Thursday, December 23, 2010

ગીર પંથકની કેસર કેરીની સીઝન એક માસ મોડી થશે.

Dec 17,2010
તાલાલા,તા.૧૬
તાલાલા ગીર પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેસરકેરીની સીઝન એક મહિનો મોડી થશે. દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદથી આંબામાં કેરીના મોર ફૂટવાની પ્રક્રિયા સાવ મંદ પડી છે. ડિસેમ્બરમાં આંબા પર મોટી માત્રામાં મોર ખિલ્યા હોઈ અને નાની કેરી (ખાખડી)નં સારૃ બંધારણ થઈ જતં હોય છે. પરંતુ કમોસમી વરસાદથી ગીરના મોટાભાગની આંબાવાડીઓમાં હજૂ સુધી આંબા પર મોર ફૂટયા નથી. જેથી, કેરીની સીઝન એક મહિનો મોડી શરૃ થશે. તાલાલા પંથકમાં કેસર કેરીનું પુષ્કળ ઉપ્તાદન થાય તેમ છે. કેરીનાં ગઢ ગણાતા આંકોલવાડી,  બામણાસા, રસુલપરા, મંડોરણા, વાડલા સહિતનાં ગામોમાં આંબાવાડીઓમાં આંબા પર હજૂ સુધી મોર ખિલ્યા નથી.
કેરીના પાક પર કમોસમી વરસાદની અસર થઈ હોવાનું બામણાસા (ગીર)ના ખેડૂતો ચૂનીભાઈ પાડલીયા અને ટપુભાઈ ઘેરીયાએ જણાવી ઉમેર્યું હતું કે
, કમોસમી વરસાદ કેરીના પાક પર ઝેર બનીને વરસ્યો છે. મોટા ભાગે ડિસેમ્બરની મધ્યમાં આંબામાં ખીલેલા મોરનું સારૃ બંધારણ થઈ જતુ હોય છે. જયારે ચાલુ વર્ષે દિવાળી બાદ વરસેલા કમોસમી વરસાદથી કેસર કેરીના મોરનું આવરણ થવાની પ્રક્રિયા ખોરવાઈ જતા કેરી માર્કેટમાં એક મહિનો મોડી આવશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=247324

No comments: