Saturday, May 30, 2020

ધારીમાં કમોસમી વરસાદ પડયા બાદ ઈન્દ્રધનુષનુ મનોરમ્ય દ્રશ્ય


Beautiful view of the rainbow after the unseasonal rains in Dhari

દિવ્ય ભાસ્કર

May 01, 2020, 05:00 AM IST

ધારી. ધારીમા સાંજે ભારે કમોસમી વરસાદ પડયા બાદ ઇન્દ્રધનુષનુ મનોરમ્ય દ્રશ્ય સર્જાયુ હતુ.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/dhari/news/beautiful-view-of-the-rainbow-after-the-unseasonal-rains-in-dhari-127262306.html

ધારી પંથકમાં દોઢ ઇંચ વરસાદથી નુકસાન, ખેડૂતોએ કહ્યું કેરીના બગીચાનો સોંથ વળી ગયો, સરકાર રાહત પેકેજ જાહેર કરે


કેરી પકવતા ખેડૂતોના બગીચામાં આંબા પડી ગયા અને કેરીઓ ખરી પડી

  • ભારે પવન સાથે વરસાદ પડતા કેરીના બગીચાઓમાં આંબાઓ પડી ગયા

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 12:29 PM IST

અમરેલી. 29 એપ્રિલના રોજ સૌરાષ્ટના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદથી ખાના ખરાબી સર્જાઇ છે. ત્યારે ધારી પંથકમાં એકથી દોઠ ઇંચ વરસાદ વરસતા ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યું છે. ધારીના સુખપુર, ગોવિંગપુર, વીરપુર સહિતના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ પડતા કેરીના પાકનો સોંથ વળી ગયો છે. તેમજ જમનીનનું ધોવાણ થયું છે. સાથે વરસાદથી કેસર કેરના પાકને ખૂબ મોટુ નુકસાન પહોંચ્યું છે. કેરીઓ ખરી પડી છે તો કેટલાય બગીચામાં આંબાઓ પણ પડી ગયા છે. કમોસમી વરસાદે તારાજી સર્જી છે. આ માટે ખેડૂતોએ સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે. 

જે કંઇ હાથમાં હતું તે જતું રહ્યું: ખેડૂત

સુખપુર ગામના એક ખેડૂતે જણાવ્યું હતું કે, જે કંઇ હાથમાં હતું તે જતું રહ્યું. હવે કંઇ લેવાનું રહ્યું નથી. કેરીના બગીચાઓનું તો પૂરુ થઇ ગયું છે. બીજા ખેડૂતે જણાવ્યું હતું કે, ખેતરોમાં પાણી નીકળી ગયા તેવો વરસાદ પડ્યો હતો. આર્થિક રીતે બહુ મોટુ નુકસાન થયું છે. ઉનાળુ પાકમાં બાજરી કેરીના પાકનો સોંથ વાળી દીધો છે. સરકાર  રહેમરાહે રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ છે. કોરોનાની મહામારીને કારણે ખેડૂતોના ઘરમાં ચણા, ઘઉં સહિતના પાકો પડ્યા છે. આર્થિક રીતે ખેડૂત પડી ભાંગ્યો છે.   

(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/big-loss-to-farmers-in-saurashtra-for-rain-fall-yesterday-127260405.html

ધારી પંથકમાં પવન, કરા સાથે કમોસમી વરસાદ, ગીરકાંઠામા કેરીના પાકને વ્યાપક નુકસાન:


અહીં ભારે પવન સાથે ફુંકાયેલા વરસાદને પગલે આંબાવાડીઓમા મોટા પ્રમાણમા કેરી ખરી પડતા જાણે આંબા નીચે કેરીની પથારી જોવા મળી હતી.
અહીં ભારે પવન સાથે ફુંકાયેલા વરસાદને પગલે આંબાવાડીઓમા મોટા પ્રમાણમા કેરી ખરી પડતા જાણે આંબા નીચે કેરીની પથારી જોવા મળી હતી.

  • અમરેલી પંથકને સતત બીજા દિવસે ઘમરોળતુ માવઠું

દિવ્ય ભાસ્કર

May 01, 2020, 05:00 AM IST

અમરેલી. અમરેલી જિલ્લામા એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે. તેની વચ્ચે છેલ્લા બે દિવસથી માવઠાની સ્થિતી જાેવા મળી રહી છે. ગઇકાલે સાવરકુંડલા, ખાંભા, બાબરા પંથકમા કમાેસમી વરસાદ થયા બાદ આજે ધારી પંથકમા ભારે પવન અને કરા સાથે માવઠુ થયુ હતુ. અમરેલીમા પણ બપોરબાદ વરસાદી વાદળાે છવાઇ ગયા હતા.ગઇકાલે સાવરકુંડલા પંથકને માવઠાને ઘમરાેળ્યા બાદ આજે ધારી પંથકમા કમાેસમી વરસાદ થયાે હતાે. એક તરફ ઉનાળાએ બરાબરની જમાવટ કરી છે અને અમરેલી પંથકમા તાપમાનનાે પારો સતત ઉંચે ચડી રહ્યાે છે. તેની વચ્ચે છેલ્લા બે દિવસથી માવઠાની સ્થિતિ પણ જાેવા મળી રહી છે. રોજ સવાર પડતા જ સુર્યનારાયણ આગ ઓકે છે. અને બપોરબાદ આકાશમા વરસાદી વાદળો ચડી આવે છે.

ડાંગાવદર, ભરડ, પીપરીયા વિગેરે ગામમા બપોરબાદ માવઠુ થયુ

આજે પણ બપોર પછી અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારમા આ રીતે વરસાદી વાદળો છવાઇ ગયા હતા. ધારી પંથકમા ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે કમાેસમી વરસાદ ત્રાટકયાે હતાે. ધારી શહેર ઉપરાંત તાલુકાના ભાડેર, ડાંગાવદર, ભરડ, પીપરીયા વિગેરે ગામમા બપોરબાદ માવઠુ થયુ હતુ. તેની સાથે સાથે ભારે પવન પણ ફુંકાયો હતાે અને વિજળીના કડાકા ભડાકાએ જાણે તાેફાન આવ્યુ હાેય તેવી સ્થિતિ સર્જી હતી. અહી કેટલાક વિસ્તારમા કરા પણ પડયા હતા. ધારી તાલુકાના ગીરકાંઠાના આ ગામાેમા માેટા પ્રમાણમા કેસર કેરીની ખેતી કરવામા આવે છે. ભારે પવન સાથે ફુંકાયેલા વરસાદને પગલે આંબાવાડીઓમા માેટા પ્રમાણમા કેરી ખરી પડી હતી. આંબા નીચે જાણે કેરીની પથારી પથરાઇ ગઇ હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/winds-in-dhari-panth-heavy-rains-with-hail-widespread-damage-to-mango-crop-in-girkantha-farmers-worried-127261946.html

ગોઢાવદરના ખેડૂતે 9 વિઘાની શેરડી પશુઓને ચરાવી દીધી


ખેતરોમાં પશુને છુટા મુકી પાક ચરાવી દીધો.
ખેતરોમાં પશુને છુટા મુકી પાક ચરાવી દીધો.

  • કોઇ ગ્રાહક ખરીદી કરવા આવતા ન હોય નિર્ણય કર્યો

દિવ્ય ભાસ્કર

May 01, 2020, 05:04 AM IST

લીલીયા. હાલ સમગ્ર જિલ્લામા કોરોના મહામારીને પગલે લોકડાઉન અમલમા છે. ત્યારે લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે રહેતા ખેડૂત પ્રફુલભાઇ બટુકભાઇ ગજેરાએ પોતાના ખેતરમા 9 વિઘામા ઉનાળુ શેરડીનુ વાવેતર કર્યુ હતુ. હાલ તો કોઇ શેરડીની ખરીદી કરવા આવે તેમ ન હોય તેમણે પોતાના ખેતરમા માલઢોર છુટા મુકી આ પાક પશુઓને ચરાવી દીધો હતો. આ ખેડૂતને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે તેમણે નુકશાનના વળતરની પણ માંગ કરી હતી.  
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/liliya/news/a-farmer-from-godhavdar-grazed-9-bighas-of-sugarcane-127262405.html

કોવાયામાં શિકાર કરતા સિંહોની કારચાલકે પજવણી કરી, ક્રાંકચમાં 5 સિંહો ખેતરમાં લટાર મારતા જોવા મળ્યા


કારચાલકે શિકાર કરતા સિંહોની પજવણી કરી અને ખેતરમાં લટાર મારતા 5 સિંહો જોવા મળ્યા

  • લોકડાઉન ચાલી રહ્યું હોવાથી સિંહો રેવન્યુ વિસ્તાર તરફ વળ્યા 

દિવ્ય ભાસ્કર

May 04, 2020, 02:21 PM IST

અમરેલી. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામનો સિંહની પજવણી કરતો ટીકટોક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિંહ દર્શન કરવા કેટલાક શખ્સોએ કાર સિંહની પાછળ ચલાવી હતી. સિંહ પશુનો શિકાર કરતો હતો પરંતુ કેટલાક ટીખળોએ સિંહને શિકાર ન કરવા દઈને સિંહને ભગાડ્યા હતા. ત્યારે સિંહની પજવણીનો વીડિયો વાઇરલ થતાં વનવિભાગ સામે અનેક સવાલો ઉઠ્યા છે. બીજી તરફ ક્રાંકચમાં એક ખેતરમાં 5 સિંહો લટાર મારતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે.

ખેતરમાં લટાર મારતા 5 સિંહો વીડિયોમાં કેદ થયા

રેવન્યુ વિસ્તારમા 5 જેટલા સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. લીલીયાના ક્રાંકચ વિસ્તારમા સિંહો જોવા મળ્યા હતા. ક્રાંકચ વિસ્તારનો વીડિયો હોવાનું સ્થાનિકોનું અનુમાન છે. એક સ્થાનિકે પોતાના મોબાઈલમાં વીડિયો કેદ કર્યો હતો. લોકડાઉનમા લોકો કામ સિવાય ઘરની બહાર નીકળી રહ્યા નથી. ત્યારે ગ્રામ્ય વિસ્તારો અને ખેતરોમાં સિંહોની ચહલપહલ વધી ગઇ છે.સિંહો પણ સોશિયલ ડિસ્ટન્સ રાખી ચાલતા હોવાની રમૂજ પણ સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. 

(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/car-driver-torture-to-lion-near-rajula-127270450.html

દલખાણિયા રેંજમાં આગ લાગી, 10 હેક્ટરનું જંગલ બળીને રાખ

  • વન વિભાગના કર્મચારીઓમાં દોડધામ: 54 લોકોએ આગ પર કાબુ મેળવ્યો

દિવ્ય ભાસ્કર

May 05, 2020, 05:00 AM IST

બાબરા. ગીરપુર્વની દલખાણીયા રેંજમા સેમરડી બીટ વિસ્તારમા આજે બપોરે અચાનક જંગલમા દવ ફાટી નીકળતા વનવિભાગના કર્મચારીઓમા દોડધામ મચી હતી. જો કે લાંબી જહેમત બાદ આ દવ કાબુમા લેવાયો હતો. આ દરમિયાન 10 હેકટરમા વન્ય સૃષ્ટિને નુકશાન થયુ હતુ. 

અભ્યારણ્ય વિસ્તારમા નવથી દસ હેકટરમા વન્ય સૃષ્ટિને નુકશાન થયુ
જંગલ વિસ્તારમા દવની આ ઘટના ગીરપુર્વની દલખાણીયા રેંજમા બની હતી. દલખાણીયા રાઉન્ડ નીચે આવતા સેમરડી બીટ-2ના અભ્યારણ્ય વિસ્તારમા સાંજે ચારેક વાગ્યાના સુમારે અચાનક દવની શરૂઆત થઇ હતી. વન અધિકારીઓને આ અંગે જાણ થતા દલખાણીયા અને પાણીયા રેંજના અધિકારીઓ અને કર્મચારીઓ તાડબતોબ દવના સ્થળે દોડી ગયા હતા અને તેના પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. દલખાણીયા રેંજના 25 કર્મચારી પાણીયા રેંજના આઠ કર્મચારી અને છોડવડી રેંજના આઠ કર્મચારી તથા 13 ગામ લોકો મળી કુલ 54 લોકોએ લાંબી જહેમતના અંતે દવ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ દરમીયાન અભ્યારણ્ય વિસ્તારમા નવથી દસ હેકટરમા વન્ય સૃષ્ટિને નુકશાન થયુ હતુ. દવ કઇ રીતે લાગ્યો તે અંગે વનતંત્રએ તપાસ શરૂ કરી છે. 

બાબરામાં વાડીમાં આગથી ઘાસચારો ખાક
બાબરામા રાજકોટ રોડ પર વિજ કંપનીના હેલ્પર મુકેશભાઇ કારેટીયાની વાડીમા અચાનક ઘાસચારામા આગ ભભુકી હતી જેના કારણે ખુલ્લામા પડેલો આ ચારો બળી ગયો હતો. બનાવની જાણ થતા પીએસઆઇ વી.વી.પંડયા સ્ટાફ સાથે દોડી ગયા હતા. પાલીકા પ્રમુખ વનરાજભાઇ વાળા પણ ફાયર ફાઇટરના સ્ટાફ સાથે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/babra/news/a-fire-broke-out-in-dalkhania-range-burning-10-hectares-of-forest-to-ashes-127272384.html

જસાધારમાં સિંહોના મોતથી ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓ દોડ્યા, ગીરમાંથી સિંહોનું રેસ્ક્યુ કરી સ્ક્રિનિંગ અને સેમ્પલ લેવાની કામગીરી શરૂ

  • સિંહોને નખ તૂટી જવા, મોમાંથી લોહી નીકળવા જેવી ગંભીર બીમારી સામે આવી છે
  • છેલ્લા બે દિવસથી ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓએ જંગલ વિસ્તારમાં ધામા નાખ્યા 

દિવ્ય ભાસ્કર

May 06, 2020, 05:39 PM IST

અમરેલી. ગીરના એશિયાટીક સિંહો પર સૌથી મોટુ સંકટ આવ્યું કે શું? આ સવાલો સિંહપ્રેમીઓમાં ઉઠ્યા છે. જસાધાર રેન્જમાં સિંહોના સતત મોતથી વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા છે. ગીર જંગલમાંથી સિંહોના રેસ્કયુ કરી સ્ક્રિનિંગ અને સેમ્પલ લેવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જંગલ વિસ્તારમાં દરરોજ સિંહોના રેસ્કયુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાઇલ્ડ લાઇફ પીસીસીએફ શ્યામલ ટીકાદાર જસાધાર, તુલસીશ્યામ અને ખાંભા રેન્જ ખાતે દોડી આવ્યા છે. 

ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓના ગીર જંગલમાં ધામા

છેલ્લા બે દિવસથી ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓએ જંગલ વિસ્તારમાં ધામા નાખ્યા છે. ગીર જંગલ બાદ રેવન્યુ વિસ્તરના સિંહોના રેસ્ક્યુ કરાઇ તેવી શક્યતા છે. સિંહોને નખ તૂટી જવા, મોમાંથી લોહી નીકળવા જેવી ગંભીર ઘટનાઓ સામે આવતા વન વિભાગની ચિંતા વધી છે. સમગ્ર મામલે વન વિભાગે મૌન સેવી લીધું છે. આ માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે.

(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/rescue-screening-and-sampling-of-lions-from-gir-started-127276234.html

ગીર પૂર્વની તુલસીશ્યામ રેંજમાં બેબેસિયાના રોગથી છ સિંહનાં મોત

એનિમલ કેર સેન્ટરમાંથી સાજા થેલા સિંહને જંગલમાં છોડી મુકાયો
એનિમલ કેર સેન્ટરમાંથી સાજા થેલા સિંહને જંગલમાં છોડી મુકાયો

  • દલખાણિયામાં સીડીવી બાદ ગીરપૂર્વની તુલસીશ્યામ રેંજમાં બેબેસિયાએ કાળો કેર વર્તાવ્યો
  • રોગચાળા અંગે અત્યાર સુધી નનૈયો ભણ્યાં બાદ આખરે વનતંત્રએ મો ખોલ્યું
  • અહીંના સાવજોમાં બેબેસીયા રોગ ઇતરડીના કારણે ફેલાઇ રહ્યો છે
  • આ રોગથી 6થી વધુ સાવજોના મોત થયા હોવાથી આશંકા સેવાઇ રહી છે

દિવ્ય ભાસ્કર

May 08, 2020, 07:23 AM IST

અમરેલી. દલખાણીયા રેંજના સાવજો બે વર્ષ પહેલા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ ફેલાતા 34 જેટલા સાવજોના ટપોટપ મોત થયા હતા. છેક અમેરિકાથી રસી મંગાવી રોગચાળા પર કાબુ લેવાયો હતો. પરંતુ આ ઘટના બાદ વનતંત્રએ કોઇ બોધપાઠ ન લીધો જેના પગલે હવે ગીરપુર્વની તુલસીશ્યામ રેંજમા સાવજોમા બેબેસિયાનો રોગચાળો ફેલાયો છે. આમ તો  ગીરપુર્વમા પાછલા કેટલાક સમયમા 21થી વધુ સાવજોના મોત થયા છે. પરંતુ હંમેશા રોગચાળાની માહિતી છાની રાખતા વનતંત્રએ આ રોગચાળામા માત્ર છ સાવજોના મોત થયાનુ જ કબુલ કર્યુ છે. બાકીના સાવજોના મોત વૃધ્ધાવસ્થા, સાપ કરડવા જેવા કારણોમા ખપાવી દેવાયા છે.

13 સાવજોને પાંજરે પુરી જસાધારના એનીમલ કેર સેન્ટરમા ખસેડી દેવામા આવ્યા

સાવજોમા આ રોગચાળો ઇતરડીના કારણે ફેલાયો છે. બેબેસીયા લાગુ પડતા સાવજના શરીરમા લોહીનુ પ્રમાણ ઘટી જાય છે. અગાઉ તુલસીશ્યામ રેંજમા સાવજોના એક ગૃપમા આવા લક્ષણો નજરે પડતા 13 સાવજોને પાંજરે પુરી જસાધારના એનીમલ કેર સેન્ટરમા ખસેડી દેવામા આવ્યા હતા. વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સમગ્ર કાર્યવાહી પર સતત દેખરેખ રાખી રહ્યાં હતા. જો કે છ સાવજો સાજા થતા મુકત કરી દેવાયા છે. સિંહપ્રેમીઓનુ માનવુ છે કે અહી રોગચાળામા ઘણા વધુ સાવજોના મોત થયા છે પણ વનતંત્ર કાયમની જેમ પોતાની આબરૂ બચાવવા આંકડા છુપાવી રહ્યું છે.

બેબેસિયા રકતકણોને તોડી નાખે છે
સાવજોને ઇતરડી કરડવાથી બેબેસીયા રોગ લાગુ પડે છે. આ રોગમા તેના લોહીમા બેબેસીયા કોટ્રોઝોઆ થાય છે. જે લોહીના રકતકણોને તોડી નાખે છે. પરિણામે તેના આરબીસી કાઉન્ટ ઘટી જાય છે. બીજા શબ્દોમા તેના શરીરમા લોહીનુ પ્રમાણ ઘટી જાય છે. 

છ સાવજો સાજા થતા જંગલમાં મુકત કરાયા 
રોગચાળો ફેલાયા બાદ તુલસીશ્યામ રેંજમાથી 13 સાવજોને ઉપાડી લઇ જસાધારના એનીમલ કેર સેન્ટરમા ખસેડવામા આવ્યા હતા. જો કે છ સાવજો સાજા થઇ જતા ગઇરાત્રે તુલસીશ્યામ રેંજમા તેને ફરી જંગલમા છોડી દેવાયા હતા. જયારે બાકીના સાવજો હજુ દેખરેખ હેઠળ છે.

અંશુમન શર્માને તાકિદે ધારી મુકાયા હતા
વનતંત્ર અગાઉ ભલે રોગચાળાનો ઇનકાર કરતુ રહ્યું પરંતુ ભુતકાળમા અહી ખુબ સારી કામગીરી કરનાર અંશુમન શર્માને તાબડતોબ ધારી મુકાયા હતા. પ્રિસીસીએફ શ્યામલ ટીકેદાર પણ ગીરની મુલાકાતે દોડી આવ્યા હતા. ઉપરાંત સાવજોને ઉપાડી લઇ કેર સેન્ટરમા ખસેડવા જેવી અનેક બાબતો રોગચાળા તરફ ઇશારા કરતી હતી. પણ વનતંત્ર માહિતી છુપાવતુ હતુ.છ સાવજોને મુકત કરાયા છે. વધુ કેટલાક સાવજોને બે ચાર દિવસમા મુકત કરાશે.

સાવજોને બેબેસીયાની ટ્રીટમેન્ટ અપાઇ છે
^જુનાગઢના સીસીએફ ડી.ટી.વસાવડાએ જણાવ્યું હતુ કે આ સાવજોને બેબેસીયાની જ ટ્રીટમેન્ટ આપવામા આવી છે. છ સાવજોને મુકત કરાયા છે. વધુ કેટલાક સાવજોને બે ચાર દિવસમા મુકત કરાશે.- ડી.ટી. વાસાવડા, સીસીએફ
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/six-lions-die-of-babesia-disease-in-tulsipur-range-east-of-gir-127279474.html

ગીરમાં સિંહો ટપોટપ મરે છે ને વન વિભાગ અઠવાડિયાથી કારણ શોધે છે: મોતનું કારણ બેબસીયા હોવાનું વન્યજીવ સંરક્ષણ કાર્યકરનું તારણ


6સિંહોને મુક્ત કરવામાં આવ્યા

  • ગાંધીનગરની ટીમોએ 5 દિવસથી જંગલ વિસ્તારમા સ્ક્રિનિંગ અને સેમ્પલ લેવાની ઝૂંબેશ શરૂ કરી છે
  • ફોરેસ્ટ અને ગાર્ડ જેવા કર્મીઓને આ કામગીરીથી દૂર રખાયા, માહિતી લીક ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા સુચના 

દિવ્ય ભાસ્કર

May 08, 2020, 08:01 AM IST

અમરેલી. ખાંભા, તુલસીશ્યામ રેન્જમાં થોડા દિવસ પહેલા વન વિભાગ દ્વારા 13 સિંહોને રેસ્ક્યુ કર્યા હતા. તમામ સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝેર્વેશન હેઠળ રખાયા હતા. જેમાંથી વન વિભાગ દ્વારા આજે 6 સિંહોને ફરી તુલસીશ્યામ રેન્જમાં મુક્ત કરવામાં આવ્યા છે. વન વિભાગ શંકાના ઘેરામાં આવતા આજે સિંહોના વીડિયો સીસીએફ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. કેટલાય દિવસથી મીડિયાને દૂર રાખી જંગલ વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી છે. સિંહોના સતત મોત થઇ રહ્યા છે તેનો આંકડો વન વિભાગ દ્વારા છૂપાવવાનો હજુ પણ પ્રયાસ જારી છે. સિંહોના મોત મામલે વનવિભાગ હજુ પણ મૌન સેવી રહ્યું છે. આ અંગે વન્યજીવ સંરક્ષણ કાર્યકર મનીષ વૈદ્યએ એવું તારણ કાઢ્યું છે કે સિંહોના મોત પાછળ બેબીસીયા (શરીર પર લોહી ચૂસતા ટિક) કારણભૂત છે. આ શક્યતા નકારી શકાય નહીં.

ગીરના સિંહોના મૃત્યુનું કારણ બેબીસીયા: વન્યજીવ સંરક્ષણ કાર્યકર

વન્યજીવ સંરક્ષણ કાર્યકર મનીષ વૈદ્યએ જણાવ્યું હતું કે, ગીરના સિંહોના મૃત્યુનું કારણ બેબીસીયા (શરીર પર લોહી ચૂસતા ટિક) આ બાબેસીયા વન્યજીવોમાં પિરોપ્લાઝ્મોસિસ: ઇટાલિયન આલ્પ્સમાં બેબીઝિયા અને થેલેરિયા મુક્ત રીતે વિહરતા ખરીવાળા સસ્તન પ્રાણી અને માંસાહારીને અસર કરે છે. બેબીસિયા તે એપીકોમ્પ્લેક્સ પરોપજીવી છે. બેબીસીયા એ ટિક-જન્મેલા ઇન્ટ્રોસેલ્યુલર એરિથ્રોસાયટીક હીમોપ્રોટોઝોઆન પરોપજીવી બેબીયોસિસનું કારણ છે. આ રોગ લાલ લોહીના કોષોને હેમોલિટીક એનિમિયા દ્વારા વર્ગીકૃત થયેલ લક્ષણો સાથે ચેપ લગાવે છે. બેબીસિયા વિશ્વભરમાં ટિક (જૂવો) ઝૂનોસિસના કારણ તરીકે ઉભરી રહી છે અને મુક્ત જીવંત પ્રાણીઓ અનેક ઝૂનોટિક બેબીયા પ્રજાતિમાં પણ જોવા મળે છે. ફક્ત ચેપગ્રસ્ત બગાઇ જે ચેપગ્રસ્ત પ્રાણીના લોહીને ખવડાવવાથી રોગને વહન કરે છે તે જ રોગને સંક્રમિત કરે છે અને પેઢીમાં ચેપ પસાર કરી શકે છે. એપ્રિલના અંતમાં છેલ્લા 2 મહિનામાં 25 સિંહો મૃત્યુ પામ્યા હતા અને લગભગ સંભવિત રોગગ્રસ્ત દેખાતા 13 જેટલા સિંહોને પકડીને પાંજરામાં પૂરવામાં આવ્યા હતા. હજી આજ તારીખ સુધીમાં કેટલા સિંહોના મૃત્યુ થયા છે તે આંકડો રહસ્યમય છે.

દલખાણીયા રેન્જમાં એકસાથે 23 સિંહો મોતને ભેટ્યા હતા

સમગ્ર વિશ્વમાં માનવ જીવો પર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સમગ્ર દેશમાં કોરોનાના કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોરોના સામે લડી રહી છે. તેવા સમયે હવે ફરીવાર ગીરના પ્રસિદ્ધ એશિયાટીક સિંહો પર મોતના સંકટથી ગીરથી ગાંધીનગર સુધી વનવિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે. છેલ્લા કેટલાય દિવસોથી વનવિભાગ ભેદી રોગચાળાને શોધવા માટે કામે લાગી ગયું છે. પરંતુ હજુ સુધી કોઈ શું થઇ રહ્યું છે, કેવી રીતે સિંહો મોતને ભેટી રહ્યા છે તેની લઇને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ડોક્ટરો સતત ચર્ચા કરી રહ્યા છે. જ્યારે કેટલાક સ્થાનિક લોકો એવુ માની રહ્યા છે અગાઉ દલખાણીયા રેન્જમાં પ્રખ્યાત તંદુરસ્ત સિંહો જે રીતે ટપોટપ 23 જેટલા મોતને ભેટ્યા હતા અને CDV નામનો રોગ હોવાનુ ખુલ્યું હતું. તેજ હોવાનુ સ્થાનિક જંગલના ગ્રામીણ વિસ્તારના લોકો માની રહ્યા છે. જ્યારે આ અંગે વનવિભાગ આ વાતને નકારી રહી છે અને થોડા દિવસ પહેલા ધારી ડીસીએફ ડિવીઝન ખાતે જૂનાગઢ સીસીએફ વસાવડા દોડી આવ્યા હતા અને ખુલાસો કર્યો હતોકે આ રોગ નથી. રેસ્ક્યુ રૂટિન પ્રક્રિયા હોવાનું પણ મીડિયા સમક્ષ કહ્યું હતું. જ્યારે વનવિભાગની પણ એટલી જ ચિંતા વધી છે.


13 સિંહોના એક સાથે રેસ્ક્યુ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે રખાયા હતા

વનસુત્રોમાંથી એવી પણ વિગતો મળી રહી છે સિંહો પર ભયાનક સંકટ આવ્યું છે. હવે સત્તાવાર રીતે કોણ જાહેર કરે? તે સૌથી મોટી ચિંતા છે. સ્થિતિ બગડતી જાય છે તેવા સમયે પહેલા સમગ્ર ઘટનાક્રમ કંટ્રોલ કરવા કામે લાગવાની સુચના મળી છે. જ્યારે સૌપ્રથમ ખાંભા તુલસીશ્યામ રેન્જના 13 સિંહોના એક સાથે રેસ્ક્યુ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે રખાયા હતા. તેમાં કેટલાક સિંહ બાળ સહિતના મૃત્યુ થયાની વાત છે. પરંતુ વનવિભાગ આ મુદ્દે તપાસ કરી ખુલાસો કરવા માટે કહી રહ્યા છે. જ્યારે ધારી ગીર ડિવીઝનના મોટાભાગના અધિકારીઓ મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. જ્યારે તુલસીશ્યામ ખાંભા રેન્જમાં તાજેતરમાં રેસ્ક્યુ કરાયેલા સિંહોના 5થી 7 સિંહો ના મૃત્યુ થયાની વાત સામે વનવિભાગ ભેદી મૌન સેવ્યું છે. જ્યારે ધારી ગીર પૂર્વના આંબરડી, ગઢીયા, દલખાણીયામા પણ સિંહો મોતને ભેટી રહ્યા છે. પરંતુ સિંહોના મોતના આંકડા હવે ફરીવાર છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.  સમગ્ર ઘટનાના પ્રત્યાઘાતો ગાંધીનગર સુધી પડતા ગાંધીનગર વાઈલ્ડ લાઈફ પીસીસીએફ શ્યામલ ટીકાદાર સહિત ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટરોની ટીમ જંગલ વિસ્તારમાં દોડી આવ્યા હતા અને 3 દિવસથી જંગલ વિસ્તારમાં ધામા નાખ્યા છે અને રાત્રી રોકાણ પણ જંગલમા રાખ્યું હતું.  તેમની હાજરીમાં કેટલાક સિંહોના સેમ્પલ લેવાય રહ્યા છે. જ્યારે પીસીસીએફ ધારી ગીર અને ખાંભા તુલસીશ્યામ રેન્જ અને નાનકડી પીપળવા રાઉન્ડ જેવા વિસ્તારની પણ મુલાકાતો લીધી હતી અને રાત્રીના તેમની હાજરીમાં અનેક રેસ્ક્યુ કરી સેમ્પલ લેવાય રહ્યા છે. ત્યારે ખૂબ મોટો ભેદી વાઇરસની વનવિભાગને આશંકા છે. પરંતુ વનવિભાગના ડોક્ટરો અને ઉચ્ચ અધિકારીઓ હજુ સુધી જાણી શક્યા નથી તે પણ વાસ્તવિકતા છે. 


સમગ્ર મામલે સીસીએફ શું કહી રહ્યા છે

સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 19 સિંહોના રેસ્ક્યુ કર્યા અને કોઈ રોગ નથી. સિંહોના મોત અંગે જવાબ દેવાનુ ટાળ્યું હતું અને કહ્યું હતુ કે, મોત
અંગે તપાસ કરીને કહીશ. 


ગીરના અનુભવી ડી.સી.એફ. અંશુમન શર્માને તાકીદે સ્પેશિયલ કેસમાં ધારી લવાયા

સિંહોના સતત મોતના કારણે વનવિભાગ દ્વારા પાલનપુરથી ડી.સી.એફ.અંશુમન શર્માને તાત્કાલિક ધારી ડિવીઝનમાં સ્પેશિયલ કેસમાં મુકાયા છે. ડી.સી.એફ.અંશુમન શર્મા અગાઉ ધારી ગીરમાં ફરજ બજાવી ચૂકેલા છે. ગીરના જંગલના સિંહો અને વન્યપ્રાણીમાં અનુભવ સાથે સ્ટાફ પાસેથી કામ કેવી રીતે લેવુ અને સ્થાનિક ગીરના ગ્રામ્ય વિસ્તારમાં આ અધિકારી ખૂબ લોકપ્રિય છે. આવા સમયે તેમની વનવિભાગને જરૂર હોવાનુ જાણવા મળી રહ્યું છે
.

 મોંમાંથી લોહી નીકળવા અને નખ તૂટી જવાની ગંભીર ઘટના

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સિંહોના રેસ્ક્યુ દરમિયાન કેટલાક લક્ષણો જોવા મળ્યા છે. જેમાં મોંમાંથી લોહી નીકળવા અને નખ તૂટી જવા જેવી ગંભીર ઘટના સામે આવ્યાનું ચર્ચાઇ રહ્યું છે. તેને લઇને અફડા તફડી સર્જાઇ છે. જો કે આ વાત સાથે કોઈ સત્તાવાર રીતે સમર્થન આપવાનું ટાળી રહ્યા છે.


આર.એફ.ઓ. કક્ષાના અધિકારીઓને મીડિયાથી દૂર રેહવા કોની સૂચના

ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગીરની રેન્જમાં ફરજ બજાવતા આર.એફ.ઓ., સિનિયર ફોરેસ્ટરો મીડિયાથી દૂર રહેજો માહિતી લીક થશે તો કડક કાર્યવાહીની સુચનાના આદેશથી વનવિભાગના કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે આ કડક સુચના આપનાર અધિકારી કોણ છે તેની પણ ભારે ચર્ચા શરૂ થઇ છે.


ધારી ગીર ડિવીઝનમાં બદલીના ભણકારા?

ધારી ગીર ડિવીઝનમાં રેન્જ અને રાઉન્ડમાં અધિકારી અને કર્મચારીઓની બદલીના ભણકારા વાગી રહ્યા છે. કેટલાક અધિકારીઓ અને કર્મીઓની થોડા દિવસોમાં બદલી પણ થવાની શકયતા સેવાઇ રહી છે.

(અહેવાલ-તસવીરો: જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/lions-death-in-gir-so-forest-team-found-reason-127279157.html

વનવિભાગના રબારીકા રાઉન્ડમાં ઘાસ કટીંગમાં ગોલમાલનો આક્ષેપ

  • કેટલોજથ્થો કપાયો, કયાં લઇ જવાયો તેની જવાબદાર કર્મીઅઓને ખબર પણ નથી

દિવ્ય ભાસ્કર

May 12, 2020, 07:38 AM IST

ખાંભા. વનવિભાગની તુલસીશ્યામ રેંજ અનેક પ્રકારની ગેરરીતિઓનુ ઘર બની છે. સામાન્ય રીતે વનવિભાગ દ્વારા જંગલ વિસ્તાર અને અનામત વિડી વિસ્તારમા 31 માર્ચ સુધીમા ઘાસનુ કટીંગ કરી લેવામા અાવતુ હોય છે. પરંતુ ચાલુ સાલે કોઇ અકળ કારણોસર હાલમા પણ ઘાસ કટીંગનુ કામ ચાલી રહ્યું છે. અહીના રાઉન્ડ ફઓરેસ્ટર યાસીન જુણેજાએ જણાવ્યું હતુ કે માર્ચમા પ્રથમ ટાર્ગેટનુ કટીંગ કરાયુ હતુ. હાલમા બીજા ટાર્ગેટનુ કટીંગ કરવામા આવી રહ્યું છે. જોકે અહીથી કેટલુ ઘાસ કાપવામા અાવ્યું છે, કેટલા લઓકઓ કટીંગમા રઓકાયેલા છે અને ઘાસ કયાં મઓકલાયુ છે તે અંગે તેઅઓ અજાણ જણાયા હતા. 
અાંબલીયાળા વિડીમા દર વર્ષે 31 માર્ચ પહેલા લાખઓ કિલઓ ઘાસનુ કટીંગ કરવામા અાવે છે. અા કામગીરી નીચેના કર્મચારીઓને સઓંપાય છે. અધિકારીઅઓ અઓફિસમા બેઠા રહે છે. અહી ઘાસના ટ્રેકટરઓ ઘાસની ગંજીઓ રેવન્યુ વિસ્તારમા લઇ જતા નજરે પડી રહ્યાં છે. ધારીના ડીઅેફઓઅંશુમન શર્માઅે જણાવ્યું હતુ કે આ અંગે તપાસ કરાવીશ.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/khambha/news/allegation-of-tampering-in-grass-cutting-in-rabarika-round-of-forest-department-127293710.html

ગીર પૂર્વના દલખાણીયા રેન્જના રેવન્યુ વિસ્તારમાં વધુ એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો


પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • આરએફઓ, રાઉન્ડ ફોરેસ્ટર, બીટ ગાર્ડ અને ટ્રેકર્સ ઘટના સ્થળે પહોંચ્યા
  • ટૂંકા દિવસોમાં ધારી ગીર પૂર્વમાં ત્રણ સિંહણના મોત થઈ ચૂક્યા છે

દિવ્ય ભાસ્કર

May 14, 2020, 06:32 PM IST

ધારી. ગીર પૂર્વના દલખાણીયા રેન્જના રેવન્યુ વિસ્તારમાં વધુ એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. ગોવિંદપુરના આવક રેવન્યુ વિસ્તારમાં આંબાના બગીચા નજીકમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો છે. સિંહણની ઉંમર 3થી 5 વર્ષ હોવાનું વનવિભાગનું તારણ છે.

સિંહણનો મૃતદેહ કબજે લઈ પીએમ માટે મોકલાયો

ગોવિંદપુરના આવક રેવન્યુ વિસ્તારમાં કનુભાઈ બાબુભાઇ સતાસીયાના ખેડૂતની વાડીના બગીચામાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં આરએફઓ, રાઉન્ડ ફોરેસ્ટર, બીટ ગાર્ડ અને ટ્રેકર્સ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ કબજે લઈ પીએમ માટે લઈ ગયા છે.સિંહણના મોતનું કારણ અંકબધ
ટૂંકા દિવસોમાં ધારી ગીર પૂર્વમાં ત્રણ સિંહણના મોત થયા છે. હાડાળા રેન્જમાં ત્રણ દિવસ પહેલા એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં બે દિવસ પહેલા તુલસીશ્યામ રેન્જના સોસારીયા રેવન્યુ વિસ્તારમાંથી સિંહણનું મોત આજે વધુ એક સિંહણનું મોત થયું છે.
માહિતીઃ હિરેન્દ્રસિંહ રાઠોડ,ખાંભા
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/dhari/news/another-lion-was-found-dead-in-the-revenue-area-of-dalkhania-range-east-of-gir-127300611.html

સાવરકુંડલા રેન્જમાં સારવાર માટે રેસ્કયુ કરાયેલા 3 સિંહબાળ અને 1 સિંહણને વન વિભાગે ફરી જંગલમાં મુક્ત કર્યા


સિંહ પરિવારને ફરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યો

  • તબીયત સ્વસ્થ જણાતા વન વિભાગે તમામને મુક્ત કર્યા

દિવ્ય ભાસ્કર

May 14, 2020, 06:47 PM IST

અમરેલી. આઠ દિવસ પહેલા ત્રણ સિંહબાળ અને એક સિંહણને વન વિભાગે સારવાર રેસ્કયુ કર્યા હતા. એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર આપ્યા બાદ તમામની તબીયત સ્વસ્થ જણાતા વન વિભાગે ફરી તમામને જંગલમાં મુક્ત કર્યા હતા. આજે વહેલી સવારે વન વિભાગે સાવરકુંડલા રેન્જમાં સિંહણ અને સિંહબાળોને પાંજરમાંથી મુક્ત કર્યા હતા. સિંહ પરિવારને જંગલમાં છોડતા હોય તેવા વીડિયો વન વિભાગે મીડિયાને આપ્યા છે. બીજી તરફ સિંહોના ટપોટપ મોતને લઇને ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ ગીર જંગલમાં સિંહોનું રેસ્કયુ કરી રહ્યા છે.

(જયદેવ વરૂ, અમરેલી) 
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/forest-department-leave-lion-family-at-savarkundala-range-127300434.html

બાબરા તાલુકાના ચમારડીમાં ઇજાગ્રસ્ત મોરને સેવાભાવી દ્વારા સારવાર અપાઇ

Injured peacock was treated by Sevabhavi in Chamardi of Babra taluka

દિવ્ય ભાસ્કર

May 15, 2020, 05:00 AM IST

બાબરા. તાલુકાના ચમારડીમા રાત્રીના ખારૂડી વિસ્તારની કાંટાની વાડમાં રાષ્ટ્રીય પક્ષી મોર ફસાઈને  ઇજાગ્રસ્ત હોવાની માહિતી અહીંના સેવાભાવી અને પક્ષીપ્રેમી યુવાન રાજેશભાઈ વસ્તરપરા અને ભરતભાઈ વસ્તરપરાને થતા દોડી ગયા હતા. અને કાંટાની વાડમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મોરને બહાર કાઢી પ્રાથમિક સારવાર કરાવી બાબરા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/babra/news/injured-peacock-was-treated-by-sevabhavi-in-chamardi-of-babra-taluka-127301355.html 

અમરેલીની કેરી બજારમાં આવતાં હજુ 10 દિવસ લાગશે : વેપારીઓની વ્યથા- માલ ખપતો નથી


It will take another 10 days for mangoes from Amreli to reach the market

  • ગત સાલ આ સમયે 700થી 800 મણની આવક હતી : ઓણસાલ માત્ર 50 મણની આવક

દિવ્ય ભાસ્કર

May 16, 2020, 05:00 AM IST

અમરેલી. અમરેલી પંથક કેસર કેરીનુ ઘર છે. ગીરકાંઠામા મોટા પ્રમાણમા કેસર કેરી પાકે છે. પરંતુ ઓણસાલ સિઝન મોડી છે. અમરેલી પંથકની કેસર કેરી હજુ બજારમા આવતા દસેક દિવસ જેવો સમય લાગી જશે. મતલબ કે ચાલુ સાલે સિઝન ઘણી ટુંકી રહેશે. હાલમા થોડી ઘણી સ્થાનિક આવક અને તાલાળાની કેરી આવી રહી છે. પરંતુ જોઇએ તેવુ વેચાણ નથી. દર વર્ષે લગભગ આ સમયગાળામા અમરેલી પંથકમા મોટા પ્રમાણમા કેસર કેરીનુ આગમન થઇ જતુ હોય છે. સામાન્ય રીતે આ સમયગાળામા દરરોજ 700 થી 800 મણ કેસર કેરીની શહેરમા આવક થતી હોય છે. પરંતુ ઓણસાલ સ્થાનિક કેરીની આવક નામ માત્રની છે. કારણ કે હજુ પાક તૈયાર નથી. તાલાળા પંથકમાથી થોડી ઘણી કેરી આવી રહી છે. હાલમા તાલાળા પંથકમાથી 50 થી 100 મણ કેરીની આવક થઇ રહી છે. જે ગત વર્ષની સરખામણીમા ઘણી ઓછી છે. 

વેપારીઓ ઘરાકી નીકળે તેની રાહ જોઇને બેઠા 
અમરેલી પંથકમા કેસરનો પાક સતત પ્રતિકુળ હવામાનના કારણે મોડો છે. આંબે મોર બેસવાથી લઇ અત્યાર સુધીમા અવારનવાર કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે મોટા પ્રમાણમા ખાખડીઓ પણ ખરી ગઇ હતી. સિઝનની શરૂઆતમા કેરીનો મબલખ પાક આવશે તેવી ધારણા હતી પરંતુ માવઠાએ ઘણુ નુકશાન કર્યુ છે. શરૂઆતમા ઋતુ ઝડપથી ન ફરતા ફલીકરણ ન થતા કેરીને નુકશાન થયુ હતુ. હાલમા જે થોડી ઘણી આવક થઇ રહી છે તે માલનો પણ ઉપાડ જોવા મળતો નથી. વેપારીઓ ઘરાકી નીકળે તેની રાહ જોઇને બેઠા છે. વેચાણ ઓછુ હોવાના કારણે તાલાળા પંથકની કેરી મંગાવવાનુ પણ ખેડૂતો ટાળી રહ્યાં છે.

હાલમાં ભાવ 300થી 550નું બોકસ
ખેડૂત દિતલાના ઉકાભાઇ ભટ્ટી કહે છે તાલાળા પંથકમા કલટારનો ઉપયોગ થતો હોય કેરી પખવાડીયુ વહેલી આવે છે. હાલમા અહી 10 કિલોના બોકસના 300થી 550 કે તેથી વધુ ભાવ બોલાઇ રહ્યાં છે. 
પાછોતરો ફાલ છે
અમરેલીના કેરીના વેપારી ઘનશ્યામભાઇ રૈયાણીએ જણાવ્યું હતુ કે આ વિસ્તારમા કેસરનો ફાલ પાછોતરો છે. હાલમા થોડી લોકલ આવક છે પણ વેચાણ નથી. બેંગલોરથી બદામ કેરી આવી રહી છે. હજુ સિઝન ખુલી નથી.
રતલામી-હાફુસની પણ આવક ઓછી
લોકડાઉનના સમયગાળામા અત્યાર સુધી ચીકુ, દ્રાક્ષ, મોસંબી અને તરબુચ જેવા ફળોનુ ધુમ વેચાણ થયુ છે. જો કે હજુ કેરીની સિઝન જામી નથી. બહારથી આવતી રતલામી અને હાફુસની આવક ઓછી છે. જેનો ભાવ રૂપિયા 60 થી 90 પ્રતિ કિલો ચાલી રહ્યો છે. 
લોકલ આવક કયાં કયાંથી થશે ?
પંથકમા ધારી, ખાંભા, કુંડલામાથી કરેણ, ધારગણી, દુધાળા, ખીસરી, સરસીયા, ઝર, દલખાણીયા, નાગેશ્રી વિગેરે વિસ્તારમાથી મોટા પ્રમાણમા કેસર કેરીની આવક થશે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/it-will-take-another-10-days-for-mangoes-from-amreli-to-reach-the-market-127306221.html

જાફરાબાદના નાગેશ્રી ગામે 2 સિંહોએ પશુનું મારણ કર્યું


સિંહોએ પશુનુ મારણ કર્યું

દિવ્ય ભાસ્કર

May 16, 2020, 12:42 PM IST

અમરેલી. જાફરાબાદના નાગેશ્રી ગામ નજીક સિંહે 1 પશુનો શિકાર કર્યો છે. 2 સિંહોએ પશુનું મારણ કર્યું છે. સિંહોએ રેઢિયાર પશુઓનો શિકાર કરીને મિજબાની માણી છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/in-nageshri-village-of-jafrabad-2-lions-killed-an-animal-127304471.html

ખાંભા પંથકમાં બીજા દિવસે કરા સાથે કમોસમી વરસાદ

Seasonal rain with hail the next day in Khambha diocese

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 05:00 AM IST

ખાંભા. આજે બપોરબાદ વાતાવરણમા પલટો આવ્યો હતો. આકાશમા કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને અહી પવન અને કરા સાથે કમોસમી વરસાદ પડયો હતો. અહી અડધી કલાક સુધી કમોસમી વરસાદ પડી ગયો હતો. અચાનક માવઠાની સ્થિતિને કારણે ઉનાળુ પાકને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. કમોસમી વરસાદથી વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી.

https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/khambha/news/seasonal-rain-with-hail-the-next-day-in-khambha-diocese-127318335.html

સોનપરામાં ક્વોરન્ટાઇન લોકોએ વૃક્ષના રોપા વાવ્યા

  • 103 વ્યક્તિએ બન્ને શાળામાં સફાઈ કરી

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 05:00 AM IST

ડોળાસા. ગીરગઢડા પંથકના સોનપરા ગામે બહારથી આવેલા લોકોને શાળામાં ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા અને આ લોકોએ શાળામાં સફાઈ અભિયાન હાથ ધરી વૃક્ષારોપણ કર્યું હતું.ગીર ગઢડા તાલુકાના સોનપરા ગામે  સુરત,વડોદરા થી 103 લોકો થોડા દિવસ પહેલા આવેલા હોય આ તમામને ગામની શાળામાં જ ક્વોરોન્ટાઇન કરવામાં આવે છે.આ દરમિયાન આ લોકોએ કઈક દાખલા રૂપ કામ કરવાનો નિર્ણય લીધો હતો અને 14 દિવસ દરમિયાન કુમાર શાળા અને કન્યા શાળામાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું બાદમાં વિવિધજાત ના વૃક્ષના રોપાનું વાવેતર કર્યું હતું અને 99 લોકોના ક્વોરોન્ટાઇન પૂર્ણ થતાં તે ઘરે જતા રહ્યાં છે જો કે 4 લોકો આ વૃક્ષના રોપાઓને પાણી આપવા અહીં જ રોકાયા છે.આ લોકોની આ કામગીરીને સરપંચ સહિતનાએ બિરદાવી હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/quarantine-people-planted-tree-saplings-in-sonpara-127325621.html

ધારીના ભાડેર ગામે ખેતરમાં કામ કરતા માતા-પુત્ર પર દીપડાનો હુમલો


માતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

  • માતા-પુત્ર ભાગતા બંનેનો બચાવ થયો

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 04:59 PM IST

અમરેલી. અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક ફરી શરૂ થયો છે. ધારી તાલુકાના ભાડેર ગામે ખેતરમાં કામ કરતા માતા-પુત્ર પર દીપડાએ હુમલો કર્યો હતો. આથી બંને માતા-પુત્ર જીવ બચાવવા ભાગતા બચાવ થયો હતો. બાદમાં આસપાસના ખેતરમાંથી ખેડૂતો એકત્ર થઇ હાકલા પડકારા કરતા દીપડો ભાગી ગયો હતો. બંને માતા-પુત્રને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા વન વિભાગ દોડી આવ્યું હતું અને દીપડાની શોધખોળ હાથ ધરી છે.

(જયદેવ વરૂ, અમરેલી) 
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/leopard-attack-on-mother-and-her-son-near-dhari-127328350.html

ટ્રેકટર આડે ઉતર્યા બે ડાલામથ્થા

Two Dalamaththas landed across the tractor

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

ધારી. તાબાના હાલરિયાની સીમમા બે યુવકો ટ્રેકટરમાં રેતી ભરીને સાંકડા માર્ગ પરથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે અચાનક બે ડાલામથ્થા સાવજો સામે ચડી આવ્યા હતા. જો કે બાદમા બંને સાવજો અલગ અલગ દિશામાં સીમ તરફ વાટ પકડી હતી. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/dhari/news/two-dalamaththas-landed-across-the-tractor-127333747.html