Wednesday, February 28, 2018

પોલીસ સ્ટેશનમાં પ્લાસ્ટિકની પ્યાલીમાં ચા પીવા પર પ્રતિબંધ

DivyaBhaskar News Network | Last Modified - Feb 27, 2018, 05:15 AM IST
હાલના સમયમાં પ્લાસ્ટીકના વાસણો કે અન્ય કોઈ રીતે તેમાં ખાદ્ય પ્રદાર્થ લેવાના ગેરફાયદાઓ ની વાતો સંભાળતી રહે છે....
પોલીસ સ્ટેશનમાં પ્લાસ્ટિકની પ્યાલીમાં ચા પીવા પર પ્રતિબંધ
પોલીસ સ્ટેશનમાં પ્લાસ્ટિકની પ્યાલીમાં ચા પીવા પર પ્રતિબંધ
હાલના સમયમાં પ્લાસ્ટીકના વાસણો કે અન્ય કોઈ રીતે તેમાં ખાદ્ય પ્રદાર્થ લેવાના ગેરફાયદાઓ ની વાતો સંભાળતી રહે છે. છતા લોકો પ્લાસ્ટિકના પાત્રમાં ચા, કોફી અને અન્ય પદાર્થો ખાવાનુ ટાળવામાં આળસ દાખવે છે અને સમય જતા ગંભીર સ્વાસ્થય પરિસ્થિતિનો સામનો કરે છે. જોકે આ ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ ના પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાની સુચનામાં નાયબ પોલીસ અધિક્ષક એમએસ રાણા એ માનવ,પર્યાવરણ અને પ્રા‌‌‌ણીઓના હીતમાં જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન માં પ્લાસ્ટીક ની પ્યાલીમાં ચા પીવા તેમજ પ્લાસ્ટીકની કોથળીમાં ચા મંગાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેના સ્થાને ચાની કીટલી અથવા કાચની પ્યાલાના ઉપયોગ કરવાની સુચના આપવામાં આવી છે. પોલીસના જવાનોને સતત કાર્યશીલ રહેવુ પડતુ હોય છે. જેથી તેમના સ્વાસ્થય ને લઈને લેવામાં આવેલો નિર્ણય સરાહનીય છે. સામાન્ય રીતે પોલીસ હોય કે લોકો પ્લાસ્ટીક પ્યાલી કે બેગને ઉપયોગ કર્યા બાદ ફેકી દેતા હોય છે જેથી કચરામાં વધારો થાય છે. જોકે આજ કચરો પછી ગાય જેવા પ્રાણીઓ ચાવતા જોવા મળે છે જેથી ફકત ચા પીવા માટે વપરાયેલી પ્યાલી માનવ પર્યાવરણ અને પ્રાણી ત્રણેયને નુકશાન પહોંચાડે છે. પોલીસ અધિક્ષકની સુચના બાદ મોટાભાગનાં પોલીસ સ્ટેશનોમાં અમલવારી શરૂ થઇ ગઇ છે.

શુ નુકશાન થાય છે? | પ્લાસ્ટીક ની પ્યાલી ખુબજ હલ્કા મટીરીયલથી બનાવવામાં આવે છે.જે પ્લાસ્ટીક સાથે ગરમ ચા સંપર્કમાં આવવાથી કાર્સિલોજનીક તત્વો ઉત્પન થાય છે, જે લાંબા ગાળે માણસને આંતરડાના કેન્સરનુ કારક બને છે.જેથી પ્લાસ્ટીકની પાત્રોમાં ખાદ્ય પદાર્થો લેવા ટા‌ળવા જોઈએ.અને બાયોડીગ્રેબલ , કાગળ અને કાચના વાસણમાં ખાદ્ય પદાર્થ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. - ડો.ચંદ્રેશ વ્યાસ, જૂનાગઢ જિલ્લા આઈ.ડી.એસ.પી.

ગિરનાર ડુંગરમાં અગિયારસની પરિક્રમાનો પ્રારંભ, હવે નહીં થાય !!

DivyaBhaskar News Network | Last Modified - Feb 27, 2018, 05:10 AM IST
જૂનાગઢમાં અખંડ ભારત સંઘ અને ઉતારા મંડળ દ્વારા માંગવામાં આવેલ ગિરનાર પરિક્રમાને આખરે મંજૂરી આપવામાં આવી હતી. જોકે...

ગિરનાર ડુંગરમાં અગિયારસની પરિક્રમાનો પ્રારંભ, હવે નહીં થાય !!
ગિરનાર ડુંગરમાં અગિયારસની પરિક્રમાનો પ્રારંભ, હવે નહીં થાય !!
જૂનાગઢમાં અખંડ ભારત સંઘ અને ઉતારા મંડળ દ્વારા માંગવામાં આવેલ ગિરનાર પરિક્રમાને આખરે મંજૂરી આપવામાં આવી હતી. જોકે વનતંત્રએ ભવિષ્યમાં આવી પરમિશન ન માંગવાની શરતે મંજૂરી આપી હતી. આમ, ગિરનાર ફરતેની પરિક્રમાનો પ્રારંભ થયો હતો પરંતુ હવે આવી પરિક્રમા નહિ થાય તેમ જાણવા મળી રહ્યું છે. અખંડ ભારત સંઘના પ્રમુખ અને ઉતારા મંડળના ટ્રસ્ટી ભાવેશભાઇ વેકરીયાએ દર મહીનાની સુદ અગિયારસે 1 -1 અને મહા શિવરાત્રીના દિવસે 1 મળી કુલ 13 પરિક્રમા કરવાની મંજૂરી માંગી હતી. જોકે વનતંત્રએ માત્ર એકજ પરિક્રમાની મંજૂરી આપી હતી. વહેલી સવારે 6 વાગ્યાના સમયે ગિરનાર મંડળના વરિષ્ઠ સંતો પૂ.તનસુખગીરી બાપુ, પૂ.શેરનાથ બાપુ વગેરેએ શ્રીફળ વધેરી પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો અને આશિર્વાદ આપ્યા હતા. આ પરિક્રમામાં 40 થી વધુ લોકો જોડાયા હતા.

જૂનાગઢ જીઆઇડીસી-2માં ચાર સિંહે વાછરડાનું મારણ કર્યુ

DivyaBhaskar News Network | Last Modified - Feb 27, 2018, 05:10 AM IST
જૂનાગઢ જીઆઇડીસી-2માં ગતરાત્રે ચાર સિંહ આવી ચડ્યાં હતાં અને રોડ પર જ એક વાછરડાનું મારણ કર્યુ હતું. આ ઘટનાનાં પગલે... 

જૂનાગઢ જીઆઇડીસી-2માં ચાર સિંહે વાછરડાનું મારણ કર્યુ
જૂનાગઢ જીઆઇડીસી-2માં ચાર સિંહે વાછરડાનું મારણ કર્યુ
જૂનાગઢ જીઆઇડીસી-2માં ગતરાત્રે ચાર સિંહ આવી ચડ્યાં હતાં અને રોડ પર જ એક વાછરડાનું મારણ કર્યુ હતું. આ ઘટનાનાં પગલે લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતાં. ગિરનાર જંગલમાંથી હવે વન્ય પ્રાણી રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યાં છે. જંગલ બોર્ડનાં જૂનાગઢમાં વારંવાર સિંહ,દીપડા જોવા મળે છે. ત્યારે ગત રાત્રે ચાર સિંહ જૂનાગઢ જીઆઇડીસી-2માં આવી ચડ્યાં હતાં અને જીઆઇડીસીમાં આંટાફેરા કર્યા હતાં. બાદ રોડ પર જ એક વાછરડાનું મારણ કર્યુ હતું. આ સમાચાર વાયુવેગે ફેલાઇ જતા લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતાં. રોડ પર વાહન પણ થંભી ગયા હતાં. રસ્તો પણ બંધ થઇ ગયો હતો.

જૂનાગઢમાં ગિરનાર પરિક્રમાને સહકાર આપવા રજૂઆત

DivyaBhaskar News Network | Last Modified - Feb 25, 2018, 06:55 AM IST
અખંડ ભારત સંઘ અને ઉતારા મંડળ દ્વારા 26 ફેબ્રુ.ગિરનાર પરિક્રમાનું આયોજન કરેલ છે. જોકે વન્ય પ્રાણીઓને ખલેલ પડ તેેવું...
અખંડ ભારત સંઘ અને ઉતારા મંડળ દ્વારા 26 ફેબ્રુ.ગિરનાર પરિક્રમાનું આયોજન કરેલ છે. જોકે વન્ય પ્રાણીઓને ખલેલ પડ તેેવું બહાનું આગળ ધરી વન તંત્રએ પરિક્રમામાં વિધ્ન ઉભું કર્યું છે. જે અંગેે ભારત સાધુ સમાજના અધ્યક્ષ મહંત ગોપાલાનંદજીએ જૂનાગઢના વન સંરક્ષકને પત્ર પાઠવી, સાથ સહકાર આપવામાં આવે તેવી રજૂઆત કરી છે. જયારે ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે અમારૂં ધ્યેય વન્ય સંપતિ કે વન્ય જીવોને નુકસાન પહોંચાડવાનું નહિ પરંતુ માત્ર પરિક્રમા કરી અખાડાને યાત્રા અર્પણ કરવાનું છે.

ગિરનાર અરણ્ય પર 10 મહાશક્તિનાં બેસણાં

Bhaskar News, Junagadh | Last Modified - Feb 25, 2018, 01:29 AM IST
ગુજરાતમાં એકસાથે 10 મહાશક્તિનાં અહીં બેસણાં હોય એવું પૌરાણિક એકમાત્ર સ્થાન છે.

 
જૂનાગઢ: ગરવો ગઢ ગિરનાર એટલે અનેક ગેબી શક્તિઓ, દેવી-દેવતાઓ અને સ્વયં ગુરૂ દત્તાત્રેય જ્યાં રાતવાસો કરવા આવે છે એ ભૂમિ. અહીં ગિરનારની જૂની સીડીએ 350 પગથિયેથી જંગલ તરફ જટાશંકર મહાદેવ જવાનો રસ્તો ફંટાય છે. અડાબીડ જંગલમાં આવેલું આ મંદિર અતિ પ્રાચીન છે. અહીંથી ઉપર આવેલી અેક ગુફામાં સ્વામી વિવેકાનંદે સાધના કરી હતી. આપણા છ બ્રહ્માંડ પુરાણમાં જે વસ્ત્રાપથેશ્વરનો ઉલ્લેખ છે એ ક્ષેત્રનાં જટાશંકર મહાદેવ.
અહીં પાર્વતીજીને ત્રિપુરાસુંદરી તરીકે ભજવામાં અાવે છે તેની શ્રીપીઠ પણ આવેલી છે. શ્રી રાજરાજેશ્વરી તરીકે સંયુક્ત 10 મહાશક્તિ ધૃમાવતી એટલેકે પદ્માવતી, ત્રિપુર ભૈરવી, નિલ સરસ્વતી, વર્જ વૈચોચની એટલેકે છીનમસ્તા ફૂલ જોગણી, કાલી, ત્રિપુરાસુંદરી, મહાલક્ષ્મી, માતંગી, ભુવનેશ્વરી અને બગલામુખ બિરાજે છે. જટા શંકર મહાદેવ જે ગુફામાં બિરાજે છે તેની પાછળજ આ મંદિર આવેલું છે. જેનું નવનિર્માણ કરાયું છે. અહીંનાં મહંત પૂર્ણાનંદ ગુરૂ બાલાનંદ બ્રહ્મઋષિ કહે છે, ગુજરાતમાં એકસાથે 10 મહાશક્તિનાં અહીં બેસણાં હોય એવું પૌરાણિક એકમાત્ર સ્થાન છે.

જૂનાગઢ એટલે સાવજનું ઘર. આ વાતને કોઇપણ અર્થમાં લઇ શકાય.

DivyaBhaskar News Network | Last Modified - Feb 24, 2018, 04:40 AM IST
જૂનાગઢ એટલે સાવજનું ઘર. આ વાતને કોઇપણ અર્થમાં લઇ શકાય. જૂનાગઢની પાદરેજ સાવજોનો વસવાટ છે. ઇન્દ્રેશ્વર વિસ્તારમાં...
પોલીટીકલ રિપોર્ટર | જૂનાગઢ
જૂનાગઢ એટલે સાવજનું ઘર. આ વાતને કોઇપણ અર્થમાં લઇ શકાય. જૂનાગઢની પાદરેજ સાવજોનો વસવાટ છે. ઇન્દ્રેશ્વર વિસ્તારમાં ગમે ત્યારે સિંહ અાવી ચઢે. આ વિસ્તાર તો જાણેકે વનરાજની ઓસરી ન હોય. ઇન્દ્રેશ્વરની ભાગોળે એક મેલડી માતાની દેરી આવેલી છે. અહીં આવી ચઢેલા વનરાજને જોનાર ફોટો પાડ્યા વિના ન રહી શકે. તસ્વીર જોઇને કોઇપણ બોલી ઉઠે ખમ્મા મારી મેલડીને તો સાવજનાં રખોપાં બાપ...

ગીરગઢડા: સિંહણે ગાયનું મારણ કરી માણી મિજબાની, લોકો જોવા ઉમટ્યા

DivyaBhaskar.com | Last Modified - Feb 23, 2018, 01:21 PM IST
ગીરગઢડાના હરમડીયા ગામે સિંહણે ગાયનું મારણ કર્યું
ગીરગઢડા: ગીરગઢડા તાલુકો જગંલ બોર્ડરને અડીને આવેલો છે. આથી સિંહો અવાર નવાર આસપાસના ગામોમા આવી જતા હોય છે. જગંલ બોર્ડર નજીકના ગામોમાંથી સિંહોને સેહલાઇથી રેઢીયાળ ગાયો, નીલ ગાયો જેવા પશુઓનો શિકાર મળી રહે છે. ત્યારે ગીરગઢડાના હરમડીયા ગામની સીમમા એક સિંહણે એક ગાયનું મારણ કરી મીજબાની માણી હતી. સિંહણે કરેલા શિકારની વાત આજુબાજુના વિસ્તારમાં પ્રસરી જતા લોકોના ટોળા જોવા માટે ઉમટ્યા હતા અને દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-lioness-hunting-cow-in-harmadiya-village-of-girgadhada-gujarati-news-5818323-PHO.html

હરમડીયામાં સિંહણે ગાયનું મારણ કરી મિજબાની માણી

Jayesh Gondhiya Una | Last Modified - Feb 24, 2018, 04:12 AM IST
રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ આ દ્રશ્યો નિહાળ્યા હતા
ઊના: ગીરગઢડા તાલુકાના હરમડીયાની સીમ વિસ્તારમાં દિવસના સિંહણ આવી ચડતા રખડતી ગાય પર હુમલો કરી મિજબાની માણી હતી. જ્યારે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ આ દ્રશ્યો નિહાળ્યા હતા.

ગિરનાર પર રોપવે બનતાં ડોળી મજુરો બેકાર બનશે


DivyaBhaskar News Network | Last Modified - Feb 22, 2018, 03:05 AM IST
જૂનાગઢમાં ગિરનારમાં પર્વત પર બનનારા રોપ-વેથી પર્વત પર ડોળીવાળા તરીકે કામ કરતા તેમજ તેડાગાર તરીકે કામ કરતા મજુરો...
  • ગિરનાર પર રોપવે બનતાં ડોળી મજુરો બેકાર બનશે
    જૂનાગઢમાં ગિરનારમાં પર્વત પર બનનારા રોપ-વેથી પર્વત પર ડોળીવાળા તરીકે કામ કરતા તેમજ તેડાગાર તરીકે કામ કરતા મજુરો બેકાર બની જશે. આથી ગિરનાર ડોળી એસોસીએશન મંડળએ પોતાની રોજગારી ન છીનવવા કલેક્ટરને આવેદન પાઠવ્યુ હતું. આવેદનમાં ડોળી એસોસીએશનએ માંગ કરી હતી કે પર્વત પર ડોળીવાળા તરીકે કામ કરતા મજુરોને રોપ-વે બનાવનારી બ્રેકો કંપની તરફથી યોગ્ય ‌વળતર આપવામા આવે. તેમજ ડોળી એસોસીએશન મંડળ દ્વારા કરવામાં આવેલી વિવિધ માંગણીઓ સરકાર દ્વારા પુરી કરવામાં આવે.

મીનીકુંભ અને ગીરનાર સીડીનાં રિપેરીંગ માટે 20 કરોડની જોગવાઇ

DivyaBhaskar News Network | Last Modified - Feb 21, 2018, 09:50 AM IST
રાજય સરકારના વર્ષ 2018/19 નાં બજેટમાં જૂનાગઢના વિકાસના દ્વાર ખુલે તેવી અનેક યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષો...
મીનીકુંભ અને ગીરનાર સીડીનાં રિપેરીંગ માટે 20 કરોડની જોગવાઇ
રાજય સરકારના વર્ષ 2018/19 નાં બજેટમાં જૂનાગઢના વિકાસના દ્વાર ખુલે તેવી અનેક યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષો જૂની સમસ્યાના નિકાલ ઉપરાંત શહેરની શાન વધે અને આવનાર પ્રવાસીને કોઇ મુશ્કેલી ન પડે તે માટે અનેક કામગીરી કરવા માટે નાણાંકીય જોગવાઇ કરવામાં આવી છે. ખાસ કરીને વર્ષોથી શિવરાત્રી મેળાને મિની કુંભ મેળો જાહેર કરવાની થતી માંગ સંતોષાયા બાદ કેટલી નાણાંકીય જોગવાઇ કરવામાં આવશે તેના પર સૌની મીટ હતી. આ ઉપરાંત ગિરનારની સીડીના રિપેરીંગ માટેની પણ આવશ્યકતા ઉભી થઇ હતી. જયારે શહેરની સૌથી માથાના દુ:ખાવા રૂપ સમસ્યા જોષીપરા રેલવે ફાટકની હતી. તેના પર ઓવરબ્રિઝ બનાવવાની પણ વર્ષોથી માંગ હતી જેના માટે પણ ખાસ જોગવાઇ કરવામાં આવી છે. આમ,અનેક સમસ્યાના નિકાલ માટે અને સુવિધા આપવા માટે રાજય સરકારે તત્પરતા દર્શાવતા આગામી દિવસોમાં જૂનાગઢના વિકાસના દ્વાર ખુલી જશે અને આવનાર દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા શહેરની આર્થિક સ્થિતી પણ મજબૂત બનશે.

સીગલ પક્ષીનું સોમનાથ ત્રિવેણીઘાટે શિસ્તબદ્ઘ નમન


Bhaskar News, Kajli | Last Modified - Feb 22, 2018, 01:58 AM IST
ઠંડી બાદ માર્ચ મહિના પછી પક્ષીઓ ફરી વતન તરફ વળે છે
  • શિસ્તબદ્ઘ નમન કરતા પક્ષીઓ
    +2 બીજી સ્લાઈડ્સ જુઓ
    શિસ્તબદ્ઘ નમન કરતા પક્ષીઓ
    કાજલી: સોમનાથનાં ત્રિવેણી સંગમે દર વર્ષે શિયાળામાં અનેક વિદેશી પક્ષીઓ આવે છે. જેમાં મુખ્યત્વે યુરોપ, ચાઇના અને કઝાકિસ્તાન જોવા મળતું સીગલ પક્ષી જેને ગુજરાતીમાં દરિયાઇ ધુમડો કહેવામાં આવે છે. તે વધુ જોવા મળે છે અને દર વર્ષે આ પક્ષી મોટી સંખ્યામાં ત્રિવેણી સંગમે આવે છે અને અહીં આવતા યાત્રીઓનું આકર્ષણનું કેન્દ્ર બને છે. આ તસ્વીરમાં સીગલ પક્ષીઓ ત્રિવેણી નદીને એક જ હરોળમાં ઉભી શિસ્તબધ્ધ રીતે નમન કરતા હોય એવું દ્રશ્ય ખડુ થયુ છે.

ગિરનાર ફરતેની 13 પૈકી પ્રથમ પરિક્રમાનો 26 ફેબ્રુઆરીએ પ્રારંભ

DivyaBhaskar News Network | Last Modified - Feb 20, 2018, 03:50 AM IST
જ્ઞાતિ સમાજ ટ્રસ્ટોના ઉતારા મંડળ અને અખંડ ભારત સંઘના સંયુકત ઉપક્રમે ગિરનાર ફરતેની 13 પરિક્રમાનું આયોજન કરવામાં...
  • ગિરનાર ફરતેની 13 પૈકી પ્રથમ પરિક્રમાનો 26 ફેબ્રુઆરીએ પ્રારંભ
    જ્ઞાતિ સમાજ ટ્રસ્ટોના ઉતારા મંડળ અને અખંડ ભારત સંઘના સંયુકત ઉપક્રમે ગિરનાર ફરતેની 13 પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું તે પૈકીની પ્રથમ પરિક્રમાનો 26 ફેબ્રુઅારી 2018 ને સોમવારથી પ્રારંભ થશે. આ અંગે માહિતી આપતા અખંડ ભારત સંઘના ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે જ્ઞાતિ સમાજ ટ્રસ્ટોના સહકારથી દર વર્ષે ગિરનાર ફરતેની 13 પરિક્રમા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. દર મહિનાની સુદ અગિયારસે આ પરિક્રમા કરાશે.

    આમ બાર મહિનાની 12 અને મહાશિવરાત્રીની મહા વદ અગિયારસની 1 મળી કુલ 13 પરિક્રમા થશે જે દરેક અખાડાને 1 - 1 મળી કુલ 13 અખાડાને 13 પરિક્રમા સમર્પિત કરવામાં આવશે. પ્રથમ પરિક્રમા 26 ફેબ્રુઅારી સોમવારના રોજ સવારના 6 વાગ્યાથી કૈવલબાગ- લાલઢોરી ખાતેથી શરૂ કરવામાં આવશે જેમાં બપોરનું ભોજન માળવેલા ખાતે લઇ પરત 8 વાગ્યા સુધીમાં ભવનાથ તળેટી ખાતે પરિક્રમા સંપન્ન થશે. પરિક્રમા દરમિયાન માર્ગમાં આવતા ધાર્મિક સ્થળની મુલાકાત,સાફ સફાઇ, અપૂજ્ય મંદિરોની પૂજા કરવામાં આવશે.જૂનાગઢના દરેક નગરજનોને આ પરિક્રમામાં જોડાવા ભાવેશભાઇ વેકરીયાએ અનુરોધ કર્યો છે.

નિવૃત શિક્ષક ચકલી બચાવવા 1 હજાર માળાનું વિતરણ કરશે

Bhaskar News, Junagadh | Last Modified - Feb 20, 2018, 12:24 AM IST
છેલ્લા 10 વર્ષમાં ચકલીનાં 5000થી વધુ માળાનું વિતરણ કરી ચૂક્યાં છે
નિવૃત શિક્ષક ચકલી બચાવવા 1 હજાર માળાનું વિતરણ કરશે
નિવૃત શિક્ષક ચકલી બચાવવા 1 હજાર માળાનું વિતરણ કરશે
જૂનાગઢ: આજે નગરો અને શહેરોમાં દિવસેને દિવસે જંગલાે કપાતા જાય છે અને ક્રેાક્રીટના જંગલો બનતા જાય છે જેના કારણે અનેક પ્રકારના પક્ષીઓની જાતિ લુપ્ત થતી જાય છે ત્યારે આજે પક્ષી પ્રેમીઓ દ્વારા ચકલી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ચકલીની સંખ્યામાં વધારો કઇ રીતે થાય તેના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે ત્યારે જૂનાગઢના પક્ષીપ્રેમી અને નિવૃત્ત શિક્ષક કમલેશભાઇ દુલર્ભજીભાઇ ચાવડા દ્વારા ચકલી બચાવો અભિયાન પર છેલ્લા 10 વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે. કમલેશભાઇ લેમીનેટની શીટમાંથી ચકલાના માળા બનાવી લોકોને વિતરણ કરે છે.
છેલ્લા 10 વર્ષમાં 5000થી વધુ ચકલીના માળાનું વિતરણ કરી ચૂક્યાં છે. કમલેશભાઇએ જણાવ્યું હતું કે હું પેગોડા સિસ્ટમ, તંબુ સિસ્ટમના આકારના માળા બનાવું છું. આ પ્રકારના માળા બનાવવા પાછળનું કારણ એ હતું કે લોકોએ ઘરમાં રાખ્યાં હોય તો તે જોવાં ગમે. લોકોમાં ચકલી પ્રત્યે જાગૃતિ આવે તે મારો મુખ્ય હેતુ છે. માળા વિતરણની સાથે લોકોને ચકલી અને તેના બચ્ચાંની માવજત કઇ રીતે કરવી અને ક્યાં પ્રકારનું ધ્યાન રાખવું તેની સમજણ પણ આપે છે.
લાંબો સમય ટકે એ માટે લેમીનેટ શીટમાંથી ચકલીના માળા બનાવવાનો વિચાર આવ્યો
પહેલાં તો મેં ખોખામાંથી 5 ચકલીના માળા બનાવ્યાં હતાં પરંતુ અેક દિવસ એવું બન્યું કે માળાે પડી ગયો અને તેમાં રહેલાં બચ્ચાં પડીને મરી ગયાં. આ જોઇને મને બહું દુ:ખ થયું ત્યારે મેં નક્કી કર્યું કે મારે એવા માળા બનાવવા છે કે જે ચકલી અને તેનાં બચ્ચાંને કોઇ નુકસાન ન થાય અને લાંબેા સમય સુધી ટકી રહે તે માટે લેમીનેટ શીટમાંથી ચકલીના માળા બનાવ્યાં અને તેનું પરીણામ પણ સારું મળ્યું.-કમલેશભાઇ ચાવડા

પાનખરનું એક સુક્કું પાન છું, ડાળીએ તરછોડેલ, હું વન વગડામાં વેરાન છું

Bhaskar News, Junagadh | Last Modified - Feb 19, 2018, 01:52 AM IST
એક ડાળીનાં સંગમાં પાનની કેટલી તાકાત હોય છે.
પાનખરનું એક સુક્કું પાન છું, ડાળીએ તરછોડેલ,  હું વન વગડામાં વેરાન છું
પાનખરનું એક સુક્કું પાન છું, ડાળીએ તરછોડેલ, હું વન વગડામાં વેરાન છું
જૂનાગઢ : એક ડાળીનાં સંગમાં પાનની કેટલી તાકાત હોય છે. એક પ્રકારની સ્થિરતા હોય છે. ડાળી સાથે જોડાયેલ પાન વાવાઝોડાને પણ માત આપે છે. પરંતુ ડાળીથી છુટા પડ્યા બાદ પાનની વ્યથા કેવી હોય છે ω.વાવાઝોડાને માત આપનાર પાન ડાળીથી છૂટું પડ્યા બાદ ફૂંકથી પણ ડરે છે. તણખાની વાત તો દુર, સુર્યનાં કિરણથી પણ તપે છે.કવિનાં શબ્દોમાં પાન શું કહેતુ હશે ω પાનખરનું એક સુક્કું પાન છું, ડાળીએ તરછોડેલ, હું વન વગડામાં વેરાન છું.

ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી ત્રીજી વખત રચાશે, 110 વર્ષે પગથિયાંનો થશે જીર્ણોદ્ધાર

Bhaskar News, Junagadh | Last Modified - Feb 14, 2018, 01:40 AM IST
એક સદી પહેલાં દોઢ લાખમાંજ તમામ સ્થળો એકબીજા સાથે જોડાઇ ગયા 'તા
ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી ત્રીજી વખત રચાશે, 110 વર્ષે પગથિયાંનો થશે જીર્ણોદ્ધાર
ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી ત્રીજી વખત રચાશે, 110 વર્ષે પગથિયાંનો થશે જીર્ણોદ્ધાર
જૂનાગઢ: આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી એક વખત ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી. જેના ઉપક્રમે હવે ગિરનાર ક્ષેત્રને લગતા તમામ પ્રોજેક્ટો હાથ ધરાશે, નવા કામોનો નિર્ણયથી માંડીને અમલવારી તેને હસ્તકજ રહેશે. જોકે, આ સત્તામંડળ ત્રીજી વખત રચાશે એ યાદ રહે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ભવનાથ મહાદેવ મંદિરનાં પટાંગણમાં ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવાની જાહેરાત કરી. સાથોસાથ તેમાં સંતોનો સમાવેશ કરવા પણ ખાત્રી આપી. જોકે, એ વાત યાદ કરવી જરૂરી છે કે, અગાઉ બે વખત ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની જાહેરાત થઇ ચૂકી છે.
એક વખત તો રચના પણ થઇ ગઇ હતી. પ્રથમ વખત શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા એ વખતે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી રચવાની જાહેરાત કરી હતી. જોકે, તેની રચના થાય એ પહેલાંજ તેમની સરકાર ગઇ હતી. ત્યારબાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની જાહેરાત અને બાદમાં રચના કરતું જાહેરનામું સુદ્ધાં પ્રસિદ્ધ કરી દીધું હતું. પરંતુ કોઇ કારણોસર તે કાર્યાન્વિત થઇ શકી નહોતી. ત્યારબાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રીજી વખત તેની રચનાની જાહેરાત કરી છે.
એ રીતે ગિરનાર ચઢવા માટેનાં પગથિયાંનો પણ જીર્ણોદ્ધાર કરવાની જાહેરાત કરી છે. આ માટેનો ખર્ચ રાજ્ય સરકારનાં બજેટમાં સામેલ કરાશે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. જોકે, અગાઉ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તક તેના જીર્ણોદ્ધારની જાહેરાત થયા બાદ તેના માટે રૂ. 75 લાખ પણ ફાળવાયા હતા. જે હજુ વપરાયા વિનાના પડ્યા છે. આ પહેલાં છેલ્લા 1 હજાર વર્ષ દરમ્યાન જુદા જુદા સમય ગિરનારનાં જુદા જુદા સ્થળોએ પગથિયાં બનેલા.
એ વખતે તે પાજ તરીકે ઓળખાતા. જોકે, તમામ મુખ્ય ધાર્મિક સ્થળોને આવરી લેતા પગથિયાં બાંધવાનો નિર્ણય નવાબ બહાદુરખાનજી ત્રીજાના સમયમાં લેવાયો. આ ગિરનાર લોટરી ફંડ નામથી કાયમી ફંડ એકઠું કરવાનો નિર્ણય તા. 7 ઓગષ્ટ 1889 માં લેવાયો હતો. તેનો પ્રથમ ડ્રો તા. 15 મે 1892 નાં રોજ ફરાસખાનામાં યોજાયો હતો. એ વખતે આ લોટરીની રૂ. 1 ની કિંમતની 1,28,663 ટિકીટો વેચાઇ હતી.
ડ્રોમાં રૂ. 10 હજારનું પ્રથમ ઇનામ મુંબઇનાં પરેલનાં રહેવાસી સવિતાબેન ડાહ્યાભાઇ ખાંડવાળાને ફાળે ગયું હતું. ત્યારબાદ લોટરીના 4 ભાગ કરાયા હતા. અને કુલ 2,74,393 ટિકીટો વેચાઇ હતી. તેમાંથી રૂ. 1,02,895નાં ઇનામો અપાયા હતા. તેની ઉપજમાંથી રૂ. દોઢ લાખનાં ખર્ચે પગથિયાં બંધાયા હતા. જેનું કામ ઇ.સ. 1908 માં પુરૂં થયું હતું. પગથિયાંની શરૂઆતે આ અંગેનો શિલાલેખ પણ છે.

ઉનાના ગામડામાં સિંહ પરિવારના ધામા, દિલધડક ગાયના મારણના દ્રશ્યો

Jayesh Gondhiya, Una | Last Modified - Feb 08, 2018, 02:13 PM IST
સિંહ પરિવાર ઉનાના ગામડાના રહેણાંક વિસ્તારમાં પડ્યા પાથર્યા રહે છે
સિંહ પરિવારે રેઢિયાળ ગાયનું મારણ કર્યું
ઉના: છેલ્લા ત્રણ મહિનાથી સાસણ ગીર જેવા દ્રશ્યો ઉનાના ગામડાઓમાં જોવા મળે છે. 12થી 15 સિંહોના ધામા ઉનાના ગામડાઓમાં જોવા મળે છે. ત્યારે 5થી 6 સિંહોએ દિલધડક રીતે એક રેઢિયાર ગાયનું મારણ કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ઉલ્લેખનીય છે એક તરફ પાનખર ઋતુ ચાલી રહી છે એટલે સિંહોને પૂરતો ખોરાક ન મળતો હોવાથી તે ગીર બોર્ડરના નજીકમા આવેલા ગામડાઓમાં આરામથી ખોરાક મળી રહે છે તે માટે જંગલી ભૂંડ, નીલ ગાય, રોજડા અને રેઢીયાળ ગાયોને શિકાર બનાવે છે. તેમજ સિંહોને આસપાસના ખેતરમાં પીવાનું પાણી પણ મળી રહે છે.
સિંહ પરિવાર ઉનાના ગામડાના રહેણાંક વિસ્તારમાં પડ્યા પાથર્યા રહે છે
પ્રાપ્ત વિગત મુજબ ઉનાના આમોદ્રા ગામે ગઇકાલે રાત્રે એક રેઢિયાળ ગાયનો 5થી 6 સિંહના પરિવારે શિકાર કર્યો હતો. જેમાં સિંહ પરિવાર મીજબાની માણતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ સિંહ પરિવાર ઉનાના ગામડાના રહેણાંક વિસ્તારમાં પડ્યા પાથર્યા રહે છે. સિંહ પરિવારે ગાયનું મારણ કરતા મોટી સંખ્યામાં લોકો પણ આ દ્રશ્યો જોવા ઉમટી પડ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-lion-family-attack-on-cow-and-bite-photos-of-una-village-gujarati-news-5808332-PHO.html

અશ્વને ગ્લેન્ડર રોગ થતાં દોડધામ

DivyaBhaskar News Network | Last Modified - Feb 06, 2018, 03:10 AM IST
જૂનાગઢનાં જમાલવાડી વિસ્તારમાં અશ્વને ગ્લેન્ડર રોગ થતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. તેમજ જૂનાગઢમાં ગ્લેન્ડર રોગે...
અશ્વને ગ્લેન્ડર રોગ થતાં દોડધામ
અશ્વને ગ્લેન્ડર રોગ થતાં દોડધામ
જૂનાગઢનાં જમાલવાડી વિસ્તારમાં અશ્વને ગ્લેન્ડર રોગ થતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. તેમજ જૂનાગઢમાં ગ્લેન્ડર રોગે દેખા દેતા તાલુકામાં અશ્વો અને ગદર્ભની હેરાફેરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યા હતાં.

જૂનાગઢનાં જમાલવાડીમાં રહેતા અશ્વ પાલકનાં એક અશ્વને ગ્લેન્ડર રોગનાં લક્ષણ દેખાયા હતાં. જેના પગલે તેના લોહીનાં નમુના લેવામાં આવ્યાં હતાં. રીપોર્ટ આવતા અશ્વને ગ્લેન્ડર રોગનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અશ્વને ગ્લેન્ડર રોગ પોઝીટીવ આવતા તંત્રે તાત્કાલીક કાર્યવાહી શરૂ કરી હતી. તેમજ રોગનાં નિકાલની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટના બાદ ધી પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ઇન્ફેક્સીઅસ એન્ડ કોન્ટેઝીયસ ડીસીઝ ઇન એનીમલ્સ એકટ મુજબ જૂનાગઢ શહેર અને તાલુકામાં અશ્વ અને ગદર્ભને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ગ્લેન્ડર રોગનાં લક્ષણો | ગ્લેન્ડર રોગએ અશ્વ અને ગદર્ભમાં થાય છે. રોગનાં કારણે અશ્વ અને ગદર્ભમાં તાવની અસર રહે, આંખ અને નાકમાંથી પ્રવાહી વહન થાય, ખોરાકમાં ઘટાડો થાય, દિવસેને દિવસે વજન ઘટતો જાય વગેરે લક્ષણો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-031003-1057124-NOR.html

રોડના વિકાસના નામે થતું વર્ષો જૂના તોતીંગ વૃક્ષોનું નિકંદન

DivyaBhaskar News Network | Last Modified - Feb 06, 2018, 03:05 AM IST
જૂનાગઢના ખામધ્રોળ રેલવે ફાટકથી લઇને હર્ષદ નગર સુધી રોડ પહોળો બનાવવાનો છે. આ રોડના વિકાસના નામે અનેક વર્ષો જૂના...
રોડના વિકાસના નામે થતું વર્ષો જૂના તોતીંગ વૃક્ષોનું નિકંદન
રોડના વિકાસના નામે થતું વર્ષો જૂના તોતીંગ વૃક્ષોનું નિકંદન
જૂનાગઢના ખામધ્રોળ રેલવે ફાટકથી લઇને હર્ષદ નગર સુધી રોડ પહોળો બનાવવાનો છે. આ રોડના વિકાસના નામે અનેક વર્ષો જૂના તોતીંગ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. ત્યારે આ વૃક્ષ કટીંગની થતી કામગીરી અટકાવી રોડ માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. મનપાના કર્મીઓ દ્વારા વર્ષો જૂના વિરાટ વૃક્ષોનું હાલ કટીંગ કરવામાં આવી રહ્યું છે. કટીંગ કર્યા બાદ આ વૃક્ષોના ટુકડાને સ્મશાને લઇ જવામાં આવશે. ખામધ્રોળ રેલ્વે ફાટકથી લઇને ફાર્મસી ફાટક સુધીમાં અનેક આવા વૃક્ષો છે જેનું કટીંગ કરવાના આવનાર છે. ખરેખર આવા વૃક્ષોની જાળવણી કરવી જોઇએ. રોડ માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ વિચારીને આ વૃક્ષ કટીંગની કામગીરી અટકાવવામાં આવે તે માટે માંગ ઉઠી છે.

આ યુવાન અભ્યાસ છોડી કરવા લાગ્યો સજીવ ખેતી, મેળવે છે મબલખ ઉત્પાદન

 Pravin karangia, Keshod | Last Modified - Feb 05, 2018, 06:52 PM IST
કેશોદના સોંદરવા ગામે યુવાન 30 વીઘામાં કરે છે સજીવ ખેતી, રાસાયણીક ખાતરનો નથી કરતો ઉપયોગ
કેશોદના યુવાને અભ્યાસ છોડી સજીવ ખેતી અપનાવી
કેશોદ: કેશોદના સોંદરવા ગામના પશુ પ્રેમની સાથે ખેતી પ્રેમ ધરાવતા 25 વર્ષીય યુવાન હરદીપસિંહ નરેન્દ્રસિંહ રાયજાદા ગ્રેજ્યુએશન કર્યા બાદ ભણતર છોડીને ૩૦ વિઘામાં દેશી ખાતરનો ઉપયોગ કરી મબલખ ઉત્પાદન અને મબલખ કમાણી મેળવે છે. આ જમીનમાં મગફળી, ઘઉં તેમજ ચણાનું વાવેતર કરવામાં આવે છે અને જાણીતા લોકોમાં પાકનું વેચાણ થઇ જતું હોય તેથી તેનું માર્કેટ કરવું પડતું નથી. કોઇ પણ પાકની ગુણવત્તા સારી હોવાનું સર્ટીફિકેટ (ગોપકા) ગુજરાત સરકારનું ગુજરાત ઓર્ગેનીક પ્રોડક્શ કંપનીનું પ્રમાણપત્ર પણ મેળવી લીધું છે. આજુબાજુની જમીનમાં દવા છંટકાવ થવાથી પોતાની જમીન ન બગડે તે માટે ટૂંક સમયમાં તેઓ અમુક પ્રકારના દવાને રોકીને પણ હવાની અવરજવર થઇ શકે તેવા વૃક્ષોનું વાવેતર કરશે. તેની પાસે 5 દેશી ગાય, 2 બળદ તેમજ 1 ઘોડી છે.
જીવામૃત દ્રાવણ (સજીવ ખાતર) બનાવવાની રીત
ગાયનું છાણ 15 કિલો
ગાયનું ગૌમુત્ર 10 લીટર
કઠોળનો લોટ 1 કીલો
ગોળ 1 કિલો
વડ-પીપળનીની નીચેની ધુળ 1 કિલો આ બધુ 6 દિવસ બેરલમાં રાખવું અને સવાર સાંજ હલાવવું. બે દિવસ પછી ઉપયોગમાં લઇ શકાય છે. 200 લીટર દ્વાવણ 1 એકરમાં પાણી સાથે પાવામાં કામ આવે છે.

દશપર્ણીય અર્ક (રોગ માટે)
ગૌ મુત્ર, આંકડાના પાન, લીમડાના પાન, કરેણના પાન, સીતાફળના પાન, બીલીના પાન, ધતુરાના પાન, કુવારપાઠું, તીખું મરચું, લસણ તેમજ ગાયની ખાટી છાશ આ દ્વાવણ 15 દિવસમાં તૈયાર થાય છે અને પાકમાં રોગ દેખાય ત્યારે 1 પંપમાં 1 લીટર નાખી શકાય છંટકાવ કરવામાં આવે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-young-man-do-sajiv-agriculture-in-keshod-of-junagadh-gujarati-news-5806033-PHO.html

સરગવાનાં પાનમાં કેલ્શિયમ અને પ્રોટીનની માત્રા વધુ હોઇ પશુઆહારમાં ઉપયોગ કરવો

DivyaBhaskar News Network | Last Modified - Feb 04, 2018, 05:50 AM IST
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વેટરનરી કોલેજ તથા એનિમલ ન્યૂટ્રિશન સોસાયટી ઓફ ઇન્ડિયાનાં સયુક્ત ઉપક્રમે પશુપોષણ પર...
સરગવાનાં પાનમાં કેલ્શિયમ અને પ્રોટીનની માત્રા વધુ હોઇ પશુઆહારમાં ઉપયોગ કરવો
સરગવાનાં પાનમાં કેલ્શિયમ અને પ્રોટીનની માત્રા વધુ હોઇ પશુઆહારમાં ઉપયોગ કરવો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વેટરનરી કોલેજ તથા એનિમલ ન્યૂટ્રિશન સોસાયટી ઓફ ઇન્ડિયાનાં સયુક્ત ઉપક્રમે પશુપોષણ પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિદિવસીય પરિસંવાદ આજે પૂર્ણ થયો હતો. આ પરિસંવાદમાં વૈજ્ઞાનિકો અને ખેડૂતો સાથે સંવાદ થયો હતો. જેમાં પશુ આહારનો ખર્ચ કેમ ઘટાડી શકાય અને દુધનું વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી.

ખેડૂતોને કેટલીક ભલામણ કરવામાં આવી હતી. જેમાં સરગવાનાં પાનમાં કેલ્શિયમ તથા પ્રોટિનની માત્રા વધુ હોવાથી તેનો પશુઆહારમાં ઉપયોગ કરવો જોઇએ. તેમજ રાગીમાં પણ કેલ્શિયમની માત્રા હોવાથી તેનો પણ પશુઆહારમા઼ સમાવેશ કરવો જોઇએ. અપ્રચલિત પશુ આહારનો ઉપયોગ કરીને પશુપાલનાં નિભાવનાં ખર્ચમાં ઘટાડો કરી શકાય છે.

તેમજ શ્રેષ્ઠ સંશોધન પત્રો રજુ કરનાર 30 વૈજ્ઞાનિકોને પ્રમાણ પત્ર અને શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત વેટરનરી કોલેજનાં એનિમલ ન્યુટ્રિશન વિભાગનાં ડો. જે. એ. ચાવડાનાં પશુઓમાં બાયપાસ ફેટ ખવડાવવાથી આશરે 5 ટકા દુધમાં વધારો કરી શકાય વિષયનાં સંશોધન પત્રને બેસ્ટ સંશોધન પત્રનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ તકે કુલપતિ ડો. એ. આર. પાઠક, ડો.વી. પી. ચોવટિયા, ડો. એમ. સી. દેસાઇ, ડો. પી. એચ. ટાંક, ડો. એસ.એસ.કુંડુ, ડો. એ.કે.ત્યાગી, ડો. એચ.એચ.સવસાણી, ડો. જે.બી. કથિરીયા સહિતનાં હાજર રહ્યાં હતાં.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-055002-1046735-NOR.html

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા: 10 કપિરાજ મહિલા સ્પર્ધકને ઘેરી વળ્યા


Bhaskar News, Junagadh | Last Modified - Feb 05, 2018, 02:43 AM IST
કપિરાજો પણ સ્પર્ધકના બુલંદ હોસલાને પામી ગયા હોય, તેમ પગથિયા પરથી ખસીને દોડવાનો રસ્તો ખુલ્લો કરી આપ્યો
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા: 10 કપિરાજ મહિલા સ્પર્ધકને ઘેરી વળ્યા
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા: 10 કપિરાજ મહિલા સ્પર્ધકને ઘેરી વળ્યા
જુનાગઢ: ગિરનાર સાથે જોડાયેલી અનેક કિવદંતીઓ, ધાર્મિક બાબતોની સાથે એ બાબત પણ જાણીતી છે કે અહીં કપિરાજોની નોંધપાત્ર વસતિ અને સહઅસ્તિત્વ છે. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા વખતે કપિરાજોના દર્શન આમ તો સ્પર્ધકો અને યાત્રાળુઓ માટે સામાન્ય છે,આ વાનર કનડગત નથી કરતા હોતા. પરંતુ આજે રવિવારે હજુ તો સ્પર્ધકો 450 જેટલા પગથિયા ચડ્યા હશે કે એક સ્પર્ધકની સામે અચાનક જ 10 કપિરાજની સેના આવી પહોંચી અને રસ્તો આંતરવાની કોશિશ કરી, પરંતુ સ્પર્ધકે જરા પણ વિચલિત બન્યા વગર દોટ ચાલુ રાખી હતી, અને કપિરાજો પણ સ્પર્ધકના બુલંદ હોસલાને પામી ગયા હોય, તેમ પગથિયા પરથી ખસીને દોડવાનો રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો.

જૂનાગઢ: 9 નાથ, 84 સિદ્ધ, 64 જોગણી, 52 વીર અને

DivyaBhaskar News Network | Last Modified - Feb 04, 2018, 03:50 AM IST
જૂનાગઢ: 9 નાથ, 84 સિદ્ધ, 64 જોગણી, 52 વીર અને 33 કરોડ દેવી-દેવાતાનાં જ્યાં બેસણા છે એવા ગિરનારનો મહામ્ય અનેરૂં છે. ગિરનાર...
જૂનાગઢ: 9 નાથ, 84 સિદ્ધ, 64 જોગણી, 52 વીર અને
જૂનાગઢ: 9 નાથ, 84 સિદ્ધ, 64 જોગણી, 52 વીર અને 33 કરોડ દેવી-દેવાતાનાં જ્યાં બેસણા છે એવા ગિરનારનો મહામ્ય અનેરૂં છે. ગિરનાર રેવતાચલ પર્વત તરીકે પણ ઓળખાય છે. તે એક સુતેલા ઋષિ સમાન છે. ગિરનાર ગુજરાત રાજ્યનો સૌથી ઉંચો પર્વત છે. ગિરનારમાં સાત શિખર આવેલા છે.જેમાં ગોરખનાથનું શિખર સૌથી ઉંચુ છે.ગિરનાર પર્વત ઉપર 18 મુખ્ય મંદિર આવેલા છે.

સૌ પ્રથમ વખત સાઇકલથી ગિરનાર ફરતે 60 કિ.મી.ની પરિક્રમા કરાશે

DivyaBhaskar News Network | Last Modified - Feb 04, 2018, 04:45 AM IST
ગિરનારની 36 કિમીની લીલી પરિક્રમા થાય છે. પરંતુ જૂનાગઢનાં ચાર વકીલ મિત્રોઅે ગિરનારની સાઇકલથી પરિક્રમાનું આયોજન...
સૌ પ્રથમ વખત સાઇકલથી ગિરનાર ફરતે 60 કિ.મી.ની પરિક્રમા કરાશે
ગિરનારની 36 કિમીની લીલી પરિક્રમા થાય છે. પરંતુ જૂનાગઢનાં ચાર વકીલ મિત્રોઅે ગિરનારની સાઇકલથી પરિક્રમાનું આયોજન કર્યુ છે. 11 ફેબ્રુઆરીનાં સાઇકલથી ગિરનારી પરિક્રમા થશે. આ પરિક્રમાનાં રૂટની લંબાઇ 60 કિમીની રહેેશે અને 7 કલાકમાં પૂર્ણ થશે.સૌ પ્રથમ વખત આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આસ્થા અને શ્રધ્ધા સાથે ગિરનારની પરિક્રમા કરવામાં આવે છે. દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે. પર્યાવરણ બચાવો, પાણી બચાવો, ગિરનાર બચાવો તથા સાઇકલનાં ઉપયોગ અંગે લોકો જાગૃત થાય તેવા ઉદ્દેશ સાથે સૌ પ્રથમ વખત સાઇકલથી ગિરનારની પરિક્રમા થશે. જૂનાગઢનાં ચાર વકીલ મિત્રો જીતુભાઇ હિરપરા, હર્ષદભાઇ ટાંક,પારસભાઇ બાબરીયા, પારસભાઇ શીંગાળાએ મળીને સાઇકલ પરિક્રમાનું આયોજન કર્યુ છે. તા. 11 ફેબ્રુઆરીનાં સવારે 6 કલાકેથી રેલ્વે સ્ટેશન ખાતેથી સાઇકલ પરિક્રમાનો પ્રારંભ થશે. જેનો રૂટ જૂનાગઢનાં રાણપુર, છોડવડી, બિલખા, ખડિયા થઇ વૈજનાથ મંદિર કાળવા ચોકમાં પૂર્ણ થશે. અંદાજે 60 કિમીનો રૂટ રહેશે અને 7 કલાક જેવો સમય લાગશે. સાઇકલ પરિક્રમા જોડાવવા માટે મોબાઇલ નંબર 98252 20791,94277 33885, 9825594210,9898924169 પર સંપર્ક કરવાનો રહેશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-044504-1045946-NOR.html

પશુમાં 20 ટકા મિથેન વાયુ ઘટાડવાથી 1 કિલોગ્રામ દુધ વધે છે : જર્મન વૈજ્ઞાનિક

DivyaBhaskar News Network | Last Modified - Feb 03, 2018, 06:45 AM IST
જૂનાગઢ કૃષિ યુનિ. તથા એનિમલ ન્યુટ્રીશન સોસાયટી ઓફ ઇન્ડિયાનાં સંયુકત ઉપક્રમે પશુ પોષણ પર રાષ્ટ્રીય પરિસંવાદનું...
પશુમાં 20 ટકા મિથેન વાયુ ઘટાડવાથી 1 કિલોગ્રામ દુધ વધે છે : જર્મન વૈજ્ઞાનિક
જૂનાગઢ કૃષિ યુનિ. તથા એનિમલ ન્યુટ્રીશન સોસાયટી ઓફ ઇન્ડિયાનાં સંયુકત ઉપક્રમે પશુ પોષણ પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય પરિસંવાદનો ગુરૂવારથી પ્રારંભ થયો છે. પરિસંવાદનાં બીજા દિવસે ખેડૂતો સાથે બીજા દિવસે ગોષ્ઠી કરી હતી. તેમજ ભારત ભરમાંથી આવેલા વૈજ્ઞાનિકો અને વિષયનાં તજજ્ઞોએ પશુ આહાર પર થયેલા સંશોધન અંગે પશુપાલકો તથા ખેડૂતોને અવગત કર્યા હતા. આ પરિસંવાદમાં જર્મનીથી આવેલા વૈજ્ઞાનિક ડો.જોર્જએ જણાવ્યુ હતું કે વાગોળતા પશુઓનાં આહારમાં પીપળ, વડલો, લીમડો જેવા ઝાડનાં પાનનો ઉપયોગ કરવાથી પશુઓની હોજરીમાં મિથેન વાયુનું ઉત્પાદન ઘટે છે. જે પાચન માટે લાભદાયક છે. 20 ટકા મિથેન વાયુનું ઉત્પાદન ઘટવાથી પશુદીઠ એક કિલોગ્રામ જેટલું દુધ વધારી શકાય છે. તેમજ બદલાતા વાતાવરણમાં દુધ ઉત્પાદન જાળવી રાખવા માટે ઘાસચારાનાં પાકોને વાતાવરણની અસર ઓછી થાય તેવો ઘાસચારો પસંદ કરવો જોઇએ. બીજા દિવસે ખેડુતો સાથે વૈજ્ઞાનિકોની ગોષ્ઠી કાર્યક્રમમાં કુલપતિ ડો.એ.આર.પાઠક, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એ.એમ.પારખીયા, વેટરનરી કોલેજનાં ડીન ડો.પી.એચ.ટાંક, રાષ્ટ્રીય પરિસંવાદનાં સેક્રેટરી ડો.એચ.એસ.સવસાની, વેટરનરી કોલેજનાં ડો.જે.બી.કથિરીયા સહિતનાં હાજર રહ્યા હતા અને ખેડૂતોને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યુહતું.

દાણની ઉત્પાદન તારીખ જોઇને ખરીદવું જોઇએ

રાષ્ટ્રીય પરિસંવાદમાં દિલ્હીથી આવેલા નવીનકુમારે જણાવ્યુ હતું કે પશુ આહાર માટે વપરાતુ દાન તેની ઉત્પાદન તારીખ જોઇને જ ખરીદ કરવું જોઇએ. કારણ કે ભેજની અસર દાણ પર થતી હોય જેથી દાણની કાર્ય ક્ષમતામાં ઘટાડો કરે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-064504-1039559-NOR.html

કૃષિ યુનિ.નાં 94 છાત્રોનું સાહસિકતાથી પર્વતારોહણ

Bhaskar News, Junagadh | Last Modified - Feb 02, 2018, 01:24 AM IST
10 દિ' કેમ્પ પર રહી શીખશે પર્વતારોહણના ગુણો
  • કૃષિ યુનિ.નાં 94 છાત્રોનું સાહસિકતાથી પર્વતારોહણ
    કૃષિ યુનિ.નાં 94 છાત્રોનું સાહસિકતાથી પર્વતારોહણ
    જૂનાગઢ : જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ના છાત્રોને ખેતીલક્ષી જ્ઞાન સાથે સાહસિકતાના ગુણો પણ શિખવવામાં આવી રહ્યા છે.જેમાં છાત્રોને 10 દિવસ પર્વતારોહણની તાલીમ આપવામાં આવી રહી છે. જૂનાગઢમાં પંડીત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્ર પર કૃષિ યુનિવર્સિટી જુદી-જુદી કોલેજના છાત્રો માટે તારીખ 29 જાન્યુઆરી થી 7 ફેબ્રુઆરી 2018 સુધી પર્વતારોહણ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કૃષિ યુનિવર્સિટીના 94 જેટલા છાત્રોએ ભાગ લીધો છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. એ. આર. પાઠક અને વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિના નિયામક ડો.પી.વી.પટેલે છાત્રોને ભાગ લેવા પ્રોત્સાહીત કર્યા હતા. આ તાલીમના ટીમ મેનેજર તરીકે ડો. એન.વી.કાનાણી તેમજ હાર્દિક પટેલ કામગીરી કરી રહ્યા છે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-94-students-of-agriculture-university-tremendous-trekking-gujarati-news-5803879-NOR.html

રાજુલા: મહેલના ટોડલે મોર નહીં દિપડો બેસે છે, લોકોમાં કૂતુહલ


Bhaskar News, Rajula | Last Modified - Feb 24, 2018, 11:51 AM IST
રાજુલા પંથકમાં દિવસે વન્યપ્રાણીની સંખ્યામાં ખુબ મોટો વધારો જોવા મળી રહ્યો છે
મહેલના ટોડલે દિપડો આવી બેસે છે
રાજુલા: રાજુલા પંથકમાં દિવસે વન્યપ્રાણીની સંખ્યામાં ખૂબ મોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજુલા તાલુકાના ચાંચબંદર ગામે આવેલ વિજય મહેલ તરીકે ઓળખાતા આ બંગલામા છેલ્લા કેટલાક દિવસોથી એક દિપડાએ ધામા નાખ્યા છે. મહેલના ટોડલા પર બેસી દિપડો ધામા નાંખ છે. 2005માં ભાવનગર સ્ટેટ કૃષ્ણકુમારસિંહજીનો મહેલ હતો. ત્યારબાદ ભાવનગર કોમલકાંત શર્મા પાસે હાલમાં આ મહેલ છે. અને છેલ્લા આઠેક દિવસથી અહીં દીપડાએ ધામા નાખી દીધા છે. અહીં જર્જરિત હાલતમાં મહેલ છે. 1 ચોકીદાર પણ રહે છે. દિપડાને આ રીતે જોય લોકોમાં કૂતુહલ સર્જાયું છે. ગામના લોકોએ વન વિભાગને પણ દિપડાને પાંજરે પૂરવા માંગ કરી છે.
પ્રવાસીઓ અહીં મહેલ જોવા માટે અવારનવાર આવે ત્યારે વિજય મહેલ ઉપર દીપડો આવે છે અને કલાકો સુધી મહેલના ટોડલે બેસી રહે છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અહીં દીપડાને ગમી ગયું છે અને અહીં આસપાસ આંટાફેરા કરતો જોવા મળે છે. ગામના સરપંચ સહિત પ્રકૃતિપ્રેમીઓએ રાજુલા વનવિભાગને જાણ કરતા વનવિભાગની અલગ અલગ ટીમો પાંજરા સાથે ત્યાં પહોંચી હતી અને દીપડાને પાંજરે પૂરવા માટેની કવાયત હાથ ધરી છે. જો કે હજુ સુધી દિપડો પાંજરે પૂરાયો નથી. અને આ વિજય મહેલની પાછળ દરિયો આવેલો છે. અવાવરૂ જગ્યા પણ અહીં આવેલ છે.


અમરેલીઃ સિંહનો મૃતદેહ મળતાં ચકચાર, શિકાર થયાની શંકા, તપાસ શરૂ

સિંહનો કોઇએ શિકાર કર્યા બાદ કસ્માતમાં ખપાવી દેવા પ્રયાસો કર્યાની ચર્ચા
અમરેલીઃ અમરેલી પંથકમા સાવજોની માઠી દશા ચાલી રહી છે. રાજુલાના વિકટર ગામ નજીક ફાટક પાસે રોડ કાંઠે કોઇ અજાણ્યા શખ્સો તાર ફેન્સીંગમા વિજશોકથી મૃત્યુ પામેલા એક સિંહના મૃતદેહનો નિકાલ કરી જઇ ઘટનાને અકસ્માતમા ખપાવવા પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા ડીએફઓ સહિતના અધીકારીઓ દોડી ગયા હતા. વનતંત્રએ જુદીજુદી ત્રણ ટુકડીઓ બનાવી તપાસ શરૂ કરી છે.
રાજુલાના વિકટર નજીક મજાદર ફાટક પાસે રોડના કાંઠેથી આજે સવારે પાંચેક વર્ષની ઉંમરના એક સિંહનો કોહવાઇ ગયેલી હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ ફુલી ગયેલી હાલતમા હોય બે દિવસ પહેલા તેનુ મોત થયાનુ મનાય છે. મૃતદેહ ભલે રોડ કાંઠે પડયો હોય પરંતુ સિંહનુ મોત અકસ્માતથી થયુ ન હતુ બલકે કોઇએ સિંહના મોતને અકસ્માતમા ખપાવવા કાવતરૂ રચ્યું હતુ.
આ સિંહ કમોતે મર્યા બાદ કોઇ શખ્સો તેને અકસ્માતમા ખપાવવા વાહનમા ગોદડામા છુપાવી અહી રોડ કાંઠે નાખી ગયા હતા. ઘટનાની જાણ થતા ડીએફઓ શકીરા બેગમ, એસીએફ ગોજીયા, આરએફઓ ચાંદુ, સ્થાનિક પીએસઆઇ વિગેરે અહી દોડી આવ્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ જ સિંહનુ મોત શંકાસ્પદ જણાતા ડોગ સ્કવોડ અને એફએસએલની ટુકડી પણ બોલાવાઇ હતી.
જુદીજુદી ત્રણ ટુકડીઓ બનાવી આસપાસમા તપાસ શરૂ કરાઇ હતી. અહી સિંહના મોમા લોહીના નિશાન પણ મળ્યાં હતા. વનતંત્રની પ્રાથમિક તપાસમા આ સિંહનુ મોત વિજશોકથી થયાનુ ખુલ્યુ હતુ. કોઇ ખેડૂતે તાર ફેન્સીંગમા વિજ પ્રવાહ મુકતા સિંહનુ મોત થયાનુ મનાય રહ્યું છે. જેને પગલે વનતંત્રએ જવાબદારોની શોધખોળ કરવા તપાસ શરૂ કરી છે.

  • 0:38 / 0:55
    રાજુલા ડુંગર વિક્ટર વચ્ચે સિંહનું મોત
    વિજશોકનાં કારણે સિંહનું મોત થયાનું જણાય છે- DFO

    અમરેલીના ડીએફઓ શકીરા બેગમે આ સિંહનુ મોત કઇ રીતે થયુ તે અંગે મોડી સાંજે જણાવ્યું હતુ કે પોસ્ટમોર્ટમમા પ્રથમ દ્રષ્ટિએ વિજશોકથી સિંહનુ મોત થયાનુ જણાઇ રહ્યું છે. એફએસએલના રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થશે. હાલમા આસપાસમા વાડી ખેતરોમા તપાસ ચાલી રહી છે.  તસ્વીર-કે. ડી.વરૂ
  • ફાટક નજીક સિંહનો મૃતદેહ મળી આવતા વન વિભાગ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ફાટક નજીક સિંહનો મૃતદેહ મળી આવતા વન વિભાગ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
    વિજશોકનાં કારણે સિંહનું મોત થયાનું જણાય છે- DFO

    અમરેલીના ડીએફઓ શકીરા બેગમે આ સિંહનુ મોત કઇ રીતે થયુ તે અંગે મોડી સાંજે જણાવ્યું હતુ કે પોસ્ટમોર્ટમમા પ્રથમ દ્રષ્ટિએ વિજશોકથી સિંહનુ મોત થયાનુ જણાઇ રહ્યું છે. એફએસએલના રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થશે. હાલમા આસપાસમા વાડી ખેતરોમા તપાસ ચાલી રહી છે.  તસ્વીર-કે. ડી.વરૂ

તાબે ન થયેલી સિંહણનાં બે બચ્ચાને ફાડી ખાધા બાદ, સિંહે ધરાર મેટીંગ કર્યું


Bhaskar News, Visavadar | Last Modified - Feb 26, 2018, 12:57 AM IST
સાસણનાં જૂની રાયડી વિસ્તારમાં બે સિંહ બાળનાં માથા જોવા મળતાં સિંહનું પરાક્રમ બહાર આવ્યું
  • 3 સિંહણ અને 7 પાઠડાનું ગૃપ ડાલામથ્થાની નજરે ચઢી ગયા બાદ એક સિંહણ પસંદ આવી જતાં સર્જાયો એક વન્ય ઘટનાક્રમ3 સિંહણ અને 7 પાઠડાનું ગૃપ ડાલામથ્થાની નજરે ચઢી ગયા બાદ એક સિંહણ પસંદ આવી જતાં સર્જાયો એક વન્ય ઘટનાક્રમ
    વિસાવદર: જંગલમાં વિહરતા સિંહ બાળનો સામાન્ય રીતે સિંહ દ્વારા જ કોળિયો કરાતો હોય છે. માતા સાથે મેટીંગ કરવા માંગતો સિંહ બીજા નર થકી જન્મેલા બચ્ચાંને મારી નાંખતો હોય છે. આવોજ એક કિસ્સો સાસણનાં જંગલમાં બહાર આવ્યો છે. વાત જાણે એમ બની કે, સાસણનાં જંગલમાં ડેડકડી અને દેવળિયા રેન્જ હેઠળનાં ભાલછેલ અને વાણીયાવાવ રાઉન્ડનાં જૂની રાયડી વિસ્તારમાં ટ્રેકરોને બે સિંહ બાળનાં માત્ર માથા જોવા મળ્યા.
    તેના શરીરનાં અન્ય ભાગો નહોતા. આથી તેઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી. જેને પગલે અધિકારીઓએ તાબડતોબ બનાવની તપાસ કરવાનાં આદેશો કર્યા. જેમાં ખુંખાર ડાલામથ્થાએ સિંહણને મેટીંગ માટે તાબે કરવા તેના બીજા સિંહ થકી જન્મેલા બે બચ્ચાંને મારીને ખાઇ ગયાનું સ્પષ્ટ થયું હતું. વનવિભાગની તપાસમાં જાણવા મળ્યું હતું કે, 3 સિંહણ અને 6 થી 7 પાઠડાનુ બનેલું દસેક સિંહોનું એક ગૃપ હતું. આ ગૃપની 3 પૈકી એક સિંહણ પાંચેક ડાલામથ્થાઓની નજરે ચઢી ગયું. જેમાંથી એક સિંહને આ ગૃપની એક સિંહણ પસંદ આવી ગઇ.
    પરંતુ બચ્ચાંવાળી સિંહણ તેને તાબે થતી ન હોવાથી સિંહોના ગૃપે હુમલો કર્યો. જેમાં બીજી સિંહણો અને પાઠડા નાસી ગયા હતા. જે સિંહણ ડાલામથ્થાને પસંદ આવી હતી તેના એકાદ માસનાં બે બચ્ચાંને સિંહે મારી નાંખી તેને ખાઇ ગયો હતો. અને સિંહણ સાથે પણ જબરદસ્તીથી મેટીંગ કર્યું હતું. આ બચ્ચાના માથા જોવા મળ્યા બાદ વાણીયાવાવ, ભાલછેલ, સાસણનો સ્ટાફ અને ટ્રેકરોએ સતત વોચ રાખી હતી. જેમાં વનરાજે બચ્ચાંને ફાડી ખાધાનું સ્પષ્ટ થયું હતું.
    https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-after-tearing-the-two-lions-of-lioness-lione-was-forced-to-meteing-gujarati-news-5819976-PHO.html

વનતંત્રએ પીપાવાવમાં સિંહ પાછળ ટ્રક દોડાવનાર શખ્સને દબોચી લીધો


Bhaskar News, Rajula | Last Modified - Feb 25, 2018, 01:09 AM IST
પંજાબનાં પટણકોઠનાં ટ્રક ડ્રાઇવરને કોર્ટમાં રજુ કરી કોર્ટે જેલ હવાલે કરી દીધો
  • વનતંત્રએ પીપાવાવમાં સિંહ પાછળ ટ્રક દોડાવનાર શખ્સને દબોચી લીધો
    વનતંત્રએ પીપાવાવમાં સિંહ પાછળ ટ્રક દોડાવનાર શખ્સને દબોચી લીધો
    રાજુલા: પીપાવાવ પોર્ટમાં બે દિવસ પહેલા ટ્રક ચાલકે સિંહ પાછળ 40 મિનીટ સુધી ટ્રક દોડાવી સિંહોની પજવણી કરતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને પગલે વનવિભાગ દ્વારા આ દિશામા કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી ત્યારે આજરોજ ટ્રક ચાલકની ધરપકડ કરવામા આવી હતી અને કોર્ટમા રજુ કરાતા કોર્ટે જેલ હવાલેનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો હતો.
    અમરેલી ડીએફઓ.શકિરા બેગમે તપાસના આદેશો આપતા રાજુલા વનવિભાગે તપાસ હાથ ધરી હતી. રાજુલા ઇન્ચાર્જ આરએફઓ બી.ડી. ચાંદુએ અલગ અલગ ટીમો બનાવી પીપાવાવ પોર્ટ વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધર્યું હતુ અને રાત દિવસ ખાનગી રીતે તપાસ શરૂ કરી હતી. કેટલાક લોકોની પૂછપરછ હાથ ધરતા ટ્રક ટેલરના નંબર મળી આવ્યા હતા એના આધારે ડ્રાઇવર સહીત ટ્રક ટેલર ઝડપી પાડતા પોર્ટમાં ખળભળાટ મચી ગયો હતો.
    જો કે આ મુદે પોર્ટ મૌન પાળી મામલો રફેદફે કરવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જો કે આ ઘટનામાં અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ થતા તંત્ર દોડતું થયું હતું અને પ્રકૃતિપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. આજે ડ્રાઇવર લખવિંદર કુલદીપરાજ સિંઘ (ઉ.વ.33) રહે. રાજપુર તાલુકો કથલોર જી.પઠાણકોટ પંજાબની પૂછપરછ કરતા સિંહ પાછળ તેણે ટ્રક દોડાવી વિડીયો ઉતાર્યો હોવાની કબુલાત આપી હતી. વનતંત્રએ તુરત અટકાયત કરી તેને દબોચી લીધો હતો અને સાથે ટ્રક ટેલર જી.જે.14 ડબ્લ્યુ 1196 લોજીક પાર્કનું હોવાનું તપાસમાં ખુલ્યું છે.
    તમામ પુછપરછ બાદ વનસંરક્ષણ ધારો મુજબ 1972 ની કલમ હેઠળ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન નામંજૂર કરી જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોર્ટમાં અધિકારીઓમાં પણ ભારે ડર વ્યાપી ગયો હતો. બીજી તરફ આ ટ્રક ટેલર પોર્ટ અંદર કન્ટેનર ચડાવવા ઉતારવા જતા હોય ત્યારે આ ઘટના બની હતી. રાત્રીના 27 તારીખે 2 થી 3 વાગ્યા આસપાસનો વીડિયો હોવાનું વનતંત્રની તપાસમાં ખુલ્યું હતુ. છેલ્લા 3 દિવસથી તપાસનો ધમધમાટ શરૂ હતો. આખરે આજે રાજુલા વનવિભાગને સફળતા મળી હતી. વનવિભાગે જુદી જુદી ત્રણ ટીમો આ વિસ્તારમાં કામે લગાવી હતી. વીડિયો ઉતારનાર અને સેલ્ફી લેનારા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-HDLN-the-fisherman-took-control-of-a-truck-behind-a-lion-in-pipavav-gujarati-news-5819463-NOR.html

વિજશોકનાં કારણે સિંહનું મોત થયાનું જણાય છે- DFO

DivyaBhaskar News Network | Last Modified - Feb 26, 2018, 02:00 AM IST
વિજશોકનાં કારણે સિંહનું મોત થયાનું જણાય છે- DFO અમરેલીના ડીએફઓ શકીરા બેગમે આ સિંહનુ મોત કઇ રીતે થયુ તે અંગે...
  • વિજશોકનાં કારણે સિંહનું મોત થયાનું જણાય છે- DFO
    વિજશોકનાં કારણે સિંહનું મોત થયાનું જણાય છે- DFO

    અમરેલીના ડીએફઓ શકીરા બેગમે આ સિંહનુ મોત કઇ રીતે થયુ તે અંગે મોડી સાંજે જણાવ્યું હતુ કે પોસ્ટમોર્ટમમા પ્રથમ દ્રષ્ટિએ વિજશોકથી સિંહનુ મોત થયાનુ જણાઇ રહ્યું છે. એફએસએલના રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થશે. હાલમા આસપાસમા વાડી ખેતરોમા તપાસ ચાલી રહી છે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020003-1179700-NOR.html

200 પેટીમાં મધમાખીના ઉછેર થકી બહોળુ મધનું ઉત્પાદન

લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામના તરવરીયા અને ઉત્સાટહી મનિષભાઇ વઘાસીયાએ મુંબઇ ખાતેથી કોમ્યુકારીટર...
200 પેટીમાં મધમાખીના ઉછેર થકી બહોળુ મધનું ઉત્પાદન
200 પેટીમાં મધમાખીના ઉછેર થકી બહોળુ મધનું ઉત્પાદન
લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામના તરવરીયા અને ઉત્સાટહી મનિષભાઇ વઘાસીયાએ મુંબઇ ખાતેથી કોમ્યુકારીટર એન્જિનનિયરીંગની નોકરી છોડી પોતાના વતનમાં મધમાખી ઉછેર-ખેતીનો પ્રારંભ કર્યો.

નવું કરવાનો એમનો તરવરાટ બીજાને માટે પણ પ્રેરણા આપે એવો એમની વાતોમાં કોમ્યુ કરવટર એન્જિેનિયર હોવા છતાંય અત્યંનત સરળતા અને સાદગી જોવા મળી. મધમાખીની ખેતી-ઉછેરની વાત કરતા જ મનિષભાઇના પહેલા શબ્દોિ હતા કે મારે કંઇક નવું કરવું છે, મેં આ ખેતી શરૂ કરતા મધ્યઇપ્રદેશ, મહારાષ્ટ્રક અને બીજા કેટલાય સ્થાળો પર ફર્યો હતો. સૌરાષ્ટ્ર નું વાતાવરણ લગભગ બધા જ પાક માટે અનુકૂળ, જ્યાં કુદરત મન મૂકીને આપે ત્યાં આ મધમાખીનો ઉછેર-ખેતી પણ સફળ જ નીવડે એમ હતી.

રાજય સરકારના બાગાયત વિભાગ દ્વારા રાષ્ટ્રી ય બાગાયત મિશન અંતર્ગત રૂ.૧.૧૦ લાખની સહાય મેળવી શરૂઆત ૫૦ પેટીથી કરી, અત્યા રે ૨૦૦ પેટીમાં મધમાખીઓ છે. જેથી મધનું ઉત્પાેદન બહોળા પ્રમાણમાં મળી રહે છે, તેમ મનિષભાઇએ જણાવ્યું. મધમાખી ઉછેરની ખાસિયત એ છે કે જે ખેતરમાં મૂકીએ-રાખીએ એ ખેતરમાં જે પાક હોય તે પાકમાં ફૂલમાંથી ફળમાં રૂપાંતરણ-ફલીકરણની પ્રક્રિયા વધુ સારી રીતે થાય એટલે પાક ઉત્પામદન વધુ મળે પણ એથી વધુ સારી બાબત એ કે ગુણવત્તાયુક્ત ઉત્પાથદન મળે છે. મધમાખીના ઉછેરની સાથે મધ ઉત્પાાદન પણ થાય ખેડૂતને ઓછામાં ઓછા ખર્ચે અન્યમ પાકોનું જંગી ઉત્પામદન કરવાની તક સાંપડી શકે છે. મધુક્રાંતિના ક્ષેત્રમાં કંઇક નવું કરવાની તક મને મળી શકે તો હું પોતાને સદ્દભાગી સમજું. દેશ-વિદેશમાં મધના વેચાણની ઉમદા તકો છે ત્યાારે સમગ્ર ભારતના ખેડૂતો આ મધમાખીની ખેતી તરફ આગળ વધે તે મારા માટે આનંદની ક્ષણ હોય શકે છે. જેમને મધમાખી ઉછેરની અથ થી ઇતિ જાણવી હોય તે મનિષભાઇનો મો.૮૨૦૦૧ ૭૯૯૧૦ પર સંપર્ક કરી શકશે.

મધની વિશેષતાઓ જોતા તેને કલ્પ તરૂ સમાન કહી શકાય

મનિષભાઇએ કહ્યું કે, મધ એ માત્ર ઔષધિ નહિ એ ખોરાકમાં ઉપયોગમાં લઇ શકાય તેમ છે. મધ એ વજન ઉતારવા, ચામડીના રોગો ખાસ કરીને સોરાયસીસ, પાચનક્રિયાને સક્રિય કરવા, અનિંદ્રા દૂર કરવા, શારીરિક દુર્બળતા દૂર કરવા સહિત મધના અનેકવિધ ઉપયોગ છે. સોરાયસીસની સમસ્યાધ ધરાવતા હોય તેમને ૧૦૦ ટકા અકસીર સારવાર મધના પ્રયોગથી મળી રહે છે. મધની વિશેષતાઓ જોતા તેને કલ્પમતરૂ સમાન કહી શકીએ.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020003-1179709-NOR.html

રાજુલાનાં વડ અને છતડીયા માર્ગ પર બે સાવજોની લટાર

અહીં રેવન્યુ વિસ્તારમા સિંહોનો દબદબો દિવસે દિવસે વધી રહ્યો છે.
રાજુલાનાં વડ અને છતડીયા માર્ગ પર બે સાવજોની લટાર
રાજુલાનાં વડ અને છતડીયા માર્ગ પર બે સાવજોની લટાર

Saturday, February 24, 2018

અંટાળીયાની સીમમાં સિંહ યુગલની લટાર


Bhaskar News, Amreli | Last Modified - Feb 19, 2018, 11:57 PM IST
િંહ યુગલ પોતાની મસ્તીમા આ રીતે લટાર મારતુ નજરે પડયુ હતુ.
  • અંટાળીયાની સીમમાં સિંહ યુગલની લટાર
    અંટાળીયાની સીમમાં સિંહ યુગલની લટાર
    અમરેલી: લીલીયાના રેવન્યુ વિસ્તારમા સાવજોની આણ પ્રવર્તિ રહી છે, ઇચ્છા પડે ત્યાં લટાર મારવી, ઇચ્છા પડે ત્યારે શિકાર કરવો, ઇચ્છા પડે તે સ્થળે આરામ કરવો. અહી ભલે જંગલ નથી પરંતુ બાવળની કાંટમા તેનુ રાજ છે. આજે એક સિંહ યુગલ પોતાની મસ્તીમા આ રીતે લટાર મારતુ નજરે પડયુ હતુ.

તાર ફેન્સીંગને ભુલથી અડકી જતા વીજશોકથી યુવકનું મોત

DivyaBhaskar News Network | Last Modified - Feb 12, 2018, 02:00 AM IST
જાફરાબાદના વાપળીયાપરામા રહેતા ભરતભાઇ બારૈયાનો પુત્ર અહી આવેલ રમેશભાઇની વાડીએ ગોઠવેલા તાર ફેન્સીંગમા અડી જતા...
તાર ફેન્સીંગને ભુલથી અડકી જતા વીજશોકથી યુવકનું મોત
જાફરાબાદના વાપળીયાપરામા રહેતા ભરતભાઇ બારૈયાનો પુત્ર અહી આવેલ રમેશભાઇની વાડીએ ગોઠવેલા તાર ફેન્સીંગમા અડી જતા તેને વિજશોક લાગતા તેનુ મોત નિપજયું હતુ આ બારામા તેણે રમેશભાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર જાફરાબાદના વાપળીયાપરામા રહેતા ભરતભાઇ નારણભાઇ બારેયાનો પુત્ર અહી આવેલ રમેભાઇ કરશનભાઇ સાંખટની વાડીએ તેણે ઘઉનુ વાવેતર કર્યુ હતુ. ફરતે તાર ફેન્સીંગ કરી તેની વાડીના વિજ કનેકશનમાથી ગેરકાયદે વિજ જોડાણ કરી વિજ પ્રવાહ ચાલુ રાખી ધ્યાન નહી રાખતા ભરતભાઇનો દિકરો તારને અડકી જતા તેને વિજ શોક લાગતા મોત નિપજયું હતુ.

ત્યારે આ અંગે ભરતભાઇએ રમેશભાઇ સાંખટ સામે જાફરાબાદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. પીઆઇ આર.ટી.ચનુરા બનાવની વધુ તપાસ ચલાવી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1097207-NOR.html

કુંભારીયામાં વાછરડાનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો

DivyaBhaskar News Network | Last Modified - Feb 15, 2018, 02:10 AM IST
પ્રાંચી નજીક આવેલા કુંભારીયા ગામે ઘણાં સમયથી દીપડાનો આતંક જોવા મળી રહયો છે. અને થોડા દિવસો પહેલા વાછરડીનું મારણ...
કુંભારીયામાં વાછરડાનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો
કુંભારીયામાં વાછરડાનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો
પ્રાંચી નજીક આવેલા કુંભારીયા ગામે ઘણાં સમયથી દીપડાનો આતંક જોવા મળી રહયો છે. અને થોડા દિવસો પહેલા વાછરડીનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળતો હતો અને વન વિભાગે આ ખુંખાર દીપડાને પાંજરે પુરાવા પાંજરૂ મુકયું હતું અને મારણની લાલચમાં અંદર ઘુસેલો દીપડો પાંજરામાં કેદ થઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મિજબાની માણ્યા બાદ સિંહ પરિવારની મસ્તી

Bhaskar News, Amreli | Last Modified - Feb 15, 2018, 12:09 AM IST
ગલના કહેવાતા રાજા સિંહ પરિવાર રાત્રીના સમયે શિકારની શોધમાં નિકળે છે.
અમરેલી: જંગલના કહેવાતા રાજા સિંહ પરિવાર રાત્રીના સમયે શિકારની શોધમાં નિકળે છે. અને બાદમાં શિકાર મળી જતા મિજબાની માણ્યા બાદ મસ્તીમાં ચડી જતા કેમેરામાં ક્લીક થઇ ગયા હતાં.

થોરડી ગામમાં મોરારીબાપુનાં હસ્તે અંધશાળા, પક્ષીઘરનું લોકાર્પણ કરાયું

Bhaskar News, Savarkundala | Last Modified - Feb 13, 2018, 01:44 AM IST
મોરારીબાપુએ દરેક વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને 5 હજાર પ્રસાદીરૂપે અર્પણ કર્યા
થોરડી ગામમાં મોરારીબાપુનાં હસ્તે  અંધશાળા, પક્ષીઘરનું લોકાર્પણ કરાયું
થોરડી ગામમાં મોરારીબાપુનાં હસ્તે અંધશાળા, પક્ષીઘરનું લોકાર્પણ કરાયું
સાવરકુંડલા: તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ ગાંધીમેળો અને પંચપર્વ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં ગાંધી મેળાનો અને ગાંધીમેળાની પુર્વભૂમિકા રજૂ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન અમદાવાદના સહયોગથી ભાવનગર-અમરેલી,બોટાદ જીલ્લાનો ગાંધીમેળો સર્વમંગલ સંકુલ થોરડીમાં યોજાયો હતો. કાર્યક્રમ પંચપર્વ રહ્યો હતો.
જેમાં પૂજ્ય બાપુના હસ્તે નવનિર્મિત નિવાસી અંધશાળાના વર્ગોનો લોકાર્પણ, જલધારા અને પક્ષીઘરનું લોકાર્પણ અને ગાંધીમેળાના ઉદ્ઘાટન વગેરે કાર્યક્રમો થયા હતા. મોરારીબાપુએ શાળાના દરેક બાળકોને આવતા વર્ષથી ખાદીના યુનિફોર્મનું સૂચન જ નહીં પરંતુ બાપુ દ્વારા દરેક વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને પાંચ હજાર રૂપિયા પ્રસાદી સ્વરૂપે આપી અને રાજીપો વ્યક્ત કર્યો હતો. તસ્વીર-સૌરભ દોશી

00 કિમી કરતા વધુ સ્પીડે દોડતી માલગાડી સાવજ માટે યમ સમાન

Dilip Raval, Amreli | Last Modified - Feb 04, 2018, 12:34 AM IST
પેસેન્જર ટ્રેનનાં ડ્રાઇવર સૌરાષ્ટ્રનાં, માલગાડીનાં પરપ્રાંતિય, નિયમ જાણતા નથી એટલે ટ્રેન નીચે સાવજનાં મોત થાય છે
00 કિમી કરતા વધુ સ્પીડે દોડતી માલગાડી સાવજ માટે યમ સમાન
00 કિમી કરતા વધુ સ્પીડે દોડતી માલગાડી સાવજ માટે યમ સમાન
અમરેલી: અમરેલી જીલ્લાના દરિયા કિનારે વિક્સી રહેલા મોટા મોટા ઉદ્યોગોના કારણે માલગાડીઓની અવરજવર વધી છે. સાવજોના ઘર સમા વિસ્તારમાંથી ધસમસતી પસાર થતી આ માલગાડીઓ સાવજ માટે જાણે સાક્ષાત કાળ બની રહી છે.અહીંથી પેસેન્જર ટ્રેનો પણ પસાર થાય છે પરંતુ દર વખતે સાવજોના મોતની ઘટના માલગાડી હડફેટે જ હોય છે. થોડા દિવસ પહેલા પેસેન્જર ટ્રેન હડફેટે સાવજના મોતની ઘટના પ્રથમ વખત સાવરકુંડલા પંથકમાં બની હતી.
ગીર જંગલ બાદ સૌથી વધુ સાવજો અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તામાં વસે છે. જ્યાંથી દરરોજ કાળમુખી માલગાડીઓ ધસમસતી પસાર થાય છે તે વિસ્તારમાં સિંહોની સૌથી વધુ વસતિ છે. પીપાવાવ પોર્ટ હાલમાં પુરજોશમાં ધમધમી રહ્યું છે. જયાંથી માલગાડી ભરાય છે તે રેલ ગાર્ડ આસપાસ જ સાવજોના કાયમી ડેરા હોય છે. ત્યાંથી માલગાડી ઉપડી જયાંથી પસાર થાય છે તે ભેરાઇ, રામપરા, રાજુલા બર્બટાણાથી લઇને છે ક સાવરકુંડલા અને લીલીયા સુધીના રૂટમાં દરેક જગ્યાએ સાવજનો વસવાટ છે.
તો બીજી તરફ પેસેન્જર ટ્રેન મહુવાથી રાજુલા કુંડલા થઇને દોડે છે. તે પણ સિંહોના ઘરમાંથી પસાર થાય છે. અમરેલી ચલાલા ધારી થઇને જુનાગઢ કે વેરાવળ તરફ જતી ટ્રેનો પણ સાવજના વિસ્તાર અને જંગલમાં થઇને ચાલે છે. પરંતુ ધીમી ગતિએ ચાલતી આ ટ્રેનોના ડ્રાઇવર પણ અહીંના જ હોય સાવજોનું ધ્યાન રાખે છે. આવુ માલગાડીની બાબતમાં નથી.
છેલ્લા પાંચ વર્ષમાં કયાં અને ક્યારે થયા હતાં સાવજોના મોત
--ભેરાઇ નજીક માલગાડી હડફેટે બે સિંહણ કપાઇ-એક સિંહણના ગર્ભમાં ત્રણ બચ્ચા હતાં.
-રામપરા-ઉચૈયા વચ્ચે માલગાડી હડફેટે ગર્ભવતિ સિંહણનું મોત
-રામપરા ફાટક નજીક માલગાડી હડફેટે સિંહબાળનું મોત
-વડલી નજીક માલગાડી હડફેટે સિંહનું મોત
-ભમ્મર નજીક માલગાડી હડફેટે સિંહબાળનું મોત
-બાઢડા નજીક માલગાડી હડફેટે સિંહનું મોત
-છેલ્લે અમૃતવેલ નજીક પેસેન્જર ટ્રેન હડફેટે સિંહબાળનું મોત
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-equal-to-yam-for-goods-train-running-more-than-00-km-gujarati-news-5805274-NOR.html