Friday, March 14, 2008

ગીરના જંગલમાં મહાભયાનક દવ: ૮૫ હેકટર જંગલ ખાખ.

Bhaskar News, Amareli
Wednesday, March 12, 2008 23:38 [IST]

આગ બૂઝાવતી વેળા બીટ ગાર્ડનું હાર્ટએટેકથી મોત

તુલસીશ્યામ રેન્જ હેઠળના જંગલમાં લાગેલી ભીષણ આગમાં મહામૂલી વનસ્પતિ અને માળામાં રહેતાં પંખીઓ તથા સરીસૃપ જીવોનો નાશ

ધારી ગીર (પૂર્વ)ના તુલસીશ્યામ રેન્જ હેઠળ આવેલા બોરાળા-ખડાધાર વિસ્તારના મકરબા તરીકે ઓળખાતા ગાઢ જંગલમાં મંગળવારની પરોઢે લાગેલી ભીષણ આગમાં જંગલની મહામૂલી સંપત્તિનો નાશ થયો હતો.

આગ બૂઝાવતી વેળાએ બોરાળાના એક બીટ ગાર્ડનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતાં વન કર્મચારીઓ સ્તબ્ધ બની ગયા હતા. આ વિસ્તારમાં છેલ્લા બે મહિનામાં દવ લાગવાનો આ પાંચમો બનાવ છે.

આ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાના અહેવાલો વરચે વારંવાર દવ લાગવાની ઘટનાઓ આકસ્મિક નહીં પણ ઈરાદાપૂર્વકનું કòત્ય હોવાની શંકા ખૂદ વનખાતાના કર્મચારીઓ વ્યકત કરી રહ્યા છે.

મકરબાના ગાઢ જંગલમાં ગઈકાલે વહેલી સવારે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધારી ગીર (પૂર્વ) વન કચેરીનો સ્ટાફ દવ બૂઝાવવાની કામગીરીમાં લાગ્યો હતો પરંતુ તે દરમિયાનમાં ૮૫ હેકટર જમીનમાં આગ ફેલાઈ જતાં તેણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું.

છેક દૂર દૂરના ગામડાંઓમાં અગનજવાળાઓ દેખાતી હતી. આગને કારણે વૃક્ષોમાં માળા બાંધીને રહેતાં પંખીઓ તથા સરીસૃપ જીવસૃષ્ટિનો નાશ થયો હતો તો ૮૫ હેકટર વિસ્તારમાં સૂકું ઘાસ તથા વૃક્ષો કાળી રાખમાં ફેરવાઈ ગયા હતા. વન વિભાગની અવિરત જહેમત બાદ ૨૪ કલાકે એટલે કે છેક બુધવારે સવારે મહા મહેનતે આગ કાબૂમાં આવી હતી.

આગ બૂઝાવવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન જ બોરાળાના બીટ ગાર્ડ દેવાભાઈ ટીડાભાઈ વસઈયા (ઉ.વ.૫૨)ને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ નીપજયું હતું. આ અણધાર્યા બનાવના કારણે ફરજ પર હાજર રહેલા કર્મચારીઓ સ્તબ્ધ બની ગયા હતા અને ભારે શોકનો માહોલ છવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારી ડિવિઝન હેઠળ આવતા વન વિસ્તારમાં આગ લાગવાની આ અગાઉ પણ અનેક ઘટનાઓ બની છે.

મિતિયાળા, કરમદડી, કોરાસા, ગોવિંદપુર વિગેરે સ્થળે છેલ્લા એક મહિનામાં જ આગ લાગવાના બનાવ બન્યા હતા. આજે બનેલો બનાવ છેલ્લા બે મહિનાનો પાંચમો બનાવ છે. ડીએફઓ જે.એસ. સોલંકીએ પણ આવા બનાવો પાછળ કોઈનો બદઈરાદો હોવાની શંકા વ્યકત કરી જો ખરેખર એવું હશે તો વન વિભાગ તેની પૂરતી તપાસ કરશે એવી ખાતરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, જંગલમાં લાગતી આગની ઘટનાઓને તંત્ર બહુ ગંભીરતાથી લેતું નથી. અગાઉ લાગેલી આગની ઘટનાઓનું કારણ તંત્ર શોધી શકયું નથી. ધારી ડિવિઝનમાં નાયબ વન સંરક્ષકની બદલી થયા પછી લાંબા સમયથી એ જગ્યા ખાલી પડી છે. આગની આ નવી ઘટનાને પગલે તંત્ર સતર્ક બને અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેવું વ્યવસ્થાતંત્ર ગોઠવે તેવી માગણી ઉઠી છે.

વન કર્મચારીનાં મોતથી આઘાત

આગ બૂઝાવતી વેળાએ બીટ ગાર્ડ દેવાભાઈનું મૃત્યુ થતાં વન કર્મચારીઓમાં ધેરા શોકની લાગણી ફેલાઈ હતી. મૃતક છેલ્લા ૨૮ વર્ષથી ફરજ બજાવતા હતા. તેઓ મૂળ ઝાલોદ તાલુકાના વતની હતા. ત્રણ વર્ષ પહેલાં અમરેલી જિલ્લા પુરવઠા તંત્રની કચેરીમાં પુરવઠા નિરીક્ષક તરીકે ફરજ બજાવતા તેમના મોટાભાઈ કે.ટી. વસઈયાનું પણ ફરજ દરમિયાન હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું.

આ કરૂણ ઘટનાની જાણ થતાં જૂનાગઢના સીએફઓ ભરત પાઠક ધારી દોડી ગયા હતા અને મૃતદેહને તેમના વતનમાં મોકલી આપવાની વ્યવસ્થા કરી હતી. આઘાત જનક વાત એ છે કે, વન વિભાગમાં ફરજ દરમિયાન મૃત્યુ પામનાર કર્મચારી માટે ખાસ વળતર ચૂકવવાની કોઈ જોગવાઈ નથી. પરિવારથી અલગ રહી રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ કરતાં નાના કર્મચારીઓના મૃત્યુ બાદ તેમના

જંગલમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ગીરના જંગલમાં અનેક સ્થળે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે અને તેના પરિણામે આગ લાગવાના બનાવો બનતા રહે છે. ગીરમાં સાવજોના શિકાર થયા પછી તંત્ર દ્વારા કડક પગલાં લેવાયાના દાવા થઈ રહ્યા છે પરંતુ વાસ્તવમાં અંદર બધુ પોલંપોલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

No comments: