Friday, September 28, 2007

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

સક્કરબાગ ઝુ માં વૃધ્ધ દિપડા અને છ વર્ષની સિંહણનું બિમારીથી મોત
જૂનાગઢ,તા.ર૭
જૂનાગઢ સકકરબાગ ઝુ ખાતે બનેલ ત્રણ બનાવોમાં એક છ વર્ષની બિમાર સિંહણ અને એક ૧૭ વર્ષીય વૃધ્ધ દિપડાનું સારવાર દરમ્યાન મૃત્યુ થવા પામ્યુ છે. જયારે ત્રીજા એક બનાવમાં ગિરનાર વન વિસ્તારમાંથી માતા સિંહણથી વિખુટુ પડી ગયેલ એક માદા સિંહબાળને સક્કરબાગ ઝુ ખાતે લઈ આવવામાં આવતા હાલ મેડીકલ ટ્રીટમેન્ટ હેઠળ હોવાનું ઝુ દ્વારા જણાવાયુ છે. જૂનાગઢ સકકરબાગ ઝુ ખાતે જ ડીંકુ નામની માદા સિંહણ જન્મથી જ પગમાં તકલીફ સાથે તબીબી સારવાર હેઠળ હતી. આશરે ૬ વર્ષ અને પ મહિનાની વય ધરાવતી આ માદા સિંહણનું આજરોજ સવાર દરમ્યાન મૃત્યુ થવા પામ્યુ હતુ. જયારે આવા જ એક બનાવમાં વર્ષ ર૦૦૦ માં જામકંડોરણાથી પકડી સકકરબાગ ઝુ માં રાખવામાં આવેલ આશરે ૧૭ વર્ષ અને પ માસ જેટલી વય ધરાવતા એક દિપડાનું વૃધ્ધાવસ્થાને કારણે તા.ર૬ ના રોજ મૃત્યુ નિપજયુ હોવાનું ઝુ અધિકારીઓએ જણાવ્યુ હતુ. દરમ્યાનમાં એક સિંહબાળે સકકરબાગ ખાતે વિખુટી પડેલ હાલતમાં એન્ટ્રી કરી છે. આશરે ૪ માસની વય ધરાવતુ આ માદા સિંહ બાળ ગિરનાર વન વિસ્તારના હસ્નાપુર જાંબુડી રેન્જ ખાતે સિંહ ગૃપ સાથે માતા સિંહણથી વિખુટુ પડી જતા વનસુત્રોએ આ સિંહ માદા શ્રાવકને સકકરબાગ ઝુ ખાતે મોકલી આપેલ છે હાલ આ માદા શ્રાવક ખુબ જ નબળુ હોવાથી તબીબી સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=20&NewsID=24685&Keywords=bntfjhmn

No comments: