Friday, May 31, 2019

સેમરડીમાં 20 શખ્સોને હદપાર કરાયા, ટોળકીઓમાં ફફડાટ

DivyaBhaskar News Network

May 08, 2019, 05:50 AM IST
ધારી તાલુકાના સેમરડી અને દલખાણીયા વિસ્તારમાં ભયનુ સામ્રાજય ફેલાવનાર 20 શખ્સોને હદપાર કરવામાં આવ્યા છે. વારંવાર લુખ્ખાગીરી અને લોકોને ધાક ધમકી જેવા ગુનામાં સંડોવાયેલા શખ્સો સામે મેજીસ્ટ્રેટ અને પોલીસવડાએ હદપારીનું શસ્ત્ર ઉગામતા લુખ્ખાગીરી કરતી ટોળકીઓમા ફફડાટ ફેલાયો હતો. ધારીના સેમરડી અને દલખાણીયા વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે સરકારી કર્મચારીઓને ફરજમાં રૂકાવટ કરતા કાળુ બારાન બ્લોચ, બારાન ઉમર બ્લોચ, જાફર બારાન બ્લોચ, સીકંદર બારાન બ્લોચ, જુમ્મા ગમશાદ બ્લોચ, અશરફ ફતુ બ્લોચ, મહમદ ગુલ્ફુ મકરાણી, બોદુ દોસ્તુ મકરાણી, હુસેન જહાગીર બ્લોચ, જહાંગીર અલાહરખા મકરાણી, અજીત મહમદ બ્લોચ, નુરૂ દોસ્તમહમદ મકરાણી, હાજી મહમદ મકરાણી, હેદર મહમદ મકરાણી, ઈકબાલ મહમદ બ્લોચ, રહીમ મહમદ બ્લોચ, શબીર જમાલ બ્લોચ, યારૂન ઉમર બલ્ચ અને કાદરી ઉર્ફે પહાડીયો આદમ બ્લોચને જિલ્લા મેજીસ્ટ્રેટ પાસે રજુ કર્યા હતા.

જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ તમામ 20 શખ્સોને અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાંથી હદપારીનો હુકમ ફરમાવ્યો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-20-people-were-abducted-in-samradri-gang-rape-055028-4505205-NOR.html

લીલીયાની વાડીમાં ગતરાત્રે 4 સાવજોએ કર્યંુ 4 ઘેટાંનું મારણ

DivyaBhaskar News Network

May 09, 2019, 05:51 AM IST
લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા મોટી સંખ્યામા સાવજો વસી રહ્યાં છે. આ વિસ્તારમા વન્યપ્રાણીઓની વસતિ પણ મોટી છે જેને પગલે સાવજો મોટેભાગે આ વન્યપ્રાણીઓનો શિકાર કરતા હોય છે. સાથે સાથે અવારનવાર માલધારીઓના ઉપયોગી પશુઓનો પણ શિકાર કરે છે. આવી એક ઘટના ગઇરાત્રે લીલીયાની સીમમા બની હતી. અહીના વસંતદીદીના આશ્રમ નજીક મગનભાઇ શિંગાળાની વાડી આવેલી છે. જયાં લીલીયાના ઓઘડભાઇ વશરામભાઇ ભરવાડની માલિકીના ઘેટા રાતવાસો કરવા રોકાયા હતા. રાત્રીના સમયે શિકારની શોધમા નીકળેલા ચાર સાવજો વાડીમા આવી ચડયા હતા અને જોતજોતામા ચાર ઘેટાનુ મારણ કર્યુ હતુ. જો કે સાવજો એક ઘેટાને ઢસડીને દુર સુધી પોતાની સાથે લઇ ગયા હતા. જયારે ત્રણ ઘેટાના મૃતદેહ વાડીમા જ પડયા હતા. સ્થાનિક ફોરેસ્ટર ખાંભલાએ જણાવ્યું હતુ કે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-4-lashes-took-place-in-lilia39s-garden-on-thursday-055059-4511790-NOR.html

ખાંભાના ભાવરડી અને રાણીંગપરા વચ્ચે સિંહણે 5 બચ્ચાંને જન્મ આપ્યો

DivyaBhaskar News Network

May 11, 2019, 05:50 AM IST
Amreli News - the lion gave birth to 5 cubs between khanchha bhavadi and raningpara 055042
ગીરપુર્વની તુલશીશ્યામ રેંજમા ખાંભાના ભાવરડી અને રાણીંગપરા વચ્ચે પથ્થરમાળા ડુંગર વિસ્તારમા એક સિંહણે પાંચ બચ્ચાને જન્મ આપ્યાની ઘટના બહાર આવી છે. લાયન નેચર ફાઉન્ડેશને આ અંગે વનતંત્રને જાણ કરી હતી. જો કે વનતંત્રએ અહી કોઇ સિંહણે બચ્ચાને જન્મ આપ્યા હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.

સિંહણે પાંચ બચ્ચાને જન્મ આપ્યાની આ ઘટના ખાંભા તાલુકાના ભાવરડી રાણીંગપરા વચ્ચે બની હતી. લાયન નેચર ફાઉન્ડેશનને આ અંગે જાણ થતા તેના દ્વારા વનતંત્રને જાણ કરવામા આવી હતી. સામાન્ય રીતે ગર્ભવતી સિંહણ બે-ત્રણ કે કયારેક ચાર બચ્ચાને જન્મ આપતી હોય છે. અને જવલ્લે જ પાંચ બચ્ચાને પણ જન્મ આપે છે. ભુતકાળમા લીલીયા તાલુકાના ક્રાંકચ પંથકમા એક સિંહણે પાંચ બચ્ચાને જન્મ આપ્યો હતો. દલખાણીયા રેંજમા 23 સાવજોના મોતની ઘટનાથી સાવજોની એક મોટી ઘટ પડી હતી. આ દરમિયાન જો એકસાથે પાંચ બચ્ચાને સિંહણે જન્મ આપ્યો હોય તો તે ઘણી મોટી વાત છે.

બનાવ અંગે એસીએફ નિકુંજ પરમારે જણાવ્યું હતુ કે આ વિસ્તારમા કોઇ સિંહણે બચ્ચા આપ્યા હોવાનુ હજુ સુધી અમારા ધ્યાનમા નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-lion-gave-birth-to-5-cubs-between-khanchha-bhavadi-and-raningpara-055042-4526346-NOR.html

ગિરનાર જંગલમાંથી ચંદનના 12 વૃક્ષ કપાયા

DivyaBhaskar News Network

May 12, 2019, 05:51 AM IST
ગિરનાર જંગલમાં અનેક ચંદનના વૃક્ષો આવેલા છે. કિંમતી ચંદનની ચોરી પણ મોટે પાયે થઇ રહી છે. ગિરનાર જંગલમાંથી અનેક વખત ચંદનના વૃક્ષો કપાયા છે ત્યારે ફરી આ વિસ્તારમાં ચંદન ચોર ગેંગ સક્રિય થઇ છે અને 12 જેટલા ચંદનના વૃક્ષ કાપ્યા હોવાનુ બહાર આવ્યું છે. વન વિભાગ દ્વારા ફેરણાની કામગીરી કરવામાં આવે છે પરંતુ આ કામગીરી માત્ર કાગળ ઉપર ચાલતી હોય તેવુ લાગી રહ્યું છે.

અમરેલી જિલ્લાના જંગલમાં છેલ્લા કેટલાય સમયથી ચંદનના વૃક્ષો કપાઇ રહ્યા છે પરંતુ ચંદન કાપનાર ગેંગ વન વિભાગના હાથમાં આવતી નથી. ત્યારે ચંદન ચોર ગેંગે ગીરનાર જંગલને પણ હવે નિશાન બનાવ્યું છે. ગિરનાર જંગલમાં અનેક ચંદનના કિંમતી વૃક્ષો આવેલા છે જેનુ આયુષ્ય પણ ઘણુ મોટુ છે. પરીપક્વ થયેલા ચંદનના વૃક્ષોની ચોરી દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે તાજેતરમાં જ ફરી ડુંગરપુર રાઉન્ડની ડેડકણી બીટમાં ચંદનના વૃક્ષો કપાયા હોવાનું બહાર આવ્યું છે.

આ વિસ્તારમાંથી બાર જેટલા ચંદનના વૃક્ષો કપાયા છે. આ ઘટનાને લઇ વન વિભાગે ખાનગી રાહે તપાસ હાથ ધરી છે પરંતુ હજુ સુધી કોઇ જ કડી મળી નથી. વન વિભાગ દ્વારા જંગલમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે છતા પણ બેફામ રીતે ચંદન ચોરીની ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા ગાયત્રી મંદીર, રૂપાયતન, ગિરનાર સીડી સહિતના વિસ્તારોમાંથી ચંદનના વૃક્ષો કપાયા હતા.

વૃક્ષમાં એક ઘા મારી રાહ જુએ છે

ચંદન ચોર ગેંગ મોટાભાગે કરવત અથવા લોખંડના વાયરથી ચંદનના વૃક્ષને કાપે છે તેમજ ઘણી વખત વૃક્ષમાં અેક ઘા મારી થોડો સમય રાહ જુએ છે બાદ બીજો ઘા મારે છે. જેથી કરીને કોઇને ધ્યાનમાં ન આવે કે વૃક્ષનુ કટીંગ કરે છે.

વૃક્ષના એક-દોઢ ફુટના કટકા કરી લઇ જાય છે

તસ્કરો સ્થળ ઉપર વૃક્ષનુ કટીંગ કરે છે બાદ વૃક્ષના એક થી દોઢ ફૂટના નાના નાના કટકા કરે છે. બાદ મોટીબેગમાં રાખી લઇ જાય છે જેને કારણે પ્રથમ દ્રષ્ટીએ કોઇને શંકા જતી નથી.

ચંદનના વૃક્ષનો અંદરનો પીળો ભાગ જ કિંમતી હોય છે

ચંદનના સમગ્ર વૃક્ષનુ મહત્વ હોતુ નથી પરંતુ વૃક્ષની અંદર રહેલો પીળો ભાગ કિંમતી હોય છે. ચંદન ચોર આ પીળા ભાગને જ લઇ જાય છે. બજારમાં તેની કિંમતી રૂ.8 હજારથી વધુ હોય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-12-trees-of-chandan-were-cut-from-the-girnar-forest-055110-4533325-NOR.html

અમરેલીના સણોસરા ગામે તળાવ ઉંડુ ઉતારવા માટે 50 લાખનો લોકફાળો

DivyaBhaskar News Network

May 15, 2019, 05:50 AM IST
અમરેલીથી 20 કિમી દુર આવેલા સણોસરા ગામ માત્ર 1208ની વસતિ ધરાવે છે. પણ આ ગામમાં પાણી, સ્વચ્છતા, વૃક્ષારોપણ અને જળસંચના કામો માટે અહીં લોકભાગીદારી સક્રીય જોવા મળી રહી છે. આ ગામમાં આવેલું તળાવ ઉંડુ ઉતારવા માટે 50 લાખનો લોકફાળો એકત્રીત કરવામાં આવી એક ગામ કેવું હોવું જોઇએ તેની અનુભુતી કરાવી હતી.

અમરેલીના સણોસરા ગામમાં દરેક જ્ઞાતિના લોકો વસવાટ કરી રહ્યાં છે. પરંતુ દરેક વર્ણના લોકો નાત જાતના વાડા ભુલી ગામની સ્વચ્છતા, વૃક્ષારોપણ અને જળસંચયના કામમાં ઉમેળકાભેર જોડાયા છે. આ ગામના જ યશસ્વી ગૃપના માલિક મનોજભાઈ લાખાણીએ નવયુવાનોને એકત્રીત કરી ગામને એક આદર્શ ગામ બનાવવાનું નક્કી કર્યું હતું. આ વિચારને ગામજનોએ આવકાર્યો હતો. પણ આદર્શ ગામ બનાવવા માટે ગામમાં સ્વચ્છતા શરૂ હોવી જોઇએ. જેના પગલે ગામલોકોએ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે આખા ગામની સફાઈ કરવામાં આવે છે. તેમજ અહીં દરેક જગ્યાપર કચરા પેટીઓ પણ ગામલોકોએ જાતે જ મુંકી છે. ગામમાં પશુ પક્ષીઓ માટે ચબુતરા પણ નજરે જોવા મળી રહ્યા છે. પણ આગામમાં 500 થી 1000 ફુટ ઉંડો બોર કરવા છતાં પણ પાણીની સમસ્યા જોવા મળતી હતી. જેના પગલે ગામ લોકોએ ગામમાં જળસંચય માટે તળાવ ઉંડુ ઉતારવાનું નક્કી કર્યું હતું . કામનો સવજીભાઈ ધોળકિયાના હસ્તે પ્રારંભ કરવામા આવશે.

1.25 લાખ ઘનમીટર માટી નિકળશે

અહી 50 લાખના ખર્ચે તળાવ ઉંડુ ઉતારવાના કામનો આરંભ થનાર છે. ત્યારે આ કામમા આશરે 1.25 લાખ ઘનમીટર માટી નીકળવાની છે. જેનાથી વિપુલ માત્રામા જળસંગ્રહ થશે. વરસાદી પાણી ભુગર્ભમા ઉતરવાથી જળસ્તર ઉંચા આવશે જે સણોસરાને હરીયાળુ બનાવશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-50-lakhs-people39s-contribution-to-the-pond-of-the-lake-in-sunsara-village-of-amreli-055018-4552821-NOR.html

બાબરકોટ નર્સરીમાં મેડીકલ ચેકઅપમાં રખાયેલી સિંહણનું હડકવાથી મોત થયું

DivyaBhaskar News Network

May 14, 2019, 05:55 AM IST
એક પખવાડીયા પહેલા અચાનક જ એક સિંહણ જાફરાબાદ શહેરમાં આવી ચડી હતી. જેને વનતંત્રએ પાંજરે પુરી બાબરકોટ નર્સરીમાં ખસેડી હતી. જ્યાં આ સિંહણનું સારવાર દરમિયાન મોત થયુ હતું. સિંહણનું મોત હડકવાથી થયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા ગીરના સાવજો પૈકી વધુ એક સિંહણનુ મોત થયાની ઘટના બહાર આવી છે. બાબરકોટ નર્સરી ખાતે પાછલા કેટલાક દિવસોથી વનતંત્રની દેખરેખ નીચે સારવારમાં રખાયેલી એક સિંહણનું આજે સારવાર દરમિયાન મોત થયુ હતું. એકાદ પખવાડીયા અગાઉ આ સિંહણ જાફરાબાદ શહેરની મધ્યમાં ઘુસી આવી હતી. જેને પગલે લોકોમાં નાસભાગ મચી હતી. જે તે સમયે વન વિભાગની રેસ્ક્યુ ટીમે ત્યાં દોડી જઇ શહેરની મધ્યમાંથી જ આ સિંહણને પાંજરે પુરી હતી અને ત્યારબાદ તેને દેખરેખ માટે અને મેડીકલ ચેકઅપ માટે બાબરકોટ નર્સરી ખાતે રખાઇ હતી.

આટલા દિવસની દેખરેખ અને સારવારના અંતે આ સિંહણની તબીયત વધુ લથડી હતી અને આજે સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું. વનતંત્રને પ્રથમ દ્રષ્ટિએ આ સિંહણનું હડકવાના કારણે મોત થયાનું જણાયુ હતું. પાછલા કેટલાક સમયથી અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં આ રીતે સાવજોના કમોતની ઘટનાઓ અવાર નવાર બહાર આવી રહી છે.

રેસ્ક્યુ સમયે જ સિંહણનું વર્તન વિચિત્ર

વન વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ હડકવા અને બિમારી જેવા કારણો સબબ જ સિંહણ શહેરી વિસ્તારમાં ધસી ગઇ હતી. તેને જ્યારે રેસ્ક્યુ કરવામાં આવી તે સમયે જ સિંહણનું વર્તન વિચિત્ર જણાયુ હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-lioness-rabble-killed-in-medical-check-up-in-babarkot-nursery-055535-4545684-NOR.html

કોડીનાર-અમરેલી હાઇવે પર 10 ફૂટની મગર આવી ચઢી, દિલધડક રેસ્ક્યૂ કરાયું

 Divyabhaskar.com
May 15, 2019, 03:11 PM IST

  • 1 મહિનામાં કોડીનાર પંથકમાંથી વનવિભાગે 7 મગરને પકડી
  • વનવિભાગને રેસ્ક્યૂ કરતી વખતે મધમાખીઓએ ડંખ દીધા
     
    જૂનાગઢ
    :ગિર-સોમનાથનાં કોડીનાર-અમરેલી સ્ટેટ હાઇવે પર આવેલા રોણાજ ગામ પાસે વહેલી સવારે 10 ફૂટ લાંબી મગર રોડ પર આવી ચઢી હતી. મહાકાય મગરને જોઇ હાઇવે પર અફડાતફડી મચી ગઇ હતી. વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. આખરે મગર રોડ પાસેની ઝાડીમાં ઘૂસી જતાં વન વિભાગને જાણ કરાઇ હતી. જેથી જામવાળા વન વિભાગની ટીમે મગરને પાંજરે પૂરવા રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.

8 ફોરેસ્ટ કર્મીએ મગરનું રેસ્ક્યૂ કર્યુ:જામવાળા અને કોડીનાર વન વિભાગની ટીમના 8 ફોરેસ્ટ કર્મીઓ દ્વારા મગરને પાંજરે પૂરવા રેસ્ક્યૂ હાથ ધરાયું હતું. જોકે, જે સ્થળે મગર હતી ત્યાં મધપૂડો હોવાનાં કારણે વન કર્મીઓને મધમાખીઓએ ડંખ માર્યા હતા. જેને લીધે રેસ્ક્યૂમાં પણ અનેક વખત અવરોધ ઉભો થયો હતો. જેને લઇ રેસ્ક્યૂ દોઢ કલાક સુધી ચાલ્યું હતું. જોકે, આખરે મગરને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. દરમ્યાન ગઈકાલે રોણાજ પાસેના ઇચવડ ગામે પણ 3 ફૂટ લાંબી મગર ખેડૂતના પશુ બાંધવાના મકાનમાં ઘૂસી ગઇ હતી. તેનું પણ રેસ્ક્યૂ કરાયું હતું. જોકે, એ મગર રેસ્ક્યૂ ટીમને હાથતાળી આપી પાણી ભરેલા શેરડીના વાડમાં ઘુસી જતાં તેનું બીજી વખત રેસ્ક્યૂ કરાયું હતું. વન કર્મચારીઓના કહેવું મુજબ, પાણી ભરેલા શેરડીના વાડમાં મગર ઘુસી જતાં તેની તાકાત બમણી થઈ જાય છે. 8 ફોરેસ્ટ કર્મીઓએ રેસ્કયૂ હાથ ધર્યુ હતું.
https://www.divyabhaskar.co.in/saurashtra/news/a-10-foot-crocodile-on-the-kodinar-amreli-highway-has-come-to-this-rescue-dilkad-is-rescued-1557897432.html