![સારી ગુણવત્તાની કેરી હોય ખરીદી ઓછી સારી ગુણવત્તાની કેરી હોય ખરીદી ઓછી](http://i9.dainikbhaskar.com/thumbnail/300x259/web2images/www.divyabhaskar.co.in/2015/05/26/ahm-c1590518-large.jpg)
- DivyaBhaskar News Network
- May 26, 2015, 07:40 AM IST
તાલાલા પંથકની કેરી માર્કેટમાં વધુ વેચાતી હોય છે પણ તેને માવઠાની અસર નડતા પાક મોડો થયો અને બોક્સના ભાવોમાં વધારો થયો વેપારીઓ બોક્સના રૂ.250, 300, 350 અને 400 સુધીના ભાવોમાં કેરી પ્રમાણે વેચે છે, તેમજ કિલોનો ભાવ 60-80 આસપાસ જોવા મળે છે જે ગત વર્ષે 30-50 સુધી હતો.
ઉપરાંત વર્ષની સિઝનમાં ભાવવધારો, પાકની નુકસાની, મોડો પાક, શહેરમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી વગેરે કારણો વેપારીઓ કહે છે કે, સિઝન નજીક આવતા બજાર ખૂલી છે તેમજ વંથલી અને ધાવાગીરની કેરી પર પણ મોટી આશા છે.
કમનસીબી
વર્ષે ગત વખત કરતા કેરીના ભાવ વધુ છે
^ વર્ષે કેરી ગયા વર્ષ કરતા મોંઘી છે. પાકમાં કેરીના બોક્સ સારા ભાવે વેચાઇ છે પણ માર્કેટમાં બોક્સ એટલા નથી ચાલતા કયારેક માલનો જથ્થો બગડી પણ જાય છે. > મુનાફભાઇપટેલ, વેપારી
^ માવઠાની અસરના લીધે પાકની નુકસાની થઇ છે અને થોડી મોંઘી હોવાથી લોકોમાં ખરીદારી પણ ઓછી છે. કેરીના ભાવમાં થોડો ભાવવધારો છે તો પાકની નુકસાની તેનું કારણ છે.> આસીફભાઇનારેજા, વેપારી
^ ટુરીઝમ ઘણું ઓછું છે, વેપાર પણ નથી, યાર્ડમાં કેરીના બોક્સના ભાવ સારા આવે છે પણ ઘરાકી દેખાતી નથી. હવે વંથલીની કેરી પર આશા રાખીએ છીએ જે હવે આવવાની શરૂઆત થશે.> શોકતભાઇશેખ, વેપારી
No comments:
Post a Comment