Saturday, October 31, 2015

જૂનાગઢ: પર્યાવરણપ્રેમી ખેડૂત ચક્લી માટે બનાવે છે છાણાનો માળો


જૂનાગઢ: પર્યાવરણપ્રેમી ખેડૂત ચક્લી માટે બનાવે છે છાણાનો માળો

  • Bhavik Makvana, Gopal Vaghasiya, Junagadh
  • Oct 26, 2015, 00:02 AM IST
- કેશોદનાં ખેડૂતનો નવતર પ્રયોગ, વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુ બનાવી
- ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં રહેતા ખેડૂતે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવી ચક્લીને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. જેમાં તેઓએ ચકલીનાં ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ હતું. તેમજ ગાયનાં છાણમાંથી 1000 ચકલીનાં માળા બનાવી વિતરણ કર્યુ હતું.

 જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં નિવાસી અર્જૂનભાઇ મોહનભાઇ પાધડાર ખેડૂત છે. પણ તેઓએ પર્યાવરણને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. ચક્લીઓ પ્રત્યેનાં પ્રેમને કારણે તેઓએ મોબાઇલ ચબૂતરો અને છાણાનો માળો બનાવ્યો છે. આશરે બે વર્ષનાં ટૂંકાગાળામાં 9000 જેટલા મોબાઇલ ચબૂતરાનું નિ:શુલ્ક વિતરણ કર્યુ છે. તેમજ 1000 જેટલા છાણાનો માળો બનાવી વિતરણ કર્યું હતું. તેઓ પર્યાવરણનાં જતન માટે પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ તો સર્જનાત્મક વિચારોને કારણે તે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તું બનાવવામાં માહેર છે. જેમાં પ્લાસ્ટિકની બોટલમાં મોબાઇલ ચબૂતરો બનાવ્યો અને ગાયનાં છાણમાંથી ચક્લીનો માળો બનાવ્યો હતો.

ચક્લી આપણી સાથે રહેવા ટેવાયેલી છે

ચકલીએ આપણી સાથે સાથે રહેવા ટેવાયેલું પ્રાણી છે. તેને દૂષિત પર્યાવરણથી બચાવી ઘરમાં તેનો મીઠો ટહુકાર સંભળાય તો કુદરત સાથે હોય તેવી લાગણી થાય.
- અર્જૂનભાઇ પાઘડાર, ખેડૂત

રાષ્ટ્રપતિ  એવોર્ડ એનાયત

દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ એકઝીબીશનમાં બ્રિક અેન્ડ બ્લોક મશિન પ્રદર્શન કરવામાં આવતાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા રાષ્ટ્ર લેવલે બીજા નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મોબાઇલ ચબૂતરો કેમ કહે છે

મોબાઇલની જેમ હરતું ફરતું રાખી શકાય છે. આ ચબૂતરો પ્લાસ્ટિકની બોટલમાં બનેલો હોય છે. એક સપ્તાહ સુધી ચકલી ચાંચ મારી અનાજનું ચણતર કરી શકશે.
 



છાણમાંથી બનાવે છે લાકડા અને કુંડી
જૂનાગઢ: પર્યાવરણપ્રેમી ખેડૂત ચક્લી માટે બનાવે છે છાણાનો માળો
ગાયનાં છાણનાં ઘણાં ફાયદા છે. છાણમાંથી માળો બનાવવાથી ચક્લીઓને ત્રણેય રૂતુમાં માફક આવે છે. તેમજ લાકડાં બનાવવાને કારણે ગેસ, બળતણનો બચાવ થાય છે. અને કુંડીમાં વૃક્ષ વાવવાથી તેનો ઓર્ગેનિક વિકાસ થાય છે.

અમરેલી: ઠંડીનો ચમકારો શરૂ, શેત્રુંજીના પટમાં સાવજો મસ્તીએ ચઢ્યા


અમરેલી: ઠંડીનો ચમકારો શરૂ, શેત્રુંજીના પટમાં સાવજો મસ્તીએ ચઢ્યા

  • Bhaskar News, Amreli
  • Oct 31, 2015, 11:27 AM IST
અમરેલી: અમરેલી જિલ્લાનો લીલીયા તાલુકો એટલે બૃહદ ગિરનો હિસ્સો. અહીં છેલ્લા થોડા વર્ષોથી સાવજો ડણક દેવા લાગ્યા છે. ગત જૂન માસમાં શેત્રુંજીમાં આવેલા ભારે પુરને પગલે અનેક સાવજોનાં મોત થયાં હતા. પરીણામે સાવજોની ડણક આ વિસ્તારમાં જવલ્લેજ સાંભળવા મળતી હતી. પરંતુ શિયાળાનો ચમકારો શરૂ થતાંજ સાવજો શેત્રુંજીનાં પટમાં અવરજવર કરવા લાગ્યા છે. વન્યપ્રાણી પ્રેમીઓને તે અચૂક આ વિસ્તારમાં મોજ મસ્તી કરતા જોવા મળી જાય. ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટનાં રાજન જોષીએ અહીં મસ્તી કરતા વનરાજોની તસ્વીર પોતાનાં કેમેરામાં આબાદ કંડારી લીધી હતી.

ગીર પૂર્વના ડીએફઓનો વિદાય સમારોહ : જંગલ રેઢું પડ

ગીર પૂર્વના ડીએફઓનો વિદાય સમારોહ : જંગલ રેઢું પડ
  • Bhaskar News, Amreli
  • Oct 30, 2015, 00:46 AM IST
- ગીર પૂર્વની તમામ સાત રેન્જનાં કર્મચારીઓ ઉપસ્થિત રહેતા જંગલ વિસ્તારમાં કોઇ હાજર ન હતું

અમરેલી : ગીર પૂર્વના ડીએફઓ તરીકે ફરજ બજાવી આ વિસ્તારમાં ભારે લોકચાહના મેળવનાર ડીએફઓ અંશુમન શર્માની ગોધરા ખાતે બદલી થતા ધારીમાં તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. પોતાના કાર્યકાળ દરમીયાન તેમણે ચંદન ચોર ગેંગને પકડવા ઉપરાંત લાયન શો પર પણ લગામ કસી હતી.
 
ડીએફઓ અંશુમન શર્માએ ગીરપૂર્વના પોતાના કાર્યકાળ દરમીયાન ભારે લોકચાહના મેળવી હતી. ખાસ કરીને જંગલમાં ચાલતી અનેક પ્રકારની ગેરરીતીઓ પર તેમણે પોતાની આગવી સુઝથી કાબુ મેળવ્યો હતો. આ ઉપરાંત સિંહની વસતી ગણતરી દરમીયાન પણ યશસ્વી કામગીરી નિભાવી હતી. ગીર જંગલ તથા આસપાસના બૃહદ ગીર વિસ્તારમાં લાયન શોની પ્રવૃતિ બેફામ બની હોય તેના પર કાબુ મેળવવા તેમણે અસરકારક પગલા લીધા હતાં. ધારી ખાતે વન કર્મચારીઓ દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ગીર પૂર્વની જુદી જુદી સાત રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

મોડી રાત સુધી કાર્યક્રમ ચાલુ રહ્યો
સાત રેન્જનો મસમોટો સ્ટાફ આ વિદાય સમારોહમાં ઉમટી પડતા જંગલ જાણે રેઢા પડ જેવું બન્યુ હતું. આ વિદાય સમારોહમાં ભાગ લેવા માટે ગીર પૂર્વની સાતે સાત રેન્જનો સ્ટાફ અને અધિકારીઓ દુર દુરથી આવ્યા હતાં. જેના કારણે જંગલ જાણે રેઢા પડ જેવું બન્યુ હતું. આ કાર્યક્રમ પણ મોડે સુધી ચાલ્યો હતો.

રાંકચમાં ચાર કલાકની જહેમત બાદ કોલર આઇડી સિંહણને સારવાર અપાઇ


ક્રાંકચમાં ચાર કલાકની જહેમત બાદ કોલર આઇડી સિંહણને સારવાર અપાઇ


Bhaskar News, Amreli

Oct 26, 2015, 10:37 AM IST
ચાર કલાકની જહેમત બાદ વનવિભાગે સારવાર આપી : બે સિંહણો વચ્ચે ઇનફાઇટમા ઇજા પહોંચી હતી

અમરેલી: અમરેલીના રેવન્યુ વિસ્તારમાં ખાસ કરીને ચાંદગઢથી લઇ ક્રાંકચ સુધીના શેત્રુજી નદીકાંઠાના વિસ્તારોમાં બૃહદગીરમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે આ વિસ્તારમાં બે સિંહણ વચ્ચે ઇનફાઇટ થતા અહીની રાજમાતા કહેવાતી કોલર આઇડી સિંહણને ગંભીર ઇજા પહોંચી હતી. વનવિભાગને જાણ થતા સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને ચાર કલાકનુ રેસ્કયુ ઓપરેશન હાથ ધરી આ સિંહણને સારવાર આપી હતી.

લીલીયાના બૃહદગીર વિસ્તારમાં ક્રાંકચના શેત્રુજી નદીના કાંઠાળ વિસ્તારોમાં પ્રથમ કોલર આઇડી સિંહણે દેખા દીધી હતી અને ત્યારથી અહી સાવજોનુ આધિપત્ય સ્થપાયુ હોવાનુ જાણકારો કહી રહ્યાં છે. અહી રાજમાતા ગણાતી કોલર આઇડી સિંહણ અને અન્ય એક સિંહણ વચ્ચે ઇનફાઇટ થતા બંને સિંહણો ઘાયલ થઇ ગઇ હતી.

આ અંગે અહીના સિંહપ્રેમી મહેન્દ્રભાઇ ખુમાણે વનવિભાગને જાણ કરતા ડીએફઓ ગુર્જરની સુચનાથી આરએફઓ હેરભા, કે.જી.ગોહિલ, ટીનુભાઇ ખુમાણ, તુષારભાઇ મહેતા સહિત અહી દોડી આવ્યા હતા. અને આ કોલર આઇડી સિંહણની શોધખોળ આદરી હતી. બાદમાં આ સિંહણને લોકેટ કરી ચાર કલાકની જહેમત બાદ તેને સારવાર આપવામા આવી હતી. ડો. હિતેષ વામજાએ આ સિંહણને સારવાર આપી હતી. સિંહણને મો, આંખ નીચે, કાન નીચે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જયારે અન્ય એક ઘાયલ સિંહણની પણ શોધખોળ આદરવામા આવી છે.

સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં સાવરકુંડલામાં કોટડીયાના પૂતળાનું દહન

  • Bhaskar News, Savarkundala
  • Oct 18, 2015, 01:03 AM IST
સિંહોને મારી નાખવાની વાત કરનાર કોટડીયા સામે તેમના જ પક્ષમાંથી ઉઠતો ઉગ્ર વિરોધ

સાવરકુંડલા : ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાએ પાછલા કેટલાક સમયથી તેમના જ પક્ષની રાજ્ય સરકાર સામે બાંયો ચડાવેલી છે અને ગઇકાલે તાલાળામાં તેમણે સિંહોને મારી નાખવાની વાત કરતા આજે સાંસદ કાછડીયા, ધારાસભ્ય વઘાસીયાની ઉપસ્થિતીમાં ભાજપના કાર્યકરો દ્વારા સાવરકુંડલાના રિધ્ધી-સિધ્ધી ચોકમાં ધારાસભ્ય કોટડીયાના પુતળાનું દહન કરવામાં આવ્યુ હતું. આમ ભાજપના જ આગેવાનો પાછલા કેટલાક સમયથી એકબીજાની સામસામે આવી રહ્યા હોય અમરેલી જીલ્લામાં રાજકીય વર્તુળમાં ભારે ચકચાર મચી છે.

ધારીના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયા દ્વારા ઇકો સેન્સેટીવ ઝોનના મુદે પાછલા કેટલાક સમયથી રાજ્ય સરકાર સામે આંદોલન ચલાવાઇ રહ્યુ છે. ગઇકાલે તાલાળામાં આ મુદે મળેલી સભામાં ધારાસભ્ય કોટડીયાએ સિંહોને મારી નાખવાની વાત કરતા આ મુદે ખુદ ભાજપમાંથી જ ખુદ તેમની સામે ઉગ્ર વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ભાજપના આગેવાનો આજે સાવરકુંડલામાં તેમના જ પક્ષના ધારાસભ્યના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતાં.

આજે અમરેલીના  સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય વી.વી. વઘાસીયા, અમરેલીના પર્યાવરણવિદ જીતુભાઇ તળાવીયા, સાવરકુંડલા પાલીકાના પ્રમુખ ડી.કે. પટેલ, હેમાંગભાઇ ગઢીયા, જયસુખભાઇ નાકરાણી, અરવિંદભાઇ યાદવ સહિતના આગેવાનો તથા સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના ભાજપના કાર્યકરોએ સાવરકુંડલાના રીધ્ધી-સિધ્ધી ચોકમાં ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાના પુતળાનું દહન કર્યુ હતું. આ સમયે ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા કોટડીયા વિરૂધ્ધ સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતાં. ઘટનાને પગલે જીલ્લાના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.
 
પોલીસ ચોકી સામે જ મંજુરી વગર કાર્યક્રમ
સાવરકુંડલામાં આજે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા આજે પોલીસ ચોકી સામે જ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પોલીસની મંજુરી વગર જ કાર્યક્રમ યોજાયો હતો. વળી પુતળા દહન સમયે ખુદ પીઆઇ પણ હાજર હોવાનું જાણવા મળેલ છે.

ભાજપ આગેવાન અને કાર્યકરો સામે ગુનો નોંધાયો
સાવરકુંડલામા આજે સાંજે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધારીના તેમના જ પક્ષના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાના પુતળાનુ દહન કરવામા આવતા મંજુરી વગર આ કાર્યક્રમ યોજયો હોય સાવરકુંડલા સીટી પોલીસે મોડીસાંજે અમરેલી તથા સ્થાનિક ભાજપના આગેવાનો તથા કાર્યકરો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

મોતનાં મુખમાંથી પિતાએ દિકરાને બચાવ્યો : મેંદરડામાં દિપડાનો કિશોર ઉપર હુમલો

મોતનાં મુખમાંથી પિતાએ દિકરાને બચાવ્યો : મેંદરડામાં દિપડાનો કિશોર ઉપર હુમલો
Bhaskar News, Mendarda/Rajula

Oct 18, 2015, 00:43 AM IST
- ઘરમાં સુતેલા સાત વર્ષનાં બાળક પર ત્રાટકયો હતો
 
મેંદરડા : મેંદરડાનાં અંબાળા ગામે શુક્રવારનાં રાત્રીનાં ઘરમાં સુતેલા સાત વર્ષનાં બાળકને દીપડો ઢસડીને લઇ જતો હતો ત્યારે પિતાએ હિંમતપુર્વક સામનો કરી પુત્રને મોતનાં મુખમાંથી બચાવી લીધો હતો. મેંદરડાનાં અંબાળા ગામે દેવીપુજક ચનાભાઇ જીવરાજભાઇ સોલંકી મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય શુક્રવારનાં રાત્રીનાં પરિવાર ઘરમાં નિંદ્રાધીન હતો ત્યારે 11 વાગ્યાની આસપાસ દીપડો ઘરમાં ઘુસી આવેલ અને સાત વર્ષનાં અજયને ડોક પાસેથી પકડીને ઢસડીને લઇ જતો હતો ત્યારે અજયે બુમાબુમ કરી મુકતા પરિવારનાં સભ્યો જાગી ગયેલ.

દીપડો અજયને ઘરની બહાર સુધી ખેંચી ગયેલ પરંતુ પિતા ચનાભાઇએ બહાદુરીપુર્વક સામનો કરી દીપડાનાં જડબામાંથી પુત્રને છોડાવવામાં સફળ રહયાં હતાં. જયારે દીપડો નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત અજયને 108નાં પાયલોટ પ્રકાશ અગ્રાવત અને ડો.મનીષ ડોબરીયાએ મેંદરડા હોસ્પિટલે ખસેડેલ જયાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જૂનાગઢ અને અહિંયાથી રાજકોટ રીફર કરાયેલ હોવાનું જાણવા મળે છે. અત્રે નોંધનીય બની રહેશે કે, ગીર વિસ્તારનાં ગામોમાં વન્ય પ્રાણીઓ આવી ચઢી માનવ ભક્ષી બની હુમલા કરતા હોય લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો છે.
 
- રાજુલાના માંડરડીની સીમમાંથી ખુંખાર દીપડો પાંજરે પૂરાયો : દિપડાના ભયથી ખેડૂતો સીમમાં જતા પણ ડરતા હતાં

રાજુલા : રાજુલા તાલુકાના માંડરડી ગામની સીમમાં દિપડાની રંજાડ હોય ખેડૂતો દ્વારા અવાર નવાર વનતંત્રને રજુઆત કરાતા પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતું અને આજે વહેલી સવારે આ દિપડો પાંજરે પુરાઇ જતા ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો. આ દિપડાને કાનમાં જીવાત પડી ગઇ હોય તેની સારવાર શરૂ કરાઇ હતી.

રાજુલા પંથકમાં દિપડાની વધી રહેલી સંખ્યાથી સીમમાં વાડી-ખેતરોમાં કામ કરતા લોકોમાં ભારે ભય પ્રવર્તી રહ્યો છે. રાજુલાના માંડરડીની સીમમાંથી દિપડાના ત્રાસની ફરીયાદ ઉઠતા વનતંત્ર પણ દોડતુ થયુ હતું. અગાઉ આ વિસ્તારમાં દિપડાએ એક ખેડૂત પર હુમલો પણ કર્યો હતો. જેના કારણે ખેડૂતો સીમમાં જવાનું પણ ટાળતા હતાં. દિપડાના ભયથી ફફડતા ખેડૂતો દ્વારા વનતંત્રને વારંવાર આ દિપડો પાંજરે પુરવા રજુઆત કરાઇ હતી. જેને પગલે ગામના માજી સરપંચ ભુપતભાઇ મકવાણાની વાડીમાં પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતું.
 
દરમીયાન આ દિપડો આજે વહેલી સવારે પાંજરામાં સપડાઇ ગયો હતો. દિપડાના કાનમાં જીવાત પડી ગઇ હોય તેને સારવાર માટે જસાધારના એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. માંડરડીની સીમમાં હજુ પણ એક દિપડો આટા મારતો હોય તેને પકડવા લોકોએ માંગ ઉઠાવી છે.

ઇકો સેન્સેટીવ ઝોનને લઇ મેંદરડામાં પણ વિરોધનો વંટોળ

DivyaBhaskar News Network

Oct 13, 2015, 04:40 AM IST

તાજેતરમાંસરકાર દ્વારા ગીર જંગલનાં આસપાસનાં 10 કિમી વિસ્તારને ઇકો સેન્સેટીવ ઝોન જાહેર કરાતા ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. તેમજ ગામે ગામ આંદોલનાત્મક લડત અપાઇ રહી છે ત્યારે મેંદરડામાં પણ મુદે 15મી ખેડૂત હિતર રક્ષક સમિતી દ્વારા મામતદારને આવેદન પત્ર પાઠવશે.

ફોરેસ્ટ વિભાગ તેમજ સરકાર દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવશે. ફોરેસ્ટ વિભાગ તેમજ સરકાર દ્વારા ગીર જંગલની આસપાસનાં 10 કિમીનાં વિસ્તારને ઇકો સેન્સેટીજ ઝોન તરીકે જાહેર કરવાનો નિર્ણયને પગલે વિસ્તારોમાં જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ અમરેલી જિલ્લાનાં અનેક ગામો સમાવિષ્ટ થાય છે. જેના લીધે ત્રણેય જિલ્લાઓનાં તાલુકા તેમજ ગામો કે જે ઇકોસેન્સેટીવ ઝોનમાં આવે છે. ત્યારં નિર્ણયનો વિરોધ કરવામાં આવે છે. જેને પગલે મેંદરડામાં પણ હવે ખેડૂત હિત રક્ષક સમીતી દ્વારા નિર્ણયનો વિરોધ કરી 15મીએ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છેકે, ફોરેસ્ટડીપાર્ટમેન્ટ દ્વારા જાહેર ખબરોથી તેમજ ગામોમાં મીટીંગો યોજી મુદે લોકોને સમજણ આપી હતી અને કાયદાથી ખેડૂતો કે રહીશોને કોઇપણ નુકશાન થવાની ખાતરી આપી હોવા છતાં વિરોધ સમવાનું નામ નથી લેતો.