Sunday, May 31, 2015

તાલાલા: 9 દી'માં 2,80,610 કેરીના બોક્સની આવક

તાલાલા: 9 દી'માં 2,80,610 કેરીના બોક્સની આવક
 • Bhaskar News, Talala
 • May 28, 2015, 02:31 AM IST
શુક્રવારે ભીમ અગિયારસના દિવસે તાલાલા માર્કેટયાર્ડ બંધ રહેશે : સરેરાશ ભાવ 280 થી 300 સુધી પહોંચી જશે
 
તાલાલા: તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની 19 મે થી હરાજી શરૂ થયા બાદ નવ દિવસમાં કેરીના બે લાખ એંસી હજારને છસ્સો દસ બોક્સ વેચાણમાં આવ્યા છે. પ્રતિ બોક્સના સરેરાશ ભાવ 280 થી 300 રૂપિયા રહેતા ખેડૂતોને ગત વર્ષની તુલનામાં સારા ભાવ મળી રહ્યા છે. શુક્રવારને 29 મેએ ભીમ અગિયારસના દિવસે યાર્ડમાં કેરીનું વેચાણ નહીં થાય અગિયારસ બાદ કેરીની આવક વધવા લાગશે.
 
તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સિઝન શરૂ થયાના નવ દિવસમાં કેરીની પુષ્કળ આવક રહેતા 10 કિલોવાળા 2,80,610 બોક્સ વેચાણમાં આવેલ સિઝનની શરૂઆતમાં આવક ઓછી રહેતી હોય પરંતુ કેરીનો પાક પાછતરો હોય 25 મેથી રોહિણી નક્ષત્ર  બેસતા કેરી પાક ઉપર આવવા લાગતા કેરીની આવક વધવા લાગી છે. કેરીનો છૂટક વેપાર કરતા વેપારીઓ ઉપરાંત કેસર કેરીમાંથી આઇસક્રીમ, સોફ્ટ ડ્રીંકસ, 595 બનાવતી કંપનીઓ અને કેનિંગ પ્લાન્ટો દ્વારા કેરીની તાલાલા યાર્ડમાં ખરીદી શરૂ થતા કેરીના ભાવ પણ વધ્યા છે. 400 રૂપિયાથી લઇ 175 રૂપિયાનાં ભાવ છે. સરેરાશ ભાવ 280 થી 300 રૂપિયા રહેતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. શુક્રવારે ભીમ અગિયારસના દિવસે યાર્ડ બંધ રહેશે. ભીમ અગિયારસ બાદ કેરીની આવક વધવા લાગશે અને સિઝન સંભવત 20 મી જૂન સુધી ચાલશે.
 
બજારમાં મોડી આવેલી રસદાર કેસરની માગ યથાવત

સોરઠની શાન અને સ્વાદના શોખીનોની જાન સમાન કેસર કેરી ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે બજારમાં મોડી આવી હતી. ચાલુ વર્ષે માવઠાથી કેરીના પાકમાં નુકસાન પણ વધુ થયું હતું આમ છતાં તાલાલા યાર્ડમાં કેસરની હરરાજી શરૂ થયા બાદ તેની માંગમાં કોઇ ઘટાડો જોવા મળ્યો નથી. અત્રે નોંધનીય છે કે ચાલુ વર્ષે કેરીના પાકની ગુણવતા થોડીક હલકી હોવાનું વેપારી સુત્રો જણાવી રહ્યા છે.

બોરવાવ ગામે બગીચામાં કેરી વીણી રહેલા વૃદ્ધ પર દીપડાએ કર્યો હુમલો

બોરવાવ ગામે બગીચામાં કેરી વીણી રહેલા વૃદ્ધ પર દીપડાએ કર્યો હુમલો
 • DivyaBhaskar News Network
 • May 27, 2015, 04:45 AM IST
તાલાલાનાંબોરવાવ (ગીર) ગામે બગીચામાં કેરી વિણી રહેલા વૃદ્ધ પર દિપડાએ હુમલો કરતા પગ અને ગળાનાં ભાગે ગંભીર ઈજા થતા પ્રથમ તાલાલા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા હતા.

અંગેની મળતી વિગત મુજબ તાલાલા તાલુકાનાં બોરવાવ (ગીર) ગામે આંબાનાં બગીચામાં મજૂરી કામ કરતા રામદાસ બાવાજી (ઉ.વ.75) સવારે 10 વાગ્યાનાં સુમારે બગીચામાં કેરી વિણી રહ્યાં હતા. તેવા સમયે અચાનક દિપડાએ હુમલો કરી પગ અને ગળાનાં ભાગે પંજા મારી દેતા વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધને પ્રથમ તાલાલા ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. જ્યારે હુમલો કર્યાની જાણ થતા ફોરેસ્ટર ભરવાડ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને દિપડાને પકડવા માટે મારણ સાથે પાંજરુ ગોઠવી દીધું છે.

સાસણ ફેસ્ટિવલમાં કેરીની 37 વેરાયટીએ લોકોનું મન મોહ્યું.


Pics: સાસણ ફેસ્ટિવલમાં કેરીની 37 વેરાયટીએ લોકોનું મન મોહ્યું

 • Bhaskar News, Talala
 • May 27, 2015, 00:34 AM IST
તાલાલા: સોમવારથી ત્રિદિવસીય સાસણ ફેસ્ટિવલ ખુલ્લો મુકાયા બાદ આજે હેલીપેડ પાસે ઉભા કરાયેલા સ્ટોલો પર કેસર કેરી સહિતની 37 જાતોની વેરાયટીએ લોકોનાં મન મોહી લીધા હતાં. સાથે જાંબુ, ચીકુ સહિતની ફળફળાદી પણ પ્રદર્શનમાં હોય પ્રવાસીઓમાં આકર્ષણ જગાવ્યું છે. જયારે ન્યુવરામ બાગ માંગરોળ દ્વારા ગુલાબ સહિતનાં વિવિધ પ્રકારનાં પુષ્પો પ્રદર્શિત કરાતા લોકોમાં અનેરો રોમાંચ પ્રસર્યો છે.

કેરીની વિવિધ જાતોની લોકો જાણકારી મેળવી રહયાં છે એમ અનિલ ફાર્મનાં શમસુદીનભાઇ ઝારીયાએ જણાવ્યું હતું. પ્રદર્શનમાં મુકાયેલ 27 સ્ટોલમાં કેરીની વિવિધ પ્રજાતિઓ, જાંબુ, ચિકુ સહિતનાં ફળફળાદી સાથે વિવિધ ઈન્ડોર, આઉટડોર પ્લાન્ટનાં રોપા અને વન્ય પ્રાણીઓનાં ચિત્ર વાળા ટીશર્ટ સહિતનાં સ્ટોલ પર પ્રવાસીઓનો ભારે ઘસારો રહ્યો હતો. અને જીણવટ પૂર્વક કેરી વિષયક માહીતી મેળવી હતી.

સારી ગુણવત્તાની કેરી હોય ખરીદી ઓછી

સારી ગુણવત્તાની કેરી હોય ખરીદી ઓછી
 • DivyaBhaskar News Network
 • May 26, 2015, 07:40 AM IST
જૂનાગઢમાંગત વર્ષ કરતા વર્ષે માવઠાની અસરના લીધે કેરીનો પાક મોડો થયો હોવાને કારણે સારી ગુણવત્તાની કેરી બજારમાં આવી નથી એટલે ખરીદી ઓછી થઇ રહી છે, તેમજ પ્રવાસીઓની સંખ્યા પણ ઓછી હોવાને લીધે હાઇવેની સાઇડે બેસી કેરી વેચતા વેપારીઓ પર પણ અસર પડી છે. જૂનાગઢમાં ગત વર્ષ કરતા વર્ષે માવઠાની અસર નડી હોવાને લીધે કેરીનો પાક મોડો પડ્યો છે તેમજ સારી ગુણવત્તાની કેરી માર્કેટમાં હોઇ બજારમાં તેની ખરીદી પણ ઓછી દેખાય છે.

તાલાલા પંથકની કેરી માર્કેટમાં વધુ વેચાતી હોય છે પણ તેને માવઠાની અસર નડતા પાક મોડો થયો અને બોક્સના ભાવોમાં વધારો થયો વેપારીઓ બોક્સના રૂ.250, 300, 350 અને 400 સુધીના ભાવોમાં કેરી પ્રમાણે વેચે છે, તેમજ કિલોનો ભાવ 60-80 આસપાસ જોવા મળે છે જે ગત વર્ષે 30-50 સુધી હતો.

ઉપરાંત વર્ષની સિઝનમાં ભાવવધારો, પાકની નુકસાની, મોડો પાક, શહેરમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી વગેરે કારણો વેપારીઓ કહે છે કે, સિઝન નજીક આવતા બજાર ખૂલી છે તેમજ વંથલી અને ધાવાગીરની કેરી પર પણ મોટી આશા છે.

કમનસીબી

વર્ષે ગત વખત કરતા કેરીના ભાવ વધુ છે

^ વર્ષે કેરી ગયા વર્ષ કરતા મોંઘી છે. પાકમાં કેરીના બોક્સ સારા ભાવે વેચાઇ છે પણ માર્કેટમાં બોક્સ એટલા નથી ચાલતા કયારેક માલનો જથ્થો બગડી પણ જાય છે. > મુનાફભાઇપટેલ, વેપારી

^ માવઠાની અસરના લીધે પાકની નુકસાની થઇ છે અને થોડી મોંઘી હોવાથી લોકોમાં ખરીદારી પણ ઓછી છે. કેરીના ભાવમાં થોડો ભાવવધારો છે તો પાકની નુકસાની તેનું કારણ છે.> આસીફભાઇનારેજા, વેપારી

^ ટુરીઝમ ઘણું ઓછું છે, વેપાર પણ નથી, યાર્ડમાં કેરીના બોક્સના ભાવ સારા આવે છે પણ ઘરાકી દેખાતી નથી. હવે વંથલીની કેરી પર આશા રાખીએ છીએ જે હવે આવવાની શરૂઆત થશે.> શોકતભાઇશેખ, વેપારી

મેંગો ફેસ્ટિવલનું નામ બદલતા નારાજ ખેડૂતો આવ્યા જ નહીં

મેંગો ફેસ્ટિવલનું નામ બદલતા નારાજ ખેડૂતો આવ્યા જ નહીં

 • Bhaskar News, Talala
 • May 26, 2015, 00:43 AM IST
- સાસણ ફેસ્ટિવલને પ્રવાસન મંત્રી - સાંસદે ખુલ્લો મૂકયો

તાલાલા: સાસણ (ગીર) ખાતે આજથી 27 મે સુધી ત્રિદિવસીય સાસણ ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મેંગો ફેસ્ટિવલનાં સ્થાને પ્રવાસન વિભાગે સાસણ ફેસ્ટિવલ કરી નાંખતા ખેડુતોમાં નારાજગી પ્રસરી હોય ફેસ્ટિવલમાં ખેડુતો ફેસ્ટિવલમાં ફરકયા નહોતા.

સાસણનાં સ્થાનિક લોકો અમુક પ્રવાસીઓની હાજરીમાં પ્રવાસન મંત્રી  જયેશ રાદડીયા અને જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમાએ ફેસ્ટિવલ ખુલ્લો મુકયો હતો. સાસણ ફેસ્ટિવલનાં પ્રારંભે સ્વાગત પ્રવચનમાં ડીએફઓ ડો.સંદીપકુમારે જણાવેલ કે એશિયાઇ  સિંહોથી સાસણની દેશ-દુનિયામાં ઓળખ થઇ છે.સિંહોની હાજરીથી ગીરમાં સ્થાનિક લોકોની આર્થિક - સાંસ્કૃતિક વ્યવસ્થા સારી બની છે. ફેસ્ટિવલમાં કેરી ઉત્પાદક ખેડુતોની નહીંવત હાજરી હતી. સાસણ ગામનાં સ્થાનિક લોકો જંગલમાંથી પરત ફરેલા પ્રવાસીઓની હાજરીમાં ફેસ્ટિવલ ખુલ્લો મુકાયો હતો.

ખેડૂતોના રોષથી બચવા નામ બદલાયું

મેંગો  ફેસ્ટિવલ નામ બદલવા પાછળ કેસર કેરીનાં પાકને કમોસમી વરસાદથી ભારે નુકશાન થયું હોય સરકારે સર્વે કરાવ્યું. ખેડુતો પાસે ફોર્મ ભરાવ્યા પરંતુ સહાયનાં નામે ફદીયું ચુકવ્યું ન હોય ખેડુતોમાં ભારે રોષ હોય ફેસ્ટિવલ કેરી સાથે સાંકળવામાં આવે તો ખેડુતો દ્વારા દેખાવો થવાની શકયતાથી મેંગો ફેસ્ટિવલ નામ બદલાવી નખાયું.

ઢંગધડા વગરનું આયોજન

સાસણ ફેસ્ટિવલ ખુલ્લો મુકાયો પરંતુ ફેસ્ટિવલમાં લોકો કેરીની વિવિધ જાતો નિહાળી શકે તે માટેનાં સ્ટોલ લાગ્યા નથી. પ્રથમ સિંહ સદનમાં સ્ટોલ ઉભા કરાયેલ પરંતુ છેલ્લી ઘડીએ ભાલછેલ હેલીપેડ ખાતે આજથી સ્ટોલ ઉભા કરવાનું શરૂ થયું તો પણઆયોજનનાં ઠેકાણા નથી.

ગિરનાર જંગલમાં 73 ફુટ લાંબી દરગાહ

ગિરનાર જંગલમાં 73 ફુટ લાંબી દરગાહ
 • DivyaBhaskar News Network
 • May 25, 2015, 07:35 AM IST
ગિરનાર જંગલમાં 73 ફુટ લાંબી દરગાહ

ગિરનાર જંગલમાં કાશ્મીરીબાપુની જગ્યાએ જવાનાં માર્ગ પર હઝરત અસાયબા પીરની જગ્યા આવેલી છે. અસાયબા પીરની જગ્યા અસામાન્ય છે. દરગાહની લંબાઇ વધીને 20 થી 30 ફુટની હોય છે. પરંતુ અહી દરગાહ(મઝાર)ની લંબાઇ અસાધારણ એટલે કે 73 ફુટ છે. આટલી લંબાઇની દરગાહ જૂનાગઢમાં એક માત્ર ગિરનાર જંગલમાં આવેલી છે. અંગે જગ્યાનાં મુજાવર ગુલાબ બાપુઅે કહ્યુ હતુ કે, દરગાહ પ્રાચીન છે. જગ્યાનાં નિભાવ માટે નવાબ વાર્ષિક રૂપિયા 50 અનુદાન આપતા હતા. દરગાહની લંબાઇ 73 ફુટ હોય તેની લંબાઇનાં કારણે અસાયબાપીર લંબેપીર તરીકે પણ ઓળખાય છે. તેને કયાંથી અાવ્યા ω, કોન હતા ωતેના ચમત્કાર વગેરેને લઇને અનેક લોકવાયકા ચાલી રહી છે. /- તસ્વીર : મેહુલ ચોટલીયા

રાજ્યનાં એક માત્ર કાઠીયાવાડી અશ્વ ઉછેર કેન્દ્રનાં અસ્તિત્વ પર જ સવાલ.

 • Bhaskar News, Veraval
 • May 25, 2015, 00:01 AM IST
વેરાવળ: ગીર-સોમનાથ જિલ્લાનાં વડામથક વેરાવળ નજીક આવેલ ઇણાંજ ગામે આવેલ કાઠીયાવાડ અશ્રવ ઉછેર કેન્દ્રને સરકારે અશ્વોના ચરીયાણ માટે ફાળવેલ જમીન કલેકટર દ્વારા શરતભંગની નોટીસ આપી પરત મેળવવા કાર્યવાહી હાથ ધરતા અશ્વ પ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી છે. એક તરફ સરકાર કાઠીયાવડી અશ્વોની પ્રજાતીને લુપ્ત થતી બચાવવા કટીબધ્ધ છે તો બીજી તરફ જિલ્લા વહીવટી તંત્રની કાર્યવાહીથી અનેક સવાલો ઉભા થયા છે.
1 of 3

- રાજયનાં એક માત્ર કાઠીયાવાડી અશ્વ ઉછેર કેન્દ્રનાં અસ્તિત્વ પર જ સવાલ
- ગીર-સોમનાથનાં વેરાવળ નજીકનાં ઇણાંજ ગામે સરકાર દ્વારા ઇ.સ. 1994થી કાર્યરત
- ચરિયાણની જમીન અંગે વહિવટી તંત્રએ શરત ભંગની નોટીસ આપી

છેલ્લા છ દાયકામાં અશ્વોની સંખ્યામાં 82 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ પ્રજાતીની લુપ્તતા સામે આપણે જાગૃત કરવા ઘંટડી સમાન છે અને પશુવૈવિધ્યતા માટે જોખમરૂપ છે. કાઠીયાવાડી અશ્વોની સંખ્યા ઘટાડી 10,000ની નીચે જતી રહેતા કેન્દ્ર સરકારે પણ તેને જોખમમાં મુકાયેલી પ્રજાતી જાહેર કરી છે. ગુજરાતમાં અશ્વોની કાઠીયાવાડી અને મારવાડી એમ બે પ્રખ્યાત પ્રજાતી આવેલી છે.

ગીર-સોમનાથ જિલ્લાના ઇણાંજ મુકામે આવેલ કાઠીયાવાડી અશ્વ ઉછેર કેન્દ્રના મદદનીશ પશુ નિયામક ડો.મારૂએ માહિતી આપતા જણાવેલ કે, રાજા રજવાડાના સમયકાળથી કાઠીયાવડી અશ્વોની પ્રજાતી અસ્તિત્ત્વ ધરાવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રજાતી લુપ્ત થતી હોવાની ગંભીરતાને ધ્યાને લઇ સરકાર દ્વારા કાઠીયાવાડી ઓલાદના અશ્વના સંર્વધન માટે કટીબધ્ધ બની રાજયના પશુપાલન વિભાગ હેઠળ રાજયમાં એક માત્ર કાઠીયાવાડ અશ્વોનું ઉછેર કેન્દ્ર  ઇણાંજ ગામે ઇ.સ. 1994થી કાર્યરત થયેલ અને જે તે વખતે સરકારે અશ્વના ચરીયાણ અને ખેતી સંલગ્ન તેમજ સંવર્ધન અને સંવનનના હેતુ સબબ 62 હેકટર જમીન ફાળવી હતી.

હાલ આ  કેન્દ્રમાં 66 ઘોડા અને 44 ઘોડીઓ છે તેમજ ગુજરાતભરમાં 10 પેટાવાલી ઘોડા કેન્દ્રો આવેલા છે. જેમાં દરેક કેન્દ્રોમાં એક-એક કાઠીયાવાડી નસલના ઘોડાને રાખવામાં આવેલ છે. હાલ, સરકારના 1000ના વાલી ઘોડાના લક્ષ્યાંક સામે 817નો લક્ષ્યાંક પુર્ણ થયેલ છે તેમજ 40 ઘોડીઓ પૈકી 30 ઘોડીઓ ગાભણ છે અને એકંદરે 30 ટકાના વધારો નોંધાય રહયો છે.

રાજ્યનાં એક માત્ર કાઠીયાવાડી અશ્વ ઉછેર કેન્દ્રનાં અસ્તિત્વ પર જ સવાલકુદરતી ચરીયાણ હશે તો અશ્વો ટકશે : અશ્વ પ્રેમીઓની લાગણી

રાજય સરકાર એક તરફ  કાઠીયાવાડી ઓલાદના અશ્વોની પ્રજાતીને બચાવવા કટીબધ્ધ છે તો બીજી તરફ સરકારના જ સ્થાનીક જિલ્લા વહીવટી તંત્રની કાર્યવાહીથી અશ્વપ્રેમીઓમાં રોષ જોવા મળી રહયો છે અને ઇણાંજ અશ્વ ઉછેર કેન્દ્રને ફાળવેલ ચરીયાણની જમીન પરત લઇ લેવામાં આવે તો આ અશ્વોની કુદરતી ચરીયાણનો પ્રશ્ન સર્જાય તેમ હોય આ કાર્યવાહી અટકવી જોઇએ તેવી માંગણી અશ્વપ્રેમીઓ કરી રહયાં છે.

પશુપાલન વિભાગે નોટીસનો જવાબ આપ્યો

રાજયમાં એકમાત્ર ઇણાંજ સ્થિત કાઠીયાવાડ અશ્વ કેન્દ્રને સરકારે ફાળવેલ જમીનમાં કુદરતી ચરીયાણથી અશ્વોના સંવર્ધન અને સંવનનમાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ એકાએક જિલ્લા કલેકટર દ્વારા ઇણાંજ અશ્વ ઉછેર કેન્દ્રને ફાળવેલ ચરીયાણ માટેની જમીન પરત મેળવવા શરતભંગની નોટીસ ફટકારી છે. જોકે, પશુપાલન વિભાગ દ્વારા નોટીસનો નિયમોનુસાર જવાબ આપી દેવામાં આવેલ હોવાનું મદદનીશ પશુ નિયામક ડો.મારૂએ જણાવેલ છે.

પહેલો સિંહ એકવચન : બંદૂક ફૂટે ને નાસી જાય એ ગધીયો, પાછો વળીને ઊભો રહે વેલર.


પહેલો સિંહ એકવચન : બંદૂક ફૂટે ને નાસી જાય એ ગધીયો, પાછો વળીને ઊભો રહે વેલર

 • divyabhaskar.com
 • May 24, 2015, 07:58 AM IST
અમદાવાદ : 1લી મેથી ગીરમાં સિંહોની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. છેલ્લે ૨૦૧૦માં વસતી ગણતરી થઇ હતી. એ ગણતરી મુજબ, કુલ 411 સિંહ હતા. જેમાં 97 નર, 162 માદા અને 152 સિંહબાળ હતા. સિંહોની ગણતરી દર પાંચ વર્ષમાં થાય છે. બીજી મેથી પાંચમી મે દરમિયાન 14મી વસતિ ગણતરી યોજાશે. ગણતરી માટે આ વખતે જીપીએસ સિસ્‍ટમનો પણ ઉપયોગ કરાશે. આ કામગીરી માટે 624 ગણતરીકારો અને મદદનીશો મળી 2000થી વધુ લોકોને ખાસ તાલીમ અપાઇ છે. ગણતરીમાં 1000 ટેબ્લેટનો ઉપયોગ કરાશે. સિંહ, સિંહણ, સિંહબાળના ડાયાગ્રામ ટેબ્લેટમાં મૂકવામાં આવ્યા હશે. ગણતરી ટોટલ ડાયરેક્ટ કાઉન્ટ મેથડ પધ્ધતિથી થશે. ગણતરીકારો સિંહ તેમની સામે જૂએ એટલે તેમના શરીર, કેશવાળી, કાન, પૂંછ સહિતની સ્થિતિનું અવલોકન કરી ટેબ્લેટમાં તેની નોંધ કરશે. સાથે દરેક સિંહોના ફોટોગ્રાફસ અને વીડિયોગ્રાફી કરાશે. રાત્રિના અંધારામાં સિંહોના ફોટા સ્પષ્ટ લેવા કેમેરા સાથે ફ્લેશ જોડવામાં આવી છે.
ગીર નેશનલ પાર્ક - દેવળિયા પરીચય ખંડ પાંચ દિવસ બંધ રહેશે

સિંહ ગણતરીનું કાર્ય શરૂ હોવાથી 5 મે સુધી ગીર નેશનલ પાર્ક અને દેવળિયા પરીચય ખંડ પ્રવાસીઓ માટે બંધ રહેશે. પાંચ દિવસ માટે વનવિભાગે ઓનલાઇન બુકિંગ પણ લીધા નથી.

200 ફોર વ્હિલ - 600 બાઇક ઉપયોગમાં લેવાશે

સિંહ ગણતરી કાર્ય 624 પોઇન્ટ ઉપર આઠ જિલ્લામાં કરવામાં આવશે. ગણતરીકારોને ફાળવવામાં આવેલ વિસ્તાર એટલે કે વનવિભાગની એક બીટનો વિસ્તાર ત્રણ ગામથી લઇ દસ ગામ સુધીનો હશે. ગણતરીકારો અને અધિકારીઓ વિસ્તારમાં ફરી શકે તે માટે 200 ફોર વ્હિલ અને 600 બાઇકની વ્યવસ્થા કરવામાં આવી છે.
 
આજના જમાનામાં જ્યારે બાપનું પણ બારમું કરતા નથી ત્યારે સિંહનું બારમું કરનાર સિંહપ્રેમી રમેશભાઇ રાવળ સાવજને નખશીખ ઓળખે છે... તેમણે દિવ્યભાસ્કરડોટકોમ સાથે ગીરના સિંહો વિશે કરેલી વાતોના આધારે સિંહોની વાત, તેમના જ શબ્દોમાં લખવાનું શક્ય બન્યું છે .
 
ગીરનો રાજા માંડે છે પોતાની વાત : વિશિષ્ટતાઓ, ખાસિયતો, વર્તણુંકો, દિનચર્યાઓ, ઋતુચર્યાઓ

આવો બેસો ત્યારે, આવો મોકો નહીં મળે

મારૂં નામ આમ તો સિંહ પણ દુનિયા મને વનના રાજા તરીકે ઓળખે છે. મારી ત્રાડ સાંભળી વાતાવરણ ગુંજી ઉઠે છે. મારા વિશે અનેક કહેવતો આવી છે. લોકો બડાઇ મારવા કહેતા હોય છે કે સિંહોના ટોળાં થોડા હોય. ગુજરાતનું ગીર મારૂં વતન છે. બધે એક નાદ ચાલી રહ્યો છે કે સિંહોને બચાવો, બચાવો. હા, ભૈ, તમારી વાત સાવ સાચી છે. જો મને નહીં બચાવો તો ગૌરવ શેનું લેશો? મને તો આખેઆખો ખસેડીને બીજા રાજ્યમાં મુકી આવવાની પણ વાતો ચાલે છે. હું ભલે જંગલનો રાજા પણ દેશનો કાયદો હવે નક્કી કરશે કે મારે ગીરમાં જ રહેવાનું છે કે પછી આ મારો મલક મારા પગલાં અને ત્રાડ વગર સાવ સુનો થઇ જશે.
 
અમારી દિનચર્યા

તમને એમ થાય કે આ મારા દીકરા સાવજો આખો દિવસ કરતા શું હશે? અમે જ્યાં રહીએ છીએ ત્યાં લોકો કેવી રીતે રહેતા હશે?  મારે તમને કહેવું છે કે અમે  યારોના યાર છીએ. અમારે પણ સંવેદનાઓ છે. અમે આખો દિવસ બહુ રખડતા નથી. પણ દિવસે તો જાણે અમારે રાત હોય છે. અમે મૂળ નિશાચર છીએ. સૂરજદાદા હળવે-હળવે પોતાની લીલા સંકેલે અને ચંદામામાની સાક્ષીએ અમારી લીલા શરૂ થાય. માણસ ઘર ભેગો થાય અને અમે નીકળી પડીએ જંગલો ખૂંદવા. આખી રાત ફરીએ. પેટનું કરીએ. સવાર પડતાં જ અમે એવી જગ્યા શોધી લઇએ જ્યાં આખો દિવસ આરામ મળે. જ્યાં છાંયડો હોય, પાણી હોય અને કોઇ બીજી હેરાનગતિ ના હોય.
અમે તો પ્રેમના ભૂખ્યા છીએ

લોકોને એમ લાગે છે કે અમે જનાવર છીએ પણ કહી દઉં કે અમને પણ માણસ ઓળખતાં આવડે છે. જેમની સાથે વિશ્વાસ બંધાય, મન મળે તેમને માટે યારોના યાર છીએ. એ ના ભૂલો કે અમે રાજા છીએ, રૈયતને રંજાડીએ નહીં. અમને માણસખાઉં માનવાની ભૂલ કરશો નહીં. કોઇને કહેતા નહીં પણ અમને પણ માણસથી બીક તો લાગે! અમે માનવીથી ડરીએ અને માનવી અમારાથી. જે માણસ અમારાથી ડરે તેના શ્વાસોશ્વાસમાંથી એક અજીબ પ્રકારની ગંધ છૂટે અને અમે તેને ઓળખી જઇએ અને તે વ્યક્તિને વધુ ડરાવીએ. અમારા વર્તન વિશે પૂછવું હોય તો નેસમાં વસતા માલધારીઓને
આવીને પૂછી જાઓ. અમે માણસોની સંવેદના, તેમનો અવાજ પણ અમે ઓળખીએ છીએ.
 
સાંખે તો સાવજ શેના?
તમારા ઘરમાં કે ગામમાં આવીને કોઇ તમને રંજાડે તો તમે શું કરો? બસ, અમે પણ ઘણીવાર એ જ કરીએ છીએ. જંગલ અમારૂં ઘર છે. વિકાસના નામે અમારા ઘરોને કોઇ  ભાંગીને ભુક્કો કરી નાખે એ સાંખી લઇએ તો સાવજ શેના? હવે તો દુનિયામાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ સાવજ બચ્યા છે. અમને માનવીઓ પણ પ્રેમ તો બહુ કરે છે પણ અમૂક હોય ને? સાવજનો શિકાર કરી દુનિયા આગળ ડંફાશ મારવાના શોખીન.ઘણીવખત કોઇ જગ્યાએ અવાજ થતો હોય તો અમે ત્યાં જીજ્ઞાસાવશ પહોંચી જઇએ છીએ. કારણકે, અમને જાણવાની પ્રબળ ઇચ્છા હોય છે. કોઇપણ નવી બાબત સામે આવે ત્યારે જાણવા ઉત્સુક હોઇએ છીએ. અમને ખોરાકમાં ભુંડ પસંદ છે. 5 થી 6 ટકા ભુંડનો શિકાર કરીએ છીએ. જ્યારે 24 ટકા રોઝનો અને અન્યમાં બીજા પશુઓનું મારણ કરીએ.
અમારો ઉનાળો

ઉનાળો આવે એટલે બાપ રે બાપ. અમારા આશ્રયસ્થાનો, ખોરાક, મારણ કરવાનો સમય, અવરજવરનો સમય વગેરેમાં મોટો ફરક પડી જાય છે. ઊનાળાના દિવસોમાં ખરી ગયેલાં સૂકાંભઠ્ઠ વૃક્ષો નજરે ચઢે પણ અમે નજરે ના આવીએ. માનવીમાં જેમ મોસમ બદલતાં રોજીંદું ટાઇમ ટેબલ બદલી જાય એમ અમારૂં પણ ટાઇમ ટેબલ બદલી જાય છે. શિયાળામાં સવારે ૧૦થી ૧૧ વાગ્યા સુધીમાં તે જંગલમાં પાછા આવી જ જઇએ પણ ઉનાળામાં પરત જવાનો સમય વ્હેલો થઇ જાય છે. ઉનાળાની રાત્રે માલ-ઢોર કે બીજા પશુઓનું મારણ કર્યા બાદ તે મોડામાં મોડો ૯ વાગ્યા સુધીમાં તો જંગલનો માર્ગ પકડી જ લે. ઉનાળામાં પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય છે. વળી જંગલમાં પાણીનાં સ્ત્રોત ઘટ્યાં હોય છે. આથી જ્યાં નદી-નાળાં કે વોંકળા જોવા મળે તેની આસપાસની વનરાજીને અમે પોતાનું ‘ઘર’ બનાવીએ છીએ.
 
એક ગધીયો અને બીજો વેલર

મારે તમને કેટલીક માહિતી આપવી છે કે ગીરમાં બે જાતના સિંહ છે. એક ગધીયો અને બીજો વેલર. બન્નેના શારિરીક લક્ષણો, અને આંતરિક સૂઝ વગેરેમાં ઘણો તફાવત. જંગલમા તમે બંદૂક ફોડો ત્યારે જો ગધીયો હોય તો નાસી જાય પણ વેલર હોય તે પાછો વળીને ઊભો રહે. ( ઝૂમાં જોવા મળતા આફ્રિકન સિંહ/African Lion ની ઓળખ જ જૂદી છે.તેઓ અમારા એટલે કે ગીરના સિંહ/Gir Lion કરતાં વધારે કદાવર હોય છે.) વેલર વધુ લાંબો હોય છે.એના કાન લાંબા હોય છે. ગધીયો જરા જાડો અને ગોળમટોળ હોય છે.
અમારા વિશે ઘણી ગેરમાન્યતાઓલોક્માન્યતાઓ

અમારા વિશેની ઘણી ગેરમાન્યતાઓ– લોક્માન્યતાઓ છે. જેમ કે અમારે રોજેરોજ મારણ જોઇએ. એ રૂઢ માન્યતા ખોટી છે. અમને બે-ત્રણ દિવસે એકવાર ખોરાક જોઇએ. એક ભેંસ હોય તો ત્રણ દિવસ ચાલે. સાંભળી લો કે અમે ભૂખ્યા હોઇએ કે ના હોઇએ પણ માણસને ભાગ્યે જ મારીએ. મારે વાઘ કે દીપડાઓ અને ગુનો મારે નામે ચડી જાય. મારી શરેરાસ ઉંમર પંદરથી વીસ વર્ષની. સિંહણ સાડા ત્રણ ચાર વર્ષની વયે માતૃત્વ ધારણ કરવા સક્ષમ બને અને ક્ષમતા પ્રમાણે બેથી માંડીને ચાર સુધી વેતર કરે (ગર્ભાધાન કરે) એ એક સાથે ત્રણ કે ચાર બચ્ચાને જન્મ આપે છે.
 
ઉંમર સાથે વાળ ધોળા પણ કાળા

તમને નવાઇ લાગે એવી વાત છે કે અમારી જેમ ઉંમર થાય એમ વાળ ધોળા નહિં, પણ કાળા થાય છે. કોઇ જાણકાર હોય તો અમારી હુંકની(મોંમાંથી નીકળતા અવાજની) ફ્રિક્વન્સી પરથી કહી શકે છે અમારી ઉંમર કેટલી છે? પંદર વર્ષનો સિંહ હોય તો એની હુંક એકત્રીસ-બત્રીસ જેટલી થાય. વાઘની બોડ હોય, દીપડાની,જરખની અને શિયાળીયાની પણ ગૂફા હોય, પણ અમારે ગૂફા નથી હોતી. અમારૂં રહેઠાણ કરમદાના ઢૂવામાં હોય. અમને નદીનો કિનારો પસંદ છે. ઠંડક હોય, ઉપર વૃક્ષની છાયા હોય અને નીચે રેતી હોય. અમને જોવા હોય તો  ઉત્તમ સમય એપ્રિલ-મે મહિનાનો છે. ચોમાસામાં બિલકુલ ના આવતા. ચોમાસામાં અમે રસ્તા ઉપર આવી જવાનું વલણ ધરાવીએ છીએ કારણ કે જંગલમાં અમને પણ મચ્છરો બહુ સતાવે છે.
અમારૂં મોત

અમને કુદરતી મોત પણ આવે અને રોગને કારણે પણ મોત થાય. વાયરસ લાગુ પડી શકે અને હડકવા પણ આવે. વાયરસને કારણે ઘણા અમારા ભાઇબંધુઓ 1993માં મરી ગયા. ક્યારેક વન વિસ્તારના ખુલ્લા કૂવાઓમાં અકસ્માતે પડી જવાને કારણે પણ અને છેલ્લે તદ્દન ગેરકાયદે એવા શિકારને કારણે પણ અમારી વસ્તી ઘટતી ચાલી છે, ભલું થજો કે 20મી સદીની શરૂઆતમાં જૂનાગઢના નવાબે આ વિસ્તારમા સિંહોની શિકારબંધી ફરમાવી અને  1965 માં સરકારે તેને અભયારણ્યનો દરજ્જો આપ્યો.
 
અમે અને રમેશભાઇ

મૂળ ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના રમેશચંદ્ર ભાનુશંકર રાવળ 1972માં જ્યારે ત્રેવીસ વર્ષના હતા અને ભાવનગરની શામળદાસ કૉલેજમાં ભણતા હતા ત્યારે એકવાર શિવરાત્રીમાં જૂનાગઢ આવ્યા.  સતાધાર અને પછી તુલસીશ્યામ  પહોંચ્યા, એ વખતે ગીરના જંગલમાં વાયા કનકાઇ-બાણેજ એક બસ ચાલતી. બાણેજ પહોંચ્યા ત્યાં સાંજ પડી ગઇ. બસમાંથી ઉતરીને જરા પગ છૂટા કરતા હતા ત્યાં અચાનક જ સામે નજર પડી. સામે થોડા ફૂટ છેટે જ એક મોટી કેશવાળીવાળો ડાલામથ્થો આંખો ચળકાવતો અને ધીમો ધીમો ઘુરકાટ કરતો ઉભો હતો. રમેશ રાવળના હાંજા ગગડી ગયા. પણ કોણ જાણે કેમ એ ત્યાંથી ખસી ના શક્યા. બે-ચાર મિનિટ એની સામે નજર મેળવીને ઉભા રહી ગયા. ભય ધીરે ધીરે ઓસરતો ગયો, જાણે કે ઓટના કિનારાથી દૂર થતાં જતાં નીર ! સિંહ પણ ત્યાંથી ના હટ્યો. ઘૂરકાટ શમી ગયો. બેપગા અને ચોપગા  વચ્ચે કોઇ અજબ તારામૈત્રક રચાયું. પરસ્પરની આંખોમાંથી પરસ્પર પ્રત્યેના ડરનો લોપ થયો.( રમેશભાઇની સામે હું જ ઉભો હતો)

પહેલો સિંહ એકવચન : બંદૂક ફૂટે ને નાસી જાય એ ગધીયો, પાછો વળીને ઊભો રહે વેલર
કોણ છે સિંહોના સખા રમેશભાઇ?
થોડા વર્ષ પહેલા કુલ ચાલીસ દોહાનું બનેલું સિંહચાલીસા આમ તો સુરેન્દ્રનગરના ડૉ.નરેન્દ્ર રાવલ દ્વારા રચવામાં આવ્યું છે. પણ આ ચાલીસા લખાવવા પાછળ સિંહોને પ્રાણ કરતાં પણ વધુ પ્રેમ કરતા રમેશ રાવળ જવાબદાર છે.  1980થી 1991 દરમ્યાન દોઢ લાખ કિલોમીટર ગીરમાં ને ગીરમાં જ ખેડી નાખ્યા. 1991-92માં પત્ની અને બે પુત્રો સાથે ગીરની પરકમ્મા કરવા નીકળ્યા તે કેવળ પર્યટન ખાતર નહિં, પણ સંશોધન ખાતર. 1880 થી 1990 ના એકસોદસ વર્ષો દરમિયાન ગીરમાં કેટલા સિંહો હતા, એમની વિશિષ્ટતાઓ, ખાસિયતો, વર્તણુંકો, એમની દિનચર્યાઓ, એમની ઋતુચર્યાઓ જેવી વિગતો અનેક દસ્તાવેજો,જાણકારોની રૂબરૂ મૂલાકાતો, બીજા સ્રોતોમાંથી મેળવી અને તેનું એક નાનકડું પુસ્તક ‘સિંહ જીવનદર્શન’ ગાંઠના ખર્ચે 1992માં પ્રગટ કર્યું.
રમેશ રાવળ સિંહોના અલગ અલગ ભાવો, જરૂરત અને  વૃત્તિઓની અભિવ્યક્તિના અવાજો કાઢી શકે છે, એમના રૂદનનો પણ! આ વસ્તુ એમને એમની સાથેની વિશ્વસનિયતા પેદા કરી આપવામાં કામ આવી છે. પૂરા ગીરનો સરકાર દ્વારા રક્ષિત જાહેર કરાયેલો વિસ્તાર હવે માત્ર 1412 ચોરસ કિલોમીટરનો જ રહ્યો છે.જે પૂરો રમેશ રાવળે પગ તળે કાઢી નાખ્યો છે. રમેશ રાવળે સિંહોની હત્યા તેમ જ કુદરતી રીતે મૃત્યુ પામેલા સિંહોના મોક્ષાર્થે તથા લુપ્ત થતા ડાલામથ્થા વનરાજ સિંહોને બચાવવા લોક જાગૃતિના ભાગ રૂપે  ગૃહશાંતિ યજ્ઞનું આયોજન કર્યું હતું અને 51111 યત્રિકોને જમાડ્યા હતા. તેમના નિવાસનું નામ પણ સિંહદર્શન છે.

મેંદરડા પાસે કેરી ભરેલું મેટાડોર પુલ પરથી ખાબકતા 1 નું મોત : 2 ઘાયલ.

મેંદરડા પાસે કેરી ભરેલું મેટાડોર પુલ પરથી ખાબકતા 1 નું મોત : 2 ઘાયલ

 • Bhaskar News, Mendarda
 • May 23, 2015, 00:13 AM IST
મેંદરડા: મેંદરડાનાં સાસણ રોડ પર શુક્રવારનાં મધરાતનાં અરસામાં કેરી ભરેલુ મેટાડોર પુલ પરથી નીચે ખાબકી જતાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે બેને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માત સર્જી ચાલક અને ક્લીનર નાસી છૂટ્યા હતા.

માંગરોળનાં કૈલાશભાઇ બધા ભાઇ ગોહેલે તાલાલાનાં ગાભા ગામે રાજાભાઇ ગોવિંદભાઇ પંપાણીયાનો કેરીનો બગીચો રાખેલ હોય ગુરૂવારે રાત્રે મેટાડોર નં. જીજે-15-ડીડી-6058માં કેરી ભરીને ગોંડલ લઇ જવા માટે નિકળેલ અને રાત્રીનાં 2 વાગ્યાની આસપાસ મેંદરડાનાં સાસણ રોડ પર માનપુર નજીક જાનળી નદીનાં પુલ પરથી નીચે ઉતરી જઇ મેટાડોર પલટી ખાઇ જતાં કેરીનાં બોકસ પર બેસેલ ધણેજનાં દિનેશ ભનુભાઇ જાદવનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

જ્યારે કૈલાશભાઇ અને સંજય જાદવને ઇજા પહોંચતા 108 મારફત પ્રથમ મેંદરડા હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરાયા હતા. જ્યારે અકસ્માત સર્જી ચાલક અને ક્લીનર નાસી છૂટ્યા હતા. આ બનાવમાં પોલીસે  આગળની તપાસ હાથ ધરી છે.

સાસણ ફેસ્ટિવલનું નવું ગતકડું, મેંગો ફેસ્ટિવલ બંધ.

સાસણ ફેસ્ટિવલનું નવું ગતકડું, મેંગો ફેસ્ટિવલ બંધ
 • Bhaskar News, Junagadh
 • May 22, 2015, 00:02 AM IST
- સરકારનાં પૈસે તાયફા કરવાનો નવો નુસ્ખો : મેંગો ફેસ્ટિવલ બંધ
- મેંગો ફેસ્ટીવલનાં નામ પર ખેડૂતો ન આવતા હોવાથી નામ બદલાવ્યું

તાલાલા: સાસણ ગીરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા મેંગો ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ ફેસ્ટીવલમાં ખેડૂતો ભાગ લેતા ન હોય તે કારણે આ વખતે નામ ફેરવી સાસણ ફેસ્ટીવલ નામ અપાયું છે. જોકે, ફેસ્ટીવલનાં નામે સરકારી નાણાનો વ્યય જ થાય છે.

ગીર પંથકની કેસર કેરી અને કેસરી સિંહો વિશ્વ પ્રસિધ્ધ છે. સિંહોની ઓળખ સાથે કેસર કેરી ઉપરાંત કેરીની અન્ય જાતોને પ્રસિધ્ધી અપાવવા અને ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડવા સાથે ગીરનાં આંગણે સાસણ આવતા પ્રવાસીઓને ભારતમાં થતી કેરીની વિવિધ જાતોથી પરિચીત કરાવવા ગુજરાત સરકારનાં પ્રવાસન વિભાગે ત્રણ વર્ષ પહેલા મેંગો ફેસ્ટિવલનું આયોજન કરેલ. મેંગો ફેસ્ટિવલનું લાખો રૂપિયાનું બજેટ નક્કી કરી સરકારનાં નજીકનાં ખાનગી કોન્ટ્રાકટરને ફેસ્ટિવલનો કોન્ટ્રાકટ અપાયો - કોન્ટ્રાકટરે મેંગો ફેસ્ટિવલ ખેડુતલક્ષી ઉપયોગી બનાવવાનાં બદલે પોતાનાં પરિચીતો અને વીઆઇપીઓને ફેસ્ટિવલમાં હાજરી આપવાનાં નામે બોલાવી સાસણમાં સરકારનાં પૈસે તાગડધીન્ના કરાવ્યા જેથી મેંગો ફેસ્ટિવલ ત્રણ વર્ષથી સુપર ફલોપ બનવા લાગ્યો.

મેંગો ફેસ્ટિવલનાં નામે તુત ચલાવ્યા બાદ નવુ તુત ઉભુ કર્યુ. સાસણ ફેસ્ટિવલ આગામી 25, 26, 27 મે ત્રણ દિવસ સાસણ ફેસ્ટિવલનો કાર્યક્રમ નક્કી કરાયો છે. જેનું ઉદઘાટન કરવા રાજયનાં કેબીનટ કક્ષાનાં પ્રવાસન મંત્રી સૌરભભાઇ પટેલ અને રાજય કક્ષાનાં પ્રવાસન મંત્રી જયેશ રાદડીયા તા.25 મે નાં સાસણ આવશે. ગીર પંથકમાંથી દર વર્ષે પાંચ લાખ મેટ્રીક ટન કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડુતો માટે મેંગો ફેસ્ટિવલ ઉપયોગી અને માહિતીસભર બનાવવાનાં બદલે પોતાનાં તાયફા ચાલુ રાખવા મેંગો ફેસ્ટિવલનું નામ બદલાવી સાસણ ફેસ્ટિવલનું નવું તુત ઉભુ કરતા ગીરપંથક સહિત સૌરાષ્ટ્રનાં કેરી ઉત્પાદક ખેડુતો આઘાત પામ્યા છે.

ભાલછેલની જગ્યાએ સિંહ સદનમાં યોજાશે

પ્રવાસન વિભાગ દ્વારા ભાલછેલ હેલીપેડ નજીક મેંગો ફેસ્ટિવલ યોજાતો હતો.  આ વર્ષે મેંગો ફેસ્ટિવલનું નામ તો બદલાવ્યુ સાથે સ્થળ પણ ફેરવવામાં આવ્યું જિલ્લા કલેકટર દ્વારા હેલીપેડ નજીક ફેસ્ટિવલ યોજવાની મંજુરી અપાયેલ પરંતુ આયોજકોએ ફેસ્ટિવલનું સ્થળ અને નામ બંને બદલાવી નાંખ્યા છે.