
Bhaskar News, Junagadh | Mar 25, 2013, 00:20AM IST
- જંગલ નજીકનાં વિસ્તારમાં વન્ય પ્રાણીનાં આંટાફેરા વધતા લોકોમાં ભયજંગલ નજીકનાં વિસ્તારમાં વન્ય પ્રાણીની અવર જવર વધી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે ગતરાત્રીનાં જૂનાગઢનાં સોનાપુરી સ્મશાન પાસે આવેલા મરઘા ફાર્મમાં દીપડો આવી ચડ્યો હતી . આ દીપડાએ ૫૦ જેટલા મરઘાનો શિકાર કર્યો હતો. બાદ વન વિભાગે પાંજરૂ મુકતા દીપડો પાંજરે પુરાઇ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જૂનાગઢ શહેર જંગલ વિસ્તારની તદ્ન નજીક આવેલુ છે. પરીણામાં વન્ય પ્રાણીઓ અવાર નવાર શહેરનાં રહેણાક વિસ્તારમાં આવી પડતા હોય છે. ખાસ કરીને દીપડાનાં આવવાનાં બનાવ વધુ બનતા રહે છે. દીપડા કુતરા કે બકરાનો શિકાર કરી ફરી જંગલમાં જતા રહે છે.
પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જંગલ નજીક વિસ્તારનાં શહેરમાં વન્ય પ્રાણીઓનાં આટાફેરા વધી ગયા છે. ત્યારે ગત રાત્રીનાં જંગલ વિસ્તારથી તદ્ન નજીક આવેલા સોનાપુર સ્મશાન પાસે આવેલા હારૂણભાઇ દુરવેશભાઇનાં મરઘા ફાર્મમાં એક દીપડો ચડી આવ્યો હતો. આ દીપડાએ ૫૦ જેટલા મરઘાનો શિકાર કર્યો હતો. જેની જાણ વન વિભાગને કરતા દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ મારૂનાં માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી.
આ બનાવની તપાસ કરી હતી.આ વિસ્તારમાં પાંજરૂ મૂકવામાં આવ્યું હતું. દીપડો ફરી શિકાર કરવા આવતા પાંજરે પુરાઇ ગયો હતો. પાંજરા સાથે દીપડાનો કબ્જો સંભાળી લીધો હતો. સુરજ કુડ પાસે છોડી દેવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં દીપડાની અવર જવર થી લોકોમાં ભય ફેલાયો છે.
- મેઘાણીનગરમાં દીપડો ચડી આવ્યો
જંગલ વિસ્તાર આવેલા મેઘાણીનગરમાં આજે સાંજનાં દીપડો આવી ચડ્યો હતો. દીપડાને જોવા ટોળા ઉમટી પડ્યા હતા. ટોળા જોઇ જંગલમાં નાસી ગયો હતો.
No comments:
Post a Comment