most-weighty-animal-baysan-in-zoo-junagadh-1562043124.html

ગિરનાર પર સપ્તરંગી મેઘ ધનુષ્યનો અદભૂત નજારો

Junagadh News - a spectacular view of the rainbow cloud bow at girnar 063521

DivyaBhaskar News Network

Jul 04, 2019, 06:35 AM IST

જૂનાગઢ શહેરમાં વાયુ વાવાઝોડા સમયે આવેલી મેઘ સવારી બાદ વરસાદ ખેંચાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. સોરઠના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસી પડતા મેઘરાજા જૂનાગઢમાં પણ મન મૂકીને વરસી પડે તેવી શહેરીજનો આશા સેવી રહ્યા છે. દરમિયાન છેલ્લા બે દિવસથી શહેરમાં જે રીતે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને સૂર્ય નારાયણ ભગવાન પણ કયારે કયારેક અદ્રશ્ય રહેતા વરસાદની આશા વધુ મજબૂત બની હતી. જોકે મંગળવાર અને બુધવાર એમ બે દિવસના ડામાડોળ વાતાવરણ પછી બુધવારે મેઘરાજા મંડાણા હતા પરંતુ બધાના આશ્ચય વચ્ચે માત્ર હળવા વરસાદી ઝાપટા જ પડયા હતા. અેમાંયે ટીંબાવાડી, મધુરમ, જિલ્લા કલેકટર કચેરી સહિતના શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજા માત્ર ઉડતી મુલાકાત લઇને જતા રહ્યા હતા પરિણામે આવા વાછટીયા વરસાદથી માત્ર રોડ ભીના થયા હતા. જોકે શહેરના અનેક ભાગોમાં તો વરસાદી ઝાપટાં પણ પડયા ન હતા. આમ શહેરના અનેક વિસ્તારો કોરા ધાકોડ રહી જવા પામ્યા છે. ત્યારે હવે શહેરીજનો ઇચ્છી રહ્યા છે કે મેઘરાજા રિસામણાં દૂર કરી ધોધમાર વરસી પડે. જૂનાગઢમાં પાણીની કારમી તંગી સર્જાઇ છે. શહેરીજનો પાણી માટે વલખાં મારી રહ્યા છે મનપામાં દરરોજ પાણી અંગે ફરિયાદોનો ધોધ છુટે છે. ત્યારે મેઘરાજા પોતાનું હેત વરસાવે તો કુવા, બોરનાં તળ ઉંચા આવે અને પાણીની સર્જાયેલી તંગી અંશત: દુર થાય જેથી લોકોને રાહત મળે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-a-spectacular-view-of-the-rainbow-cloud-bow-at-girnar-063521-4916078-NOR.html

દેખરેખ માટે સિંહોના ગળે પડ્યા રૂપિયા 7 લાખની કિંમતના દોઢ કિલોના રેડિયો કોલર

Five radio caller weighing 1.5 kg have been planted lions, now their watch will be watched

  • જશાધાર રેન્જમાં ત્રણ માદા અને બે નર સિંહોને રેડિયો કોલર લગાવાયા
  • ગીરમાં વિહરતાં ગ્રૂપનાં એક સિંહના ગળે પડ્યું કાયમી વજન

Divyabhaskar.com

Jul 05, 2019, 12:57 AM IST
ઉનાઃ ગીર જંગલમાં અવાર-નવાર થતાં લાયન શો પર નિયંત્રણ આવે અને સાથે સિંહોનું ગ્રૂપ હાલ કયાં - કયાં વિહરે છે, તેનો રૂટ કયો છે, વગેરે બાબતોનાં સંશોધન માટે સરકારે જર્મનીથી ખાસ રેડિયો કોલર મંગાવ્યાં છે. અદ્યતન ટેકનોલોજીથી બનેલું એક રેડિયો કોલર સીધું કંટ્રોલ સેન્ટર સાથે જોડાયેલું રહેશે. અને તેને લીધે સિંહો પણ આસાનીથી ટ્રેક થઇ શકશે. વન વિભાગે આ માટે જંગલમાં દોડવું નહીં પડે. જોકે આ રેડિયો કોલરનું વજન જે સિંહને લગાડાશે તેના માટે તો જિંદગીભર ગળે પડેલી દોઢ કિલો મુસીબત જ બની રહેનાર છે.
જર્મનથી મંગાવવામાં આવ્યા છે રેડિયો કોલર
ગીર જંગલ તેમજ જંગલની બહાર રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોની પ્રવૃત્તિ પર નજર રાખવા વન વિભાગે ઓછી દોડધામ કરવી પડશે. સિંહોની સલામતીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જર્મનથી હાઈટેક્નોલજીવાળા રેડિયો કોલર મંગાવ્યા છે, જેની અંદાજીત કિંમત 6.87 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. જેનું વજન 1.5 કિલોનું છે. હવે સિંહો દરરોજ 1.5 કિલો વજન સાથે જંગલમાં વિહરતા જોવા મળશે.
ગીરની જશાધાર રેન્જમાં પાંચ રેડિયો કોલર લગાવાયા
ગીરની જશાધાર રેન્જમાં હાલ પાંચ રેડિયો કોલર લગાવવામાં આવ્યા છે. જેમાં ત્રણ માદા અને બે નર સિંહ છે. જેમાં ખાપટ ગામ કે જ્યાં એક સાથે નવ સિંહોનું ગૃપ છેલ્લા ઘણા સમયથી વસવાટ કરે છે, તેમાંથી એક સિંહણના ગળામાં રેડિયો કોલર લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉના તાલુકાના આમોદ્રા ગામની સીમમાં પણ સિંહોનો વસવાટ છે અને આ સિંહો છેક દરિયાઈ વિસ્તાર સુધી પહોંચી જતાં હોય ત્યાં એક નર સિંહના ગળામાં રેડિયો કોલર લગાવવામાં આવ્યું છે. તેમજ ધોકડવા વિસ્તારમાં એક સિંહણ તેમજ ગીર અભ્યારણ્ય વિસ્તારમાં એક સિંહ તથા એક સિંહણ મળીને કુલ પાંચ રેડિયો કોલર લગાવવામાં આવ્યા છે.
રેડિયો કોલરથી સિંહોના શરીર પર અસર થતી નથી
આ રેડિયો કોલર લગાવવા માટે પ્રથમ નિષ્ણાંત વેટરનરી તબીબો દ્વારા સિંહને બેભાન કરવામાં આવે છે અને 10-15 મિનિટમાં સિંહના ગળામાં રેડિયો કોલર લગાવવામાં આવે છે. આ રેડિયો કોલર લગાવવાથી સિંહોની રૂવાટી પર કે શરીરના અન્ય ભાગમાં કોઇપણ પ્રકારની અસર ન થતી હોવાનું વન વિભાગના સુત્રોએ જણાવ્યું છે.
સિંહના મોતની ઘટનામાં મહદઅંશે ઘટાડો આવશે
રેડિયો કોલર સિંહના ગળામાં લગાડવાથી જંગલમાં વસવાટ કરતા કે રેવન્યુ વિસ્તારમાં વિહરતા સિંહો વચ્ચે ઘણી વખત ઇનફાઈટની ઘટના બનતી હોય છે. જેની વન વિભાગને તુંરત જાણ થશે. અથવા તો સિંહ બિમાર હશે તો પણ વનવિભાગ સારવાર આપવા માટે તુરંતજ સિંહ પાસે પહોંચી જશે.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/five-radio-caller-weighing-15-kg-have-been-planted-lions-now-their-watch-will-be-watched-1562263077.html

કોડીનારના નવાગામમાંથી 5 વર્ષનો ખુંખાર માદા દીપડો પાંજરે પૂરાયો

માદા દીપડો પાંજરે પૂરાયો

  • ગામમાં દીપડાએ આતંક મચાવતા ગ્રામજનોમાં ભય હતો

Divyabhaskar.com

Jul 07, 2019, 11:08 AM IST
ગીરસોમનાથ: કોડીનારના નવાગામમાં છેલ્લા ઘણા સમયથી 5 વર્ષનો માદા દીપડાએ આતંક મચાવ્યો હતો. આ દીપડાએ ગામમાં અનેક પશુઓના મારણ કરતા લોકોમાં ભયનો માહોલ હતો. આથી વન વિભાગે આ દીપડાને પકડવા માટે પાંજરૂ મુક્યું હતું. ગત રાત્રે આ દીપડો પાંજરે પૂરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગે આ દીપડાને જામવાળા અનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/one-leopard-arrested-in-cart-by-forest-deparment-near-kodinar-1562478014.html

દોઢ ફૂટનો સાપ નિકળતા આંગણવાડી વર્કર બહેનોમાં નાસભાગ, ડીડીઓએ સાપ પકડ્યો

DivyaBhaskar News Network

Jul 08, 2019, 06:40 AM IST
વંથલીમાં સહી પોષણ દેશ રોશન આહવાનને ચરીતાર્થ કરવા સુપોષણ ચિંતન સમારોહ યોજાયો હતો. તેમજ જૂનાગઢ જિલ્લા ઘટક કક્ષાનાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યસોદા એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમજ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વંથલી માર્કેટીંગ યાર્ડમાં યોજાયો હતો. અહીં બહેનો માટે ભારતીય બેઠક વ્યવસ્થા રાખવામાં આવી હતી. આંગણવાડી બહેનો નીચે બેઠા હતા. કાર્યક્રમની શરૂઆત થાય એ પહેલા જ એક દોઢેક ફૂટનો સાપ બહેનો વચ્ચે નિકળ્યો હતો. જેને લઈ બહેનોમાં નાસભાગ મચી હતી. ભયને લઈ બહેનો ઉભા થઈને ભાગ્યા હતા. તે દરમિયાન અહીં હાજર જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી ત્યા પહોંચી ગયા હતા અને સાપને પકડી લીધો હતો. ત્યારે દિનેશ ખટારીયા અહી દોડી આવ્યા હતા તેમણે ડીડીઓ પાસેથી સાપ લઈ દૂર મુકી આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન એક બહેનને ચક્કર આવતા તેમને સારવારમાં ખસેડ્યા હતા. ત્યારે તેમને સાપ કરડ્યાની અફવા પણ વહેતી થઈ હતી. જેને લઈ બહેનોમાં ગભરાટ ફેલાયો હતો. બાદ રાબેતા મુજબ કાર્યક્રમ શરૂ થયો હતો. આ કાર્યક્રમમાં તાલુકા ઘટનાં 12 આંગણવાડી કેન્દ્રનાં વર્કરને 21 હજાર તથા 8 તેડાગર બહેનોને 11 હજાર લેખે કુલ રૂપિયા 3.84 લાખનાં ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાનાં 1378 આંગણવાડી વર્કર બહેનો અને 1318 હેલ્પર બહેનોને સાડી આપવામાં આવી હતી.

કેટલાક બહેનો ઘરે ભાગી આવ્યા

કાર્યક્રમ દરમિયાન સાપ નિકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આંગણવાડીનાં કેટલાક બહેનો પાછળથી ઘરે ભાગી આવ્યા હતા. તો બીજી તરફ સુપરવાઈઝર બહેનોએ અન્ય આંગણવાડીનાં બહેનોને પાછા બેસાડ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-anandwadi-workers-get-stampede-ddo-snake-get-one-and-a-half-feet-snake-064017-4946973-NOR.html

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાયલ ખાતે તૃણભક્ષી, રાની, સરીસૃપ સહિત

DivyaBhaskar News Network

Jul 08, 2019, 06:45 AM IST

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાયલ ખાતે તૃણભક્ષી, રાની, સરીસૃપ સહિત મોટા ભાગના પ્રાણીઓ જોવા મળે છે. આ પ્રાણી, પક્ષીઓને જોવા માટે રોજના મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. વધતી જતી પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વિવિધ પક્ષી, માસાહારી અને તૃણભક્ષી પ્રાણીઓ લઇ આવવામાં આવે છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા પ્રવાસીઓ ચિલોત્રાને જોવા વગર જતા નથી. ચિલોત્રો એક એવું પક્ષી છે કે જેની ચાંચ મોટી હોય છે. મોટી ચાંચને કારણે લોકોમાં આકર્ષણ જમાવે છે. સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળતા બે ચિલોત્રાને 1 વર્ષ પહેલા જામનગરથી લઇ આવવામાં આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ જામનગરના જામસાહેબ બાપુએ બે નર ચિલોત્રા રાખ્યા હતા જેથી આ બન્ને ચિલોત્રાને હવે સક્કરબાગમાં લઇ આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ચિલોત્રા પક્ષી સાઉથ ઇન્ડીયન, ભુતાન, નેપાળ અને ઇન્ડોનેશીયામાં જોવા મળે છે. જેમનું વજન અઢી થી ચાર કિલો હોય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-at-trimbakeshwar-rani-reptilia-at-junagadh-sakkarbaag-animal-collection-064508-4946959-NOR.html

ચોમાસુ શરૂ થતા જ સિંહોમાં કૃમિની સમસ્યા, વન વિભાગે મારણમાં દવાના ડોઝ નાખવાનું શરૂ કર્યું

  • ગીરના સિંહોમાં કૃમિ જોવા મળતા વનવવિભાગ એક્શનમાં

Divyabhaskar.com

Jul 09, 2019, 11:12 AM IST
જૂનાગઢ: ચોમાસાની સિઝન શરૂ થતા જ સિંહોમાં કૃમિની સમસ્યા જોવા મળી રહી છે. આથી વન વિભાગ એક્શનમાં આવ્યું છે. વન વિભાગ દ્વારા મારણમાં દવાના ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વન વિભાગે ગીર અને રેવન્યુ વિસ્તારમાં આ કામગીરી હાથ ધરી છે. સિંહોએ કરેલા મારણમાં ડોઝ આપી તેમને કૃમિથી બચાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
અગમચેતીના ભાગરૂપે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી
થોડા સમય પહેલાં મેંદરડા વિસ્તારમાં કૃમિના કારણે ત્રણ સિંહોના મોત થયા હતા. જેને લઈને વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. વનવિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન વાતાવરણમાં પરિવર્તન આવતા સિંહો પર પણ તેની અસર જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં સિંહોને કૃમિની સમસ્યા સર્જાતી હોય છે. સિંહોના મારણમાં દવા નાંખી અને તેને કૃમિના રોગથી બચાવવાની કામગીરી કરવામાં આવી છે. ગત વર્ષે ગીરના સિંહોને કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ લાગ્યો હતો જેના કારણે 23 સિંહોના મોત નીપજ્યા હતા ત્યારે અગમચેતીના ભાગરૂપે વનવિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે.

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/worm-problem-in-lions-so-forest-deparment-start-of-drug-doses-in-the-antidote-1562651052.html

જૂનાગઢમાં વૃક્ષારોપણ કરાયું |ગુજરાતમાં 11,111 વૃક્ષો વાવવાનો સંકલ્પ આંદોલનકારી પ્રવિણ

DivyaBhaskar News Network

Jul 10, 2019, 06:40 AM IST
જૂનાગઢમાં વૃક્ષારોપણ કરાયું |ગુજરાતમાં 11,111 વૃક્ષો વાવવાનો સંકલ્પ આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા લેવામાં આવ્યો છે. જેને અનુસંધાને જૂનાગઢમાં પણ આ અભિયાનને સફળ બનાવવા મંચના પ્રતાપભાઈ વાળા અને ટિમ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, જૂનાગઢ જન અધિકાર મંચના પ્રતાપભાઈ વાળા દ્વારા શહેરમાં 10 હજાર થી વધુ સભ્યો બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-plantation-in-junagadh-plans-for-11111-trees-in-gujarat-064020-4961979-NOR.html

પ્રતિ વર્ષ કારતક સુદ અગિયારસથી ગરવા ગિરનાર ફરતેની લીલી

DivyaBhaskar News Network

Jul 10, 2019, 06:40 AM IST

પ્રતિ વર્ષ કારતક સુદ અગિયારસથી ગરવા ગિરનાર ફરતેની લીલી પરિક્રમા યોજાઇ છે. આ પરિક્રમામાં લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. દરમિયાન આ પરિક્રમાને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ કરાતી હોય છે. પરંતુ મનપાના નવનિયુકત કમિશ્નર તુષાર સુમેરાએ 4 મહિના અગાઉથી લીલી પરિક્રમા અંગેના આયોજનની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે મનપાના વિર સાવરકર હોલમાં પરિક્રમાને સલંગ્ન તમામ શાખા અધિકારીઓ સાથે બેઠક કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. બેઠકમાં ઉપસ્થિત શાખા અધિકારીઓની શું જવાબદારી હોય છે, તેમાં શું વ્યવસ્થા કરવાની હોય છે, શું મુશ્કેલી આવે છે , તેનું સરળરીતે નિરાકરણ કઇ રીતે લાવી શકાય તે તમામ બાબતે સલાહ મશ્વરા કરી આગામી સમયમાં યોજાનાર લીલી પરિક્રમા ભાવિકો માટે વધુ સુવિધારૂપ બની રહે તે માટે તૈયારી કરવા જણાવ્યું હતું. આમ, નવનિયુકત કમિશ્નર તુષાર સુમેરાએ લીલી પરિક્રમા અંગે જાણકારી મેળવી તેમાં કોઇ મુશ્કેલી ન પડે તેવા આયોજન અંગે અગાઉથી જ પ્લાનીંગ કરવા સલંગ્ન શાખા અધિકારીઅોને જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-lily-of-girnar-dining-around-kartak-sud-eleven-064021-4961969-NOR.html

ઉના નજીક પથ્થરની ખાણમાં 7 સિંહોએ આરામ કર્યો

સોશિયલ મીડિયામાં વાઇરલ થયો

Divyabhaskar.com

Jul 12, 2019, 03:49 PM IST
ઉના: ઉના નજીક પથ્થરની ખાણમાં 7 સિંહો આરામ કરી રહ્યા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં સિંહો ખાણમાં આરામથી બેઠા હોય તેમ નજરે પડી રહ્યા છે. કોઇએ આ દ્રશ્યો પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
(જયેશ ગોંધિયા, ઉના)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/7-lion-rest-in-stones-mine-near-una-and-this-video-viral-on-social-media-1562847022.html

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી બે સિંહ ટ્રેનમાં આસામના ગુવાહાટી ઝુ ખાતે રવાના કરાયા

  • વેટરનરી ડોક્ટર સહિતની આઠ સભ્યોની ટીમ બે સિંહોને લઇ આસામ જવા રવાના

Divyabhaskar.com

Jul 12, 2019, 05:35 PM IST
જૂનાગઢ: એનિમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી બે સિંહ રેલવે માર્ગે ટ્રેન મારફત આસામના ગુવાહાટી ઝુ ખાતે રવાના કરાયા હતા. આરએફઓ સુરેશ બારૈયાની દેખરેખ હેઠળ વેટરનરી ડોક્ટર સહિતની આઠ સભ્યોની ટીમ બે સિંહોને લઇ આસામ જવા રવાના કરાયા હતા.
ઓખા સ્ટેશનથી ઓખા-ગુવાહાટી ટ્રેનમાં મોકલાયા
બે સિંહોને ઓખા રેલવે સ્ટેશનથી ઓખા-ગુવાહાટી ટ્રેન મારફત મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે એક સમયે નવાબી કાળમાં પણ રેલવે માર્ગે સિંહોનું આવાગમન થતું હતું. બે સિંહોને પાંજરામાં પૂરી ટ્રેનના એક ડબ્બામાં રાખવામાં આવ્યા હતા. અને ડબ્બામાં સિંહો માટે પૂરી સુવિધા રાખવામાં આવી છે.
(નિમિષ ઠાકર, જૂનાગઢ)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/two-lion-gone-to-guwahati-zoo-by-train-at-okha-railway-station-1562922340.html

વનરાજી વચ્ચે વનરાજનું વિચરણ, વાહનચાલકો થંભી ગયા, વિડીયો વાયરલ

 જુનાગઢ / વનરાજી વચ્ચે વનરાજનું વિચરણ, વાહનચાલકો થંભી ગયા, વિડીયો વાયરલ

Divyabhaskar.com

Jul 13, 2019, 01:16 AM IST
જુનાગઢ: જુનાગઢનાં બિલખા રોડ પર વનરાજી વચ્ચે સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે. જેમાં વનરાજ જાણે વિચરણ કરવા નિકળ્યાં હોય તેમ રોડ ઓળંગ્યો હતો. ધોળા દિવસે સિંહને રોડ ઓળંગતો જોઇ વાહનચાલકો થંભી ગયા હતાં. રોડ ઓળંગીને વનરાજ પણ ગીરમાં ખીલેલી વનરાજી ચાલ્યા ગયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે સિંહનાં સંવનનો સમય હોવાથી હાલ ગીરનાં જંગલમાં સિંહ દર્શન બંધ છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lion-cross-road-in-junagadh-video-goes-viral-1562951085.html

જૂનાગઢનાં બીલખા રોડ પર ટ્રાફિક વચ્ચે સિંહનાં આંટાફેરા

DivyaBhaskar News Network

Jul 14, 2019, 06:45 AM IST
જૂનાગઢનાં ગિરનાર જંગલમાં 35 થી વધુ સાવજોનો વસવાટ છે. આ સાવજો ગિરનારની આસપાસનાં ગામોમાં લગભગ રોજ દેખા દેતા હોય છે. જૂનાગઢ શહેરની ભાગોળે કેટલાક વિસ્તારોમાં સાવજનું આગમન થતુંજ હોય છે.

જૂનાગઢનાં બિલખા રોડ પર અાવેલા ગેઇટથી અાગળ 66 કેવી નજીકના વિસ્તારમાં બે દિવસ પહેલાં એક સાવજે ધોળા દિવસે રોડ ક્રોસ કર્યો ત્યારે ટ્રાફિક થંભી ગયો હતો. કેટલાય લોકોએ એ ક્ષણને પોતપોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધી હતી. ગઇકાલથી આખા જૂનાગઢમાં આ વીડીયો ક્લિપ ફરતી થઇ હતી. સ્થાનિક લોકોને જોતાંજ બિલખા રોડ હોવાનો ખ્યાલ આવી ગયો હતો. જોકે, અત્યાર સુધીમાં ધોળે દિવસે સાવજો દેખાયાની ઘટના ઓછી બની છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-lion-strokes-between-traffic-on-junagadh39s-bilkha-road-064506-4993989-NOR.html

ઘાંટવડ ગામ પાસે વીજ આંચકાથી દીપડાનું મોત DivyaBhaskar News NetworkJul 14, 2019, 06:45 AM IST વનવિભાગની જામવાળા રેન્જનાં જંગલમાં ઘાંટવડ પાસે એક વાડી પાસે દીપડો ઢેલનો શિકાર કરવા જતાં વીજ સબ સ્ટેશનને અડી જતાં તેનું જોરદાર વીજ આંચકાથી મોત નિપજ્યું હતું. વનવિભાગની જામવાળા રેન્જનાં જંગલમાં ઘાંટવડ રાઉન્ડની ઘાંટવડ-1 બીટ પાસે ગોવિંદપુર ભંડારીયા રેવન્યુ વિસ્તાર આવેલો છે. અહીં બાલુભાઇ કાનાભાઇ ભેડાની વાડી છે. જ્યાં એક દીપડો અાવી ગયો હતો. તે ઢેલનો શિકાર કરવા જતાં વીજ સબ સ્ટેશનના સંપર્કમાં આવી જતાં જોરદાર વીજ શોક લાગ્યો હતો. આથી દીપડાનું ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વનવિભાગને જાણ થતાં વનવિભાગે તેનું પંચનામું અને પોસ્ટમોર્ટમ કર્યું હતું. મૃત દીપડો 7 થી 8 વર્ષનો નર હોવાનું જાણવા મળ્યું છે.

DivyaBhaskar News Network

Jul 14, 2019, 06:45 AM IST
વનવિભાગની જામવાળા રેન્જનાં જંગલમાં ઘાંટવડ પાસે એક વાડી પાસે દીપડો ઢેલનો શિકાર કરવા જતાં વીજ સબ સ્ટેશનને અડી જતાં તેનું જોરદાર વીજ આંચકાથી મોત નિપજ્યું હતું. વનવિભાગની જામવાળા રેન્જનાં જંગલમાં ઘાંટવડ રાઉન્ડની ઘાંટવડ-1 બીટ પાસે ગોવિંદપુર ભંડારીયા રેવન્યુ વિસ્તાર આવેલો છે. અહીં બાલુભાઇ કાનાભાઇ ભેડાની વાડી છે. જ્યાં એક દીપડો અાવી ગયો હતો. તે ઢેલનો શિકાર કરવા જતાં વીજ સબ સ્ટેશનના સંપર્કમાં આવી જતાં જોરદાર વીજ શોક લાગ્યો હતો. આથી દીપડાનું ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વનવિભાગને જાણ થતાં વનવિભાગે તેનું પંચનામું અને પોસ્ટમોર્ટમ કર્યું હતું. મૃત દીપડો 7 થી 8 વર્ષનો નર હોવાનું જાણવા મળ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-deepak39s-death-by-electric-shock-near-ghantewad-village-064508-4993981-NOR.html

75 સિંહોને 24 કલાકમાં બે વાર લોકેશન બતાવતાં રેડિયો કોલર લગાવાયા

radio caller installed to 75 lions it have been seen two times location in 24 hours

  •  જર્મનીનું રેડિયો કોલર બેટરી ઓપરેટેડ, બેટરી પૂરી થાય એટલે કાઢી લેવાનું

Divyabhaskar.com

Jul 14, 2019, 12:13 PM IST
જૂનાગઢ: સિંહોનાં ગળામાં રેડિયો કોલર પહેરાવી તેના આખા ગૃપને ટ્રેક કરવામાં આવે છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીએ સાસણ ખાતે જેની જાહેરાત કરી હતી એ જર્મનીનાં આધુનિક રેડિયો કોલર પહેરાવવાની કામગિરી પૂરી થઇ ગઇ છે. સૌરાષ્ટ્રનાં 5 જિલ્લામાં ફરતા તમામ સાવજોનાં ગૃપોનાં કુલ 75 સિંહોને આ રેડિયો કોલર પહેરાવાયા છે. જેનું મોનિટરિંગ સાસણથી થાય છે.
એક ગૃપમાં એક સિંહ એમ કુલ 75 સિંહોને આ રેડિયો કોલર લગાવાયા
ભાવનગરથી માંડીને ગીર સુધીનાં તમામ જિલ્લાઓમાં ફરતા સિંહોનાં ગૃપો હવે વનવિભાગની નજર હેઠળ આવી ગયા છે. એક ગૃપમાં એક સિંહ એમ કુલ 75 સિંહોને આ રેડિયો કોલર પહેરાવી દેવાની કામગીરી પૂરી થઇ ગઇ છે. આ રેડિયો કોલર અંગે સીસીએફ વસાવડા કહે છે, આ સાવજોનું મોનિટરિંગ જ્યાં થાય છે એ સેન્ટર સીધું જ સેટેલાઇટ સાથે કનેક્ટેડ હોય છે. એજ રીતે સિંહના ગળામાં રહેલું રેડિયો કોલર પણ સીધું જ સેટેલાઇટ સાથે કનેક્ટેડ હોય છે. જ્યારે સેટેલાઇટ ગીર પરથી પસાર થાય ત્યારે તે આ રેડિયો કોલરનું સ્થાન ડીટેક્ટ કરે. આ વખતે રેડિયો કોલરમાં જે ટાઇમર ગોઠવેલું હોય એ સમયે રેડિયો કોલર પણ પોતાનું લોકેશન દર્શાવતું સીગ્નલ સેટેલાઇટને મોકલે. એ રીતે રેડિયો કોલર થકી સિંહનાં આખા ગૃપનું સ્થાન જેતે સમયે ક્યાં છે એ નક્કી થાય.
બેટરી પૂરી થઇ જાય એટલે સિંહના ગળામાંથી કાઢી લેવાનું
અત્યારે 24 કલાકમાં બે વખત આ રેડિયો કોલર તેનું સ્થાન સેટેલાઇટને મોકલે એવી રીતે તેને સેટ કરાયું છે. જોકે, તેનો રીયલ ટાઇમ ડેટા આમાં નથી આવતો. વધુમાં તેઓ કહે છે, આ રેડિયો કોલર બેટરી ઓપરેટેડ હોય છે. તેની બેટરીને ચાર્જ કરવાની હોતી નથી. એક વખત પહેરાવી દેવાયું એટલે 2-3 વર્ષ સુધી તે કામ આપે. પછી બેટરી પૂરી થઇ જાય એટલે સિંહના ગળામાંથી કાઢી લેવાનું.
મોનિટર પર પોઇન્ટ દેખાય છે
દરેક રાઉન્ડનાં ફોરેસ્ટરને તેના વિસ્તારમાં સિંહનું લોકેશન જાણવા માટે આ માટેનાં ખાસ ડિવાઇસ અપાયા છે. પાંચ જિલ્લામાં ફરતા તમામ ગ્રૂપનાં કુલ 75 જેટલા સાવજોને રેડિયો કોલર પહેરાવી દેવામાં આવ્યા છે.આ રેડિયો કોલરનું સ્થાન નક્કી કરેલા સમયે મોનિટર પર પોઇન્ટના સ્વરૂપમાં દેખાય છે.
75 કોલર એકસાથે જોવા કસરત કરવી પડે
મોનિટર પર આખા ગિરના નકશામાં એક સાથે 75 નહીં, પણ જુદા જુદા વિસ્તારમાં પોઇન્ટ ક્યાં છે એ જુદા જુદા સમયે દેખાય છે. મોનિટર પર બેઠેલો ઓપરેટર દરેક વિસ્તારનો એક પછી એક વારા પ્રમાણે જેતે વિસ્તારમાં ક્યા સમયે ક્યું રેડિયો કોલર ક્યાં હતું તેની નોંધ રાખે છે. અને પછી તેને કમ્પાઇલ કરે છે. એક સમયે એકસાથે 75 પોઇન્ટો ક્યાં ક્યાં હતા એ જોવા માટે ઓપરેટરે કસરત કરવી પડે છે.
અભ્યારણ્યની આસપાસના વિસ્તારોનાં ગૃપોને પહેલાં પહેરાવાયા
ગિર અભ્યારણ્યની આસપાસના વિસ્તારોમાં વિહરતા સાવજોનાં ગૃપોને રેડિયો કોલર લગાવવા માટે પહેલાં પસંદ કરાયા હતા. હવે તો પાંજરાની બહાર ફરતા 5 જિલ્લાનાં તમામ 75 ગૃપો આ મોનિટરિંગ સીસ્ટમ હેઠળ આવી ચૂક્યા છે. એમ પણ સીસીએફ વસાવડાએ જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/radio-caller-installed-to-75-lions-it-have-been-seen-two-times-location-in-24-hours-1563087412.html

સ્કંદપુરાણનાં પ્રભાસખંડમાં ગિરનારનો રૈવતાચલ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો

DivyaBhaskar News Network

Jul 16, 2019, 06:40 AM IST
જૂનાગઢ | સ્કંદપુરાણનાં પ્રભાસખંડમાં ગિરનારનો રૈવતાચલ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગિરનાર ઉદયન પર્વત તરીકે પણ ઓળખાય છે. ગિરનાર હિમાલયથી પણ જૂનો છે. ચોમાસામાં અહીં કાશ્મીર જેવો માહોલ હોય છે. ગિરનાર વાદળોથી ઘેરાયેલો રહે છે. ગિરનાર પણ પ્રકૃતિ સોળેકળાએ ખીલી છે. જાણે ગિરનારે લીલી ચાદર ઓઢી લીધી છે. ગિરનાર પર્વતમાં આવેલ ગોરખનાથ શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે,જેની ઊંચાઈ 3663 ફૂટ છે. દત્તાત્રેય શિખર 3330 ફૂટ, અંબાજી શિખર 3047 ફૂટ છે. ગિરનારમાં સાત શિખર છે. ફોટો : મેહુલ ચોટલિયા
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-junagadh-in-skabad-poora-girnar-was-referred-to-as-bauhavatachal-064017-5009194-NOR.html

ગિરનાર પર વિજ પુરવઠાની ખુલી પેટીઓ હોય શોર્ટ સર્કિટનો ભય

DivyaBhaskar News Network

Jul 18, 2019, 06:45 AM IST
જૂનાગઢના ગરવા ગિરનાર પર તંત્રઅે વિજ પુરવઠો પહોંચાડી દીધો છે પરંતુ આ વિજ પુરવઠો ક્યારેક અકસ્માત સર્જી શકે છે. ગિરનાર પરના જૈન દેરાસર, અંબાજી મંદિર, ગોરખ નાથ અને ગુરૂ દત્તાત્રેય શિખર ચઢવા માટે રોજના મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોવા મળે છે. તંત્ર દ્વારા ગિરનાર પર વિજ પુરવઠો પહોંચાડવામાં આવ્યો છે પરંતુ તંત્રની બેદરકારીને કારણે વિજ પુરવઠાની ખુલ્લી પેટીઓ જોવા મળે છે જે અકસ્માત સર્જી શકે છે તેમજ શોટ સર્કિટ થવાનો પણ ભય સેવાઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ગિરનાર પરની વિજ પુરવઠાની ખુલ્લી પેટીઓ બંધ કરવા લોકોમાં માંગ ઉઠી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-fear-of-short-circuit-to-have-open-boxes-of-power-supply-on-girnar-064505-5025206-NOR.html

ગિરનારના 2000 પગથિયા નજીકથી પટકાતાં આધેડનું મોત

DivyaBhaskar News Network

Jul 18, 2019, 06:45 AM IST
જૂનાગઢના ગિરનાર પર્વત પરના 2000 પગથિયા નજીકના જંગલમાં વેલનાથ બાપુની સમાથી પાસેના પગથિયા પર પડી જતા અજાણ્યા આધેડનું મોત નિપજ્યું હતું અને કોહવાયેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળ્યો હતો. પોલીસમાંથી મળતી વિગત મુજબ ગિરનાર પર્વતના 2000 પગથિયાથી ઉતરે જંગલમાં 500 મીટર દૂર એક અજાણ્યા આધેડનો મૃતદેહ પડ્યો હોવાની જાણ ઉપરકોટ પાસેના ફોરેસ્ટ ક્વાટરમાં ઘાંચીવાડામાં રહેતા કલનભાઇ કડચા પારગીને જાણ થતા ભવનાથ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જંગલમાં આવેલ વેલનાથ બાપુની સમાધી પાસે ઉપરની છીપરમાં પડી જવાને કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું જેને કારણે મૃતદેહ કોહવાય ગયો હતો. ભવનાથ પોલીસે અજાણ્યા આધેડનો મૃતદેહ પીઅેમ માટે મોકલી આગળની તપાસ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.ધોકડીયા ચલાવી રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-girnar39s-2000-step-by-step-crusade-064515-5025189-NOR.html

ઇન્દ્રેશ્વર રોડ પર આરામ ફરમાવતા વનરાજાનો વીડિયો વાઇરલ થયો

  • સરકાર શરૂ કરાવે એ પહેલાં ખુદ સિંહો અવારનવાર જાતે જ દર્શન આપે છે 

Divyabhaskar.com

Jul 19, 2019, 01:05 PM IST
જૂનાગઢ: જૂનાગઢના દોલતપરા વિસ્તારના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા પર આરામ ફરમાવતા વનરાજાનો વીડિયો વાઇરલ થયો છે. સરકાર સિંહ દર્શન શરૂ કરાવે તે પહેલા ખુદ સિંહો અવારનવાર લોકોને સિંહ દર્શન કરાવી રહ્યા છે. જૂનાગઢમાં ગિરનારના જંગલમાં સિંહ દર્શન શરૂ કરાવવાની સરકાર લાંબા સમયથી વાતો કરી રહી છે પરંતુ કોઇ કારણોસર સિંહ દર્શન શરૂ કરાવી શકી નથી. જ્યારે ઇન્દ્રેશ્વર રોડ પર અવારનવાર સિંહો આવી જતા હોય છે. રાત્રીના તો ક્યારેક વહેલી સવારે સિંહો લટાર મારતા જોવા મળે છે. દરમિયાન ઇન્દ્રેશ્વર રોડ પર આરામ ફરમાવતા વનરાજા જોવા મળતા કોઇએ આ વીડિયો બનાવી વાઇરલ કર્યો છે. ત્યારે સરકાર વહેલી તકે સિંહ દર્શન શરૂ કરાવે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે.
(સરમન ભજગોતર, જૂનાગઢ)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lion-video-viral-on-social-media-in-junagadh-1563513991.html

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની પ્રવેશ ફિમાં સુધારો કરવામાં આવ્યો

DivyaBhaskar News Network

Jul 20, 2019, 06:45 AM IST

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની પ્રવેશ ફિમાં સુધારો કરવામાં આવ્યો છે. નવા દર 15 જુલાઇથી અમલી બન્યા છે. આ સુધારા મુજબ 3 વર્ષ નિચેના બાળકો માટે પગપાળા તેમજ બસ પ્રવાસ વિનામુલ્યે રહેશે. જયારે 3 વર્ષથી લઇને 12 વર્ષ નીચેના ઉંમરના બાળકોના પ્રવેશ માટે 15 રૂપિયા અને 12 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિના પ્રવેશ માટે 30 રૂપિયા ફિ નક્કી કરવામાં આવી છે. જયારે શૈક્ષણીક પ્રવાસ આવે ત્યારે વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોના માટે વ્યક્તિ દિઠ 5 રૂપિયા લેવાશે.

60 વર્ષથી વધુની ઉંમરના સિનીયર સિટીઝનો માટે પગપાળા મુલાકાતના 15 રૂપિયા, વાહન દ્વારા પ્રવેશની ફિ 3 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિ માટે 50 રૂપિયા કરવામાં આવી છે. મોબાઇલ સિવાય કેમેરાથી ફોટોગ્રાફીના 40, મોબાઇલ સિવાય વિડીયો કેમેરા માટે 125, પ્રોફેશ્નલ કેમેરા 200 રૂપિયા, પ્રોફેશ્નલ વિડીયો કેમેરા 3500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ ભાવ 15 જુલાઇથી લાગુ પડયા હોવાનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક દ્વારા જણાવાયું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-junagadh39s-sakkarbaug-zoo-museum-has-been-revised-064508-5041999-NOR.html

RFO પર વડલીના 2 યુવાનોને ઢોર માર મારવાનો આરોપ, 17 કલાક ગોંધી રાખ્યા

  • તુલસીશ્યામ રેન્જના RFO પર બે યુવાનોને માર મારવાનો આરોપ
  • જાવિદ હસનભાઈ સમા અને અજીત ઈસ્માઈલભાઈ સમાને પાંચ-પાંચ હજારનો દંડ કર્યો
  • 50 હજારની માંગણી કર્યા બાદ પૈસા ન આપતા ઢોર માર મારવામાં આવ્યો
  • સવારના 5 વાગ્યે આ બન્ને યુવાનને લઈ ગયા બાદ રાત્રે 8 વાગ્યે છોડ્યા

Divyabhaskar.com

Jul 20, 2019, 11:32 PM IST
ગીર ગઢડાઃ વડલી ગામના 2 યુવાનોને જંગલ ખાતાના અધિકારીએ ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. તુલસીશ્યામ રેન્જના RFO પર રાવલ ડેમ પાસે માછીમારી કરવા ગયેલા 2 યુવાનો એવા જાવિદ હસનભાઈ સમા અને અજીત ઈસ્માઈલભાઈ સમાને પાંચ-પાંચ હજારનો દંડ ફટકારીને માર મારવાનો આરોપ લગાવ્યો છે. ત્યાર બાદ બંને યુવાનોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જંગલખાતાના અમાનવીય વ્યહવારને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, RFO સવારના 5 વાગ્યે આ બન્ને યુવાનને લઈ ગયા બાદ રાત્રે 8 વાગ્યે છોડ્યા હતા. આ બન્ને યુવાનો પાસેથી 50 હજારની માંગણી કર્યા બાદ પૈસા ન આપતા ઢોર માર મારવામાં આવ્યો હતો. ભોગ બનનાર અજિત ઇસ્માઇલ સમા નામનો યુવક હાલ ઉનાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવકના જણાવ્યા અનુસાર ગીરગઢડા પોલીસ સ્ટેશને તેની ફરિયાદ નોંધી નહોતી. પોલીસ ઓફિસર્સ ફરિયાદ લેવામાં ગલ્લાતલ્લા કરતા હોવાનું સામે આવ્યું છે.

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/rfo-accused-of-beat-up-2-youths-of-vadli-village-of-gir-gadhada-1563631313.html

ગીરનાર સાથે વાતો કરતા વાદળો, નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

  • જૂનાગઢમાં સવારે બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો

Divyabhaskar.com

Jul 21, 2019, 03:21 PM IST
જૂનાગઢ: જૂનાગઢમાં આજે બીજા દિવસે પણ મેઘરાજાએ મહેર કરી છે. આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ત્યારે ગીરનાર પર્વત સાથે વાદળો વાતો કરતા હોયો તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ગીરનાર પર્વતને વાદળો અથડાતા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાતા લોકો પણ આશ્ચર્યચકિત બની ગયા હતા.
(અતુલ મહેતા, જૂનાગઢ)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/cloud-touch-with-girnar-hill-in-junagadh-1563689653.html

જૂનાગઢ કાળવામાં મગર દેખાતા લોકો ઉમટ્યા

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:35 AM IST
જૂનાગઢમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદી, ડેમમાં નવા નીર આવ્યા છે. વરસાદને કારણે શહેરના કાળવામાં પાણી જોવા મળી રહ્યું છે ત્યારે રવિવારે કાળવાના પાણીમાં મગર જોવા મળતા લોકો મગરને જોવા ઉમટ્યા હતા. સામાન્ય રીતે જંગલના ડેમ, તળાવોમાં મગર જોવા મળતી હોય છે પરંતુ હવે મગર રસ્તા પર પણ જોવા મળે છે. ત્યારે જૂનાગઢમાં વરસાદને કારણે ડેમમાં નવા નીર આવ્યા છે. આ નવા નીરની સાથે પાણીમાં મગર પણ જોવા નજર ચડે છે. શહેરના કાળવા ચોક નજીકના પુલ પરથી કાળવાના પાણીમાં મગર નજર ચડતા લોકો મગરને જોવા ઉમટ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-in-junagadh-people-are-showing-crocodiles-063513-5058280-NOR.html

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં છેલ્લા બે વર્ષમાં 2342 યુવક-યુવતીઓ જોડાયા

આરોહણ-અવરોહણ સ્પર્ધાના સ્પર્ધકની ફાઈલ તસવીર
આરોહણ-અવરોહણ સ્પર્ધાના સ્પર્ધકની ફાઈલ તસવીર

  • યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિના વિકાસ થાય અને રમત ગમતને પ્રોત્સાહિત કરવા આયોજન કરાય છે
  • વિધાનસભામાં ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની ગ્રાન્ટ ફાળવણીના પ્રશ્નનો ઈશ્વરસિંહ પટેલે પ્રત્યુત્તર આપ્યો

Divyabhaskar.com

Jul 22, 2019, 04:26 PM IST
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિના રાજ્ય મંત્રીએ આપેલા ઉત્તરમાં ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં છેલ્લા 2 વર્ષમાં 2342 યુવક-યુવતીઓએ ભાગ લીધો હોવાનું જણાવ્યું હતું. રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે રાજ્યના યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય તથા રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે પ્રતિવર્ષ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાય છે. જેમાં છેલ્લા બે વર્ષમાં 2342 યુવક-યુવતીઓએ ભાગ લીધો છે. આ માટે રૂ 26.58 લાખનો ખર્ચ કરાયો છે.
ગ્રાન્ટ ફાળવણી મામલે પ્રત્યુત્તર આપ્યો
વિધાનસભા ખાતે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ગ્રાન્ટ ફાળવણીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઉમેર્યું કે, આ સ્પર્ધા 1971માં શરૂ થઈ હતી અને આજે રાજ્ય-રાષ્ટ્રકક્ષાએ બે સ્પર્ધા યોજાય છે. રાજ્યકક્ષાની સ્પર્ધા જાન્યુઆરીમાં અને રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા ફેબ્રુઆરીમાં યોજાય છે. જેમાં વિવિધ રાજ્યના યુવક-યુવતીઓ ભાગ લેતા હોય છે, જે માટે યોગ્ય પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. જિલ્લા રમતગમત અધિકારી દ્વારા અરજીઓ એકત્ર કરીને ગિરનાર ખાતેના પર્વતારોહણ કેન્દ્ર ખાતે મંગાવીને સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
વિજેતાને સરકાર ઈનામ આપે છે
રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વિજેતાને રૂ.5750નું ઇનામ અપાય છે. એ જ રીતે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ રૂપિયા એક લાખથી વધુ રકમના ઇનામોનું વિતરણ કરવામાં આવે છે. આ સ્પર્ધાના આયોજનમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ એન.સી.સી., એન.એસ.એસ.ના યુવાનોનો પણ વ્યાપક સહયોગ સાંપડે છે. સાથે-સાથે સલામતી માટે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
સ્પર્ધાના દિવસે ગિરનાર પર સામાન્ય નાગરિકો પર પ્રતિબંધ
સ્પર્ધાના દિવસે સામાન્ય નાગરિકો માટે ગિરનાર પર્વત પર પ્રવેશ બંધ કરવામાં આવે છે. તેમજ આરોગ્ય સવલતો પૂરી પાડવા માટે પણ સગવડ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
https://www.divyabhaskar.co.in/uttar-gujarat/latest-news/gandhinagar/news/last-2-years-girnar-arohan-uvrohan-competition-2342-youth-taken-part-1563793734.html

સક્કરબાગ 1 વર્ષમાં 30 સિંહ બીજા ઝૂને આપશે, જૂનાગઢનાં ઝૂ પાસે 54 સિંહ છે, 24 વધશે, 141 પ્રાણી-પક્ષી આવશે

Junagadh: Sakkarbaug zoo will give 30 lions to another zoo

  • સક્કરબાગ ઝૂમાં જ જન્મેલા 30 સિંહ અપાશે
  • અત્યાર સુધીમાં 7 સિંહ અપાયા 
  • 4 મૈસુર, 2 આસામ અને 1 સિંહ રાજસ્થાનને આપવામાં આવ્યો  

Divyabhaskar.com

Jul 23, 2019, 02:28 AM IST
સરમણ ભજગોતર, જૂનાગઢ: જૂનાગઢમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના રાજ્યના નવાબના સમયમાં ઇ.સ.1863માં થઇ હતી. સક્કરબાગએ ભારતના જૂનામાં જૂના પ્રાણી સંગ્રહાલયોમાંનું એક છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશિયાઇ સિંહ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ એશિયાઇ સિંહોને જોવા માટે સક્કરબાગની મુલાકાત લેતા હોય છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહોની સાથે સાથે દિપડા, વાઘ, તૃણભક્ષી, સરીસૃપ સહિતના પ્રાણીઓ જોવા મળે છે.
સક્કરબાગ ઝૂ પાસે માત્ર 24 સિંહ રહેશે
એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ઝૂમાંથી દેશના 13 ઝૂને સિંહ આપવામાં આવી રહ્યા છે. જેની સાથે અન્ય પ્રાણી, પક્ષીઓ લઇ આવવામાં આવી રહ્યા છે. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પાસે 54 સિંહ છે પરંતુ એનીમલ એક્સચેજ પ્રોગ્રામ હેઠળ આ વર્ષે દેશના અલગ અલગ 13 ઝૂને 30 સિંહની સાથો સાથ તૃણભક્ષી પાણી અને પક્ષીઓ સહિત કુલ 96 પ્રાણી-પક્ષીઓ આપવાના છે. આ 30 સિંહો સક્કરબાગ ઝૂમાં જ જન્મેલા હોવાનું ઝૂ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. અન્ય ઝૂને 30 સિંહો આપ્યા બાદ સક્કરબાગ ઝૂ પાસે માત્ર 24 સિંહ રહેશે. જો કે 13 ઝૂને 30 સિંહ સહિત 96 પ્રાણી-પક્ષીઓ આપ્યા બાદ ત્યાંથી ઝીરાફ, ઝીબ્રા, હિમાલીયન કાળા રીંછ, અજગર, મોટી ખિસકોલી, વરૂ, હીપોપોટેમસ, બિલાડી જેવો દીપડો સહિત પ્રાણી અને પક્ષી સહિત કુલ 141 પ્રાણી-પક્ષીઓ સક્કરબાગ ઝૂમાં લાવવામાં આવશે.
આ 13 ઝૂને સક્કરબાગ સિંહો આપશે
છતબીર ઝૂ - પંજાબ
માઇસોર ઝૂ - કર્ણાટક
તિરુપતિ ઝૂ - તામિલનાડુ
વિશાખાપટ્ટણમ ઝૂ - આંધ્રપ્રદેશ
જયપુર ઝૂ - રાજસ્થાન
આસામ ઝૂ
નય્યર સફારી પાર્ક - કેરળ
બરોડા ઝૂ - ગુજરાત
ગોપાલપુર ઝૂ - હિમાચલ પ્રદેશ
અલીપોર ઝૂ, કોલકાતા - પ. બંગાળ
મુંબઇ ઝૂ - મહારાષ્ટ્ર
ગોરખપુર ઝૂ - ઉ.પ્ર.,
રાંચી ઝૂ - બિહાર
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/junagadh-sakkarbaug-zoo-will-give-30-lions-to-another-zoo-1563829657.html

ગીરગઢડાની રૂપેણ નદીમાં ઉમટ્યાં નીર, ડ્રોનની નજરે માણો અદભુત નજારો

Divyabhaskar.com

Jul 23, 2019, 08:19 PM IST
સૌરાષ્ટ્ર સહિત ગીર પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગીર ગઢડા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે બપોર બાદ ધોધમાર વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ પડ્યો છે. છેલ્લી બે કલાકમાં ગીરગઢડામાં 3, કોડીનારમાં અઢી અને તાલાલામાં4 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર ગઢડામાં ભારે વરસાદના પગલે રૂપેણ નદીમાં, કોડીનારના અરણેજ ગામ નજીક સોમત નદી અને હરમડિયા નજીક શાંગાવાડી નદીમાં ઘોડાપુર આવ્યું છે. રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે માણો ગીરગઢડાની રૂપેણ નદીમાં આવેલા પાણીનો આસમાની નજારો

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/rupen-nadi-drone-video-after-rain-in-saurastra-1563893595.html

વાંદરવડ બીટમાંથી સસલાનો શિકાર કરતો 1 શખ્સ ઝડપાયો

DivyaBhaskar News Network

Jul 24, 2019, 06:45 AM IST
જૂનાગઢના જંગલ વિસ્તારમાંથી સસલાનો શિકાર કરતા શખ્સને વન વિભાગના અધિકારીઓએ ઝડપી લીધો હતો. વન વિભાગે શખ્સ પાસેથી 8000નો દંડ વસુલી બાદમાં તેને મુકત કર્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ વન વિભાગ ઉત્તર રેન્જના ભેંસાણ સ્થિત વાંદરવડ બીટમાં આરએફઓ આંબલીયા, એન.આર. નંદાણીયા , ડી.વી. મકવાણા વગેરે રાઉન્ડમાં હતા તે દરમિયાન એક શંકાસ્પદ શખ્સ નજરે પડયો હતો. બાદમાં તપાસ કરતા ધરશી પોપટ માથાસુરીયા નામનો 40 વર્ષિય યુવક પ્લાસ્ટિકની જાળી મેવટા નંગ 5 લઇ સસલાનો શિકાર કરતો નજરે પડયો હતો. બાદમાં વન વિભાગના અધિકારીઓએ આ શખ્સને ઝડપી લઇ વન વિભાગના ગુન્હા મુજબ 8000 એડવાન્સ રિકવર કરી બાદમાં આરોપીને મુકત કર્યો હતો. વન વિભાગની આ કામગીરી ડીએફઓ સુનીલ બેરવાલના માર્ગદર્શનમાં કરવામાં આવી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-rabbit-hunting-1-person-hunted-rabbit-064508-5074521-NOR.html

જૂનાગઢમાં વિદાય સમારોહનાં પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Jul 26, 2019, 10:20 AM ISTજૂનાગઢ માહિતી ખાતાના સિનીયર સબ એડીટર નરેશભાઇ મહેતા વર્ગ - 2માં પ્રથમ ક્રમાંકે ઉતિર્ણ થયા હતા. બાદમાં તેમની ગિર સોમનાથ ખાતે સહાયક માહિતી નિયામક તરીકે નિમણૂંક કરવામાં આવી છે. દરમિયાન તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહ પ્રસંગે માહિતી કચેરીના પરિસરમાં વિદાય સમારોહની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અા તકે માહિતી ખાતાના અધિકારી રાજુભાઇ જાની, અશ્વિનભાઇ પટેલ તેમજ ઉપસ્થિત સૌઅે નરેશ મહેતાને શુભેચ્છા પાઠવી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-tree-was-planted-on-the-occasion-of-the-farewell-ceremony-in-junagadh-102006-5091372-NOR.html

દિપડો એક ચતુર અને અત્યંત ચાલાક ગણાય. એટલો

 દેવળિયા પાર્કમાં રખાયેલી એક માનવભક્ષી દીપડી

DivyaBhaskar News Network

Jul 27, 2019, 06:45 AM IST
જૂનાગઢ | દિપડો એક ચતુર અને અત્યંત ચાલાક ગણાય. એટલો ચાલાક અને સ્ફૂર્તિલો કે બીજું કોઇ પ્રાણી કે માનવીની તેના પર અલપઝલપ નજર પડે એ પહેલાં તો તે છૂમંતર થઇ જાય. અને પાછળથી હુમલો કરે. આથીજ વાઇલ્ડલાઇફમાં દિપડાનો પોઝ લેવો અત્યંત કઠિન મનાય છે. આ તસ્વીર સાસણનાં દેવળિયા પાર્કમાં રખાયેલી માનવભક્ષી દિપડીની છે. જે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર સિદ્ધરાજસિંહ સીસોદીયાએ લીધી છે. દેવળિયા પાર્કમાં હાલ 9 માનવભક્ષી દિપડીઓને રખાઇ છે. ભાસ્કર
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-junagadh-the-lamp-is-considered-a-clever-and-very-clever-one-so-much-064512-5099697-NOR.html

જૂનાગઢ ઝૂમાં હિમાલયન કાળા રીંછનું આગમન

DivyaBhaskar News Network

Jul 28, 2019, 06:45 AM IST
એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગમાંથી સિંહ સહિતના પ્રાણી-પક્ષીઓ ભારતના અન્ય ઝુને આપવામાં આવે છે. તો સાથો સાથ આ અન્ય ઝુમાંથી વિવિધ પ્રાણી-પક્ષીઓ લઇ આવવામાં આવે છે. સક્કરબાગ ઝુમાં થોડા સમય પહેલા બાયસન, કાળા હંસ લઇ આવવામાં આવ્યા હતા ત્યારે વધુ એક વખત હિમાલીયન કાળા રીંછની જોડી લઇ આવવામાં આવ્યા છે. જૂનાગઢ સક્કરબાગ ઝુ અને આસામનાં ગુવાહટી ઝુ વચ્ચે સિંહ અને રીંછની અદલાબદલીનો કાર્યક્રમ નક્કી થયો હતો જે અંતર્ગત 15 દિવસ પહેલા સક્કરબાગ ઝુમાંથી બે સિંહને ટ્રેન મારફતે આસામના ગુવાહાટી લઇ ગયા હતા.

જ્યારે ગુરૂવારના દિવસે ગુવાહાટીથી હિમાલીયન કાળા રીંછની જોડી લઇ આવવામાં આવી છે. આ નર, માદા રીંછને સક્કરબાગ ઝુમાં રાખવામાં આવ્યા છે.

સક્કરબાગની મુલાકાતે આવતા લોકો માટે સિંહ, દિપડા સાથો સાથ હિમાલીયન રીંછ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. હાલ આ રીંછને અહીંનુ હવામાન અનુકળ આવે ત્યાં સુધી કવોરન્ટાઇનમાં રખાયા છે. અહીંનું વાતાવરણ માફક આવી ગયા બાદ તેને પ્રવાસીઓ જોઇ શકે એ માટે ડીસ્પ્લે કરાશે. રીંછને ડીસ્પ્લેમાં મુકાયા બાદ તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

એશિયન કાળા રીંછની પેટાજાતિ પણ કહેવાય છે

હિમાલય કાળા રીંછ એ એશિયન કાળા રીંછની પેટાજાતિ છે. જે ભારત, તિબેટ, નેપાળ, ચીન અને પાકિસ્તાનના હિમાલયમાં જોવા મળે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-himalayan-black-bear-arrives-at-junagadh-zoo-064508-5108109-NOR.html

વીજશોક લાગતા ગિરનારના 2500 પગથિયે 2 ભેંસનાં મોત નિપજયાં

Junagadh News - two buffaloes were killed in the 2500 steps of lightning strike 064006

DivyaBhaskar News Network

Jul 29, 2019, 06:40 AM IST
ગિરનાર પર્વત પરના 2500 પગથિયા નજીક આવેલ શેશાવન ચેટીથી પથ્થર ચેટી તરફના રસ્તા પર ભેંસો ચરી રહી હતી. દરમિયાન પીજીવીસીએલનો જીવંત વિજ વાયર અત્યંત નીચે લટકતો હોય તે એક ભેંસના શિંગડામાં ભરાઇ ગયો હતો જેને કારણે ભેંસને શોક લાગ્યો હતો અને તેની સાથેની ભેંસને પણ શોક લાગતા બન્ને ભેંસોના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મોત થયા હતા. આ ઘટનાથી પશુપ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. દરમિયાન કમંડળ કુંડની જગ્યાના મહંત મુકતાનંદ સ્વામીએ ઉગ્ર રોષ અને આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, પીજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે બે મુંગા પશુ મોતને ભેંટયા છે. પીજીવીસીએલના કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓએ એક ધાર્મિક સ્થાનને ગેરકાયદેસર વિજ કનેકશન આપ્યું હતું. તેનો વિજ વાયર અત્યંત નીચે પગથિયા પર લટકતો હોય તેના કારણે આ દુર્ઘટના સર્જાઇ છે. ગિરનાર પર્વત પર દરરોજ હજ્જારોની સંખ્યામાં ભાવિકો, યાત્રિકો આવે છે ત્યારે કોઇ અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની રહેશે ? વળી કોઇ સિંહ, દિપડા, હરણ કે અન્ય કોઇ વન્યપ્રાણીને વિજશોક લાગતા તેનું મોત થશે તો જવાબદારી કોની ? તેવો સવાલ લોકોમાંથી ઉઠવા પામ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-two-buffaloes-were-killed-in-the-2500-steps-of-lightning-strike-064006-5116054-NOR.html

સક્કરબાગ ઝુમાં 1 મહિના પહેલાં આવેલા બાયસનનું મોત, અધિકારીઓનું મૌન

એક મહિના પહેલા આવેલા બાયસનનું મોત
એક મહિના પહેલા આવેલા બાયસનનું મોત

  • મૈસુરનાં સ્વામી રાજેન્દ્ર ઝુમાંથી ત્રણ બાયસન લાવ્યા હતાં
  • બાયસનનાં મોત મુદ્દે ઝુનાં અધિકારીઓનું મૌન

Divyabhaskar.com

Jul 30, 2019, 10:38 AM IST
જૂનાગઢ: એક માસ પહેલા મૈસુરના સ્વામી રાજેન્દ્ર ઝુમાંથી 3 બાયસન લાવવામાં આવ્યા હતાં. પરંતુ બાયસનની જાળવણીમાં બેદરકારી રહી ગઇ હોવાને કારણે એક માસ પહેલા આવેલા બાયસનનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. વિશ્વમાં પાંચમાં સૌથી વજનદાર પ્રાણી તરીકે ઓળખાતુ બાયસન ભારત, દક્ષિણ પૂર્વ એશીયામાં જોવા મળે છે. જ્યારે આ પ્રાણી જૂનાગઢ ઝુમાં પણ જોવા મળી રહ્યા છે.
બાયસનને વાતાવરણ અનુકુળ ન આવતાં મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યું
સક્કરબાગ પાસે ત્રણ બાયસન હતા અને વધુમાં એક મહિના પહેલા મૈસુરના સ્વામી રાજેન્દ્ર પ્રસાદ ઝુમાંથી એક નર અને બે માદા બાયસન લઇ આવવામાં આવ્યા હતા અને સક્કરબાગ ઝુમાં રખાયા હતાં. પરંતુ તેમાંથી એકને વાતાવરણ અનુકુળ ન આવ્યું હોવાને લીધે મોત નિપજ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ બાબતે સક્કબાગ ઝુ ના સત્તાધીશો મૌન સેવી રહ્યાં છે. એશીયાઇ સિંહોનું ઘર એટલે ગિર. આ સિંહોને જોવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ સક્કરબાગની મુલાકાતે આવે છે. જો કે, એનિમલ પ્રોગ્રામ એક્સચેન્જ હેઠળ અન્ય ઝુને સિંહ આપવામાં આવી રહ્યા છે જેની સામે જીરાફ, ઝીબ્રા, વરૂ, હિમાલયન રીંછ તેમજ બાયસન સહિતના પ્રાણીઓ લઇ આવવામાં આવે છે. પરંતુ જાળવણીના અભાવે તેમનાં મોત થઇ રહ્યા છે.
બાયસનના મોતનું કારણ રહસ્યમય
મૈસુર ઝુમાંથી ત્રણ બાયસન લાવવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી એકનું મોત થયું છે. પરંતુ ક્યાં કારણસર બાયસનનું મોત થયું છે તે અંગે સક્કરબાગ ઝુના અધિકારીઓએ જણાવ્યું ન હતું અને બાયસનના મોતનું કારણ રહસ્યમય છે. જોકે, બાયસનને જૂનાગઢ સક્કરબાગ ઝુ નું વાતાવરણ અનુકુળ આવ્યું નથી તેની જાળવણીમાં ખામી રહી ગઇ છે તેવા સવાલો ઉઠ્યા છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/bison-killed-in-sakkarbagh-zoo-1-month-ago-1564463135.html

વૃક્ષો અર્પણ કરી પર્યાવરણના જતન માટે પ્રતિજ્ઞા કરાવાઇ

DivyaBhaskar News Network

Jul 31, 2019, 06:40 AM IST
જૂનાગઢમાં સમસ્ત વઘાસીયા પરિવાર દ્વારા પ્રથમ વખત શહેરમાં તેજસ્વી બાળકો અને વિશિષ્ટ પ્રતિભાઓને સન્માનિત કરવાનું આયોજન કરાયું હતું. જેમાં કે.જી.થી ઉચ્ચ અભ્યાસ કરનાર 148 તેજસ્વી વિદ્યાર્થીઓને તથા જુદા જુદા ક્ષેત્રની નવ જેટલી વિશિષ્ટ પ્રતિભાઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. તેમજ મહિલા દાતાઓના હસ્તે જરૂરીયાતમંદ બહેનોને સિલાઇ મશીન અર્પણ કરાયા હતાં. કાર્યક્રમની શરૂઆતમાં નાની બાળાઓ દ્વારા ઇષ્ટદેવનું સ્મરણ અને સ્વાગત ગીત રજુ કરાયું હતું. દરેક સન્માનિત વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ પ્રતિભાઓને, મહેમાનોને એક એક વૃક્ષનો છોડ આપી પર્યાવરણના જતન માટે પ્રતિજ્ઞા કરાવવામાં આવી હતી. સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાએ આ તકે માર્મિક ટકોર કરી હતી. પ્રિતિબેન વઘાસીયાએ મહિલાઓને સમાજસેવા અને રાષ્ટ્રની સેવા માટે આગળ આવીને યથાયોગ્ય યોગદાન આપે તેવી અપિલ કરી હતી. આ તકે જ્ઞાનભારતી સ્કૂલના સંચાલક રસિકભાઇ વઘાસીયા, જેન્તીભાઇ તેમજ મોટી સંખ્યામાં પરિવારના સભ્યો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા યોગેશભાઇ વઘાસીયા, અશોકભાઇ, મનિષ ભાઇ, ભાવેશભાઇ, અશ્વિનભાઇ, અનિલભાઇ, આશિષભાઇ, રાકેશ ભાઇ, કુમનભાઇ, વિશાલભાઇ સહિતના સભ્યો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-trees-were-pledged-to-protect-the-environment-064008-5130416-NOR.html

મેકડાની સીમમાં શિકાર પાછળ દોડેલો દિપડો કુવામાં ખાબકયો

Amreli News - in the mcdonnell39s seas the lizard survived the prey 055015

DivyaBhaskar News Network

Jul 01, 2019, 05:50 AM IST
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા જે રીતે સાવજોની વસતિ વધી રહી છે તે જ રીતે દિપડાની સંખ્યા પણ કુદકેને ભુસકે વધી રહી છે. જેને પગલે દિપડાના માણસ પર હુમલા જેવી ઘટના કે સિંહ અને દિપડા વચ્ચે ઇનફાઇટની ઘટના કે પછી દિપડો કુવામા પડી ગયો હોય તેવી ઘટનાઓ વધી રહી છે. આવી વધુ એક ઘટના સાવરકુંડલા તાલુકાના મેકડા ગામની સીમમા બની હતી. અહી એક ખેડૂતની વાડીના ખુલ્લા કુવામા દિપડો પડી ગયો હતો. એવુ માનવામા આવે છે કે રાત્રીના સમયે આ દિપડો શિકારની શોધમા નીકળ્યો હતો અને અકસ્માતે કુવામા પડી ગયો હતો. જો કે દિપડાએ કુવામા મુકેલી આડશ પર ચડી જઇ પોતાનો જીવ બચાવ્યો હતો. વાડી માલિકે આ અંગે વનતંત્રને જાણ કરતા દિપડાને બચાવવા માટે વનવિભાગની ટીમ અહી દોડી આવી હતી. બે કલાકની લાંબી જહેમત બાદ આ દિપડાને સહી સલામત કુવામાથી બહાર કાઢી પાંજરે પુરવામા આવ્યો હતો. હવે આ દિપડાને ફરી જંગલ વિસ્તારમા મુકત કરી દેવાશે.

દિપડો કુવામાં ખાબકતા કુવામાં લગાવેલ લાકડામાં અટવાયો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-in-the-mcdonnell39s-seas-the-lizard-survived-the-prey-055015-4892939-NOR.html

રસ્તા પર પશુને ઢસડીને લઇ જતા સિંહનો વીડિયો કારચાલકે મોબાઇલમાં કેદ કર્યો

  • રસ્તા પર પશુને ઢસડીને લઇ જતા સિંહનો વીડિયો કારચાલકે મોબાઇલમાં કેદ કર્યો

Divyabhaskar.com

Jul 01, 2019, 02:02 PM IST
અમરેલી: જાફરાબાદ નજીક ડાલામથા સિંહે પશુનું મારણ કરી ઢસડીને વાડીમાં લઇ જઇ મિજબાની માણી હતી. રસ્તા વચ્ચે પશુને ઢસડીને લઇ જતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. મારણને આ રીતે જઇ જતો ખુંખાર સિંહનો વીડિયો કારચાલકે પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. વીડિયો જાફરાબાદ તાલુકાનો હોવાનું પ્રાથમિક તારણ છે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-hunt-animal-near-jafarabad-and-this-video-viral-on-social-midea-1561957596.html

બે કોલર આઇડીવાળા સિંહો માનવવસાહતમાં ઘૂસ્યા, 4 ગાય, ખૂંટ અને વાછરડાનું મારણ કર્યું

Divyabhaskar.com
Jul 02, 2019, 03:06 PM IST
ખાંભા: સિંહોની સુરક્ષા માટે હાલમાં જ GPS સિસ્ટમવાળા કોલર આઇડી પટ્ટા લગાવવામાં આવ્યા છે. પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન હોય તેવું પૂરવાર થયું છે. આવા જ બે કોલર આઇડીવાળા બે સિંહો ગત રાત્રે ખાંભામાં માનવ વસાહતમાં ઘૂસી આવ્યા હતા અને 4 ગાય, ખૂંટ અને વાછરડાનો શિકાર કરી મારણ કર્યું હતું. શહેરના લીમડીપરા, હડિયા, જીનવાડીપરા, જૂનાગામ વિસ્તારમાં રસ્તા પર રઝળતી ગાયો, ખૂંટ અને વાછરડાનું મારણ કર્યું હતું.
વન વિભાગના અધિકારીએ ફોન ન ઉપાડ્યો
ઘટના અંગે સ્થાનિક લોકોએ વન વિભાગના અધિકારી પરિમલ પટેલને સિંહો ગામમાં ઘૂસ્યા છે તે માટે ફોન કર્યો હતો પરંતુ તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. આથી ધારી ગીર પૂર્વના ડીસીએફને રાત્રે 2.10 વાગ્યે ફોન કરતા તેણે સ્થાનિક આરએફઓ પરિમલ પટેલને જાણ કરવા કહ્યું હતું. આમ વન અધિકારીઓએ એકબીજા પર ખો નાખી હતી. આખી રાત જૂનાગામ હડિયા વિસ્તારમાં સિંહોને મારણ ઉપર હાથ બતીના સહારે ટીખળખોરો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવ્યા પરંતુ વન વિભાગના એક પણ અધિકારી ડોકાયા નહીં. આથી સિંહોની સુરક્ષામાં વધારો થશે તેવા વન વિભાગના નિવેદનો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે.
આઠ ફૂટની દિવાલ કૂદી વાછરડીનું મારણ કર્યું
ઉમરીયા પ્રાથમિક સરકારી શાળાની બાજુમાં રેહતા ખાટાભાઈ મસરીભાઈ તરસરિયા નામના રહીશ પોતાના પરિવાર સાથે રહે છે. ત્યારે તેમને પોતાની માલીકીની એક ગાય અને તેની વાછરડી પોતના ફરજામાં બાંધેલી હતી. ત્યારે ગત રાત્રીના એક સિંહ તેમના ઘરની આઠ ફૂટની દીવાલ કૂદી મારણ માટે પડ્યો હતો. ખીલે બાંધેલી વાછરડીનું પ્રથમ સિંહે મારણ કર્યું હતું. બાદમાં બીજા ખીલે બાંધેલી ગાય માથે સિંહે હુમલો કર્યો હતો. પરંતુ સિંહના હુમલાનો ગાયે પ્રતિકાર કરતા સિંહ ગાયને માત્ર નહોરના ઉજરાડા જ કરી શક્યો હતો. બાદમાં સિંહ પણ ભૂખ્યો હતો તેને કરેલા વાછરડીના મારણની મિજબાની માણવા લાગ્યો હતો. ગાય બાજુના ખીલે બાંધેલી હતી ત્યારે સિંહ પોતાની વાછરડીને ખાઈ રહ્યો હતો અને તેને બચાવવા રીતસરના ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ તે ખીલેથી છૂટી ન શકી.
(રિપોર્ટ-તસવીર: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/two-lion-enter-in-khanbha-and-4-cow-and-one-bull-hunt-1562043739.html

કાતર ગામે ખેડૂત બળગાડુ લઇને વાડીએ પહોંચ્યા, વીજપોલ સાથે અડી જતા કરંટથી બે બળદના મોત, ખેડૂત ગંભીર

બે બળદના સ્થળ પર મોત અને ખેડૂત સારવાર હેઠળ
બે બળદના સ્થળ પર મોત અને ખેડૂત સારવાર હેઠળ

  • ખેડૂતને પ્રથમ રાજુલા બાદ વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલે ખસેડાયા

Divyabhaskar.com

Jul 03, 2019, 06:23 PM IST
ખાંભા: રાજુલા તાલુકાના કાતર ગામે ખેડૂત લાલભાઇ મગલાભાઇ ભરવાડ બળદગાડુ જોડી વાડીએ પહોંચ્યા ત્યારે ખેતરના શેઢે વીજપોલ સાથે એક બળદ અડી જતા કરંટ લાગતા બંને બળદના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને ખેડૂતને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. ભેજને કારણે વીજપોલમાં કરંટ આવતા બળદોના મોત નીપજ્યા હતા. લાલભાઇને પ્રથમ રાજુલા અને વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલે ખસેડાયા છે.
પીજીવીસીએલની બેદકારીથી ખેડૂત જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ છે
બંને બળદની સાથે ગાડા પર બેઠેલા લાલભાઇને પણ કરંટ લાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. તેઓની હાલત ગંભીર હોવાથી પીજીવીસીએલની બેદરકારીને કારણે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. ઘટનાની જાણ થતા જ રાજુલા પીજીવીસીએલના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ ગામના લોકોએ જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.
(રિપોર્ટ-તસવીર: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/electricity-current-of-bullcart-and-two-bull-death-and-farmer-injured-near-rajula-1562131597.html

ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો

  • અગાઉ વાઇરસને કારણે 23 સિંહોના મોત નીપજ્યા હતા

Divyabhaskar.com

Jul 13, 2019, 03:52 PM IST
અમરેલી: ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાંથી 6થી 7 વર્ષની ઉંમરની સિંહણનો મૃતદેહ મળ્યો છે. વન વિભાગે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે ખસેડ્યો છે. સિંહણનું મોત કેવી રીતે થયું તે કારણ અકબંધ છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે. સિંહણના મોતને લઇને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ નજર રાખી રહ્યા છે.
અગાઉ 23 સિંહોના મોત નીપજ્યા હતા
દલખાણીયા રેન્જમાં અગાઉ એકસાથે વાઇરસને કારણે 23 સિંહોના મોત નીપજ્યા હતા. ત્યારે સિંહના મોતનો સીલસીલો યથાવત રહેતા સિંહપ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lioness-death-in-dhari-gir-easts-dalakhaniya-range-of-amreli-1563013599.html

રાજકોટના યુવકોને કારમાં કાચબો લઈ જવો ભારે પડ્યો : 75 હજારનો દંડ ફટકારાયો

DivyaBhaskar News Network

Jul 14, 2019, 05:55 AM IST
આમ તો ઘણા પરિવારો પોતાના ઘરે કાચબો રાખતા હોય છે. જો કે રાજકોટના ત્રણ શખ્સો પોતાની કારમા કાચબો લઇ રાજુલાના ચાંચબંદર તરફ આવી રહ્યાં હતા ત્યારે ડુંગર પોલીસે કારને અટકાવી તલાશી લેતા તેમાથી કાચબો મળી આવતા વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગે અહી દોડી આવી રૂપિયા 75 હજારનો દંડ ફટકાર્યો હતો. રાજકોટના દોલતભાઈ ડોડીયા, પીયૂષભાઈ પરમાર, ધર્મેશભાઈ રોજારા ત્રણેય રાજુલાના ચાંચબંદર તરફ આવતા હતા અને કાચબાને ઠંડી હવા મળી રહે તે માટે એન્જોય કરવા માટે ઇકો સ્પોટ કારમા સાથે લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન ડુંગર પીએસઆઈ પંડ્યા અને પોલીસ સ્ટાફ વિકટર નજીક ચેકીંગમા હતા ત્યારે કારને અટકાવી તલાશી લેવામા આવી હતી.

કારમાથી કાચબો નીકળતા પોલીસે વનવિભાગને જાણ કરી હતી. જેને પગલે રાજુલા રેન્જના આરએફઓ રાજલ પાઠકે તપાસ કરી પૂછપરછ શરૂ કરી હતી અને ત્યારબાદ વન્યપ્રાણી સંરક્ષણ અધિનયમ મુજબ કલમ 9 હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. જેમા રૂપીયા 75 હજારનો દંડ ફટકારતા ફફડાટ વ્યાપી ગયો હતો. અને રાજુલા વનવિભાગ દ્વારા કાચબાને કબ્જે લઈ બાબરકોટ નર્સરી ખાતે ખસેડવામા આવ્યો હતો. આમ આ શખ્સોને કાચબો ભારે પડી ગયો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-rajkot-youth-gets-tortured-to-death-in-car-75-thousand-rupees-fine-055515-4993944-NOR.html

ગીરકાંઠે આપમેળે ઉગી નિકળતા કંટોલા અમરેલીની શાકમાર્કેટમાં 130ના કિલો

DivyaBhaskar News Network

Jul 19, 2019, 08:35 AM IST
જિલ્લાના ગીરકાંઠાના વિસ્તારમા કંટોલા આમ તો આપમેળે જ ઉગી નીકળે છે. પરંતુ અમરેલીની શાકમાર્કેટમા કંટોલા કિલોના 130ના ઉંચા ભાવે વેચાઇ રહ્યાં છે. કારણ કે એક તરફ ઓછા વરસાદના કારણે કંટોલા સહિતનુ શાકભાજી પુરતા પ્રમાણમા ઉગ્યુ નથી. અને બીજી તરફ આવક પણ ઓછી છે. ગીરકાંઠાના ગામોના લોકોને તો કંટોલાનુ શાક વિનામુલ્યે પણ મળી રહે છે. જો શાકભાજી વેચવાનુ કામ કરતો માણસ કંટોલા વિણી લાવી ગ્રામ્ય વિસ્તારમા વેચે તો નજીવા ભાવે વેચાતુ હોય છે. પરંતુ અમરેલીની બજાર સુધી પહોંચતા કંટોલાના ભાવ આસમાને પહોંચી ગયા છે. અહી આવતા કંટોલા ખાંભા અને તાલાળા પંથકના ગીરકાંઠેથી આવે છે. દરરોજ ત્રણથી ચાર મણ કંટોલાની આવક થઇ રહી છે. જો કે માત્ર કંટોલા જ નહી તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. આમ તો આવુ ચિત્ર દર વર્ષે ચોમાસાની શરૂઆતમા હોય છે. કોબી, દુધી, ગુવાર, મરચા, તુરીયા, રીંગણા, ટમેટા, ગાજરથી લઇ ટીંડોરાના ભાવ આસમાને છે. અહી મોટાભાગનુ શાક અમદાવાદ, વડોદરા પંથકમાથી આવી રહ્યું છે.

કોથમીરના ભાવ આસમાને | શાકભાજીના ભાવ ખુબ જ ઉંચા છે એવી જ રીતે કોથમીરના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આજે શાકમાર્કેટમા કોથમીર 200 રૂપિયા કિલો વેચાઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-price-of-130-kg-in-kashmirala-amreli39s-vegetable-market-getting-automatically-started-by-the-girikanth-083512-5033677-NOR.html

ધારીનાં માલસીકામાં નિરણ વાઢવા ગયેલા યુવાન પર દિપડાનો હુમલો

DivyaBhaskar News Network

Jul 21, 2019, 05:55 AM IST
અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં હિંસક દિપડાઓ દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. આજે 24 કલાકમાં આવી બે ઘટના બની હતી. ધારી તાલુકાના માલસીકા ગામના દિનેશ બાઘાભાઇ કાતરીયા (ઉ.વ. 22) નામના યુવાન પર દિપડાએ પાછળથી હુમલો કર્યો હતો. આ યુવાન ગૌશાળા માટે નિરણ વાઢવા માટે ગયો હતો ત્યારે દિપડાએ હુમલો કરતા દેકારો મચ્યો હતો. જેને પગલે તેના મોટાબાપુ ધનજીભાઇ જીણાભાઇ કાતરીયા પાવડો લઇ દિપડાની પાછળ દોડ્યા હતાં. જેથી દિપડો યુવકને પડતો મુકી નાસી ગયો હતો. ઘાયલ યુવકને સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડાયો છે.

આવી જ એક અન્ય ઘટના બગસરા તાલુકાના મુંજીયાસર ગામે બની હતી. અહિંની ખેત મજુર પરિવારની એક આઠ વર્ષીય બાળકી પર અચાનક દિપડાએ હુમલો કરી દીધો હતો. જો કે પરિવારજનોએ હાંકલા પડકારા કરતા દિપડાએ બાળકીને છોડી મુકી હતી. ઘાયલ બાળકીને સારવાર માટે દવાખાને ખસેડાઇ છે. વન વિભાગે અહિં હિંસક દિપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-guess-the-attack-on-a-young-man-who-was-sentenced-to-die-in-malasiika-055516-5050204-NOR.html

યુવાનને ઢોર માર મારનાર વનવિભાગના RFO સહિત બે સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

  • ભોગ બનનાર યુવક ઉનાની હોસ્પિટલમાં સારવાર હેઠળ

Divyabhaskar.com

Jul 21, 2019, 03:20 PM IST
ખાંભા: ખાંભાના તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલ અને ફોરેસ્ટર યાસીન જુનેજાએ રાવલ ડેમમાં માછીમારી કરતા વડલી ગામના બે યુવકને પકડી દંડ વસૂલાત કરી હતી. બાદમાં અજીત ઇસ્માઇલ સમા નામના યુવકને ઢોર માર માર્યો હતો. આથી આજે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં બંને ફોરેસ્ટ કર્મચારીઓ વિરૂદ્ધ આઇપીસી કલમ 323, 325, 504 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
5 હજારનો દંડ લીધો અને માર માર્યો
બે યુવકો માછીમારી કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યાકે પકડાઇ જતા 5 હજારનો દંડ લીધો હતો બાદમાં અજીતને ઢોર માર માર્યો હતો. ભોગ બનનાર અજીત હાલ ઉનાની મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાબારીકા રાઉન્ડના ફોરેસ્ટર યાસીન જુનેજા વિરુદ્ધ થોડા સમય પેહલા દલડીના એક માલધારી દ્વારા મારણની અરજી સ્વીકાર કરવા માટે લાંચ માંગી હોવાની રજૂઆત થઇ હતી.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/two-forest-officer-hit-young-man-near-una-so-complain-again-both-1563692258.html

અમરેલીમાં બંજર જમીનમાં 1000 વૃક્ષનું રોપણ કરાશે

DivyaBhaskar News Network

Jul 27, 2019, 05:55 AM IST
અમરેલી લાયન્સ ઓફ રોયલ દ્વારા ઠેબી નદીના કાંઠે પડેલી બંજર જમીનની સફાઈ કરી 1000 વૃક્ષનું વાવેતર કર્યું હતું. અહીં આગામી સમયમાં ખંડેર જમીનને વનવગડો બનાવવા માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવશે.

અમરેલી લાયન્સ કલબ ઓફ રોયલના એન્વાર્યમેન્ટ પ્રોજેકટ ચેરમેન લાયન રાકેશ નાકરાણી અને અમિત સોજીત્રાએ પ્રથમ ઠેબી નદીના કાંઠે બંજર જમીનની સફાઈ હાથ ધરી હતી. અનેક મહિનાઓની મહેનત બાદ જમીન ફાળદ્રુપ બનાવી હતી. જેબાદ મૂળ ભારતીય પણ જાપાની ફરીથી જીવંત કરાયેલી પધ્ધતિથી 1000 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ વૃક્ષ પક્ષીઓ માટે હિતાવહ રહેતા પીપળો, વડ, લીમડો, હરડે, આમળા, ખેર, ટીંબી, ટીંબ્રુ, અને કાચનાર વિગેરે રોપા રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ખેડૂત મિત્ર અજય સમગ્ર જવાબદારી નિભાવી હતી.તેમજ જરૂર પડે રોપાને પાણી પીવડાવવાની રહીમભાઈ જવાબદારી નિભાવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વસંતભાઈ મોવલિયા, રમેશભાઈ કાબરીયા, દિવ્યેશ વેકરિયા અને રિતેશભાઈ સોની વિગેરે જહેમત ઉઠાવી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-1000-trees-will-be-planted-in-waste-land-in-amreli-055508-5099665-NOR.html

ત્રાકુડામાં ઘરની 8 ફૂટની દીવાલ કૂદી એક સિંહ દ્વારા પાડાનું મારણ

8 ફૂટની દીવાલ કૂદીને સિંહ આવ્યો હતો તે ઘરની તસવીર
8 ફૂટની દીવાલ કૂદીને સિંહ આવ્યો હતો તે ઘરની તસવીર

  • ઘરનાના ફરજામાં બાંધેલ પાડાનું મારણ કર્યું
  • માલિક જાગી જતા હાકલા પડકારા કરતા સિંહ દીવાલ કૂદી ભાગ્યો

Divyabhaskar.com

Jul 28, 2019, 03:40 PM IST
ખાંભા: ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે ગઈકાલે એક સિંહ અનામત જંગલ વિડી છોડી મારણ અને પાણીની તલાશમાં વહેલી સવારે ગામની માનવ વસાહતમાં આવી ચડ્યો હતો. જ્યારે સિંહ શેરીઓ, ગલીઓમાં મારણ માટે આંટાફેરા કરતો હતો ત્યારે વિનુભાઈ બાલુભાઈ કલસરિયાના ઘરની બાજુમાંથી પસાર થયો હતો. ત્યારે ઘરના ફરજામાં બાંધેલા ભેંસના પાડાનો અવાજ સાંભળી ગયો અને ઘરની 8 ફૂટની દીવાલ કૂદી પાડાનું મારણ કરી નાખ્યું હતું.
વન વિભાગની ટીમ દોડી આવી
પાડાની મરણચીંસ સાંભળી ઘરના તમામ સભ્યો જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા અને જોયું તો સિંહ પાડાની માથે ચડી બેઠો હતો. બધા સભ્યોએ એકસાથે હાકલા પડકારા કરતા સિંહ જે દીવાલ કૂદી ઘરમાં ઘૂસ્યો હતો તે દીવાલ કૂદી મારણ મૂકી ભાગ્યો હતો. બાદમાં વનવિભાગના રેસ્ક્યુ ટીમના સાહિદખાન પઠાણને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને મારણને ઘરની બહાર સહી સલામત અનમાત જંગલમાં મૂકી આવ્યા હતા.
(હિરેન્દ્રસિંહ રાઠોડ,ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-jumped-8-feet-wall-and-hunt-buffalow-near-khanbha-1564308759.html

માંડળ ગામમાં 2 સિંહોએ 8થી વધુ પશુનું મારણ કર્યું, ગામલોકો ભેગા થતા સિંહો ભાગ્યા

two lion hunt 8 more animal in mandal village of rajula

  • ઘટનાની જાણ થતા જ વનવિભાગની ટીમ દોડી આવી તપાસ હાથ ધરી  

Divyabhaskar.com

Jul 31, 2019, 11:10 AM IST
અમરેલી: રાજુલાના માંડળ ગામમાં ગત રાતે 3 વાગ્યા આસપાસ 2 સિંહો ઘૂસી ગયા હતા અને ગામમાં સૂતેલા રેઢીયાર પશુના શિકાર કર્યા હતા. 8થી વધુ પશુના મારણ કર્યા અને મીજબાની માણી હતી. રાત્રીના સમયે અનેક ખેડૂતોએ સિંહોના નજારો જોયો હતો પરંતુ સિંહો શિકારની શોધમાં હોવાને કારણે સ્થાનિક લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. ત્યારબાદ વહેલી સવારે સિંહોએ મીજબાની માણી ગામમા આવેલા હનુમાનજીના મંદિરમાં આરામ કર્યો હતો. આશરે 1 કલાક જેટલો સમય સિંહોએ અહીં વિતાવ્યો હતો. વહેલી સવારે ગામલોકો ભેગા થતા સિંહો વાડી વિસ્તાર તરફ ભાગ્યા હતા.
ગામલોકોએ સિંહોનો ઘેરાવ કરતા રઘવાયા બન્યા હતા
વહેલી સવારે ચારે તરફ ગામ લોકોના ટોળા એકઠા થતા સિંહોનો ઘેરાવ થયો હતો. આથી સિંહો રઘવાયા થયા હતા. થોડીવાર માટે ગામની બહાર કેવી રીતે નીકળવું તે સિંહો નીકળી શકતા ન હતા. આખરે ગામ લોકોની સંખ્યા વધી ત્યારબાદ ગામની પાછળ આવેલ ખેતર વાડી વિસ્તારમાંથી સિંહો બહાર નીકળ્યા હતા. જો કે આ મામલે વનવિભાગની ટીમ પણ આજે તપાસ કરી રહી છે. કેટલા પશુના મારણ કર્યા અને કેવી રીતે કરવામાં આવ્યા તેને લઈને તપાસ સ્થાનિક ફોરેસ્ટરો કરી રહ્યા છે.
સિંહના પંજા કેમેરામાં કેદ થયા
પ્રથમ વખત સિંહોના સગડ સામે આવ્યા છે. અહીં વરસાદી માહોલ હતો અને કાદક કીચડના કારણે સિંહો જે રીતે ચાલીને ગયા હતા તેને લઈને તેના સગડ અહીં જોવા મળ્યા હતા અને સમગ્ર સગડ હતા તે કેમેરામાં કેદ થયા છે.
(રિપોર્ટ અને તસવીર: જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/two-lion-hunt-8-more-animal-in-mandal-village-of-rajula-1564551746.html