Bhaskar News, Amreli
Apr 04, 2015, 00:14 AM IST
- એક દાયકામાં બદલાયુ ખેતીનું ચિત્ર : લોકો બને છે ગંભીર રોગનો ભોગ તથા તંત્ર મૌન
- રસાયણના બેફામ ઉપયોગથી જનારોગ્યની સાથે ખેતીને પણ વ્યાપક નુકસાન
કેરીની પ્રાકૃતિક અવસ્થામાં ખેતી થાય તેવુ દ્રશ્ય હવે ભાગ્યે જ નઝરે પડે છે. ખાસ કરીને રસાયણોના બેફામ ઉપયોગે આડો આંક વાળ્યો છે. શીયાળો ઉતરતા આંબે મોર આવે બાદમાં ખાખડીઓ બંધાય અને અંતે કેરી મોટી થાય. ચોમાસા પહેલા ખેડૂતો પુરો પાક લઇ લે તેવી સ્થિતીની જગ્યાએ હવે રસાયણોનો ઉપયોગ કરી કેરીનો વહેલો પાક લેવા પ્રયાસ થઇ રહ્યો છે. છેલ્લા એક-દોઢ દાયકાથી અમરેલી પંથકમાં કેરીની ખેતી કરતા ખેડૂતો દ્વારા કલ્ટારનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રસાયણ જીનમાં વૃધ્ધી કરતુ રસાયણ છે.
કેરીની સિઝન શરૂ થાય તે પહેલા જ આંબાવાડીઓમાં દરેક આંબાના મુળમાં કલ્ટારનો રસ પાઇ દેવામાં આવે છે. જેના કારણે આંબામાં મોર પણ વહેલો આવે છે. ખાખડી પણ વહેલી આવે છે અને પાક પણ વહેલો આવે છે. ખેડૂતોને ઝડપથી મોટા ફળ મળે છે. પરંતુ કલ્ટારના ઉપયોગના કારણે કેરીનો રસ આકાર અને સ્વાદ બેહુદો બની જાય છે. સ્વાભાવિક રીતે જ આ રસાયણો લોકોના શરીરને ગંભીર નુકશાન પહોંચાડી રહ્યા છે. કેરીની સિઝન વખતે આ કારણે જ અનેક પ્રકારના રોગો સામે આવે છે અને કેરીની સિઝન પૂર્ણ થતા આવા રોગોનો ઉપદ્રવ શમી જાય છે.
કલ્ટાર માત્ર લોકોને વિપરીત અસર કરે છે એવું નથી. તેના કારણે આંબાઓને પણ નુકશાન થઇ રહ્યુ છે. શરૂના વર્ષોમાં ખેડૂતને ફાયદો દેખાય છે પરંતુ ઝડપથી ખરાબ થતી કેરીના કારણે ખેડૂતો નુકશાનમાં રહે છે. પાછલા વર્ષો દરમીયાન અમરેલી જીલ્લામાં ધારી, ચલાલા અને ખાંભા પંથકમાં ખેડૂતોએ આવા જ કારણોસર આંબાવાડીઓમાંથી હજારો આંબા કપાવી નાખ્યા હોય તેવુ બની ચુક્યુ છે.
સરકારી તંત્ર આ પ્રકારની ખેત પધ્ધતી સામે ચુપકીદી ધારણ કરીને બેઠુ છે. જનારોગ્યની સુરક્ષા અને ખુદ ખેતીની રક્ષા માટે તંત્ર દ્વારા આ દિશામાં પગલા જરૂરી બન્યા છે. ઉલ્લેખનીય છે કે, જો કેરીની ખેતીમાં આ રીતે વધારે ઉત્પાદન લેવા માટે કલ્ટરનો ઉપયોગ સતત ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં આંબાના બગીચા નાશ પામશે.
જે વિસ્તારમાં 40થી વધુ સાવજોનો વસવાટ છે તે લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારોમાં ચાલુ સાલે દવની ઘટનાઓમાં ભારે ઉછાળો જોઇ શકાય રહ્યો છે. છેલ્લા 50 દિવસ દરમીયાન વિસ્તારમાં દવની ઘટનાઓ બની ચુકી છે. પરંતુ વાત આટલેથી અટકી નથી. લીલીયા તાલુકાના ક્રાંકચ તથા નાના લીલીયા ગામની સીમમાં ગઇ મોડીસાંજે ફરી એકવાર દવની ઘટના બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર વિસ્તારમાં ગાગડીયો નદીના કાંઠે નાળીયેરોથી લઇ ખોડીયારની ખાણ સુધીના વિસ્તારમાં દવ લાગ્યો હતો.
મોડી સાંજે શરૂ થયેલો દવ વહેલી સવાર સુધી રહ્યો હતો અને ત્યાં સુધીમાં પ00 વિઘા વિસ્તારમાં બાવળની કાંટ, ઘાસ અને અન્ય વનસ્પતીને ઝપટે લઇ તેનો નાશ કરી નાખ્યો હતો.
જો કે તે સમયે વિસ્તારમાં સાવજો હોવાનું જાણવા મળેલ છે. એવું પણ જાણવા મળેલ છે કે વન વિભાગનો સ્ટાફ મોડી રાત્રે વિસ્તારમાં ગયો હતો અને પરત ફરી ગયો હતો.
90 ટકા વિસ્તારમાં વન્યસૃષ્ટિનો નાશ
ક્રાંકચતથાઆસપાસના વિસ્તારમાં છેલ્લા 50 દિવસમાં દવની સાતમી ઘટના છે. દરમીયાન લગભગ 90 ટકા જેટલા વિસ્તારમાં ઉંચુ ઘાસ અને બાવળની કાંટ તથા અન્ય વનસ્પતિનો નાશ થયો છે. જો કે આગની ઘટના બાદ પણ બાવળ પોતાનું અસ્તીત્વ ટકાવી રાખશે. પરંતુ ઘાસના મેદાનો સાફ થઇ ગયા છે.
તંત્ર દ્વારા કોઇ તપાસ નહી
ક્રાંકચપંથકમાંદવની ઘટનાઓ અવાર નવાર બની રહી છે. છતાં વનતંત્ર દ્વારા કોઇ તપાસ કરવામાં આવતી નથી. અગાઉની ઘટનાઓમાં પણ કોઇ તપાસ થઇ હતી અને આજે સાતમી ઘટના બાદ પણ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી નથી.
નાળીયેરોથી લઇ ખોડીયારની ખાણ સુધી દવ લાગ્યો. / મનોજજોષી