Saturday, October 31, 2015

રાંકચમાં ચાર કલાકની જહેમત બાદ કોલર આઇડી સિંહણને સારવાર અપાઇ


ક્રાંકચમાં ચાર કલાકની જહેમત બાદ કોલર આઇડી સિંહણને સારવાર અપાઇ


Bhaskar News, Amreli

Oct 26, 2015, 10:37 AM IST
ચાર કલાકની જહેમત બાદ વનવિભાગે સારવાર આપી : બે સિંહણો વચ્ચે ઇનફાઇટમા ઇજા પહોંચી હતી

અમરેલી: અમરેલીના રેવન્યુ વિસ્તારમાં ખાસ કરીને ચાંદગઢથી લઇ ક્રાંકચ સુધીના શેત્રુજી નદીકાંઠાના વિસ્તારોમાં બૃહદગીરમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે આ વિસ્તારમાં બે સિંહણ વચ્ચે ઇનફાઇટ થતા અહીની રાજમાતા કહેવાતી કોલર આઇડી સિંહણને ગંભીર ઇજા પહોંચી હતી. વનવિભાગને જાણ થતા સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને ચાર કલાકનુ રેસ્કયુ ઓપરેશન હાથ ધરી આ સિંહણને સારવાર આપી હતી.

લીલીયાના બૃહદગીર વિસ્તારમાં ક્રાંકચના શેત્રુજી નદીના કાંઠાળ વિસ્તારોમાં પ્રથમ કોલર આઇડી સિંહણે દેખા દીધી હતી અને ત્યારથી અહી સાવજોનુ આધિપત્ય સ્થપાયુ હોવાનુ જાણકારો કહી રહ્યાં છે. અહી રાજમાતા ગણાતી કોલર આઇડી સિંહણ અને અન્ય એક સિંહણ વચ્ચે ઇનફાઇટ થતા બંને સિંહણો ઘાયલ થઇ ગઇ હતી.

આ અંગે અહીના સિંહપ્રેમી મહેન્દ્રભાઇ ખુમાણે વનવિભાગને જાણ કરતા ડીએફઓ ગુર્જરની સુચનાથી આરએફઓ હેરભા, કે.જી.ગોહિલ, ટીનુભાઇ ખુમાણ, તુષારભાઇ મહેતા સહિત અહી દોડી આવ્યા હતા. અને આ કોલર આઇડી સિંહણની શોધખોળ આદરી હતી. બાદમાં આ સિંહણને લોકેટ કરી ચાર કલાકની જહેમત બાદ તેને સારવાર આપવામા આવી હતી. ડો. હિતેષ વામજાએ આ સિંહણને સારવાર આપી હતી. સિંહણને મો, આંખ નીચે, કાન નીચે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જયારે અન્ય એક ઘાયલ સિંહણની પણ શોધખોળ આદરવામા આવી છે.

No comments: