Tuesday, June 17, 2014

ગીર પંથકમાં મેઘો ઓળઘોળ, હિ‌રણ નદીમાં આવ્યું ઘોડાપૂર.

Bhaskar News, Talala | Jun 16, 2014, 10:03AM IST
- ગીર પંથકમાં ૬ કલાકમાં ૧૦ ઈંચ
- ધમાકેદાર : ગીરની હિ‌રણ,સરસ્વતી,કરકરી નદીમાં ઘોડાપૂર : જળાશયોમાં આવક
- તાલાલાનાં જાંબુર ગીર પાસે સરસ્વતી નદીનાં પૂરનાં પાણી પુલ ઉપર આવતા તાલાલા-ઊના હાઈવે બંધ : વાહનોનાં થપ્પા

ગીર-પંથકમાં આજે સવારથી થઇ રહેલ ભારે બફારા વચ્ચે બપોરે બે વાગ્યે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા મુશળાધાર વરસાદ વરસવાનું શરૂ થયેલ બે થી ચાર વાગ્યા સુધીમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકી જતાં નદીઓમાં પાણીની ભારે આવક શરૂ થઇ ગયેલ બપોરે ચારથી છ વાગ્યા સુધીમાં વધુ ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ગીર પંથક જળબંબોળ થઇ ગયેલ તાલાલા યાર્ડમાં કેસર કેરીનાં અઢાર હજાર બોક્ષ વેચાણ માટે આવેલા જેમાં શેડમાં પડેલ માલ બચી ગયો હતો.

સાત હજારથી વધુ બોકસ તાલપત્રીઓ ઢાંકવા છતાં પલળી ગયા હતા. આંબળાશ ગામે વોકળાનાં પુરમાં બળદગાડા સાથે ખેડૂત તણાયેલ ઝાડ પકડાઇ જતાં ખેડૂતનો બચાવ થયેલ. જ્યારે બળદગાડુ પૂરમાં તણાઇ ગયું હતું. જશાપુર ગામે પૂરમાં ફસાયેલા ખેડૂત યુવકને બચાવવામાં આવેલ જ્યારે તાલાલા-ઊના હાઇવે ઉપર થંબુર ગામ પાસે પસાર થતી સરસ્વતી નદીમાં આવેલ ભારે પૂરનાં પાણી પુલ ઉપરથી વહેવા લાગતા તાલાલા-ઊના હાઇવે બંધ થઇ ગયો હતો.

તાલાલા સહિ‌ત સમગ્ર ગીર-પંથકમાં આજે બપોરે બે વાગ્યાથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગીર જંગલ સહિ‌ત સાસણ, લુશાળા, ધાવા, હરીપુર, બોરવાવ, વીરપુર, જશાપુર, મોરૂકા, માધુપુર, આંકોલવાડી, સુરવા, બામણાસા, આંબળાશ સહિ‌તનાં ગામોમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકેલ ગીર જંગલનાં ઉપરવાસ અને જંગલ ફરતે ભારે વરસાદ થતાં સુરવા ગામેથી વહેતી કરકરી નદી માધુપુરથી વહેતી સરસ્વતી નદી ગીરમાંથી વહેતી હિ‌રણ નદીમાં પૂર ઉમટી પડયા હતા. આંબળાશ ગામે જવાનાં રસ્તા બંધ થઇ ગયા હતા. મેઘરાજાએ એન્ટ્રી સાથે જ સાર્વત્રીક વરસાદ વરસાવતા ગીરનાં લોકોનાં હૈયા ઝૂમી ઉઠયા હતા.


આંબળાશ ગામે બળદગાડા સાથે તણાયેલા ખેડૂતનો બચાવ

આંબળાશ ગામે ખાબકેલા ભારે વરસાદથી ગામ ફરતે પાણી ફરી વળ્યા હતા. ગામનાં સ્મશાન નજીકથી પસાર થતાં વોકળાંમાં ભારે પૂર આવતા ખેતરેથી ઘરે પરત બળદગાડુ લઇ આવતા ખેડૂત પ્રવિણભાઇ કાનજીભાઇ લાડાણીનું બળદગાડુ પૂરમાં તણાઇ ગયેલ કાંઠે રહેલ ઝાડ પકડાઇ જતાં ખેડૂતન બચાવ થયેલ જ્યારે બળદ સાથે ગાડુ ધસમસતા પૂરમાં તણાઇ ગયું હતું.

જશાપુર ગામે નદીમાં ફસાયેલ યુવાન બચ્યો

જશાપુર ગામે ભારે વરસાદથી બાંડીજર નદીમાં પૂર આવતા નદીનાં વહેણમાંથી પસાર થઇ રહેલ ખેડૂત યુવાન ધીનુભાઇ ઠુમ્મર ફસાઇ ગયેલ વહેણમાં આવતા ઇલેકટ્રીક પોલનો સથવારો મળી જતાં યુવાન તણાતા બચી ગયેલ અને લોકોની મદદથી યુવાનને બચાવી લેવાયો હતો.

વરસાદ પડતા યાર્ડમાં કેરીની આવક વધી : સીઝન પૂર્ણતાનાં આરે.

Bhaskar News, Junagadh | Jun 15, 2014, 01:47AM IST

- શહેરનાં માર્ગો પરથી કેરીનાં સ્ટોલ ઉઠવા લાગ્યા

વેરાવળનાં દરીયામાં ચક્રવાત ઉપડતા ખેડૂતોએ કેરી ઉતારવાનુ શરૂ કરી દીધુ હતુ. તેમજ વરસાદ શરૂ થતા જૂનાગઢ યાર્ડમાં કેરીની આવકમાં પણ વધારો થયો છે. છેલ્લા ચાર દિવસમાં યાર્ડમાં કેરીનાં ૮૮,૨૩૧ બોકસની આવક થઇ છે. બીજી તરફ શહેરમાં માર્ગો પર જે કેરીનાં સ્ટોલ હતા. તે પણ ઉઠવાનું શરૂ થઇ ગયુ છે. વરસાદ શરૂ થતા કેરીની સીઝન પૂર્ણતાનાં આરે છે. ચાલુ વર્ષે કેરીની સીઝન શરૂ થાય એ પહેલાં પડેલા કમોસમી વરસાદથી પાકને મોટું નુકસાન થયું હતું. જોકે, બાદમાં પાછોતરો પાક સારો રહેતા ખેડૂતો અને વેપારીઓને ફાયદો થયો હતો. તેમજ કેરીની સીઝનમાં જૂનાગઢ યાર્ડમાં પાછોતરી આવક પણ સારી થઇ હતી. બાદમાં બુધવારથી વાતાવરણમાં બદલાવ આવતા કેરીની આવક વધવા લાગી હતી.

પ્રથમ વેરાવળનાં દરીયામાં ચક્રવાત સર્જા‍યુ હતુ. વાવાઝોડાની દહેશત વચ્ચે ખેડૂતોએ કેરી ઉતારવાનું શરૂ કરી દીધુ હતુ. બાદમાં બે દિવસથી ચોમાસું જામતાં ખેડૂતો કેરી ઉતારી રહ્યા છે. જેના પરીણામે જૂનાગઢ યાર્ડમાં પણ કેરીની આવક વધી છે. તા. ૯નાં ૭૮૮૭, તા. ૧૦નાં ૧૦,૮૪૯, તા.૧૧નાં ૨૦,૭૧૯, તા.૧૨નાં ૨૩,૯૦૨ અને તા.૧૩નાં ૨૪,૮૭૪ કેસર કેરીનાં બોકસની આવક થઇ હતી. ચાર દિવસમાં કેરીની આવકમાં સતત વધારો થયો હતો. બીજી તરફ વરસાદ પડવાનુ શરૂ થતા શહેરનાં માર્ગો પર કેરીનાં સ્ટોલ સંકેલવાનું શરૂ થયુ હતુ.

મેંદરડા મધુવંતીમાંથી વેલ દૂર કરો.

Bhaskar News, Mendarada | Jun 14, 2014, 01:48AM IST

મેંદરડા મધુવંતીમાંથી વેલ દૂર કરો
- મેંદરડા મધુવંતીમાંથી વેલ દૂર કરો
- સફાઇ કયારે ? : વરસાદ પહેલા પ્રીમોન્સુન કામગીરી કરવા ગ્રામજનોની માંગ
- ૧૦ થી ૧પ વર્ષ થયાં કચરો કઢાયોજ નથી : નદીમાં દેશી દારૂ પણ વેચાય છે

ચોમાસુ બેસી ગયું, વરસાદ થવાને આડે હવે થોડા દિવસોની જ વાર છે. દર વર્ષે દરેક ગામમાં વરસાદ પહેલા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરાય છે. ત્યારે મેંદરડામાં આ કામગીરી સાવ નહિ‌વત છે. ગામની મધ્યમાંથી પસાર થતી મધુવંતી નદીમાં દશ-દશ ફુટની ગાંડીવેલ ઉગી નીકળી છે. નદીમાં ગામનો કચરો, ગટરનું ગંદુ પાણી અને મરેલા પશુઓ પણ નંખાય છે. જેથી આ નદીમાં સાફ-સફાઇ કરવામાં આવે અને શહેરીજનોની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે ગ્રામજનોએ માંગ કરી છે. સામાન્ય રીતે તો પ્રીમોન્સુનની કામગીરી પંચાયત, કે પાલિકા દ્વારા જ થતી હોય છે.

પરંતુ નદીની સફાઇ વિષે મેંદરડા ગ્રામ પંચાયતનાં સરપંચ વિનુભાઇ ગજેરાને પુછવામાં આવ્યું તો તેણે એવું જણાવ્યું હતું કે આ કામગીરીને ધારાસભ્ય ગ્રાન્ટ આપે અને કોઇ સાર્વજનિક સંસ્થા દ્વારા કામ કરવામાં આવે તો થઇ શકે છે. બાકી તો આ કામગીરી પંચાયતે કરવાની જ હોતી નથી. મધુવંતી નદીમાં ગાંડીવેલ હમણાં જ ઉગી નીકળી છે એવું નથી છેલ્લા ૧૦ વર્ષથી આ વેલ ઉગી નીકળી છે અને રૂપિયા પણ ફાળવાયા છે પરંતુ આ વેલ દુર કરવાની કામગીરી માત્ર ચોપડે જ નોંધાઇ છે. ત્યારે નદીની સાફ સફાઇનાં બહાને હજારો કે લાખો રૂપિયા પચાવી ગયેલા લોકોની પણ તપાસ થાય અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠી છે.

નદીમાં દેશી દારૂનાં અડ્ડાઓ ધમધમે છે

મેંદરડાની મધુવંતી નદીમાં ઉગી નીકળેલી ગાંડી વેલ ગ્રામજનોને ફાયદો કરે કે ન કરે પરંતુ દેશી દારૂનાં ધંધાર્થીઓ માટે ખુબ ફાયદા કારક છે. દરરોજ સાંજે અહીં દારૂનો ખુબ વેપાર થાય છે. પરંતુ મેંદરડા પોલીસને આ જરા પણ ધ્યાને આવતુ નથી. પરંતુ જો પોલીસ ટીમ દ્વારા આ વિસ્તારમાં તપાસ કરવામાં આવે તો અનેક ગેરરીતિથી થતાં કામોનો ખ્યાલ આવી શકે તેમ છે.

વંથલીના કોયલીમાં દીપડાએ ત્રણ વર્ષની બાળકીને ફાડી ખાધી.

Bhaskar News, Junagadh |Jun 11, 2014, 02:21AM IST

- ચીકુના બાગ પાસેથી સવારે મૃતદેહ મળ્યો : અરેરાટી


વંથલીનાં કોયલી ગામની સીમમાં ચીકુના બાગમાં રમી રહેલી ત્રણ વર્ષની બાળકીને ગઇકાલે રાત્રીનાં અરસામાં દીપડો ઉપાડી ગયા બાદ આજે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ વંથલીનાં કણજા ગામે રહેતા ગામેતી હબીબભાઇ મોતીભાઇ સોઢાએ કોયલી ગામની સીમમાં આવેલ વંથલીનાં કેશુભાઇ ઓડેદરાની ચીકુની બાગ ભાગીયુંમાં રાખી હોય પરિવાર સાથે અહીંયાજ રહેતા હોય ગઇકાલે રાત્રીનાં ૮.૪પ વાગ્યાની આસપાસ તેમની ત્રણ વર્ષની પુત્રી સોહાના બાગમાં રમી રહી હતી ત્યારે અચાનક જ દીપડાએ આવી ચઢી તેને ઉપાડી ગયો હતો. હબીબભાઇ, પરિવારનાં સભ્યો તેમજ લોકોએ તેની શોધખોળ હાથ ધરેલ પરંતુ કયાંય મળી આવી ન હતી.

દરમિયાન આજે સવારનાં અરસામાં બાગ નજીકથી મૃતદેહ સોહાનાનો મૃતદેહ મળી આવતાં પરિવાર આઘાતમાં હતપ્રભ બની ગયો હતો. આ બનાવની જાણ થતાં જ વંથલી પોલીસ અને વન વિભાગનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. બાળકીનાં મૃતદેહને પ્રથમ વંથલી હોસ્પિટલે લાવવામાં આવ્યા બાદ પીએમ માટે જામનગર મોકલાયો હોવાનું જાણવા મળે છે. આદમખોર દીપડાને પકડવા વન વિભાગે કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળી રહયું છે.

ગીર જંગલમાં ૧૬ જૂનથી વનરાજોનું વેકેશન થશે શરુ.

Bhaskar News, Junagadh | Jun 10, 2014, 01:10AM ISTગીર જંગલમાં ૧૬ જૂનથી વનરાજોનું વેકેશન થશે શરુ

- ચોમાસાની ઋતુ દરમ્યાન વનરાજોને સંવનનમાં ખલેલ ન પહોંચે અને જંગલમાં માર્ગો બંધ થઇ જતા હોય છે


આગામી થોડાજ દિવસોમાં હવે ચોમાસું શરુ થશે. ત્યારે વનરાજોનો સંવનનકાળ પણ શરુ થશે. આથી આ સમયગાળામાં પ્રવાસીઓની હાજરીને લીધે તેઓને ખલેલ ન પડે તે માટે વનવિભાગ દર ચોમાસામાં ગિરમાં એન્ટ્રી બંધ કરી દે છે.

આગામી દિવસોમાં હવે ચોમાસું શરુ થનાર છે. ત્યારે વનરાજોનો સંવનનકાળ પણ શરુ થનાર છે. વર્ષોથી વનવિભાગ દર ચોમાસામાં ગિર જંગલમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દે છે. તેની તારીખો જોકે, નક્કી જ હોય છે. પરંતુ ગત વર્ષે ચોમાસું લંબાઇ જતાં હવે આ વર્ષે ફક્ત જંગલમાં પ્રવેશ બંધ થવાની જ તારીખ જાહેર કરાઇ છે. આ અંગે સાસણ ગિર સ્થિત વન્ય પ્રાણી વર્તુળનાં નાયબ વન સંરક્ષકે જણાવ્યું છે કે, વન્ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ ૧૯૭૨ તેમજ એ કાયદા નીચે બનાવેલા નિયમો પ્રમાણે ગિર વન્ય પ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે ચોમાસાની ઋતુ દરમ્યાન તા. ૧૬ જૂનથી બીજો હુકમ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.

કેસર સહિત ૪૫ જેટલી કેરીની જાતોનું પ્રદર્શન નિહાળતા પ્રવાસીઓ.

Sarman Ram, Junagadh | Jun 08, 2014, 17:57PM IST
જુનાગઢ જિલ્લો વિવિધતામાં અનેકતાની અનેરી ભાત પાડે છે, પૈારણિક સ્થાપત્યો, ઐતિહાસીક ઈમારતો, પુરાત્તત્વીય મોન્યુમેન્ટ, અને વિશાળ અરબ સાગરનો તટ સાથે પ્રસિધ્ધ ગીર-ગીરનારનું વન સામ્રાજ્ય, તેમાં એશિયેટીક લાયન(વન કેસરી) અને તેનાં સંગાથે પાંગરેલી કેસર કેરીની સોડમ દેશ દુનિયાનાં પ્રવાસન પ્રેમીને આગવી ઓળખ સાથે આકર્ષિત કરી રહી છે. જુનાગઢ જિલ્લાનાં માંગરોળનાં શારદાગ્રામ ખાતેથી વિસ્તયરેલી કેસર  કેરીની સુમધુરતા અને સોડમ  સાસણનાં વનપ્રદેશે પાંગરીને ગુજરાતની શાન બની રહી છે. કેસરી સિંહનાં ગઢ એવા સાસણ ગીરમાં આજે પ્રવાસન રાજ્ય મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ ત્રીજા મેંગો ફેસ્ટીશવલને ખુલ્લો મુકી સિંહ સદન-સાસણનાં ઉદઘાટન સમારોહમાં જણાવ્યુંમ હતુ કે રાજ્યમાં પ્રવાસનને ઉત્તેજન આપવાની નીતિ અને સ્થા નીક લોકોનાં સહકારને લીધે પ્રવાસન ક્ષેત્રે ૧૩ ટકાનો વિકાસ થયો છે. 
 
મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ વધુમાં જણાવ્યુવ હતુ કે પ્રવાસન નિગમનાં મેંગો ફેસ્ટીીવલને લીધે ગીરની કેસર કેરીને વિશેષ ઉત્તેજન મળશે. ત્રણ દિવસ દરમ્યાયન સાસણમાં વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ ગીરની ૪પ પ્રકારની કેરીઓનું પ્રદર્શન નિહાળશે. પ્રવાસન ક્ષેત્રે વિકાસની કટીબધ્ધતા વ્યંક્ત કરતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું  હતુ કે સાસણમાં પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. અગાઉ વર્ષે એક લાખ પ્રવાસીઓ સાસણમાં સિંહ દર્શનાર્થે આવતા હતા. આજે વર્ષે પાંચ લાખ ઉપરાંત પ્રવાસીઓ સાસણ ખાતે આવે છે. મંત્રીશ્રીએ મુખ્યામંત્રીશ્રી આનંદીબેન પટેલનાં દિર્ઘદ્રષ્ટિં હેઠળ હજુ વધુ પ્રવાસન વિકાસની ઉપલબ્ધ થનારી રૂપરેખા પણ રજુ કરી હતી. સાસણ વિસ્તાતરનાં લોકોનો પ્રવાસીઓ પ્રત્યેનાં સહકારથી પણ સરાહનાં કરી હતી.મંત્રીશ્રીએ ઉદઘાટ્ન સમારોહ પુર્વે સિંહ સદનમાં ગીરની કેસર કેરીઓની ૪પ થી વધુ જાતોનાં પ્રદર્શન સ્ટોકલની મુલાકાત લીધી હતી. 
 
મેંગો ફેસ્ટી૪વલનાં ઉદધાટન સમારોહનાં પ્રારંભે ગુજરાત પ્રવાસન નિગમનાં જનરલ મેનેજરશ્રી શશીકુમારે મહાનુભાવો, વિવિધ પ્રાંતથી પધારેલ પ્રવાસીઓને આવકારતા જણાવ્યુંર હતુ કે પ્રવાસન વિભાગ જૂનાગઢ જીલ્લાનાં પ્રવાસન ક્ષેત્રનાં વિકાસ માટે અનેકવિધ ક્ષેત્રે કામ કરી રહેલ છે. જગમશહુર વનરાજ કેસરી અને ગીરની કેસર કેરીની ખ્યાનતી દેશ-પરદેશમાં ખુબ જ પ્રસરી છે. આથી જ અનેક સહેલાણીઓ સાસણનાં મહેમાન બને છે. રાજયનાં પ્રવાસન નિગમ દ્વારા ગીરનાં પ્રવાસન વિકાસમાં હજુ માળખાગત સુવિધાઓ ઉભી કરવા કટીબધ્ધ છે.
 
ગીરનાં મુખ્ય  વનસંરક્ષક શ્રી આર.એલ. મિનાએ સાસણ અને ગીર વનરાજ સાથે કેસર કેરીનાં પ્રવાસીઓમાં આકર્ષણને બીરદાવતા જણાવ્યુસ હતુ કે જુનાગઢનાં લોકોનાં સહકાર અને સંસ્કાએરીતાનાં વારસાને લીધે પ્રવાસન ક્ષેત્રે જે વિકાસ થયો છે તેમાં રાજ્ય પ્રવાસન નિગમની સહભાગીતાથી સાસણની ખુશ્બુ દેશનાં સિમાડા પાર કરી દુનિયાનાં ખુણે ખુણે પ્રસરી છે ત્યારરે મેંગો ફેસ્ટીહવલથી પ્રવાસીઓ કેસર કેરીની સાચી ઓળખ સાથે ગીરનાં સંભારણા સાથે લઇને જઇ શકશે. 
 
કાર્યક્રમનું આભાર દર્શન કરતા સાસણ વન પ્રદેશનાં નાયબ વન સંરક્ષક ડો. સંદિપકુમારે સાસણની આગવી ઓળખસિંહ અને કેસર કેરીનાં સંવર્ધનમાં સ્થાદનિક લોકોની સરાહનાં કરતા જણાવ્યુસ હતુ કે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગીરની ફળોની મહારાણી કેસર કેરીને વિશ્વથ બજાર સુધી પહોંચતી કરવા પ્રવાસન સાથે સાંકળીને  મેંગો ફેસ્ટી વલનું આયોજન કરવામાં આવ્યુ તે સરાહનિય અને આવકાર દાયક છે. પ્રવાસન વિભાગ દ્વારા સિંહ દર્શને આવતા સહેલાણીઓ વનરાજની સાથે ફળોની મહારાણી કેસરને પણ ઓળખે, કેસરની સોડમ પારખ તેવા પ્રયાસોની સાથે સાસણ સહેલગાહ સેન્ટ રમાં પ્રવાસીઓને માળખાગત સુવીધાઓ જે રીતે પુરી પાડવામાં આવી રહી છે તેની જાણકારી આપી હતી.

લાખાપરામાં દિપડી ઘરમાં મહેમાન બની, સાસણ મોકલી અપાઇ.

લાખાપરામાં દિપડી ઘરમાં મહેમાન બની, સાસણ મોકલી અપાઇ
Bhaskar News, Sutrapada | Jun 08, 2014, 11:28AM IST
વન વિભાગે આ દિપડીને પાંજરામાં કેદ કરી : સાસણ મોકલી અપાઇ

સુત્રાપાડા તાલુકાનાં લાખાપરામાં એક રહેણાંકીય મકાનમાં ચાર વર્ષીય દીપડી ઘુસી જઇ બે બકરાનું મારણ કરતા ભારે દોડધામ મચી ગઇ હતી. સુત્રાપાડાનાં લાખાપરા ગામે ભગવાનભાઇ નારણભાઇ બારૈયાનાં મકાનમાં ગતરાત્રિનાં ત્રણ વાગ્યાનાં આસપાસ ચાર વર્ષીય માદા દીપડી ઘૂસી આવી હતી. જયારે આ દીપડીને ઘરમાં બાંધેલા બે બકરાનું પણ મારણ કરતાં રહીશો સહિ‌ત ગ્રામજનોમાં ભારે ફફડાટ પ્રસર્યો હતો.

જયારે આ અંગે વનવિભાગને જાણ કરાતા ફોરેસ્ટર નંદાણીયા, શીલુભાઇ, છબલભાઇ, સલીમભાઇ, વીરાભાઇ ડોડીયા તેમજ સાસણ એનીમલ કેર સેન્ટરની ટીમે રેસ્કયુ કરતાં મહામહેનતે ઘરમાં ઘુસેલી આ દીપડી પાંજરામાં કેદ થઇ હતી. જયારે મોડી રાતથી ઘરમાં ઘુસેલી દીપડી અને તેના રેસ્કયુને લઇને ગ્રામજનો પણ અહીં ઉમટયા હતાં. જોકે પાંજરામાં દીપડીને કેદ કરી સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપતાં ગ્રામજનોએ રાહત અનુભવી હતી.

અમરેલી: મોણવેલમા કોળી યુવક પર સિંહનો હુમલો.

Dilip Raval, Amreli | Jun 09, 2014, 18:06PM IST
- ગતરાત્રીના ઘરમાથી બહાર નીકળતા હતા ત્યારે જ સિંહ સામે આવી ગયો
 
 

ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સાવજો છેક ગામ સુધી આવી જાય છે અને દુધાળા પશુ તેમજ માણસ પરના હુમલાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવી જ એક ઘટના ગતરાત્રીના ધારી તાલુકાના મોણવેલ ગામે બની હતી. અહી એક કોળી યુવક હજુ ઘરની બહાર નીકળતો હતો ત્યાં જ સામે સિંહ આવી ગયો હતો અને યુવકને ન્હોર ભરાવી ઇજા પહોંચાડતા યુવકને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો.
 
સિંહ દ્વારા યુવક પરના હુમલાની આ ઘટના ધારી તાલુકાના મોણવેલ ગામે ગતરાત્રીના બની હતી. અહી રહેતા ગોબરભાઇ મોહનભાઇ વાઘેલા (ઉ.વ.૪૫)નામના યુવક રાત્રીના ઘરની બહાર નીકળ્યા હતા. હજુ તો ઘરની બહાર નીકળતા જ સામે સિંહ આવી ચડયો હતો. ગોબરભાઇ કંઇ સમજે તે પહેલા જ સિંહે તેના પર હુમલો કરી દીધો હતો.
 
સિંહે ગોબરભાઇને બંને હાથ અને કમરના ભાગે ન્હોર ભરાવી ઇજા પહોંચાડી હતી. બાદમા રાડારાડ થતા સિંહ ત્યાંથી નાસી છુટયો હતો. ગોબરભાઇને સારવાર માટે ધારી સરકારી દવાખાને ખસેડવામા આવ્યા હતા. બનાવની જાણ થતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી આરએફઓ સહિત સ્ટાફ અહી દોડી આવ્યો હતો. અને સિંહનુ લોકેશન જાણવા કામગીરી હાથ ધરી હતી.

સિંહણે પાછળ દોટ મૂકતા સિંહ દર્શને ગયેલા યુવાનો ભાગ્યા.

Bhaskar News, Khambha | Jun 08, 2014, 00:17AM IST
ખાંભા તાલુકો ગીરકાંઠા નજીક આવેલો છે. અહીના રેવન્યુ વિસ્તારમાં અવારનવાર સાવજો શિકારની શોધમા આવી ચડે છે. ત્યારે ગઇકાલે રાત્રીના અહીના ખડાધાર રોડ પર આવેલા રાહાગાળામા એક સિંહ સિંહણ આવી ચડયા હતા. સિંહદર્શનની લ્હાયમા અનેક લોકો અહી દોડી આવ્યા હતા. પરંતુ કોઇએ કાંકરીચાળો કરતા સિંહણ પાછળ દોડતા યુવકો ભાગ્યા હતા. ખાંભા નજીકના વાડી ખેતરોમા જંગલમાથી અનેક વખત સાવજો આવી ચડે છે. અહી અનેક વખત મારણની ઘટનાઓ બનતી રહે છે. મારણની ઘટના બનતા જ લોકો સિંહ દર્શનની લ્હાયમા દોડી જાય છે. ત્યારે ગઇકાલે રાત્રીના સમયે રાહાગાળા વિસ્તારમા સિંહ સિંહણ આવી ગયાની જાણ સિંહપ્રેમીઓને થતા જ અહી રાત્રીના સમયે પંદરેક જેટલા યુવકો સિંહ દર્શન માટે દોડી ગયા હતા.

સિંહણને ઉભી કરવા માટે કોઇએ કાંકરીચાળો કરતા જ સિંહણનો પીતો છટકી ગયો હતો અને સિંહણે દોટ મુકતા જ યુવકોમા નાસભાગ મચી ગઇ હતી. ભાગે તે ભાયડાની જેમ યુવકો ઝાડી ઝાંખરાની પરવા કર્યા વિના જ દોડવા લાગ્યા હતા. જેમા અનેકના ચપ્પલ તો કોઇના મોબાઇલ પણ પડી ગયા હતા. આ વાત વાયુવેગે પ્રસરી જતા કોની કોની પાછળ સિંહણે દોટ મુકી તે જાણવા લોકો એકબીજાની પુછપરછ કરતા નજરે પડયા હતા. સિંહ દર્શન કરવા ગયેલા તમામ યુવકોએ નકકી કર્યુ હતુ કે આપણી પાછળ સિંહણે દોટ મુકી તે બાબતે કોઇએ કોઇના નામ ન આપવા. ત્યારે આ વિસ્તારમાં અનેક વખત મારણની ઘટનાઓ બનતી હોય અને લોકો સિંહદર્શન માટે જતા હોય વનવિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામા આવે તે જરૂરી છે.

જીવાપરમાથી સસલાના શિકાર સાથે ત્રણ શખ્સો ઝડપાયા.

જીવાપરમાથી સસલાના શિકાર સાથે ત્રણ શખ્સો ઝડપાયા
Bhaskar News, Khambha | Jun 08, 2014, 00:05AM IST
વનવિભાગે ત્રણેયને છ છ હજારનો દંડ ફટકાર્યો

ખાંભા તાલુકો ગીરકાંઠા નજીક આવેલો છે. અહી પાછલા કેટલાક સમયથી શિકારની પ્રવૃતિઓ વધી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. હજુ થોડા દિવસ પહેલા તુલશીશ્યામ રેંજના કોઠારીયા રાઉન્ડમા ચિંકારાના શિકાર સાથે ત્રણ શખ્સોને વનવિભાગે ઝડપી લીધા હતા. ત્યા આજે ખાંભા તાલુકાના જીવાપર ગામે સરપંચની વાડી નજીક ત્રણ શખ્સો સસલાનો શિકાર કરી રહ્યાં હોય વનવિભાગને બાતમી મળતા ત્રણેય શખ્સોને ઝડપી લેવામા આવ્યા હતા. ખાંભા પંથકમા પાછલા ઘણા સમયથી શિકારની પ્રવૃતિઓ ફુલીફાલી રહી છે. અહી શિકારી ટોળકી દ્વારા અવારનવાર સસલા સહિ‌તના વન્યપ્રાણીઓનો શિકાર કરી મિજબાની માણવામા આવી રહી છે. વનવિભાગ શિકારની પ્રવૃતિને અટકાવવા જાણે નિષ્ફળ નિવડી રહી હોય તેમ લાગી રહ્યું છે. હજુ થોડા દિવસ પહેલા કોઠારીયા રાઉન્ડમાથી ચિંકારાના માંસ સાથે ત્રણ શખ્સો ઝડપાયા હતા.

ખાંભાના જીવાપર ગામે સરપંચની વાડી નજીક શિકારની પ્રવૃતિ ચાલી રહી હોવાની બાતમી મળતા રબારીકા રાઉન્ડના ફોરેસ્ટર બી.બી.વાળાએ ડીએફઓ શર્માને જાણ કરતા તેમની સુચનાથી અહી સ્ટાફ દોડી ગયો હતો. અહી વનવિભાગે સસલાના મૃતદેહ સાથે જીવાપરના દિલા ભરત પરમાર (ઉ.વ.૨૪) ભાવેશ ભરત પરમાર અને અંબાડાના પંકજ હાજા દેવીપુજક નામના શખ્સોને ઝડપી લીધા હતા. બાદમાં આ શખ્સોને ખાંભા વનવિભાગની કચેરી ખાતે લાવવામા આવ્યા હતા. આરએફઓ રાતડીયાએ ત્રણેય શખ્સોને છ છ હજારનો દંડ ફટકારવામા આવ્યો હતો.

અમરેલી: સિંહણે પાછળ દોટ મુકી પછી તો ભાગે તે ભાયડા હોં ભાઈ.

અમરેલી: સિંહણે પાછળ દોટ મુકી પછી તો ભાગે તે ભાયડા હોં ભાઈ
Dilip Raval, Amreli | Jun 07, 2014, 14:20PM IST
ખાંભા તાલુકો ગીરકાંઠા નજીક આવેલો છે. અહીના રેવન્યુ વિસ્તારમાં અવારનવાર સાવજો શિકારની શોધમા આવી ચડે છે. ત્યારે ગઇકાલે રાત્રીના અહીના ખડાધાર રોડ પર આવેલા રાહાગાળામા એક સિંહ સિંહણ આવી ચડયા હતા. સિંહદર્શનની લ્હાયમા અનેક લોકો અહી દોડી આવ્યા હતા. પરંતુ કોઇએ કાંકરીચાળો કરતા સિંહણ પાછળ દોડતા યુવકો ભાગ્યા હતા.
 
ખાંભા નજીકના વાડી ખેતરોમા જંગલમાથી અનેક વખત સાવજો આવી ચડે છે. અહી અનેક વખત મારણની ઘટનાઓ બનતી રહે છે. મારણની ઘટના બનતા જ લોકો સિંહ દર્શનની લ્હાયમા દોડી જાય છે. ત્યારે ગઇકાલે રાત્રીના સમયે રાહાગાળા વિસ્તારમા સિંહ સિંહણ આવી ગયાની જાણ સિંહપ્રેમીઓને થતા જ અહી રાત્રીના સમયે પંદરેક જેટલા યુવકો સિંહ દર્શન માટે દોડી ગયા હતા.
 
સિંહણને ઉભી કરવા માટે કોઇએ કાંકરીચાળો કરતા જ સિંહણનો પીતો છટકી ગયો હતો અને સિંહણે દોટ મુકતા જ યુવકોમા નાસભાગ મચી ગઇ હતી. ભાગે તે ભાયડાની જેમ યુવકો ઝાડી ઝાંખરાની પરવા કર્યા વિના જ દોડવા લાગ્યા હતા. જેમા અનેકના ચપ્પલ તો કોઇના મોબાઇલ પણ પડી ગયા હતા. આ વાત વાયુવેગે પ્રસરી જતા કોની કોની પાછળ સિંહણે દોટ મુકી તે જાણવા લોકો એકબીજાની પુછપરછ કરતા નજરે પડ્યા હતા.

Friday, June 6, 2014

ગુજરાતી કેરીની વિદેશમાં બોલબાલા: ખેડૂતો પર રૂપિયાનો વરસાદ.

Bhaskar News, Porbandar | Jun 06, 2014, 01:53AM IST
ગુજરાતી કેરીની વિદેશમાં બોલબાલા: ખેડૂતો પર રૂપિયાનો વરસાદ
- બરડાની કેરીની સોડમ વિદેશ સુધી પહોંચી
- દરિયા પાર : પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં દરરોજ કેસરકેરીનાં ૧પ,૦૦૦ બોક્સની મબલખ આવક
- ખંભાળાની એક કેરીનું વજન પ૦૦ થી ૭પ૦ ગ્રામ : એક બોક્સ ૧૦૦૦ થી ૧૧૦૦ રૂા. માં વેચાય છે : કેરીની પુષ્કળ આવક થતા ભાવ તળીયે ગયા


ફળોના રાજા ગણાતી કેસર કેરીથી બજાર હાલ ઉભરાઈ રહ્યું છે. પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં દરરોજ ૧પ,૦૦૦ કેસર કેરીના બોક્સની આવક જોવા મળી રહી છે. તાલાળા ઉપરાંત બરડાપંથકની કેસર કેરીની પણ મબલખ આવક જોવા મળી રહી છે. ખંભાળાની કેસર કેરીની સોડમ વિદેશ સુધી પહોંચી છે. હાલ પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં ખંભાળાની ઉત્તમ ક્વોલીટીની કેસર કેરીની આવક જોવા મળી રહી છે, જેમાં એક કેસર કેરીનું વજન પ૦૦ થી ૭પ૦ ગ્રામ જેવું છે અને આ કેસર કેરીનું બોક્સ ૧૦૦૦ થી ૧૧૦૦ સુધી વેચાય છે.

કેસર કેરીની જાત હવે વિશ્વથી જરાયે અજાણી નથી. ભારતમાં ઉત્પાદિત વિવિધ કેરીની વિશ્વબજારમાં એક અનોખી જ બજાર હાલ જોવા મળી રહી છે. જેના દ્વારા ભારત સારૂં એવું વિદેશી હુંડીયામણ રળી લે છે. હાલ ગુજરાતમાં તાલાળાની કેસર કેરીની જબરી માંગ છે ત્યારે પોરબંદર જિલ્લાના બરડા ડુંગરની ગોદમાં આવેલા ખંભાળા, હનુમાનગઢ અને તરસાઈ સહિ‌તના ગામોમાં પણ કેસર કેરીના બગીચાઓ આવેલા છે. ખંભાળાની આ કેસર કેરીની સોડમ છેક દુબઈ સુધી પ્રસરી છે. પોરબંદરના માર્કેટીંગયાર્ડમાં હાલ ૮ થી ૧૦ હજાર કેસર કેરીનું બોક્સ જ્યારે પ થી ૬ હજાર ખંભાળાની કેસર કેરીના બોક્સની આવક જોવા મળી રહી છે જેને કારણે માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સના ઢગલા જોવા મળે છે. કેસર કેરીની વધુ પડતી આવકને કારણે કેસર કેરીના ભાવ તળીયે ગયા છે, જેને કારણે ૨પ૦ થી લઈને ૩પ૦ રૂા. સુધીના કેરીના બોક્સ મળે છે.
ગુજરાતી કેરીની વિદેશમાં બોલબાલા: ખેડૂતો પર રૂપિયાનો વરસાદ
બરડા ડુંગરની ગોદમાં આવેલું ખંભાળા તેની સુવિખ્યાત કેરીની સોડમ માટે જાણીતું છે. આ વર્ષે પણ કેરીના થયેલા મબલખપાકમાંથી સારી અને ગુણવત્તાયુક્ત કેરીને બ્રાન્ડ નેમ સાથે વિદેશોમાં નિકાસ કરવા તરફ ઉત્પાદકોનું વિશેષ આકર્ષણ રહ્યું છે. ખંભાળાના આવા જ એક ઉત્પાદક દિનુભાઈ ગૌસ્વામીએ ખંભાળાની આ પ્રખ્યાત કેરીનું દુબઈ ખાતે પણ મોકલાવી ખંભાળાની કેરીની સોડમ દુબઈ સુધી પ્રસરાવી છે.
ઉલ્લેખનીય છે કે, ખંભાળા, હનુમાનગઢ જેવા બરડા ડુંગરના તળેટીના વિસ્તારોમાં કેરીના અનેક બગીચાઓ આવેલા છે. જેમાંથી ઉત્પાદિત થતી કેરી વિશ્વના અનેક દેશોમાં નિકાસ થાય છે. આ કેરીની વિશેષતા એ છે કે, તેનો સ્વાદ અનોખો અને એકસરખો રહ્યો છે. આ વખતે તો ખંભાળાની જમ્બો કેસર કેરી જોવા મળી રહી છે. એક કેરીનું વજન પ૦૦ થી ૭પ૦ ગ્રામ જેવું છે, જેનો ભાવ પણ ઊંચો જોવા મળે છે. કેસર કેરીની મબલખ આવકને પગલે ભાવ ઘટતા લોકો કેસર કેરીનો સ્વાદ માણી રહ્યા છે.
ગુજરાતી કેરીની વિદેશમાં બોલબાલા: ખેડૂતો પર રૂપિયાનો વરસાદ
કેસર કેરી માટે બરડાની જમીન પણ શ્રેષ્ઠ
મોટાભાગે કેસર કેરીનું ગીરના જ તાલાળા સહિ‌તના ગામડાઓમાં ઉત્પાદન જોવા મળે છે. ગીર જેવી જમીન બરડા ડુંગરની ગોદમાં આવેલા ગામોમાં પણ આવેલી છે. જેને કારણે અહીં કેસર કેરીના આંબાઓ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જેને કારણે ખંભાળામાં પણ કેસર કેરીનું વધુ પડતું ઉત્પાદન થાય છે અને ગત વર્ષ કરતા આ વર્ષે કેસર કેરીનું વધુ ઉત્પાદન થયું હોવાનું પણ કેસર કેરીના સફળ ઉત્પાદક દિનુભાઈ ગૌસ્વામીએ જણાવ્યું હતું.
ગુજરાતી કેરીની વિદેશમાં બોલબાલા: ખેડૂતો પર રૂપિયાનો વરસાદ

મોટાભાગના લોકો માર્કેટીંગ યાર્ડમાંથી ખરીદી કરે છે

કેરીનો સ્વાદ હરકોઈ વ્યક્તિને પસંદ હોય છે, એટલે જ કેરીની સીઝન શરૂ થાય ત્યારે લોકો કેરી ખરીદવાનું શરૂ કરી દે છે. કેરીની આવક શરૂ થાય ત્યારે કેરીના ભાવ પણ ઊંચા હોય છે તેમ છતાં લોકો કેરીનો સ્વાદ માણવાનું ચૂકતા નથી. હાલ તો કેસર કેરીની મબલખ આવક શરૂ થઈ ગઈ છે, જેને કારણે મોટાભાગના લોકો વહેલીસવારે જ માર્કેટીંગ યાર્ડ ખાતે કેસર કેરીની હરરાજીમાંથી એકીસાથે બે-ત્રણ બોક્સની ખરીદી કરી લે છે, જેને કારણે આ બોક્સ તેમને થોડુંઘણું સસ્તું પડે છે.

સાસણમાં કેસરની સોડમ મહેંકશે, ૭મીથી મેંગો ફેસ્ટીવલ.

સાસણમાં કેસરની સોડમ મહેંકશે,  ૭મીથી મેંગો ફેસ્ટીવલ
Bhaskar News, Junagadh | Jun 06, 2014, 02:06AM IST
- સોડમ મહેંકશે : કેસર સહિ‌ત ૪પથી વધુ કેરીની જાતો નિદર્શનમાં મૂકાશે
- કેસરી અને કેસરનાં પ્રદેશમાં પ્રવાસન નિગમ દ્વારા સિંહ સદનમાં આયોજન


ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કેસરી અને કેસરનાં પ્રદેશ એવા સાસણ ગીરમાં આગામી ૭મી જૂનથી ત્રિદિવસીય મેંગો ફેસ્ટીવલનું આયોજન કરાયું છે. પ્રથમ દિવસે પ્રવાસન મંત્રી જયેશ રાદડીયાનાં હસ્તે ખૂલ્લુ મુકાનાર આ ફેસ્ટીવલમાં જુદી-જુદી ૪પ જેટલી કેરીઓની જાતોનું પ્રદર્શન, અવનવી રમતો, ક્વીઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું તેમજ ટુરીઝમ વિભાગ દ્વારા આ મહોત્સવને આવરી લઇ ખાસ પેકેટ ટુરનું પણ જુદા-જુદા નગરોમાંથી આયોજન કરાયું છે.

સાસણ ગીર પંથક જેમ સિંહનો પ્રદેશ કહેવાય છે તેવી રીતે અહીંની કેસર પણ એટલી જ ખ્યાતી પ્રાપ્ત છે. ત્યારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સિંહસદન ખાતે ૭મી જૂનથી ૯ જૂન સુધી ૩ દિવસ મેંગો ફેસ્ટીવલ યોજાનાર છે. જેમાં માત્ર કેસર નહીં પણ ગુજરાતમાં બદામ, પાયરી, તોતાપુરી, નિલમ, હાફૂસ, કેસર, રાજાપુરી, લંગડો જેવી જાતો પ્રદર્શનમાં મુકાશે.
 
સાથોસાથ આંબાની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો, વાડીનાં માલિકો અને કેરીનાં વ્યવસાયમાં યોજાયેલા વેપારીઓને પણ આ ફેસ્ટીવલમાં તેડાવવામાં આવ્યા છે. આ ફેસ્ટીવલ દરમ્યાન ખાસ પ્રકારનો વાર્તાલાપ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. જ્યારે મેંગો ફેસ્ટીવલનાં પ્રથમ દિવસે રાજ્યનાં પ્રવાસનમંત્રી જયેશ રાદડીયા ફેસ્ટીવલને ખૂલ્લો મુકશે. આ પ્રસંગે ટુરીઝમનાં કમલેશ પટેલ, જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા અને તાલાલ ગીરનાં ધારાસભ્ય જશુભાઇ બારડ પણ ખાસ હાજર રહેશે. દરમ્યાન આ ફેસ્ટીવલને લઇને પ્રવાસન વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

આંબાવાડીયાઓ ઉજ્જડ બન્યા છે તેની ચિંતા જરૂરી છે
જૂનાગઢ ખાતે રાજ્યની ઉત્તમ કૃષિ યુનિ. હોવા છતા છેલ્લા દિવસોમાં તાલાલા-સાસણ ગીર પંથકમાં પ્રતિકૂળ હવામાન અને અન્ય કારણોને લઇને ખેડૂતો આંબાવાડીયાઓમાંથી આંબાઓ કાપી અને આ ઉત્પાદનથી દૂર રહેવા મક્કમ બન્યા છે ત્યારે ગુજરાત સરકારનો પ્રવાસન વિભાગ કેસરનાં પ્રદેશમાં આ મેંગો ફેસ્ટીવલ યોજી રહ્યું છે ત્યારે ખેડૂતો કેસરથી કેમ દૂર ભાગી રહ્યા છે તેની ચિંતા સાથે અનુભવી કૃષિ વૈજ્ઞાનિકોની મદદ લઇ પરીચર્ચા પણ થાય તે જરૂરી છે.

કેન્દ્ર-રાજ્યમાં ભાજપ સરકાર, જૂનાગઢ ખાતે મેંગો પલ્પ બનાવો
રાજ્ય સરકારનાં પ્રવાસન વિભાગ દ્વારા મેંગો ફેસ્ટીવલનું આયોજન કરાય રહ્યું છે પરંતુ કેસરનાં આ સોરઠ પ્રદેશમાં કેસરનાં બ્રાન્ડ સાથે એગ્રો ઉદ્યોગ કાર્યરત નથી. તેનું દુ:ખ પણ ખેડૂતો સેવી રહ્યા છે. અગ્રણીઓ કહે છે કે, કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકાર છે ત્યારે જૂનાગઢ અથવા તાલાલા-સાસણમાં મેંગો પલ્પ ઉદ્યોગ પણ વિકસાવવો જોઇએ તે જરૂરી છે. ઉદ્યોગ વગરનાં શહેર એવા જૂનાગઢમાં માત્ર મેળા કે ટુરીસ્ટ પર નભવા કરતા એગ્રો બેઇઝ ઉદ્યોગ માટે પણ આયોજન થાય તો આર્થિ‌ક સધ્ધરતા ફરી આવી શકે તેમ છે.

અમરેલી જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી.

અમરેલી જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી
Bhaskar News, Amreli | Jun 06, 2014, 00:09AM IST
- ઠેરઠેર વૃક્ષારોપણ, પ્રદર્શન, ચિંતન શિબીર સહિ‌તના કાર્યક્રમોનું આયોજન
- ગ્લોબલ વોર્મિંગની સામે રક્ષણ આપતી ૧પ જેટલી વનસ્પિતીઓ વિશે માર્ગદર્શન અપાયું


અમરેલીમા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત જિલ્લા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર બાલભવન ખાતે લોકજાગૃતિ માટે વિશ્વ પર્યાવરણ દિનની અનોખી ઉજવણી કરવામા આવી હતી. આ તકે પર્યાવરણ પ્રદર્શનીને સિનિયર સિવિલ જજ યુ.એમ.વ્યાસે ખુલ્લી મુકી હતી. પ્રો. ડોડીયાએ ઔષધિના રોપાઓના અભ્યાસ, ઉપયોગિતા, જતન અને સંવર્ધનની વિવિધ રીતો વિશે પ્રવચન આપ્યુ હતુ. તેમણે ગ્લોબલ વોર્મિ‌ગની અસરોને સહન કરી તેના સામે રક્ષણ આપતી ૧પ જેટલી વનસ્પતિઓ વિશે જીવંત પ્રદર્શન દર્શાવ્યુ હતુ. આ તકે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે અધિક સિવિલ જજ ડી.કે.ચંદનાણી સહિ‌ત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

બાબરામાં નગરપાલિકા, વનવિભાગ તેમજ ૧૦૮ના સંયુકત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામા આવી હતી. અહીના પંચકુંડના પટાંગણમા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. અહી સિવીલ કોર્ટના જજ પવનકુમાર નવીન, મામલતદાર કે.એસ.કોટવાળ, ઇશ્વરદાન ગઢવી, પાલિકા પ્રમુખ જગદીશભાઇ નાકરાણીના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે મંદિરના મહંત ઇશ્વરગીરીબાપુએ પર્યાવરણનુ મહત્વ સમજાવ્યુ હતુ અને વૃક્ષોનુ જતન કરવા અપીલ કરી હતી. આ તકે વનરાજભાઇ વાળા, રમેશભાઇ મીઠાપરા, પ્રતાપભાઇ ખાચર, હિ‌તેષભાઇ મીઠાપરા, જગુભાઇ ખાદા, સોમભાઇ બગડા, શૈલેષભાઇ અગ્રાવત, આશિષભાઇ, મહેશભાઇ સહિ‌ત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. તો રાજુલાના કોવાયામા આદિત્ય બિરલા કોલોની ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે ગુજરાત પર્યાવરણ બોર્ડના મુકેશભાઇ પસોલીના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ. આ તકે વી.ડી.પરમાર, પી.એસ.મજમુદાર, બાલાસુબ્રમનીયમ, પી.વી.રાવ, શ્રીકાંત, કૃષ્ણમીયા, તીવારી, એન.એન.થાનકી, અગ્નિહોત્રી, મવાલીયા, રામકુમાર યાદવ સહિ‌ત ઉપસ્થિત રહ્યાં હતા.

ખાંભામા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમીતે ચિંતન શિબીરનુ આયોજન કરવામા આવ્યુ હતુ. શિબીરમાં ગ્લોબલ વોર્મિ‌ગ, ઋતુચક્રમા થતા ફેરફારો, અતિશય ગરમી અને ઠંડી, વરસાદની અસમતુલા સહિ‌તના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામા આવી હતી. આ ઉપરાંત પર્યાવરણની જાળવણી માટે જંતુનાશક દવાનો ઉપયોગ ઘટાડવો, સૌર અને પવન ઉર્જા‍નો ઉપયોગ કરવો, લોકભાગીદારીથી વધુમા વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવો સહિ‌તની માહિ‌તી પણ આપવામા આવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા, દિલીપભાઇ કાતરીયા, પરશોતમભાઇ આંબલીયા, ઇમરાન ડાયાતર, ધમેન્દ્ર ગોહિ‌લ, ઘનશ્યામ ઉનાગર, રહીમભાઇ, આતાભાઇ વાઘ, મોહિ‌ત ગોંડલીયા, અશોકભાઇ, અર્જુનભાઇ સહિ‌તના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

પીપાવાવ ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામા આવી હતી અહી આરએફઓ બી.વી.ચાંદુ, કે.સી.શેખર, પરાગ ફુકન, સુપ્રકાશ ચક્રવતીના હસ્તે વૃક્ષોરોપણ કરવામા આવ્યુ હતુ. આ તકે વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલભાઇ લહેરીએ ડોકયુમેન્ટરી ફિલ્મ પ્રદર્શિ‌ત કરી પર્યાવરણ અંગેની વિસ્તૃત સમજ આપી હતી.

સાસણમાં કાલથી ત્રણ દિવસ કેરીની ૪પ જાતો દર્શાવતો મેંગો ફેસ્ટીવલ.


  • Jun 06, 2014 00:04
    ખેડૂતો, બાગાયાતકારો અને વેપારીઓને પ્લેટફોર્મ મળશે
જૂનાગઢ : ખેડૂતો, બાગાયતકારો અને વેપારીઓને યોગ્ય પ્લેટફોર્મ આપવાના આશયથી રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આગામી શનિવારથી સિંહોના નિવાસસ્થાન સાસણ ગિરમાં ત્રણ દિવસીય મેંગો ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદર્શન, રમત, ક્વિઝ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને લોકોને ફેસ્ટીવલ પ્રત્યે આકર્ષવાના પ્રયાસો કરવામાં આવશે.
સતત ત્રીજા વર્ષે સાસણ ગિર ખાતે આગામી તા.૭ થી ૯ દરમિયાન રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા મેંગો ફેસ્ટીવલનું આયોજન કરાયું છે. પ્રથમ દિવસે સાંજે ૬ઃ૩૦ કલાકે સિંહસદન ખાતે રાજ્યના પ્રવાસન મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે ફેસ્ટીવલનો પ્રારંભ કરવામાં આવશે. અહી સોડમદાર, મઘમઘતી અને મીઠી મધુરી કેસર કેરી ઉપરાંત રાજ્યની બદામ, પાયરી, તોતાપુરી, નીલમ, હાફૂસ, રાજાપુરી, લંગડો જેવી કેરીની જુદી જુદી ૪પ જાતો પ્રવાસીઓને જોવા માટે મળશે. સ્થાનિક ખેડૂતો, બાગાયતકારો અને વેપારીઓને પ્લેટફોર્મ પુરૃ પાડવા માટે યોજાનારા આ મહોત્સવ દરમિયાન લોકોને આકર્ષવા માટે વિવિધ જાતોની કેરીના પ્રદર્શન સાથે અવનવી રમતો, ક્વિઝ, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. સાથે સાથે બહારના પ્રવાસીઓને અહી સુધી લાવવા ખાસ ટુર પેકેજીસ પ્રવાસન વિભાગે તૈયાર કર્યા છે. ટ્વીટર, ફેસબુક જેવા સોશ્યલ મિડિયા દ્વારા આ ફેસ્ટીવલને પ્રમોટ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
http://sandesh.com/article.aspx?newsid=2947920

Wednesday, June 4, 2014

સોનરખમાં ફેંકાઈ રહેલી ગિરનારની શિલાઓ, માટી.

Jun 03, 2014 23:59

  • પાણીના વહેણને નૂકસાન થવાની ભીતિ ઃ શિલાઓ બહાર કઢાવી નિયમ પ્રમાણે શહેરની બહાર દૂર મૂકાવવા માગણી
 
જૂનાગઢ : ભવનાથમાં ચાલી રહેલી ફોરટ્રેક રોડની કામગીરી દરમિયાન તોડવામાં આવેલી ગિરનારની મોટી મોટી શિલાઓ સોનરખ નદીમાં ફેંકવામાં આવી રહી હોવાની રાવ સાથે આ અંગે પગલા લેવાની માગણી કરાઈ છે. આ શિલાઓ દ્વારા નદીનું વહેણ બુરાઈ રહ્યું હોવાની રજૂઆત કરવામાં આવી છે. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખે કમિશનરને પત્ર પાઠવીને જણાવ્યુ છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢથી ભવનાથને જોડતા પાજનાકા પુલ તથા આજુબાજુના ફોરટ્રેક બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ કામગીરી થોડી ઝડપી કરવાની જરૃર છે. સાથે સાથે ઉપરવાસના ભાગેથી તોડવામાં આવતી મસમોટી શીલાઓને ડ્રીલર મારફત ટુકડાઓ કરી ત્યાં જ દામોદરકુંડની નદીના વહેણની વચ્ચે જ કોન્ટ્રાકટરો દ્વારા નાખવામાં આવે છે. જેના કારણે આગામી સમયનાં વરસાદ દરમિયાન પાણીનું વહેણ રોકાય તેવી સ્થિતીમાં છે. નિયમ અનુસાર જ્યારે પણ આ પ્રકારની શિલાઓ કે મોટા પથ્થરો કાઢવામાં આવે ત્યારે શહેરથી દુર અથવા નિર્જન વિસ્તારોમાં મુકવામાં આવે છે. પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગરી પુર્ણ કરવાની ઉતાવળના ભાવ સાથે આ તમામ શિલાઓને નદીના વહેણમાં ગોઠવી આપેલ છે.જે ખરેખર પુર આવે તો લોકોના જાનને તથા જાનવરોને પણ નુકશાનકારક છે. ત્યારે તાત્કાલીક વહેણમાં નખાયેલા તમામ મોટી શીલાઓને વહેણમાંથી દુર કરી શહેરની બહાર મુકરવામાં આવે અને મોનસુન પહેલા કામગીરી પુર્ણ કરવાની માંગણી કરી છે.
  • વોંકળા સાફ ન કરતું મહાપાલિકા નદી બુરે છે !!
જૂનાગઢ શહેર ભાજપના મહામંત્રી ચંદ્રેશભાઈ હેરમાએ આ અંગે ફરિયાદ કરતા જણાવ્યું છે કે, સોનરખ નદી વનવિભાગ હસ્તક આવે છે. અશોક શિલાલેખથી ખાખચોક સુધીના માર્ગમાંથી તોડાયેલા પથ્થરો તેમાં નાખવામાં આવે છે. એક તરફ મહાપાલિકા વોંકળાની સફાઈ કરી શકતું નથી તેની સામે નદીઓ બુરી રહી છે. આ માટી અને પથ્થરો પાણી સાથે આગળ જવાથી નાના ચેકડેમો પણ પુરાઈ જશે. આ ઉપરાંત વધારે પુર વખતે દામોદર કૂંડ ખાતે મૂશ્કેલ સ્થિતિ સર્જાશે. ત્યારે આ અંગે મહાપાલિકાની સાથે સાથે વનવિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી તેમણે કરી છે.

બાબરાના તાઈવદરમાં દીપડાએ કર્યું શેઢાળીનું મારણ, લોકોમાં ભય.


Jun 04, 2014 00:01
બાબરા : બાબરાથી ૭ કિ.મી.દૂર આવેલા તાઈવદર ગામની લગોલગ આવેલી મુસ્લિમ પરિવારની વાડીમાં છેલ્લા ચાર દિવસથી આવી ચડેલા દીપડાથી ગ્રામ્ય વિસ્તાર ભયભીત બની ગયો છે.
બે દિવસથી જંગલ ખાતાના ચાવડા,મોરડીયા દીપડાને પાંજરે પુરવા મથામણ કરે છે.વાડીમાલિક સહીત ગામલોકો ખુલ્લામાં બાંધેલા પશુઓના રક્ષણ માટે રાત ઉજાગરા કરે છે.
 વાડીમાં તાજી વિસાયેલી ભેસના બચ્ચાને ઉપાડવા દીપડો ખેતરમાં આવી બેસતો હોવાથી અને મોટા ભાગના વાડીના મકાનો અને ગ્રામ્ય રહેઠાણો જુની ઢબના ખુલ્લા પડવારવાળા હોવાથી ભય ફેલાયો છે.મોડી સાંજે ખેતરમાં શેઢાળીનું મારણ કર્યાનું ન વિભાગે જણાવ્યું હતું.

Tuesday, June 3, 2014

સાત વન અધિકારીને સસ્પેન્ડ કરવા લોકાયુક્તમાં ફરિયાદ.

Jun 02, 2014 00:55
  • ગુજરાત રાજ્ય પર્યાવરણ બચાવ સમિતિની રજૂઆતથી ખળભળાટ
વિસાવદર : ગુજરાતની અસ્મિતાના ગૌરવ સમા ગીરના સિંહોના ટપોટપ થઈ રહેલા મોત તથા અભ્યારણમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિ બદલ વર્ષોથી એક જ સ્થળે ચીટકી રહેલા જંગલખાતાના સાત અધિકારીઓને જવાબદાર ગણાવી આ તમામને સસ્પેન્ડ કરવા ગુજરાત રાજ્ય પર્યાવરણ બચાવ સમિતિ દ્વારા લોકાયુક્તમાં ફરિયાદ થતાં હાહાકાર મચી જવા પામ્યો છે.ગુજરાત રાજય પર્યાવરણ બચાવ સમિતિના પ્રમુખ રજાકભાઈ બ્લોચ લોકાયુક્તને કરેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર અગ્રમુખ્ય વનસંરક્ષક ગાંધીનગર, ચીફ કન્ઝવેટર ઓફ ફોરેસ્ટ, જૂનાગઢ, ગિરપૃર્વ, ગિરપશ્ચિમ, નોર્મલ વિભાગ અને સાસણના ડી.સી. એફ. સામે ફરજમાં બેદરકારી રાખી ઈન્ડિયન ફોરેસ્ટર એકટ ૧૯૨૭ તથા વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન ૧૯૭૨ના કાયદાનો ભંગ કરનાર અધિકારીઓને હોદા પરથી દૂર કરવા અને ફોજદારી રાહે પગલા ભરવાની માંગ કરી છે કારણ કે જંગલખાતાના અધિકારીઓ તેની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા છે તેના કારણે કુદરતી વન્ય જીવસંપદા તથા વિશાળ માનવ સમુદાયનું અસ્તિત્વ જોખમમાં મુકાયુ છે. સંકળોગિરના સિંહોના મોતના જવાબદાર અને વન્યજીવ અને પર્યાવરણ રક્ષકો પોતાના અંગત સ્વાર્થ ખાતર ભ્રષ્ટાચાર આચરી પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા છે. વર્ષ ૧૯૬૫ તથા ૧૯૭૪માં ગીર અભ્યારણની થયેલી માપણી મુજબ કુલ ૧૪૧૨.૧૩ ચો.કી. ૩ ક્ષેત્રફળ હતુ પરંતુ હાલમાં આ વિસ્તારમાં ઘણું દબાણ થયેલ છે. તેમજ અભ્યારણ વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક અધિકારીઓની મીઠી નજર હેઠળ ખનીજચોરી કરનારાઓને સામાન્ય પેનલ્ટી વસૂલ કરી જવા દેવામાં આવે છે. અભ્યારણના પ કી.મી.ના પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ પ્રકારના ઉદ્યોગોને બાંધકામની પરવાનગી આપવામાં આવતી નથી તેમ છતાં ખુદ જંગલખાતાના અધિકારીઓ દ્વારા અભયારણ્ય વિસ્તારમાં હોટેલ ઉદ્યોગને ફાર્મ હાઉસ, મોટા સંકુલોમાં બાંધકામ માટે પરવાનગી આપવામાં આવી છે. વર્ષ ૧૯૯૫માં થયેલ સિંહની વસ્તીમાં ૩૦૪ સિંહ હતા જયારે ૨૦૦૧માં ૩૨૭ થયા, વર્ષ ૨૦૦૫માં ની ગણત્રીમાં ૩૫૯ સિંહો હતા. જ્યારે ૨૦૧૦માં થયેલ સિંહ ગણત્રીમાં ૪૧૧ સિંહો હતા. છેલ્લા ર૦ વર્ષ દરમિયાન માત્ર ૧૦૭ સિંહોની સંખ્યામાં વધારો થયેલ છે તેની સામે છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૨૩૭ સિંહોના સતાવાર મત્યુ થયાએ સિવાય બિન સતાવાર ૩૦૦ થી વધુ સિંહોના મોત થયાનો આક્ષેપ રજાકભાઈ બ્લોચે કર્યો છે. જે સિંહોના મોત થયા તેમના ૮૦ ટકા સિંહોના મોત અભ્યારણ બહાર થયા કારણ કે પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે ગિર અભ્યારણમાં સતત માનવ સમુદાયના હસ્તક્ષેપથી અને સતત ઘોંઘાટ, પોલ્યુશન, ખોરાક, પાણીની તકલીફ, અપુરતી સારવારના કારણે ગીરની શાન ગણાતા સિંહો પોતાની માહિભૂમી છોડીને અજાણ્યા વિસ્તારમાં જતા રહ્યાં છે. માત્ર જંગલ ખાતાના અધિકારીઓની બેદરકારીને કારણે જ સિંહો વિનાશાના આરે છે.
ગિર અભ્યારણ વિસ્તારમાં શરૃઆતમાં ૮૪૫ માલધારી કુટુંબો વસવાટ કરતા આ માલધારીઓ પાસે કુલ ૧૬૮૪૨ ઢોર હતા. જેના કારણે સિંહોને પુરતા પ્રમાણમાં શિકાર મળી રહેતો હતો. પરંતુ વર્ષ ૧૯૮૬ દરમિયાન જંગલખાતા દ્વારા ૫૮૦ માલધારીઓને અભયારણ્ય બહાર કાઢી મૂકવામાં આવ્યાં, તેની જગ્યાએ વન વિભાગ દ્વારા પ્રવાસન ઉદ્યોગ વિકસાવવામાં આવી રહ્યો છે. જયારે નેસડાના માલધારીઓને પાકા બાંધકામો કરવા દેવામાં આવ્યાં ન હતા જયારે આજે બેરોકટોક બાંધકામો થઈ રહ્યાં છે.
છેલ્લા પાંચ વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવી લાખો કરોડો રૃ.નો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જેના ઉદાહરણરૃપે મગર ઉછેર કેન્દ્ર પ્રકૃતિ શિબીર કેમ્પ સાઈટો, સિંહોના સંરક્ષણની કરોડો રૃ.ની ગ્રાંટોનો દૂર ઉપયોગ જેવી અનેક બાબતોને લઈ જંગલખાતાના અધિકારીઓ સામે ફરિયાદ કરેલ છે. ઉપરોકત ફરિયાદમાં રજાકભાઈના જણાવ્યાં પ્રમાણે ઉપરોકત ફરિયાદો અનેકવાર આધાર પુરાવા સાથે કરેલ હોવા છતા આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા લોકાયુક્તમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે લોકાયુક્ત શું કરે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
http://sandesh.com/article.aspx?newsid=2946502

લીલીયા બૃહદ (ગીર) વિસ્તારમાં ર૦ સાવજોએ કર્યું નીલગાયનુું મારણ.

Jun 03, 2014 00:07

  •  એકસાથે વનરાજોના ટોળાના આગમનથી ગ્રામજનોમાં ફેલાયો ભયનો માહોલ
લીલાયા : લીલીયા બૃહદ (ગીર) વિસ્તારના ભોરીંગડાની સીમ નજીક એક સાથે ર૦-ર૦ સાવજોના ટોળાએ નીલગાયનું મારણ કર્યું હતું.ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.એકી સાથે ર૦ સાવજ નજરે નિહાળનાર લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
 લીલીયા બૃહદ(ગીર) વિસ્તારમાં સાવજોની સંખ્યા એટલી હદે વધી રહી છે કે અવાર નવાર સાવજોના મ?ટા ઝુંડ ગમે ત્યાં નજરે પડી જાય છે. આ વિસ્તારમાં એક જ ગ્રુપના ૩૦ થી વધુ સાવજોનો વસવાટ છે.આ સાવજો પોતાની હદમાં હરતા ફરતા રહે છે.મોટા ભાગે આ સાવજો પોત પોતાની રીતે છૂટા ફરતા રહેતા હોય છે પણ કયારેક ગ્રુપના મોટા ભાગના સભ્યો એક જ જગ્યાએ એકઠા પણ થઈ જતા હોય છે.આવું જ ગત રાત્રીના ભોરીગડાના પાદરમાં બન્યું હતું.
 વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભોરીંગડાના પાદરમાં ગત રાત્રીના એક સાથે ર૦ સાવજોનું ટોળું આવી ચડયું હતું અને એક નીલગાયનું મારણ કર્યું હતું.
 આ ગ્રુુપમાં ત્રણ માસના સિંહ બાળથી લઈ દસ વર્ષના સાવજોનો સમાવેશ જોવા મળતો હતો.બાદમાં સિંહ પરિવારે ભરપેટ ભોજન લીધું હતું.રાત્રીના સમયે ભોરીંગડા ગામની સીમ સાવજોની ડણકથી ગાજી ઉઠી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક વન તંત્રના અધિકારીઓ દોડી ગયા હતા.
 ભોરીંગડાની સીમમાં એકી સાથે ર૦ સાવજોના મહા ટોળાને નજરે જોનારા કેટલાક લોકોના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી.
http://sandesh.com/article.aspx?newsid=2946759

આવતીકાલે કનઝર્વેટર ઓફ ફોરેસ્ટની વેસ્ટર્ન રેલ્વેનાં જીએમ સાથે બેઠક.


Bhaskar News, Junagadh | Jun 02, 2014, 01:14AM IST
- આવતીકાલે કનઝર્વેટર ઓફ ફોરેસ્ટની વેસ્ટર્ન રેલ્વેનાં જીએમ સાથે બેઠક
- ટ્રેન હેઠળ કપાતા સાવજોને બચાવવા વનવિભાગ એકશનમાં

પીપાવાવ પોર્ટ બ્રોડગેજ રેલ્વે લાઇન પર તાજેતરમાંજ ટ્રેન હેઠળ કપાઇ જતાં સાવજોનાં મોતની અનેક ઘટના બની છે. ત્યારે આવા અકસ્માતોને રોકવા માટે વનતંત્રએ સંખ્યાબંધ પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત સાવજો માટે બાયપાસ કે અંડરપાસ બને તેમજ અન્ય પ્રયાસો પણ થાય એ માટે જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળનાં વન સંરક્ષક આગામી તા. ૩ જૂને મુંબઇ ખાતે વેસ્ટર્ન રેલ્વેનાં જનરલ મેનેજર સાથે બેઠક યોજનાર છે.

ગિરનાં જંગલમાં વસતા એશિયાટિક સિંહોનો પરિભ્રમણ વિસ્તાર હવે ગિરનાં જંગલની બહાર છેક તળાજા સુધી પહોંચ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાંથી પસાર થતી પીપાવાવ પોર્ટ બ્રોડગેજ રેલ્વે લાઇન પરથી પસાર થતી માલગાડી હડફેટે તાજેતરમાં અનેક વખત સિંહોનાં ટ્રેન હેઠળ કપાઇ જવાની ઘટનાઓ બની છે. વનવિભાગ આવા બનાવો રોકવા માટે હરકતમાં આવી ગયું છે.

આ માટે સિંહોનાં પરિભ્રમણ વિસ્તારને ઓળખી કાઢી એ વિસ્તારમાંથી ટ્રેન પસાર થતી હોય ત્યારે એન્જીન ડ્રાઇવરે કઇ તકેદારી રાખવી એ માટેની ખાસ તાલીમ પણ તેઓને આપવામાં આવી છે. જેમાં આ વિસ્તારમાં ટ્રેન ધીમી પાડી દેવા, હોર્ન મારવા સહિ‌તનાં પગલાં સામેલ છે.

દરમ્યાન સિંહો ટ્રેક પર આવ્યા વિના અંડર પાસ કે બાયપાસ કરી શકે એવી વ્યવસ્થા, અમુક ચોક્કસ સ્થળે ટ્રેકની બંને તરફ ફેન્સીંગ, વગેરે પગલાં લેવા માટે જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળનાં વનસંરક્ષક આર. એલ. મીણા આગામી તા. ૩ જૂને મુંબઇ જનાર છે. અને ત્યાં તેમની વેસ્ટર્ન રેલ્વેનાં જનરલ મેનેજર સાથે બેઠક યોજાશે. ત્યારે આ બેઠક તરફ પર્યાવરણવાદીઓની નજર મંડાઇ છે.

સિંહોનાં અપમૃત્યુ અટકાવવા સલાહકાર સમિતી બનાવો.


Bhaskar News, Visavadar | Jun 02, 2014, 00:40AM IST
- સિંહોનાં અપમૃત્યુ અટકાવવા સલાહકાર સમિતી બનાવો
- વિસાવદર શહેર ભાજપ પ્રમુખે જિલ્લા પ્રભારી મંત્રી સમક્ષ વ્યથા વ્યકત કરી
- વિસાવદર શહેર અને તાલુકાનાં સમસ્યારૂપ પ્રશ્નો પણ વર્ણવ્યા

છેલ્લા કેટલાય સમયથી રોડ અને ટ્રેન માર્ગે સિંહોનાં અપમૃત્યુ સામે રાજ્ય સરકાર સલાહકાર સમિતી બનાવે તેવી તેમજ વિસાવદર શહેર અને તાલુકાનાં જૂના સમસ્યારૂપ પ્રશ્નોનું નિરાકરણ આવે તે મુદ્દે શહેર ભાજપ પ્રમુખે જિલ્લા પ્રભારી અને મંત્રી એવા બાબુભાઈ બોખીરીયાને રજૂઆત કરી માંગ વ્યકત કરી છે. વિસાવદર શહેર ભાજપ પ્રમુખ લલીતભાઇ ભટ્ટે જૂનાગઢ ખાતે જિલ્લા પ્રભારી તથા મંત્રી બાબુભાઇ બોખરીયાને શહેર તથા તાલુકાનાં વિકાસ તથા વર્ષોથી ન ઉકેલ આવેલ અનેક પ્રશ્નોની લેખિત રજૂઆત કરેલ છે.

જેમાં વિસાવદર શહેરની પ્રાથમિક શાળાઓ જે વર્ષોથી જૂની બિલ્ડીંગ છે. તેને રિનોવેશન તેમજ પાકા સ્લેબવાળી બનાવવી, સામુહિ‌ક આરોગ્ય કેન્દ્રમાં ઇ.સી.જી (કાડિયોગ્રામ), મશીન તથા દર્દીઓ માટેનાં રૂમમાં વધારો કરવો, નગરપાલિકાનાં ચિફ ઓફિસરની બદલી કરવી, તેમજ જૂની માંગણી મુજબ ન.પા. તાલુકો સંપૂર્ણ ખેતી આધારીત હોય સરકાર દ્વારા કોઇ નવા ઉદ્યોગની સ્થાપના થાય જેનો લાભ સ્થાનિક વિસ્તારમાં લોકોને મળે, વીજ કંપની દ્વારા શનિવારે સમારકામ મુદ્દે લાઇટ બંધ રાખવામાં આવે છે.

તેમા સુધારો જરૂરી છે.શહેરમાં રમત-ગમતનું એક પણ મેદાન ન હોય તેથી એક મેદાન ફાળવવું.સિંહોની રક્ષા માટે સરકારે આ અંગે જાણકારો તથા અનુભવીઓની એક સલાહ સમિતિની રચના કરવી અને આ સમિતિની સુચના મુજબ કાયદાની રચના કરવી. વિસાવદર તથા સાસણને જોડતો જંગલ વિસ્તારનો ૧૪ કિમીનો રસ્તો છે. જેને પાકો રોડ બનાવવો જરૂરી છે.

ગઢડાનાં મોતીસરમાં ચિંકારાનાં ૩ શિકારી ઝબ્બે : અવશેષો કબ્જે કર્યા.


Bhaskar News, Una | Jun 01, 2014, 02:08AM IST
- ગઢડાનાં મોતીસરમાં ચિંકારાનાં ૩ શિકારી ઝબ્બે : અવશેષો કબ્જે કર્યા

ગીર ગઢડા તાલુકાનાં મોતીસરની સિમમાં જંગલ બોર્ડરની નજીક આવેલ હોય અને સિમમાં ગઇકાલે સમી સાંજનાં સમયે મોતીસર ગામનાં ત્રણ શખ્સો ભાવેશ ભગવાન સોલંકી, રાણા રૂખડ પરમાર, તેમજ ભૂપત બચુ પરમાર નામના શખ્સો નાનો મોટો શિકાર કરવાના ઇરાદે આંટાફેરા મારતા હોય એ સમયે જંગલમાંથી ચિંકાર નામનું પ્રાણ સીમમાં આવી પહોંચતા આ ત્રણેય શખ્સોએ ચિંકારાનો શિકાર કરવાનું મનમાં નક્કી કરી લેતા પ્રથમ આ ચિંકારાને જોરદાર લાકડીનો ઘા મારતા તે પડી ગયેલ બાદમાં તેમની નજીક પહોંચી જઇ ઇજા પામેલ ચિંકારાને પથ્થરનાં ઘા મારી મોત નિપજાવેલ હતું.

ત્યારબાદ આ ચિંકારનું મોત નિપજાવ્યા બાદ તેમના શરીરમાંથી ચામડુ કાઢી સારૂ કહેલ બાદમાં પણ તેમજ મોઢુ અલગ કરી નાખેલ હતું. બાદમાં આ ત્રણેય શખ્સોએ ચિંરાનાં માસનાં અલગ-અલગ ભાગ કરી પોત પોતાના ઘરે લઇ ગયા હતા.

આ અંગેની બાતમી ધારી રેન્જનાં ડીએફઓ અંશુમનને મળતા તાત્કાલીક જશાધાર રેન્જનાં એસીએફ વણપરીયા આર.એફ.ઓ બી.ટી.આયર, કોઠારીયા રેન્જનાં ફોરેસ્ટર આર.કે.ડેર, એન.એમ.મોરી, પઠાણભાઇ, વાણાભાઇ સહિ‌ત વનવિભાગનો સ્ટાફ મોતિસર જઇ તપાસ કરતા ત્રણેય શખ્સોનાં ઘરે પહોંચી ગયેલ અને માસ રાંધતા હતા ત્યારે વનવિભાગનાં અધિકારી પહોંચી જતાં તેઓ પણ ચૌંકી ઉઠયા હતા અને આ ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા.

તુલસી શ્યામના મહંત ભોળાદાસબાપુનુ નિધન, ભક્તો શોકમગ્ન.

Dilip Raval, Amreli | Jun 02, 2014, 23:53PM IST
તુલસી શ્યામના મહંત ભોળાદાસબાપુનુ નિધન, ભક્તો શોકમગ્ન

- સંતના નિધનથી બાબરીયાવાડ શોકમાં ગરકાવ
- અશ્રુભીની વિદાય : તુલસી શ્યામ મંદિરના મહંત ભોળાદાસબાપુનું નિધન થતા સૌરાષ્ટ્રભરમાંથી સેવકગણ દોડી આવ્યો
- સંતના નશ્વરદેહના સંતો મહંતોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

જ્યાં ધર્મની ધજા સતત ફરકતી રહે છે તે તુલશીશ્યામ જગ્યાના મહંત ભોળાદાસબાપુ ગુરૂ સેવાદાસબાપુનું ગઇરાત્રે અચાનક જ નિધન થતા બાબરીયાવાડ તથા અમરેલી જીલ્લા સહિ‌ત સૌરાષ્ટ્રભરમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. આજે અહિં ઉપસ્થિત નામી-અનામી સંતો મહંતો, રાજકીય આગેવાનો અને સેવક સમુદાયે બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

ભોળાદાસબાપુના નિધનના નિધનના સમાચારને પગલે સતાધારથી વિજયદાસબાપુ, તાતકડાના બાલકૃષ્ણદાસબાપુ, મુક્તાનંદબાપુ, ચલાલાના મહાવિરબાપુ, ગોવિંદબાપુ, કરશનદાસબાપુ, લક્ષ્મણદાસબાપુ, જમનાદાસબાપુ, મણીરામબાપુ, નિરૂબાપુ, સરસીયાના શ્યામ સુંદરદાસજીબાપુ, જુનાગઢના સીતારામબાપુ, રાજુભાઇ શાસ્ત્રી વિગેરે આજે તુલશીશ્યામ દોડી આવ્યા હતાં અને ભોળાદાસબાપુની અંતિમવિધીમાં હાજરી આપી હતી. આજે બપોરે બાર કલાકે ભોળાદાસબાપુના નશ્વર દેહને આ સંતો-મહંતોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.
 
ભોળાદાસબાપુ વિશાળ સેવક વર્ગ ધરાવતા હતાં. બાપુના નિધનના સમાચારને પગલે બાબરીયાવાડ સહિ‌ત જીલ્લાભરમાં શોકની લાગણી ફરી વળી હતી. રાજુલા-જાફરાબાદ, નાગેશ્રી, સાવરકુંડલા, ઉના, ધારી, બગસરા, અમરેલી, ધોકડવા, સોનારીયા, ડેડાણ સહિ‌તના આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્ત સમુદાય તુલશીશ્યામ દોડી ગયો હતો.

સંસ્થાના વહીવટકર્તા અને માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂ, સેંજળના શાંતીબાપુ વિગેરે પણ અહિં દોડી આવ્યા હતાં. હાલના પ્રધાનમંત્રી અને તે વખતના રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા ગીર ગઢડા આવ્યા ત્યારે તેમણે ભોળાદાસબાપુનું સન્માન કર્યુ હતું. ભોળાદાસબાપુએ તુલશીશ્યામની જગ્યાના વિકાસ માટે મહત્વની ભુમિકા અદા કરી હતી.
ઠેર ઠેરથી અપાઇ શ્રધ્ધાંજલી

પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ પરશોતમભાઇ રૂપાલાએ બાપુને શ્રધ્ધાંજલી અર્પતા જણાવ્યુ હતું કે સરળ સંતની વિદાય સૌરાષ્ટ્રને સાલશે. પૂર્વ સાંસદ નવિનચંદ્ર રવાણી અને વિરજીભાઇ ઠુમ્મરે પણ બાપુને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. ધારાસભ્ય હિ‌રાભાઇ સોલંકીએ જણાવ્યુ હતું કે ભોળાદાસબાપુ ભોળા સાધુ હતા. પૂજય મોરારીબાપુએ પણ શોક સંદેશો પાઠવ્યો હતો.
૪૦ વર્ષથી મંદિરમાં સેવા આપતા હતાં

ભોળાદાસબાપુ છેલ્લા ૪૦ વર્ષથી તુલશીશ્યામ મંદિરમાં કોઇને કોઇ રીતે સેવા કરી રહ્યા હતાં. અગાઉ સૌ પ્રથમ ડેડાણ શ્યામ સુંદર ભગવાનની જગ્યામાં પણ સેવા કરતા હતાં. સમગ્ર બાબરીયાવાડમાં તેમનો સેવક ગણ ખુબ જ વધુ છે. શ્યામબાપાની ટેલ લેવા તેઓ ગામેગામ અને ઘરે ઘરે જતાં.

ગ્યાના વિકાસમાં મોટુ યોગદાન

ભોળાદાસબાપુ છેલ્લા ૧૦ વર્ષથી તુલશીશ્યામના મહંત તરીકે હતાં. જગ્યાના વિકાસમાં સતત કાર્યરત રહેતા હતાં. અહિં નવુ ભોજનાલય, એસી રૂમો, મંદિરનો ગેઇટ, ભગવાનના ઘરેણા, રહેવા અને ભોજનની વ્યવસ્થા ઉભી કરવામાં તેમણે અગત્યની ભુમિકા ભજવી હતી. અહિં બી.વી. વરૂ, અશોકભાઇ મેનેજર, ભોળાભાઇ, જોરૂભાઇ ઉચૈયા, દાદભાઇ વરૂ, પીઠુભાઇ બોરીચા, મીઠાભાઇ લાખણોત્રા, બાબુભાઇ રામ વિગેરે તુલશીશ્યામ દોડી ગયા હતાં.

જાફરાબાદના શેલણામા ખુંખાર દીપડો પાંજરે પુરાયો, લોકોમાં રાહત.

જાફરાબાદના શેલણામા ખુંખાર દીપડો પાંજરે પુરાયો, લોકોમાં રાહત
Dilip Raval, Amreli | Jun 02, 2014, 16:04PM IST
રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારોમાં જાણે દીપડાની સંખ્યા વધી રહી હોય તેમ દરરોજ એક દીપડો પાંજરે પુરાઈ રહ્યો છે. વનવિભાગે ખાખબાઇમાથી ત્રણ દીપડા પાંજરે પૂર્યા હતા ત્યાં આજે જાફરાબાદ તાલુકાના શેલણા ગામની સીમમાંથી વધુ એક દપિડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
 
ગીર જંગલમા વસતા સાવજો અને દીપડાઓ હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારોમા પણ અનેક વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. રાજુલાના ખાખબાઇ ગામની સીમમાંથી વનવિભાગે ત્રણ દીપડાને પાંજરે પૂર્યા હતા ત્યાં આજે અહીંના જાફરાબાદ તાલુકાના શેલણા ગામની સીમમાથી વધુ એક દીપડાને પાંજરે પુરવામા સફળતા મળી છે.
 
શેલણાના ધાર વિસ્તારમાથી આજે ખુંખાર દિપડો પાંજરે સપડાઇ ગયો હતો. બે માસ પહેલા આ દિપડાએ અહીં એક ખેડુત પર હુમલો કર્યો હોવાનુ કહેવાય છે. દિપડો પાંજરે પુરાઇ જતા તેને જસાધાર એનીલમ કેર સેન્ટરમા મોકલી આપવામા આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા જાફરાબાદ પંથકમાથી આજે ચોથા દિવસે ચોથો દીપડો પાંજરે પુરાઇ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Sunday, June 1, 2014

દીપડાએ ભારે કરી, સૌ સડસડાટ ચડી ગયા ઝાડ પર.

દીપડાએ ભારે કરી, સૌ સડસડાટ ચડી ગયા ઝાડ પર
Bhaskar News, Babara | Jun 01, 2014, 09:50AM IST
- બાબરાના તાઇવદરમાં દિપડાએ દેખા દેતા દોડાદોડી
- દિપડો બાજરાના પાકમા સંતાયો : રેસ્કયુ ટીમ દ્વારા દિપડાને પાંજરે પુરવા કવાયત શરૂ

ગીર જંગલમા વસતા દિપડાઓ પણ હવે રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે આજે સવારના સુમારે બાબરા તાબાના તાઇવદર ગામની સીમમાં એક વાડીમા દિપડાએ દેખાદેતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી. આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા અહી વનવિભાગની રેસ્કયુ ટીમ પાંજરા સાથે દોડી આવી હતી અને આ દિપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી હતી.

તાઇવદર ગામે રહેતા હયાતખાન વસલખાન બ્લોચની વાડીમા આજે સવારના સુમારે દિપડાએ દેખાદીધા હતા. તેમના પુત્ર મહંમદભાઇ તેમજ પરિવારના આઠથી દસ સભ્યો બાજરાના પાક લણવાની કામગીરી કરી રહ્યાં હતા. અચાનક જ મહમદભાઇનો પગ સુતેલા દિપડાની પુંછડી પર પડતા તેઓ ગભરાઇ ગયા હતા. દિપડો નજરે પડતા તમામ સભ્યોમા થોડી વાર માટે દોડાદોડી મચી ગઇ હતી.

બાદમાં આ વાત વાયુવેગે પ્રસરી જતા ગામમાથી લોકો અહી દોડી આવ્યા હતા. અનેક લોકો વૃક્ષો પર પણ ચડી ગયા હતા. બાદમા આ અંગે રેંજ ફોરેસ્ટને જાણ કરતા રાજુભાઇ ચાવડા અને પી.આર.મોરડીયા, ગંભીરસિંહ ચુડાસમા અહી દોડી આવ્યા હતા. દિપડાના સગડ મળી આવતા અમરેલીથી પાંજરૂ અને રેસ્કયુ ટીમને અહી બોલાવી લેવામા આવી હતી. આરએફઓ હેરભાના માર્ગદર્શન તળે રેસ્કયુ ટીમના પ્રફુલભાઇ મહેતા, ફિરોજભાઇ સહિ‌તે બાજરાના પાક વચ્ચે પાંજરૂ ગોઠવી દિપડાને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી. જો કે હજુ સુધી દિપડો પાંજરે સપડાયો નથી.

ખાખબાઇમાથી વધુ એક દિપડો પાંજરે સપડાયો

રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારોમાં અનેક સાવજો તેમજ દિપડાઓ વસવાટ કરી રહ્યાં છે. ત્યારે હજુ ગઇકાલે અહીના ખાખબાઇની સીમમાંથી એક દિપડો પાંજરે સપડાયો હતો. ત્યાં આજે વધુ એક દિપડાને પાંજરે પુરવામા વનવિભાગને સફળતા મળી હતી. અહી દિલુભાઇ અમરૂભાઇ વરૂની વાડીમા પાંજરૂ ગોઠવવામા આવ્યુ હતુ. દિપડો પાંજરે પુરાઇ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
 
(તમામ તસવીરો: દિલીપ રાવલ, અમરેલી) 

અમરેલી: ચિંકારાનો શિકાર કરતા ત્રણ શખ્સો, ત્રણેયની થઇ ધરપકડ.

Bhaskar News, Una | Jun 01, 2014, 00:28AM IST
- ગઢડાનાં મોતીસરમાં ચિંકારાનાં ૩ શિકારી ઝબ્બે
- કાર્યવાહી : શિકાર કર્યા બાદ માંસ રાંધી મિજબાની કરે તે પહેલા વનવિભાગ ત્રાટક્યું
- વનતંત્રએ ચિંકારાનાં અવશેષો પણ કબજે કર્યા

ગીર ગઢડા તાલુકાનાં મોતીસર ગામમાં ધારી રેન્જનાં ડીએફઓને મળેલી બાતમીનાં આધારે ત્રાટકેલી વનવિભાગની ટીમે ચિંકારાનો શિકાર કરી તેની મિજબાની માણતા ત્રણ કોળી શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે વનવિભાગે આ શખ્સો અન્ય વન્યપ્રાણીઓનાં શિકારમાં સંડોવાયેલા છે કે કેમ ? તેની તપાસ હાથ ધરી છે. નોંધનીય એ છે કે, ગીર-ગઢડા અને ઊના તાલુકાનાં ગીર પંથકમાં ચિંકારાનાં શિકારનું રીતસરનું ષડયંત્ર પણ ચાલે છે.

મોતીસરની સિમમાં જંગલ બોર્ડરની નજીક આવેલ હોય અને સિમમાં ગઇકાલે સમી સાંજનાં સમયે મોતીસર ગામનાં ત્રણ શખ્સો ભાવેશ ભગવાન સોલંકી, રાણા રૂખડ પરમાર, તેમજ ભૂપત બચુ પરમાર નામના શખ્સો નાનો મોટો શિકાર કરવાના ઇરાદે આંટાફેરા મારતા હોય એ સમયે જંગલમાંથી ચિંકાર નામનું પ્રાણ સીમમાં આવી પહોંચતા આ ત્રણેય શખ્સોએ ચિંકારાનો શિકાર કરવાનું મનમાં નક્કી કરી લેતા પ્રથમ આ ચિંકારાને જોરદાર લાકડીનો ઘા મારતા તે પડી ગયેલ બાદમાં તેમની નજીક પહોંચી જઇ ઇજા પામેલ ચિંકારાને પથ્થરનાં ઘા મારી મોત નિપજાવેલ હતું.

ત્યારબાદ આ ચિંકારનું મોત નિપજાવ્યા બાદ તેમના શરીરમાંથી ચામડુ કાઢી સારૂ કહેલ બાદમાં પણ તેમજ મોઢુ અલગ કરી નાખેલ હતું. બાદમાં આ ત્રણેય શખ્સોએ ચિંરાનાં માસનાં અલગ-અલગ ભાગ કરી પોત પોતાના ઘરે લઇ ગયા હતા. આ અંગેની બાતમી ધારી રેન્જનાં ડીએફઓ અંશુમનને મળતા તાત્કાલીક જશાધાર રેન્જનાં એસીએફ વણપરીયા આર.એફ.ઓ બી.ટી.આયર, કોઠારીયા રેન્જનાં ફોરેસ્ટર આર.કે.ડેર, એન.એમ.મોરી, પઠાણભાઇ, વાણાભાઇ સહિ‌ત વનવિભાગનો સ્ટાફ મોતિસર જઇ તપાસ કરતા ત્રણેય શખ્સોનાં ઘરે પહોંચી ગયેલ અને માસ રાંધતા હતા ત્યારે વનવિભાગનાં અધિકારી પહોંચી જતાં તેઓ પણ ચૌંકી ઉઠયા હતા અને આ ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા આ અંગે વનવિભાગનાં સૂત્રોનો સંપર્ક કરતા જણાવેલ હતુ કે આ ત્રણેય શખ્સો એ ચિંકારાનો શિકાર કર્યા બાદ તેના માંસની મિજબાની રાંધતા હતા આ ત્રણેય શખ્સોને માંસનાં તપેલા સાથે ઝડપી લીધા બાદ તેમની પૂછપરછ કરતા આ ત્રણેય શખ્સોએ ચિંકારાના અવશેષો નજીકનાં વાડામાં ફેંકેલા હતા તે સ્થળ બતાવતા વનવિભાગે ચિંકારાનાં અવશેષો તેમજ લાકડી સહિ‌તની વસ્તુઓ વનવિભાગે ચિંકારાનાં અવશેષો તેમજ લાકડી સહિ‌તની વસ્તુઓ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ વનવિભાગે ચિંકારાનાં શિકારની ઘટના બન્યા બાદ ગણતરીની કલાકોમાં મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધા હતા.

ચિંકારાનો લાકડીનાં પ્રહાર કરી શિકાર કર્યો

ત્રણ શખ્સો શિકારની પાછળ દોટ મૂકી પકડી ન શકે તે માટે પ્રથમ શિકારને જોતા તેમને લાકીનાં ઘા મારી ઇજા પહોંચાડયા બાદ પથ્થરનાં ઘા મારી મોત નિપજાવી બાદમાં ચામડુ તેમજ અન્ય અવશેષો કાઢી માંસનાં ભાગ પાડેલ.

માંસ રાંધતા’તા તે વખતે જ વનવિભાગ પહોંચ્યું

ત્રણેય શખ્સો પોત પોતાના ઘરે માંસ રાધતા હતા એ વખતે જ વનવિભાગનાં અધિકારી પહોંચી જઇ શીકારીઓને ઝડપી લીધા હતા.

અમરેલી: રાજુલાના ખાખબાઇમા વધુ એક દપિડો પાંજરે સપડાયો.

Dilip Raval, Amreli | May 31, 2014, 18:38PM IST
અમરેલી: રાજુલાના ખાખબાઇમા વધુ એક દપિડો પાંજરે સપડાયો
- રાજુલાના ખાખબાઇમા વધુ એક દપિડો પાંજરે સપડાયો
- હજુ ગઇકાલે પણ એક દપિડો પાંજરે પુરાયો હતો
- લોકોએ રાહતનો શ્વાસ લીધો
 
રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારોમાં અનેક સાવજો તેમજ દપિડાઓ વસવાટ કરી રહ્યાં છે. ત્યારે હજુ ગઇકાલે અહીના ખાખબાઇની સીમમાંથી એક દપિડો પાંજરે સપડાયો હતો. ત્યાં આજે વધુ એક દપિડાને પાંજરે પુરવામા વનવિભાગને સફળતા મળી હતી. અહી દિલુભાઇ અમરૂભાઇ વરૂની વાડીમા પાંજરૂ ગોઠવવામા આવ્યુ હતુ. દપિડો પાંજરે પુરાઇ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગીરગઢડામાં કુવામાં ખાબકેલા સિંહબાળને બચાવાયું.

Bhaskar News, Una | Jun 01, 2014, 00:29AM IST
ગીરગઢડામાં કુવામાં ખાબકેલા સિંહબાળને બચાવાયું
- ગીરગઢડામાં કુવામાં ખાબકેલા સિંહબાળને બચાવાયું
- રેસ્ક્યુ : સાત સિંહનું ગૃપ સવારમાં સીમમાંથી જંગલ તરફ જઈ રહ્યું હતું ત્યારે બની ઘટના
- વન વિભાગની ટીમનું રેસ્કયુ ઓપરેશન

ગીરગઢડામાં એક સિંહબાળ કુવામાં ખાબકી જતાં વન વિભાગે રેસ્કયુ કરી તેને બચાવી લીધુ હતું. સાત સિંહનું ગૃપ સીમમાંથી જંગલ તરફ જઇ રહયું હતું ત્યારે આ ઘટના બની હતી. રેસ્કયુ વખતે લોકોનાં ટોળા ઉમટી પડયાં હતાં.

ગીરગઢડામાં જામવાળા રોડ પર રહેતાં કરણાભાઇ દેવશીભાઇ ભાલીયાનાં મકાન પાસેથી આજે વહેલી સવારનાં અરસામાં સાત સિંહોનું ગૃપ જંગલ તરફ જઇ રહયું હતું ત્યારે પાણી વગરનાં ૨૦ ફૂટ ઉંડા ખુલ્લા કુવામાં એક સિંહબાળ ખાબકી ગયું હતું. સવારનાં ઘરની આસપાસ પાણીની પાઇપ લાઇન તૂટેલી જોવા મળતાં કરણાભાઇ અને તેનો પરિવાર નવાઇ પામી ગયો હતો અને તપાસ કરતાં કુવામાંથી આવતાં અવાજથી અંદર જોતા સિંહનું બચ્ચું જોવા મળ્યું હતું.

આ સમયે જિ.પં.નાં સભ્ય બાલુભાઇ હિ‌રપરા અને સરપંચ કેશુભાઇ અહીંયાથી પસાર થતાં હોય તેમને ઝાંખીયા વન વિભાગને વાકેફ કરતાં તેઓએ જશાધાર રેન્જનાં આરએફઓ બી.ટી. આહિ‌રને જણાવતાં રેસ્કયુ ટીમ પાંજરા સાથે સ્થળ પર પહોંચી ગયેલ અને સિંહબાળને કુવામાંથી સલામત રીતે કાઢી પાંજરામાં પુરી એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવાયું હતું. જયાં વેટરનરી તબીબે તેનું પરિક્ષણ કરી કોઇ ઇજા ન હોવાનું જણાતા આ બચ્ચાને જંગલમાં તેના પરિવાર સાથે મિલન કરાવી દીધું હતું. આ રેસ્કયુ દરમિયાન લોકોનાં ટોળા સ્થળ પર ઉમટી પડયાં હતાં.

દંપતિએ ઘરમાં બનાવ્યુ કિચન ગાર્ડન, ઉગાડ્યા શાકભાજી.

Bhaskar News, Junagadh | May 31, 2014, 09:55AM IST
દંપતિએ ઘરમાં બનાવ્યુ કિચન ગાર્ડન, ઉગાડ્યા શાકભાજી
- જૂનાગઢનાં દંપતિએ ઘરમાં બનાવ્યું કીચન ગાર્ડન
- ન્યૂ ટ્રેન્ડ - કૃષિ યુનિવર્સિ‌ટીનાં કવાર્ટરમાં રહેતા દંપતિએ અનેક શાકભાજી, ફળ અને ફૂલો ઉગાડયાં

આજની ફાસ્ટ લાઇફમાંથી ફ્રેશ થવા કે પછી મનને શાંતી મળે તે હેતુથી લોકો પ્રકૃતિ, કુદરતી વાતાવરણ તરફ વળી રહેલા જોવા મળે છે. જોકે, કોંક્રીંટનાં જંગલો, ઇલેકટ્રોનિક ઉપકરણો, ફાસ્ટ ફૂડવાળી જીંદગીમાંથી જો ક્યારેક કુદરતનાં સાનિધ્યમાં વિહરવાનો મોકો મળે તે પણ ખૂબ મોટી વાત છે. ત્યારે જૂનાગઢમાં રહેતા કે. બી. પરમાર દંપતિએ પોતાના ઘરમાં સુંદર કિચન ગાર્ડન બનાવ્યું છે. જેમાં નાનાકડા ફળિયામાં ખૂબ જ મોટી સંખ્યામાં ફળ, ફૂલ અને શાકભાજી ઉગાડયા છે.

ડો. કે. બી. પરમાર અને તેમના પત્ની છેલ્લા થોડા સમયથી કૃષિ યુનિવર્સિ‌ટીનાં કવાર્ટરમાં રહે છે. હજુ પાંચેક મહિ‌ના પૂર્વે જ તેમને કેમ્પસ પરિસરમાં ક્વાર્ટર મળ્યું છે. ત્યારે આટલા ટૂંકા ગાળામાં જ તેઓએ વિવિધ શાકભાજી, ફૂલ અને ફળ ઉગાડયા છે. આ વિશે નંદુબેન પરમારે જણાવ્યું હતું કે, અમે અહીં રહેવા આવ્યા ત્યારે મોટું ઘાસ ઉગેલું હતું. આ ઘાસને સાફ કરવામાં તેઓને અઠવાડીયા જેટલો સમય લાગી ગયો હતો. આજે એ જગ્યામાં શાકભાજીની પચાસેક જાતો હશે. ઉપરાંત જસ્મીન, જૂઇ, ડોલર, ગુલાબ, ચંપો, મધુમાલતી વગેરે જેવા સુગંધી ફૂલો પણ ખરા.

શહેરમાં વસતા લોકો આ પ્રકારે ઘરમાં જ શાકભાજી અને ફળ ઉગાડતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કિચન ગાર્ડનની એક યોજના ચાલે છે. જેમાં જિલ્લાનાં નાયબ નિયામક (બાગાયત) દ્વારા કિચન ગાર્ડનનો વ્યાપ વધે તે માટે દર વર્ષે સ્પર્ધા પણ યોજાતી રહે છે.
દંપતિએ ઘરમાં બનાવ્યુ કિચન ગાર્ડન, ઉગાડ્યા શાકભાજી
દરરોજ ૩ કલાક બગીચાનું જતન કરે છે

ડો. કે. બી. પરમાર આ બગીચાની સારસંભાળ માટે ૩ કલાકનો સમય ફાળવે છે. નંદુબેન પરમારનાં જણાવ્યા મુજબ, બગીચાની સારસંભાળ રાખવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. તેમાનો એક છે શરીરને સંપૂર્ણ કસરત મળી રહે છે.

રીંગણા, ભીંડો, સરગવો જેવા પ૦ જાતના શાકભાજી

આ બગીચામાં રીંગણા, ભીંડો, સરગવો, દુધી, મૂળા, મરચા, કોબીજ, ટીંડોરા, ડુંગળી, બીટ, ગરમર, મોગરી, પાલક, ગલકા, પાંદડી, કંટોલા, સક્કરીયા, ફૂદિનો, અગઠીયા જેવા વિવિધ પ્રકારનાં પ૦ જેટલી જાતના શાકભાજી ઉગાડવામાં આવ્યા છે.

નવા પીપળીયા ગામે પ્રૌઢ પર સિંહણનો હુમલો : પીઠમાં ઇજા.

Bhaskar News, Junagadh | May 31, 2014, 01:05AM IST
- નવા પીપળીયા ગામે પ્રૌઢ પર સિંહણનો હુમલો : પીઠમાં ઇજા
- વાડી માલિકની સુચનાથી સિંહણ જોવા ગયો, પણ નશામાં હતો એટલે સિંહણ દેખાઇ જ નહીં

જૂનાગઢ તાલુકાનાં નવા પીપળીયા ગામે વાડી વિસ્તારમાં આજે સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં ખેતરમાં સિંહણ આવી ચઢી હતી. ખેતરમાં સિંહણ આવી છે કે નહિં, એ જોવા માટે ગયેલા એક પ્રૌઢને સિંહણે ઘાયલ કર્યા હતા. નવા પીપળીયા ગામે રહેતા સાદુરભાઇ નાગભાઇ ચાંદ્રોડ નામના પ્રૌઢ ધીરૂભાઇ પુંજાભાઇ હીરપરાની વાડીએ કામ કરતા હતા. તે દરમિયાન વાડી માલિક ધીરૂભાઇએ સાદુરભાઇને કહ્યું કે, વાડીમાં સિંહ આવ્યો લાગે છે.

જરા જોઇ આવતો. તેમ કહેતા વાડીમાં સિંહ આવ્યા છે કે નહિ‌ તે જોવા માટે સાદુરભાઇએ વાડીમાં ઝાડ ઉપર ચઢીને સિંહ આવ્યા છે કે નહીં તે જોવા જતા અંધારાને લીધે લિમડા પાસેજ બેઠેલી સિંહણ નજરે ચઢી ન હતી.

પરિણામે સિંહણથી એક મિટર દુર રહેલા સાદુરભાઇ લીમડાના ઝાડ પર ચઢવા જઇ રહ્યા હતા. તે દરમિયાન સિંહણે તેમના ઉપર તરાપ મારી વાંસાના તથા ખભાના ભાગે બચકા ભર્યા હતા. જેમાં સાદુરભાઇને ઇજા પહોંચતા સારવાર માટે બિલખા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવ અંગે વન વિભાગના આરએફઓ કનેરીયાએ જણાવ્યું હતું કે, સાદુરભાઇ દારૂના નશામાં હોવાને કારણે સિંહણ નજીક આવી ગઇ હોવાથી તેમનાં ધ્યાને આવી ન હતી.

સિંહનાં મોત સામે લોકાયુક્તમાં ફરિયાદ : પગલા લેવાની માંગ.


Bhaskar News, Veraval | May 30, 2014, 00:38AM IST
 
- સિંહનાં મોત સામે લોકાયુક્તમાં ફરિયાદ : પગલા લેવાની માંગ

જંગલ વિભાગનાં અધિકારીઓ ફરજમાં બેદરકારી દાખવતા હોવાની લેખિત રજૂઆત ગુજરાત રાજ્ય પર્યાવરણ બચાવ સમિતિનાં રજાક બ્લોચ દ્વારા રાજ્યનાં લોકાયુક્ત વિભાગમાં કરી જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાની માંગણી કરેલ છે. ગુજરાત રાજ્ય પર્યાવરણ બચાવ સમિતિનાં પ્રમુખ રજાક બ્લોચ દ્વારા કરેલ લેખિત રજૂઆતમાં જણાવેલ કે, ગીર અભ્યારણ વિસ્તારમાં થતી ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવામાં નિષ્ફળ ગયેલ હોય તેમ વર્ષ ૧૯૬પ તથા ૧૯૭૪માં ગીર અભ્યારણ વિસ્તારની થયેલ માપણી મુજબ કુલ ૧૪૧૨.૧૩ ચો.કી.મી.નું ક્ષેત્રફળ હતુ પરંતુ હાલમાં આ વિસ્તારમાં ઘણુ દબાણ થયેલ હોવાનો આક્ષેપ કરેલ છે. અને ખનિજચોરો દ્વારા બેફામ પણે ગીર અભ્યારણ વિસ્તારમાંથી ખનીજ ચોરી કરવામાં આવી રહેલ હોવાનું જણાવેલ છે.

આ ઉપરાંત ઇ.સ.૧૯૯પમાં થયેલ સિંહ ગણતરી મુજબ ૩૦૪ સિંહો હતા અને વર્ષ ૨૦૦૧માં ૩૨૭ સિંહો હતા જ્યારે વર્ષ ૨૦૦પમાં ૩પ૯, વર્ષ ૨૦૧૦માં ૪૧૧ સિંહો હતા અને આ આંકડા મુજબ છેલ્લા વીસ વર્ષમાં ૧૦૭ સિંહની સંખ્યામાં વધારો થયેલ તેની સામે છેલ્લા પાંચ વર્ષમાં ૨૩૭ સિંહોનાં સત્તાવાર મૃત્યું નિપજેલ છે. ગીર અભ્યારણ વિસ્તારમાં ૮૪પ માલધારી કુટુંબ વસવાટ કરતા તે પૈકીના માલધારીઓ પાસે ૧૬૮૪૨ ઢોરની સંખ્યા હતા. અને આ અભ્યારણમાં સિંહોને પુરતા પ્રમાણમાં શિકાર મળી રહેતો પરંતુ વર્ષ ૧૯૮૬ દરમ્યાન જંગલખાતા દ્વારા પ૮૦ માલધારી કુટુંબને અભ્યારણ બહાર કાઢી મુકવામાં આવ્યા અને અભ્યારણ વિસ્તારમાં ઉદ્યોગને બાંધકામ કરવા પર પ્રતિબંધ હોવા છતા આ કાયદાનો ભંગ થઇ હોવાનું રજૂઆતમાં જણાવેલ છે.

કોડીનાર પંથકનાં ચીડીવાવ ગામે દિપડો કુવામાં ખાબક્યો.

કોડીનાર પંથકનાં ચીડીવાવ ગામે દિપડો કુવામાં ખાબક્યો
Bhaskar News, Kodinar | May 29, 2014, 01:55AM IST
દોડધામ : રાત્રીનાં અંધકારમાં ખાબક્તા રેસ્કયુ

૧ કલાકની જહેમત બાદ વનવિભાગે દિપડાને બહાર કાઢયો

કોડીનાર તાલુકાનાં ચીડીવાવ ગામે એક દિપડો ખેતરનાં કુવામાં ખાબક્યો હતો. આ અંગની જાણ થતાં વનવિભાગની રેસ્ક્યુ ટીમ ત્યાં દોડી ગઇ હતી. અને એક કલાકની જહેમતનાં અંતે દિપડાને બહાર કાઢયો હતો. દિપડો ગતરાત્રિનાં કુવામાં ખાબક્યો હોવાનું મનાઇ રહ્યું છે. જોકે, વાડી માલિકને માલુમ પડતાં તેણે વનવિભાગને આજે સાંજે તેની જાણ કરી હતી.

કોડીનાર તાલુકાનાં ચીડીવાવ ગામે આવેલી જશાભાઇ રામસીંગભાઇની વાડીનાં ખુલ્લા કુવામાં એક દિપડો પડી ગયાનું આજે સાંજે પ:૩૦ વાગ્યાનાં અરસામાં ધ્યાને આવ્યું હતું. આ અંગે જામવાળા સ્થિત વનવિભાગની કચેરીને જાણ કરાઇ હતી. આથી જામવાળાનાં આરએફઓ એલ. ડી. પરમાર, ફોરેસ્ટર રાઠોડભાઇ, પ્રતાપભાઇ, રણજીતભાઇ અને રેસ્ક્યુ ટીમનાં બુધેશભાઇ તુરતજ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

કાંઠા વગરનાં ખુલ્લા કુવામાંથી એક કલાકની જહેમત બાદ દિપડાને સહીસલામત રીતે બહાર કાઢયો હતો. બાદમાં દિપડાને તબીબી તપાસ માટે સાસણ ખાતે મોકલી અપાયો હતો. દિપડો ૮ થી ૯ વર્ષની વયનો નર હોવાનું જાણવા મળ્યું છે. આ દિપડો ગતરાત્રિ દરમ્યાન મોરને અથવા કોઇ શિકારને પકડવા દોડતી વખતે કુવામાં પડી ગયાનું મનાઇ રહ્યું છે.

તાલાલામાં સીદી આદિવાસીઓનું પાલિકા સામે ઉપવાસ આંદોલન શરૂ.

તાલાલામાં સીદી આદિવાસીઓનું પાલિકા સામે ઉપવાસ આંદોલન શરૂ
Bhaskar News, Talala | May 29, 2014, 01:51AM IST
મળવા પાત્ર વિવિધ ૧૮ મુદ્દાઓ સાથે લડત આદરી
 
તાલાલા શહેરમાં વસતા સીદી આદિવાસી સમાજનાં લોકોએ પાયાની સવલતો પુરી પાડવા અને આદીવાસી તરીકે મળવા પાત્ર લાભો મળતા ન હોય સીદી સમાજનાં ગરીબ અને પછાત પરિવારોને સરકારનો વિવિધ યોજના હેઠળનાં લાભો પુરા પાડવા અઢાર મુદ્દાની માંગ સાથે તાલાલા નગરપાલિકા સામે સીદી સમાજનાં લોકોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે.

સૌરાષ્ટ્ર સીદી આદી જાતી વિકાસ મહીલા સંગઠનનાં નેજા હેઠળ શરૂ થયેલ આંદોલન અંગે સંગઠનનાં અગ્રણી હાસુભાઇ રજબભાઇ પરમારે જણાવેલ કે આંદોલન પહેલા અમોએ તાલાલા નગર પાલિકા સમક્ષ માંગો રજૂ કરી મળવાપાત્ર સવલતો અપાવવા રજૂઆતો કરેલ અને માંગ નહીં પુરી કરાય તો ના છૂટકે આંદોલન કરવાની જાણ કરેલ આજ સુધી નગરપાલિકાનાં સત્તાધીશો તરફથી રજૂઆતો અંગે ધ્યાન ન અપાતા ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે.

આંદોલન માટે મુખ્ય મુદ્દા ઘર માટે જમીન આપવી, જૂના મકાનો પાડી નવા બનાવી આપવા, પીવા માટે શુધ્ધ પાણી આપવુ દરેક ઘરોમાં નળ કનેકશનો આપવા સીદી વાડા માટે અલગથી પાણીનો ઓવરહેડ ટાંકો બનાવી આપવો. પ્રસંગો માટે સીદી ભવન બનાવવુ, સીદી વિસ્તારમાં ભુગર્ભ ગટર સહિ‌ત વિવિધ અઢાર માંગો સાથે શરૂ થયેલા ઉપવાસ આંદોલનને પ્રથમ દિવસે જ ભારે સહકાર મળ્યો હતો જવાબદાર વહીવટી તંત્ર રજૂઆતોનાં ઉકેલ માટે ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. ઉલ્લેખનીય એ છેકે, ઉપવાસ છાવણીમાં સીદી આદિવાસીઓનાં પ્રતિનિધીઓએ કહ્યું હતુ કે, શહેરમાં મળવા પાત્ર લાભો પણ ન મળતા હોય ત્યારે રજૂઆત પછી સૌરાષ્ટ્રનાં સંગઠનનાં નેતૃત્વમાં આ પગલુ લઇ પાલિકા સામે આંદોલનનાં મંડાણ કર્યા છે.

વ્હેલશાર્કને બચાવવામાં જૂનાગઢ દેશમાં બીજા નંબર.

Bhaskar News, Junagadh | May 29, 2014, 01:46AM IST
જૂનાગઢ વન વિભાગને ઇન્ડિયા બાયો ડાવર્સિ‌ટી એર્વોડ એનાયત કરાયો

શેડયુલ-૧માં આવતી વ્હેલ શાર્કને બચાવવામાં જૂનાગઢ વન વિભાગનો સિંહફાળો રહ્યો છે. વર્ષ ૨૦૦૧થી આજ સુધીમાં જાળમાં ફસાયેલી ૪૦પ વ્હેલ શાર્કને મુકત કરાઇ છે. જે બદલ ભારત સરકારનાં વન અને પર્યાવરણ મંત્રાલય, યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામનાં સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ વન વિભાગને ઇન્ડિયા બાયોડાવર્સિ‌ટી એર્વોડ એનાયત કરવામાં આવ્યો છે. વ્હેલને બચાવવામાં જૂનાગઢનો દેશમાં બીજો ક્રમ રહ્યો છે.

તાજેતરમાં આંદામાન ટાપુ ખાતે કેન્દ્ર સરકારનાં વન અને પર્યાવરણ મંત્રાલય અને યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામનાં સંયુક્ત ઉપક્રમે ૨૦૧૪ ઇન્ડિયા બાયોડાવર્સિ‌ટી એર્વોડનો કાર્યક્રમ યોજાયો હતો. આ એર્વોડનો હેતુ ભારત દેશની ઘનિષ્ઠ જૈવ વૈવિધ્યતાનું રક્ષણ તેમજ જન જાગૃતિ માટે છે. આ એર્વોડ કાર્યક્રમમાં કુલ ચાર કેટેગરીમાં ભારતભરમાંથી કુલ ૧પ૦ નોમીનેશન થયા હતા.

આ પૈકી કો-મેનેજમેન્ટ કેટેગરી અંતર્ગત વ્હેલ શાર્ક સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગમાંથી જૂનાગઢ વન વિભાગને એર્વોડ બીજા નંબરે એનાયત કરવામાં આવ્યો હતો. સોરઠનાં દરિયા કિનારે વન વિભાગ, વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, ટાટા કેમીકલ્સ, દરીયા કિનારાનાં માછીમારો તથા એનજીઓ સંસ્થા દ્વારા વ્હેલ શાર્કને બચાવવાનુ અભિયાન ચાલી રહ્યું છે. જેમા આજ સુધીમાં ૪૦પ વ્હેલ શાર્કને બચાવવામાં આવી છે. અને માછીમારોને નુકસાની પેઢે રૂપિયા ૬૧ લાખ ચુકવવામાં આવ્યા છે. તેમ ડીએફઓ આરાધના શાહુએ જણાવ્યું હતું.
વ્હેલશાર્કને બચાવવામાં જૂનાગઢ દેશમાં બીજા નંબર

માળિયાની બાબરાવીડીમાંથી ૪ માસનાં સિંહબાળનો મૃતદેહ મળ્યો.


Bhaskar News, Malia hatina/Junagadh | May 29, 2014, 01:34AM IST
 
વ્હેલી પરોઢે સિંહે ઇન્ફાઇટમાં મારી નાંખ્યાનું અનુમાન

માળિયા હાટીનાની બાબરાવીડીમાંથી આજે વનવિભાગને ફેરણા દરમ્યાન એક માદા સિંહબાળનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઇ હતી. આથી વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સિંહબાળને સિંહે ઇન્ફાઇટ દરમ્યાન મારી નાંખ્યાનું પ્રાથમિક અનુમાન થઇ રહ્યું છે.

માળિયા હાટીનાની બાબરાવીડીમાં એક સિંહ બાળનો મૃતદેહ પડયો હોવાની જાણ ફેરણા દરમ્યાન થતાં આરએફઓ ડોડીયા સહિ‌તનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનું પંચનામું કરી તેને પીએમ માટે સાસણ સ્થિત એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો. વનવિભાગનાં સુત્રોનાં જણાવ્યા મુજબ, સિંહ બાળનું મોત ઇન્ફાઇટમાં થયાનું અને તેને સિંહે મારી નાંખ્યાનુ પ્રાથમિક અનુમાન થઇ રહ્યું છે. ઇન્ફાઇટની આ ઘટના આજે વ્હેલી પરોઢે ૪:૩૦ વાગ્યે બની હોવાનું પણ વનવિભાગનું માનવું છે.

બચ્ચું માદા હોવાનું અને તેની વય આશરે ૪ માસની હોવાનું પણ વનવિભાગની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ બનાવ અંગે સ્થાનિક ર્નોમલ વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ છે. છેલ્લા કેટલાક સમયથી એક યા બીજા કારણોસર સિંહોનાં મોતની ઘટનાથી પર્યાવરણ પ્રેમીઓમાં આઘાતની લાગણી છવાઇ છે. જોકે, ઇન્ફાઇટનાં બનાવો અવારનવાર બનતા જ હોય છે. જંગલની લડાઇમાં સિંહોનો જંગ ઘણુંખરું ફાઇટ ટુ ફીનીશનો જ
હોય છે.

છેલ્લા કેટલાક સમયથી સિંહ અને સિંહબાળની માઠી બેઠી હોય તેવી રીતે એક પછી એક કમોતના બનાવો બની રહ્યા છે. બીજી તરફ જોવા જઇએતો આજે સિંહબાળનું મોત ઇનફાઇટમાં થયાનું પ્રાથમિક અનુમાન લગાવઇ રહ્યું છે ત્યારે સિંહબાળનો મૃતદેહ સાસણ ખાતે એનીમલ કેર સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો છે. ત્યાર બાદ રિપોર્ટ આવશે જેમાં સ્પષ્ટ થશે કે સિંહ બાળનું મોત કઇ રીતે થયુ છે.

માંગરોળનાં શેરીયાજમાં સાવજે વધુ એક માલઢોરનો કર્યો શિકાર.

માંગરોળનાં શેરીયાજમાં સાવજે વધુ એક માલઢોરનો કર્યો શિકાર
Bhaskar News, Mangrol | May 28, 2014, 23:59PM IST
- ફફડાટ : વન્યપ્રાણીઓ માનવ વસાહતમાં આવી રહ્યાં છે
- પશુપાલકોમાં ભયની લાગણી છવાઈ


માંગરોળ તાલુકાનાં શેરીયાજ ગામે ગતરાત્રીનાં સિંહે વધુ એક પશુનું મારણ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે.શેરીયાજનાં રાતડા વાડી વિસ્તારમાં પરેશભાઇ ગોવિંદભાઇ રાઠોડનાં ફળીયામાં બાંધેલી પાડી પર ગતરાત્રીનાં સિંહ ત્રાટક્યો હતો. જ્યાં દોરડું તોડી પાડીને ઢસડીને ૧૦૦ મીટર દૂર લઇ જઇ તેનું મારણ કર્યુ હતું. સવારે પશુપાલકને આ વાત ધ્યાને આવતા વનતંત્રને જાણ કરી હતી. છેલ્લા પાંચ દિવસમાં સિંહે આ વિસ્તારમાં બે દુઝાણા પશુઓનો શિકાર કરતા લોકો ભયભીત બન્યા છે. આ અંગે શેરીયાજનાં અગ્રણી દાનાભાઇ ખાંભલા ગ્રામજનો સાથે મામલતદારને રજૂઆત કરનાર છે.

માળિયાહાટીનાનાં ઘુંઘટીમાં દીપડાએ કર્યો ગાયનો શિકાર
માળિયાહાટીના : માળિયાહાટીનાનાં ઘુંઘટી ગામે ભુરાભાઇ બાવાભાઇ જેઠવાની વાડીનાં મકાનમાં ફળિયામાં બાંધેલી ગાય પર મધરાત્રે દીપડાએ હૂમલો કરી તેને ફાડી ખાધી હતી. આ બનાવનાં પગલે આરએફઓ ભાનુબેન ડોડીયા સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવી રોજકામ કરી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે.

તૃણાહારી પ્રાણીઓમાં ૮ ટકાનો વધારો.

તૃણાહારી પ્રાણીઓમાં ૮ ટકાનો વધારો
Bhaskar News, Junagadh | May 27, 2014, 03:04AM IST
- તૃણાહારી પ્રાણીઓમાં ૮ ટકાનો વધારો
- સત્તાવાર આંક જાહેર : ગિર-ગિરનારનાં જંગલમાં ગત પ , ૬ મેનાં રોજ ગણતરી હાથ ધરાઈ હતી
- ગત વર્ષ ૧,૨૪,૮૮૦ હજાર હતા હવે ગણતરી બાદ ૧,૩૨,પ૦૩ થયા

ગિર-ગિરનારનાં જંગલ વિસ્તારમાં ૨૦ દિવસ પૂર્વે તૃણાહારી પ્રાણીઓની ગણતરી હાથ ધરાઇ હતી. ગણતરી બાદ આ પ્રાણીઓની સંખ્યામાં ૮ ટકા જેટલો વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ સાથે તૃણાહારીઓની સંખ્યા બમણાથીયે વધુ થઇ છે. એ મુજબ હવે સાવજોને ભોજન માટે ગિર અને ગિરનાર જંગલમાં દર ચોરસ કિમીએ સરેરાશ ૭૯ તૃણભક્ષી પ્રાણીઓનું 'મેનુ’ મળી રહેશે. એમ સાસણનાં ડીએફઓ સંદિપકુમારે જણાવ્યું હતું. ગત વર્ષે હાથ ધરાયેલી ગણતરીમાં ૧,૨૪,૮૮૦ તૃણાહારીઓ જોવા મળ્યા હતા. જેમાં મોર અને વાનર (લંગૂર)નો પણ સમાવેશ થતો હતો. જ્યારે આ વર્ષે એ સંખ્યા ૧,૩૨,પ૦૩ ની થઇ છે. આમ વનવિભાગે ગત પ અને ૬ મેનાં રોજ હાથ ધરેલી તૃણભ્રક્ષી પ્રાણીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

સામાન્ય રીતે જંગલમાં સાવજોને ખોરાક માટે મુખ્ય આધાર તૃણાહારી પ્રાણીઓ હોય છે. અને એ માટે સાવજો ખોરાકની શોધમાં રહેતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે થયેલી તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી બાદ ગિર જંગલનાં વિસ્તારને ધ્યાને રાખીને પ્રાણીઓની ગણતરી કરીએ તો સાવજોને ખોરાક માટે વધુ પ્રાણીઓ મળી રહેશે. જેમાં દર ચોરસ કિમીએ સરેરાશ ૭૯ જેટલા પ્રાણીઓ મળશે. દર વર્ષે કરવામાં આવતી તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી તા. પ અને ૬ મે નાં રોજ કરાઇ હતી. બે દિવસ સુધી જંગલ ઉપરાંત રેવન્યુ વિસ્તારમાં પણ ગણતરી થઇ હતી. જેમાં વનતંત્રનાં અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ૮ જાતનાં પ્રાણીઓનાં ડેટા મેળવવામાં આવ્યા હતા. જેમાં ગણતરીનાં અંતે સૌથી વધુ ચિત્તલ, જંગલી ભૂંડ, ચિંકારા, મોર, વગેરેમાં વધારો નોંધપાત્ર પ્રમાણમાં છે. કુલ મળીને ૧,૩૨,પ૦૩ તૃણાહારીઓ નોંધાયા છે.

સાવજોનાં ખોરાક માટે સારા અણસાર : ડો. સંદિપકુમાર

સાસણનાં ડીએફઓ ડો. સંદિપકુમારે જણાવ્યું હતું કે, ગિર જંગલનો ૧૪૧૨ ચોરસ કિમીનો વિસ્તાર છે. અને ગિરનારનો વિસ્તાર ૧૮૧ ચોરસ કિમી છે. આ વખતે તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યા વધી છે. જે સાવજોનાં આહાર માટે સારા અણસાર છે. ખાસ કરીને દર સ્કવેર કિમીએ સાવજોને ૭૯ તૃણભક્ષી પ્રાણીઓ મળી રહેશે. વિસ્તારની દૃષ્ટિએ આ સરેરાશ અંદાજ છે.

બચ્ચાંની સંખ્યા વધુ : આવતા વર્ષે પણ વધારાની પૂરી શક્યતા

ડીએફઓ ડો. સંદિપકુમારે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, ગણતરી કરનાર ટીમનાં સભ્યોનાં એવું ધ્યાને આવ્યં છે કે, ચિત્તળ, સાબર, સહિ‌તનાં પ્રાણીઓનાં બચ્ચાંની સખ્યા સૌથી વધુ જોવા મળી છે. એ મુબજ આવતા વર્ષે તૃણાહારીઓમાં વધારો થવાની પૂરી શક્યતા છે.

ચૌશિંગા ૨૦૧૧માં ઘટયા બાદ સંખ્યા જળવાઇ

ચૌશિંગાની સંખ્યામાં ૨૦૧૦-૧૧ની ગણતરી વખતે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ૨૦૧૨-૧૩માં તેની સંખ્યા ૮૧૦ની હતી. તે હવે ૨૦૧૩-૧૪માં ૭પ૬ જોવા મળ્યા હતા. આ અંગે ડીએફઓ ડો. સંદિપકુમાર જણાવે છે કે, તેમાં કોઇ ઘટાડો નથી. પરંતુ અમુક જગ્યાએ આ પ્રકારનાં પ્રાણીઓ છે.

સોનાપુર સ્મશાન પાછળથી દિપડાનો મૃતદેહ મળી આવ્યો.


Bhaskar News, Junagadh | May 27, 2014, 02:53AM IST
- સોનાપુર સ્મશાન પાછળથી દિપડાનો મૃતદેહ મળી આવ્યો
- વૃદ્ધાવસ્થાનાં કારણે મોત થયાનું તારણ

જૂનાગઢની દક્ષિણ ડુંગર રેન્જનાં જોગણીયા બીટમાં આવેલા સોનાપુરી સ્મશાન પાછળનાં જંગલમાં દિપડાનો મૃતદેહ પડયો હોવાની જાણ વન વિભાગને થતાં વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને દિપડાનો મૃતદેહ સંભાળી તેને પીએમ માટે ખસેડયો હતો. જેમાં દિપડાનું મોત વૃદ્ધાવસ્થાનાં કારણે થયું હોવાનું તારણ બહાર આવ્યું હતું. દક્ષિણ ડુંગર રેન્જની જોગણીયા બીટમાં આવેલા સોનાપુરી સ્મશાન પાછળનાં જંગલમાં દિપડાનો મૃતદેહ પડયો હતો.

જેની જાણ વન વિભાગને થતા દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ મારૂ અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને દિપડાનાં મોતનું કારણ શોધવાનો પ્રયાસ કર્યો હતો. દિપડાના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. ૧૨ થી ૧૩ વર્ષની ઉમરનાં દિપડાનું વૃદ્ધાવસ્થાનાં કારણે મોત થયાનું બહાર આવ્યુ હતુ. વન વિભાગે પીએમ બાદ દિપડાનાં અગ્નિસંસ્કાર કર્યા હતા. દિપડાનાં નખ વગેરે સલામત હોવાનું પણ જાણવા મળ્યું હતું.

દિપડાનુ સરેરાશ આયુષ્ય ૧પ વર્ષ

જંગલમાંથી આજે વૃદ્ધાવસ્થાનાં કારણે એક નર દિપડાનુ મોત થયુ હતુ. સામાન્ય રીતે દિપડાનું સરેરાશ આયુષ્ય ૧પ વર્ષ હોય છે. જે દિપડાનુ મોત થયુ છે. તેની વય ૧૨ થી ૧૩ વર્ષ હોવાનુ જાણવા મળ્યુ છે.

આ રહ્યું સાવજોનું 'મેનુ': દર ચોરસ કિમીએ તૃણાહારીનું ભોજન.

Bhaskar News, Junagadh | May 27, 2014, 01:35AM IST
આ રહ્યું સાવજોનું 'મેનુ': દર ચોરસ કિમીએ તૃણાહારીનું ભોજન
- સાવજો માટે દર ચોરસકિમીએ ૭૯ તૃણાહારીનું ભોજન
- ગિર-ગિરનારનાં જંગલમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં ૮ ટકા વધારો
- ગણતરી બાદ ૧,૩૨,પ૦૩ થયા : ચિત્તલની સંખ્યામાં સૌથી મોટો ૩ હજારનો વધારો

ગિર-ગિરનારનાં જંગલ વિસ્તારમાં ૨૦ દિવસ પૂર્વે તૃણાહારી પ્રાણીઓની ગણતરી હાથ ધરાઇ હતી. ગણતરી બાદ આ પ્રાણીઓની સંખ્યામાં ૮ ટકા જેટલો વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ સાથે તૃણાહારીઓની સંખ્યા બમણાથીયે વધુ થઇ છે. એ મુજબ હવે સાવજોને ભોજન માટે ગિર અને ગિરનાર જંગલમાં દર ચોરસ કિમીએ સરેરાશ ૭૯ તૃણભક્ષી પ્રાણીઓનું 'મેનુ’ મળી રહેશે. એમ સાસણનાં ડીએફઓ સંદિપકુમારે જણાવ્યું હતું. ગત વર્ષે હાથ ધરાયેલી ગણતરીમાં ૧,૨૪,૮૮૦ તૃણાહારીઓ જોવા મળ્યા હતા. જેમાં મોર અને વાનર (લંગૂર)નો પણ સમાવેશ થતો હતો. જ્યારે આ વર્ષે એ સંખ્યા ૧,૩૨,પ૦૩ ની થઇ છે.
 
સામાન્ય રીતે જંગલમાં સાવજોને ખોરાક માટે મુખ્ય આધાર તૃણાહારી પ્રાણીઓ હોય છે. અને એ માટે સાવજો ખોરાકની શોધમાં રહેતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે થયેલી તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી બાદ ગિર જંગલનાં વિસ્તારને ધ્યાને રાખીને પ્રાણીઓની ગણતરી કરીએ તો સાવજોને ખોરાક માટે વધુ પ્રાણીઓ મળી રહેશે. જેમાં દર ચોરસ કિમીએ સરેરાશ ૭૯ જેટલા પ્રાણીઓ મળશે. દર વર્ષે કરવામાં આવતી તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી તા. પ અને ૬ મે નાં રોજ કરાઇ હતી. બે દિવસ સુધી જંગલ ઉપરાંત રેવન્યુ વિસ્તારમાં પણ ગણતરી થઇ હતી. જેમાં વનતંત્રનાં અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ૮ જાતનાં પ્રાણીઓનાં ડેટા મેળવવામાં આવ્યા હતા. જેમાં ગણતરીનાં અંતે સૌથી વધુ ચિત્તલ, જંગલી ભૂંડ, ચિંકારા, મોર, વગેરેમાં વધારો નોંધપાત્ર પ્રમાણમાં છે. કુલ મળીને ૧,૩૨,પ૦૩ તૃણાહારીઓ નોંધાયા છે.
આ રહ્યું સાવજોનું 'મેનુ': દર ચોરસ કિમીએ તૃણાહારીનું ભોજન
સાવજોનાં ખોરાક માટે સારા અણસાર : ડો. સંદિપકુમાર

સાસણનાં ડીએફઓ ડો. સંદિપકુમારે જણાવ્યું હતું કે, ગિર જંગલનો ૧૪૧૨ ચોરસ કિમીનો વિસ્તાર છે. અને ગિરનારનો વિસ્તાર ૧૮૧ ચોરસ કિમી છે. આ વખતે તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યા વધી છે. જે સાવજોનાં આહાર માટે સારા અણસાર છે. ખાસ કરીને દર સ્કવેર કિમીએ સાવજોને ૭૯ તૃણભક્ષી પ્રાણીઓ મળી રહેશે. વિસ્તારની દૃષ્ટિએ આ સરેરાશ અંદાજ છે.
આ રહ્યું સાવજોનું 'મેનુ': દર ચોરસ કિમીએ તૃણાહારીનું ભોજન
બચ્ચાંની સંખ્યા વધુ : આવતા વર્ષે પણ વધારાની પૂરી શક્યતા

ડીએફઓ ડો. સંદિપકુમારે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, ગણતરી કરનાર ટીમનાં સભ્યોનાં એવું ધ્યાને આવ્યં છે કે, ચિત્તળ, સાબર, સહિ‌તનાં પ્રાણીઓનાં બચ્ચાંની સખ્યા સૌથી વધુ જોવા મળી છે. એ મુબજ આવતા વર્ષે તૃણાહારીઓમાં વધારો થવાની પૂરી શક્યતા છે.
આ રહ્યું સાવજોનું 'મેનુ': દર ચોરસ કિમીએ તૃણાહારીનું ભોજન
જંગલ ભૂંડ ૨૦૧૨-૧૩માં અચાનક વધ્યા
જંગલી ભૂંડની સંખ્યામાં વર્ષ ૨૦૧૨-૧૩ની ગણતરી વખતે અચાકજ મોટો વધારો નોંધાયો હતો. વર્ષ ૨૦૧૧-૧૨માં તે ૧૪પ૦ હતા. તેની જગ્યાએ ૨૦૧૨-૧૩માં પપ૬૦એ પહોંચ્યા હતા.

વાનરની સંખ્યામાં ૨૦૧૨ બાદ સતત વધારો
તૃણભક્ષીઓ પૈકી ગિર-ગિરનારમાં વાનરની સખ્યામાં વર્ષ ૨૦૧૧-૧૨ સુધી સતત વધઘટ થતી રહેતી હતી. પરંતુ ૨૦૧૨ બાદ તેમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વખતે તેની સખ્યા ૨૩,૩૨૬ની નોંધાઇ છે.
આ રહ્યું સાવજોનું 'મેનુ': દર ચોરસ કિમીએ તૃણાહારીનું ભોજન
ચૌશિંગા ૨૦૧૧માં ઘટયા બાદ સંખ્યા જળવાઇ

ચૌશિંગાની સંખ્યામાં ૨૦૧૦-૧૧ની ગણતરી વખતે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બાદમાં જોકે, એ સંખ્યા સતત જળવાઇ રહી છે. ૨૦૧૨-૧૩માં તેની સંખ્યા ૮૧૦ની હતી. તે હવે ૨૦૧૩-૧૪માં ૭પ૬ જોવા મળ્યા હતા. આ અંગે ડીએફઓ ડો. સંદિપકુમાર જણાવે છે કે, તેમાં કોઇ ઘટાડો નથી. પરંતુ અમુક જગ્યાએ આ પ્રકારનાં પ્રાણીઓ છેજ.

વિસાવદરમાં સિંહનું ચામડું મળ્યું, ડાલામથ્થાના શિકારની આશંકા.

Bhaskar News, Visavadar | May 26, 2014, 14:12PM IST
વિસાવદરમાં સિંહનું ચામડું મળ્યું, ડાલામથ્થાના શિકારની આશંકા
- વિસાવદરમાં સિંહનું ચામડું મળ્યું : શિકારની આશંકા
- તપાસનો ધમધમાટ : મંડોરીયા વિસ્તારનાં આંબાના બગીચાની ઘટના
- વન વિભાગે અવશેષોને પરિક્ષણ માટે સાસણ મોકલ્યા : દોડધામ

વિસાવદરનાં મંડોરીયા વિસ્તારનાં આંબાનાં બગીચામાંથી સિંહનું ચામડું મળી આવતાં વનતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સિંહનાં અવશેષોને પરિક્ષણ માટે સાસણ મોકલી વનતંત્રે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનામાં શિકારની પણ આશંકા સેવાઇ રહી છે. વિસાવદરનાં મુનિ આશ્રમ રોડ પર ૩ કી.મી. અંતરે મંડોળીયા વિસ્તારમાં હાલ સુરત ખાતે રહેતાં મનસુખભાઇ તારપરાનું ખેતર આવેલું હોય અને આંબાનો બગીચો પણ હોય તે વિસાવદરનાં જીવાપરામાં રહેતાં અરવીંદભાઇ ગોંડલીયાએ ભાગીયા તરીકે રાખેલ છે.

આજે બપોરનાં અરસામાં અરવીંદભાઇ બગીચામાં આંટાફેરા કરી રહયાં હતાં ત્યારે આંબાનાં એક ઝાડ નીચેથી ચામડું જોવા મળતાં તે સિંહનું હોવાનું માલુમ પડતાં વન વિભાગનાં એસીએફને ટેલિફોનીક જાણ કરતાં અમો હાલ તાલાલા વન વિભાગની જમીનની પેશકદમી દુર કરવાની કામગીરીમાં હોવાથી સ્ટાફને મોકલી આપું છું અને ઉપલા અધિકારીને જાણ કરી અમો પણ પહોંચીએ છે એવો પ્રત્યુત્તર આપ્યો હતો.

બાદમાં વન વિભાગનાં કર્મચારીઓએ સ્થળ પર પહોંચી તપાસ કરતાં સિંહનું ચામડું હોવાની શંકા વ્યકત કરી હતી. આ ચામડું બે ફૂટ જેટલી પહોળાઇનું અને તેમાં એક નાનુ હાડકુ અને રૂવાટી હતી. આ ઉપરાંત ખેતરમાંથી થોડા અંતરે તપાસમાં વધુ બે હાડકા મળી આવેલ જે સિંહનાં પગ હોવાનું અનુમાન કરાઇ રહયું છે. આ સિંહનાં અવશેષોને સાસણ ખાતે પરિક્ષણ માટે મોકલી વન વિભાગે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનામાં શિકારની પણ આશંકા સેવાઇ રહી છે.
વિસાવદરમાં સિંહનું ચામડું મળ્યું, ડાલામથ્થાના શિકારની આશંકા
આ ઘટનાની તટસ્થ તપાસ કરો : ધારાસભ્ય રીબડીયા

આ ઘટનાની જાણ થતાં વન વિભાગ સ્થળ પર પહોંચે એ પૂર્વેજ કોંગી ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા ત્યાં પહોચી ગયેલ અને અગાઉ લાલપુરમાં સિંહનાં બચ્ચા બીલાડીનાં થઇ ગયેલ એમ આ ઘટનામાં સિંહનાં મોતની તટસ્થ તપાસ થાય એવી માંગણી કરી છે.
વિસાવદરમાં સિંહનું ચામડું મળ્યું, ડાલામથ્થાના શિકારની આશંકા
હાડપીંજર, નખ કઇ જગ્યાએ ? તપાસનો વિષય

સિંહનું ચામડું મળી આવ્યું પરંતુ તેના નખ અને હાડપીંજર મળવા પામ્યા નથી તો તે કઇ જગ્યાએ ? એ તપાસનો વિષય છે.
વિસાવદરમાં સિંહનું ચામડું મળ્યું, ડાલામથ્થાના શિકારની આશંકા
આ ઘાયલ સિંહનું ચામડું હોઇ શકે : આરએફઓ

આ વિસ્તારમાં વયોવૃધ્ધ ઘાયલ સિંહ હોવાની વાતને આરએફઓ ગોઢાણીયાએ સમર્થન આપતાં જણાવ્યું હતું કે, મારી અગાઉનાં આરએફઓએ તેની સારવાર કરાવી હતી કદાચ ફરી તે ઘાયલ થયો હોય એમ માની શકાય.
વિસાવદરમાં સિંહનું ચામડું મળ્યું, ડાલામથ્થાના શિકારની આશંકા
વન તંત્રની બેદરકારી સામે આવી

આ બનાવમાં વનતંત્રની સદંતર બેદરકારી સામે આવી છે. કર્મચારીઓ યોગ્ય રીતે પેટ્રોલીંગ કરતા નથી એવું સાબીત થાય છે. બીમાર સિંહ હોય તો તેને પકડી સાસણ સારવારમાં મોકલી આપવો જોઇએ એવું લોકો કહી રહયાં છે.