Saturday, February 29, 2020

77.23 ચો.કિમી ખુલ્લું જંગલ વધ્યું, પણ તેનો ભૌગોલિક વિસ્તાર ન વધ્યો

  • જૂનાગઢ જિલ્લામાં વન આચ્છાદિત વિસ્તારમાં બે વર્ષમાં 59.31 ચો.કિમી વધ્યો
  • અન્ય જિલ્લામાં પણ વધારો થયો

Divyabhaskar.Com

Feb 02, 2020, 12:52 AM IST
જૂનાગઢઃ વર્ષ 2019ના ડીસેમ્બર મહિનામાં ભારતભરના જંગલો અને વન આચ્છાદિત વિસ્તારની સ્થિતિ દર્શાવતો ઇન્ડીયા ફોરેસ્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનો વન આચ્છાદિત વિસ્તાર વર્ષ 2017ની સરખામણીમાં વધ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં પણ વન આચ્છાદિત વિસ્તારનો વધારો થયો છે. બે વર્ષમાં 59.31 ચો.કિમીનો વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના જંગલી ભૌગોલિક વિસ્તાર સરખો જ છે. જ્યારે ખુલ્લુ જંગલ, ઝાડ સહિતના વિસ્તારોમાં વધારો થયો છે. ખાસ કરીને 77.23 ચો.કિમી ખુલ્લા જંગલ વિસ્તારમાં વધારો થયો છે. આ રિપોર્ટમાં ડેટાબેઝ રિપોર્ટમાં 2017ના વર્ષ સાથે વન આચ્છાદિત વિસ્તારોની સરખામણી કરાઇ છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં 59.31 ચો.કિમી જંગલ વિસ્તારનો વધારો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં બે વર્ષમાં વધેલા વન આચ્છાદિત વિસ્તારની જાણકારી
વર્ષ20172018
ભૌગોલિક વિસ્તાર8,831 ચો.કિમી8,831 ચો.કિમી
અતિ ગાઢ જંગલ15 ચો.કિમી15 ચો.કિમી
મધ્યમ ગાઢ જંગલ956 ચો.કિમી938.08 ચો.કિમી
ખુલ્લો વન પ્રદેશ663 ચો.કિમી740.23 ચો.કિમી
કુલ વિસ્તાર1,693.31 ચો.કિમી1,634ચો.કિમી
અન્ય જિલ્લામાં થયેલો વધારો
વર્ષ 2017ની સરખામણીએ જૂનાગઢ જિલ્લાની સાથો સાથ નવસારી, કચ્છ, જામનગર જિલ્લાના આચ્છાદિત વિસ્તારમાં વધારો થયો છે. સામાન્ય રીતે આવું કહેવામાં આવે છે કે દિન પ્રતિ દિન જંગલો ઘટી રહ્યાં છે પણ આ અહેવાલ જણાવે છે કે રાજ્યમાં જંગલો વધ્યાં છે.
વનીકરણ સહિતની બાબતોથી વધારો
વન વિભાગની કામગીરીનું આ પ્રતિબિંબ છે. જેમાં પણ ખાસ કરીને વનીકરણ, પ્રોટેક્શન સહિતની કામગીરીને લઇને વન આચ્છાદિત વિસ્તારમાં વધારો થયો છે. જે સારી વાત છે. સારો વરસાદ પડવાને કારણે પણ વૃક્ષોની સંખ્યામાં વધારો થયો હોય છે. - ડી.ટી.વસાવડા, સીસીએફ, જૂનાગઢ
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/7723-sq-km-of-open-forest-increased-but-its-geographical-area-did-not-increase-126649037.html

No comments: