Saturday, September 30, 2017

પિતા પાસે સુતેલા બાળકને દીપડાએ 200 મીટર દૂર ઢસડી જઈ ફાડી ખાધો

Bhaskar News, Medarda | Last Modified - Sep 26, 2017, 04:04 AM IST
મેંદરડાનાં દાત્રાણામાં રવિવારનાં રાત્રીની ઘટનાથી હાહાકાર
પિતા પાસે સુતેલા બાળકને દીપડાએ 200 મીટર દૂર ઢસડી જઈ ફાડી ખાધો
પિતા પાસે સુતેલા બાળકને દીપડાએ 200 મીટર દૂર ઢસડી જઈ ફાડી ખાધો
મેંદરડા: મેંદરડાનાં દાત્રાણા ગામે ગૌચરની જગ્યામાં રહેતા શ્રમિક પરિવારોનાં ઝુંપડામાં રાત્રીનાં કાળ બનીને આવેલા દિપડાએ એક માસુમ ફુલને પીંખી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મેંદરડાનાં દાત્રાણા ગામે ગોધમપુર જવાનાં રસ્તા પર છેલ્લા 20 વર્ષથી ઝુંપડા બનાવીને રહેતા નાથબાવા સમાજનાં શ્રમિકોનાં વિસ્તારમાં ગત રાત્રીનાં 12 વાગ્યાનાં અરસામાં દિપડો જાણ કાળ બનીને ત્રાટક્યો હતો અને આ ઝુંપડાઓમાંથી એક ઝુંપડામાં રહેતા દિનેશભાઈ મનસુખભાઈ બાંભણીયા તેના એક પુત્ર અને પુત્રી સહિતનાં પરિવાર સાથે સુતા હતા.
તેવામાં મોડી રાત્રે 12 વાગ્યાનાં અરસામાં દિપડાએ આવી દિનેશભાઈની સાથે સુતેલા તેમનાં 3 વર્ષનાં માસુમ પુત્ર ચના ને કમરનાં ભાગેથી ઉપાડી લીધેલ અવાજ થતા દિનેશભાઇની ઉંઘ ઉડતા તેમણે હાકલા પડકારા કરતા દિપડો માસુમને લઇને ત્યાંથી નાસી ગયેલ જે બાદ આસપાસનાં ઝુંપડાઓમાં રહેતા લોકોએ દિપડાનો પીછો કરતા 200 મીટર દુર માસુમને છોડી દિપડો નાસી ગયેલ બાદમાં લોકો માસુમ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં દિપડાએ તેને વિંખી નાખ્યો હતો.
તેમનાં બન્ને પગ શરીરથી અલગ પડી જતા બાળકની લાશ વિકૃત બની ગયેલ,ઘટનાની જાણ ગામલોકોને થતા લોકો એકત્ર થઇ ગયેલ અને બાદમાં વનવિભાગને જાણ કરાતા આરએફઓ વી.પી.ગઢવી સહિતનાં સ્ટાફે સ્થળ પર આવી પંચ રોજકામ કરી પાંજરું મુકવાની વ્યવસ્થા ગોઠવેલ,અત્રે નોંધનિય છે કે આ વિસ્તારમાં અવાર નવાર દિપડાનો ત્રાસ વધતો જાય છે થોડા સમય અગાઉ જ દાત્રાણા પાસેનાં નાગલપુરમાંથી સતત 3 દિવસ દિપડા પાંજરે પુરાયા હતા જ્યારે આ વખતે દિપડાએ માસુમને નિશાન બનાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામેલ છે.

No comments: