Thursday, June 30, 2016

સિંહોનો સંવનનકાળઃ ગીરમાં 16 જૂનથી 4 મહિના સુધી સિંહદર્શન રહેશે બંધ

    સિંહોનો સંવનનકાળઃ ગીરમાં 16 જૂનથી 4 મહિના સુધી સિંહદર્શન રહેશે બંધ
  • Bhaskar News, Veraval
  • Jun 04, 2016, 01:50 AM IST
    વેરાવળઃ ગીર અભ્યારણ્યમાં પ્રવાસીઓ માટે આગામી ચાર મહિના સુધી સિંહદર્શન બંધ રહેશે. 16 જૂનથી વર્ષા ઋતુના ચાર માસ સિંહ પ્રજાતિના સંવનન માટેનો શ્રેષ્ઠ તબક્કકો હોવાથી ગીર જંગલ પ્રવાસીઓ માટે બંધ રહેશે તેવું સ્થાનિક ફોરેસ્ટ વિભાગ દ્વારા ફરમાજ કરવામાં આવ્યું છે.
     
    સિંહ દર્શને ગીરમાં ફરવા આવતા સહેલાણીઓ ખુલ્લામાં ફરતાં ડાલામથાની એક ઝલક લેવા માટે તલ પાપડ રહેતા હોય છે. જોકે ગુજરાતની શાન ગણાતા આ સિંહનો ચોમાસુ સિઝન દરમિયાન ફિડિંગ પિરિયડ હોવાથી ગીરનાં જંગલ વિસ્તારમાં પ્રવાસીઓના પ્રવેશ ઉપર ચાર મહિના સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવતો હોય છે. જેને ઑક્ટોબરમાં હટાવી દઈ પ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકવામાં આવતું હોય છે.
     
     
    તાલાલાઃ સાસણ(ગીર)નાં સેન્ચુરી અભ્યારણ્યમાં દેશ – વિદેશથી પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવતા હોય વર્ષમાં આઠ માસ ગીરનું જંગલ પ્રવાસીઓને સિંહ દર્શન માટે ખુલ્લુ રહેતુ હોય પરંતુ 16 જૂનથી વર્ષાઋતુનાં ચાર માસ સિંહ પ્રજાતિનાં સંવનન માટેનો શ્રેષ્ઠ તબકકો શરૂ થતો હોય ચોમાસાનાં ચાર માસનું વનરાજોનું વેકેશન 16 જૂનથી શરૂ થશે અને જંગલનાં દ્વાર પ્રવાસીઓ માટે બંધ થશે.
     
    ચાર સિંહ દોડતા બે યુવાન ઝાડ પર ચડ્યા

    અમરેલી/સાવરકુંડલા : આંબરડી ગામની આસપાસ બે માસમાં સાવજોએ ત્રણ લોકોને ફાડી ખાતા વનતંત્રે 17 સાવજોને પાંજરામાં પૂર્યા હતા.ત્યાં શુક્રવારે ચાર સાવજો આંબરડીની સીમમાં બે યુવાનો પાછળ દોડતા યુવાનો ઝાળ પર ચડી ગયા હતા.

    સિંહની સુરક્ષાના મુદ્ે કરાશે ચક્કાજામ
     
    રાજુલા : પીપાવાવ પોર્ટની અંદર આવતા-જતા વાહનો અને માલગાડી હડફેટે સાવજો મરી રહ્યા છે. છતાં નિંભર તંત્રના પેટનું પાણી હલતુ નથી. શુક્રવારે રાજુલામાં મળેલી પ્રકૃતિપ્રેમીઓની બેઠકમાં ચક્કાજામનો નિર્ણય લેવાયો છે.

જૂનાગઢ: દૂરથી સિંહ જેવો અવાજ સંભળાયો, જઇને જોયું તો યોગી શીર્ષાસનમાં હતા


    જૂનાગઢ: દૂરથી સિંહ જેવો અવાજ સંભળાયો, જઇને જોયું તો યોગી શીર્ષાસનમાં હતા
    AdTech Ad
  • Nimish Thakar, Junagadh
  • Jun 13, 2016, 21:48 PM IST
    જૂનાગઢ: ગિરનારનું જંગલ એટલે દત્ત ભગવાનની ભૂમી. અહીં અનેક દૃષ્ય-અદૃશ્ય સંત મહાત્મા, યોગીઓ, હઠયોગીઓનો વાસ છે. જેમની ઉમરનો અંદાજ લગાવવો સુદ્ધાં મુશ્કેલ બને એવા યોગીઓ અહીં તપશ્ચર્યામાં લીન હોય છે. ક્યારેક કોઇને અાવા યોગીઓનો ભેટો થઇ જાય ખરો. વનકર્મીઓ સતત જંગલમાંજ રહેતા હોઇ તેઓને આવા અનુભવો વધુ થતા હોય છે.

    આ વાત છે ગત શિવરાત્રિનાં આગલા દિવસની. જૂનાગઢમાં દક્ષીણ ડુંગર રેન્જમાં ફરજ બજાવતા સંજય ગોસ્વામી એ વખતે ગિરનારનાં જંગલમાં નખલીવાળા ભાગમાં ફેરણું કરતા હતા. મહાશિવરાત્રિનાં મેળા કે ગિરનારની પરીક્રમા વખતે સિંહ-દિપડા જેવા વન્ય પ્રાણીઓ રોડ પર કે માનવ વસ્તી તરફ આવી જાય તો તેમને ટ્રેક કરી પાછા જંગલ તરફ મોકલવાની કામગિરી વનકર્મચારીઓ 24 કલાક કરતા હોય છે. સંજયભાઇ કહે છે, મહાશિવરાત્રિનો આગલો દિવસ હતો. હાલ રૂપાયતન પછી આવતી ભાવનાબેન ચીખલીયાની વાડી તરફનાં જંગલ વિસ્તારમાં છીપર ભાગમાં હું ફેરણું કરતો હતો.

    સાંજે છ વાગ્યાનો સમય હતો. એ વખતે મને અચાનકજ ઘરઘરાટી જેવો અવાજ સંભળાયો. સીંહનાં મોઢામાંથી જેવી ઘરઘરાટી નિકળે એવો એ અવાજ હતો. આથી સ્વાભાવિકપણેજ હું એ તરફ ગયો. અને દૂરથી જોતાં ત્યાંજ ઉભો રહી ગયો. એક મહાત્મા શીર્ષાસનની મુદ્રામાં હતા. અવાજ તેમના મોઢામાંથી આવતો હતો. તેમણે મને જોયો કે નહીં એની ખબર નથી. પરંતુ તેમનું તેજ એવું હતું કે હું તેઓની નજીક ન જઇ શક્યો. મેં મારા મોબાઇલમાં તેમના ફોટા પાડ્યા અને  વિડીયો શુટીંગ પણ ઉતાર્યું. વીસેક મિનીટ સુધી ત્યાં રહ્યો. પછી તેઓ પોતાની સાધના કરતા હશે. આથી ડીસ્ટર્બ ન કરવા જોઇએ માની ત્યાંથી હું નિકળી ગયો.

    થોડે દૂર જઇ મેં વોકી ટોકી પર મારા સાથી મિત્રોને વાત કરી. અને તેઓને જો તેમના દર્શન કરવા હોય તો એ વિસ્તારમાં આવી જવા કહ્યું. જોકે, તેઓ ઘણા દૂર હતા. અાથી ન આવ્યા. દરમ્યાન મેં અમારા એ વખતનાં ડીએફઓને કહ્યું, તેઓ આવ્યા. અમે બંને ફરી વખત એ સ્થળે ગયા. પરંતુ હું ત્યાંથી નિકળ્યાને માંડ અડધી કલાક થઇ હશે. પરંતુ બીજી વખતે તેઓ અમને ત્યાં જોવા ન મળ્યા. તેઓ જ્યાં હતા. એ સ્થળ પર જઇને જોયું તો જમીન એકદમ સાફ હતી. આ અનુભવ યાદ કરું તો આજેય રૂંવાડાં ઉભા થઇ જાય છે.

    એજ વખતે મોરારિબાપુની માનસ રૂખડ ચાલુ હતી
     
    સંજય ગોસ્વામીને જે દિવસે અનુભવ થયો એ દિવસો દરમ્યાન એજ વિસ્તારમાં મોરારિબાપુની રામકથા માનસ રૂખડ ચાલુ હતી. તેમને જેનો ભેટો થયો એ મહાત્માને જોઇને કોઇપણ બોલી ઉઠે મોરારિબાપુએ રૂખડની જે રૂપરેખા રજૂ કરી એ રૂખડ તે આ?

જૂનાગઢ |જૂનાગઢ જિલ્લા પ્રવાસન સમિતીની બેઠક મળી હતી.જેમાં પ્રવાસન સ્થળ

  • DivyaBhaskar News Network
  • Jun 30, 2016, 05:40 AM IST
    જૂનાગઢ |જૂનાગઢ જિલ્લા પ્રવાસન સમિતીની બેઠક મળી હતી.જેમાં પ્રવાસન સ્થળ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.તેમજ જૂનાગઢ શહેર અને જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળ ઉપર વધુમાં વધુ પ્રવાસીઓને આવે અને તેમને વધુ માહિતી મળી રહે તે માટે જૂનાગઢ ટુરીઝમ મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવશે. સમીતિની બેઠકમાં ચોરવાડ હોલી ડે કેમ્પનો વિકાસ, નરસીંહ મહેતા સરોવર જૂનાગઢનો વિકાસ, જૂનાગઢના સુદર્શન તળાવનો વિકાસ અંગે ચર્ચા સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

    જૂનાગઢ ટૂરિઝમ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરાશે

િવશ્વ સ્તરે માછલીની નવી પ્રજાતિ શોધાઈ


    િવશ્વ સ્તરે માછલીની નવી પ્રજાતિ શોધાઈ
    AdTech Ad
  • DivyaBhaskar News Network
  • Jun 30, 2016, 05:40 AM IST
    ફિશીંગહબ તરીકે વિશ્વમાં પ્રખ્યાત અેવા વેરાવળમાં પચ્ચીસ વર્ષથી કાર્યરત એવી ફીશીરીઝ કોલેજ ડી.એન.એ બાર કોડીંગ પધ્ધતિથી માછલીઓની પ્રજાતિ જાણવાના સંશોધનમાં ઐતિહાસિક સિધ્ધી હાંસલ કરી છે. જેમાં સંશોધનનાં ત્રણ વર્ષનાં કાર્યકાળ દરમ્યાન વેરાવળનાં અંદાજે પંદરેક કી.મીનાં દરીયામાંથી 84 માછલીઓની પ્રજાતિની ઓળખ કરાઇ છે. જેમાંની એક માછલીની પ્રજાતિનો વૈશ્વિક સ્તરે પ્રથમવાર નોંધણી છે. જયારે 10 માછલીઓ સમગ્ર ભારતમાં પ્રથમવાર નોંધાઇ છે. ત્યારે ઐતિહાસીક સફળતાને ધ્યાને લઇ રાજય સરકાર દ્વારા ગુજરાતનાં 1600 કિ.મીનાં દરીયામાં પ્રકારનું ડીએનએ બારકોડીંગ પધ્ધતિથી માછલીઓની પ્રજાતિનું સંશોધન કાર્ય વેરાવળ ફીશરીઝ કોલેજને સુપ્રત કરેલ છે અને જેનો પ્રારંભ પણ થઇ ચુકયો છે.

    સામાન્ય સંજોગોમાં કોઇ માનવ અથવા પશુઓની પ્રજાતિનાં સચોટ સંશોધન માટે ફોરેન્સીક લેબ મારફત ડીએનએ ટેસ્ટ અમુક ચોક્કસ કિસ્સામાં કરવામાં આવે છે. ત્યારે ગુજરાતનાં 1600 કિ.મીનાં વિશાળ દરિયામાં રહેલી વિવિધ પ્રજાતીઓની માછલીની ઓળખ માટે ડીએનએ બારકોડીંગની કાર્યવાહી હાથ ધરવાનો મહત્વપુર્ણ નિર્ણય રાજય સરકારે લીધો છે અને નિર્ણય માટે નિમીત બન્યું છે વેરાવળમાં કાર્યરત ફીશરીઝ કોલેજનું મહત્વપુર્ણ સંશોધન. અંગે માહિતી આપતા વેરાવળ ફીશરીઝ કોલેજનાં પ્રિન્સીપાલ અને ડીન ડો.એ.વાય.દેસાઇએ જણાવ્યું હતુ કે, છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકની વેરાવળ સ્થિત ફીશરીઝ કોલેજના એકવાકલ્ચર વિભાગ દ્વારા વેરાવળનાં અંદાજે પંદરેક કી.મીનાં દરીયામાં રહેતી વિવિધ પ્રજાતિની માછલીઓની પ્રથમવાર અત્યાધુનિક ડીએનએ બારકોડીંગ પધ્ધતિથી ઓળખ માટેની સંશોધનની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

    સંશોધનમાં 84 જેટલી પ્રજાતિઓની માછલીઓની ઓળખ પ્રસ્થાપિત થયેલ હતી ત્યારે ટીમને સંશોધન દરમ્યાન એક મહત્વપુર્ણ સિધ્ધી હાંસલ થયેલ છે. જેમાં 84 માછલીની પ્રજાતિઓ પૈકીની એક સ્પાઇનીલોંચ નામની માછલીની વૈશ્વિક સ્તરે પ્રથમ વખત ઓળખ થઇ છે તો 10 માછલીઓને પ્રજાતીની સમગ્ર ભારતમાં પ્રથમવાર ઓળખ થઇ છે.

    કઇ પધ્ધતિથી પ્રજાતીનું વર્ગીકરણ થાય..?

    અત્યારસુધી માછલીઓની ઓળખ મારફોલોજીકલ કેરેકટર સીસ્ટમ (બાહય દેખાવનાં આધારે) થી વર્ગીકરણ કરાટું હતું પરંતુ માછલીના નાના બચ્ચા હોય તેની ઓળખ પ્રસ્થાપિત કરવામાં મુશ્કેલી થતી હતી.

    પધ્ધતિથીશું થશે ફાયદાઓ..?

    ડીએનએબારકોડીંગ સીસ્ટમ ફાયદાકારક નીવડશે કારણકે, હાલ અનેક કારણોસર માછલીની પકડાશ ઓછી થતી જાય છે જેમાં પ્રદુષણ અને અનિયંત્રીત માછલીઓની પકડાશ મહત્વનો ભાવ ભજવે છે ત્યારે દસ વર્ષ પહેલા જે માછલીઓની પ્રજાતિઓ અહિનાં દરીયામાં હતી અને આજે તેની શું પરિસ્થિતી છે અને આવનારા વર્ષોમાં તે માછલીઓમાં શું ફેરફારો થશે તેની સચોટ માહિતી બારકોડીંગ પધ્ધતિથી જાણી શકાશે અને તેનાં અાધારે અંગેની મહત્વપુર્ણ નિતીઓ ઘડ શકશે.

    મહત્વપુર્ણસંશોધનનાં સહભાગીઓ

    જૂનાગઢકૃષિ યુનિવર્સિટી હસ્તકની વેરાવળ ફીશરીઝ કોલેજનાં મહત્વપુર્ણ સંશોધનને ચરીતાર્થ કરવા યુનિ.ના કુલપતિ એ.આર.પાઠક, કોલેજનાં ડીન ડો.એ. વાય દેસાઇ, પ્રો. ડો.બી.એ.ગોલકીયા અને વેરાવળ કોલેજનાં એકવાકલ્ચરનાં વડા ડો.એસ.આઇ. યુસુફઝાઇની ટીમની મહેનતનાં અંતે થયેલા સંશોધન વૈશ્વિક સ્તરની નોંધમાં મહત્વપુર્ણ બન્યું છે.

    ટુટોન ગોટફીશ

    ઓબટસ બારાક્યુડા

    રોઝી ડ્રોફ મોનોકલ બ્રીમ

    વાઈટ સીબ્રેમ

    નોટચોટગીયું ગોબી

    સેનથ્રુસ ક્રિમ એન્જલ ફીશ

    વિશ્વસ્તરે નોંધાયેલ માછલી : સ્પાઈનીલોંચ

    ભાસ્કર નોલેજ | ડીએનએ બારકોડીંગ પદ્ધતિથી સંશોધન, ભારતમાં સૌ પ્રથમવાર નવી શોધાઈ આવેલી માછલીઓની પ્રજાતિઓ

    સંશોધનમાં મળી સફળતા | વેરાવળ ફીશીરીઝ કોલેજને સ્પાઈનીલોંચ નામની માછલીની જાત મળી આવી

    15 કિ.મી.નાં દરીયામાંથી 84 પ્રજાતિઓની ઓળખ કરાઇ, દસ માછલીઓની પ્રજાતિ ભારતમાં પ્રથમવાર નોંધાઇ

    ડીએનએ બારકોડીંગ સીસ્ટમ એટલે શું..?

    ડીએનએબારકોડીંગ અંગે માહિતી આપતા સંશોધનમાં સામેલ ડો.યુસુફઝાઇએ જણાવ્યું હતુ કે, માછલીનાં શરીરમાં રહેલા કોષોમાં કણાભસુત્ર આવેલ હોય છે જે કોષને જરૂરી શક્તિ ઉત્પન્ન કરે છે તેમાં રહેલ ડીએનએ કે જે માઇટોકોન્ડરીયલ ડીએનએ તરીકે ઓળખાય છે તેમાંથી સાયટોક્રોમ ઓકસીડેઝ (સીઓઆઇ1) નામનું 658 બીપી લંબાઇ ધરાવતું જીન અલગ પાડવામાં આવે છે. સીઓઆઇ 1 જીનની વિશેષતા કે તે જે તે માછલીની પ્રજાતિ પ્રમાણે એક ચોક્કસ પ્રકારનું બંધારણ આવે છે જે બીજી પ્રજાતિ કરતા અલગ પડે છે સીઓઆઇ1 જીનનું બંધારણ જાણીને તેને બારકોડ ઓફ લાઇફ ડેટાબેઝ (બીઓએલડી) માં સરખાવીને માછલીની ચોક્કસ પ્રજાતિ જાણી શકાય છે અથવા તો નવી પ્રજાતિ તરીકે પ્રસ્થાપિત કરી શકાય છે.

    કંઇ રીતે થાય છે વૈશ્વિકસ્તરે નોંધ..?

    ડો.યુસુફભાઇએજણાવેલ કે વૈશ્વિકસ્તર પર જુદી-જુદી પ્રજાતીની માછલીઓ સહિતનાં જીવોનું એક ડેટાબેઇઝ સર્વર કેનેડા ખાતેથી સંચાલીત થાય છે. જે બારકોડ ઓફ લાઇવ ડેટા સીસ્ટમથી ઓળખાય છે. જેમાં સમગ્ર વિશ્વમાંથી ડીએનએ બારકોડની પધ્ધતિથી થયેલા સંશોધનોની નોંધણી થાય છે. એક અંદાજ મુજબ વૈશ્વિકસ્તરે 32 હજાર પ્રકારની માછલીઓની પ્રજાતિ ઉપલબ્ધ છે. જેમાં ભારતમાં અંદાજે 2600 જેટલી અને જે પૈકીની ગુજરાતમાં 606 માછલીઓની પ્રજાતિઓ છે.

    પ્રોજેકટની મહત્વપુર્ણ સિધ્ધીને ધ્યાને લઇ કોલેજ દ્વારા સરકાર સમક્ષ ગુજરાતનાં દરિયાઇ વિસ્તારમાં ડીએનએ બારકોડીંગ સીસ્ટમથી માછલીઓની પ્રજાતિનાં વર્ગીકરણ માટેનો પંચવર્ષીય યોજના દરખાસ્ત કરાયેલ જેને મંજુર કરતા હાલ યોજના તળે સંશોધનની કામગીરી શરૂ કરી દેવાય છે.

    સંશોધનમાં માછલીની પ્રજાતીની વૈશ્વીકસ્તરે નોંધ લેવાઈ

    કાડ લીનાલ ફીશ

અાજથી દુધધારા પરિક્રમાનો પ્રારંભ

  • DivyaBhaskar News Network
  • Jun 30, 2016, 05:40 AM IST
    ગિરનારનીલીલી પરિક્રમા પહેલા દુધધારાની પરિક્રમા થાય છે. આવતી કાલે સવારનાં 6 વાગ્યાથી ગિરનારની દુધધારાનો પ્રારંભ થશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.

    ગિરનાર પર્વતની બે પરિક્રમા યોજાય છે. પરંતુ સૌથી મહત્વની અને પ્રચલીત ગિરનારની લીલી પરિક્રમા છે. પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે. ગિરનારની એક આવી પરિક્રમા યોજાય છે. જે દુધધારા પરિક્રમા તરીકે ઓળખાય છે. પરિક્રમા માત્ર એક દિવસની હોય છે. ગિરનારની દુધધારા પરિક્રમાનો આવતીકાલે સવારે 6 કલાકેથી પ્રારંભ થશે. પરિક્રમામાં મેયર જીતુ હિરપરા જોડાશે. લીલી પરિક્રમાની જેમ દુધધારાની પરિક્રમા ખુબ પ્રાચીન છે, પરંતુ તેમાં ઓછા લોકો જોડાય છે.

આજે ઘડાશે ગિરનાર રોપ વેનું ભાવિ, કેન્દ્રનું વલણ હકારાત્મક: સાંસદ

    આજે ઘડાશે ગિરનાર રોપ વેનું ભાવિ, કેન્દ્રનું વલણ હકારાત્મક: સાંસદ
  • Bhaskar News, Junagadh
  • Jun 29, 2016, 15:26 PM IST
    જૂનાગઢઃ જૂનાગઢ જ નહી સમગ્ર સોરઠના વિકાસ માટે જીવાદોરી બની શકે એમ છે એ ગિરનાર રોપ વે યોજના આડે ગીધનાં મામલે વિરોધ ઉઠ્યા બાદ સેન્ટ્રલ વાઇલ્ડ લાઇફ બોર્ડે વર્ષો પહેલાં જૂનાગઢની મુલાકાત લીધી હતી. દરમ્યાન આવતીકાલે આ મુદ્દાની ચર્ચા હવે કેન્દ્રિય પર્યાવરણ બોર્ડની બેઠકમાં થનાર છે. આ મામલે કેન્દ્ર સરકારનું વલણ હકારાત્મક હોવાનું સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું છે.
     
    ગિરનાર રોપ વે યોજનાને કેન્દ્રીય વાઇલ્ડ લાઇફ બોર્ડે મંજૂરી આપી દીધા બાદ હવે સેન્ટ્રલ એન્વાયર્નમેન્ટ બોર્ડ સમક્ષ મંજૂરી માટે ફાઇલ ગઈ છે. અને આવતીકાલ તા. 29 જુનના રોજ કમિટીની બેઠકમાં તેની ચર્ચા થશે. તેનું ક્લિયરન્સ મળ્યા બાદ હવે જોકે, કેટલાક કોઠા આ યોજનાએ ભેદવાના છે એ જોવાનું રહે છે. જોકે, કેન્દ્ર સરકાર આ યોજના માટે હકારાત્મક વલણ ધરાવતી હોવાનું સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું. ગિરનાર રોપ વે કાર્યરત થાય તો જૂનાગઢ શહેરજ નહીં આખા સોરઠમાં પ્રવાસન ઉદ્યોગ સોળે કળાએ ખીલી ઉઠે એમ છે. અત્યારે વર્ષ દરમ્યાન તહેવારો અને રજાઓ દરમિયાન જ સોરઠમાં પ્રવાસીઓની ભીડ હોય છે તેને બદલે 365 દિવસ પ્રવાસીઓની ભીડ રહેશે. ઘણા વર્ષોથી ચાલતા રોપ વે અંગેનાં નિર્ણયને આખરી ઓપ અપાશે.
     
    ગીધનાં સંરક્ષણ માટે ઉપાયો સુચવાયા
     
    ગિરનાર રોપ વે ની ટ્રોલીનાં માર્ગમાં ગીધ ન આવી જાય અને આવી જાય એવા સંજોગોમાં રાખવાના તકેદારીના પગલાં અગાઉ કેન્દ્રીય વાઇલ્ડ લાઇફ બોર્ડે આપેલી મંજૂરી વખતે સુચવી દેવાયા હતા.
     
    હવે પર્યાવરણની દૃષ્ટિએ ઉપાયો સુચવાશે
     
    અગાઉ ગિરનાર રોપવે મામલે ગીધની સલામતીને લગતા સુચનો મળ્યા બાદ હવે પર્યાવરણની દૃષ્ટિએ વિવિધ ઉપાયો સુચવવામાં અાવી શકે. જોકે, તેનું ક્લિયરન્સ મળ્યા બાદ હવે ક્યા સરકારી વિભાગમાં આ ફાઇલ જશે તેની ફક્ત અટકળો જ લગાવવી રહી.
     
    રોપ વેનું માળખું ઉભું થતા પોણા બે વર્ષ લાગેે
     
    તમામ તબક્કે ગિરનાર રોપ વે યોજના પર મંજૂરીની મહોર લાગી ગયા બાદ ઉષા બ્રેકો કંપની તેની માળખાકિય કામગિરી હાથ ધરી શકે. એ કાર્ય શરૂ કર્યા બાદ તેને પૂર્ણ થતાં અને રોપ-વે કાર્યરત થતાં દોઢ થી પોણા બે વર્ષનો સમય લાગી શકે. એમ ઘણાં વખત પહેલાં ઉષા બ્રેકો કંપનીનાં વેસ્ટર્ન રીજ્યનનાં ડાયરેક્ટર દિપક કપલીસે કહ્યું હતું. તેની ટ્રોલીની ડીઝાઇન, ટાવરની ઉંચાઇ અને ડીઝાઇન તેમજ અન્ય બાબતોની કામગિરી ઉષા બ્રેકોએ ઘણા વખત પહેલાં પૂરી કરી હોવાનું પણ એ વખતે તેમણે જણાવ્યું હતું.

પણાંદરમાંથી 12 ફૂટની મગર પાંજરે પુરાઈઃ કોડીનારમાંથી દીપડો પાંજરે પુરાઈ ગયો


    પણાંદરમાંથી 12 ફૂટની મગર પાંજરે પુરાઈઃ કોડીનારમાંથી દીપડો પાંજરે પુરાઈ ગયો
    AdTech Ad
  • Bhaskar News, Kodinar
  • Jun 28, 2016, 23:28 PM IST
    કોડીનારઃ કોડીનારનાં  વડનગર ગામે રામભાઇની  વાડીમાં ગાયનાં મારણની ઘટના બનતાં વન વિભાગે અહિંયા પાંજરૂ ગોઠવી દેતા મંગળવારનાં  10 વર્ષની ઉંમરનો દીપડો પાંજરે પુરાઇ જતાં તેને જામવાળા મોકલી અપાયો હતો. જયારે પણાંદર ગામે રામસીંહભાઇ  રાઠોડની વાડીમાં અંદાજે 12 ફૂટ લંબાઇ અને 15 વર્ષની ઉંમરનો મહાકાય મગર આવી ચઢતા ફોરેસ્ટર  ગોપાલભાઇ  રાઠોડ, આઇ.એમ.પઠાણ, સેવરાભાઇ, ગાંગાભાઇ સહિતનો  સ્ટાફ દોડી ગયેલ અને દોઢ કલાકની જહેમત બાદ મગરને પાંજરે પુરી જામવાળા લઇ જવામાં આવ્યો હતો.

ભવનાથ રોડ પરનાં રૂખડાનાં વૃક્ષ નીચે ઓટો બનાવવા માંગ


  • DivyaBhaskar News Network
  • Jun 28, 2016, 04:55 AM IST
    જૂનાગઢનાંભવનાથ રોડ ઉપર પ્રાચિન રૂખડાનું વૃક્ષ આવેલુ છે. ભાવિકો આસ્થા સાથે તેની પુજા કરે છે.પરંતુ તેની ફરતે ઓટો હોય ચોમાસા દરમિયાન લોકોને મુશ્કેલી બની રહી છે.ત્યારે અહી ઓટો બનાવવા માંગ ઉઠી છે.

    ભવનાથ જવાનાં માર્ગ પર રૂખડાનું અતી પ્રાચિન વૃક્ષ આવેલુ છે. લોકો જૂદી-જૂદી માનતા માને છે અને માનતા ઉતારવા અહી આવે છે.ત્યારે અંગે જગદીશભાઇ વસાવડાએ જણાવ્યુ હતુ કે, પહેલા વૃક્ષ રોડની બાજુમાં હતુ. ફોર લાઇન બનતા વચ્ચે આવી ગયુ છે. અને લોખંડની જાળી કરી દીધી છે.પરંતુ તેના પર ઓટો કરવામાં આવ્યો નથી.પરિણામે ચોમાસામાં પાણી ભરેલુ રહે છે.અને ઉપરથી પાણી ટપકે છે. જેના કારણે ભાવિકો બેસી શકતા નથી.ત્યારે નહી ઓટો બનવાવમાં આવે તે જરૂરી છે.આ અતિ પ્રાચિન છે.ત્યારે ધારાસભ્યએ અંગત રસ લઇને ઓટો બનાવી નાખવો જોઇએ.હાલ ચોમાસાનાં કારણે ભાવિકોને મુશ્કેલી પડી રહી છે.

જંગલમાં યુવાનનો આપઘાત


  • DivyaBhaskar News Network
  • Jun 28, 2016, 04:50 AM IST
    જૂનાગઢનાભવનાથ રોડ પર જંગલમાં અજાણ્યા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપી હતી.

    અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢના ભવનાથ રોડ પર આવેલ નારાયણધરા પાસે જંગલ વિસ્તારમાં બે દીવસ પહેલા અજાણ્યા યુવાને અગમ્યકારણો સર ઝાડ સાથે ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતા ભવનાથ પોલીસનાં પીએસઆઇ એસ.બી. પરમાર સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપી હતી. યુવાનની ઓળખ થઇ શકી હતી. અંગે પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેર પાસે દીપડાઅે પશુનો શિકાર કર્યો


  • DivyaBhaskar News Network
  • Jun 27, 2016, 05:40 AM IST
બિલખારોડપર આંબેડકર નગર પાસે મોડી રાત્રિનાં દિપડાએ મારણ કર્યું હતું. દિપડાનાં મારણને લઇ લોકોનાં ટોળા રોડ પર એકત્રિત થઇ ગયા હતા. જંગલ બોર્ડર નજીક આવેલા વિસ્તારમાં અવાર-નવાર વન્ય પ્રાણી ચડી આવે છે અને મારણ કરતા હોય છે. જ્યારે આજે રાત્રીનાં બિલખારોડ પર આંબેડકર નગર પાસે રોડની બાજુમાં જંગલમાં દિપડાએ પશુનું મારણ કર્યું હતું. સમાચાર વાયુ વેગે પ્રસરી જતાં લોકો મારણ જોવા એકઠા થઇ ગયા હતા. પરંતુ લોકોનાં કોલાહલ સાંભળી દીપડો મારણ પરથી જતો રહ્યો હતો. બનાવની જાણ થતાં વન વિભાગ અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

અનેક વીટામીન ધરાવે છે કૃષ્ણ ફળ, કેન્સર જેવા રોગ સામે આપે છે રક્ષણ

  • Bhaskar News, Junagadh
  • Jun 27, 2016, 04:47 AM IST
    જૂનાગઢઃ આરોગ્ય માટે લાભદાયક અનેક ફળો કુદરતે માનવને ભેટ સ્વરૂપે આપ્યા છે. જેમાં કૃષ્ણ ફળ કેન્સર, આંખની બિમારી સામે રક્ષણ આપતુ ફળ છે. આ ફળને મોટેભાગે જ્યુસ તરીકે પીવામાં આવતુ હોય છે અને તેમાં વિટામીન-એ 43 ટકા અને લોહ 20 ટકા જેવું રહેલું હોય છે.

    જૂનાગઢની સંસ્થા દ્વારા લોકોને વિનામૂલ્યે કૃષ્ણ ફળનો રોપ આપે છે. આ ફળ પીળું અને જાંબલી રંગનું હોય છે. આ ફળને મોટાભાગે રસ-જ્યુસ તરીકે સ્વીકારવામાં આવે છે. તેમાં પાચક રેસાઓ ખૂબ જ ઉંચા પ્રકારના હોય છે. વિટામીન-એ 43 ટકા, લોહ 20 ટકા, કોપર 9.5 ટકા અને વીટામીન-સી 20 ટકા રહેલુ હોય છે. ફળમાં રહેલા વિટામીનનાં ગુણનાં કારણે કેન્સર જેવા જીવલેણ રોગ સામે પ્રતિકારક શક્તિ મળે છે.
     
    મીઠાનું પ્રમાણ નહીંવત હોવાથી બ્લડ પ્રેશર સામે રક્ષણ મળે, આંખો સામે રક્ષણ મળે, હિમોગ્લોબીનનું પ્રમાણ જાળવી રાખે, ફ્લુ જેવા રોગ સામે રક્ષણ મળે, માનસિક રીતે તણાવ, ચિંતા, અનિંદ્રા જેવા રોગ સામે રક્ષણ મળે છે. શહેરનાં લોકોએ રોપ મેળવવા માટે સર્વોત્થાન ટ્રસ્ટ જોગી સ્વામી હરીપ્રકાશદાસજીનો સંપર્ક કરવો.

પ્રાણીઓ પર અત્યાચારના નિવારણ માટે જાગૃતિ લવાશે

  • DivyaBhaskar News Network
  • Jun 29, 2016, 06:35 AM IST
    અમરેલીમાંઆજે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતીની બેઠક મળી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે પ્રાણી પર થતા અત્યાચાર નિવારવા માટે લોક જાગૃતિ જરૂરી છે. માટે જુદાજુદા સ્થળે કેમ્પોનુ આયોજન કરાશે.

    વર્તમાન સમયમાં પ્રાણીઓ પર અત્યાચારની ઘટના વધતી જાય છે ત્યારે આજે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતીની બેઠક આજે અમરેલીમાં મળી હતી. બેઠકના અધ્યક્ષસ્થાનેથી બોલતા જિલ્લા વિકાસ અધિકારી સુજીતકુમારે જણાવ્યું હતુ કે સમિતીના સભ્યો દ્વારા પ્રાણી અત્યાચાર નિવારણ અંગે સક્રિયતા દાખવવામા આવે તે જરૂરી છે. પ્રાણી પર થતા અત્યાચારનુ નિવારણ લાવવા લોક જાગૃતિ જરૂરી છે. બાબતે સમિતીના સભ્યોએ શાળાઓ અને શહેરી અને ગ્રામ્યકક્ષાએ કેમ્પોનુ આયોજન કરવુ જોઇએ. બેઠકમાં શહેરી વિસ્તારના બિનવારસી પશુઓ તથા જંગલ વિસ્તારના પ્રાણીઓને પુરતુ પ્રોટેકશન મળે તે અંગે ચર્ચા કરવામા આવી હતી. તેમજ આજીવન સભ્યોની નોંધણી શિક્ષણ વિભાગ દ્વારા લોક જાગૃતિમા સહયોગ, દરેક પોલીસ મથક અને વન કચેરીઓમાં અત્યાચાર નિવારણ સમિતીના સભ્યોની યાદી મોકલવા પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી. બેઠકમા નાયબ પશુપાલક નિયામક ડો. આર.બી.નરોડીયાએ દરેક સભ્યોને ઓળખકાર્ડ આપવા, પાંજરાપોળ માટે ખર્ચની ફાળવણી સહીતની કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરી હતી.

અમરેલી |બાગાયત વિભાગની નાગેશ્રી નર્સરીમાંથી આંબા, ચીકુ પાક લેવા તથા

  • DivyaBhaskar News Network
  • Jun 30, 2016, 02:00 AM IST
અમરેલી |બાગાયત વિભાગની નાગેશ્રી નર્સરીમાંથી આંબા, ચીકુ પાક લેવા તથા ખરીફ ઋતુમા વાવેતર કરવા માટેનો ચાલુ વર્ષ 2016-17નો વાર્ષિક ઇજારો આપવા હરરાજી રાખવામા આવેલ છે. ફળરોપા ઉછેર કેન્દ્ર નાગેશ્રી ખાતે તા. 15-7ના રોજ બપોરે 3 કલાકે હરરાજી યોજાશે તેમ નાયબ બાગાયત નિયામક કચેરીએ જણાવાયું છે.

બાગાયતી પાકો ઉતારવાનો ઇજારો આપવા હરરાજી કરાશે

ગીરની શાન ગણાતા સાવજોની સુરક્ષા માટે ઉદ્યોગપતિઓ જોડાવા તૈયાર

 Bhaskar News, Amreli
  • Jun 28, 2016, 00:40 AM IST
અમરેલીઃ ગીરની શાન ગણાતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં મોટી સંખ્યામાં વસી રહ્યા છે અને આ સાવજોની વસતી દિવસેને દિવસે  વધી રહી છે. પાછલા થોડાક સમયગાળામાં જ પંદર જેટલા નવા સિંહબાળના જન્મ થયાનું બહાર આવ્યુ છે. સાવજોને લઇને દુર્ઘટનાઓ પણ ઘટી રહી છે ત્યારે આજે સાવરકુંડલાના એક ઉદ્યોગપતિએ સિંહોના સંવર્ધન અને રક્ષણ માટે વન વિભાગ સાથે મળી કામગીરી કરવા તૈયારી બતાવી છે. આ અંગે તેઓ સરકારમાં પણ દરખાસ્ત કરશે.
 
તંત્ર સાથે મળી સાવજોની રક્ષા, ખુલ્લા કુવાઓને રક્ષીત કરવા વિગેરે દિશામાં કામ કરવા સરકાર સમક્ષ દરખાસ્ત કરાશે

મુળ સાવરકુંડલાના વતની અને હાલ સુરત સ્થિત એમ.ડી. ગૃપના ચેરમેન ભગીરથ પીઠવડીવાળાએ આ વાત કરી છે. સાવરકુંડલા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં તો સાવજો કુદકેને ભુસકે વધી રહ્યા છે. નવા નવા બચ્ચાઓનો જન્મ થઇ રહ્યો છે. જો કે સાવજોને લગતી દુર્ઘટનાઓ પણ વધી પડી છે. ખુલ્લા કુવામાં પડી જવાથી લઇને ટ્રેઇન હડફેટે ચડી જવાથી કે વાહન હડફેટે ચડી જવાથી સાવજોના મોત થઇ રહ્યા છે. વન વિભાગ તો સાવજોની રક્ષા માટે પ્રયાસ કરે જ છે. પરંતુ તેમણે સાવજોની જાળવણી માટે ઉદ્યોગગૃહોને પણ આગળ આવવા અપીલ કરી છે.

તેમણે એવું જણાવ્યુ હતું કે અહિંના સાવજોને આફ્રીકાના જુદા જુદા દેશોમાં જે રીતે સેટેલાઇટ પધ્ધતિનો ઉપયોગ કરી તેના રક્ષણ માટે કાર્ય થઇ રહ્યુ છે તેવું થવુ જોઇએ. જો સરકાર મંજુરી આપે તો વન વિભાગ સાથે સંકલન કરી સાવજોને બચાવવા, ખુલ્લા કુવાઓને ઢાંકવા અને ઉનાળામાં રેવન્યુ વિસ્તારમાં સાવજોના પાણીના પોઇન્ટ પર પાણીની કુંડીઓ ભરવાના કામની દિશામાં તેઓ આગળ વધવા માંગે છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે એમ.ડી. ટ્રસ્ટ આગામી દિવસોમાં સાવજોની જાળવણી પર અવેરનેસ કાર્યક્રમ શરૂ કરશે અને જો ખેડૂત આર્થિક રીતે નબળા હશે તો કુવો બાંધી આપવામાં સહાય કરશે.

ધારીઃ બોરડીની સીમમાં રેસ્ક્યુ ટીમના વનકર્મી પર દીપડાનો હુમલો

  • Bhaskar News, Dhari
  • Jun 26, 2016, 00:50 AM IST

ધારીઃ ધારી તાલુકાના બોરડી ગામ નજીક શેત્રુજીના પટમાં એક દિપડો ઘાયલ હોવાની બાતમીના આધારે વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા આ દિપડાને પકડવા કાર્યવાહી કરાય રહી હતી તે સમયે દિપડાએ એક બીટગાર્ડ પર હુમલો કરી તેમને ઘાયલ કરી દેતા સારવાર માટે દવાખાને ખસેડાયા છે.
 
પાણીયા રાઉન્ડમાં વનકર્મીઓ ઘાયલ દિપડાને બચાવવા ગયા હતાં

દિપડા દ્વારા વનકર્મી પર હુમલાની આ ઘટના ધારી તાલુકાના બોરડી ગામની સીમમાં બની હતી. વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રામગઢ વિસ્તારના પાણીયા રાઉન્ડમાં બોરડીની સીમમાં શેત્રુજી નદીના કાંઠે એક દિપડો ઘાયલ હોવાની વન વિભાગને બાતમી મળી હતી. ડીએફઓ કરૂપ્પાસામીની સુચના મુજબ સ્થાનિક આરએફઓ પરમાર સ્ટાફ સાથે આ દિપડાને પકડવા બોરડીની સીમમાં દોડી ગયા હતાં.

વન વિભાગની રેસ્ક્યુ ટીમ શેત્રુજી નદીના કાંઠા પર આ દિપડાને રેસ્ક્યુ કરી રહી હતી તે સમયે દિપડાએ અચાનક જ બીટગાર્ડ મહેશભાઇ પરમાર પર હુમલો કરી દીધો હતો. તેમને હાથ પર તથા શરીરના અન્ય ભાગોમાં ઇજા પહોંચી હતી. જો કે હુમલો કરી દિપડો નાસી છુટ્યો હતો. ઘાયલ બીટગાર્ડ મહેશભાઇ પરમારને સારવાર માટે પ્રથમ ધારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવીલમાં રીફર કરવામાં આવ્યા હતાં.

કેદમાં રખાયેલા 15 સાવજોને આંબરડીપાર્કમાં મુક્ત કરાયા, તંત્રની સતત નજર

    અગાઉ 7 સિંહોને માનવભક્ષી હોવાની આશંકાએ કેદ કરાયા હતા
    AdTech Ad
  • Bhaskar News, Dhari
  • Jun 18, 2016, 10:47 AM IST
    અગાઉ 7 સિંહોને માનવભક્ષી હોવાની આશંકાએ કેદ કરાયા હતા
    ધારીઃ માત્ર બે માસના ટુંકાગાળામાં ત્રણ લોકોને ફાડી ખાનાર સાવજ ગૃપને વન વિભાગ દ્વારા પાંજરે પુરવામાં આવ્યા બાદ ખુંખાર માનવભક્ષી સિંહને તો ઓળખી કઢાયો પરંતુ બાકીના સાવજોને ક્યા મુક્ત કરવા તે અંગે વનતંત્ર અવઢવમાં હતું અને આખરે આજે ધારણા મુજબ જ કેદમાં રખાયેલા પંદર સાવજોને ધારી નજીક આંબરડીપાર્કમાં જ મુક્ત કરવામાં આવ્યા હતાં.
    આ સાવજોને આંબરડીપાર્ક બહારથી પકડ્યા હતાં અને હવે તાર ફેન્સીંગથી આરક્ષણ પાર્કની અંદર મુક્ત કરાયા છે. લાંબા સમયની કેદ બાદ પંદર-પંદર સાવજો હવે આખરે તેના કુદરતી વાતાવરણમાં મુક્ત થયા છે. આમ છતાં જો કે આ સાવજો હવે પોતાના 30 થી 35 કીમીની ટેરેટરીના બદલે માત્ર સાત કીમીના બંધીયારપાર્કમાં મુક્ત થયા છે. ધારીની સરસીયા રેન્જમાં આંબરડીપાર્ક નજીક આવેલ આંબરડી ગામની સીમમાં આ સાવજોએ હાહાકાર મચાવ્યો હતો.
     
    એક સિંહણ ગર્ભવતી હોય ન છોડાઇ
     
    જે બે સિંહણોના મળમાંથી માનવ શિકારના આંશીક અવશેષો મળ્યા હતાં તે પૈકીની એક સિંહણ ગર્ભવતી હોય તેને જસાધારના એનીમલ કેર સેન્ટરમાં જ રાખવામાં આવી છે. જ્યારે અન્ય એક સિંહણને બાકીના સાવજો સાથે આંબરડીપાર્કમાં છોડી દેવાય છે.

ગીરઃ 12 મોત બાદ પણ પુરથી સાવજોને બચાવવા તંત્રએ કોઇ પગલા ન લીધા

  • Bhaskar News, Savarkundala
  • Jun 18, 2016, 10:48 AM IST
    ગીરઃ 12 મોત બાદ પણ પુરથી સાવજોને બચાવવા તંત્રએ કોઇ પગલા ન લીધા
    સાવરકુંડલાઃ ગીરની અમુલ્ય ધરોહર સમા સાવજોની રક્ષામાં વારંવાર નિષ્ફળ સાબીત થતુ તંત્ર ગત જૂન માસે શેત્રુજીમાં આવેલા ભારે પુર વખતે સાવજોને બચાવી ન શકતા બાર સાવજો મોતને ભેટ્યા હતાં. તેને એક વર્ષ વિતવા છતાં છનતંત્રએ અહિંના સાવજોની સલામતી માટે કોઇ પગલા લીધા નથી. જ્યા શેત્રુજીનું પાળી રેળાય છે ત્યાં ઉંચા ટીલા બનાવવાની માંગ પ્રત્યે પણ કોઇ ધ્યાન અપાયુ નથી. નિંભર વનતંત્ર હવાલ કીલ્લા બાંધતુ હોય તેમ હવે ભારે પુરમાં સાવજોને ઉંચા વિસ્તારમાં દોરી જઇશું તેવી વાહયાત વાતો કરે છે.  
     
    ક્રાંકચની સીમમાં ઉંચા ટીલાઓ બનાવવાની માંગણીનું સુરસુરીયુ

    સાવજોની રક્ષામાં નિષ્ફળ રહેલુ તંત્ર જાણે હવામાં ઉડી રહ્યુ છે. બાર-બાર સાવજોના મોત વખતે તેની લાશો ક્યાં પડી છે તે પણ શોધી નહી શકનાર તંત્ર શેત્રુજીના પુર વખતે જ્યાં કોઇ પહોંચી પણ શકતુ નથી તેવા વિસ્તારમાં જઇ સાવજોને સલામત સ્થળે દોરી જવાની વાતો કરી રહ્યુ છે. લીલીયા તાલુકાના ક્રાંકચ પંથકમાં ગઇ જૂન માસમાં આવેલા અતિભારે વરસાદ વખતે બાર સાવજો કાળનો કોળીયો બની ગયા હતાં. ક્રાંકચની સીમમાં દુર્ગમ વિસ્તારમાં સાવજો જ્યાં વસે છે ત્યાં ધોળા દિવસે જવુ પણ મુશ્કેલ છે. કોઇ સાવજની ભાળ મેળવવી હોય તો પણ વનતંત્રને સ્થાનિક માલધારીઓની મદદ લેવી પડે છે. ભારે પુર વખતે જ્યારે બાર-બાર સાવજોના મોત થયા તે સમયે વનતંત્ર માટે સ્થાનિક માલધારીઓ જ માહિતી પુરી પાડતા હતાં.
     
    નિંભર વનતંત્રની હવામાં વાતો-ભારે પુર આવશે તો સિંહોને ઉંચાણમાં દોરી જઇશું

    એક વર્ષનો સમય વિતી ગયો છતાં ક્રાંકચની સીમમાં ખારાપાટમાં જ્યાં શેત્રુજીના પુર કાયમ રેળાય છે તે વિસ્તારમાં સાવજોની રક્ષા માટે ઉંચા ટિલા બનાવવા  બાબતે વનતંત્રએ ઘોર બેદરકારી સેવી છે. જે સ્થિતી એક વર્ષ પહેલા હતી તે જ સ્થિતી અત્યારે પણ છે. સાવજો કુદરતના આ મારને ભુલીને ફરી ક્રાંકચ વિસ્તારમાં આવી તો ગયા પરંતુ વનતંત્ર દ્વારા તેની સુરક્ષા માટે આજદિન સુધીમાં કોઇ નક્કર પગલા લેવાયા નથી. ક્રાંકચ પંથકમાં વધારાના ટ્રેકરોની નિમણુંક જરૂર કરાય છે પરંતુ તે સાવજોની રક્ષાના બદલે લોકોને સિંહદર્શન કરાવવામાં વધુ ધ્યાન આપતા હોવાનું જણાય રહ્યુ છે. એકંદરે સાવજો માટે સ્થિતીમાં કોઇ ફર્ક પડયો નથી. શેત્રુજીમાં જો ફરી ભારે પુર આવશે તે આ સાવજોનું મોત નક્કી છે.
     
    સાવજો કંઇ ઘેટા-બકરા છે કે દોરીને દુર લઇ જશો

    ભારે પુરના સંજોગોમાં સાવજોને ઉંચાણવાળા વિસ્તારમાં ખસેડવાની વનતંત્રની વાહયાત દલીલ સામે સિંહપ્રેમીઓમાં ભારે રોષ છે. એક વખત વરસાદ પડયા બાદ જે દુર્ગમ વિસ્તારમાં જવુ પણ મુશ્કેલ છે તે વિસ્તારમાં પહોંચી સાવજોને સલામત સ્થળે વનતંત્ર પહોંચાડશે તેવા વન અધિકારીઓ દ્વારા કરાતા દાવા સામે સિંહપ્રેમીઓ રોષ સાથે જણાવે છે કે સાવજો શું ઘેટા-બકરા છે કે તમે દોરીને લઇ જશો.

ચંદનની હેરાફેરી કૌભાંડઃ પરવાનગી વગર ચંદનના વૃક્ષો કાપનાર 4 ખેડૂતો દંડાયા

પોલીસે કબજે કરેલાં ચંદનનાં લાકડા
AdTech Ad
  • Bhaskar News, Savarkundala
  • Jun 18, 2016, 01:11 AM IST

પોલીસે કબજે કરેલાં ચંદનનાં લાકડા
ધારીઃ સાવરકુંડલા નજીકથી પકડાયેલા 50 લાખની કિંમતના ચંદનના લાકડાની હેરફેરના કૌભાંડ બાદ વનતંત્ર છેક જ્યાથી ચંદનનુ લાકડુ કપાયુ હતુ ત્યાં સુધી પહોંચી તો ગયુ પરંતુ નબળા કાયદા સામે આજે તંત્ર પણ લાચાર નઝરે પડયુ હતું. ગેરકાયદે ચંદનના વૃક્ષો કપાવનાર ચાર ખેડૂતને વનતંત્રએ આજે કુલ મળીને રૂા. 35 હજારનો દંડ ફટકાર્યો હતો અને ચારેયને જામીન પર મુક્ત પણ કરી દીધા હતાં.

ધારીના ખોખરા ગામની સીમમાંથી પાછલા પાંચ વર્ષો દરમીયાન મોટા પ્રમાણમાં ચંદનના વૃક્ષોનું ગેરકાયદે કટીંગ થયુ છે અને તપાસનું પગેરૂ શોધતા શોધતા વનતંત્રની ટીમ આ તમામ ખેડૂતો સુધી પહોંચી ગઇ હતી. દરમીયાન ડીએફઓ કરૂપ્પાસામીની સુચનાથી આજે આરએફઓ બી.કે. પરમાર, સ્ટાફના મુળુભાઇ ઓડેદરા વિગેરેએ આ ખેડૂતો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. વનતંત્ર દ્વારા ખોખરા મહાદેવના વિનુગીરી સોમગીરી ગૌસ્વામી, રાજેશગીરી ગજરાજગીરી ગૌસ્વામી, લાભુગીરી મોજગીરી ગૌસ્વામી અને જ્યંતીગીરી તીરથગીરી ગૌસ્વામી નામના ચાર ખેડૂતની અટક કરી હતી.

આ ચાર ખેડૂત દ્વારા તેમની વાડીમાંથી વનતંત્રની કોઇપણ પ્રકારની પરવાનગી વગર ગેરકાયદે ચંદનના વૃક્ષોનું કટીંગ કરાયુ હતું અને સાવરકુંડલામાંથી ઝડપાયેલા શખ્સને તેનું વેચાણ કર્યુ હતું. આજે લાભુગીરી ગૌસ્વામીને રૂા. પાંચ હજારનો અને બાકીના ત્રણેય ખેડૂતને રૂા. 10-10 હજારનો દંડ મળી કુલ રૂા. 35 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વનતંત્રએ દંડની રકમ વસુલ કરી ચારેયને જામીન પર મુક્ત કર્યા હતાં.
 
પાલીતાણાનો વેપારી પાંચ વર્ષથી ખરીદતો હતો કપાયેલા ચંદનના લાકડા

અમરેલી જીલ્લામાં ચંદનના વૃક્ષોના વેપારનો ગેરકાયદે કાળો કારોબાર મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે અને જેમ જેમ તપાસ આગળ ચાલતી જાય છે તેમ તેમ ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. જેસરના સનાળા ગામનો અરવિંદ કનુભા સરવૈયા નામનો શખ્સ કારમાં 50 લાખની કિંમતના 300 કિલો જેટલા લાકડા લઇને જતો હતો ત્યારે સાવરકુંડલા તાલુકા પોલીસે તેને ઝડપી લીધો હતો. આગળની તપાસ સ્થાનિક આરએફઓ મોર ચલાવી રહ્યા છે.
 
હજુ પણ ઉભા છે 350થી વધુ ચંદનના વૃક્ષો

વન વિભાગની જુદી જુદી ટુકડી આજે પણ તપાસ માટે ખોખરા ગામે દોડી ગઇ હતી. ધારી નજીક આવેલા ખોખરા ગામની સીમમાં જુદી જુદી વાડીઓમાં વિડીયો શુટીંગ સાથે સર્વે કરવામાં આવતા હજુ પણ 350થી વધુ ચંદનના વૃક્ષો અહિં ઉભા હોવાનું જણાયુ હતું અને છેલ્લા પાંચ વર્ષ દરમીયાન ગામની સીમમાંથી જુદા જુદા તબક્કે ચંદનના 60 જેટલા વૃક્ષો કપાયા હતાં. કપાયેલા આ વૃક્ષોના થડ હજુ પણ જુદા જુદા ખેડૂતની વાડીઓમાં ઉભા છે. વન તંત્ર દ્વારા તેની નોંધ પણ કરવામાં આવી હતી. હવે ખોખરા ગામ સિવાય આજુબાજુના ગામોમાં પણ ક્યાય ચંદનના વૃક્ષો છે કે કેમ ω તે દિશામાં પણ તપાસ થશે.

દરમિયાન વનતંત્રની તપાસમાં એવી વિગત પણ ખુલી હતી કે ધારી પંથકમાંથી કપાયેલુ ચંદનનુ લાકડુ પાલીતાણાના વેપારીને વેચી નાખવામાં આવતુ હતું અને આ વેપારી દ્વારા તેનું જુદા જુદા વિસ્તારોમાં વેચાણ કરાતુ હતું. જેને પગલે વનતંત્ર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ચંદનના કેટલા વૃક્ષો કપાયા? અને તેનું કેટલુ લાકડુ પાલીતાણાને વેપારીએ ખરીદ્યુ. આ લાકડુ ત્યાથી કોને કોને વેચાયુ?  આ કૌભાંડમાં હજુ વધુ કોણ કોણ સંડોવાયેલુ છે? વિગેરે બાબતોનો તાળો મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે. મુખ્યસુત્રધાર વન વિભાગ માટે હાથવગો હોવાનું મનાય છે.
 
કપાયેલા ઝાડમાંથી પણ ઉગી નિકળ્યા વૃક્ષો

ખોખરાની સીમમાં ચંદનના વૃક્ષો કાપી વેચી નાખનાર ખેડૂતોએ વૃક્ષ કાપ્યા બાદ તેના ઠુંઠા યથાવત ઉભા રહેવા દીધા હતાં. છેલ્લા પાંચ વર્ષ દરમીયાન સતત કટીંગ ચાલ્યુ હોય અગાઉ કપાયેલા ચંદનના વૃક્ષોના થડમાંથી નવા વૃક્ષો પણ ફુટી નિકળ્યા છે. આટલા લાંબા સમય સુધી અહિં તંત્રનું ધ્યાન ગયુ ન હતું.

માત્ર 1 હજારના મણના ભાવે ખરીદી ગયો ચંદન

પોલીસ તંત્રએ ચંદનના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યા બાદ આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ગણી ભલે રૂા. 50 લાખની કિંમતની હેરફેર ઝડપી પાડ્યાનો દાવો કર્યો હોય પરંતુ આ કૌભાંડના મુખ્ય સુત્રધાર અરવિંદ સરવૈયાએ તો ચંદનનુ આ લાકડુ પાણીના ભાવે ખરીદ્યાનું ખુલ્યુ છે. ખેડૂતોએ તો જાણે તે બળતણના ભાવે વેચ્યુ હતું. આ શખ્સ માત્ર રૂા. એક હજારના મણના ભાવે ચંદનનું લાકડુ અહિંથી લઇ જતો હતો.

દરેકની વાડીમાંથી બે-બે વૃક્ષો કપાતા જેથી કોઇ બાતમી જ ન આપે

ચંદનની ગેરકાયદે હેરફેરનું નેટવર્ક બખુબી ચાલાકીપૂર્વક થતુ હતું. ગામમાં અનેક ખેડૂતની વાડીમાં ચંદનના વૃક્ષો છે. કોઇ એક જ ખેડૂત પાસેથી ખરીદી થાય તો બીજા ખેડૂત તંત્રને બાતમી આપી દે તેવું બની શકે. જેથી ચાલાકી પૂર્વક જેથી પાસે ચંદનના વૃક્ષો છે તે તમામ ખેડૂતો પાસેથી વારાફરથી બે-ત્રણ બે-ત્રણ વૃક્ષોના લાકડાની ખરીદી થતી હતી.

ચંદનના વધુ નવ લાકડા ઝડપાયા

વનતંત્ર દ્વારા કરાતી તપાસમાં આજે ખોખરાના રમેશગીરી ગજરાજગીરી બાવાજી નામના ખેડૂતના ઘરમાંથી ચંદનના કપાયેલા લાકડાના નવ ટુકડા મળી આવ્યા હતાં. આ ટુકડા ધારી વનતંત્રના હવાલે કરવામાં આવ્યા છે.

સિંહ,દીપડાનાં વધી રહેલા હૂમલાને લઇ તંત્રએ કરી તાકીદ

  • DivyaBhaskar News Network
  • Jun 17, 2016, 03:40 AM IST
    જૂનાગઢ,ગિર-સોમનાથ,અમરેલીજિલ્લામાં સિંહ,દીપડાનાં માનવ પર હૂમલા વધી રહ્યા છે.તેમા પણ ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા મજૂરી પર વધુ હૂમલા થઇ રહ્યા છે.સિંહ અને દીપડાનાં હૂમાલથી મહદઅંશે બચી શકાય તે માટે વન વિભાગે કેટલીક સુચનાઓ જાહેર કરી છે.

    ખાસ કરીને રાત્રીનાં સમયે બહાર ધાબળા ઓઢીને સુવા તાકીદ કરી છે. લોકો પરનાં સમભવિત હૂમલાઓને ખાળી શકાય તે માટે ગીર પશ્વિમ વિભાગનાં નાયબ વન સંરક્ષકએ તકેદારીનાં ભાગરૂપે સુચાનાઓ જાહેર કરી છે.

ખેડૂતો મધનું ઉત્પાદન કરે તેવો પ્રોજેકટ શરૂ થશે

  • DivyaBhaskar News Network
  • Jun 17, 2016, 03:40 AM IST
અમરેલીનીઅમર ડેરી દ્વારા આવનારા સમયમાં અમર હનીનુ ઉત્પાદન કરવા પણ નિર્ણય લેવાયો છે ત્યારે રાજયના પુર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીએ હની પ્રોજેકટ માટે કેન્દ્રીય કૃષિમંત્રીની મુલાકાત લઇ વિસ્તૃત ચર્ચા કરી હતી. અમરેલીમાં અમર ડેરી ધમધમતી થયા બાદ કેટલ ફુડ ફેકટરી પણ શરૂ થવા જઇ રહી છે તેની સાથે સાથે હવે ખેડૂતો મધનુ પણ ઉત્પાદન કરી શકે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. અમર ડેરી દ્વારા હવે આગામી સમયમાં અમર હનીનુ ઉત્પાદન કરવા પ્રોજેકટ હાથ ધરાયો છે. રાજયના પુર્વ કૃષિમંત્રી અને અમર ડેરીના સ્થાપક દિલીપભાઇ સંઘાણીએ તાજેતરમાં અલગ અલગ જગ્યાએ માટે હની ફાર્મની પણ મુલાકાત લીધી હતી. દરમિયાન દિલીપભાઇ સંઘાણીએ તાજેતરમાં પ્રોજેકટની આખરી તૈયારીના ભાગરૂપે દિલ્હીમા કેન્દ્રીય કૃષિ મંત્રી મોહનભાઇ કુંડારીયા સાથે પણ બેઠક યોજી હતી. ડો. બ્રિજેન્દ્રસિંહ સહિતના આગેવાનો અને કૃષિ વિભાગના અધિકારીઓ અમર ડેરીના વાઇસ ચેરમેન મુકેશભાઇ સંઘાણી વિગેરેની ઉપસ્થિતીમાં ચર્ચા કરી હતી.

જીવના જોખમે રેસ્ક્યુ: 9 સાવજ વચ્ચેથી સિંહબાળને લાવ્યા, સારવાર બાદ છોડ્યું

જીવના જોખમે રેસ્ક્યુ: 9 સાવજ વચ્ચેથી સિંહબાળને લાવ્યા, સારવાર બાદ છોડ્યું
AdTech Ad
  • Bhaskar News, Savarkundala
  • Jun 16, 2016, 11:26 AM IST 
સાવરકુંડલાઃ ગીર જંગલ અને રેવન્યુ વિસ્તારમાં રહેતા સાવજોની રક્ષા માટે વન વિભાગના કર્મચારીઓએ પણ ક્યારેક જીવ જોખમમાં મુકવો પડે છે અને ભારે જોખમો વચ્ચે સાવજોની રક્ષા કરવી પડે છે. સાવરકુંડલાના વડાળમાં વનકર્મીઓને કંઇક આવો જ અનુભવ થયો હતો. અહિં ત્રણ બચ્ચાવાળી સિંહણનું એક બચ્ચુ ઘાયલ થઇ ગયુ હતું અને પાછલા પગમાં ઘારૂ પડી જતા પગે લંગડાતુ ચાલતુ હતું. અહિં અન્ય એક સિંહણ પણ પોતાના ત્રણ બચ્ચાને ઉછેરી રહી છે અને આ બન્ને સિંહણ અને સિંહબાળની રક્ષા માટે એક બબ્બર સિંહ પણ ગૃપમાં છે. વન સાવજોનું આ ગૃપ સાથે જ રખડે છે.
 
ઘાયલ બચ્ચુ નઝરે પડતા વન વિભાગે તેને પકડવા કવાયત હાથ ધરી સ્થાનિક આરએફઓ આર.જે. મોર, ફોરેસ્ટર બી.આર. સોલંકી, વી.ડી. પુરોહીત, બબલાભાઇ જેબલીયા, ટ્રેકર્સ હુસેનભાઇ, ભીમજીભાઇ વિગેરે સિંહબાળને પકડવા માટે આઠ કલાક સુધી મથતા રહ્યા હતાં. આખરે સાવજ પરિવારની નઝર સામે જ વન વિભાગે આ સિંહબાળને તેની ગાડીમાં લઇ લીધુ. સિંહણે પણ ગાડી પાછળ દોટ મુકી હતી. વડાળની નર્સરી ખાતે વેટરનરી ડો. પી.એન. વાઢેર દ્વારા સતત ચાર દિવસ સુધી સિંહબાળનો ઘાવ સાફ કરી સારવાર કરાઇ હતી. જેને પગલે તે તંદુરસ્ત થઇ ગયુ હતું.

હવે સિંહબાળનું તેની માતા સાથે મિલન કરાવવુ પણ અઘરૂ હતું. વડાળ જંગલમાં જતા જ આખા સિંહ પરિવારે ગાડી પાછળ દોટ મુકી હતી. સિંહ પરિવાર વન વિભાગની ગાડીઓ ફરતો ગોઠવાઇ જતા દરવાજો ખોલી સિંહબાળને છોડવાનું કામ પણ મુશ્કેલ હતું. આમ છતાં વન વિભાગે અનેક તરકીબો અજમાવી બે કલાક બાદ સિંહ પરિવારને થોડો દુર કરી આ સિંહબાળને છોડી દીધુ હતું. માતાથી વિખુટુ પડેલુ આ સિંહબાળ તુરંત તેની માતા પાસે દોડી ગયુ હતું. આખો સિંહ પરિવાર આ સમયે ગેલમાં આવી ગયેલો નઝરે પડયો હતો.

સિંહબાળને પકડવુ અને છોડવુ મુશ્કેલ હતું
 
સ્થાનિક આરએફઓ આર.જે. મોરે જણાવ્યુ હતું કે સિંહબાળની સારવાર કરવાનું  કામ મુશ્કેલ ન હતું. પરંતુ આ સિંહબાળને પકડવુ અને બાદમાં તેને મુક્ત કરી સિંહણ સાથે મીલન કરાવવાનું કામ ભારે જોખમી હતું. અમારા સ્ટાફની સુંદર કામગીરીના કારણે આ શક્ય બન્યુ હતું.

આંબરડી પાર્કના નરભક્ષી સિંહને આજીવન કારાવાસ, સક્કરબાગ ઝુમાં કાયમી કેદ

  • Bhaskar News, Amreli/Dhari
  • Jun 16, 2016, 11:26 AM IST
 
આંબરડી પાર્કના નરભક્ષી સિંહને આજીવન કારાવાસ, સક્કરબાગ ઝુમાં કાયમી કેદ
અમરેલી/ધારીઃ ધારી તાલુકાના આંબરડીપાર્ક નજીકના વિસ્તારમાં માનવભક્ષી બનેલા સાવજોએ બે માસમાં ત્રણ લોકોને ફાડી ખાધા બાદ કુલ 19 સાવજોને પાંજરે પુરવામાં આવ્યા છે. વનતંત્રની તપાસમાં કુલ ત્રણ સાવજો માનવભક્ષી હોવાનું જણાયુ છે. જે પૈકી એકને શક્કરબાગ ઝુમાં કાયમી કેદમાં મોકલવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે બાકીના બે સાવજોના મળમાંથી માનવ ભક્ષણના આંશીક નમુના મળ્યા હોય તેને હજુ નિરીક્ષણમાં રખાયા છે. બીજી તરફ બાકીના સાવજોને ક્યાં મુક્ત કરાશે તે હજુ નક્કી થઇ શક્યુ નથી.
 
 
બે સિંહણના પેટમાંથી આંશીક અવશેષો મળી આવ્યા : બાકીના સાવજોને ક્યા મુક્ત કરવા તે નક્કી નહી

વન વિભાગની તપાસમાં ધારીની સરસીયા રેન્જમાં આંબરડી નજીક ત્રણ માણસનો ભોગ એક સિંહ અને બે સિંહણે લીધો હોવાનું ખુલ્યુ છે. બે માસના ટુંકાગાળામાં આંબરડીપાર્ક નજીકના વિસ્તારમાં ત્રણ-ત્રણ માણસોને ફાડી ખાધાની ઘટના બાદ જુદા જુદા તબક્કે મળી કુલ 19 સાવજોને વન વિભાગ દ્વારા પાંજરે પુરવામાં આવ્યા હતાં. કોઇ વિસ્તારના તમામ સાવજોને એક સાથે પકડી લેવાનું આ પગલુ ઐતિહાસીક હતું. વન વિભાગ દ્વારા દરેક સાવજને અલગ અલગ કેદ કરી તેના મળના નમુનાઓનું પૃથ્થકરણ કરી કયા કયા સાવજો નરભક્ષી બન્યા છે તે જાણવા પ્રયાસ હાથ ધરાયો હતો.
 
નરભક્ષી સિંહ જૂનાગઢ સક્કરબાગ ઝુ માં કાયમી કેદમાં ખસેડાયો : બન્ને સિંહણ અબ્ઝર્વેશનમાં રહેશે

વન વિભાગની તપાસ દરમીયાન એક સિંહ તથા બે સિંહણ દ્વારા માણસનો શિકાર કરાયો હોવાનું ખુલ્યુ હતું. વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ એક સિંહના મળમાંથી મોટા પ્રમાણમાં તે માનવભક્ષી હોવાના નમુનાઓ મળ્યા હતાં. જ્યારે બે સિંહણોના મળમાંથી આંશીક નમુનાઓ મળ્યા હતાં. જેને પગલે નરને જુનાગઢના શક્કરબાગ ઝુ મા કાયમ માટે કેદમાં મોકલી દેવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે બાકીની બે સિંહણોને હજુ પણ જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. આ બે સિંહણોનું શું કરાશે તે અંગે હજુ સુધી વન વિભાગ સ્પષ્ટ નથી. દરમીયાન બાકીના સાવજોને ગીરના કયા વિસ્તારમાં મુક્ત કરાશે તે હજુ સુધી વનતંત્ર નક્કી કરી શક્યુ નથી. વનતંત્રની ખાસ ટુકડીઓ આ માટે સર્વે કરી રહી છે. આગામી બે-ચાર દિવસમાં આ અંગે નિર્ણય થઇ જવાની શક્યતા જોવાઇ રહી છે.
 
બે થી ત્રણ વર્ષની ઉંમર છે બન્ને સિંહણને

વન વિભાગના સુત્રોએ એમ પણ જણાવ્યુ હતું કે જેના મળમાંથી માનવ શરીરના અવશેષો મળ્યા છે તે નર આશરે છ થી નવ વર્ષની ઉંમરનો પુખ્ત છે. જ્યારે જેના મળમાંથી આંશીક નમુના મળ્યા છે તે બન્ને સિંહણોની ઉંમર બે થી ત્રણ વર્ષ છે. જે પાઠડાની અવસ્થા છે. એવું મનાય છે કે માણસનો શિકાર સાવજે કર્યો હતો અને આ બન્ને સિંહણોએ તે ખાધો હશે.
 
પુખ્ત નરનો રીપોર્ટ પોઝીટીવ : સીસીએફ

દરમીયાન જુનાગઢના સીસીએફ એ.પી. સીંગે દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતું કે એક પુખ્ત નરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે બે માદાઓનો રીપોર્ટ આંશીક રીતે પોઝીટીવ આવ્યો છે. જેથી નરને જુનાગઢ શક્કરબાગ ઝુ માં મોકલાયો છે. બન્ને માદાઓ હજુ ઓબ્ઝર્વેશનમાં રહેશે.

સાવજોને નરભક્ષી ન કહો : સીસીએફ

સીસીએફ એ.પી. સીંગે એમ પણ જણાવ્યુ હતું કે સાવજ ખરેખર નરભક્ષી પ્રાણી છે જ નહી. દિપડા અને વાઘ માટે આ શબ્દ વાપરીએ તો યોગ્ય છે. પરંતુ સાવજ ક્યારેય માણસનો શિકાર કરતો નથી. આવા બનાવો ભાગ્યે જ બને છે અને તેના માટે કોઇ ચોક્કસ કારણ હોય છે. જેથી આવા બનાવને માત્ર અકસ્માત જ ગણવો જોઇએ.

રાજુલાના કાતરમાં એક સાથે 15 સાવજ દેખાયા, 4 સિંહણોએ કર્યો ગાયનો શિકાર

રાજુલાના કાતર ગામે એકસાથે 15 સાવજોનું એક ગૃપ દેખાયું
  • Dilip Raval, Amreli
  • Jun 14, 2016, 17:58 PM IST
 
રાજુલાના કાતર ગામે એકસાથે 15 સાવજોનું એક ગૃપ દેખાયું
રાજુલા: ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં મોટા પ્રમાણમા વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમા પણ હવે મોટી સંખ્યામા સાવજો વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજુલા તાબાના કાતર ગામની સીમમાં એકસાથે 15 જેટલા સાવજોએ એક ગાયનુ મારણ કરતા ફફડાટ ફેલાયો હતો. 

ગ્રામજનોમાં ફફડાટ, ગૃપમાં 4 સિંહણ અને 11 સિંહબાળ

સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર રાજુલા તાલુકાના કાતર ગામની સીમમાં એકસાથે 15 સાવજોનું એક ગૃપ આવી ચડયુ છે. અહી રાત્રીના સમયે આ સાવજોએ એક ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી. આ સાવજોનુ ગૃપ અહી નવુ આવ્યું હોવાનુ સિંહપ્રેમીઓ જણાવી રહ્યાં છે. આ સાવજો અહીના સીમ વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યું છે.
 
સાવજોના ગૃપની સુરક્ષા માટે સઘન પેટ્રોલીંગ

આ ગૃપમાં 4 સિંહણ અને 11 સિંહબાળનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં કોઇ સાવજોને હેરાનગતિ નથી કરતુ જેને પગલે આ સાવજો બિનદાસ્ત વાડી ખેતરોમાં આંટાફેરા મારી રહ્યાં છે. સ્થાનિક વનવિભાગ દ્વારા આ સાવજોના ગૃપની સુરક્ષા માટે સઘન પેટ્રોલીંગ કરવુ જોઇએ તે જરૂરી બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પીપાવાવ સહિતના વિસ્તારોમાં પણ અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે.

સાવજોની કાળજી રાખવી પડશે : પ્રકૃતિપ્રેમી

પ્રકૃતિપ્રેમી શિવરાજભાઇ ધાખડાએ જણાવ્યું હતું કે રાજુલા જાફરાબાદ પંથકમાં આમ તો અનેક વિસ્તારોમાં સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે કાતર વિસ્તારમા સાવજોનુ આ નવું ગૃપ આવતા હવે આ ગૃપની સુરક્ષા માટે વનવિભાગ દ્વારા પણ પુરતી કાળજી લેવી પડશે.
 
આગળની સ્લાઇડમાં જુઓ તસવીરો, 15 સાવજોનું એક ગૃપે કર્યો ગાયનો શિકાર...
 
તસવીર: દિલીપ રાવલ, અમરેલી 

અમરેલીમાં વિશ્વ પર્યાવરણ દિન ઉજવાયો

  • DivyaBhaskar News Network
  • Jun 15, 2016, 05:35 AM IST
{ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજન કરાયુ : વિવિધ સ્પર્ધાઓ

ભાસ્કર ન્યુઝ. અમરેલી

અમરેલીમાવિશ્વ પર્યાવરણ દિન નિમિતે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામા આવી હતી. તકે વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામા આવ્યુ હતુ. સ્પર્ધામા ઉતીર્ણ થનાર સ્પર્ધકોને પુરસ્કાર અપાયા હતા. કાર્યક્રમમા અમરેલી શહેર સહિત આજુબાજુ ગામના લોકો પણ હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ચિત્ર સ્પર્ધા, સ્લોગન અને નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા અમરેલી શહેર અને આજુબાજુના ગામલોકોએ ભાગ લીધો હતો. સૌ પ્રથમ સ્પર્ધકોને પયાર્વરણ દિવસ ઉજવણીનો મહિમા દિનેશભાઇ ત્રીવેદી દ્વારા સમજાવવામા આવ્યો હતો. ત્રણેય સ્પર્ધામા પ્રથમ ક્રમે ઉતીર્ણ થનારા સ્પર્ધકોને પુસ્કાર આપી સન્માનીત કરાયા હતા. પ્રસંગે અમરેલી સીએમસી ટીમના વિજ્ઞાન સંયોજક અરૂણભાઇ પાનસુરીયા દ્વારા ગુજકોસ્ટ સંસ્થા તરફથી પ્રાસંગીક ઉદ્દબોધન કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમના અંતમા ગોપીબેન રાદડીયા દ્વારા આભાર વિધી કરાઇ હતી. કાર્યક્રમને સફળ બનાવવા જવાહરભાઇ મહેતા, ચેરમેન હેમેન્દ્રભાઇ મહેતા, સંજીવભાઇ મહેતા, પી.કે.લહેરી, નિલેશભાઇ પારેખ, મનુભાઇ મહેતા, ગજેન્દ્રભાઇ દેસાઇ, દુર્ગાબેન મહેતા અને વિણાબેન ગાંધી સહિત વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

સૌથી વધુ સિંહો ગિર-પૂર્વનાં અમરેલી સહિતનાં વિસ્તારોમાં

  • DivyaBhaskar News Network
  • Jun 15, 2016, 05:35 AM IST
સૌથી વધુ સિંહો ગિર-પૂર્વનાં અમરેલી સહિતનાં વિસ્તારોમાં

હાલસીંહોની સૌથી વધુ સંખ્યા ગિર પૂર્વનાં અમરેલી જિલ્લાનાં જંગલ તેમજ રેવન્યુ વિસ્તારમાં છે. છેલ્લા એક દાયકામાં સૌરાષ્ટ્રનાં 7 જિલ્લાનાં 25 હજાર ચોરસ કિમી વિસ્તારમાં આવેલા 1500 ગામોમાં સીંહોની અવરજવર રહે છે. અમરેલી જિલ્લામાંથી વહેતી શેત્રુંજી નદીનાં પટ્ટ, ગાંડા બાવળનાં જંગલનો કોરીડોર તૈયાર થવા સાથે ભુંડ અને નીલગાય જેવાં પ્રાણીઓની વધુ વસ્તીને લીધે તરફ સીંહોનો ફેલાવો વધુ છે. અગાઉ ગિર પશ્ચિમ વિસ્તારોમાં સીંહોની સંખ્યા વધુ હતી. એમ સીસીએફ એ. પી. સીંહે જણાવ્યું હતું.