Friday, March 14, 2008 23:42 [IST]

સિંહની સંખ્યા ૧૧ થઇ ગઇ, સક્કરબાગ ઝૂને બે બરચાં આપી દેવાશે
રાજકોટના આજી ડેમ સ્થિત પ્રાણી સંગ્રહાલયમાં મોજ નામની સિંહણે બે બરચાંને શુક્રવારે સવારે જન્મ આપ્યો હતો. ગયા મહિને જ મોજની બેન મસ્તીએ પાંચ સિંહબાળ આ ઝૂને આપ્યા હતા.
રાજકોટ ઝૂમાં વખતોવખત સિંહ અને વાઘના બરચાંના અવતરણો થતાં રહે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ હવે આ પ્રાણી સંગ્રહાલયને બ્રિડિંગ સેન્ટર એટલે કે સિંહ જન્મ અને ઉછેર કેન્દ્રનો દરજજો આપ્યો છે.
૨૦૦૪માં રાજવંતી સિંહણની કૂખે જન્મેલી મોજ સિંહણની ઉંમર સાડા ત્રણ વષ્ાર્ છે. જૂનાગઢથી ખાસ બ્રિડિંગ માટે લાવવામાં આવેલા દસ વષ્ાર્ના સિંહ વિરલ સાથે થયેલા સમાગમના ફળ સ્વરૂપે ૧૦૮ દિવસના ગર્ભાધાન બાદ મોજે આજે સવારે બે બરચાંને જન્મ આપ્યો હતો.
ગયા મહિને મોજની બહેન મસ્તીએ પાંચ સિંહબાળને જન્મ આપ્યો હતો, જેમાંથી બેના મૃત્યુ થયા છે.આજી ડેમ પ્રાણી સંગ્રહાલયમાં અત્યારે પુખ્ત વયના બે સિંહ અને ચાર સિંહણ તેમજ મસ્તીના ત્રણ અને મોજના બે એમ પાંચ બરચાં મળીને કુલ ૧૧ સિંહ હયાત છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ રાજકોટના પ્રાણી સંગ્રહાલયને લાયન બ્રિડિંગ સેન્ટરનો દરજજો આપ્યો છે. અત્યાર સુધી આ સિંહ ઉછેર કેન્દ્ર જૂનાગઢમાં હતું, હવે તે ભોપાલ, હૈદરાબાદ, દિલ્હી અને રાજકોટમાં પણ કાર્યરત થશે.
રાજકોટના આ ઝૂને આવું રાષ્ટ્રીય કક્ષાનું કેન્દ્ર બનાવવામાં ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ એમ.જી. મારડિયા અને તેના સ્ટાફનું મહત્ત્વનું યોગદાન છે.
No comments:
Post a Comment