Monday, March 17, 2008

છાલડામાં દીપડા બાદ દીપડી પણ પાંજરે પૂરાઈ ગઈ

વિસાવદર તા.૧૬

વિસાવદર તાલુકાના છાલડા ગામે દીપડા અને દીપડીએ ભારે આતંક ફેલાવી દઈને ત્રાસ અને ભયનું વાતાવરણ સર્જી દીધું હતું આ ગામના ચંદુભાઈ મનુભાઈ કોળી ઉપર હુમલો કરીને તેને ઘાયલ કરી દીધેલ હતો આ પછી વનખાતાએ પીંજરૃ મૂકયું હતું જેમાં દીપડો પકડાઈ જવા પામ્યો હતો.આ પછી આજે દીપડી પણ પાંજરે પુરવામાં વનખાતાને સફળતા મળી હતી.વિસાવદર તાલુકામાં રાની પ્રાણીઓને ભારે ગોઠી ગયું હોય એમ આ તાલુકાના અનેક ગામડાઓમાં દીપડાઓએ ધામા નાખ્યા હતા.

આના કારણે ગામલોકોને સીમવગડે જવામાં પણ ભારે અગવડતા અનુભવાતી હતી.દીપડાઓ માલ ઢોરને નિશાન બનાવીને શિકાર કરી નાંખતા હતા.એમની હાજરી ના કારણે લોકો બહાર નીકળવામાં પણ ભારે ભય અનુભવતા હતા.આવા સંજોગોમાં વનખાતાએ છાલડા ગામે પાંજરૃ મૂકીને દીપડા દંપતીને પકડવા અભિયાન હાથ ધર્યું હતું. જેમાં દીપડો આબાદ રીતે સપડાઈને પાંજરે પુરાઈ ગયો હતો.જેને વનમાં દૂર મૂકી આવ્યા હતા.

પરંતુ દીપડી પકડાતી ન હતી અને તેની કનડગત ચાલુ જ હતી.આ દીપડીને પકડી લેવા માટે વન અધિકારી એન.એમ.જાડેજા સુખદવ જોષી તથા કંડારિયા વગેરેએ ફરી વાર પ્રયાસો કરતા આ દીપડી ઝડપાઈ જવા પામી છે.આના કારણે લોકોેએ હાશકારો અનુભવ્યો છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=62897&Keywords=Sorath%20Gujarati%20News

No comments: