Friday, September 28, 2007

News and Articles in Gujarati Language.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

અમૃતવેલ અને શિરવાણ ગામની જનતા પ્રાથમિક સુવિધાથી વંચિત


તાલાલા તા.૨૭
તાલાલા પંથકના ગીરના જંગલમાં આવેલ અમૂતવેલ અને શીરવાણ ગામની પ્રજાને આઝાદીના છ દાયકા પછી પણ લોકશાહી ના મીઠા ફળનો લાભ મળ્યો નથી..!! આઝાદીએ અડધી સદી વટાવી છતાપણ આજ સુધી જંગલમાં આવેલ આ બન્ને ગામોની પ્રજા પ્રાથમિક સુવિધાથી પણ વંચિત હોય લોકશાહી શાસનની અનુભુતિ થઇ શકી નથી તેનો બંન્ને ગામની પ્રજાને વસવસો છે.

અમૃતવેલ અને શિરવાણ ગામ જંગલની અંદર આવેલ હોય આ બંન્ને ગામ સેટેલમેન્ટ ના છે. આ બંન્ને ગામમાં રાજય સરકારનો કોઇ પણ કાયદો લાગતો નથી કેન્દ્ર સરકાર (વનવિભાગ) નો કાયદો બંન્ને ગામમાં લાગે છે. જેને કારણે આ બંન્ને ગામ જંગલખાતાની માલીકીના હોય તેમ બંન્ને ગામોનો વિકાસ કરતુ નથી. કે કરવા દેવા નથી. તેવી સ્થિતિ ઉભી કરી જંગલ ખાતુ બંન્ને ગામની પ્રજાને બાન પકડી છે. કિસાન અગ્રણીએ જણાવેલ છે. કે અન્ય ગામોની જેમ આ બંન્ને ગામની અંદર આજ સુધી રસ્તાઓ સી.સી.ના બન્યા નથી. બંન્ને ગામની પ્રજાને જયોતિ ગ્રામ યોજના નો કોઇ લાભ મળ્યો નથી. આજસુધી ગામનો મુખ્ય રસ્તો પણ પાકો બનાવેલ નથી. ગામને આરોગ્ય કે શિક્ષણની પુરતી સુવિધા પણ મળી નથી. આ વર્ષે ભારે વરસાદને કારણે ગામના ખેતરોનું
Continue >
સાવ ધોવાણ થયું છે. પણ સર્વે કરવા કોઇ આવ્યા નથી. ધોવાણ થયેલ ખેતરો ખેતી લાયક બનાવવા માટે જરૂર છે. જંગલ ખાતુ માટી લેવા દેતુ નથી. આથી કપરી પરિસ્થિતીમાં રહેતા બંન્ને ગામની પ્રજાને બંધારણમાં આપવામાં આવેલ મુળભુત અધિકારો અને મળવાપાત્ર લાભો આજે આઝાદીના ૬૦ વર્ષ પછી મળ્યા નથી. જે કારણે બંન્ને ગામોનો લેશમાત્ર વિકાસ થયો નથી.

આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છે. ત્યારે તાલાલા તાલુકાનું વહીવટી તંત્ર કહે છે કે તમારૂ ગામ સેટલમેન્ટનું છે. જંગલખાતુ કામગીરી કરે શકે. જંગલખાતુ કહે છે. આ તો કેન્દ્રોનો મામલો છે? જે હોય તે પણ અમે લોકશાહી દેશના નાગરીકો તો છીએ ને..? ભારતના બંધારણમાં જે મુળભુત અધિકારો લોકોને પ્રાપ્ત થયા છે. તે જેની જવાબદારી આવતી હોય તે અમારી આ બાબત અધિકારો પ્રમાણે જે સુવિધા મળતી હોય તે તો આપો તેવી વનવગડામાં રહેતા લોકોની સત્ય માંગણી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=20&NewsID=24684&Keywords=Sorath%20gujarati%20news

No comments: