Saturday, February 29, 2020

સનખડામાં ખેતરમાં ચાલીને જતા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો, માથા અને મોઢા પર નહોર માર્યા

ખેડૂતને સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો

ખેડૂતને સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો

  • ખાંભાના તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, પીએમ માટે મૃતદેહ જસાધાર એનિમલ કેર ખાતે ખસેડાયો 

Divyabhaskar.Com

Feb 21, 2020, 11:38 AM IST
ઉના: ઉનાના સનખડા-માલણ વિસ્તારમાં ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો. યુવાન ખેડૂત વાડીના શેઢેથી પોતાના ખેતર તરફ ચાલીને જતો હતો ત્યારે દીપડાએ અચાનક પાછળથી હુમલો કરી દીધો હતો. એરંડાના પાકના વાવેતરમાંથી દીપડો અચાનક બહાર આવ્યો હતો અને ખેડૂતને નિશાન બનાવ્યો હતો. જો કે ખેડૂતે બૂમાબૂમ કરી મુકતા દીપડો નાસી ગયો હતો. ખેડૂતના માથા, મોઢા, હાથ અને કમરના ભાગે દીપડાએ નહોર માર્યા હતા. આથી ગંભીર હાલતમાં ખેડૂતને સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત
ખાંભાના તુલસીશ્યામ રેન્જમાં વધુ એક સિંહનું મોત નીપજ્યું છે. આ અંગે વન વિભાગને જાણ થતા ટીમ દોડી ગઇ હતી. વન વિભાગે સિંહનો મૃતદેહ કબ્જે કરી પીએમ માટે જસાધાર એનિમલ કેર ખાતે ખસેડ્યો હતો. જો કે સિંહના મોતનું કારણ જાણવા મળ્યું નથી. પીએમ બાદ જ મોતનું કારણ જાણવા મળશે.
(જયેશ ગોંધિયા, ઉના)

No comments: