Wednesday, September 30, 2015

રસ્તા વચ્ચે દીપડાએ બાળાને મોંમા પકડી, ગ્રામજનોનો પ્રતિકાર છતાં ન બચી


Ravi Khakhar, Veraval
Sep 26, 2015, 11:24 AM IST
રસ્તા વચ્ચે દીપડાએ બાળાને મોંમા પકડી, ગ્રામજનોનો પ્રતિકાર છતાં ન બચીવેરાવળ: વેરાવળ તાલુકાના નાખડા ગામે આજે મોડી સાંજે વાણંદ પરિવારની પાંચ વર્ષની પુત્રી દૂધ લઈને પરત ઘરે આવી રહી હતી. તે દરમ્યાન રસ્તાની વચ્ચો વચ્ચ દીપડાએ બાળા પર હુમલો કર્યો હતો. ત્યારે ગ્રામજનોએ દીપડાના મુખમાંથી બાળાને છોડાવી ગંભીર સ્થિતિમાં સારવાર અર્થે પ્રભાસપાટણ આરોગ્ય કેન્દ્રમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરનાં તબીબે બાળકીને મૃત જાહેર કરતા ગામલોકોમાં ગમગીની છવાઈ ગઈ હતી. 

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ નાખડા ગામે રહેલા વાળંદ પરિવારની પુત્રી ભારતી રમેશભાઈ કોટડીયા(ઉ.વ.પાંચ) આજે મોડી સાંજના સાડા સાત વાગ્યા આસપાસ ગામમાંથી દુધ લઈને ઘરે જઈ રહી હતી. ત્યારે બાળકીની બાજુમાંથી ગાય પસાર થઈ રહી હતી. અચાનક આવી ચડેલા દીપડાએ હુમલો કરતા ગાય બચી ગઈ હતી અને આ પાંચ વર્ષની માસુમ બાળકી દીપડાનાં મોંમાં આવી જતા ચીસા ચીસ કરવા લાગતા ગ્રામજનોએ દીપડાનો પ્રતિકાર કરી દીપડાના મોંઢામાંથી ભારતીને છોડાવી હતી. 

ગંભીર રીતે ઘવાયેલ ભારતીને સારવાર અર્થે 108 દ્વારા તાત્કાલીક પ્રભાસપાટણ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. ત્યાં ફરજ પરનાં હાજર તબીબે બાળકી ભારતીને મૃત જાહેર કરતા વાળંદ પરિવાર તથા અન્ય ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. બીજી તરફ બનાવ અંગે વેરાવળ રેન્જનાં આર.એફ.ઓ. અપારનાથીએ જણાવ્યું હતું કે નાખડા ગામમાં દીપડાએ બાળઆ ઉપર કરેલા હુમલાના પગલે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે બે જગ્યાએ પાંજરા મુકવામાં આવ્યા છે.

No comments: