Saturday, March 15, 2008

ઝૂમાં સિંહણ ‘મોજ’ને બે બચ્ચાં અવતર્યાં, બ્રિડિંગ સેન્ટર મંજૂર

sandesh
રાજકોટ તા,૧૪ : રાજકોટ ઝૂનાં પ્રાણી પરિવારમાં ફરી એક વખત ખૂશીની ઘડી આવી છે. તાજેતરમાં મૃત્યુ પામનાર સિંહણ રાજવંતીની બીજી પુત્રી અને તાજેતરમાં પાંચ બચ્ચાને જન્મ આપનાર સિંહણ મસ્તીની બહેન સિંહણ ‘મોજ’ને આજે (શુક્રવારે) સવારે ૭ થી ૮ના સમયગાળા દરમ્યાન બે બચ્ચાનો જન્મ થયો છે. આથી, મહાપાલિકા સંચાલિત આજી ઝૂમાં સિંહ-સિંહણની કુલ સંખ્યા ૧૧ થઈ છે. ઝૂને બ્રિડિંગ સેન્ટર તરીકે વિકસાવવાની મંજૂરી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ આપી દીધી હોવાનુ મેયર ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું. ૧૦ વર્ષના સિંહ વિરલના સફળ મેટીંગથી સાડા ત્રણ વર્ષની વયની સિંહણ મોજે ૧૦૮ દિવસના ગર્ભધાન બાદ પ્રથમ વખત બે બચ્ચાને જન્મ આપ્યો છે. હાલ, ઝૂમાં ૪ પુખ્તવયની સિંહણ અને ર પુખ્ત વયના સિંહ તથા સિંહણ મસ્તીના ૩ અને સિંહણ મોજના ર મળી કુલ પ સિંહબાળ છે. નોંધનીય છે કે, તાજેતરમાં સિંહણ મસ્તીને પ બચ્ચા અવર્તયા હતા. તેમાંથી ર મૃત્યું પામતા ૩ રહયાં છે. સિંહ વિરલ જૂનાગઢથી લોન પર લવાયેલો હોઈ મોજ અને મસ્તીના મળી બે બચ્ચા જૂનાગઢ ઝુને આપવામાં આવશે. મોજ અને મસ્તીની નાની બેન યસ્વીને પણ સારા દિવસો હોઈ આગામી દિવસોમાં
ુને વધુ સિંહબાળની ભેંટ મળશે. આજી ઝૂ ખાતે છેલ્લા ૧૬ વર્ષમાં ૧ર સિંહબાળ તથા ૬ વાઘબાળનો જન્મ થયો છે. સ્થળ, પાંજરા, બ્રિડીંગ માટે સાનુકુળ જગ્યા વિગેરે બાબતોને લક્ષમાં લેતા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા આજી ઝૂને સિંહનાં બ્રિડિંગ સેન્ટર તરીકે મંજૂરી આપી છે. ગુજરાતમાં એક માત્ર જૂનાગઢ ઝૂ બ્રિડિંગ સેન્ટર તરીકે માન્યતા ધરાવે છે. રાજકોટ સાથે ભોપાલ, હૈદરાબાદ, ન્યૂ દિલ્હી ખાતે આવેલા ઝૂને પણ બ્રિડિંગ સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવી છે.

No comments: