Friday, April 27, 2018

ગે.કા. સિંહ દર્શન અભયારણ્યમાં નહીં, તેની બોર્ડર પર થતું હોવાનો વનવિભાગનો દાવો

DivyaBhaskar News Network | Last Modified - Apr 15, 2018, 04:30 AM IST
સિંહ દર્શન કરાવનારા બળદ વેચવા આવતા લોકો વસૂકી ગયેલું પશુ ખરીદતા હોય છે માદા સિંહને ખુદ વનવિભાગ મારણ આપતું...
ગિર જંગલમાં ગે.કા. રીતે સિંહ દર્શન કરાવી તેની વિડીયો ક્લિપ વાયરલ કરનારા પર વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ તત્વો ગે.કા. સિંહ દર્શન માટે અભયારણ્ય નહીં, પરંતુ અભયારણ્યની બોર્ડરનાં એવા વિસ્તારો પસંદ કરે છે જ્યાં સિંહોની નિયમીત અવરજવર હોય છે. એવો દાવો વનવિભાગે કર્યો છે. આ લોકો ગ્રામ્ય પંથકમાં બળદ કે માલઢોર વેચવા આવતા લોકો પાસેથી વસુકી ગયેલા પશુ ખરીદી તેને બોર્ડરની નજીક સિંહનું ગૃપ જ્યાંથી પસાર થયું હોય તેની માહિતી મેળવી એ વિસ્તારમાં બાંધી દે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-043002-1476429-NOR.html

માતા-પિતાની નજર સામે જ દીકરીને આદમખોર દીપડો ઉપાડી ગયો, મોત

jayesh Gondhiya, Una | Last Modified - Apr 15, 2018, 04:40 PM IST
ગીર સોમનાથ જિલ્લામાં આદમખોર દીપડાઓએ હાહાકાર મચાવ્યો, ત્રણ દિવસમાં બે બાળકોને ઉતાર્યા મોતને ઘાટ
માતા-પિતાની નજર સામે જ દીકરીને આદમખોર દીપડો ઉપાડી ગયો, મોત
ઉનાઃ ઉનાના મોઠા ગામે એક બાળકીને ફાડી ખાધા બાદ વધુ એક બાળકીને ફાડી ખાધાની ઘટના સામે આવી છે. સુત્રાપાડાના મોરડીયા ગામે આદમખોર દીપડો માતા-પિતાની નજર સામે જ દીકરીને ઉપાડી ગયો હતો, બાદમાં તેણીને ફાડી ખાધી હતી.
ગીર આસપાસના ગ્રામ્ય પંથકોને દીપડાઓએ પોતાનું ઘર બનાવી લીધું છે, જેના કારણે દીપડાઓ અને માણસ વચ્ચે વારંવાર ઘર્ષણ સર્જાય રહ્યું છે. છેલા બે દિવસમાં આદમ ખોર દીપડોએ બે માશુમ બાળકીઓને મોત ને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર મતી જવા પામ્યો છે. ઉના તાલુકાના મોઠા ગામે માતા પિતાની નજર સામે જ 18 માસની મહેસ્વરી નામની બાળકીને દીપડાએ ફાડી ખાધી. તો શુક્રવારે સાંજે સુત્રાપાડાના મોરડીયા ગામે વધારે એક બાળકીને તેના માતા પિતાની નજર સામે ફાડી ખાધી હતી.
મોરડીયા ગામે રહેતા જશુભાઈ માલાભાઈ વાઢેળ નામના ખેડૂતની 8 વર્ષની દીકરી રાત્રે પોતાની માતા સાથે વાસણ સાફ કરતી હતી તે સમયે આદમ ખોર દીપડો ત્યાં ત્રાટક્યો હતો. માતા-પિતાની નજર સામેજ બાળકી લય ફરાર થયો હતો. બાળકીના માતા-પિતાએ બૂમાબૂમ કરતાં બાળકીને મૂકી દીપડો ફરાર થઇ ગયો હતો. જો કે બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
ગીર સોમનાથના સુત્રાપાડાના મોરડીયા ગામે આદમખોર દીપડો લાંબા સમયથી વસવાટ કરે છે, છેલ્લા ત્રણ મહિનામાં આદમખોરે કુલ 4 વ્યક્તિ પર હુમલા કર્યા છે જેમાં બે બાળકીના મોત નીપજ્યા છે, બીજી બાજુ આદમખોર ન પકડાતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે. ખેડૂતોએ માંગ કરી છે કે તત્કાળ માનવ લોહી ના પ્યાસા બનેલા દીપડાને પાંજરે પુરવામાં નહીં આવે તો મજબૂરી વર્ષ ખેડૂતો જ દીપડાને મોત ને ઘાટ ઉતારી દેશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-LCL-big-cat-attack-two-girl-in-just-two-day-in-sutrapada-in-una-NOR.html

મનપાની બગીચા શાખા પાસે કયા વૃક્ષની કિંમત કેટલી છે તેની કોઇ માહિતી જ નથી

DivyaBhaskar News Network | Last Modified - Apr 17, 2018, 05:40 AM IST
હજુ કિંમતની વિગત મેળવતા 3 દિવસ લાગશે તેવા કરતા ગલ્લાતલ્લા
જૂનાગઢ મહાનગરપાલિકામાં આચરાયેલા ગ્રીન કૌભાંડમાં દરરોજ અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે જે તંત્રની પોલ ખોલી રહી છે.

શહેરના અનેક રસ્તાના ડિવાઇડર પર વૃક્ષોના વાવેતરના અવશેષ પણ જોવા મળતા નથી. કેટલાક સ્થળે વૃક્ષો સૂકાઇ ગયા છે. મોટાભાગના સ્થળોએ એવા છોડનું વાવેતર કરવામાં આવ્યું છે કે જેના નામ પણ સામાન્ય લોકોની સમજમાં ન આવે તેવા છે. જોકે તેમ છતાં આમાં કૌભાંડ થયું હોવાનું લોકોની સમજમાં આસાનીથી આવી ગયું છે.

આવું થતા આ કૌભાંડ સર્જનારા અધિકારીઓના પગ નીચેથી ધરતી સરકી રહી છે. હવે આ કૌભાંડમાં ઢાંક પીછેડો કેમ કરવો તેની વેતરણમાં જવાબદાર અધિકારીઓ દિવસ રાત એક કરી રહ્યા છે.જોકે તેમ છતાં પણ મેળ પડતો નથી અને રાત થોડીને વેશ ઝાઝા જેવી હાલત થઇ પડતા હવે અવનવા બહાના બતાવાઇ રહ્યા છે. ગ્રીન કૌભાંડમાં કેટલાક વૃક્ષો એવા વાવી દેવાયા છે કે જેની કિંમત કંઇજ નથી. આવા વૃક્ષો તો નર્સરીમાં મફત મળે છે.

આવા વૃક્ષોના નામે પણ નાણાં કટકટાવી લીધા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આ વૃક્ષો પૈકી કયા વૃક્ષોની કિંમત કેટલી છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવતા જવાબદાર અધિકારી ગેં ગેં ફે ફે થઇ ગયા હતા. વૃક્ષની કિંમતની પોતાને પણ ખબર ન હોવાનું જણાવી આ માટે બે ત્રણ દિવસ બાદ કિંમત જાણીને કહેશે તેવા બહાના પણ બતાવવામાં આવી રહ્યા છે.

શું કહે છે મેયર ?
ગ્રીન કૌભાંડ મામલે અગાઉ મેયર આદ્યાશકિતબેન મજમુદારનો સંપર્ક કરવામાં આવતા તેમણે આ મામલે તપાસ કરવાની ખાત્રી આપી હતી. જોકે આ મામલે તપાસ કયાં સુધી પહોંચી છે ? તેવું પૂછતા મેયરે જણાવ્યું હતું કે શનિ અને રવિની રજા હતી. સોમવારે હું બહાર હતી. મંગળવારથી આ મામલે તપાસ હાથ ધરીશ.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-054003-1489649-NOR.html

સિંહ દર્શનમાં 6 આરોપીઓનાં મોબાઇલ FSLને મોકલાયા

DivyaBhaskar News Network | Last Modified - Apr 19, 2018, 03:50 AM IST
હવે વોઇસ ટેસ્ટ થશે, અત્યાર સુધીમાં મુખ્ય આરોપીના મોબાઇલમાંથી 100 થી વધુ વિડીયો ક્લિપો મળી આવી
ગિર-ગિરનાર જંગલમાં ગેરકાયદેસર સિંહ દર્શન પ્રકરણમાં 6 શખ્સો સામેથી રજૂ થયા અને તેઓ જામીન પર મુક્ત થયા છે. ત્યારે વનવિભાગે તેઓનાં મોબાઇલ ફોન કબ્જે લઇ એફએસએલમાં તપાસ માટે મોકલ્યા છે. ગિર અને ગિરનાર જંગલમાં ગેરકાયદેસર સિંહ દર્શન પ્રકરણમાં બે દિવસ પહેલાં 6 શખ્સો સામેથી રજૂ થતાં વનવિભાગે તેની ધરપકડ બાદ પુછપરછ કરી હતી. બાદમાં જોકે, તેઓને કોર્ટમાંથી જામીન પણ મળી ગયા છે. દરમ્યાન તેઓનાં મોબાઇલ ફોન કબ્જે કરી વનવિભાગે તેમાં એકેય સિંહ દર્શનની વિડીયો ક્લિપ છે કે કેમ ω અથવા ડિલીટ કરી નાંખી હોય તો ફરીથી રીકવર થવાની શક્યતા ચકાસવા તેને એફએસએલમાં મોકલ્યા છે. અત્યાર સુધીમાં સોહેલ ગરાળાનાં મોબાઇલમાંથી 100 થી વધુ ક્લિપો મળી આવી હતી. દરમ્યાન આરોપીઓનો વોઇસ ટેસ્ટ પણ થનાર હોવાનું વનવિભાગનાં સુત્રોએ જણાવ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-035003-1499792-NOR.html

સમગ્ર ગુજરાતમાં માત્ર બે જ પર્વતારોહણ તાલીમ કેન્દ્રો આવેલા

DivyaBhaskar News Network | Last Modified - Apr 19, 2018, 03:50 AM IST
સમગ્ર ગુજરાતમાં માત્ર બે જ પર્વતારોહણ તાલીમ કેન્દ્રો આવેલા છે જે પૈકીનું એક માઉન્ટ આબુ અને બીજું જૂનાગઢમાં છે....
સમગ્ર ગુજરાતમાં માત્ર બે જ પર્વતારોહણ તાલીમ કેન્દ્રો આવેલા છે જે પૈકીનું એક માઉન્ટ આબુ અને બીજું જૂનાગઢમાં છે. જૂનાગઢમાં આવેલ અને દર વર્ષે 600 થી વધુ બાળકો, યુવાનો, સરકારી કર્મીઓને પર્વતારોહણની તાલીમ આપતા આ કેન્દ્રને બંધ કરવા સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા સંચાલીત જૂનાગઢના ભવનાથ રોડ સ્થિત લાખા કોઠા કેમ્પ સાઇટના પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર અનેક માટે આશિર્વાદ રૂપ છે. 1979થી કાર્યરત આ કેન્દ્રમાં વર્ષમાં 15 થી વધુ કેમ્પો કરવામાં આવે છે જેમાં દર વર્ષે 600થી વધુને તાલીમ આપવામાં આવે છે. જોકે હવે આનું સંચાલન સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતને સોંપવાની પેરવી થઇ રહી છે સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત થકી તાલીમ કેન્દ્રનું ખાનગીકરણ થશે જેનો ચોમેરથી વિરોધ થઇ રહ્યો છે. આ ખાનગીકરણ થતું અટકાવવા માટે અનેક લોકો મેદાનમાં આવી ગયા છે અને આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે. જરૂર પડયે આ તાલીમ કેન્દ્રને બચાવવા માટે આંદોલન પણ કરવામાં આવશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-035003-1499786-NOR.html

તાજેતરમાં ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. ત્યારે

DivyaBhaskar News Network | Last Modified - Apr 20, 2018, 02:55 AM IST
તાજેતરમાં ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. ત્યારે આ કમિટીમાં જિલ્લા કલેકટર હસ્તકની... 
તાજેતરમાં ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. ત્યારે આ કમિટીમાં જિલ્લા કલેકટર હસ્તકની સાર્વજનીક જગ્યાનો પણ સમાવેશ કરવા માંગ ઉઠી છે. આ અંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને જૂનાગઢની સુન્ની શેખ જમાઅત બારા શહિદ સંસ્થાના એમ.એ. શેખે પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવ્યું છે કે ઉપલા દાતાર, નિચલા દાતાર, પંજેતન અસાયબાપીર,ગેંડા અગર, સકરીયા ટીંબા નોઝો બીબી મકબરા બારા શહિદ, માઇગઢેચી, ગૌરીપીર, મિયાંમામુદશાહ નકશબંદી મકબરા વગેરે ગિરનાર ક્ષેત્ર વિસ્તારની નજીકમાં આવેલ છે. ત્યારે આ મામલે સત્વરે ઘટતું કરી જિલ્લાની કલેકટર હસ્તકની સાર્વજનીક જગ્યાની યાદી મુજબ સ્મારકોને ન્યાય મળે તે મુજબ કામ કરવા આવી જગ્યાને ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવી લેવા રજૂઆત કરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-025503-1505169-NOR.html

જૂનાગઢ | જૂનાગઢ કૃષિ યુનિ.નાં મોતીબાગમાં પુત્રંજીવા નામનું વૃક્ષ છે

DivyaBhaskar News Network | Last Modified - Apr 21, 2018, 03:45 AM IST
જૂનાગઢ | જૂનાગઢ કૃષિ યુનિ.નાં મોતીબાગમાં પુત્રંજીવા નામનું વૃક્ષ છે આ વૃક્ષ જૂનાગઢ મહાનગરપાલિકાનાં હેરિટેજ...
જૂનાગઢ | જૂનાગઢ કૃષિ યુનિ.નાં મોતીબાગમાં પુત્રંજીવા નામનું વૃક્ષ છે આ વૃક્ષ જૂનાગઢ મહાનગરપાલિકાનાં હેરિટેજ વૃક્ષની યાદીમાં પણ છે અા વૃક્ષનાં ફળનો ઉપયોગ ઔષધિમાં થાય છે. પુત્રંજીવા વૃક્ષ તેના ગુણો આધારે નામ છે, આ અંગે આયુર્વેદીક કોલેજનાં એમ.ડી. ડો.આરતીબેન રૂપાણીએ કહ્યુ હતું કે જન્મતાની સાથે બાળક મૃત્યુ પામે અથવા મૃત બાળક જન્મતુ હોય તેવા કિસ્સામાં પુત્રંજીવા વૃક્ષનાં બીજની માળા પહેરવાથી તેમાં રાહત થાય છે.  
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034503-1513611-NOR.html

સુત્રાપાડા: બે બાળકોને ફાડી ખાનાર આદમખોર દીપડો પાંજરે પૂરાયો

Jayesh Gondhiya, Una | Last Modified - Apr 21, 2018, 11:59 AM IST
માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા 6 કિલોમીટરમાં 17 પાંજરા મુકવામાં આવ્યા હતા
 
ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના મોરડીયા ગામમાં છેલ્લા ત્રણ મહિનામાં બે બાળકોને ફાડી ખાનાર આદમખોર દીપડો પાંજરામાં પૂરાયો છે. આ માનવભક્ષી દીપડાને લઇને ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો. પરંતુ પાંજરે પૂરાતા જ
ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા 6 કિલોમીટરમાં 17 પાંજરા મુકવામાં આવ્યા હતા
આ માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી. છેલ્લા છ દિવસથી વન વિભાદ દ્વારા દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. છેલ્લા છ દિવસથી વન વિભાગે 6 કિલોમીટરના વિસ્તારમાં 17 પાંજરા મુક્યા હતા. અંતે પાંજરે
પૂરાતા વનવિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-panther-caught-in-cart-in-sutrapada-by-forest-department-gujarati-news-5856598-PHO.html

ત્રણવાર હુમલો કરતા ખેડૂતે એવી લાત મારી કે દીપડો ઉભી પૂછડીએ ભાગ્યો!

DivyaBhaskar.com | Last Modified - Apr 21, 2018, 11:00 AM IST
વિસાવદર તાલુકાના ભલગામે રહેતા ખેડૂત ખેતરમાં હતા અને અચાનક દીપડાએ હુમલો કર્યો

જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેડૂત
 
જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેડૂત
વિસાવદર: વિસાવદરનાં ભલગામ ગામે શુક્રવારે સવારે ખેતી કામ કરતા ખેડૂત પર દીપડાએ ત્રણવાર હુમલો કરેલ અને ત્રણેયવાર ખેડૂતે હિંમતપૂર્વક સામનો કરી દીપડાને ભગાડયો હતો. ત્રીજી વખત હુમલો કરવા જતા ખેડૂતે એવી લાત મારી કે દીપડાએ ઉભી પૂછડીએ ભાગવું પડ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ તાલુકાનાં ભલગામ ગામે રહેતા ભીખુભાઇ ઠાકરશીભાઇ વેકરીયા (ઉ.વ.44) સવારનાં સમયે ઘરેથી ખેતરે ટ્રેક્ટર લઇ ગયા હતા. ત્યારે ખેતરનાં થોડા ભાગમાં બાજરાનું વાવેતર જોવા જતાં તેમાંથી અચાનક એક ખુંખાર દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં તેને ગળાના ભાગે ત્યારબાદ ફરી બીજો એમ ત્રણવાર દીપડાએ ભીખુભાઇ પર હુમલો કરેલ અને ત્રીજીવાર હુમલામાં ભીખુભાઇએ દીપડાને એક જોરદાર લાત મારતા દીપડો ફરી બાજરાનાં ખેતરમાં જતો રહ્યો હતો.
ઇજાગ્રસ્ત ભીખુભાઇએ જ પ્રથમ 108ને જાણ કરી બોલાવેલ અને ત્યારબાદ વિસાવદર વનવિભાગને પણ તેમણે જ જાણ કરી બનાવથી વાકેફ કરેલ. ત્યારબાદ બગસરા ગામની 108 આવી ભીખુભાઇને પ્રથમ વિસાવદર અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવેલ. દીપડાનાં હુમલામાં ભીખુભાઇને ગળા, ખભા અને હાથના ભાગે ઇજાઓ થયેલ. વન વિભાગે પણ તાત્કાલીક સ્થળ તપાસી તે ખુંખાર દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવી કવાયત હાથ ધરવામાં આવેલ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-panther-three-time-attack-on-farmer-but-panther-run-in-visavadar-gujarati-news-5856562-PHO.html?seq=2

મહિલાઓ ઝૂ પાસે વાલ્વમાંથી ભરે છે જોખમી રીતે પાણી !

DivyaBhaskar News Network | Last Modified - Apr 22, 2018, 03:40 AM IST
લટકાવાથી મળતું પાણી, મહાનગરપાલિકાની બલિહારી

મહિલાઓ ઝૂ પાસે વાલ્વમાંથી ભરે છે જોખમી રીતે પાણી !
મહિલાઓ ઝૂ પાસે વાલ્વમાંથી ભરે છે જોખમી રીતે પાણી !
જૂનાગઢમાં સક્કરબાગના પાર્કિંગની સામે આવેલા વાલ્વમાંથી વહેતા પાણીને ભરવા માટે મહિલાઓની લાઈન લાગે છે. આ પાણી માટે લાગેલી લાઈનમાં મહિલાઓ વચ્ચે વધારે ઓછા પાણી માટે નાની મોટી બોલાચાલી પણ થાય છે. આ મહિલાઓ છે જૂનાગઢના રામદેવ પરા વિસ્તારની જેનો મહાનગર પાલિકા ના વોર્ડ 3 માં સમાવેશ થાય છે. અહિના સ્થાનિકોનુ કહેવુ છે મહાનગરપાલિકા દ્વારા અનિયમિતપણે પાણી આપવામાં આવે છે. જેથી મહિલાઓને પાણી માટે રઝળપાટ કરવો પડે છે. 800 જેટલી વસ્તિ ધરાવતો રામદેવપરા વિસ્તારની મહિલાઓ અનિયમિત પાણીને લીધે જોખમી રીતે પાણી ભરવા મજબુર બની છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034003-1520985-NOR.html

ઉનાળાના વેકેશનમાં ફરવા માટે બેસ્ટ છે મનાલીને ટક્કર મારતું ગુજરાતનું આ સ્થળ

Bhaskar News, Junagadh | Last Modified - Apr 23, 2018, 10:39 AM IST
વર્ષે 15 લાખથી વધુ પ્રવાસીઓ જૂનાગઢ આવે છે, શિયાળામાં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે
ઉપરકોટ - બસ સ્ટેન્ડથી ઉપરકોટ 3 KM
 
ઉપરકોટ - બસ સ્ટેન્ડથી ઉપરકોટ 3 KM
જૂનાગઢ: ઉનાળુ વેકેશનને લઇ લોકો પ્લાન બનાવી રહ્યા છે જો કે ઉનાળા દરમિયાન ખાસ કરીને લોકો ઠંડા પ્રદેશમાં જવાનુ વધુ પસંદ કરે છે. તેમજ વેકેશનમાં દુર ફરવા ન જઇ શકો તો પણ જૂનાગઢ શહેર અને જિલ્લામાં અનેક રોમાંચક પર્યટન સ્થળ આવેલા છે. એકલા જૂનાગઢમાં ચાર થી પાંચ દિવસ ફરી શકાય તેટલા સારા સ્થળ આવેલા છે. વેકેશનનાં પાંચ દિવસ તો જૂનાગઢમાં આરામથી ગાળી શકાય, જૂનાગઢમાં વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. એક અંદાજ મુજબ પ્રવાસન થકી વર્ષનું 60 કરોડથી વધુનું ટર્નઓવર થઇ રહ્યું છે. જૂનાગઢને વિકસાવવામાં આવે તો તેનું હુંડિયામણ અબજોમાં પહોંચે તેમ છે.
વાર્ષિક આવક 60 કરોડ, પ્રવાસન વિકાસ ‘0’
ઉપરકોટ- બસ સ્ટેન્ડથી ઉપરકોટ 3 KM
-છેલ્લા વર્ષમાં 10 લાખ પ્રવાસીઓ આવ્યા
- જોવાલાયક શું છે ? અડીકડી વાવ, નવઘણ કુવો, બૌદ્ઘ ગુફા, રાણેકદેવીનો મહેલ, નિલમ-માણેક તોપ, અનાજનાં કોઠાર.
- જૂનાગઢમાં આવેલો ઉપરકોટનો કિલ્લો કયારે બંધાયો તેને લઇ કોઇ ચોક્કસ માહિતી નથી. પરંતુ ઉગ્રસેને આ કિલ્લો બંધાવ્યો હોવાના પુરાવાઓ મળી આવે છે.
શિલાલેખ- બસ સ્ટેન્ડથી શિલાલેખ  4 KM

- છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં
- જોવાલાયક શું છે  ?  ભવનની અંદર એક શિલા છે તેની અંદર તેમાં અક્ષરો કોતરવામાં આવ્યા છે. 14 ધર્મશાસનનો આલેખેલો શિલાલેખ છે.
- ગિરનાર જવાના રોડ પર અશોક શિલાલેખ આવેલ છે જે પશ્ચિમ ક્ષત્રપરાજા રૂદ્રદામને કોતરાવ્યો હોવાનું માનવામાં આવે છે.
સક્કરબાગ - બસ સ્ટેન્ડથી સક્કરબાગ 3 KM

- છેલ્લા વર્ષમાં 11.81 લાખ પ્રવાસીઓ આવ્યા
- જોવાલાયક શું છે ?   અહીં દેશ-વિદેશનાં પક્ષી તેમજ પ્રાણી આકર્ષણનું કેન્દ્ર છે તેમજ એશિયાઇ સિંહ અહીં જોવા મળે છે. ચિતો, રીંછ પણ અહીં છે.
- જૂનાગઢ રાજ્યનાં નવાબનાં સમયમાં સક્કરબાગ બનાવવામાં આવ્યુ હતું. સક્કરબાગ આશરે 198 હેકટરમાં ફેલાયેલુ છે.
મકબરામાં બદીઓને રોકવા દરવાજે તાળા, દિવાલ નાની છે ભાઇ !!!!

જૂનાગઢમાં આવેલા મકબરા ખંઢેર બની ગયા છે. અનેક પ્રકારની અસામાજીક પ્રવૃતિઓ અહીં થઇ રહી છે. અચાનક તંત્રને બદીઓ રોકવાનું યાદ આવ્યું છે. તંત્રએ મકબરાનાં પરીસરમાં કોઇ પ્રવેશ ન કરે તે માટે દરવાજે તાળા મારી દીધા છે. પરંતુ તંત્ર એ ભુલી ગયું છે. દરવાજે તાળા મારવાથી બદીઓ રોકી શકાશે નહી. મકબારની ફરતે આવેલી દિવાલ નાની છે. આરામથી તેને ઓળંગી શકાય તેમ છે. દરવાજે તાળા મારવાથી બદીઓ રોકી શકાય તેમ નથી. અહીં કાયમ સિક્યુરીટી રાખવાની જરૂર છે.
બૌદ્ઘ ગુફા - બસ સ્ટેન્ડથી બૌદ્ધ ગુફા  1.7 KM

-અહીં આવેલી ઓફિસ બંધ હાલતમાં
- જોવાલાયક શું છે  ?  અંદર માત્ર ગુફાઓ છે જો કે હાલ અહીં આસપાસ પેશકદમીનાં કારણે પ્રવાસીઓ ખુબ જ ઓછા આવે છે.
-  જૂનાગઢનાં ધારાગઢ રોડ પર ઇ.સ.ત્રીજી સદીની બૌદ્ધ ગુફાઓ આવેલી છે. જે ખાપરા કોડીયાની ગુફા તરીકે ઓળખાય છે.

આજે વર્લ્ડ બુક ડે- જૂનાગઢમાં 153 વર્ષ જૂની લાયબ્રેરી

જૂનાગઢઃ 23 એપ્રિલનાં વર્લ્ડ બુક ડેની ઉજવણી કરવામાં આવશે.વર્લ્ડ બુક ડે નિમીતે જૂનાગઢમાં અાવેલી સરકારી લાયબ્રેરીને યાદ કરવી જરૂરી છે. કારણકે આ લાયબ્રેરીની સ્થાપના 1 ઓગષ્ટ 1865માં થઇ હતી. આ લાયબ્રેરીનું જૂનુ નામ બહાદુરખાનજી લાયબ્રેરી એન્ડ મ્યુઝિયમ હતું. હાલ તેનું નામ સરકારી પુસ્તકાલય છે અને તે આઝાદ ચોકમાં કાર્યરત છે. આ લાયબ્રેરીમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, ઉર્દુ, સંસ્કૃત, પર્શિયન ભાષાનાં પુસ્તક છે. ગ્રંથાલયમાં રસિક વિલાસની કુલ પાંચ દુર્લભ હસ્તપ્રત છે.
ગિરનાર - બસ સ્ટેન્ડથી ગિરનાર 8 KM

-છેલ્લા વર્ષમાં 15 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા
- જોવાલાયક શું છે  ?  ગિરનારમાં ભરતવન, શેષાવન, કાશ્મીરી બાપુની જગ્યા, જૈન દેરાસરો, અંદાજી મંદિર, દત્ત શિખર, ગૌરખનાથ શિખર, ગૌમુખી ગંગા સહિતના અનેક સ્થળો.
- ગિરનાર રાજ્યનો સૌથી ઉંચો પર્વત ગિરનાર અહીં છે ગિરનારમાં પાંચ શિખર છે અને કુલ 866 નાના-મોટા મંદિરો આવેલા છે.
જૂનાગઢ જોયા પછી સોમનાથ, દીવ, સાસણ જઇ શકાય

96 KM જૂનાગઢથી સોમનાથ
- 53 KM જૂનાગઢથી સાસણ
- 173 KMજૂનાગઢથી દીવ
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-annual-income-of-tourism-in-junagadh-is-60-crore-gujarati-news-5857571-PHO.html?seq=8

પત્ની સાથે જતો'તો ને દીપડાએ તરાપ મારી, મેં ગળુ દબાવી ભગાડ્યો: ખેડૂત

DivyaBhaskar.com | Last Modified - Apr 23, 2018, 11:02 AM IST
વિસાવદરના કાલાસરી ગામના ખેડૂક પત્ની સાથે વાડીએ બાઇક પર જતા હતા ત્યારે બનેલી ઘટના
ખેડૂતે દીપડાનું ગળુ દબાવી ઘા કરી દીધો હતો
 
ખેડૂતે દીપડાનું ગળુ દબાવી ઘા કરી દીધો હતો
વિસાવદર: હું અને મારી પત્ની વહેલી સવારે વાડીએ જતા હતા ત્યારે રસ્તા પર અચાનક દીપડો ચઢી આવ્યો એટલે મેં બાઇક રોકી દીધી દીપડો રસ્તા પરથી ચાલ્યો જાય એની રાહ જોતા હતા પરંતુ રઘવાયા બનેલા દીપડાએ મારા મોઢા પર તરાપ મારી અને પીઠની પાછળ પણ નખનાં નોર બેસાડી દીધા. મેં મારા સ્વબચાવ માટે દીપડાનું ગળુ દબાવી અને એનો ઘા કરી દીધો જેથી દીપડો ભયભીત થઇને નાસી છુટ્યો હતો. આ શબ્દો છે વિસાવદરના કાલસારી ગામના ખેડૂતના.
આ ઘટના વિસાવદર તાલુકાનાં કાલસારી ગામે માણંદીયા રોડ પર બની હતી. કાલસારીનાં ખેડુત જયસુખભાઇ ફુલાભાઇ ડામસીયા (ઉ.વ.45) અને તેમનાં પત્ની વહેલી સવારે બાઇક પર કાલસારીથી માણંદીયાનાં રસ્તે આવેલ તેમની વાડીએ જતા હતા. ત્યારે દીપડાએ રસ્તો ઓળંગીયો હતો. જેથી ખેડૂતે તેનું બાઇક રોડ પર થંભાવી દીધું હતું. પરંતુ રઘવાયા બનેલા દીપડાએ અચાનક બાઇક સવાર ખેડૂત પર તરાપ મારી મોઢાનાં ભાગે પંજો મારી દઇ ઇજા પહોંચાડી હતી અને પીઠ પાછળ પણ નોર બેસાડી દીધા હતા. ખેડુતે પોતાના સ્વબચાવ માટે દીપડાનું ગળુ દબાવી ઘા કરી દેતા નીચે પડતાની સાથે જ દીપડો નાસી છુટ્યો હતો. જયસુખભાઇને મોં, છાતી અને પીઠનાં ભાગે ઇજા પહોંચી હતી. જેથી સારવાર માટે વિસાવદર સિવીલ હોસ્પિટલે ખસેડાયા હતા. આ વિસ્તારમાં 10 દીપડાનાં આંટાફેરા છે. ત્યારે દીપડાને જંગલ વિસ્તારમાં છોડી મુકાઈ એવી માંગ ઉઠવા પામી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-panther-attack-on-farmer-but-farmer-attack-on-panther-so-run-near-visavadar-gujarati-news-5857819-PHO.html

શિકારની શોધમાં ગીરમાંથી સાવજ આવ્યો ગ્રામ્ય વિસ્તારમાં, વીડિયો વાયરલ

DivyaBhaskar.com | Last Modified - Apr 23, 2018, 01:17 PM IST
ગીરગઢડા: ગીરના રેવન્યુ વિસ્તારમાં અવારવનાર સિંહો શિકાર અને પાણીની શોધમાં આવી જતા હોય છે. જેથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાય જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ શિકારની શોધમાં રસ્તા પર આવી ગયો હોય અને બિન્દાસ અંદાજમાં ફરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો કોઇ રાહદારીએ પોતાના મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-loin-came-revenue-area-of-gir-gadhada-and-this-video-viral-on-social-media-gujarati-news-5857855-PHO.html

પર્યાવરણ કાયદાની કડક અમલવારી જરૂરી

DivyaBhaskar News Network | Last Modified - Apr 24, 2018, 04:05 AM IST
પ્રથમ વખત અર્થ ડેનું આયોજન 1970માં ન્યૂયૉર્કમાં થયું હતું. પછી માનવીય પર્યાવરણ પર 1972માં સ્ટૉકહોમ કૉન્ફરન્સ યોજાઈ...
પ્રથમ વખત અર્થ ડેનું આયોજન 1970માં ન્યૂયૉર્કમાં થયું હતું. પછી માનવીય પર્યાવરણ પર 1972માં સ્ટૉકહોમ કૉન્ફરન્સ યોજાઈ અને 1992માં રિયો ડી જાનેરોમાં યોજાયેલી અર્થ સમિટ 20મી સદીના નિર્ણાયક વળાંકે હતી, કારણ કે આ બધાં આયોજનોએ દુનિયાને પર્યાવરણ સંરક્ષણ અને કાયમી વિકાસની અનિવાર્ય જરૂરિયાત પર ધ્યાન આપવા માટેની જરૂરિયાત દર્શાવી. ત્યાર પછીથી દુનિયાભરના પર્યાવરણ આંદોલનકારીઓ, વિશ્વનેતાઓ, સરકારો અને બિનસરકારી સંગઠનોએ જૈવ વૈવિધ્ય અને ધરતીના પ્રાકૃતિક સંસાધનોના પર્યાવરણીય પતનને અટકાવવા માટે હાથ મિલાવ્યા.

ચોક્કસપણે, આપણા માટે આ નવું નથી, કારણ કે આપણી સભ્યતા હજારો વર્ષોથી તમામ પ્રાકૃતિક તત્ત્વોની સાથે સહઅસ્તિત્વ રાખીને ધરતી પર જીવનને જાળવવામાં વિશ્વાસ કરતી રહી છે. અથર્વવેદના ભૂમિસુક્તમાં ધરતીમાતાની વંદનામાં કહેવાયું છે કે, ‘ધરતી, જેના પર મહાસાગર, નદીઓ અને અનેક જળસ્રોતો આવેલા છે, જેમાંથી ભોજન આવે છે અને અનાજ પેદા થાય છે, જે તમામ શ્વાસ લેનારાં પ્રાણીઓનું રહેઠાણ છે, તે આપણા પર તેની સર્વશ્રેષ્ઠ ઉપજની કૃપા વરસાવે.’ ‘વર્લ્ડ અર્થ ડે’ અથવા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની જાહેરાત થયાના હજારો વર્ષ પહેલાં આપણા વેદોમાં વનવિનાશ અટકાવવાની વાતો કરવામાં આવી છે. ઋગ્વેદમાં કહેવાયું છે કે, ‘વૃક્ષોને કાપો કે ઉખેડો નહીં, કારણ કે તે પ્રાણીઓ, પક્ષીઓ અને અન્ય જીવોને સંરક્ષણ આપે છે.’ જ્યારે કોઈ વ્યક્તિ અથવા સંગઠન નવું નિર્માણ શરૂ કરે છે અથવા ખેડૂત જમીન ખેડવાનું શરૂ કરે છે, તો આપણે ત્યાં ધરતી માતાને પ્રસન્ન કરવા માટે ભૂમિપૂજન જેવી ખાસ રિવાજ છે. પર્યાવરણ સંરક્ષણની ધારણા અત્યંત પ્રાચીનકાળથી જ આપણા ડીએનએમાં ગૂંથાયેલી છે.

ભારત અત્યંત જૈવ વિવિધતાવાળો વિસ્તાર છે અને વિકાસ તેમજ પર્યાવરણને સ્થાયી બનાવવાને લગતી બાબતોમાં સંતુલન લાવવાની તાતી જરૂરિયાત છે. ખાસ કરીને વીજળી, સિંચાઈ અને અન્ય ક્ષેત્રોમાં મોટા પ્રકલ્પો શરૂ કરવામાં આવી રહ્યા છે. જો વૃક્ષોનો આડેધડ વિનાશ કરવામાં આવે, જળાશયોનો નાશ કરવામાં આવે, વધારે પડતું ખોદકામ થાય અને જળ અને વાયુ પ્રદૂષણનું સ્તર વધતું જ ચાલ્યું જાય, તો તે સ્થાયી વિકાસ નહીં ગણાય.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપણને ખૂબ પહેલાં જ સાવચેત કર્યા હતા કે, ‘ધરતી એટલું આપે છે કે દરેક વ્યક્તિની જરૂરિયાત પૂરી થઈ શકે, પણ તે દરેક વ્યક્તિની લાલચને પૂરી કરી શકે તેમ નથી.’ તેમણે એવું પણ કહ્યું હતું કે, ‘એક સારો માણસ તમામ જીવોનો મિત્ર હોય છે.’ આજે જ્યારે તપતી ધરતી અને જળવાયુ જીવનની દરેક બાજુ પર અસર પહોંચાડે છે, તો તમામ નાગરિકો, સમુદાયો, પંચાયતો, નગરપાલિકાઓ, સરકારો અને બિનસરકારી સંગઠનોને પર્યાવરણ વિનાશની વિરુદ્ધમાં સતત અભિયાન ચલાવવાની તાતી જરૂર છે.

આ આપણા બધા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ કે 2018માં પર્યાવરણના મુદ્દે ભારતનું રેન્કિંગ 180 દેશોમાં 177મું હતું, જ્યારે 2016માં આ ક્રમ 141મો હતો. આ નબળી પર્યાવરણ સ્વાસ્થ્ય નીતિ અને વાયુ પ્રદૂષણના કારણે થયેલાં મૃત્યુઓનું પરિણામ છે. યેલ અને કોલંબિયા યુનિવર્સિટી દ્વારા વિશ્વ આર્થિક મંચની સાથે મળીને તૈયાર કરવામાં આવેલા દ્વિવાર્ષિક રિપોર્ટ અનુસાર, ‘નક્કર ઇંધણ, કોલસો અને વાહનોમાંથી નીકળતા ધૂમાડાએ લાખો ભારતીયો માટે હવાની ગુણવત્તાનું સ્તર એકદમ નીચું લાવી લીધું છે.’

હવે સરકાર માટે એ જરૂરી છે કે તે પર્યાવરણ કાયદાઓનું ઉલ્લંઘન કરનારાઓ પર સખ્ત કાર્યવાહી કરે. અનેક મોરચે એવા સઘન પ્રયાસો કરવા પડશે, જેથી માટી ઑર્ગેનિક રૂપે સમૃદ્ધ રહે, પાણી પીવાલાયક રહે અને જે હવામાં આપણે શ્વસી રહ્યા છીએ, તે શુદ્ધ હોય. જે ધરતી આપણને વારસામાં મળી છે, તેનું સંરક્ષણ થાય, પોષણ થાય, તેને નવજીવન મળે અને તે સમૃદ્ધ થાય. ગયા રવિવારે 22મી એપ્રિલે એક નોન-પ્રોફિટ ઑર્ગેનાઇઝેશન ‘અર્થ ડે નેટવર્ક(ઈડીએન)’એ વિશ્વભરમાં અર્થડેના અનુસંધાને પર્યવારણ સંરક્ષણ પ્રત્યે જાગરૂકતા ઊભી કરવાને લગતી પ્રવૃત્તિઓનું આયોજન કર્યું. સંગઠને જાહેરાત કરીત કે હવે એક વખત જ ઉપયોગમાં લેવાનારા પ્લાસ્ટિકને ખતમ કરવા અને પ્લાસ્ટિકનો નિકાલ કરવાના નિયમ-કાયદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્લાસ્ટિકના ઉપયોગ અને તેની સાથે જોડાયેલી સ્વાસ્થ્યને લગતી તેમજ અન્ય જોખમો પર કરોડો લોકોને શિક્ષિત કરવાના હેતુથી ઈડીએનએ કહ્યું કે, ‘દરિયાઈ જીવનને ઝેરી બનાવવા અને તેને નુકસાન પહોંચાડવાથી માંડીને આપણા ભોજન, હોર્મોન પ્રણાલીમાં અડચણો ઊભી કરવી અને અનેક પ્રાણઘાતક રોગ પેદા કરનારા પ્લાસ્ટિકના પ્રમાણમાં થતો અહર્નિશ વધારો પૃથ્વીના અસ્તિત્વ માટે ખતરારૂપ છે.’ ઈડીએનએ જાહેરાત કરી છે કે, ‘આપણા લક્ષ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નાશ, જીવાશ્મ ઇંધણ આધારિત પદાર્થોના વિકલ્પોને પ્રોત્સાહન આપવું, પ્લાસ્ટિકનું સો ટકા રિસાઇકલિંગને પ્રોત્સાહન આપવું, કૉર્પોરેટ અને સરકારી જવાબદારી નક્કી કરવી અને પ્લાસ્ટિક બાબતે માનવીય વ્યવહારમાં ફેરફારો સામેલ છે.’ મને આનંદ છે કે આ વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસના વૈશ્વિક આયોજનની ભારત યજમાની કરી રહ્યું છે, જેની થીમ છે ‘પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો.’

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનના મંત્રી ડૉ. હર્ષવર્ધન અને સંયુક્ત રાષ્ટ્રના ઉપમહાસચિવ એરિક સોલહાઇમે આની જાહેરાત કરી છે. ભારત રિસાઇકલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને અનેક રાજ્યોએ પોલિથીનની થેલીઓ પર મનાઈ ફરમાવી દીધી છે. આનું ઉલ્લંઘન કરનારાઓની સામે નક્કર કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે ધરતીનું અસ્તિત્વ હોડમાં છે.

એવો અંદાજ છે કે દર વર્ષે દુનિયાના 500 અબજ પ્લાસ્ટિક થેલીઓ અને 80 લાખ ટન પ્લાસ્ટિક દરિયામાં ચાલ્યું જાય છે. આપણે જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ, તેમાં 50 ટકા સિંગલ યુઝ અથવા ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક છે. દર મિનિટે 10 લાખ પ્લાસ્ટિક બૉટલ ખરીદવામાં આવે છે. 2017માં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ મંડળનું અનુમાન લગાવ્યું હતું કે ભારતમાં દર વર્ષે આશરે 25,940 ટન પ્લાસ્ટિક ઉત્પન્ન થાય છે. સમયની માગ છે કે પર્યાવરણને નુકસાની પ્રત્યે આપણે ઝીરો ટોલરન્સ એટલે કે જરા પણ ન ચલાવવાની નીતિ અપનાવીએ. આપણે બધાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનો સંકલ્પ લેવો જોઈએ. જેથી ભાવિ પેઢીને હરિયાળી અને સ્વચ્છ ધરતી મળે. હજારો વર્ષોથી ધરતીમાતા આપણા બધાનું સંરક્ષણ અને પોષણ કરતી આવી છે. સમય આવી ગયો છે કે આપણે તેના સ્વાસ્થ્યની ચિંતા કરીએ, કારણ કે આપણું ભવિષ્ય તેના ભવિષ્યની સાથે જોડાયેલું છે.
સૌ  એમ. વૈંકયા નાયડુ
ઉપરાષ્ટ્રપતિ

સંકલ્પ|આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઈએ, જેથી ભાવિ પેઢીને હરિયાળી અને સ્વચ્છ ધરતી મળે
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-040502-1538201-NOR.html

ચલાલાના મોરઝર ગામમાં રાત્રીનાં શિકારની શોધમા ત્રણ સાવજો આવી

DivyaBhaskar News Network | Last Modified - Apr 25, 2018, 02:05 AM IST
ચલાલાના મોરઝર ગામમાં રાત્રીનાં શિકારની શોધમા ત્રણ સાવજો આવી ચડયા હતા. અહી સાવજોએ એક સાથે ચાર ઢોરનું મારણ કર્યું...
ચલાલાના મોરઝર ગામમાં રાત્રીનાં શિકારની શોધમા ત્રણ સાવજો આવી ચડયા હતા. અહી સાવજોએ એક સાથે ચાર ઢોરનું મારણ કર્યું હતુ જેને પગલે લોકોમા ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ વન અધિકારીઓ દોડી ગયા હતા. અવારનવાર આવી ઘટના બનવાથી તમામ પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

હાલમાં ગરમીના સમયમાં ગીર વિસ્તારમાં, વાડી વિસ્તારમાં, સીમ વિસ્તારમાં સિંહોનો ત્રાસ વધવા લાગ્યો છે. જેના કારણે ખેડૂતો તથા પશુ પાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચલાલાના મોરજર ગામમાં રાત્રીના સીમ વિસ્તારમાં અચાનક ત્રણ ડાલામથા સિંહ આવી ચડ્યા હતા. અને ચાર ઢોરનું મારણ કર્યું હતું.

આ વાતની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે વન અધિકારીઓ દોડી ગયા હતા. આ ઘટનાથી આ વિસ્તારના પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અવાર નવાર સિંહો ગામમાં તથા વાડી વિસ્તારમાં આવી ચડવાથી ખેડૂતો માટે આ ચિંતાનો વિષય બની ચુક્યો છે. જેથી આ અંગે ઘટતું કરવા ગ્રામજનોની પ્રબળ માંગ ઉઠી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-chalala-news-020502-1539143-NOR.html

15 જૂન સુધી કેરીની આવક ચાલુ રહેવાની સંભાવના

DivyaBhaskar News Network | Last Modified - Apr 25, 2018, 05:45 AM IST
પાછોતરા પાકને લઇને 5 મે થી આવકમાં ભારે વધારો નોંધાશે ભાવ હાલમાં 600 થી 1500નો | કેસર કેરીની સીઝનમાં શરૂઆતમાં... 
સ્વાદ અને સોડમથી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ એવી તાલાલા ગિરની કેસર કેરીની જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં એકાદ મહિના પહેલાથી આવક શરૂ થઇ ગઇ છે. શરૂઆતમાં આવક ઓછી રહેવા પામી હતી જોકે હવે આવકમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે.

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ એપ્રિલ મહિનાની વાત કરીએ તો છેલ્લા 23 દિવસમાં કુલ 65418 બોક્ષ કેસર કેરીની આવક નોંધાઇ છે. જોકે હજુ આગામી દિવસોમાં પણ આવકનું પ્રમાણ વધતું રહેશે. એમાંયે ખાસ કરીને પાછોતરા પાકને લઇને 5 મે પછી વિપુલ માત્રામાં આવક નોંધાશે અને છેક 15 જૂન સુધી આવક થતી રહેશે. તાલાલા પંથકની કેસર કેરી તેના સ્વાદ અને ખાસ સોડમના કારણે પ્રચલિત બની છે અને તેની સારી એવી માંગ રહે છે. માત્ર જૂનાગઢ જ નહી સમગ્ર ગુજરાત અને છેક મુંબઇ સુધી કેસર કેરી મોકલવામાં આવે છે.

આ ઉપરાંત તાલાલાથી વિદેશમાં પણ મોકલવામાં આવે છે.ખાસ કરીને હરવા ફરવા આવતા પ્રવાસીઓ પણ સાસણ કે જૂનાગઢથી કેસર કેરીના બોક્ષ લઇને જ જાય છે. યાર્ડ ઉપરાંત હવે તો હાઇવે ઉપર પણ કેરીનું ધૂમ વેંચાણ થઇ રહ્યું છે. પ્રવાસીઓમાં આ એક નવો ટ્રેન્ડ જાગ્યો છે હાઇવે પરથી ખરીદીનો. જેના કારણે જૂનાગઢથી વાડલા ફાટક સુધી, મધુરમ બાયપાસથી ધોરાજી ચોકડી સુધી, દોલતપરાથી રાજકોટ હાઇવે પર લોકો મોટાપાયે કેસર કેરીની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.

જૂનાગઢ યાર્ડમાં 23 દિ\'માં 65418 બોક્ષ કેસર કેરીની આવક નોંધાઇ

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડથી મુંબઇ સુધીની કેસરની સફર

જૂનાગઢ યાર્ડમાં બોટાદ, આણંદ, પાલનપુર, ડિસા, નડિયાદ સહીત સમગ્ર ગુજરાતના અને છેક મુંબઇના વેપારીઓ પણ ખરીદી માટે આવે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-054503-1546971-NOR.html

ત્રણ સિંહબાળે માતા સાથે ભેંસનો શિકાર કરી માણી મિજબાની, વીડિયો વાયરલ

DivyaBhaskar.com | Last Modified - Apr 25, 2018, 12:22 PM IST
ગીરગઢડાના છેવાડાના ગામડામાં સિંહણે કર્યો ભેંસનો શિકાર
ગીરગઢડા: ગીરગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર સિંહો આવી ચડે છે. જેને લઇને ગ્રામજનોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે ત્રણ સિંહબાળ સાથે માતા સિંહણે ભેંસનો શિકાર કરી મિજબાની માણી રહ્યા હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો કોઇ ખેડૂતે પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ગીરગઢડાના છેવાડા વિસ્તારમાં આવેલા એક ગામના રસ્તા પર સિંહણે ભેંસનો શિકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-three-cub-eat-buffalow-with-mother-and-this-video-viral-on-social-media-gujarati-news-5859398-PHO.html

એક કૂવામાં દીપડો, સાપ અને ઘોરખોદીયુ પડ્યા, રેસ્ક્યુના Live દ્રશ્યો

વન વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યાDivyaBhaskar.com | Last Modified - Apr 25, 2018, 07:27 PM IST
ગીરસોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા સોનારીયા ગામે એક કૂવામાં ખૂંખાર દીપડો, વેજુ (ઘોરખોદીયુ) અને સાપ એકસાથે પડ્યા હતા. ત્રણેય જીવને બચાવવા સ્થાનિકો દોડી ગયા હતા અને વનવિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ દોડી આવી હતી અને ત્રણેયને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વનવિભાગે દીપડાને પાંજરામાં પૂરતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-panther-and-snack-fall-in-well-and-forest-department-take-rescue-operation-near-veraval-gujarati-news-5859657-PHO.html?seq=2

પ્રાથમિક શાળાનાં ગણિત અને પર્યાવરણનાં શિક્ષકોની તાલિમ પૂર્ણ

DivyaBhaskar News Network | Last Modified - Apr 26, 2018, 02:50 AM IST
જૂનાગઢમાં પ્રાથમિક શાળાનાં શિક્ષકોને જુદા-જુદા વિષયની તાલિમ આપવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢની કન્યા શાળા નંબર 4માં ગણિત અને પર્યાવરણ વિષયનાં શિક્ષકોને તાલિમ આપવામાં આવી હતી. તા. 23 એપ્રિલથી તેનો પ્રારંભ થયો હતો અને તા. 25 એપ્રિલનાં પૂર્ણ થઇ હતી. ત્રણ દિવસીય તાલિમમાં 72 શિક્ષકો હાજર રહ્યાં હતાં. તાલિમમાં રક્ષાબેન રાઠોડે મોનીટરીંગ કર્યુ હતું. આ તકે તરૂણભાઇ કાટબામણા, હરસુખભાઇ ભાલોડિયા, સંજયભાઇ પટેલ, કેતનભાઇ ફુલેત્રા, વી.ડી.ઝાલા સહિતનાં હાજર રહ્યાં હતાં.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-025002-1553715-NOR.html

પોરબંદરનાં ભાવપરા ગામે 1 માસથી દીપડાનો આતંક

DivyaBhaskar News Network | Last Modified - Apr 26, 2018, 02:50 AM IST
પોરબંદર તાલુકાના ભાવપરા ગામે છેલ્લા થોડા દિવસોથી આતંક મચાવ્યો હોય તેમ નાના વાછરડાઓ અને કૂતરાનો શિકાર કર્યો...
પોરબંદર તાલુકાના ભાવપરા ગામે છેલ્લા થોડા દિવસોથી આતંક મચાવ્યો હોય તેમ નાના વાછરડાઓ અને કૂતરાનો શિકાર કર્યો હોવાના કારણે ગ્રામજનોમાં ભય સેવાઈ રહ્યો છે.

પોરબંદર તાલુકાના ભાવપરા ગામની આસપાસ છેલ્લા ઘણાં દિવસથી દીપડાએ પડાવ નાંખ્યો છે.અવારનવાર દીપડો વાડી-વિસ્તારમાં દેખા દઈ રહ્યો છે અને દીપડો ગ્રામ્ય વિસ્તારમાં પણ પ્રવેશ કરતો હોય તેમ તાજેતરમાં જ ગામમાંથી કૂતરાનો શિકાર કર્યો છે તેમજ વાડી વિસ્તારમાં નાના વાછરડાઓનો શિકાર કર્યો હોવાના બનાવો બની રહ્યા છે.

છેલ્લા દોઢ મહિનાથી ભાવપરા પંથકમાં દીપડો નજરે ચડી રહ્યો હોવાને કારણે ગ્રામજનોમાં પણ ભય સેવાઈ રહ્યો છે.

વનવિભાગના અધિકારીઓને જાણ કરવા છતાં દીપડાને પાંજરે પૂરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી નથી તેવું ગ્રામજનો પણ જણાવી રહ્યા હતા. આમ ભાવપરા પંથકમાં વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-025002-1553704-NOR.html

દરિયાનાં પાણીને પીવાલાયક બનાવનારું ગુજરાત બીજું રાજ્ય

DivyaBhaskar News Network | Last Modified - Apr 26, 2018, 02:50 AM IST
પીવાનાં પાણી માટે જીવાદોરી નર્મદાનો વિકલ્પ ઊભો થશે, દરિયાનું પાણી ઘરના પાણિયારા સુધી અાવશે 10 કરોડ લિટર...
દરિયાનાં પાણીને પીવાલાયક બનાવનારું ગુજરાત બીજું રાજ્ય
નર્મદાનું પાણી ના મળી શકે એવા સંજોગોમાં પણ સૌરાષ્ટ્રના લોકોને પીવાનાં પાણીની તકલીફ ના પડે એ માટે મોરબી અને જામનગર જિલ્લાના માળિયા -જોડિયાની વચ્ચે દરિયાકિનારાની નજીક પી.પી.પી. મોડેલ પર ડિસેલિનેશન પ્લાન્ટ કાર્યરત થશે. આ પ્લાન્ટની ક્ષમતા 100 એમએલડી (રોજનું 10 કરોડ લીટર) એટલે કે 10 લાખ લોકોની દૈનિક પાણીની જરૂરિયાત પૂર્ણ કરી શકે તેટલી હશે. આ પ્લાન્ટમાંથી મળનારું પાણી 1 લીટર દીઠ 5.7 પૈસામાં પડશે. 100 એમએલડી પાણીના શુદ્ધીકરણ માટે અંદાજે 237 એમએલડી પાણી દરિયામાંથી ખેંચવામાં આવશે.

પીવાના પાણીના કાયમી વિકલ્પ તરીકે દરિયાનાં ખારાં પાણીને પીવાલાયક બનાવતો પ્લાન્ટ નાખનારું ગુજરાત, તમિલનાડુ બાદ દેશનું બીજું રાજ્ય બનશે. રાજ્યના 17 જિલ્લાના 196 શહેર, 12028 ગામોને મળીને રાજ્યની 75 ટકાથી વધુ વસ્તી પીવાનાં પાણી માટે નર્મદા ઉપર આધારિત છે ત્યારે કોઈ કારણસર નર્મદાનો પુરવઠો ન મળે અથવા કૅનાલ કે પછી પાઇપલાઇનમાં ભંગાણ પડે, કોઈ ટૅક્નિકલ ખામી ઊભી થાય, તેવા સંજોગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં પીવાનાં પાણીની ગંભીર સમસ્યાઓ ઊભી થતી હોય છે.

આ સ્થિતિને ટાળવા માટે આવા વિસ્તારોમાં વૈકલ્પિક સ્રોત ઊભો કરવા ડિસેલિનેશન (દરિયાનું ખારું પાણી શુદ્ધ કરી પીવાયોગ્ય બનાવવાનો) પ્લાન્ટ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીઅે કહ્યું હતું કે આગામી દિવસોમાં આવા અનેક પ્લાન્ટ ઊભા કરીને ગુજરાતની જનતા માટે પીવાનાં પાણીના દુકાળને ભૂતકાળ કરી દેવાની સરકારની નેમ છે.

1 લિટર પાણી 5.7 પૈસામાં પડશે

મિનરલ પાણી જેવી ગુણવત્તા હશે

ગુજરાત 1600 કિલોમીટરનો દેશનો સૌથી વિશાળ દરિયાકિનારો ધરાવે છે. આ કુદરતી સંપદાનો ઉપયોગ કરીને ગુજરાત સરકારે ડિસેલિનેશન પ્લાન્ટ માટેની પહેલ કરી છે. ચેન્નાઈ બાદ આ પ્રકારનો પ્લાન્ટ નાખનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. 35થી લઈને 45 હજાર પીપીએમ સુધીની ખારાશ ધરાવતા દરિયાનાં પાણીને રીવર્સ ઓસ્મોસીસ (આરઓ) ટૅક્નૉલોજીનો ઉપયોગ કરીને મીઠું (પીવાલાયક) બનાવાશે. આ પાણીને પછી ફિલ્ટરેશનની જરૂર નહીં પડે, તેની ગુણવત્તા હાલ બોટલમાં મળતા (મિનરલ) પાણી જેટલી હશે.

800 કરોડના ખર્ચે પ્લાન્ટ બનશે

રાજ્ય સરકાર દ્વારા આ પ્લાન્ટનું ટેન્ડર એસેલ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ કંપનીને અપાયું છે, જે સ્પેનની કંપની સાથે મળીને પ્લાન્ટ નાખશે. પ્લાન્ટનો ખર્ચ 800 કરોડ રૂપિયા જેટલો થાય છે. આ તમામ ખર્ચ કંપની ઉઠાવશે. રાજ્ય સરકાર માત્ર જમીન આપશે અને પ્લાન્ટનું પાણી ખરીદવા માટેના કરાર કરશે. હાલ રાજ્યમાં પ્રથમ પ્લાન્ટ માટે કરારો કરાયા છે. ધીમેધીમે અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના પ્લાન્ટ કાર્યરત કરાશે.

હજાર લિટર પાણી 57 રૂપિયામાં પડશે

ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા તૈયાર થયેલું પાણી રાજ્ય સરકારને પ્રતિ એક હજાર લિટર 57 રૂપિયામાં એટલે કે એક લિટર પાણી 5.7 પૈસામાં પડશે. ડિસેલિનેશન પ્લાન્ટ માટેનો કરાર 25 વર્ષ સુધીનો રહેશે, જેમાં દર વર્ષે 3 ટકા લેખે વધારો કરાશે.

ખારું પાણી મીઠું કરતી જીપ

ઈઝરાયલના વડાપ્રધાને ભારતને દરિયાનું ખારું પાણી મીઠું કરતી બે જીપ ભેટ આપી હતી. એક જીપની કિંમત 1.11 લાખ ડૉલર છે. એક જીપ દિવસમા દરિયાનું વીસ હજાર લિટર અને નદીનું ગંદું પાણી 80 હજાર લિટર શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે. જીપ ઈન્ટિગ્રેટેડ વોટર પ્યોરિફિકેશન વ્હિકલ છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતું પાણી બનાવવા માટે આ વ્હિકલ જાણીતું છે.

આવતા 30 મહિનામાં સૌરાષ્ટ્રના 10 લાખ લોકો રોજ દરિયાનું 10 કરોડ લિટર મીઠું પાણી પીશે

ડિસેલિનેશન પ્લાન્ટનો તમામ ખર્ચ કંપની ઉઠાવશે, રાજ્ય સરકાર માત્ર જમીન આપશે

માળિયા-જોડિયાની વચ્ચે 100 એમએલડીનો પ્લાન્ટ રોજના 10 લાખ લોકોની જરૂરિયાત સંતોષવાની ક્ષમતા ધરાવતો હશે. પીવાનાં પાણીના કાયમી વિકલ્પ તરીકે દરિયાનાં ખારાં પાણીને પીવાલાયક બનાવતો પ્લાન્ટ નાખનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. અઢી વર્ષમાં પ્લાન્ટ કાર્યરત થઈ જશે.

આ રીતે પીવાનાં પાણીની સમસ્યા હલ કરશે

મુખ્યમંત્રી રૂપાણીના કહેવા મુજબ, ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયાકિનારો છે, જેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય તેમ છે. પીવાનાં પાણી માટે અનિયમિત વરસાદ પર મોટો આધાર રાખવો પડે છે. ગુજરાતમાં ડિસેલિનેશન પ્લાન્ટ પ્રાયોગિક ધોરણે શરૂ થવા જવાનો છે.

ફ્લોટેશન યુનિટ

અશુદ્ધિઓ દૂર કરવા કૅમિકલ ઉમેરાય છે, આ શુદ્ધ પાણી ઍર પ્રેશર સાથે બહાર આવે છે

દરિયાનું પાણી

ઇન્ટેક સ્ક્રીન્સ

ઇન્ટેક સ્ટ્રક્ચરમાં દરિયાઈ પાણી પ્રવેશે છે. પાઇપ સહિત સ્ટ્રક્ચરમાં ક્લોરિન ઉમેરાય છે.

અા વિસ્તારોને મળશે પાણી

પ્લાન્ટમાંથી રોજનું 10 કરોડ લિટર પાણી મેળવીને જોડિયાથી હીરાપર ખાતે પાઇપલાઇનમાં નાખવામાં આવશે. હીરાપરથી હાલની પાણી પુરવઠા ગ્રીડના નેટવર્કથી રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ જિલ્લાનાં ગામોને પાઇપલાઇનથી પાણી આપી શકાશે.

1

ગ્રેવિટી સેન્ડ યુનિટ

પાણી ગ્રેવિટી સેન્ડ યુનિટમાં ફિલ્ટર થાય છે અને સોફ્ટ વોટર બને છે

2

રિવર્સ ઓસ્મોસિસ યુનિટ

અા યુનિટ અંતર્ગત બે અલગ પ્રોસેસ દ્વારા પાણીમાંથી ક્ષાર અને બીજાં તત્ત્વો દૂર કરવામાં આવે છે

સ્ટોરેજ

ફિલ્ટર થયેલાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને તેને ઘર સુધી પહોંચાડવામાં આવે છે.

ટ્રિટમેન્ટ પછી

ફિલ્ટરેશનની પ્રોસેસ બાદ પાણીમાં પીએચ લેવલને જાળવવા પ્રોસેસ કરાય છે

ગુજરાતનાં પાણીમાં ખારાશ અને ડિસેલિનેશન માર્કેટ

12,600 કરોડ 2019 સુધી દેશમાં ડિસેલિનેશન માર્કેટ

150 દેશમાં

19 હજારથી પણ વધુ ડિસેલિનેશન પ્લાન્ટ છે

રાજ્યના 20 જિલ્લા, દરિયાકિનારાના 50 તાલુકા ખારાશથી પ્રભાવિત

40%

દેશના કુલ ડિસેલિનેશન

પ્લાન્ટમાંથી આટલા ગુજરાતમાં

75%

213 જળ શુદ્ધીકરણ પ્લાન્ટ

દહેજ, ભાવનગર, મુંદ્રામાં પણ ડિસેલિનેશન પ્લાન્ટ બનાવવાની યોજના

વસ્તી નર્મદાનાં પાણી પર આધારિત

500 પ્લાન્ટ

દેશમાં હોવાનો અંદાજ

1200-1500 ગામો અને 12.90 લાખ હૅક્ટર જમીનમાં ખારાશને લીધે ખેતઉત્પાદનને ભારે નુકસાન થતું હોવાનો અંદાજ

1,20,769 કિમી

રાજ્યવ્યાપી નર્મદા ગ્રીડની વિતરણ પાઇપલાઇનથી છેવાડા સુધી પાણી
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-025002-1553681-NOR.html

જૂનાગઢ - વડાલ રોડ પરના પ્રવાસી માહિતી કેન્દ્રને તાળાં, પ્રવાસીઓ હેરાન

DivyaBhaskar News Network | Last Modified - Apr 26, 2018, 02:55 AM IST
જૂનાગઢએ ઐતિહાસિક અને ધાર્મિક શહેર છે. દર વર્ષે લાખ્ખોની સંખ્યામાં પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ જૂનાગઢની મુલાકાત લે છે. બહારગામથી આવતા લોકોને જૂનાગઢના હરવા ફરવાના સ્થળોની વિસ્તૃત માહિતી મળી રહે તે માટે શહેરના જૂનાગઢ - વડાલ રોડ પર મનપા દ્વારા પ્રવાસી માહિતી કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું અને તેને મનપાના અધિકારી, પદાધિકારીઓ અને સંતોની ઉપસ્થિતીમાં કાર્યરત કરવામાં આવ્યું હતું.જોકે ઉદઘાટન બાદ આ કેન્દ્ર માત્ર ગણત્રીના દિવસો જ કાર્યરત રહ્યું બાદમાં તાળા લાગી ગયા તે આજના દિવસ સુધી ખુલ્યા નથી. એક તરફ શહેરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની વાતો કરવામાં આવી રહી છે બીજી તરફ આ માટે પ્રાથમિક જરૂરિયાત ગણી શકાય તેવા પ્રવાસીઓને માહિતી આપવાના કેન્દ્રને જ તાળા લગાવી દેવામાં આવે તે બે વિરોધાભાસ રજૂ કરે છે.ત્યારે આ પ્રવાસી માહિતી કેન્દ્રને ફરી કાર્યરત કરવાની માંગ ઉઠી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-025502-1553699-NOR.html

ખેડૂતોના પાકને જંગલી પશુથી રક્ષણ આપવા માટે ખેતર ફરતે

DivyaBhaskar News Network | Last Modified - Apr 27, 2018, 06:40 AM IST
ખેડૂતોના પાકને જંગલી પશુથી રક્ષણ આપવા માટે ખેતર ફરતે કાંટાળી તારની વાડ બનાવવામાં આવે છે. આ માટે સરકાર દ્વારા 50...
ખેડૂતોના પાકને જંગલી પશુથી રક્ષણ આપવા માટે ખેતર ફરતે કાંટાળી તારની વાડ બનાવવામાં આવે છે. આ માટે સરકાર દ્વારા 50 ટકા સબસીડી આપવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે કુલ 172 અરજીઓ આવી હતી જેમાંથી 72ને મંજૂરી આપવામાં આવી છે જયારે 44 અરજીઓ પેન્ડીંગ રખાઇ છે. જોવાની ખૂબી એ છે કે મંજૂરી મેળવેલ 72 અરજીમાંથી માત્ર 14માં જ કામ પુર્ણ થયું છે જયારે 6નું કામ ચાલુ છે.

બાકીના ખેડૂતોએ કામગીરી શરૂ કરી નથી. આમ, ઉદાસીનતાને કારણે ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. 172 પૈકી 99 અરજી સરકારી યોજનાનો લાભ મેળવવા પાત્રતા ધરાવતી હતી પરંતુ ચેકિંગ દરમિયાન નિતી નિયમ મુજબ 72 અરજીઅો જ પરિપૂર્ણ હોય તેમને મંજૂરી અપાઇ હતી. જયારે29 અરજી અપાત્ર ધરાવતા તેને ના મંજૂર કરાઇ હતી અને 44 અરજીઓ પેન્ડીંગ રખાઇ હતી. આમ, સરકારની સારી યોજના પણ ખેડૂતોની આળસના કારણે કારગત નિવડતી નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-064003-1564293-NOR.html

સાસણગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ હોટલમાં એક દિવસનું રોકાણનું આયોજન કરે

DivyaBhaskar News Network | Last Modified - Apr 27, 2018, 04:15 AM IST
સાસણગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ હોટલમાં એક દિવસનું રોકાણનું આયોજન કરે
સાસણગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ હોટલમાં એક દિવસનું રોકાણનું આયોજન કરે છે અને સેન્ચ્યુરી અથવા દેવળીયાની મુલાકાત કરી ત્રણ કલાકમાં સિંહ દર્શનનો કાર્યક્રમ પૂર્ણ કરી બાકીનાં અડધા કલાકમાં મગર ઉછેર કેન્દ્રની મુલાકાત લે છે. પ્રવાસન વિભાગ દ્વારા સાસણગીર આસપાસનાં વિસ્તારમાં વધુ મનોરંજન અને સવલત મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે એવી પ્રવાસીઓની માંગ છે.

પેન્ડિંગ પરમિટો પૂરી થઇ જશે : ડીસીએફ નાલા

હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે જેથી સાસણગીરમાં પ્રવાસીઓનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે. મે મહિનો નજીક આવતા પરમીટ ફુલ થઇ જશે તેવું સાસણનાં ડીસીએફ ડો.રામરતન નાલાએ જણાવ્યુ હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-041503-1563694-NOR.html

ગુજરાતના આ સફારી પાર્કની 5 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી

Bhaskar News, Talala | Last Modified - Apr 27, 2018, 03:30 AM IST
વન્યજીવો અને કુદરતી સૌંદર્ય માણવા 2017-18નાં વર્ષમાં 5 ટકા પ્રવાસીઓનો વધારો નોંધાયો
તાલાલા: સાસણગીર દેશ-વિદેશનાં પ્રવાસીઓ માટેનું પસંદગીનું સ્થળ બની રહ્યું છે અને દર વર્ષે સિંહ દર્શન કરવા આવનાર પ્રવાસીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેથી વન વિભાગની આવકમાં પણ સારી વૃદ્ધી થઇ છે. વર્ષ 2016-17માં આવેલા પ્રવાસીઓ કરતા 2017-18માં 5 ટકા વધુ લોકોએ સિંહ દર્શન કર્યા હોવાનું વન વિભાગ જણાવી રહ્યું છે. ગીર અભયારણ્યમાં વિહરતા એશિયાઇ સિંહ પ્રજાતિ વન્યજીવો અને કુદરતી સૌદર્યને માણવા 2016-17નાં નાણાંકીય વર્ષનાં આંકડા મુજબ સાસણ અભયારણ્ય દેવળીયા સફારી પાર્કની મુલાકાતે 5,20,246 પ્રવાસીઓ આવ્યા હતા.
વન વિભાગને 10 કરોડ 50 લાખથી વધુની કમાણી થઇ
જેથી વન વિભાગને 10 કરોડ 50 લાખથી વધુની કમાણી થઇ હતી ત્યારે 2017-18માં સિંહ દર્શન માટે 5 લાખ 46 હજાર પ્રવાસીઓ આવ્યા અને વન વિભાગને 1 કરોડ 11 લાખ રૂપિયાની આવક થઇ છે. ગીર જંગલમાં પ્રવાસીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે જેમાં 2017-18નાં વર્ષમાં 5 ટકા પ્રવાસીઓનો વધારો થયો હોવાનું વન વિભાગ અને પ્રવાસન વિભાગ જણાવી રહ્યું છે.

પ્રવાસીઓને વધુ મનોરંજન અને સવલતની જરૂર

સાસણગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ હોટલમાં એક દિવસનું રોકાણનું આયોજન કરે છે અને સેન્ચ્યુરી અથવા દેવળીયાની મુલાકાત કરી ત્રણ કલાકમાં સિંહ દર્શનનો કાર્યક્રમ પૂર્ણ કરી બાકીનાં અડધા કલાકમાં મગર ઉછેર કેન્દ્રની મુલાકાત લે છે. પ્રવાસન વિભાગ દ્વારા સાસણગીર આસપાસનાં વિસ્તારમાં વધુ મનોરંજન અને સવલત મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે એવી પ્રવાસીઓની માંગ છે.

પેન્ડિંગ પરમિટો પૂરી થઇ જશે : ડીસીએફ નાલા

હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે જેથી સાસણગીરમાં પ્રવાસીઓનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે. મે મહિનો નજીક આવતા પરમીટ ફુલ થઇ જશે તેવું સાસણનાં ડીસીએફ ડો.રામરતન નાલાએ જણાવ્યુ હતું.

https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-in-sasan-520246-tourists-visited-the-devdiya-safari-park-gujarati-news-5860664-PHO.html

સિંહણ મેટિંગ માટે તાબે ન થતા સિંહે 6 માસના બચ્ચાને ફાડી ખાધું

DivyaBhaskar.com | Last Modified - Apr 22, 2018, 10:40 AM IST
બચ્ચાનું શરીર અડધું ખાય સિંહ કલાકો સુધી મૃતદેહ પર બેઠો રહ્યો, સિંહણ મોકો જોઇને નાસી છૂટી ખાંભા: મેટિંગમાં આડખીલીરૂપ બનતા એક છ માસનાં બચ્ચાંને સિંહે ફાડી ખાધું હતું. અને તેનું શરીર પણ અડધું ખાય ગયો હતો. અને બાદમાં કલાકો સુધી તેના પર બેઠો રહ્યો હતો. 8 દિવસ સુધી એક સિંહણ સાથે મેટિંગ કર્યા બાદ એ સિંહણ નાસી છૂટતાં બીજી બચ્ચાંવાળી સિંહણને તાબે કરવા સિંહે તેના 6 માસના બચ્ચાંને ફાડી ખાધું હતું.
ખાંભા (ગિર) નજીક આવેલા બોઘા તરીકે ઓળખાતા જંગલ વિસ્તારમાં સાસણ તરફથી એક વનરાજ આવી ચઢ્યો હતો. છેલ્લા આઠેક દિવસથી તે એક સિંહણ સાથે મેટિંગમાં હતો. એ સિંહણ તેને અચાનક જ ચકમો આપી નાસી છૂટી. આથી સિંહ રઘવાયો થઇને તેને શોધી રહ્યો હતો. એવામાં બીજી એક 6 માસનાં બચ્ચાંવાળી સિંહણનો તેને ભેટો થયો. પરંતુ સિંહણ બચ્ચાંવાળી હોવાથી તેને તાબે થાય એમ નહોતી.

આથી વનરાજે એ બચ્ચાંને તેની માતાની સામે જ ફાડી ખાધું હતું. અને તેનું અડધું શરીર પણ ખાય ગયો હતો. જો કે, એ દરમિયાન એ સિંહણ પણ ત્યાંથી નાસી છૂટી હતી. આથી મૃત બચ્ચાંનું અડધું શરીર ખાધા બાદ સાવજ તેના પર કલાકો સુધી બેઠો રહ્યો હતો.
વનવિભાગને આ વાતની જાણ થતાં સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયો હતો. અને સિંહને બચ્ચાંનાં મૃતદેહ પરથી ખદેડી બચ્ચાંનું પીએમ કર્યું હતું. દરમિયાન વનરાજ પણ પોતાના મૂળ વિસ્તાર સાસણ તરફ રવાના થઇ ગયો હતો. 
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-eat-lioness-cub-near-khanbha-and-forest-department-run-on-spot-gujarati-news-5857246-PHO.html

Tuesday, April 24, 2018

સ્મશાનમાં 300 ચકલીનાં માળા, પાણીનાં પાત્રો મૂક્યાં


વિસાવદરનાં કાંકચીયાળા ગામનાં 30 યુવાનોનું ગૃપ 15 વર્ષથી પશુ-પક્ષીઓની નિ:સ્વાર્થ ભાવે સેવા કરે છે
  • સ્મશાનમાં 300 ચકલીનાં માળા, પાણીનાં પાત્રો મૂક્યાં
    સ્મશાનમાં 300 ચકલીનાં માળા, પાણીનાં પાત્રો મૂક્યાં
    વિસાવદર: કાંકચીયાળાનાં સેવાભાવી યુવાનો પશુ-પક્ષીની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. વિસાવદરનાં કાંકચીયાળામાં 30 યુવાનોનાં ગૃપ દ્વારા અનોખો સેવાયજ્ઞ શરૂ કરાયો છે અને યુવાનો પ્લાસ્ટિકની ખાલી બોટલો એકત્ર કરી રહ્યા છે. બાદમાં ચકલી તેમજ અન્ય પક્ષીઓ માટે ડીશ બનાવી ગામમાં નિ:શૂલ્ક વિતરણ કરી રહ્યા છે. આ ઉપરાંત સ્મશાનમાં નવા બનેલા સેડમાં 300 જેટલા ચકલીનાં માળા તેમજ પાણીનાં પાત્રો પણ મુક્યા છે. તેમજ રખડતી ગાયોની સારવાર પણ કરી રહ્યા છે. આ યુવાનો મિત્રો પાસેથી સહાય લઇ ગાયોને ખોળ અને ચારો આપી રહ્યા છે. 15 વર્ષમાં આશરે 100 થી વધુ ગાયોની સારવાર કરી ચુક્યા છે. આ કાર્યને ગ્રામજનો પણ બિરદાવી રહ્યા છે.
    ઉદ્યોગપતિએ 1 લાખનાં ખર્ચે સ્મશાનમાં સેડ બંધાવી આપ્યો
    વિસાવદરનાં અને હાલ જૂનાગઢમાં રહેતાં ઉદ્યોગપતિ લખમણભાઇ પાનસુરીયા અેક મરણ પ્રસંગે કાંકચીયાળા આવ્યા હતાં અને સ્મશાનમાં લોકોને તડકામાં બેઠેલા જોઇ તેમણે 1 લાખનાં ખર્ચે એક સેડ બંધાવી આપ્યો હતો. આજે આ સેડમાં 300 થી વધુ ચકલીઓનાં માળા જોવા મળી રહ્યા છે. એ સમયે ઉદ્યોગપતિઅે યુવાનોને કહ્યું હતું કે તમારા સેવા કાર્યમાં ગમે તેટલી આર્થિક સહાયની જરૂરીયાત હશે તે હું પુર્ણ કરીશ.
    https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-300-spotted-beads-in-the-crematorium-put-water-vessels-gujarati-news-5842656-NOR.html

ગેરકાયદેસર સિંહ દર્શન, પશુને વૃક્ષ સાથે બાંધી મારણ કરાવાયું

16 માર્ચે યોજાયેલી મિટીંગમાં પોલીસ અને વન વિભાગનાં અધિકારીઓએ ગેરકાયદેસર સિંહ દર્શન રોકવા મોટી વાતો કરી હતી
જૂનાગઢ: જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનની અનેક ઘટનાઓ બની રહી છે પરંતુ વન વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે. તેમજ જૂનાગઢમાં ગિરનાર જંગલ વિસ્તારમાં પશુને વૃક્ષ સાથે બાંધી ગેરકાયદેસર સિંહ દર્શન થતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ગેરકાયદેસર સિંહ દર્શન રોકવા માટે વન વિભાગની 16 માર્ચની મિટીંગ મળી હતી. જેમાં મોટી-મોટી વાતો કરવામાં આવી હતી ત્યારે વધુ એક વિડીયો વાયરલ થતાં ગેરકાયદેસર સિંહ દર્શન કરનારાઓએ તંત્રનું નાક કાપી લીધું છે.

વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નમાં છેલ્લા બે વર્ષમાં 184 સિંહનાં મોત થયા છે. એટલું જ નહીં આ મુદ્ો છેક કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે પણ સરકારને નોટીસ ફટકારી છે. બીજી તરફ જૂનાગઢ પોલીસ અને વન વિભાગની સંયુકત મિટીંગ 16 માર્ચનાં મળી હતી. જેમાં ગેરકાયદેસર સિંહ દર્શન રોકવા માટે પોલીસ અને વન વિભાગ સંયુકત કામગીરી કરશે. તેવી વાતો કરવામાં આવી હતી.
આ મિટીંગનાં 15 દિવસમાં જ ગેરકાયદેસર સિંહ દર્શનનો વિડીયો વાયરલ થયો છે. જૂનાગઢ, સાસણ, અમરેલી જેવા સિંહનાં રહેણાંક વિસ્તારમાં બેફામ રીતે ગેરકાયદેસર સિંહ દર્શન થાય છે. તેમજ અવાર-નવાર તેના વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે. પરંતુ વન વિભાગનાં પેટનું પાણી હલતુ નથી. જૂનાગઢનાં ગિરનાર જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન થયાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં એક પશુને વૃક્ષ સાથે બાંધવામાં આવ્યું છે અને પાછળથી ત્રણ સિંહણ આવી તેનો શિકાર કરે છે. આ પ્રકારનો વિડીયો જૂનાગઢમાં વાયરલ થયો છે.
વન વિભાગની મિલીભગત ?

જંગલનાં નાકા ઉપર વન વિભાગનાં કર્મચારીઓ તૈનાત હોય છે. સામાન્ય લોકોને અહીં પ્રવેશ કરવો હોય તો પરસેવો વળી જાય છે. પરંતુ આ વાયરલ વિડીયોમાં એક પશુને વૃક્ષ સાથે બાંધવામાં આવ્યું છે. હવે સવાલ એ થાય છેકે આ પશુ અહીં પહોંચ્યુ કઇ રીતે ? અહીં સુધી આ પશુ પહોંચી ગયું હો એક પણ નાકા ઉપર વનકર્મચારીઓને નજર નહીં પડી હોય ? કે પછી આ ઘટનામાં કયાંયને કયાંય વન વિભાગની પણ મીઠી નજર છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-VART-illegal-lion-darshan-animals-were-tied-with-tree-and-killed-gujarati-news-5842639-PHO.html?seq=2

લીકેજ વાલ્વમાંથી વહી પડતા પાણીનો સંગ્રહ કરી પશુઓ માટે પાણીની વ્યવસ્થા

DivyaBhaskar News Network | Last Modified - Apr 21, 2018, 02:00 AM IST
ધારી આંબરડી રોડ પર વાલ્વમાથી પાણી સતત વહી છે છતાં રિપેરીંગ માટે તંત્ર નથી લેતંુ તસ્દી
ઉનાળો જેમજેમ આકરો બની રહ્યો છે તેમતેમ પાણીની તંગી વધી રહી છે. પાણીના સોર્સ ઘટી રહ્યાં છે તેવા સમયે પણ પાણીના બગાડના દ્રશ્યો ઠેકઠેકાણે નજરે પડી રહ્યાં છે. ધારી આંબરડી રોડ પર ન્યાય મંદિરની પાછળ મહિ યોજનાના વાલ્વમાથી લીકેજના કારણે મોટા પ્રમાણમા પાણીનો બગાડ થઇ રહ્યો છે.  ધારી આંબરડી રોડ પર ખોડિયાર ડેમ તરફ જતા રસ્તા પર લાંબા સમયથી પાણી પુરવઠા બોર્ડના વાલ્વમાથી પાણી લીક થઇ રહ્યું છે. અહીથી પાણીનો સારો એવો જથ્થો બિનજરૂરી રીતે વહી જાય છે. જો કે પાણી પુરવઠા બોર્ડ દ્વારા કયારેય તેની મરામતની તસદી લેવાઇ નથી. જો કે આસપાસના લોકોએ અહી નિરર્થક જતા પાણીનો સદ્દઉપયોગ કરવાનો રસ્તો પણ શોધી કાઢયો છે. અહી વાલ્વ નીચે જ પશુઓ પાણી પી શકે તેવી ટાંકી મુકી દેવાઇ છે. બગાડ થતા પાણીથી આ ટાંકી સતત ભરેલી રહે છે જેને પગલે આ વિસ્તારના પશુઓને પાણી મળી રહે છે. આ વિસ્તારમા તો સાવજોનો પણ વસવાટ છે. પાણીના આ બગાડમાથી કોઇ સાવજ પોતાની તરસ છીપાવી લે તો પણ નવાઇ નહી.  મહિ યોજનાના વાલ્વમાથી લીકેજના કારણે મોટા પ્રમાણમા પાણીનો બગાડ થઇ રહ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1508357-NOR.html

ખાંભા: સમઢીયાળામાં સિંહનો મૃતદેહ મળી અવ્યો, મોત અંગે ઘૂંટાતુ રહસ્ય

Hirendrasinh Rathod, Khanbha | Last Modified - Apr 21, 2018, 03:53 PM IST
બાજરીના પાકમાંથી મળ્યો કોહવાયેલ હાલતમાં સિંહનો મૃતદેહ
પ્રતિકાત્મક તસવીર
ખાંભા: ખાંભાના સમઢીયાળા 2માં શંકાસ્પદ હાલતમાં પાથડા સિંહનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું. તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડમાં વધુ એક સિંહનું મોત થતા 25 દિવસમાં બે સિંહના મોત થયા છે. સિંહના મોત અંગે રહસ્ય ઘૂંટાતુ હોય તેવું જામવા મળઈ રહ્યું છે.
બાજરીના પાકમાંથી મળ્યો કોહવાયેલ હાલતમાં સિંહનો મૃતદેહ
સિંહના મોત અંગે વન વિભાગ કંઇ પણ જણાવવા તૈયાર નથી. ઉભી બાજરીના પાકમાંથી સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ક્યાં કારણોસર સિંહનું મોત થયું તે હવે પીએમ બાદ જ જાણવા મળશે. વનવિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સિંહનું મોત 4 દિવસ પહેલા થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. વન વિભાગે આજુબાજુની વાડીઓમાં તપાસ હાથ ધરી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-dead-body-get-in-samadhiyala-village-of-khanbha-gujarati-news-5856665-PHO.html

ખાંભા: ફૂડ પોઇઝનથી સિંહનું મોત, પૂછડાના ભાગે લાગેલી'તી ચીપ

Hirendrasinh Rathod, Khanbha | Last Modified - Apr 22, 2018, 02:53 PM IST

પ્રતિકાત્મક તસવીર
ખાંભા: ખાંભાના તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તાર સમઢીયાળા 2માં એક વાડીમાં બાજરીના પાકમાંથી એક 3 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પ્રથમ દ્રષ્ટિએ આ સિંહના મોત અંગે શંકા ઉદભવી હતી ત્યારે આજે આ સિંહના પીએમ બાદ રિપોર્ટમાં ફૂડપોઇઝનના કારણે આ સિંહનું મોત થયાનું સામે આવ્યું છે. ત્યારે પીએમમાં બીજું એક સત્ય સામે આવ્યું છે કે સિંહના પૂછડાના ભાગે એક ચીપ નીકળી હતી ત્યારે અગાઉ આ સિંહને સારવાર અપાય હોવાનું પણ સામે આવ્યું છે.
આ સિંહ આજથી 4 માસ પેહલા ડિસેમ્બર મહિનામાં તાવ અને પગે લંગડાતો હતો. તેની સારવાર આપવામાં આવી હતી ત્યારે ગ્રામજનોએ આઠ દિવસ પહેલા આ સિંહ અશક્ત અને બીમાર હોવાના લક્ષણ વિશે સ્થાનિક વનવિભાગને જાણ કરી હતી. તે બાબત પણ સાચી ઠરી હતી જ્યારે બીજી તરફ સિંહ પ્રેમીઓમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વનવિભાગને જાણકારી આપી હોવા છતાં લાપરવાહી દાખવી હોવાનું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે.
આ સિંહનું પીએમ કરનાર ડોક્ટર વામજા સાહેબ સાથે ટેલિફોનિક વાતચીત થતા જણાવ્યું હતું કે, આ સિંહને ફૂડપોઇઝન થઇ ગયું હતું. જ્યારે ફૂડપોઇઝન કેવી રીતે થઈ શકે ત્યારે તેવોએ કહ્યું હતું કે, આ સિંહની ખોરાક પાચવવાની ક્ષમતા કરતા વધારે ખોરાક અને પાણી પીવાના કારણે હોજરીમાં ભરાવો થઇ ગયો હતો અને તેના કારણે હૃદય અને કિડની ફેફસામાં અસર થઈ ગઈ હતી અને તેના કારણે નાક અને મોમાંથી પાણી નીકળવા લાગ્યું હતું અને જે સ્થળે મૃતદેહ મળ્યો હતો ત્યાં ઝાડા પણ થઇ ગયાના નિશાન જોવા મળ્યા હતા. આ સિંહના વિશેરા જૂનાગઢ ખાતે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે 15 દિવસમાં રિપોર્ટ આવી જશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-death-from-food-poison-in-post-mortem-in-khanbha-gujarati-news-5857373-PHO.html?seq=2

તૈયાર ભોજન મળતા આંબરડી સફારી પાર્કનાં સિંહો શિકાર કરવાનું શીખ્યા જ નથી

Dilip Raval, Amreli | Last Modified - Apr 16, 2018, 02:50 AM IST
તૈયાર માંસ ખાવાના આદી આંબરડી પાર્કના ત્રણ સાવજ સસલું મારવાની હિંમત પણ નથી કરતા : નવા આવનારા પાંચ સાવજો પણ આવા જ હશે

તૈયાર ભોજન મળતા આંબરડી સફારી પાર્કનાં સિંહો શિકાર કરવાનું શીખ્યા જ નથી
તૈયાર ભોજન મળતા આંબરડી સફારી પાર્કનાં સિંહો શિકાર કરવાનું શીખ્યા જ નથી
અમરેલી: ખૂંખાર પ્રાણી સાવજ એટલે જંગલનો રાજા. ભલભલાના હાંજા ગગડાવી દે. સાક્ષાત કાળનું નામ એટલે ગીરનો ડાલામથ્થો. ગીરના એક એક પ્રાણી તેનાથી થર થર કાંપી ઉઠે, તેના આડે ઉતરવાની તો કોઈ પ્રાણી હિંમત ન કરે. પણ અહીંના ત્રણ સાવજો જાણે ગરીબ ગાય જેવા છે. નજર સામે હરણ અને નીલગાયનું ટોળું હોય તો પણ આ સાવજો મારણ કરતા નથી. બલ્કે સસલુ મારવાની પણ હિંમત કરતા નથી. તેમને તો બસ તૈયાર ભાણે ખાવાની આદત પડી ગઈ છે.
બેઠા-બેઠા તૈયાર ખોરાક મળે તો પછી શિકારની મહેનત શા માટે કરવી ?. આ સાવજો છે ધારીનાં આંબરડી પાર્કના. 350 હેક્ટરમાં ફેલાયેલા આંબરડી પાર્કમાં હાલમાં વનતંત્ર દ્વારા સિંહ દર્શન માટે ત્રણ સાવજો રાખવામાં આવ્યા છે. જેમાં બે સિંહણ અને એક સિંહ છે. સાસણના દેવળિયા પાર્કમાં સિંહ દર્શન માટે છએક માસ પહેલા આ બીજો પાર્ક ખુલ્લો મુકાયો છે. અહીં દૂર દેશાવરથી સાવજોને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તેઓ મનમાં જે સાવજોની કલ્પના લઈને અહીં આવે છે તેવા આ ખૂંખાર સાવજો નથી. તેનો મતલબ એવો નથી કે આ સાવજનો સામનો થઇ જાય તો તેઓ કશું કરતા નથી. પરંતુ શિકાર કરીને ખોરાક મેળવવાની બાબતમાં તે ગરીબ ગાય જેવા છે.

પાર્કમાં 375 ચિંકારા છે આ ઉપરાંત 125 જેટલા ચિતલ પણ છે અને 40 નીલગાય સહિત અન્ય વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. પરંતુ આ સાવજો તેનો ક્યારેય શિકાર કરતા નથી, કારણ કે તેમના માટે ઝુમાંથી તૈયાર ખોરાક આવે છે. તેમને નાનપણથી જ તૈયાર ખોરાકની આદત છે. જેને પગલે તેમણે શિકારની આદત કેળવી નથી. આ સાવજોને વનતંત્ર દ્વારા જ રોજેરોજ માંસ પૂરું પાડવામાં આવે છે. સામે ગમે તેટલા પ્રાણી હોય તો પણ તેનો શિકાર કરતા નથી.અહીં વસતા ત્રણ સાવજો તો સસલુ મારવાની પણ હિંમત કરતા નથી.
વાત આટલેથી અટકતી નથી, અહીં હવે નવા 5 સાવજો વસાવવાની તૈયારી થઈ રહી છે. પરંતુ આ નવા આવનારા પાંચ સાવજો પણ ઝૂમાંથી લાવવામાં આવશે અને તે સાવજોને પણ શિકારની કોઈ આદત નથી.. મતલબ કે તેને પણ તૈયાર માંસ આપવું પડશે. જંગલમાં વસતા વન્ય પ્રાણીઓની સરખામણીમાં કદાચ આંબરડી પાર્કમાં વસતા વન્ય પ્રાણીઓ વધુ નસીબદાર છે.

લીલીયા બૃહદગીરમા સાવજો સહિતના વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે.

DivyaBhaskar News Network | Last Modified - Apr 16, 2018, 03:45 AM IST
લીલીયા બૃહદગીરમા સાવજો સહિતના વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. અહી ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વન્યપ્રાણીઓને...
લીલીયા બૃહદગીરમા સાવજો સહિતના વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે.

લીલીયા બૃહદગીરમા સાવજો સહિતના વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. અહી ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વન્યપ્રાણીઓને પીવાના પાણી મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે. અહી પાણીના કૃત્રિમ પોઇન્ટો બંધ કરી દેવામા આવ્યા હોય સાવજો સહિત વન્યપ્રાણીઓ ભટકી રહ્યાં છે.

ઉનાળાના આરંભ સાથે આમેય અનેક શહેરો અને ગામોમા પીવાના પાણીની તંગી જોવા મળી રહી છે તો સાથે સાથે વન્યપ્રાણીઓને પણ પીવાનુ પાણી મેળવવા આમથી તેમ ભટકવુ પડી રહ્યું છે. બૃહદગીર વિસ્તારમા અનેક સાવજોનો વસવાટ છે. અહીના વિસ્તારમા અનેક પવનચક્કીઓ બંધ હાલતમા જોવા મળી રહી છે.

તો અમુક પવનચક્કીઓ શરૂ છે પરંતુ પીવાનુ પાણી ખારાશવાળુ અને કડવુ આવતુ હોય સાવજો સહિત વન્યપ્રાણીઓ આવુ પાણી પી શકતા નથી. ત્યારે આ બૃહદગીર વિસ્તારમા વનવિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઇન્ટો ભરવામા આવે તેવી ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટ દ્વારા માંગણી કરવામા આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-034503-1483242-NOR.html

ખાંભા: ઇન્ફાઇટથી 5 વર્ષના સિંહનું મોત, પીઠના ભાગે ઇજાના નિશાન

Hirendrasinh Rathod, Khanbha | Last Modified - Apr 16, 2018, 06:30 PM IST
તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં આવેલ અંધારી વીડી વિસ્તારમાં વહેલી સવારે વનવિભાગને સિંહનો મૃતદેહ મળ્યો
પ્રતિકાત્મક તસવીર
ખાંભા: ખાંભાના તુલસીશ્યામ રેન્જમાં વધુ એક સિંહનો આજે સોમવારે સવારે મૃતદેહ મળી આવતાની જાણ થતાં વનવિભાગના અધિકારીઓ અને સ્ટાફ અહીં દોડી ગયો હતો અને સિંહના મૃતદેહને લઇ ખાંભા ખાતે આવેલ રેન્જ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવશે. આ સિંહની ઉંમર 5 વર્ષ હોવાનું અને ઇન્ફાઇટમાં મોત થયાનું જાણવા મળ્યું છે.
મળતી વિગત પ્રમાણે તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં આવેલ અંધારી વિડી વિસ્તારમાં વહેલી સવારે વનવિભાગને સિંહનો મૃતદેહ પડ્યો હોવાની જાણકારી મળી હતી. જાણ થતાંની સાથે જ વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. વનવિભાગ દ્વારા આ સિંહના મૃતદેહને ખાંભા ખાતે આવેલ તુલસીશ્યામ રેન્જ કચેરી લાવવામાં આવ્યો હતો. ત્યાં વનવિભાગના વેનેટરી ડોક્ટરને પીએમ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે સિંહનું મોત અંદાજે 10 કલાક પહેલા થયું હોવાનું વનવિભાગના પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું. જ્યારે આ સિંહની ઉંમર 5 વર્ષ આસપાસ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે સિંહના પીઠના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. આ સિંહ અને અન્ય વન્યપ્રાણી વચ્ચે ઇન્ફાઈટ થઈ હોવાનું પણ વનવિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે જ્યારે સિંહના મોત અંગે નું સાચું કારણ પીએમ બાદ સામે આવશે ત્યારે બીજી તરફ તુલસીશ્યામના રેન્જમાં હજુ વીસેક દિવસ પેહલા પણ એક સિંહનું સર્પદંશના કારણે મોત નીપજ્યું હતું.
તુલસીશ્યામ રેન્જના આરએફઓ પટેલે જણાવ્યું હતું કે, પીપળવા રાઉન્ડના અંધારી વીડી વિસ્તારમાં 5 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. આ સિંહનું મોત ઇન્ફાઈટમાં થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમજ સિંહના પીઠના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-death-in-infight-near-khanbha-and-forest-department-run-on-spot-gujarati-news-5853051-PHO.html?seq=2

રાજુલાનાં પટવા ગામની વાડીએ જઇ રહેલા યુવાન પર સિંહણનો હુમલો

Bhaskar News, Amreli | Last Modified - Apr 18, 2018, 02:15 AM IST
લગ્નનાં આઠ દિવસ પહેલા જ યુવાન મોતનાં મુખમાંથી માંડ-માંડ ઉગરી ગયો
રાજુલાનાં પટવા ગામની વાડીએ જઇ રહેલા યુવાન પર સિંહણનો હુમલો
રાજુલાનાં પટવા ગામની વાડીએ જઇ રહેલા યુવાન પર સિંહણનો હુમલો
અમરેલી: અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા સાવજો દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ અવારનવાર બની રહી છે. આવી વધુ એક ઘટના રાજુલા તાલુકાના પટવા ગામે બની હતી. અહીનો કનુભાઇ બેચરભાઇ શિયાળ (ઉ.વ.22) નામનો યુવાન પોતાની વાડીએ જવા માટે નીકળ્યો હતો. આ યુવાન પર રસ્તામા ઝાડીમાથી નીકળી અચાનક જ એક સિંહણે હુમલો કરી દીધો હતો.
યુવકને હાથ તથા પગના ભાગે ન્હોર ભરાવી અને બચકા ભરી સિંહણે લોહીલુહાણ કરી દીધો હતો. ઘાયલ યુવાને દેકારો કરતા તેને છોડી સિંહણ નાસી ગઇ હતી. યુવકને સારવાર માટે પ્રથમ રાજુલા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે મહુવા દવાખાને ખસેડાયો હતો. હુમલાની આ ઘટના સવારે સાડા સાતેક વાગ્યે બની હતી. ખેડૂતોને હાલમા સીમમા કામ રહેતુ હોય અવરજવર વધી છે ત્યારે સાવજોના વસવાટવાળા વિસ્તારમા તેનો ડર પણ વધ્યો છે.
લગ્નનાં આઠ દિવસ પહેલા જ યુવાન મોતનાં મુખમાંથી માંડ-માંડ ઉગરી ગયો
ઘાયલ થનાર યુવાન કનુ બેચરભાઇ શિયાળ માટે કરૂણાની વાત એ છે કે આગામી તારીખ 26મીએ તેના લગ્ન લેવાયા છે પરંતુ તે પહેલા સિંહણે હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દેતા તે હોસ્પિટલના બિછાને પહોંચી ગયો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lioness-assault-on-the-young-man-going-to-the-garden-of-patwa-village-of-rajula-gujarati-news-5854119-NOR.html

મધરાતે ભુંડ આડુ પડતા કાર ચાર ગોથા ખાઇ ગઇ : એકનું મોત, છને ઇજા

Bhaskar News, Amreli | Last Modified - Apr 12, 2018, 11:39 PM IST
મંદિરના મજુરો માટે કોન્ટ્રાક્ટર નાસ્તો લેવા નીકળ્યા હતા અને રસ્તામાં જ ગોઝારો અકસ્માત સર્જાયો
મધરાતે ભુંડ આડુ પડતા કાર ચાર ગોથા ખાઇ ગઇ : એકનું મોત, છને ઇજા
મધરાતે ભુંડ આડુ પડતા કાર ચાર ગોથા ખાઇ ગઇ : એકનું મોત, છને ઇજા
અમરેલી: ધારીના કુબડા ગામના વતની અને અમદાવાદના નીકોલમાં બાંધકામ અને જમીન લે વેચનો ધંધો કરતા પરશોતમભાઇ નાનજીભાઇ સુખડીયા ઉ.વ.43 ગઇકાલે તેમના ગુરૂ જશાભગતે જુના વાઘણીયામાં હિંદવાપીર આશ્રમ ખાતે સપ્તાહ બેસાડી હોય ત્યાં આવ્યા હતા. અહીં બોરનું કામ ચાલુ હોય રાત્રે મજુરો માટે નાસ્તો લેવા પોતાની કારમાં પ્રવિણભાઇ પોપટભાઇ જસાણી, ભદ્રેશભાઇ કિશોરભાઇ ગોહીલ વિગેરે સાથે કુંકાવાવ ગયા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-around-midnight-four-cars-were-found-in-a-horizontal-car-one-killed-and-six-injured-gujarati-news-5850619-NOR.html

અમરેલી: આંબરડી સફારી પાર્કમાં ગરમીમાં સિંહ યુગલની મોજ મસ્તી

DivyaBhaskar.com | Last Modified - Apr 13, 2018, 12:20 PM IST
વનવિભાગ દ્વારા નરનું નામ જ્ઞાન તેમજ બંને માદાનું નામ અંબાલિકા તેમજ સુરેજા રાખવામાં આવેલ છે
આંબરડી સફારી પાર્કમાં સિંહ અને બે સિંહણો વચ્ચે મસ્તી
અમરેલી: તારી પાસે આવેલ આંબરડી સફારી પાર્કમાં રાખવામાં આવેલ એક સિંહ તેમજ બે સિંહણ જેમના નામ વનવિભાગ દ્વારા નરનું નામ જ્ઞાન તેમજ બંને માદાનું નામ અંબાલિકા તેમજ સુરેજા રાખવામાં આવેલ છે. ગઇકાલે સાંજે આકાશમાં વરસાદી વાતાવરણ છવાયેલ રહેતા અને કાળઝાળ ગરમીમાં થોડી રાહત જણાતા આજે આ ઠંડાવાતાવરણ વચ્ચે જ્ઞાન અને બંને માદાઓ મોજ-મસ્તી કરતા કેમેરામાં કેદ થયા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-two-lioness-and-one-lion-between-fun-in-ambaradi-safari-park-gujarati-news-5850961-PHO.html

કાઠીયાવાડી કેસર કેરીનો સ્વાદ હવે ઘેલુ લગાડશે દક્ષિણ કોરિયાને


Bhaskar News, Liliya | Last Modified - Apr 12, 2018, 01:59 AM IST
દક્ષિણ કોરિયાના અધિકારીઓએ ખરીદીના કોન્ટ્રાક્ટ માટે નાખ્યા સૌરાષ્ટ્રમાં ધામા, ઓર્ગેનિક ફાર્મની મુલાકાત લીધી
દક્ષિણ કોરિયાના અધિકારીઓએ ખરીદીના કોન્ટ્રાક્ટ માટે નાખ્યા સૌરાષ્ટ્રમાં ધામા
લીલીયા: ભારતમાંથી આયાત થતી કેરી ઓર્ગેનિક ન હોય દક્ષિણ કોરિયાએ એક સમયે ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ હવે આ પ્રતિબંધ ઉઠાવી લીધો છે. જેને પગલે દક્ષિણ કોરિયાના અધિકારીઓ કેરીની ખરીદીના કોન્ટ્રાક્ટ માટે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેમણે સાવરકુંડલાના મોટા ભમોદરામાં ઓર્ગેનીક ફાર્મની મુલાકાત લીધી હતી.
સાવરકુંડલાના મોટા ભમોદરા ગામના વતની અને હાલમાં અમેરીકામાં રહેતા ડો. ભાસ્કર સવાણી પાછલા કેટલાક વર્ષોથી અમેરિકન લોકોને કાઠીયાવાડી કેસર કેરીનો સ્વાદ ચખાડી રહ્યા છે. તેઓ દુનિયાભરમાં કેસર પહોંચે તે માટે પ્રયત્નશીલ છે. તેમણે અને ડો નિરંજન સવાણીએ દક્ષિણ કોરિયામાં કેસર પહોંચે તે માટે પ્રયત્નો કર્યા હતા.
દક્ષિણ કોરિયાએ ભારતની કેરી પર પ્રતિબંધ મૂક્યો હોય તેમણે ભારતમાં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટને રજૂઆત કરતાં કોરિયા સરકાર સાથે વાટાઘાટો થઈ હતી અને હવે કોરિયાએ આ પ્રતિબંધ ઉઠાવી લીધો છે. દક્ષિણ કોરિયાની સરકારના બે પ્રતિનિધિઓ હાલમાં સૌરાષ્ટ્રની મુલાકાતે છે. અને સૌરાષ્ટ્રમાં ઓર્ગેનિક કેસર કેરી ખરીદવાના એગ્રીમેન્ટ કરી રહ્યા છે. તેમણે સાવરકુંડલાના ભમોદરાના મધુભાઈ સવાણી સાથે પણ કેરીની ખરીદીના એગ્રીમેન્ટ કર્યા છે. આમ હવે કેસર કેરી દક્ષિણ કોરિયાના લોકોને પણ દાઢે વળગશે.
સૌરાષ્ટ્રના ખેડૂતોને થશે ફાયદો
સવાણી બંધુઓ સૌરાષ્ટ્રની કેસર કેરી અમેરિકામાં મોકલી રહ્યા છે. આમ પણ યુરોપના દેશો અને સાઉદી કન્ટ્રીમાં આ કેરી જાય છે. હવે દક્ષિણ કોરિયામાં પણ કેસર જશે. જેનાથી ખેડૂતોને ફાયદો થશે.
દક્ષિણ કોરિયાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે યોંગ યોનગઝુએ ભમોદરાના ઓર્ગેનીક ફાર્મની મુલાકાત દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે કેસર કેરી ઉપરાંત રાજાપુરી કેરી ખરીદીમા પણ તેમનો દેશ રસ દાખવી રહ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-kathiwaadi-kesar-mango-will-now-taste-the-south-korean-people-gujarati-news-5849962-PHO.html?seq=2

ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમા અત્યાર સુધી માત્ર

DivyaBhaskar News Network | Last Modified - Apr 11, 2018, 02:00 AM IST
ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમા અત્યાર સુધી માત્ર 3 સાવજો હતા. પરંતુ હવે વનતંત્ર દ્વારા અહી વધુ 5 નવા સાવજો...
ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમા અત્યાર સુધી માત્ર 3 સાવજો હતા. પરંતુ હવે વનતંત્ર દ્વારા અહી વધુ 5 નવા સાવજો વસાવવાનો નિર્ણય કરાયો છે. જુનાગઢ સક્કરબાગ ઝુમાથી ટુંક સમયમા અહી નવા 5 સાવજો લવાશે. જેમા 1 સિંહ અને 4 સિંહણને અહી વસાવાશે. ઉદ્દઘાટનના છ માસ બાદ અહી સાવજોની સંખ્યામા વધારો થવા જઇ રહ્યો છે.

ઉનાળુ વેકેશનના દિવસો નજીક આવી રહ્યાં છે. ગીરમા સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓની સંખ્યામા ધરખમ વધારો થશે. તેવા સમયે જ ધારી નજીક આંબરડી સફારી પાર્કમા વનતંત્રએ સાવજોની સંખ્યામા વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ત્રણસો પચાસ હેકટર વિસ્તારમા પથરાયેલા આંબરડી પાર્કમા અત્યાર સુધી માત્ર ત્રણ સાવજો હતા. પરંતુ હવે વનતંત્રએ આ પાર્કમા વધુ પાંચ સાવજો વસાવવાનો નિર્ણય કર્યો છે.

વનતંત્રની વડી કચેરી દ્વારા મંજુરી આવી જતા હવે જુનાગઢ સક્કરબાગ ઝુ ખાતેથી આ પાંચ સાવજો પરચેઝ કરી અહી વસાવાશે. આંબરડી પાર્કમા પ્રવાસીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે ઉનાળુ વેકેશનમા આ નિર્ણયથી પ્રવાસીઓની સંખ્યામા ધરખમ વધારો થવાની શકયતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાસણના દેવળીયા પાર્ક બાદ સિંહ દર્શન માટે ગીરકાંઠે આ બીજો પાર્ક બનાવાયો છે. આમ તો એક દાયકા પહેલા આ પાર્ક જાહેર કરાયો હતો પરંતુ મંજુરીના અભાવે ગત ઓકટોબર માસમા તે શરૂ થઇ શકયો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ તેનુ ઉદ્દઘાટન કર્યુ હતુ. દર વર્ષે અહીના ગળધરા ખોડિયાર મંદિરે લાખો દર્શનાર્થીઓ આવે છે. ત્યારે હવે અહી એક સિંહ અને ચાર સિંહણ મળી પાંચ નવા સાવજોનો ઉમેરો થવાથી પ્રવાસનને વેગ મળશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020004-1449367-NOR.html

ખાંભા: શિકાર-પાણીની શોધમાં 12 સાવજના આદસંગની સીમમાં ધામા

Hirendrasinh Rathod, Khanbha | Last Modified - Apr 10, 2018, 12:17 PM IST
ખાંભા: શિકાર-પાણીની શોધમાં 12 સાવજના આદસંગની સીમમાં ધામા
 
ખાંભાના આદસંગમાં 12 સિંહોના ધામા
ખાંભાના આદસંગમાં 12 સિંહોના ધામાખાંભા: સાવરકુંડલા રેન્જના મિતિયાળા રાઉન્ડ નીચે આવતા આદસંગ રેવન્યુ વિસ્તારમાં 12 સિંહોના ધામા અને સિંહોની ડણકથી રેવન્યુ વિસ્તારમાં ચહલપહલ જોવા મળી રહી છે ત્યારે આ 12 સિંહોના ગ્રુપને આ વિસ્તારમાં મજા પડી ગઈ હોય તેમ છેલ્લા આઠેક દિવસથી આ સિંહોએ અહીં પડ્યા પાથર્યા રહે છે. આ વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારના સિંહ પ્રેમીઓ પણ આ 12 સિંહોના ગ્રુપની એક ઝલક જોવા માટે અહીં દોડી આવે છે આદસંગમાં 12 સિંહોને શિકાર અને પાણી બન્ને મળી રહેતા હોય તેમ ધામા નાખ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ખાંભાના સીમાડે અને મિતિયાળા રાઉન્ડ નીચે આવતા આદસંગ ગામના રેવન્યુ વિસ્તારમાં છેલ્લા આઠેક દિવસથી 12 સિંહોનું ગ્રુપ અહીં આવી ચડ્યું છે. આ સિહોનું ગ્રુપ આ રેવન્યુ વિસ્તારમાં પડ્યું પાથર્યું રહે છે. અહીં તેઓને મારણ તેમજ પાણી મળી રહે છે. હાલમાં થોડા દિવસ પેહલા આ 12 સિંહોએ ખેતરમાં બળદનું મારણ કર્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં સિંહપ્રેમીઓ અહીં એક ઝલક મેળવવા અહીં દોડી આવ્યા હતા ત્યારે આઠેક દિવસથી આ સિંહો અહીં જ દિવસના પણ અહીં આંટાફેરા કરતા જોવા મળે છે. ત્યારે ગઇકાલે બપોરના આ સિંહો અહીંથી પસાર થતા રસ્તા ક્રોસ કરી ફરી રહેઠાણ તરફ જતા જોવા મળ્યા હતા. ત્યારે સિંહોને પણ આ વિસ્તારમાં ફાવી ગયું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020004-1449367-NOR.html

જાફરાબાદનાં નાગેશ્રીની સીમમાં બીડમાં દવ, 60 વિઘા વિસ્તારનો નાશ

Bhaskar News, Rajula | Last Modified - Apr 07, 2018, 02:27 AM IST

જાફરાબાદનાં નાગેશ્રીની સીમમાં બીડમાં દવ, 60 વિઘા વિસ્તારનો નાશ
જાફરાબાદનાં નાગેશ્રીની સીમમાં બીડમાં દવ, 60 વિઘા વિસ્તારનો નાશ
રાજુલા: જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની સીમમા આજે બપોરે સહિયારા બીડ તરીકે ઓળખાતા રેવન્યુ વિસ્તારમા અચાનક દવ લાગતા 50 થી 60 વિઘા વિસ્તારમા વન્યસુષ્ટિનો નાશ થયો હતો. આ વિસ્તારમા સાવજોનો પણ વસવાટ છે. દવની આ ઘટના નાગેશ્રીના સહિયારા બીડમા બની હતી. બપોરના એકાદ વાગ્યાના સુમારે અહી અચાનક દવની શરૂઆત થઇ હતી. પવનની ગતિ પણ વધારે હોવાના કારણે જોતજોતામા દવ પ્રસરીને 50 થી 60 વિઘામા ફેલાઇ ગયો હતો.
વન વિસ્તરણ વિભાગના અધિકારીઓને જાણ થતા વનરક્ષક એ.ડી.વાળા, અજયભાઇ કોટીલા, વિજયભાઇ વરૂ, ગામના સરપંચ, તલાટી અને ગામ લોકો અહી મોટી સંખ્યામા દોડી ગયા હતા અને દવને કાબુમા લેવા પ્રયાસ કર્યો હતો. સાંજ સુધીમા અહી દવને કાબુમા લેવાયો હતો. દવના કારણે અહીની વન્યસૃષ્ટિને નુકશાન થયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાનો આરંભ થયા બાદ અમરેલી જિલ્લામા જુદાજુદા રેવન્યુ વિસ્તારમા પણ દવની ઘટનાઓ અવારનવાર બની રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-bead-fire-in-nageshri-border-of-jafarabad-gujarati-news-5846498-NOR.html

અમરેલી: પાણી માટે વલખા મારતા સાવજો માટે વન વિભાગે આવી કરી વ્યવસ્થા

 Jaidev Varu, Rajula | Last Modified - Apr 05, 2018, 05:25 PM IST
અમરેલી: પાણી માટે વલખા મારતા સાવજો માટે વન વિભાગે આવી કરી વ્યવસ્થા
 
સિંહોને પીવાના પાણી માટે વન વિભાગે કરી વ્યવસ્થા
અમરેલી: ઉનાળામાં પીવાના પાણી માટે લોકો હાડમારી અમરેલી જિલ્લામાં અનુભવી રહ્યા છે પણ ગીરની શાન ગણાતા સિંહો માટે વનતંત્રે પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરી છે. બૃહદ ગીર ગણાતા રેવેન્યુના સિંહો માટે વનવિભાગે પાણીના પોઈન્ટો ઉભા કર્યા છે તો નવી કુંડીઓ બનાવીને સિંહો માટે ટેન્કરો શરૂ કરીને પીવાના પાણી માટે સિંહોને હાશકારો અમરેલીના વનવિભાગે કરી દીધો છે.

લીલીયાના રેવેન્યુ વિસ્તારોમાં આશરે 40થી વધુ સિંહોનો વસવાટ છે
લીલીયાના રેવેન્યુ વિસ્તારોમાં આશરે 40થી વધુ સિંહોનો વસવાટ છે. ત્યારે અમરેલી જિલ્લામાં પીવાના પાણી માટે ઉનાળાના પ્રારંભે જ પાણી માટે રજળપાટ શરૂ થયો છે ત્યારે અમરેલીના સિંહપ્રેમીએ બૃહદ ગીર વિસ્તારના સિંહો સાથે વન્યપ્રાણીઓને ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારવા ન પડે તે માટે રજૂઆતો કરવામાં આવેલી હતી. જે ધ્યાને લઈને વનવિભાગે વન્યપ્રાણીઓ માટે બૃહદ ગીરના જાડી ઝાંખરાવાળા ગીચ વિસ્તારોમાં પવનચક્કી વડે તો પાણીના ટેન્કરો સિંહો માટે શરૂ કરીને ગુજરાતની શાન ગણાતા સિંહો માટે વનવિભાગે પાણીની સુંદર વ્યવસ્થા ઉભી કરી છે.
આગળની સ્લાઇડસ પીવાના પાણીની રામાયણ સિંહોને ન વર્તાય તે માટે નવા પાંચ પોઈન્ટ પર કુંડીઓ બનાવી છે.
એશિયાટીક સિંહો ભારત દેશની શાન છે, આ સિંહો ગીરના જંગલ સાથે રેવેન્યુના ગણાતા બૃહદ ગીરોમાં પણ સિંહોએ નવું સામ્રાજ્ય સ્થાપ્યું છે. લીલીયાના આખા બૃહદ ગીરમાં 40થી વધુ સિંહો માટે વનવિભાગે ઉનાળાના આરંભ સાથે પીવાના પાણીની રામાયણ સિંહોને ન વર્તાય તે માટે નવા પાંચ પોઈન્ટ પર કુંડીઓ બનાવી છે. લીલીયા, ક્રાક્ચ, અંટાલીયા, બાવડા, બવાડી, ભોરીગંડાથી લઈને છેક સાવરકુંડલાના જૂના સાવર સુધી આ સિંહોનો કોરીડોર હોય ત્યારે સિંહોના ગણાતા વિસ્તારોમાં પીવાના પાણીના ટેન્કરો સિંહો માટે શરુ કરીને વનવિભાગે સિંહો માટે ભારે સતર્કતા સાથે કુત્રિમ અને કુદરતી પાણીના પોઈન્ટો થકી વન્યપ્રાણીઓ માટે આશીર્વાદ રૂપ કાર્ય શરુ કરતા સિંહપ્રેમીઓ ખુશખુશાલ છે. તો સિંહો પણ આ વખતની વનતંત્રની જહેમતથી રાહતનો અહેસાસ અનુભવી રહ્યો હશે.
તસવીરો: જયદેવ વરૂ, રાજુલા.
 https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-arranged-for-drinking-water-of-lion-near-amreli-gujarati-news-5845165-PHO.html?seq=2

આદસંગમાં સિંહોની પજવણી કરનાર 3 શખ્સોની અટકાયત

Bhaskar News, Khambha | Last Modified - Apr 07, 2018, 02:02 AM IST
વનવિભાગે બે બાઇક કબજે લીધી, 12 હજારનો દંડ ફટકાર્યો
આદસંગમાં સિંહોની પજવણી કરનાર 3 શખ્સોની અટકાયત
આદસંગમાં સિંહોની પજવણી કરનાર 3 શખ્સોની અટકાયત
ખાંભા: સાવરકુંડલા રેંજના મિતીયાળા રાઉન્ડ હેઠળ આવતા રેવન્યુ વિસ્તાર આદસંગમા છેલ્લા કેટલાક દિવસોથી 12 સાવજોએ ધામા નાખ્યા હોય તેમજ ખાંભા રાજુલા માર્ગ પર આવેલ એક ખુલ્લા ખેતરમા એક બળદનુ પણ મારણ કર્યુ હોય સિંહ દર્શન માટે અહી મોટી સંખ્યામા લોકો એકઠા થયા હતા. અહી સિંહોની પજવણી પણ કરવામા આવી હોય વનવિભાગે સિંહોની પજવણી કરનાર ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આ ઉપરાંત બે બાઇક પણ કબજે લઇ દંડ ફટકારતા ફફડાટ ફેલાયો હતો.
સિંહ પ્રેમીઓ તેમજ ટીખળખોર અહીં પહોંચી ગયા
આદસંગ ગામમાં બે દિવસ પહેલા 12 સાવજોના ટોળાએ ધામા નાખ્યા હતા. ત્યારે આ સિંહોના ટોળાએ એક બળદનું મારણ કર્યું હતું. અને મિજબાની માણી હતી. ત્યારે આ સિંહો દ્વારા ખાંભા રાજુલા હાઇવે નજીક જ એક ખુલ્લા ખેતરમાં મારણ કરતા અહીંથી પસાર થતા વાહન ચાલકો કે રાહદારી દ્વારા આ સિંહોની ઝલક મેળવવા જતા હતા. ત્યારે આ સિંહોના સમાચાર ફેલાતા જ સિંહ પ્રેમીઓ તેમજ ટીખળખોર અહીં પહોંચી ગયા હતા.
3 શખ્સો 2 મોટર સાયકલમાં સવાર થઈ અહીં આવ્યા હતા

જ્યારે સિંહપ્રેમીઓ હતા તેમણે દૂરથી સિંહની ઝલક જોઈ પોતાને ધન્ય થયાનો અહેસાસ કરી રહ્યા હતા. તો થોરડી ગામના 3 શખ્સો 2 મોટર સાયકલમાં સવાર થઈ અહીં આવ્યા હતા અને સિંહોની પજવણી કરી હતી. થોરડીના આ શખ્સોમાં રફીક બાદલ માહિડા, સોહિલ હુસેન બેલીમ, પ્રભાત રાયને વનવિભાગે ઝડપી લીધા હતા. આ ઉપરાંત બે મોટરસાયકલ કબ્જે કરી હતી. જ્યારે હજુ મોટરસાયકલ વનવિભાગના કબ્જામાં છે અને આ સિંહોના ગ્રુપને પણ વનવિભાગ દ્વારા મારણ સાથે સલામત સ્થળે ખસેડવામા આવ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-three-people-detained-for-lion-harassment-at-khambha-gujarati-news-5846489-NOR.html

આદસંગ નજીક 12 સાવજોનો પડાવ, બળદનું મારણ કરી મિજબાની માણી

Bhaskar News, Khambha | Last Modified - Apr 04, 2018, 01:40 AM IST
ટીખળીખોરો દ્વારા સાવજોની પજવણી ? પજવણી કરનારા સામે તંત્ર દ્વારા પગલા લેવા માંગ

આદસંગ નજીક 12 સાવજોનો પડાવ, બળદનું મારણ કરી મિજબાની માણી
આદસંગ નજીક 12 સાવજોનો પડાવ, બળદનું મારણ કરી મિજબાની માણી
પ્રતિકાત્મક તસવીર
ખાંભા: ખાંભા રાજુલા હાઇવે ઉપર આવેલ આદસંગ નજીક છેલ્લા 2 દિવસથી 12 જેટલા સિંહોએ ડેરા તંબુ તાણ્યા છે. ત્યારે આ સિંહો દ્વારા હાઇવે નજીક જ એક બળદનું મારણ કર્યું છે. ત્યારે અહીંથી પસાર થતા લોકો તેમજ સિંહપ્રેમીઓ આ સિંહોની ઝલક જોવા અહીં દોડી ગયા હતા. અહી ટીખળીખોર તત્વો દ્વારા સિંહોને હેરાન કરવામા આવ્યા હોવાનુ પણ સામે આવ્યું છે. આ સિંહોને હેરાન કરવા બાબતે સાવરકુંડલા રેન્જના મિતિયાળા રાઉન્ડના વનવિભાગના કર્મચારીઓને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી.
પ્રથમ આ રાઉન્ડના વનવિભાગના કહેવાતા અધિકારીઓ દ્વારા જાણ કરનારને સ્પષ્ટપણે આવવાની ના કહી દીધી હતી.જો કે ત્યારબાદ વધારે રજુઆત મળતા મિતિયાળા રાઉન્ડનો વનવિભાગ સ્ટાફ ઘટના સ્થળે મોડેમોડે પહોંચ્યો હતો. બપોરના એક ટીખળીખોર ટોળાએ તો હદ કરી નાખી હતી અને રીતસર સિંહો પાછળ બે બાઇક દોડાવી આનંદ મેળવ્યો હતો. ત્યારે આ ઘટનામાં તપાસ હાથ ધરી સિંહોની પજજણી કરનારા સામે પગલાં લેવાની સિંહ પ્રેમીઓમાંથી માંગ ઉઠી છે.
વનવિભાગનો સ્ટાફ જાણ કરવા છતાં મોડો આવ્યો
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-12-lion-killed-the-bull-near-adasang-of-khambha-gujarati-news-5844200-NOR.html