Friday, May 31, 2019

ખાંભાના ભાવરડી અને રાણીંગપરા વચ્ચે સિંહણે 5 બચ્ચાંને જન્મ આપ્યો

DivyaBhaskar News Network

May 11, 2019, 05:50 AM IST
Amreli News - the lion gave birth to 5 cubs between khanchha bhavadi and raningpara 055042
ગીરપુર્વની તુલશીશ્યામ રેંજમા ખાંભાના ભાવરડી અને રાણીંગપરા વચ્ચે પથ્થરમાળા ડુંગર વિસ્તારમા એક સિંહણે પાંચ બચ્ચાને જન્મ આપ્યાની ઘટના બહાર આવી છે. લાયન નેચર ફાઉન્ડેશને આ અંગે વનતંત્રને જાણ કરી હતી. જો કે વનતંત્રએ અહી કોઇ સિંહણે બચ્ચાને જન્મ આપ્યા હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.

સિંહણે પાંચ બચ્ચાને જન્મ આપ્યાની આ ઘટના ખાંભા તાલુકાના ભાવરડી રાણીંગપરા વચ્ચે બની હતી. લાયન નેચર ફાઉન્ડેશનને આ અંગે જાણ થતા તેના દ્વારા વનતંત્રને જાણ કરવામા આવી હતી. સામાન્ય રીતે ગર્ભવતી સિંહણ બે-ત્રણ કે કયારેક ચાર બચ્ચાને જન્મ આપતી હોય છે. અને જવલ્લે જ પાંચ બચ્ચાને પણ જન્મ આપે છે. ભુતકાળમા લીલીયા તાલુકાના ક્રાંકચ પંથકમા એક સિંહણે પાંચ બચ્ચાને જન્મ આપ્યો હતો. દલખાણીયા રેંજમા 23 સાવજોના મોતની ઘટનાથી સાવજોની એક મોટી ઘટ પડી હતી. આ દરમિયાન જો એકસાથે પાંચ બચ્ચાને સિંહણે જન્મ આપ્યો હોય તો તે ઘણી મોટી વાત છે.

બનાવ અંગે એસીએફ નિકુંજ પરમારે જણાવ્યું હતુ કે આ વિસ્તારમા કોઇ સિંહણે બચ્ચા આપ્યા હોવાનુ હજુ સુધી અમારા ધ્યાનમા નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-lion-gave-birth-to-5-cubs-between-khanchha-bhavadi-and-raningpara-055042-4526346-NOR.html

No comments: