Wednesday, October 31, 2018

ખાંભામાં વનકર્મીએ 10 કીમી પીછો કરી લાકડા ભરેલું ટ્રેકટર પકડ્યુ પણ અધિકારીઓએ ટ્રેકટરને છોડી દીધું

Divyabhaskar.com | Updated - Oct 30, 2018, 03:46 AM

લાકડાની ગેરકાયદે હેરફેર કરતા ટેક્ટરવાળા પાસેથી માત્ર 3500 રૂપિયા જેવી નજીવી રકમ લઈ જવા દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી

chased 10km of wood and caught a wood-covered tractor but officials left the tractor
ખાંભા: તુલસીશ્યામ રેન્જમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. તેમાં પણ રાબારીકા રાઉન્ડના કર્મચારીઓ તેમના અધિકારીઓના હાથ હેઠળ કોઈ પણ ભ્રષ્ટાચાર કરવામાં પાછી પાની જ નથી કરતા પછી ભલે કોઈ ભોગે રૂપિયા મળતા હોય, ત્યારે આજે આવી જ ભ્રષ્ટાચારની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં તો ખુદ વનવિભાગના એક નાના કર્મચારીએ 10 કિમિ સુધી ગેરકાયદે લાકડા કટિંગ કરી જતા ટેક્ટરને પકડે લીધુ હતું. અને ઉપરી અધિકારીઓને આ બાબતે જાણ કરી હતી. પરંતુ રસ્તામાં જ ટ્રેક્ટરવાળા સાથે વહીવટ કરી લાકડા રસ્તામાં ખાલી કરી જવા દેવાયો હતો.

મળતી માહિતી પ્રમાણે નાગેશ્રીથી એક ટ્રેક્ટર ગેરકાયદેસર લાકડા ભરી ખાંભા તરફ આવતુ હતુ ત્યારે મોટા બારમણ નજીકથી પસાર થતા આ ટેક્ટરને રાબારીકા રાઉન્ડના એક નાના કર્મચારી જોઈ જતા આ કર્મચારીએ 10 કિમિ પીછો કરી આ લાકડા ભરેલા ટેક્ટરને ઝડપી વનવિભાગના અધિકારીને જાણ કરી હતી. બાદમાં રાબારીકા રાઉન્ડમાં હાલમાં નવા હાજર થયેલા કર્મચારી પણ સ્થળ આવી પોહોચ્યા હતા. તેમની સાથે અન્ય 2 કર્મચારીનો સ્ટાફ પણ હતો. વનવિભાગના નાના કર્મચારીએ બાતમી આપી હતી. તેને આગળ જવાની સુચના આપી દેવાઇ હતી. આ ટ્રેકટર પકડનાર કર્મચારી ખાંભા નજીક આવેલ ઉના જાફરાબાદ ચોકડી પાસે ઉભો રહ્યો હતો.
30 મિનિટ બાદ માત્ર જે રાબારીકા રાઉન્ડના કર્મચારીઓ હતા તે જ આવ્યા અને ટેક્ટર બાબતે પૂછતાં તેને જવાબ મળ્યો કે સાહેબે જવા દેવાનું કહ્યું એટલે ટેક્ટર છોડી મૂક્યું. આ કર્મચારી પરત ફર્યો ત્યારે રાણીગપરા પાસે આવેલ ભરડીયા પાસે ટેક્ટર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. લાકડાની ગેરકાયદે હેરફેર કરતા ટેક્ટરવાળા પાસેથી માત્ર 3500 રૂપિયા જેવી નજીવી રકમ લઈ જવા દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આરએફઓએ વાત ટાળી દીધી
તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલનો ફોન ઉપર સંપર્ક કરવામાં આવતા તેમણે ફોન રીસીવ કર્યો ન હતો. જ્યારે ડીએફઓની સૂચનાથી કોલ બેક આપતા આ ગેરકાયદે લાકડાની હેરફેર અંગે પૂછવામાં આવતા તેઓએ રાબારીકા રાઉન્ડના જે કર્મચારી સ્થળ પર ગયા તેઓને પૂછો મને કાઈ જ ખ્યાલ નથી તેમ કહી વાત ટાળી દીધી હતી.
માહિતી અને તસવીર: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-chased-10km-of-wood-and-caught-a-wood-covered-tractor-but-officials-left-the-tractor-gujarati-news-5975920-NOR.html

ધારાસભ્ય પ્રતાપ દુધાતની સિંહો સાથેની સેલ્ફી વાઇરલ, સિંહ પ્રેમીઓમાં રોષ

Divyabhaskar.com | Updated - Oct 30, 2018, 10:03 AM

સિંહ સાથે સેલ્ફી લેનાર પ્રતાપ દુઘાત સામે કાનૂની કાર્યવાહી કરવા સિંહ પ્રેમીઓએ માંગ કરી

MLA Pratap dudhat the viral selfie photos with lions
+2બીજી સ્લાઈડ્સ જુઓ
સેલ્ફી લેતા પ્રતાપ દુધાત
અમરેલીઃ એક સમયે વિધાનસભામા ભાજપના ધારાસભ્યને માઇક ફટકારી વિવાદમા આવનાર લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત ફરી વિવાદમા છે. સાવજો સાથે સેલ્ફી લઇ જાતે જ સોશ્યલ મિડીયામા વહેતી કરતા સિંહપ્રેમીઓમાથી તેમની સામે પગલા લેવા માંગ ઉઠી છે. ધારાસભ્ય પ્રતાપ દુધાત અને સુરતના ઉદ્યોગપતિઓ ભગીરથ પીઠવડીવાળા તથા અંકિત કાછડીયાના સિંહ સાથેની સેલ્ફીના ફોટા આજે સોશ્યલ મિડીયામા વાયરલ થયા હતા. બલકે આ લોકોએ જાતે જ સોશ્યલ મિડીયામા આ ફોટા વહેતા કર્યા હતા. એવુ કહેવાય છે કે પ્રતાપ દુધાત અને તેમના મહેમાન બનીને આવેલા મુળ સાવરકુંડલાના પીઠવડી ગામના વતની અને હાલ સુરતમા બાંધકામ ઉદ્યોગમા સ્થાયી થયેલા ભગીરથ પીઠવડીવાળા તથા નાની વયના ઉદ્યોગપતિ અંકિત કાછડીયાએ ક્રાંકચની સીમમા જ એક સ્થળે સાવજો સાથે સેલ્ફી લીધી હતી. અને સોશ્યલ મિડીયામા પોસ્ટ કર્યા હતા. પ્રતાપ દુધાત અગાઉ પણ અનેક વખત વિવાદમા આવી ચુકયા છે. અને વિધાનસભામાથી સસ્પેન્ડ પણ થયા હતા.
મે કોઇ સિંહને માર્યા નથી મારી જમીનમાં જંગલના રાજા એવા સિંહોને સાચવું છું- દુધાત

ધારાસભ્ય પ્રતાપ દુધાતે આ અંગે દિવ્યભાસ્કરને જણાવ્યું હતુ કે મે કોઇ સિંહને માર્યા નથી. બલકે અમારી જમીનમા સિંહોને સાચવીએ છીએ. 23 સિંહોના મોતમા બેદરકાર રહેનાર વનતંત્ર માત્ર ખેડૂતોને કનડે છે. ધારાસભ્ય સેલ્ફી લેતા હતા ત્યારે વનતંત્ર કયાં સુતુ હતુ ?. એ તો કોઇ વનતંત્રને પુછો ?.
(અહેવાલ-તસવીર,જયદેવ વરુ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-mla-pratap-dudhat-the-viral-selfie-photos-with-lions-gujarati-news-5975874-NOR.html

તુલસીશ્યામ રેન્જના ખાંભા નાગેશ્રી હાઇવે પર ડાલામથા સિંહની લટાર

Divyabhaskar.com | Updated - Oct 30, 2018, 10:44 AM

સિંહના હાઇવે પર પસાર થતા વાહન ચાલક દ્વારા અદભુત દ્રષ્યો કેમેરામાં કેદ કર્યા છે

ખાંભા નાગેશ્રી હાઇવે પર સિંહ આવી ચડ્યો
ખાંભા: તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડના રેવન્યું વિસ્તારમાં આવેલા ખાંભા નાગેશ્રી હાઇવે પર સિંહ આવી ચડ્યો હતો. જ્યારે આ સિંહનું વોક અહીં આ હાઇવે પર એક પસાર થતા વાહન ચાલક દ્વારા કેમેરા કર્યા અદભુત દ્રષ્યો કેદ ત્યારે અહીં નજીકમાં જ બાવળની કાટમાં શિકાર કરી અહીં લાંબા રૂટની એન્ટ્રી કરવા નિકળિયો હતો. ત્યારે ભૂતકાળમાં અનેક વાહનોની હેઠળ સિંહોના મોત નિપજ્યા છે. ત્યારે સિંહોની સુરક્ષાને વનવિભાગ સામે સવાલ ઉભા થયા છે.
મળતી માહિતી પ્રમાણે તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તારમાં સિંહો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે ખાંભા નાગેશ્રી હાઇવે પર મોટા બારમણ નજીક એક નાર સિંહ હાઇવે પર દોઢ કિમીનું વોકિંગ કરતા નજરે ચડ્યો હતો. જ્યારે બીજી તરફ આ સિંહ દ્વાર બાવળની કાટમાં જ એક શિકાર કર્યો હતો. ત્યારે શિકારની મિજબાની મણીને આ સિંહ હાઇવે પાર મારણને પચાવવા નિકળિયો હોઈ તેવા નજારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ હાઇવે પર પસાર થતા એક વાહન ચાલક દ્વારા સિંહના હાઇવે પાર ના વોકને પોતાના કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફ આવી રીતે હાઇવે પર સિંહો આવી જતાની ઘટના ઘણી વાર સામે આવી છે અને સિંહો મોત ને પણ ભેટ્યા છે. ત્યારે સિંહોની સુરક્ષામાં તુલસીશ્યામ રેન્જના અધિકારીઓ વામાળા સાબિત થાય છે. જ્યારે ભ્રષ્ટાચાર આચરવા પેહલા નંબર પર રહેલા છે. આ વનતંત્ર ત્યારે શું આવા અધિકારીઓ અને કર્મચારીઓ સામે ઉચ્ચ અધિકારીઓ પગલાં ભરશે કે, કેમ તે એક વેધક સવાલ છે.
માહિતી અને તસવીર: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-lion-walk-on-the-khambha-nageshree-highway-of-tulsi-shyam-range-gujarati-news-5975892-PHO.html

ખાંભા કોર્ટ પરિસરમાં RFOએ આરોપી સાથે ફોટા પડાવવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં લેખિત રજૂઆત

Divyabhaskar.com | Updated - Oct 30, 2018, 03:18 PM

આરએફઓએ સિંહણ પર કુહાડીથી હુમલો કરનાર આરોપી સાથે કોર્ટ પરિસરમાં ફોટા પડાવ્યા હતા

Written representation in Gujarat High Court for photo click in khanbha court
કોર્ટ પરિસરમાં આરોપી સાથે ફોટા પડાવતા હાઇકોર્ટમાં રજૂઆત
ખાંભા: તુલસીશ્યામ રેન્જના આરએફઓ ઘણા સમયથી વિવાદમાં છે. જ્યારે કોઈને કોઈ બાબતે ચર્ચામાં રેહવા માંગતા હોય તેમ હાલ જોવા મળી રહ્યું છે. પરંતુ એક કોર્ટ પરિસરમાં એક આરોપી સાથે ફોટો પડાવી ચર્ચામાં આવેલા આરએફઓ સામે લાઇન નેચર ફાઉન્ડેશન દ્વારા કોર્ટના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગુજરાત નામદાર હાઈકોર્ટ જસ્ટિસ સાહેબને લેખિતમાં ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આરએફઓએ સિંહણ પર કુહાડીથી હુમલો કરનાર આરોપી સાથે કોર્ટ પરિસરમાં ફોટા પડાવ્યા હતા
મળતી માહિતી પ્રમાણે તુલસીશ્યામ રેન્જના ખાડધાર રેવન્યુ વિસ્તારમાં ગત 20 તારીખના રોજ એક બકરાં ચરાવતા દેવીપૂજક દ્વારા એક સિંહણ પર કુહાડી દ્વારા હુમલો કરવામા આવ્યો હતો. આ સિંહણ પર હુમલો કરનારા આરોપી દેવીપૂજકને વનવિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે આ કામના આરોપીને ઝીણવટભરી તપાસ માટે ખાંભા કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ત્યારે આ જ દિવસે ખાંભા કોર્ટ પરિસરમાં આરએફઓ પરિમલ પટેલ તેમજ વનવિભાગના અન્ય ત્રણ કર્મચારીઓ દ્વારા આ સિંહણ પર કુહાડીના હુમલાના આરોપી સાથે ફોટો સેશન કરવામાં આવ્યું હતું. આ ફોટા પછી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. ત્યારે આ ઘટનામાં કોર્ટના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો ત્યારે આ કોર્ટના નિયમનું ઉલ્લંઘન કરનારા વનવિભાગના અધિકારીઓએ કર્મચારીઓ તેમજ તેમની સાથે જોડાયેલા સામે કોર્ટના જાહેરનામાનો ભંગ કરવા બદલ કલમ 188 મુજબની કાર્યવાહીની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અને ડિસ્ટ્રીક્ટ જસ્ટિસ સાહેબને લાઇન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળા દ્વારા કરવામાં આવી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-written-representation-in-gujarat-high-court-for-photo-click-in-khanbha-court-gujarati-news-5976150-NOR.html

માલકનેશમાં સિંહણ લૂલી ચાલતી હોવાની જાણ થતાં વનવિભાગે રેસ્ક્યૂ કરી સારવારમાં ખસેડી

Divyabhaskar.com | Updated - Oct 30, 2018, 03:44 PM

સિંહણ મારણ પણ ના કરી શકતી હોય ત્યારે પૂરતો ખોરાક ના મળવાથી સિંહણ બીમાર પડી ગઈ હતી

lioness rescue near malknesh revenue area
પ્રતિકાત્મક તસીવર
ખાંભા: તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તારમાં એક લૂલી અને બીમાર સિંહણ હોવાની વનવિભાગને જાણકારી મળી હતી. ત્યારે આ સિંહણને વનવિભાગની રેસ્ક્યૂ ટીમ દ્વારા પકડી હાલ ધારીના આંબરડી ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.

સિંહણ મારણ પણ ના કરી શકતી હોય ત્યારે પૂરતો ખોરાક ના મળવાથી સિંહણ બીમાર પડી ગઈ હતી
મળતી માહિતી પ્રમાણે તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ અને બોરાળા રાઉન્ડની બોર્ડર નજીક આવેલા માલકનેશ રેવન્યુ વિસ્તારમાં એક આશરે ચાર વર્ષની સિંહણ પગે લુલી ચાલતી હોય ત્યારે આ સિંહણ મારણ પણ ના કરી શકતી હોય ત્યારે પૂરતો ખોરાક ના મળવાથી સિંહણ બીમાર પડી ગઈ હતી. જ્યારે આ અંગે સ્થાનિક રેસ્ક્યુ ટીમના સાહિદખાન પઠાણને જાણ થતાં તેઓ દ્વારા રેન્જ કચેરીએ જાણ કરવામાં આવી હતી. બાદમાં વનવિભાગના રેસ્ક્યુ ટીમ, મહેશભાઈ સોદારવા અને બોરાળા રાઉન્ડ ઇન ફોરેસ્ટર દીપકભાઈ સોદારવા તેમજ વનવિભાગના વેનેટરી ડોક્ટર વામજા સાહેબની દેખરેખમાં આ સિંહણને રેસ્ક્યુ કરવામાં આવી હતી. હાલ વેટરનરી ડોક્ટરની દેખરેખમાં ધારીના આંબરડી ખાતે સારવાર હેઠળ રાખવામાં આવી હોવાનું વનવિભાગમાંથી જાણવા મળી રહ્યું છે.
માહિતી: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-lioness-rescue-near-malknesh-revenue-area-gujarati-news-5976133-NOR.html

ખાંભાનાં રબારીકાનાં રેવન્યુ વિસ્તારમાંથી બિમાર સિંહણને સારવાર માટે ખસેડાઇ

Divyabhaskar.com | Updated - Oct 31, 2018, 02:02 AM

પગે ઇજા પહોંચી હોય રેસ્કયુ કરી પાંજરે પુરી આંબરડી મોકલી અપાઇ

તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તારમાં એક લુલી અને બીમાર સિંહણ હોવાની વનવિભાગને જાણકારી મળી હતી. ત્યારે આ સિંહણને વનવિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા પકડી હાલ ધારીના આંબરડી ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.

તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ અને બોરાળા રાઉન્ડની બોર્ડર નજીક આવેલા માલકનેશ રેવન્યુ વિસ્તારમાં એક આશરે ચાર વર્ષની સિંહણ પગે લુલી ચાલતી હોય ત્યારે આ સિંહણ મારણ પણ ન કરી શકતી હોય ત્યારે પૂરતો ખોરાક ન મળવાથી સિંહણ બીમાર પડી ગઈ હતી. જ્યારે આ અંગે સ્થાનિક રેસ્ક્યુ ટીમના સાહિદખાન પઠાણને જાણ થતા તેઓ દ્વારા રેન્જ કચેરી જાણ કરવામાં આવી હતી.

બાદમાં વનવિભાગના રેસ્ક્યુ ટીમના મહેશભાઈ સોદારવા અને બોરાળા રાઉન્ડ ઇન.ફોરેસ્ટર દીપકભાઈ સોદારવા તેમજ વનવિભાગના વેનેટરી ડોક્ટર વામજાની દેખરેખમાં આ સિંહણને રેસ્ક્યુ કરવામાં આવી હતી. સિંહણને પગમાં ઇજા થઇ હોય લંગડાતી ચાલતી હતી. આ સિંહણ દ્વારા મોટું મારણ ન કરી શકવાના કારણે પોતાના ખોરાક પૂરતો લઈ શકતી ન હતી. તેના કારણે અશકત થવાથી બીમાર થઈ ગઈ હતી. આ સિંહણને વનવિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણ કલાક જેટલી મહેનત બાદ રેસ્ક્યુ કરી આ સિંહણને પાંજરે પુરાવામાં આવી હતી. હાલ વેનેટરી ડોક્ટરને દેખરેખમાં ધારીના આંબરડી ખાતે સારવાર હેઠળ રાખવામાં આવી હોવાનું વનવિભાગમાંથી જાણવા મળી રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020216-3095350-NOR.html

Saturday, September 29, 2018

ભણશે ગુજરાત? જંગલમાં આવેલા આ ગામમાં બાળકો વૃક્ષ નીચે બેસી ભણવા મજબૂર

Divyabhaskar.com | Updated - Sep 29, 2018, 12:04 AM

શાળા જંગલની નજીક હોય વન્ય પ્રાણીઓનો પણ સતત ભય, 32 બાળકોનાં જીવ પર જોખમથી વાલીઓમાં રોષ

Students are required to study under the tree due to lack of room
જૂનાગઢઃ ઊનાના ગીરગઢડા તાલુકાના હરમડીયા ગામની 4 શિક્ષકો ધરાવતી સીમ શાળામાં ધો. 1 થી 7માં 32 છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. આ સીમ શાળામાં વધુ ખેડૂત પરીવારના બાળકો અભ્યાસ અર્થે આવે છે. શાળામાં છાત્રોને અભ્યાસ માટે માત્ર 2 ઓરડા હોવાથી છેલ્લા ઘણા સમયથી બાળકોને બહાર શાળાના ગ્રાઉન્ડમાં વૃક્ષના છાંયડે અભ્યાસ કરવો પડી રહ્યો છે. સીમ શાળા ગામથી 3 કિ.મી. દૂર આવેલી છે. પરંતુ શાળાએ જવા માટેનો રસ્તો સાકડો અને બિસ્માર હાલતમાં હોય છે.
આચાર્યએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતાં કાર્યવાહી હાથ ન ધરાઇ

જ્યારે ચોમાસા દરમિયાન વરસાદના પાણી રસ્તા પર ભરાયા હોવાથી છાત્રો તેમજ શિક્ષકો શાળા સુધી પહોચી શક્તા નથી. તેમજ શાળા જંગલ વિસ્તારને અડીને આવેલી હોવાથી અવાર નવાર વન્યપ્રાણીઓ રહેણાંક વિસ્તાર આવી જતાં છાત્રોમાં ડરની લાગણી અનુભવવા લાગી છે. અને આ વન્યપ્રાણીઓના હુમલાના જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે. શાળામાં પુરતા રૂમ ન હોવાથી છાત્રો બહાર બેસીને અભ્યાસ કરતા હોય જે અંગે આચાર્યએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતાં કાર્યવાહી હાથ ન ધરાતા વાલીઓમાં રોષ ઉઠી રહ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-students-are-required-to-study-under-the-tree-due-to-lack-of-room-gujarati-news-5963358-NOR.html