Tuesday, December 27, 2011

અમિત જેઠવા હત્યાકેસ: સાંસદના બેંક એકાઉન્ટ ચકાસતી પોલીસ


Source: Bhaskar News, Una   |   Last Updated 12:05 AM [IST](27/12/2011)
- સુરેન્દ્રનગર પોલીસ ઊના, કોડીનારની બેંકમાં પહોંચી
આર.ટી.આઇ. એક્ટીવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં જૂનાગઢ સાંસદે ક્લિનચીટ મળ્યા બાદ મૃતકનાં પિતાએ હાઇકોર્ટમાં અપીલ કરી આ કેસની તપાસ સીબીઆઇ કરે તેવી માંગણી કરી હતી. જે અંગેની તપાસ સુરેન્દ્રનગર પોલીસને સોંપવામાં આવી હોય પોલીસે સાંસદનાં બેંક એકાઉન્ટ અંગે ઊના, કોડીનારની બેંકમાં તપાસ હાથ ધરી છે.
અમિત જેઠવાની હત્યામાં જૂનાગઢનાં સાંસદ દિનુભાઇ સોલંકીનો ભત્રીજો, નિકટનાં પોલીસ કોન્સટેબલ અને ભાડુતી હત્યારાઓને અમદાવાદ પોલીસે પકડી પાડ્યા હતાં. આ હત્યામાં જૂનાગઢનાં સાંસદ સોલંકીને ક્લિન ચીટ આપી હતી. જે અંગે અમિતનાં પિતા ભીખુભાઇ બાટવાળાએ થોડા સમય પૂર્વે હાઇકોર્ટમાં આ કેસની તપાસ સીબીઆઇ કરે તેવી અપીલ કરતા હાઇકોર્ટે સાંસદની સંડોવણી અંગેની તપાસ સુરેન્દ્રનગરનાં એસ.પી. ને સોંપી રિપોર્ટ કરવાનો આદેશ કરતા ફરીથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
જેમાં છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર પોલીસે ઊના - કોડીનાર પંથકમાં ધામા નાંખી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરનાં પોલીસ અધિકારી વી.એન. રબારી તપાસાથેg ઊનાની બેંકોમાં દિનુ સોલંકીનાં બેંક એકાઉન્ટની તા. ૧ એપ્રિલ - ૨૦૧૦ થી તા. ૩૧ માર્ચ - ૧૧ સુધીની વિગતો માંગી હતી અને સાંસદનાં બેંક એકાઉન્ટ છે કે નહી ? તે અંગે પણ તપાસ કરી હતી. બે દિવસ પૂર્વે પોલીસે કોડીનારની બેંકમાં પણ સાંસદનાં એકાઉન્ટ અંગે તપાસ કરી હતી. અમિતની હત્યામાં સાંસદની સંડોવણી અંગે ફરી તપાસ શરૂ થતા અનેક તર્ક-વિતર્ક ઉઠ્યા છે.
સાંસદની રાજકીય કાર્યક્રમોમાં ‘ગેરહાજરી’ -
અમિત જેઠવા હત્યાની તપાસનો ફરીથી ધમધમાટ શરૂ થતા સાંસદ દિનુભાઇ સોલંકીની ઘણા સમયથી રાજકીય કાર્યક્રમમાં ગેરહાજરી ઉડીને આંખે વળગે છે.
મતદારો પણ સાંસદને શોધે છે -
જિલ્લામાંથી ચુંટાઇ આવેલા સાંસદ છેલ્લા ઘણા સમયથી કાર્યક્રમોમાં દેખાતા ન હોય મતદારો પણ સાંસદને શોધે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-amit-jethva-murder-case-sansads-bank-account-checking-by-police-2678911.html

ઊના નજીક સીમમાં ત્રણ સિંહણનું નાઇટ વોકીગ.

Source: Bhaskar News, Una   |   Last Updated 1:55 AM [IST](27/12/2011)
ઊનાનાં ખીલાવડ ગામની સીમમાં આજે સમી સાંજે ત્રણ સિંહણ નાઇટ વોકીગમાં નિકળતા તેને જોવા લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતાં.
ઊનાનાં ખીલાવડ ગામની સીમમાં આજે સમી સાંજે ત્રણ સિંહણ નાઇટ વોકીગ કરવા આવી પહોંચતા લોકોમાં કુતુહલ છવાયુ હતું. જંગલમાંથી આવી પહોંચી સુરજ ઢળે તે પહેલા સિંહણોએ ધીમે-ધીમે સીમમાં ટહેલવાનું શરૂ કરતા અને આ વાત ગામમાં વાયુવેગે પ્રસરી જતાં સિંહણોનું નાઇટ વોકીગ જોવા લોકોનાં ટોળે-ટોળા ઉમટી પડ્યા હતાં. એક તરફ સિંહણોનું નાઇટ વોકીગ અને બીજી તરફ એક માલધારી પોતાના ઘેટા ચરાવી રહ્યો હતો.
આ દ્રશ્ય તો ઊના પંથકમાં જ નિહાળવા મળે. સિંહણોએ લાંબા સમય સુધી ટહેલ્યા બાદ નિરાંતે આરામ ફરમાવી થોડી ગમ્મતો પણ કરી હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-three-lioness-night-walking-near-una-2679620.html

Monday, December 26, 2011

સક્કરબાગને છ સિંહબાળની ભેટ આપનાર સાવજનું મોત



જૂનાગઢ, તા.૨૫
જૂનાગઢ સક્કરબાગ ઝૂ ને છ સિંહબાળની ભેટ આપનાર નવ વર્ષના આક્રમક ગણાતા એવા સિંહનું ગઈકાલે ૩પ દિવસની લાંબી બિમારીના અંતે મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂ ના નવ વર્ષના સિંહ 'દક્ષ'નું ન્યુમોનીયા અને ફેફસાના ચેપના કારણે લાંબી સારવાર બાદ મૃત્યુ નિપજ્યું છે. આ સિંહને થોડા વર્ષો પહેલાં ગિર જંગલના દેવળીયા વિસ્તારમાંથી તેની વધુ પડતી આક્રમકતાના કારણે પકડીને જૂનાગઢ ઝૂ માં કેદ કરવામાં આવ્યો હતો. એ સમયમાં આ સિંહની તંદુરસ્તી અને વધુ સારા સિંહ બાળ મેળવવાની એક પ્રક્રિયાના ભાગ રૂપે જુદી જુદી સિંહણો સાથે સંવનન કરાવાયા બાદ તેનાથી જૂનાગઢ ઝૂ માં છ બચ્ચાઓની ભેટ મળી છે. આ સિંહ આશરે સવા મહિના પહેલાં બિમાર પડતા અને તેને ન્યુમોનીયા અને ફેફસાનું ઈન્ફેક્શન થયાનું ડોક્ટરની તપાસમાં બહાર આવતા સ્થાનિક તબીબોની સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે આણંદથી બોલાવાયેલા વેટરનરી તબીબ દ્વારા પણ સધન સારવાર આપવામાં આવી હતી. પરંતુ ૩પ દિવસ જેવી લાંબી સારવારના અંતે પણ આ સિંહને બચાવી શકવામાં સફળતા મળી નથી. અને ગઈકાલે મોડી સાંજે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું સક્કરબાગ ઝૂ ના ડારેક્ટર વી.જે.રાણાએ જણાવ્યું છે.
http://www.sandesh.com/article.aspx?newsid=21587

ગીર જંગલના વન્યપ્રાણીઓની પરિવાર સાથે અનોખી 'લાગણી'

Source: Jayesh Gondhiya, Una   |   Last Updated 4:33 AM [IST](25/12/2011) 
- ગીરનાં જંગલમાં માલધારીઓ વન્ય પ્રાણીનું જતન પરિવારજનની જેમ કરે છે
- ‘નેસડા’ની મુલાકાત તમારી ગિરની મુલાકાત સાર્થક બનાવી દે
ગીરનાં જંગલમાં વસતા માલધારીઓ, વન્ય પ્રાણીઓ, વૃક્ષ-વનસ્પતિ, વગેરેને એકમેકથી જુદા પાડી શકાય તેવા નથી. આ જંગલમાં પક્ષીઓનાં કલરવ, ખળખળ વ્હેતા પાણી, સિંહોની ડણક, વન્યપ્રાણીઓની અવરજવર વચ્ચે વસવાટ કરતા માલધારીઓને નિહાળીએ એટલે શરીરમાં એક નવીજ ઉર્જાનો સંચાર થઇ જાય. સિંહ એટલે શહેરમાં વસવાટ કરતા લોકો માટે નવાઇનો વિષય. પરંતુ અહીં સાવજ એટલે જાણે કે ‘સાખ પાડોશી’. જંગલમાં તમને માલધારીઓનાં નેસડામાં ગાય-ભેંસોની સાથે હરણનાં બચ્ચાંનો ઉછેર થતો જુઓ તો નવાઇ ન પામતા.
જીહા, ઊના પાસેનાં ખજૂરી નેસમાં એક માલધારી પરિવાર વસે છે. નનાભાઇ વણજાર એટલે પરિવારનાં ‘મોભી’. સિંહ, દીપડા, હરણ, જેવાં વન્યજીવો પ્રત્યેની અતૂટ લાગણી આપણને તેમની સાથેની વાતચીતમાં અનુભવાય. આ પરિવાર જ્યાં વસે છે એ ઘટાટોપ જંગલ વચ્ચે જવા માટે ન તો પાકી સડક છે ન તો વાહન વ્યવહારની કોઇ સુવિધા. જંગલનાં મુલાકાતીઓને ક્યારેક સાથેનો ગાઇડ બતાવે ત્યારે ખ્યાલ આવે કે તેઓ ‘વનકેસરી’ની સામે માત્ર થોડા ફૂટ છેટે ઉભા છે. ગીચ ઝાડી વચ્ચેથી સિંહ તેમને નિહાળતો હોય એ વાતની ફકત ગાઇડને જ ખબર હોય છે. પરંતુ નનાભાઇનાં પરિવારજનો પૈકી તમને કોઇ એમ કહે કે, હમણાં ‘સાવજ' અહીંથી નીકળવો જોઇએ. અને ખરેખર થોડીવારમાં સાવજ ત્યાંથી પસાર થાય જ.
અહીંનાં લોકોને જાણે કે સિંહો સાથે ‘ટેલપિથી’ની માફક એકબીજાનો અણસાર આવી જ જાય. ખજૂરી નેસમાં ૭ માલધારી પરિવારો તેમનાં કુલ ૭૦ માલઢોર સાથે વસવાટ કરે છે. તેઓ તેમનાં ઝૂંપડામાં છેલ્લા ૧ વર્ષથી હરણનું એક બચ્ચું આવે છે. નનાભાઇનાં પરિવાર માટે તો જેવા માલઢોર તેવું જ આ હરણનું બચ્ચું. નાનું બાળક ભૂખ લાગે ત્યારે માતા પાસે દૂધ માંગે તેમ આ બાળ હરણ પોતાનાં સમયે અહીં આવી ચઢે છે. અને ખરેખર, તેનાં માટે નાનાં બાળકની માફક જ દૂધની બોટલ તૈયાર જ હોય. તો સવાર પડતાં આ ઝૂંપડાનાં ‘આંગણે’ મોરનો ટહૂકો સાંભળી મન ‘તરબતર’ થઇ જાય. આ મોર જો ‘મોડો’ પડે તો નનાભાઇનાં પરિવારજનો ચિંતાતૂર બની જાય. મોર અહીં આવી કલાકો સુધી નેસની આસપાસ ‘આંટા’ ન મારે તો અહીંનાં લોકોને પોતાની દીનચર્યામાં કશુંક ‘ખૂટતું’ હોય તેવું લાગે. માલધારીઓની વન્યપ્રાણીઓ સાથેની લાગણી જાણવા તો ત્યાંજ જવું પડે. આવા ‘નેસડા’ની મુલાકાત તમારી ગિરની મુલાકાત સાર્થક બનાવી દે.
‘તમને સિંહ-દીપડાની બીક ન લાગ ?’ એ સવાલ તમને કોઇ શેરીનાં કૂતરાંથી લાગતી બીક જેવો જવાબ તેમની પાસેથી મળે. તેઓ કહે છે, અમને જ્યારે કોઇ સિંહનાં મૃત્યુનાં સમાચાર જાણવા મળે ત્યારે કોઇ પરિવારજને અમારી વચ્ચેથી વિદાય લીધી હોય તેવી લાગણી થાય. યંત્રવત શહેરીજીવનની એક પણ નકારાત્મક બાબત તમને અહીં જોવા ન મળે.
વનવિભાગ પણ લાગણી ધરાવે -
વનવિભાગની જવાબદારી વન્યપ્રાણીઓનું જતન કરવાની છે. વન્યપ્રાણીઓની સાથે માલધારીઓનું જીવન, તેમની દૈનિક પ્રવૃત્તિઓ હવે વનકર્મચારીઓનાં જીવન સાથે પણ વણાઇ ગયાં છે. ઘણાં વનઅધિકારીઓ માલધારીઓ ગિરની પ્રકૃતિનો એક ભાગ હોવાનું કહે છે. તેઓ કહે છે તેઓ છે તો સિંહનું સંવર્ધન આસાનીથી થાય છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-cowherds-live-life-and-care-of-jungles-animal-in-gir-2673266.html

 

 


અમરેલીના લીલીયામાં સાવજો બન્યા ‘ચીડીયા’


 Source: Bhaskar News, Liliya   |   Last Updated 3:55 AM [IST](26/12/2011)
- લોકોના કાંકરીચાળાને કારણે સાવજોને મારણ અધુરૂં મૂકવુ પડે છે
- સાવજ મારણ કરે તે સાથે જ સિંહ દર્શન માટે ભીડ ઉમટી પડે છે
લીલીયા તાલુકાના ખારાપાટ વિસ્તારમાં વસતા ૨૪ જેટલા સાવજોને હવે માણસ દ્વારા કરાતી હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના સાવજો જાણે ભગવાન ભરોસે જીવી રહ્યાં છે. અહી જ્યારે પણ સાવજો દ્વારા મારણ કરવામાં આવે છે ત્યારે સિંહ દર્શન માટે લોકોનો મોટો સમૂહ ઉમટે છે. અનેક લોકો કાંકરીચાળો પણ કરે છે. જેને પગલે આ સાવજો હવે ચીડીયા સ્વભાવના બની ગયાં છે.લોકોની કનડગતના કારણે સાવજોને મારણ અધુરૂ મુકીને ભાગી જવુ પડે છે.
લીલીયા પંથકના ક્રાંકચ શેઢાવદર વગેરે ગામની સીમમાં વસતા સાવજોની સુરક્ષા માટે સરકારે વહેલી તકે ઉપાય શોધવાની જરૂર છે. આ વિસ્તારમાં પાછલા એક દાયકાથી સાવજોનો વસવાટ છે. અગાઉ અહીં સાવજોની વસતી ન હતી. પરંતુ એકાદ દાયકા પહેલા અહીં શેત્રુજીના કાંઠે આગળ વધતાવધતા સાવજો અહીં પહોંચી ગયા હતા. ત્યારથી સાવજોને આ નવું ઘર ફાવી ગયું છે.
હાલમાં અહીં સાવજોની વસતી ૨૪ જેટલી છે. આ સાવજો દ્વારા મારણની ઘટનાઓ સતત બનતી રહે છે. પરંતુ સૌથી મોટી તકલીફ એ છે કે આ તમામ સાવજો રેવન્યુ વિસ્તારમાં વસી રહ્યાં છે. જેને પગલે મારણની ઘટના બને કે તુરંત લોકોને ખબર પડી જાય છે. પરિણામે મારણ કરતા સાવજને જોવા માટે દરેક સ્થળે લોકોની મોટી ભીડ ઉમટી પડે છે. સિંહ દર્શન માટે એકઠા થયેલા લોકો આ સાવજોને હેરાન પરેશાન કયેg રાખે છે. લોકો દ્વારા સતત કરાતા કાંકરીચાળાને પગલે હવે સાવજો ચીડીયા બની ગયા છે. ગમે ત્યારે લોકો સામે ઘુરકીયા કરે છે.પાછળ પણ દોડે છે.
લોકોની હેરાનગતિના પગલે સાવજોને મારણ અધુર મુકીને ચાલ્યુ જવુ પડે છે.મેટિંગ પીરીયડ દરમીયાન સાવજો એકદમ આક્રમક બની જાય છે. પરંતુ લોકો તેની પરવા કરતા નથી જેને પગલે ગમે ત્યારે જોખમી સ્થિતિ ઉભી થવાની શક્યતા છે.
સાવજના દર્શન માટે લોકો અહીં ટ્રેકટર, રીક્ષા, કાર કે મોટરસાયકલ જેવા વાહનોમાં આવે છે.ખારાટ વિસ્તારમાં લોકો ક્રાંકચ, શેઢાવદર, બવાડી, બવાડા, ભોરિંગડા, ટિંબડી, લોંકી વગેરે ગામની સીમમાં છેક બીડ વિસ્તારમાં પહોંચી જાય છે. અહીં સરકાર દ્વારા ઉચીત પગલા લેવાય તે જરૂરી છે.
વન ખાતામાં સ્ટાફની અછત - લીલીયા વિસ્તારમાં વન ખાતાના સ્ટાફની ભારે અછત છે.અહીં સામાજીક વનીકરણ વિભાગનો સ્ટાફ કાર્યરત છે. પરંતુ સ્ટાફની સંખ્યા ખૂબ જ ઓછી છે. વળી આ સ્ટાફ પર ૩૭ ગામના સામાજીક વનીકરણની જવાબદારી પણ છે.જેથી તેઓ સાવજોના રક્ષણ માટે પુરતો સમય ફાળવી શકતા નથી. એક દાયકા પહેલા બંધ કરાયેલી નોર્મલ વન વિભાગની કચેરી ફરી શરૂ કરવી જરૂરી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-lion-is-being-eager-in-liliya-2677261.html?OF11=

ગીરમાં ૩૨ સિંહોનું જૂથ, સાસણના ઈતિહાસમાં પ્રથમ ઘટના.


Source: Bhaskar News, Rajkot   |   Last Updated 1:14 AM [IST](26/12/2011)
- ગીરમાં ૩૨ સિંહોનું જૂથ ટહેલે છે
- એશિયાટિક સિંહોના ઈતિહાસમાં એક સાથે ૩૨ સિંહો જૂથમાં રહેતાં હોય તેવી સાસણમાં પ્રથમ ઘટના
- સાસણ ગીરના નાયબ વન સંરક્ષક ડૉ. સંદીપ કુમાર દ્વારા સિંહના વર્તનનો કરાયો સઘન અભ્યાસએશિયાટિક સિંહોના ઈતિહાસમાં સાસણ ગીરમાં એક સાથે ૩૨ સિંહનું જૂથ એક સાથે જંગલમાં વિચરી રહ્યું છે. ગીરના ૧૪૦ કિલોમીટરના વિસ્તારમાં કબજો ધરાવતા આ ગ્રૂપની હાલ દેદકડી, પાંચિયા અને કેરંભા રૂટ પર આણ વર્તાઇ રહી છે.
ગીરના જંગલના કુલ ૮ રૂટ માંથી ૬ રૂટ પર ૩૨ સિંહોનું આ ગ્રૂપ સામ્રાજ્ય ધરાવે છે. થોડા સમય પહેલાં જ સાસણ ગીરના ડીએફઓ ડૉ. સંદીપ કુમાર દ્વારા જંગલની મુલાકાત લેવામાં આવી ત્યારે આ જૂથના ૧૪ સિંહ એક સાથે આરામ ફરમાવતા કેમેરામાં કેદ થઇ ગયા હતા.

અત્યાર સુધીમાં સાવજોનું સૌથી મોટુ ગૃપ નિહાળનારા અને સિંહ પ્રજાતિનાં વર્તન અને સ્વભાવથી તેમની સાંકેતીક ભાષા સમજનારા અનુભવી ડી.એફ.ઓ. ડૉ. સંદીપકુમારે આ ગૃપ એકી સાથે બેસેલુ હોવા અંગે પોતાના અનુભવ ઉપરથી જણાવેલ કે સાવજોનું આ ગૃપ ગીર જંગલનાં ૧૪૦ સ્કે. કિ.મો. વિસ્તારમાં ફરે છે. સિંહ - સિંહણ, નાના બચ્ચા મળી કુલ ૩૨ સાવજોનું આ ગૃપ છે. જે ગીર અભ્યારણનાં આઠ રૂટોમાંથી છ રૂટો ઉપર કબ્જો ધરાવે છે.
જૂથની સિંહણ તરફે આકર્ષિત થયેલા સિંહને જૂથમાંથી હાંકી કઢાયો -
ગીરના જંગલના સિંહોના વર્તનનો સઘન અભ્યાસ કરી રહેલાં ડીએફઓ ડૉ. સંદીપ કુમારે જણાવ્યું હતું કે, ૩૨ સિંહોના જૂથમાં એક પુખ્તઉંમરના યુવા સિંહને પોતાના જ પરિવારની સિંહણ સાથે આકર્ષણ થતાં જૂથમાં રહેલાં અન્ય વડિલ સિંહોએ પુખ્તઉંમરના યુવા સિંહને જૂથમાંથી અલગ કરી દીધો હતો. અને રોયલ ગણાતા આ પ્રાણિએ સંબંધી સાથેનો સંબંધ નકારીને પોતાની સંસ્કૃતિ તેમજ તાકાતનો પરચો આપ્યો હતો.
 
 
 
 Source: http://www.divyabhaskar.co.in/article/SAU-this-picture-is-ever-big-family-of-lion-family-in-gir-2675343.html

Saturday, December 24, 2011

ગીર વિસ્તારોમાં મચ્છરોનો ભયંકર ત્રાસ.


તાલાલા ગીર તા.૨૩
ગીર વિસ્તારમાં ભેજના વાતાવરણના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે. અને મલેરિયા, ડેેન્ગ્યુ જેવા રોગોએ માથુ ઉચકયું છે. તાલાલામાં તેમજ ગામડાઓમાં અનેક લોકો તાવના રોગચાળામાં સપડાયા છે. સ્થાનિક સોની વેપારીને ડેન્ગ્યુની અસર થતાં એને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પણ સારવાર દરમિયાન મોત નીપજતાં આ વિસ્તારમાં આરોગ્ય વિભાગની લાપરવાહી બહાર આવી છે.
  •  આરોગ્ય વિભાગ સાવ નિષ્ક્રિય, સફાઈ ઝુંબેશ જરૂરી
શહેરમાં વેરાવળ રોડ પર રહેતા સોની વેપારી કિશોરભાઈ સોનીને ડેન્ગ્યુની અસર થતાં એને સ્થાનિક સારવાર આપવામાં આવ્યા બાદ તબિયત વધુ નાજુક બની જતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. એને ચાર દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. બાદ એનું મોત નીપજતાં સોની સમાજમાં ભારે ગમગીની ફેલાઈ ગઈ છે. તેમજ તાલાલાના શહેરીજનોમાં આરોગ્યવિભાગની ભયંકર બેદરકારીની ટીકા થઈ રહી છે.આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ પરિણામલક્ષી કામગીરી કરી ડેન્ગ્યુના ભરડામાંથી લોકોને બહાર લાવે એવી પ્રચંડ માંગ ઉઠી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=20970

રમતી બાળકીને માતાની નજર સામે દીપડાએ ફાડી ખાધી.


Source: Bhaskar News, Veraval   |   Last Updated 3:20 AM [IST](24/12/2011)
વેરાવળ તાલુકાનાં ઉંબા ગામે માતાની નજર સામે ફળીયામાં રમતી બાળકીને દીપડાએ ફાડી ખાતા પંથકમાં હાહાકાર મચી ગયો છે.
ઉંબા ગામનાં કોળી નેભાભાઇ જોરાની ૪ વર્ષની પુત્રી મનીષા મોડી સાંજે ૭:૩૦ વાગ્યાનાં સુમારે સીમ વિસ્તારમાં આવેલ તેમની વાડીનાં મકાનનાં ફળીયામાં રમતી હતી અને થોડે દૂર તેની માતા ઉભા હતાં. અચાનક દીપડાએ આવી બાળકીને શિકાર બનાવી ગળેથી પકડી અડધો કિ.મી. દૂર શેરડીનાં વાડમાં ઢસડીને લઇ જતાં તેની માતાએ પાછળ દોટ મૂકી હતી. જો કે દીપડાએ બાળકીને ફાડી ખાઇ મોતને શરણે કરી દીધી હતી.
આ વાત વાયુવેગે ફેલાઇ જતા ગામનાં ઉપ સરપંચ દિનેશ સોલંકી સહિત દોઢસોથી બસ્સો લોકો એકઠા થઇ શેરડીવાડ ખૂંદવા લાગ્યા હતાં અને એકાદ કલાકની મહેનત બાદ તેનો મૃતદેહ હાથ લાગતા ગ્રામજનોમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.
આ બનાવ અંગે જંગલખાતાને જાણ કરવા માટે ટેલીફોનીક સંપર્ક સાધવાનાં અનેક પ્રયાસો કરવા છતા કોઇ અધિકારીના ફોન ન લાગતા તંત્ર સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.જ્યારે ૧૦૮ને જાણ કરાતા મૃતદેહને હોસ્પિ. લવાતા હિતેષ ગોસ્વામી, પરબત સોલંકી સહિતના યુવાનો મદદે દોડી ગયા હતાં.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-child-hunted-by-leopard-near-veraval-2671037.html?OF2=

Friday, December 23, 2011

ઉનાના રામપરાનાં RTI એક્ટિવિસ્ટને આપેલી ધમકી.


ઉના તા.૨૨
ઉના તાલુકાના રામપરા ગામના એક્ટિવિસ્ટ નટવરગીરી હીરાગીરી ગોસ્વામીએ ગઈ તા.૨૧/૧૨ના રોજ જિલ્લા પોલીસ વડા તથા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે કે, રામપરા ગ્રામ પંચાયત ઘણા વર્ષાથી ગૌચરની જમીન પર મચ્છીના દંગાઓ માટે ભાડે આપી લાખો રૂપિયા પંચાયતનાં ચોપડે ન લઈ ભ્રષ્ટાચાર આચરતી હોવાનું બહાર આવ્યુ છે. આ બાબતે આર.ટી. આઈ. એકટ અંતર્ગત માહિતી માગવામાં આવતા અમૂક લોકોના પેટમાં તેલ રેડાયું છે. આ બાબતે તપાસ કરવામાં આવતા આ વાત સાચી હોવાની બાબત બહાર આવી હતી ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ યેનકેન પ્રકારે આપવામાં આવી રહી છે. આથી, તેમને ઉચ્ચ-અધિકારીઓને રજૂઆત કરી તેમની જાનનું જોખમ હોવાથી રામપરા ગામના રામ વાઘ રામુ, હરસુર જાદવ રામુ, રામસી એભા રામુ, ભીખા નાજા, ભીમા એભા રામુ તથા અન્યો શખ્સો સામે ફરિયાદ નોંધી પગલાં લેવા માંગણી કરી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=20732

વન વિભાગે કાગળ ઉપર હરિયાળી સર્જી દીધી.


Source: Bhaskar News, Porbandar   |   Last Updated 2:50 AM [IST](23/12/2011)
પોરબંદરના આર.ટી.આઈ. એક્ટીવીસ્ટે વૃક્ષારોપણની માહિતી માંગી તેમાં વન વિભાગનું ભોપાળું છતું થયું
પર્યાવરણને બચાવવા અને ગ્લોબલ વોર્મિંગને અટકાવવા વન વિભાગ દ્વારા સમયાંતરે વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. પોરબંદર જિલ્લામાં દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ તેનું જતન થાય છે કે કેેમ ? તે અંગેની વિગત પોરબંદરના આર.ટી.આઈ. એક્ટીવીસ્ટે માંગતા આ વૃક્ષારોપણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ તે વૃક્ષો જીવંત છે કે કેમ ? તેનું રેકોર્ડ જ વન વિભાગ પાસે ન હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.
‘વૃક્ષ વાવો, વરસાદ લાવો’ આવા સુત્રોના માધ્યમથી લોકોને પર્યાવરણ બચાવવા માટે જાગૃત કરવામાં આવે છે. વન વિભાગના સહયોગથી સામાજીક સંસ્થાઓ પણ વૃક્ષારોપણ કરે છે, જે સરાહનીય બાબત છે. પરંતુ આ વૃક્ષોનું વાવેતર કર્યા બાદ તેનું જતન થાય છે કે કેમ ? તે સવાલ હર કોઈને સતાવી રહ્યો છે.
પોરબંદરના આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરાએ પોરબંદરમાં આવતા રાણાવાવ રેન્જમાં તેમજ જુનાગઢમાં આવતા કુતિયાણા રેન્જમાં કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, તેમજ તે અંગે કેટલો ખર્ચ થયો ? આ ઉપરાંત આ વૃક્ષોનું વાવેતર થાય ત્યારબાદ તેનું જતન થાય છે કે કેમ ? તે સહિતની વિગત નાયબ વન સંરક્ષક પાસેથી રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ મુજબ માંગી હતી.
જ્યારે વૃક્ષો અંગેની માહિતી માંગી ત્યારે તેમની વિગતો ચોંકાવનારી હતી. જેમાં રાણાવાવ રેન્જમાં છેલ્લા ત્રણ વર્ષમાં છેલ્લા ત્રણ વર્ષમાં વન વિભાગે ર,૬૮,૪પ૭ રોપાનું વાવેતર કરેલ છે, જેનો ખર્ચ R ૩પ,૭૪,૧૮૩ થયાનો જણાવેલ છે. જુનાગઢ વન વિભાગ રેન્જ હેઠળ આવતા કુતિયાણા રેન્જમાં છેલ્લા ત્રણ વર્ષમાં વાવેતર પાછળ R ૭,૦૬,પ૦૬ ફેન્સીંગ ખર્ચ ર,૭૯,૧ર૦ જ્યારે જાણવણી ખર્ચ પાછળ ૩,૭૮,૦૧૧ નો ખર્ચ કરવામાં આવ્યો છે.
જ્યારે આ વૃક્ષો જીવંત છે કે કેમ ? તે અંગેની વિગત માંગતા વન વિભાગે જીવંત ટકાવારી દર્શાવતું રેકર્ડ નથી તેવો જવાબ આપવામાં આવ્યો છે. વૃક્ષારોપણ માટે દર વર્ષે વન વિભાગ દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ તો કરવામાં આવે છે, પરંતુ જે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે તેનું જતન થતું નથી, જેને કારણે મોટા ભાગના વૃક્ષો બળી જાય છે.

આથી વન વિભાગ માત્ર કાગળ ઉપર જ હરિયાળી સર્જી દીધી હોવાનો સનસનીખેજ આક્ષેપ આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરાએ કર્યો છે. વૃક્ષારોપણ કર્યા બાદ કેટલાક વૃક્ષોનો ઉછેર થાય છે, તે સવાલ હરકોઈ વ્યક્તિના મનમાં ઉઠતો હોય ત્યારે પર્યાવરણપ્રેમી તેમજ આમ નાગરિકની પણ ફરજ છે કે, વૃક્ષોનું વાવેતર કર્યા બાદ તેમનું જતન કરીએ. તો જ ગ્લોબલ વોર્મિંગ સામે લડત આપી શકશું તેવો મત પ્રવર્તી રહ્યો છે.
વન વિભાગના અધિકારીએ કહ્યું ‘મારે કંઈ કહેવું નથી’
પોરબંદર જિલ્લામાં વન વિભાગ દ્વારા લાખો રૂપિયા ખર્ચીને વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ તેમનું જતન થાય છે કે કેમ ? આ બાબતે જ્યારે પોરબંદરના નાયબ વન સંરક્ષક ભાલોડીનો સંપર્ક કરતા તેમણે એવો જવાબ વાળ્યો કે, ‘મારે કંઇ કહેવું નથી. તમારે કંઇ વિગતો જોઈતી હોય તો લેખિતમાં માંગો’ તેવો ઉડાઉ જવાબ આપી દીધો હતો. જે વન વિભાગ કેવી કામગીરી કરે છે તેનો પરિચય આપ્યો હતો.
બરડા અભ્યારણ્યમાં વૃક્ષોની જાળવણી થતી નથી
આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, બરડા અભ્યારણ્યમાં વૃક્ષોની જાળવણીના અભાવે દિવસ-રાત તેને કાપવામાં આવે છે, તથા આ જંગલમાં અધિકારીઓ પોતાના પરિવારને સરકારી ગાડીઓમાં ફેરવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત અભ્યારણ્યની આસપાસ ગેરકાયદેસર ખનન કાર્ય પણ થઈ રહ્યું છે, જે વન્ય પ્રાણીઓને પણ નુકસાનકર્તા છે.
મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજુઆત કરી
પોરબંદર જિલ્લામાં રાણાવાવ રેન્જમાં તેમજ કુતિયાણા રેન્જમાં વૃક્ષોના વાવેતર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ તે જીવંત છે કેમ ? તેની વિગતો વન વિભાગે નહીં આપતા આ બાબતે આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજુઆત કરી, જવાબદારો સામે પગલા લેવાની માંગણી કરી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-green-paper-on-the-rise-in-forest-department-2667243.html

Thursday, December 22, 2011

૧૪ સિંહોના ટોળાંએ ભેગા મળી કર્યું એક પાડીનું મારણ.

Source: Bhaskar News, Liliya   |   Last Updated 2:09 AM [IST](22/12/2011)
લીલીયા તાલુકાના ખારાપાટ વિસ્તારમાં ૨૪ જેટલા સાવજોનું એક ગૃપ વસવાટ કરી રહ્યુ છે. સાવજોનું આ ટોળુ આજુબાજુના દસ-બાર ગામોમાં ફરતુ રહે છે અને હાથ પડ્યા પશુનું મારણ કરતુ રહે છે. ગઇસાંજે આ ૨૪ પૈકી ૧૪ સાવજના ટોળાએ એક પાડીનું મારણ કર્યું હતું.
શેઢાવદરની સીમમાં થયેલુ આ મારણ જોવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હાલમાં લીલીયા તાલુકામાં વસતા સાવજોની સંખ્યા ૨૪ જેટલી હોવાનું જાણવા મળેલ છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-14-lions-group-hunting-calf-of-buffalo-near-liliya-2661901.html

ધારીની આરએફઓ કચેરીમાં ‘કાળતરો’ નીકળ્યો.


 Source: Bhaskar News, Amreli   |   Last Updated 1:44 AM [IST](19/12/2011)
- સિંહ-દિપડા પકડતા વનકર્મીઓએ સાપ પકડવાનાં માહિરની મદદ લીધી
ગીર જંગલ કે આસપાસના વિસ્તારમાં સિંહ દિપડાને પકડવા હોય તો વનતંત્રનો સ્ટાફ અનુભવના આધારે કોઇપણ જાતના ડર વગર આ કામ કરી શકે છે. પરંતુ આજે ધારીની આરએફઓ કચેરીમાં કાળોતરો નાગ ધસી જતા નાસભાગ મચી ગઇ હતી. સિંહ દિપડાને પકડનાર વનતંત્રના સ્ટાફે સાપ પકડનારને બોલાવવા દોડાદોડી કરી મુકી હતી.
આ ઘટના આજે ધારીમાં આરએફઓ કચેરીમાં બની હતી. અહી એક કાળોતરો નાગ ઓફિસમાં ઘુસી જતા નાસભાગ થઇ હતી. આરએફઓ સહિતનો સ્ટાફ કચેરી બહાર દોડી ગયો હતો. જંગલખાતાનો સ્ટાફ સિંહ દિપડાને પાંજરે પુરવા માટે જરૂર પાવરધો છે પરંતુ કોઇને સાપ પકડવાની ટ્રેનીંગ અપાતી નથી.
જેથી સમગ્ર સ્ટાફ આ નાગથી ડરી ગયો હતો. આખરે ધારીમાં સાપ પકડવાનું કામ કરતા આહિર રમેશભાઇ કાતરીયાને બોલાવવામાં આવ્યા હતાં. અને તેમણે કાળોતરાને ઝડપી લીધા બાદ સૌએ હાશકારો અનુભવ્યો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-snake-came-out-in-dharis-rfo-officer-2652369.html

સાવરકુંડલા નજીકથી ઘાયલ ઘુવડ મળી આવ્યું.


Source: Bhaskar News, Savarkundla   |   Last Updated 7:37 AM [IST](22/12/2011) 
પક્ષી પ્રેમીઓએ સારવાર કરી પુન: પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી દીધું
સાવરકુંડલા-નેસડી રોડ ઉપર આરક્ષિત એવા ઘુવડ કુળનું ચિલડો તરીકે ઓળખાતુ પક્ષી ઘાયલ અવસ્થામાં પડ્યુ હોય સાવરકુંડલાના પક્ષીપ્રેમીઓએ આ પક્ષીને પકડી સારવાર આપી પુન: કુદરતી વાતાવરતમાં મુક્ત કરી દીધુ હતું.
એક બાજુ સૌરાષ્ટ્રમાં પક્ષીઓની જગ્યા સતત ઘટતી જાય છે અને કેટલાક પક્ષીઓ તો હવે જાણે દુર્લભ બન્યા છે ત્યારે ઘુવડ તો ભાગ્યે જ જોવા મળે છે. ઘુવડ કુળનું ચિલડો પક્ષી સૌરાષ્ટ્રમાં છે પરંતુ આ પ્રજાતિ લુપ્ત થતી જતી હોય સરકાર દ્વારા તેને આરક્ષિત જાહેર કરવામાં આવ્યુ છે. આજે સાવરકુંડલા નેસડી રોડ પર એક આવુ ઘુવડ ઘાયલ અવસ્થામાં મળી આવ્યુ હતું.
અહિંના નેસડી રોડ પર આ ઘાયલ ઘુવડ પડયુ હોવાની બાતમી મળતા સાવરકુંડલાના નગર સેવક હિતેષ સરૈયાએ આ બારામાં અહિંના વન પ્રકૃતિ દેવ આસ્થા ટ્રસ્ટના સભ્યોને જાણ કરી હતી. ટ્રસ્ટના નિલેશ મહેતા, સંજયભાઇ ચોટલીયા વિગેરે તુરંત નેસડી રોડ પર દોડી ગયા હતા. અને ઘાયલ પક્ષીને સાવરકુંડલા લઇ આવી તેની સારવાર કરી હતી.
સારવાર બાદ આ પક્ષી તેના પ્રાકતિક આવાસમાં ફરી મુકત કરી દેવામાં આવ્યુ હતું. ચિલડો પક્ષી ચપળ અને ચતુર છે. આ પક્ષી સાપ અને દેડકા ઉપરાંત નાના પક્ષીઓનો પણ શિકાર કરે છે. આ પક્ષી દેખાવમાં સમળી જેવું લાગે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-injured-owl-was-found-near-savarkundla-2664489.html

Wednesday, December 21, 2011

સિંહ ત્રિપુટીની ત્રાડોથી ગાજતી ખાંભાના નેસડી ગામની સીમ.



ખાંભા, તા.૧૮ :
ગીરની બોર્ડર પર આવેલા નેસડી ગામમાં છેલ્લા દસ દિવસથી આવી પહોંચેલી સિંહ ત્રિપુટીએ ત્રણ પશુના મારણ કરી ગામમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે. અધૂરામાં પુરૃં હોય તેમ એક દીપડાનું પણ આગમન થયું છે. આ ગામ અને તેના સીમાડાને સિંહ ત્રિપુટી તથા એક ખૂંખાર દીપડાએ બાનમાં લીધા છે.
  • અધૂરામાં પુરૃં ખૂંખાર દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ
સિંહ ત્રિપુટીએ ચાર દિવસ પહેલા ગામની સીમમાં અરજણભાઈ હીરપરાની વાડીમાં પરોઢીયે ગાયનું મારણ કરી પાંચ હજારની કિંમતનું ભોજન આરોગ્યું હતું. આટલું અધૂરૃં હોય તેમ આ સિંહ ત્રિપુટીએ નેસડી અને કોટડી ગામના સીમાડે એક બળદ અને એક વાછરડાનો શિકાર કરી મીજબાની માણી હતી.
ગામના સીમાડે રાતના સતત સિંહ ત્રિપુટીની ત્રાડો સંભળાતા રહેતા ખેડૂતો વાડીએ રાતવાસો કરવા કે મોલને પાણ આપવા જવામાં પણ ડર અનુભવી રહ્યા છે. બપોરના ખેતરે ભાત દેવા જતાં ભથવારીઓ પણ ડરી રહી હોય કોઈ જણને જ બાઈક પર ખેતરે કામ કરતાં શ્રમિકો માટે ભાત લઈને જવું પડે છે તેમજ ચા-પાણી, દૂધ અને ખાંડ તો સવારથી જ સાથે લઈ જાય છે.
સાવજનો આતંક ઓછો હોય તેમ છેલ્લા બે-ત્રણ દિવસથી એક ખૂંખાર દીપડો પણ સીમમાં આવી ચઢયો છે. સિંહના ભયથી પશુપાલકોએ ઢોર-ઢાંખરને ગામ બહાર કાઢવાનું જ બંધ કરી દેતા આ દીપડાના ભાગે શિકાર નહીં આવતા એ ભુરાટો થયો છે. સીમ-વગડે એકલ દોકલ નીકળતાં ખેડૂતો પાછળ દાટ મુકી રહ્યો છે. આના કારણે સીમમાં જવા માટે પણ ખેડૂતો-માલધારીઓએ પાંચ-છ જણના સમૂહમાં સાથે નીકળવું પડે છે.આમ, નેસડી ગામ અને તેના સીમાડાને સિંહ ત્રિપુટી તથા દીપડાએ બાનમાં લીધા છે.
નેસડીની મહેમાનગતિ માણી રહેલા કપિરાજ
ખાંભા, તા.૧૮ : નેસડી ગામની સીમમાં સિંહ ત્રિપુટી અને દીપડાએ તો સપ્તાહથી ધામા નાંખ્યા છે. તેમાં એક વાનર પણ આવી ચડયો છે. આ કપી જાણે કે યાત્રાએ નીકળ્યો હોય તેમ ગામમાં રામજી મંદિર, હનુમાન મંદિરે દર્શન કરી રાત્રે ખોડિયાર મંદિરના ઘેધૂર વડલામાં રાતવાસો કરે છે. ગ્રામજનનો ધાર્મિક વૃત્તિના કપિરાજમાં હનુમાનજીનું સ્વરૂપ નિહાળતા હોય તેને ફળફળાદિ અને ભાતભાતનું ખાવાનું આપી રહ્યા છે અને કપિરાજ પણ પોતાના ભકતોની સારી એવી મહેમાનગતિ માણી રહ્યા છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=19380

અમિત જેઠવાને મરણોતર અનન્ય એવોર્ડ એનાયત કરાયો.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:13 AM [IST](18/12/2011)

ખાંભાના આરટીઆઇ એક્ટીવીસ્ટ અમીત જેઠવાને જી ટીવી દ્વારા મરણોતર એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા છે. તાજેતરમાં દિલ્હીની એક હોટેલમાં યોજાયેલા સમારોહમાં લોક સભાના સ્પીકરના હસ્તે તેમના પત્નીને R એક લાખની ધન રાશી અર્પણ કરવામાં આવી હતી.
માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરી સમગ્ર ગુજરાતમાં સરકારીતંત્રમાં ચહલ પહલ જગાવનાર અને ગીરની પ્રકૃતિની રક્ષા માટે જીવનના છેલ્લી શ્વાસ સુધી લડનાર આરટીઆઇ એક્ટીવીસ્ટ અમિત જેઠવાની અમદાવાદમાં હત્યા થયા બાદ હવે જી ટીવી દ્વારા તેમનું મરણોતર સન્માન કરવામાં આવ્યુ છે. દિલ્હી ખાતે તાજેતરમાં તાજ પેલેસ હોટેલમાં યોજાયેલા એક સમારોહમાં લોકસભાના સ્પીકર મીરાકુમારના હસ્તે તેમને ‘‘અનન્ય સન્માન ૨૦૧૧’’ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
અમિત જેઠવાના પત્ની અલ્પાબેન જેઠવાને આ મરણોતર એવોર્ડ તથા R એક લાખની રકમ અર્પણ કરવામાં આવી હતી. સંસદ પર કરવામાં આવેલા આતંકી હુમલામાં શહીદી વ્હોરનાર સ્વ. જગદશિપ્રસાદ યાદવ, સ્વ. રામપાલસિંગ, સ્વ. બિજેન્દ્રસિંહ ઉપરાંત સ્વ. ઘનશ્યામ પટેલ, સ્વ. ઓમપ્રકાશ વગેરેને પણ અનન્ય સન્માન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. અમિત જેઠવાને આ અગાઉ પણ નેશનલ આરટીઆઇ એવોર્ડ, એનડીટીવીનો એવોર્ડ તથા ગ્રીનલેસ એવોર્ડ મરણોતર અર્પણ કરવામાં આવ્યો હતો.

ધારી નજીક કિશોરી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો.



Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:38 AM [IST](18/12/2011)

ધારી તાલુકાના ભરડ ગામે ચારેક દિવસ પહેલા રાત્રીના સાડા દસેક વાગ્યાના સુમારે એક દિપડાએ ઘરમાં ઘુસી એક કિશોરી પર હુમલો કરી ઘાયલ કરી દેતા ગામમાં ફફડાટ ફેલાયો હતો. આ માનવભક્ષી દિપડાને પાંજરે પુરવાની માંગ ઉઠતા વનવિભાગ દ્વારા ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યાં હતાં જેમાં ૪૮ કલાકમાં આ દિપડો પાંજરે પુરાઇ જતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ગીરકાંઠાળ વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં અવારનવાર સિંહ, દિપડાઓ ગામમાં ઘુસી આવે છે અને દુધાળા પશુઓ તેમજ માણસો પર હુમલા કરે છે. ધારીના ભરડ ગામે ચારેક દિવસ પહેલા રાત્રીના સાડા દસેક વાગ્યાના સુમારે એક દિપડો જીતુભાઇ બોરીચાના ઘરમાં ઘુસી ગયો હતો અને ઘરમાં સુતેલી તેની ૧૩ વર્ષની પુત્રી મેના પર હુમલો કર્યો હતો.
દિપડાએ હુમલો કરી મેનાને મોઢા અને પેટના ભાગે દાંત ઘુસાડી દીધા હતા. રાડારાડ મચી જતા ઘરમાં સુતેલો પરિવાર જાગી જતા દેકારો બોલાવતા દિપડો કિશોરીને મુકીને નાસી ગયો હતો.
આ બનાવ બનતા ગામ લોકોએ આ માનવભક્ષી દિપડાને પાંજરે પુરવા માંગણી કરતા વનવિભાગ દ્વારા ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યાં હતાં. આરએફઓ વણપરીયાની સુચનાથી સ્ટાફ દ્વારા પાંજરા ગોઠવવામાં આવતા ૪૮ કલાકમાં દિપડો પાંજરે પુરાઇ ગયો હતો.
આ માનવભક્ષી દિપડાને મેડીકલ તપાસ માટે જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. દિપડો પાંજરે પુરાઇ જતા આ વિસ્તારના લોકોએ રાહત અનુભવી છે. આ વિસ્તારમાં દિપડાનો ત્રાસ વધ્યો છે

ઊના નજીક યુવાન પર દીપડાનો હુમલો.



Source: Bhaskar News, Una   |   Last Updated 12:35 AM [IST](19/12/2011)
- ખિલાવડનો યુવાન વાડીમાં કામ કરી રહ્યો હતો અને દીપડો ત્રાટક્યો
ઊનાનાં નવા ઉગલા ગામની સીમમાં આજે વહેલી સવારે વાડીમાં ખેતીકામ કરતાં યુવાનને દીપડાએ ઘાયલ કરી દીધો હતો. આ હુમલાનાં બનાવથી ખેડૂતોમાં ગભરાટની લાગણી છવાઇ છે.
નવા ઉગલા ગામની સીમમાં ખિલાવડનો દલિત યુવાન ભરત જીણા સરવૈયા (ઉ.વ.૧૮) જગદીશભાઇ ગોરસીયાની વાડીમાં આજે સવારે કપાસ વીણી રહ્યો હતો ત્યારે અચાનક પાછળથી દીપડાએ હુમલો કરતા આ દ્રશ્ય નિહાળી અન્ય મજૂરોએ રાડારાડી કરી મૂકતા દીપડો નાસી ગયો હતો. દીપડાનાં હુમલાથી ઘવાયેલા ભરતને વાડી માલિક સરકારી દવાખાને સારવારમાં લાવ્યા હતાં.
આ બનાવનાં પગલે વન વિભાગનાં સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ દીપડાનું લોકેશન મેળવી તેને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી છે.
જંગલ કરતાં ગ્રામ્ય પંથકમાં દીપડાની વસતી વધારે -
ઊના પંથકમાં જંગલ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની સંખ્યા વધુ હોવાનું તારણ જાણવા મળી રહ્યુ છે. હજુ ચાર દિવસ પહેલા જ કોદીયા ગામની સીમમાં દીપડાએ કોળી વૃદ્ધને ઘાયલ કર્યા હતાં.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopards-attack-on-man-near-una-2651011.html

ભેસાણ નજીક ખેતરમાં ફાંસલો મૂકનાર ખેડૂત ત્રણ દી’ના રિમાન્ડ.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:19 AM [IST](17/12/2011)
નવા વાઘણિયામાં ખેતરમાં ફાંસલો મૂકનાર ખેડૂત ત્રણ દી’ના રિમાન્ડ પર
ભેંસાણ નજીકના નવા વાઘણીયા ગામે બુધવારે એક ખેતરના શેઢે ગોઢવેલા ફાંસલામાં દોઢેક વર્ષનો સિંહ ફસાઈ ગયો હતો. જેમાં ફાંસલો ગોઠવનાર ખેડૂતની ગઈકાલે વનવિભાગે ફાંસલો મૂકનાર ખેડૂતની ધરપકડ કરી આજે ભેંસાણ કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
ભેંસાણ નજીકનાં નવા વાઘણીયા ગામે મેરુ હસન હાંથીના ખેતરના શેઢે રાખવામાં આવેલા ફાંસલામાં સિંહનો પગ ફસાઈ ગયો હતો. આ અંગે વનવિભાગને જાણ થતા ઘટના સ્થળે દોડી જઈ સિંહને બચાવવાની કામગીરી કરી હતી. ફાંસલામાં પણ ફસાવાને કારણે સિંહને ઈજા પહોંચી હતી.
વનવિભાગ દ્વારા ઘટના સ્થળે પ્રાથમિક સારવાર આપી જુનાગઢ સક્કરબાગમાં ખસેડવામાં આવ્યો હતો એ ફાંસલો મૂકનાર ખેડૂતને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. વનવિભાગે ફાંસલો ગોઠવનાર ખેડૂત મેરૂ હસન હોથની ગઈકાલે અટક કરી લીધી હતી. પૂછપરછ કરતા જણાવ્યું હતું કે પાક રક્ષણ માટે ફાંસલો ગોઠવ્યો હતો. પરંતુ વનવિભાગને જવાબમાં તથ્ય ન દેખાતા વધુ પૂછપરછ માટે ભેંસાણ કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરી હતી.
કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. વનવિભાગે ફાંસલો ગોઠવનાર ખેડૂતનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમ આરએફઓ ગોજીયાએ જણાવ્યું હતું. 
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-trap-laid-put-farmers-is-on-remand-on-three-days-near-bhesan-2645217.html 

Thursday, December 15, 2011

સાસણ રોડ પર મીની બસ-ટ્રક અથડાતાં ૧૬ને ઈજા.


તાલાલા ગીર, તા.૧૪:
તાલાલાથી ચાર કિ.મી. દૂર સાસણ રોડ પર પાંચપીરની દરગાહ પાસે આજે બપોરે મીની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને વાહનના ચાલક સહિત સોળ મુસાફરોને ઈજા થઈ હતી. તે પૈકી ત્રણની હાલત ગંભીર છે. આઠ ઈજાગ્રસ્તોને જૂનાગઢ તથા કેશોદ ખસેડાયા છે. અકસ્માત સમયે સ્વીફ્ટ કાર પણ અથડાતા તેમાં ભારે નુકશાન થયું હતું. અકસ્માતના પગલે બે કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે સાસણ રોડ પર આજે બપોરે એક ટ્રકને ઓવરટેઈક કરવાના પ્રયાસમાં ધાવા ગીર ગામની સ્વરાજ મઝદા અને હડમતીયા ગીર ગામની મીની બસ સામસામા ધડાકાભેર અથડાતા મુસાફરોની ચીસોથી હાઈ-વે ગાજી ઉઠયો હતો.
  • બન્ને વાહન ચાલકોની હાલત ગંભીર : એક કલાકના અંતે કેબીન તોડી ચાલકોને બહાર કઢાયા
અકસ્માત એટલો ભયંકર હતો કે બન્ને વાહન મોરાના ભાગથી એકબીજામાં ઘૂસી ગયા હતા. તેના કારણે બન્ને ચાલકો પણ અંદર ફસાઈ ગયા હતા. પોલીસે બન્ને વાહનોની કેબીન તોડીને એક કલાકના અંતે બન્નેના ચાલકોને બહાર કાઢયા હતા.
આ અકસ્માતમાં ૧૬ મુસાફરોને ઈજા થઈ હતી. જેમાં રતીલાલ પ્રેમજીભાઈ દુધાત્રા (ઉ.વ.૪૫) રહે.સુરવા ગીર, રાજેશભાઈ મનસુખભાઈ માકડીયા (ઉ.વ.૩૦) રહે.ધાવા ગીર, હરેશભાઈ કાનજીભાઈ ત્રાડા (ઉ.વ.૩૦) રહે.હડમતીયા ગીર, જેંતી હીરાભાઈ (ઉ.વ.૧૪) રહે.જસાધાર, ભરત દેવરાજભાઈ વાળા (ઉ.વ.૧૮) રહે.જસાધાર, હવાબેન વજીર મહમદ બ્લોચ (ઉ.વ.૫૦) રહે. સાસણને તાલાલાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા.
જયારે બાપા સીતારામ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ત્રણ પૈકી ધીરૂભાઈ નાથાભાઈ ચુડાસમા (ઉ.વ.૪૯) રહે.રમળેચી ગીર તથા કાંતાબેન ધીરૂભાઈ ચુડાસમા (ઉ.વ.૪૨) રહે.રમળેચી ગીરને ફ્રેક્ચર હોય વધુ સારવાર માટે કેશોદ રિફર કરવામાં આવ્યા હતા.
ઉપરાંત ગિરીશભાઈ કાદરભાઈ મકરાણી (ઉ.વ.૨૨) રહે.સાસણ ગીર, સુંદરભાઈ ભાનુભાઈ ભુંડલાણી (ઉ.વ.૫૦) રહે.જૂનાગઢ, પ્રકાશભાઈ કાનજીભાઈ ત્રાડા (ઉ.વ.૪૦) રહે.હડમતીયા ગીર, મંજુબેન રતીલાલ દુધાત્રા (ઉ.વ.૪૦), રહે.સુરવા ગીર, રસીકલાલ જેંતીભાઈ કણસાગરા (ઉ.વ.૨૨) રહે.ધાવા ગીર, જેંતીભાઈ એમ.ભુવા (ઉ.વ.૫૮) રહે.જૂનાગઢ, જેંતીભાઈ કાંતીભાઈ જોટણીયા (ઉ.વ.૬૫) રહે.જૂનાગઢ, ભાનુબેન શંભુભાઈ સાવલીયા (ઉ.વ.૫૫)ને તાલાલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.પોલીસે બન્ને વાહનચાલક વિરૂધ્ધ બેફિકરાઈ અને ગફલતભરી રીતે વાહન ચલાવી માનવ જીંદગી જોખમાવવા અંગે ગુનો દાખલ કર્યો છે.
૧૦૮ના તબીબોએ કેબીનની અંદર સારવાર પહોંચાડી
તાલાલા : સાસમ રોડ પર બનેલા આ ત્રિપલ અકસ્માતમાં મુસાફરોને ચીસાચીસ કરી મૂકી હતી. બનાવની જાણ થતાં ૧૦૮ના તબીબોએ વાહનની કેબીનમાં અંદર જઈને ફસાયેલા લોકોને સારવાર આપી પ્રશંસનીય કામગીરી બજાવી હતી.
બન્ને વાહનો વચ્ચે સ્વીફ્ટ ઘૂસી જતાં નુકસાન
તાલાલા : અકસ્માત સમયે જૂનાગઢ તરફથી આવી રહેલી સ્વીફ્ટ કાર નં.જીજે.૧૧.એસ.૩૦૬૭ અકસ્માત ગ્રસ્ત બન્ને વાહનો વચ્ચે ઘૂસી જતાં કારને ભારે નુકસાન થયું હતું.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=18143

રાજુલા: છ સિંહોએ બળદ અને વાછરડાનું મારણ કર્યું.

 Source: Bhaskar News, Rajula   |   Last Updated 12:56 AM [IST](15/12/2011)
- એક મહિનામાં ૩૦ પશુઓના મારણ
રાજુલા તાલુકામાં સાવજોની સંખ્યા વધતી જતી હોય સાવજો દ્વારા કરાતા મારણની સંખ્યા પણ વધતી જાય છે. આજે રાજુલા તાલુકાના કોટડી ગામે આજે સવારે છ સિંહના ટોળાએ એક બળદ અને એક વાછરડાનું મારણ કર્યું હતું. આ ઉપરાંત એક બળદને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. આ વિસ્તારમાં એક મહિનામાં ૩૦ પશુઓના મારણ થયા છે.
સિંહના ટોળા દ્વારા મારણની આ ઘટના રાજુલા તાલુકાના કોટડી ગામે આજે સવારે બની હતી. સવારે આઠેક વાગ્યાના સુમારે અહિંના જીણાભાઇ અરજણભાઇ બારીયાની વાડીમાં છ સાવજો ધસી આવ્યા હતા અને એક બળદ તથા એક વાછરડા પર તુટી પડ્યા હતા. સાવજના આ ટોળાએ થોડી -ક્ષણોમાં જ બન્નેના રામ રમાડી દીધા હતા.
આ સમયે મારણ જોવા માટે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. લોકોનું ટોળુ એકઠુ થઇ જતા સાવજો અહિંથી રવાના થઇ ગયા હતા. જો કે જતા જતા સાવજોએ અહિં એક ત્રીજા બળદને પણ ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. જ્યારે વનતંત્રનો સ્ટાફ અહિં દોડી આવ્યો ત્યારે બળદ અને વાછરડાના ફકત હાડકા જ વધ્યા હતા. રાજુલા પંથકમાં પાછલા એક મહિનામાં સાવજો દ્વારા માલધારી કે ખેડૂતના પશુના મારણની ત્રીસ ઘટના બની હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-six-lions-hunting-to-heifer-and-bullock-near-rajula-2639878.html

અમરેલી નજીક ૪૦ પક્ષીના અદ્દભુત માળા.

 Source: Bhaskar News, Babara   |   Last Updated 12:57 AM [IST](15/12/2011)
 બાબરાની મેઇન બજારમાં અગ્રણી વેપારીઓ દ્વારા ચકલા માટે અદ્દભૂત સેવા કરવામાં આવી રહી છે. ઘણી બધી દુકાનોમાં પક્ષી ઘર મુકવામાં આવ્યા છે. જેમાં ગામનાં બે અગ્રણી વેપારી દ્વારા તેમના ઉપરનાં માળે એક સાથે ૪૦ પક્ષી ઘર મૂક્યા છે. અને તેની બાજમાં ચકલાના ચણ અને પાણી માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
- તસવીર: પ્રવિણ ભટ્ટ
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-40-birds-wonderful-nest-together-near-amreli-2639868.html

ભેંસાણ પાસે સિંહબાળ ફાંસલામાં સપડાયું.

 Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:00 AM [IST](15/12/2011)
- ઘટના સ્થળે પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ સક્કરબાગમાં ખસેડાયું
ભેંસાણનાં નવા વાગળી ગામે ખેતરનાં શેઢે રાખવામાં આવેલા ફાસલામાં દોઢ વર્ષનાં સિંહ બાળનો પગ ફસાઇ જતા ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે વનતંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું. અને તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સક્કરબાગ ઝૂ ખાતે ખસેડ્યું હતું.
તાજેતરમાં પોરબંદરમાં એક આરટીઆઇ હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં પાંચ વર્ષમાં ગીરનાં જંગલમાં ૨૦૦થી વધુ સિંહોનાં મોત થયાની સનસનીખેજ વિગતો બહાર આવી હતી. જે વનતંત્રની બેદરકારીની ચાડી ખાય છે. જંગલ વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવા અને પાકનાં રક્ષણ માટે ખેતર ફરતે ગોઠવવામાં આવતી ફેન્સીંગ પણ ઘણી વખત સિંહનાં મોતનું કારણ બનતું હોય છે. આવા સંજોગોમાં વનતંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીનો ભોગ વન્ય પ્રાણીઓ બનતા હોય છે. રાજૂલાનાં હડમતીયા ગામે ફેન્સીંગમાં ફસાતા દીપડીનું મોત નિપજ્યું હતું. ત્યારે ભેંસાણનાં નવા વાગળી ગામે આજે સિંહબાળનું મોત થતાં સ્હેજમાં રહી ગયું છે.
વાગળી ગામે મારૂ હુસેન હોથીનાં ખેતરનાં શેઢે ફાસલામાં એક દોઢ વર્ષનાં સિંહબાળનો પગ ફસાઇ ગયો હતો. જેની જાણ વન વિભાગને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ફાસલામાં ફસાઇ ગયેલા સિંહબાળને મુકત કર્યું હતું. ઉત્તર ડુંગર રેન્જનાં આરએફઓ ગોજીયાએ જણાવ્યું હતું કે, ફાસલામાં ફસાવાનાં કારણે સિંહબાળને ઇજા થઇ હતી.
ઘટના સ્થળ ઉપર પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ સક્કરબાગમાં ખસેડવામાં આવ્યું છે. તેમજ ફાંસલો કબ્જે કર્યો છે અને ખેડૂતને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ફાંસલો શિકાર માટે રાખવામાં આવ્યો હતો કે, પાક રક્ષણ માટે રાખવામાં આવ્યો હતો તેની તપાસ એફએસએલની ટીમને સાથે રાખીને કરવામાં આવી રહી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-baby-lion-trapped-in-trap-laid-near-bhesan-2640002.html?OF2=

Wednesday, December 14, 2011

ધૂળમાં મળી રહેલો ઉપરકોટનો ઈતિહાસ.


જૂનાગઢ, તા.૧૨:
રાજ્યનો એકમાત્ર અકબંધ કિલ્લો અને ઐતિહાસિક દ્રષ્ટીએ મહત્વનો એવો જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો જાળવણીના અભાવે અત્યંત જર્જરીત અવસ્થામાં આવી ગયો છે. હજ્જારો પ્રવાસીઓ વર્ષ દરમિયાન ઉપરકોટની મુલાકાતે આવે છે. ત્યારે અહીં તેમને અન્ય સુવિધા તો ઠીક પણ પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. તંત્ર દ્વારા શહેરના અન્ય ઐતિહાસિક સ્થળોની જેમ ઉપરકોટ કિલ્લાની પણ દરકાર લેવામાં આવતી નથી. પરિણામે ઐતિહાસિક સ્થળની મુલાકાતે આવતા યાત્રિકો જાણે કે ભરપુર ઐતિહાસિક વારસા ધરાવતા કિલ્લાને બદલે ખંડેરમાં પ્રવેશી રહ્યા હોય તેવી અનુભુતિ કરી રહ્યા છે. ઉપરકોટના વિકાસ માટે કાર્યરત સમિતિ વર્ષોથી ફક્ત કાગળ પર જ કામ કરતી હોય તેવી સ્થિતિ છે.
  • પ્રવાસીઓ માટે પાયાની સુવિધા પણ તંત્ર ઉભું કરી શક્યું નથી ને પ્રવાસનધામના ગવાતા ગાણા
ઐતિહાસિક શહેર તરીકે ઓળખાતા જૂનાગઢમાં રાજવીઓના શાસનકાળ દરમિયાન બંધાયેલો ઉપરકોટ કિલ્લો જે-તે સમયની કલા કારીગરીનો ઉતમ નમુનો છે. ઉપરકોટના કિલ્લાનું બાંધકામ અને અહીં ઉભા કરાયેલા વિવિધ વિભાગો રાજવીઓની અકલ્પનીય અને ઉત્કૃષ્ટ બુધ્ધીમતાની સાક્ષી પુરે છે. આજે જૂનાગઢનો વિસ્તાર વધી ગયો છે. પરંતુ એક સમયે જૂનાગઢ ઉપરકોટ કિલ્લા પુરતું જ સીમીત હતું.
ગુજરાત રાજ્યમાં આ એક માત્ર કિલ્લો આજે અકબંધ છે. અન્ય તમામ કિલ્લાઓ જાળવણીના અભાવે નાશ પામ્યા છે. પરંતુ ઐતિહાસિક મહત્વ ન સમજનાર તંત્ર આ કિલ્લાની જાળવણીમાં ભરપુર બેદરકારી દાખવી રહ્યું છે. રંગરોગાન તેમજ જાળવણીના અભાવે ઐતિહાસિક ધરોહર સમાન આ કિલ્લો ખંડેર હાલતમાં આવી ગયો છે.
આશરે ઈ.સ.૧૧મી સદીમાં બંધાયેલો આ કિલ્લો નગર વ્યવસ્થાઓ તેમજ રાજાઓના સમયમાં થતા લશ્કરી હુમલાને પહોંચી વળવા મુકાયેલ તોપ ભાવી પેઢીને આપણા ઈતિહાસથી અવગત કરી રહ્યું છે. ખાસ કરીને વિદેશીમાં ઈતિહાસ પ્રત્યે વધુ રસ પ્રવર્તે છે. ત્યારે અનેક વિદેશી ઈતિહાસપ્રેમીઓ જૂનાગઢના ઈતિહાસનો પરિચય મેળવવા શહેરના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાતે આવે છે. પરંતુ ઐતિહાસિક સ્થળોની મુલાકાતે આવતા વિદેશી તેમજ દેશના યાત્રિકોને સુવિધાને અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભવ્ય ભુતકાળની સાક્ષી પુરતા ઉપરકોટ કિલ્લાની મુલાકાતે આવતા યાત્રિકોને અન્ય સુવિધા તો ઠીક પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. ખાસ કરીને ઈતિહાસના અભ્યાસઅર્થે ઉપરકોટની મુલાકાતે આવતા અભ્યાસુ યાત્રિકોને ઉપરકોટનો કિલ્લો ફરતા આશરે ર થી ૩ કલાક જેટલો સમય લાગી જાય છે. ત્યારે કલાકોના આ સમયગાળા દરમિયાન થોડીવાર બેસીને થાક દુર કરી શકે તેવા છાંયડા કે બાંકડાની પણ અહીં વ્યવસ્થા નથી. તેમજ સફાઈનો પણ અભાવ પ્રવર્તી રહ્યો છે. આશરે ર કિ.મી. જેટલા વિસ્તારમાં પથરાયેલા ઉપરકોટમાં કચરાપેટીની પણ મુકવામાં આવી નથી. એક તરફ જૂનાગઢને પ્રવાસનધામ તરીકે વિકસાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે. ત્યારે બીજી બાજુ ઐતિહાસિક સ્થળોની જ અવગણના કરવામાં આવી રહી છે.
ઉપરકોટના વિકાસ માટે એક સમિતીની રચના કરવામાં આવી છે. પરંતુ આ સમિતીએ કિલ્લાના વિકાસ અર્થે કોઈ પગલા પણ લીધા નથી. માત્ર મીટીંગો બોલાવી આયોજનો કરતી કમિટીએ ખાસ કઈં ઉકાળ્યું નથી. ત્યારે ઐતિહાસિક વારસાનું મહત્વ સમજતા અને ઐતિહાસિક સ્થળોના વિકાસમાં રસ દાખવનારાઓની કમીટી બનાવી તેઓને ઐતિહાસિક વારસાની વિકાસ કામગીરી સોંપવાની તાતી જરૂરીયાત વર્તાઈ રહી છે.
જૂનાગઢની ઓળખ સમાન રાણકદેવીનો મહેલ અને અડીકડી વાવ ધુળ ખાઈ રહી છે. શહેરના તમામ પ્રાચીન ઈમારતોમાં સામાન્ય સિવાય કોઈ કામ કરવામાં આવતું નથી. કલરકામ તેમજ જાળવણીના અભાવે પ્રાચીન ઈમારતોને લુણો લાગી ગયો છે.
હાલમાં શહેરની પ્રાચીન ઈમારતોમાં ઉપર ઝાડવા ઉગી નિકળ્યા છે. તંત્ર આ ઝાડવા દુર કરવાની પણ તસ્તી લેતું નથી. તંત્રની આળસને કારણે જૂનાગઢનો ઈતિહાસ મૃતઃ પ્રાય અવસ્થામાં આવી ગયો છે. ત્યારે તંત્રએ આળસ ખંખેરી શહેરના તમામ ઐતિહાસિક સ્મારકોની જાળવણીમાં ધ્યાન કેન્દ્રીત કરી યાત્રિકોને પડતી હાલાકી દુર કરવા અને યાત્રિકોને વધુ સુવિધા આપવા સત્વરે ઘટતા પગલા લેવાનો સમય પાકી ગયો છે. નહીં તો જૂનાગઢની આવનારી પેઢી પોતાના જ શહેરના ઈતિહાસથી વંચિત રહી જશે. તેમના માટે ઈતિહાસ વાંચવા અને સાંભળવા પુરતો સીમીત રહી જશે.
ઉપરકોટમાં આકર્ષણ સમાન સ્થળો
* રાણકદેવીનો મહેલ
* અડીકડી વાવ
* નવઘણ કુવો
* નિલમ અને માણેક તોપ
* ધક્કાબારી
* ૭ તળાવ
* ફિલ્ટર પ્લાન્ટ
* બૌધ્ધગુફા
* અનાજના કોઠારો
Source: http://www.sandesh.com/article.aspx?newsid=17297

ગીરમાં ત્રણ ગાયોનું મારણ કરતા સાવજ.


Source: Bhaskar News, Maliya Hatina   |   Last Updated 2:23 AM [IST](14/12/2011)
- માળીયાના બાબરા (ગીર)માં ત્રણ ગાયનું મારણ કરતા સાવજ
માળીયા હાટીના તાલુકાના બાબરા (ગીર) ધરમપુર ગામની સીમમાં ચાર સિંહોના ટોળાએ કાળાભાઈ રાજશીભાઈ વાળાની ગાયને ફાડી ખાઈ નિરાંતે મારણની મજિબાની માણી હતી અને ગતરાત્રીના બાબરા ગામમાંજ દસ સિંહોના ટોળાએ બે ગાયોને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

એક જ દિવસમાં ત્રણ ગાયનો વનરાજાઓએ શિકાર કરતા લોકોમાં ગભરાટ છવાઈ જવા પામ્યો છે. ખેડૂતો ખેતરમાં જતાં પણ ડરી રહ્યાં છે. આ ઉપરાંત દીપડો, દીપડી અને બે બચ્ચાનાં પણ આંટાફેરાથી લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે. આ ઉપરાંત જંગલ બોર્ડરનાં કાત્રાસા, ધરમપુર, પાણકવા, કડાયા, અમરાપુર, જલંધર, દેવગામ, વીરડી સહિતનાં ગામોમાં પણ દરરોજ સાવજોનાં આંટાફેરાથી ભય વ્યાપ્યો છે. આ વન્ય પ્રાણીઓને જંગલમાં ખદેડવા અને પાંજરે પૂરવા વનવિભાગ સત્વરે પગલા ભરે તેવી કાળાભાઈ વાળાએ ઉગ્ર માંગણી કરી છે.

સાંગોદ્રામાં દીપડાએ બે પાડીનાં શિકાર કર્યા -
તાલાલા : તાલાલા સાંગોદ્રા (ગીર) ગામમાં મધરાત્રે રોડ કાંઠે રહેતા મોમીન ખેડૂત અજીતભાઇ દોસમામદ કોટડીયાનાં બંધ ડેલાની વંડી ઠેકી દીપડો ડેલામાં ઘુસેલ અને ફળીયામાં બાંધેલ બે પાડી ઉપર હુમલો કરી બંનેને મારી નાંખી મારણની મજિબાની માણતો હતો ત્યારે માલઢોરનાં ભાંભરવાનાં અવાજથી પરિવાર જાગી જતા દીપડાનું હિંસક સ્વરૂપ જોઇ ભયભીત બની ગયા હતાં. સવાર પડતા દીપડો વંડી ઠેકી ગામમાંથી જંગલ તરફ ભાગી ગયો હતો. તાલાલા રેન્જ ઓફિસને જાણ કરતા આરએફઓ કુરેશી સ્ટાફ સાથે દોડી ગયા હતાં અને દીપડાનાં ફૂટમાર્ક ઉપરથી સગડ મેળવી પાંજરૂ ગોઠવી તેને પકડવા કવાયત હાથ ધરી છે.

આ ખૂંખાર જાનવરોએ 2011માં તમને સૌથી વધારે ડરાવ્યા છે!


આ જાનવરોની એક ઝલક જોવાનું મન તમને ચોક્કસ થશે
ખૂંખાર કે ખતરનાક જાનવરોની વાત આવે એટલે આપણને તે જોવાનું એકવાર ચોક્કસ મન થાય. વર્ષ દરમિયાન અમે તમારી સાથે એવી ઘણી બધી એનિમલ સ્ટોરીઝ શેર કરી છે, જે તમારા માનવામાં સરળતાથી આવે તેવી નથી પણ હકીકત છે. આ પ્રાણીઓએ ક્યારેક તમને ચોંકાવ્યા છે તો ક્યારેક અવાક કર્યા છે. આવી જ કેટલીક સ્ટોરીઝની એક ઝલકઃ
1. સુરક્ષાથી સુરાગ સુધી, દુનિયાના 5 સૌથી ખૂંખાર શ્વાન
જાનવર પર માણસની નિર્ભરતાની શરૂઆત તો પહેલેથી જ રહી છે, જોકે સંબંધોનો સ્વભાવ સમય સાથે બદલાતો રહ્યો છે. એક સમય હતો, જ્યારે ગાયને આપણી સભ્યતામાં સૌથી વધારે મહત્વ આપવામાં આવતુ હતું. સમય બદલાતા માણસ પોતાની અનુકૂળતા પ્રમાણે પ્રાણીઓનો ઉપયોગ કરવા લાગ્યો. આજે અમે તમને 5 એવા ખૂંખાર બ્રીડના કૂતરા વિશે જણાવીશું જેમને એ રીતે ટ્રેઇન કરી શકાય છે કે તે ગમે ત્યારે માણસના લોહીના તરસ્યા બની જાય. આવો જોઇએ દુનિયાના 5 સૌથી ખૂંખાર શ્વાનો.
જુઓ રીલેટેડ આર્ટિકલ-1
2. જાનવરોની આટલી ખતરનાક ફાઇટ ભાગ્યે જ કોઈએ જોઈ હશે!
સાંપ અને નોળિયાને એકબીજાના જીવના દુશ્મન માનવામાં આવે છે. બન્નેની લડાઇમાં જે બળવાન તેની જીવ બચ્યો અને જેની હાર થાય તેની જીવ ગયો. વીડિયોમાં જૂઓ કેવી રીતે બે દિગ્ગજ દુશ્મનો કરી રહ્યાં છે આ ખતરનાક લડાઇ...
જુઓ રીલેટેડ આર્ટિકલ-2
3. આ વિશાળકાય અજગરનું પેટ ચીર્યું તો દંગ રહી ગયા વૈજ્ઞાનિકો
અમેરિકાના એક વન્ય પ્રાણી ઉદ્યાનમાં એક 16 ફૂટ લાંબો વિશાળકાય અજગર પકડાઈ ગયો છે, જેના પેટમાં એક વયસ્ક હરણ હતું. આ દક્ષિણી ફ્લોરિડાનો અત્યાર સુધીનો સૌથી મોટો સરીસૃપ છે.
પાઇથન સ્પેશ્યલિસ્ટ સ્કિપ સ્નોએ એવરગ્લેડ્ઝ નેશનલ પાર્કમાં એક અજગરની ઓટોપ્સી કરી તો માલૂમ પડ્યું કે થોડા સમય પહેલા જ તે 34.47 કિલો વજનનો એક વયસ્ક હરણ ખાઈ ગયો હતો. સાઉથ ફ્લોરિડા વેટર મેનેજમેન્ટ ડિસ્ટ્રિક્ટે જણાવ્યા પ્રમણે પેટમાં હરણની સાથે અજગરનું વજન 97 કિલો હતું અને તેને કાઢી નાંખ્યા પછી તેનું વજન 63 કિલો થઈ ગયુ હતું.
ફ્લોરિડા ફિશ એન્ડ વાઇલ્ડ લાઇફ કમિશન દ્વારા આ અજગરને મારવા માટે શોટગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી આ અજગરની વિશાળકાય પ્રજાતિ ઉત્તરીય વિસ્તારમાં ફેલાઈ ન શકે. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાએ જણાવ્યા પ્રમાણે વર્ષ 2006થી 2007ની વચ્ચે 418 બર્મા પ્રજાતિના પાઇથન મૃત મળી આવ્યા છે અથવા તો માર્યા ગયા છે.
જુઓ રીલેટેડ આર્ટિકલ-3
4. ક્યાંથી આવી વિશાળકાય વ્હેલ.. આજે પણ છે રહસ્ય!
ચિલીમાં કલ્ડેરા પાસે રાછલા વર્ષે જૂનમાં હાઈવે પહોળો કરવાનું કામ ચાલી રહ્યુ હતું. આદરમિયાન અટકામા રણવિસ્તારના આ હિસ્સામાં 75 વિશાળકાય વ્હેલ માછલીઓના અવશેષો મળ્યા હતા. માનવામાં આવે છે કે આ અવશેષો 20 લાખ વર્ષ જૂના છે.
ખાસ્સા પ્રયત્નો પછી પણ વૈજ્ઞાનિકો કોઈ પરિણામ પર પહોંચ્યા નથી કે આ માછલીઓ સમુદ્રથી આશરે અડધો માઇલ દૂર આ રણવિસ્તારમાં કઈ રીતે પહોંચી હતી. અમુકને એવું લાગે છે કે તે દિશા ભટકીને ત્યાં પહોંચી હશે તો કેટલાંકને એવુ લાગે છે કે આ માછલીઓ દિશા ભટકીને સમુદ્રના કિનારે પહોંચી ગઈ હશે. ત્યાં કેટલાંકને તો એવુ પણ લાગે છે કે આ માછલીઓ ભૂસ્ખલનના કારણે ત્યાં પહોંચી હશે અને એક તળાવમાં ઘેરાઈ ગઈ હશે. આ અનોખા કબ્રસ્તાનમાં ઈતિહાસ પહેલાની આ માછલીઓ સારી રીતે સંરક્ષિત હતી.
ચિલીના સ્મિથસોનિયન ઈન્સ્ટિટ્યુટના વૈજ્ઞાનિકો આ વિષય પર અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી અમુકનો આકાર તો બસ જેવડો છે. અત્યાર સુધી બે ફૂટબોલ મેદાનો જેટલા વિસ્તારમાં ખોદકામ કરવામાં આવી ચૂક્યું છે. માનવામાં આવે છે કે અહીંયાથી બીજી માછલીઓના અવશેષો પણ મળી શકે છે.
આ પહેલા પેરૂ અને ઈજિપ્તમાં પણ વ્હેલ માછલીઓના અવશેષો મળ્યા છે, પરંતુ તે આટલી સંખ્યામાં અને આટલી સારી રીતે સંરક્ષિત નહોતા. સ્મિથસોનિયન નેશનલ મ્યુઝિયમના ક્યુરેટર નિકોલસ પેનસન જણાવે છે કે તેના મોતનો સમય જણાવવો મુશ્કેલ છે. તેમ છતાં લાગેછે કે તેમનું મોત આશરે એક જ સમયમાં થયું છે
જુઓ રીલેટેડ આર્ટિકલ-4
5. બિલાડી બની સિંહ, ખૂંખાર મગરનો કોળિયો છીનવ્યો, જુઓ તસવીરો!
જોધપુરના એક ઝૂમાં તડકો ખાઈ રહેલા મગરમચ્છની પાસે પડેલા માંસના ટુકડાએ ત્યાં ફરી રહેલી એક બિલાડીની ભૂખ ઉઘાડી દીધી.
ખાસ્સી વાર સુધી આજુ બાજુની પરિસ્થિતિની તપાસ કર્યા બાદ ધીમે પગલે મગરમચ્છની પાસે પહોંચી ગઈ. બાજુમાં પડેલા માંસના ટુકડા પર તેણે ધ્યાન કેન્દ્રિત કર્યું અને પછી મોંમાં દબાવીને ભાગી નીકળી.
આ દ્રશ્યને અમારા ફોટો જર્નલિસ્ટ શિવ વર્માએ કેમેરામાં કેદ કર્યુ હતું.
જુઓ રીલેટેડ આર્ટિકલ-5
Source: http://www.divyabhaskar.co.in/article/AJAB-year-2011-animal-stories-2637204.html?HF-23=

અનેક લોકોની સામે તરફડી તરફડીને મોતને ભેંટ્યો દિપડો.

Source: Bhaskar News, Rajula   |   Last Updated 2:03 AM [IST](14/12/2011)
રાજુલા તાલુકાનાં હડમતીયા ગામની સીમમાં આજે વહેલી સવારે એક દિપડો ખેડૂતે પાક રક્ષણ માટે મૂકેલા તાર ફેન્સીંગમાં ફસાઇ જતાં કમરમાં વિંટળાયેલો તારનો ફંદો તેના માટે મોતનો ગાળીયો બની ગયો હતો.

પાંચ કલાક સુધી આ દિપડો લટકતો હતો. અનેક લોકોની નજર સામે જ મોતને ભેટ્યો હતો. વનખાતાનાં અધિકારીઓ દિપડાને બચાવવામાં મોડા પડ્યા હતા.

ઘટનાનાં પગલે અમરેલી ડીએફઓ હડમતીયા દોડી ગયા હતા. આ ઘટના આજે વહેલી સવારે રાજુલા તાબાનાં હડમતીયા ગામનાં નથુબાઇ વાલેરાભાઇ પીંજરની વાડીમાં બની હતી. તેમણે વાડી ફરતે પાકનાં રક્ષણ માટે સરકારી યોજનામાંથી તાર ફેન્સીંગ કર્યું છે. - તસવીરો: કનુભાઈ વરૂ
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-dies-by-fencing-current-near-rajula-2637335.html?HF-5=
 

Tuesday, December 13, 2011

તાબે ન થનાર સિંહણને પંજો મારી સિંહે મોતને ઘાટ ઉતારી.



અમરેલી,તા.૧ર :
ધારી ગીર પૂર્વના ખજુરીનેસ જંગલ વિસ્તારમાં રાતના સમયે મેટીંગ પીરીયડમાં સિંહને તાબે નહીં થનાર એક પુખ્ત વયની સિંહણને સિંહે પાંસળીઓ ભાંગી નાખી પતાવી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વન વિભાગે મૃત સિંહણનો કબ્જો લઈ પી.એમ.કરાવી અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.
  • ધારીના ખજુરીનેસ જંગલ વિસ્તારની આઘાતજનક ઘટના
આ અંગે મળતી માહિતી મુજબ ધારી ગીર પૃર્વના જસાધાર રેન્જના ખજુરીનેસ જંગલ વિસ્તારમાં મેટીગ પીરીયડમાં આવેલ એક સિંહે ઉત્સાહિત બની એક સિંહણને મનાવી રહ્યો હતો ત્યારે સિંહણ ટસની મસ ન થઈ અને સિંહને તાબે નહી થતા ગુસ્સામાં આવેલા સિંહે સિંહણ ઉપર હુમલો કરી પાંસળીઓ ભાંગી નાખી પતાવી દીધી હતી. સવારે સિંહણનો મૂતદેહ મળી આવતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ડી.એફ.ઓ.મુનીશ્વર રાજાની સુચનાથી વેટરનરી ડો. હિતેશભાઈ વામજાએ સિંહણનું પી.એમ.કર્યું હતું. બાદમાં સિંહણના અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ૧ર દિવસ પહેલા પાણીયા રેન્જમાં સેમરડીના જંગલ વિસ્તારમાં ત્રણ સિંહોએ એક સિંહણને પતાવી દીધી હતી.
ધારી પૂર્વ ગીર વિભાગમાં ઈનફાઈટમાં બે સિંહણના અને ધોકડવાની સીમમાં વીજશોકથી એક મળી ૨૧ દિવસમાં ત્રણ સિંહણના મોત થયા છે. થોડા દિવસો અગાઉ દલખાણીયા પશ્ચિમ રેન્જમાં સેમરડી વિસ્તારમાં ઈનફાઈટમાં એક સિંહણનું મોત થયું હતું. બાદમાં ધોકડવામાં વીજ આંચકો લાગવાથી એક સિંહણનું મોત થયું હતું.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=17476

માતાએ તરછોડી દીધા બાદ બે માસના સિંહબાળનું મોત.



જૂનાગઢ, તા.૧૨:
ગિરનાર જંગલના અંતરિયાળ વિસ્તારમાં બિમાર પડેલા એક સવા બે માસના સિંહ બાળને તેની માતાએ તરછોડી દેતા તેનું મોત નિપજ્યું છે. આજે આ માસુમ સિંહ બાળનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા વનવિભાગે એફ.એસ.એલ. સાથે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.
  • અંતરિયાળ વિસ્તારમાંથી અત્યંત કોહવાયેલો મૃતદેહ મળ્યો
આ વિશેની મળતી વિગતો અનુસાર આજે ગિરનાર જંગલની ઉત્તર રેન્જમાં જાંબુડી રાઉન્ડના ઝખરા ટીંબી નજીક એક સિંહ બાળનો અતિશય કોહવાયેલો મૃતદેહ પડયો હોવાની જાણ થતા ફોરેસ્ટર કણસાગરાએ આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. બનાવની જાણ થતા જ ડી.સી.એફ. કે.એ.ગાંધીના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. જે.ડી. ગોજીયા સક્કરબાગ ઝૂ ના તબીબ અને એફ.એસ.એલ.ની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતાં.
વનવિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર વૈજ્ઞાનિક ઢબે કરેલા પરીક્ષણ બાદ આ સિંહ બાળ સવા બે માસનું હોવાનું અને બિમારીના કારણે તેનું મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું છે. બિમાર પડેલા સિંહ બાળને તેની માતાએ તરછોડી દેતા એકલું પડેલું સિંહ બાળ થોડા દિવસો પૂર્વે મોતને ભેંટયું હતું. કોહવાયેલા મૃતદેહનું પી.એમ. કરીને ઘટનાસ્થળે જ અગ્નિ સંસ્કાર કરી નાખવામાં આવ્યા હતાં.
નબળા અને બિમાર બચ્ચાને સિંહણ છોડી દે છે !
જૂનાગઢઃ વનવિભાગના સુત્રોના કહેવા પ્રમાણે બિમાર પડેલા સિંહબાળને તેની માતા છોડી દેતી હોવાની બાબત સામાન્ય છે. નબળા અને બિમાર સિંહબાળની બિમારી અન્ય બચ્ચાઓમાં ન પ્રવેશે તે માટેનો આ કુદરતી ક્રમ છે. નબળું પડેલું સિંહબાળ ગૃપમાંથી વિખૂટુ પડયા બાદ મૃત્યુ પામે છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=17441

વાસનાંધ બનેલા સિંહનો વધુ એક સિંહણ ભોગ બની.

Source: Manish Trivedi, Rajkot   |   Last Updated 2:20 PM [IST](12/12/2011)
જશાધાર રેન્જનાં મધ્ય ગીરમાં આવેલા ખજુરી નેસ નજીક આજે સવારે સિંહણનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ થતા વન વિભાગનાં એસીએફ રૈયાણી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃત સિંહણનાં મૃતદેહને પી.એમ. માટે મોકલી અપાયો હતો.
એસીએફ રૈયાણીનાં જણાવ્યાં મુજબ, સિંહણને મેટિંગ દરમિયાન સિંહે મારી નાંખી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બનાવ સ્થળેથી સિંહનાં પગલાં પણ નજરે પડ્યા છે.
સિંહ સાથેની ઇનફાઇટમાં સિંહણની પાંસળીઓ ભાંગી ગઇ હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-2078-2634084.html?OF22=

ગિરનારના શિખરે જય ગુરૂદત્તનો નાદ ગુંજી ઉઠ્યો.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 2:27 AM [IST](11/12/2011)
- ભક્તિસભર વાતાવરણમાં દત્ત જયંતિની ઉજવણી
- વિસાવદર નજીક ત્રણ ગામની ત્રિભેટેઆવેલ દગિંબર આશ્રમમાં દત્ત ભગવાનનાં દર્શનાર્થે શ્રધ્ધાળુઓ ઉમટયા
માગશર સૂદ પૂનમ અને દત્ત જયંતિની ગીરીનગર જુનાગઢ સહિત સમગ્ર સોરઠમાં ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દત્ત મંદિરે પાદુકા પૂજન, અભિષેક અને ત્રિમુખી ભગવાન દત્તનાં દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
ભગવાન દત્તની ભૂમિ ગણાતા જુનાગઢના ગરવા ગિરનારમાં ગુરૂ દતાત્રેયના ઉંચા શિખરે પાદુકાપૂજન તથા કમંડળ કુંડ ખાતે યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમો આજે સવારે યોજાયા હતા. પરંપરાગત આ ધર્મમય અવસરમાં ભગવાન દતાત્રેયનાં ચરણોને પામવા સ્થાનિક સહિત દૂર દૂરથી આવેલા ભાવિકોએ ગિરનારનાં શિખર ઉપર આ ભક્તિસભર કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

આ ઉપરાંત ગિરનારની ગોદમાં આવેલા સાધના આશ્રમ ટ્રસ્ટ દ્વારા પુનિત આશ્રમ ખાતે દત્ત જયંતિનાં ઉપક્રમે પુનિતાચાર્યજીએ આશિર્વચન પાઠવી ગુરૂદત્તનો મહિમા વર્ણવ્યો હતો. આ જ આશ્રમમાં વિના મૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અલગ-અલગ નગરોમાં આવેલા દત્ત ભગવાનનાં મંદિરે લોકોએ દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી.
ડોળાસા : ઊના રોડ પર ડોળાસા ખાતેનાં દત્ત આશ્રમમાં આવેલ દત્ત મંદિર મધ્યે આજે ધાર્મિક માહોલ વચ્ચે દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
આજે સવારે ૧૦:૧૫ કલાકે ભગવાન દત્તની પુજનવિધી દીવ - ઘોઘલા વાળા છેલવંતભાઇ પાંચાભાઇ સોલંકીનાં હસ્તે કરવામાં આવી હતી. બપોરે ૧૨ કલાકે આશ્રમનાં નવા મહંત તરીકે જયાનંદબાપુ મુકુન્દાંદ બાપુની ચાદર ઓઢાડી સ્થાપના કરવામાં આવી હતી. સાધનાનંદબાપુ અને વિવેકાનંદબાપુનાં હસ્તે આ વિધી કરવામાં આવી હતી. બટુકભોજન કાર્યક્રમ યોજાયો હતો અને તમામ સેવકોએ સમૂહ પ્રસાદ લીધો હતો. મંદિર મધ્યે બપોરે આરતી અને સાંજે મહાઆરતી યોજાઇ હતી. વિશાળ સંખ્યામાં આશ્રમનાં સ્થાપક મુળજીબાપાનાં સેવકો ઉપસ્થિત રહ્યા હતાં.
વિસાવદર નજીક દિગંબર આશ્રમમાં દત્ત ભગવાનનો જલાભિષેક -
વિસાવદર નજીક કુબા, ભૂતડી અને છેલણકા આ ત્રણ ગામની વચ્ચે આવેલા દગિંબર આશ્રમમાં અષ્ટકોણ આકારનું રાજસ્થાની પથ્થરોથી નિર્માણ પામેલ માં અંબા અને દત્ત ભગવાનનું મંદિર આવેલ છે. આ આશ્રમમાં આજે દત્ત જયંતિ નિમિત્તે સવારે દત્ત ભગવાનનો અભિષેક, વિશેષ પૂજા અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું હતું. જ્યારે અહીં પણ ત્રિમુખી ભગવાન દત્તનાં દર્શનાર્થે સ્થાનિક શ્રધ્ધાળુઓ ઉમટતાં આશ્રમનાં દગિંબર મનમસ્ત મહેશગીરી બાપુએ મહાપ્રસાદ સહિતની વ્યવસ્થા કરી હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-jay-gurudat-singing-in-girnar-2631109.html

દિપડો બન્યો એન્ગ્રી, ગામની વચ્ચોવચ કરી નાખ્યું મારણ.

Source: Bhaskar News, Dolasa   |   Last Updated 12:17 AM [IST](12/12/2011)
 - ડોળાસા ગામની વચ્ચો વચ પાડીનું મારણ કરતો દીપડો
કોડીનારનાં ડોળાસામાં ગામ વચ્ચે દીપડાએ પાડીનું મારણ કરતાં લોકોમાં ફફડાટની લાગણી છવાઇ જવા પામી છે.
મળતી વિગત મુજબ ડોળાસાનાં બસ સ્ટેશનની બાજુમાં કન્યા શાળાનાં પાછળનાં ભાગે કુંભારવાડા વિસ્તારમાં મધ્યરાત્રિનાં દીપડાએ આવી ચઢી કલ્પેશભાઇ ધનજીભાઇ પરમારનાં વાડામાં ત્રાટકી પાડીનો શિકાર કરી નિરાંતે મારણની મજિબાની માણી હતી.
જો કે, માલઢોરનાં અવાજથી કલ્પેશભાઇ જાગી જતાં અને હાકલા - પડકારા કરતાં દીપડો અધુરૂ મારણ છોડી નાસી ગયો હતો. ગામનાં અગ્રણીઓ પ્રતાપભાઇ મોરી અને બાલુભાઇ રાઠોડે આજે સવારે જામવાળા રેન્જને જાણ કરતાં વન વિભાગનાં સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી બે પાંજરા ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે.
જ્યારે ગામની વચ્ચો વચ દપિડાએ પાડીનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનું મોજું ફરી વળ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-hunted-female-buffalo-in-center-of-village-in-dolasa-2632240.html

Friday, December 9, 2011

નળસરોવર રોડ ઉપર બેફામ વૃક્ષછેદન સામે હાઇર્કોટમાં રિટ.


Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 1:22 AM [IST](09/12/2011)
 - ૭૦૦૦ વૃક્ષોના નિકંદનથી પક્ષી અભયારણ્ય સામે તોળાતું જોખમ
- રાજ્ય સરકારને હાઇર્કોટની નોટિસ
- કેસની વધુ સુનાવણી ૧પમી ડિસેમ્બરે

 

સાણંદથી નળ સરોવર વચ્ચેના ૪૨ કિ.મી. લાંબા રસ્તાના વિસ્તરણ માટે ૧૦૦ વર્ષ જૂનાં લીલાછમ વૃક્ષોને કાપવાની કામગીરી હાથ ધરાઈ છે. આ માર્ગ પર આવતાં અંદાજે ૭૦૦૦ જેટલાં વૃક્ષો કપાતાં પર્યાવરણને તો મોટું નુકસાન થશે, સાથે નળસરોવર 'પક્ષી અભયારણ્ય’ના અસ્તિત્વ સામે પણ સંકટ ઊભું થયું છે. તેથી વૃક્ષોના નિકંદનની કાર્યવાહી રોકવા અને વૈકલ્પિક રસ્તાની માગ સાથે 'જાગેગા ગુજરાત સમિતિ’ દ્વારા એડ્વોકેટ રશ્મિન જાની મારફતે હાઇર્કોટ સમક્ષ જાહેરહિ‌તની અરજી કરાઈ છે.

આ અરજી મામલે હાઇર્કોટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ‌ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયમૂર્તિ‌ જે.બી. પારડીવાલાની ખંડપીઠે રાજ્ય સરકાર, કલેક્ટર અમદાવાદ, ડેવલપમેન્ટ ઓફિસર સાણંદ અને ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટને નોટિસ પાઠવી ૧પમી ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે.આ કેસની વધુ સુનાવણી ૧પમી ડિસેમ્બરે હાથ ધરાશે. એડ્વોકેટ જાનીએ જાહેરહિ‌તની અરજી કરી મુદ્દા ઉપસ્થિત કર્યા હતા કે, 'આ વિસ્તારમાં રોજનાં સંખ્યાબંધ વૃક્ષો કપાઈ રહ્યાં હોવાથી વચગાળાની રાહત આપવી જોઈએ.

રિટ પિટિશનમાં ટાંકવામાં આવેલા કેટલાક મુદ્દાઓ

- સરકાર નળસરોવર રોડને ૧૦ મીટરનો કરી રહી છે.
- ૭૦૦૦ વૃક્ષોના નિકંદનથી આ વિસ્તારમાં ઇકો લોજિકલ ડિઝાસ્ટરની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
- આ વિસ્તારમાં યાયાવર પક્ષીઓનાં આશ્રયસ્થાન ઉપરાંત વૈવિધ્યસભર પક્ષીઓના સ્વર્ગસમાન પણ છે.
- વૃક્ષો કપાતાં પક્ષીઓનો વિસામો નષ્ટ થશે.

Source: http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-appeal-filed-in-high-court-against-cutting-of-trees-at-nalsarovar-2625949.html?OF17=

Thursday, December 8, 2011

સિંહણના મોત બાદ ૩ બચ્ચાનો ઉછેર પણ પડકારરૂપ બન્યો.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 1:32 AM [IST](08/12/2011)
- જશાધાર રેન્જમાં તાજેતરમાં વજિકરંટથી સિંહણનું મોત થયું’તું
જ્યારે કોઇ બાળકની માતા મૃત્યુ પામે ત્યારે તે બાળક નિરાધાર અને લાચાર બની જાય છે. જેમના લાલન પાલનનો પણ મોટો પ્રશ્ન ઉભો થાય છે. ગીરની વન્ય સૃષ્ટિમાં તો નાના બચ્ચાવાળી સિંહણનું મૃત્યુ થાય તો બચ્ચાનું આવી બન્યુ જ સમજો.
જસાધાર રેંજમાં તાજેતરમાં એક સિંહણનું મોત થયા બાદ તેના ત્રણ બચ્ચા નિરાધાર બની ગયા હતા. મા વગરના આ બચ્ચા વનતંત્રએ ફેંકેલા માંસના ટુકડા પણ ખાતા ન હતા. પરંતુ એક સાવજે ત્રણેય બચ્ચાને અપનાવી લેતા તે તેની સાથે હળીમળી ગયા હતા. સાવજે કરેલો શિકાર પણ બચ્ચાએ ખાવાનું શરૂ કરતા તંત્રએ હાંશકારો અનુભવ્યો છે.
ગીર જંગલમાં જો બચ્ચાવાળી સિંહણ અચાનક જ મૃત્યુ પામે તો તેના બચ્ચા જીવીત રહે તેવી શક્યતા નહીવત હોય છે. કારણ કે બચ્ચાના ઉછેરની જવાબદારી સિંહણ પર હોય છે. નાના બચ્ચા જાતે શીકાર કરી શકતા ન હોય ભૂખથી અથવા તો અન્ય સિંહના હુમલાથી મોતને ભેટે છે. જસાધાર રેંજમાં થોડા દિવસ પહેલા તારફેન્સીંગમાં મુકાયેલા વજિ પ્રવાહથી મૃત્યુ પામેલી સિંહણના ત્રણ બચ્ચા સામે પણ જીવન મરણનો સવાલ ઉભો થયો હતો.
માતાના મોત બાદ તેના ત્રણ બચ્ચા શિકાર કરી શકતા ન હતા. પાઠડા કહેવાય તેવી અવસ્થા ધરાવતા આ સિંહ બાળ માતાના મોતથી એટલા હચમચી ગયા હતા કે વનતંત્ર દ્વારા તેને અપાતા માંસના ટુકડા પણ તે ખાતા ન હતા. જંગલખાતા દ્વારા ત્રણેય બચ્ચા પર સતત વોચ રખાતી હતી. પરંતુ બચ્ચા કશું ખાતા ન હોય તંત્ર ચિંતીત હતું.
આ સમયે એક સાવજ બચ્ચાની વહારે આવ્યો હતો. બે દિવસ પહેલા એક સાવજે આ ત્રણેય બચ્ચાને સ્વીકારી લેતા હવે ત્રણેય તે સાવજ સાથે ફરવા લાગ્યા છે. એટલુ જ નહી સાવજે કરેલો શિકાર પણ ત્રણેય બચ્ચાએ ગઇકાલે ભરપેટ ખાધો હતો.
હડીયાપાટીવાળી જીંદગીમાં માણસ પણ એકબીજાનું આ રીતે ધ્યાન રાખવાનું ચુકી રહ્યો છે ત્યારે હિંસક પ્રાણી ગણાતા સાવજે તેમની સમાજ રચના કેવી સુંદર છે તેનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ હતું.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-challenge-to-bringing-up-three-lions-baby-after-lioness-dies-2623436.html

તાલાલા નજીક દીપડીનો મૃતદેહ મળ્યો.

 Source: Bhaskar News, Talala   |   Last Updated 2:27 AM [IST](08/12/2011)
તાલાલાનાં રમળેચી (ગીર) નાં ખેડૂત જમનાદાસ દેવાભાઇ ઝાટકીયાનાં આંબાનાં બગીચામાં કૂવાની ઓરડી પાસે નાની દીપડી મૃત અવસ્થામાં પડી હતી.
જ્યારે વાડી માલિકે બગીચામાં મૃત દીપડી જોઇ તાલાલા રેન્જ ઓફિસને જાણ કરતા આરએફઓ કુરેશી ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને મૃત દીપડીનો કબ્જો લઇ દીપડીનું મોત ક્યાં કારણોસર થયુ તે જાણવા સાસણથી વેટરનરી તબીબ ડૉ. સોલંકીને રમળેચી બોલાવેલ જ્યાં સ્થળ ઉપરથી મૃત દીપડીનાં શબનું પીએમ કરતા લીવર ખરાબ હોવાથી મોત થયાનું જણાવેલ હતું.
મૃત દીપડીનાં શરીર પર અન્ય કોઇ ઇજાનાં નિશાન ન હોય લીવર ફેઇલ થવાથી દીપડીનું મોત થયુ હતું. વનકર્મીઓએ મૃત દીપડીનાં શબને બગીચામાં જ અગ્નિદાહ આપ્યો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-women-leopard-dead-body-got-near-talala-2623476.html

ઘર આંગણે ચકલી હવે જોવા મળતી નથી!


Source: Bhaskar News, Valsad   |   Last Updated 2:33 AM [IST](08/12/2011)
શહેર અને ગામડામાં કોંક્રિટના જંગલો ઊભા થતાં પશુ પંખીઓની સંખ્યા ઘટી
રાષ્ટ્રમાં વનોનું પ્રમાણ ૩૩ ટકા હોવુ જોઇએ એનો અર્થ એ કે કુલ જમીનના ૩૩ ટકા જંગલ વિસ્તાર જરૂરી છે. જ્યારે હાલે ૧૬થી ૧૮ ટકા જ જંગલો છે. જેના પરિણામે પર્યાવરણનો પ્રશ્ન ઉપસ્થિત થવાની સાથે પશુઓની સાથે પંખીઓની વિવિધ જાતિઓના અસ્તિત્વ સામે ભય ઉભા થયો છે. જ્યાં સુધી વલસાડ જિલ્લાનો પ્રશ્ન છે. મોર, ઢેલ, ગીધ, ઘુવડ, મોર, ચકલી, કાબર જેવા પક્ષીઓ હવે નહીવત જોવા મળી રહ્યા છે. શહેરોમાંથી કોયલોના ટહુકા બંધ થઇ ચુક્યા છે તો સૌથી ગંભીર બાબત એ છે કે જિલ્લામાં પંખીઓના જતન, સંભાળ, નિરીક્ષણ, બચાવની સરકારી કે સ્વૈચ્છિક સંસ્થા રાહે કોઇ સુવિધા જ નથી. કેટલીક સ્વૈચ્છીક સંસ્થાઓ પ્રાણીઓ માટે કાર્ય કરે છે. તેનું કાર્ય પણ સીમીત છે.
જિલ્લાના વનવિસ્તારોમાં અગાઉ નિરવ શાંતિ વચ્ચે ડુંગરાઓ પરથી ખળખળ વહેતા ઝરણાઓનો મધુર અવાજ પક્ષીઓના કલરવ, મોરના મધુર ટહુકા સાંભળવા જોવા મળતા જે મનને અનેરી પ્રસન્નતા આપતા હતા, પરંતુ મોટા પ્રમાણમાં જંગલોનું નકિંદન, જંગલોમાં પથ્થરોની કવોરીઓના અવાજોનું પ્રદુષણ, રસ્તા બનાવવામાં વૃક્ષોનું કટિંગ સહિતના કારણોને લઇ આજે વિવિધ પ્રકારના પંખીઓ, ગાયબ થઇ ચુક્યા છે. અથવા તો એમના અસ્તિત્વ સામે ભય ઉભો થયો છે.
પશુ ,પંખી, પ્રાણીઓ અને વનસ્પતિ માનવ જીવન સાથે સંકળાયેલી બાબત છે તેમને થતુ નુકસાનએ સમગ્ર માનવ જાતને થતુ નુકસાન છે. આજે વનોનું નકિંદન , ઔદ્યોગિકરણ, પ્રદુષણને લઇ જંગલોમાંથી મોર, ઢેલ, વાંદરા, ગીધ, ઘુવડ, વિવિધ પ્રકારના પંખીઓની સંખ્યા ઘટી રહી છે. તો બીજી તરફ જિલ્લામાં વનવિભાગ દ્વારા કે સંસ્થાઓ દ્વારા પણ પંખીઓ માટે કોઇ વિશેષ વિભાગ અધિકારી, કાર્યવાહી માટે કોઇ વ્યવસ્થા જ નથી જેને લઇ આવનારી પેઢીઓ કદાચ પંખીઓને મ્યુઝિયમમાં કે ફોટાઓમાં જ જોવા પડશે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા ઉભી થઇ રહી છે.
ખોરાકમાં ઝેરી પદાર્થ ભેળવાય છે
વનવિભાગોમાં બોડા થયેલા જંગલોને લઇ દીપડા, ઝરખ જેવા પ્રાણીઓ ખોરાકના અભાવે માનવ વસાહતોમાં ઘુસી જતા લોકો તેના મારણમાં ઝેરી પદાર્થ પણ ભેળવે છે. જે પશુઓના માંસને પંખીઓ પણ આરોગતા હોય જેના કારણે પણ પક્ષીઓના મરણ થાય છે. ઉપરાંત જંગલોમાં ગીલોલ લઇ ફરતા લોકો પણ નાના પક્ષીઓનો શિકાર કરી ખોરાક તરીકે તેનો ઉપયોગ કરે છે. ઉપરાંત બીજ ચણી જતા મોરને મારવા બિયારણને ઝેરી પટ મારતા પંખીઓ મૃત્યુ પામે છે.
ચકલીની સંખ્યામાં ૨૦ ટકા ઘટાડો
મનુષ્ય જીવન સાથે ઓતપ્રોત થયેલુ નાનકડુ પક્ષી ચકલીની વસતી પણ ઓછી થઇ રહી છે. વિશ્વવૃત્તીય આફ્રિકા અને દક્ષિણ એશિયામાંથી વિલુ’ થઇ ચુકી છે. ભારત દેશમાં પણ ચકલીના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચના સર્વક્ષણ અનુસાર આંધ્રપ્રદેશમાં ચકલીની સંખ્યામાં ૮૦ ટકા જ્યારે કેરલ ગુજરાત અને રાજસ્થાનમાં ૨૦ ટકા ઘટાડો નોંધાયો છે. દક્ષિણ કિનારાના વિસ્તારોમાં ૭૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
જિલ્લાના કપરાડામાં માત્ર ૬૬ ગીધ
વલસાડ જિલ્લામાં હાલે માત્ર કપરાડા તાલુકાના સુથારપાડા વિસ્તારમાં ૬૬ ગીધો છે જેમની જાળવણી માટે દક્ષિણ વનવિભાગના ડીએફઓ ચૌધરી અને સ્ટાફ દ્વારા તમામ પગલાં લેવાયો છે. ગીધ શેડયુલ પક્ષીજાતીઓમાં આવે છે.
પગલાં લેવાઈ રહ્યાં છે
વનવિભાગ દ્વારા પક્ષીઓની સુરક્ષા અને જાળવણી માટે કોઇ વિશેષ વિભાગ નથી. છતાં વિભાગ દ્વારા પક્ષીઓની સુરક્ષા માટે વિભાગ દ્વારા પગલાંઓ લેવામાં આવે છે. હાલે વનવિસ્તારોમાં ચકલી અને અન્ય નાના પંખીઓનો શિકાર કરવા લોકો ગીલોલનો ઉપયોગ કરે છે. જેની સામે પગલાં લેવા પ્રથમ વનવિસ્તારના ગામોમાં મિટિંગો કરી તેમને સમજણ અપાશે. જિલ્લાના કપરાડાના સુથારપાડા ખાતે આવેલા ગીધોની સુરક્ષા માટે પણ પગલાં લેવાઇ રહ્યા છે. વી.જી. ચૌધરી, ડીએફઓ, જિલ્લા દક્ષિણ વન વિભાગ લોકોએ આગળ આવવું જોઈએ.
જંગલો બોડા થવાના કારણે પક્ષીઓને સલામત રહેઠાણની જે કુદરતી વ્યવસ્થા હતી તે ખોરવાઇ જતાં અને યોગ્ય કુદરતી ખોરાક ન મળતા પક્ષીઓની સંખ્યા ઘટી રહી છે. કેટલાંક પક્ષીઓ લુપ્ત થઇ જવાની અણી પર છે. જેને બચાવવા સરકારની સાથે લોકોએ પણ આગળ આવવું જોઇએ. -- ડૉ.દિનેશ રાવલ, ઉપપ્રમુખ, એનવાયરમેન્ટ એવરનેસ ક્લબ.

Source: http://www.divyabhaskar.co.in/article/DGUJ-sparrow-not-seen-2623474.html?OF7=

Tuesday, December 6, 2011

સાવજથી બચવા યુવાન એક કલાક વૃક્ષ પર બેઠો રહ્યો.


Source: Bhaskar News, Liliya   |   Last Updated 12:51 AM [IST](06/12/2011)
- યુવાનને સાવજે પોતાના મિજાજની એક ઝલક દેખાડી
- લીલીયાના આંબા નજીક સાવજે ત્રાડ નાખતાં જ યુવાનના ગાઢ મોકળા થયાં
લીલીયા તાલુકાના આંબા તથા આસપાસના વિસ્તારમાં વસતા સાવજોનું ગૃપ નિહાળવા લોકોની મોટી ભીડ જમા થાય છે. અહિં કોઇ સાવજનો કાંકરી ચાળો ન કરે ત્યાં સુધી તે ગુસ્સે થતા નથી. આજે આંબા ગામનો એક યુવાન સાવજોની નજીક જતા એક સાવજે પોતાના મિજાજની માત્ર ઝલક દેખાડતા જ યુવાન ઝાડ પર ચડી ગયો હતો અને એક કલાક સુધી સાવજો હટયા નહી ત્યાં સુધી નીચે ઉતર્યો ન હતો.
સિંહ દર્શન માટે એકઠા થતા લોકોને ક્યારેક ક્યારેક જીંદગીભર ન ભુલી શકાય તેવા અનુભવો થતા હોય છે. લીલીયા તાલુકાના આંબા ગામના એક યુવકને આજે આવો જ અનુભવ થઇ ગયો હતો. આંબા ગામનો સાવજ અટક ધરાવતો એક યુવાન આજે પોતાનું મોટર સાયકલ લઇ ચાંદગઢથી આંબા તરફ આવતો હતો ત્યારે બે ડાલામથ્થો તેનો રસ્તો રોકીને બેઠા હતા.
આ યુવાને પોતાનું મોટર સાયકલ તો ઉભુ રાખી દીધુ પરંતુ બાદમાં ધીમે ધીમે ચાલતા સિંહની નજીક જવાની પણ હિંમત કરી.
આ યુવાન સાવજની નજીક ગયો ત્યારે પોતાના અસલી મિજાજનો પરિચય આપી એક સાવજે ત્રાડ નાખતા જ યુવકના ગાઢ મોકળા થઇ ગયા હતા અને તે યુવાન દોડીને ઝાડ પણ ચડી ગયો હતો. જો કે સાવજે યુવક પાછળ દોટ મુકી ન હતી પરંતુ એક કલાક સુધી સાવજો ત્યાં રહ્યા હતા જેને પગલે આ યુવાન પણ ઝાડ પરથી નીચે ઉતરી શક્યો ન હતો.
આખરે કલાક બાદ સાવજો અહિંથી ચાલ્યા જતા યુવાને હાંસકારો અનુભવ્યોહતો અને ઝાડ પરથી નીચે ઉતરી ઘરની વાટ પકડી હતી.

ધારીમાં ગાયના પગતળે દીપડીનું બચ્ચું કચડાયું.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:37 AM [IST](06/12/2011)
- બે બચ્ચા સાથે દીપડીને જોઇ ગાયનું ધણ ભડકીને ભાગ્યુ હતું
ગીર પંથકમાં જવલ્લે જ બનતી એક ઘટનામાં ધારી તાલુકાના માલસીકા ગામની ઘટનામાં એક દિપડી બે બચ્ચા સાથે રખડતી હતી ત્યારે ગાયોનું ધણ ભડકીને ભાગ્યુ હતું. અને ગાયનો પગ તળે કચડાઇ જવાથી દિપડીના એક બચ્ચાનું મોત થયુ હતું.
આ ઘટના ધારી તાલુકાના માલસીકા ગામની સીમમાં બની હતી. અહિં રેઢીયાર ગાયોનું એક ધણ સીમમાં રખડતુ હતુ તે સમયે એક દિપડી તેના બે બચ્ચા સાથે નીકળી હતી. દિપડી હુમલો કરશે તેવા ભયે ગાયો ભડકી હતી અને તેના ધણે આમથી તેમ દોડાદોડી કરી મુકીહતી.
ગાયોની આ દોડાદોડી દરમીયાન દિપડીનું એક બચ્ચુ તેના પગ નીચે કચડાઇ ગયુ હતું. એટલુ જ નહી ગાયોના ધણે તેને શીંગડુ મારીને પણ ગંભીર રીતે ઘાયલ કરી દીધુ હતું. દિપડાના આ બચ્ચાના મોત બાદ બપોરે કોઇનું ધ્યાન જતા જંગલખાતાને જાણ કરવામાં આવી હતી.
વનતંત્રના સબ ડીએફઓ જે.કે. ધામી, વેટરનરી ડૉ. હિતેષ વામજા તથા સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને દિપડીના બચ્ચાનો મૃતદેહ કબજે લઇ તેના પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ વિસ્તારમાં દિપડાની વસતી ઘણી વધારે છે બલ્કે દિપડાની વસતી સતત વધતી જાય છે.
સામાન્ય રીતે પ્રકૃતિના નિયમમાં આવી ઘટના ભાગ્યે જ બને છે. ઘટનાસ્થળેથી વન તંત્રને દિપડી તથા તેના અન્ય એક બચ્ચાના સગડ અને ગાયોના ધણની દોડાદોડીના નિશાન મળી આવ્યા હતા.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-female-leopards-baby-crushed-under-cows-leg-in-dhari-2617104.html?OF14=

Monday, December 5, 2011

Source: http://www.janmabhoominewspapers.com/phulchhab/ePaper.aspx

Saturday, December 3, 2011

જૂનાગઢમાં દોઢસો વર્ષ જૂનું વૃક્ષ પડી ગયું, એમ.જી.રોડ બે કલાક બંધ રહ્યો.


જૂનાગઢ, તા.૨
જૂનાગઢ એમ.જી.રોડ પર આવેલ આશરે ૧પ૦ વર્ષ જુનું પીપળાનું વૃક્ષ આજે સવારે અચાનક ધરાશાથી થઈ ગયું હતું. આ વૃક્ષની બાજુમાં જ આવેલા હનુમાનજી મંદિર ઉપર પડતા મંદિર પણ ધરાશાયી થઈ ગયું હતું. જો કે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. વૃક્ષ પડી જવાને કારણે આશરે ર કલાક સુધી એમ.જી.રોડ અને ડબ્બાગલીથી પંચાહાટડીચોક સુધીનો રસ્તો બંધ થઈ જતા ટ્રાફીક ડાયવર્ટ કરવો પડયો હતો.
  • હનુમાનજીનું મંદિર ધરાશાયી, રીક્ષાનો બુકડો બોલી ગયો
સવાર-સાંજ ટ્રાફીકથી ધમધમતા શહેરના એમ.જી.રોડ પર વર્ષો જુનું એક વૃક્ષ આજે સવારે ૧૧.૩૦ કલાકે અચાનક ધરાશાયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. ૧પ૦ વર્ષ જૂના આ વૃક્ષની એકદમ નજીકમાં જ હનુમાનજી મંદિર આવેલું છે. વૃક્ષ મંદિર ઉપર પડતા મંદિર સાથે અહીં ઉભેલી એક રીક્ષા અને સ્કુટરનો પણ બુકડો બોલી ગયો હતો.
જો કે સવારે ધરાશાથી થયેલા આ વૃક્ષને કારણે શહેરના હૃદય સમાન આ વિસ્તારમાં બે કલાક સુધી ટ્રાફીક જામ થઈ ગયો હતો. ડબ્બાગલીથી પંચહાટડીનો ટ્http://www.sandesh.com/article.aspx?newsid=14092ઈ તાત્કાલિક આ વૃક્ષને દુર કર્યુ હતું. તેમજ જી.ઈ.બી.ના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે ખોરવાયેલો વીજ પુરવઠો ચાલુ કર્યો હતો.
શહેરમાં મોત બનીને ઉભેલા અનેક જર્જરીત વૃક્ષો
જૂનાગઢ, તા.ર
નવાબી કાળના જૂનાગઢ શહેરમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં વર્ષો જુના વૃક્ષો ઉભા છે. આ વૃક્ષોને કારણે આસપાસ રહેતા રહેવાસીઓ અને રાહદારીઓમાં અકસ્માતની ભીતી રહેવા પામે છે. ત્યારે આ વૃક્ષો પણ ધરાશાયી થાય અને કોઈ મોટુ નુકશાન કે જાનહાનિ સર્જાય તે પહેલા તંત્રએ આ વૃક્ષને દુર કરવા સત્વરે ઘટતું કરવાની તાતી જરૂરીયાત વર્તાઈ રહી છે.
Source: 

સિંહ-દીપડાની વધતી સંખ્યામાં ‘રેસ્કયુ’ ઓપરેશનનો ફાળો.


Source: Jitendra Mandaviya, Talala   |   Last Updated 2:51 AM [IST](03/12/2011)
- વન્યપ્રાણીઓને મોતના મુખમાંથી મોટી સંખ્યામાં બચાવાતાં હોઇ માંસાહારી-તૃણભક્ષીઓની સંખ્યામાં થતો વધારો.
સિંહ-દીપડા સહિતના હિંસક પ્રાણીઓ ચિત્તલ-સાબર જેવા તૃણભક્ષી પ્રાણીઓ અજગર કોબ્રા સરીસ્úપ પ્રજાની ઉપરાંત દુલ્લભ ગણાતા કીડીખાંઉ જેવા પ્રાણીઓની ગીરમાં જંગલ ઉપરાંત તમામ સ્થળોએ પાછલા વર્ષોથી વધી રહેલ સંખ્યા પાછળ વનવિભાગ દ્વારા હાથ ધરાતી રેસ્કયુ ઓપરેશનની કામગીરી અગત્યની બની છે. મોતના મુખમા આવી ગયેલા વન્યપ્રાણીઓને પડકારરૂપ રેસ્કયુ કામગીરીથી બચાવી ઈજા પામેલા પ્રાણીઓની કરાતી સઘન સારવાર વન્યપ્રાણીઓને નવુ જીવનદાન આપવામાં મહત્વપૂર્ણ હોય વન્યપ્રાણીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.
વનવિભાગના મતે અકાળે મોતના મુખમાં ધણા પ્રાણીઓ ધકેલાઈ જાય છે. પરંતુ પાછલા દસ વર્ષથી આધુનિક ટેકનીક સાથે અનુભવી સ્ટાફના ઉપયોગથી તાકીદે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી બચાવી લેવામાં આવે છે. રેસ્કયુ ઓપરેશન વનવિભાગ માટે સૌથી અગત્યનું હોય છે.
આપત્તીમાં આવી પડતા વન્યપ્રાણીઓને બચાવવાની થતી કામગીરી અંગે સીસીએફઆરએલ મીના એ વિગતો આપેલ કે વન્ય પ્રાણીઓની વધતી સંખ્યા પાછળ પ્રાણીઓના અકસ્માતે થતા મોતના બનાવો રેસ્કયુઓપરેશનથી ઓછા થયા છે. વનવિભાગ સ્થાનિક લોકો અને ગીરના સરપંચો, વન્યપ્રાણીમીત્રોની મદદથી આપત્તીમાં આવતા વન્યપ્રાણીઓ અંગે વનવિભાગને તુરંત જાણ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રેસ્કયુ ઓપરેશન ઝડપથી હાથ ધરાય એટલે વન્યજીવોનો બચાવ થઈ શકે છે.
વન્યપ્રાણી વિભાગ, સાસણના ડીએફઓ સંદીપકુમારે રેસ્કયુ ઓપરેશન સૌથી અગત્યનું કામ હોવાનું જણાવી કહેલ કે સ્ટાફને અપાતી સતત ટ્રેનીંગ, વેટરનરી ઓફીસરની સર્તકતા, રેસ્કયુ ટ્રીટમેન્ટ, અગત્યના છે. ગીરમાં પહેલા રેસ્કયુ માટે માત્ર છ ટ્રેકર્સ હતા તેની સંખ્યા વધારાઈ છે. રેસ્કયુ કામગીરી કરતી ટીમ વન્યપ્રાણીઓથી થતી રંજાડ, મારણ સહિતની વિગતો મળતા તે મુદ્દે પણ કામ કરે છે.
ગીર પૂર્વ- ગીર પશ્ચિમ-ગીરનારમાં ટ્રેકર્સ ટીમ ફેલાવાઈ -
વન્યપ્રાણીઓને બચાવવા પહેલા મયાર્દીત સંખ્યામાં સ્ટાફ અને વાહનો સહિત સાધનો હતા પરંતુ વનવિભાગે કોઈપણ સ્થળોએથી વન્યપ્રાણી આપત્તીમાં હોવાનાં સમાચાર મળે કે તુરંત રેસ્કયુ ઓપરેશન હાથ ધરતા જંગલ ધરાવતા દરેક વિસ્તારો ગીરપૂર્વ-ગીર પશ્ચિમ-ગીરનાર અને ભાવનગર સુધીના વિસ્તારોને આવરી લેવા આઠ સ્થળોએ ટીમો સર્તક રાખી છે. જેમાં સાસણ, જુનાગઢ(સક્કરબાગ), ધારી-જશાધાર, જામવાળા, મહુવા, અમરેલીમાં અનુભવી ટ્રેકર્સ ટીમ ખડે પગે હોય છે. સાથે આધુનિક સાધનો સાથે મોબાઈલ વાન રહેતી હોય છે. વધારામાં સાસણ એનીમલ હોસ્પિટલમાં ચોવીસ કલાક રેસ્કયુવાન સ્ટાફ સાથે તૈયાર હોય છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-rescue-operations-distribution-in-lion-leopards-increase-number-2611269.html?OF5=

ઊના નજીક સીમમાં માતાનાં વિયોગમાં ઝુરતા સિંહબાળ.


Source: Jayesh Gondhiya, Junagadh   |   Last Updated 2:53 AM [IST](03/12/2011)
- બચ્ચાઓની સલામતી માટે પાંજરે પુરવા વન વિભાગે કવાયત હાથ ધરી
- વન્યપ્રાણી પ્રેમીઓ પણ ચિંતીત
ઊનાનાં ધોકડવાની સીમમાં સિંહણ વીજ કરંટથી મોતને ભેટયા બાદ માતાનાં વિયોગમાં ત્રણ સિંહબાળ ઝુરી રહ્યા છે. આ બચ્ચાઓની સલામતી માટે વન વિભાગે પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી છે. જ્યારે બચ્ચાઓની વેદનાથી વન્યપ્રાણી પ્રેમીઓ પણ વ્યથીત બન્યા છે.
ઊનાનાં ધોકડવાની સીમમાં શાહી નદીનાં કાંઠા નજીક થોડા દિવસ પહેલા સિંહ પરિવાર તેનાં ત્રણ બચ્ચા સાથે શિકારની શોધમાં નિકળ્યું હતું અને એક વાડીમાં પ્રવેશતા સમયે ફેન્સીંગમાં લગાવાયેલા જીવંત વાયરોને અડી જતાં વીજ કરંટથી સિંહણ મોતને ભેટી ગઇ હતી.
આ બનાવમાં વન વિભાગે બે શખ્સોને અટકમાં લઇ તેની વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યાં બીજી તરફ એકલા અટુલા પડી ગયેલા ત્રણ સિંહબાળ માતાનાં વિરહમાં ઝુરતા જોવા મળી રહ્યા છે. આ બચ્ચાઓ તેની માતાને શોધવા આ સ્થળની આસપાસ આંટાફેરા મારી રહ્યા છે. કદાવર સિંહ પણ જોવા મળી રહ્યો છે.
આ બચ્ચાઓની સલામતી માટે વન વિભાગનાં સ્ટાફે પણ સજાગ બની દિવસ દરમિયાન સતત પેટ્રોલીંગ કરી રહ્યો છે અને ભોજનની પણ વ્યવસ્થા કરી આપે છે. આ બચ્ચાઓને પકડવા પાંજરૂ પણ મુકવામાં આવ્યું છે પરંતુ પાંજરે પૂરાતા નથી. ત્રણેય બચ્ચા પાંજરે પાંજરે પૂરાય એ મહત્વનું છે. જંગલનાં રાજા કહેવાતા સિંહ પરિવારમાં પણ એક સભ્યની ખોટ પડતાં અદભુત લાગણી જોવા મળી રહી હોવાનું વન વિભાગનાં અધિકારી જણાવી રહ્યા છે.
વનવિભાગ સિંહ બાળની સતત કાળજી રાખે છે -
માતા વિહોણા થયેલા આ ત્રણ સિંહ બાળની વનવિભાગ પણ ખાસ કાળજી લઈ રહ્યું છે. આ બચ્ચાઓ અન્ય સિંહ પરિવારના ગ્રૃપમાં જતાં નથી તેમ વનવિભાગે જાણકારી આપી હતી. આથી આ સિંહ બાળની સલામતી માટે વનવિભાગનો સ્ટાફ સતત પેટ્રોલીંગ કરી તકેદારી રાખી રહ્યું છે અને સલામત રીતે પંજરામાં પુરાઈ તે માટે પણ પ્રયત્નશીલ બન્યા છે.
માતાની રાહમાં કુવા પાસે જ બેસી રહે છે -
માતાની રાહમાં આ ત્રણ સિંહ બાળ સાંજ પડતાની સાથે જ કુવા પાસે આવી જાય છે અને સુનમુન બની બેસી રહે છે. આ સિંહ બાળ અન્ય ગૃપમાં જતાં નથી તેથી વન વિભાગ પણ આ બચ્ચાઓની .ખાસ કાળજી રાખી રહ્યુ છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-baby-lions-weeping-for-the-separation-of-mother-near-una-2611289.html?OF2=

વાસનાંધ (!) સાવજનું હિંસક કૃત્ય, સિંહણને ફાડીખાધી.


Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:33 AM [IST](03/12/2011)
ગીર પૂર્વની પાળીયા રેંજમાં ગઇકાલે એક સિંહણ પર સાવજે હુમલો કરી તેને મારી નાખી હતી. સવારે સિંહણનો મૃતદેહ ભેરાળા પવનચક્કી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. વનતંત્રએ સિંહણનો મૃતદેહ કબજે લઇ આગળની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે સિંહણને પામવા બે ડાલામથા વચ્ચે થયેલી ઝપાઝપીમાં એક સિંહ તાબે નહીં થનારી સિંહણને ફાડીખાધાનો હાલમાં અનુમાન થઇ રહ્યું છે.
વધુ એક સિંહણનું ઇનફાઇટમાં મોત થયુ છે. ગીર પૂર્વ વન વિભાગની પાળીયા રેંજમાં ભેરાળા પવનચક્કીના જંગલ વિસ્તારમાં સ્ટાફના પેટ્રોલીંગ દરમીયાન એક્સિંહણનો મૃતદેહ મળી આવતા નીચેના સ્ટાફ દ્વારા ડીએફઓ મુનિશ્વર રાજાને જાણ કરવામાં આવી હતી. ડીએફઓ રાજા, સ્થાનીક આરએફઓ લલીયા અને સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ગળા પર ઇજાના નિશાન હતા. વળી આસપાસ સિંહણ સાથે ફાઇટ થઇ હોય તેવા નિશાન મળી આવતા આ સિંહણનું મોત સિંહ સાથે લડાઇ દરમીયાન થયુ હોવાનું ફલીત થયુ હતું. સિંહે સિંહણના ગળામાં દાંત ધસાવી દઇ તેના રામ રમાડી દીધા હતા. સિંહણના તમામ નખ સહિ સલામત મળી આવ્યા હતા. મૃતક સિંહણની ઉંમર આશરે આઠ વર્ષની હોવાનું જણાઇ રહ્યુ છે.
સિંહણના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ધારીના દલખાણીયા રોડ પર આવેલા ભુત બંગલા ખાતે ખસેડવામાં આવ્યો હતો. ડીએફઓ મનશિ્ર્વર રાજાએ જણાવ્યુ હતુ કે સિંહણનું મોત ઇનફાઇટમાં થયુ છે અને ગળા પર ઇજાના નિશાન જોવા મળ્યા છે. હાલમાં તાબે ન થતાં સિંહણને સિંહે મારી નાખ્યાનું અનુમાન છે.
થોડા દિવસ પહેલા સિંહણ બીમાર પડી હતી -
સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ઇનફાઇટમાં મૃત્યુ પામનાર સિંહણ થોડા દિવસ પહેલા બિમાર પડી હતી. અને સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડાઇ હતી. અને ગઇકાલે જ જંગલમાં મુકત કરાયા બાદ આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.