Friday, September 28, 2007

News and Articles in Gujarati Language.

ગીર જંગલ વિસ્તારના કાંઠા વગરના કૂવાઓને બાંધવાનું અભિયાન
રાજકોટ તા.૨૬
સમગ્ર એશિયામાં એકમાત્ર ગીરના જંગલમાં વિહરતા સિંહોના જંગલના કાંઠાળ વિસ્તારમાં ખુલ્લા કૂવામાં પડી જવાથી મોત નિપજવાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. છેલ્લા છ વર્ષમાં સિંહ કૂવામાં પડી જવાના ૪૭ બનાવ બન્યા છે. જેમાંથી ૨૪ સિંહોના મોત નિપજયા છે જયારે ૨૩ સિંહને વનખાતા દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. સિંહ ખુલ્લા કૂવાની અંદર પડી ન જાય તે માટે દિવાલ બનાવવા માટે વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન ટ્રસ્ટે બીડુ ઝડપ્યું છે અને એક હજાર કૂવાને દિવાલ બનાવવા માટે વન ખાતા સાથે એમ.ઓ.યુ. કરીને આ કાર્યના શ્રીગણેશ કર્યા છે.

ગીરના કાંઠાળ વિસ્તારમાં ખુલ્લા કૂવામાં પડીને મોતને ભેટતા સિંહને બચાવવા માટે ખુલ્લા કૂવાના કાંઠા બાંધવા માટે ટ્રસ્ટ દ્વારા પ્રવૃતિ હાથ પર લેવામાં આવી છે. ગીર જંગલની ફરતે છ કિલોમીટર વિસ્તારમાં દસ તાલુકામાં ૧૫૮ ગામોમાં જંગલ ખાતાના સર્વે મુજબ ૮૭૭૮ કૂવા કાંઠા વગરના છે. આ વિસ્તાર રેવન્યુ ગણાય છે જયારે જંગલ વિસ્તારમાં સાતસો જેટલા ખુલ્લા કૂવાને જંગલ ખાતાએ ઢાંકી લીધા છે. ખાસ કરીને કોટડા, પાણીયા, ચાંચઈ અને દલખાણીયા, આ ચાર ગામો સિંહ માટે સંવેદનશીલ હોયટ્રસ્ટ દ્વારા હાલમાં આ ચાર ગામોમાં ખુલ્લા કૂવા ઢાંકવામાં આવશે. પાણીયા ઝોન વધારે જોખમી ગણાય છે.

ટ્રસ્ટ દ્વારા આર.સી.સી. પાટીયા વાપરીને સારી અને ઓછા ખર્ચવાળી દિવાલની ડિઝાઈન બનાવવામાં આવી છે. જેને ગાંધીનગર વન ખાતાએ માન્ય કરી છે. જેમાં દિવાલ બાંધવાનો ખર્ચ દસ હજાર જેવો થશે. જેમાં વન ખાતુ ચાર હજાર રૂપિયાની સબસીડી આપશે. ટ્રસ્ટ દ્વારા હાલમાં ૧૦૧ કૂવાના કાંઠા બાંધવાની પ્રવૃતિ ગત તા.૨૨-૯થી ઉકત ગામોમાં શરૂ કરવામાં આવી છે, જે બે માસમાં પૂર્ણ થશે. ટ્રસ્ટ દ્વારા એક હજાર કૂવાના કાંઠા બાંધવાનું લક્ષ્યાંક છે. કૂવાના કાંઠા બાંધવા માટે ખેડૂતો અને વન ખાતા દ્વારા બેલા પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ તેમાં સમય અને ખર્ચ વધુ થતા હતા. ટ્રસ્ટ દ્વારા આજે વન વિભાગના અધિકારી સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. તેમજ ગીરના આસપાસના ગામડામાં ગ્રામસભા ભરી ખુલ્લા કૂવાથી સિંહના અસ્તિત્વના જોખમ અંગે જાણકારી આપીને સહકાર મેળવવા પ્રયત્ન કરવામાં આવશે. ગીરમાં ખુલ્લા કૂવાના કાંઠા બાંધવા માટે રિલાયન્સ સહિત અનેક સંસ્થાઓએ રસ બતાવ્યો હતો પરંતુ હજુ સુધી તેમાં કોઈ નકકર કામગીરી થઈ નથી. ટ્રસ્ટ દ્વારા ૯૬ કૂવાના કાંઠા વેનીસીંગ હર્ડ ફાઉન્ડેશન-મુંબઈના સહકારથી બાંધી આપવામાં આવ્યા છે. ટ્રસ્ટ દ્વારા આ ઉપરાંત બીટ ગાર્ડ માટે એવોર્ડ, ગીરના ગામડાની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ગીરની જાળવણી માટે એવોર્ડ, વન ખાતાના અધિકારીઓ માટે એવોર્ડ, શિક્ષકો માટે એવોર્ડ, સિંહ અંગેના સંશોધન માટે એવોર્ડ વગેરે જાહેર કરવામાં આવ્યા છે. પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના કિશોરભાઈ કોટેચા, ડો. એમ. જી. મારડીયા, વિમલ રાવલ, બાલેન્દ્ર વાઘેલા, તુષાર ગોકાણી અને કમલેશભાઈ શાહ તથા આર. એફ. ઓ. અટાળા હાજર રહ્યા હતા.

SOURCE: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=48&NewsID=24500&Keywords=Rajkot%20city%20gujarati%20news

News and Articles in Gujarati Language.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

અમૃતવેલ અને શિરવાણ ગામની જનતા પ્રાથમિક સુવિધાથી વંચિત


તાલાલા તા.૨૭
તાલાલા પંથકના ગીરના જંગલમાં આવેલ અમૂતવેલ અને શીરવાણ ગામની પ્રજાને આઝાદીના છ દાયકા પછી પણ લોકશાહી ના મીઠા ફળનો લાભ મળ્યો નથી..!! આઝાદીએ અડધી સદી વટાવી છતાપણ આજ સુધી જંગલમાં આવેલ આ બન્ને ગામોની પ્રજા પ્રાથમિક સુવિધાથી પણ વંચિત હોય લોકશાહી શાસનની અનુભુતિ થઇ શકી નથી તેનો બંન્ને ગામની પ્રજાને વસવસો છે.

અમૃતવેલ અને શિરવાણ ગામ જંગલની અંદર આવેલ હોય આ બંન્ને ગામ સેટેલમેન્ટ ના છે. આ બંન્ને ગામમાં રાજય સરકારનો કોઇ પણ કાયદો લાગતો નથી કેન્દ્ર સરકાર (વનવિભાગ) નો કાયદો બંન્ને ગામમાં લાગે છે. જેને કારણે આ બંન્ને ગામ જંગલખાતાની માલીકીના હોય તેમ બંન્ને ગામોનો વિકાસ કરતુ નથી. કે કરવા દેવા નથી. તેવી સ્થિતિ ઉભી કરી જંગલ ખાતુ બંન્ને ગામની પ્રજાને બાન પકડી છે. કિસાન અગ્રણીએ જણાવેલ છે. કે અન્ય ગામોની જેમ આ બંન્ને ગામની અંદર આજ સુધી રસ્તાઓ સી.સી.ના બન્યા નથી. બંન્ને ગામની પ્રજાને જયોતિ ગ્રામ યોજના નો કોઇ લાભ મળ્યો નથી. આજસુધી ગામનો મુખ્ય રસ્તો પણ પાકો બનાવેલ નથી. ગામને આરોગ્ય કે શિક્ષણની પુરતી સુવિધા પણ મળી નથી. આ વર્ષે ભારે વરસાદને કારણે ગામના ખેતરોનું
Continue >
સાવ ધોવાણ થયું છે. પણ સર્વે કરવા કોઇ આવ્યા નથી. ધોવાણ થયેલ ખેતરો ખેતી લાયક બનાવવા માટે જરૂર છે. જંગલ ખાતુ માટી લેવા દેતુ નથી. આથી કપરી પરિસ્થિતીમાં રહેતા બંન્ને ગામની પ્રજાને બંધારણમાં આપવામાં આવેલ મુળભુત અધિકારો અને મળવાપાત્ર લાભો આજે આઝાદીના ૬૦ વર્ષ પછી મળ્યા નથી. જે કારણે બંન્ને ગામોનો લેશમાત્ર વિકાસ થયો નથી.

આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છે. ત્યારે તાલાલા તાલુકાનું વહીવટી તંત્ર કહે છે કે તમારૂ ગામ સેટલમેન્ટનું છે. જંગલખાતુ કામગીરી કરે શકે. જંગલખાતુ કહે છે. આ તો કેન્દ્રોનો મામલો છે? જે હોય તે પણ અમે લોકશાહી દેશના નાગરીકો તો છીએ ને..? ભારતના બંધારણમાં જે મુળભુત અધિકારો લોકોને પ્રાપ્ત થયા છે. તે જેની જવાબદારી આવતી હોય તે અમારી આ બાબત અધિકારો પ્રમાણે જે સુવિધા મળતી હોય તે તો આપો તેવી વનવગડામાં રહેતા લોકોની સત્ય માંગણી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=20&NewsID=24684&Keywords=Sorath%20gujarati%20news
Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

સક્કરબાગ ઝુ માં વૃધ્ધ દિપડા અને છ વર્ષની સિંહણનું બિમારીથી મોત
જૂનાગઢ,તા.ર૭
જૂનાગઢ સકકરબાગ ઝુ ખાતે બનેલ ત્રણ બનાવોમાં એક છ વર્ષની બિમાર સિંહણ અને એક ૧૭ વર્ષીય વૃધ્ધ દિપડાનું સારવાર દરમ્યાન મૃત્યુ થવા પામ્યુ છે. જયારે ત્રીજા એક બનાવમાં ગિરનાર વન વિસ્તારમાંથી માતા સિંહણથી વિખુટુ પડી ગયેલ એક માદા સિંહબાળને સક્કરબાગ ઝુ ખાતે લઈ આવવામાં આવતા હાલ મેડીકલ ટ્રીટમેન્ટ હેઠળ હોવાનું ઝુ દ્વારા જણાવાયુ છે. જૂનાગઢ સકકરબાગ ઝુ ખાતે જ ડીંકુ નામની માદા સિંહણ જન્મથી જ પગમાં તકલીફ સાથે તબીબી સારવાર હેઠળ હતી. આશરે ૬ વર્ષ અને પ મહિનાની વય ધરાવતી આ માદા સિંહણનું આજરોજ સવાર દરમ્યાન મૃત્યુ થવા પામ્યુ હતુ. જયારે આવા જ એક બનાવમાં વર્ષ ર૦૦૦ માં જામકંડોરણાથી પકડી સકકરબાગ ઝુ માં રાખવામાં આવેલ આશરે ૧૭ વર્ષ અને પ માસ જેટલી વય ધરાવતા એક દિપડાનું વૃધ્ધાવસ્થાને કારણે તા.ર૬ ના રોજ મૃત્યુ નિપજયુ હોવાનું ઝુ અધિકારીઓએ જણાવ્યુ હતુ. દરમ્યાનમાં એક સિંહબાળે સકકરબાગ ખાતે વિખુટી પડેલ હાલતમાં એન્ટ્રી કરી છે. આશરે ૪ માસની વય ધરાવતુ આ માદા સિંહ બાળ ગિરનાર વન વિસ્તારના હસ્નાપુર જાંબુડી રેન્જ ખાતે સિંહ ગૃપ સાથે માતા સિંહણથી વિખુટુ પડી જતા વનસુત્રોએ આ સિંહ માદા શ્રાવકને સકકરબાગ ઝુ ખાતે મોકલી આપેલ છે હાલ આ માદા શ્રાવક ખુબ જ નબળુ હોવાથી તબીબી સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=20&NewsID=24685&Keywords=bntfjhmn

Aaj Nu Aushadh

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

ગોખરુ-શ્વેતસ્રાવ

(1) આયુર્વેદિય મતે ગોખરુ ઠંડા-શીતળ, મધુર, બલ્ય એટલે કે બળ આપનાર, બસ્તિશોધક એટલે કે મૂત્રાશય સાફ કરનાર, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, વીર્ય-શુક્રવર્ધક, શરીરની પુષ્ટિ કરનાર, પ્રમેહ, પથરી, શ્વાસ, ઉધરસ, અર્શ, મસા, મૂત્રકષ્ટ, હૃદયરોગો અને વાયુને મટાડનાર છે. એક ચમચી જેટલું ગોખરુ ચૂર્ણ, એક ચમચી સાકર સાથે રોજ સવાર-સાંજ લેવું. ઉપર ઉકાળીને ઠંડું કરેલું દૂધ અથવા વાયુપિત્ત અને કફ દોષાનુસાર અનુપાન સાથે લેવું. સ્ત્રીરોગોમાં પણ ગોખરુ ઉત્તમ પરિણામ આપે છે.
(૨) એક એક ચમચી ગોખરુનું બારીક ચૂર્ણ, ગાયનું ઘી અને ખડી સાકર સારી રીતે મિશ્ર કરી રોજ રાત્રે બેથી ત્રણ અઠવાડિયાં સુધી જમ્યા પછી લેવાથી સ્ત્રીઓને થતી શ્વેતસ્રાવ-પ્રદરની તકલીફ મટે છે અને ગર્ભાશય મજબૂત થવાથી તેની શિથિલતા દૂર થાય છે.

Wednesday, September 19, 2007

Useful Ayurveda and Herbal Remedies.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

લસણ
આયુર્વેદમાં એક રોગનું નામ છે 'ઉરુસ્તંભ.' આ ઉરુસ્તંભ એટલે કમર જકડાઈ જવી. ઉરુસ્તંભ, લકવા, ગૃધ્રસી એટલે કે સાયટીકા (જેને લોકવ્યવહારમાં રાંઝણ પણ કહે છે), સાંધાનો વા, સ્નાયુઓનો દુખાવો, પડખાનો દુખાવો, પગની પાની-એડીનો દુખાવો, આ બધાં વાયુપ્રકોપના રોગોમાં લસણ ઉત્તમ ઔષધ છે. લસણપાક, લસણની ચટણી, લસણનો ક્ષીરપાક, લસણનું અથાણું, લશુનાદિવટી વગેરેમાંથી કોઈ એક કે બેનો ઉપયોગ કરવો અને એક કળીના લસણની એક કળીને ખૂબ લસોટીને તલના તેલ સાથે જમતી વખતે બપોરે અને રાત્રે બેથી ત્રણ અઠવાડિયાં ખાવી. અત્યંત ફાયદાકારક અને દર્દશામક ઉપચાર છે. સગર્ભા, અતિસારવાળા, મેહી, રક્તપિત્ત, અમ્લપિત્ત, વ્રણ, અલ્સર, ઊલટીવાળાએ લસણનો ઉપયોગ કરવો નહીં.