Friday, September 27, 2013

... ને વનરાજને મોઢામાં આવેલો શિકાર છોડી ભાગવું પડ્યું.


Bhaskar News, Visavadar   |  Sep 23, 2013, 00:16AM IST
... ને વનરાજને મોઢામાં આવેલો શિકાર છોડી ભાગવું પડ્યું
- વિસાવદરનાં મંડોરીયા ગામ નજીક ગાય પર હૂમલો કર્યા બાદ
- બે યુવાનોએ હાકલા પડકારા કરી દોટ મુકતાં ફેન્સીંગ વચ્ચેની એક ફૂટની જગ્યામાંથી ભાગવામાં કેશવાળી તારમાં ફસાઇ ગઇ


વિસાવદરનાં મંડોરીયા નજીક આજે બપોરનાં અરસામાં વનરાજે એક ગાય પર હૂમલો કરી તેનો શિકાર કરે એ પહેલાજ બે યુવાનોએ હાકલા પડકારા કરી દોટ મુકતાં ફેન્સીંગ વચ્ચેની એક ફૂટની જગ્યામાંથી શિકાર મુકી ભાગવું પડ્યું હતું. ભાગવામાં વનરાજની કેશવાળી  તારમાં ફસાઇ ગઇ હતી.

વિસાવદરથી ૪ કિ.મી. અંતરે મંડોરીયા નજીક આવેલ સિતારામ ફાર્મમાં આજે બપોરનાં અરસામાં ગાય ચરિયાણ કરી રહી હતી ત્યારે અચાનક વનરાજે આવી ચઢી તેની પર હૂમલો કરી દઇ ગરદનનાં ભાગે બચકા ભરી ગાયને પછાડી દીધી હતી.
... ને વનરાજને મોઢામાં આવેલો શિકાર છોડી ભાગવું પડ્યું
આ અરસામાં અહીંયા કામ કરી રહેલાં નીતિન રવજીભાઇ અને શેઢા પાડોશી ખીમાભાઇ નામનાં બે યુવાનોએ  હાકલા પડકારા કરી હિમંત પૂર્વક વનરાજ પાછળ દોટ મુકતાં જંગલનાં રાજાને શિકાર છોડી ભાગવુ પડ્યું હતું.  આ સમયે ભાગવા માટેનો કોઇ રસ્તો ન મળતાં  ફેન્સીંગની એક ફૂટની જગ્યામાંથી ભાગવામાં વનરાજની કેશવાળી તારમાં ફસાઇ ગઇ હતી. બંને યુવાનોની હિંમતથી ગાય મોતનાં મુખમાંથી બચી ગઇ હતી.
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-lion-step-back-during-hunting-in-visavadar-4382550-PHO.html

સાસણ સહિત ૩ ગામો અચોક્કસ મુદ્દત માટે બંધ.

Bhaskar News, Talala | Sep 24, 2013, 23:48PM IST
લડતનો નિર્ધાર: નવરચિત જિલ્લાને બદલે અખંડ તાલુકાનું વિભાજન અને જુનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ કરવાના સરકારી નિર્ણય સામે ગુરૂવારથી
- સાસણ,ભાલછેલ અને હરિપૂર ગામમાં વિભાજનનો રોષ : ગુરૂવારથી સિંહ સદન સામે છાવણી નાંખી પ્રતિક ઉપવાસ પર બેસશે
- જનતાનાં જનમત વિરૂધ્ધનાં નિર્ણયથી હવે લોક લડત : સર્વપક્ષીય રીતે આ પ્રશ્ને ઉચ્ચકક્ષા સુધી લડત આપવાની તૈયારી આગેવાનોએ બતાવી


પ્રજાની સુખાકારી વધારવાનાં બદલે પરેશાની વધારતા સરકારનાં પ્રજામતની વિરૂદ્ધનાં અન્યાયી નિર્ણય સમયે તાલાલા તાલુકાનાં ગીરનાં ત્રણ મુખ્ય ગાયો સાસણ, ભાલછેલ, હરીપુરનાં ગ્રામજનોએ ગુરૂવાર ૨૬ તારીખથી ત્રણેય ગામો અચોક્કસ મુદત માટે બંધ કરી પ્રતિક ઉપવાસ શરૂ કરી સરકાર સામે વેદના વ્યક્ત કરવાનો કાર્યક્રમ આજે જાહેર કરી તાલાલા તાલુકા સમક્ષ અન્યાય સામેની લડતમાં સરકાર આપવાની અપીલ કરી હતી.

સાસણ, ભાલછેલ, હરીપુર ગામનાં સરપંચો, આગેવાનોની આજે સાસણ ખાતે મીટિંગ મળી હતી. ત્રણેય ગામોને તાલાલાથી અલગ કરી મેંદરડા તાલુકામાં સમાવવાથી ગ્રામ્ય પ્રજાની મુશ્કેલી વધી ગઇ છે. ત્રણેય ગામોમાં ગ્રામસભાઓ કરી પ્રજાનો જનમત લેવાયો ત્રણેય ગામોની પ્રજાએ તાલાલા તાલુકો વહીવટી, ભૌગોલિક અને અંતરની દ્રષ્ટીએ અનુકૂળ હોય તાલાલા તાલુકામાં જ રહેવાની માંગ સાથે જનમત આપ્યો.

તે જનમત રૂપી ગ્રામસભાઓનાં ઠરાવોનું સંયુક્ત આવેદન ગત તા.૧૬ નાં બનાવી સરકારને મોકલી આપ્યુ છતાં સરકાર ગીરની ગ્રામ્ય પ્રજાની વ્યથા સાંભળતી ન હોય તેવી સ્થિતી જણાતા ગુરૂવારથી સાસણ, ભાલછેલ, હરીપુર ત્રણેય ગામો અચોક્કસ મુદત માટે બંધ કરી સાસણમાં ત્રણેય ગામનાં લોકો સંયુક્ત પ્રતિક ઉપવાસ શરૂ કરે તેવુ મીટિંગમાં નક્કી કરી સરકારને ઢંઢોળી ફેર નિર્ણય કરવા લોક લડત શરૂ કરવાનું જાહેર કરાયેલ.

સાસણ સિંહ સદનની સામે પ્રતિક ઉપવાસ છાવણી ઉભી કરાશે. જે છાવણીની મુલાકાતે તાલાલા તાલુકાનાં વિવિધ ગામોનાં આગેવાનો અને લોકો આવી ત્રણેય ગામની લોકલડતને ટેકો જાહેર કરશે. તાલાલા તાલુકામાં ત્રણ મુખ્ય ગામોને તાલાલામાંથી અલગ કરવાનાં અન્યાયી નિર્ણય સામે સમગ્ર તાલાલા તાલુકામાં ભારે આક્રોશ છે. ગુરૂવારથી શરૂ થનાર અચોક્કસ મુદત બંધનાં એલાનને સમગ્ર તાલુકામાંથી ભરે સહકાર મળશે.

આજે મળેલી મીટિંગમાં સાસણ વેપારી મંડળનાં વેપારીઓ, સરપંચ લખમણભાઇ, પૂર્વ સરપંચ ભરતભાઇ મુસ્લિમ સમાજનાં અગ્રણી જુમાભાઇ કટીયા, વેપારી વઅગ્રણી જીકાભાઇ બ્રહ્ન સમાજનાં બીપીનભાઇ, તાલુકા પંચાયતનાં સદસ્ય દેવાયતભાઇ વાઢેર સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અન્યાયી નિર્ણય સામે મક્કમ લડ આપવાનો નિર્ધારવ્યક્ત કર્યો હતો.

- સરકાર નહી સાંભળે તો ઉગ્ર આંદોલન કરાશે

સાસણ, ભાલછેલ, હરીપુર અચોક્કસ મુદત માટે ગુરૂવારથી બંધ કરી સરકાર સમક્ષ ગ્રામ્યપ્રજાની વેદના વ્યક્ત કરાશે છતાં સરકાર નહી સાંભળે તો ત્રણેય ગામોમાં શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર, ચક્કાજામ, ભૂખ હડતાલ અને જરૂર પડ્યું આત્મ વિલોપનની ચિમકી અગ્રણીઓ અને ગ્રામજનોએ ઉચ્ચારી છે.

- ૧૦૮ ને મેંદરડા નહી તાલાલા લઇ જવાઇ

સાસણમાં ગઇકાલે એક મહિલાની તબિયત બગડતા ૧૦૮ ને ફોન કર્યો તો મેંદરડા તાલુકામાં ચાલતી ૧૦૮ એમ્બ્યુલન્સ આવી દર્દીને એમ્બ્યુલન્સમાં બેસાડી તાલાલા હોસ્પિટલે જવાનું કહ્યુ તો ૧૦૮ નાં ચાલકે મેંદરડા જવાનું કહેલ ત્યારે દર્દીએ તાલાલા જ સારવાર માટે જવાનું કહેતા ૧૦૮ નાં ચાલાકે માનવતાનાં ભાગરૂપે ૧૦૮ માં દર્દીને તાલાલા પહોંચડેલ અને કહેલ કે હવે આવુ થશે તો અમારે મેંદરડા જ લઇ જવાનાં રહેશે ત્યારે દર્દીનાં સગાએ ૧૦૮ નાં ચાલકને જણાવ્યુ કે ભાઇ હવે અમે ૧૦૮ ને ફોન જ ની કરીએ જે મેંદરડાથી આવે અને અમોને સારવારમાટે મેંદરડા સુધી લાંબા અંતર કપાવે.
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-protest-in-sansan-4384625-NOR.html

ઘુંસીયામાં સાવજોએ બળદ-ગાયનાં કર્યા શિકાર.

Bhaskar News, Talala | Sep 24, 2013, 00:13AM IST
તાલાલાનાં ઘુંસીયામાં ગતરાત્રીનાં સાવજોએ બળદ અને ગાયનો શિકાર કરતા ફફડાટ છવાયો છે. ઘુંસીયા (ગીર)ની સીમમાં ગત મોડી રાત્રે બે સાવજો આવ્યા હતા ગામનાં ખેડૂત અરજણભાઇ રાણાભાઇ સોલંકીનાં ખેતરમાં સાવજોએ તેમની માલિકીનાં ચાર વર્ષનાં બદળ ઉપર હુમલો કરી બળદનો શિકાર કરેલ ત્રણ કલાક સુધી બળદનું મારણ ખાધા પછી પણ સાવજો ધરાયા ન હોય શિકારની શોધમાં ગામનાં બસ સ્ટેન્ડ નજીક શીવમંદિર સુધી પહોંચી ગયા.

અને વાડામાં રહેલ મંદિરનાં પુજારી બાપુની માલિકીની ગૌ માતા ઉપર હુમલો કરી તેમનો શિકાર વહેલી સવારે કરી મારણ ખાધેલ સવાર પડતા સાવજો મારણ અધુરૂ છોડી સીમનાં ખેતરો તરફ ચાલ્યા ગયા હતા ગામનાં બસ સ્ટેન્ડ સુધી સાવજો દુધાળા ઢોરનાં શિકાર કરવા પહોંચી જતા ઘુંસીયા ગીરનાં ખેડૂતો અને પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સાવજોએ કરેલા શિકારનાં સમાચાર મળતા ફોરેસ્ટર મકવાણાભાઇ સહિતનો સ્ટાફ રાત્રે ઘુંસીયા દોડી ગયો હતો.

- ગામની આથમણી દિશા સાવજો માટે ભયજનક
ઘુંસીયાની સીમમાં આંટા મારતા સાવજો ઉગમણી દિશામાંથી આથમણી દિશામાં જાય તો હિરણ-૨ ડેમ પાણીથી ભરાયેલો હોય સાવજો સંકટમાં મુકાઇ શકે તેમ સરપંચ ભરત વાળાએ જણાવ્યું હતું. અગાઉ એક સિંહણનું પડી જવાથી મોત થયુ હતુ તાલાલા રેન્જનાં અધિકારીઓ ધ્યાન આપે તેમ સરપંચે જણાવ્યું હતું.
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-lion-hunting-of-cow-in-junagadh-4383591-NOR.html

Friday, September 13, 2013

મારણ માટે ૧૪ સાવજો જંગે ચડ્યા, બાળસિંહણને ફ્રેકચર.


Bhaskar News, Dhari   |  Sep 10, 2013, 01:05AM IST
- મારણ માટે ૧૪ સાવજો જંગે ચડ્યા, બાળસિંહણને ફ્રેકચર
એક સાથે ૧૪ સાવજોનુ ગ્રુપ મારણ પર તુટી તો પડયુ પરંતુ શિકારની ખેંચતાણમાં એક બાળ સિંહણના પગમાં ફેકચર થઇ જતા વનવિભાગ દ્વારા આ બાળ સિંહણને પકડી તેની સારવાર શરૂ કરવામાં આવી છે. આ બાળ સિંહણને સાજી થતા હજુ કેટલાક દિવસો લાગશે. હાલમાં તેના પગ પર પ્લાસ્ટર કરાયુ છે.
આ ઘટના બની છે ગીરપુર્વની દલખાણીયા રેંજમાં અહીના ડુબકીયા વિસ્તારમાં મારણ વખતે એક બાળ સિંહણ ઘાયલ થઇ ગઇ હતી. જેની જાણકારી ડીએફઓ અંશુમન શર્માને મળતા તેમની સુચના મુજબ આરએફઓ એ.વી.ઠાકર, ડૉ. હિતેષ વામજા સ્ટાફના અમીતભાઇ, મુકેશભાઇ, ડ્રાઇવર બાબુભાઇ, અમીતભાઇ જોષી વગેરેએ આજે આ બાળ સિંહણને પાંજરે પુરી હતી.
વનવિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ કે અહી ૧૪ સાવજોનુ વિશાળ ગ્રુપ વસે છે. જેમાં ત્રણ સિંહણ, નવ બચ્ચા અને બે નર છે. આ સાવજો દ્વારા તાજેતરમાં મારણ કરવામાં આવ્યુ હતુ ત્યારે મારણની ખેંચતાણ વખતે આ બાળ સિંહણને પગમાં ઇજા થતા ફેકચર થઇ ગયુ હતુ. હાલમાં તેની રિંગ પાંજરામા પુરી પકડી લઇ ધારીના કેર સેન્ટરમાં રાખવામાં આવેલ છે.
વનવિભાગના સુત્રોએ એમપણ જણાવ્યુ હતુ કે તેના આગળના જમણા પગમાં આ ફેકચર થયુ છે. અને તેના પર હાલમાં પ્લાસ્ટર કરાયુ છે. આ બાળ સિંહણ સાજી થાય ત્યાં સુધી વનવિભાગ તેને કબજામા રાખશે. અને બાદમાં મુકત કરી દેશે.
- અગાઉ પણ બાળસિંહણની સારવાર કરાઇ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે આ એજ બાળ સિંહણ છે જેને થોડા દિવસ પહેલા પણ સારવાર આપવામાં આવી હતી. તે સમયે તેને પેટ પર ગુમડુ થયુ હતુ. જેને પગલે વનવિભાગે તેને પાંજરામા પુરી સારવાર આપી મુકત કરી દીધી હતી. પરંતુ હવે તેને પગમાં ઇજા પહોંચી હતી.

ખારાપાટ વિસ્તારમાં વસતા ૪૦ સાવજો સામે ખતરો.

ખારાપાટ વિસ્તારમાં વસતા ૪૦ સાવજો સામે ખતરો
Bhaskar News, Liliya | Sep 10, 2013, 00:17AM IST
- ઝેરી જીવડા બન્યા સાવજો માટે જોખમી

લીલીયા તાલુકાના ખારાપાટના વિસ્તારમાં હાલમાં પાંચ-પાંચ ફુટની ઉંચાઇનું ખડ ઉગી નિકળ્યુ છે. ત્યારે ઝેરી જીવડાઓનો ઉપદ્રવ પણ વધ્યો છે. માલઢોરમાં આ જીવડા પડતા શરીર પર ચકામાઓ ઉપસી આવે છે. ત્યારે આ વિસ્તારમાં વસતા ૪૦થી વધુ સાવજો સામે પણ જોખમ હોય વનવિભાગ તે દિશામાં ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે.

બૃહદ ગીર વિસ્તાર હેઠળ આવતા લીલીયા તાલુકાના ક્રાંકચ, બવાડી, બવાડા, શેઢાવદર, ભોરિંગડા, આંબા, ચાંદગઢ વગેરે ગામની સીમમાં હાલમાં પાંચ-પાંચ ફુટની ઉંચાઇવાળુ બરૂ (ખડ) ઉગી નિકળ્યુ છે. આ ખડમાં કેટલાક દિવસથી ઝેરી જીવડાઓનો ઉપદ્રવ વધ્યો છે. આ વિસ્તારમાં રખડતા માલ-ઢોરના શરીર પર પણ આ ઝેરી જીવડાઓ ચીપકી જાય છે. જેને પગલે માલ-ઢોરના શરીર પર ચકામાઓ ઉપસી આવે છે. સારવાર ન થાય તો ઢોરની તકલીફ વધે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ૪૦ જેટલા સાવજોની સતત અવર જવર થતી રહે છે. જેને પગલે આ જીવાત સાવજના શરીર પર પડે તો સૌરાષ્ટ્રની આ અમુલ્ય ધરોહર સામે પણ જોખમ ઉભુ થયુ છે. સ્થાનિક પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા એવી માંગ ઉઠી છે કે વન વિભાગ દ્વારા તમામ સાવજોનું લોકેશન મેળવી અહિંના સાવજો આ જીવાતથી પિડાય છે કે કેમ તેની તપાસ થવી જોઇએ.

ગીરપૂર્વના દલખાણીયા રેંજમા ત્રણ બચ્ચા અને એક સિંહણને સારવાર અપાઇ.

ગીરપૂર્વના દલખાણીયા રેંજમા ત્રણ બચ્ચા અને એક સિંહણને સારવાર અપાઇ
Bhaskar News, Dhari | Sep 07, 2013, 00:23AM IST
- આ ચારેય પ્રાણીઓને ગુમડા થયા હતા
ગીરપુર્વની દલખાણીયા રેંજમાં ડુબકી વિસ્તારમાં વનવિભાગ દ્વારા ફેરણા દરમિયાન ત્રણ બચ્ચા તેમજ સિંહણ બિમાર હાલતમાં જોવા મળતા ડીએફઓની સુચનાથી રેસ્કયુ ટીમ દ્વારા ચારેયને સારવાર આપવામાં આવી હતી. દલખાણીયા રેંજમાં ડુબકી વિસ્તારમાં ત્રણ બચ્ચા તેમજ એક સિંહણ બિમાર હાલતમાં હોય ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી રેસ્કયુ ટીમના ડૉ. હિતેષ વામજા, સમીર દેવમુરારી, અમીત ઠાકર, શેરમહંમદ દલ સહિતના સ્ટાફ દ્વારા ચારેય પ્રાણીઓને સારવાર આપવામાં આવી હતી.

ગતરાત્રીના એક મારણ પર એક્સાથે ૧૬ સાવજો હોય તેમાંથી આ ચારેયને અલગ કરી પ્રથમ રિંગ પાંજરામાં અને બાદમાં એક પછી એક બીડા પાંજરામાં પુરી સારવાર આપવામાં આવી હતી. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતુ કે આ ચારેય પ્રાણીઓને મેગટહુડ એટલે કે ગુમડા થયા હતા. ચોમાસા દરમિયાન જંગલમાં માખી, મચ્છર સહિત જીવજંતુઓનો ઉપદ્વવ વધુ હોવાથી પ્રાણીઓને કોઇ ઇજા પહોંચે ત્યારે પ્રાણીઓને પડેલા ઘા પર આ જીવજંતુઓ બેસતા તેમાં જીવાત પડી જાય છે.

મોટા ઝીંઝુડામાં પાંચ સાવજોએ કર્યું બળદનું મારણ.

મોટા ઝીંઝુડામાં પાંચ સાવજોએ કર્યું બળદનું મારણ
Bhaskar News, Sawerkundla | Aug 30, 2013, 00:06AM IST
સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડાની સીમમાં આવેલ એક વાડીમાં મંગળવારની મોડીરાત્રીના એક સાથે પાંચ સાવજો આવી ચડયા હતા. અને વાડીએ બાંધેલ એક બળદનુ મારણ કરી મજિબાની માણી હતી. રાત્રીના સાવજોનુ ટોળુ આવતા ખેડુતોમાં ફફડાટ ફેલાયો હતો.

જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા નજરે પડી રહ્યાં છે. સાવરકુંડલા પંથકમાં પણ સાવજો આંટાફેરા મારી રહ્યાં હોય ખેડુતોમાં ભય ફેલાયો છે. ત્યારે મંગળવારની મોડીરાત્રીના મોટા ઝીંઝુંડા ગામની સીમમાં આવેલ પરશોતમભાઇ ભગવાનભાઇ સુવાગીયાની વાડીમાં એક સાથે પાંચ સાવજોનુ ટોળુ આવી ચડયુ હતુ. આ સાવજોએ વાડીએ બાંધેલ બળદનુ મારણ કરી મજિબાની માણી હતી. ૨૦ હજારનુ નુકશાન થયુ
હોવાની જાણ પરશોતમભાઇએ વનવિભાગને કરી હતી.

આ ગુજ્જુએ બતાવી 36ની છાતી, સિંહના મોઢામાં નાખ્યો હાથ.


Bhaskar News, Amreli   |  Aug 28, 2013, 02:30AM IST

Photos: આ ગુજ્જુએ બતાવી 36ની છાતી, સિંહના મોઢામાં નાખ્યો હાથ
- ૧૦ સાવજો સામે રેસ્કયુ ટીમે બાળસિંહની સારવાર કરી 
- છ માસના સિંહબાળનો જીવ બચાવ્યો : ધારીના આંબરડીની સીમની ઘટના 
સાવજનું એક વિશાળ ટોળુ મારણ પર બેઠુ હોય અને તેમાંથી એક બિમાર સિંહબાળને નોખુ તારવી ડાલા મથ્થાઓ સામે જ તેની સારવાર કરવા માટે સિંહ જેવું કાળજુ જોઇએ. ગીર પૂર્વની રેસ્કયુ ટીમે આવું જ કાળજુ બતાવી એક સાથે દશ સિંહોની નઝર સામે જ માત્ર છ માસના બિમાર સિંહબાળની સારવાર કરી એક ઉમદા કામ કરી બતાવ્યુ હતું.
આ ઘટના ગઇકાલે ગીર પૂર્વની સરસીયા રેંજમાં ધોળી કાંકરીના જંગલ વિસ્તારમાં બની હતી. અહિં એક સિંહણ અને તેના ત્રણ બરચા ધામા નાખીને પડયા છે. આ ઉપરાંત સિંહ પરિવારના અન્ય સભ્યો મળી અહિં ૧૧ સાવજોનું ગૃપ વસે છે. સિંહણના ત્રણ પૈકી એક બરચુ બિમાર હોવાનું વન વિભાગના ફેરણા દરમીયાન બહાર આવ્યુ હતું. ડીએફઓ અંશુમન શર્માની સુચનાને પગલે ધારીની રેસ્કયુ ટીમ દ્વારા આ બિમાર બરચાની સારવાર માટે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવાનું નકકી કરવામાં આવ્યુ હતું.
Photos: આ ગુજ્જુએ બતાવી 36ની છાતી, સિંહના મોઢામાં નાખ્યો હાથ
ગઇ સાંજે ધોળી કાંકરીના જંગલમાં આંબરડી પાસે આ સાવજ પરિવારે એક બળદનું મારણ કર્યુ હોવાના વન વિભાગને વાવડ મળ્યા હતાં. જેથી રેસ્કયુ ટીમના ડો. હિતેષ વામજા, અમીત ઠાકર, સમીર દેવમુરારી, શેરખાન, પરમારભાઇ વિગેરે સાડા આઠેક વાગ્યાના સુમારે અહિં દોડી ગયા હતાં. જયાં એક સાથે અગીયાર સિંહ-સિંહણ અને બરચા મારણ પર હતાં.

Photos: આ ગુજ્જુએ બતાવી 36ની છાતી, સિંહના મોઢામાં નાખ્યો હાથ
બાળસિંહની સારવાર કરી રહેલી રેસ્કયુ ટીમ નજરે પડે છે.

Photos: આ ગુજ્જુએ બતાવી 36ની છાતી, સિંહના મોઢામાં નાખ્યો હાથ
વન વિભાગે આ બરચાને સારવાર આપી પુન: ત્યાં જ છોડી દીધુ હતું. ત્રણ ત્રણ માદા અને એ પણ બરચાવાળી અને સાથે એક ડાલામથ્થો અને અન્ય બરચાની સામે સિંહબાળના મોઢામાં હાથ નાખવો એ કંઇ નાની માના ખેલ નથી.
Photos: આ ગુજ્જુએ બતાવી 36ની છાતી, સિંહના મોઢામાં નાખ્યો હાથ
બાળસિંહની સારવાર કરી રહેલી રેસ્કયુ ટીમ નજરે પડે છે.
Photos: આ ગુજ્જુએ બતાવી 36ની છાતી, સિંહના મોઢામાં નાખ્યો હાથ
બાળસિંહની સારવાર કરી રહેલી રેસ્કયુ ટીમ નજરે પડે છે.

ત્રણ સાવજાએ કર્યું ચાર ગાયોનું મારણ, સિંહના ધામાથી ભય.


ત્રણ સાવજાએ કર્યું ચાર ગાયોનું મારણ, સિંહના ધામાથી ભય
Bhaskar News, Timba | Aug 28, 2013, 02:11AM IST
- ટિંબીની સીમમાં સિંહના ધામાથી ભય

જાફરાબાદ તાલુકામા મોટી સંખ્યામાં સાવજોનો વસવાટ છે. ગીર જંગલમાંથી બહાર નીકળેલા સાવજો છેક જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠા સુધી પહોંચી જાય છે. ગઇકાલે ત્રણ સાવજો છેક ટિંબી ગામની સીમમાં આવી ચડયા હતા. અને ચાર વાછરડાનુ મારણ કર્યું હતુ. આ ઘટનાથી ખેડુતોમાં ફફડાટ ફેલાયો છે.

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજો દ્વારા મારણની ઘટના અવિરત બનતી રહે છે. આવી જ એક વધુ ઘટના ગઇકાલે જાફરાબાદ તાલુકાના ટિંબી ગામની સીમમાં બની હતી. ગત મોડીરાત્રે ટિંબીની સીમમાં ભુખ્યા થયેલા ત્રણ સાવજો મારણની શોધમાં આવી ચડયા હતા. આ સાવજોએ સીમમાં રખડતી ચાર રેઢીયાર વાછરડીનુ મારણ કર્યું હતુ. અને બાદમાં નિરાંતે પોતાનુ પેટ ભયું હતુ. સવારે અહી માત્ર વાછરડીઓના અવશેષો મળ્યા હતા.

ગામના કિસાન સંઘના આગેવાન બાબુભાઇ રામાણીએ આ બારામાં વનવિભાગને જાણ કરી હતી. ટિંબી તથા આસપાસના વિસ્તારમાં સાવજોની સતત અવરજવર રહેતી હોય લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ થોડા સમય પહેલા જ ટિંબી નજીક શાણા વાંકીયામાં સાવજોએ બાર ગાયોને ફાડી ખાધી હતી. આજની ઘટનાથી પટેલપરા વિસ્તારના ખેડુતોએ ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી.

સાવરકુંડલામાં ખેડુત યુવક પર સિંહનો હુમલો.


સાવરકુંડલામાં ખેડુત યુવક પર સિંહનો હુમલો
Bhaskar News, Sawerkundla | Aug 26, 2013, 00:55AM IST
સાવરકુંડલાથી બે કિમી દુર બોઘરીયાણી ખોડિયાર મંદિરના રસ્તે આવેલ વાડીમાં આજે બપોરના સુમારે એક ખેડુત યુવક પર સિંહે હુમલો કરી ઘાયલ કરી દીધો હતો. સિંહે યુવકને પગના અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તાબડતોબ ૧૦૮ની મદદથી પ્રથમ સાવરકુંડલા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

સિંહે યુવક પર હુમલો કર્યાની આ ઘટના સાવરકુંડલામાં બની હતી. અહી કેવડાપરા વિસ્તારમાં રહેતા અને બોઘરીયાણી ખોડિયાર મંદિરના રસ્તે વાડી ધરાવતા ચંદુભાઇ સોમાભાઇ પાટડીયા (ઉ.વ.૩૦) નામનો કોળી યુવક આજે બપોરના સુમારે પોતાની વાડીમાં ખડ વાઢવાનુ કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક સિંહ ત્યાં ધસી આવ્યો હતો. અને હુમલો કરી દીધો હતો. ચંદુભાઇને સિંહે પગના અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

તેઓએ રાડારાડ કરી મુકતા સિંહ થોડે દુર જઇને ઉભો રહ્યો હતો. બાદમાં ઢસડાતા ઢસડાતા ચંદુભાઇ ખેતરના શેઢે પહોંચી મોબાઇલ પર તેમના પરિવારને જાણ કરી હતી. બાદમાં પરિવારના સભ્યો ત્યાં દોડી આવ્યા હતા. અને ૧૦૮ની મદદથી ચંદુભાઇને પ્રથમ સાવરકુંડલા અને બાદમાં વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

સિંહ અને દીપડા વચ્ચે ખેલાયો જીવસટોસટનો ખેલ: જુઓ તસવીરો.


સિંહ અને દીપડા વચ્ચે ખેલાયો જીવસટોસટનો ખેલ: જુઓ તસવીરો

Bhasakar News, Dhari   |  Aug 25, 2013, 03:41AM IST
- ખૂંખાર ડાલામથ્થા સાથેની લડાઇમાં દીપડાના રામ રમી ગયા
- દલખાણિયા નજીક બનેલી ઘટના
- અમરેલી જિલ્લામાં દોઢ માસમાં રેવન્યુ વિસ્તારમાં સાત દીપડાનાં મોત

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા દિપડાઓની માઠી દશા ચાલી છે. છેલ્લા દોઢેક માસમાં જુદીજુદી ઘટનામાં છ દિપડાના મોત થયા બાદ આજે ધારી તાલુકાના સેમરડી ગામની સીમમાંથી એક દિપડાનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહ સાથેની ફાઇટમાં આ દિપડાનુ મોત થયાનુ મનાઇ રહ્યું છે. વનવિભાગે ઘટના સ્થળે દોડી જઇ દિપડાનો મૃતદેહ કબજે લીધો હતો.
ધારી પંથકમાં વધુ એક દિપડાનુ મોત થયુ છે. આજે દલખાણીયા રેંજમાં સેમરડી બીટમાં એક દિપડાનો કોહવાઇ ગયેલો મૃતદેહ પડયો હોવાની ડીએફઓ અંશુમન શર્માને બાતમી મળી હતી. જેમની સુચનાને પગલે આરએફઓ એ.વી.ઠાકર સ્ટાફ તથા વેટરનરી ડોકટર હિ‌તેષ વામજા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.વનવિભાગને અહીથી દિપડાનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળ્યો હતો. આશરે ૧૧ થી ૧૨ વર્ષની ઉંમરના આ દિપડાના ગળાના ભાગે ઇજાના નિશાન મળ્યા હતા. વનવિભાગની તપાસમાં સિંહ સાથેની ફાઇટમાં દિપડાનુ મોત થયાનુ જણાયુ હતુ. સ્થળ પર મૃતદેહનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં પાછલા દોઢ માસમાં જ કુલ સાત દિપડા મોતને ભેટયા છે.
ઘટના સ્થળે સિંહના સગડ મળ્યા
દિપડાનો મૃતદેહ તો કોહવાઇ ગયેલી હાલતમાં હતો. પરંતુ આ તદ્દન અવાવરૂ જગ્યાએ વનવિભાગને સિંહના પગના નિશાન પણ મળી આવ્યા હતા. વળી દિપડાના ગળા પર ઇજાના નિશાન હોય સિંહ સાથેની ફાઇટમાં તેનુ મોત થયાનુ તારણ નીકળ્યુ હતુ.

અમરેલી: સિંહ સાથેની ખુંખાર લડાઇમાં દિપડાનુ મોત.

Dilip Raval, Amreli | Aug 24, 2013, 14:37PM IST
દલખાણીયા નજીકની ઘટના : અમરેલી જિલ્લામાં દોઢ માસમાં સાત દિપડાના મોત

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા દિપડાઓની માઠી દશા ચાલી છે. છેલ્લા દોઢેક માસમાં જુદીજુદી ઘટનામાં છ દિપડાના મોત થયા બાદ આજે ધારી તાલુકાના સેમરડી ગામની સીમમાંથી એક દિપડાનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહ સાથેની ફાઇટમાં આ દિપડાનુ મોત થયાનુ મનાઇ રહ્યું છે. વનવિભાગે ઘટના સ્થળે દોડી જઇ દિપડાનો મૃતદેહ કબજે લીધો હતો.

ધારી પંથકમાં વધુ એક દિપડાનુ મોત થયુ છે. આજે દલખાણીયા રેંજમાં સેમરડી બીટમાં એક દિપડાનો કોહવાઇ ગયેલો મૃતદેહ પડયો હોવાની ડીએફઓ અંશુમન શર્માને બાતમી મળી હતી. જેમની સુચનાને પગલે આરએફઓ એ.વી.ઠાકર સ્ટાફ તથા વેટરનરી ડોક્ટર હિતેષ વામજા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.
  
વનવિભાગને અહીથી દિપડાનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળ્યો હતો. આશરે ૧૧ થી ૧૨ વર્ષની ઉંમરના આ દિપડાના ગળાના ભાગે ઇજાના નિશાન મળ્યા હતા. વનવિભાગની તપાસમાં સિંહ સાથેની ફાઇટમાં દિપડાનુ મોત થયાનુ જણાયુ હતુ. સ્થળ પર મૃતદેહનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં પાછલા દોઢ માસમાં જ કુલ સાત દિપડા મોતને ભેટયા છે.

ઘટના સ્થળે સિંહના સગડ મળ્યા

દિપડાનો મૃતદેહ તો કોહવાઇ ગયેલી હાલતમાં હતો. પરંતુ આ તદ્દન અવાવરૂ જગ્યાએ વનવિભાગને સિંહના પગના નિશાન પણ મળી આવ્યા હતા. વળી દિપડાના ગળા પર ઇજાના  નિશાન હોય સિંહ સાથેની ફાઇટમાં તેનુ મોત થયાનુ તારણ નીકળ્યુ હતુ.

કેશોદના અજાબમાં કૂવામાં પડેલી દીપડીને બચાવાઇ.

કેશોદના અજાબમાં કૂવામાં પડેલી દીપડીને બચાવાઇ
Bhaskar News, Keshod | Sep 13, 2013, 02:13AM IST
- સાસણની રેસ્કયુ ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢી

કેશોદનાં અજાબ ગામે એક વાડીનાં કુવામાં પડી ગયેલી દીપડીને સાસણની રેસ્કયુ ટીમે ભારે જહેમત બાદ સહીસલામત બહાર કાઢી એનીમલ કેર સેન્ટર ખાતે લઇ જવાઇ હતી. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાનાં અજાબ ગામની સીમમાં મનોજભાઇ સમજુભાઇ બાબરીયાની વાડી આવેલી છે.

ગત રાત્રિ દરમિયાન તેમનાં વાડીનાં કુવામાં આશરે ચાર વર્ષની દીપડી ખાબકી ગયા બાદ સવારનાં મનોજભાઇ વાડીએ જતાં અને કુવામાં દીપડી નજરે પડતાં તાત્કાલીક સાસણ વન વિભાગને જાણ કરતાં અધિકારી અને સ્ટાફ સ્થળ પર દોડી ગયેલ અને રેસ્કયુ ટીમ દ્વારા ભારે જહેમત બાદ કુવામાંથી દીપડીને સહીસલામત બહાર કાઢી સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે  લઇ ગયા હતાં.

વેરાવળમાં સિંહળનો મૃતદેહ મળ્યો, વનવિભાગ ચોંકી ઉઠ્યું.


Bhaskar News, Junagadh   |  Sep 12, 2013, 01:46AM IST
- વેરાવળના માથાસુરિયા ગામની સીમમાં બનેલો બનાવ : વાડી માલિક સામે સિંહણની હત્યાનો ગુનો નોંધાયો
- ગઇકાલે સાંજે સિંહણનો મૃતદેહ મળ્યો હતો : પીએમમાં વીજકરંટથી મોત થયાનું બહાર આવ્યું

વેરાવળ પંથકનાં માથાસુરીયા ગામની સીમમાં આવેલ ખેતરમાં મંગળવારની સાંજે એક સાત વર્ષની સિંહણનો મળી આવેલ મૃતદેહમાં પીએમ બાદ વીજ કરંટથી તેનું મોત થયાનું બહાર આવતા વન વિભાગે ખેતરનાં માલિક ખેડૂત સામે સિંહ હત્યાનો ગુનો નોંધી તેની અટક કરી કાર્યવાહી હાથ ધરી ચકચાર પ્રસરી છે. ઉલ્લેખનીય એ છે કે સોરઠમાં તાજેતરમાં વિસાવદર પંથકમાં સાવજને વીજ કરંટથી મારવાની ઘટના તાજી છે ત્યાં બીજો બનાવ બહાર આવતા વન વિભાગ ચોંકી ઉઠ્યું છે.
પ્રાપ્તમાહિતી મુજબ વેરાવળ તાલુકાનાં માથાસુરીયા ગામની સીમમાં આવેલ ભીખાભાઇ ભગવાનભાઇ ઝણકાંટનાં ખેતરમાં એક સિંહણનો મૃતદેહ પડેલ હોવાની જાણ મંગળવારે સાંજે પાંચ વાગ્યે વેરાવળ વન વિભાગને કરવામાં આવતા જૂનાગઢ વન વિભાગનાં ડીસીએફ આરાધના સાહુ, આસી.ડીસીએફ કે.એમ.ગાંધી, વેરાવળ વન વિભાગનાં આરએફઓ બી.વી.પડસાલા તથા સ્ટાફનાં સમેજા, ચુડાસમા તથા એફએસએલનાં અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા ભગવાનભાઇની ખેતરમાં શેરડીનાં વાડ વચ્ચે સિંહણનાં મૃતદેહનો કબ્જો લઇ મોડીરાત્રીનાં સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે પીએમ માટે ખસેડેલ હતો. જ્યાં સિંહણનું પોસ્ટમોટમ કરવામાં આવતા તેનું મૃત્યુ ઇલેકટ્રીક શોર્ટથી થયાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

વેરાવળમાં સિંહળનો મૃતદેહ મળ્યો, વનવિભાગ ચોંકી ઉઠ્યું
- વાડી માલિકની ધરપકડ
માથાસુરીયાનાં ખેતરમાં મળી આવેલ સિંહણની ઉંમર સાતેક વરસની છે તેમજ સિંહણનું મૃત્યુ મંગળવારની વ્હેલીસવારમાં ખેતરમાં રહેલ ખૂલ્લા વાયરમાં અડી જતાં કરંટથી થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવેલ છે તેમજ ખેતરનાં માલિક ભીખા ભગવાન ઝણકાંટે સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનીયમ ૧૯૭ર અન્વયે સિંહ હત્યાનો ગુનો નોંધી તેમની અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેવું ડીસીએફ આરાધના સાહુએ જણાવ્યું હતું.
વેરાવળમાં સિંહળનો મૃતદેહ મળ્યો, વનવિભાગ ચોંકી ઉઠ્યું
- સિંહ-સિંહણના કમોતનો આંક ૧૭ પર પહોંચ્યો
જૂનાગઢ અને અમરેલી વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી સિંહ-સિંહણનાં કમોતની ઘટના વધી છે ત્યારે માથાસુરીયા ગામની સીમમાં આવેલ ખેતરમાં વીજ કરંટથી સિંહનાં હત્યાનાં બનાવથી કમોતનો આંક કુલ ૧૭ પર પહોંચી રહ્યો છે.
વેરાવળમાં સિંહળનો મૃતદેહ મળ્યો, વનવિભાગ ચોંકી ઉઠ્યું
- ગેરકાયદેસર રીતે ખેતરમાં અને મકાનમાં વીજ લાઇન લીધી’તી
આજે સવારે વન વિભાગ તથા જીઇબીનાં સ્ટાફે માથાસુરીયા ભગવાનભાઇના ખેતરમાં તપાસ હાથ ધરેલ હતી. જેમાં ભગવાનભાઇ ઝણકાંટે ખેતી કરવા માટે ખેતરમાં કૃષિ વીજ જોડાણ લીધેલ હતું. જેમાંથી તેઓએ ગેરકાયદેસર રીતે ૧૧ કેવી લાઇનના ટીસીનાં ટ્રાન્સફોર્મરની નીચે ફ્યુઝમાં ખૂલ્લા વાયર ભરાવીને ખૂલ્લા વાયરો લંબાવી ખેતરમાં આવેલ તેના રહેણાંક મકાનમાં વીજ લાઇન ખેંચેલ છે. જે વાયરમાં સિંહણ અડી જતા તેને કરંટ લાગેલ હોવાનું આરએફઓ બી.વી.પડસાલાએ જણાવેલ હતું.
વેરાવળમાં સિંહળનો મૃતદેહ મળ્યો, વનવિભાગ ચોંકી ઉઠ્યું

ભડિયાદરમાં ૪ સાવજોએ કર્યું બે ગાયનું મારણ.

ભડિયાદરમાં ૪ સાવજોએ કર્યું બે ગાયનું મારણ
Bhaskar News, Una | Sep 11, 2013, 02:41AM IST
ઊનાનાં ભડીયાદર ગામની સીમમાં ગતરાત્રીનાં ચાર સાવજોએ બે ગાયનું મારણ કરતા લોકોમાં ભયનું મોજુ પ્રસરી ગયુ હતું. તાલુકાના ભડીયાદર ગામમાં રહેતા નગીનભાઇ ભગવાનભાઇ નંદવાણાની સીમમાં આવેલી વાડીનાં ઢોરવાડીયામાં ગતરાત્રીનાં ચાર સાવજોએ આવી ચઢી બે ગાયોને મોતને ઘાટ ઉતારી સવાર સુધી નિરાંતે મારણની મિજબાની માણી હતી. આ દ્રશ્ય કેટલાક ગ્રામજનોએ નજરે નિહાળ્યું હતું.

આ અંગે નગીનભાઇએ જશાધાર વન વિભાગની કચેરીએ જાણ કરતા સ્ટાફ સ્થળ પર દોડી જઇ સિંહોનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે. સિંહોનાં આગમનથી ગામમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું. જંગલમાં અપૂરતો ખોરાક મળતો હોવાથી ગ્રામ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ આવવાની ઘટના રોજિંદી બની ગઇ હોય માનવ વસાહત તરફ આવતા અટકાવવા વન વિભાગ ઘટતા પ્રયત્નો કરે એવી લોકોમાંથી માંગણી ઉઠી છે.

ગીર-સોમનાથ, ‘ગઢ’ આવ્યો પણ ‘સિંહ’ ગયા.


ગીર-સોમનાથ, ‘ગઢ’ આવ્યો પણ ‘સિંહ’ ગયા
Bhaskar News, Junagadh | Sep 10, 2013, 01:47AM IST
- ગીર-સોમનાથમાં નવો ગીરગઢડા તાલુકો પણ સાસણ ગીર જુનાગઢમાં, ગીરગઢડામાં આનંદોત્સવ, તાલાલા-વેરાવળમાં છવાયો ઉગ્ર રોષ

રાજ્ય સરકારે તાજેતરમાંજ નવરચિત ગિર-સોમનાથ જિલ્લાને પાંચ તાલુકાનાં સમાવેશ સાથે કાર્યરત કરતાં સાસણ(ગિર) તથા આસપાસનાં ત્રણ ગામોનાં મુદ્દે ગિર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓ વચ્ચે ખેંચતાણ હતી. અને રાજકીય રીતે પણ બંને જિલ્લાનાં આગેવાનોએ પોતપોતાની રીતે રજૂઆતો કરી હતી. જોકે, આજે રાજ્ય સરકારે ૨૩ તાલુકાઓ જાહેર કર્યા છે. તેમાં સાસણ, ભાલછેલ અને હરીપુરને મેંદરડામાં સમાવિષ્ટ કરતાં આખરે આ સસ્પેન્સનો અંત આવી ગયો છે. આ રીતે હવે સાસણ(ગિર) જૂનાગઢ જિલ્લાનો જ ભાગ રહેશે. જો કે, ગીર-સોમનાથમાં તો આજની આ ઘોષણા પછી કહી ખૂશી કહી ગમ જેવુ એટલે કે ગઢ આવ્યો પણ સિંહ ગયો જેવુ વાતાવરણ સર્જાયું છે.

- તાલાલા તાલુકાનાં ટૂકડાની સ્વાર્થ નીતિ સામે લોકરોષ
- સાસણ, ભાલછેલ અને હરિપૂર તાલુકામાંથી વિખૂટા પડ્યાં
- વહિવટી રીતે મેંદરડામાં સમાવિષ્ટ સામે આંદોલનનાં એંધાણ


લોકશાહીમાં જનમત અને લોકલાગણીને ગળે ટુંપો આપી ગરીબ ગ્રામ્ય પ્રજા સાથે ખુલ્લેઆમ અન્યાય સરકાર કરતી હોય તેમ આજે તાલાલા તાલુકાનાં અતી મહત્વનાં અને નવરચીત ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રવેશદ્વાર સાથે ગીરનાં હૃદય ગણાતા સાસણ - ભાલછેલ - હરીપુર ત્રણ ગામને તાલાલા તાલુકામાંથી બાદ કરી મેંદરડા તાલુકામાં ભેળવી જૂનાગઢ જિલ્લામાં રાખી નવરચીત ગીર-સોમનાથનાં નામનો સંપુર્ણ છેદ ઉડાડી દેવા જેવું નોટીફિકેશન આજે સરકારે જાહેર કર્યાનાં સમાચાર મળતા ગીરનાં ત્રણેય મુખ્ય ગામો સાથે તાલાલા તાલુકામાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો.

આજે સમી સાંજે સમાચાર ગીરમાં મળ્યા કે સાસણ - ભાલછેલ - હરીપુરને તાલાલામાંથી બાદ કરી મેંદરડા તાલુકામાં ભેળવી દેવાયા છે. આ સમાચારથી ત્રણેય ગામોમાં ભારે વિરોધ ઉઠી ગયો સાસણનાં સરપંચ લખમણભાઇ ધોકીયા ભાલછેલનાં સરપંચ ચંપાબેન વલ્લભભાઇ પરમાર હરીપુરનાં સરપંચ કિરણબેન જમનભાઇ હિરપરાએ એકી અવાજે અન્યાયકર્તા આ નિર્ણયનો વિરોધ કરી જણાવેલ  કે અમારા ગામોની પ્રજા અને અમારા સૌનો જનમત તાલાલા તાલુકામાં રહેવાનો હોય તાલાલા તાલુકો વહીવટી રીતે અમારા માટે સરળ હોય ૧૫ કીમીનું અંતરને બદલે ૩૫ કીમીનું તાલુકા મથક કરી સરકાર ગ્રામ્ય પ્રજા ઉપર જુલમ કરે તેવો નિર્ણય છે.

જેનો અમો સામુહિક ઉગ્ર વિરોધ ફાટી નિકળ્યો હતો. આવતીકાલે તાલાલા પંથકમાં આંદોલનાત્મક કાર્યક્રમો અંગે મીટિંગો મળશે તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે. કુદરતે આપેલ ભૌગોલીક અને કુદરતી ગીરજંગલનાં મુખ્ય ગામો તાલાલા તાલુકાનાં હોય તાલુકાનું ખંડન કરી ગામોને અન્ય તાલુકામાં ભેળવવાની રાજકીય સ્વાર્થનીતી સામે ગીર પંથકનાં લોકોમાંથી ફિટકાર વરસી રહયો છે. ઉલ્લેખનીય એ છે કે, નવરચિત ગીર-સોમનાથ જિલ્લો કાર્યવન્ત થયા પછી તરત જ રાજકીય રીતે તાલાલા તાલુકાનાં વિભાજનની હિલચાલ સામે મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પત્ર પણ સ્થાનીક અમલદારોને સુપ્રત કરાયું હતું.

- જૂનાગઢ જિલ્લાનાં (૧૦ તાલુકા)

જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, વિસાવદર, મેંદરડા, કેશોદ, માળિયા હાટીના, માંગરોળ, માણાવદર, વંથલી
ગીર-સોમનાથનાં (૬ તાલુકા) વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા, કોડીનાર, ઉના અને ગિરગઢડા

દેવળિયા રેન્જમાં ગે.કા. સિંહદર્શન કરતા ૮ અમદાવાદી ઝડપાયા.

દેવળિયા રેન્જમાં ગે.કા. સિંહદર્શન કરતા ૮ અમદાવાદી ઝડપાયા
Bhaskar News, Talala | Sep 10, 2013, 00:53AM IST
- બે ગાડી સાથે યુવાનોની અટક કરી ૧૧ હજારનો દંડ વસૂલ કર્યો

સાસણગીરનાં દેવળીયા રેન્જનાં આરક્ષીત જંગલ વિસ્તારમાં ગત મોડી રાત્રે ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા બે ગાડી સાથે જંગલમાં ઘુસેલા અમદાવાદના આઠ યુવાનોને આરએફઓ અને સ્ટાફે ઝડપી લઇ૧૧ હજારનો  દંડ વસુલ કર્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ સિંહ દર્શન કરવાનાં શોખમાં ગીરજંગલમાં અવાર-નવાર લોકો ગેરકાયદેસર ઘુસી જતાં હોય છે. આવાજ એક બનાવમાં ગત મોડી રાત્રે સાસણનાં દેવળીયા રેન્જનાં આરએફઓ બી.કે.ચોચા, વાણીયાવાવ રાઉન્ડનાં ફોરેસ્ટર મનીષાબેન વાઘેલા સહીતનો  સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે ગળકીયા નેસ વિસ્તારમાં વાહનોની લાઇટો દેખાતા આ કાફલો ત્યાં પહોંચી ગયેલ.

અને જાયલો ગાડી નં. જી.જે.૧ કેજી -૮૮૫માંથી પટેલ સાગર ઇન્દ્રવદન, પટેલ ધમેન્દ્ર બકુલ, પટેલ આકાશ આશીષ, પટેલ કેવલ રાજુ  અને બીજી ગાડી નં.  જી.જે.૨૭ સી-૦૬૩૧માંથી દેલવાડીયા જયદીપ ગૌતમ, શ્રીપાલસિંહ વનરાજસિંહ, પટેલ હાર્દીક પ્રવિણ, પટેલ કૃશલ રજનીકાન્ત સહિત અમદાવાદનાં આઠ યુવાનોને ઝડપી લઇ બંને ગાડીઓ ડીટેઇન કરી તમામને દેવળીયા રેન્જ ખાતે લઇ આવી ધોરણસરની કાર્યવાહી કરી એક ગાડી દીઠ ૫૫૦૦ મળી બે ગાડીના કુલ ૧૧ હજાર રૂપિયાની દંડની રકમ વસુલ કરી હતી.

ત્યારબાદ આ તમામ યુવાનોનો વ્હેલી સવારે  છુટકારો થયો હતો. સિંહ દર્શનની ઘેલછામાં જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનાં અવાર-નવાર બનાવો બની રહ્યા હોય તેની સામે વન વિભાગે લાલ આંખ કરી છે.

દેવળીયા પાર્કમાં સિંહ દર્શન કરાવવા પાંચ નવી નક્કોર બસો મૂકાઇ.


દેવળીયા પાર્કમાં સિંહ દર્શન કરાવવા પાંચ નવી નક્કોર બસો મૂકાઇ
Bhaskar News, Talala | Sep 07, 2013, 00:06AM IST
- પાંચ બચ્ચાવાળી સિંહણ ‘લક્ષ્મી’ અને બાળસિહોને જોવા ટુરીસ્ટોમાં ભારે ઉત્કઠા : વન વિભાગ આગોતરા આયોજન કરવામાં ગોઠવાયુ


દેવળીયા સફારી પાર્કની મુલાકાતે  આવતા ટુરીસ્ટોની સંખ્યામાં સતત થઇ રહેલા વધારાને ધ્યાને લઇ વન વિભાગે સિંહ દર્શન કરાવવા ટુરીસ્ટો માટે પાંચ નવી નક્કોર બસો પાર્કમાં શરૂ કરી છે. ગીર અભ્યારણમાં ખૂલ્લામાં વહિરતા સિંહોને જોવાથી વધુ દેવળીયા પાર્કમાં તાજેતરમાં પાંચ બચ્ચાને જન્મ આપનાર સિંહણ લક્ષ્મી અને તેનાં સિંહ બાળને જોવાની પ્રવાસીઓમાં ભારે તાલાવેલી હોય વન વિભાગે આગોતરા આયોજનનાં ભાગરૂપે પાંચ નવી બસો મુકી કુલ દસ બસો દ્વારા સિંહ દર્શન કરાવવાનું આયોજન બનાવ્યું છે.

ગીરમાં સિંહ દર્શન માટે ચાર વર્ષ પહેલા વર્ષ દરમિયાન એક લાખ ત્રીસ હજાર ટુરીસ્ટો આવતા તેની સામે હાલનાં તબક્કે વર્ષમાં ૪ લાખ ૬૦ હજાર પ્રવાસીઓ ગીરમાં સિંહ દર્શન માટે આવે છે. ટુરીસ્ટોનાં વધી હેલા ટ્રાફિકને ધ્યાને લઇ વન વિભાગે સવલતો વધારવાનાં આયોજન કર્યા હોય આ અંગે દેવળીયા પાર્ક અને સેન્ચુરીનાં ડીએફઓ ડૉ.સંદીપકુમારે જણાવેલ કે, ગીરમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવવા લાગ્યા હોય દિવાળી, નાતાલ જેવા તહેવારોમાં એક દિવસ દરમિયાન ૧૦ હજાર લોકો સિંહ દર્શન માટે આવ્યા હોવાનું નોંધાયુ છે. ગીરમાં ચાલુ વર્ષ થયેલા સારા વરસાદ બાદ ગીર જંગલ ખુબસુરત બન્યુ હોય તેની સુંદરતામાં સિંહણે આપેલા પાંચ બચ્ચાનાં જન્મથી વધારો થયો છે.

લોકોમાં સિંહણ લક્ષ્મી અને પાંચ સિંહ બાળોને જોવાની ભારે ઉત્કંઠાહોય લોકોનો દેવળીયા પાર્કમાં સિંહ દર્શન માટે ઘસારો વધુ રહેશે માટે દેવળીયામાં પાંચ નવી નક્કોર બસો મુકવામાં આવી છે. દેવળીયા પાર્કમાં લક્ષ્મી સિવાય અન્ય સિંહણને ત્રણ બચ્ચા હોય નવા નર સિંહો પાર્કમાં પ્રવાસીઓને જોવા મળશે. દેવળીયા પાર્કમાં વન વિભાગે પવનચક્કી લગાવી હોય પવનચક્કી દ્વારા ભરાતા પાણીનાં કુંડાઓમાં સિંહો સહિતનાં વન્ય પ્રાણછઓને જોવાની પ્રવાસીઓને ભારે મજા પડશે. ગીર જંગલનાં દ્વાર ૧૬ ઓકટોમ્બરનાં પ્રવાસીઓ માટે ખુલવાને હજુ ઘણીવાર હોય પરંતુ વન વિભાગ પ્રવાસીઓનાં સતત વધી રહેલા ટ્રાફિકને ધ્યાને લઇ આગોતરા આયોજન કરી રહેલ છે.

ઉમદા કામગીરી : ત્રણ સાવજોને ‘જીવડા’ કાઢી સારવાર અપાઇ.


Bhaskar News, Talala   |  Sep 05, 2013, 00:12AM IST
ઉમદા કામગીરી : ત્રણ સાવજોને ‘જીવડા’ કાઢી સારવાર અપાઇ
- સાસણ રેન્જ અને રેસ્કયુ ટીમની ઉમદા કામગીરી
- કમલેશ્ચર - ડેડકડી રેન્જનાં બે સિંહ ગૃપોમાંથી બે સિંહ - એક સિંહણને વાછરડાનાં મારણ બાદ શરીરમાં જીવડા જોવા મળતા રેસ્કયુ કરાયું


એશિયાટીક સાવજોની સંભાળ  રાખવા વનવિભાગ  સતત પેટ્રોલીંગ અને ફેરણાં કરતું હોય છે. સાસણ સેન્ચુરી જંગલ વિસ્તારની ડેડકડી અને કમલેશ્ચર રેન્જમાં ફરતા બે સિંહ ગૃપોનાં ચાર નર અને બે માદા સાવજોમાંથી બે નર સિંહ અને એક માદા સિંહણનાં શરીરમાં મેગેટ (જીવડા) ફેરણાનાં અવલોકન દરમિયાન જોવા સાસણ રેન્જનાં સ્ટાફને જોવા મળતા સાસણ એસીએફ કંડોરીયાનાં માર્ગદર્શન હેઠળ તાકીદે રેસ્કયુ ઓપરેશન કરી સાવજોનાં શરીરમાંથી જીવાત કાઢી ચાર કલાક સારવાર આપી જંગલમાંથી મુકત કરવામાં આવેલ. તાકિદે હાથ ધરાયેલી રેસ્કયુ કામગીરીથી સાવજોની પીડા ઓછી થઇ હતી.
સાસણ રેલ્વે સ્ટેશનનાં કમ્પાઉન્ડની બાજુમાં બે દિવસ પહેલા સિંહે વાછરડાનું મારણ કરેલ. મારણ ખાવામાં કુલ છ સિંહો હતા. તેમાં ચાર નર અને બે માદા હતા. આ છ સાવજો ડેડકડી અને કમલેશ્ચરનાં બંન્ને સાથે ફરતા ગૃપ હતા. છ સાવજમાંથી બે સિંહ અને એક સિંહણનાં શરીરનાં ભાગે મેગેટ (જીવડા) હોય તેવું ફેરવણ કરી રહેલા સાસણ રેન્જનાં ધ્યાને આવતા.

આ અંગે સાસણ એ.સી.એફ. કંડોરીયાને જાણ કરતા તેમણે અવલોકન કરી તાકિદે રેસ્કયુ ઓપરેશનથી સાવજોને સારવાર આપવા તૈયારી કરાયેલ સાસણ રેન્જનાં આર.એફ.ઓ. જાદવ સેન્ચુરીનાં આરએફઓ સેવરા સહિત સાસણ રેન્જનાં આરએફઓ જાદવ સેન્ચુરીનાં આરએફઓ સેવરા સહિત સાસણ રેન્જનાં સ્ટાફે આ સિંહ ગ્રુપનું ફરી લોકેશન કરી સાવજનાં ગ્રુપને સેન્ચુરી જંગલમાં લઇ જઇ મેગેટ  (જીવડા)થી પીડાતા બે સિંહ અને  એક સિંહણને બેભાન કરેલ સાસણ એનીમલ કેર હોસ્પિટલનાં તબિબ ડૉ.સોલંકીએ સાવજોની સારવાર કરી શરીરનાં ભાગમાંથી જીવડા દુર કરેલ.ચાર કલાક સુધી સાવજોને સારવાર આપ્યા બાદ જંગલમાં મુકત કરવામાં આવેલ. 
વન વિભાગનાં સાસણ રેન્જનાં અધિકારીઓએ સ્ટાફ સાથે તાકીદે રેસ્કયુ કરી સાવજોને સારવાર આપતા સાવજો પીડામુકત થયા હતાં. ચોમાસામાં જંગલમાં મચ્છરો - મકોડાના કરડવાથી વન્યજીવોને આવી  બિમારી થતી હોય સર્તકતાથી સાવજોને સારવાર મળી હતી.

ભેંસવડીમાં વાડીમાં કામ કરતા ખેડૂત પર સિંહણનો હુમલો.


Bhaskar News, Liliya   |  Sep 04, 2013, 01:01AM IST

ભેંસવડીમાં વાડીમાં કામ કરતા ખેડૂત પર સિંહણનો હુમલો
- ખેડૂતને ડરાવતી હોય તેમ સામાન્ય ઇજા પહોંચાડી સિંહણ પાછી ફરી ગઇ

લીલીયા તાલુકાના ભેંસવડી ગામની સીમમાં એક પટેલ ખેડૂત પોતાની વાડીમાં ખેતીકામ કરી રહ્યા હતાં ત્યારે અહિં નિલગાયનું મારણ કરનાર સિંહણે તેમના પર હુમલો કરી નહોર મારી ઇજા પહોંચાડતા તેમને સારવાર માટે લીલીયા દવાખાને ખસેડાયા હતાં.

લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાવજો મોટી સંખ્યામાં વસી રહ્યા છે. હાલમાં ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે માણસ અને સિંહને અવાર નવાર સામનો પણ થઇ રહ્યો છે. આવી જ એક ઘટના આજે લીલીયા તાલુકામાં ભેંસવડી ગામની સીમમાં બની હતી. અહિં ગામની સીમમાં સાવજો દ્વારા નિલગાયનું મારણ કરવામાં આવ્યુ હતું.
ભેંસવડીમાં વાડીમાં કામ કરતા ખેડૂત પર સિંહણનો હુમલો
સાવજોએ આ મારણ છગનભાઇ ભગવાનભાઇ વાગડીયા (ઉ.વ. ૪૫) નામના ખેડૂતની વાડીમાં કર્યું હતું. આજે સવારે તેમના સહિત ત્રણ ખેડૂતો વાડીમાં કામ કરી રહ્યા હતા ત્યારે મારણ પર બેઠેલી એક સિંહણ અચાનક જ તેમની પાછળ દોડી હતી અને છગનભાઇને કમરના ભાગે નહોર ભરાવી ઘાયલ કરી દીધા હતાં. જો કે આ સિંહણ ખેડૂતને માત્ર ડરાવવા માંગતી હોય તેમ તેમને સામાન્ય ઇજા પહોંચાડી ત્યાંથી ચાલી ગઇ હતી. કમર પર ત્રણ ઉઝરડા થયા હોય છગનભાઇને સારવાર માટે લીલીયા દવાખાને ખસેડાયા હતાં. બનાવની જાણ થતા આરએફઓ અગ્રવાલ, ફોરેસ્ટર બી.એમ. રાઠોડ વગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

- નાસી રહેલો યુવાન કુટિયામાં ખાબક્યો

દરમીયાન છગનભાઇની સાથે તેમનો ખેત મજુર ઇસ્માઇલ પણ સિંહણ પાછળ દોડતા નાસ્યો હતો. અને ભાગતી વખતે વીસેક ફુટ ઉંડી કુટીયામાં ખાબકયો હતો. જો કે આ દોડભાગમાં તેને ખાસ કોઇ ઇજા પહોંચી ન હતી.

ઉત્તરપ્રદેશને સિંહો આપવા મુખ્યમંત્રીનો ચૂંટણીલક્ષી નિર્ણય.

ઉત્તરપ્રદેશને સિંહો આપવા મુખ્યમંત્રીનો ચૂંટણીલક્ષી નિર્ણય
Bhaskar News, Junagadh | Sep 04, 2013, 01:00AM IST
આગામી લોકસભાની ચૂંટણીને લઇ રાજકીય સ્ટંટ ખાતર મુખ્યમંત્રીએ ઉત્તરપ્રદેશનાં સફારી પાર્ક અને બ્રિડીંગ સેન્ટરને સિંહ આપવાનો નિર્ણય કર્યો છે. એવો આક્ષેપ માણાવદરનાં ધારાસભ્યએ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક રાજ્યની માંગણી ઉપર સિંહ આપવામાં આવશે તો ગિર જંગલ અને સફારી પાર્કની મુલાકાતે કોણ આવશે ? તેવો સણસણતો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો.

તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે મુખ્યમંત્રીને પત્ર પાઠવી સફારી પાર્ક માટે તથા બ્રીડીંગ સેન્ટર માટે સિંહ આપવાની માંગણી કરવામાં આવી હતી. જેને લઇ મુખ્યમંત્રીએ પાછલા બારણેથી છાનીછુપી મંજૂરી આપી દીધી છે. અને સક્કરબાગ ઝૂમાંથી હાલ ચાર સિંહ ઉત્તર પ્રદેશને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને લઇ માણાવદરનાં ધારાસભ્યએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી આગામી લોકસભાની ચૂંટણી લડી વડાપ્રધાન બનવાની ઘેલછા પાછળ સિંહો આપવાનો નિર્ણય કર્યો છે.

તાજેતરમાં જ સાસણથી મધ્યપ્રદેશ મોકલવાનાં નિર્ણય સામે રાજ્યભરમાંથી વિરોધ નોંધાયો હતો. તેમજ લોકો રસ્તા ઉપર ઉતરી આવી ઠેર-ઠેર આવેદન પણ આપ્યા હતા. પરંતુ મુખ્યમંત્રી આગામી ચૂંટણીને લઇ પાછલા બારણેથી ઉત્તરપ્રદેશને સિંહો આપવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ગુજરાતની જેમ સફારી પાર્ક અને બ્રીડીંગ સેન્ટર બનાવશે જેથી ભવિષ્યમાં ઉત્તરપ્રદેશ અને આજુબાજુનાં રાજ્યમાંથી ગીરની મુલાકાતે અને સિંહદર્શને આવતા સહેલાણીઓ યુપી તરફ વળશે. પરંતુ મુખ્યમંત્રી વડાપ્રધાન પદ પામવા ગુજરાતની અસ્મિતાને જોખમમાં મૂકી રહ્યા છે.