Thursday, December 23, 2010

જેઠવા હત્યા કેસઃ કોડિનારની કંપનીનો પણ હાથ હોવાની શંકા.


Dec 18,2010
ખાંભા, તા.૧
અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યામાં જૂનાગઢના સાંસદ દિનુ સોલંકી ઉપરાંત શાપુરજી પાલનજી થર્મલ કંપનીના સંચાલકોનો હાથ હોવાનો ઓક્ષેપ કરતો સ્ફોટક પત્ર વન્ય પર્યાવરણ મંત્રી જયરામ રમેશને  પાઠવાયો છે. મૃતકના પિતા ભીખાભાઈ જેઠવાએ પાઠવેલા આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ગીરના સિંહો ઉપર ખતરારૂપ કોડીનારના છારા બંદરની જેટી અને કાજ ગામના આયાતી કોલ આધારિત વીજ મથકને મંજૂરી ન આપવી જોઈએ.
  • પર્યાવરણ મંત્રી જયરામ રમેશને સ્ફોટક પત્ર લખતા મૃતકના પિતા
કોડીનારથી પાંચ કિલોમીટર દૂર છારાબંદરે સિમર પોર્ટ દ્વારા જેટી અને કાજ પાસે સ્થપાઈ રહેલા મેગા થર્મલ પાવર મથકથી ગીરમાં સિંહોને ખતરો હોવાનું કેન્દ્રીય મંત્રી જયરામ રમેશને ભીખાભાઈ જેઠવાએ જણાવતા આક્ષેપ કર્યો હતો કે, ગીરકાંઠે થઈ રહેલી આૌદ્યોગિક પ્રવૃતિ રોકવી જરૂરી છે, સુનાવણી વખતે પણ સાંસદ સોલંકીએ દાદાગીરી કરીને કોઈને પણ થર્મલ પાવર મથક અને બંદરનો વિરોધ કરવા દીધો ન હતો. એટલું જ નહીં પણ કાજના થર્મલ પાવર મથક સ્થપાય તો તેનો વિરોધ એક્ટિવિસ્ટ અમિત જેઠવા કરે તેમ હોય પાણી પહેલા પાળ બાંધીને શાપુરજી પાલનજી કંપનીના સંચાલકોએ પણ અમિત જેઠવાને શાંત કરી દેવા સાંસદ સાથે મળીને તેની હત્યા કરાવી હોઈ શકે.
 આ પત્રમાં વધુમાં એમ પણ જણાવાયું છે કે, આ વિસ્તારના સિંહોનો ખોરાક એવા નીલગાય, સાબર, હરણ જેવા પ્રાણીઓ પણ ઓછા થઈ રહ્યા છે. કંપની સ્થપાતા વિદ્યુતચુંબકીય કિરણો વધતા આ તૃણભક્ષીઓ  પણ ચાલ્યા જશે અને તેથી સિંહોને ખોરાક શોધવામાં મુશ્કેલી પડશે. પરિણામે તેઓ જંગલ છોડી વાડી વિસ્તારમાં ખોરાક શોધવા નિકળશે એ નક્કી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=247587

No comments: