Showing posts with label elecrocuted. Show all posts
Showing posts with label elecrocuted. Show all posts

Thursday, November 1, 2007

વનરાજનું રક્ષણ કેવી રીતે કરવું ? વનતંત્ર દ્વારા મિટિંગ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Junagadh
Tuesday, October 30, 2007 00:28 [IST]

ગીરના જંગલમાં વીજ કરંટથી પાંચ સિંહોના મૃત્યુની અત્યંત ચકચારી ઘટના બાદ વનરાજના રક્ષણ તથા જંગલ રક્ષણ માટે બોર્ડર વિસ્તારના ગામોના સરપંચો, મંડળીઓના પ્રમુખોની ગાંધીનગરથી આવેલા ઉરચ વન અધિકારીઓના અઘ્યક્ષ સ્થાને ફોરેસ્ટ ગેસ્ટહાઉસ ખાતે એક બેઠક મળી હતી.

જેમાં ગ્રામજનોનો સહકાર માંગવામાં આવ્યો હતો. સરપ્રાઇઝ વિઝિટ લેનાર સી.સી.એફ. એચ.સિંહે વન વિભાગના અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન તથા સુચિત પગલાં લેવા તાકીદ કરી હતી. તેમજ ગામોના સરપંચો, મંડળીઓનાં પ્રમુખો અને વન્ય પ્રાણી સંરક્ષણ માટે ચર્ચા કરી હતી. અને આ કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી હતી.

તેમજ ધારીના પ્રેમપરામાં પાંચ વનરાજૉની વીજકરંટ દ્વારા હત્યાના બનાવો નિવારવા માટે જન જાગૃતિ આવશ્યક ગણાવી હતી. મિટિંગમાં દસ થી વધારે ગામોના સરપંચ, ભેંસાણના તાલુકા વિકાસ અધિકારી ભૂવા, માણાવદરનાં પીએસઆઇ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/30/0710300030_save_lion.html

સિંહના મોતને પગલે વન અધિકારીઓના ધારીમાં ધામા

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Dhari
Tuesday, October 30, 2007 23:55 [IST]

ભવિષ્યમાં આ પ્રકારના અકસ્માતો નિવારવા વિચારણા

lionધારી પાસે વીજશોક લાગવાથી પાંચ વનરાજ માર્યા જવાની બનેલી ઘટના બાદ હવે વનવિભાગના અધિકારીઓ સફાળા જાગ્યા છે, અને બેઠકો શરૂ કરી દીધી છે. ભવિષ્યમાં આ પ્રકારના અકસ્માતો ટાળી શકાય એ માટે સંકલન સમિતિની એક બેઠક મળી હતી.

થોડા દિવસો પહેલાં ધારીના ખેડૂત દ્વારા પોતાના ખેતરની ફરતે ઈલેકટ્રીક શોક આપે તેવા તારની વાડ તૈયાર કરાતાં પાંચ સિંહ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. ખેડૂતે આ વિગત જાહેર ન થાય એ માટે સિંહના મૃતદેહને દફનાવી દઈને ઘટનાને છૂપાવવા પ્રયાસ તો કર્યા હતા પણ ઘટના જાહેર થઈ ગઈ હતી.

આ કેસમાં કોટર્ે મુખ્ય આરોપીના જામીન નામંજૂર કરીને તેના નાર્કોટેસ્ટ કરવા માટે પણ મંજૂરી આપી દીધી હતી. જો કે, વનવિભાગ હવે આ મામલે ભારે સાવચેતી વર્તે છે. તેણે રાજય સરકારના મુખ્ય સંરક્ષક કક્ષાના પાંચ ઉરચ અધિકારીઓ જેવાં કે, વીજવિભાગ, રેવેન્યુ વિભાગ અને વનવિભાગ સાથે સંકલન સાધીને ભવિષ્યમાં આ પ્રકારના અકસ્માતો ન થાય એ માટે યોજનાઓ ઘડવા ચર્ચા કરી હતી. આ માટે ગાંધીનગરથી પાંચ ઉરચ અધિકારીઓ ધસી આવ્યા હતા.

તેમાં ગુજરાત રાજય મુખ્ય વનસંરક્ષક સુરેશચંદ્ર પંત, ધારી, સાવરકુંડલા, ખાંભા તેમજ વિસાવદર તાલુકાઓના પ્રવાસમાં વ્યસ્ત છે. ગઈકાલે ધારીના સરસિયા ગામે ધારી ગીર પૂર્વના નાયબ વન સંરક્ષક જયંત સોલંકી સાથે હેતુસર એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વનવિભાગના કર્મચારીઓ ઉપરાંત વીજખાતાના કર્મચારીઓએ પણ હાજરી આપી હતી.

ભાવિ આયોજન માટે સંકલન

ઈલેકિટ્રક વીજશોક આપીને સિંહને જે રીતે મોતને ઘાટ ઉતારાયા એ જોતાં વનવિભાગના અધિકારીઓ દ્વારા વીજવિભાગ સહિતના અધિકારીઓ સાથે સંકલન સધાય એ જરૂરી છે. જો કે, આ પૂર્વે અધિકારીઓ દ્વારા ખેડૂતોને ખેતર ફરતે ઈલેકિટ્રક વાડ કરવાની સૂચના આપી દેવાઈ છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/30/0710302359_forest_officer.html