Friday, September 13, 2013

ઉત્તરપ્રદેશને સિંહો આપવા મુખ્યમંત્રીનો ચૂંટણીલક્ષી નિર્ણય.

ઉત્તરપ્રદેશને સિંહો આપવા મુખ્યમંત્રીનો ચૂંટણીલક્ષી નિર્ણય
Bhaskar News, Junagadh | Sep 04, 2013, 01:00AM IST
આગામી લોકસભાની ચૂંટણીને લઇ રાજકીય સ્ટંટ ખાતર મુખ્યમંત્રીએ ઉત્તરપ્રદેશનાં સફારી પાર્ક અને બ્રિડીંગ સેન્ટરને સિંહ આપવાનો નિર્ણય કર્યો છે. એવો આક્ષેપ માણાવદરનાં ધારાસભ્યએ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક રાજ્યની માંગણી ઉપર સિંહ આપવામાં આવશે તો ગિર જંગલ અને સફારી પાર્કની મુલાકાતે કોણ આવશે ? તેવો સણસણતો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો.

તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે મુખ્યમંત્રીને પત્ર પાઠવી સફારી પાર્ક માટે તથા બ્રીડીંગ સેન્ટર માટે સિંહ આપવાની માંગણી કરવામાં આવી હતી. જેને લઇ મુખ્યમંત્રીએ પાછલા બારણેથી છાનીછુપી મંજૂરી આપી દીધી છે. અને સક્કરબાગ ઝૂમાંથી હાલ ચાર સિંહ ઉત્તર પ્રદેશને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને લઇ માણાવદરનાં ધારાસભ્યએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી આગામી લોકસભાની ચૂંટણી લડી વડાપ્રધાન બનવાની ઘેલછા પાછળ સિંહો આપવાનો નિર્ણય કર્યો છે.

તાજેતરમાં જ સાસણથી મધ્યપ્રદેશ મોકલવાનાં નિર્ણય સામે રાજ્યભરમાંથી વિરોધ નોંધાયો હતો. તેમજ લોકો રસ્તા ઉપર ઉતરી આવી ઠેર-ઠેર આવેદન પણ આપ્યા હતા. પરંતુ મુખ્યમંત્રી આગામી ચૂંટણીને લઇ પાછલા બારણેથી ઉત્તરપ્રદેશને સિંહો આપવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ગુજરાતની જેમ સફારી પાર્ક અને બ્રીડીંગ સેન્ટર બનાવશે જેથી ભવિષ્યમાં ઉત્તરપ્રદેશ અને આજુબાજુનાં રાજ્યમાંથી ગીરની મુલાકાતે અને સિંહદર્શને આવતા સહેલાણીઓ યુપી તરફ વળશે. પરંતુ મુખ્યમંત્રી વડાપ્રધાન પદ પામવા ગુજરાતની અસ્મિતાને જોખમમાં મૂકી રહ્યા છે.

No comments: