Sunday, April 30, 2017

ભેંસાણનાં ચણાકા ગામે નિંદ્રાધીન શ્રમિક મહિલા પર દીપડો ત્રાટક્યો

DivyaBhaskar News Network | Apr 25, 2017, 03:30 AM IST

ભેંસાણનાંચણાકા ગામની સીમમાં વાડીએ સુતેલા શ્રમિક પરિવારની એક નિંદ્રાધીન મહિલા પર દીપડાએ હુમલો કરી દઇ ઘાયલ કરી દેતા જૂનાગઢ હોસ્પિટલે સારવારમાં ખસેડાઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભેંસાણ પંથકનાં ચણાકા ગામે રહેતા હંસરાજભાઇ ભુરાભાઇ માંડવીયાની સીમમાં આવેલી વાડીએ ખેતીકામ માટે 20 મજુરોનું ગૃપ આવેલું હોય ત્યાં ઝુંપડા બાંધી રહે છે. રવિવારનાં રાત્રીનાં સમયે મજુર પરિવારનાં સભ્યો ઝુંપડામાં સુતા હતા ત્યારે સોમવારનાં વહેલી સવારનાં 4 વાગ્યાની આસપાસ દીપડાએ આવી ચઢી કાળીબેન લક્ષ્મણભાઇ અને તેની બાજુમાં સુતેલા બાળક પર હુમલો કરી દીધો હતો. જો કે દીપડાનાં હુમલામાં બાળકનો બચાવ થયો હતો. જ્યારે દીપડાએ કાળીબેનને સકંજામાં લઇ નાક, માથા અને ખંભાનાં ભાગે ઇજા પહોંચાડી હતી. કાળીબેેને દીપડાનાં હુમલાથી બચવા બુમાબુમ કરી મુકતા મજુર પરિવારનાં અન્ય સભ્યો જાગી ગયેલ અને હોહા દેકારો કરી મુકતા દીપડો નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત કાળીબેનને જૂનાગઢ સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવનાં પગલે આરએફઓ મકવાણા અને વનવિભાગનો સ્ટાફ સ્થળ પર દોડી ગયેલ અને દીપડાનું લોકેશન મેળવી તેને પકડવા કવાયત હાથ ધરી છે. જંગલ વિસ્તારમાંથી રહેણાંક વિસ્તારમાં અવારનવાર જંગલી પશુઓ આવી ચઢવાનાં બનાવોમાં વધારો થયો છે ત્યારે વનવિભાગ દ્વારા બાબતે તકેદારી રાખવી જોઇએ.

ઈજાગ્રસ્ત મહિલાને જૂનાગઢ હોસ્પિટલે સારવારમાં ખસેડાઈ

ઊનાનાં ખાપટ ગામે દીપડીનાં 7 થી 8 દિ’નાં બચ્ચા જોવા મળ્યાં, મજુરોમાં ભય

Bhaskar News, Una | Apr 27, 2017, 03:21 AM IST

ઊના:ઊના તાલુકાના ખાપટ ગામે મકાઇના વાવેતર કરેલ હોય જેમાં બે દીપડીના બચ્ચા જોવા મળતા ખેતરમાં કામ કરતા મજુર લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઇયુ હતું.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊના તાલુકાના ખાપટ ગામના વાડી વિસ્તારમાં રહેતા અશ્વિનભાઇ ભીમાભાઇ ઝાલાની પોતાના ખેતરમાં મકાઇનું વાવેતર હોય અને વહેલી સવાર માંથીજ આ ઉભા રહેલા મકાઇને વાઢવા માટે મજુરો આવેલા હોય અને જ્યારે મકાઇ વાઢતા હતા ત્યારે દીપડીના બે બચ્ચા જોવા મળતા ભયના મારે મજુરોએ કામ બંધ કરી દીધુ હતુ. અને તાત્કાલીક ફોરેસ્ટરખાતાને જાણ કરતા આવી ગયા હતા. અને દીપડીના બે બચ્ચેની વાત કરતા આ મકાઇના ઉભા પાકને વાઢવા માટે મજુરો ભયના લીધે વાઢતા ન હોય ત્યારે ફોરેસ્ટના કર્મચારી ત્યા ઉભા રહ્યા અને મજુરોએ ખેતરમાં કામ પુરૂ કર્યુ હતુ.

હજુ આ બચ્ચા સાત થી આઠ દીવસના જ હોય તેવુ જાણવા મળેલ છે. બાદ આ બચ્ચા સવારે બે હતા અને બપોરના સમયે એકજ જોવા મળતા મજુરોને લાગેલ કે એક બચ્ચાને દીપડી લઇ ગયુ હશે તેવું જાણવા મળેલ પણ આ બે બચ્ચા અલગ અલગ પડી ગયા હતા તે પણ આ ખેતરમાંજ આટા મારતા હોય તેવુ જોવા મળેલ છે. હજુ સુધી આ બચ્ચાની ભાળ માટે ગમે ત્યારે આવી ચડી જાય તેમ દીપડી આજુ બાજુના ખેતરમાં હોય તેમ જાણવા મળેલ છે. દીપડીના બે બચ્ચાને સાથે ભેગા કરવા માટે ફોરેસ્ટકર્મીઓએ બન્ને બચ્ચાનું મિલન કરાવવા કવાયત હાથ ધરી હતી.
 
 

વનરાજની નિશાચર સ્ટાઇલ: નહીં જોઇ હોય તમે સોરઠના સાવજની આ અદા

Bhaskar News, Junagadh | Apr 27, 2017, 10:50 AM IST
વનરાજની નિશાચર સ્ટાઇલ: નહીં જોઇ હોય તમે સોરઠના સાવજની આ અદા, junagadh news in gujarati
 • રાત્રે શિકારની શોધમાં નિકળેલા આ વનરાજની અદા કેમેરામાં આબાદ રીતે કેદ થઇ હતી
જુનાગઢ:જુનાગઢ: એશિયાટિક સિંહ માટે ગુજરાતનો સોરઠ પ્રદેશ ખૂબ જાણીતો છે અને એશિયાટીક સિંહની ઘણી તસવીરો તમે જોઇ હશે, ક્યારેક સહપરિવાર સાથે પાણી શોધમાં નિકળેલો સિંહ પરિવાર તો ક્યારેક ગામની મુલાકાતે નિકળેલા સિંહની તસવીરો જોઇ હશે. સોરઠનો સાવજ એટલે જંગલના મહારાજાધિરાજને ધોળા દિવસે પાડેલા સિંહના ફોટા તમે ખુબ જોયા હશે. પણ રાત્રે શિકારની શોધમાં નિકળેલા આ વનરાજની અદા કેમેરામાં આબાદ રીતે કેદ થઇ હતી. એક નજરે આ તસવીર કોઇ પેન્ટીંગ જેવી લાગે છે એક પ્રકારની થ્રીડી ઇમેજ દેખાય છે પરંતુ આ તસવીર રાતના સમયે ખેંચવામાં આવી છે. તો બીજી તરફ અન્ય એક તસવીર જંગલનો રાજા શિકારની મિજબાની માણતો કેમેરામાં કંડારાયો હતો.  
 
(તસવીર-જીતેન્દ્ર માંડવીયા)

વિસાવદરના નિવૃત વન કર્મીને 10 ટકા વ્યાજ સાથે ગ્રેચ્યુઇટી ચૂકવવા આદેશ

DivyaBhaskar News Network | Apr 30, 2017, 03:15 AM IST

નોકરી પરથી ઉતર્યા બાદ વર્ષો સુધી હકની રકમ મળી

ગ્રેચ્યુઇટી અને પેન્શનર કમિશ્નરે 30 દિવસમાં રકમ ચૂકવવા કહ્યું

વિસાવદરનાએક નિવૃત વન કર્મચારી નિવૃત થયા બાદ વર્ષો સુધી વનવિભાગે ગ્રેચ્યુઇટીની રકમના ચુકવતા અંતે વન કર્મીએ લેબર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેના આધારે કંટ્રોલીંગ ઓફ અન્ડર ધી પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી કમિશ્નરે વન કર્મીને ગ્રેચ્યુઇટીના રૂા 77,940 તેમજ 10 ટકા વ્યાજ 30 દિવસમાં ચુકવવા આદેશ કર્યો છે.

વિસાવદરના લાલપુરમાં રહેતા ફતેહમહમદ જલાલ મકરાણી વય મર્યાદાના કારણે 1998માં નિવૃત થયા હતાં .નિવૃતિ બાદ વન વિભાગે તેને ગ્રેચ્યુઇટીના લાભ આપતા તેમણે લેબર કોર્ટમાં વન વિભાગ સામે કેસ દાખલ કર્યો હતો.જેમાં એડવોકેટ એચ.વી.ધોરાજીયાઅે વન કર્મી વતી કેસ લડી યોગ્ય પુરાવા અને અગાઉની કોર્ટના ચુકાદાના આધારે ફતેહમહમદભાઇને પણ ગ્રેચ્યુઇટીનો લાભ મળવો જોઇએ તેવી દલીલ કરી હતી.જેને લેબર કોર્ટે માન્ય રાખી હતી અને વનકર્મીને ગ્રેચ્યુઇટી ચુકવવા જણાવ્યું હતું.

કંટ્રોલીંગ ઓથોરિટી અંડર ધી પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટીના કમિશ્નરે વનવિભાગને નિવૃતિના સમય સુધીની રૂા 77,940 ગ્રેચ્યુઇટીની રકમ તથા 10 ટકા વ્યાજસહિતની રકમ 30 દિવસમાં ચુકવવા આદેશ કર્યો છે.

વિસાવદરના નિવૃત વન કર્મીને 10 ટકા વ્યાજ સાથે ગ્રેચ્યુઇટી ચૂકવવા આદેશ

DivyaBhaskar News Network | Apr 30, 2017, 03:15 AM IST

નોકરી પરથી ઉતર્યા બાદ વર્ષો સુધી હકની રકમ મળી

ગ્રેચ્યુઇટી અને પેન્શનર કમિશ્નરે 30 દિવસમાં રકમ ચૂકવવા કહ્યું

વિસાવદરનાએક નિવૃત વન કર્મચારી નિવૃત થયા બાદ વર્ષો સુધી વનવિભાગે ગ્રેચ્યુઇટીની રકમના ચુકવતા અંતે વન કર્મીએ લેબર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેના આધારે કંટ્રોલીંગ ઓફ અન્ડર ધી પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી કમિશ્નરે વન કર્મીને ગ્રેચ્યુઇટીના રૂા 77,940 તેમજ 10 ટકા વ્યાજ 30 દિવસમાં ચુકવવા આદેશ કર્યો છે.

વિસાવદરના લાલપુરમાં રહેતા ફતેહમહમદ જલાલ મકરાણી વય મર્યાદાના કારણે 1998માં નિવૃત થયા હતાં .નિવૃતિ બાદ વન વિભાગે તેને ગ્રેચ્યુઇટીના લાભ આપતા તેમણે લેબર કોર્ટમાં વન વિભાગ સામે કેસ દાખલ કર્યો હતો.જેમાં એડવોકેટ એચ.વી.ધોરાજીયાઅે વન કર્મી વતી કેસ લડી યોગ્ય પુરાવા અને અગાઉની કોર્ટના ચુકાદાના આધારે ફતેહમહમદભાઇને પણ ગ્રેચ્યુઇટીનો લાભ મળવો જોઇએ તેવી દલીલ કરી હતી.જેને લેબર કોર્ટે માન્ય રાખી હતી અને વનકર્મીને ગ્રેચ્યુઇટી ચુકવવા જણાવ્યું હતું.

કંટ્રોલીંગ ઓથોરિટી અંડર ધી પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટીના કમિશ્નરે વનવિભાગને નિવૃતિના સમય સુધીની રૂા 77,940 ગ્રેચ્યુઇટીની રકમ તથા 10 ટકા વ્યાજસહિતની રકમ 30 દિવસમાં ચુકવવા આદેશ કર્યો છે.

વન્ય પ્રાણીઓની સુરક્ષાને ધ્યાને રાખી લીલીયા પંથકમાં ખુલ્લા કુવા બંધાશે

DivyaBhaskar News Network | Apr 30, 2017, 02:40 AM IST
જંગલ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ કુલ 40 જેટલા ખુલ્લા કુવાઓ છે

રેવન્યુવિસ્તારમા પણ અનેક વન્યપ્રાણીઓ વસવાટ કરતા હોય અનેક વખત ખુલ્લા કુવામા પ્રાણીઓ પડી જવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે લીલીયા પંથકમા વનવિભાગ દ્વારા ખુલ્લા કુવાઓને બાંધવાની કામગીરી શરૂ કરવામા આવી છે.

લીલીયા તાલુકાના આંબા અને કણકોટ વિસ્તારમાં વન્યપ્રાણીઓની સુરક્ષા માટે અહી જંગલમાં અલગ અલગ વિસ્તારોમાં 40 જેટલા કુવાઓ બાંધવામાં આવ્યા છે. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી વન્ય પ્રાણીઓની સુરક્ષા અને કોઇ ભવિષ્યમાં અનિચ્છનિય બનાવ બને એટલા માટે જાળવણી અને રક્ષા માટે આવી કામગીરી કરાતી હોય છે. અહી શેત્રુજી નદિનાં કાઠે પણ કુવાઓ બાંધવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અનેક વખત શિકારની શોધમા કે અન્ય રીતે પ્રાણીઓ ખુલ્લા કુવામા પડી જવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવી ઘટનાઓ નિવારવા માટે ખુલ્લા કુવાઓને બાંધવાની કામગીરી પુરજોશમા ચાલી રહી છે

લીલીયા તાલુકાના આંબા અને કણકોટ વિસ્તારમાં વન્યપ્રાણીઓની સુરક્ષા માટે અહી જંગલમાં અલગ અલગ વિસ્તારોમાં 40 જેટલા કુવાઓ બાંધવામાં આવ્યા છે. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર વિસ્તારમાં સાવજો અને દીપડાઓ શિકારની શોધમાં ફરતા હોય વાડી વિસ્તારમાં ઘુસી આવે છે અને શિકારને પકડવા જતા કુવામાં ખાબકે છે અને મોતને ભેટે છે જેથી આગામી દિવસોમાં આવી અનિચ્છનીય ઘટનાઓ બને અને વન્યપ્રાણીઓનાં આકસ્મિક મોત થાય માટે દરેક ખુલ્લા કુવાની ફરતે પાળ બાંધી ઢાંકવામાં આવશે.

કુવામાં પડતા સિંહ-દીપડાનાં મોત થાય છે

વન્ય પ્રાણીઓની સુરક્ષાને ધ્યાને રાખી લીલીયા પંથકમાં ખુલ્લા કુવા બંધાશે

DivyaBhaskar News Network | Apr 30, 2017, 02:40 AM IST
જંગલ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ કુલ 40 જેટલા ખુલ્લા કુવાઓ છે

રેવન્યુવિસ્તારમા પણ અનેક વન્યપ્રાણીઓ વસવાટ કરતા હોય અનેક વખત ખુલ્લા કુવામા પ્રાણીઓ પડી જવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે લીલીયા પંથકમા વનવિભાગ દ્વારા ખુલ્લા કુવાઓને બાંધવાની કામગીરી શરૂ કરવામા આવી છે.

લીલીયા તાલુકાના આંબા અને કણકોટ વિસ્તારમાં વન્યપ્રાણીઓની સુરક્ષા માટે અહી જંગલમાં અલગ અલગ વિસ્તારોમાં 40 જેટલા કુવાઓ બાંધવામાં આવ્યા છે. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી વન્ય પ્રાણીઓની સુરક્ષા અને કોઇ ભવિષ્યમાં અનિચ્છનિય બનાવ બને એટલા માટે જાળવણી અને રક્ષા માટે આવી કામગીરી કરાતી હોય છે. અહી શેત્રુજી નદિનાં કાઠે પણ કુવાઓ બાંધવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અનેક વખત શિકારની શોધમા કે અન્ય રીતે પ્રાણીઓ ખુલ્લા કુવામા પડી જવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવી ઘટનાઓ નિવારવા માટે ખુલ્લા કુવાઓને બાંધવાની કામગીરી પુરજોશમા ચાલી રહી છે

લીલીયા તાલુકાના આંબા અને કણકોટ વિસ્તારમાં વન્યપ્રાણીઓની સુરક્ષા માટે અહી જંગલમાં અલગ અલગ વિસ્તારોમાં 40 જેટલા કુવાઓ બાંધવામાં આવ્યા છે. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર વિસ્તારમાં સાવજો અને દીપડાઓ શિકારની શોધમાં ફરતા હોય વાડી વિસ્તારમાં ઘુસી આવે છે અને શિકારને પકડવા જતા કુવામાં ખાબકે છે અને મોતને ભેટે છે જેથી આગામી દિવસોમાં આવી અનિચ્છનીય ઘટનાઓ બને અને વન્યપ્રાણીઓનાં આકસ્મિક મોત થાય માટે દરેક ખુલ્લા કુવાની ફરતે પાળ બાંધી ઢાંકવામાં આવશે.

કુવામાં પડતા સિંહ-દીપડાનાં મોત થાય છે

ધારી: 24 કલાકમાં બે સિંહબાળના મોત, વન વિભાગનો ઘટનાસ્થળે સ્ટાફ દોડ્યો

Bhaskar News, Dhari | Apr 28, 2017, 22:43 PM IST

ધારી: 24 કલાકમાં બે સિંહબાળના મોત, વન વિભાગનો ઘટનાસ્થળે સ્ટાફ દોડ્યો, amreli news in gujarati
 • પ્રતિકાત્મક તસવીર
ધારી:ગીર પશ્ચિમ અને અમરેલીના રેવન્યુ વિસ્તારમાં સાવજો પર સતત ખતરો ઝળુંબી રહ્યો છે. ક્યારેક સાવજો કુવામાં ખાબકે છે તો ક્યારેક ટ્રેઇન કે વાહન હડફેટે મોતને ભેટે છે. તુલશીશ્યામ-ધારી રોડ પર વાહન હડફેટે એક સિંહબાળનું મોત થયુ છે. અન્ય ઘટનામાં મીતીયાળા રેન્જમાં ઇનફાઇટમાં સિંહબાળનું મોત થતા માત્ર 24 કલાકના ટુંકાગાળામાં બે સિંહબાળના મોતની ઘટના બની છે.

સિંહબાળનો મૃતદેહ રસ્તા પરથી મળી આવ્યો

લીલીયાના સાજણટીંબા પંથકમાંથી ગુમ થયેલા બે સિંહબાળની હજુ ગઇકાલે જ મહા મહેનતે ભાળ મળી ત્યાં હવે સાવરકુંડલા અને ધારી પંથકમાં બે સિંહબાળના મોતની ઘટના સામે આવી છે. ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં આશરે દોઢ વર્ષની ઉંમરના સિંહબાળનો મૃતદેહ રસ્તા પરથી મળી આવ્યો હતો. ધારી-તુલશીશ્યામ રોડ પર મધુવન હોટેલ પાસે સોસરીયા વિસ્તારમાં કોઇ અજાણ્યા વાહન ચાલકે આ સિંહબાળને હડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. બનાવની જાણ થતા વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. વેટરનરી ડો. હિતેષ વામજા અને ડો. બારડે આ સિંહબાળનું પોસ્ટમોર્ટમ કર્યુ હતું.

સિંહબાળનો મૃતદેહ મળતા વન વિભાગ ઘટનાસ્થળે દોડી

અન્ય એક સિંહબાળના મોતની ઘટના સાવરકુંડલા રેન્જમાં મીતીયાળા જંગલ વિસ્તારમાં બની હતી. વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ગઇકાલે મીતીયાળા જંગલ વિસ્તારમાં આ ઘટના બની હતી. જ્યાં એક બે વર્ષના સિંહબાળનું ઇનફાઇટમાં મોત થયુ હતું. અહિં કોઇ અકળ કારણે એક ડાલામથ્થા સાવજે બે વર્ષના આ સિંહબાળને મારી નાખ્યુ હતું. સિંહબાળનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇન્ચાર્જ એસીએફ બી.કે. પરમારની સુચનાથી વેટરનરી ડોક્ટરોએ દોડી જઇ સિંહબાળનું પીએમ કર્યુ હતું. માત્ર 24 કલાકના ટુંકાગાળામાં એક સાથે બે-બે સિંહબાળના મોતથી સિંહપ્રેમીઓમાં અરેરાટીની લાગણી ફેલાઇ હતી.
સાવજ એક કિમી દુર મૃતદેહને ઢસડી ગયો

મીતીયાળા વિસ્તારમાં ઘટનાસ્થળેથી ઇનફાઇટના નિશાનો મળી આવ્યા હતાં. અહિં લોકોએ સાવજનો અવાજ પણ સાંભળ્યો હતો. સિંહબાળને મારી નાખ્યા બાદ સાવજ તેને એક કી.મી. દુર સુધી લઇ ગયો હતો અને બાદમાં મૃતદેહ છોડી દીધો હતો. 

ભૂતકાળમાં પણ સાવજો બન્યા છે અકસ્માતનો ભોગ

અમરેલી જીલ્લામાં અગાઉ પીપાવાવ ફોરલેન પર ભુતકાળમાં જુદી જુદી ત્રણ ઘટનામાં ત્રણ સાવજના વાહન હડફેટે મોત થયા હતાં. આવી જ રીતે નાગેશ્રી નજીક પણ હાઇવે પર વાહન હડફેટે સાવજના મોતની ઘટના બની ચુકી છે. હવે આવી વધુ એક ઘટના ધારી-તુલશીશ્યામ રોડ પર બની છે.

ગુમ થયેલા બે સિંહબાળ શાખપુર નજીક મળ્યા

DivyaBhaskar News Network | Apr 28, 2017, 03:40 AM IST
સાજણટીંબામાં સાવજો વચ્ચે ઇનફાઇટ થતા સિંહણે બચ્ચા સાથે સ્થળાંતર કર્યું હતું

લીલીયાતાલુકાના સાજણટીંબા ગામની સીમમાંથી થોડા દીવસ પહેલા બે સિંહબાળ ગુમ થયાનું બહાર આવતા વનતંત્ર પણ તેને શોધવા ઉંધા માથે કામે લાગ્યુ હતું ત્યારે સિંહણ તેના બે બચ્ચા સાથે દામનગરના શાખપુર નજીક જોવા મળી હોવાનું સ્થાનિક આરએફઓએ જણાવ્યુ હતું.

સાજણટીંબા અને અંટાળીયાની સીમમાં અઢી માસ પહેલા એક સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. જે પૈકી એક સિંહબાળનું અગાઉ મોત થઇ ચુક્યુ હતું. દરમિયાન થોડા દિવસથી સિંહણ તો જોવા મળતી હતી પરંતુ તેના બે બચ્ચા નઝરે પડતા હતાં. અંગેના અખબારી અહેવાલો બાદ વનતંત્રએ પણ જુદી જુદી ટુકડીઓ બનાવી બચ્ચાની શોધખોળ શરૂ કરી હતી.

દરમિયાન સ્થાનિક આરએફઓ વિઠ્ઠલાણીએ જણાવ્યુ હતું કે સિંહણ દામનગરના રાઉન્ડના શાખપુર ગામના ઝરખની કેડી વિસ્તાર નજીક પોતાના બે બચ્ચા સાથે જોવા મળી હતી. અહિં મારણ પર સિંહણ અને બચ્ચા નઝરે પડયા હતાં. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે ચાંદગઢ પંથકમાંથી બે નર આવી સાજણટીંબા વિસ્તારમાં ઇનફાઇટ કરતા હોય સિંહણ સુરક્ષા માટે બચ્ચા સાથે શાખપુર તરફ ચાલી ગઇ હતી.

અમરેલી: વાતાવરણમાં પલટો, અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો

Jaidev Varu, Amreli | Apr 25, 2017, 17:21 PM IST
અમરેલી: વાતાવરણમાં પલટો, અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો, amreli news in gujarati
 • અમરેલી જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ પડ્યો
અમરેલી:આજે અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણ પલ્ટો થતાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં ભાડ, નાનુડી ગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે ખાંભા અને આંબરડી જેવા વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતાં. 

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડતાં જિલ્લામાં ઠંડો પવન ફૂંકાતા ગરમીમાંથી રાહત મળતા જિલ્લાવાસીઓ ખુશ થયા હતા. જોકે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતાં.

અંતનો આરંભ: 40 સભ્યો ધરાવતી 'રાજમાતા' જીવનના અંતિમ પડાવ પર

Dilip Raval, Amreli | Apr 24, 2017, 10:36 AM IST

અંતનો આરંભ: 40 સભ્યો ધરાવતી 'રાજમાતા' જીવનના અંતિમ પડાવ પર, amreli news in gujarati
 • વર્ષોથી ગળામાં બંધાયેલ છે રેડીયો કોલર
અમરેલી:સિંહણ અહીં વસતા સાવજ પરિવારની રાજમાતા છે. કારણ કે જંગલથી દૂર દૂર શેત્રુજીના કાંઠે બાવળની અડાબીડ વીડીઓ અને ખરાબાના આ વિસ્તારમાં સૌ પ્રથમ તેણે જ પગરણ માંડ્યા હતાં. આ વાતને દોઢ દાયકો થવા આવ્યો છે. હવે તેના પરિવારમાં 40 જેટલા સભ્યો છે. અહીં તેનુ રાજ ચાલે છે. એકહથ્થુ શાસન ચાલે છે. મજાલ છે કોઇ અન્ય સાવજ ગ્રુપની કે અહીં પગ પણ મૂકે. પણ હવે તે ઘરડી થઇ ગઇ છે. જીવનના અંતિમ પડાવ પર પહોંચી છે. ક્રાંકચની આ રાજમાતા ઘરડો તો પણ સિંહ એ ઉક્તિને સાર્થક કરીને પોતાની આણ વર્તાવી રહી છે. પણ કેટલા દિવસ?
 
ખારાપાટ વિસ્તારમાં સાવજોનું કોઇ અસ્તિત્વ જ ન હતું
 
એક સમયે લીલીયાના ક્રાંકચ તથા આસપાસના ખારાપાટ વિસ્તારમાં સાવજોનું કોઇ અસ્તિત્વ જ ન હતું. પણ અહીં સાવજોને વસાવવામાં નિમિત બની શેત્રુજી નદી. દોઢેક દાયકા પહેલા નદીના કોતરોમાં આગળ વધતા વધતા એક સિંહણ અહીં પહોંચી. તેની પાછળ પાછળ એક સાવજ પણ આવી પહોંચ્યો. સાવજ બેલડીએ અહીં નવુ ઘર વસાવ્યું. આજે આ પરિવારમાં 40 જેટલા સભ્યો છે. જેમાના મોટા ભાગના સૌ પ્રથમ અહીં આવનાર સાવજ બેલડીના સંતાનો છે. કોઇ પણ ગૃપ પર નર સિંહનો કબજો વધીને બેથી ત્રણ વર્ષ રહે છે. એ ન્યાયે અહીં બહારથી આવતા સાવજોએ ગ્રુપપની સંતતિ વધારવામાં પોતાનું યોગદાન આપ્યું.આ સિંહણ થકી જન્મેલી સિંહણો અને તેના થકી જન્મલી અન્ય સિંહણો પણ હાલમાં ગ્રુપમાં છે.
 
વર્ષોથી સિંહણના ગળામાં રેડીયો કોલર બાંધેલો છે
 
સૌ પ્રથમ અહીં આવેલી સિંહણ એ જ રાજમાતા. અહીંના લોકો તેને રેડીયો કોલર સિંહણ તરીકે ઓળખે છે. કારણ કે વર્ષોથી તેના ગળામાં રેડીયો કોલર બાંધેલો છે. રાજમાતાએ આ વિસ્તારને ગૌરવ અપાવ્યું છે. આ પ્રદેશને દેશ દેનિયામાં જાણીતો કર્યો છે. પણ હવે આ સિંહણ ઘરડી થઇ ગઇ છે. તેની ઉમર 15 વર્ષને પાર થઇ ગઇ છે. આટલુ તો સાવજો જીવી પણ શકતા નથી. હાલમાં તે ઘાયલ છે. જસાધારના એનીમલ કેર સેન્ટરમાં તેની સારવાર થઇ રહી છે. થાપાના ભાગે રસી થઇ ગયા છે. રેસ્કયુ ઓપરેશન બાદ કદાચ તે બચી પણ જાય. પરંતુ એક સુવર્ણ યુગ પુરો થવામાં છે તેને કોઇ અટકાવી નહી શકે.
 
કયા કયા વિસ્તારો છે આ ગૃપનાં કબજામાં?
 
લીલીયાના ક્રાંકચથી લઇ જેસરના રાણીગામ, સાવરકુંડલા તાલુકાના સેંજળ, લાઠીના લુવારિયા, સાવરકુંડલાના ખાલપર આંકોલડા અને અમરેલી તાલુકાના ચાંદગઢ તથા ગોખરવાળા સુધી આ ગુપનો કબજો છે.
 
નવો પ્રદેશ સર કરવા ગોંડલનાં પાદરે પહોંચી હતી
 
રેડીયો કોલર સિંહણ નવો પ્રદેશ સર કરવા એક સમયે છેક ગોંડલના પાદર સુધી પહોંચી ગઇ હતી. આ ગુપના બે સાવજો છેક ગઢડા અને બોટાદ પંથકમાં આંટો મારી આવ્યા હતાં.ગારિયાધારના વેળાવદર સુધી પણ અવારનવાર પહોંચી જાય છે આ ગુપના સાવજો

લીલીયા: નદીનાં કાંઠેથી બે સિંહબાળ એક માસથી ગુમ, વન વિભાગ ઉંધામાથે

Bhaskar News, Liliya | Apr 25, 2017, 00:04 AM IST

લીલીયા: નદીનાં કાંઠેથી બે સિંહબાળ એક માસથી ગુમ, વન વિભાગ ઉંધામાથે, amreli news in gujarati
 • પ્રતિકાત્મક તસવીર
લીલીયા:લીલીયા તાલુકાના સાજણટીંબા ગામ નજીક એક સિંહણે બે માસ પહેલા જન્મ આપેલા બે સિંહબાળ લાંબા સમયથી લાપતા હોવાનુ તાજેતરમા બહાર આવ્યા બાદ હવે આ બંને સિંહબાળનો પતો મેળવવા વનતંત્ર ઉંધા માથે થયુ છે. વનવિભાગની જુદીજુદી ટુકડીઓએ છેલ્લા 48 કલાકથી અલગ અલગ દિશામા શોધખોળ કરી હોવા છતા તેની ભાળ મળી નથી. અહી બે માસ પહેલા એક સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. સાજણટીંબા અને અંટાળીયા ગામ વચ્ચે ગાગડીયો નજીક આવેલ સીમ વિસ્તારમા આ ત્રણ બચ્ચા હતા. જે પૈકી અગાઉ એક સિંહબાળનુ મોત થયા બાદ બાકીના બચ્ચા લાંબા સમયથી નજરે પડયા નથી.
 
લાંબા સમયથી બચ્ચાની કોઇ ભાળ મળી નથી
 
આ વિસ્તારમા સીમમા ફરતા માલધારીઓને સિંહણ અવારનવાર નજરે પડી છે પરંતુ તેના બચ્ચા કયાંય દેખાયા નથી. વનતંત્રને પણ લાંબા સમયથી બચ્ચાની કોઇ ભાળ મળી નથી. સિંહણ સાથે ખરેખર તેના બચ્ચા નજરે પડતા નથી તે સાબિત થતા જ વનતંત્ર ઉંધા માથે થયુ છે. આ અંગે દિવ્યભાસ્કરના અહેવાલ બાદ છેલ્લા 48 કલાકથી વનવિભાગની જુદીજુદી ટીમો બચ્ચાની ભાળ મેળવવા જુદાજુદા વિસ્તારમા ઘુમી રહી છે. સિંહણ પર પણ નજર રખાઇ રહી છે. બંને બચ્ચાના મોત થયા હોય અને તંત્ર અજાણ રહ્યું હોય તેવી શકયતા પણ જોવાઇ રહી છે.
અગાઉ એક બચ્ચાનું થયું હતું મોત
 
અહી ગાગડીયા નદીના કાંઠે સીમમા બે માસ પહેલા સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો જે પૈકી એક બચ્ચાનુ અગાઉ જ મોત થઇ ગયુ હતુ.  

તંત્ર દ્વારા ચાલી રહી છે શોધખોળ-આરએફઓ

સ્થાનિક આરએફઓ પ્રવિણ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતુ કે ટ્રેકરો સહિતના વનકર્મીઓને અલગ અલગ દિશામા શોધખોળ માટે લગાવાયા છે. શાખપુર, ભોરીંગડા, ક્રાંકચ,  સાજણટીંબા સહિતના વિસ્તારમા હાલ તુરંત તો સિંહબાળની ભાળ મળી નથી.

ઉંમર 15 વર્ષને પાર કરી જતા ઘરડી સિંહણને થાપાનાં ભાગે રસી થઇ જતા જશાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર ચાલી રહી છે

DivyaBhaskar News Network | Apr 24, 2017, 02:40 AM IST
સિંહણઅહીં વસતા સાવજ પરિવારની રાજમાતા છે. કારણ કે જંગલથી દુર દુર શેત્રુજીના કાંઠે બાવળની અડાબીડ વીડીઓ અને ખરાબાના વિસ્તારમાં સૌ પ્રથમ તેણે પગરણ માંડ્યા હતાં. વાતને દોઢ દાયકો થવા આવ્યો છે. હવે તેના પરિવારમાં 40 જેટલા સભ્યો છે. અહીં તેનુ રાજ ચાલે છે. એકહથ્થુ શાસન ચાલે છે. મજાલ છે કોઇ અન્ય સાવજ ગુપની કે અહીં પગ પણ મુકે. પણ હવે તે ઘરડી થઇ ગઇ છે. જીવનના અંતિમ પડાવ પર પહોંચી છે. ક્રાંકચની રાજમાતા ઘરડો તો પણ સિંહ ઉક્તિને સાર્થક કરીને પોતાની આણ વર્તાવી રહી છે. પણ કેટલા દિવસ ?

એક સમયે લીલીયાના ક્રાંકચ તથા આસપાસના ખારાપાટ વિસ્તારમાં સાવજોનું કોઇ અસ્તિત્વ હતું. પણ અહીં સાવજોને વસાવવામાં નિમિત બની શેત્રુજી નદી.દોઢેક દાયકા પહેલા નદીના કોતરોમાં આગળ વધતા વધતા એક સિંહણ અહીં પહોંચી. તેની પાછળ પાછળ એક સાવજ પણ આવી પહોંચ્યો. સાવજ બેલડીએ અહીં નવુ ઘર વસાવ્યું. આજે પરિવારમાં 40 જેટલા સભ્યો છે. જેમાના મોટા ભાગના સૌ પ્રથમ અહીં આવનાર સાવજ બેલડીના સંતાનો છે.કોઇ પણ ગૃપ પર નર સિંહનો કબજો વધીને બેથી ત્રણ વર્ષ રહે છે. ન્યાયે અહીં બહારથી આવતા સાવજોએ ગુપની સંતતિ વધારવામાં પોતાનું યોગદાન આપ્યું.આ સિંહણ થકી જન્મેલી સિંહણો અને તેના થકી જન્મલી અન્ય સિંહણો પણ હાલમાં ગુપમાં છે.

સૌ પ્રથમ અહીં આવેલી સિંહણ રાજમાતા. અહીંના લોકો તેને રેડીયો કોલર સિંહણ તરીકે ઓળખે છે. કારણ કે વર્ષોથી તેના ગળામાં રેડીયો કોલર બાંધેલો છે. રાજમાતાએ વિસ્તારને ગૌરવ અપાવ્યું છે. પ્રદેશને દેશ દેનિયામાં જાણીતો કર્યો છે. પણ હવે સિંહણ ઘરડી થઇ ગઇ છે. તેની ઉમર 15 વર્ષને પાર થઇ ગઇ છે. આટલુ તો સાવજો જીવી પણ શકતા નથી. હાલમાં તે ઘાયલ છે. જસાધારના એનીમલ કેર સેન્ટરમાં તેની સારવાર થઇ રહી છે. થાપાના ભાગે રસી થઇ ગયા છે. રેસ્કયુ ઓપરેશન બાદ કદાચ તે બચી પણ જાય. પરંતુ એક સુવર્ણ યુગ પુરો થવામાં છે તેને કોઇ અટકાવી નહી શકે.

વર્ષોથી ગળામાં બંધાયેલ છે રેડીયો કોલર 

મેટીંગ માટે અધિરા બનેલા સાવજે સિંહબાળને મારી નાખ્યું

DivyaBhaskar News Network | Apr 24, 2017, 02:40 AM IST
આદસંગની સીમ નજીક ડુંગર પર ઇનફાઇટ

મિતીયાળા અભયારણ્ય નજીકની ઘટના : વનતંત્ર દોડયુ

મિતીયાળાઅભ્યારણ્ય નજીક આવેલા આદસંગ ગામની સીમમા આદસંગીયા ડુંગર ઉપર આજે ઇનફાઇટમા એક સિંહબાળનુ મોત થયુ હતુ. મેટીંગ માટે અધીરા બનેલા સાવજે સિંહબાળને મારી નાખ્યાનુ મનાય છે. બનાવની જાણ થતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડયો છે.

ગીર જંગલ તથા તેના આસપાસના વિસ્તારમા ઇનફાઇટમા સાવજોના મોતની ઘટના અવારનવાર બનતી રહે છે. ખાસ કરીને મેટીંગ માટે આક્રમક બનેલા સાવજો દ્વારા બચ્ચાઓને મારી નાખવામા આવ્યા હોવાની ઘટના વધારે બને છે. આવી એક ઘટના આજે આદસંગીયા ડુંગર ઉપર બની હતી. સુત્રોમાથી જાણવા મળતી ઘટના મિતીયાળા અભ્યારણ્ય નજીક આવેલા આદસંગ ગામની સીમમા બની હતી.

અહી આદસંગીયા ડુંગર ઉપર આશરે એકાદ વર્ષની ઉંમરના સિંહબાળનો મૃતદેહ પડયો હોવાની વનવિભાગને બાતમી મળી હતી. જેના પગલે સ્થાનિક આરએફઓ સ્ટાફ સાથે અહી દોડી ગયા હતા. સિંહબાળના શરીર પર ઇજાના નિશાનના આધારે ઇનફાઇટમા તેનુ મોત થયાનુ જણાયું હતુ. સિંહણ સાથે મેટીંગ માટે અધીરા બનેલા સાવજે સિંહબાળને મારી નાખ્યું હતુ. સિંહબાળના મૃતદેહને પીએમ માટે મિતીયાળા બંગલે ખસેડવા તજવીજ હાથ ધરાઇ હતી.

રાજુલા: દરિયામાંથી મળ્યો હજારો માછલીઓનો મૃતદેહ, તંત્રમાં દોડધામ મચી

Bhaskar News, Rajula | Apr 20, 2017, 02:29 AM IST
રાજુલા: દરિયામાંથી મળ્યો હજારો માછલીઓનો મૃતદેહ, તંત્રમાં દોડધામ મચી, amreli news in gujarati
 • ખાડીમાં હજારો માછલીઓનો મૃતદેહ મળી આવ્યો
રાજુલા:જાફરાબાદના દરિયામા આજે ખાડી વિસ્તારમા કોઇ અકળ કારણોસર અચાનક જ હજારોની સંખ્યામા માછલીઓના મોત થતા માછીમાર સમાજમા ચકચાર મચી હતી. મરેલી માછલીઓનો મોટો જથ્થો કાંઠે ઢસડાઇ આવ્યો હતો. બનાવની જાણ થતા માછીમાર આગેવાનો પણ અહી દોડી ગયા હતા. ફિશરીઝ વિભાગ દ્વારા મૃત માછલીઓના નમુના લઇ લેબોરેટરીમા મોકલાયા હતા. દરિયાના પાણીમા કોઇ કેમીકલ ભળવાથી આ માછલીઓના મોત થયાનુ મનાય રહ્યું છે.
 
માછલીઓ દરિયામા મૃત હાલતમા તરતી જોવા મળી
 
જાફરાબાદનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે. અહીની એક હજાર જેટલી બોટો કાયમ માછીમારી માટે દરિયામા હોય છે પરંતુ આજે અચાનક જ દરિયાકાંઠે હજારોની સંખ્યામા મૃત માછલીઓ ઢસડાઇ આવી હતી.સવારના સમયે અહીના ખાડી વિસ્તારમા જુદાજુદા સ્થળે મોટી સંખ્યામા માછલીઓ દરિયામા મૃત હાલતમા તરતી જોવા મળી હતી. સ્થાનિક માછીમારોએ તો મૃત માછલીઓની સંખ્યા લાખોની સંખ્યામા હોવાનુ જણાવ્યું હતુ. બીજી તરફ આ ઘટનાની જાણ થતા માછીમાર સમાજના અગ્રણી ભગુભાઇ સોલંકી દ્વારા તાત્કાલિક ફિશરીઝ વિભાગને જાણ કરવામા આવી હતી જેને પગલે ફિશરીઝ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને મૃત માછલીઓના જરૂરી નમુનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમા મોકલ્યા હતા. એક સાથે મોટી સંખ્યામા અચાનક માછલીઓના મોત કઇ રીતે થયા તે અંગે માછીમાર સમાજમા જાતજાતની ચર્ચા ઉઠી હતી.
 
નાના માછીમારોને ઓછી માછલી મળવાનુ નુકશાન
 
દરિયાકાંઠે આખો દિવસ માછીમાર સમાજના લોકોએ આ અંગે તરેહતરેહની ચર્ચા કરી હતી. દરિયામા કેમીકલયુકત પાણી ભળવાના કારણે  આ ઘટના બની હોવાની શકયતા વધુ જોવાઇ રહી છે. જાફરાબાદના દરિયામા હાલમા ડ્રેજીંગની કામગીરી પણ ચાલી રહી છે ત્યારે તેને પણ આ ઘટના સાથે જોડી જાતજાતની ચર્ચા ઉઠી હતી. અહીની મોટી બોટો મહદઅંશે મધદરિયે માછીમારી કરે છે અને મોટી માછલી પકડે છે. કાંઠાળ વિસ્તારમા નાના માછીમારો આવી માછલીઓ પકડે છે જે મોટી સંખ્યામા મોતને ભેટતા નાના માછીમારોને ઓછી માછલી મળવાનુ નુકશાન સહન કરવુ પડશે.

અમરેલીમાં પક્ષીનાં પાણી માટે કુંડાની સેવા

DivyaBhaskar News Network | Apr 19, 2017, 03:35 AM IST

 • અમરેલીમાં પક્ષીનાં પાણી માટે કુંડાની સેવા, amreli news in gujarati
પક્ષી પ્રેમી શહેરમાં છત-વૃક્ષ સહિતના સ્થળોએ કુંડા ભરી તરસ છીપાવે છે

અમરેલીનાવિવિધ વિસ્તારોમાં પક્ષીઓની તરસ છુપાવવા પક્ષી પ્રેમીઓએ દયા દાખવીને ઠેક ઠેકાણે પાણીના કુંડા બાંધીને નિરાધાર પક્ષીઓની તરસ છુપાવી છે.

અમરેલી જ્યા જીવરાજ મહેતા, મુળદાસ બાપુ જેવા અનેક મહાપુરુષો થઇ ગયા છે. ધરતી પર હજી પણ દયાવાન અને નિષ્ઠાવાન લોકો છે. ખાસ કરીને અમરેલીની જનતાએ એક ઉત્તમ કાર્ય કર્યુ છે. અહીના રહીશોએ અમરેલીના જુદા જુદા વિસ્તારોમાં પક્ષીઓની તરસ છુપાવવા પાણીના કુંડા બાંધીને તેમા પાણી ભરીને પક્ષીઓ માટે આશિર્વાદ રૂપ બન્યા છે. કાળજાળ તડકામાં લોકોનું જીવવુ મુશ્કેલી ભર્યુ બની ગયુ છે. ત્યારે આવી સેવા દાખવીને અમરેલીની જનતાએ એક ઉતમ કાર્યુ છે. જો કે અહીના રહીશોમાં પહેલેથીજ નિખાલસતા જોવા મળે છે. આપ સૌ કોઇ જાણો છો ઘણા કીસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. અહી ઘણી જગ્યાએ લોકોને પીવા માટે પાણીના પરબ તો બંધાયાજ છે. કાર્યની સાથે પક્ષીઓ તડકામાં દુર દુર સુધી પાણીની શોધમાં ભટકી જાય છે. અને તડકામાં તે મરી પણ જાય છે. આવા કોઇ બનાવો બને એટલા માટે પક્ષીઓ માટે પાણીના કુંડા બાંધીને એક સમાજમાં સારો મેસેજ જાય હેતુથી કાર્ય કરવામાં આવ્યુ છે.

પાણીના કુંડા પક્ષીઓ માટે આશિર્વાદ રૂપ બન્યા. તસ્વીર:જયેશ લીંબાણી

ઝાડ કાપવાની ના પાડતા મહિલાને માર માર્યો

DivyaBhaskar News Network | Apr 18, 2017, 03:40 AM IST
ખાંભાતાલુકામાં આવેલા નવા માલકનેશમાં રહેતી મહિલા લાભુબેન સવજીભાઇ જાદવ જે પોતાની વાડીએ કામ કરતી હતી. તેની વાડીના શેઢા પાસે તેના કાકાજી સસરા ઘુઘાભાઇ ભગવાનભાઇ જાદવ અને સાસુ સોમબાઇબેન ઘુઘાભાઇ જાદવ બન્ને ઝાડવા કાપતા હતા. આથી મહિલાએ તેના કાકાજી સસરા અને સાસુને કહ્યુ કે તમે અમારી હદમાંથી ઝાડ કાપો નહિ. આથી ઉશ્કેરાઇને ઘુઘાભાઇ અને તેની પત્ની સામબાઇબેન બન્નેએ મળીને લાભુબેનને વાળ પકડીને ઢસડીને ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો.

અમરેલીઃ અડધી રાત્રે પીપાવાવ હાઈવે પર 12 સાવજોના 15 મિનિટ સુધી ધામા

divyabhaskar.com | Apr 16, 2017, 17:07 PM IST

 • પીપાવાવ-રાજુલા હાઈવે પર લગભગ ડઝન જેટલા વનરાજો મોડી રાત્રે હાઈવે પર ઉતરી આવ્યા હતા
રાજુલા: સૌરાષ્ટ્ર પંથકના ગામોમાં સિંહોની મુક્ત હર-ફરના કિસ્સાઓ છાશવારે બનતાં જોવા મળે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં વિક્ટર પાસે નોંધાયો હતો.
 
સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પીપાવાવ-રાજુલા હાઈવે પર લગભગ ડઝન જેટલા વનરાજો મોડી રાત્રે હાઈવે પર ઉતરી આવ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો છે.સિંહોનો ટોળું 15 મિનિટ સુધી રોડ પર આમ તેમ ફરતું રહ્યું હતું અને બાદમાં  મુક્ત રીતે રોડ ક્રોસ કરીને સામેની બાજુએ જતું રહ્યું હતું. જેના પરિણામે આટલા સમય સુધી અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો હતો. 
 
દરમિયાન લોકોએ કોલાહલ કરતાં એક સિંહણ જંગલ તરફ પાછી વળી ગઈ હતી. વિક્ટર નજીક પીપાવાવ ધામ પાસે ગામમાં ઘૂસી જઈને સિંહોએ ત્રણ ગાયોનું મારણ કર્યું હતું. જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.
 
ત્રણેક દિવસ પહેલા થયું હતું સિંહબાળનું મોત
 
ઉલ્લેખનીય છે કે, ત્રણેક દિવસ પહેલા ગીરગઢડા વિસ્તારના આકોલવાડીમાં એક ખાનગી વાડીમાં ત્રણ માસના સિંહબાળનું મોત થયું હતું. વનવિભાગની તપાસમાં સિંહોની ઈન-ફાઈટમાં સિંહબાળનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. 
 
સરસિયામાં 20 સિંહોને સલામતસ્થળે ખસેડાયા

શનિવારે સાંજે અમરેલી જિલ્લાના સરસિયા વનવિસ્તારમાં આગ લાગી હતી. જે જોતજોતામાં બે કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. જેના પગલે વન વિભાગ દ્વારા આજુબાજુના વિસ્તારોમાંથી ફાયર ફાઈટર્સ બોલાવવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં રહેલા 20 જેટલા સિંહોને તત્કાળ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જોકે, આગ કયા કારણસર લાગી તે તાત્કાલિક સ્પષ્ટ થયું ન હતું.
  ગુજરાતમાં 523 સિંહોનો નિવાસ

ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં માત્ર ગીરમાં જ એશિયાટિક સિંહોનો નિવાસ છે. વર્ષ 2015માં સિંહોની વસતિ ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 523 સિંહો હોવાનું બહાર આવ્યું હતું.  ગીરનું જંગલ 1400 કિમીમાં ફેલાયેલું છે. પરંતુ સિંહો 2300 કિમીમાં વિચરણ કરે છે. આ સિંહો મુખ્યત્વે જુનાગઢ, અમરેલી તથા ભાવનગર જિલ્લામાં વિચરણ કરે છે. જોકે, જંગલોમાં ગેરકાયદેસર પેશકદમી અને ખોરાકની શોધમાં ઘણી વખત વનરાજો માનવ વસતિમાં આવી ચડે છે.

ધારી: સરસીયા રેન્જમાં અચાનક લાગી ભીષણ આગ, પાંચ ફાયર ફાઇટર લાગ્યાં કામે

Bhaskar News, Dhari | Apr 16, 2017, 23:46 PM IST
ધારી: સરસીયા રેન્જમાં અચાનક લાગી ભીષણ આગ, પાંચ ફાયર ફાઇટર લાગ્યાં કામે, amreli news in gujarati
ધારી તાલુકાના સરસીયા વિસ્તારમાં અચાનક ભભુકી ઉઠેલા આગથી વન તંત્ર દોડતુ થયુ હતું
ધારી:ધારી તાલુકાના સરસીયા વિસ્તારમાં આવેલા વન વિભાગના કરમદડી રાઉન્ડમાં ગઇકાલે અચાનક ભભુકી ઉઠેલા દવના કારણે વન તંત્ર દોડતુ થઇ ગયુ હતું અને મોડી રાતે મોટા ભાગનો દવ કાબુમાં આવે તે પહેલા 178 હેક્ટર વિસ્તારમાં વન્ય સૃષ્ટી નાશ પામી હતી. વન વિભાગના પ્રયાસો બાદ પણ જો કે સવારે છુટા છવાયા વિસ્તારમાં દવ ધુંધવાતો હતો.

પાંચ ફાયર ફાઇટરની મદદથી આ દવને કાબુમાં લેવા પ્રયાસ કરાયો

ગઇકાલે સરસીયા રેન્જમાં આવતા કરમદડી રાઉન્ડમાં આ દવની શરૂઆત થઇ હતી.દવ જોત જોતામાં રોણીયો ડુંગર, જાબ અને દોંઢી સહીતના વિસ્તારમાં ફેલાઇ ગયો હતો. જો કે વન વિભાગ દ્વારા પાંચ ફાયર ફાઇટરની મદદથી આ દવને કાબુમાં લેવા પ્રયાસ કરાયો હતો. અને વન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર રાતના દસેક વાગ્યા સુધામાં મોટા ભાગનો દવ કાબુમાં આવી ગયો હતો જો કે તેના કારણે 178 હેક્ટર વિસ્તારમાં ઝાડ પાન, સુકુ ધાસ છોડ અને અનેક જીવ જંતુનો સફાયો થયો હતો. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સાવજો વસે છે અને દવના સંજોગોમાં સાવજો પોતાની સુઝ બુઝથી સલામત સ્થળે ખસી જાય છે.

અમરેલી: ધારીનાં સરસીયા રેંજમાં દવ લાગ્યો, છ કિમી સુધીનો વિસ્તાર બળીને ખાક

Bhaskar News, Dhari | Apr 16, 2017, 00:06 AM IST

 • અમરેલી: ધારીનાં સરસીયા રેંજમાં દવ લાગ્યો, છ કિમી સુધીનો વિસ્તાર બળીને ખાક, amreli news in gujarati
ધારી,અમરેલી:દવની આ ઘટના સરસીયા રેંજ કરમદડી રાઉન્ડમા બની હતી. અહી રોણીયો ડુંગર, જાબ, દોંઢી સહિત પાંચથી છ કિમી જેટલો વિસ્તાર દવની ઝપેટમા આવી ગયો હતો. દવની ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો અને પાંચથી વધારે ફાયર ફાઇટરોની પણ મદદ લેવામા આવી હતી. વિકરાળ દવના કારણે મોટા પ્રમાણમા વન્યજીવ સૃષ્ટિને નુકશાન થયુ હોવાનુ જાણવા મળી રહ્યું છે. પવનના કારણે દવ વધુ વિસ્તારમા પ્રસરી ગયો હતો અને કુદરતી સૃષ્ટિ બળીને ખાક થઇ ગઇ હતી. જો કે હજુ સુધી આ દવ કાબુમા આવ્યો ન હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. હાલ દવને ઓલવવા વનવિભાગના કર્મીઓ, ફાયર ફાઇટર તેમજ આસપાસના ગામ લોકોની પણ મદદ લેવામા આવી રહી છે.
 
આઠ કિમી દુરથી દવના લબકારા દેખાયા
 
જંગલ વિસ્તારમા દવ ભભુકી ઉઠતા અને વિકરાળરૂપ ધારણ કરતા ધારી સહિત સુખપુર, સરસીયા, કરમદડી, અમૃતપુર, જીરા સહિતના ગામોની અગાસીમાથી લોકોને દવના લબકારા જોવા મળ્યાં હતા.
 http://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-jungle-catches-fire-at-dhari-gujarati-news-5575737-NOR.html