Tuesday, September 29, 2015

બાબરાની સીમમાં દિપડાએ કર્યું બળદનું મારણ : લોકોમાં ફફડાટ

બાબરાની સીમમાં દિપડાએ કર્યું બળદનું મારણ : લોકોમાં ફફડાટ
  • Bhaskar News, Babara
  • Sep 22, 2015, 00:13 AM IST
- આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા સ્ટાફ અહી દોડી આવ્યો હતો

બાબરા : ગીર જંગલમાં વસતા વન્યપ્રાણીઓ હવે રેવન્યુ વિસ્તારમાં પણ આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે બાબરામા રામપરા તળાવ પાસે ગઇકાલે રાત્રે બળદ મૃત હાલતમાં મળ્યો હતો. આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા સ્ટાફ અહી દોડી આવ્યો હતો. અહી દિપડાના સગડ હોવાની વનવિભાગે આશંકા દર્શાવી હતી.

વન્યપ્રાણી દ્વારા બળદના મારણની આ ઘટના બાબરામા ગઇકાલે રાત્રે કરીયાણા રોડ પર આવેલ ખીમજીભાઇ મારૂની વાડીમા બની હતી. અહી કોઇ વન્યપ્રાણીએ બળદનુ મારણ કર્યુ હતુ.  ખીમજીભાઇ સવારે વાડીએ પહોચ્યા ત્યારે જોયુ તો બળદ મૃત હાલતમા પડયો હતો. બાદમાં તેમણે તુરત વનવિભાગને જાણ કરતા વનવિભાગના કર્મચારી મોરડીયાભાઇ સહિત સ્થળ પર દોડી ગયા હતા.  

વનવિભાગે અહી તપાસ કરતા દિપડાના સગડ હોવાનુ જાણવા મળ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બાબરા પંથકમાં વાડી ખેતરોમાં સિંહના આંટાફેરાથી લોકોમા ભય ફેલાયો હતો. અહીના સમઢીયાળા, તાઇવદર, નાની કુંડળ, કરિયાણા, જામબરવાળા ગામોમાં સિંહ, દિપડાએ દેખાદીધા હતા.

No comments: