Wednesday, September 30, 2015

જૂનાગઢના ઇકો સેન્સેટીવ ઝોનમાં હોટલ, લોજ માટે મનાઇ નથી

જૂનાગઢના ઇકો સેન્સેટીવ ઝોનમાં  હોટલ, લોજ માટે મનાઇ નથી
  • Bhaskar News, Junagadh
  • Sep 29, 2015, 02:30 AM I
જાહેરનામું બહાર પડે પછી લોકો વાંધા સુચન રજૂ કરી શકશે

- ખેતી,બાંધકામમાં કોઇ નિયંત્રણ નથી : વન વિભાગ
 
જૂનાગઢ: ગીર,પાણીયા અને મીતીયાળા અભયારણ્ય ફરતે 10 કીમી વિસ્તારમા઼ ઇકો સેન્સેટીવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.જેમાં 290 ગામનો સમવાશે થઇ રહ્યો છે. નાયબ નવ સંરક્ષકએ  જણાવ્યુ હતુ કે, ઇકો સેન્સેટીવ ઝોનમાં તમામ ગામડાનો સમાવેશ થતો નથી. ઇકો સેન્સેટીવ ઝોનમાં હોટલ,ફાર્મ હાઉસ,લોજ માટે મનાઇ કરવામાં આવશે નહી.તેમજ ખેતી,બાંધકામમાં પણ કોઇ નિયંત્રણ નથી. આ અંગે જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ વાંધા અરજી કરી શકાશે. સૌરાષ્ટ્રનાં ગીર, પાણીયા અને મિતીયાળા અભયારણ્ય ફરતે ઇકો સેન્સેટીવ ઝોન જાહેર કરવામાં આવનાર છે. આ અંગે ગીર પશ્વિમ વિભાગનાં ડીઅેફઓ રામરતન નાલાએ જણાવ્યુ હતુ કે, ઇકો સેન્સેટીવ ઝોનમાં બધા તાલુકાનાં તમામ ગામડાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. કોઇ પણ વ્યક્તિ કે સમાજ ઘર, દુકાન,હોટલ,કારખાનાને નાના- મોટા ઉદ્યોગ કરી શકશે. આમાં ફકત મોટા પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો પર નિયંત્રણ કરવામાં અાવશે.
 
લોકો પીવા માટેના કુવા-બોર કરી શકશે. ઇકો સેન્સેટીવ ઝોનનાં કારણે હોટલ,ફાર્મ હાઉસ, લોજ માટે મનાઇ કરાશે નહી.સરકારની નીતી મુજબ આ હેતુઓ માટે સંબંધિત કચેરીઓ દ્વારા પરવાનગી આપવામાં આવ છે.રાત્રીમાં ગ્રામ્ય વિસ્તારોમાં વાહનોની અવર-જવર કે ઘરધાટી ચલાવવા પર પ્રતિબંધ નથી.  માલીકીનાં વૃક્ષો, કાપવા પર કોઇ પ્રતિબંધ નથી. ઝાડનું છેદન હાલનાં નિયમો મુજબ કરી શકાશે. વન વિભાગનુ કાર્યક્ષેત્ર જાહેર કરવામાં આવેલા અભયારણ્ય અનેવન વિસ્તારો પુરતુ રહેશે.કોઇની માલીકીની ખેતીવાડીની જમીન પર વન વિભાગનો કોઇ અધિકાર નથી.
 
 
- ઘરેલુ ઉપયોગ માટે નદીમાંથી રેતી લઇ શકાશે : વન વિભાગે જણાવ્યુ હતુ કે,ઘરેલુ ઉપયોગ માટે રેતીનો ઉપયોગ પર પ્રતિબંધ નથી.તેમા છુટછાટ રહેશે. ઇકો સેન્સેટીવ ઝોનનાં કારણે બાંધકામનાં ખર્ચ ઉપર અસર થતી નથી.
 
- ઇકો સેન્સેટીવ ઝોન અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરાઇ: ઇકો સેન્સેટીવ ઝોન અંગે અભ્યાસ કરીને વન વિભાગ દ્વારા રાજય સરકારને રીપોર્ટર રજૂ કરાયો છે.હવે રાજય સરકારે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી છે. હવે કેન્દ્ર સરકાર જાહેરનામુ બહાર પડાશે.
 
- બાંધકામની પરવાની માટે ભોપાલ જવાની જરૂર નથી

નાયબ વન સંરક્ષક રામરતન નાલાએ જણાવ્યુ હતુ કે, ઇકો સેન્સેટીવ ઝોનમાં બાંધકામની મંજૂરી માટે ભોપાલ કે અન્ય જગ્યાએ પરવાનગી લેવા જવાની જરૂર નથી. અા પ્રકારની ખોટીવાતથી લોકોએ ભરવાનુ નહી. અત્રે નોંધનીય છે કે, અત્યારે સોરઠનાં જૂનાગઢ ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં ઇકો સેન્સેટીવી ઝોનને લઇને ઠેર-ઠેર આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે આ બાબતની જાણકારી જરૂરી બને છે.

No comments: