Friday, July 31, 2020

સિંહોને વાયરસથી બચાવવા માટે વધુ 1 હજાર રસી આવી

દિવ્ય ભાસ્કર

Jul 21, 2020, 04:00 AM IST

જૂનાગઢ. ગિર જંગલમાં બે વર્ષ પહેલાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસને લીધે અનેક સાવજો મોતને ભેટ્યા હતા. જેથી વનવિભાગે અમેરિકાથી તેની સામે રક્ષણ આપતી રસી મંગાવી સાવજોને તેના ડોઝ આપ્યા હતા. ત્યારે ફરી સિંહોને વાયરસ સામે રક્ષણ આપવા વધુ 1 હજાર ડોઝ મંગાવ્યા હતા. જે હવે આજે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં આવી ગયા છે. જોકે, આ ડોઝ હાલ પૂરતા પાંજરામાં રખાયેલા સાવજોનેજ અપાશે. એમ સીસીએફ ડિ. ટી. વસાવડાએ જણાવ્યું હતું. આ 1 હજાર ડોઝની કિંમત 5 લાખ રૂપિયા અંદાજાઇ રહી છે. દિલ્હીથી આવેલી ટીમની ભલામણના આધારે આ રસી મંગાવાઇ છે. એવા સવાલના જવાબમાં વનવિભાગે જણાવ્યું હતું કે, આ રસીનો ઓર્ડર એ પહેલાંથીજ અપાઇ ચૂક્યો હતો. અને 2018 બાદ પણ અમે આ રસી મંગાવી હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/more-than-1000-vaccines-were-given-to-protect-lions-from-the-virus-127533239.html

સક્કરબાગ ઝૂમાં લાવવામાં આવનાર ઝીબ્રા અને સારસને લોકડાઉન નડ્યું

  • ચંદીગઢ ઝૂ અને બોમ્બે ઝૂને સિંહ, વરૂ, ચિંકારા અને પક્ષી આપવાના હતા

દિવ્ય ભાસ્કર

Jul 21, 2020, 04:00 AM IST

જૂનાગઢ. એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ઝૂમાંથી સિંહ, વરૂ, ચિંકારા સહિતના પ્રાણી, પક્ષીઓ અન્ય ઝૂને આપી ત્યાંથી વિવિધ પ્રાણી, પક્ષીઓ લાવવામાં આવે છે. આ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વર્ષ 2019માં દેશના વિવિધ ઝૂને સિંહ સહિતના પ્રાણી, પક્ષીઓ આપી ત્યાંથી અન્ય પ્રાણી, પક્ષીઓ લાવવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2020માં આ એક્સચેન્જ પ્રોગ્રામને લોકડાઉન નડ્યું હોય તેમ ચંદીગઢ અને બોમ્બે ઝૂમાંથી લાવવામાં આવનાર ઝીબ્રા અને સારસ પક્ષી આવ્યા નહીં અને અહીંયાથી સિંહ, ચિંકારા સહિતના પ્રાણી, પક્ષીઓ પણ મોકલવામાં આવ્યા નથી. લોકડાઉનને કારણે સક્કરબાગ ઝૂ માર્ચ મહિનાથી બંધ છે અને રાખવામાં આવેલ પ્રાણી, પક્ષીઓમાં પણ વાઇરસ ન ફેલાય તે માટે તકેદારીઓ રાખવામાં આવે છે. ત્યારે એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ બાકી રહેલા સારસ અને ઝીબ્રા અત્યારે લાવવામાં નહીં આવે અને તેની સાથે તે ઝૂને સિંહ, વરૂ અને ચિંકારા પણ આપવામાં આવશે નહીં. 

ઉડી શકે તેવું સૌથી ઉચુ પક્ષી સારસની રાહ
વર્ષ 2019ના એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ પંજાબના ચંદીગઢ ઝૂને વરૂ, શીંકારા અને અન્ય પક્ષીઓ આપી ત્યાંથી સારસની જોડી લાવવાની છે. ઝૂમાં માત્ર એક નર સારસ પક્ષી છે. સારસ પક્ષી ઉડી શકે તેવું સૌથી ઉચુ પક્ષી છે.

મુંબઇ ખાતેનાં બોમ્બે ઝૂને સિંહની જોડી આપી ઝીબ્રા લાવવાના છે
મુંબઇ ખાતેના બોમ્બે ઝૂને સિંહની જોડી આપી તેની સામે ઝીબ્રાની જોડી લાવવાની બાકી છે તે હવે ક્યારે આવશે તેની રાહ છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/zebras-and-storks-to-be-brought-to-sakkarabagh-zoo-were-locked-down-127533217.html

જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે મોડી રાત્રે મગર ચઢી આવ્યો

કાર નીચે છુપાયેલા 8 ફૂટ લાંબા મગરને મહા મહેનતે બહાર કાઢી પાંજરે પુર્યો હતો
કાર નીચે છુપાયેલા 8 ફૂટ લાંબા મગરને મહા મહેનતે બહાર કાઢી પાંજરે પુર્યો હતો

  • વન વિભાગની ટીમે આઠ ફૂટ લાંબા મગરનું રેસ્ક્યૂ કર્યું

દિવ્ય ભાસ્કર

Jul 24, 2020, 04:00 AM IST

જૂનાગઢ. જૂનાગઢના ગિરનાર દરવાજા સ્થિત રોડ પર બુધવારની મોડી રાત્રે એક મગર ચડી આવ્યો હતો. આ અંગેની જાણ કરતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી બાદમાં મગરને સહિ સલામત રીતે છોડી મૂક્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ ગિરનાર દરવાજા સ્થિત રોડ પર મગર જોવા મળતા લોકોમાં ભય ફેલાયો હતો. આ અંગે કૃણાલભાઇ જોશીએ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના પી.સી. ભટ્ટને જાણ કરી હતી.

પી.સી. ભટ્ટે વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટર જે.એચ. ચોટલીયા અને સ્ટાફના વી.ડી. ગોલાધર, નલાભાઇ ટ્રેકર, ફિરોજભાઇ વગેરેની ટીમ તુરત દોડી આવી હતી અને દિલધડક રેસ્કયુ હાથ ધર્યું હતું. કાર નીચે છુપાયેલા 8 ફૂટ લાંબા મગરને મહા મહેનતે બહાર કાઢી પાંજરે પુર્યો હતો બાદમાં મગરને સુરક્ષિત સ્થળે સહિ સલામત રીતે છોડી મૂક્યો હતો. આ તકે અસ્તેયભાઇ પુરોહિત, હરિઓમભાઇ પંચોલી પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/a-crocodile-came-up-late-at-night-near-girnar-gate-of-junagadh-127544439.html

5 હજાર પક્ષીને વર્ષે પિરસાઈ છે 1.5 લાખનો ખોરાક

દરરોજનાં 5 હજાર પક્ષીઓનો અઢી કલાક રહે છે આંગણે રહે છે કલબલાટ
દરરોજનાં 5 હજાર પક્ષીઓનો અઢી કલાક રહે છે આંગણે રહે છે કલબલાટ

  • કેશોદના પરિવારને 18 વર્ષથી પક્ષીઓ સાથે નાતો, કયો ખોરાક ક્યારે આપવો તેનું આયોજન

દિવ્ય ભાસ્કર

Jul 27, 2020, 04:00 AM IST

કેશોદ. કેશાેદમાં રહેતા હરસુખભાઇ ડાેબરિયા છેલ્લા 18 વર્ષથી પક્ષીઓ સાથે નાતાે ધરાવે છે તેથી પક્ષીઓને કયાં સમયે ખાેરાક શાેધવામાં મુશ્કેલી પડે છે, તેમને કયાે ખાેરાક વધારે પસંદ આવે, કઇ રીતે નિરાંતે ચણ ચણી શકે જે માટે તેમની પાસે બહાેળાે અનુભવ હોય જેથી જુલાઇ મહિનામાં તેમને આંગણે 4000 પાેપટ તેમજ 50-50 ની સંખ્યામાં કુલ મળી 700 થી 800 જુદા જુદા પક્ષી જેવા કે કાબર, બુલબુલ બાજરાની ચણ અને મગફળીના બી ચણવા આવે છે.પક્ષીઓ શાંતિપૂર્ણ માહોલમાં ચણી શકે તે માટે લાેખંડના પાઇપની ફ્રેમ તૈયાર કરી છે જેમાં ખાના જોવા મળે છે.

જેમાં બાજરાના ડુંડા રાખી દેવામાં આવે છે. આ પરીવાર પક્ષીઓ માટે વર્ષે દાળે 1.5 લાખની કિંમતના ડુંડા અને મગફળીના બીજ ખરીદ કરે છે આમ તેમના આંગણે વહેલી સવારે 5000 પક્ષીઓ અઢી કલાક માટે ચણવા આવે છે પરંતુ લાેકડાઉનના કારણે પ્રકૃતિમાં કાેઇ બદલાવ આવ્યાે હાેય તેમ દર વર્ષ કરતાં આ વર્ષે પક્ષીઓ 15 મિનિટ વહેલાં આવે છે અને 30 મિનિટ માેડા જાય છે મતલબ પાેણાેે કલાક વધુ સમય ચણે છે. જેના બે કારણાે કાંતાે પક્ષીઓ વધુ ભૂખ્યા થતાં હશે અથવા તાે ચાેમાસામાં એક સાથે પાકનુું વાવેતર હાેવાનું માનવામાં આવે છે. આમ પક્ષીઓને ચણ સહિતની કામગીરીમાં હરસુખભાઇના પત્નિ રમાબેન, દિકરા પ્રકાશભાઇ, પુત્રવધુ ચંદ્રીકાબેન, પાૈત્ર ક્રિપાલભાઇ, પાૈત્રવધુ નમ્રતાબેન તમામ પરીવારના સદસ્યાે મદદરૂપ થાય છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/keshod/news/5-thousand-birds-are-fed-15-lakh-food-per-year-127554801.html

જંગલ વિસ્તારના જોખમી પાણીના સ્ત્રોતમાં ન્હાવા પહોંચતા લોકો

  • વન વિભાગ નિંદ્રામાં, અકસ્માતનો ભય

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 04:00 AM IST

જૂનાગઢ. ચોમાસાના વરસાદ બાદ ગિરનારના જંગલમાં હરીયાળી જોવા મળે છે. તેમજ જંગલમાં નાના મોટા પાણીના સ્ત્રોત પણ વહેતા રહે છે. આ સ્ત્રોતમાં ન્હાવા લોકો પહોંચી જતા હોય છે. ત્યારે કોરોનાની મહામારી હોવા છતાં પણ લોકો સમજતા નથી અને જંગલમાં જવાની તેમજ પાણીના સ્ત્રોતમાં ન્હાવાની મનાઇ હોવા છતાં પણ લોકો પહોંચી જાય છે અને જોખમી જગ્યા પર ન્હાવા પહોંચી જાય છે.

વન વિભાગ ઉંઘતું હોય તેમ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જૂનાગઢ તેમજ તેની આજુબાજુના જંગલ વિસ્તાર જેમ કે, ગિરનાર, દાતાર તથા રામનાથ નજીની જગ્યાઓ પર ચોમાસામાં નાના મોટા પાણીના સ્ત્રોતો અને નાના ટેકરીઓના દ્દશ્યો રમણિય હોય છે જેનાથી યુવાનો તેમજ એડવેન્ચરના શોખીન કોઇ પણ ડર રાખ્યા વગર જ ત્યાં ફરવા અને ન્હાવા પહોંચી જાય છે. પરંતુ તે ખરેખર જોખમી છે અને મનાઇ હોવા છતાં ત્યાં પહોંચી જાય છે. આવી જગ્યાઓ પર વન વિભાગના કર્મચારીઓ જોવા મળતા નથી. ત્યારે વન વિભાગ દ્વારા આવા વિસ્તારોમાં પેટ્રોલીંગ કરવું જરૂરી છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/people-bathing-in-a-dangerous-water-source-in-a-forest-area-127567993.html

વિસાવદરના કાદવાળી નેસ પાસે ઢોર ચરાવતા બાળક પર દીપડાનો હુમલો

  • સાથે માલઢોર ચરાવતા બીજા લોકોએ હાકલા પડકારા કરી દીપડાને ભગાડ્યો

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 04:00 AM IST

વિસાવદર. ગિર જંગલની વિસાવદર રેન્જના રાજપરા રાઉન્ડની હસ્નાપુર બીટમાં નાળિયેરા નામનો વિસ્તાર આવેલો છે. કાદવાળી નેસ આ વિસ્તારમાં આવેલો છે. નેસમાં રહેતા કરશનભાઇ ચાવડાનો 10 વર્ષિય પુત્ર સાગર આજે સવારે નવેક વાગ્યાના અરસામાં માલઢોર લઇને ચરાવવા માટે નિકળ્યો હતો. તેની સાથે અન્ય લોકો પણ માલઢોર લઇને નિકળ્યા હતા. ત્યારે પાછળથી અચાનકજ એક દીપડાએ તેના પર હુમલો કરી દીધો હતો.

આથી સાગરે રાડારાડી કરતાં બીજા લોકો આવી પહોંચ્યા હતા. અને હાકોટા પાડી દીપડાને ભગાડ્યો હતો. અને સાગરને સારવાર માટે વિસાવદર સરકારી દવાખાને ખસેડાયો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયો હતો. આ હુમલામાં સાગરને ડાબી આંખ, માથું અને ડાબા ખભા પર ઇજા થઇ છે. બનાવની થોડી વાર પહેલાં પણ દીપડો આવ્યો હતો. પણ બધાએ હાકલા પડકારા કરતાં તે ચાલ્યો ગયો. પણ બહુ દૂર નહોતો ગયો. અને સાગરને એકલો જોતાંજ તેના પર હુમલો કર્યો હતો.દરમ્યાન આ વિસ્તારમાં છેલ્લા દોઢ-બે માસથી દીપડાની રંજાડ વધી ગઇ હોઇ વનવિભાગે તેને પકડવા મારણ સાથે પાંજરું પણ ગોઠવ્યું હતું. પણ એ પાંજરામાં દીપડાને બદલે સિંહ પુરાઇ ગયો હતો. એ સિંહ એટલો ગભરાઇ ગયો હતો કે, તે પાંજરામાં રહેલું મારણ પણ કરી શક્યો નહોતો.

વીજ આંચકાથી મૃત્યુ પામેલી સિંહણના બચ્ચાંનું રેસ્ક્યુ
થોડા દિવસો પહેલાં રાજપરા રાઉન્ડમાંથી એક વીજ આંચકાથી મૃત્યુ પામેલી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહને કોણ અહીં નાખી ગયું એની ભાળ હજુ વનવિભાગને નથી મળી. પણ તેના 1 વર્ષના 4 બચ્ચાં વનવિભાગને મળી અાવતાં તેને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે સારસંભાળ માટે મોકલી દેવાયા હતા.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/visavadar/news/leopard-attack-on-a-grazing-child-near-the-muddy-ness-of-visavadar-127568168.html

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગીરનારના ડોલીવાળાઓને વૈકલ્પિક રોજગારી આપવાના હેતુથી 1 કરોડના કાર્યોનું કાલે ખાતમુહૂર્ત

  • પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના હસ્તે રૂ. 1 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 05:15 PM IST

જુનાગઢ. ગુજરાત પ્રવાસન વિભાગનો પ્રયાસ હંમેશાથી જ પ્રવાસનની સાથોસાથ સ્થાનિક રોજગારીને પણ વેગ મળે તેવા આયોજનો હાથ ધરવાનો રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આયોજનો થકી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે અને તે જ સફળતાને આગળ વધારતા મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પ્રવાસને ચારે દિશામાં પ્રચલિતતા પ્રાપ્ત કરી છે. એવા જ વધુ એક આયોજનના ભાગરૂપે ગુજરાત પ્રવાસન વિભાગ દ્રારા પ્રવાસન અને મત્સ્યઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાના હસ્તે ગિરનારના ડોલીવાળાઓને વૈકલ્પિક રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી રૂ.1 કરોડના ખર્ચે 104 દુકાનો અને તેને સંલગ્ન પાયાની સુવિધાઓ ઉભું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે કાર્યક્રમ યોજાશે
ગુજરાત પ્રવાસન વિભાગ આ સાથે પ્રવાસીઓની સુવિધામાં ઉત્તરોતર વધારો કરવાના તબક્કાવાર સફળતાપૂર્વક આયોજનો કરીને એક સિમાચિહ્નરૂપ કાર્ય કરી રહ્યું છે. જુનાગઢના ગિરનાર ખાતે ડોલીવાળાઓની સુવિધા પુરી પાડીને તેમની રોજગારીની તકો વધે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વિકાસકાર્યો શનિવાર 1 ઓગસ્ટના રોજ જુનાગઢ ખાતે જવાહર ચાવડાના હસ્તે ખાતમૂહુર્ત સાથે શરૂ કરવામાં આવશે. કાર્યક્રમ મેયર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે.

​​​​​​​ગીરનાર રોપ વેનું કાર્ય પણ ચાલુ
​​​​​​​કોરોના વાઈરસને કારણે લોકડાઉનમાં ગીરનાર રોપ વેનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ લોકડાઉન બાદ ફરી આ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.ગીરનાર રોપનું કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થવાના આરે છે. રોપ વેનું કામ પૂરૂ થતા જ ફરવા આવતા લોકોની સંખ્યા વધે તેવી શક્યતા છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/tomorrow-khatmuhurt-of-1-core-work-of-tourism-at-junagadh-127570229.html

Thursday, July 30, 2020

ચાલુ વરસાદમાં એક સિંહણની રોડ પર લટાર તો બીજી સિંહણ ખેતરમાં ટહેલતી જોવા મળી


બંને સિંહણના વીડિયો વાઇરલ થયા
બંને સિંહણના વીડિયો વાઇરલ થયા

  • ખાંભા વિસ્તારમાં જંગલોમાં મચ્છરના ત્રાસથી વન્ય પ્રાણીઓ બહાર આવી રહ્યા છે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 02:17 PM IST

ખાંભા. સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે જંગલો ખેતરોમાં વનરાજી ખીલી ઉઠી છે. જંગલોમાં મચ્છરોના ઉપદ્રવથી વન્ય પ્રાણીઓ બહાર રોડ-રસ્તા પર ટહેલતા જોવા મળી રહ્યા છે. ખાંભાના પીપળવા રોડ પર એક સિંહણ ચાલુ વરસાદે રોડ પર લટાર મારતી જોવા મળી હતી. આ દ્રશ્યો કારચાલકે પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા હતા. તો બીજી તરફ એક સિંહણ ખેતરમાં ટહેલતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બંને સિંહણના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. 

(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/one-lioness-run-on-road-and-one-lioness-run-of-farm-near-khambha-127466247.html

જાફરાબાદના ટીંબી ગામે સાવજે ગાયનું મારણ કર્યું

  • સાવજના ધામાથી ખેડૂતોમાં ફફડાટ

દિવ્ય ભાસ્કર

Jul 09, 2020, 04:00 AM IST

જાફરાબાદ. તાલુકાના ટીંબી ગામની સીમમા સાવજોના કાયમી ધામા છે. અને આજે વહેલી સવારે તાલુકા યુવા ભાજપના મહામંત્રીની વાડીમા સાવજે ગાયનુ મારણ કરતા આ અંગે વનતંત્રને જાણ કરાઇ હતી. વરસાદની સિઝનના કારણે માલધારીઓ સીમમા માલઢોર ચરાવતા ન હોય અને રેઢીયાર પશુઓ પણ આશરો શોધી બેસી ગયા હોય સાવજોને મારણ મેળવવામા મુશ્કેલી પડે છે. ત્યારે જાફરાબાદના ટીંબીની સીમમા પણ આવુ જ બન્યું છે. તાલુકા યુવા ભાજપના મહામંત્રી રમેશભાઇ કાનાભાઇ બાંભણીયા ગઇકાલે સવારે છએક વાગ્યાના સુમારે પોતાની વાડીએ ગાયને ફરજામાથી બહાર કાઢી પાણી પીવા માટે લઇ જઇ રહ્યાં હતા. ત્યારે અચાનક અહી શિકારની શોધમા નીકળેલો સાવજ સામે આવી ગયો હતો. ગાય ભડકીને દુર ભાગી હતી પરંતુ સાવજે આ ગાયને મારી નાખી હતી. અહી સીમમા સાવજના  કાયમી ધામા હોય ખેડૂતો પોતાના માલઢોરની ચિંતામા ફફડી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/jafrabad/news/savje-killed-a-cow-at-timba-village-in-jafrabad-127491627.html

અમરેલીમાં રોટરી કલબ ઓફ ગીરનો વૃક્ષારોપણ કાર્યક્રમ,એક લાખ વૃક્ષ રોપવાનો નિર્ણય કરાયો

દિવ્ય ભાસ્કર

Jul 09, 2020, 04:00 AM IST

અમરેલી. અમરેલી રોટરી કલબ ઓફ ગીર દ્વારા જિલ્લામાં 100000 વૃક્ષનું રોપવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત શહેરના વૃંદાવન પાર્ક સોસાયટી અને લાઠીરોડ એસટી  ડીવીઝન સામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે પ્રમુખ કમલેશભાઈ જોષી અને સેક્રેટરી મનીષભાઈ વાકોતર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/rotary-club-of-girs-tree-planting-program-in-amreli-it-was-decided-to-plant-one-lakh-trees-127492055.html

રાજુલા પંથકમાં અઢી વર્ષની સિંહણનું બીમારીથી મોત


ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • સિંહણને સારવાર માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ખસેડાય હતી

દિવ્ય ભાસ્કર

Jul 09, 2020, 01:17 PM IST

અમરેલી. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં વધુ એક સિંહણનું મોત નિપજ્યું છે. 2.5 વર્ષની સિંહણનું બિમારીથી મોત થયું છે. સિંહણને સારવાર માટે રાજુલાથી સક્કરબાગ ઝૂમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સિંહણનું મોત થતાં સિંહપ્રેમીઓમાં દુખની લાગણી પ્રસરી ગઈ છે.

સિંહણ છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતી
વાવડી ગામમાં રહેતી સિંહણ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી. જેથી ગઈકાલે સાવરકુંડલા રાજુલા વિભાગની સીમમાં વાવડી ગામના મહેસુલ વિસ્તારમાંથી આ સિંહણનું રેસ્ક્યૂ કરી વધુ સારવાર માટે તેને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રિફર કરવામાં આવી હતી. પરંતુ સિંહણનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/two-and-a-half-year-old-lioness-dies-of-disease-in-rajula-127494427.html

બીમાર સિંહણને સક્કરબાગ લઈ જતાં રસ્તામાં માેત

દિવ્ય ભાસ્કર

Jul 10, 2020, 04:00 AM IST

અમરેલી. શેત્રુજી ડિવીઝનમાં આવતા રાજુલા રેંજના ધારેશ્વર બીટમા વાવડી ગામની સીમમા એક સિંહણ બિમાર હાેવાની જાણકારી મળી હતી. રાજુલા અને સાવરકુંડલા રેંજની બાેર્ડર પર વાવડીના રેવન્યુ વિસ્તારમાથી અઢી વર્ષની આ સિંહણને પાંજરે પુરવામા આવી હતી. સિંહણને સારવાર માટે જુનાગઢના સક્કરબાગ ઝુ ખાતે ખસેડવામા આવી હતી. જાે કે આ સિંહણ જુનાગઢ પહાેંચે તે પહેલા રસ્તામા જ તેનુ સારવાર દરમિયાન માેત થયુ હતુ.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/mother-on-the-way-to-take-the-sick-lion-to-sakkarbagh-127497073.html

એક પરિવારે કારથી 10 ફૂટના અંતરેથી જ સિંહદર્શન કર્યા, લાયન શોના વીડિયો વાઈરલ


પહેલી તસવીરમાં કાર નજીક સિંહણ અને ત્રણ સિંહબાળ અને બીજી તસવીરમાં સિંહણ પાડીનું મારણ કરતી જોવા મળે છે

  • ગીરમાં ગેરકાયદેસર લાયન શો થતો હોવાનું સામે આવ્યું

દિવ્ય ભાસ્કર

Jul 10, 2020, 12:59 PM IST

ખાંભા. ગીરના રેવન્યુ વિસ્તારમાં સાવજોની મોટી વસતી છે. ત્યારે ગેરકાયદે સિંહદર્શન કરાવતા તત્વો આ વિસ્તારમાં સાવજોને મારણ આપી અવાર નવાર લાયન શો કરાવતા રહે છે. ત્યારે ધારી ગીર પૂર્વના પાતળા રેવન્યુ નજીક ફરી એકવાર લાયન શોના વીડિયો વાઈરલ થયા છે. જેથી સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એક બાળકીનો અવાજ સંભળાય છે અને એક વ્યક્તિ બોલી રહ્યો છે કે એક સિંહણ અને ત્રણ બચ્ચા મારી કારથી 10 ફૂટ જ દૂર છે. હાથ બહાર ન કઢાય તેવું બાળકીને કહી રહ્યો છે. 

વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
વાઈરલ વીડિયોમાં મહિલાઓ અને બાળકો 1 કારમાં 5થી 10 ફૂટના અંતરેથી જ દર્શન કરી રહ્યાં હોવાનું દેખાય રહ્યું છે. ભૂતકાળમાં આ જમીનને લઈને મોટો વિવાદ થયો હતો. આ વિસ્તારમાં લાઈન શો વન વિભાગની રહેમ નજર હેઠળ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/illegal-lion-show-in-gir-forest-news-khambha-and-video-viral-127494588.html

કતારબદ્ધ નિલગાય આપી રહી છે સાેશ્યલ ડિસ્ટન્સનાે સંદેશ


Queuing nilgai is giving a message to social distance

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

અમરેલી. અમરેલી પંથક પર મેઘરાજાએ મહેર કરી છે, જેને પગલે ગ્રામ્ય વિસ્તારાેમા પણ નદી, તળાવાે છલકાઇ ઉઠયાં છે. ત્યારે લીલીયાના અંટાળીયા ગામે અંટાળેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલ તળાવ પણ ભરાઇ ગયુ છે. અહી કતારબધ્ધ નિલગાય તળાવમાથી પસાર થતી હાેય આ દ્રશ્ય રમણીય છે. તેની સાથે જાણે આ નિલગાયાે પણ સાેશ્યલ ડિસ્ટન્સીંગનાે સંદેશાે પુરાે પાડતી જાેવા મળી રહી છે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/queuing-nilgai-is-giving-a-message-to-social-distance-127505136.html

સિંહોએ કરેલા શિકાર નજીક શ્વાન અને નીલગાયોને જવુ ભારે પડ્યું, સિંહે દેખા દેતા નાસભાગ રામપરા સીમ વિસ્તારમાં સિંહોએ પશુનુ મારણ કર્યું હતું સિંહે કરેલા શિકાર નજીક શ્વાન-નિલગાયોએ જવાનો પ્રયાસ કર્યો હતો દિવ્ય ભાસ્કરJul 15, 2020, 11:53 AM IST અમરેલી. અમરેલીના રાજુલાના રામપરા સીમ

  • સિંહે કરેલા શિકાર નજીક શ્વાન-નિલગાયોએ જવાનો પ્રયાસ કર્યો હતો

દિવ્ય ભાસ્કર

Jul 15, 2020, 11:53 AM IST

અમરેલી. અમરેલીના રાજુલાના રામપરા સીમ વિસ્તારમાં સિંહોએ પશુનુ મારણ કર્યું હતું. શ્વાન અને નીલગાયના ટોળાએ સિંહોએ કરેલા શિકાર નજીક જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓને શિકાર નજીક જવુ ભારે પડ્યું હતું. શિકાર નજીક સિંહે દેખાડો દેતા શ્વાન અને નીલગાયના ટોળાએ નાસભાગ કરી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે

વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો
રાજુલાના રામપરા સીમ વિસ્તારમાં સિંહોએ એક પશુનું મારણ કર્યું હતું. મોટાભાગે સિંહો શિકાર કરી નીકળી ગયા બાદ શ્વાનો સિંહોએ કરેલા શિકારનો ખોરાક આરોગતા હોય છે. પણ સિંહોએ કરેલા શિકાર નજીક શ્વાન અને નીલગાયાના ટોળાને જવુ ભારે પડ્યું હતું. સિંહોએ કરેલા શિકાર આસપાર 2 સિંહો દેખરેખ કરી રહ્યાં હતા. જેની જાણ શ્વાન અને નિલગાયોને નહતી અને શિકાર સ્થળ પર પહોંચવુ ભારે પડ્યું હતું. સિંહે દેખા દેતા શ્વાન અને નીલગાયોમાં નાસભાગ મચી ગઈ હતી. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે.
(જયદેવ વરૂ-અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/2-lion-see-on-amreli-rajula-area-127514847.html

કેશોદમાં 50 અને અમરેલીનાં હરસુરપુર દેવળીયામાં બોરમાંથી 15 ફૂટ ઉંચો પાણીનો ફૂવારો છૂટ્યો

  • હરસુરપુર દેવળીયામાં અચાનક જમીનમાંથી પાણીનો ધોધ વહેતો થયો

દિવ્ય ભાસ્કર

Jul 16, 2020, 04:26 PM IST

રાજકોટ. આજે વહેલી સવારે ભૂકંપ આવ્યા બાદ અમરેલીનાં હરસુરપુર દેવળીયા અને જૂનાગઢનાં કેશોદમાં બોરમાંથી પાણીનાં ફૂવારા છૂટ્યા હતાં. અમરેલી જિલ્લામાં લાઠીનાં હરસુરપુર દેવળીયા ગામમાં બોરમાંથી 15 ફૂટ ઉંચા પાણી ફુવારા થયા હતા. જ્યારે જૂનાગઢના કેશોદમાં 50 ફૂટ ઉંચા પાણીનાં ફુવારો છૂટતા કેમેરામાં કેદ થયો હતો. 

જમીનમાં પાણીનાં તળ ઉંચા આવ્યા હોવાનું અનુમાન
અમરેલી જિલ્લામાં લાઠીનાં હરસુરપુર દેવળીયા ગામમાં બોરમાંથી અચાનક પાણીનાં ફુવારા છુટતા લોકોમાં ભારે કૌતુક જોવા મળ્યું હતું. લાઠીનાં હરસુરપુર દેવળીયા ગામમાં રહેતા દીલીપભાઈ પડસાલાની વાડીનાં બોરમાંથી આપ મેળે પાણી ઉછળીને બહાર આવી રહ્યું હતું. બોરમાંથી 15 ફૂટ જેટલા ઉંચા પાણીનાં ફુવારા છુટતા લોકોમાં કૌતુક જોવા મળ્યું હતું. પાણીનાં ફુવારા છૂટતા ખેતરમાં પાણી ભરાય ગયું હતું. જિલ્લામાં સતત વરસાદથી જમીનનાં પાણી ઉપર આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જૂનાગઢનાં કેશોદમાં 50 ફૂટ ઉંચો ફૂવારો છૂટકા કેમેરામાં કેદ
ભૂકંપ આવ્યા બાદ જૂનાગઢનાં કેશોદમાં રાણીકપરા ગામમાં બોરમાંથી 50 ફૂટ ઉંચો ફુવારો છૂટતા લોકોમાં ભારે અચરજ જોવા મળી હતી. લોકોએ દૂરથી 50 ફૂટ ઉંચા પાણીનાં ફૂવારાને કેમેરામાં કેદ કરી લીધી હતાં.
(રાજુ બસિયા-બાબરા, અતુલ મહેતા-જૂનાગઢ)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/in-harsurpur-devlia-a-waterfall-suddenly-flowed-from-the-ground-127518351.html

વન વિભાગના શેત્રુંજય ડિવિઝનના તમામ 24 ટ્રેકરો હડતાલ પર ઉતર્યા


કર્મચારીઓ ગેઇટ બહાર ડિસટન્સ જાળવી વિરોધ કર્યો.
કર્મચારીઓ ગેઇટ બહાર ડિસટન્સ જાળવી વિરોધ કર્યો.

  • વર્ષોથી કામ કરતા ટ્રેકરોને આઉટસોર્સિંગમાં નખાયા

દિવ્ય ભાસ્કર

Jul 17, 2020, 04:00 AM IST

અમરેલી. વનવિભાગના પેધી ગયેલા કેટલાક કર્મચારીઓ કામ કરતા નથી. સાવજોની રક્ષાને બદલે કોન્ટ્રાક્ટના કામોમાં અને ભ્રષ્ટાચારમાં વ્યસ્ત રહે છે. સાવજોની સાચી રક્ષાનું કામ ટ્રેકરો કરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં ક્યાંય નહીં અને માત્ર પાલીતાણા શેત્રુંજય ડિવિઝનના ટ્રેકરોને અચાનક આઉટસોર્સિંગ એજન્સીમાં નાંખી દેવાયા છે. જેને પગલે આ ડિવિઝનમાં કામ કરતાં તમામ 24 ટ્રેકરો આજથી હડતાલ પર ઉતરી ગયા હતા. આ વિસ્તારમાં સાવજોની સંખ્યા ખૂબ મોટી છે. અને રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, લીલીયા, જેસર, તળાજા વિગેરે વિસ્તારમાં આ ટ્રેકર સાવજોના લોકેશન પર નજર રાખવાનું અને સાવજોની રક્ષા કરવાનું કામ કરે છે. જે એક રીતે અટકી પડ્યું છે.

આજ ડીવિઝન નીચે સાવજો સાથે રેલમાર્ગ અને સડક માર્ગ પર સતત અકસ્માતો પણ થતા રહે છે. 24 ટ્રેકરને વનવિભાગ દ્વારા છેલ્લા ચાર માસથી પગાર પણ ચૂકવવામાં આવ્યો નથી. જેના પગલે ટ્રેકરોએ આજથી હડતાલ પર ઉતરી તમામ કામગીરી ઠપ્પ કરી દીધી હતી. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/all-the-24-trekkers-of-the-shetrunjay-division-of-the-forest-department-went-on-strike-127519254.html

બૃહદગીરમાં શ્વેતનયના પક્ષીનો કલરવ


The chirping of a white bird in Brihadgir

દિવ્ય ભાસ્કર

Jul 17, 2020, 04:00 AM IST

લીલિયા.  લીલિયા બૃહદગીર વિસ્તારમાં અનેકવિધ પક્ષીઓ પણ વસવાટ કરી રહ્યા છે. ત્યારે અહીં શ્વેતનયના નામના બે પક્ષીઓ કલરવ કરતા કેમેરામાં કેદ થઇ ગયા હતા. 

વીડિયો વાઈરલ થયાના એક દિવસ બાદ પણ સિંહનો મૃતદેહ નથી મળ્યો, રેવન્યૂ વિસ્તારમાં હોવાની આશંકા

  • ટ્રેકરો હડતાળ પર હોવાથી અફડા-તફડી મચી ગઈ

દિવ્ય ભાસ્કર

Jul 17, 2020, 08:13 PM IST

અમરેલી. ગઈકાલે એક એશિયાટિક સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહનો વીડિયો વાઈરલ થયો હતો. જે બાદ વનવિભાગે વીડિયોના આધારે શોધખોળ શરૂ કરી હતી. પણ હજુ સુધી સિંહનો મૃતદેહ મળ્યો નથી. રાજુલા અને જાફરાબાદ વનવિભાગની બંને રેન્જના ઓફિસરોએ સિંહના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. સિંહનો મૃતદેહ બંને રેન્જની બોર્ડરમાં આવેલ રેવન્યૂ વિસ્તારમાં હોવાની આશંકા છે. સિંહોના લોકેશન રાખનારા ટ્રેકરો હડતાળ પર હોવાને કારણે RFO સહિત ફોરેસ્ટર્સમાં પ્રથમ વખત અફડા-તફડી સર્જાઈ છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/forest-department-not-found-of-lion-dead-body-near-amreli-127522256.html

નાગેશ્રીમાં આખલો પાછળ દોડતા સિંહને પણ ભાગવું પડ્યું

  • નાગેશ્રીમાં વહેલી સવારે બે સિંહે ગામમાં ઘુસી ગાયનું મારણ કર્યું

દિવ્ય ભાસ્કર

Jul 18, 2020, 04:00 AM IST

રાજુલા. રાજુલા જાફરાબાદ પંથકમાં ફરી સિંહો ગામના ઘુસવાની ઘટના દિનપ્રતિદિન સામે આવી રહી છે. આજે જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના નેસડી વિસ્તારમાં વહેલી સવારે 2 સિંહો ઘુસી ગયા હતા.અને રેઢીયાર  પશુનું શિકાર કરી મારણ પણ કર્યું હતું. નાગેશ્રીમાં આખલાએ સિંહ ઉપર હુમલો કરવા બે વખત પ્રયાસ કર્યો હતો. આખલાની હિંમત જોઈ સિંહ ડરી ગયો હતો. એક સિંહ ભાગ્યો હતો પણ એક સિંહ  તેની પરંપરા જાળવી હોય તેમ ભાગ્યો નહીં. સૂત્રો પાસેથી માહિતી એવી પણ મળી રહી છે બે સિંહમાંથી એક સિંહ બીમાર હતો. જેના કારણે ભાગી શક્યો ન હતો. ગ્રામીણ વિસ્તારમાં આખલાનો આતંક આટલો બધો વધ્યો છે કે હવે તો વનરાજ પણ ડરતા જોવા મળ્યા હતા. જયારે અહીં સિંહે કરેલા મારણ બાદ વનવિભાગના અધિકારી કર્મચારી ફરક્યા નથી. અને મારણ એજ હાલતમાં જોવા મળી રહ્યું હતું. જેથી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે કે નાગેશ્રી આસપાસ સિંહો દીપડાનો વસવાટ મોટા પ્રમાણમાં હોય જાફરાબાદ આરએફઓ સહીત ફોરેસ્ટ સ્ટાફ નાઈટ વિઝીટ દરરોજ કરી પેટ્રોલિંગ વધારે અને ગામથી  દૂર સિંહોને ખસેડવા માટે કાર્યવાહી કરે. આ પ્રકારે સિંહ  ગામમાં ઘુસી જવાની ઘટનાને લઇને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/rajula/news/the-lion-running-after-the-bull-in-nageshri-also-had-to-run-away-127522559.html

24 કલાક બાદ કોહવાયેલ હાલતમાં સિંહનો મૃતદેહ મળ્યો, ઈનફાઈટમાં મોત થયાનું અનુમાન


LION dead body found from amreli district

  • 10 દિવસથી સિંહનો મૃતદેહ કોવાયા નજીક સાકરીયા વિસ્તારમાં હોવાનું ખુલ્યું

દિવ્ય ભાસ્કર

Jul 18, 2020, 12:37 PM IST

અમરેલી. શેત્રુંજી ડિવિઝનમાં 24 કલાક બાદ આખરે સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. વીડિયો વાઈરલ થયા બાદ વનવિભાગે શોધખોળ શરૂ કરી હતી. ત્યારે 24 કલાક બાદ વનવિભાગને કોહવાયેલ હાલતમાં સિંહનો મૃતદેહ મળ્યો છે. DCF નિશા રાજે સિંહના મોત મામલે પુષ્ટિ આપી છે. રાજુલા-જાફરાબાદ રેન્જની બોર્ડર નજીકથી આ સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. ઈનફાઈટનાં કારણે સિંહનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. 10 દિવસથી સિંહનો મૃતદેહ કોવાયા નજીક સાકરીયા વિસ્તારમાં હોવાનું ખુલ્યું હતું. હાલ તો વનવિભાગ સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે. 
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/lion-dead-body-found-from-amreli-district-127525640.html

15થી વધુ સિંહોના ટોળાએ મારણ કરી મિજબાની માણી, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો


More than 15 lions killed, feasted, video goes viral on social media

દિવ્ય ભાસ્કર

Jul 18, 2020, 09:39 PM IST

ગીર. ગીરના જંગલમાં સિંહના ટોળાએ મારણ કરી મિજબાની માણી છે. ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે. આશરે 15થી 17 જેટલા સિંહ, સિંહણ સહિત સિંહબાળોએ મોટું મારણ કરી મિજબાની માણી છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો બાબરીયાના જંગલ વિસ્તારનો હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/more-than-15-lions-killed-feasted-video-goes-viral-on-social-media-127525929.html

24 કલાક બાદ વનતંત્રને સિંહનો મૃતદેહ મળ્યો, ઇનફાઇટમાં મોત થયાનું કારણ ઠપકારી દેવાયું

  • 10 દિવસ પહેલા સિંહનું મોત થયું હતું , ડીસીએફ સહિતનો વન વિભાગનો સ્ટાફ શોધખોળમાં લાગ્યો હતો

દિવ્ય ભાસ્કર

Jul 19, 2020, 04:00 AM IST

રાજુલા. અમરેલી જીલ્લામા રાજુલા જાફરાબાદ તથા પીપાવાવ પોર્ટ જેવા ઉધોગ ગૃહોના સહિત વિસ્તારમા સિંહોની સંખ્યા વધુ છે. દરિયા કાંઠાના વિસ્તારમા સિંહોએ પોતાનુ નિવાસ સ્થાન બનાવ્યુ છે. તેવા સમયે આ એશિયાટિક સિંહોની સુરક્ષા વધારવી જરૂરી છે. 3 દિવસથી શેત્રુંજી ડીવીઝનના 24 ટ્રેકરો વિવિધ માંગ લઈને હડતાળ પર ઉતરી ગયા છે અને જેના કારણે વનવિભાગ અને ટ્રેકરો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. ટ્રેકરો સિંહોના સતત લોકેશન પર નજર રાખતા હોય છે. તેવા સમયે વનવિભાગની મુશ્કેલી ત્યારે વધી ગઈ હતી જ્યારે સિંહનો કોહવાયલી હાલતમા મૃતદેહ પડ્યો હોવાનો વિડીયો સામે આવ્યો.

મૃતદેહ ક્યાં છે તેની તંત્રને કોઈ જાણ ન હતી. કોવાયા આસપાસ મૃતદેહ હોવાની શકયતા હતી. જેને ડીસીએફ નિશા રાજે આ મામલે ગંભીરતા લઈ તપાસના આદેશ આપ્યા હતા. ત્યાર બાદ રાજુલા અને જાફરાબાદ બંને રેન્જની ટીમો કોહવાયેલ મૃતદેહની શોધખોળમાં કામે લાગ્યા હતા. રાત દિવસ શોધખોળ કરતા હતા પરંતુ મૃતદેહ શોધવામા સતત નિષફળતા મળતી હતી. ડી.સી.એફ. પણ ઘટના મામલે દોડી આવ્યા હતા.

આખરે 24 કલાક બાદ રાજુલા અને જાફરાબાદ બંને રેન્જની બોડર નજીકથી આ મૃતદેહ મળી આવ્યો હતો. વનવિભાગના જણાવ્યા પ્રમાણે 10 દિવસ આસપાસ પહેલાનો મૃતદેહ હોય શકે છે. મૃતદેહ બાબરકોટ નર્સરી ખાતે પી.એમ. માટે ખસેડવામા આવ્યો છે. મૃતદેહ મળતા વનવિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. આમ, વધુ એક સિંહ મોતને ભેટ્યો હતો.

ઇનફાઈટના કારણે સિંહનું મોત : ડીસીએફ
ડીસીએફ નિશા રાજે જણાવ્યુ હતુ કે સિંહનો મૃતદેહ મળી ગયો છે. પીએમની કાર્યવાહી કરાઇ છે. 10 દિવસ આસપાસનો મૃતદેહ લાગી રહયો છે. કોવાયા નજીકથી મૃતદેહ મળ્યો છે. ઇનફાઇટના કારણે સિંહનુ મોત થયુ છે.> નિશા રાજ, ડીસીએફ
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/rajula/news/twenty-four-hours-later-the-forest-found-the-lions-carcass-the-cause-of-death-in-infinity-being-rebuked-127526358.html

અજાણ્યો શખ્સ સિંહબાળ સાથે મસ્તી કરતો હોય તેવો વીડિયો વાઈરલ, વનવિભાગે પુષ્ટિ કરી નથી


  • સિંહબાળનો વીડિયો ગીર જંગલનો હોવાની શક્યતા

દિવ્ય ભાસ્કર

Jul 23, 2020, 05:12 PM IST

અમરેલી. ગીર પંથકમાં કોઈ અજાણ્યો શખ્સ સિંહબાળ સાથે મસ્તી કરતો હોય તેવો વીડિયો વાઈરલ થયો છે. વીડિયો મુજબ એક અજાણ્યો શખ્સ સિંહબાળ સાથે રમી રહ્યો છે. સિંહબાળ તેના પગ સુધી આવીને ગર્જના કરે છે. વીડિયોમાં અજાણ્યા શખ્સે બ્લુ કલરનું જીન્સ પહેરેલું છે અને તે વ્યક્તિના પગ પાસે સિંહબાળ આંટાફેરા કરતું જોવા મળે છે. વન વિભાગ સિવાય સિંહ બાળને પકડવું તે કાયદેસરનો ગુનો બને છે. વીડિયોમાં જોવા મળતું સિંહબાળ ગીર જંગલ પંથકનું હોઈ શકે છે. જો કે આ વીડિયો અંગે વનવિભાગ દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

(જયદેવ વરૂ-અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/video-of-a-stranger-having-fun-with-a-lion-cub-127543227.html

વનવિભાગની જાેહુકમીથી ખેડૂતાે અને પશુપાલકાેને થતી પરેશાની

  • પશુ ચરીયાણ માટે છુટ આપવા ભાજપ પ્રમુખની CMને રજુઆત

દિવ્ય ભાસ્કર

Jul 24, 2020, 04:00 AM IST

અમરેલી. અમરેલી જિલ્લામા ગીર અભ્યારણ્ય અને બૃહદ જંગલ વિસ્તાર આવે છે. વનવિભાગની જાેહુકમીથી ખેડૂતાે અને પશુપાલકાેને પરેશાની વેઠવી પડી રહી હાેય આ પ્રશ્ને જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા દ્વારા મુખ્યમંત્રી તેમજ વનમંત્રીને રજુઆત કરવામા આવી છે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, વનમંત્રી વસાવા તેમજ પ્રભારી મંત્રી જાડેજાને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે વનવિભાગની મનઘડત રીતિ નિતી સામે અનેક વખત ખેડૂતાે, માલધારીઓ ભાેગ બની રહ્યાં છે. જંગલ વિસ્તારમા સાચી દેખરેખ અને રખેવાળી માલધારીઓ અને પશુ પાલકાે કરે છે. પરંતુ વન વિભાગની કામગીરી છુપાવવા પશુ ચરીયાણ પણ બંધ કરાવવામા આવે છે.

તેમણે રજુઆતમા વધુમા જણાવ્યું હતુ કે પશુ પાલકાે અને માલધારીઓને પશુ ચરીયાણની કાેઇપણ કનડગત વગર છુટ આપવામા આવે તેવી માંગ કરી હતી. વનવિભાગ દ્વારા ખેડૂતાે, માલધારીઓને હેરાનગતિ ન થાય અને દાેષીત કર્મચારીઓ સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. વન્યપ્રાણી અને વન્ય સંપદાનુ જતન કરતા ખેડૂતાે અને માલધારીઓનાે સહકાર લેવાના બદલે તંત્ર લાેકાેને હેરાન પરેશાન ન કરે અને વિકાસના પ્રશ્નાે અટકાવે નહી તે માટે રજુઆત કરાઇ હતી. આમ, વનતંત્રના કર્મચારીઓની મનમાનીથી ખેડૂતો અને પશુપાલકો રોષે ભરાયા છે. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/harassment-to-farmers-and-pastoralists-due-to-forest-departments-order-127544124.html

સિંહણ, 5 બચ્ચાંને સાવરકુંડલા રેન્જમાં મુક્ત કરતું વન વિભાગ

  • થોડા દિવસ પહેલા બિમારીને કારણે ગ્રુપને પકડ્યું "તું
  • જસાધારના એનીમલ કેર સેન્ટરમાં સારવાર અપાઈ હતી

દિવ્ય ભાસ્કર

Jul 24, 2020, 04:00 AM IST

અમરેલી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના રેવન્યુ વિસ્તારમાંથી વનતંત્રએ થોડા દિવસ પહેલા એક બિમાર સિંહણ અને પાંચ બચ્ચાંને પાંજરે કેદ કર્યા બાદ જસાધારના એનીમલ કેર સેન્ટરમાં સારવાર આપી ફરી તેના પ્રાકૃતિક આવાસમાં મુકત કરી દીધા હતા.

આ કાર્યવાહી વનતંત્ર દ્વારા ગઇ રાત્રે કરવામાં આવી હતી. વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાંથી આ બીમાર ગ્રુપને પકડવામાં આવ્યું હતું. સિંહણ અને તેના પાંચ બચ્ચાંને પાંજરે પૂરવામાં આવ્યા હતા. અને આ સાવજ ગ્રુપને સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડાયું હતું. ટૂંકાગાળાની સારવારમાં સિંહણ અને તેના પાંચેય બચ્ચા સાજા થઇ જતા તેને ફરી જે વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા તે જ વિસ્તારમાં મુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો. જેને પગલે ગઇરાત્રે વનવિભાગે આ પાંચેય બચ્ચા અને સિંહણને સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાં મુક્ત કરી દીધા હતા. આમ, સમયસર સારવાર મળી જતાં 6 વન્યપ્રાણીઓના જીવ બચી ગયા છે. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/forest-department-releasing-lioness-5-cubs-in-savarkundla-range-127544016.html

ધારીના ગઢીયા ગામે ઘરમાં દીપડો ઘૂસતા નાસભાગ, વન વિભાગે ઘરમાં જ પાંજરૂ ગોઠવી રેસ્કયૂ કરી પકડ્યો


વન વિભાગે રાત્રે જ દીપડાને પાંજરે પૂર્યો હતો
વન વિભાગે રાત્રે જ દીપડાને પાંજરે પૂર્યો હતો

  • દીપડો ઘરમાં ઘૂસી ગયાની જાણ થતા જ ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો

દિવ્ય ભાસ્કર

Jul 25, 2020, 01:18 PM IST

અમરેલી. ગીર ઇસ્ટ તુલસીશ્યામ રેન્જમાં આવતા અને ધારી તાલુકાના ગઢીયા ગામે દાદભાઇ કાથુભાઇ માજરિયાના ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો. આથી ઘરમાં રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. દીપડો ઘૂસતા જ લોકો બહાર નીકળી જતા કોઇ જાનહાનિ સર્જાઈ નથી. આ અંગે વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને ઘરમાં જ પાંજરૂ ગોઠવી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દીપડાને પાંજરે પૂર્યો હતો.

રાત્રે 3.40 વાગે દીપડો પાંજરે પૂરાયો
વન વિભાગે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ગત રાત્રે 3.40 વાગે દીપડાને પાંજરે પૂર્યો હતો. આ દીપડાની ઉંમર 3થી 4 વર્ષની છે. દીપડો ઘરમાં ઘૂસી ગયાના સમાચાર ગામમાં ફેલાય જતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પોતાના ઘરમાં બારી-બારણા બંધ કરી પૂરાય ગયા હતા. પરંતુ દીપડો પાંજરે પૂરાતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

તાલાલા રેન્જમાં શોર્ટ સર્કિટથી દીપડાનું મોત
તાલાલા રેન્જમાં રેવન્યૂ વિસ્તામાં 5થી 6 વર્ષના દીપડાનું શોર્ટ સર્કિટના કારણે મોત નીપજ્યું હતું. વીજ પોલને દીપડો સ્પર્શી જતા શોર્ટ સર્કિટ લાગતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.

(જયદેવ વરૂ, અમરેલી/અરૂણ વેગડા, ધારી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/leopard-come-in-home-and-forest-team-caught-near-amreli-127550228.html

ધારીના દલખાણિયામાં ઝેરી જનાવર કરડતા યુવકનું માેત

  • આંબલિયારા ગેબનશાપીરની દરગાહે રાેકાયાે"તાે

દિવ્ય ભાસ્કર

Jul 26, 2020, 04:00 AM IST

અમરેલી. મુળ કાેડીનારના બાેડવા ગામનાે યુવક ધારીના દલખાણીયામા આવેલ આંબલીયારા ગેબનશાપીરની દરગાહે રાેકાયાે હતાે અહી તેમને કાેઇ ઝેરી જનાવર કરડી જતા 108ની મદદથી સારવાર માટે દવાખાને ખસેડાયાે હતાે. જયાં તબીબે તેને મૃત જાહેર કર્યાે હતાે.કાેડીનાર તાલુકાના બાેડવા ગામે રહેતા કનુભાઇ જીવરાજભાઇ ગેડીયા (ઉ.વ.35) નામનાે યુવક દલખાણીયા ગામે આવેલ આંબલીયારા ગેબનશાપીરની દરગાહે રાેકાયા હતા. અને રૂમમા સુતા હતા. આ દરમિયાન રાત્રીના સમયે તેમને કાેઇ ઝેરી જનાવર કરડી જતા 108ની મદદથી તાબડતાેબ ધારી સરકારી દવાખાને ખસેડવામા આવ્યાે હતાે. જાે કે અહી ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાે હતાે. બનાવ અંગે દિપકભાઇ ગાેવિંદભાઇ ચાેટલીયાએ ધારી પાેલીસમા જાણ કરી હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/the-mother-of-a-young-man-bitten-by-a-poisonous-animal-in-dhari-dalkhania-127550892.html

મોટા અગરીયા ગામમાં મધરાતે બે સિંહ ઘૂસ્યા, રસ્તા રઝળતા પશુનો શિકાર કરી મિજબાની માણી


  • ગ્રામજનોએ સિંહનો વીડિયો મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો

દિવ્ય ભાસ્કર

Jul 26, 2020, 07:30 PM IST

રાજુલા. રાજુલોના મોટા અગરીયા ગામે ગત મધરાતે બે સિંહ ઘૂસી આવ્યા હતા. ગામના રસ્તા પર રઝળતા પશુનો શિકાર કરી બંને સિંહોએ મિજબાની માણી હતી. આ ઘટના ગ્રામજનોએ પોતાના મોબાઈલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. બે સિંહ ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ગ્રામજનોએ છત પર ચડી સિંહદર્શન કર્યા

બે સિંહ ગામમાં ઘૂસી આવ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા ગ્રામજનો પોતાના મકાનની છત પર ચડી સિંહદર્શન કર્યા હતા. બે સિંહ ઘૂસી આવતા ખેડૂતો પણ વાડીએ જઇ શક્યા નહોતા. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા બંને સિંહની શોધખોળ હાથ ધરી છે.
(જયદેવ વરૂ, અમરેલી
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/two-lion-come-in-mota-agariya-village-of-rajula-127553728.html

તુલસીશ્યામમાં જન્માષ્ટમીનો મહોત્સવ મોકૂફ

  • કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ટ્રસ્ટએ નિર્ણય લીધો, વિવિધ કાર્યક્રમો પણ નહી યોજાઇ

દિવ્ય ભાસ્કર

Jul 27, 2020, 04:00 AM IST

રાજુલા. મધ્યગીરમાં આવેલ તુલસીશ્યામ મંદિર ખાતે આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવ બંધ રાખવામાં આવ્યો છે. અહીં કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી તુલસીશ્યામ ટ્રસ્ટ દ્વારા તમામ કાર્યક્રમ મોકૂક રાખવાનો નિર્ણય કર્યો હતો. ગીરના જંગલમાં સુપ્રસિદ્ધ તુલસીશ્યામ મંદિર આવેલું છે.

અહીં દર વર્ષે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. જન્માષ્ટમીમાં બે દિવસમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થે લાહવો લેતા હતા. મંદિર પરિષદમાં જન્માષ્ટમીના તહેવાર નિમિતે લોકડાયરો, શ્યામ મંદિરનું શણગાર, ધ્વજારોહણ, મહાપ્રસાદ અને સત્યનારાયણની કથા જેવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પણ આ વર્ષે કોરોના મહામારીથી તુલસીશ્યામ મંદિરમાં દર્શન વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પણ કોરોના વાયરસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. જેના કારણે તુલસીશ્યામ મંદિરમાં જન્માષ્ટમી નિમિતે યોજાતા તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. તુલસીશ્યામ ટ્રસ્ટના પ્રતાપભાઈ વરૂએ જણાવ્યું હતું કે, આ વર્ષે તુલસીશ્યામ મંદિર ખાતે કોરોના કાળમાં જન્માષ્ટમી મહોત્સવ બંધ રાખવામાં આવ્યો છે. લોકોને આ નિર્ણયમાં સહકાર આપવા વિનંતી છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/rajula/news/janmashtami-festival-postponed-in-tulsishyam-127554306.html

બાબરાના કરિયાણામાં પ્લોટનું દબાણ વન વિભાગે પોલીસને સાથે રાખી દૂર કર્યું

  • નોટીસ આપવા છતાં પણ કામગીરી શરૂ રહેતા કાર્યવાહી, બંને પક્ષ વચ્ચે બોલાચાલી

દિવ્ય ભાસ્કર

Jul 27, 2020, 04:00 AM IST

બાબરા. બાબરા તાલુકાના કરીયાણા ગામે જેશાભાઈ શનિયાએ એક પ્લોટમાં મકાનનું બાંધકામ શરૂ કર્યું હતું. જેની જાણ વન વિભાગને થતા બાંધકામ ગેરકાયદેસર હોય આ દબાણને દૂર કરવા માટે જેશાભાઈને નોટીસ પાઠવી હતી. છતાં પણ પ્લોટ વિસ્તારમાં મકાનની કામગીરી શરૂ હોવાથી વન વિભાગના અધિકારીઓ અને પોલીસ કરીયાણા ત્રાટકી હતી. કરીયાણામાં આર.એફ.ઓ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી જેશાભાઈએ દબાણ કરેલ મકાન દૂર કરાવ્યું હતું. જો કે અહીં થોડીવાર માટે બંને પક્ષે બોલાચાલી થઈ હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/babra/news/the-pressure-of-the-plot-in-babras-grocery-was-removed-by-the-forest-department-keeping-the-police-together-127554293.html

અમરેલીના ફતેપુરમાં ઘેટાના વાડામાં દીપડો ઘૂસ્યો : ત્રણ ઘેટાનું મારણ કર્યું

  • દીપડાના આતંકથી ગ્રામજનો ભયભીત : વન વિભાગ દીપડાને પકડે તેવી માંગ

દિવ્ય ભાસ્કર

Jul 29, 2020, 04:00 AM IST

અમરેલી. અમરેલી તાલુકાના ફતેપુર ગામે દીપડાના આંતકથી લોકો ભયભીત બન્યા છે. અહીં ગામની ભાગોળે આવેલા ઘોઘાભાઈ ભલાભાઈ મુંધવાના વાડામાં ગતરાત્રીના બે કલાકે દીપડો ઘુસ્યો હતો. વાડામાં રહેલા ઘેટા - બકરામાં નાસભાગ મચી હતી. અહીં દીપડાએ ત્રણ ઘેટા અને બે બકરા પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ ઘેટાના મોત થયા હતા. તેમજ બે બકરા ઘાયલ થયા હતા. ફતેપુરના ઘોઘાભાઈ મુંધવાએ જણાવ્યું હતું કે, મધરાત્રે ઘેટા બકરાના વાડામાં દીપડો ત્રાટક્યો હતો.

હું અહીંયા જ હતો. દીપડો ઘુસતા જ વાડામાં માલની નાસભાગ મચી ગઇ હતી. હાકલા પડકારા કરતા દીપડો એક ઘેટાને લઈ નાસી ગયો હતો. તેમજ વાડામાં રહેલા બે ઘેટાનું મારણ કર્યું હતું અને બે બકરાને ઘાયલ કર્યા હતા. વન વિભાગ દ્વારા વહેલી તકે નુકશાનીની સહાય ચૂકવાઈ અને પાંજરૂ ગોઠવી દીપડાને પકડે તેવી માંગ છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/panther-breaks-into-sheep-pen-in-fatehpur-amreli-kills-three-sheep-127560952.html