Wednesday, August 31, 2016

પુનિત આશ્રમની ગૌશાળામાં અજગર આવી ચઢતા ફફડાટ

DivyaBhaskar News Network | Aug 31, 2016, 04:50 AM IST

  પુનિત આશ્રમની ગૌશાળામાં અજગર આવી ચઢતા ફફડાટ, junagadh news in gujarati
શહેરનાંભવનાથ ખાતેનાં પુનિત આશ્રમની ગૌશાળામાં દસેક ફૂટ લાંબો અજગર ઘૂસી ગયો હતો. જેનાં પગલે વન વિભાગની ટીમ ત્યાં પહોંચી સફળતા પૂર્વક અજગરને પકડી લઇ જંગલમાં છોડી મુકાયો હતો. શહેરનાં ભવનાથ તળેટીનાં વિસ્તારમાં આવેલ પુનિત આશ્રમની ગૌશાળામાં અજગર આવી ચડ્યો હોવાની ઘટના આજ રોજ સામે આવી હતી. ગૌશાળામાં અજગર ઘૂસી ગયો હોય તેની જાણ વન વિભાગને કરવામાં આવતા રાઉન્ડ ફોરેસ્ટર ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ સંજયભાઇ અને નાલાભાઇએ વસુંધરા નેચર કલબનાં સભ્યો મળીને અજગરને સુરક્ષિત રીતે પકડી બાદમાં જંગલમાં છોડી દીધો હતો.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: પુનિત આશ્રમની ગૌશાળામાં અજગર આવી ચઢતા ફફડાટ
(News in Gujarati from Divya Bhaskar)

સેલ્ફીની લ્હાયમાં જમજીર ધોધમાં ગરકાવ યુવાનનો મૃતદેહ 24 કલાક બાદ મળ્યો

Bhaskar News, Kodinar | Aug 28, 2016, 01:08 AM IST

 • જેતપુરનાં યુવાનનો જમજીર ધોધમાંથી મૃતદેહ મળ્યો.
કોડીનારઃજામવાળા નજીક જમજીરનાં ધોધમાં સેલ્ફી લેવામાં જેતપુરનો યુવાન ગરક થયા બાદ 24 કલાકે તેનો મુતદેહ મળી આવ્યો હતો. જેતપુરનો યુવાન અશ્વીન બાવનજીભાઇ પટેલ તેનાં મિત્રો સાથે શુક્રવારે કોડીનાર નજીક જામવાળા પાસે આવેલા જમજીરધોધનો નજારો માણવા આવ્યાં હતાં અને બપોરનાં સમયે સેલ્ફી લેવામાં અશ્વીનનો પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરક થઇ જતાં સ્થાનિક લોકો, ઘાંટવડનાં સરપંચ, અધિકારીઓએ તેને શોધવા પ્રયત્નો કર્યા બાદ શનિવારે વેરાવળનાં રસુલભાઇ અને તેમની ટીમે ઉંડાપાણીમાં શોધખોળ કરી બપોરનાં અરસામાં અશ્વીનની લાશને બહાર કાઢી હતી. યુવાનનાં મોતથી પરિવાર ભાંગી પડયો હતો. આ રેસ્કયુ દરમિયાન એડી.કલેકટર લીંબાસીયા, ટીડીઓ વાઘેલા, મામલતદાર ગોહીલ, જામવાળાનાં સરપંચ સહિત ખડેપગે રહયાં હતાં.
જેતપુર ગામનો ફરવા આવ્યો હતો, સેલ્ફી લેતી વખતે પગ લપસતા કરુણાંતિકા સર્જાઈ

જેતપુરના અશ્વીન બાવનજીભાઇ  પટેલ (ઉ.વ.35) તેનાં મિત્રો સાથે સાતમ – આઠમની  રજામાં  કોડીનાર  નજીકનાં  જામવાળા પાસેનાં  જમજીર ધોધમાં  ફરવા આવેલ. તહેવારનાં  દિવસોમાં  અહિયા  લોકોની   ભારે ભીડ ઉમટતી  હોય તેમની પાસેથી  જાણવા મળતી  વિગત મુજબ અશ્વિન  સેલ્ફી લેવા જતો હતો ત્યારે અચાનક  પગ લપસતા  જમજીર  ધોધમાં  પડીને  ગરક બની ગયો હતો. આ બનાવને  પગલે પીઆઇ  નાગોરી , મામલતદાર , ઊનાનાં  એસડીએમ , ગીરગઢડાનાં  ટીડીઓ સહિતનો  કાફલો  સ્થળ પર દોડી ગયેલ અને તરવૈયાઓની  મદદથી  ગરક યુવાનને  શોધી કાઢવા પ્રયાસો  હાથ ધર્યા હતા. આખરે ઉંડાપાણીમાં શોધખોળ કરી બપોરનાં અરસામાં અશ્વીનની લાશને બહાર કાઢી હતી
 
વરસાદી  માહોલથી  રેસ્કયૂ મુશ્કેલ બન્યું

શુક્રવારનાં  બપોર પછી આ કરૂણાંતિકા  ઘટી હોય તંત્ર દ્વારા  તરવૈયાઓને  કામે લગાડાયા  છે. પરંતુ  છેલ્લા ત્રણ દિવસથી  સતત વરસાદ  પડતો હોય ઉપરવાસથી  ધોધમાં  પાણી આવતું હોય યુવાનને  શોધવામાં  તરવૈયાઓને  ભારે મુશ્કેલી પડી હતી.

બંદોબસ્ત  જરૂરી

તહેવારોનાં  દિવસોમાં  જમજીર ધોધ પર મોટી સંખ્યામાં  લોકો ફરવા આવતાં હોય ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવો જરૂરી હોય છે. યુવાન ગરક થયાની ઘટનાં બાદ અધિકારીઓ હાજર થાય છે તેને બદલે અગાઉથી જ તકેદારી  રખાય તો આવી ઘટના ન બને.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Junagadh: young man killed for tack selfie near waterfall
(News in Gujarati from Divya Bhaskar)

જૂનાગઢઃ કાળમીંઢ ખડકો ધરતીકંપ સામે મહદઅંશે આપી રહ્યા છે રક્ષણ

જૂનાગઢઃ કાળમીંઢ ખડકો ધરતીકંપ સામે મહદઅંશે આપી રહ્યા છે રક્ષણ, junagadh news in gujaratiSarman Ram, Junagadh | Aug 28, 2016, 01:12 AM IST

જૂનાગઢઃ કચ્છનાં ભુકંપ બાદ સોરઠમાં નવી ફોલ્ટ લાઇન સક્રિય થઇ છે. માળિયા હાટિના અને તાલાલા પંથકમાં વધુ જોવા મળી રહી છે. ગીર જંગલનાં બોરવાવ, સાંગોદ્રા, હિરણવેલ, માળિયા હાટિનાનાં જલંધર, લાડુળીમાં અવાર-નવાર ભુકંપનાં નાના-મોટા આંચકા આવી રહ્યા છે. તજજ્ઞોનાં મતે આ વિસ્તારમાં નવી ફોલ્ટ લાઇન સક્રિય થઇ છે. ગીરમાં આવતા ભુકંપનાં આંચકાની તીવ્રતા ઓછી હોવાનાં કારણે મોટુ નુકશાન થતુ નથી. પરંતુ ગીર પંથકમાં અવાર નવાર આવતા આંચકાથી લોકોમાં ભય રહે છે. ત્યારે આજે જૂનાગઢ જિલ્લામાં આવેલા ભુકંપનાં આંચકાથી લોકો ભયભીત થઇ ગયા હતા.
 
કચ્છનાં ભુકંપ બાદ સોરઠમાં નવી ફોલ્ટ લાઇન સક્રિય

ચાર વર્ષે પહેલા માળિયામાં આવેલા ભુકંપનાં કારણે મોટી ખાનાખરાબી થઇ હતી. બાદ નાના-મોટા ભુકંપનાં આંચકા સોરઠમાં આવી રહ્યા છે પરંતુ સોરઠમાં દરિયા કિનારાને બાદ કરતા જમીનમાં મોટા ભાગે કાળમીઢ પથ્થરો આવેલા છે. જેના કારણે સામાન્ય ભુકંપમાં લોકોને રક્ષણ મળી રહ્યું છે. તેમજ આ વિસ્તારમાં સૌથી વધુ ભુકંપનાં આંચકા આવી રહ્યા છે. સામાન્ય તીવ્રતાનાં આંચકાની તો ઘણી વખત લોકોને અનુભુતી પણ થતી નથી.
 
નેશનલ હાઇવેની પૂર્વ દિશામાં કાળમીઢ પથ્થરો છે
 
આ અંગે નિવૃત ભુસ્તર શાસ્ત્રી આર.આર.જાલંધરાએ જણાવ્યું હતુ કે, દરિયા કિનારને બાદ કરતા નેશનલ હાઇવેની પૂર્વ દિશામાં જમીનની નીચે કાળમીઢ પથ્થર છે. જેના કારણે ભુકંપ સામે મહદઅંશે રક્ષણ મળી રહ્યું છે. તેમજ ભુકંપની તીવ્રતા, ભુકંપની તીવ્રતા કેટલા સમય રહી અને ભુકંપની ઉંડા ઉપર વધુ આધાર રાખે છે. લાંબો સમય અને ઉંડાઇ ઓછી હોય તો ભુકંપની અસર થયા છે.છતા પણ સોરઠમાં આવેલા કાળમીઢ પથ્થરોનાં કારણે સામાન્ય તીવ્રતમાં માત્ર ધ્રુજારી આવે છે.

ગીર પંથકમાં 15 ફૂટે કાળમીઢ પથ્થરો

ગીર પંથક ઉપરંત જૂનાગઢ જિલ્લામાં જમીન નીચે 15 ફુટેથી કાળમીઢ પથ્થરોની શરૂઆત થયા છે.જે 500 ફુટ કરતા વધુ નીચે સુધી આવેલા છે. જેના કારણે ભુકંપની તીવ્રતાની ઘટાડે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hard rocks are largely protected against earthquakes in junagadh
(News in Gujarati from Divya Bhaskar)

વરસાદી માહોલમાં પણ સક્કરબાગમાં 30 હજાર પ્રવાસીઓ ઉમટી પડયાં

Bhaskar News, Junagadh | Aug 27, 2016, 00:54 AM IST

  વરસાદી માહોલમાં પણ સક્કરબાગમાં 30 હજાર પ્રવાસીઓ ઉમટી પડયાં, junagadh news in gujarati
જૂનાગઢઃ જૂનાગઢ શહેર તેની ઐતિહાસિકતાને કારણે જગવિખ્યાત છે. વરસાદી માહોલ હોવા છતાં રજાનાં દિવસોમાં 30 હજાર સહેલાણીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. તેમજ જન્માષ્ટમીનાં પર્વે દિવસભર શહેરનાં પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભીડ રહી હતી.
 
આઠમની રજાઓમાં પ્રવાસન સ્થળોએ ભીડ, અન્ય પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભીડ રહી

જૂનાગઢ શહેરમાં જન્માષ્ટમીની રજાઓને સહેલાણીઓએ ખુશીથી માણી છે. તહેવારનાં પર્વમાં ફરવાલાયક સ્થળોએ રાજ્ય કે જિલ્લાભરમાંથી લોકો આવતા હોય છે. આ પર્વ દરમિયાન રેલ્વે વિભાગ, એસટી વિભાગે સારી એવી આવક રળી લીધી હતી. આ દિવસોમાં શહેરમાં ફરવાલાયક સ્થળો જેવા કે, ઉપરકોટનો કિલ્લો, ભવનાથ વિસ્તાર, વિલીંગડન ડેમ, હસ્નાપુર ડેમ, બૌદ્ધ ગુફા વગેરે સ્થળોએ 3 દિવસથી ભીડ જોવા મળી હતી. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની 30 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેને લીધે ઝૂને 6 લાખથી વધુની આવક થઇ હતી. ચાલુ વરસાદ હોવા છતાં શહેરનાં તમામ પ્રવાસન સ્થળોએ લોકોએ મીની વેકેશનનો આનંદ માણ્યો હતો.

ટ્રાફિકની સમસ્યા વધુ રહી

જૂનાગઢમાં પ્રવાસીઅોની અવરજવરનાં કારણે રાજકોટ હાઇવે, કાળવા ચોક, સરદાર ચોક, મોતીબાગ વિસ્તાર, ભવનાથ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા રહી હતી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: The rain fell sakkar baug environment turned 30 thousand tourists
(News in Gujarati from Divya Bhaskar)

વૃક્ષારોપણ, સ્પર્ધાઓ સાથે છાત્રો ઉજવશે જ્ઞાન સપ્તાહ

DivyaBhaskar News Network | Aug 24, 2016, 05:00 AM IST
જ્ઞાનસપ્તાહની ઉજવણી અંતર્ગત તા.1 સપ્ટેમ્બરનાં રોજ શાળા સંકુલની સામુહીક સફાઇ, શાળઓ શુસોભન, વિજ્ઞાનનાં પ્રયોગો કરવા, સામાન્ય જ્ઞાન, રંગોળી, સુલેખન જેવી સ્પર્ધાઓ રાખવી. પ્રવૃતિમાં ભાગ લીધો હોય તેવા તમામ વિધાર્થીઓને પ્રમાણપત્રો આપવા તા.2જી સપ્ટેમ્બરનાં રોજ વિધાર્થીઓનું સમુહ વાંચન કરાવવું, દેશભક્તિ, સ્વચ્છતા, બેટી બચાવો, જેવા વિષયને અનુરૂપ વકતૃત્વ અને નિબંધ સ્પર્ધા યોજવી, ચેસ-કેરમ અને યોગાસન જેવી રમતો રમાડવી, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, તેમજ અન્ય રાષ્ટ્રીય મહાનુભવોનાં જીવન ચરિત્રનું વિધાર્થીઓ પાસે વાંચન કરાવવું તા.3જી સપ્ટેમ્બરનાં રોજ શાળાઓમાં મોક-મોડલ ટીચીંગનો કાર્યક્રમ કરવો, શાળાનાં વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા અન્ય શિક્ષકોને તે વિષયનું માર્ગદર્શન આપતો કાર્યક્રમ સ્થાનિક આગેવાનોની હાજરીમાં કરવો. તા.4 થી સપ્ટેમ્બરનાં રોજ વ્યસન મુક્તિનાં સુત્રો સાથે પ્રભાતફેરી કાઢવી,વેશભુષા, એકપાત્રીય અભિનય અને ચિત્ર સ્પર્ધા યોજવી.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: વૃક્ષારોપણ, સ્પર્ધાઓ સાથે છાત્રો ઉજવશે જ્ઞાન સપ્તાહ
(News in Gujarati from Divya Bhaskar)

જૂનાગઢથી સોમનાથ સુધી બિલ્વનાં વૃક્ષોનું વાવેતર કરતા શિવ ભકતો

DivyaBhaskar News Network | Aug 22, 2016, 10:00 AM IST

  જૂનાગઢથી સોમનાથ સુધી બિલ્વનાં વૃક્ષોનું વાવેતર કરતા શિવ ભકતો, junagadh news in gujarati
જૂનાગઢનાંશ્રદ્ધાળુઓએ મહાદેવને રીઝવવા માટે બિલ્વનાં વૃક્ષો ઉગાડવાનો સંકલ્પ કર્યો હતો. સોમનાથ સુધી બિલ્વનાં વૃક્ષો વાવવાનાં સંકલ્પ સાથે યાત્રા શરૂ કરી હતી.

જૂનાગઢથી સોમનાથ સુધી બિલ્વનાં વૃક્ષો વાવવાનો જૂનાગઢવાસીઓએ સંકલ્પ લીધો હતો. બિલ્વનાં વૃક્ષોમાં ત્રણ પાન આવે છે અને તે વેદ સાથે સંકળાયેલા છે. મહાદેવને અતિ પ્રિય પણ છે. બિલ્વ વૃક્ષનું મહત્વએ પેટનાં રોગોમાં રાહત આપે છે. ભગવાનને અતિ પ્રિય અને શ્રાવણ માસનાં પવિત્ર માસે શિવને રીઝવવા માટે પહેલ કરવામાં આવી હતી. મહેશભાળ ફળદુએ સામાન્ય વ્યવસાય કરે છે તેમને વિચાર આવ્યો હતો અને બાકીનાં મિત્રો રસિકભાઇ પટેલ, ભાવેશ સોનપાલ, રતિભાઇ મલી, ચેતનભાઇ લખલાણી, 10 વર્ષનો વિદ્યાર્થી નિકુંજ હિંગરાજીયા સહિતનાં જોડાયા હતા. પ્રથમ રવિવારે 51 બિલ્વનાં વૃક્ષો કેશોદની હદમાં આવતા આશ્રમ, સંસ્થાઓ, ખેડૂતો વગેરેને ત્યાં વૃક્ષારોપણ કર્યુ હતું. આગામી રવિવારે પુન: આગળનાં માર્ગથી સોમનાથ સુધી કુલ 245 વૃક્ષો ઉગાડવામાં આવશે. શહેરીકરણનાં નામે બેફામ વૃક્ષોનું કટીંગ કરતા તત્વોનાં કારણે દિવસેને દિવસે પ્રદુષણ વધી રહ્યુ છે. જેને બચાવવા માટે વૃક્ષો ઉગાડવા અે આપણી ફરજ છે.

આવો વિચાર કેમ આવ્યોω ?

વિચાર અંગે મહેશભાઇએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસમાં લોકો બિલ્વનાં વૃક્ષોનાં પાન તોડે છે. મહાદેવને તે પાન વ્હાલાં છે. વૃક્ષોની સંખ્યા ધટતા ભવિષ્યમાં વૃક્ષોનું જતન થાય તે માટે આયોજન કર્યુ હતું.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: જૂનાગઢથી સોમનાથ સુધી બિલ્વનાં વૃક્ષોનું વાવેતર કરતા શિવ ભકતો
(News in Gujarati from Divya Bhaskar)

વેરાવળ: સાવજોએ ગાયના ટોળા પર કર્યો યોજનાબદ્ધ હુમલો, ઘટના CCTVમાં કેદ

Bhaskar News, Veraval | Aug 22, 2016, 10:18 AM IST
વેરાવળ: સાવજોએ ગાયના ટોળા પર કર્યો યોજનાબદ્ધ હુમલો, ઘટના CCTVમાં કેદ, junagadh news in gujarati
 • સવારે ગામના લોકોને સંપુર્ણ ઘટનાની જાણ થાય છે
વેરાવળ: જંગલના રાજા મનાતા સિંહ વિષે કહેવત છે કે સિંહના ટોળા ન હોય, સિંહ એકલો શિકાર કરે, પરંતુ કુકરસ ગામે જે ઘટના બની તે આ કહેવતોને ખોટી પાડે છે. શુક્રવારની મધરાતે 4 સાવજો ગામમાં ઘુસી યોજનાબદ્ધ રીતે ગાયોનો શિકાર કરે છે. ગીરના ડાલામથ્થા આ રીતે હુમલો કર્યોની આ ઘટના પ્રથમ વખત CCTVમાં કેદ થઇ છે.
 
બંન્ને બાજુથી ઘેરાઇ ગયેલી ગાયો પર ડાલામથ્થા ત્રાડકે છે 
 
ઘટનાની વિગતો મુજબ વેરાવળના કુકરસ ગામે શુક્રવારે મધરાતે ગીરના 4 ડાલામથ્થા ગામની 4 ગાયો પર હુમલો કરે છે.જીવ બચાવવા ગાયો ગામ તફર દોડે છે,તેની પાછળ સિંહો પણ ગામમાં ધુસે છે.જ્યારે ગાયો ગામની શેરીમાં પહોંચે છે ત્યારે સિંહ અગાઉથી યોજના બનાવી હોય તે પ્રમાણે એક શેરીની સામે બાજુ અને એક સિંહ ગાયોની પાછળ દોડ મુકી શેરીમાં શિકારને ઘરે લે છે, બંન્ને બાજુથી ઘેરાઇ ગયેલી ગાયો પર ડાલામથ્થા ત્રાડકે છે જેમાં તે બે ગાયોનોનું મારણ કરવામાં સફળ રહે છે જ્યારે બે ગાયો જીવ બચાવી ગામ ભણી જવામાં સફળ થાય છે.આ પુરી ઘટનાની પ્રથમ વખત CCTVમાં કેદ થઇ હતી. સવારે પડતા ગામ લોકોને  ઘટનાની ખબર પડે હતી. વારંવાર પશુ પર સિંહોના હુમલાથી પંથકમાં ચિંતાની લાગણી પ્રસરી હતી.
 
વનવિભાગ નક્કર કામગીરી કરે

રાજય સરકાર અને વનવિભાગ સિંહો સાથે વન્યપ્રાણીઓનાં સંરક્ષણ માટે લાખો-કરોડોનો ખર્ચ કરી રહી છે. સિંહ અને વન્યપ્રાણીઓ પર સતત વોચ રાખવા ટ્રેકર અને બીટ ગાર્ડોને અનેક સુવિધાઓ આપવામાં આવે છે. ત્યારે વન્ય પ્રાણીઓ જંગલ વિસ્તાર છોડી રેવન્યું એવા ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી રહયા છે. ત્યારે આ બાબતે વનવિભાગે નક્કર કામગીરી કરવી જોઇએ તેવી માંગણી ગ્રામજનો કરી રહયા છે.
 
માધુપુરમાં બે સિંહણનાં ધામા

આ ઉપરાંત તાલાલા તાલુકાનાં માધુપુર ગામે એક ખેડુતની વાડીમાં છેલ્લા કેટલાય દિવસથી બે સિંહણોએ ધામા નાંખી રહેઠાણ બનાવતા ખેડુતને વાડીએ જવામાં ભય લાગી રહયો છે. આમ વન્યપ્રાણીનાં વારંવાર રેવન્યું વિસ્તારમાં આંટાફેરાથી ખેડુતો અને ગ્રામજનો ભયભીત બન્યા છે.
 
ઘટનાની તસવીરો જોવા આગળની સલાઇડ પર ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Lion planned attacked cow crowds, First time event captured in the CCTV in Veraval
(News in Gujarati from Divya Bhaskar)

સરકડીયા હનુમાન મંદિરે 1008 દિવસ સુધી ચાલીસા

DivyaBhaskar News Network | Aug 22, 2016, 10:00 AM IST
જૂનાગઢનાપાટવડ કોઠામાં આવેલ પાવનકારી સરકડીયા હનુમાન મંદિરમાં 1008 દિવસ સુધી અખંડ હનુમાનચાલીસાનુ આયોજન કરવામાં આવ્યુ છે. હનુમાન ચાલીસના રક્ષાબંધનના પર્વે 51 દિવસ પુર્ણ થયા હતા. અખંડ હનુમાન ચાલીસાનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઇ રહ્યા છે.

ગરવા ગિરનારી મધ્યમાં પરિક્રમા માર્ગ પર આવેલ સરકડીયા હનુમાન મંદીરમાં અને રામેશ્વર મહાદેવ મંદીરના સાનિધ્યમાં મંદીરના મહંત હરિદાસ મહારાજ અને ગુરૂ રાઘવદાસજી મહારાજના માર્ગદર્શનમાં ગત 28 જૂનથી સતત 1008 દિન સુધી અખંડ હનુમાન ચાલીસનું અાયોજન કરવામાં આવ્યુ છે. અા હનુમાન ચાલીસના રક્ષાબંધનના પર્વ નિમિતે 51 દિન પુર્ણ થયા હતા. મંદીર વર્ષોથી સેવાકીય અને ધાર્મિક પ્રવૃતિથી ધમધમતુ રહે છે.ગરવા ગિરનારની ગોદમાં પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં ભાવીક ભક્તો દર્શનાર્થે આવતા હોય છેે. અને અહી ચાલતા સેવા પ્રવૃતિનો લાભ લેતા હોય છે. 1008 દિવસ સુધી ચાલનાર અખ_ડ હનુમાના ચાલીસના પાઠમાં મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે. તેમજ હજુ પણ વધુ લોકો લાભ લે અને મંદીરમાં ચાલતી પ્રવૃતિના સહભાગી થવા મંદીરમાં દાન આપે તેવી મંદીરના મહંતે અનુરોધ કર્યો છે. અખંડ ચાલીસાને સફળ બનાવવા સેવક હિરાભાઇ વાંદા,ધવલ પાઠક,નિતેશભાઇ વાઘમશી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: સરકડીયા હનુમાન મંદિરે 1008 દિવસ સુધી ચાલીસા
(News in Gujarati from Divya Bhaskar)

રાજુલા: ઉટીયા ગામે સાવજોએ ઘરમાં ઘુસ્યા, બે પશુઓનું કર્યુ મારણ

Bhaskar News, Rajula | Aug 29, 2016, 00:09 AM IST

  રાજુલા: ઉટીયા ગામે સાવજોએ ઘરમાં ઘુસ્યા, બે પશુઓનું કર્યુ મારણ, amreli news in gujarati
રાજુલા:સાવજોએ બે પશુઓનુ મારણ કર્યાની આ ઘટના રાજુલા તાલુકાના ઉટીયા ગામે બની હતી. અહી રહેતા ઉનડભાઇ જંડુરભાઇ લાખણોત્રાના ઘરમા ગત મોડીરાત્રીના ત્રણ સાવજો ઘુસી આવ્યા હતા અને ઘરમા ફરજામા બાંધેલ એક ભેંસ અને એક બળદનુ મારણ કર્યુ હતુ. સાવજોની ડણકોથી ગ્રામજનોમા ફફડાટ ફેલાયો હતો. પ્રકૃતિપ્રેમી આતાભાઇ વાઘે આ અંગે વનવિભાગને જાણ કરતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો.
 
પશુઓનુ મારણ કરતા લોકોમા ફફડાટ
 
સાવજો ગામમા આવી ઘરમા ઘુસી પશુઓનુ મારણ કરતા લોકોમા ફફડાટ ફેલાયો છે. ખેડૂતો અને મજુરો પણ વાડી ખેતરોમા જતા ભય અનુભવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાવજો હવે રેવન્યુ વિસ્તારમા વધુ પ્રમાણમા આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમા તો દરરોજ સાવજો કોઇના કોઇ ગામમા રાત્રીના લટારો મારી રહ્યાં છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Rajula Utiya village lion able to infiltrate in house two animals had kill
(News in Gujarati from Divya Bhaskar)

ગુંદરણ નજીક સિંહની સુરક્ષા માટે ફરતી ડીએફઓની ગાડી પલટી ગઇ

DivyaBhaskar News Network | Aug 22, 2016, 09:40 AM IST
લીલીયાનાગુંદરણ નજીક સિંહની સુરક્ષા માટે ફરી રહેલી ડીએફઓની ગાડી રસ્તામા આડા ઉતરેલા રોઝને બચાવવા જતા પલટી ખાઇ ગઇ હતી. જો કે કોઇને ઇજા પહોંચી હતી પરંતુ ગાડીને નુકશાન પહોંચ્યું હતુ. તો બીજી તરફ ચલાલાની દાનેવ સોસાયટીમા રાત્રીના સમયે રસ્તા પર પડેલી બોલેરો ગાડીમા તોડફોડ અંગે બે શખ્સો સામે ગુનો નોંધાયો છે. સિંહની રક્ષા માટે પેટ્રોલીંગમા નીકળેલી વનતંત્રની ગાડી ખાળીયામા પલટી ખાઇ ગયાની ઘટના ગઇકાલે રાત્રે બની હતી. ચલાલામા રહેતા અફજલભાઇ હબીબભાઇ ચૌહાણે બારામા લીલીયા પોલીસને જણાવ્યું હતુ કે તેઓ બોલેરો ગાડી નંબર જીજે 14 વી 0240 લઇ બૃહદગીર વિસ્તારમા સિંહની સુરક્ષા માટે ડીએફઓ સાથે નાની લીલીયા ચોકડીથી શેઢાવદર તરફ જવા નીકળ્યાં હતા. સમયે કાચા રસ્તા પર રોઝનુ ટોળુ આડુ ઉતરતા તેને બચાવવા અચાનક બ્રેક મારી હતી જેના કારણે ગાડી પલટી મારી ગઇ હતી. અકસ્માતમા કોઇને ઇજા પહોંચી હતી પરંતુ ગાડીને રૂપિયા બે લાખનુ નુકશાન થયુ હતુ. હેડ કોન્સ્ટેબલ એચ.બી.બેલીમે ધોરણસરની તપાસ શરૂ કરી છે. ચલાલાના કિરણભાઇ રમેશભાઇ સોલંકીની માલિકીની બોલેરો ગાડી જીજે 14 ડબલ્યું 7977 દાનેવ સોસાયટીમા રસ્તા પર પડી હતી ત્યારે દિપક ગોરધન ચુડાસમા અને જીતુ ગોરધન ચુડાસમા નામના શખ્સોએ પત્થરના ઘા મારી ગાડીની હેડલાઇટ તોડી નાખી નુકશાન કરતા તેણે ચલાલા ફરિયાદ નોંધાવી છે.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ગુંદરણ નજીક સિંહની સુરક્ષા માટે ફરતી ડીએફઓની ગાડી પલટી ગઇ
(News in Gujarati from Divya Bhaskar)

ગીરના સિંહોનું માનીતું લાયન ગ્રાસ હાલ બન્યું માથાનો દુ:ખાવો

Bhaskar News, Amreli | Aug 23, 2016, 00:30 AM IST
  ગીરના સિંહોનું માનીતું લાયન ગ્રાસ હાલ બન્યું માથાનો દુ:ખાવો, amreli news in gujarati
અમરેલીઃ ગીર જંગલમા ચોમાસા દરમિયાન લાયન ગ્રાસ ઉગી નીકળે છે. પરંતુ હાલ આ ઘાસ સાવજો માટે માથાકુટીયુ સાબિત થઇ રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. હાલ ઘાસમા માખી, મચ્છર સહિત જીવજંતુઓનો ઉપદ્વવ વધતો હોય સિંહો ઘાસ છોડી ડુંગરાળ વિસ્તાર તેમજ રેવન્યુ વિસ્તારમા આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે.
 
જીવજંતુઓથી બચવા સિંહ ઘાસમા પડયા પાથર્યા રહેતા

ચોમાસા દરમિયાન ઉગી નીકળતુ લાયન ગ્રાસ સિંહોને વધુ પસંદ હોય છે. સિંહો માખી, મચ્છર અને નાના જીવજંતુઓથી બચવા ઘાસમા પડયા પાથર્યા રહેતા હોય છે. આ ઘાસની વિશેષતા એ છે કે તેમા ચીકણો ભેજવાળો તીવ્ર ગંધવાળુ પ્રવાહી ઝાકળ સ્વરૂપે તેમા હોય છે જેની ગંધના કારણે માખી મચ્છર અને જીવજંતુઓ દુર ભાગે છે.
 
ઘાસમા ભેજનુ પ્રમાણ નહિવત છે
 
ચાલુ વરસાદી સિઝનમા સિંહો આ ઘાસ છોડી અન્ય વિસ્તારોમા વધુ પ્રમાણમા વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. પર્યાવરણવિદ્દ ચિરાગભાઇ આચાર્યએ જણાવ્યું હતુ કે હાલ ઓછા વરસાદને કારણે અને ઓછા ભેજના કારણે સવારમા ઝાકળ ઓછી બનતી હોય જેથી ઘાસમા ભેજનુ પ્રમાણ નહિવત છે જેથી ઘાસમા ગંધવાળો ભાગ ઉત્પન્ન નથી થતો જેના કારણે જીવજંતુઓનો ઉપદ્વવ વધ્યો છે. ત્યારે સિંહો પોતાનુ માનીતુ ઘાસ છોડીને રેવન્યુ વિસ્તાર તરફ વધુ પ્રમાણમા આંટાફેરા મારી રહ્યાં છે. અહીના અભરામપરાના લેકારીયા તળાવ, મીતીયાળા, કૃષ્ણગઢના નદી તળાવ વિસ્તાર તેમજ રાજુલા, ક્રાંકચના શેત્રુજી નદીના કાંઠાળ વિસ્તારો તેમજ ડુંગરો ઉપર સિંહો વધુ પ્રમાણમા જોવા મળી રહ્યાં છે.

ગામના પાદરમા મારણ કરે છે

અહીના ગીરકાંઠા તેમજ ગ્રામ્ય વિસ્તારોમા અવારનવાર સિંહો આવી ચડે છે અને ગામ નજીક કે સીમમા જ પશુઓનુ મારણ કરી રહ્યાં છે. જંગલમા જીવજંતુઓથી બચવા હાલ સિંહો રેવન્યુ વિસ્તારમા  જ વધુ પ્રમાણમા જોવા મળી રહ્યાં છે. જેના કારણે માલધારીઓ અને ખેડૂતોમા પણ ભય ફેલાયો છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: lions panic headaches became famous Lion grass in Gir forest
(News in Gujarati from Divya Bhaskar)

અમરેલી: થોરડી ગામમાં 5 સિંહ ઘુસી ગયા, પાંચ ગાયનો કર્યો શિકાર

અમરેલી: થોરડી ગામમાં 5 સિંહ ઘુસી ગયા, પાંચ ગાયનો કર્યો શિકાર, amreli news in gujaratiJaydev Varu, Rajula | Aug 12, 2016, 00:59 AM IST

અમરેલી/સાવરકુંડલા: ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને ગીરકાંઠા વિસ્તારના ગામોમા તો અવારનવાર સાવજો છેક ગામમા ઘુસી દુધાળા પશુઓનુ મારણ કરે છે. ત્યારે આવી જ એક ઘટના  સાવરકુંડલાના થોરડી ગામે બની હતી. જયાં આજે વહેલી સવારે એકસાથે પાંચ સાવજો છેક ગામના પાદરમા ઘુસી આવ્યા હતા અને પાંચ ગાયોનુ મારણ કર્યુ હતુ તેમજ બે પશુઓને ઇજાગ્રસ્ત કર્યા હતા. ગામના પાદરમા સાવજોની ડણકો અને પશુઓના  ભાંભરડાથી ગ્રામજનોમા ભય ફેલાયો હતો.     

એકસાથે પાંચ સાવજો ગામના પાદરમા ઘુસી આવી પાંચ પશુઓના મારણની આ ઘટના આજે વહેલી સવારે સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર થોરડી ગામે વહેલી સવારે એક સાથે પાંચ ડાલામથ્થા સાવજો છેક પાદરમા ઘુસી આવ્યા હતા. અહી સાવજોએ પાંચ ગાયનુ મારણ કર્યુ હતુ. આ ઉપરાંત એક વાછરડો અને એક બળદને ઇજાગ્રસ્ત કર્યા હતા.

સવારમા ગામના પાદરમા સાવજોની ડણકો અને પશુઓના ભાંભરડાથી ગામ લોકો જાગી ઉઠયા હતા અને ફફડાટ ફેલાઇ ગયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા વનવિભાગના આરએફઓ મોર સહિત સ્ટાફ અહી તાબડતોબ દોડી આવ્યો હતો અને સાવજોએ મારણ કરેલ પશુઓના મૃતદેહને જંગલ વિસ્તાર તરફ ખસેડવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. અહી એકસાથે પાંચ સાવજો છેક ગામના પાદર સુધી  ચડી આવતા લોકોએ ઘરમાથી બહાર નીકળવાનુ ટાળ્યું હતુ.
 
ગામથી વાડી- ખેતરે જતા ખેડૂતોમાં ફફડાટ
 
થોરડી ગામે વહેલી સવારે એકસાથે પાંચ ડાલામથ્થા સાવજો આવી ચડતા ગામ લોકોમા ભય ફેલાયો હતો. આ ઉપરાંત હાલ ખેતીની સિઝન ચાલી રહી હોય વાડી ખેતરોમા કામ કરી રહેલા ખેડૂતોને વાડીએ જવુ પડતુ હોય સાવજોની હાજરીથી ખેડૂતોમા પણ ભય ફેલાયો છે.

પાંચ ગાયને ફાડી ખાઇ અને બે પશુઓને કર્યા ઘાયલ
 
પાંચ સાવજોએ અહી પાંચ ગાયને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જો કે અહી એક વાછરડો અને એક બળદને માત્ર થોડી ઇજા પહોંચતા બે પશુઓનો જીવ બચી ગયો હતો.

સવારે સાવજોની ડણકોથી ગામ લોકો ધ્રુજી ઉઠયાં
 
થોરડી ગામના પાદરમા સવારમા સાવજો આવી ચડયા હતા અને સાવજોની ડણકોથી ગામ લોકો થરથર કંપી ઉઠયાં હતા. થોડીવાર માટે તો લોકોએ ઘર બહાર નીકળવાનુ પણ ટાળ્યું હતુ. સાવજોએ અહીથી ચાલતી પકડી હતી બાદમાં જ લોકો ઘર બહાર નીકળ્યાં હતા.ફાઇલ તસ્વીર
 
આગળ ક્લિક કરો અને જુઓ વધુ તસવીરો
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Five lion seen in amreli savarkundala villages five cow killed by lions
(News in Gujarati from Divya Bhaskar)

તુલસી શ્યામ પાસે સિંહ દર્શન કરતા છ શખ્સ પાસેથી 33 હજાર દંડ વસુલાયો

Bhaskar News, Khambha | Aug 15, 2016, 01:53 AM IST
ખાંભાઃતુલશીશ્યામ રેંજના ગઢીયા પાતળા રાઉન્ડમા દુધાળા અને અમદાવાદના છ શખ્સો ગેરકાયદે જંગલમા પ્રવેશ કરી સિંહ દર્શન કરી રહ્યાં હોય વનવિભાગે આ શખ્સોને ઝડપી લઇ સ્થળ પર જ રૂપિયા 33 હજારનો દંડ ફટકાર્યો હતો.

તુલશીશ્યામ રેંજના ગઢીયા પાતળા રાઉન્ડમા સેકશન-4 વિસ્તારમાં કેટલાક શખ્સો ગેરકાયદે સિંહ દર્શન કરતા હોવાની વનવિભાગને બાતમી મળતા ઇન્ચાર્જ આરએફઓ બી.બી.વાળા સહિત સ્ટાફ અહી દોડી ગયો હતો. અહી વીડીમા અમદાવાદના પાંચ અને દુધાળા ગામનો એક શખ્સ મળી કુલ છ શખ્સો ફોરવ્હીલ નંબર જીજે 01-આરએચ 0103 નંબરની રોડ ઉપર ઉભી રાખી જંગલમા પગપાળા પ્રવેશ કરી ગેરકાયદે સિંહ દર્શન કરી રહ્યાં હતા.

વનવિભાગે અહી દોડી જઇ દુધાળાના રમેશ શંભુ નાકરાણી, અમદાવાદના રમેશ ધીરૂ લોકડીયા, જીજ્ઞેશ બાલુ પટેલ, અનિરૂધ્ધ સુખલાલ શેલડીયા, હિતેશ નાગજી પાનેલીયા અને અલ્પેશ મનસુખ સોજીત્રાને ઝડપી પાડયા હતા. વનવિભાગે છ શખ્સોને રૂપિયા 33 હજારનો દંડ ફટકાર્યો હતો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Tulsi Shyam Singh philosophy vasulayo gadhiyamam range
(News in Gujarati from Divya Bhaskar)

અમરેલીમાં વિશ્વ સિંહ દિવસ જાગૃતિ પરિસંવાદમાં છાત્રોએ લીધા શપથ

અમરેલીમાં વિશ્વ સિંહ દિવસ જાગૃતિ પરિસંવાદમાં છાત્રોએ લીધા શપથ, amreli news in gujarati
અમરેલીઃઅમરેલીમા વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત જાગૃતિ પરિસંવાદ  કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ જંગલ બચાવો સિંહ બચાવોના સંકલ્પો લીધા હતા. ઓકસફર્ડ સ્કુલ ઓફ સાયન્સ અને ડાયનેમિક ગૃપના સંયુકત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો.
 
ઇ.સ.1800 થી 2016 સુધી સિંહની સંખ્યા વિષે માહિતી આપી ચિંતા વ્યક્ત કરી

અમરેલી સહિત જિલ્લાભરમા આવતીકાલે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામા  આવનાર છે ત્યારે અમરેલીમાં ઓકસફર્ડ સ્કુલ ઓફ સાયન્સ અને ડાયનેમિક ગૃપના સંયુકત ઉપક્રમે જાગૃતિ પરિસંવાદનું આયોજન કરવામા આવ્યું હતુ. અમરેલી જિલ્લા બિલ્ડર્સ એસો.ના પ્રમુખ દિનેશભાઇ બાંભરોલીયા, અગ્રણી ઉદ્યોગપતિ કાંતીભાઇ વઘાસીયા, જગદીશ તળાવીયા, આચાર્ય મયુરભાઇ ગજેરા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. આચાર્ય મયુરભાઇ ગજેરાએ સિંહ સુરક્ષા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશભાઇ બાવીશીએ ઇ.સ 1800 થી 2016 સુધીની સિંહોની સંખ્યાની માહિતી આપીને ઘટતી સંખ્યા વિશે ચિંતા વ્યકત કરીને જંગલની જાળવણી પણ ભાર મુકયો હતો. આ પ્રસંગે શાળાના પાંચસોથી વધારે વિદ્યાર્થીઓએ જંગલ બચાવો સિંહ બચાવોના સંકલ્પો લીધા હતા. આભાર દર્શન પ્રહલાદ વામજા, નિલેષભાઇ ગજેરાએ અને કાર્યક્રમનું સંચાલન અદિતીબેન જોષીએ કર્યુ હતુ.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: World Cancer Day awareness seminar scholars sworn in Amreli
(News in Gujarati from Divya Bhaskar)

ખાંભાઃ 45 વર્ષની મહિલાએ સાવજોને ભગાડ્યા, બકરાંને શિકાર બનતા બચાવ્યા

ખાંભાઃ 45 વર્ષની મહિલાએ સાવજોને ભગાડ્યા, બકરાંને શિકાર બનતા બચાવ્યા, amreli news in gujarati
 • 45 વર્ષની મહિલા, જેના સિંહ સામે પણ પગ નથી ડગ્યા
ખાંભાઃગીર અને ગીરકાંઠાના માણસોને સિંહ સાથેનો કાયમનો નાતો છે. તેમાય સીમમા કામ કરતા લોકોને તો વારંવાર સાવજોનો ભેટો થઇ જાય. ઝવેરચંદ મેઘાણીએ ચારણ કન્યા કવિતામા ચૌદ વર્ષની એક કિશોરીની બહાદુરીને બખુબી બિરદાવી છે. આવા બહાદુર લોકોનો અહી તોટો નથી. ખાંભાની 45 વર્ષની કોળી મહિલા વીસ વર્ષથી સીમમા બકરા ચરાવે છે અને સોથી વધુ વખત સાવજોનો ભેટો થઇ ગયો છે પરંતુ આ મહિલા કયારેય ડરી નથી. અનેક વખત સાવજોને ભગાડી પોતાના બકરાને બચાવ્યા છે.
 
છેલ્લા વીસ વર્ષથી દરરોજ બકરા ચરાવવાનુ કામ કરે છે

ગીરકાંઠાના લોકો જેટલા માયાળુ છે એટલા બહાદુર પણ છે. વનનો રાજા એવો ડાલામથ્થો સામે આવી જાય તો પણ તેના ડગ પાછા પડતા નથી. ખાંભાના ભગવતીપરામા રહેતા મંજુબેન નાનજીભાઇ મકવાણા પણ આવી જ એક બહાદુર મહિલા છે. 45 વર્ષની ઉંમરના મંજુબેન છેલ્લા વીસ વર્ષથી દરરોજ સીમ વગડો ખુંદી બકરા ચરાવવાનુ કામ કરે છે. સવાર પડતા જ તેઓ બકરા ચરાવવા માટે સીમમા નીકળી પડે છે. અને સાંજ પડયે પરત ફરે છે. આ તો ગીરકાંઠાનો વિસ્તાર છે એટલે સાવજોની હાજરી તો હોવાની જ.
 
આજે વિશ્વ સિંહ દિવસ છે

મંજુબેને સીમમા બકરા ચરાવતા ચરાવતા નહી નહી તોય સોથી વધુ વખત સાવજો જોયા છે. ઘણી વખત તો સાવજો બકરાનુ મારણ કરશે એવી ભિતી લાગતા સાવજોને દુર ભગાડયા છે અને પોતાના બકરાનુ રક્ષણ કર્યુ છે. બકરાના ઝુંડ લઇ ધોળી નેશ, ભુત વડલી, રાહાગાળા, બાવાગાળા વિગેરે વિસ્તારમા તેઓ પહોંચી જાય છે. આજે વિશ્વ સિંહ દિવસ છે. સાવજોની સુરક્ષા માટે લોક જાગૃતિના પ્રયાસો થઇ રહ્યાં છે. પરંતુ ગીરના લોકો તો આવી જ રીતે સાવજોની સાથે રહે છે અને તેની રક્ષા પણ કરે છે.
 
મંજુ અમારા માટે તો ચારણ કન્યા : નાથાભાઇ
 
મંજુબેન મકવાણા સાથે છેલ્લા પંદર વર્ષથી બકરા ચરાવી રહેલા નાથાભાઇ ટોળીયા નામના ભરવાડ વૃધ્ધ કહે છે મંજુ મારી દિકરી સમાન છે. કાયમ તે બકરા લઇ વન વગડો ખુંદે છે. અચાનક સાવજનો ભેટો થાય તો પણ અડીખમ ઉભી રહે છે.

એક વખત તો આઠ સાવજોનો ભેટો થઇ ગયો
 
મંજુબેન મકવાણા પોતાના અનુભવો વર્ણવતા કહે છે કે એક વખત તો એક સાથે આઠ સાવજો નજરે ચડયા હતા અને બકરા પર હુમલો કરે તે પહેલા ભગાડી મુકયા હતા. ધોળીનેશ વિસ્તારમા એક વખત સાવજ તેમની બિલકુલ નજીક આવી ગયો હતો પરંતુ તેઓ ડર્યા ન હતા. બપોરનુ ભોજન પણ તેઓ સીમમા સાથે લઇ જાય છે.
 
તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતા રહો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 45 year old woman complimentary let's and goats saved from becoming a victim
(News in Gujarati from Divya Bhaskar)

આજથી અમે સિંહ અને જંગલ બચાવશું

અમરેલીમાવિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત જાગૃતિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. પ્રસંગે વિદ્યાર્થીઓએ જંગલ બચાવો સિંહ બચાવોના સંકલ્પો લીધા હતા. ઓકસફર્ડ સ્કુલ ઓફ સાયન્સ અને ડાયનેમિક ગૃપના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો.

અમરેલી સહિત જિલ્લાભરમા આવતીકાલે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામા આવનાર છે ત્યારે અમરેલીમાં ઓકસફર્ડ સ્કુલ ઓફ સાયન્સ અને ડાયનેમિક ગૃપના સંયુકત ઉપક્રમે જાગૃતિ પરિસંવાદનું આયોજન કરવામા આવ્યું હતુ. અમરેલી જિલ્લા બિલ્ડર્સ એસો.ના પ્રમુખ દિનેશભાઇ બાંભરોલીયા, અગ્રણી ઉદ્યોગપતિ કાંતીભાઇ વઘાસીયા, જગદીશ તળાવીયા, આચાર્ય મયુરભાઇ ગજેરા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. આચાર્ય મયુરભાઇ ગજેરાએ સિંહ સુરક્ષા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશભાઇ બાવીશીએ ઇ.સ 1800 થી 2016 સુધીની સિંહોની સંખ્યાની માહિતી આપીને ઘટતી સંખ્યા વિશે ચિંતા વ્યકત કરીને જંગલની જાળવણી પણ ભાર મુકયો હતો. પ્રસંગે શાળાના પાંચસોથી વધારે વિદ્યાર્થીઓએ જંગલ બચાવો સિંહ બચાવોના સંકલ્પો લીધા હતા. આભાર દર્શન પ્રહલાદ વામજા, નિલેષભાઇ ગજેરાએ અને કાર્યક્રમનું સંચાલન અદિતીબેન જોષીએ કર્યુ હતુ.

વિદ્યાર્થીઓએ જંગલ અને સિંહ વિષે માર્ગદર્શન મેળવ્યું તસ્વીર-પ્રકાશચંદારાણા

ઓકસફર્ડ સ્કુલ ઓફ સાયન્સ, ડાયનેમિક ગૃપનું સંયુકત આયોજન

અમરેલીમાં વિશ્વ સિંહ દિવસ જાગૃતિ પરિસંવાદમાં છાત્રોએ લીધા શપથ

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: આજથી અમે સિંહ અને જંગલ બચાવશું
(News in Gujarati from Divya Bhaskar)

અમરેલી જિલ્લામાં છાત્રોનો સંકલ્પ, સિંહ બચાવો ગીર બચાવો

અમરેલી જિલ્લામાં છાત્રોનો સંકલ્પ, સિંહ બચાવો ગીર બચાવો, amreli news in gujaratiBhaskar News, Amreli | Aug 11, 2016, 10:29 AM IST

અમરેલીઃઅમરેલી સહિત જિલ્લાભરમા આજે વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામા આવી હતી. ઠેરઠેર રેલી, ડોકયુમેન્ટરી ફિલ્મ, સંકલ્પ પત્રો દ્વારા વિદ્યાર્થીઓ અને સિંહપ્રેમીઓએ સિંહ બચાવો ગીર બચાવોનો સંદેશો લોકોને પાઠવ્યો હતો.
 
જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીને લઇને વિવિધ સંસ્થાઓ અને સ્કુલ , કોલેજ દ્વારા રેલી

લીલીયા ખાતે વનવિભાગ અને ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના સહયોગથી વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. સૌપ્રથમ અહીની સરકારી કોલેજ ખાતે મામલતદાર જેસડીયાના હસ્તે લીલીઝંડી ફરકાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતુ. રેલીમા સરકારી વિજ્ઞાન પ્રવાહ શાળા, સરકારી કોલેજ, શ્રી અમૃતબા વિદ્યાલય, શાંતાબેન કન્યા વિદ્યાલય, કુમાર શાળા, કન્યા શાળાના વિદ્યાર્થી ભાઇ બહેનોએ સિંહના મહોરા પહેરી માર્ગો પર  સિંહ બચાવો ગીર બચાવોના સુત્રોચ્ચાર સાથે જનજાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો.

અહી તાલુકા વિકાસ અધિકારી વિસાણીએ સિંહ સંરક્ષણનો સંકલ્પ લેવડાવ્યો હતો. બે હજાર જેટલા વિદ્યાર્થીઓએ સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના રાજન જોષી, વિરલ જોષી, કેતનભાઇ કાનપરીયા, રમેશભાઇ, સુનીલભાઇ ગોયાણી, ઇલાબેન દવે, સંજયભાઇ, અરવિંદભાઇ, ફોરેસ્ટર કે.જી.ગોહિલ, ચાવડાભાઇ, ગોહિલભાઇ, યોગેશભાઇ, રેખાબેન સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
 
ખાંભામા પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી હતી. અહી વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી. રેલી શહેરના માર્ગો પર ફરી હતી. રેલીમા એસીએફ પ્રિયંકા ગેહલોત, આરએફઓ બી.બી.વાળા, મામલતદાર ભાયાણી, ટાંક, પીએસઆઇ રાણા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉજવણીમા જે.એન.મહેતા હાઇસ્કુલ, તક્ષશિલા સ્વામીનારાયણ ગુરૂકુળ, કુમારશાળા, કન્યા શાળા, ક્રિષ્ના સંકુલ, નવી વસાહતના વિદ્યાર્થીઓ જોડાયા હતા. અહી લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળા, પરશોતમભાઇ વિગેરે પણ જોડાયા હતા.
 
ધારી-ચલાલા-વિજપડી-બગસરા પણ ઉજવણી

ધારીમા વનવિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી હતી. અહી તાલુકા પ્રા.શાળા, મહિલા કોલેજ, ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓએ પ્રેમપરા ખાતેથી રેલીનુ આયોજન કરાયુ હતુ. નર્મદેશ્વર મંદિર ખાતે કાર્યક્રમમાં ડીએફઓ કરૂપ્પાસામી સહિત સીઆરસી, બીઆરસી, શિક્ષકો સહિત આગેવાનો જોડાયા હતા. આવી જ રીતે ચલાલામા પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ હતી. દાનેવધામ ગુરૂકુળ ખાતે પુ. વલકુબાપુએ પર્યાવરણ અને સિંહ વિશે માર્ગદર્શન આપ્યું હતુ. વિદ્યાર્થીઓએ અહી વિશાળ રેલી કાઢી હતી. અહી પુ. મહાવીરભાઇ, જયંતીભાઇ પાનસુરીયા, આચાર્ય સંઘાણી, અગ્રાવત, દેવકુભાઇ સહિત આગેવાનોએ પેમ્પલેટનું વિતરણ કર્યુ હતુ.  તો વિજપડી અને બગસરાના ખારી ખીજડીયા શાળા ખાતે પણ ઉજવણી કરવામા આવી હતી.

બાબરા-રાજુલા-જાફરાબાદ-ભોરીંગડામા વિશાળ રેલી

 બાબરામા વનવિભાગ અને શિક્ષણ વિભાગના ઉપક્રમે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી હતી. અહી મામલતદાર ચિંતન વૈષ્ણવ દ્વારા રેલીનુ પ્રસ્થાન કરાવ્યું હતુ. આ તકે પ્રશાંતભાઇ મહેતા, અશોકભાઇ, સંજયભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. જાફરાબાદમા પણ વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક પહેરી રેલી કાઢી હતી. અહી આચાર્ય સંતોકબેન, આચાર્ય ભરતભાઇ, હરેશભાઇએ જહેમત ઉઠાવી હતી. રાજુલામા પણ રેલીનુ આયોજન કરાયુ હતુ. જેમા વિપુલભાઇ લહેરી, પ્રવિણભાઇ, મનસુખભાઇ વિગેરે જોડાયા હતા. ભોરીંગડામા નાલંદા વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી હતી અહી આરએફઓ વિઠ્ઠલાણી, વિજયભાઇ બાંભણીયા, જગદીશભાઇ રંગપરા, આશિષભાઇ સહિતે જહેમત ઉઠાવી હતી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Students and resolution in Amreli district, Gir Lion Save Save
(News in Gujarati from Divya Bhaskar)

સાવજોનો રાજાશાહી ઠાઠ અને રૂતબો, કાંક્રચમાં સિંહણે વસાવ્યો હર્યોભર્યો પરિવાર

સાવજોનો રાજાશાહી ઠાઠ અને રૂતબો, કાંક્રચમાં સિંહણે વસાવ્યો હર્યોભર્યો પરિવાર, amreli news in gujarati
Manoj Joshi, Liliya | Aug 11, 2016, 10:29 AM IST

દોઢ દાયકા પહેલા લીલીયા ક્રાંકચમાં પહોંચી હતી
લીલીયાઃકોલર આઇડીવાળી એ સિંહણ રાજમાતા તરીકે ઓળખાય છે કારણ કે લીલીયા તાલુકાના ક્રાંકચ પંથકમા શેત્રુજી નદીના કાંઠે કાંઠે આગળ વધી સૌપ્રથમ આ સિંહણ જ આવી હતી. અને ત્યારબાદ તો તેનો હર્યોભર્યો પરિવાર વસ્યો. 2008મા તેને ગીર પશ્ચિમમા વસાવવા પ્રયાસ થયો હતો પરંતુ વનવિભાગે મજબુર બની તેને ફરી ક્રાંકચ પંથકમા છોડવી પડી હતી.
 
રાજમાતા સિંહણને ગીર પશ્ચિમમાં વસાવવાનો પ્રયાસ રહ્યો હતો નિષ્ફળ

હજુ બે દાયકા પહેલા લીલીયા પંથકમા એકપણ સિંહ ન હતો. વર્ષ 99- 2000મા એક સિંહ યુગલ ફરતુ ફરતુ ચાંદગઢ તરફથી ક્રાંકચ પંથકમા આવીને વસ્યુ હતુ. કોલર આઇડીવાળી આ સિંહણનો પરિવાર તો બાદમા ખુબ જ વિકસ્યો અને હાલમા તે રાજમાતાનો દરજ્જો ભોગવી રહી છે. હવે તે વૃધ્ધાવસ્થામા છે. પરંતુ હજુ પણ તેનો દબદબો યથાવત છે. વર્ષ 2009મા વનવિભાગને કોણ જાણે શું કમતી સુજી કે રેડીયો કોલરવાળી આ સિંહણને પકડી લેવાઇ અને તેના ત્રણ બચ્ચા સાથે તેને ગીર પશ્ચિમમા વસાવવા માટે છોડી દીધી.
 
અગાઉ શક્કરબાગ ઝુમા મોકલી અપાઇ

જો કે આ સિંહણ ત્યાંથી ક્રાંકચ તરફ આવવા બચ્ચા સાથે નીકળી ગઇ અને રસ્તો ભટકતા ગોંડલ શહેરમા પહોંચી ગઇ હતી. વનવિભાગે સાત દિવસ સુધી તેને પકડવા પ્રયાસ કર્યો પરંતુ સફળ થયુ ન હતુ. બાદમા તેને બેભાન બનાવી શક્કરબાગ ઝુમા મોકલી અપાઇ પરંતુ આખરે વનવિભાગને રાજન જોષી અને તેની સંસ્થા દ્વારા રજૂઆત કરાતા ભુલ સમજાઇ હતી અને આ સિંહણને ફરી ક્રાંકચમા તેના પ્રાકૃતિક આવાસમા મુકત કરી દેવાઇ હતી.
 
શેત્રુંજીના પ્રચંડ પુરમાં પણ થયો હતો બચાવ

વર્ષ 2009મા વનવિભાગ દ્વારા પુરની બીકના કારણે જ આ સિંહણને બચ્ચા સાથે ગીર પશ્ચિમમા વસાવવા પ્રયાસ થયો હતો. ગયા વર્ષે શેત્રુજીના ખરેખર પ્રચંડ પુર આવ્યું હતુ અનેક સિંહોના મોત થયા હતા પણ આ રાજમાતા બચી ગઇ હતી.
 
આઠ વર્ષ પહેલા પહેરાવાયેલો રેડીયો કોલર બંધ
 
રાજમાતા ગણાતી આ સિંહણને વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2008મા રેડીયો કોલર પહેરાવાયો હતો કે જેથી તેની મુવમેન્ટ પર નજર રહે. જો કે વર્ષ 2011 થી આ રેડીયો કોલર બંધ છે. પરંતુ રેડીયો કોલર તેની પહેચાન બની ગયો હોય તે હટાવાયો નથી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: lilia has reached lioness dwell krankach stay family
(News in Gujarati from Divya Bhaskar)

મન મોર બની થનગાટ કરે, મેઘરાજાની મહેર થતા કળા કરતો મોર કેમેરામા થયો કેદ

મન મોર બની થનગાટ કરે, મેઘરાજાની મહેર થતા કળા કરતો મોર કેમેરામા થયો કેદ
મેઘરાજાની મહેર થતા જ ખાંભા પંથકમા કુદરતી સૌદર્ય જાણે સોળે કળાએ ખીલી ઉઠયું છે. અહીના જંગલ વિસ્તારમા લીલોતરી છવાઇ ગઇ છે. અહીના સુપ્રસિધ્ધ હનુમાન ગાળા વિસ્તારમા પણ કુદરતી સૌદર્ય ખીલી ઉઠયું છે. ત્યારે અહી એક મોર કળા કરી જાણે આ સૌદર્યમા વધારો કરી રહ્યો હોય તેવુ દ્રશ્ય કેમેરામા કેદ થઇ ગયુ હતુ. (તસ્વીર - પૃથ્વી રાઠોડ)
August 8, 01:39 AM

ખાંભાઃ સિંહોની રંજાડ મુદ્દે ખેડૂતનાં આમરણાંત ઉપવાસ, સિંહોના સ્થળાંતરની માંગ

Bhaskar News, Khambha | Aug 04, 2016, 02:07 AM IST
ખાંભાઃખાંભા તાલુકાના કોદીયા ગામે સાવજોની રંજાડ મુદ્દે ખેડૂત પિતા પુત્ર દ્વારા છેલ્લા પાંચ દિવસથી ખાંભા મામલતદાર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવવામા આવી રહ્યું હતુ ત્યારે આજે વનવિભાગ દ્વારા લેખિત ખાતરી આપવામા આવી હતી આ ઉપરાંત મામલતદાર દ્વારા પણ સમજાવટ કરી પારણા કરાવાતા આંદોલન સમેટાઇ ગયુ હતુ. કોદીયા ગામે રહેતા લાખાભાઇ લખમણભાઇ વાળા વાડી ધરાવે છે. તેમણે વાડીમા લીંબુડીનુ વાવેતર કર્યુ છે. પરંતુ અહી સાવજોની રંજાડના કારણે તેઓ વાડીએ જઇ શકતા ન હોય દર વર્ષે તેમને આર્થિક નુકશાની વેઠવી પડી રહી હતી.
 
 
મામલતદાર અને વનવિભાગના અધિકારીઓ અહી દોડી આવ્યા હતા અને સમજાવટ કરી હતી. આ ઉપરાંત વનવિભાગે લેખિતમા ખાતરી આપી હતી અને પારણા કરાવ્યા હતા. જેને પગલે આંદોલન સમેટાઇ ગયુ હતુ. આ તકે મામલતદાર ભાયાણી, નાયબ મામલતદાર ટાંક, આરએફઓ બી.બી.વાળા, મુકેશભાઇ વ્યાસ, લખમણભાઇ સાવલીયા, નિર્મળસિંહ રાઠોડ, પ્રકાશભાઇ વિગેરે આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા.
 

પાટડીના વનપાલે રણની બંજર જમીનને બનાવી હરિયાળી, એક લાખથી વધુ વૃક્ષોનું વાવેતર

પાટડીના વનપાલે રણની બંજર જમીનને બનાવી હરિયાળી, એક લાખથી વધુ વૃક્ષોનું વાવેતર, surendranagar news in gujarati
પાટડીઃરણની બંજર જમીનમાં લીલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી અઘરી બાબત છે. ત્યારે પાટડી તાલુકાના વનપાલે રણની બંજર જમીનમાં પ્રતિકુળ વાતાવરણમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ વૃક્ષો વાવી હરીયાળી પાથરવા કમરકસી છે. પાટડી સામજિક વનીકરણ વિભાગના વનપાલે સાવડા, જરવાલા, માલણપુર, પાટડી સહિતના ગામને નંદનવન બનાવ્યા છે.
 
રણ વિસ્તાપમાં એક લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરી હરિયાળી પાથરી

પર્યાવરણ બચાવવાના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે દિવ્યભાસ્કર દ્વારા વન મેન વન ટ્રીના સંદેશા સાથે જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  ત્યારે સામાજિક વનીકરણ વિભાગના વનપાલ  પાટડીના ઝીંણાજી. કે.લેંચિયાએ રણની બંજર જમીનમાં પ્રતિકુળ વાતાવરણમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. જેમાં 90 ટકા સફળતા મેળવી વેરાન રણપંથકમાં હરીયાળી પાથરવા કમર ફસી છે.  પાટડીના વનપાલ ઝીણાજી એ છોડમાં રણછોડ સૂત્રને સાર્થક કરી સાવડામાં ઇપર્યાવરણ પ્રોજેક્ટ હેઠળ 0.50 હેક્ટરમાં 556 રોપાઓનું વાવેતર કર્યુ છે. જરવલા ગળીયાસર મહાદેવ મંદિર પાસે તળાવની પાળ ઉપર 1100 રોપાનું પાટડી તાલુકાના માલણપુર ગામે તળાવની પાળ ઉપર 6400 રોપાનું વાવેતર કર્યું છે.

નિયમીત પાણી, રોજના રક્ષણે અપાવી સફળતા

રણની બંજર જમીનમાં લીંબડા, પેલ્ટાફોર્મ, કણજી, કાશીદ, ખાટી , આંબલી, સહિતના રોપાનુ઼ વાવેતર કરાય છે. બે વર્ષની આકરી મહેનત બાદ નાનોછોડ વટવૃક્ષ બને છે. એ માટે નિયમીત પાણી અને દરરોજનું રક્ષણ મળે તો 90 ટકા સફળતા મળે છે. - ઝીણાજી.કે.લેંચીયા, વનપાલ, પાટડી