Sunday, May 31, 2015

સાસણ ફેસ્ટિવલમાં કેરીની 37 વેરાયટીએ લોકોનું મન મોહ્યું.


Pics: સાસણ ફેસ્ટિવલમાં કેરીની 37 વેરાયટીએ લોકોનું મન મોહ્યું

  • Bhaskar News, Talala
  • May 27, 2015, 00:34 AM IST
તાલાલા: સોમવારથી ત્રિદિવસીય સાસણ ફેસ્ટિવલ ખુલ્લો મુકાયા બાદ આજે હેલીપેડ પાસે ઉભા કરાયેલા સ્ટોલો પર કેસર કેરી સહિતની 37 જાતોની વેરાયટીએ લોકોનાં મન મોહી લીધા હતાં. સાથે જાંબુ, ચીકુ સહિતની ફળફળાદી પણ પ્રદર્શનમાં હોય પ્રવાસીઓમાં આકર્ષણ જગાવ્યું છે. જયારે ન્યુવરામ બાગ માંગરોળ દ્વારા ગુલાબ સહિતનાં વિવિધ પ્રકારનાં પુષ્પો પ્રદર્શિત કરાતા લોકોમાં અનેરો રોમાંચ પ્રસર્યો છે.

કેરીની વિવિધ જાતોની લોકો જાણકારી મેળવી રહયાં છે એમ અનિલ ફાર્મનાં શમસુદીનભાઇ ઝારીયાએ જણાવ્યું હતું. પ્રદર્શનમાં મુકાયેલ 27 સ્ટોલમાં કેરીની વિવિધ પ્રજાતિઓ, જાંબુ, ચિકુ સહિતનાં ફળફળાદી સાથે વિવિધ ઈન્ડોર, આઉટડોર પ્લાન્ટનાં રોપા અને વન્ય પ્રાણીઓનાં ચિત્ર વાળા ટીશર્ટ સહિતનાં સ્ટોલ પર પ્રવાસીઓનો ભારે ઘસારો રહ્યો હતો. અને જીણવટ પૂર્વક કેરી વિષયક માહીતી મેળવી હતી.

No comments: