Wednesday, October 31, 2007

જંગલખાતાની નિષ્ફળતા ખેડૂતો ઉપર ઢોળી દેવાની પેરવી સામે કાર્યક્રમો અપાશે

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

તાલાલા, તા.૨૮
સિંહોનું રક્ષણ કરવામાં નિષ્ફળ જંગલખાતુ પોતાની નિષ્ફળતા ઢાકવા નિર્દાેષ ખેડૂતોે ઉપર મનધડીત આરોપો લગાવી રહ્યા હોય તેમાં પ્રતિકાર કરવા અને સિંહોના રક્ષણ માટે સરેઆમ નિષ્ફળ ગયેલ જંગલખાતાની અસલીયત ખુલ્લી પાડવા જૂનાગઢ અને અમરેલી જિલ્લા કિસાન સંઘના હોદેદારોની મહત્વપૂર્ણ બેઠક તા.૨૯-૧૦-૨૦૦૭ સોમવાર સવારે ૧૦-૦૦ કલાકે વિસાવદર તાલુકાના વિસાવડ ખાતે ગુજરાત પ્રદેશ કિસાન સંઘના પ્રમુખ પ્રફુલભાઈ સેજલીયાના અધ્યક્ષ સ્થાને મળશે.

તાલાલા તાલુકા કિસાન સંઘના પ્રમુખ ભરતભાઈ સોજીત્રાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે... યાદીમાં જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં જૂનાગઢ અને અમરેલી બંને જિલ્લાના દરેક તાલુકાના કિસાન સંઘના પ્રમુખ મહામંત્રી તથા બંને જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે....

સિંહોના રક્ષણ માટે સરકારે અઠળક વ્યવસ્થાઓ કરી આપી છે. છતાં પણ સિંહોના રક્ષણ કરવામાં નિષ્ફળ ગયેલ જંગલખાતુ તેમની નિષ્ફળતાનો ટોપલો નિર્દાેષ ખેડૂતો ઉપર ઢોળી રહી છે. જેને કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવશે. તાલાલા તાલુકા કિસાન સંઘના પ્રમુખે જણાવ્યું હતુ કે કિસાનો સિંહના શિકારી નથી. પણ તેને બદનામ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોના ઉભા પાકને જ્ંગલી પ્રાણીઓ ''ઓહીયા'' કરી જાય છે. એટલા માટે ખેડૂતો પોતાની ફસલના રક્ષણ માટે અડચણો ઉભી કરે છે. નહી કે સિંહોના શિકાર માટે.....

ખેડૂતોની ફસલ કે જેના ઉપર ખેડૂત પરિવારની આજીવિકાનો સંપૂર્ણ આધાર છે. પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન જાય તેનું વળતર સરકાર ખેડૂતોને આપવા તૈયાર હોય તો ખેડૂતો તેમના ખેતરો ખુલ્લા મુકી દેવા પણ તૈયાર છે પણ સરકાર દ્વારા આવુ થતુ નથી અને ખેડૂતોને શિકારી હત્યારા જેવા સંબોધનો કરે છે. તેનો સજજડ પ્રતિકાર કરવા તથા સિંહોના જતન માટે કિસાનો પણ કટીબંધ છે. તેની વિસ્તૃત છણાવટ સાથેના ઠરાવો આ બેઠકમાં કરી સિંહોના જતન માટે નિષ્ફળ ગયેલ જંગલ ખાતાની અસલીયત ખુલ્લી પાડી સિંહોના મોત અંગે નિર્દાેષ ખેડૂતોને બદલે જંગલખાતાના જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા આ બેઠકમાં માંગણી કરવામાં આવશે

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=31571&Keywords=Sorath%20gujarati%20news

ગીરમાં લાકડાં કટીંગના બાતમીદારને અધિકારીએ ઘઘલાવી નાખ્યો

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

જૂનાગઢ,તા.૩૦ :
ગીર જંગલમાં સિંહોના હત્યાકાંડ બાદ ચોંકી ઉઠેલી સરકારે જંગલ અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે પુરજોશમાં કાર્યવાહી ધરી છે ત્યારે ગીર જંગલમાં થઈ રહેલી લાકડા કાપવાની ગેરકાયદેસર પ્રવૃતિ અંગે બાતમી આપવા ગયેલ એક ગ્રામજનને વન અધિકારીએ પ્રતિબંધાત્મક વિસ્તારમાં શા માટે ગયા.? જેવો પ્રશ્ન પુછી યોગ્ય પગલા લેવાને બદલે બાતમીદારને જ ઘઘલાવી નાખ્યો હોવાની ઘટનાએ ગીર વિસ્તારમાં સારી એવી ચર્ચા જગાવી છે. ધરમ કરતા ધાડ પડે એ કહેવતને સાર્થક કરતા બનેલા કિસ્સા વિશે આધારભુત માહિતી અનુસાર ગીર જંગલમાં એક વિસ્તારમાં થઈ રહેલ ગેરકાયદેસર લાકડા કટીંગ વિશે એક ગ્રામજને લગતા વિસ્તારના અધિકારીને જાણ કરી તો આ અધિકારીએ ગેરકાયદેસર લાકડા કટીંગની પ્રવૃતિ સામે કડક પગલા લેવાને બદલે બાતમી આપનારને જ ઘઘલાવી નાખ્યો.જંગલના પ્રતિબંધાત્મક વિસ્તારમાં તમે શા માટે ગયા.? લાકડા કટીંગની ગેરકાયદેસર પ્રવૃતિની તમને કેમ ખબર પડી.? જેવા સવાલો સાથે આ અધિકારીએ બાતમી આપનારને તેની સામે જંગલના પ્રતિબંધવાળા વિસ્તારમાં જવા બદલ ફરીયાદ નોંધવાની પણ ધમકી આપી હોવાની વાત જાણવા મળેલ છે.સાવજોના હત્યાકાંડ બાદ મુખ્યમંત્રીએ ગીર જંગલ
ી મુલાકાત લઈ ગિર વિસ્તારના ગામડાઓના પ્રજાજનો સાથે મીટીંગ યોજી સીધી જ વાતચિત કરી જંગલમાં ચાલતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃતિ બાબતે વન અધિકારીઓને જાણ કરવાની પ્રજાને અપીલ કરી હતી. બીજી તરફ ગિરનાર જંગલમાં પણ જંગલ અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે વનખાતા દ્વારા અભિયાન હાથ ધરાયુ છે. ત્યારે સૌપ્રથમ તો એ અધિકારીએ બાતમીદાર સામે આવુ વર્તન કેમ કર્યુ.? યોગ્ય પગલા લેવાને બદલે બાતમીદારોને જ શા માટે ઉધડો લીધો.? અને આવી રીતે જો થતુ હોય તો સ્થાનીક પ્રજાજનો બીજી વખત કોઈપણ પ્રકારની બાતમી આપે ખરા.? જેવા તરેહ તરેહના પ્રશ્નો હાલમાં ગીરના એ વિસ્તારના ગામડાઓમાંથી પુછાઈ રહ્યા છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=20&NewsID=32084&Keywords=Sorath%20gujarati%20news

Saturday, October 27, 2007

જૂનાગઢમાં વન કર્મચારી માટે કાળોતરો કાળ બન્યો

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

જૂનાગઢ,તા.૨૫
શહેરના રહેણાંક વિસ્તારમાં નીકળતા ઝેરી અને બિનઝેરી પ્રકારના સાપ પકડીને સલામત સ્થળો પર છોડી મુકનાર વન કર્મચારીને સાપ પકડવા દરમ્યાન જ કીંગ કોબ્રા જેવા અત્યંત ઝેરી સાપે ડંખ મારી દેતા ઝેરી સર્પોથી લોકોને ઉગારનાર વ્યક્તિનું જ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હોવાનો બનાવ જૂનાગઢ ખાતે બનવા પામ્યો છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થયેલ વિગત અનુસાર જૂનાગઢ સ્થિત કામદાર સોસાયટી ખાતે સાપ નીકળતા સ્થાનીક લોકોએ વન કર્મચારી જીતેન્દ્ર ત્રંબકલાલ જોષી (ઉ.વ.૪૦) ને જાણ કરતા આ વન કર્મચારીએ સ્થળ પર દોડી જઈ સાપને પકડવા પ્રયાસ કરતા સાપે તેને ડંખ મારી દેતા આ વન કર્મચારીને ગંભીર હાલતમાં સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા. જયાં સારવાર દરમ્યાન આ વિપ્ર વન કર્મચારીનું મૃત્યુ નિપજતા તેના પરિવાર સહીત લોકોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=20&NewsID=30998&Keywords=Sorath%20gujarati%20news

Aaj Nu Aushadh.

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

કર્પૂર-કપૂર
આયુર્વેદના પ્રસિદ્ધ ઔષધોમાં ‘કર્પૂર’ની ગણતરી થાય છે. આયુર્વેદના આ ઔષધ કર્પૂરને આપણે ગુજરાતીમાં કપૂર કહીએ છીએ. આપણે ત્યાંથી કપૂર આરબ દેશોમાં ગયું અને ત્યાં અરબી ભાષામાં તેનું નામ ‘કાફર’ થયું. ત્યાંથી આગળ જતાં ફારસી ભાષામાં ‘કાપૂર’ અને અંગ્રેજીમાં ‘કેમ્ફર’ થયું. ‘કર્પૂર કિરતી વિક્ષિપતિ કૃણાની હિનસ્તી વામલકફ પિત્ત વિષાઘ્નિ કરોતિ વીર્યવૃદ્ધિ નેત્રહિતં ચ.’ જે મળ, પિત્ત, કફ, વિષ વગેરેનો નાશ કરે છે. વીર્યને વધારનાર છે અને નેત્રને માટે હિતાવહ છે તેમ જ શરીરને પુષ્ટ કરે છે. કપૂરનો ઉપયોગ વૈદ્યની દેખરેખ નીચે જ કરવો. સ્વયં કરવો નહીં. શરીરના કોઈ ભાગ કે અંગ પર ખાલી ચડતી હોય તો તેના પર જો કપૂરનું તેલ ચોળવામાં આવે તો તરત રાહત થાય છે.

પ્રાણી શિકાર માટે તખ્તો ગોઠવતા ઝડપાયેલા મહિલા સહિત બે શખ્સો જેલના પિંજરે

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

ધારી, તા.૨૩
ગીરમાં પ્રાણી શિકાર માટે તખ્તો ગોઠવતી વેળા ઝડપાયેલા મહિલા સહિત બે શખ્સોને અદાલતે જામીન અરજી ફગાવી જેલ હવાલે કરી દીધા હતા.આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ ગત તા.૯-૧૦-૦૭ ના રોજ વન તંત્રના કાફલાએ વન્યપ્રાણીઓને પકડવા માટેના લોખંડના ફાસલા ગોઠવતા ગાધકડા ગામના મનસુખ જોરાભાઈ ચારોલીયા (દેવીપૂજક) ને પકડી સાવરકુંડલા કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રીમાન્ડ ઉપર મેળવેલ હતા. આ રીમાન્ડ સમય પુરો થતા આ આરોપીઓને સાવરકુંડલા કોર્ટમાં રજુ કરતા તેમની જામીન અરજી રદ કરી કસ્ટડી હવાલે કરવાનો હુકમ કરેલ હતો.ત્યારબાદ આ આરોપીઓ દ્વારા નામ. સેશન્સ કોર્ડ, અમરેલીમાં રજુ થઈ ફરી જામીન અંગે વિનંતી કરેલ હતી પરંતુ નામ. સેશન્સ કોર્ટ, અમરેલી દ્વારા પણ આ વન્યપ્રાણી ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી જામીન નામંજુર કરેલા છે. અને હાલ આ આરોપીઓ મનસુખ જોરાભાઈ ચારોલીયા (દેવીપૂજક) બાઘુબેન ઓઘડભાઈ પરમાર (દેવીપૂજક) ને કસ્ટડી હવાલે કર્યા હતા.એક તરફ ગીરમાંથી સુરક્ષાના મુદે સિંહોના સ્થળાંતરની ચર્ચા છેક દિલ્હીનાં સંસદભવન સુધી પહોેંચી છે અને બીજી તરફ સિંહ ગીરમાં રહે તેવી કવાયત રાજય સરકાર કરી રહી છે.
યારે જ ગીરમાં પ્રાણી શિકાર અંગે ક્રમશ: વધતી જતી ઘટનાઓની ઘટમાળના પગલે પ્રકૃત્પ્રિેમી તથા વન્ય પશુપ્રેમીઓમાં કચવાટની લાગણી વ્યાપી ગઇ છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=21&NewsID=30489&Keywords=Saurashtra%20Gujarati%20News

ધારી (ગીર) હડાળા નેસના વાયરલેસ ઓપરેટર પર લાકડી- પાઈપ વડે હુમલો

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

અમરેલી, તા.૨૫ :
ધારી (ગીર) વિસ્તારના હડાળા નેસના વાયરલેસના ઓપરેટરને ગઈ સાંજના એક બીટગાર્ડ સહિત ત્રણ શખ્સોેએ વોકીટોકી ઉપર અધિકારીનું લોકેશન પુછવા અંગે લાકડી તેમજ પાઈપ વડે હુમલો કરી ઈજા કરતા વાયરલેસ ઓપરેટરને સારવાર અર્થે અમરેલી દવાખાને ખસેડાયો છે.ગઈ સાંજના ધારી ગીર વિસ્તારના અને ઉના તાલુકાના હડાળા નેસ જંગલખાતાના વાયરલેસ ઓપરેટર હુશેનખાન મહમદખાન પઠાણ ઉ.વ.૪૯ પોતાની ફરજ ઉપર હતા ત્યારે તે વિસ્તારના બીટગાર્ડ ચાવડાનો વોકીટોકી ઉપર સંપર્ક કરી અધિકારીનું લોકેશન જાણવા માંગતા ઉશ્કેરાઈ જઈ બીટગાર્ડ ચાવડા તેનો પુત્ર કેતન અને સંદિપ નામના શખ્સોઓ એક સંપ કરી લાકડી તેમજ પાઈપ વડે હુમલો કરી ઈજા કરવા ઈજાગ્રસ્ત હાલતમાં હુશેનખાન ને સારવાર અર્થે અમરેલી દવાખાને ખસેડાયા છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી જે અંગેના કાગળો ઉનાના ગીરગઢડા પોલીસ તરફ રવાના કર્યા છે.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=31012&Keywords=Saurashtra%20Gujarati%20News

પાંચ સિંહોને મોતને ધાટ ઉતારનાર પ્રેમપરાના ખેડૂત સહિત ચાર શખ્સો રિમાન્ડ પર લેવાયા

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

ધારી તા.૨૨
ધારી નજીકના પ્રેમપરા ગામે એક વાડી માલિક તથા તેના પુત્રોએ મળી ઈલેકટ્રીક શોક દ્રારા પાંચ સિંહોની કરેલી નિમેમ હત્યાના ઝડપાયેલા તમામને આજે કોટેમાં રજુ કરવામા આવતા કોટેએ તમામને ચાર દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે,જયારે આ તમામને કોટેમાં રજુ કરવામા આવતા મોટી સંખ્યાામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ફીટકારની લાગણી વરસાવી હતી.

સિંહોની હત્યા અંગે વાડી માલિક દુલેભજી શંભુ વાડદોરીયા,તેનો પુત્ર નરેશ,ટ્રેકટર માલિક રવજી છગન હીરાણી,ટ્રેકટર ડ્રાઈવર ભલા ખીમા ખાચરને ધારી કોટેમાં રજુ કરવામા આવતા પ્રથમ ૧૦ દિવસની રિમાન્ડ માંગવામા આવી હતી પરંતુ કોટેએ ચાર દિવસના રિમાન્ડ મંજુર કયો હતા.નવના ગ્રુપમાંથી પાંચ સિંહોની હત્યા બાદ હજુ ચાર સિંહબાળ લાપતા હોય તેનુ લોકેશન મેળવવા વનવિભાગનો સ્ટાફ જંગલમાં ચારેબાજું વ્યાપક શોધખોળ કરી રહયુ છે.દરમ્યાન ગીર નેચર યુથ કલબ દ્રારા આ હીચકારા બનાવની તટસ્થ તપાસ કરવાની માંગણી કરવામા આવી છે.તાજેતરમાં સિંહોના શિકારની ધટનાઓ બાદ નવા મુકાયેલા ડી.એફ.ઓ.ની પણ ટુંકાગાળામાં બદલી કરવામા આવી છે,ત્યારે આવી સંવેદનશીલ જગ્યાઓ પરથી છાશવારે કરવામા આવત બદલીઓ તંત્રની ઉદાસીનતાનો નમુનો હોવાનું ગીર નેચર યુથ કલબે જણાવ્યું છે.

ગીરના દશ ગામના ટેલિફોન ધારકોને તાલાલાના ધક્કા

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

તાલાલા, તા.૩૧
તાલાલા પંથકના આંકોલવાડી ગિર વિસ્તારના દશ ગામની પ્રજાને સંદેશા વ્યવહાર સેવા આપતું આંકોલવાડી ગીર ટેલીફોન એકસચેન્જ ઘણી ધોરી વગરનું થઇ જતા ગ્રાહકો રામ ભરોસે મુકાઇ ગયા છે. ટેલીફોન ખાતાના ઉચ્ચ સત્તાવાળાઓ ત્વરીત યોગ્ય કરી ગ્રાહકોને ન્યાય આપે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.

આ પ્રસંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા પંથકના છેવાડાના મોરૂકાગીર-સુરવાગીર-રસુલપરા-બામણાસા-મંડોરણા હડમતિયા સહિતના દશ ગામોની પ્રજાને બી.એસ.એન.એલ. સંદેશા વ્યવહાર સેવાથી ધમધમતો રાખવા આંકોલવાડી ગીર ગામે ભવ્ય ઓફિસ બિલ્ડીંગ સ્ટાફ કવાર્ટર સાથે એક કરોડના ખર્ચે બનાવેલ એક હજાર લાઇનનું ટેલીફોન એકસચેંજ કાર્યરત છે. આ ટેલીફોન એકસચેન્જમાંથી આંકોલવાડી સહિત ઉપરોકત દશ ગામની પ્રજાને એક હજાર થી પણ વધુ ટેલીફોન જોડાણ આપવામાં આવેલ છે. દશ ગામના ગ્રાહકોનો ટેલીફોન બંધ હોય કે લાઇન બંધ હોય ગ્રાહકોની ફરિયાદો સાંભળી તેનો પરિણામ લક્ષી ઉકેલ લાવવા ડીપાર્ટમેન્ટ તરફથી ઓફીસ ઇન્ચાર્જ તથા જરૂરી સ્ટાફ આંકોલવાડી એકસચેંજમાં વર્ષોથી સેવા આપતો હતો પણ છેલ્લા દોઢેક માસથી આંકોલવાડી એકસચેંજમાં સેવા આપતા સ્ટાફની અત્રેથી બદલી કરી નાખતા આંકોલવાડી ગીર ગામનું ટેલીફોન એકસચેંજ ઘણી ધોરી વગરનું થઇ ગયું છે. ટેલીફોન ખાતાના સત્તાવાળાઓએ એકસચેંજ આખુ રામ ભરોસે કરી નાખતા આ એકસચેંજ હેઠળના એક હજાર જેટલા ગ્રાહકો પણ રામ ભરોસે મુકાઇ ગયા છે.

કારણ કે આંકોલવાડી એકસચેંજમાં જવાબદાર સ્ટાફના અભાવે ગ્રાહકોને ટેલીફોનને ફોલ્ટ કે બીલની "ડીમાન્ડ નોટ" કઢાવવા ૧૫ કિ.મી. દૂર તાલાલા આવવુ પડે છે. ગ્રાહકની કોઇ ફરિયાદ સાંભળવા આવતુ નથી. આ ઉપરાંત આ વિસ્તારમાં વિજળી ગુુલ થાય ત્યારે જનરેટર પણ શરૂ થતુ ન હોય વિજળી ગુલ થતાની સાથે જ સંદેશા વ્યવહાર પણ ઠપ્પ થઇ જાય છે. આંકોલવાડી ગીર વિસ્તારના ગ્રાહકોનું જણાવ્યા પ્રમાણે આંકોલવાડી ટેલીફોન એકસચેંન્જ દર બે મહિને રૂા. ત્રણ લાખથી પણ વધુ રકમની આવક ટેલીફોન ડીપાર્ટમેન્ટને રળી આપે છે. છતા પણ ટેલીફોન જોડાણ આપી ગ્રાહકોના પૈસા ગજવામાં નાખી ડીપાર્ટમેન્ટ દ્વારા વર્ષોથી ફરજ બજાવતા સ્ટાફને અત્રેથી પરત લઇ ગ્રાહકને રઝળતા કરી મુક્યા છે. ટેલિફોન ખાતાની ગ્રાહક વિરોધી નીતી સામે આંકોલવાડી ગીર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે.

કહેવાય છે કે આંકોલવાડી ગીર ગામે ફરજ બજાવતા કર્મચારીનો પગાર રૂા. પંદર હજાર જેવો હોય ડીપાર્ટમેન્ટને આ પગાર પોસાતો નથી માટે સ્ટાફને પરત લઇ લીધો છે. ભલે. આંકોલવાડી ટેલીફોન એકસચેંજ અને ગ્રાહકો નોધારા થઇ જાય પણ અમે અમારી નીતી પ્રમાણે સ્ટાફને પરત લઇ લેશુ.. ટેલીફોન ડીપાર્ટમેન્ટ આવી નીતી નિયમો હોય તો તે નિયમો જડ અને પ્રજા વિરોધી ગણાય ડીપાર્ટમેન્ટે ત્વરીત આ અંગે યોગ્ય નિર્ણય લઇ ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ દૂર કરી યોગ્ય ન્યાય આપવા ઘટતુ કરવુ જોઇએ. તેવી પ્રબળ લોક માંગણી આંકોલવાડી વિસ્તારમાંથી ઉઠી છે. આ અંગે ત્વરીત ઘટતુ કરવામાં નહી આવે તો આંકોલવાડી ટેલીફોન એકસચેંન્જ હેઠળના દશ ગામના ગ્રાહકો સ્ટાફની જેમ ટેલીફોનના ડબલા પણ સામુહીક પરત કરશે. તેમ આંકોલવાડી ભારતીય કિશાન સંઘ ગ્રામ્ય સમિતિના પ્રમુખ બીપીનભાઇ રાદળીયા તથા યુવા કોંગ્રેસ અગ્રણી અને ગ્રામ પંચાયત સદસ્ય અજયભાઇ મકવાણાએ જણાવ્યુ છે.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=19119&Keywords=Junagadh%20gujarati%20news

ગિરનાર જંગલના ખૂલ્લા કૂવાઓને રક્ષિત કરવાની કામગીરી શરૂ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

જૂનાગઢ,તા.૨૨
વિશ્વભરમાં એકમાત્ર સોરઠ પ્રદેશમાં જ એશિયાઈ કેસરી સાવજોનો વસવાટ છે અને લુપ્ત થતી જતી સિંહની આ પ્રજાતીને બચાવવા માટે ઉચ્ચ કક્ષાએથી સઘન પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે જંગલ વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવાઓમાં પડીને વનરાજોના મૃત્યુ થતા હોવાના બહાર આવી રહેલા બનાવો બાદ જંગલ વિસ્તારના ખુલ્લા કુવાઓને રક્ષીત કરવાના લેવાયેલા નિર્ણય અંતર્ગત ગિરનાર જંગલ વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવાઓને રક્ષીત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ પૌરાણીક અને પરંપરાગત પરિક્રમાના દિવસો પણ નજીક આવી રહ્યા છે ત્યારે વનખાતાએ વરસાદથી નુકશાન પામેલ રસ્તાને રિપેર કરવાની હાથ ધરેલી કામગીરી પણ લગભગ ૬૦ ટકા જેટલી પૂર્ણ થઈ જવા પામી છે.

ગીર જંગલ ઉપરાંત સિંહોએ જયાં વસવાટ કરે છે એવા ગિરનાર જંગલના ખુલ્લા કુવાઓને રક્ષીત કરવાની શરૂ થઈ રહેલી કામગીરી વિશે ગિરનાર જંગલની ઉતર રેન્જના આર.એફ.ઓ. એસ.કે.જાડેજાના જણાવ્યા અનુસાર હાલ પુરતુ એક કુવાના બોક્ષ બનાવવાની પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી છે અને ધીમે ધીમે સી.એફ. શ્રી શર્મા તથા ઈન્ચાર્જ ડી.સી.એફ. બી.ટી.ચઢાસણીયાના માર્ગદર્શન હેઠળ ૧પ જેટલા
ખુલ્લા કુવાઓને સંપૂર્ણ રક્ષીત કરી દેવામાં આવશે.બીજી તરફ વન વિભાગ દ્વારા ગિરનારના પરિક્રમાના માર્ગ અને સકર્યુલર રૂટને રિપેર કરવાની હાથ ધરાયેલી કામગીરી અંગે વનખાતાના વિજય યોગાનંદીના જણાવ્યા અનુસાર ઉતર રેન્જના આર.એફ.ઓ. એસ.કે.જાડેજા અને દક્ષીણ રેન્જના આર.એફ.ઓ. એન.એમ.પરમારના માર્ગદર્શન હેઠળ ભારે વરસાદથી ક્ષતીગ્રસ્ત થયેલ રસ્તાને રિપેર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ભારે વરસાદને લીધે આશરે પ કી.મી. જેટલા ગિરનાર પરિક્રમા માર્ગ અને ૩ કી.મી. જેટલા સકર્યુલર રૂટમાં ઠેર ઠેર વ્યાપક નુકશાની થવા પામી છે.જેને રિપેર કરવા માટે વન ખાતાએ હાથ ધરેલી કામગીરી લગભગ ૬૦ ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી ટુંક સમયમાં પરિક્રમા શરૂ થાય તે પહેલા જ કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ જશે. હાલમાં ગિરનાર જંગલ વિસ્તારનો સમગ્ર કાફલો આ કામગીરીમાં જોતરાઈ ગયો છે.

અત્રે નોંધનીય છે કે કઠીયારા પ્રથા બંધ થયા બાદ જંગલના રક્ષણ માટે ધીમે ધીમે કામગીરી હાથ ધરાઈ છે. ગિરનાર જંગલમાં પાણીના પુરતા સ્ત્રોત માટે અત્યાર સુધીમાં ૩૦૦ થી વધુ ચેકડેમો બંધાયા છે. તેમજ ગિરનાર જંગલ નજીકની કબુતરી ખાણોમાં પણ આયોજન કરી પાણી માટેની પુરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જૂનાગઢ વન વિભાગને જંગલની ગીચતા માટે રાષ્ટ્રીય કક્ષાનો ઈન્દીરા ગાંધી પ્રિયદર્શીની વૃક્ષમિત્ર એવોર્ડ તથા જળ સ્ત્રોતના વિકાસ માટે ટેરી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
તો શિવરાત્રીના મેળા અને પરિક્રમા અંતર્ગત ઈકો ટુરીઝમ યોજના હેઠળ યાત્રાળુની મુશ્કેલી નિવારવા પરિક્રમા માર્ગ પર કોઝ વે, પુલ, ચઢાણવાળી જગ્યાઓ પર પગથીયા તેમજ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાની સાથે સાથે ટુરીઝમના વિકાસ માટે ગિરનારના પગથિયે વનકુટીરો બની રહી છે. બીજી તરફ સિંહોના રક્ષણ માટે ગામડાઓમાં વન વિકાસ સમિતિઓની રચના કરવામાં આવી છે. ગિરનાર જંગલ વિસ્તારના બોર્ડરના ગામડાઓના ગ્રામજનોને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સિંહો તથા વન્ય પ્રાણીઓ અને જંગલના રક્ષણ માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવી રહ્યુ છે.

Aaj Nu Aushadh

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

ઊર્ધ્વ ગેસ-વાયુ
આપણી કેટલીક આહારની ભૂલોને લીધે ઘણી વાર પેટમાં ગેસ થાય છે. આ ગેસ જ્યારે ઊર્ધ્વ ગતિનો થાય ત્યારે કેટલીક વાર છાતી પર દબાણ કરે છે અને એને લીધે જ છાતીમાં એકદમ હૃદયના ધબકારા વધી જાય છે. આ કારણથી કેટલીક વ્યક્તિઓને હૃદયરોગની શંકા થાય છે અને હૃદયનો કાર્ડિયોગ્રાફ કઢાવવા નિષ્ણાત પાસે જાય છે અને નોર્મલ રિપોર્ટ આવતા હાશ અનુભવે છે. શાંતિ થાય છે. ગેસ અને એ પણ ઊર્ધ્વ ગેસની તકલીફવાળી વ્યક્તિઓએ બે-બે ગોળી શીવાક્ષાર પાચનવટી અને બે-બે લશુનાદિવટી બપોરે અને રાત્રે જમ્યા પછી લેવી. એક ગ્લાસ તાજી મોળી છાશમાં એક ચમચી જેટલું હિંગ્વાષ્ટક ચૂર્ણ અથવા લવણભાસ્કર ચૂર્ણ નાખી રોજ બપોરે જમ્યા પછી પીવું. ખાવામાં વાયુ કરે એવી ચીજો અને દાળ-ભાત ઓછા ખાવા.

Aaj nu Aushadh.

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

લવિંગ-વેદનાહર
અવારનવાર પાતળા ઝાડા થતાં હોય તેમને લવિંગ નાંખીને ઉકાળીને ઠંડું કરેલ પાણી આપવું. મરડો, ઝાડા, ઉદરશૂળ, આંકડી, શૂળ આવવી, આફરો આ તકલીફોમાં લવિંગ ઉત્તમ છે. લવિંગમાં પેટની આંકડી-સ્પાઝમ, દમ-શ્વાસનો હુમલો વગેરે મટાડવાનો ગુણ છે. એટલે જ આધુનિક વિજ્ઞાન પણ લવિંગને ઉત્તમ ‘એન્ટિસ્પાઝમોડિક’ કહે છે. આયુર્વેદમાં તો લવિંગને વેદનાહર કહેવાયા જ છે. આ ગુણને લીધે જ દાંતના ડોક્ટરો સડેલા દાંતના દુખાવામાં દાંત પર લવિંગના તેલનું પોતું-વાટ મૂકે છે. જો માથું દુખતું હોય તો કપાળ પર લવિંગ ચોપડવાથી તરત રાહત થાય છે. બે લવિંગ ચાવવાથી કફ-ઉધરસમાં રાહત થાય છે અને મોઢાની દુર્ગંધ મટે છે. લવિંગ ભૂખ લગાડે છે. આહારનું પાચન કરે છે અને કફના રોગો મટાડે છે.

પ્રકૃતિનું નિકંદન થતું અટકે તોજ જીવન શક્ય : બહુગુણા


Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

વડોદરા, શુક્રવાર
પ્રક્રૃતિનું નિકંદન થતું અટાકવીને ધરતીને પ્રદુષણ સહિતના દુષણોથી બચાવી શકાય તેમ આજે મકરપુરા જી.આઇ.ડી.સી. સ્થિત ખાનગી કંપનીના નવા સંકુલના ઉદઘટાન સમારોહમાં હાજર રહેલા ચિપકો આંદોલનના પ્રણેતા સુંદરલાલ બહુગુણાએ જણાવ્યું હતું.

ભારતના ઇતિહાસમાં પર્યાવરણને બચાવવાની પહેલ સમાન શરૂ કરાયેલા * ચિપકો આંદોલન* ના પ્રણેતા ૮૦ વર્ષીય સુંદરલાલ બહુગુણા તથા તેમના પત્ની વિમલાબેન આજે શહેરના મહેમાન બન્યા હતા. તેઓએ પત્રકારોને જણાવ્યું હતું કે હાલની પરીસ્થિતીમાં પર્યાવરણની જાળવણી કરવી એજ પ્રાથમિકતા છે. આજના સમયમાં જ્યાં કોંક્રીેટના જંગલો વધી રહ્યા છે ત્યારે માત્ર ખેતીથી પર્યાવરણ બચાવવું શક્ય નથી પરંતું હવે વૃક્ષોની ખેતી કરવાનો સમય આવી ગયો છે. આ ઉપરાંત પાણીનો બચાવ કરવો જરુરી છે.

પ્રકૃતિની જાળવણી થાય તોજ માનવીનું ભાવી જોખમાય નહી. તેમણે સ્ત્રી શક્તિની પ્રશંશા કરતા જણાવ્યું હતું કે જીવન તરફ લઇ જતી દરેક શક્તિનું પ્રતિનિધિત્વ સ્ત્રી શક્તિ કરે છે જ્યારે મોત તરફનું પુરુષ. જે આંદોલનમાં સ્ત્રી શક્તિની ભાગીદારી હોય તે આંદોલન જરુર સફળતા પ્રાપ્ત કરે છે. કારણ કે સ્ત્રીઓમાં પોતાના કામ પ્રત્યેનું સમર્પણ, નિશ્ચય અને એકગ્રતા સંપુર્ણ હોય છે. ભારતમાં સ્ત્રી શિક્તિને મહત્વ આપવામાં આવતું નથી જે ગંભીર બાબત છે.

આ ઉપરાંત નર્મદા સરોવાર ખાતેના વિસ્થાપિતોએ પોતાનું ઘર અને જમીન જે ડેમ માટે ઉપયોગમાં લેવામાં આવી છે. તેને ભૂલીને હવે જે જગ્યા તેમને ફાળવવામાં આવી છે તેને ઉપયોગમાં લઇ વૃક્ષોની ખેતી શરુ કરવી જોઇએ તેમ ઉમેર્યું હતું.

Source: http://www.sandesh.com/article.aspx?NewsCatID=44&NewsID=31205&Keywords=Baroda%20city%20gujarati%20news

Aaj Nu Aushadh.

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

મંદાગ્નિ નિદ્રાપ્રદ
(1) આજકાલ 'ભૂખ મરી ગઈ છે' એવી ફરિયાદ કરનારાઓની સંખ્યા ઓછી તો નથી જ. આવી તકલીફવાળાઓએ થોડું સિંધાલુણ અને લીંબુના રસના આઠ-દસ ટીંપા પાડેલ અડધી ચમચી અજમો સવાર-સાંજ ખૂબ ચાવીને ખાવો. ચારથી છ દિવસમાં જ ભૂખ સારી રીતે ઊઘડી જશે. કબજિયાત ગેસ-ગોળો, આફરો મટી જશે અને પેટ હળવુંફુલ બની જશે.(૨) અશ્વગંધા એ આયુર્વેદનું સુપ્રસિદ્ધ ઔષધ છે. તેનું લેટિન નામ તિધાનિયા સોમ્નિફેરા છે. સોમ્નિફેરાનો અર્થ થાય છે નિદ્રાપ્રદ અથવા ઊંઘ લાવનાર. આયુર્વેદીય મત પ્રમાણે ઊંઘ ન આવવાનું કારણ વાયુનો પ્રકોપ ગણાય છે. અશ્વગંધા વાયુનો નાશ કરવાનો ગુણ ધરાવતું હોવાથી એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ એમાં એટલી જ સાકર મિશ્ર કરીને દૂધમાં ાાખી પીવાથી ઊંઘ સારી આવે છે

મગરની હત્યા બદલ જૂનાગઢમાં છની ધરપકડ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Agency, Junagadh
Sunday, October 21, 2007 16:06 [IST]

વન વિભાગના અધિકારીઓએ જૂનાગઢ જિલ્લાના માલિયા હાટિઆના તાલુકામાં મગરને મારી નાંખવા બદલ છ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તેઓ દેવી પુજકો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

તેમણે મગરને 18મી ઓક્ટોબરના રોજ મેઘલ નદીના કાંઠા પર મારી નાંખ્યો હતો તેમ કહેવામાં આવી રહ્યું છે. આરોપીઓની મેરા મુસા, અજીત લખમન, દિનેશ અરજન, જગદીશ ઓક્કા, હામિદ ખાન હુસૈન ખાન અને હિરજી શામજી તરીકે ઓળખ કરવામાં આવી છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/21/0710211616_6_held_killing_crocodile_junagadh.html

સિંહોના રક્ષણ માટે ગુપ્ત ઓપરેશન જરૂરી

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Talala
Monday, October 22, 2007 22:42 [IST]

તાલાલાના પ્રકૃતિપ્રેમીઓએ કરેલી ઉગ્ર માગણી

ધારીના પ્રેમપરામાં ખેતર ફરતે કરાયેલી વીજ ફેન્સિંગે બે સિંહબાળ સહિત પાંચ સાવજોના જીવ લીધાની ઘટનાથી જીવદયાપ્રેમીઓ ઉકળી ઉઠયા છે. ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે અનેક પ્રકારે આ રીતે મોતની વાડ બનાવવામાં આવતી હોય વનમિત્રો અને વનસહાયકો ગુપ્ત ઓપરેશન હાથ ધરે એવી તાલાલાના પ્રકòતિ પ્રેમીઓએ માગણી ઉઠાવી છે.

એશિયાટીક સિંહોની જાતિ લુપ્ત થઈ જાય તે હદે ચાલુ સાલ સિંહોના શિકાર અને સિંહને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે કડક હાથે કામ લેવા પર્યાવરણ પ્રેમીઓમાંથી ઉગ્ર માંગ ઉઠી છે. ધારી નજીક ત્રણ સિંહણ અને બે સિંહબાળને ખેતર ફરતે વીજતાર ગોઠવી વીજકરંટથી મોતને ઘાટ ઉતારી નખાયાના બનાવે ગીર પંથકના પર્યાવરણ પ્રેમીઓને હચમચાવી નાખ્યા છે.

તાલાલ શહેર ભાજપ ઉપપ્રમુખ અને પર્યાવરણ પ્રેમી એડવોકેટ અનીલભાઈ કાનાબારે વનવિભાગના જવાબદાર સતાવાળાઓને પત્ર પાઠવી સિંહોને મોતને ઘાટ ઉતારવાના કીમીયાઓ સામે કડક હાથે લેવા પત્ર લખ્યો છે.

પત્રમાં જણાવ્યા મુજબ તાલાલા તાલુકા સહિત ગીર જંગલ જે તાલુકાઓમાં ફેલાયો છે. તે દશેક તાલુકાનાં જંગલની બોર્ડર નજીકનાં ગામો અને ફોરેસ્ટ વિભાગની જમીન પુરી થતા શરુ થતી રેવન્યુ ખેતરાઉ જમીનોના સર્વે નંબરો અને ખેડૂતોના નામ સહિતની વિગત એકત્રિત કરી જેતે વિભાગમાં પીજીવીસીએલે લાગુ પડતા સર્વે નંબરોનાં ખેતરોમાં કાયદેસર વીજ જોડાણ આપેલ છે. કે કેમ ?

તેની યોગ્ય તપાસ તટસ્થ અધિકારીઓ પાસે કરાવી વન્ય પ્રાણીઓ માટે જોખમી વિસ્તારો કે જયાં અગાઉ સિંહો સહિતનાં વન્યપ્રાણીઓને વિજકરંટ કે ખોરાકમાં ઝેર આપીને મારી નાખવામાં આવેલ હોય તેવા વિસ્તારોને અન્ય પ્રાણીઓ માટે જોખમરૂપ વિસ્તારો ગણી ત્યાં સાવચેતી માટે જરૂરી પગલા લેવામાં આવે, તે ઉપરાંત વન વિભાગે તાજેતરમાં ભરતી કરવામાં આવેલ વનમિત્રો અને વન સહાયકો પાસે દરેક ગામમાં ગુપ્ત રીતે તપાસ કરાવી જે ખેડૂતોએ પોતાનાં ખેતરોમાં પાક ફરતે ખેતરનાં સેઢે જીવતા વીજ વાયરો ગોઠવતા હોય કે અગાઉ ગોઠવેલા હોય તો તેની માહિતી એકઠી કરી તે ખેડૂતોનાં નામ-ગામ અને ખેતરની સ્થિતિ શું છે ?

તે વિગતો વન વિભાગ પાસે તાકીદે ઉપલબ્ધ કરાવે જેથી એક સંયુકત આયોજન થકી સિંહોને વધુ મોતનાં મુખમાં જતા અટકાવી શકાય ઉપરાંત સિંહો માટે મોત બિછાવતા લોકો સામે કાયદાની કડક અમલવારી કરી યોગ્ય સજા કરવાની માંગ ઉઠી છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/22/0710222247_save_lion.html

ગીરના સરહદી ગામોમાં ‘મોતની વાડ’ શોધવા સઘન કોમ્બિંગ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Rajkot
Monday, October 22, 2007 01:02 [IST]

જવાબદારો સામે આકરા પગલાં : ભરત પાઠક

સને ૨૦૦૭ના વર્ષમાં અત્યાર સુધીમાં ગીરમાં કુલ ૩૩ સિંહના મોત નોંધાયા છે. જેમાં તાજેતરમાં ધારી નજીક પાંચ સાવજો સહિત કુલ ૬ સિંહોના મોત ખેડૂતોએ પાક બચાવવા માટે જીવંત વીજ વાયરની ઊભી કરેલી વાડને પગલે વીજશોકથી થયા છે. ત્યારે ગીર કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટના જણાવ્યા મુજબ, આવી મોતની વાડ દૂર કરવા ગીરના બોર્ડરના વિસ્તારોમાં સઘન કોમ્બિંગ હાથ ધરાયું છે, આ ઝુંબેશ જારી રખાશે.

ગીર કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ ભરત પાઠકના જણાવ્યા મુજબ, ગઇકાલે અમરેલી તથા જૂનાગઢના પીજીવીસીએલના એકિઝકયુટિવ એન્જિનીયરો સામે વન વિભાગની બેઠક યોજાઇ હતી. આ મામલે પીજીવીસીએલ વિભાગ પણ હવે ચાંપતી નજર રાખશે. ત્યારે વન વિભાગના વિવિધ રેન્જના અધિકારીઓની ટુકડીઓએ પણ ગીરના બોર્ડરના ગામોમાં જીવતા વીજ વાયરથી લેસ ફેન્સિંગ શોધવા કોમ્બિંગ શરૂ થયું છે અને જવાબદારો સામે આકરા પગલાં પણ લેવાશે.

તેમના જણાવ્યા મુજબ, ધાતુની કાંટાળી વાડ સામે ગેરકાયદે વીજ જોડાણ આપવાના લંગારિયા શોધવા તજવીજ હાથ ધરાઇ છે અને આ વિસ્તારના ખેડૂતોને પણ ચેતવવામાં આવ્યા છે. તેમના વધુમાં જણાવ્યા મુજબ, હજુ આ કોમ્બિંગ અંગેનો કોઇ રિપોર્ટ આવ્યો નથી, જે આવતીકાલ સુધીમાં આવી જશે.

ઉલ્લેખનીય છે કે, ચાલુ સાલે કુલ ૩૩ સિંહોના મોત નીપજયાં છે. જેમાં ૮ સિંહનો શિકાર થયો હતો, ૬ સાવજોના મોત ઇલેકિટ્રક શોકથી થયા હતા, પાંચ સિંહોના મોત ખુલ્લા કૂવામાં પડી જવાને પગલે નીપજયાં છે, એક સિંહબાળ અજાણ્યા વાહન નીચે કચડાઇને મૃત્યુ પામ્યું હતું. જયારે ૧૨ જેટલા સિંહો મૃત હાલતમાં જ મળી આવ્યા હતા. જેમના મોતના સ્પષ્ટ કારણો મળ્યા નથી. ત્યારે આ સિંહોના મોત કુદરતી મોત તરીકે માનવામાં આવી રહ્યા છે.

વિલુપ્ત થવાની દહેશત નીચે જીવતા ગીરના સાવજોની સુરક્ષા માટે સરકારે રૂા. ૪૦ કરોડનો એકશન પ્લાન ઘડી કાઢયો છે. જેનું અમલીકરણ થઇ રહ્યું હોવાનો વન વિભાગે કરેલો દાવો ઇલેકિટ્રક શોકથી પાંચ-પાંચ સિંહોના મોત નીપજતાં પોકળ પુરવાર થયા છે. ખુલ્લા કૂવાઓ અને વીજકરંટ ધરાવતી વાડો આ સિંહોના અસ્તિત્વ સામેના સૌથી વધુ જોખમી પરિબળો હોવા છતાં લાપરવાર વનવિભાગ વારંવાર થાય જાય છે અને આવી કરુણાંતિકાઓ ઘટે છે.

સને ૨૦૦૭માં ૩૩ સિંહોના મોત

૮ સિંહોનો શિકાર
૬ સિંહોના વીજશોકથી મોત
૬ સિંહોના ખુલ્લા કૂવામાં પડતાં મોત
૧ સિંહ વાહન નીચે કચડાતાં મોત
૧ર સિંહના મોતનાં કારણો અસ્પષ્ટ

Source: http://www.divyabhaskar.co.in/2007/10/22/0710220106_lion_combing.html

સાવજોની હત્યાના પ્રકરણમાં વનવિભાગનું કૂણું વલણ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Dhari
Wednesday, October 24, 2007 03:34 [IST]

dhariધારીના પ્રેમપરા વિસ્તારમાં એક સાથે પાંચ-પાંચ સાવજોની હત્યાના બનાવથી સિંહપ્રેમીઓ સ્તબ્ધ બની ગયા છે, પણ જાડી ત્વચા ધરાવતા વનતંત્રનું રૂંવાડું પણ ફરકયું ન હોય, એમ તંત્ર હજુ પણ એવું ને એવું નિજાનંદમાં મસ્ત અને બેદરકાર નજરે પડી રહ્યું છે.

તંત્ર દ્વારા પત્રકારોને માહિતી આપવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવી દેવાયો હોય એમ વનખાતાના અધિકારીઓએ કશુંક છૂપાવવાના હેતુથી મોઢા સિવી લીધા છે.

પ્રેમપરામાં એક ખેડૂતે પોતાની વાડી ફરતે બાંધેલા વીજપ્રવાહવાળા વાયરોને અડકી જવાથી ત્રણ સિંહણ અને બે સિંહ બાળના કમોત થયા હતા. આ બનાવમાં એ વાડીના માલિક સહિત ચારની ધરપકડ કરવામાં આવી હતી. અદાલતે આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા અને રિમાન્ડ પૂરા પણ થઈ ગયા છે.

પણ બનાવ અંગે વધુ પ્રકાશ પાડી શકે એવી કોઈ વિગત આરોપીઓ પાસેથી મેળવવામાં નિષ્ફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે.સિંહોની હત્યામાં વનખાતાનું વલણ રહસ્યમય છે. તમામ સાવજો એક જ રાતમાં મૃત્યુ પામ્યા હોવાનું વનખાતું જણાવે છે, ત્યારે શું તમામ સાવજોને એક જ રાતમાં દાટવાનું શકય બને ?

એક સિંહનું વજન ચારથી પાંચ મણનું હોય છે. ખાડામાં ખોદીને તમામ સાવજોને દાટવાનું કòત્ય બે-ચાર માણસોથી થઈ શકે નહીં એવી એક માન્યતા છે. આરોપીઓ પાસેથી તંત્ર કાંઈ નોંધપાત્ર વિગતો ઓકાવી શકી નથી.

સાવજોને બચાવવા માટે જરૂર પડે તો એક પોસ્ટકાર્ડ લખવાથી ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બાકીના તમામ કામ પડતાં મુકીને દોડી આવશે એવું વચન આ પહેલાના સામુહિક શિકાર વેળાએ સ્વયં મુખ્યમંત્રીએ આપ્યું હતું.

મુખ્યમંત્રીને કદાચ સાવજોની ચિંતા હશે, પણ વનખાતું કે જે આ મોત માટે જવાબદાર છે. એને એની કાંઈ ખાસ ગંભીરતા ન હોય એવું ચિત્ર ઉપસ્યું છે. પત્રકારો આ પ્રકરણ અંગે પૂછપરછ કરે છે, પણ ‘ઉપર’થી આવેલા આદેશને પગલે વનતંત્રે મોં બંધ કરી દીધા છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/24/0710240338_forest_chapter.html

સિંહ હત્યાકેસમાં આરોપીના નાર્કોટેસ્ટ માટે કોર્ટનો આદેશ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Dhari
Wednesday, October 24, 2007 23:50 [IST]વન્યપ્રાણીના શિકાર બદલ ત્રણથી ૭ વર્ષની સજાની જોગવાઈ

Lionધારીના પ્રેમપરા ગામના ખેડૂત દ્વારા પોતાના ખેતરની ફરતે ઈલેકિટ્રક વાડ ઊભી કરાયા બાદ તેના સંપર્કમાં આવેલા પાંચ જેટલા સિંહના થયેલા મોત બાબતે આજે કોટર્ે અભૂતપૂર્વ ચુકાદો આપીને આરોપીઓના જામીન ફગાવી દઈને મુખ્ય આરોપીનો નાર્કોટેસ્ટ કરાવવાનો હુકમ કર્યોછે.

આ અંગેની વિગત એવી છે કે, ગત તારીખ ૧૯મીના રોજ સિંહના દટાયેલા અવશેષો બહાર આવતાં ધારીના પ્રેમપરા ગામના ખેડૂત દ્વારા ખેતર ફરતે વીજકરંટવાળી વાડ રાખીને તેમને મોતને ઘાટ ઉતારી દેવાયાનું બહાર આવ્યું હતું.

આ કેસમાં પોતાના ખેતરની ફરતે ગેરકાયદે વાડ ગોઠવનાર ખેડૂત દુર્લભજીભાઈ શંભુભાઈ વાડદોરિયાએ પોતે વનવિભાગને ખેતરમાં દટાયેલા સિંહ બાબતે વિગતો આપી હતી.

કેસમાં તેઓ અને બીજા ત્રણ સહ આરોપીઓ પરષોત્તમભાઈ દુર્લભજીભાઈ વાડદોરિયા, રવજીભાઈ છગનભાઈ હીરાણી અને ભલાભાઈ ખીમાભાઈ પરમારની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી અપાયા હતા. આરોપીઓએ જામીન પર છૂટવા માટે ધારી કોર્ટમાં અરજ કરી હતી, પરંતુ નામદાર કોટર્ે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓની જામીન અરજ નામંજૂર કરી હતી.

આ કેસમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સિંહ યા દીપડા જેવા વન્યપ્રાણીના શિકારના કેસમાં ૩ થી ૭ વર્ષ સુધીની સજા અને ૧૦,૦૦૦ રૂપિયાના દંડની જોગવાઈ છે. તેમજ શિકારના આવા બીજા ગુના માટે સાત વર્ષ સુધીની સજા ઉપરાંત રૂપિયા ૨૫,૦૦૦ના દંડની જોગવાઈ છે.

જજ આઈ.આઈ.પઠાણે બંને પક્ષોની દલીલ સાંભળી હતી અને ગુનાની ગંભીરતાં જોતાં આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી અને મુખ્ય આરોપીનો નાર્કોટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી.

વાડ કરનારા ચેતી જાય

ધારી વનવિભાગના ડીએફઓ જે.એ.સોલંકી દ્વારા આજરોજ એવી જાહેર અપીલ કરવામાં આવી હતી કે, પોતાના ખેતર ફરતે વીજકરંટ ધરાવતી વાડ કરવી એ તદૃન ગેરકાયદે છે અને ખેડૂતો તેમ કરી શકે નહીં. તેમણે ખેડૂતોને અપીલ કરી હતી કે, આવી વાડ કરનારા ચેતી જાય.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/24/0710242352_death_lion.html

વીફરેલી સિંહણનો ફોરેસ્ટર પર હુમલો.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Talala
Friday, October 26, 2007 23:21 [IST]ખભાનો ભાગ જડબામાં લઈ શરીર ઉઝરડી નાખ્યું : સિંહણના હુમલાથી સાથીઓમાં નાસભાગ મચી ગઈ

lionessસાસણ(ગીર)માં પ્રવાસીઓને માટે સિંહ દર્શન કરાવતી વેળાએ સિંહ પરિવારની માદાએ એક વનખાતાના કર્મચારી પર ઓચિંતો હુમલો કરી દેતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સિંહણે ફોરેસ્ટરના ખભાનો ભાગ જડબામાં લઈને તેનું શરીર ઉઝરડી નાખ્યું હતું.

વિગતો મુજબ, સાસણ(ગીર)થી સાત કિલોમીટર દૂર સિંહદર્શન માટે બનાવાયેલા નેશનલ પાર્ક(દેવળિયા)ની અંદર ફરજ બજાવતા ફોરેસ્ટર ધીરૂભાઈ હમીરબાઈ ડાભી ઉં.વ.૪૫ પાર્કમાં પ્રવાસીઓને સિંહદર્શન કરાવી રહ્યા હતા ત્યારે, સિંહ પરિવારમાંથી એક સિંહણે તેમના પર ઓચિંતો હુમલો કરી દેતાં હાહાકાર મચી ગયો હતો. બનાવથી ડઘાઈ ગયેલા ડાભીના સાથી કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.

સિંહણે સતત દસ મિનિટ સુધી હુમલો ચાલુ રાખતાં તેમને સાથળ, પેટ સહિત સમગ્ર શરીર પર એક ઈંચથી વધુ ઊંડા ઘા પડી ગયા હતા. સાથી કર્મચારીઓએ ડાભીને બચાવવા માટે ધૂળની મુઠીઓ ભરીને સિંહણની આંખમાં ઝીંકવાનું શરૂ કરતાં સિંહણે ડાભીને પોતાના જડબાંની પકડમાંથી રેઢા મૂકયા હતા અને તે જંગલ તરફ નાસી ગઈ હતી.

ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં ધીરૂભાઈ ડાભીને તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. ડોકટરોએ સિંહણે ભરાવેલાં નહોર અને દાંતથી પડેલાં જખ્મો પર સારવાર કરીને વહેતું લોહી બંધ કરી દીધું હતું.

જો કે, પેટના ભાગે વધુ ઊંડા ઘા હોવાને પગલે તેને સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા. નેશનલ પાર્કમાં કર્મચારી પર હુમલો કર્યાની જાણ થતાં ડીએફઓ મણીશ્વર રાજા, આરએફઓ અપારનાથી સહિતના અધિકારીઓ કર્મચારીને સારવાર માટે તાલાલા લઈ આવ્યા હતા.

સિંહણે હુમલો શા માટે કર્યો?

પ્રવાસીઓને સલામત રીતે સિંહદર્શન કરાવતા કર્મચારીઓ પર સિંહણના હુમલાથી અનેક તર્ક-વિતર્ક થયા છે. છૂટા ફરતા સિંહ કરતાં શાંત પ્રકૃતિના ગણાતા દેવળિયા નેશનલ પાર્કના સિંહ પાછળથી હુમલો કરે એવી ઘટના જોવા મળી નથી, માટે વનવિભાગના અધિકારીઓની વાતમાં તથ્ય જણાતું નથી.

અગાઉ આવું બન્યું નથી : ડીએફઓ

ખાતાના ડીએફઓ રાજાએ જણાવ્યું હતું કે, બપોરના એક વાગ્યે ત્રણ કર્મચારીઓ નેશનલ પાર્કમાં પોતાના કામે વળગ્યા ત્યારે, સિંહણે પાછળથી આવીને એકાએક હુમલો કર્યોહતો. સામાન્ય રીતે સિંહો સાથે અમારો ઘરોબો હોવાને કારણે આ બનાવથી કર્મચારી ડઘાઈ ગયા છે. અત્યાર સુધીમાં કયારેય આવો હુમલો થયો નથી.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/26/0710262335_talala_sasan_gir.html

Sunday, October 21, 2007

Saturday, October 20, 2007

Photograph of the victim and Site.

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/Source: News Paper - Divyabhaskar Gujarati Daily, Rajkot Edition.

ગિર પૂર્વ, ટાસ્ક ફોર્સ અને ગિરનાર ડી.સી.એફ.ની જગ્યાઓ ખાલી.. ખાલી..

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

જૂનાગઢ,તા.૧૯ :
જયાં ગત માર્ચ માસમાં છ - છ સિંહોના શિકાર થયા હતા તેવા ગીર જંગલના પૂર્વ વિભાગની અતિ મહત્વની એવી નાયબ વન સંરક્ષકની જગ્યા ખાલી પડી છે. ઉપરાંત સિંહોના શિકાર કાંડ બાદ રચવામાં આવેલ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના વડા એવા ડી.એફ.ઓ.ની જગ્યા પણ ગિર પૂર્વ, ટાસ્ક ફોર્સ અને ગિરનાર ખાલી જ પડી છે.ગીર જંગલના પૂર્વ વિભાગમાં પાંચ સિંહોના થયેલા મૃત્યુની ઘટના બાદ આવા બનાવો બાબતે સરકાર કેટલી ગંભીર છે.? તેવો પ્રશ્ન કરતા સુત્રોના જણાવ્યા અનુસાર ગત માર્ચ માસમાં ગીર જંગલમાં છ - છ એશિયાઈ સાવજોનો ક્રુરતાથી શિકાર થયા બાદ સિંહોના સંરક્ષણ માટે ઉચ્ચ કક્ષાએથી સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને આ ફોર્સ ગીર જંગલમાં માત્ર ને માત્ર સિંહોનું રક્ષણ કરવાના હેતુથી કરાઈ છે. ફોર્સના વડા તરીકે નાયબ વન સંરક્ષક કક્ષાના અધિકારીની જગ્યા ઉભી કરવામાં આવી છે. અને નાયબ વન સંરક્ષકની આ જગ્યા માટે છેલ્લા ત્રણ માસ જેટલા સમયથી ઓર્ડર પણ થઈ ગયો હોવા છતા હજી સુધી જગ્યા પર અધિકારી હાજર થયા નથી.

બીજી તરફ ગીર (પૂર્વ) વન વિભાગના નાયબ વનસંરક્ષકની અતિ મહત્વની એવી જગ્યા પણ ખાલી જ પડી છે. આ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીની છેલ્લે સકકરબાગ ઝુ ની અપગ્રેડ કરાયેલી ડી.એફ.ઓ.ની જગ્યા પર બદલી કરવામાં આવ્યા બાદ આ અત્યંત સંવેદનશીલ એવી જગ્યાનો ચાર્જ મદદનીશ વન સંરક્ષકને આપવામાં આવ્યો છે.

વિશ્વભરમાં એકમાત્ર સ્થળે જયાં એશિયાઈ સિંહો બચ્યા છે એવા ગીર જંગલની ઉચ્ચ અધિકારીઓની બે - બે જગ્યા તથા ગિરમાંથી સ્થળાંતર કરીને જયાં છેલ્લા દોઢ દશકાથી સિંહો કાયમી વસ્યા છે તેવા ગિરનાર વન વિભાગમાં પણ નાયબ વન સંરક્ષકની જગ્યા ઘણા સમયથી ખાલી છે.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=29695&Keywords=Sorath%20gujarati%20news

ઈલેકટ્રીક કરંટથી તરફડતા બચ્ચાને બચાવા જતા ત્રણે સિંહણો પણ ભોગ બની ગઈ હશે

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

જૂનાગઢ,તા.૧૯
ગીર જંગલના ધારી પંથકમાં ફરી રહેલા નવ સિંહોના ગ્રુપમાંથી માત્ર ચાર બચ્ચાઓ જ વધતા શંકાના આધારે હાથ ધરેલી વનખાતાની કવાયતમાં બહાર આવેલ આ હત્યાકાંડ વિશે એક નિવૃત વન અધિકારીના જણાવ્યા અનુસાર વિજય વાયરોને અડકી જતા ઈલેકટ્રીક કરંટથી તરફડી રહેલા બચ્ચાઓને બચાવવા જતા ત્રણે સિંહણોનું પણ મૃત્યુ થયુ હોવુ જોઈએ.

આ વિશે વનખાતાના એક નિવૃત અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે શંકા વ્યકત કરતા જણાવ્યુ છે કે ૮ વિઘાના ખેતરે ફરતુ ચાલુ વિજપ્રવાહવાળા ગોઠવાયેલા વિજ વાયરોમાં અડકી જઈ તરફડી રહેલા બે બચ્ચાઓને માતૃભાવની લાગણીથી તણાઈને ત્રણે સિંહણોએ બચાવવાનો પ્રયાસ કર્યો હશે. પરંતુ માનવસર્જીત વિજ પ્રવાહથી અજાણ્યા એવા એ બે બચ્ચાઓની સાથે ત્રણે સિંહણો પણ ચાલુ વિજપ્રવાહ વાળા વાયરોને અડકી ગઈ હશે અને પાંચેયના તરફડી તરફડીને મૃત્યુ થયા હશે.

બીજી તરફ વનસુત્રોના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે પણ આજુબાજુમાં નજીકના સ્થળોએથી સિંહણો અને બચ્ચાઓના મૃતદેહો મળી આવ્યા હોવાથી કંઈક આવો જ બનાવ બન્યો હોવાની વાતને પુષ્ટી આપે છે.

સમગ્ર મામલો પ્રકાશમાં
આ વા પાછળ સુત્રોના જણાવ્યા અનુસાર ધારી પંથકમાં ત્રણ સિંહણો અને છ બચ્ચાઓ મળી કુલ નવ સિંહણોનું ગ્રુપ ફરી રહ્યુ હતુ. જેની જાણ વનખાતાને હતી. પરંતુ થોડા સમયથી માત્ર ચાર બચ્ચાઓ અચાનક જ એકલા નજરે પડતા અને વારંવાર ઘટનાસ્થળે જોવા મળતા વનખાતાએ બાકીના બચ્ચા અને સિંહણોને શોધવા કવાયત હાથ ધરી હતી. આ દરમ્યાન ઘટનાસ્થળ નજીક માખીઓ બણબણતી હોવાને લીધે અને તીવ્ર વાસને લીધે વનખાતાને શંકા જતા કરેલી તપાસમાં સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થવા પામ્યો છે.

એશિયાઈ સિંહોના ગિરના ખેડુતે વીજ શોકથી પાંચ સિંહોને મારી ખેતરમાં દાટી દીધા.

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

જૂનાગઢ,તા.૧૯ :
ગત તા.૩ માર્ચ અને ૩૦ માર્ચના રોજ વિશ્વ વિખ્યાત ગીર જંગલમાંથી છ એશિયાઈ સાવજોના શિકારની ખળભળાટ મચાવનારી ઘટનાઓનો પર્દાફાશ થયા બાદ આજે ગીર જંગલના ધારી નજીકના પ્રેમપરા ગામની સીમમાં એકી સાથે પાંચ - પાંચ સાવજોની હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા વધુ એક વખત સમગ્ર રાજયભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાડીમાં ગોઠવાયેલ ઈલેકટ્રીક વિજ વાયરોમાં ત્રણ સિંહણ અને બે બચ્ચાઓનું ઈલેકટ્રીક શોકથી તરફડી તરફડી મૃત્યુ થયા બાદ વાડીમાં જ દફનાવી દેવાની ઘટના બહાર આવી છે.વિશ્વભરમાં એકમાત્ર નિવાસ સ્થાન એવા ગીર જંગલમાં ગત માર્ચ માસમાં બબ્બે વખત ત્રણ - ત્રણ મળી કુલ છ સિંહોના શિકારની ચોંકાવનારી ઘટનાઓનો પર્દાફાશ થયા બાદ આજે પાંચ - પાંચ સિંહોની હત્યાની હચમચાવી દેનારી બહાર આવેલી ઘટના અનુસાર ગીર (પૂર્વ) વન વિભાગ હેઠળના ધારી ગામથી ૩ કી.મી. અને પ્રેમપરા ગામથી દોઢ કીમી દુર પ્રેમપરા ગામની સીમમાં ૮ વિઘાનું ખેતર ધરાવતા દુર્લભ શંભુ વાડોદરીયાના ખેતરમાંથી આઠ થી દસ વર્ષની ત્રણ સિંહણ અને ૮ થી ૧૦ માસના બે સિંહબાળ મળી કુલ પ સિંહોના મૃતદેહો જમીનમાંથી દટાયેલા અને સડેલા - દુર્ગંન્ધ
મારતા મળી આવતા વન ખાતામાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.ચાલુ ગિરના ખેડુતે વીજ શોકથી વિજ પ્રવાહવાળા ખેતર ફરતે બાંધવામાં આવેલા વિજ વાયરોમાં અડકી જતા ઈલેકટ્રીક શોક લાગવાને લીધે પાંચેય સિંહોનું મૃત્યુ થતા વનખાતુ પણ ચોંકી ઉઠયુ છે. ત્રણ સિંહણ અને છ બચ્ચા મળી કુલ નવ સિંહોના ગૃપમાંથી માત્ર ચાર બચ્ચાઓ વનખાતાની નજરે પડતા બાકીના સિંહોને શોધવાની હાથ ધરાયેલી કવાયત દરમ્યાન સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

સમગ્ર બાબત જાણમાં આવતા જ તાબડતોડ ઘટનાસ્થળે દોડી ગયેલા વનખાતાના કાફલાએ વાડીના શેઢે દાટી દેવાયેલા એક પછી એક એમ પાંચેય સિંહોના મૃતદેહો બહાર કાઢતા તમામના શરીર પર વિજ પ્રવાહથી બળી જવાના નિશાનો સ્પષ્ટ જોવા મળ્યા હોવાનું ઘટનાસ્થળેથી જાણવા મળ્યુ છે. તો જમીનમાં દાટી દેવાયેલ મૃતદેહો બહાર કઢાયા બાદ ૮૮ નખ કબ્જે લઈ લેવાયા હોવાનું વનખાતાના સુત્રોએ જણાવ્યુ છે. જો કે બે નખ ગુમ થઈ જવા પામ્યા છે જે કુદરતી રીતે ગુમ થયા હોવાનું વનવિભાગના સુત્રો જણાવી રહ્યા છે.

ત્રણ સિંહણો તથા એક નર અને એક માદા એમ બે સિંહબાળ મળી કુલ પાંચ સિંહોની ઈલેકટ્રીક શોક આપી હત્યાના પગલે વન સંરક્ષક (વન્ય પ્રાણી વર્તુળ) ભરત પાઠક, જૂનાગઢ દક્ષિણ રેન્જ આઈ.જી.પી.મોહન ઝા, નાયબ વન સંરક્ષક અને ઝુ અધિકારી વી.જે.રાણા સહીતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. બીજી તરફ ઘટનાની જાણ થતા જ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના ઉચ્ચ અધિકારીઓ સાથેના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી જઈ સમગ્ર મામલાની બારીકાઈથી તપાસ હાથ ધરી છે.

૮ વિઘાની વાડીમાં ફરતે શેઢામાં ગોઠવેલા વિજ વાયરોના વિજ પ્રવાહથી મૃત્યુ પામ્યા બાદ પાંચેય સિંહોના મૃતદેહોને ઘટનાસ્થળે જ દાટી દેનાર વાડીના માલીક દુર્લભ શંભુ વાડોદરીયાની વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ (વન્ય પ્રાણી સંરક્ષણ ધારો) સેકશન ૯ હેઠળ અટક કરી વનખાતાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દરમ્યાનમાં એકાદ અઠવાડીયા અગાઉ બનેલી ઘટના બાદ જમીનમાં દાટી દેવાયેલ ત્રણ સિંહણો અને બે બચ્ચાઓના મૃતદેહને આજે બહાર કાઢી ઘટનાસ્થળે જ તબીબોની પેનલ દ્વારા પી.એમ.કરી અગ્નિદાહ આપી દેવામાં આવ્યો છે. પાંચેય મૃતદેહો અત્યંત દુર્ગંન્ધ મારતા હોવાથી ખેતરમાં જ તમામને અગ્નિદાહ આપી દેવામાં આવ્યો છે.

અમારા અમરેલીના પ્રતિનિધિના જણાવ્યા મુજબ ધારી ગીર પૂર્વના એસ.એફ.જે.એસ. સોલંકીના જણાવ્યાનુસાર થોડા દિવસોથી જંગલ વિસ્તારમાંથી સિંહોનું ટોળુ ગાયબ થઈ જતા છેલ્લા ચાર દિવસથી વન વિભાગનો સ્ટાફ તેની શોધખોળમાં કામે લાગ્યો હતો અને તપાસ દરમ્યાન સિંહના મોતની શંકા દર્શાવતા એક ખેતરમાં તપાસ કરતા જમીનમાં ખાડા ખોદી દાટેલા મૃતદેહો મળ્યા હતા.

પ્રેમપરામાં રહેતા પટેલ ખેડૂત દુર્લભ ટપુભાઈ વાડદોરીયા એ પોતાની નવ વિધા જમીનમાં વાવેલ કપાસના પાકને જંગલી રોજથી રક્ષણ આપવા માટે ફરતે ઈલેકટ્રીક તાર ગોઠવ્યા હતા અને ગુમ થયેલા ૯ સિંહો પૈકીનું પાંચ સિંહોનું એક ઝુંડ આ તારને અડકી જતા તમામના મુત્યુ નિપજયા હતા આ વાતથી ગભરાયેલા ખેડૂત દુર્લભે પોતાના ખેતરમાં મુત્યુ પામેલ ત્રણ સિંહણ અને બે સિંહ બાળને અલગ-અલગ સ્થળે ખાદા ખોદી દાટી દીધા હતા. તે ઘટનાને આઠેક દિવસ વિત્યાનુ જાણવા મળ્યુ છે.

Source:http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=20&NewsID=29692&Keywords=Sorath%20gujarati%20news

સૌરાષ્ટ્રમાં પાંચ સિંહોની હત્યાથી ખળભળાટ.

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

ગાંધીનગર, શુક્રવાર
સમગ્ર વિશ્વમાં દુર્લભ અને ગુજરાતનું ગૌરવ એવા સિંહોનાં શિકારનો વધુ એક કિસ્સો ગુજરાતમાં નોંધાયો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પ્રેમપરા ગામે ખેતરમાં પાંચ જેટલા સિંહોનાં ખેતરમાં દાટેલા મૃતદેહો શોધી કઢાયા છે. પ્રાથમિક તપાસ મુજબ માત્ર ચાર કે પાંચ દિવસ પહેલાં જ આ સિંહોની હત્યા કરાઈ હોવાનું માલૂમ થયું છે. પાંચેય સિંહોની હત્યા ઇલેક્ટ્રિક શોર્ટ આપી કરવામાં આવી છે. સિંહોના મૃતદેહ ઉપર ઇલેક્ટ્રિક કરન્ટ આપી હત્યા કરાઈ હોવાનાં સ્પષ્ટ ચિહ્નો મળી આવ્યા છે. સિંહોના મૃતદેહ ઉપરાંત ખેતરમાં જ દાટેલા સિંહોના નખ અને દાંત પણ કબજે કરાયા છે. દરમિયાન એક શખસની ધરપકડ કરવામાં આવી છે. જેણે ગુનાની કબૂલાત કરી છે.

અગાઉ એપ્રિલ મહિનામાં ગીરનાં જંગલમાં માત્ર એક જ મહિનામાં ૮ જેટલા સિંહોની હત્યા કરાઈ હતી.

આ સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે ગીર જંગલમાં જઈ સિંહો માટે રૂા. ૪૦ કરોડનો એક્શન પ્લાન જાહેર કર્યો હતો. સરકાર દ્વારા એવી પણ જાહેરાત કરાઈ હતી કે ગુજરાતમાં હવે એક પણ સિંહનો શિકાર નહિ થવા દેવાય. જેને છ મહિના વિત્યા બાદ ફરી પાંચ જેટલા સિંહોની હત્યા થતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

વન વિભાગના સચિવ પ્રદીપ ખન્નાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સવારે પાંચ જેટલા સિંહોના મૃતદેહો ખેતરમાં દાટેલા મળી આવ્યા છે. આ ઘટના સંદર્ભે દુર્લભ વાડદોરિયા નામના શખસની ધરપકડ કરી છે. જેણે ગુનાની કબૂલાત કરી લીધી છે.

અત્યારે વધુ તપાસ-પૂછપરછ ચાલી રહી છે. સિંહોનું પોસ્ટમોર્ટમ કરાઈ રહ્યું છે. પ્રાથમિક તપાસ પરથી વીજકરંટ દ્વારા આ સિંહોની હત્યા કરાઈ હોવાનું માલૂમ પડયું છે. પાંચ સિંહો પૈકી બે બાળસિંહ અને ત્રણ માદા સિંહો હતી. પ્રદીપ ખન્નાએ જણાવ્યું હતું કે વિદ્યુત બોર્ડ સાથે પરામર્શ ચાલુ છે. આ ઘટનામાં ખુલ્લા વાયર રાખવા બદલ જીઈબીને પણ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ખાસ ટીમો ઘટના સ્થળે દોડાવાઈ છે.

*
ઇલેક્ટ્રિક શોક આપી હત્યા કરાયાની શંકા
*
એક શખસની ધરપકડ
*
સિંહોના નખ અને દાંત પણ ખેતરમાં દટાયેલા હતા
*
એપ્રિલ ૨૦૦૭માં સિંહબાળ સહિત ૮ સિંહોની નિર્મમ હત્યા થઈ હતી

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=29670&Keywords=Lion%20Ahmedabad%20city%20gujarati%20news

સિંહબાળના આક્રંદથી ઘટનાનો ભેદ ખુલ્યો.

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Dhari/Amreli
Saturday, October 20, 2007 00:00 [IST]

માતા અને સંતાન વરચેના સંબંધની સંવેદના મનુષ્ય કરતા પણ પ્રાણીઓમાં વિશેષ હોય તેવું વધુ એક વખત ધારીના પ્રેમપરામાં બે સિંહબાળ અને ત્રણ સિંહણની હત્યાના બનાવમાં જોવા મળ્યું છે. પ્રથમ ત્રણ સિંહણ વીજપ્રવાહ પસાર થતા ફેન્સિંગનો ભોગ બન્યા બાદ વાડી માલિકે ત્રણેયનો મૃતદેહ જમીનમાં દાટી દીધો હતો.

એ પછી માતાના વિયોગમાં ઝૂરતા બે સિંહબાળ આ જગ્યાની આસપાસ જ કલ્પાંત કરતા હોવાનું કેટલાક લોકોએ જોયું હતું. મોડીસાંજે પોલીસે ખેડૂત સહિત ચારની ધરપકડ કરી હતી.

પ્રેમપરામાં પાંચ સિંહની હત્યાનો બનાવ જેટલો આઘાતજનક છે એનાથી પણ વધુ કરુણતા એ છે કે, વાડીમાલિકે કરેલા વીજ ફેન્સિંગમાં પ્રથમ ત્રણ સિંહણ મૃત્યુ પામી હતી. આ ત્રણેય સિંહણના મૃતદેહને વાડીમાલિક દુર્લભજી વાડદોરિયાએ વાડી ફરતે અલગ અલગ જગ્યાએ ખાડો ખોદી દાટી દીધા હતા. આ ત્રણ સિંહ પૈકી બે સિંહણના બરચા માતાની શોધમાં આક્રંદ કરતા આ જ વિસ્તારમાં ભટકતા હતા.

માતાના વિયોગમાં આકુળ વ્યાકુળ થયેલા બન્ને સિંહબાળ ઘટનાસ્થળ નજીક આવતા ગંધ પારખી જે જગ્યાએ માતાને દાટી હતી ત્યાં આસપાસમાં જ ઘુમરી મારતા કેટલાક ગ્રામજનોએ પ્રત્યક્ષ નિહાળ્યું હતું. જો કે, બે-ત્રણ દિવસથી આ બન્ને બરચા જોવા મળ્યા ન હતા.

બાદમાં લાપતા બનેલા પાંચેય

સાવજોના સગડ મેળવવા વનઅધિકારીઓએ આ વિસ્તારમાં તપાસ કરતા ઉકત હકીકત જાણવા મળી હતી. આ હકીકતના આધારે વાડીમાલિક દુર્લભજીની પૂછપરછ કરતા વનઅધિકારીઓને શંકા ગઇ હતી. બાદમાં ઉલટ તપાસમાં તેણે બે સિંહબાળ અને ત્રણ સિંહણની હત્યાની સિલસિલાબંધ વિગતો કબૂલી હતી.

આ ઘટના બહાર આવ્યા બાદ પોલીસે પણ મોડીસાંજે પોતાની કામગીરી શરૂ કરી દીધી હતી અને આરોપી ખેડૂત સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ ચકચારી બનાવના પગલે આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ ભારે અરેરાટીની લાગણી પ્રસરી જવા પામી છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/20/0710200001_lioness_cub_death.html

ધારી નજીક ત્રણ સિંહણ અને બે સિંહબાળની હત્યા

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Dhari/Amreli
Friday, October 19, 2007 23:26 [IST]વાડી ફરતે વીજ પ્રવાહવાળી ફેન્સિંગને અડકી જવાને કારણે પાંચ સાવજ મોતને ભેટતા હાહાકાર: વાડી માલિકની ધરપકડ

dhariધારીથી ચાર કિલોમીટર દૂર પ્રેમપરા નજીક એક ખેડૂતે પાકના રક્ષણ માટે પોતાની વાડી ફરતે ગોઠવેલા વીજ પ્રવાહવાળા વાયરની ફેન્સિંગને સ્પર્શ કરવાને કારણે વીજશોક લાગવાથી ત્રણ સિંહણ અને બે સિંહબાળના મૃત્યુ થયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા વનખાતુ તથા વન્ય પ્રાણીપ્રેમીઓ સ્તબ્ધ બની ગયા છે.

અગાઉ ગીર અભયારણ્યમાં મોટી સંખ્યામાં સાવજોના શિકાર થયા પછી એકસાથે વધુ પાંચ સાવજોના મૃત્યુ થતા હાહાકાર મચી જવા પામ્યો છે. બનાવની જાણ થતા વનખાતાના સ્થાનિક તથા ઉરચ અધિકારીઓ અમરેલી જિલ્લા પોલીસવડા તથા મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. વાડીના માલિક સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે અને જમીનમાં દાટેલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

ધારી-ગીર (પૂર્વ) વન કચેરીના સરસિયા રેન્જ હેઠળ આંબરડી બીટ વિસ્તારમાં ધારી-બગસરા રોડ ઉપર વાડી ધરાવતા ખેડૂત દુર્લભભાઇ ટપુભાઇ વાળોદરિયાએ પોતાની સાત વિઘાની ખેતીની જમીનમાં વાવેલ કપાસના પાકને વન્ય પ્રાણીઓ નુકસાન ન કરે એ માટે વાડી ફરતે ગોઠવેલ લોખંડના વાયરની ફેન્સિંગમાં ઇલેકિટ્રક પ્રવાહ વહેતો મુકયો હતો.

આ વિસ્તારમાં અઠવાડિયા પહેલાં લગભગ ૧૦ સિંહનું એક ટોળું આવી ચડયું હતું. તે પૈકીના ત્રણ સિંહણ અને બે સિંહબાળ વીજ પ્રવાહવાળી ફેન્સિંગને અડી જતા વીજશોક લાગવાને કારણે ઘટનાસ્થળ ઉપર જ તરફડી તરફડીને મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ વાડી માલિકે વાડી ફરતે અલગ અલગ જગ્યાએ ખાડા ખોદી મૃતદેહો દાટી દીધા હતા.

બીજી તરફ આ વિસ્તારમાં ૧૦ સિંહોને બદલે ઓછા સાવજો નજરે પડતા વનખાતાને શંકા ગઇ હતી. અને વનખાતાએ કરેલી તપાસ દરમિયાન સાવજના મૃતદેહ જે જગ્યાએ દાટવામાં આવ્યા હતા એની આસપાસ સિંહબાળ આકુળ-વ્યાકુળ થઇ જમીન ખોદતા હોવાનું ¼શ્ય કેટલાક ગ્રામજનોએ નીહાળ્યું હતું. એ વાતની વનખાતાના અધિકારીઓને જાણ થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને શંકા ઉપરથી વાડી માલિક દુર્લભભાઇ વાડોદરિયાની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં સિંહોની સામુહિક હત્યાની આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.

સાવજોની હત્યા થયાનું ખુલ્યા પછી ધારી ગીર (પૂર્વ)ના ઇન્ચાર્જ વન અધિકારી જે.એસ. સોલંકી, મામલતદાર અમિત જોશી, અમરેલી જિલ્લા પોલીસવડા જોટંગિયા, ધારીના પીએસઆઇ ગોહિલ વગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને વાડી માલિકને સાથે રાખીને ખોદકામ કરતા ત્રણ સિંહણ તથા બે સિંહબાળના અંશત: કોહવાઇ ગયેલા મૃતદેહો મળી આવ્યા હતા. વનખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ મૃતદેહોમાંથી કુલ ૯૦ નખ હોવા જોઇએ તેને બદલે ૮૮ નખ મળ્યા છે. બે નખ ગાયબ છે.

સામુહિક હત્યાના આ બનાવમાં વાડી માલિક દુર્લભભાઇ ટપુભાઇ વાડોદરિયાની તથા મદદગારી બદલ પરસોતમભાઇ વાડોદરિયા, ભલાભાઇ ખીમાભાઇ ભરવાડ તથા રવજીભાઇ છગનભાઇ હિરાણીની ધરપકડ કરવામાં આવી છે અને આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બનાવને પગલે વન સંરક્ષક ભરત પાઠક મોડી સાંજે ધારી દોડી ગયા હતા.

સાવજોની હત્યાના આ કિસ્સામાં ભારતીય વન સંરક્ષક ધારા ૧૯૭૨ની કલમ ૫૧ની જોગવાઇ હેઠળ આરોપીને સાત વર્ષની કેદ અને ૧૦ હજાર રૂપિયાનો દંડ કરી શકવાની જોગવાઇ છે. ધારીના પ્રેમપરામાં એકસાથે પાંચ-પાંચ સાવજોની હત્યા થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના બાદ એ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો હતો.

અને થોડીવાર માટે લોકોને ત્યાં જતા અટકાવવામાં આવ્યા હતા. હત્યાના આ બનાવ અંગે પ્રારંભે તો સિંહોના શિકાર થયાની અફવા ઉડતા ભારે ઉત્તેજના વ્યાપી ગઇ હતી અને ગીર અભયારણ્યમાં પણ સન્નાટો ફેલાઇ ગયો હતો.

વીજ થાંભલેથી ડાયરેકટ જોડાણ લેવાયેલું હતું

વાડી માલિક દુર્લભભાઇ વાડોદરિયાએ વીજ થાંભલેથી ડાયરેકટ લંગરિયું નાખી લાકડાના પોલ ગોઠવી અને લોખંડના વાયરમાં ઇલેકિટ્રક પ્રવાહ વહેતો કરી દીધો હતો. ધારીના જીઇબીના અધિકારી જાવિયા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. વીજ માલિક સામે વીજચોરીનો ગુનો પણ નોંધવામાં આવશે.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/19/0710192330_dhari.html

Monday, October 8, 2007

Aaj Nu Aushadh.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

પથ્યપાલન
આયુર્વેદના મહર્ષિ લોલિંબરાજ પથ્યપાલન વિશે લખે છે કે,
વિનાપિ ભૈષજૈર્વ્યાધિ પથ્યાદેવ નિવર્તતે । ન તુ પથ્યવિહીનસ્ય ભૈષજાનાં શતૈરપિ ।।
પથ્યે સતિ ગદાર્તસ્ય કિમૌષધનિષેવણૈ । પથ્યેઙસતિ ગદાતેસ્ય કિમૌષધનિષેવણૈ ।।
એટલે કે, પથ્યપાલન કરનાર રોગીનો રોગ ઔષધિ વિના દૂર થાય છે, પણ પથ્યહીન રોગીનો રોગ સેંકડો ઔષધિ લેવા છતાં જશે નહીં. જો પથ્યપાલન કરવામાં આવે તો ઔષધિ લેવાનું કામ જ શું છે ? તાત્પર્ય રોગ સહજ દૂર થઈ જશે, પરંતુ જો રોગી પથ્યપાલન નહીં કરે તો ઔષધિ લેવાથી ફળ શું ? તાત્પર્ય એ કે ઔષધિ નકામી જ જશે. (જેવી રીતે લાકડાના સમૂહમાં પડેલો અગ્નિ અંતે ગંભીર રૂપ ધારણ કરે છે તેમ અપથ્ય સેવનથી રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે).

Sunday, October 7, 2007

સિંહોનું વેકેશન પૂર્ણ : ગીર અભયારણ્ય તથા દેવળીયા પાર્ક પ્રવાસીઓ માટે ૧૬મીથી ખુલ્લું થશે

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

જૂનાગઢ,તા.૫
સિંહોના સંવનનકાળ અને ચોમાસાની ઋુતુને ધ્યાને લઈ ગત તા.૧૬ જુનથી પ્રવાસીઓ માટે બંધ કરાયેલ એશિયાઈ સિંહોના વિશ્વભરના એક માત્ર નિવાસસ્થાન ગીર અભ્યારણ્ય અને દેવળીયા પાર્ક આગામી તા.૧૬ ઓકટોબરથી પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવશે. ખુલ્લા જંગલમાં મુકત અને વિહરતા જંગલના રાજા અને શિયાળાની મૌસમમાં હજ્જારો કિ.મી. દુરથી ગીર જંગલના પ્રવાસે આવતા અવનવા પક્ષીઓ આગામી દિવાળીના વેકેશન માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.દુનિયાભરમાં એશિયાઈ સિંહો જયાં વસવાટ કરે છે એવા સોરઠના ગીર અભ્યારણ્યને દર વર્ષની માફક આ વર્ષે પણ ગત તા.૧૬ જુનથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યુ હતુ. ચોમાસાની ઋુતુ અને સિંહોના સંવનન કાળના સમયને લીધે વનરાજાને ખલેલ ન પહોંચે અને મુકતમને પ્રકૃતિ વચ્ચે વિહરી શકે તે માટે ગીર અભ્યારણ્ય અને દેવળીયા નેશનલ પાર્કને ચાર માસ માટે બંધ કરી વનરાજોનું વેકેશન પાડી દેવામાં આવે છે. આ વેકેશન આગામી તા.૧૬ ઓકટોબરના રોજ પૂર્ણ કરી ગીર અભ્યારણ્ય અને દેવળીયા નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવનાર હોવાનું સાસણના નાયબ વન સંરક્ષક (વન્ય પ્રાણી વર્તુળ) એસ.મનિશ્વર રાજાએ જણાવ્યુ.

ે૧૪૧ર કી.મી. જેટલા વિસ્તારમાં ફેલાયેલ ગીર અભ્યારણ્યના દેવળીયા નેશનલ પાર્કનું પ્રવાસીઓમાં અનેરૂ આકર્ષણ રહે છે. નયનરમ્ય કુદરતી સૌંદર્ય ધરાવતા આ પાર્કના અંદરના રસ્તાઓના વનરાજ રોડ, ચિંકારા રોડ, ચિતલ રોડ, સાબરરોડ અને વાઇલ્ડ બોર રોડ જેવા નામો આપવામાં આવ્યા છે. અને વાઇલ્ડ લાઈફના ખજાનારૂપ એવા આ પાર્કમાં સિંહ ઉપરાંત સાબર, હરણ, નીલગાય, ચોશિંગા, ચિતલ, સસલા, વાનર જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે.પ્રવાસી પક્ષીઓ વિશે વનસંરક્ષક (વન્ય પ્રાણી વર્તુળ) ભરત પાઠકના જણાવ્યા અનુસાર ઉતર ભારતમાંથી શિયાળાની શરૂઆતમાં નયનરમ્ય રોલર ઈન્ડીયન, કાશ્મીર રોલર ગીરમાં આવે છે.

તો લોકગીતોમાં વણાયેલ અને જેનાથી દરેક પરિચિત જ છે એવા કુંજ પક્ષી પણ સાઈબેરિયા તથા મધ્ય યુરોપમાંથી આવે છે અને દિવાળીના ઘોડા તરીકે ઓળખાતા ચારેક જાતીના પક્ષીઓ ઉપરાંત સતત પુંછડી હલાવતો થરથરો અને જુદા જુદા પ્રકારની બતકો પણ ગીર અભ્યારણ્યમાં આવી પહોંચશે. તો પટાઈ અને ગરૂડ જેવા માંસાહારી પક્ષીઓ પણ મહેમાન બને છે.ત્યારે સિંહોનું વેકેશન સમાપ્ત થતા જ નવા લીલાછમ્મ રૂપરંગ સજીને તૈયાર થયેલ પ્રકૃતિમાં વિહરતા વનરાજો તથા શિયાળાના મહેમાન પક્ષીઓ પ્રવાસીઓ માટે દિવાળીના વેકેશનને કંઈક ઔર જ બનાવી દેશે.અત્રે ઉલ્લેખનીય છે કે ૧૪૧ર કી.મી.માં પથરાયેલ ગીર અભ્યારણ્યમાં ર હજાર પ્રકારના જીવ જંતુઓ તેમજ ૩૧૦ પ્રકારના પક્ષીઓ, ૩૮ જાતના સરિસૃપ અને ૩૭ પ્રકારના સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે તથા પાંચસોથી વધુ પ્રકારની વનસ્પતિઓ ઉગે છે. જેમાં ૧૯ અતિ દુર્લભ વનસ્પતિઓનો સમાવેશ થાય છે અને કમલેશ્વર, રાવલ, મચ્છુન્દ્રી તથા શીંગોડા નામના ચાર ડેમો પ્રકૃતિને વધુ નિખારે છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=20&NewsID=26515&Keywords=Sorath%20gujarati%20news

Aaj Nu Aushadh.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

અગર-૨
ઉત્તમ ઔષધ અગરને મહર્ષિ ચરકે શરદી અને ખાંસીનો નાશકર્તા માનેલ છે. સુશ્રુત લખે છે કે, અગર વાયુ અને કફનાશક, શરીરનો રંગ સુધારનાર, ખંજવાળ અને કોઠ તથા ચામડીના રોગોનો નાશકર્તા માનેલ છે. અગરની લાકડીનાં નાનાં ટુકડાઓ પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી તાવમાં લાગતી વારંવારની તરસ ઓછી થાય છે. એને વાય-એપીલેપ્સી, ઉન્માદ, અપસ્મારમાં પરમોપયોગી ગણે છે. એ ગરમ પ્રકૃતિવાળાને હાનિકારક છે. આધુનિક મત પ્રમાણે તે વાતવાહિનીઓને ઉત્તેજક છે. વાતરક્ત અને આમવાતમાં તે અપાય છે. અગર અને ચંદનની ભૂકી સરખે ભાગે મિશ્ર કરી આખા શરીરે ચોળવાથી શરીરની આંતરિક ગરમીનું શમન થાય છે. અગર, ચંદન અને લીમડાની છાલનું સરખા ભાગે ચૂર્ણ કરી તેનો પાણીમાં બનાવેલો લેપ કરવાથી સોજા અને સાંધાનો દુખાવો મટી જાય છે.

Thursday, October 4, 2007

પર્યાવરણ જયોત જનજાગૃતિ યાત્રાને ઠેર ઠેર મળતો આવકાર

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Bhuj
Thursday, October 04, 2007 00:33 [IST]

વૃક્ષો અને જંગલોનું સંરક્ષણ અને સંવર્ધન કરવું એ માત્ર વનવિભાગની નહીં પરંતુ એક નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે.

એ હેતુથી આ વિચારને લોકો સુધી પહોંચાડવા અને લોકોમાં તે અંગે જાગૃતિ ઊભી થાય તે માટે કરછ નવનિર્માણ અભિયાન અને તેની સંલગ્ન સંસ્થાઓ તેમજ વનવિભાગ, કરછ દ્વારા સંયુકત રીતે તા.૧ થી ૫ ઓકટોબર સુધી મોટા યક્ષથી માતાના મઢ સુધી ‘પર્યાવરણજયોત જનજાગૃતિ યાત્રા’ નું આયોજન કરાયું છે. જેમાં અનેક પર્યાવરણ પ્રેમી લોકો ઉત્સાહભેર જૉડાયા છે.

આ યાત્રાનો પ્રારંભ ૧ ઓકટોબરે રાત્રે યક્ષના મેળા કરાયો હતો. આ દિવસે યક્ષનાં મેળામાં આવતી વિશાળ જનમેદની સુધી વૃક્ષ અને જંગલોના સંરક્ષણ અને સંવર્ધનનો આ સંદેશ પહોંચાડવા માટે લોકડાયરા અને શેરીનાટક જેવા માઘ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સંસ્થાઓ અને વનવિભાગમાંથી ૫૦ થી વધારે લોકો હાજર રહ્યા હતા.

૨ ઓકટોબરે સવારે મોટા યક્ષથી પર્યાવરણ સંદર્ભેના વિવિધ બેનરો અને અર્થસભર સૂત્રો લખેલી યાત્રા પલીવાડ તરફ આગળ વધી હતી. જેની આગેવાની વનવિભાગના મીના અને અભિયાનના સભ્યસચિવ લીલાધર ગડાએ લીધી હતી.

આ પ્રસંગે વનવિભાગના અધિકારી ગુર્જરે લોકોને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું અને વòક્ષોનું જે આડેધડ નિકંદન થઇ રહ્યું છે, તેને અટકાવવા અનુરોધ કર્યોહતો. શેરી નાટક ‘સાંભળો વૃક્ષની વાત’ રજૂ કરાયું હતું. કાર્યક્રમના અંતમાં ગામલોકોને વòક્ષોનું રક્ષણ અને જતન કરવાની પ્રતિજ્ઞા લેવડાવીને યાત્રાએ આણંદપર તરફ પ્રયાણ કર્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/04/0710040037_environment.html

ગિરનારનો પરિક્રમાનો માર્ગ ધોવાઈ ગયો: વનવિભાગ દ્વારા મરામત શરૂ

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Junagarh
Thursday, October 04, 2007 02:49 [IST]

ચોમાસામાં ભારે વરસાદને પગલે માર્ગોનું સંપૂર્ણપણે ધોવાણ

ગરવા ગઢ ગિરનારની પાવન પરિક્રમા આગામી દિવાળી બાદ શરૂ થનાર છે ત્યારે ચોમાસામાં એકધારા અને ભારે વરસાદને પગલે પરિક્રમાના માર્ગોસંપૂર્ણપણે ધોવાઇને રસ્તામાં ૨ થી ૩ ફૂટના ખાડા પડી ગયા બાદ વન વિભાગે આ માર્ગોની મરામત અત્યારથી જ શરૂ કરી દીધી હતી.

ગત ચોમાસા દરમ્યાન ૩ થી ૪ વખત વરસાદની હેલી આવી.જેમાં રિગનારના જંગલમાં આ વખતે ધીમી ધારે નહીં પરંતુ એકધારો ભારે વરસાદ થતાં સરકયુલર તેમજ પરિક્રમાના રૂટમાં ભારે ધોવાણ થયું છે. હાલ આ માર્ગોપરથી પસાર થતાં રસ્તા ઉપર નહીં પરંતુ કોઇ વોકળામાં ચાલતા હોઇએ તેવો અનુભવ થાય. તેમાંયે ઇંટવા ઘોડીના માર્ગ ઉપર બે ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. તો કયાંક ઊંચેથી શીલાઓ ગબડીને રસ્તા પરથી આવી ગઇ છે. રસ્તા ઉપર માટીનું નામોનિશાન નથી દેખાતું આ માર્ગ ઉપરથી લાખો યાત્રાળુઓ પસાર થઇ જ શકે તેમ નથી. પરિણામે વન વિભાગ દ્વારા આ વખતે અત્યારથી જ માર્ગોનું રીપેરીંગ શરૂ કરી દેવાયું છે.

આ અંગે ઉત્તર ડુંગર રેન્જ હેઠળની આ બીટનાં ગાર્ડનાં કહેવા મુજબ ભારે વરસાદનાં દિવસે ઇંટવા ઘોડી ઉપર કમરડૂબ પાણી હતાં. જયારે આર.એફ.ઓ. એસ.કે.જાડેજાના કહેવા મુજબ અગાઉનાં વષ્ાર્ોમાં ચોમાસા બાદ માર્ગોની મરામત માટે માત્ર માટી કામ જ કરવાનું રહેતું. અને તેથી રિપેરિંગ દશેરા બાદ શરૂ થતું અને વીસેક દિવસમાં પૂર્ણ થઇ જતું. પરંતુ અત્યારે છે એવું ધોવાણ ભૂતકાળમાં કયારેય નહોતું થયું.

માર્ગોતો ઠીક રસ્તામાં આવતા સિમેન્ટ કોંક્રીટના કોઝવે પાણીના તેમજ ગબડતી શીલાના મારથી તૂટી ગયા છે. ઠેકઠેકાણે રસ્તાની ધારે આવેલા વૃક્ષો ગબડતી શીલાઓને લીધે ધરાશાયી થયાં છે. જૉ કે, ગિરનારના જંગલમાં અન્યત્ર કરતા વૃક્ષોની ગીચતા વધુ હોઇ વરસાદનાં પ્રમાણમાં ધોવાણ ઓછું હોવાનું એ.સી.એફ. બી.ટી.ચઢાસણિયાએ જણાવ્યું છે. વન વિભાગે પરિક્રમાના માર્ગોની મરામત શરૂ કરી દીધી છે. પરંતુ પરિક્રમા સુધીમાં રસ્તો સંપૂર્ણ પણે તૈયાર કરવામાં વન વિભાગને રાત-દિ એક કરવા પડે તો નવાઇ ન કહેવાય.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/04/0710040251_girinar_parikrama_janagarh.html

ગીરના સિંહોની સુરક્ષા માટે આર.એફ.ઓ.ની જગ્યા ભરવી જરૂરી

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

તાલાલા, તા.૩
ગીરના સિંહોની સુરક્ષા માટે ખાલી પડેલ આર.એફ.ઓ.ની જગ્યા ત્વરીત ભરવા પ્રાણી અને પર્યાવરણ પ્રેમીઓમાંથી પ્રબળ માગણી ઉઠવા પામી છે.

ગીરના જંગલ અને જંગલમાં રહેતા સિંહોની સુરક્ષા માટે કોઈ કચાસ રાખવામાં નહીં આવે. સિંહોની હત્યા બાદ સાસણગિર ખાતે દોડી આવેલ મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા વનસચિવએ સાસણ ગિર ખાતે જ આ જહેમત કરી હતી. આ મુલાકાત દરમ્યાન વનસચિવએ સૌ પ્રથમ ગીર અભ્યારણ્યમાં આર.એફ.ઓ.ની ખાલી પડેલ જગ્યા ઉપર તુરંત પોસ્ટીંગ કરવાની કડક સુચના આપી. છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન વનપાલ સ્વર્ગમાંથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વર્ગમાં બઢતી આપવા તૈયાર થયેલ યાદી પૈકી ગીરના જાણકાર અને અનુભવી સ્ટાફ ગિરની મહત્વની જગ્યાઓ ઉપર ફરજ બજાવી શકે માટે સરકારએ ૬પ રેન્જ ફોરેસ્ટ ઓફિસરના પ્રમોશન આપવા મંજુરી પણ આપી દીધી હતી અને ગીર અભ્યારણ્યમાં ખાલી પડેલ જગ્યાઓ તાત્કાલિક અસરથી ભરવી તેવી વન વિભાગને ગત મે માસમા સુચના પણ આપવામાં આવેલ છે. છતા પણ આજ સુધી આ અંગે પરીણામલક્ષી કાર્યવાહીના અભાવે ગીર અભ્યારણ્યની રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ખાલી પડેલ જગ્યાઓ ઉપર પોસ્ટીંગ થતુ નથી.

ગીરમાં ખાલી પડેલ જગ્યા ઉપર પોસ્ટીંગ આપવા સરકાર દ્વારા તમામ મંજુરી પછી પણ ડીપાર્ટમેન્ટ તરફ ગોકળ ગાયની ગતિએ કાર્યવાહી થતી હોય વનવિભાગ સામે પર્યાવરણ અને પ્રાણી પ્રેમીઓમા કચવાટ ફેલાયેલ છે. આવી જ રીતે સિંહોના રક્ષણ માટે મહત્વની જગ્યા ઉપર તુરંત પોસ્ટીંગ આપવા સરકાર તરફથી સ્પષ્ટ સુચના સાથે પ્રમોશન આપવા મંજુરી આપતા વન વિભાગમાં છેલ્લા રપ-રપ વર્ષથી સેવાઓ આપતા વનપાલ અને બીડગાર્ડ કર્મચારીઓમાં પણ બઢતી મળવાનુ નવુ આશાનું કિરણ જોવા મળતુ હતુ પણ ડીપાર્ટમેન્ટની ઢીલી નિતિને કારણે નાના કર્મચારી પણ નિરાશ થઈ ગયા છે. ગુજરાતમાં આશરે ૧રપ જેટલી રેન્જ ફોરેસ્ટ ઓફિસરની જગ્યાઓ ખાલી પડેલ છે. તે પૈકી સરકાર તરફથી ૬૫ જગ્યાઓ પ્રમોશન આપી ભરવા મંજુર થઈ આવેલ જેને પણ છ માસ ઉપરનો સમય થવા છતાં આ પ્રમોશન આપી મહત્વની જગ્યાઓ ભરવાની કોઈ કાર્યવાહી વનવિભાગ તરફથી શા માટે થતી નથી? આ અંગે ત્વરીત તપાસ કરી સિંહોની સંપૂર્ણ સુરક્ષા માટે સરકાર દ્વારા બનાવેલ ખાસ યોજના અંતર્ગત ગિર અભ્યારણ્યની આર.એફ.ઓ.ની મહત્વની ખાલી જગ્યા ઉપર તુરંત પોસ્ટીંગ આપી સિંહોની સુરક્ષા માટે શરૂ કરેલ ઝૂંબેશ યથાવત જાળવી રાખવા પર્યાવરણ અને પ્રાણી પ્રેમીઓમાંથી પ્રબળ માંગણી ઉઠી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=20&NewsID=25969&Keywords=Sorath%20gujarati%20news

Aaj Nu Aushadh.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

અગથિયો-૧
આયુર્વેદિય ઔષધ અગસ્ત્યને આપણે 'અગથિયો' કહીએ છીએ. આ અગથિયાનાં વૃક્ષો ઘણાં જ મોટાં થાય છે અને બાગાયત-કેળવેલી જમીનમાં તેને ઉગાડી શકાય છે. રાતા અને ધોળા ફૂલોવાળી અગથિયાની બે જાત થાય છે. એનાં પર્ણો આમલીનાં પર્ણો જેવાં નાનાં અને સામસામા હોય છે. એને ફૂલો અને શિંગો આવે છે. ફૂલનાં વડાં, ભજિયાં અને શાક થાય છે. એનાં પાંદડાંની પણ ભાજી થાય છે. એનાં વૃક્ષોનું આયુષ સાતથી આઠ વર્ષનું જ હોય છે. ગુણોની દૃષ્ટિએ અગથિયો રૂક્ષ, શીતળ, ત્રિદોષનાશક અને મધુર છે. ઉધરસ, કફ, શ્રમ, વૈવર્ણ્ય, ચોથિયો તાવ અને પિત્તને શાંત કરે છે. એનાં ફૂલ કડવા, તુરા, થોડા શીતળ અને વાયુ કરનાર છે. સળેખમ અને રતાંધળાપણું દૂર કરે છે. એનાં પર્ણો અને ભાજી તીખી, કડવી, કૃમિ, કફ, ખંજવાળ મટાડે છે.

Tuesday, October 2, 2007

તાલાલા પંથકમાં રૂા. એક કરોડના વિકાસ કામોનું લોકાર્પણ- ખાતમૂહુર્ત

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

તાલાલા, તા.૧
તાલાલા પંથકમાં બે દિવસમાં રૂા. એક કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત મહેસુલ મંત્રીના હસ્તે થયુ હતુ આ તકે ગીર પંથકના ધારાસભ્ય, સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજયમાં માત્ર શહેરોનો જ વિકાસ નહી પરંતુ છેવાડાના ગામોમાં પણ પ્રાથમિક સુખાકારી તમામ સુવિધાઓ રાજય સરકાર દ્વારા ઉપલબ્ધ કરી સમગ્ર રાજયનો સર્વાગી વિકાસ હાથ ધરવાની નેમ આ સરકારની છે. તેમ મહેસુલ રાજયમંત્રી કૌશીકભાઈ પટેલે તાલાલા તાલુકાના ગુંદરણ,રાતીધાર,હડમતિયા, મંડોરણા, આંકોલવાડી અને આંબળાશ અને બોરવાવ, વડાળા અને સેમરવાવ ગામે વણથંભી વિકાસ યાત્રા દરમિયાન પ્રજાજનોને સંબોધન કરતા જણાવ્યુ હતુ. મંત્રી પટેલે જણાવ્યુ હતુ કે વણથંભી વિકાસ યાત્રાના પ્રથમ તબક્કા દરમ્યાન અભૂતપૂર્વ જનપ્રતિસાદ સાથે જ અનેકવિધ લોક ઉપયોગી કામો સાથે રાજય સરકારે કન્યા કેળવણી ચિરંજીવી યોજના માતૃવંદના, જયોતિગ્રામ યોજના-કૃષી મહોત્સવ અંતર્ગત ખેડૂતોને મુલ્યવર્ધિત ખેતી તરફના અભિગમ સાથે ખેડૂત સમૃધ્ધ બને તેવી સાચી દિશા અને માર્ગદર્શન સાથે વ્યકિત સમાજ પણ સર્વાગી વિકાસના યશ ભાગીદાર બને તે માટેની આ સરકારે સમગ્ર દેશમાં પહેલ કરી છે.

વણથંભી વિકાસ યાત્રા દરમ્યાન મંત્રીએ વિકાસકીય કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે પાંચ વર્ષ દરમ્યાન સતત લોકોની વચ્ચે રહી કરેલ કામગીરી અને આપેલ સહકારની છણાવટ કરી હતી.

આ પ્રવાસ દરમ્યાન તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ ગામોના સરપંચઓ, ગ્રામ પંચાયતના સદસ્યો, સરકારી મંડળીઓના પ્રમુખોે, અગ્રણીઓ નરસીભાઈ મકવાણા, ચુનીભાઈ રાખોલીયા, અધિકારીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=20&NewsID=25550&Keywords=Sorath%20gujarati%20news

Aaj Nu Aushadh!

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

કુટજારિષ્ટ-ત્રણ આચરણ
(1) આયુર્વેદનું એક ઉત્તમ દ્રવ ઔષધ છે 'કુટજારિષ્ટ.' આ દ્રવ ઔષધમાં પડતું મુખ્ય ઔષધ છે કડાછાલ. જે કુટજ વૃક્ષની છાલ છે. આ કડાછાલમાંથી કટજવટી, કુટજ ઘનવટી અને કુટજારિષ્ટ વગેરે ઔષધો બનાવવામાં આવે છે. જેમને પચ્યા વગરના એકદમ પાતળા ઝાડા થતા હોય, ચીકાશવાળા-મ્યુક્સ સાથે ઝાડા થતા હોય, જૂનો મરડો હોય, આંતરડાંનો સોજો હોય, અલ્સરેટિવ કોલાયટીસ હોય એમાં કુટજારિષ્ટ ઉત્તમ ફાયદો કરે છે. ચારથી પાંચ ચમચી કુટજારિષ્ટ એમાં એટલું જ પાણી મેળવીને સવારે, બપોરે અને રાત્રે પીવો. પચ્યા વગરના ઝાડામાં પણ હિતાવહ છે.
(૨) આયુર્વેદના મતે બપોરે જમ્યા પછી તાજી મોળી છાશ પીવી. રોજ રાત્રે જમ્યા પછી ઉકાળીને ઠંડું કરેલું દૂધ પીવું. સૂર્યોદય પહેલાં પાણી પીવું. આ ત્રણનું આચરણ કરનારને મોટા ભાગના રોગ થતાં નથી.