Wednesday, August 7, 2013

ચાંદગઢની સીમમાં સિંહણે આપ્યો ત્રણ બચ્ચાને જન્મ.


Bhaskar News, Amreli   |  Aug 07, 2013, 00:37AM IST
ચાંદગઢની સીમમાં સિંહણે આપ્યો ત્રણ બચ્ચાને જન્મ
ક્રાંકચ પંથકમાં વસતો સાવજ પરિવાર વધુને વધુ વિસ્તરી રહ્યો છે
 
સૌરાષ્ટ્રની શાન સમા ગીરના સાવજોના પરિવારમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોના પરિવારો ફુલીફાલી રહ્યા છે. સિંહપ્રેમીઓ માટે ખુશીના સમાચાર એ છે કે અમરેલીના ચાંદગઢના બીડ વિસ્તારમાં એક સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં વસતી સિંહણોએ છેલ્લા ચાર માસમાં દસ સિંહબાળને જન્મ આપ્યો છે.
 
લીલીયા તાલુકાના ક્રાંકચ અને આસપાસના વિસ્તારમાં વસતા વિશાળ સિંહપરિવારની ટેરેટરી છેક અમરેલી તાલુકાના ચાંદગઢ અને બીજી તરફ સાવરકુંડલા પંથક સુધી ફેલાયેલી છે. શેત્રુજીના કાંઠે આ સાવજોની વસતી સાનુકુળ વાતાવરણના કારણે સતત વધતી ચાલી છે. હવે તેમાં વધુ ત્રણ સિંહબાળનો ઉમેરો થયો છે.
ચાંદગઢની સીમમાં સિંહણે આપ્યો ત્રણ બચ્ચાને જન્મ
વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ચાંદગઢના બીડ વિસ્તારમાં એક સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. આ સિંહણ હાલમાં તેના ત્રણ બચ્ચા સાથે હરતી ફરતી નઝરે પડી રહી છે તેમ આરએફઓ બી.પી. અગ્રવાલે જણાવ્યુ હતું.
 
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ એપ્રિલ માસમાં લીલીયાના ક્રાંકચની સીમમાં બે સિંહણોએ સાત બચ્ચાને જન્મ આપ્યો હતો.
 
ત્યારબાદ હવે આ વિસ્તારમાં વધુ ત્રણ સિંહબાળનો જન્મ થયો છે. આમ માત્ર ચાર માસના ટુંકાગાળામાં અહિં દસ સિંહબાળનો જન્મ થતા આ સાવજ પરિવાર વટવૃક્ષ સમાન બન્યો છે.

ચાંદગઢની સીમમાં સિંહણે આપ્યો ત્રણ બચ્ચાને જન્મ
સાવજ પરિવારના સભ્યોની સંખ્યા ૪૦ પર પહોંચી
 
લીલીયાના ક્રાંકચ પંથકમાં એકાદ દાયકા પહેલા પ્રથમ વખત એક સિંહણનું આગમન થયુ હતુ અને ત્યારબાદ અહિં આ સિંહણનો પરિવાર વિસ્તરતો ગયો છે. અગાઉ સાત બચ્ચાના જન્મ બાદ સાવજોની સંખ્યા ૩૭ થઇ હતી. ત્યારે વધુ ત્રણ સિંહબાળનો ઉમેરો થતા હવે આ સંખ્યા ૪૦ પર પહોંચી છે.

1 comment:

JR said...

Labai, labai įdomios fotografijos. Sėkmės