Friday, February 25, 2011

દીનુ સોલંકી અંગે અલ્કાબહેનની ટિપ્પણીથી રા.સ.માં ગોકીરો.

Source: Agency, New Delhi   |   Last Updated 3:12 PM [IST](24/02/2011)
ગુજરાતમાં માહિતી અધિકારના કાર્યકર્તા અમિત જેઠવાની હત્યામાં ભાજપના સાંસદ સંડોવાયેલા હોવાના કોંગ્રેસી સાંસદના આરોપને પગલે ઉપલા ગૃહોમાં ગોકીરો મચી ગયો હતો. જેના કારણે, ગૃહની કાર્યવાહી નિર્ધારિત સમય કરતા પહેલા જ મોકૂફ કરી દેવામાં આવી હતી.
-અમિત જેઠવાની હત્યા મુદ્દે રાજ્યસભા મોકૂફ
-ભાજપના સાંસદનો ભત્રીજો હત્યામાં સંડોવાયેલ હોવાના આરોપથી ગોકીરો
-પાંચ મિનિટનો સમય બાકી હતો ત્યારે ગૃહને મોકૂફ જાહેર કરવામાં આવ્યું

આજે રાજ્યસભામાં માહિતી અધિકાર અંગેના પૂરક સવાલ પર ચર્ચા કરતી વખતે કોંગ્રેસના સાંસદ અલ્કાબહેન ક્ષત્રીયે આરોપ મુક્યો હતોકે, માહિતી અધિકાર કાર્યકર્તા અમિત જેઠવાની હત્યામાં જુનાગઢથી ભાજપના સાંસદ દીનુ સોલંકીનો ભત્રીજો પ્રતાપ ઉર્ફે શીવા સોલંકી સંડોવાયેલો છે. જેના કારણે, ગૃહમાં ગોકીરો મચી ગયો હતો. ભાજપ અને કોંગ્રેસના સાંસદોની વચ્ચે શાબ્દિક ટપાટપી બોલી હતી. જેના કારણે, રાજ્યસભાના ચેરમેન હામિદ અંસારીએ ઉપલા ગૃહને મોકૂફ જાહેર કર્યું હતું. આ સમયે 11.55 થઈ હતી અને 12.00 વાગ્યામાં પાંચ મિનિટનો સમય હતો, જ્યારે ગૃહને મોકૂફ જાહેર કરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છેકે, ગયા વર્ષએ જુલાઈ માસમાં માહિતી અધિકાર કાર્યકર્તા અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી. મૃત્યુના થોડા દિવસો પહેલા જુનાગઢ જિલ્લાના ગીર અભ્યારણ્યમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખાણકામ અંગે ગુજરાતની હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. તેમણે જુનાગઢથી ભાજપના સાંસદ દીનુ સોલંકીને પ્રતિવાદી બનાવ્યા હતા. એશિયાઈ સિંહોના અભ્યારણ્યમાં ગેરકાયદેસર ખોદકામ માટે શીવા સોલંકી મુખ્ય આરોપી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-debate-over-amit-jethva-in-rajya-sabha-1881527.html

No comments: