Tuesday, February 28, 2017

સોરઠની કેસર કેરીનો અમેરીકા, યુરોપ અને આરબ અમીરાત દેશમાં થાય છે નિકાસ

DivyaBhaskar News Network | Feb 28, 2017, 03:15 AM IST

  • સોરઠની કેસર કેરીનો અમેરીકા, યુરોપ અને આરબ અમીરાત દેશમાં થાય છે નિકાસ,  junagadh news in gujarati
ગત વર્ષે 500 ટનથી વધારે કેરીની વિદેશમાં નિકાસ થઇ હતી : પ્રતિ હેકટર 8 મેટ્રીક ટન જેટલી કેરીનું ઉત્પાદન થાય છે

સોરઠનાં 300 ખેડૂતો એપ્રિલથી વિદેશમાં કેરીની નિકાસ કરશે

જૂનાગઢઅને ગીર સોમનાથ વિસ્તારની કેસર કેરી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ચાલુ વર્ષે 300 જેટલા ખેડૂતો કેરીનાં પાકને વિદેશ મોકલી આવક રળશે. ગત વર્ષે 200 જેટલા ખેડૂતોએ 500 ટનથી વધારે કેરીની નિકાસ કરી હતી.

સોરઠની કેસર કેરીનો સ્વાદ સૌને દાઢે વળગ્યો છે. ઉનાળાની સીઝનમાં આવતા કેરીનાં પાકની માંગ દેશ-વિદેશમાં રહે છે. સોરઠમાં આંબાનાં પાકનો વાવેતર વિસ્તાર 8 હજાર હેક્ટર છે. પ્રતિ હેક્ટર 8 મેટ્રીક ટન કેરી પાકે છે. તેનો વધુ ભાવ મળે માટે વિદેશમાં પણ નિકાસ થાય છે. ચાલુ વર્ષે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં 300 ખેડૂતોએ બાગાયત કચેરીમાં ફાર્મ ભરી કેસર કેરી વિદેશ મોકલવા માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એપ્રિલ-મે માસમાં રજીસ્ટ્રેશન થયું હોય એવા ખેડૂતો પોતાનાં બગીચાની કેરી વિદેશ મોકલશે. ગત વર્ષે 200 ખેડૂતોએ અમેરીકા, યુરોપ અને આરબ અમીરાતનાં દેશોમાં 500 ટનથી વધારે કેરીની નિકાસ કરી હતી. વર્ષે 100 ખેડૂતોએ નોંધણી કરાવી વિદેશમાં કેરી મોકલવાની તૈયારી કરી લીધી છે.

પૈક હાઉસમાં કેરીને ગુણવત્તાયુક્ત બનાવાય છે

પૈકહાઉસમાં કેરીનાં પાકને જરૂરીયાત પ્રમાણે ગરમી આપી જીવાતો થાય તેની તકેદારી રાખવામાં આવે છે. ત્યારબાદ કોલ્ડમાં મૂકી ગુણવત્તાયુક્ત કેરી બનાવી વિદેશમાં મોકલાવાય છે.

વિદેશમાં કેરીનાં નિકાસ અર્થે 3 પૈક હાઉસ

વિદેશમાંકેરીનાં નિકાસ અર્થે તાલાલા, ગોંડલ અને અમદાવાદ ખાતે પૈક હાઉસ આવેલા છે. જ્યાં ખેડૂતો કેરી મોકલી નિતી નિયમનનું પાલન કરે છે.

અેપેડાનાં નિયમોનુસાર કેરીનું પેકીંગ થાય છે

કેસરકેરીનાં પાકને વિદેશમાં મોકલવા માટે એપેડા (એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટી)નાં નિયમાનુસાર પેકીંગ કરી નિકાસ કરાય છે. ખેડૂતોએ આંબાનું રજીસ્ટ્રેશન કર્યું હોય તો તેની નિકાસ કરી શકાય. માટે બાગાયત ખાતાનાં નાયબ નિયામક ડી. એસ. ગઢીયાનું માર્ગદર્શન ખેડૂતોને મળી રહે છે. -એ. એન. કરમુર, મદદનીશ નિયામક,બાગાયત વિભાગ

કેરી વિદેશ મોકલવા ખેડૂતે શું કરવું ω?

સોરઠવિસ્તારનાં ખેડૂતોએ વિદેશમાં કેરી મોકલવી હોય તો બાગાયત વિભાગની કચેરીમાં જઇ ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ખેડૂતોએ વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી બાગાયત કચેરીએ અરજી રજૂ કરવાની રહેશે. ત્યારબાદ બાગાયત ખાતાનાં અધિકારીઅો ખરાઇ કરી ફાર્મ રજીસ્ટ્રેશન નંબર અાપશે. ત્યારબાદ વિદેશમાં એક્સપોર્ટ કરી શકાશે.

ઉના: ગીરના સાવજોની શાહી મિજબાની, શિકાર માણતા સિંહ પરિવારની તસવીરો

Jayesh Gondhiya, Una | Feb 26, 2017, 02:43 AM ઉના: ગીરના સાવજોની શાહી મિજબાની, શિકાર માણતા સિંહ પરિવારની તસવીરો,  junagadh news in gujarati
  • શિકાર માણતા સિંહ પરિવાર
ઉના: નાઘેર પંથક ગીરજંગલની નજીક આવેલ હોવાથી સિંહો શિકારની શોધમાં માનવ વસાહતમાં પહોંચી જતા હોય છે  જંગલ બોર્ડરનાં ગ્રામ્ય વિસ્તારોમાં તો કાયમી ધોરણે સાવજોની અવર-જવર રહેવાની ઘટના સામાન્ય બની ગઇ છે ત્યારે એક સિંહ પરિવારે જંગલ બોર્ડરને અડીને આવેલા એક ગામ નજીક પશુનો શિકાર કરી મારણની મિજબાની માણી રહ્યા છે. સાવજ પરિવારનાં આ ભોજનગ્રહણની તસ્વીર કેમેરામાં કલીક થઇ ગઇ હતી. 
(તસ્વીર – જયેશ ગોંધીયા)
IST

વનરક્ષકની શારિરીક કસોટીમાં આજે 1288 ઉમેદવારો દોડશે

DivyaBhaskar News Network | Feb 26, 2017, 02:50 AM ISTસૌરાષ્ટ્રનાં ઉમેદવારો જૂનાગઢનાં પરેડ ગ્રાઉન્ડમાં આપશે પરીક્ષા

ગુજરાતરાજ્ય વનવિભાગ દ્વારા વનરક્ષક સંવર્ગ વર્ગ-3ની ભરતીપ્રક્રિયા શરૂ છે. જેમાં સૌરાષ્ટ્રનાં ઉમેદવારોની પરીક્ષા જૂનાગઢનાં પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. તા. 26 ફેબ્રુઆરીનાં જૂનાગઢ જિલ્લાનાં 1288 ઉમેદવારો શારીરિક કસોટી આપશે.

વનખાતાની વનરક્ષક સંવર્ગ વર્ગ-3ની જગ્યાઓની ભરતી પ્રક્રિયા વેગવંતી છે.

જેમાં લેખિત પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા અરજદારોની શારીરિક ક્ષમતા કસોટી રાજ્યમાં ચાર ઝોનમાં અલગ અલગ તારીખે યોજાશે. જેમાં સૌરાષ્ટ્રઝોનનાં ઉમેદવારોની શારીરિક કસોટી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. તા. 26 ફેબ્રુઆરીએ જૂનાગઢ જિલ્લાની 161ની ભરતી સામે 1288 ઉમેદવારો પરીક્ષા આપશે. 27મીઅે ગીરસોમનાથ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાની 135ની જગ્યા સામે 1168 ઉમેદવારો પરીક્ષા આપશે. તેમજ તા. 28 ફેબ્રુઆરીનાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની 119 જગ્યા સામે 949 ઉમેદવારો પરીક્ષા આપશે. ઉમેદવારોએ ગ્રાઉન્ડ ખાતે સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તંત્રએ પુરી તૈયારીઓ કરી લીધી છે. ઉમેદવારો પણ પહોંચી ગયા છે.

વન્યપ્રાણીને જોઇ ડરથી ભાગેલી મહિલા પડી જતાં થઇ ઇજાગ્રસ્ત

DivyaBhaskar News Network | Feb 26, 2017, 02:50 AM IST


  • વન્યપ્રાણીને જોઇ ડરથી ભાગેલી મહિલા પડી જતાં થઇ ઇજાગ્રસ્ત,  junagadh news in gujarati
માળિયા હાટીનાનાં સરકડીયા ગામ પાસેની ઘટના


માળિયાહાટીનાનાં સરકડીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા મનિષાબેન નામની મહિલા ચાલીને જઇ રહી હતી ત્યારે રસ્તા પર વન્યપ્રાણીને જોઇ જતાં ગભરાઇને ભાગવા જતાં પડી જતાં માથાનાં ભાગે ઇજા પહોંચાડતા મનિષાબેનને માળિયા અને બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહયું છે. પોલીસે મહિલાનું નિવેદન નોંધ્યું હતું. વધુ તપાસ હાથ ધરી છે.

સારવાર અર્થે મહિલાને જૂનાગઢ હોસ્પિટલે ખસેડાઇ. તસ્વીર-ભાસ્કર

દુધાળામાં બાળકીને ફાડી ખાનાર સિંહણ પાંજરે પુરાઇ

DivyaBhaskar News Network | Feb 26, 2017, 02:50 AM IST
ધ્રાબાવડ પાસે વન વિભાગને મળી સફળતા

માળિયાહાટીનાપંથકનાં દુધાળા ગામે રહેતા એક પરિવારની 5 વર્ષની પુત્રીને સિંહણે ઉઠાવી જઇ 500 મીટર દુર લઇ જઇ કોળીયો બનાવી હતી અને ઘટનાથી વન તંત્ર દોડતું થઇ ગયું હતું અને બાબતે ધાબાવડનાં સરપંચે વન સંરક્ષક જૂનાગઢ અને આરએફઓ પરમારને રજૂઆત કરી હતી અને સિંહણે પકડવા માટે વન વિભાગે કાર્યવાહી હાથ ધરતાં ધ્રાબાવડ પાસેથી શનિવારે રાત્રે સિંહણને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી હતી અને અમરાપુર એનિમલ કેર લઇ જવાયા બાદ સાસણ લઇ જવામાં આવી હોવાનું જાણવા મળે છે અને હવે માનવભક્ષી સિંહણ કાયમી ધોરણે કારાવાસમાં રહેશે. સિંહણ પાંજરે પુરાઇ જતાં સમગ્ર પંથકનાં લકોએ રાહતનો શ્વાસ લીધો છેે. છેલ્લા ઘણાં દિવસોથી લોકો સિંહણનાં ભયને લીધે રાત્રિનાં સમયે સીમમાં જવાનું ટાળતા હતા.

ડોળાસા: વીજશોકથી માદાનું મોત થતાં નર પેલીકને વિરહમાં દમ તોડ્યો

Bhaskar News, Dolasa | Feb 26, 2017, 01:06 AM IST

  • ડોળાસા: વીજશોકથી માદાનું મોત થતાં નર પેલીકને વિરહમાં દમ તોડ્યો,  junagadh news in gujarati
(ડોળાસાનાં અડવી ગામે તળાવ પરની ઘટના)
 
ડોળાસા:ડોળાસા પાસેનાં પેલીકન નર-માદાની જોડી શુક્રવારે રાત્રે અડવી ગામનાં તળાવમાં માછલાનાં  શિકાર માટે આવી હતી. દરમિયાન  માદાની એક પાંખ ઉડતી વેળાએ વીજ વાયરને અડકી જતાં તેનું મોત થયું હતું. ત્યારે જ નર પેલીકન પણ થોડે દુર વાડીમાં ઉભો હતો અને માદા પક્ષીનો મૃતદેહ લઇ જવાતા પેલીકન નર વિરહની વેદના વ્યકત થતી જોવા મળી હતી અને બપોરે 2 વાગ્યે તેનું પણ મોત થયું હતું. આરએફઓ આઇ.એમ.પઠાણ, સેવરાભાઇ, ભરતભાઇ, જીતુભાઇ, બાલુભાઇ રાઠોડ, રોહીત ડોડીયા સ્થળ પર દોડી આવ્યાં હતાં અને મૃતદેહનો  કબજો લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

દુધાળા ગામે સિંહણે 5 વર્ષની બાળકીને ફાડી ખાધી

Bhaskar News, Maliya Hatina | Feb 25, 2017, 02:06 AM IST


  • દુધાળા ગામે સિંહણે 5 વર્ષની બાળકીને ફાડી ખાધી,  junagadh news in gujarati
માળિયા હાટીના:માળિયા હાટીના તાલુકાનાં દુધાળા ગામે આજે સાંજે એક 5 વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી હતી. સવારે માતા કુદરતી હાજરે બેઠી હતી તેની પાસેથી બાળકીને ઉઠાવી જઇ સિંહણે 500 મીટર દૂર જઇને કોળિયો બનાવી હતી.

માળિયાનાં દુધાળામાં રહેતી ભાવિશાબેન મનસુખભાઇ રાઠોડ નામની કોળી પરિણીતા પોતાને 5 વર્ષીય પુત્રી અંજની સાથે સાંજે 7 વાગ્યે ગામની બહાર આવેલા વાડામાં કુદરતી હાજતે ગઇ હતી. ત્યારે પાછળથી એક સિંહણ આવી ચઢી હતી. અને અંજનીને ઉપાડીને નાસી જતાં ભાવિશાબેને રાડારાડ કરી મૂકી હતી. આથી આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. અને શોધખોળ હાથ ધરી હતી. જેમાં બનાવનાં સ્થળેથી 500 મીટર દૂર આંબાનાં બગીચામાંથી અંજનીનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે અંજનીનાં મૃતદેહને માળિયા સરકારી દવાખાને ખસેડાયો હતો. સરપંચે હજુ 20 દિવસ પહેલાં વનવિભાગને સિંહને પકડવા પાંજરું મૂકવાની રજૂઆત કરી હતી.

શિવરાત્રીને લઇ પ્રવાસન સ્થળોએ ભીડ

સક્કરબાગમાં ગત વર્ષની સરખામણીમાં 20 ટકા પ્રવાસી વધ્યા

જૂનાગઢમાં સક્કરબાગને 37 હજાર પ્રવાસીઓએ 6.70 લાખ કમાણી કરાવી

શિવરાત્રીનોમેળો માણવા આવેલા ભક્તો જૂનાગઢના પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેવાનું ચુકતા નથી.ખાસ કરીને ઉપરકોટનો કિલ્લો તથા સક્કરબાગની મોટી સંખ્યામાં લોકો મુલાકાત લે છે.છેલ્લા પાંચ દિવસમાં સક્કરબાગને 37 હજાર પ્રવાસીઓએ રૂા6.70 લાખની કમાણી કરાવી હતી. ઉપરકોટમાં પણ અંદાજે 45 હજાર જેટલા મુલાકાતીઓ આવી પહોંચ્યા હતા

જૂનાગઢ એટલે ભક્તિ અને હરવા ફરવાનું શહેર. શહેરમાં આવેલા જગ વિખ્યાત ભવનાથ મહાદેવના દર્શને શિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.

તો શહેરના તમામ પ્રવાસન સ્થળની પણ મુલાકાત લેવાનું ચુકતા નથી .જેટલા પ્રવાસીઓ સમગ્ર વર્ષમાં નથી આવતા તેટલા મુસાફરો શિવરાત્રી અને પરિક્રમા દરમીયાન આવી પહોંચતા હોય છે. ચાલુ વર્ષે શિવરાત્રીના મેળામાં આવેલા ભક્તોએ જગ વિખ્યાત સક્કરબાગ ઝીયોલોજીકલ પાર્ક અને ઉપરકોટના કિલ્લાની મુલાકાત લીધી.તા. 20થી 24 દરમિયાન માત્ર સક્કરબાગમાં 37 હજાર મુલાકાતીઓ આવી પહોંચ્યા હતા અને 6.70 લાખની કમાણી કરાવી હતી. ગત વર્ષની સરખામણીમાં 20 ટકા મુલાકાતીઓ વધ્યા હતા. જ્યારે ઉપરકોટ કિલ્લામાં અંદાજે 45 હજારથી વધુ મુલાકાતીઅો આવી પહોંચ્યા હતા.

વિસાવદર: વનવિભાગ પાસે પાંજરા નથી, 10 દિવસમાં 4 ખેડૂતો પાછળ દોડ્યા દીપડા

Bhaskar News, Visavadar | Feb 24, 2017, 00:55 AM IST

  • વિસાવદર: વનવિભાગ પાસે પાંજરા નથી, 10 દિવસમાં 4 ખેડૂતો પાછળ દોડ્યા દીપડા,  junagadh news in gujarati
વિસાવદર:વિસાવદરના પ્રેમપરા ગામની સીમમાં દિપડાની રંજાડ દિનપ્રતિદિન વધતી જાય છે. ચાર-ચાર ખુંખાર દિપડાઓ પાંજરે પુરાયા છે તેમ છતા ખેતરોમાં કામ કરતા ખેડૂતો પર દિપડાઓ પાછળ દોટ મુકી રહ્યા છે. આ બાબતે ખેડૂતો દ્વારા અવાર નવાર વનવિભાગને રજુઆત કરવા છતા કોઇ યોગ્ય પગલા ભરવામાં નથી આવતા. જેથી વનવિભાગ પરત્વે ખેડૂતોમાં રોષ ફાટી નિકળ્યો છે. આ અંગેની મળતી વિગત મુજબ વિસાવદર રેન્જમાં વન્ય હિંસક પ્રાણીઓનો ત્રાસ વધતો જ જાય છે. તાલુકાના પ્રેમપરા ગામની સીમમાં અંબાજળ નદીના કાંઠે આવેલા ખેતરોની આસપાસ ખુંખાર દિપડાઓ કુતરાઓની જેમ આંટાફેરા મારી રહ્યા છે.
 
ચાર ચાર દિપડાઓને તો અગાઉ આ જ વિસ્તારમાંથી વનવિભાગે પાંજરે પૂર્યા હોવા છતા વધુ દિપડાઓ જોવા મળી રહ્યા છે. અને રાત્રીના સમયે ખેતરોમાં કામ કરવા જતા ખેડૂતોની પાછળ દિપડાઓ દોટ મુકે છે.
છેલ્લા આઠથી દસ દિવસોમાં ચારથી પાંચ ખેડૂતોના પાછળ દિપડાઓ દોડયા છે. આ બાબતે વનવિભાગને રજુઆત પણ કરવામાં આવી છે. છતાં દિપડાને પકડવા પાંજરુ મુકવામાં નથી આવતું. હાલ પાંજરુ નથી આવી જશે ત્યારે મુકીશું એવા વનવિભાગ દ્નારા જવાબો મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
 
કોર્ટમાં કેસ દાખલ કરવાની હિલચાલ

એક ખેડૂતે આર.ટી.આઇ. કરી માહિતી માંગી છે કે આ વિસ્તારમાંથી અત્યારસુધી કેટલા દિપડા પાંજરે પુરાયા છે, કેટલો ખર્ચ થયો છે, પકડાયેલા દિપડાઓને કયા વિસ્તારમાં છોડવામાં આવ્યા છે. જેવા અનેક મુદ્દે માહિતી માંગવામાં આવી છે. અને ભવિષ્યમાં આ બાબતે કોર્ટમાં કેસ કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે.

આજે સક્કરબાગ ખુલ્લુ રહેશે

DivyaBhaskar News Network | Feb 22, 2017, 03:55 AM IST
જૂનાગઢપ્રાણી સંગ્રહાલયના નિયામક એસ. જે. પંડિતે જણાવ્યું હતું કે સામાન્ય રીતે દર બુધવારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય બંધ રહેતું હોય છે, પરંતુ વિશેષ તહેવારો કે રજાના દિવસોમાં બુધવાર આવતો હોય તો પ્રાણી સંગ્રહાલય ખુલ્લું રાખવામાં આવે છે. જે મુજબ આજે 22 ફેબ્રુઆરીનેબુધવારે પણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખુલ્લું રાખવામાં આવશે. યાત્રાળુઅો તેમજ જાહેર જનતા સવારના 9 થી સાંજના 6 સુધી પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઇ શકશે. શિવરાત્રીનાં મેળાને લઇ દેશ-વિદેશમાંથી લઇ શ્રધ્ધાળુંઓ જૂનાગઢ આવે છે.

જૂનાગઢ: મેળામાં મૂકાયું પાણીનું ATM મશીન, આ રીતે આવે છે પાણી બહાર

Bhavik Makwana, Junagadh | Feb 22, 2017, 16:36 PM IST
જૂનાગઢ: મેળામાં મૂકાયું પાણીનું ATM મશીન, આ રીતે આવે છે પાણી બહાર,  junagadh news in gujarati
જૂનાગઢ:મહાશિવરાત્રીના મેળામાં જૂનાગઢ કોર્પોરેશન નવતર પ્રયોગ કરી રહ્યું છે. લોકો આરઓ સીસ્ટમનું શુદ્ધ પાણી મેળવી શકે માટે વોટર એટીએમ મૂકાશે. જેના દ્વારા ભાવિકો બે-પાંચ કે દસનો સિક્કા નાંખી ઠંડુ પાણી મેળવી શકશે. જૂનાગઢનાં અનેક વિસ્તારોમાં ભવિષ્યમાં વોટર એટીએમ મૂકવાની મનપાની યોજના છે. જેનાં ડેમોન્સ્ટ્રેશન રૂપે મહા શિવરાત્રીનાં મેળામાં વોટર એટીએમ મૂકવામાં આવ્યું છે.

 
બે રૂપિયામાં 1 લિ શુદ્ધ, ઠંડું પાણી મળશે 
 
ભવનાથ સાંસ્કૃતિક સ્ટેજની સામેનાં ભાગમાં વોટર એટીએમ મૂકવામાં આવ્યું છે. જેમાં ભાવિકો 2 રૂપિયાનો સિક્કો નાંખશે તો તેને 1 લિટર શુદ્ધ અને ઠંડું પાણી મળશે. જોકે, માટે પાણી ભરવાનું વાસણ-બોટલ સાથે લાવવાનું રહેશે. જૂનાગઢમાં હાલમાં પાણીનાં પાઉચ વેચાય છે. તેનો ભાવ 2 રૂપિયા છે. જેમાં માત્ર 200 એમએલ પાણી મળે છે. વળી પાણી શુદ્ધ છે કે કેમ તેની કોઇ ખાત્રી હોતી નથી. પાઉચ થકી પ્લાસ્ટીકનું ન્યુસન્સ પણ ફેલાય છે. જ્યારે અહીં તો વ્યકિત પોતેજ વાસણ-બોટલ લઇને આવશે.

ઓસ્ટ્રેલિયનને ગિરનારમાં દેખાયું કુદરતનું સાયન્સ, લખ્યું 2500 પેજનું પુસ્તક

Bhavik Makwana, Junagadh | Feb 21, 2017, 12:38 PM IST

ઓસ્ટ્રેલિયનને ગિરનારમાં દેખાયું કુદરતનું સાયન્સ, લખ્યું 2500 પેજનું પુસ્તક,  junagadh news in gujarati
  • ડો.જ્હોન વેઇનરે 2500 પાનાનું પુસ્તક તૈયાર કર્યું
જૂનાગઢ: ઓસ્ટ્રેલિયાનાં સાયન્ટિસ્ટ ડો.જ્હોન વેઇનરને ગિરનારમાં કુદરતનું સાયન્સ દેખાયું. 27 વર્ષની વયે 1982ની સાલથી ભારત ભ્રમણ કરતો હતો. 12 જ્યોતિર્લીંગ, 4 કુંભનાં મેળા, 52 શક્તિપીઠ ઘૂમતો હતો, ત્યાં 1998ની સાલમાં જૂનાગઢમાં આવી ગિરનારને નિહાળ્યા બાદ ચમત્કારિક આકર્ષણે તેને આકર્ષિત કર્યો હોય તેમ દર બે વર્ષે ગઢની મુલાકાત લેતો થયો. સૌ પ્રથમ ગિરનાર ચડી રાતવાસો કર્યો અને ઇશ્વરીય શક્તિનો અનુભવ કર્યો.
 
33 ભાગમાં 2500 પાનાનું પુસ્તકનું કદ
 
મહિના સુધી રોકાય તેમણે ભવનાથનાં અખાડા, નેમિનાથ ટુંક, અંબાજી ટુંક, ગોરખનાથ ટુંક, દત્તાત્રેય ટુંક, દાતાર, ઉપરકોટ, મહાબત મકબરા વગેેરે સ્થળોની મુલાકાત લીધી. 19 વર્ષમાં 10 વારમી જૂનાગઢ આવી એક મહિના સુધી સંશોધન કરશે. પુસ્તકનું નામ- ગીરીનગર: જૂનાગઢ એન્ડ માઉન્ટ ગિરનાર રાખ્યું છે. હાલમાં 33 ભાગમાં 2500 પાનાનું પુસ્તકનું કદ છે.હાલ તેના પુસ્તકનું કદ 33 ભાગમાં 2500 પાનામાં વહેંચાયેલું છે. આધ્યાત્મિક શક્તિનું રહસ્ય જાણવા તેણે અત્યાર સુધીમાં 15 લાખ રૂપિયા ખર્ચ્યા છે.
 
એક માસમાં પુસ્તકની કોપી મળશે

ઇન્ટરનેટ પર ઓનલાઇન ત્રણ ભાગ ઉપલબ્ધ છે. જ્યારે હાર્ડ કોપી 1 માસમાં તૈયાર થઇ જશે, અને બજારમાં ઉપલબ્ધ થશે.
 
પત્નીનો પુરેપુરો સહયોગ મળે છે

વિશ્વમાં ગિરનારની ઓળખ થાય તે માટે નાની નાની બાબતોને લઇને તેણે પુસ્તકમાં આલેખન કર્યુ છે. જૂનાગઢમાં શોધ-સંશોધન દરમિયાન જે ચીજવસ્તુઓ ઓસ્ટ્રેલિયા લઇ જઉં ત્યારે પત્ની મીયાનો સહકાર મળે છે. - ડો. જ્હોન વેઇનર, વૈજ્ઞાનિક, ઓસ્ટ્રેલિયા
 

અમરેલી: બાગાયતી પાક માટે 1 કરોડનાં ખર્ચે સંશોધન કેન્દ્ર બનશે

Bhaskar News, Amreli | Feb 23, 2017, 02:25 AM IST

  • અમરેલી: બાગાયતી પાક માટે 1 કરોડનાં ખર્ચે સંશોધન કેન્દ્ર બનશે,  amreli news in gujarati
અમરેલી:રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકારનું પ્રથમ બજેટ લોકોની આશા અને અપેક્ષા સાથે રાજ્યનો સર્વાંગી વિકાસ કરનારું  છે. તેમ રાજ્યનાં કૃષિમંત્રી અને અમરેલી જિલ્લાનાં ખેડૂતનેતા વી.વી.વઘાસીયાએ જણાવ્યું છે કે રાજ્યનાં ખેડૂતોનો વિકાસ થાય અને ગામડાંઓ ભાંગતા બચે તેની પુરી ચિંતા રાજ્ય સરકારે કરી છે.

રાજયનું બજેટ ખેતી અને ગામડાઓની કાયાપલટ કરશે

કૃષિમંત્રી વી.વી.વઘાસીયાએ અમરેલી જિલ્લા બાબતે જણાવ્યું હતું કે જિલ્લામાં મગફળી અને તુવેરનાં સમયસર ખરીદ સેન્ટર શરૂ કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવો ભાજપની સરકારે આપ્યા છે. એક સર્વે નંબરમાં બીજુ વીજ કનેક્શન આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ થાય અને જનતાની સુખ-સુવિધામાં વધારો થાય તેવા પ્રયત્નો તેમના દ્વારા થઇ રહ્યા છે. જેના પરિણામે સાવરકુંડલા ખાતે બાગાયત વીભાગ દ્વારા બાગાયતિ પાકો માટે સંશોધન કેન્દ્ર સ્થાપીને જિલ્લાને બાગાયત ક્ષેત્રે આગળ લઇ જવાની પ્રતિબધ્ધતાં કૃષિમંત્રી વી.વી.વઘાસીયાએ વ્યક્ત કરી છે.

અમરેલી, લાઠી, ચાવંડ રોડને ફોરટ્રેક બનાવાશે

આ ઉપરાંત બાઢડા-રાજુલા, હિંડોરણા રોડ, અમરેલી, લાઠી, ચાવંડ રોડને ફોરટ્રેક બનાવવામાં આવશે. તદ્દ ઉપરાંત રાજુલા ખાતે કોર્ટનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવશે. આમ અમરેલી જિલ્લાને રોડ-રસ્તાની સારી સુવિધા મળે તે અપેક્ષા બજેટમાં સંતોષવામાં આવી છે. ખેડૂતોને 1 ટકાએ કે.સી.સી. ધિરાણ, ટ્રેક્ટર સબસીડી સહાય યોજનામાં બજેટમાં વધારો, ખેતીવાડીમાં સોલારપંપ, ડ્રીપ સહાય તેમજ વાયર ફેન્સિંગ યોજના સહિત અનેકવિધ યોજનાઓ ખેતીમાં મોટી ક્રાંતિ લાવશે.

આગામી સમયમાં જિલ્લાનાં સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના સુવ્યવસ્થિત કનેક્ટીવીટી દ્વારા ગત વખત અને ચાલુ વર્ષે એમ જિલ્લામાં 200 જેટલા નવા રોડ મંજુર કરવામાં આવશે તેમ રાજ્યનાં કૃષિમંત્રી અને અમરેલી જિલ્લાનાં ખેડૂત નેતા વી.વી.વઘાસીયાએ જણાવ્યું હતું.

અમરેલી શહેરનું કામનાથ સરોવર ખાલીખમ પણ ગાંડીવેલ યથાવત

DivyaBhaskar News Network | Feb 20, 2017, 05:35 AM IST
ગંદકી અને દુર્ગધના કારણે અહીથી પસાર થતા રાહદારીઓ પરેશાન

અમરેલીશહેરમા જેશીંગપરા નજીક આવેલ કામનાથ સરોવર ડેમમા છેલ્લા ઘણા સમયથી ગાંડીવેલનુ સામ્રાજય યથાવત જોવા મળી રહ્યું છે. થોડા સમય પહેલા પાલિકા દ્વારા ગાંડીવેલ હટાવવાની કામગીરી હાથ ધરવામા આવી હતી જો કે તેમા સફળતા મળી હતી. હાલ ડેમ ખાલીખમ હોવા છતા ગાંડીવેલ યથાવત જોવા મળી રહી છે.જેશીંગપરા નજીક આવેલ કામનાથ સરોવરમા છેલ્લા ઘણા સમયથી ગાંડીવેલનુ સામ્રાજય યથાવત જોવા મળી રહ્યું છે. અહી વેલના કારણે ગંદકી તેમજ મચ્છરોનો પણ ઉપદ્વવ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીથી પસાર થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ પાલિકા દ્વારા ગાંડીવેલને હટાવવા કામગીરી હાથ ધરવામા આવી હતી. જો કે સફળતા મળી હતી. બાદમા ચોમાસામા પુરમા ગાંડીવેલ તણાઇ ગઇ હતી. જો કે ફરી વેલનુ સામ્રાજય યથાવત છે.

હાલ કામનાથ ડેમ ખાલીખમ છે તેમ છતા ગાંડીવેલ જોવા મળી રહી છે. વેલને હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. ગાંડીવેલના કારણે હાલ જુના પુલ નજીકથી પસાર થતા રાહદારીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અહી સાંજના સુમારે તો ભયંકર દુર્ગધના કારણે લોકો તોબા પોકારી ઉઠયાં છે. અહી વેલના કારણે થોડુ ઘણુ પાણી જમા રહેતુ હોવાથી તેમા ભારે દુર્ગધ ફેલાઇ રહી છે. ઉપરાંત અહી જીવજંતુ અને મચ્છરોનો પણ ભારે ઉપદ્વવ જોવા મળી રહ્યો છે.

રાજુલા: સિંહોનું ટોળુ ગામમાં ઘૂસી આવ્યું, 4 પશુનાં મારણ, લોકો ફફડાટ ફેલાયો

રાજુલા: સિંહોનું ટોળુ ગામમાં ઘૂસી આવ્યું, 4 પશુનાં મારણ, લોકો ફફડાટ ફેલાયો,  amreli news in gujaratiBhaskar News, Rajula | Feb 17, 2017, 00:50 AM IST

રાજુલા:રાજુલા જાફરાબાદ પંથકમા મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે અહીના કોવાયા ગામે ગત રાત્રીના સાવજોનુ એક ટોળુ આવી ચડયુ હતુ. અહી સાવજોએ ચાર પશુઓનુ મારણ કરી મિજબાની માણી હતી. સાવજોનુ ટોળુ ગામમા ઘુસી આવતા લોકોમા ફફડાટ ફેલાયો હતો. રાજુલાના કોવાયા ગામમા ગત રાતે 11 વાગ્યા આસપાસ સિંહોનુ  ટોળુ બજારમાં આવી ચડયુ  હતુ. એક સાથે 10 સિંહોએ બજારમાં ચાર પશુઓનુ મારણ કર્યુ હતુ.  જયારે એક પશુને ઘાયલ કરી દીધુ હતુ. આ તમામ પશુઓ ગામની ગૌશાળાના હોવાનુ જાણવા મળી રહ્યું છે.
 
સિંહો ઘુસી જતા હાહાકાર ફેલાયો
 
ગામના લોકો એકઠા થતા સિંહોને  ગામથી દુર ખસેડયા હતા પણ ગામમાં સિંહો ઘુસી જતા ભારે હાહાકાર સાથે ફફડાટ ફેલાયો હતો. ત્યાર બાદ વનતંત્રને જાણ થતા ફોરેસ્ટ દિલાભાઈ રાજ્યગુરૂ સહીત રેસ્ક્યુ સ્ટાફ પણ આવી પોહોંચ્યો  હતો. અને  મારણને તાત્કાલિક રસ્તા પરથી લઇ લેવામા આવ્યુ હતુ. વનવિભાગે  કોવાયામાં રાતે પેટ્રોલીંગ વધારી સિંહોને દૂર ખસેડયા હતા પણ વનતંત્રના સૂત્રોમાથી જાણવા મળતી વિગતો મુજબ કોવાયા રામ
પરામાં સિંહોની સંખ્યા ખુબ વધી છે. અવારનવાર ગામમાં ઘુસી આવે છે.
 
ખેડૂતોએ બજારમા પહોંચી હાકલા પડકારા કર્યા
 
કોવાયા ગામમા એક સાથે 10 સિંહો ગામમાં ઘુસી જતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. અહી ખેડૂતો બેટરઓ લઇને બજારમા પહોંચી ગયા હતા અને  હાકલા પડકારા કરી સિંહોને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. ચારે તરફ ખેડૂતોના મકાન અને વચ્ચે સિંહોના ટોળાએ લોકોમા ભય ફેલાવ્યો હતો.

અમરેલી: રાજવી પરિવારે પરંપરાગત ખેતી છોડી, 300 વિઘામાં વાવી 2.5 લાખ નિલગીરી

અમરેલી: રાજવી પરિવારે પરંપરાગત ખેતી છોડી, 300  વિઘામાં વાવી 2.5 લાખ નિલગીરી,  amreli news in gujaratiBhaskar News, Amreli | Feb 17, 2017, 01:42 AM IST

અમરેલી:સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામના રાજવી પરિવારના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતી છોડી પોતાની 300 વિઘા જેટલી જમીનમાં નિલગીરી વાવવાનો નિર્ણય કર્યો અને અઢી લાખ નિલગીરી ઉછેરી તેમણે અહિંના ખેડૂતને પણ નવો રાહ ચિંધ્યો છે. ત્રણ વર્ષની માવજત પછી આ ખેડૂત નિલગીરી થકી મબલખ આવક મેળવી શકશે.
 
સૌરાષ્ટ્રની ખેતી વરસાદ આધારીત છે. વળી અહિં પીયતની પણ કોઇ સુવિધા નથી. એટલે ખેડૂતને સારો પાક મેળવવામાં નાકે દમ આવી જાય છે. વળી ખેતી કરવી એટલે દર છ મહિને નવો પાક વાવવાનો, તેની માવજત, મજુરી, દવાનો છંટકાવ અને છેલ્લે માર્કેટમાં વેંચવા જવુ અને ફરી ખેતર સાફ કરવું. પરંતુ હવે સૌરાષ્ટ્રમાં ખેડૂતો નવા નવા પાક તરફ વળી રહ્યા છે. સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામના રાજવી પરીવારના દીલુભાઇ ખુમાણે પણ નવી પહેલ કરી છે.
 
પરંપરાગત ખેતીના બદલે તેમણે પાછલા કેટલાક સમયગાળામાં પોતાના પરિવારની 300 વિઘા જમીનમાં 2.50 લાખ નિલગીરીનું વાવેતર કર્યુ છે. નિલગીરીનો પાક તેમને ત્રીજા વર્ષે ઉત્પાદન આપવા લાગશે. હાલમાં 80 હજાર ઝાડ વેચાણ માટે તૈયાર થઇ ગયા છે. આવતા વર્ષે વધુ 80 હજાર ઝાડ તેઓ વેંચી શકશે. પેપર મિલના માલીકો અને પ્લાયવુડ બનાવતી કંપનીઓ નિલગીરીના ઝાડ ખરીદી લે છે. ખાસ કોઇ માવજત વગર અને પાણીની સુવિધા વગર આ ઝાડ ત્રણ વર્ષમાં મોટા થઇ જાય છે.
 
5 રૂપીયાનો છોડ અને 3 રૂપીયાનો રોપણી ખર્ચ
 
દિલુભાઇ ખુમાણ નિલગીરીના છોડ કર્ણાટક અને સુરત પંથકમાંથી લઇ આવ્યા હતાં. માત્ર પાંચ રૂપીયાની નજીવી કિંમતે આ છોડ મળે છે અને ત્રણેક રૂપીયાનો ખર્ચ રોપણી પાછળ આવે છે. આમ આઠ રૂપીયામાં ઝાડ તૈયાર થઇ જાય છે. આજુબાજુના ખેડૂતોને પણ હવે તેમાં રસ પડયો છે.

અમરેલીમાં રવિપાકના વાવેતર 700 હેકટર ઘટ્યું, સૌથી વધુ ઘઉં અને ચણા

Bhaskar News, Amreli | Feb 16, 2017, 02:33 AM IST

  • અમરેલીમાં રવિપાકના વાવેતર 700 હેકટર ઘટ્યું, સૌથી વધુ ઘઉં અને ચણા,  amreli news in gujarati
અમરેલી: અમરેલી જીલ્લામાં ગત ચોમાસામાં ભરપુર વરસાદ થયો હતો. જેના પગલે ભુતળના પાણી અને જળાશયોમાં પાણી ભરેલા હોય ઓણ સાલ રવિપાકનું 25022 હેક્ટરમાં વાવેતર થયુ છે. જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રવિપાકના વાવેતરમાં ઘટાડો થયો છે. અમરેલી જીલ્લામાં સૌથી વધુ 8350 હેક્ટરમાં ઘાસચારાનું અને 7470 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયુ છે.

25022 હેકટરમાં જ રવિપાકનું વાવેતર

અમરેલી જીલ્લામાં સિંચાઇની પુરતી સુવિધા નથી. ખેતિવાડી માટે અહિં નર્મદાના નિર તો મળતા જ નથી. પરંતુ સ્થાનિક લેવલે પણ સિંચાઇની કોઇ મોટી સુવિધા નથી. અહીંના જળાશયો પણ નાના-નાના છે અને તેના થકી બહુ ઓછા વિસ્તારમાં સિંચાઇની સુવિધા આપી શકાય છે. આ સુવિધા પણ નામમાત્રની છે. જેના પગલે જીલ્લાના મોટાભાગના વિસ્તારમાં માત્ર ચોમાસા દરમિયાન જ ખેતી થાય છે. જેને પગલે રવિપાકનું વાવેતર અન્ય જીલ્લાઓની સરખામણીમાં અહિં ઓછુ હોય છે. ચાલુ શીયાળામાં અમરેલી જીલ્લામાં કુલ વાવેતર લાયક સાડા પાંચ લાખ હેક્ટર વિસ્તારમાંથી માત્ર 25022 હેક્ટરમાં રવિપાકનું વાવેતર થયુ છે.

અમરેલી જિલ્લામાં સૌથી વધુ ઘાસચારો

ગત વર્ષે અમરેલી જીલ્લામાં 25757 હેક્ટરમાં રવિપાકનું વાવેતર થયુ હતું. આમ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અમરેલી જીલ્લામાં રવિપાકનું વાવેતર આંશીક રીતે ઓછુ થયુ છે. અમરેલી જીલ્લામાં રવિપાક પેટે સૌથી વધુ ઘાસચારો વવાયો છે. અમરેલી, ધારી, સાવરકુંડલા અને જાફરાબાદ વિસ્તાર મળી કુલ 8350 હેક્ટરમાં ઘાસચારો વવાયો છે. જ્યારે ઘઉંનું સૌથી વધુ વાવેતર 2500 હેક્ટરમાં ધારી તાલુકામાં થયુ છે. જીલ્લામાં ઘઉંનું વાવેતર 7470 હેક્ટરમાં થયુ છે.

રાતભર સાવજોની ડણક વચ્ચે બેઠો રહ્યો LCBનો સ્ટાફ

DivyaBhaskar News Network | Feb 14, 2017, 03:40 AM IST
લીલીયાતાલુકાના બવાડી, બવાડા તથા આસપાસના વિસ્તારમાં સાવજોનો કાયમી વસવાટ છે. વિસ્તારમાં આવેલુ બાવળની કાંટનું જંગલ એટલે સાવજોનું ઘર. એલસીબીએ બવાડાની સીમમાં રેત ચોરી પકડવા મધરાત્રે બાવળની કાંટમાં સંતાઇ વોચ ગોઠવી દીધી હતી. પરંતુ વિસ્તારમાં વસતા સાવજોએ એલસીબીના સ્ટાફને પણ સતત ફફડતો રાખ્યો હતો. અમરેલી એલસીબીની એક ટુકડી બવાડાની સીમમાં શેત્રુજીના પટમાં રેત ચોરીને ઝડપી પાડવા મધરાતના સમયે વોચમાં ગોઠવાઇ હતી. રેત માફીયાઓને અણસાર મળે તે માટે ટુકડી બાવળની કાંટમાં સંતાઇ હતી. પરંતુ પોલીસ માટે મુસીબત થઇ હતી કે રેત માફીયાઓનું ધ્યાન રાખવુ કે સાવજોનું ? અહિં રાતભર સાવજો હુકતા રહ્યા હતાં. એક સમયે તો દુર દુરથી સાવજોના હુકવાનો અવાજ છેવટે નજીક આવી ગયો હતો અને પંદરથી વીસ ફુટના અંતર સુધી સાવજો આવી ગયા હોય ગુનેગારોને ફફડાવનાર પોલીસ પણ ફફડી ઉઠી હતી. જો કે સવાર થતા સુધીમાં સાવજો ગાયબ થઇ ગયા હતાં અને નદીના પટમાં રેત માફીયાઓ પ્રગટ થયા હતાં. જેને પોલીસે ઝડપી લીધા હતાં.

મોડીરાત્રે પીપાવાવ-કોવાયા રોડ પર બે સિંહોની લટાર, લોકો કર્યા સિંહ દર્શન

Jaidev Varu, Pipavav | Feb 14, 2017, 16:50 PM IST
મોડીરાત્રે પીપાવાવ-કોવાયા રોડ પર બે સિંહોની લટાર, લોકો કર્યા સિંહ દર્શન,  amreli news in gujarati
અમરેલી:અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ આસપાસ માર્ગ પર સિંહોનો દબદબો છે. અહીં માર્ગ પર સિંહો દિવસમાં અનેક વખત પસાર થાય છે પણ કોઈ દિવસ કોઈ વાહન ચાલક પર હુમલાનો પ્રયાસ પણ કર્યો નથી. અહીં અવાર-નવાર માર્ગ પર સિંહો લટાર મારતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે ગત રાતે પીપાવાવ કોવાયાના માર્ગ પર બે સિંહો  રાતના સમયે રોડ પર જોવા મળતાં પરપ્રાંતી કર્મચારી અને હિન્દી મહિલાઓ પણ ઉમટી પડી હતી.  

કોવાયા પીપાવાવ માર્ગ પર ઉભા રોડે ઘણી લાંબી મુસાફરી સિંહોએ કરી હતી અને શાંતિ પૂર્ણ સિંહો ચાલ્યા ગયા હતા. સ્થાનિક લોકો તો એવું પણ કહે છે આજે નહીં દરરોજ દિવસમાં કેટલીક વખત આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. ગત રાત્રીના એક બાજુ કાર તો બીજી બાજુ ટ્રેક્ટર વચ્ચે બંન્ને સિંહો ધીમે ધીમે ચાલતા હતાં. અહીં આ સિંહોના માર્ગ પર આંટાફેરાથી સિંહોની સુરક્ષાને લઇને પણ સવાલો ઉઠ્યા હતા.

ખુલ્લે આમ સિંહ વાહનોના ડર વગર રોડ ક્રોસ કરે છે. સ્થાનિક વાહન ચાલકો કેટલાંક એવા છે જે સિંહને જોઈ વાહનો થંભાવી દે છે અને સિંહને પહેલા જવા દે છે તો કેટલાક હિન્દી ભાષી લોકો અવાર નવાર સિંહની પાછળ વાહન દોડાવી સિંહોની પજવણી કરે છે. જેના કારણે સ્થાનિક સિંહ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે પણ એક વાત ચોક્કસ છે અહીંના સિંહોને જંગલો નથી ગમતા ગમે છે તો માત્ર માર્ગો. પીપાવાવ કોવાયા સહીત આસપાસના વિસ્તારોમાં સિંહોનું પ્રમાણ ખુબ વધ્યું છે અવાર-નવાર સિંહો આવી ચડે છે. હાઇવે પર કેટલીક વખત તો વાહનોની લાઈનો લાગે છે.

મિતીયાળામાં બે ફોરેસ્ટ ગાર્ડની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ ઝબ્બે

Bhaskar News, Amreli | Feb 11, 2017, 01:57 AM IST

  • મિતીયાળામાં બે ફોરેસ્ટ ગાર્ડની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ ઝબ્બે,  amreli news in gujarati
અમરેલી:સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામે બે દિવસ પહેલા રાત્રીના સમયે અહીના મુસ્લિમ શખ્સે બે ફોરેસ્ટ ગાર્ડને પોતાની કાર હડફેટે લઇ તેમની હત્યાનો પ્રયાસ કર્યાના ગુનામા સાવરકુંડલા તાલુકા પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. 

બંનેને કાર હડફેટે લઇ ઘાયલ કર્યા હતા

એકસાથે બે ફોરેસ્ટ ગાર્ડની હત્યાનો પ્રયાસ થયાની આ ઘટના ગત 5ફેબ્રુઆરીએ સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામે બની હતી. જે કેસમા સાવરકુંડલા તાલુકા પોલીસે મુળ મિતીયાળાના અને હાલમા સાવરકુંડલામા રહેતા વાસીમ યુનુસભાઇ લલીયા નામના શખ્સની ધરપકડ કરી હતી. વનવિભાગમા ફોરેસ્ટ ગાર્ડ તરીકે નોકરી કરતા અરવિંદ બાબુભાઇ દેલવાણીયા અને ફોરેસ્ટ ગાર્ડ તરીકે નોકરી કરતા તેમના ભત્રીજા લાલજી પશાભાઇ દેલવાણીયાની હત્યાનો પ્રયાસ થયો હતો. બંને તે દિવસે બજારમા જઇ રહ્યાં હતા ત્યારે વાસીમે સૌપ્રથમ મારી નાખવાના ઇરાદે અરવિંદભાઇને હડફેટે લીધા હતા અને બાદમા કાર રિવર્સમા લેતી વખતે લાલજીને પણ હડફેટમા લઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. સાવરકુંડલા તાલુકા પોલીસે આ બારામા હત્યાની કોશિષનો ગુનો નોંધ્યા બાદ આખરે વાસીમ લલીયાની ધરપકડ કરાઇ હતી.

સાવજો માટે આરક્ષીત જગ્યામાં પવનચક્કીઓ ખડકાઇ ગઇ ?

DivyaBhaskar News Network | Feb 11, 2017, 05:40 AM IST
સાવજોના ઘરમાં ઔદ્યોગીક પ્રવૃતિ કોની મંજુરીથી... ?

સિંહઅને જંગલી પ્રાણીઓ તથા પ્રકૃતિની રક્ષા માટે ઇકો સેન્સેટીવ ઝોન કાર્યરત કરાયો છે. સાવજોની રક્ષા માટે સરકાર કરોડોનો ખર્ચ કરી રહી છે. અહિંના મેવાસા, વડાળ, ભેંકરા, સેંજળ આસપાસ તો આરક્ષીત વિસ્તાર જાહેર કરાયો છે. 24 સિંહ વસે છે અને 3000 મોરનો નિવાસ છે. ગણેશગઢ, ગાધકડા, વાશીયાળી, છાપરી આસપાસના વિસ્તારોમાં સાવજોની મોટી વસતી છે. દરરોજ મારણો થઇ રહ્યા છે. તંત્રની મીલીભગતથી આડેધડ પવનચક્કીઓ ઉભી કરવામાં આવી રહી છે. મોર ઉપરાંત ચિંકારા, ચિતલ, ઇન્ડીયન પાયથન, પ્રવાસી પક્ષીઓ મોર વિગેરેનો મોટી વસતી છે. પરંતુ હવે વિસ્તારમાં પવનચક્કીઓના કામ ચાલુ થયા છે. જેની સામે સિંહ પ્રેમીઓમાં રોષ છે. પર્યાવરણવિદ મંગળુભાઇ ખુમાણ જણાવી રહ્યા છે કે આરક્ષીત વિસ્તારની 10 કીમીની ત્રીજ્યામાં વન્ય પ્રાણીઓ માટે જોખમી હોય તેવી ઔદ્યોગીક હોય તેવી પ્રવૃતિઓ કરી શકાય.

બાંટવામાં 17 કુતરાને મારી વાહનમાં નાંખી સ્મશાન પાસે ફેંકી દેવામાં આવ્યાં

Bhaskar News, Amreli | Feb 10, 2017, 00:45 AM IST
  • બાંટવામાં 17 કુતરાને મારી વાહનમાં નાંખી સ્મશાન પાસે ફેંકી દેવામાં આવ્યાં,  amreli news in gujarati
બાંટવાઃબાંટવાનાં  બાયપાસ  નજીક સ્મશાનની  સામે દડવા ગામે જવાનાં જુના રસ્તા પર ગુરૂવારે  વહેલી સવારે મૃત પામેલા 17 કુતરાઓ  જોવા મળતાં લોકોમાં દેકારો બોલી ગયો હતો. વહેલી સવારે ખારા ડેમ પાસે ચારણી આઇ મંદિરે દર્શનાર્થે ગયલા માલધારી  યુવાનોએ  એકી સાથે મૃત કુતરાઓનો  ઢગલો જોતા ગામમાં જાણ કરતાં જીવદયા પ્રેમીઓ સ્થળ પર દોડી ગયા હતાં. પ્રાથમિક તબક્કે શિયાળ જેવા પ્રાણી લાગતા આરએફઓ  ઓડેદરાને  જાણ કરતાં સ્ટાફ સ્થળ પર પહોંચેલ અને વેટરનરી  ડો.ફડદુને બોલાવી પીએમ કરાવાતા  કુતરાનાં  જ મૃતદેહ હોવાનું  તારણ નિકળ્યું હતું અને આ બાબતે
વન ખાતાએ હાથ ખંખેરી લીધા હતાં. આ બનાવમાં  પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી. પોલીસ  ખુદ ફરિયાદી  બની આ અધમ કૃત્ય આચરનારાઓ સામે કડક કાર્યવાહી થાય એવી જીવદયા પ્રેમીઓમાંથી  ઉગ્ર માંગણી ઉઠી છે.

કુબડા નજીક બાઇક સાથે રોઝડુ અથડાતા મહિલાનું મોત નિપજયું

Bhaskar News, Dhari | Feb 07, 2017, 01:24 AM IST

  • કુબડા નજીક બાઇક સાથે રોઝડુ અથડાતા મહિલાનું મોત નિપજયું,  amreli news in gujarati
ધારી:ધારી તાલુકાના કુબડા ગામ નજીક ગતરાત્રીના અહીથી પસાર થતા બાઇક સાથે નિલગાય અથડાઇ પડતા બાઇક પલટી ખાઇ ગયુ હતુ. જેને પગલે બાઇક ચાલક દંપતિ ફંગોળાઇ જતા ગંભીર ઇજાથી મહિલાનુ મોત નિપજયું હતુ. 

નિલગાય સાથે બાઇક અથડાઇ પડતા મહિલાના મોતની આ ઘટના ધારીના કુબડા ગામના પાટીયા નજીક ગતરાત્રીના બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર દલખાણીયા ગામે રહેતા રમેશાઇ લખમણભાઇ ડાભી અને તેમના પત્ની મંજુબેન પોતાનુ મોટર સાયકલ લઇ લગ્નની કંકોત્રી વહેચવા માટે ગયા હતા. બાદમા પરત ફરતી વખતે રાત્રીના આ અકસ્માત સર્જાયો હતો. નિલગાય સાથે બાઇક અથડાઇ પડતા રમેશભાઇ અને મંજુબેન પડી ગયા હતા. મંજુબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમનુ મોત નિપજયું હતુ. બનાવને પગલે દલખાણીયા ગામમા શોકનુ મોજુ ફરી વળ્યું હતુ. બનાવ અંગે ધારી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. અકસ્માત સર્જાય એવા સ્થળ પર સ્પીડ બ્રેકર મુકવા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.